Samaysar (Gujarati). Gatha: 80-93 ; Kalash: 51-56.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 34

 

Page 150 of 642
PDF/HTML Page 181 of 673
single page version

जीवपुद्गलपरिणामयोरन्योऽन्यनिमित्तमात्रत्वमस्ति तथापि न तयोः कर्तृकर्मभाव इत्याह
जीवपरिणामहेदुं कम्मत्तं पोग्गला परिणमंति
पोग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमदि ।।८०।।
ण वि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे
अण्णोण्णणिमित्तेण दु परिणामं जाण दोह्णं पि ।।८१।।
एदेण कारणेण दु कत्ता आदा सएण भावेण
पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं ।।८२।।
जीवपरिणामहेतुं कर्मत्वं पुद्गलाः परिणमन्ति
पुद्गलकर्मनिमित्तं तथैव जीवोऽपि परिणमति ।।८०।।
नापि करोति कर्मगुणान् जीवः कर्म तथैव जीवगुणान्
अन्योऽन्यनिमित्तेन तु परिणामं जानीहि द्वयोरपि ।।८१।।
एतेन कारणेन तु कर्ता आत्मा स्वकेन भावेन
पुद्गलकर्मकृतानां न तु कर्ता सर्वभावानाम् ।।८२।।
ભાવાર્થભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી
નથી; કારણ કે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે.
જોકે જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય (પરસ્પર) નિમિત્ત-
માત્રપણું છે તોપણ તેમને (બન્નેને) કર્તાકર્મપણું નથી એમ હવે કહે છે
જીવભાવહેતુ પામી પુદ્ગલ કર્મરૂપે પરિણમે;
એવી રીતે પુદ્ગલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૦.
જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે;
અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧.
એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી;
પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨.
ગાથાર્થ[ पुद्गलाः ] પુદ્ગલો [ जीवपरिणामहेतुं ] જીવના પરિણામના નિમિત્તથી

Page 151 of 642
PDF/HTML Page 182 of 673
single page version

यतो जीवपरिणामं निमित्तीकृत्य पुद्गलाः कर्मत्वेन परिणमन्ति, पुद्गलकर्म निमित्तीकृत्य
जीवोऽपि परिणमतीति जीवपुद्गलपरिणामयोरितरेतरहेतुत्वोपन्यासेऽपि जीवपुद्गलयोः परस्परं
व्याप्यव्यापकभावाभावाज्जीवस्य पुद्गलपरिणामानां पुद्गलकर्मणोऽपि जीवपरिणामानां कर्तृ-
कर्मत्वासिद्धौ निमित्तनैमित्तिकभावमात्रस्याप्रतिषिद्धत्वादितरेतरनिमित्तमात्रीभवनेनैव द्वयोरपि
परिणामः; ततः कारणान्मृत्तिकया कलशस्येव स्वेन भावेन स्वस्य भावस्य करणाज्जीवः स्वभावस्य
कर्ता कदाचित्स्यात्, मृत्तिकया वसनस्येव स्वेन भावेन परभावस्य कर्तुमशक्यत्वात्पुद्गलभावानां तु
कर्ता न कदाचिदपि स्यादिति निश्चयः
[ कर्मत्वं ] કર્મપણે [ परिणमन्ति ] પરિણમે છે, [ तथा एव ] તેમ જ [ जीवः अपि ] જીવ પણ
[ पुद्गलकर्मनिमित्तं ] પુદ્ગલકર્મના નિમિત્તથી [ परिणमति ] પરિણમે છે. [ जीवः ] જીવ
[ कर्मगुणान् ] કર્મના ગુણોને [ न अपि करोति ] કરતો નથી [ तथा एव ] તેમ જ [ कर्म ] કર્મ
[ जीवगुणान् ] જીવના ગુણોને કરતું નથી; [ तु ] પરંતુ [ अन्योऽन्यनिमित्तेन ] પરસ્પર નિમિત્તથી
[ द्वयोः अपि ] બન્નેના [ परिणामं ] પરિણામ [ जानीहि ] જાણો. [ एतेन कारणेन तु ] આ કારણે
[ आत्मा ] આત્મા [ स्वकेन ] પોતાના જ [ भावेन ] ભાવથી [ कर्ता ] કર્તા (કહેવામાં આવે) છે
[ तु ] પરંતુ [ पुद्गलकर्मकृतानां ] પુદ્ગલકર્મથી કરવામાં આવેલા [ सर्वभावानाम् ] સર્વ ભાવોનો
[ कर्ता न ] કર્તા નથી.
ટીકાઃ‘જીવપરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને
પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે’એમ જીવના પરિણામને અને પુદ્ગલના
પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને પરસ્પર
વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદ્ગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને
જીવપરિણામો સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને, માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નહિ
હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ (થાય) છે; તે કારણે (અર્થાત્
તેથી), જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી,
જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્
છે, પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ
પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશક્ય હોવાથી (જીવ) પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ
નથી એ નિશ્ચય છે.
ભાવાર્થઃજીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર
નિમિત્તનૈમિત્તિકપણું છે તોપણ પરસ્પર કર્તાકર્મભાવ નથી. પરના નિમિત્તથી જે પોતાના ભાવ
થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત્
કહી પણ શકાય, પરંતુ જીવ પરભાવનો
કર્તા તો કદી પણ નથી.

