Samaysar (Gujarati). Gatha: 171-183 ; Kalash: 116-126 ; Samvar Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 16 of 34

 

Page 270 of 642
PDF/HTML Page 301 of 673
single page version

जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि
अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो ।।१७१।।
यस्मात्तु जघन्यात् ज्ञानगुणात् पुनरपि परिणमते
अन्यत्वं ज्ञानगुणः तेन तु स बन्धको भणितः ।।१७१।।
ज्ञानगुणस्य हि यावज्जघन्यो भावः तावत् तस्यान्तर्मुहूर्तविपरिणामित्वात् पुनः पुनरन्य-
तयास्ति परिणामः स तु, यथाख्यातचारित्रावस्थाया अधस्तादवश्यम्भाविरागसद्भावात्, बन्धहेतुरेव
स्यात्
एवं सति कथं ज्ञानी निरास्रव इति चेत्
જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો,
ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧.
ગાથાર્થઃ[ यस्मात् तु ] કારણ કે [ ज्ञानगुणः ] જ્ઞાનગુણ, [ जघन्यात् ज्ञानगुणात् ]
જઘન્ય જ્ઞાનગુણને લીધે [ पुनरपि ] ફરીને પણ [ अन्यत्वं ] અન્યપણે [ परिणमते ] પરિણમે છે,
[ तेन तु ] તેથી [ सः ] તે (જ્ઞાનગુણ) [ बन्धकः ] કર્મનો બંધક [ भणितः ] કહેવામાં આવ્યો છે.
ટીકાઃજ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (ક્ષાયોપશમિક ભાવ છે) ત્યાં
સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે
પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન), યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે
અવશ્યંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે.
ભાવાર્થઃક્ષાયોપશમિક જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે, પછી અવશ્ય
અન્ય જ્ઞેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે
છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે
નિર્વિકલ્પ અનુભવદશામાં હો
યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગભાવનો
સદ્ભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને
બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.
હવે વળી ફરી પૂછે છે કેજો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું
કારણ છે) તો પછી જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ

Page 271 of 642
PDF/HTML Page 302 of 673
single page version

दंसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण
णाणी तेण दु बज्झदि पोग्गलकम्मेण विविहेण ।।१७२।।
दर्शनज्ञानचारित्रं यत्परिणमते जघन्यभावेन
ज्ञानी तेन तु बध्यते पुद्गलकर्मणा विविधेन ।।१७२।।
यो हि ज्ञानी स बुद्धिपूर्वकरागद्वेषमोहरूपास्रवभावाभावात् निरास्रव एव किन्तु सोऽपि
यावज्ज्ञानं सर्वोत्कृष्टभावेन द्रष्टुं ज्ञातुमनुचरितुं वाऽशक्तः सन् जघन्यभावेनैव ज्ञानं पश्यति
जानात्यनुचरति च तावत्तस्यापि, जघन्यभावान्यथानुपपत्त्याऽनुमीयमानाबुद्धिपूर्वककलङ्कविपाक-
सद्भावात्, पुद्गलकर्मबन्धः स्यात्
अतस्तावज्ज्ञानं द्रष्टव्यं ज्ञातव्यमनुचरितव्यं च यावज्ज्ञानस्य
यावान् पूर्णो भावस्तावान् दृष्टो ज्ञातोऽनुचरितश्च सम्यग्भवति ततः साक्षात् ज्ञानीभूतः सर्वथा
निरास्रव एव स्यात्
ચારિત્ર, દર્શન, જ્ઞાન જેથી જઘન્ય ભાવે પરિણમે,
તેથી જ જ્ઞાની વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૭૨.
ગાથાર્થઃ[ यत् ] કારણ કે [ दर्शनज्ञानचारित्रं ] દર્શન-જ્ઞાન-ચારિત્ર [ जघन्यभावेन ]
જઘન્ય ભાવે [ परिणमते ] પરિણમે છે [ तेन तु ] તેથી [ ज्ञानी ] જ્ઞાની [ विविधेन ] અનેક પ્રકારનાં
[ पुद्गलकर्मणा ] પુદ્ગલકર્મથી [ बध्यते ] બંધાય છે.
ટીકાઃજે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક (ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી
આસ્રવભાવોનો તેને અભાવ હોવાથી, નિરાસ્રવ જ છે. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કેતે
જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો
થકો જઘન્ય ભાવે જ જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય
ભાવની અન્યથા અનુપપત્તિ વડે (અર્થાત્
જઘન્ય ભાવ અન્ય રીતે નહિ બનતો હોવાને લીધે)
જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી,
પુદ્ગલકર્મનો બંધ થાય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં
સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર
આવી જાય. ત્યારથી સાક્ષાત્
જ્ઞાની થયો થકો (આત્મા) સર્વથા નિરાસ્રવ જ હોય છે.
ભાવાર્થઃજ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાની
નિરાસ્રવ જ છે. પરંતુ જ્યાં સુધી ક્ષાયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ

