Page 170 of 642
PDF/HTML Page 201 of 673
single page version
एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः परात्मनोरविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषरत्या च समस्तं भेदमपह्नुत्य भाव्यभावकभावापन्न- योश्चेतनाचेतनयोः सामान्याधिकरण्येनानुभवनात्क्रोधोऽहमित्यात्मनो विकल्पमुत्पादयति; ततोऽय- मात्मा क्रोधोऽहमिति भ्रान्त्या सविकारेण चैतन्यपरिणामेन परिणमन् तस्य सविकारचैतन्य- परिणामरूपस्यात्मभावस्य कर्ता स्यात् । ‘જેમ શીત-ઉષ્ણપણું પુદ્ગલની અવસ્થા છે તેમ રાગદ્વેષાદિ પણ પુદ્ગલની અવસ્થા છે’ એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે. એમ થતાં, રાગાદિનો કર્તા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે.
હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તેનો ઉત્તર કહે છેઃ —
ગાથાર્થઃ — [ त्रिविधः ] ત્રણ પ્રકારનો [ एषः ] આ [ उपयोगः ] ઉપયોગ [ अहम् क्रोधः ] ‘હું ક્રોધ છું’ એવો [ आत्मविकल्पं ] પોતાનો વિકલ્પ [ करोति ] કરે છે; તેથી [ सः ] આત્મા [ तस्य उपयोगस्य ] તે ઉપયોગરૂપ [ आत्मभावस्य ] પોતાના ભાવનો [ कर्ता ] કર્તા [ भवति ] થાય છે.
ટીકાઃ — ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી ( – જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે) અનુભવન કરવાથી, ‘હું ક્રોધ છું’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી ‘હું ક્રોધ છું’ એવી ભ્રાંતિને લીધે જે સવિકાર (વિકાર સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે.
Page 171 of 642
PDF/HTML Page 202 of 673
single page version
एवमेव च क्रोधपदपरिवर्तनेन मानमायालोभमोहरागद्वेषकर्मनोकर्ममनोवचनकायश्रोत्र- चक्षुर्घ्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयान्यनया दिशान्यान्यप्यूह्यानि ।
एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः परस्परमविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषरत्या च समस्तं भेदमपह्नुत्य ज्ञेयज्ञायकभावा- पन्नयोः परात्मनोः समानाधिकरण्येनानुभवनाद्धर्मोऽहमधर्मोऽहमाकाशमहं कालोऽहं पुद्गलोऽहं
એવી જ રીતે ‘ક્રોધ’ પદ પલટાવીને માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થઃ — અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્યપરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને ‘હું ક્રોધ છું, હું માન છું’ ઇત્યાદિ માને છે; તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.
હવે એ જ વાતને વિશેષ કહે છેઃ —
ગાથાર્થઃ — [ त्रिविधः ] ત્રણ પ્રકારનો [ एषः ] આ [ उपयोगः ] ઉપયોગ [ धर्मादिकम् ] ‘હું ધર્માસ્તિકાય આદિ છું’ એવો [ आत्मविकल्पं ] પોતાનો વિકલ્પ [ करोति ] કરે છે; તેથી [ सः ] આત્મા [ तस्य उपयोगस्य ] તે ઉપયોગરૂપ [ आत्मभावस्य ] પોતાના ભાવનો [ कर्ता ] કર્તા [ भवति ] થાય છે.
ટીકાઃ — ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેયજ્ઞાયકભાવને પામેલાં એવાં સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, ‘હું ધર્મ છું, હું અધર્મ છું, હું
Page 172 of 642
PDF/HTML Page 203 of 673
single page version
जीवान्तरमहमित्यात्मनो विकल्पमुत्पादयति; ततोऽयमात्मा धर्मोऽहमधर्मोऽहमाकाशमहं कालोऽहं पुद्गलोऽहं जीवान्तरमहमिति भ्रान्त्या सोपाधिना चैतन्यपरिणामेन परिणमन् तस्य सोपाधिचैतन्य- परिणामरूपस्यात्मभावस्य कर्ता स्यात् ।
यत्किल क्रोधोऽहमित्यादिवद्धर्मोऽहमित्यादिवच्च परद्रव्याण्यात्मीकरोत्यात्मानमपि परद्रव्यी- આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી, ‘હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું’ એવી ભ્રાંતિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે.
ભાવાર્થઃ — ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે.
આ પ્રમાણે, અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.