Page 152 of 642
PDF/HTML Page 183 of 673
single page version

ततः स्थितमेतज्जीवस्य स्वपरिणामैरेव सह कर्तृकर्मभावो भोक्तृभोग्यभावश्च
णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि
वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ।।८३।।
निश्चयनयस्यैवमात्मात्मानमेव हि करोति
वेदयते पुनस्तं चैव जानीहि आत्मा त्वात्मानम् ।।८३।।
यथोत्तरङ्गनिस्तरङ्गावस्थयोः समीरसञ्चरणासञ्चरणनिमित्तयोरपि समीरपारावारयोर्व्याप्य-
व्यापकभावाभावात्कर्तृकर्मत्वासिद्धौ, पारावार एव स्वयमन्तर्व्यापको भूत्वादिमध्यान्तेषूत्तरङ्ग-
निस्तरङ्गावस्थे व्याप्योत्तरङ्गं निस्तरङ्गं त्वात्मानं कुर्वन्नात्मानमेकमेव कुर्वन् प्रतिभाति, न पुनरन्यत्;
यथा स एव च भाव्यभावकभावाभावात्परभावस्य परेणानुभवितुमशक्यत्वादुत्तरङ्गं निस्तरङ्गं
त्वात्मानमनुभवन्नात्मानमेकमेवानुभवन् प्रतिभाति, न पुनरन्यत्; तथा ससंसारनिःसंसारावस्थयोः
તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને
ભોક્તાભોગ્યભાવ (ભોક્તાભોગ્યપણું) છે એમ હવે કહે છે
આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું,
વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩.
ગાથાર્થ[ निश्चयनयस्य ] નિશ્ચયનયનો [ एवम् ] એમ મત છે કે [ आत्मा ] આત્મા
[ आत्मानम् एव हि ] પોતાને જ [ करोति ] કરે છે [ तु पुनः ] અને વળી [ आत्मा ] આત્મા [ तं
च एव आत्मानम् ] પોતાને જ [ वेदयते ] ભોગવે છે એમ હે શિષ્ય! તું [ जानीहि ] જાણ.
ટીકાજેમ ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું
તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે
કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, સમુદ્ર જ પોતે અંતર્વ્યાપક થઈને ઉત્તરંગ અથવા નિસ્તરંગ
અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો,
પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી; અને વળી જેમ
તે જ સમુદ્ર, ભાવ્યભાવકભાવના (
ભાવ્યભાવકપણાના) અભાવને લીધે પરભાવનું પર વડે
૧.ઉત્તરંગ = જેમાં તરંગો ઊઠે છે એવું; તરંગવાળું.
૨.નિસ્તરંગ = જેમાં તરંગો વિલય પામ્યા છે એવું; તરંગ વિનાનું.

Page 153 of 642
PDF/HTML Page 184 of 673
single page version

पुद्गलकर्मविपाकसम्भवासम्भवनिमित्तयोरपि पुद्गलकर्मजीवयोर्व्याप्यव्यापकभावाभावात्कर्तृकर्मत्वा-
सिद्धौ, जीव एव स्वयमन्तर्व्यापको भूत्वादिमध्यान्तेषु ससंसारनिःसंसारावस्थे व्याप्य ससंसारं
निःसंसारं वात्मानं कुर्वन्नात्मानमेकमेव कुर्वन् प्रतिभातु, मा पुनरन्यत्; तथायमेव च भाव्यभावक-
भावाभावात् परभावस्य परेणानुभवितुमशक्यत्वात्ससंसारं निःसंसारं वात्मानमनुभवन्नात्मानमेक-
मेवानुभवन् प्रतिभातु, मा पुनरन्यत्
अथ व्यवहारं दर्शयति
ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं
तं चेव पुणो वेयइ पोग्गलकम्मं अणेयविहं ।।८४।।
અનુભવાવું અશક્ય હોવાથી, ઉત્તરંગ અથવા નિસ્તરંગરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને
એકને જ અનુભવતો પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી; તેવી રીતે
સસંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુદ્ગલકર્મના વિપાકનો ✽સંભવ અને અસંભવ નિમિત્ત
હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની
અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે અંતર્વ્યાપક થઈને સસંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે
આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને
જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો; અને વળી તેવી રીતે આ જ જીવ,
ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશક્ય હોવાથી, સસંસાર
અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો પરંતુ
અન્યને અનુભવતો ન પ્રતિભાસો.
ભાવાર્થઆત્માને પરદ્રવ્યપુદ્ગલકર્મના નિમિત્તથી સસંસાર-નિઃસંસાર અવસ્થા
છે. તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તા-ભોક્તા છે;
પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા તો કદી નથી.
હવે વ્યવહાર દર્શાવે છે
આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મમત વ્યવહારનું,
વળી તે જ પુદ્ગલકર્મ આત્મા ભોગવે વિધવિધનું. ૮૪.
સંભવ = થવું તે; ઉત્પત્તિ.
20

Page 154 of 642
PDF/HTML Page 185 of 673
single page version

व्यवहारस्य त्वात्मा पुद्गलकर्म करोति नैकविधम्
तच्चैव पुनर्वेदयते पुद्गलकर्मानेकविधम् ।।८४।।
यथान्तर्व्याप्यव्यापकभावेन मृत्तिकया कलशे क्रियमाणे भाव्यभावकभावेन मृत्तिकयैवा-
नुभूयमाने च बहिर्व्याप्यव्यापकभावेन कलशसम्भवानुकूलं व्यापारं कुर्वाणः कलशकृततोयोपयोगजां
तृप्तिं भाव्यभावकभावेनानुभवंश्च कुलालः कलशं करोत्यनुभवति चेति लोकानामनादिरूढोऽस्ति
तावद्वयवहारः, तथान्तर्व्याप्यव्यापकभावेन पुद्गलद्रव्येण कर्मणि क्रियमाणे भाव्यभावकभावेन
पुद्गलद्रव्येणैवानुभूयमाने च बहिर्व्याप्यव्यापकभावेनाज्ञानात्पुद्गलकर्मसम्भवानुकूलं परिणामं
कुर्वाणः पुद्गलकर्मविपाकसम्पादितविषयसन्निधिप्रधावितां सुखदुःखपरिणतिं भाव्यभावकभावेना-
नुभवंश्च जीवः पुद्गलकर्म करोत्यनुभवति चेत्यज्ञानिनामासंसारप्रसिद्धोऽस्ति तावद्वयवहारः
ગાથાર્થ[ व्यवहारस्य तु ] વ્યવહારનયનો એ મત છે કે [ आत्मा ] આત્મા
[ नैकविधम् ] અનેક પ્રકારના [ पुद्गलकर्म ] પુદ્ગલકર્મને [ करोति ] કરે છે [ पुनः च ] અને
વળી [ तद् एव ] તે જ [ अनेकविधम् ] અનેક પ્રકારના [ पुद्गलकर्म ] પુદ્ગલકર્મને [ वेदयते ]
તે ભોગવે છે.
ટીકાજેમ, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવક-
ભાવથી માટી જ ઘડાને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાના સંભવને
અનુકૂળ એવા (ઇચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના) વ્યાપારને કરતો અને ઘડા વડે
કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઊપજેલી તૃપ્તિને (પોતાના તૃપ્તિભાવને) ભાવ્યભાવકભાવ
વડે અનુભવતો
ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોનો અનાદિથી
રૂઢ વ્યવહાર છે; તેવી રીતે, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલદ્રવ્ય કર્મને કરે છે અને
ભાવ્યભાવકભાવથી પુદ્ગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી
અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મના સંભવને અનુકૂળ એવા (પોતાના રાગાદિક) પરિણામને કરતો અને
પુદ્ગલકર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઊપજેલી (પોતાની)
સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો
ભોગવતો એવો જીવ પુદ્ગલકર્મને કરે
છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે.
ભાવાર્થઃપુદ્ગલકર્મને પરમાર્થે પુદ્ગલદ્રવ્ય જ કરે છે; જીવ તો પુદ્ગલકર્મની
સંભવ = થવું તે; ઉત્પત્તિ.

