Samaysar (Gujarati). Kalash: 93-105 ; Punya-Pap Adhikar; Gatha: 145-155.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 34

 

Page 230 of 642
PDF/HTML Page 261 of 673
single page version

(शार्दूलविक्रीडित)
आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना
सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्
विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान्
ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किञ्चनैकोऽप्ययम्
।।९३।।
(शार्दूलविक्रीडित)
दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतो
दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात्
विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहरन्
आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्
।।९४।।
અને ‘સમ્યગ્જ્ઞાન’ એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કાંઈ અનુભવથી
જુદાં નથી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ नयानां पक्षैः विना ] નયોના પક્ષો રહિત, [ अचलं अविकल्पभावम् ] અચળ
નિર્વિકલ્પભાવને [ आक्रामन् ] પામતો [ यः समयस्य सारः भाति ] જે સમયનો (આત્માનો) સાર
પ્રકાશે છે [ सः एषः ] તે આ સમયસાર (શુદ્ધ આત્મા)[ निभृतैः स्वयम् आस्वाद्यमानः ] કે જે
નિભૃત (નિશ્ચળ, આત્મલીન) પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે (આસ્વાદ લેવાય છે,
અનુભવાય છે) તે[ विज्ञान-एक-रसः भगवान् ] વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન
છે, [ पुण्यः पुराणः पुमान् ] પવિત્ર પુરાણ પુરુષ છે; [ ज्ञानं दर्शनम् अपि अयं ] જ્ઞાન કહો કે દર્શન
કહો તે આ (સમયસાર) જ છે; [ अथवा किम् ] અથવા વધારે શું કહીએ? [ यत् किञ्चन अपि
अयम् एकः ] જે કાંઈ છે તે આ એક જ છે (માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે). ૯૩.
આ આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છેઃ
શ્લોકાર્થઃ[ तोयवत् ] જેમ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું થકું દૂર ગહન વનમાં
ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વાળવામાં આવે;
પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં
આવી મળે; તેવી રીતે
[ अयं ] આ આત્મા [ निज-ओघात् च्युतः ] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી
ચ્યુત થયો થકો [ भूरि-विकल्प-जाल-गहने दूरं भ्राम्यन् ] પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર
ભમતો હતો તેને [ दूरात् एव ] દૂરથી જ [ विवेक-निम्न-गमनात् ] વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા

Page 231 of 642
PDF/HTML Page 262 of 673
single page version

(अनुष्टुभ्)
विकल्पकः परं कर्ता विकल्पः कर्म केवलम्
न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ।।९५।।
(रथोद्धता)
यः करोति स करोति केवलं
यस्तु वेत्ति स तु वेत्ति केवलम्
यः करोति न हि वेत्ति स क्वचित्
यस्तु वेत्ति न करोति स क्वचित्
।।९६।।
[ निज-ओघं बलात् नीतः ] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો; [ तद्-एक-
रसिनाम् ] કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને [ विज्ञान-एक-रसः आत्मा ] જે એક
વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા, [ आत्मानम् आत्मनि एव आहरन् ] આત્માને
આત્મામાં જ ખેંચતો થકો (અર્થાત્ જ્ઞાન જ્ઞાનને ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને), [ सदा गतानुगतताम्
आयाति ] સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.
ભાવાર્થઃજેમ જળ, જળના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળી વનમાં અનેક
જગ્યાએ ભમે; પછી કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા, જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી
મળે; તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં
ભ્રમણ કરતો થકો કોઈ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના
વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ૯૪.
હવે કર્તાકર્મ અધિકારનો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે; તેમાં પ્રથમ
કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છેઃ
શ્લોકાર્થઃ[ विकल्पकः परं कर्ता ] વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને [ विकल्पः
केवलम् कर्म ] વિકલ્પ જ કેવળ કર્મ છે; (બીજાં કોઈ કર્તા-કર્મ નથી;) [ सविकल्पस्य ] જે જીવ
વિકલ્પસહિત છે તેનું [ कर्तृकर्मत्वं ] કર્તાકર્મપણું [ जातु ] કદી [ नश्यति न ] નાશ પામતું નથી.
ભાવાર્થઃજ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો
અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯૫.
જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છેએમ હવે કહે છેઃ
શ્લોકાર્થઃ[ यः करोति सः केवलं करोति ] જે કરે છે તે કેવળ કરે જ છે

Page 232 of 642
PDF/HTML Page 263 of 673
single page version

(इन्द्रवज्रा)
ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः
ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः
ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने
ज्ञाता न कर्तेति ततः स्थितं च
।।९७।।
[ तु ] અને [ यः वेत्ति सः तु केवलम् वेत्ति ] જે જાણે છે તે કેવળ જાણે જ છે; [ यः करोति सः
क्वचित् न हि वेत्ति ] જે કરે છે તે કદી જાણતો નથી [ तु ] અને [ यः वेत्ति सः क्वचित् न करोति ]
જે જાણે છે તે કદી કરતો નથી.
ભાવાર્થઃકર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી. ૯૬.
એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બન્ને ભિન્ન છે એમ હવે
કહે છેઃ
શ્લોકાર્થઃ[ करोतौ अन्तः ज्ञप्तिः न हि भासते ] કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ
ક્રિયા ભાસતી નથી [ च ] અને [ ज्ञप्तौ अन्तः करोतिः न भासते ] જાણવારૂપ ક્રિયાની અંદરમાં
કરવારૂપ ક્રિયા ભાસતી નથી; [ ततः ज्ञप्तिः करोतिः च विभिन्ने ] માટે જ્ઞપ્તિક્રિયા અને ‘કરોતિ’-
ક્રિયા બન્ને ભિન્ન છે; [ च ततः इति स्थितं ] અને તેથી એમ ઠર્યું કે [ ज्ञाता क र्ता न ] જે જ્ઞાતા
છે તે કર્તા નથી.
ભાવાર્થઃ‘હું પરદ્રવ્યને કરું છું’ એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો
કર્તાભાવરૂપ પરિણમનક્રિયા કરતો હોવાથી અર્થાત્ ‘કરોતિ’ક્રિયા કરતો હોવાથી કર્તા જ છે અને
જ્યારે ‘હું પરદ્રવ્યને જાણું છું’ એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્
જ્ઞપ્તિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે.
અહીં કોઈ પૂછે છે કે અવિરત-સમ્યગ્દ્રષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે
ત્યાં સુધી તે કષાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહિ? તેનું સમાધાનઃઅવિરત
સમ્યગ્દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી;
કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી
કર્તાપણું તેને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત્
હોય છે તે સંસારનું
કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત્ કાળ રહે અથવા ન રહેક્ષણે ક્ષણે
તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું. ૯૭.