Page 272 of 642
PDF/HTML Page 303 of 673
single page version

(शार्दूलविक्रीडित)
संन्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं
वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्
उच्छिन्दन्परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भव-
न्नात्मा नित्यनिरास्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा
।।११६।।
ભાવે દેખી, જાણી અને આચરી શકતો નથીજઘન્ય ભાવે દેખી, જાણી અને આચરી શકે
છે; તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્ર-
મોહસંબંધી રાગદ્વેષ) વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ
છે કે
જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ
દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું. આ જ માર્ગે દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન
વધતું જાય છે અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા
સાક્ષાત્
જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસ્રવ છે.
જ્યાં સુધી ક્ષાયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ
હોવા છતાં, બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસ્રવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક
રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાસ્રવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું
છે. અપેક્ષાથી સમજતાં એ સર્વ કથન યથાર્થ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય છેઃ
શ્લોકાર્થઃ[ आत्मा यदा ज्ञानी स्यात् तदा ] આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે, [ स्वयं ]
પોતે [ निजबुद्धिपूर्वम् समग्रं रागं ] પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને [ अनिशं ] નિરંતર [ संन्यस्यन् ]
છોડતો થકો અર્થાત્ નહિ કરતો થકો, [ अबुद्धिपूर्वम् ] વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે [ तं अपि ]
તેને પણ [ जेतुं ] જીતવાને [ वारंवारम् ] વારંવાર [ स्वशक्तिं स्पृशन् ] (જ્ઞાનાનુભવનરૂપ) સ્વશક્તિને
સ્પર્શતો થકો અને (એ રીતે) [ सकलां परवृत्तिम् एव उच्छिन्दन् ] સમસ્ત પરવૃત્તિનેપરપરિણતિને
ઉખેડતો [ ज्ञानस्य पूर्णः भवन् ] જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, [ हि ] ખરેખર [ नित्यनिरास्रवः
भवति ] સદા નિરાસ્રવ છે.
ભાવાર્થઃજ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા
કરે છે; તેને આસ્રવભાવની ભાવનાનો અભિપ્રાય નથી; તેથી તે સદા નિરાસ્રવ જ કહેવાય છે.
પરવૃત્તિ (પરપરિણતિ) બે પ્રકારની છેઅશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ
અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે અને અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજ શક્તિને વારંવાર

Page 273 of 642
PDF/HTML Page 304 of 673
single page version

(अनुष्टुभ्)
सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ
कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः ।।११७।।
सव्वे पुव्वणिबद्धा दु पच्चया अत्थि सम्मदिट्ठिस्स
उवओगप्पाओगं बंधंते कम्मभावेण ।।१७३।।
સ્પર્શે છે અર્થાત્ પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. એ રીતે સકળ પરવૃત્તિને
ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.
‘બુદ્ધિપૂર્વક’ અને ‘અબુદ્ધિપૂર્વક’નો અર્થ આ પ્રમાણે છેઃજે રાગાદિપરિણામ ઇચ્છા
સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી
થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે;
સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ
કે ઇચ્છા વિના થાય છે.
(રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં ‘બુદ્ધિપૂર્વક’ અને ‘અબુદ્ધિપૂર્વક’નો આ પ્રમાણે
અર્થ લીધો છેઃજે રાગાદિપરિણામ મન દ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને
જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે
તે પરિણામો બુદ્ધિપૂર્વક છે; અને જે રાગાદિપરિણામ ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય કેવળ
મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક
પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ
જણાય છે.) ૧૧૬.
હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[ सर्वस्याम् एव द्रव्यप्रत्ययसंततौ जीवन्त्यां ] જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસ્રવની
સંતતિ વિદ્યમાન હોવા છતાં [ ज्ञानी ] જ્ઞાની [ नित्यम् एव ] સદાય [ निरास्रवः ] નિરાસ્રવ છે
[ कुतः ] એમ શા કારણે કહ્યું?’[ इति चेत् मतिः ] એમ જો તારી બુદ્ધિ છે (અર્થાત્ જો
તને એવી આશંકા થાય છે) તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. ૧૧૭.
હવે, પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છેઃ
જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદ્રષ્ટિને,
ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩.
35