Page 155 of 642
PDF/HTML Page 186 of 673
single page version

अथैनं दूषयति
जदि पोग्गलकम्ममिणं कुव्वदि तं चेव वेदयदि आदा
दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ।।८५।।
यदि पुद्गलकर्मेदं करोति तच्चैव वेदयते आत्मा
द्विक्रियाव्यतिरिक्तः प्रसजति स जिनावमतम् ।।८५।।
इह खलु क्रिया हि तावदखिलापि परिणामलक्षणतया न नाम परिणामतोऽस्ति
भिन्ना; परिणामोऽपि परिणामपरिणामिनोरभिन्नवस्तुत्वात्परिणामिनो न भिन्नः ततो या काचन
ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે. વળી પુદ્ગલદ્રવ્ય જ
પુદ્ગલકર્મને ભોગવે છે; જીવ તો પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને
ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિકભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ
છે કે પુદ્ગલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે અનાદિ કાળથી
પ્રસિદ્ધ વ્યવહાર છે.
પરમાર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં
સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન નહિ
હોવાથી ઉપલક દ્રષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે; તેથી તે એમ માને છે કે જીવ
પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, પરમાર્થ જીવનું સ્વરૂપ
બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે.
હવે આ વ્યવહારને દૂષણ દે છેઃ
પુદ્ગલકરમ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે,
જિનને અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮૫.
ગાથાર્થઃ[ यदि ] જો [ आत्मा ] આત્મા [ इदं ][ पुद्गलकर्म ] પુદ્ગલકર્મને [ करोति ]
કરે [ च ] અને [ तद् एव ] તેને જ [ वेदयते ] ભોગવે તો [ सः ] તે આત્મા [ द्विक्रियाव्यतिरिक्तः ]
બે ક્રિયાથી અભિન્ન [ प्रसजति ] ઠરે એવો પ્રસંગ આવે છે[ जिनावमतं ] જે જિનદેવને સંમત
નથી.
ટીકાપ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીયે પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર
પરિણામથી ભિન્ન નથી (પરિણામ જ છે); પરિણામ પણ પરિણામીથી (દ્રવ્યથી) ભિન્ન નથી

Page 156 of 642
PDF/HTML Page 187 of 673
single page version

क्रिया किल सकलापि सा क्रियावतो न भिन्नेति क्रियाकर्त्रोरव्यतिरिक्ततायां वस्तुस्थित्या प्रतपत्यां,
यथा व्याप्यव्यापकभावेन स्वपरिणामं करोति भाव्यभावकभावेन तमेवानुभवति च जीवस्तथा
व्याप्यव्यापकभावेन पुद्गलकर्मापि यदि कुर्यात् भाव्यभावकभावेन तदेवानुभवेच्च ततोऽयं
स्वपरसमवेतक्रियाद्वयाव्यतिरिक्ततायां प्रसजन्त्यां स्वपरयोः परस्परविभागप्रत्यस्तमनादनेका-
त्मकमेकमात्मानमनुभवन्मिथ्यादृष्टितया सर्वज्ञावमतः स्यात्
कुतो द्विक्रियानुभावी मिथ्यादृष्टिरिति चेत्
जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुव्वंति
तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो हुंति ।।८६।।
यस्मात्त्वात्मभावं पुद्गलभावं च द्वावपि कुर्वन्ति
तेन तु मिथ्यादृष्टयो द्विक्रियावादिनो भवन्ति ।।८६।।
કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે (જુદી જુદી બે વસ્તુ નથી). માટે (એમ
સિદ્ધ થયું કે) જે કોઈ ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનથી (દ્રવ્યથી) ભિન્ન નથી. આમ,
વસ્તુસ્થિતિથી જ (અર્થાત્
વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે) ક્રિયા અને કર્તાનું અભિન્નપણું
(સદાય) તપતું હોવાથી, જીવ જેમ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે અને
ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે
ભોગવે છે તેમ જો વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ
કરે અને ભાવ્યભાવકભાવથી તેને જ ભોગવે તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી
બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ-પરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી (નાશ
પામવાથી), અનેકદ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાદ્રષ્ટિપણાને લીધે સર્વજ્ઞના
મતની બહાર છે.
ભાવાર્થબે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની
ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાદ્રષ્ટિ છે, કારણ
કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી.
હવે ફરી પૂછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદ્રષ્ટિ કઈ રીતે છે?
તેનું સમાધાન કરે છે
જીવભાવ, પુદ્ગલભાવબન્ને ભાવને જેથી કરે,
તેથી જ મિથ્યાદ્રષ્ટિ એવા દ્વિક્રિયાવાદી ઠરે. ૮૬.