Page 233 of 642
PDF/HTML Page 264 of 673
single page version

(शार्दूलविक्रीडित)
कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि
द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः
ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति-
र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्
।।९८।।
अथवा नानटयतां, तथापि
(मन्दाक्रान्ता)
कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव
ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि
ज्ञानज्योतिर्ज्वलितमचलं व्यक्तमन्तस्तथोच्चै-
श्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्
।।९९।।
ફરીને એ જ વાતને દ્રઢ કરે છેઃ
શ્લોકાર્થઃ[ कर्ता कर्मणि नास्ति, कर्म तत् अपि नियतं कर्तरि नास्ति ] કર્તા નક્કી કર્મમાં
નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી[ यदि द्वन्द्वं विप्रतिषिध्यते ] એમ જો બન્નેનો
પરસ્પર નિષેધ કરવામાં આવે છે [ तदा कर्तृकर्मस्थितिः का ] તો કર્તાકર્મની સ્થિતિ શી? (અર્થાત્
જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું ન જ હોઈ શકે.) [ ज्ञाता ज्ञातरि, कर्म सदा कर्मणि ] આ પ્રમાણે જ્ઞાતા
સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે [ इति वस्तुस्थितिः व्यक्ता ] એવી વસ્તુસ્થિતિ
પ્રગટ છે [ तथापि बत ] તોપણ અરે! [ नेपथ्ये एषः मोहः किम् रभसा नानटीति ] નેપથ્યમાં આ
મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.)
ભાવાર્થઃકર્મ તો પુદ્ગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે
બન્નેને અત્યંત ભેદ છે, જીવ પુદ્ગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી; તો પછી તેમને
કર્તાકર્મભાવ કેમ હોઈ શકે
? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા
નથી; અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યે ખેદપૂર્વક કહ્યું છે
કે
આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ‘હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે’ એવો
અજ્ઞાનીનો આ મોહ (અજ્ઞાન) કેમ નાચે છે? ૯૮.
અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો; તથાપિ વસ્તુસ્વરૂપ તો જેવું છે તેવું જ
છેએમ હવે કહે છેઃ
30

Page 234 of 642
PDF/HTML Page 265 of 673
single page version

इति जीवाजीवौ कर्तृकर्मवेषविमुक्तौ निष्क्रान्तौ
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ कर्तृकर्मप्ररूपकः द्वितीयोऽङ्कः ।।
શ્લોકાર્થઃ[ अचलं ] અચળ, [ व्यक्तं ] વ્યક્ત અને [ चित्-शक्तीनां निकर-भरतः अत्यन्त-
गम्भीरम् ] ચિત્શક્તિઓના (જ્ઞાનના અવિભાગપરિચ્છેદોના) સમૂહના ભારથી અત્યંત ગંભીર
[ एतत् ज्ञानज्योतिः ] આ જ્ઞાનજ્યોતિ [ अन्तः ] અંતરંગમાં [ उच्चैः ] ઉગ્રપણે [ तथा ज्वलितम् ]
એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે[ यथा कर्ता कर्ता न भवति ] આત્મા અજ્ઞાનમાં કર્તા થતો
હતો તે હવે કર્તા થતો નથી અને [ कर्म कर्म अपि न एव ] અજ્ઞાનના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપ
થતું હતું તે કર્મરૂપ થતું નથી; [ यथा ज्ञानं ज्ञानं भवति च ] વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે
અને [ पुद्गलः पुद्गलः अपि ] પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે.
ભાવાર્થઃઆત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, પુદ્ગલકર્મનો
કર્તા થતું નથી; વળી પુદ્ગલ પુદ્ગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે
બન્ને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને હોય છે. ૯૯.
ટીકાઃઆ પ્રમાણે જીવ અને અજીવ કર્તાકર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા.
ભાવાર્થઃજીવ અને અજીવ બન્ને કર્તા-કર્મનો વેશ ધારણ કરી એક થઈને
રંગભૂમિમાં દાખલ થયા હતા. સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે તેણે જ્યારે તેમનાં
જુદાં જુદાં લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી પણ બે છે, ત્યારે તેઓ વેશ દૂર
કરી રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે કે દેખનાર જ્યાં
સુધી ઓળખે નહિ ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે યથાર્થ ઓળખી લે ત્યારે નિજ
રૂપ પ્રગટ કરી ચેષ્ટા કરવી છોડી દે. તેવી રીતે અહીં પણ જાણવું.
જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બણૈ કરતા સો,
તાકરિ બંધન આન તણૂં ફલ લે સુખ દુઃખ ભવાશ્રમવાસો;
જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખુલૈ પરપાસો,
આતમમાંહિ સદા સુવિલાસ કરૈ સિવ પાય રહૈ નિતિ થાસો.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની)
શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં કર્તાકર્મનો પ્રરૂપક બીજો અંક
સમાપ્ત થયો.
❋ ❋ ❋