Page 274 of 642
PDF/HTML Page 305 of 673
single page version

होदूण णिरुवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा
सत्तट्ठविहा भूदा णाणावरणादिभावेहिं ।।१७४।।
संता दु णिरुवभोज्जा बाला इत्थी जहेह पुरिसस्स
बंधदि ते उवभोज्जे तरुणी इत्थी जह णरस्स ।।१७५।।
एदेण कारणेण दु सम्मादिट्ठी अबंधगो भणिदो
आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा ।।१७६।।
सर्वे पूर्वनिबद्धास्तु प्रत्ययाः सन्ति सम्यग्दृष्टेः
उपयोगप्रायोग्यं बध्नन्ति कर्मभावेन ।।१७३।।
भूत्वा निरुपभोग्यानि तथा बध्नाति यथा भवन्त्युपभोग्यानि
सप्ताष्टविधानि भूतानि ज्ञानावरणादिभावैः ।।१७४।।
सन्ति तु निरुपभोग्यानि बाला स्त्री यथेह पुरुषस्य
बध्नाति तानि उपभोग्यानि तरुणी स्त्री यथा नरस्य ।।१७५।।
एतेन कारणेन तु सम्यग्दृष्टिरबन्धको भणितः
आस्रवभावाभावे न प्रत्यया बन्धका भणिताः ।।१७६।।
અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીત થાય તે રીત બાંધતા,
જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સપ્ત-અષ્ટ પ્રકારનાં. ૧૭૪.
સત્તા વિષે તે નિરુપભોગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને;
ઉપભોગ્ય બનતાં તેહ બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭૫.
આ કારણે સમ્યક્ત્વસંયુત જીવ અણબંધક કહ્યા,
આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયો બંધક કહ્યા. ૧૭૬.
ગાથાર્થઃ[ सम्यग्दृष्टेः ] સમ્યગ્દ્રષ્ટિને [ सर्वे ] બધા [ पूर्वनिबद्धाः तु ] પૂર્વે બંધાયેલા
[ प्रत्ययाः ] પ્રત્યયો (દ્રવ્ય આસ્રવો) [ सन्ति ] સત્તારૂપે મોજૂદ છે તેઓ [ उपयोगप्रायोग्यं ]
ઉપયોગના પ્રયોગ અનુસાર, [ कर्मभावेन ] કર્મભાવ વડે (રાગાદિક વડે) [ बध्नन्ति ] નવો બંધ
કરે છે. તે પ્રત્યયો, [ निरुपभोग्यानि ] નિરુપભોગ્ય [ भूत्वा ] રહીને પછી [ यथा ] જે રીતે