Page 157 of 642
PDF/HTML Page 188 of 673
single page version

यतः किलात्मपरिणामं पुद्गलपरिणामं च कुर्वन्तमात्मानं मन्यन्ते द्विक्रियावादिनस्ततस्ते
मिथ्यादृष्टय एवेति सिद्धान्तः मा चैकद्रव्येण द्रव्यद्वयपरिणामः क्रियमाणः प्रतिभातु यथा किल
कुलालः कलशसम्भवानुकूलमात्मव्यापारपरिणाममात्मनोऽव्यतिरिक्तमात्मनोऽव्यतिरिक्तया परिणति-
मात्रया क्रियया क्रियमाणं कुर्वाणः प्रतिभाति, न पुनः कलशकरणाहङ्कारनिर्भरोऽपि स्वव्यापारानुरूपं
मृत्तिकायाः कलशपरिणामं मृत्तिकायाः अव्यतिरिक्तं मृत्तिकायाः अव्यतिरिक्तया परिणतिमात्रया
क्रियया क्रियमाणं कुर्वाणः प्रतिभाति; तथात्मापि पुद्गलकर्मपरिणामानुकूलमज्ञानादात्म-
परिणाममात्मनोऽव्यतिरिक्तमात्मनोऽव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाणः
प्रतिभातु, मा पुनः पुद्गलपरिणामकरणाहङ्कारनिर्भरोऽपि स्वपरिणामानुरूपं पुद्गलस्य परिणामं
पुद्गलादव्यतिरिक्तं पुद्गलादव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाणः प्रतिभातु
ગાથાર્થ[ यस्मात् तु ] જેથી [ आत्मभावं ] આત્માના ભાવને [ च ] અને [ पुद्गलभावं ]
પુદ્ગલના ભાવને[ द्वौ अपि ] બન્નેને [ कुर्वन्ति ] આત્મા કરે છે એમ તેઓ માને છે [ तेन
तु ] તેથી [ द्विक्रियावादिनः ] એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા [ मिथ्यादृष्टयः ] મિથ્યાદ્રષ્ટિ
[ भवन्ति ] છે.
ટીકાનિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ (અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા)
આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે (આત્મા) કરે છે એમ માને છે તેથી
તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા
ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના (ઇચ્છારૂપ અને હસ્તાદિકની
ક્રિયારૂપ) વ્યાપારપરિણામને (
વ્યાપારરૂપ પરિણામને)કે જે પોતાથી અભિન્ન છે અને
પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેનેકરતો પ્રતિભાસે છે, પરંતુ
ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર) પોતાના વ્યાપારને અનુરૂપ એવા
માટીના ઘટ-પરિણામને (ઘડારૂપ પરિણામને)
કે જે માટીથી અભિન્ન છે અને માટીથી
અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેનેકરતો પ્રતિભાસતો નથી; તેવી રીતે
આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામનેકે જે
પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને
કરતો પ્રતિભાસો, પરંતુ પુદ્ગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ
(તે આત્મા) પોતાના પરિણામને અનુરૂપ એવા પુદ્ગલના પરિણામને
કે જે પુદ્ગલથી
અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેનેકરતો
ન પ્રતિભાસો.

Page 158 of 642
PDF/HTML Page 189 of 673
single page version

(आर्या)
यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म
या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया ।।५१।।
(आर्या)
एकः परिणमति सदा परिणामो जायते सदैकस्य
एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः ।।५२।।
ભાવાર્થઆત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને
કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદ્ગલનીબન્નેની ક્રિયા એક આત્મા જ કરે
છે એમ માનનારા મિથ્યાદ્રષ્ટિ છે. જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી
સર્વનો લોપ થઈ જાય
એ મોટો દોષ ઊપજે.
હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ[ यः परिणमति स कर्ता ] જે પરિણમે છે તે કર્તા છે, [ यः परिणामः भवेत्
तत् कर्म ] (પરિણમનારના) જે પરિણામ છે તે કર્મ છે [ तु ] અને [ या परिणतिः सा क्रिया ]
જે પરિણતિ છે તે ક્રિયા છે; [ त्रयम् अपि ] એ ત્રણેય, [ वस्तुतया भिन्नं न ] વસ્તુપણે ભિન્ન
નથી.
ભાવાર્થદ્રવ્યદ્રષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે અને પર્યાયદ્રષ્ટિએ ભેદ
છે. ભેદદ્રષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં અભેદદ્રષ્ટિથી
પરમાર્થ કહ્યો છે કે કર્તા, કર્મ અને ક્રિયા
ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે,
પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી. ૫૧.
ફરી પણ કહે છે કે
શ્લોકાર્થ[ एकः परिणमति सदा ] વસ્તુ એક જ સદા પરિણમે છે, [ एकस्य सदा
परिणामः जायते ] એકના જ સદા પરિણામ થાય છે (અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા
એકની જ થાય છે) અને [ एकस्य परिणतिः स्यात् ] એકની જ પરિણતિક્રિયા થાય છે; [ यतः ]
કારણ કે [ अनेकम् अपि एकम् एव ] અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી.
ભાવાર્થએક વસ્તુના અનેક પર્યાયો થાય છે; તેમને પરિણામ પણ કહેવાય છે
અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે
છે તોપણ એક વસ્તુ જ છે, જુદા નથી; એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. ૫૨.