Page 235 of 642
PDF/HTML Page 266 of 673
single page version

अथैकमेव कर्म द्विपात्रीभूय पुण्यपापरूपेण प्रविशति
(द्रुतविलम्बित)
तदथ कर्म शुभाशुभभेदतो
द्वितयतां गतमैक्यमुपानयन्
ग्लपितनिर्भरमोहरजा अयं
स्वयमुदेत्यवबोधसुधाप्लवः
।।१००।।
પુણ્ય-પાપ બન્ને કરમ, બંધરૂપ ર્દુ માની;
શુદ્ધાત્મા જેણે લહ્યો, નમું ચરણ હિત જાણી.
પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ
કરે છે’.
જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ
જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે, તેવી રીતે જોકે કર્મ એક જ છે તોપણ
પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે
તે એકરૂપ જાણી લે છે. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર
આચાર્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ अथ ] હવે (કર્તાકર્મ અધિકાર પછી), [ शुभ-अशुभ-भेदतः ] શુભ અને
અશુભના ભેદને લીધે [ द्वितयतां गतम् तत् कर्म ] બે-પણાને પામેલા તે કર્મને [ ऐक्यम्
उपानयन् ] એકરૂપ કરતો, [ ग्लपित-निर्भर-मोहरजा ] જેણે અત્યંત મોહરજને દૂર કરી છે એવો
[ अयं अवबोध-सुधाप्लवः ] આ (પ્રત્યક્ષઅનુભવગોચર) જ્ઞાન-સુધાંશુ (સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રમા)
[ स्वयम् ] સ્વયં [ उदेति ] ઉદય પામે છે.
-૩-
પુણ્ય-પાપ અધિકાર

Page 236 of 642
PDF/HTML Page 267 of 673
single page version

(मन्दाक्रान्ता)
एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमाना-
दन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव
द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः
शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण
।।१०१।।
कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं
कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ।।१४५।।
ભાવાર્થઃઅજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકારનું
બતાવ્યું. જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું;
જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ
દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું. ૧૦૦.
હવે પુણ્ય-પાપના સ્વરૂપના દ્રષ્ટાંતરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ(શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો
અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો.) [ एकः ] એક તો [ ब्राह्मणत्व-अभिमानात् ] ‘હું બ્રાહ્મણ છું’ એમ
બ્રાહ્મણત્વના અભિમાનને લીધે [ मदिरां ] મદિરાને [ दूरात् ] દૂરથી જ [ त्यजति ] છોડે છે અર્થાત્
સ્પર્શતો પણ નથી; [ अन्यः ] બીજો [ अहम् स्वयम् शूद्रः इति ] ‘હું પોતે શૂદ્ર છું’ એમ માનીને
[ तया एव ] મદિરાથી જ [ नित्यं ] નિત્ય [ स्नाति ] સ્નાન કરે છે અર્થાત્ તેને પવિત્ર ગણે છે.
[ एतौ द्वौ अपि ] આ બન્ને પુત્રો [ शूद्रिकायाः उदरात् युगपत् निर्गतौ ] શૂદ્રાણીના ઉદરથી એકીસાથે
જન્મ્યા છે તેથી [ साक्षात् शूद्रौ ] (પરમાર્થે) બન્ને સાક્ષાત્ શૂદ્ર છે, [ अपि च ] તોપણ [ जातिभेद-
भ्रमेण ] જાતિભેદના ભ્રમ સહિત [ चरतः ] તેઓ પ્રવર્તે છેઆચરણ કરે છે. (આ પ્રમાણે પુણ્ય-
પાપનું પણ જાણવું.)
ભાવાર્થઃપુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે.
વ્યવહારદ્રષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબએમ બે
પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદ્રષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. ૧૦૧.
હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છેઃ
છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને!
તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫.

Page 237 of 642
PDF/HTML Page 268 of 673
single page version

कर्म अशुभं कुशीलं शुभकर्म चापि जानीथ सुशीलम्
कथं तद्भवति सुशीलं यत्संसारं प्रवेशयति ।।१४५।।
शुभाशुभजीवपरिणामनिमित्तत्वे सति कारणभेदात्, शुभाशुभपुद्गलपरिणाममयत्वे सति
स्वभावभेदात्, शुभाशुभफलपाकत्वे सत्यनुभवभेदात्, शुभाशुभमोक्षबन्धमार्गाश्रितत्वे सत्याश्रय-
भेदात् चैकमपि कर्म किञ्चिच्छुभं किञ्चिदशुभमिति केषाञ्चित्किल पक्षः
स तु सप्रतिपक्षः
तथाहिशुभोऽशुभो वा जीवपरिणामः केवलाज्ञानमयत्वादेकः, तदेकत्वे सति कारणाभेदात् एकं
कर्म शुभोऽशुभो वा पुद्गलपरिणामः केवलपुद्गलमयत्वादेकः, तदेकत्वे सति स्वभावाभेदादेकं
कर्म शुभोऽशुभो वा फलपाकः केवलपुद्गलमयत्वादेकः, तदेकत्वे सत्यनुभावाभेदादेकं कर्म
ગાથાર્થઃ[ अशुभं कर्म ] અશુભ કર્મ [ कुशीलं ] કુશીલ છે (ખરાબ છે) [ अपि च ]
અને [ शुभकर्म ] શુભ કર્મ [ सुशीलम् ] સુશીલ છે (સારું છે) એમ [ जानीथ ] તમે જાણો છો!
[ तत् ] તે [ सुशीलं ] સુશીલ [ कथं ] કેમ [ भवति ] હોય [ यत् ] કે જે [ संसारं ] (જીવને) સંસારમાં
[ प्रवेशयति ] પ્રવેશ કરાવે છે?
ટીકાઃકોઈ કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ
જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદતફાવત છે (અર્થાત્ કારણ જુદાં જુદાં છે);
કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી કર્મના
સ્વભાવમાં ભેદ છે; કોઈ કર્મનો શુભ ફળરૂપે અને કોઈ કર્મનો અશુભ ફળરૂપે વિપાક થતો
હોવાથી કર્મના અનુભવમાં (
સ્વાદમાં) ભેદ છે; કોઈ કર્મ શુભ (સારા) એવા મોક્ષમાર્ગને
આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના
આશ્રયમાં ભેદ છે. માટે
જોકે (પરમાર્થે) કર્મ એક જ છે તોપણકેટલાકનો એવો પક્ષ છે
કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે (પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ
(અર્થાત્
વ્યવહારપક્ષનો નિષેધ કરનાર નિશ્ચયપક્ષ) આ પ્રમાણે છેઃ
શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના
કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પુદ્ગલપરિણામ કેવળ પુદ્ગલમય
હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ
કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના
અનુભવમાં (
સ્વાદમાં) ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ (સારો) એવો મોક્ષમાર્ગ તો
કેવળ જીવમય હોવાથી અને અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળ પુદ્ગલમય હોવાથી