Page 275 of 642
PDF/HTML Page 306 of 673
single page version

यतः सदवस्थायां तदात्वपरिणीतबालस्त्रीवत् पूर्वमनुपभोग्यत्वेऽपि विपाकावस्थायां प्राप्त-
यौवनपूर्वपरिणीतस्त्रीवत् उपभोग्यत्वात् उपयोगप्रायोग्यं पुद्गलकर्मद्रव्यप्रत्ययाः सन्तोऽपि कर्मोदय-
कार्यजीवभावसद्भावादेव बध्नन्ति
ततो ज्ञानिनो यदि द्रव्यप्रत्ययाः पूर्वबद्धाः सन्ति, सन्तु; तथापि
स तु निरास्रव एव, कर्मोदयकार्यस्य रागद्वेषमोहरूपस्यास्रवभावस्याभावे द्रव्यप्रत्ययानामबन्ध-
हेतुत्वात्
[ उपभोग्यानि ] ઉપભોગ્ય [ भवन्ति ] થાય છે [ तथा ] તે રીતે, [ ज्ञानावरणादिभावैः ] જ્ઞાનાવરણાદિ
ભાવે [ सप्ताष्टविधानि भूतानि ] સાત-આઠ પ્રકારનાં થયેલાં એવાં કર્મોને [ बध्नाति ] બાંધે છે. [ सन्ति
तु ] સત્તા-અવસ્થામાં તેઓ [ निरुपभोग्यानि ] નિરુપભોગ્ય છે અર્થાત્ ભોગવવાયોગ્ય નથી
[ यथा ] જેમ [ इह ] જગતમાં [ बाला स्त्री ] બાળ સ્ત્રી [ पुरुषस्य ] પુરુષને નિરુપભોગ્ય છે તેમ;
[ तानि ] તેઓ [ उपभोग्यानि ] ઉપભોગ્ય અર્થાત્ ભોગવવાયોગ્ય થતાં [ बध्नाति ] બંધન કરે છે
[ यथा ] જેમ [ तरुणी स्त्री ] તરુણ સ્ત્રી [ नरस्य ] પુરુષને બાંધે છે તેમ. [ एतेन तु कारणेन ]
કારણથી [ सम्यग्दृष्टिः ] સમ્યગ્દ્રષ્ટિને [ अबन्धकः ] અબંધક [ भणितः ] કહ્યો છે, કારણ કે
[ आस्रवभावाभावे ] આસ્રવભાવના અભાવમાં [ प्रत्ययाः ] પ્રત્યયોને [ बन्धकाः ] (કર્મના) બંધક [ न
भणिताः ] કહ્યા નથી.
ટીકાઃજેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને
પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે
ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે
વશ કરે છે,
તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં
ઉપભોગયોગ્ય થાય છે એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ ઉપયોગના પ્રયોગ
અનુસારે (અર્થાત્ દ્રવ્યપ્રત્યયના ઉપભોગમાં ઉપયોગ જોડાય તેના પ્રમાણમાં), કર્મોદયના કાર્યરૂપ
જીવભાવના સદ્ભાવને લીધે જ, બંધન કરે છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિદ્યમાન
છે, તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્રવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે
રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી. (જેમ પુરુષને
રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે તેમ જીવને આસ્રવભાવ હોય
તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્યપ્રત્યયો નવો બંધ કરી શકે છે.)
ભાવાર્થઃદ્રવ્યાસ્રવોના ઉદયને અને જીવના રાગદ્વેષમોહભાવોને નિમિત્ત-નૈમિત્તિક-
ભાવ છે. દ્રવ્યાસ્રવોના ઉદય વિના જીવને આસ્રવભાવ થઈ શકે નહિ અને તેથી બંધ પણ થઈ
શકે નહિ. દ્રવ્યાસ્રવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્
જે પ્રકારે તેને ભાવાસ્રવ
થાય તે પ્રકારે દ્રવ્યાસ્રવો નવીન બંધનાં કારણ થાય છે. જીવ ભાવાસ્રવ ન કરે તો તેને નવો
બંધ થતો નથી.

Page 276 of 642
PDF/HTML Page 307 of 673
single page version

(मालिनी)
विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः
समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः
तदपि सकलरागद्वेषमोहव्युदासा-
दवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः
।।११८।।
સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે
પ્રકારના ભાવાસ્રવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ
પણ થતો નથી. (ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી
કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે તેથી તેને
તે પ્રકારનો બંધ થતો નથી; ઔપશમિક સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો
માત્ર ઉપશમમાં
સત્તામાંજ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના
બંધનું કારણ થતું નથી; અને ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિને પણ સમ્યક્ત્વમોહનીય સિવાયની છ
પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી.)
અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરેને જે ચારિત્રમોહનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય
છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે; તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરતસમ્યગ્દ્રષ્ટિ આદિ
ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે. પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય
સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સમ્યગ્દ્રષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં
સ્વામિત્વભાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ
તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ જ નથી. માટે સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો
છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ
કર્મનો કર્તા છે; ઉદયનો જ્ઞાતાદ્રષ્ટા થઈને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે
કર્તા નથી, જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ, સમ્યગ્દ્રષ્ટિ થયા પછી ચારિત્રમોહના ઉદયરૂપ
પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય
છે અને તેમાં જોડાઈને જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને
બંધક કહેવામાં આવે છે. જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ
સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત્
સંપૂર્ણજ્ઞાની
થાય છે ત્યારે તો તે સર્વથા નિરાસ્રવ થઈ જાય છે એમ પહેલાં કહેવાઈ ગયું છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ यद्यपि ] જોકે [ समयम् अनुसरन्तः ] પોતપોતાના સમયને અનુસરતા