‘તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું’ એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ एवं तु ] આ રીતે [ मन्दबुद्धिः ] મંદબુદ્ધિ અર્થાત્ અજ્ઞાની [ अज्ञानभावेन ] અજ્ઞાનભાવથી [ पराणि द्रव्याणि ] પર દ્રવ્યોને [ आत्मानं ] પોતારૂપ [ करोति ] કરે છે [ अपि च ] અને [ आत्मानम् ] પોતાને [ परं ] પર [ करोति ] કરે છે.
ટીકાઃ — ખરેખર એ રીતે, ‘હું ક્રોધ છું’ ઇત્યાદિની જેમ અને ‘હું ધર્મદ્રવ્ય છું’ ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે;
Page 173 of 642
PDF/HTML Page 204 of 673
single page version
करोत्येवमात्मा, तदयमशेषवस्तुसम्बन्धविधुरनिरवधिविशुद्धचैतन्यधातुमयोऽप्यज्ञानादेव सविकार- सोपाधीकृतचैतन्यपरिणामतया तथाविधस्यात्मभावस्य कर्ता प्रतिभातीत्यात्मनो भूताविष्टध्याना- विष्टस्येव प्रतिष्ठितं कर्तृत्वमूलमज्ञानम् । तथाहि —
यथा खलु भूताविष्टोऽज्ञानाद्भूतात्मानावेकीकुर्वन्नमानुषोचितविशिष्टचेष्टावष्टम्भनिर्भर- भयङ्करारम्भगम्भीरामानुषव्यवहारतया तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति, तथायमात्माप्यज्ञानादेव भाव्यभावकौ परात्मानावेकीकुर्वन्नविकारानुभूतिमात्रभावकानुचितविचित्रभाव्यक्रोधादिविकारकरम्बित- चैतन्यपरिणामविकारतया तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति । यथा वाऽपरीक्षकाचार्यादेशेन मुग्धः कश्चिन्महिषध्यानाविष्टोऽज्ञानान्महिषात्मानावेकीकुर्वन्नात्मन्यभ्रङ्कषविषाणमहामहिषत्वाध्यासात्प्रच्युत- मानुषोचितापवरकद्वारविनिस्सरणतया तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति, तथायमात्माऽप्यज्ञानाद् ज्ञेयज्ञायकौ परात्मानावेकीकुर्वन्नात्मनि परद्रव्याध्यासान्नोइन्द्रियविषयीकृतधर्माधर्माकाशकाल- તેથી આ આત્મા, જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ રીતે, ભૂતાવિષ્ટ (જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય એવા) પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ (ધ્યાન કરતા) પુરુષની જેમ, આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું. તે પ્રગટ દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ —
જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર ✽આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો, ‘હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું’ એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ચ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ્ઞેયજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, ‘હું પરદ્રવ્ય છું’ એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, ✽આરંભ = કાર્ય; વ્યાપાર; હિંસાયુક્ત વ્યાપાર.
Page 174 of 642
PDF/HTML Page 205 of 673
single page version
पुद्गलजीवान्तरनिरुद्धशुद्धचैतन्यधातुतया तथेन्द्रियविषयीकृतरूपिपदार्थतिरोहितकेवलबोधतया मृतककलेवरमूर्च्छितपरमामृतविज्ञानघनतया च तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति ।
પુદ્ગલ અને અન્ય જીવ વડે (પોતાની) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો) કેવળ બોધ ( – જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃતક કલેવર ( – શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન (પોતે) મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થઃ — આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, પર જ્ઞેયરૂપ ધર્માદિદ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે.
અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું.
‘તેથી (પૂર્વોક્ત કારણથી) એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે’ એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ एतेन तु ] આ (પૂર્વોક્ત) કારણથી [ निश्चयविद्भिः ] નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ [ सः आत्मा ] તે આત્માને [ कर्ता ] કર્તા [ परिकथितः ] કહ્યો છે — [ एवं खलु ] આવું નિશ્ચયથી [ यः ] જે [ जानाति ] જાણે છે [ सः ] તે (જ્ઞાની થયો થકો) [ सर्वकर्तृत्वम् ] સર્વ કર્તૃત્વને [ मुञ्चति ] છોડે છે.