Page 238 of 642
PDF/HTML Page 269 of 673
single page version

शुभाशुभौ मोक्षबन्धमार्गौ तु प्रत्येकं केवलजीवपुद्गलमयत्वादनेकौ, तदनेकत्वे सत्यपि केवल-
पुद्गलमयबन्धमार्गाश्रितत्वेनाश्रयाभेदादेकं कर्म
તેઓ અનેક (જુદાં જુદાં, બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્ગલમય એવા
બંધમાર્ગને જ આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.
ભાવાર્થઃકોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ-અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના
પરિણામ, મંદ કષાયથી ચિત્તની ઉજ્જ્વળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય છે અને
કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેશ્યા, નિર્દયપણું, વિષયાસક્તિ, દેવ-ગુરુ આદિ પૂજ્ય પુરુષો
પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી થાય છે; આમ હેતુનો ભેદ
હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. શાતાવેદનીય, શુભ-આયુ, શુભનામ અને
શુભગોત્ર
એ કર્મોના પરિણામ(પ્રકૃતિ વગેરે)માં તથા ચાર ઘાતિકર્મો, અશાતાવેદનીય,
અશુભ-આયુ, અશુભનામ, અશુભગોત્રએ કર્માેના પરિણામ(પ્રકૃતિ વગેરેમાં)માં ભેદ છે;
આમ સ્વભાવનો ભેદ હોવાથી કર્મના શુભ ને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મના ફળનો
અનુભવ સુખરૂપ છે અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે; આમ અનુભવનો ભેદ
હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મ મોક્ષમાર્ગને આશ્રિત છે (અર્થાત્
મોક્ષમાર્ગમાં બંધાય છે) અને કોઈ કર્મ બંધમાર્ગના આશ્રયે છે; આમ આશ્રયનો ભેદ હોવાથી
કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. આ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય
એ ચાર પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ અશુભ છે એમ કેટલાકનો
પક્ષ છે.
હવે એ ભેદપક્ષનો નિષેધ કરવામાં આવે છેઃજીવના શુભ અને અશુભ પરિણામ
બન્ને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે. શુભ અને
અશુભ પુદ્ગલપરિણામો બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલપરિણામરૂપ
જ છે; માટે કર્મ એક જ છે. સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બન્ને પુદ્ગલમય જ છે તેથી
કર્મનો અનુભવ એક પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે. મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં,
મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે અને બંધમાર્ગ કેવળ પુદ્ગલના પરિણામમય
જ છે તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે (અર્થાત્
કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ
થાય છેમોક્ષમાર્ગમાં થતાં નથી); માટે કર્મ એક જ છે.
આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો; કારણ કે અહીં
અભેદપક્ષ પ્રધાન છે, અને અભેદપક્ષથી જોવામાં આવે તો કર્મ એક જ છેબે નથી.

Page 239 of 642
PDF/HTML Page 270 of 673
single page version

(उपजाति)
हेतुस्वभावानुभवाश्रयाणां
सदाप्यभेदान्न हि कर्मभेदः
तद्बन्धमार्गाश्रितमेकमिष्टं
स्वयं समस्तं खलु बन्धहेतुः
।।१०२।।
अथोभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति
सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं
बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ।।१४६।।
सौवर्णिकमपि निगलं बध्नाति कालायसमपि यथा पुरुषम्
बध्नात्येवं जीवं शुभमशुभं वा कृतं कर्म ।।१४६।।
शुभमशुभं च कर्माविशेषेणैव पुरुषं बध्नाति, बन्धत्वाविशेषात्, काञ्चनकालायसनिगलवत्
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ हेतु-स्वभाव-अनुभव-आश्रयाणां ] હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય
એ ચારનો (અર્થાત્ એ ચાર પ્રકારે) [ सदा अपि ] સદાય [ अभेदात् ] અભેદ હોવાથી [ न
हि कर्मभेदः ] કર્મમાં નિશ્ચયથી ભેદ નથી; [ तद् समस्तं स्वयं ] માટે સમસ્ત કર્મ પોતે [ खलु ]
નિશ્ચયથી [ बन्धमार्ग-आश्रितम् ] બંધમાર્ગને આશ્રિત હોવાથી અને [ बन्धहेतुः ] બંધનું કારણ
હોવાથી, [ एकम् इष्टं ] કર્મ એક જ માનવામાં આવ્યું છેએક જ માનવું યોગ્ય છે. ૧૦૨.
હવે, (શુભ-અશુભ) બન્ને કર્મો અવિશેષપણે (કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે
એમ સિદ્ધ કરે છેઃ
જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને,
એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬.
ગાથાર્થઃ[ यथा ] જેમ [ सौवर्णिकम् ] સુવર્ણની [ निगलं ] બેડી [ अपि ] પણ [ पुरुषम् ]
પુરુષને [ बध्नाति ] બાંધે છે અને [ कालायसम् ] લોખંડની [ अपि ] પણ બાંધે છે, [ एवं ] તેવી
રીતે [ शुभम् वा अशुभम् ] શુભ તેમ જ અશુભ [ कृतं कर्म ] કરેલું કર્મ [ जीवं ] જીવને [ बध्नाति ]
(અવિશેષપણે) બાંધે છે.
ટીકાઃજેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે

Page 240 of 642
PDF/HTML Page 271 of 673
single page version

अथोभयं कर्म प्रतिषेधयति
तम्हा दु कुसीलेहि य रागं मा कुणह मा व संसग्गं
साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण ।।१४७।।
तस्मात्तु कुशीलाभ्यां च रागं मा कुरुत मा वा संसर्गम्
स्वाधीनो हि विनाशः कुशीलसंसर्गरागेण ।।१४७।।
कुशीलशुभाशुभकर्मभ्यां सह रागसंसर्गौ प्रतिषिद्धौ, बन्धहेतुत्वात्, कुशीलमनोरमा-
मनोरमकरेणुकुट्टनीरागसंसर्गवत्
अथोभयं कर्म प्रतिषेध्यं स्वयं दृष्टान्तेन समर्थयते
કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી, તેવી રીતે શુભ અને અશુભ કર્મ
કાંઈ પણ તફાવત વિના પુરુષને (
જીવને) બાંધે છે કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં
તફાવત નથી.
હવે બન્ને કર્મોનો નિષેધ કરે છેઃ
તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો,
છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭.
ગાથાર્થઃ[ तस्मात् तु ] માટે [ कुशीलाभ्यां ] એ બન્ને કુશીલો સાથે [ रागं ] રાગ [ मा
कुरुत ] ન કરો [ वा ] અથવા [ संसर्गम् च ] સંસર્ગ પણ [ मा ] ન કરો [ हि ] કારણ કે
[ कुशीलसंसर्गरागेण ] કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી [ स्वाधीनः विनाशः ] સ્વાધીનતાનો
નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે).
ટીકાઃજેમ કુશીલ (ખરાબ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે
રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણ થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ
કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો
નિષેધ કરવામાં આવ્યો છે.
હવે, બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દ્રષ્ટાંતથી
સમર્થન કરે છેઃ

Page 241 of 642
PDF/HTML Page 272 of 673
single page version

जह णाम को वि पुरिसो कुच्छियसीलं जणं वियाणित्ता
वज्जेदि तेण समयं संसग्गं रागकरणं च ।।१४८।।
एमेव कम्मपयडीसीलसहावं च कुच्छिदं णादुं
वज्जंति परिहरंति य तस्संसग्गं सहावरदा ।।१४९।।
यथा नाम कोऽपि पुरुषः कुत्सितशीलं जनं विज्ञाय
वर्जयति तेन समकं संसर्गं रागकरणं च ।।१४८।।
एवमेव कर्मप्रकृतिशीलस्वभावं च कुत्सितं ज्ञात्वा
वर्जयन्ति परिहरन्ति च तत्संसर्गं स्वभावरताः ।।१४९।।
यथा खलु कुशलः कश्चिद्वनहस्ती स्वस्य बन्धाय उपसर्प्पन्तीं चटुलमुखीं मनोरमाममनोरमां
वा करेणुकुट्टनीं तत्त्वतः कुत्सितशीलां विज्ञाय तया सह रागसंसर्गौ प्रतिषेधयति, तथा
किलात्माऽरागो ज्ञानी स्वस्य बन्धाय उपसर्प्पन्तीं मनोरमाममनोरमां वा सर्वामपि कर्मप्रकृतिं
જેવી રીતે કો પુરુષ કુત્સિતશીલ જનને જાણીને,
સંસર્ગ તેની સાથ તેમ જ રાગ કરવો પરિતજે; ૧૪૮.
એમ જ કરમપ્રકૃતિશીલસ્વભાવ કુત્સિત જાણીને,
નિજ ભાવમાં રત રાગ ને સંસર્ગ તેનો પરિહરે. ૧૪૯.
ગાથાર્થઃ[ यथा नाम ] જેમ [ कोऽपि पुरुषः ] કોઈ પુરુષ [ कुत्सितशीलं ] કુત્સિત
શીલવાળા અર્થાત્ ખરાબ સ્વભાવવાળા [ जनं ] પુરુષને [ विज्ञाय ] જાણીને [ तेन समकं ] તેની
સાથે [ संसर्गं च रागकरणं ] સંસર્ગ અને રાગ કરવો [ वर्जयति ] છોડી દે છે, [ एवम् एव च ]
તેવી જ રીતે [ स्वभावरताः ] સ્વભાવમાં રત પુરુષો [ कर्मप्रकृतिशीलस्वभावं ] કર્મપ્રકૃતિના શીલ-
સ્વભાવને [ कुत्सितं ] કુત્સિત અર્થાત્ ખરાબ [ ज्ञात्वा ] જાણીને [ तत्संसर्गं ] તેની સાથે સંસર્ગ
[ वर्जयन्ति ] છોડી દે છે [ परिहरन्ति च ] અને રાગ છોડી દે છે.
ટીકાઃજેમ કોઈ કુશળ વન-હસ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર
મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ
તથા સંસર્ગ કરતો નથી, તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ
આવતી (ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ)
બધીયે કર્મપ્રકૃતિને
31

Page 242 of 642
PDF/HTML Page 273 of 673
single page version

तत्त्वतः कुत्सितशीलां विज्ञाय तया सह रागसंसर्गौ प्रतिषेधयति
अथोभयं कर्म बन्धहेतुं प्रतिषेध्यं चागमेन साधयति
रत्तो बंधदि कम्मं मुच्चदि जीवो विरागसंपत्तो
एसो जिणोवदेसो तम्हा कम्मेसु मा रज्ज ।।१५०।।
रक्तो बध्नाति कर्म मुच्यते जीवो विरागसम्प्राप्तः
एषो जिनोपदेशः तस्मात् कर्मसु मा रज्यस्व ।।१५०।।
यः खलु रक्तोऽवश्यमेव कर्म बध्नीयात् विरक्त एव मुच्येतेत्ययमागमः स सामान्येन
रक्तत्वनिमित्तत्वाच्छुभमशुभमुभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति, तदुभयमपि कर्म प्रतिषेधयति च
પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.
ભાવાર્થઃહાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કામાંધ થયો થકો તે
હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ
ભોગવે છે, અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી; તેવી
રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી બંધમાં
પડી પરાધીન થઈને સંસારનાં દુઃખ ભોગવે છે, અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ
તથા સંસર્ગ કદી કરતો નથી.
હવે, બન્ને કર્મો બંધનાં કારણ છે અને નિષેધવાયોગ્ય છે એમ આગમથી સિદ્ધ કરે છેઃ
જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્યપ્રાપ્ત મુકાય છે,
એ જિન તણો ઉપદેશ; તેથી ન રાચ તું કર્મો વિષે. ૧૫૦.
ગાથાર્થઃ[ रक्तः जीवः ] રાગી જીવ [ कर्म ] કર્મ [ बध्नाति ] બાંધે છે અને
[ विरागसम्प्राप्तः ] વૈરાગ્યને પામેલો જીવ [ मुच्यते ] કર્મથી છૂટે છે[ एषः ][ जिनोपदेशः ]
જિનભગવાનનો ઉપદેશ છે; [ तस्मात् ] માટે (હે ભવ્ય જીવ!) તું [ कर्मसु ] કર્મોમાં [ मा
रज्यस्व ] પ્રીતિરાગ ન કર.
ટીકાઃ‘‘રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વિરાગી
જ કર્મથી છૂટે’’ એવું જે આ આગમવચન છે તે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને
લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે અને