Page 159 of 642
PDF/HTML Page 190 of 673
single page version

(आर्या)
नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत
उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव सदा ।।५३।।
(आर्या)
नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य
नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात् ।।५४।।
(शार्दूलविक्रीडित)
आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै-
र्दुर्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः
तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्
तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः
।।५५।।
વળી કહે છે કે
શ્લોકાર્થ[ न उभौ परिणमतः खलु ] બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, [ उभयोः
परिणामः न प्रजायेत ] બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને [ उभयोः परिणतिः न स्यात् ]
બે દ્રવ્યોની એક પરિણતિક્રિયા થતી નથી; [ यत् ] કારણ કે [ अनेकम् सदा अनेकम् एव ] અનેક
દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી.
ભાવાર્થબે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક
થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી
એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય. ૫૩.
ફરી આ અર્થને દ્રઢ કરે છે
શ્લોકાર્થ[ एकस्य हि द्वौ कर्तारौ न स्तः ] એક દ્રવ્યના બે કર્તા ન હોય, [ च ] વળી
[ एकस्य द्वे कर्मणी न ] એક દ્રવ્યનાં બે કર્મ ન હોય [ च ] અને [ एकस्य द्वे क्रिये न ] એક દ્રવ્યની
બે ક્રિયા ન હોય; [ यतः ] કારણ કે [ एकम् अनेकं न स्यात् ] એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
ભાવાર્થઆ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી
વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. ૫૪.
આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે તે જો પરમાર્થનયના ગ્રહણથી

Page 160 of 642
PDF/HTML Page 191 of 673
single page version

(अनुष्टुभ्)
आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः
आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते ।।५६।।
એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે, એમ હવે કહે છેઃ
શ્લોકાર્થ[ इह ] આ જગતમાં [ मोहिनाम् ] મોહી (અજ્ઞાની) જીવોનો ‘[ परं अहम्
कुर्वे ] પરદ્રવ્યને હું કરું છું’ [ इति महाहङ्काररूपं तमः ] એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકારરૂપ
અજ્ઞાનાંધકાર[ ननु उच्चकैः दुर्वारं ] કે જે અત્યંત દુર્નિવાર છે તે[ आसंसारतः एव धावति ]
અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કેઃ [ अहो ] અહો! [ भूतार्थपरिग्रहेण ]
પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી [ यदि ] જો [ तत् एकवारं विलयं
व्रजेत् ] તે એક વાર પણ નાશ પામે [ तत् ] તો [ ज्ञानघनस्य आत्मनः ] જ્ઞાનઘન આત્માને
[ भूयः ] ફરી [ बन्धनम् किं भवेत् ] બંધન કેમ થાય? (જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન
થયા પછી જ્ઞાન ક્યાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ
ક્યાંથી થાય? કદી ન થાય.)
ભાવાર્થઅહીં તાત્પર્ય એમ છે કેઅજ્ઞાન તો અનાદિનું જ છે પરંતુ પરમાર્થનયના
ગ્રહણથી, દર્શનમોહનો નાશ થઈને, એક વાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યક્ત્વ ઊપજે તો
ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ
ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે
? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું. ૫૫.
ફરીને વિશેષતાથી કહે છે
શ્લોકાર્થ[ आत्मा ] આત્મા તો [ सदा ] સદા [ आत्मभावान् ] પોતાના ભાવોને
[ करोति ] કરે છે અને [ परः ] પરદ્રવ્ય [ परभावान् ] પરના ભાવોને કરે છે; [ हि ] કારણ કે
[ आत्मनः भावाः ] પોતાના ભાવો છે તે તો [ आत्मा एव ] પોતે જ છે અને [ परस्य ते ] પરના
ભાવો છે તે [ परः एव ] પર જ છે (એ નિયમ છે.). ૫૬.
(પરદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે
મિથ્યાદ્રષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કેઆ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને
જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા હતા
તે કથન સાથે વિરોધ આવે છે; અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે
જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે
? આ આશંકા દૂર કરવાને હવે ગાથા
કહે છે)

Page 161 of 642
PDF/HTML Page 192 of 673
single page version

मिच्छत्तं पुण दुविहं जीवमजीवं तहेव अण्णाणं
अविरदि जोगो मोहो कोहादीया इमे भावा ।।८७।।
मिथ्यात्वं पुनर्द्विविधं जीवोऽजीवस्तथैवाज्ञानम्
अविरतिर्योगो मोहः क्रोधाद्या इमे भावाः ।।८७।।
मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो हि भावाः ते तु प्रत्येकं मयूरमुकुरन्दवज्जीवाजीवाभ्यां
भाव्यमानत्वाज्जीवाजीवौ तथाहियथा नीलहरितपीतादयो भावाः स्वद्रव्यस्वभावत्वेन मयूरेण
भाव्यमानाः मयूर एव, यथा च नीलहरितपीतादयो भावाः स्वच्छताविकारमात्रेण मुकुरन्देन
भाव्यमाना मुकुरन्द एव; तथा मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाः स्वद्रव्यस्वभावत्वेनाजीवेन
भाव्यमाना अजीव एव, तथैव च मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाश्चैतन्यविकारमात्रेण
મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને
અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભયપ્રકાર છે. ૮૭.
ગાથાર્થ[ पुनः ] વળી, [ मिथ्यात्वं ] જે મિથ્યાત્વ કહ્યું તે [ द्विविधं ] બે પ્રકારે છે
[ जीवः अजीवः ] એક જીવમિથ્યાત્વ અને એક અજીવમિથ્યાત્વ; [ तथा एव ] અને એવી જ રીતે
[ अज्ञानम् ] અજ્ઞાન, [ अविरतिः ] અવિરતિ, [ योगः ] યોગ, [ मोहः ] મોહ અને [ क्रोधाद्याः ]
ક્રોધાદિ કષાયો[ इमे भावाः ] આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે.
ટીકામિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને
દર્પણની જેમ, અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ
પણ છે. તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ
જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ
(વર્ણરૂપ) ભાવો કે જેઓ મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે (બનાવાય
છે, થાય છે) તેઓ મોર જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા) ઘેરો વાદળી, લીલો,
પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની) સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે ભાવવામાં આવે
છે તેઓ દર્પણ જ છે; તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ
અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને
* ૮૬મી ગાથામાં દ્વિક્રિયાવાદીને મિથ્યાદ્રષ્ટિ કહ્યા હતા તેની સાથે સંબંધ કરવાને અહીં ‘पुनः’
શબ્દ છે.
21