Page 175 of 642
PDF/HTML Page 206 of 673
single page version
येनायमज्ञानात्परात्मनोरेकत्वविकल्पमात्मनः करोति तेनात्मा निश्चयतः कर्ता प्रतिभाति, यस्त्वेवं जानाति स समस्तं कर्तृत्वमुत्सृजति, ततः स खल्वकर्ता प्रतिभाति । तथाहि — इहायमात्मा किलाज्ञानी सन्नज्ञानादासंसारप्रसिद्धेन मिलितस्वादस्वादनेन मुद्रितभेदसंवेदनशक्तिरनादित एव स्यात्; ततः परात्मानावेकत्वेन जानाति; ततः क्रोधोऽहमित्यादिविकल्पमात्मनः करोति; ततो निर्विकल्पादकृतकादेकस्माद्विज्ञानघनात्प्रभ्रष्टो वारंवारमनेकविकल्पैः परिणमन् कर्ता प्रतिभाति । ज्ञानी तु सन् ज्ञानात्तदादिप्रसिध्यता प्रत्येक स्वादस्वादनेनोन्मुद्रितभेदसंवेदनशक्तिः स्यात्; ततोऽनादिनिधनानवरतस्वदमाननिखिलरसान्तरविविक्तात्यन्तमधुरचैतन्यैकरसोऽयमात्मा भिन्नरसाः कषायास्तैः सह यदेकत्वविकल्पकरणं तदज्ञानादित्येवं नानात्वेन परात्मानौ जानाति; ततोऽकृतकमेकं ज्ञानमेवाहं, न पुनः कृतकोऽनेकः क्रोधादिरपीति क्रोधोऽहमित्यादिविकल्पमात्मनो
ટીકાઃ — કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે — આવું જે જાણે છે તે સમસ્ત કર્તૃત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ —
આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત ( – એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદન – અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે – એકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ બિડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે; તેથી ‘હું ક્રોધ છું’ ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન(સ્વભાવ)થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે.
અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક્ પૃથક્ સ્વાદનું સ્વાદન – અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું — એકરૂપે નહિ પણ — ભિન્નભિન્નપણે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે એવો હોય છે; તેથી તે જાણે છે કે ‘‘અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ (ભિન્ન), અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા (કષાયલા – બેસ્વાદ) છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે;’’ આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જાણે છે; તેથી ‘અકૃત્રિમ (નિત્ય), એક જ્ઞાન જ હું છું પરંતુ કૃત્રિમ (અનિત્ય), અનેક જે ક્રોધાદિક
Page 176 of 642
PDF/HTML Page 207 of 673
single page version
मनागपि न करोति; ततः समस्तमपि कर्तृत्वमपास्यति; ततो नित्यमेवोदासीनावस्थो जानन् एवास्ते; ततो निर्विकल्पोऽकृतक एको विज्ञानघनो भूतोऽत्यन्तमकर्ता प्रतिभाति ।
ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः ।
गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम् ।।५७।।
તે હું નથી’ એમ જાણતો થકો ‘હું ક્રોધ છું’ ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી; તેથી સમસ્ત કર્તૃત્વને છોડી દે છે; તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થઃ — જે પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના કર્તૃત્વને અજ્ઞાન જાણે તે પોતે કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ किल ] નિશ્ચયથી [ स्वयं ज्ञानं भवन् अपि ] સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં [ अज्ञानतः तु ] અજ્ઞાનને લીધે [ यः ] જે જીવ, [ सतृणाभ्यवहारकारी ] ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક, [ रज्यते ] રાગ કરે છે (અર્થાત્ રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે) [ असौ ] તે, [ दधीक्षुमधुराम्लरसातिगृद्धया ] દહીં- ખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી [ रसालम् पीत्वा ] શિખંડને પીતાં છતાં [ गां दुग्धम् दोग्धि इव नूनम् ] પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે.
ભાવાર્થઃ — જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી; તેથી તે એકાકારપણે રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વ-પરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. ૫૭.
Page 177 of 642
PDF/HTML Page 208 of 673
single page version
अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः ।
शुद्धज्ञानमया अपि स्वयममी कर्त्रीभवन्त्याकुलाः ।।५८।।
जानाति हंस इव वाःपयसोर्विशेषम् ।
जानीत एव हि करोति न किञ्चनापि ।।५९।।
અજ્ઞાનથી જ જીવો કર્તા થાય છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ मृगतृष्णिकां जलधिया ] મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી [ मृगाः पातुं धावन्ति ] હરણો તેને પીવા દોડે છે; [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ तमसि रज्जौ भुजगाध्यासेन ] અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી [ जनाः द्रवन्ति ] લોકો (ભયથી) ભાગી જાય છે; [ च ] અને (તેવી રીતે) [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ अमी ] આ જીવો, [ वातोत्तरङ्गाब्धिवत् ] પવનથી તરંગવાળા સમુદ્રની માફક [ विकल्पचक्रकरणात् ] વિકલ્પોના સમૂહ કરતા હોવાથી — [ शुद्धज्ञानमयाः अपि ] જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ — [ आकुलाः ] આકુળતા બનતા થતા [ स्वयम् ] પોતાની મેળે [ कर्त्रीभवन्ति ] કર્તા થાય છે.