Page 243 of 642
PDF/HTML Page 274 of 673
single page version

(स्वागता)
कर्म सर्वमपि सर्वविदो यद्
बन्धसाधनमुशन्त्यविशेषात्
तेन सर्वमपि तत्प्रतिषिद्धं
ज्ञानमेव विहितं शिवहेतुः
।।१०३।।
(शिखरिणी)
निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल
प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्यशरणाः
तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं
स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः
।।१०४।।
તેથી બન્ને કર્મને નિષેધે છે.
આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ यद् ] કારણ કે [ सर्वविदः ] સર્વજ્ઞદેવો [ सर्वम् अपि कर्म ] સમસ્ત (શુભ
તેમ જ અશુભ) કર્મને [ अविशेषात् ] અવિશેષપણે [ बन्धसाधनम् ] બંધનું સાધન (કારણ)
[ उशन्ति ] કહે છે [ तेन ] તેથી (એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞદેવોએ) [ सर्वम् अपि तत् प्रतिषिद्धं ]
સમસ્ત કર્મને નિષેધ્યું છે અને [ ज्ञानम् एव शिवहेतुः विहितं ] જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું
છે. ૧૦૩.
જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું તે હવેના
કળશમાં કહે છેઃ
શ્લોકાર્થઃ[ सुकृतदुरिते सर्वस्मिन् कर्मणि किल निषिद्धे ] શુભ આચરણરૂપ કર્મ અને
અશુભ આચરણરૂપ કર્મએવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને [ नैष्कर्म्ये प्रवृत्ते ]
એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, [ मुनयः खलु अशरणाः न सन्ति ] મુનિઓ કાંઈ અશરણ નથી;
[ तदा ] (કારણ કે) જ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિઅવસ્થા) પ્રવર્તે છે ત્યારે [ ज्ञाने प्रतिचरितम्
ज्ञानं हि ] જ્ઞાનમાં આચરણ કરતુંરમણ કરતુંપરિણમતું જ્ઞાન જ [ एषां ] તે મુનિઓને
[ शरणं ] શરણ છે; [ एते ] તેઓ [ तत्र निरताः ] તે જ્ઞાનમાં લીન થયા થકા [ परमम् अमृतं ]
પરમ અમૃતને [ स्वयं ] પોતે [ विन्दन्ति ] અનુભવે છેઆસ્વાદે છે.
ભાવાર્થઃ‘સુકૃત કે દુષ્કૃતબન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને
કંઈ પણ કરવાનું નહિ રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રયે, શા આલંબન વડે પાળી

Page 244 of 642
PDF/HTML Page 275 of 673
single page version

अथ ज्ञानं मोक्षहेतुं साधयति
परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी
तम्हि ट्ठिदा सहावे मुणिणो पावंति णिव्वाणं ।।१५१।।
परमार्थः खलु समयः शुद्धो यः केवली मुनिर्ज्ञानी
तस्मिन् स्थिताः स्वभावे मुनयः प्राप्नुवन्ति निर्वाणम् ।।१५१।।
ज्ञानं हि मोक्षहेतुः, ज्ञानस्य शुभाशुभकर्मणोरबन्धहेतुत्वे सति मोक्षहेतुत्वस्य तथोपपत्तेः
तत्तु सकलकर्मादिजात्यन्तरविविक्तचिज्जातिमात्रः परमार्थ आत्मेति यावत् स तु युगपदेकीभाव-
प्रवृत्तज्ञानगमनमयतया समयः, सकलनयपक्षासङ्कीर्णैकज्ञानतया शुद्धः, केवलचिन्मात्रवस्तुतया
केवली, मननमात्रभावतया मुनिः, स्वयमेव ज्ञानतया ज्ञानी, स्वस्य भवनमात्रतया स्वभावः
શકે?’એમ કોઈને શંકા થાય તો તેનું સમાધાન આચાર્યદેવે કર્યું છે કેઃસર્વ કર્મનો ત્યાગ
થયે જ્ઞાનનું મહા શરણ છે. તે જ્ઞાનમાં લીન થતાં સર્વ આકુળતા રહિત પરમાનંદનો ભોગવટો
હોય છે
જેનો સ્વાદ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની કષાયી જીવ કર્મને જ સર્વસ્વ જાણી તેમાં
લીન થઈ રહ્યો છે, જ્ઞાનાનંદનો સ્વાદ નથી જાણતો. ૧૦૪.
હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છેઃ
પરમાર્થ છે નકી, સમય છે, શુધ, કેવળી, મુનિ, જ્ઞાની છે,
એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧.
ગાથાર્થઃ[ खलु ] નિશ્ચયથી [ यः ] જે [ परमार्थः ] પરમાર્થ (પરમ પદાર્થ) છે,
[ समयः ] સમય છે, [ शुद्धः ] શુદ્ધ છે, [ केवली ] કેવળી છે, [ मुनिः ] મુનિ છે, [ ज्ञानी ] જ્ઞાની
છે, [ तस्मिन् स्वभावे ] તે સ્વભાવમાં [ स्थिताः ] સ્થિત [ मुनयः ] મુનિઓ [ निर्वाणं ] નિર્વાણને
[ प्राप्नुवन्ति ] પામે છે.
ટીકાઃજ્ઞાન મોક્ષનું કારણ છે, કેમ કે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ
હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણપણું બને છે. તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી
ભિન્ન ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ (
પરમ પદાર્થ) છેઆત્મા છે. તે (આત્મા) એકીસાથે
(યુગપદ્) એકીભાવે (એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવાં જે જ્ઞાન અને ગમન (પરિણમન) તે-સ્વરૂપ
હોવાથી સમય છે, સકળ નયપક્ષોથી અમિલિત (અમિશ્રિત) એવા એક જ્ઞાનસ્વરૂપ હોવાથી
શુદ્ધ છે, કેવળ ચિન્માત્ર વસ્તુસ્વરૂપ હોવાથી કેવળી છે, ફક્ત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ

Page 245 of 642
PDF/HTML Page 276 of 673
single page version

स्वतश्चितो भवनमात्रतया सद्भावो वेति शब्दभेदेऽपि न च वस्तुभेदः
अथ ज्ञानं विधापयति
परमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि
तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू ।।१५२।।
परमार्थे त्वस्थितः यः करोति तपो व्रतं च धारयति
तत्सर्वं बालतपो बालव्रतं ब्रुवन्ति सर्वज्ञाः ।।१५२।।
ज्ञानमेव मोक्षस्य कारणं विहितं, परमार्थभूतज्ञानशून्यस्याज्ञानकृतयोर्व्रततपःकर्मणोः
बन्धहेतुत्वाद्बालव्यपदेशेन प्रतिषिद्धत्वे सति तस्यैव मोक्षहेतुत्वात्
હોવાથી મુનિ છે, પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે, ‘સ્વ’ના ભવનમાત્રસ્વરૂપ હોવાથી
સ્વભાવ છે અથવા સ્વતઃ (પોતાથી જ) ચૈતન્યના ❋ભવનમાત્રસ્વરૂપ હોવાથી સદ્ભાવ છે
(કારણ કે જે સ્વતઃ હોય તે સત્-સ્વરૂપ જ હોય). આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ
નથી (નામ જુદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે).
ભાવાર્થઃમોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ
છે; જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું
યોગ્ય છે.
હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છેઃ
પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે,
સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫૨.
ગાથાર્થઃ[ परमार्थे तु ] પરમાર્થમાં [ अस्थितः ] અસ્થિત [ यः ] એવો જે જીવ
[ तपः करोति ] તપ કરે છે [ च ] તથા [ व्रतं धारयति ] વ્રત ધારણ કરે છે, [ तत्सर्वं ] તેનાં તે
સર્વ તપ અને વ્રતને [ सर्वज्ञाः ] સર્વજ્ઞો [ बालतपः ] બાળતપ અને [ बालव्रतं ] બાળવ્રત [ ब्रुवन्ति ]
કહે છે.
ટીકાઃઆગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે (એમ સિદ્ધ થાય છે);
કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત,
ભવન = હોવું તે.

Page 246 of 642
PDF/HTML Page 277 of 673
single page version

अथ ज्ञानाज्ञाने मोक्षबन्धहेतू नियमयति
वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता
परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विंदंति ।।१५३।।
व्रतनियमान् धारयन्तः शीलानि तथा तपश्च कुर्वन्तः
परमार्थबाह्या ये निर्वाणं ते न विन्दन्ति ।।१५३।।
ज्ञानमेव मोक्षहेतुः, तदभावे स्वयमज्ञानभूतानामज्ञानिनामन्तर्व्रतनियमशीलतपःप्रभृति-
शुभकर्मसद्भावेऽपि मोक्षाभावात् अज्ञानमेव बन्धहेतुः, तदभावे स्वयं ज्ञानभूतानां ज्ञानिनां
बहिर्व्रतनियमशीलतपःप्रभृतिशुभकर्मासद्भावेऽपि मोक्षसद्भावात्
તપ આદિ કર્મો બંધનાં કારણ હોવાને લીધે તે કર્મોને ‘બાળ’ એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં
હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે.
ભાવાર્થઃજ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વજ્ઞદેવે બાળતપ તથા બાળવ્રત
(અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે.
જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે
કહે છેઃ
વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે,
પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩.
ગાથાર્થઃ[ व्रतनियमान् ] વ્રત અને નિયમો [ धारयन्तः ] ધારણ કરતા હોવા છતાં
[ तथा ] તેમ જ [ शीलानि च तपः ] શીલ અને તપ [ कुर्वन्तः ] કરતા હોવા છતાં [ ये ] જેઓ
[ परमार्थबाह्याः ] પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ
આત્માનું જેમને શ્રદ્ધાન નથી) [ ते ] તેઓ [ निर्वाणं ] નિર્વાણને [ न विन्दन्ति ] પામતા નથી.
ટીકાઃજ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (જ્ઞાનના) અભાવમાં, પોતે જ
અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્ભાવ
(હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં,
પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ
હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે.

Page 247 of 642
PDF/HTML Page 278 of 673
single page version

(शिखरिणी)
यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं
शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति
अतोऽन्यद्बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत्
ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम्
।।१०५।।
अथ पुनरपि पुण्यकर्मपक्षपातिनः प्रतिबोधनायोपक्षिपति
परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति
संसारगमणहेदुं पि मोक्खहेदुं अजाणंता ।।१५४।।
परमार्थबाह्या ये ते अज्ञानेन पुण्यमिच्छन्ति
संसारगमनहेतुमपि मोक्षहेतुमजानन्तः ।।१५४।।
ભાવાર્થઃજ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ
બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઈ મોક્ષનાં કારણ
નથી, જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે; અજ્ઞાનરૂપે
પરિણમેલા અજ્ઞાનીને તે શુભ કર્મો હોવા છતાં તે બંધને પામે છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ यद् एतद् ध्रुवम् अचलम् ज्ञानात्मा भवनम् आभाति ] જે આ જ્ઞાનસ્વરૂપ
આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતોપરિણમતો ભાસે છે [ अयं शिवस्य हेतुः ]
તે જ મોક્ષનો હેતુ છે [ यतः ] કારણ કે [ तत् स्वयम् अपि शिवः इति ] તે પોતે પણ મોક્ષસ્વરૂપ
છે; [ अतः अन्यत् ] તેના સિવાય જે અન્ય કાંઈ છે [ बन्धस्य ] તે બંધનો હેતુ છે [ यतः ] કારણ
કે [ तत् स्वयम् अपि बन्धः इति ] તે પોતે પણ બંધસ્વરૂપ છે. [ ततः ] માટે [ ज्ञानात्मत्वं भवनम् ]
જ્ઞાનસ્વરૂપ થવાનું (જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે [ अनुभूतिः हि ] અનુભૂતિ કરવાનું જ
[ विहितम् ] આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે. ૧૦૫.
હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છેઃ
પરમાર્થબાહ્ય જીવો અરે! જાણે ન હેતુ મોક્ષનો,
અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪.
ગાથાર્થઃ[ ये ] જેઓ [ परमार्थबाह्यः ] પરમાર્થથી બાહ્ય છે [ ते ] તેઓ [ मोक्षहेतुम् ]