Page 162 of 642
PDF/HTML Page 193 of 673
single page version

जीवेन भाव्यमाना जीव एव
काविह जीवाजीवाविति चेत्
पोग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं
उवओगो अण्णाणं अविरदि मिच्छं च जीवो दु ।।८८।।
पुद्गलकर्म मिथ्यात्वं योगोऽविरतिरज्ञानमजीवः
उपयोगोऽज्ञानमविरतिर्मिथ्यात्वं च जीवस्तु ।।८८।।
મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે
ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે.
ભાવાર્થપુદ્ગલના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે છે. તે
કર્મનો વિપાક (ઉદય) થતાં તેમાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ
છે; અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર
છે તેથી તેઓ જીવ છે.
અહીં એમ જાણવું કેમિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુદ્ગલદ્રવ્યના પરમાણુ
છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય
થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને
લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે.
જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્
જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે
ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યગ્જ્ઞાન થાય છે.
હવે પૂછે છે કે મિથ્યાત્વાદિકને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને
અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છે
મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુદ્ગલકર્મ છે;
અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮.
ગાથાર્થ[ मिथ्यात्वं ] જે મિથ્યાત્વ, [ योगः ] યોગ, [ अविरतिः ] અવિરતિ અને
[ अज्ञानम् ] અજ્ઞાન [ अजीवः ] અજીવ છે તે તો [ पुद्गलकर्म ] પુદ્ગલકર્મ છે; [ च ] અને જે
[ अज्ञानम् ] અજ્ઞાન, [ अविरतिः ] અવિરતિ અને [ मिथ्यात्वं ] મિથ્યાત્વ [ जीवः ] જીવ છે [ तु ]
તે તો [ उपयोगः ] ઉપયોગ છે.

Page 163 of 642
PDF/HTML Page 194 of 673
single page version

यः खलु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादिरजीवस्तदमूर्ताच्चैतन्यपरिणामादन्यत् मूर्तं
पुद्गलकर्म; यस्तु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादिः जीवः स मूर्तात्पुद्गलकर्मणोऽन्यश्चैतन्य-
परिणामस्य विकारः
मिथ्यादर्शनादिश्चैतन्यपरिणामस्य विकारः कुत इति चेत्
उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स
मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्वो ।।८९।।
उपयोगस्यानादयः परिणामास्त्रयो मोहयुक्तस्य
मिथ्यात्वमज्ञानमविरतिभावश्च ज्ञातव्यः ।।८९।।
उपयोगस्य हि स्वरसत एव समस्तवस्तुस्वभावभूतस्वरूपपरिणामसमर्थत्वे सत्यनादिवस्त्वन्तर-
भूतमोहयुक्तत्वान्मिथ्यादर्शनमज्ञानमविरतिरिति त्रिविधः परिणामविकारः स तु तस्य
ટીકાનિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે
તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે; અને જે મિથ્યાદર્શન,
અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો
વિકાર છે.
હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર ક્યાંથી થયો? તેનો
ઉત્તર કહે છે
છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના,
મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯.
ગાથાર્થ[ मोहयुक्तस्य ] અનાદિથી મોહયુક્ત હોવાથી [ उपयोगस्य ] ઉપયોગના
[ अनादयः ] અનાદિથી માંડીને [ त्रयः परिणामाः ] ત્રણ પરિણામ છે; તે [ मिथ्यात्वम् ] મિથ્યાત્વ,
[ अज्ञानम् ] અજ્ઞાન [ च अविरतिभावः ] અને અવિરતિભાવ (એ ત્રણ) [ ज्ञातव्यः ] જાણવા.
ટીકાજોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત
એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે, તોપણ (આત્માને) અનાદિથી અન્ય-વસ્તુભૂત મોહ
સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ
પ્રકારનો પરિણામવિકાર છે. ઉપયોગનો તે પરિણામવિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ-

Page 164 of 642
PDF/HTML Page 195 of 673
single page version

स्फ टिकस्वच्छताया इव परतोऽपि प्रभवन् दृष्टः यथा हि स्फ टिकस्वच्छतायाः स्वरूप-
परिणामसमर्थत्वे सति कदाचिन्नीलहरितपीततमालकदलीकाञ्चनपात्रोपाश्रययुक्तत्वान्नीलो हरितः
पीत इति त्रिविधः परिणामविकारो दृष्टः, तथोपयोगस्यानादिमिथ्यादर्शनाज्ञानाविरतिस्वभाव-
वस्त्वन्तरभूतमोहयुक्तत्वान्मिथ्यादर्शनमज्ञानमविरतिरिति त्रिविधः परिणामविकारो दृष्टव्यः
अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयति
एदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो
जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता ।।९०।।
एतेषु चोपयोगस्त्रिविधः शुद्धो निरञ्जनो भावः
यं स करोति भावमुपयोगस्तस्य स कर्ता ।।९०।।
વિકારની જેમ, પરને લીધે (પરની ઉપાધિને લીધે) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે
સમજાવવામાં આવે છેજેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં (અર્થાત્ પોતાના
ઉજ્જ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ (સ્ફટિકને) કાળા, લીલા
અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની
સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે, તેવી રીતે
(આત્માને) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય-
વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ
એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો.
ભાવાર્થઆત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકારનો પરિણામવિકાર અનાદિ કર્મના
નિમિત્તથી છે. એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો
છે. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઈએ. પણ એમ તો થતું
નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું.
હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છે
એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે;
જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦.
ગાથાર્થ[ एतेषु च ] અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી,