ભાવાર્થઃ — અજ્ઞાનથી શું શું નથી થતું? હરણો ઝાંઝવાંને જળ જાણી પીવા દોડે છે અને એ રીતે ખેદખિન્ન થાય છે. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી જ રીતે આ આત્મા, પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે અને એ રીતે — જોકે પરમાર્થે તે શુદ્ધજ્ઞાનઘન છે તોપણ — અજ્ઞાનથી કર્તા થાય છે. ૫૮.
જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ हंसः वाःपयसोः इव ] જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને (તફાવતને) જાણે છે તેમ [ यः ] જે જીવ [ ज्ञानात् ] જ્ઞાનને લીધે [ विवेचकतया ] વિવેકવાળો (ભેદજ્ઞાનવાળો) હોવાથી [ परात्मनोः तु ] પરના અને પોતાના [ विशेषम् ] વિશેષને [ जानाति ]
Page 178 of 642
PDF/HTML Page 209 of 673
single page version
ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः ।
क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम् ।।६०।।
જાણે છે [ सः ] તે (જેમ હંસ મિશ્રિત થયેલાં દૂધજળને જુદાં કરીને દૂધ ગ્રહણ કરે છે તેમ) [ अचलं चैतन्यधातुम् ] અચળ ચૈતન્યધાતુમાં [ सदा ] સદા [ अधिरूढः ] આરૂઢ થયો થકો (અર્થાત્ તેનો આશ્રય કરતો થકો) [ जानीत एव हि ] માત્ર જાણે જ છે, [ किञ्चन अपि न करोति ] કાંઈ પણ કરતો નથી (અર્થાત્ જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી).
ભાવાર્થઃ — જે સ્વ-પરનો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. ૫૯.
હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ ज्वलन-पयसोः औष्ण्य-शैत्य-व्यवस्था ] (ગરમ પાણીમાં) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ [ ज्ञानात् एव ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. [ लवणस्वादभेदव्युदासः ज्ञानात् एव उल्लसति ] લવણના સ્વાદભેદનું નિરસન ( – નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા) જ્ઞાનથી જ થાય છે (અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદવિશેષ નિરસ્ત થાય છે). [ स्वरसविकसन्नित्यचैतन्यधातोः च क्रोधादेः भिदा ] નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, [ कर्तृभावम् भिन्दती ] કર્તૃત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો — તોડતો થકો, [ ज्ञानात् एव प्रभवति ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. ૬૦.
હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુદ્ગલના ભાવને કદી કરતો નથી — એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ एवं ] આ રીતે [ अञ्जसा ] ખરેખર [ आत्मानम् ] પોતાને [ अज्ञानं ज्ञानम् अपि ] અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ [ कुर्वन् ] કરતો [ आत्मा आत्मभावस्य कर्ता स्यात् ] આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, [ परभावस्य ] પરભાવનો (પુદ્ગલના ભાવોનો) કર્તા તો [ क्वचित् न ] કદી નથી. ૬૧.
Page 179 of 642
PDF/HTML Page 210 of 673
single page version
व्यवहारिणां हि यतो यथायमात्मात्मविकल्पव्यापाराभ्यां घटादिपरद्रव्यात्मकं बहिःकर्म कुर्वन् प्रतिभाति ततस्तथा क्रोधादिपरद्रव्यात्मकं च समस्तमन्तःकर्मापि करोत्यविशेषादि-
એ જ વાતને દ્રઢ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [ आत्मा ज्ञानं ] આત્મા જ્ઞાનસ્વરૂપ છે, [ स्वयं ज्ञानं ] પોતે જ્ઞાન જ છે; [ ज्ञानात् अन्यत् किम् करोति ] તે જ્ઞાન સિવાય બીજું શું કરે? [ आत्मा परभावस्य कर्ता ] આત્મા પરભાવનો કર્તા છે [ अयं ] એમ માનવું (તથા કહેવું) તે [ व्यवहारिणाम् मोहः ] વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૬૨.
હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છેઃ —
ગાથાર્થઃ — [ व्यवहारेण तु ] વ્યવહારથી અર્થાત્ વ્યવહારી લોકો માને છે કે [ इह ] જગતમાં [ आत्मा ] આત્મા [ घटपटरथान् द्रव्याणि ] ઘડો, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને, [ च ] વળી [ करणानि ] ઇંદ્રિયોને, [ विविधानि ] અનેક પ્રકારનાં [ कर्माणि ] ક્રોધાદિ દ્રવ્યકર્મોને [ च नोकर्माणि ] અને શરીરાદિ નોકર્મોને [ करोति ] કરે છે.