Page 248 of 642
PDF/HTML Page 279 of 673
single page version

इह खलु केचिन्निखिलकर्मपक्षक्षयसम्भावितात्मलाभं मोक्षमभिलषन्तोऽपि, तद्धेतुभूतं
सम्यग्दर्शनज्ञानचारित्रस्वभावपरमार्थभूतज्ञानभवनमात्रमैकाग्य्रालक्षणं समयसारभूतं सामायिकं
प्रतिज्ञायापि, दुरन्तकर्मचक्रोत्तरणक्लीबतया परमार्थभूतज्ञानभवनमात्रं सामायिकमात्मस्वभाव-
मलभमानाः, प्रतिनिवृत्तस्थूलतमसंक्लेशपरिणामकर्मतया प्रवृत्तमानस्थूलतमविशुद्धपरिणामकर्माणः,
कर्मानुभवगुरुलाघवप्रतिपत्तिमात्रसन्तुष्टचेतसः, स्थूललक्ष्यतया सकलं कर्मकाण्डमनुन्मूलयन्तः,
स्वयमज्ञानादशुभकर्म केवलं बन्धहेतुमध्यास्य च, व्रतनियमशीलतपःप्रभृतिशुभकर्म बन्धहेतुमप्य-
जानन्तो, मोक्षहेतुमभ्युपगच्छन्ति
મોક્ષના હેતુને [ अजानन्तः ] નહિ જાણતા થકા[ संसारगमनहेतुम् अपि ] જોકે પુણ્ય
સંસારગમનનો હેતુ છે તોપણ[ अज्ञानेन ] અજ્ઞાનથી [ पुण्यम् ] પુણ્યને (મોક્ષનો હેતુ જાણીને)
[ इच्छन्ति ] ઇચ્છે છે.
ટીકાઃસમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (નિજ
સ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં,
મોક્ષના કારણભૂત સામાયિકની
કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા
પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસારસ્વરૂપ છે તેની
પ્રતિજ્ઞા લઈને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે (અસમર્થતાને લીધે)
પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા
થકા, જેમને અત્યંત સ્થૂલ સંક્લેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્થૂલ વિશુદ્ધ-
પરિણામરૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ, કર્મના અનુભવના ગુરુપણા-લઘુપણાની પ્રાપ્તિમાત્રથી
જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, (પોતે) સ્થૂલ લક્ષ્યવાળા હોઈને (સંક્લેશપરિણામોને છોડતા હોવા
છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આ રીતે તેઓ, પોતે પોતાના અજ્ઞાનથી કેવળ
અશુભ કર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધનાં
કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર
કરે છે
મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે.
ભાવાર્થઃકેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ
સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા
તે જીવો સ્થૂલ સંક્લેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં)
રાચે છે. (સંક્લેશપરિણામો તેમ જ વિશુદ્ધપરિણામો બન્ને અત્યંત સ્થૂલ છે; આત્મસ્વભાવ જ
ભવન = થવું તે; પરિણમન.

Page 249 of 642
PDF/HTML Page 280 of 673
single page version

अथ परमार्थमोक्षहेतुं तेषां दर्शयति
जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं
रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो ।।१५५।।
जीवादिश्रद्धानं सम्यक्त्वं तेषामधिगमो ज्ञानम्
रागादिपरिहरणं चरणं एषस्तु मोक्षपथः ।।१५५।।
मोक्षहेतुः किल सम्यग्दर्शनज्ञानचारित्राणि तत्र सम्यग्दर्शनं तु जीवादिश्रद्धानस्वभावेन
ज्ञानस्य भवनम् जीवादिज्ञानस्वभावेन ज्ञानस्य भवनं ज्ञानम् रागादिपरिहरणस्वभावेन ज्ञानस्य
भवनं चारित्रम् तदेवं सम्यग्दर्शनज्ञानचारित्राण्येकमेव ज्ञानस्य भवनमायातम् ततो ज्ञानमेव
परमार्थमोक्षहेतुः
સૂક્ષ્મ છે.) આ રીતે તેઓજોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ
મોક્ષનું કારણ છે તોપણકર્માનુભવના બહુપણા-થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને, વ્રત,
નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે.
હવે એવા જીવોને પરમાર્થ મોક્ષકારણ (ખરું મોક્ષનું કારણ) બતાવે છેઃ
જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે,
રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫.
ગાથાર્થઃ[ जीवादिश्रद्धानं ] જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન [ सम्यक्त्वं ] સમ્યક્ત્વ છે, [ तेषाम्
अधिगमः ] તે જીવાદિ પદાર્થોનો અધિગમ [ ज्ञानम् ] જ્ઞાન છે અને [ रागादिपरिहरणं ] રાગાદિનો
ત્યાગ [ चरणं ] ચારિત્ર છે;[ एषः तु ] આ જ [ मोक्षपथः ] મોક્ષનો માર્ગ છે.
ટીકાઃમોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં સમ્યગ્દર્શન તો
જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવુંપરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે
જ્ઞાનનું થવુંપરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવુંપરિણમવું તે ચારિત્ર
છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન
(
પરિણમન) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે.
ભાવાર્થઃઆત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ
પ્રધાન કરીને વ્યાખ્યાન છે. તેથી ‘સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રએ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ
પરિણમે છે’ એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા
32