Page 165 of 642
PDF/HTML Page 196 of 673
single page version

अथैवमयमनादिवस्त्वन्तरभूतमोहयुक्तत्वादात्मन्युत्प्लवमानेषु मिथ्यादर्शनाज्ञानाविरतिभावेषु
परिणामविकारेषु त्रिष्वेतेषु निमित्तभूतेषु परमार्थतः शुद्धनिरञ्जनानादिनिधनवस्तुसर्वस्वभूतचिन्मात्र-
भावत्वेनैकविधोऽप्यशुद्धसाञ्जनानेकभावत्वमापद्यमानस्त्रिविधो भूत्वा स्वयमज्ञानीभूतः कर्तृत्व-
मुपढौकमानो विकारेण परिणम्य यं यं भावमात्मनः करोति तस्य तस्य किलोपयोगः कर्ता स्यात्
अथात्मनस्त्रिविधपरिणामविकारकर्तृत्वे सति पुद्गलद्रव्यं स्वत एव कर्मत्वेन परिणम-
तीत्याह
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स
कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दव्वं ।।९१।।
[ उपयोगः ] આત્માનો ઉપયોગ[ शुद्धः ] જોકે (શુદ્ધનયથી) તે શુદ્ધ, [ निरञ्जनः ] નિરંજન
[ भावः ] (એક) ભાવ છે તોપણ[ त्रिविधः ] ત્રણ પ્રકારનો થયો થકો [ सः उपयोगः ] તે
ઉપયોગ [ यं ] જે [ भावम् ] (વિકારી) ભાવને [ करोति ] પોતે કરે છે [ तस्य ] તે ભાવનો [ सः ]
તે [ कर्ता ] કર્તા [ भवति ] થાય છે.
ટીકાએ પ્રમાણે અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં
ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેમના
નિમિત્તે (
કારણથી)જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન વસ્તુના
સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે તોપણઅશુદ્ધ, સાંજન અનેકભાવપણાને
પામતો થકો ત્રણ પ્રકારનો થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ
પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે.
ભાવાર્થપહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કર્તા છે. અહીં અજ્ઞાનરૂપ થઈને
ઉપયોગ પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો. આ રીતે
ઉપયોગને કર્તા જાણવો. જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા કર્તા છે નહિ, તોપણ ઉપયોગ અને
આત્મા એક વસ્તુ હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્માને પણ કર્તા કહેવામાં આવે છે.
હવે, આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલદ્રવ્ય પોતાની
મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છે
જે ભાવ જીવ કરે અરે! જીવ તેહનો કર્તા બને;
કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧.

Page 166 of 642
PDF/HTML Page 197 of 673
single page version

यं करोति भावमात्मा कर्ता स भवति तस्य भावस्य
कर्मत्वं परिणमते तस्मिन् स्वयं पुद्गलं द्रव्यम् ।।९१।।
आत्मा ह्यात्मना तथापरिणमनेन यं भावं किल करोति तस्यायं कर्ता स्यात्, साधकवत्
तस्मिन्निमित्ते सति पुद्गलद्रव्यं कर्मत्वेन स्वयमेव परिणमते तथाहियथा साधकः
किल तथाविधध्यानभावेनात्मना परिणममानो ध्यानस्य कर्ता स्यात्, तस्मिंस्तु ध्यानभावे
सकलसाध्यभावानुकूलतया निमित्तमात्रीभूते सति साधकं कर्तारमन्तरेणापि स्वयमेव बाध्यन्ते
विषव्याप्तयो, विडम्ब्यन्ते योषितो, ध्वंस्यन्ते बन्धाः
तथायमज्ञानादात्मा मिथ्यादर्शनादिभावेनात्मना
परिणममानो मिथ्यादर्शनादिभावस्य कर्ता स्यात्, तस्मिंस्तु मिथ्यादर्शनादौ भावे स्वानुकूलतया
निमित्तमात्रीभूते सत्यात्मानं कर्तारमन्तरेणापि पुद्गलद्रव्यं मोहनीयादिकर्मत्वेन स्वयमेव परिणमते
ગાથાર્થ[ आत्मा ] આત્મા [ यं भावम् ] જે ભાવને [ करोति ] કરે છે [ तस्य भावस्य ]
તે ભાવનો [ सः ] તે [ कर्ता ] કર્તા [ भवति ] થાય છે; [ तस्मिन् ] તે કર્તા થતાં [ पुद्गलं द्रव्यम् ]
પુદ્ગલદ્રવ્ય [ स्वयं ] પોતાની મેળે [ कर्मत्वं ] કર્મપણે [ परिणमते ] પરિણમે છે.
ટીકાઆત્મા પોતે જ તે પ્રકારે (તે-રૂપે) પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે
તેનો તે કર્તા થાય છેસાધકની (અર્થાત્ મંત્ર સાધનારની) જેમ; તે (આત્માનો ભાવ)
નિમિત્તભૂત થતાં, પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) પરિણમે છે. આ વાત
સ્પષ્ટપણે સમજાવવામાં આવે છેજેમ સાધક તે પ્રકારના ધ્યાનભાવે પોતે જ પરિણમતો થકો
ધ્યાનનો કર્તા થાય છે અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને (અર્થાત્ સાધકને સાધવાયોગ્ય
ભાવોને) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, સાધક કર્તા થયા સિવાય (સર્પાદિકનું) વ્યાપેલું
ઝેર સ્વયમેવ ઊતરી જાય છે, સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે અને બંધનો સ્વયમેવ તૂટી
જાય છે; તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યાદર્શનાદિભાવે પોતે જ પરિણમતો થકો
મિથ્યાદર્શનાદિભાવનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શનાદિભાવ પુદ્ગલદ્રવ્યને (
કર્મરૂપે
પરિણમવામાં) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય
મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે.
ભાવાર્થઆત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે
રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે; તે ભાવોનો પોતે કર્તા થાય છે. તે ભાવો નિમિત્તમાત્ર
થતાં, પુદ્ગલદ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવ
માત્ર છે. કર્તા તો બન્ને પોતપોતાના ભાવના છે એ નિશ્ચય છે.