ટીકાઃ — જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્યકર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ — બન્ને કર્મો પરદ્રવ્યસ્વરૂપ
Page 180 of 642
PDF/HTML Page 211 of 673
single page version
त्यस्ति व्यामोहः ।
यदि खल्वयमात्मा परद्रव्यात्मकं कर्म कुर्यात् तदा परिणामपरिणामिभावान्यथानुप-
पत्तेर्नियमेन तन्मयः स्यात्; न च द्रव्यान्तरमयत्वे द्रव्योच्छेदापत्तेस्तन्मयोऽस्ति । ततो व्याप्य-
व्यापकभावेन न तस्य कर्तास्ति ।
હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી — કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ, અજ્ઞાન) છે.
ભાવાર્થઃ — ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે.
વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ यदि च ] જો [ सः ] આત્મા [ परद्रव्याणि ] પરદ્રવ્યોને [ कुर्यात् ] કરે તો તે [ नियमेन ] નિયમથી [ तन्मयः ] તન્મય અર્થાત્ પરદ્રવ્યમય [ भवेत् ] થઈ જાય; [ यस्मात् न तन्मयः ] પરંતુ તન્મય નથી [ तेन ] તેથી [ सः ] તે [ तेषां ] તેમનો [ कर्ता ] કર્તા [ न भवति ] નથી.
ટીકાઃ — જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પરદ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.
ભાવાર્થઃ — એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક
Page 181 of 642
PDF/HTML Page 212 of 673
single page version
यत्किल घटादि क्रोधादि वा परद्रव्यात्मकं कर्म तदयमात्मा तन्मयत्वानुषङ्गात्
व्याप्यव्यापकभावेन तावन्न करोति, नित्यकर्तृत्वानुषङ्गान्निमित्तनैमित्तिकभावेनापि न तत्कुर्यात् ।
अनित्यौ योगोपयोगावेव तत्र निमित्तत्वेन कर्तारौ । योगोपयोगयोस्त्वात्मविकल्पव्यापारयोः
દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય, તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી.
આત્મા (વ્યાપ્યવ્યાપકભાવથી તો કર્તા નથી પરંતુ) નિમિત્તનૈમિત્તિકભાવથી પણ કર્તા નથી એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ जीवः ] જીવ [ घटं ] ઘટને [ न करोति ] કરતો નથી, [ पटं न एव ] પટને કરતો નથી, [ शेषकानि ] બાકીનાં કોઈ [ द्रव्याणि ] દ્રવ્યોને (વસ્તુઓને) [ न एव ] કરતો નથી; [ च ] પરંતુ [ योगोपयोगौ ] જીવના યોગ અને ઉપયોગ [ उत्पादकौ ] ઘટાદિને ઉત્પન્ન કરનારાં નિમિત્ત છે [ तयोः ] તેમનો [ कर्ता ] કર્તા [ भवति ] જીવ થાય છે.
ટીકાઃ — ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપ્યવ્યાપકભાવે તો કરતો નથી કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે; વળી નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી કારણ કે જો એમ કરે તો નિત્યકર્તૃત્વનો (અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો) પ્રસંગ આવે. અનિત્ય (અર્થાત્ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા) યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના ( – પરદ્રવ્યસ્વરૂપ કર્મના) કર્તા છે. (રાગાદિવિકારવાળા ચૈતન્યપરિણામરૂપ) પોતાના વિકલ્પને અને (આત્માના પ્રદેશોના ચલનરૂપ) પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો
Page 182 of 642
PDF/HTML Page 213 of 673
single page version
कदाचिदज्ञानेन करणादात्मापि कर्ताऽस्तु तथापि न परद्रव्यात्मककर्मकर्ता स्यात् ।
તો આત્મા પણ કર્તા (કદાચિત્) ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.
ભાવાર્થઃ — યોગ એટલે (મન-વચન-કાયના નિમિત્તવાળું) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું – જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસારઅવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ – ઉપયોગનો કર્તા કહી શકાય.
અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવુંઃ — દ્રવ્યદ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી; પરંતુ પર્યાયદ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્યદ્રવ્ય કર્તા નથી.
હવે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે એમ કહે છેઃ —
ગાથાર્થઃ — [ ये ] જે [ ज्ञानावरणानि ] જ્ઞાનાવરણાદિક [ पुद्गलद्रव्याणां ] પુદ્ગલદ્રવ્યોના [ परिणामाः ] પરિણામ [ भवन्ति ] છે [ तानि ] તેમને [ यः आत्मा ] જે આત્મા [ न करोति ] કરતો નથી પરંતુ [ जानाति ] જાણે છે [ सः ] તે [ ज्ञानी ] જ્ઞાની [ भवति ] છે.
Page 183 of 642
PDF/HTML Page 214 of 673
single page version
ये खलु पुद्गलद्रव्याणां परिणामा गोरसव्याप्तदधिदुग्धमधुराम्लपरिणामवत्पुद्गलद्रव्यव्याप्तत्वेन भवन्तो ज्ञानावरणानि भवन्ति तानि तटस्थगोरसाध्यक्ष इव न नाम करोति ज्ञानी, किन्तु यथा स गोरसाध्यक्षस्तद्दर्शनमात्मव्याप्तत्वेन प्रभवद्वयाप्य पश्यत्येव तथा पुद्गलद्रव्यपरिणामनिमित्तं ज्ञानमात्मव्याप्यत्वेन प्रभवद्वयाप्य जानात्येव । एवं ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात् ।
एवमेव च ज्ञानावरणपदपरिवर्तनेन कर्मसूत्रस्य विभागेनोपन्यासाद्दर्शनावरणवेदनीय- मोहनीयायुर्नामगोत्रान्तरायसूत्रैः सप्तभिः सह मोहरागद्वेषक्रोधमानमायालोभनोकर्ममनोवचनकाय- श्रोत्रचक्षुर्घ्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि । अनया दिशान्यान्यप्यूह्यानि ।
ટીકાઃ — જેવી રીતે દહીં-દૂધ કે જેઓ ગોરસ વડે વ્યાપ્ત થઈને ( – વ્યપાઈને) ઊપજતા ગોરસના ખાટા-મીઠા પરિણામ છે, તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી, તેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પુદ્ગલદ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઊપજતા પુદ્ગલદ્રવ્યના પરિણામ છે, તેમને જ્ઞાની કરતો નથી; પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર, પોતાથી (જોનારથી) વ્યાપ્ત થઈને ઊપજતું જે ગોરસ-પરિણામનું દર્શન (જોવાપણું) તેમાં વ્યાપીને, માત્ર જુએ જ છે, તેવી રીતે જ્ઞાની, પોતાથી (જ્ઞાનીથી) વ્યાપ્ત થઈને ઊપજતું, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને, માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે.
વળી એવી જ રીતે ‘જ્ઞાનાવરણ’ પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયના સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી એમ હવે કહે છેઃ —
Page 184 of 642
PDF/HTML Page 215 of 673
single page version
इह खल्वनादेरज्ञानात्परात्मनोरेकत्वाध्यासेन पुद्गलकर्मविपाकदशाभ्यां मन्दतीव्रस्वादाभ्याम- चलितविज्ञानघनैकस्वादस्याप्यात्मनः स्वादं भिन्दानः शुभमशुभं वा यो यं भावमज्ञानरूपमात्मा करोति स आत्मा तदा तन्मयत्वेन तस्य भावस्य व्यापकत्वाद्भवति कर्ता, स भावोऽपि च तदा तन्मयत्वेन तस्यात्मनो व्याप्यत्वाद्भवति कर्म; स एव चात्मा तदा तन्मयत्वेन तस्य भावस्य भावकत्वाद्भवत्यनुभविता, स भावोऽपि च तदा तन्मयत्वेन तस्यात्मनो भाव्यत्वाद्भवत्यनुभाव्यः । एवमज्ञानी चापि परभावस्य न कर्ता स्यात् ।
ગાથાર્થઃ — [ आत्मा ] આત્મા [ यं ] જે [ शुभम् अशुभम् ] શુભ કે અશુભ [ भावं ] (પોતાના) ભાવને [ करोति ] કરે છે [ तस्य ] તે ભાવનો [ सः ] તે [ खलु ] ખરેખર [ कर्ता ] કર્તા થાય છે, [ तत् ] તે (ભાવ) [ तस्य ] તેનું [ कर्म ] કર્મ [ भवति ] થાય છે [ सः आत्मा तु ] અને તે આત્મા [ तस्य ] તેનો (તે ભાવરૂપ કર્મનો) [ वेदकः ] ભોક્તા થાય છે.
ટીકાઃ — પોતાનો અચલિત વિજ્ઞાનઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા અનાદિ કાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મના વિપાકની બે દશાઓ વડે પોતાના (વિજ્ઞાનઘનરૂપ) સ્વાદને ભેદતો થકો અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે, તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે; વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર (અર્થાત્ ભોક્તા) થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુભાવ્ય (અર્થાત્ ભોગ્ય) થાય છે. આ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી.