Page 167 of 642
PDF/HTML Page 198 of 673
single page version

अज्ञानादेव कर्म प्रभवतीति तात्पर्यमाह
परमप्पाणं कुव्वं अप्पाणं पि य परं करिंतो सो
अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि ।।९२।।
परमात्मानं कुर्वन्नात्मानमपि च परं कुर्वन् सः
अज्ञानमयो जीवः कर्मणां कारको भवति ।।९२।।
अयं किलाज्ञानेनात्मा परात्मनोः परस्परविशेषानिर्ज्ञाने सति परमात्मानं कुर्वन्नात्मानं
च परं कुर्वन्स्वयमज्ञानमयीभूतः कर्मणां कर्ता प्रतिभाति तथाहितथाविधानुभवसम्पादन-
समर्थायाः रागद्वेषसुखदुःखादिरूपायाः पुद्गलपरिणामावस्थायाः शीतोष्णानुभवसम्पादनसमर्थायाः
शीतोष्णायाः पुद्गलपरिणामावस्थाया इव पुद्गलादभिन्नत्वेनात्मनो नित्यमेवात्यन्तभिन्नायास्त-
न्निमित्ततथाविधानुभवस्य चात्मनोऽभिन्नत्वेन पुद्गलान्नित्यमेवात्यन्तभिन्नस्याज्ञानात्परस्परविशेषा-
निर्ज्ञाने सत्येकत्वाध्यासात् शीतोष्णरूपेणेवात्मना परिणमितुमशक्येन रागद्वेषसुखदुःखादि-
હવે, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે
પરને કરે નિજરૂપ ને નિજ આત્મને પણ પર કરે,
અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. ૯૨.
ગાથાર્થ[ परम् ] જે પરને [ आत्मानं ] પોતારૂપ [ कुर्वन् ] કરે છે [ च ] અને
[ आत्मानम् अपि ] પોતાને પણ [ परं ] પર [ कुर्वन् ] કરે છે [ सः ] તે [ अज्ञानमयः जीवः ]
અજ્ઞાનમય જીવ [ कर्मणां ] કર્મોનો [ कारकः ] કર્તા [ भवति ] થાય છે.
ટીકાઅજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ (તફાવત) ન
જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો,
કર્મોનો કર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ
જેમ શીત-ઉષ્ણનો અનુભવ
કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે
આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી
અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ
કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી
અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો

Page 168 of 642
PDF/HTML Page 199 of 673
single page version

रूपेणाज्ञानात्मना परिणममानो ज्ञानस्याज्ञानत्वं प्रकटीकुर्वन्स्वयमज्ञानमयीभूत ‘एषोऽहं रज्ये’
इत्यादिविधिना रागादेः कर्मणः कर्ता प्रतिभाति
ज्ञानात्तु न कर्म प्रभवतीत्याह
परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुव्वंतो
सो णाणमओ जीवो कम्माणमकारगो होदि ।।९३।।
परमात्मानमकुर्वन्नात्मानमपि च परमकुर्वन्
स ज्ञानमयो जीवः कर्मणामकारको भवति ।।९३।।
અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને
લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો
હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્
જેમ શીત-ઉષ્ણરૂપે
આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવાં
રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો (અર્થાત્
પરિણમ્યો હોવાનું માનતો
થકો), જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, ‘આ હું રાગી છું (અર્થાત્
આ હું રાગ કરું છું)’ ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થરાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે,
શીત-ઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને
લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે;
કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીતઉષ્ણપણાની માફક, જ્ઞાનમાં
પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી
તે એમ માને છે કે ‘
હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું’ ઇત્યાદિ. આ
રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિનો કર્તા થાય છે.
જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છે
પરને ન કરતો નિજરૂપ, નિજ આત્મને પર નવ કરે,
એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ૯૩.
ગાથાર્થ[ परम् ] જે પરને [ आत्मानम् ] પોતારૂપ [ अकुर्वन् ] કરતો નથી [ च ] અને

Page 169 of 642
PDF/HTML Page 200 of 673
single page version

अयं किल ज्ञानादात्मा परात्मनोः परस्परविशेषनिर्ज्ञाने सति परमात्मानमकुर्वन्नात्मानं च
परमकुर्वन्स्वयं ज्ञानमयीभूतः कर्मणामकर्ता प्रतिभाति तथाहितथाविधानुभवसम्पादनसमर्थायाः
रागद्वेषसुखदुःखादिरूपायाः पुद्गलपरिणामावस्थायाः शीतोष्णानुभवसम्पादनसमर्थायाः शीतोष्णायाः
पुद्गलपरिणामावस्थाया इव पुद्गलादभिन्नत्वेनात्मनो नित्यमेवात्यन्तभिन्नायास्तन्निमित्ततथा-
विधानुभवस्य चात्मनोऽभिन्नत्वेन पुद्गलान्नित्यमेवात्यन्तभिन्नस्य ज्ञानात्परस्परविशेषनिर्ज्ञाने सति
नानात्वविवेकाच्छीतोष्णरूपेणेवात्मना परिणमितुमशक्येन रागद्वेषसुखदुःखादिरूपेणाज्ञानात्मना
मनागप्यपरिणममानो ज्ञानस्य ज्ञानत्वं प्रकटीकुर्वन् स्वयं ज्ञानमयीभूतः ‘एषोऽहं जानाम्येव, रज्यते
तु पुद्गल’ इत्यादिविधिना समग्रस्यापि रागादेः कर्मणो ज्ञानविरुद्धस्याकर्ता प्रतिभाति
[ आत्मानम् अपि ] પોતાને પણ [ परम् ] પર [ अकुर्वन् ] કરતો નથી [ सः ] તે [ ज्ञानमयः
जीवः ] જ્ઞાનમય જીવ [ कर्मणाम् ] કર્મોનો [ अकारकः भवति ] અકર્તા થાય છે અર્થાત્ કર્તા
થતો નથી.
ટીકાજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે
પરને પોતારૂપ નહિ કરતો અને પોતાને પર નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, કર્મોનો
અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ
જેમ શીત-ઉષ્ણનો અનુભવ
કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે
આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી
અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ
કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષસુખદુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી
અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો
અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે જ્ઞાનને
લીધે આત્મા તે રાગદ્વેષસુખદુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય
ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્
જેમ
શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું
અશક્ય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો, જ્ઞાનનું
જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, ‘આ હું (રાગને) જાણું જ છું, રાગી તો
પુદ્ગલ છે (અર્થાત્
રાગ તો પુદ્ગલ કરે છે)’ ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત
રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થઃજ્યારે આત્મા રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે અર્થાત્
22