ભાવાર્થઃ — પુદ્ગલકર્મનો ઉદય થતાં, જ્ઞાની તેને જાણે જ છે અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કર્તા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; પરભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી.
Page 185 of 642
PDF/HTML Page 216 of 673
single page version
इह किल यो यावान् कश्चिद्वस्तुविशेषो यस्मिन् यावति कस्मिंश्चिच्चिदात्मन्यचिदात्मनि वा द्रव्ये गुणे च स्वरसत एवानादित एव वृत्तः, स खल्वचलितस्य वस्तुस्थितिसीम्नो भेत्तुमशक्यत्वात्त- स्मिन्नेव वर्तेत, न पुनः द्रव्यान्तरं गुणान्तरं वा सङ्क्रामेत । द्रव्यान्तरं गुणान्तरं वाऽसङ्क्रामंश्च कथं त्वन्यं वस्तुविशेषं परिणामयेत् ? अतः परभावः केनापि न कर्तुं पार्येत ।
પરભાવને કોઈ (દ્રવ્ય) કરી શકે નહિ એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ यः ] જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય) [ यस्मिन् द्रव्ये ] જે દ્રવ્યમાં અને [ गुणे ] ગુણમાં વર્તે છે [ सः ] તે [ अन्यस्मिन् तु ] અન્ય [ द्रव्ये ] દ્રવ્યમાં તથા ગુણમાં [ न सङ्क्रामति ] સંક્રમણ પામતી નથી ( અર્થાત્ બદલાઈને અન્યમાં ભળી જતી નથી); [ अन्यत् असङ्क्रान्तः ] અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી [ सः ] તે (વસ્તુ), [ तत् द्रव्यम् ] અન્ય વસ્તુને [ कथं ] કેમ [ परिणामयति ] પરિણમાવી શકે?
ટીકાઃ — જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે તે, ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી, તેમાં જ (પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી; અને દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંક્રમતી તે, અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? (કદી ન પરિણમાવી શકે.) માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ.
ભાવાર્થઃ — જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા છે.
Page 186 of 642
PDF/HTML Page 217 of 673
single page version
यथा खलु मृण्मये कलशे कर्मणि मृद्द्रव्यमृद्गुणयोः स्वरसत एव वर्तमाने द्रव्यगुणान्तर- सङ्क्रमस्य वस्तुस्थित्यैव निषिद्धत्वादात्मानमात्मगुणं वा नाधत्ते स कलशकारः; द्रव्यान्तर- सङ्क्रममन्तरेणान्यस्य वस्तुनः परिणमयितुमशक्यत्वात् तदुभयं तु तस्मिन्ननादधानो न तत्त्वतस्तस्य कर्ता प्रतिभाति । तथा पुद्गलमये ज्ञानावरणादौ कर्मणि पुद्गलद्रव्यपुद्गलगुणयोः स्वरसत एव वर्तमाने द्रव्यगुणान्तरसङ्क्रमस्य विधातुमशक्यत्वादात्मद्रव्यमात्मगुणं वात्मा न
આ (ઉપર કહેલા) કારણે આત્મા ખરેખર પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ आत्मा ] આત્મા [ पुद्गलमये कर्मणि ] પુદ્ગલમય કર્મમાં [ द्रव्यगुणस्य च ] દ્રવ્યને તથા ગુણને [ न करोति ] કરતો નથી; [ तस्मिन् ] તેમાં [ तद् उभयम् ] તે બન્નેને [ अकुर्वन् ] નહિ કરતો થકો [ सः ] તે [ तस्य कर्ता ] તેનો કર્તા [ कथं ] કેમ હોય?
ટીકાઃ — જેવી રીતે — માટીમય ઘડારૂપી કર્મ કે જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજ રસથી જ વર્તે છે તેમાં કુંભાર પોતાને કે પોતાના ગુણને નાખતો – મૂકતો – ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે; દ્રવ્યાંતરરૂપે (અર્થાત્ અન્યદ્રવ્યરૂપે) સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશક્ય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ – બન્નેને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો એવો તે કુંભાર પરમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી; તેવી રીતે — પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પુદ્ગલદ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજ રસથી જ વર્તે છે તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો – મૂકતો – ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશક્ય છે; દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને
Page 187 of 642
PDF/HTML Page 218 of 673
single page version
खल्वाधत्ते; द्रव्यान्तरसङ्क्रममन्तरेणान्यस्य वस्तुनः परिणमयितुमशक्यत्वात्तदुभयं तु तस्मिन्न- नादधानः कथं नु तत्त्वतस्तस्य कर्ता प्रतिभायात् ? ततः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता ।
इह खलु पौद्गलिककर्मणः स्वभावादनिमित्तभूतेऽप्यात्मन्यनादेरज्ञानात्तन्निमित्तभूतेना-
ज्ञानभावेन परिणमनान्निमित्तीभूते सति सम्पद्यमानत्वात् पौद्गलिकं कर्मात्मना कृतमिति निर्विकल्प- विज्ञानघनभ्रष्टानां विकल्पपरायणानां परेषामस्ति विकल्पः । स तूपचार एव, न तु परमार्थः ।
પરિણમાવવી અશક્ય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ – બન્નેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો.
માટે આ સિવાય બીજો — એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે — ઉપચાર છે, એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ जीवे ] જીવ [ हेतुभूते ] નિમિત્તભૂત બનતાં [ बन्धस्य तु ] કર્મબંધનું [ परिणामम् ] પરિણામ થતું [ दृष्टवा ] દેખીને, ‘[ जीवेन ] જીવે [ कर्म कृतं ] કર્મ કર્યું’ એમ [ उपचारमात्रेण ] ઉપચારમાત્રથી [ भण्यते ] કહેવાય છે.
ટીકાઃ — આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.
Page 188 of 642
PDF/HTML Page 219 of 673
single page version
यथा युद्धपरिणामेन स्वयं परिणममानैः योधैः कृते युद्धे युद्धपरिणामेन स्वयमपरिणम- मानस्य राज्ञो राज्ञा किल कृतं युद्धमित्युपचारो, न परमार्थः । तथा ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयं परिणममानेन पुद्गलद्रव्येण कृते ज्ञानावरणादिकर्मणि ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयमपरिणममानस्यात्मनः किलात्मना कृतं ज्ञानावरणादिकर्मेत्युपचारो, न परमार्थः ।
ભાવાર્થઃ — કદાચિત્ થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે.
હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દ્રષ્ટાંતથી કહે છેઃ —
ગાથાર્થઃ — [ योधैः ] યોદ્ધાઓ વડે [ युद्धे कृते ] યુદ્ધ કરવામાં આવતાં, ‘[ राज्ञा कृतम् ] રાજાએ યુદ્ધ કર્યું’ [ इति ] એમ [ लोकः ] લોક [ जल्पते ] (વ્યવહારથી) કહે છે [ तथा ] તેવી રીતે ‘[ ज्ञानावरणादि ] જ્ઞાનાવરણાદિ કર્મ [ जीवेन कृतं ] જીવે કર્યું’ [ व्यवहारेण ] એમ વ્યવહારથી કહેવાય છે.
ટીકાઃ — જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે ‘રાજાએ યુદ્ધ કર્યું’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે ‘આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી.
ભાવાર્થઃ — યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં ‘રાજાએ યુદ્ધ કર્યું’ એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદ્ગલદ્રવ્યે જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં ‘જીવે કર્મ કર્યું’ એમ ઉપચારથી કહેવાય છે.
Page 189 of 642
PDF/HTML Page 220 of 673
single page version
अयं खल्वात्मा न गृह्णाति, न परिणमयति, नोत्पादयति, न करोति, न बध्नाति, व्याप्य- व्यापकभावाभावात्, प्राप्यं विकार्यं निर्वर्त्यं च पुद्गलद्रव्यात्मकं कर्म । यत्तु व्याप्यव्यापक- भावाभावेऽपि प्राप्यं विकार्यं निर्वर्त्यं च पुद्गलद्रव्यात्मकं कर्म गृह्णाति परिणमयति उत्पादयति करोति बध्नाति चात्मेति विकल्पः स किलोपचारः ।
कथमिति चेत् —
હવે કહે છે કે ઉપરના હેતુથી આમ ઠર્યુંઃ —
ગાથાર્થઃ — [ आत्मा ] આત્મા [ पुद्गलद्रव्यम् ] પુદ્ગલદ્રવ્યને [ उत्पादयति ] ઉપજાવે છે, [ करोति च ] કરે છે, [ बध्नाति ] બાંધે છે, [ परिणामयति ] પરિણમાવે છે [ च ] અને [ गृह्णाति ] ગ્રહણ કરે છે — એ [ व्यवहारनयस्य ] વ્યવહારનયનું [ वक्तव्यम् ] કથન છે.
ટીકાઃ — આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય – એવા પુદ્ગલદ્રવ્યાત્મક ( – પુદ્ગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી; અને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, ‘‘પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય – એવા પુદ્ગલદ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે’’ એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે.
ભાવાર્થઃ — વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્ગલદ્રવ્યને ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે.
હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દ્રષ્ટાંતથી કહે છેઃ —