Page 277 of 642
PDF/HTML Page 308 of 673
single page version

(अनुष्टुभ्)
रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः
तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम् ।।११९।।
रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिट्ठिस्स
तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होंति ।।१७७।।
हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं
तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति ।।१७८।।
(અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા) એવા [ पूर्वबद्धाः ] પૂર્વબદ્ધ (પૂર્વે અજ્ઞાન-
અવસ્થામાં બંધાયેલા) [ द्रव्यरूपाः प्रत्ययाः ] દ્રવ્યરૂપ પ્રત્યયો [ सत्तां ] પોતાની સત્તા [ न हि
विजहति ] છોડતા નથી (અર્થાત્ સત્તામાં છેહયાત છે), [ तदपि ] તોપણ [ सकलरागद्वेष-
मोहव्युदासात् ] સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી [ ज्ञानिनः ] જ્ઞાનીને [ कर्मबन्धः ] કર્મબંધ
[ जातु ] કદાપિ [ अवतरति न ] અવતાર ધરતો નથીથતો નથી.
ભાવાર્થઃજ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસ્રવો સત્તા-અવસ્થામાં
હયાત છે અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાસ્રવો જ્ઞાનીને કર્મબંધનું
કારણ થતા નથી, કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહભાવોનો અભાવ છે. અહીં સકળ
રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવો. ૧૧૮.
હવે આ જ અર્થ દ્રઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[ यत् ] કારણ કે [ ज्ञानिनः रागद्वेषविमोहानां असम्भवः ] જ્ઞાનીને
રાગદ્વેષમોહનો અસંભવ છે [ ततः एव ] તેથી [ अस्य बन्धः न ] તેને બંધ નથી; [ हि ] કેમ
કે [ ते बन्धस्य कारणम् ] તે (રાગદ્વેષમોહ) જ બંધનું કારણ છે. ૧૧૯.
હવે આ અર્થના સમર્થનની બે ગાથાઓ કહે છેઃ
નહિ રાગદ્વેષ, ન મોહએ આસ્રવ નથી સુદ્રષ્ટિને,
તેથી જ આસ્રવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭.
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા,
તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮.

Page 278 of 642
PDF/HTML Page 309 of 673
single page version

रागो द्वेषो मोहश्च आस्रवा न सन्ति सम्यग्दृष्टेः
तस्मादास्रवभावेन विना हेतवो न प्रत्यया भवन्ति ।।१७७।।
हेतुश्चतुर्विकल्पः अष्टविकल्पस्य कारणं भणितम्
तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते ।।१७८।।
रागद्वेषमोहा न सन्ति सम्यग्दृष्टेः, सम्यग्दृष्टित्वान्यथानुपपत्तेः तदभावे न तस्य द्रव्य-
प्रत्ययाः पुद्गलकर्महेतुत्वं बिभ्रति, द्रव्यप्रत्ययानां पुद्गलकर्महेतुत्वस्य रागादिहेतुत्वात् ततो
हेतुहेत्वभावे हेतुमदभावस्य प्रसिद्धत्वात् ज्ञानिनो नास्ति बन्धः
ગાથાર્થઃ[ रागः ] રાગ, [ द्वेषः ] દ્વેષ [ च मोहः ] અને મોહ[ आस्रवाः ]
આસ્રવો [ सम्यग्दृष्टेः ] સમ્યગ્દ્રષ્ટિને [ न सन्ति ] નથી [ तस्मात् ] તેથી [ आस्रवभावेन विना ]
આસ્રવભાવ વિના [ प्रत्ययाः ] દ્રવ્યપ્રત્યયો [ हेतवः ] કર્મબંધનાં કારણ [ न भवन्ति ] થતા નથી.
[ चतुर्विकल्प हेतुः ] (મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ [ अष्टविकल्पस्य ] આઠ પ્રકારનાં
કર્મોનાં [ कारणं ] કારણ [ भणितम् ] કહેવામાં આવ્યા છે, [ च ] અને [ तेषाम् अपि ] તેમને પણ
[ रागादयः ] (જીવના) રાગાદિ ભાવો કારણ છે; [ तेषाम् अभावे ] તેથી રાગાદિ ભાવોના
અભાવમાં [ न बध्यन्ते ] કર્મ બંધાતાં નથી. (માટે સમ્યગ્દ્રષ્ટિને બંધ નથી.)
ટીકાઃસમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દ્રષ્ટિપણાની અન્યથા
અનુપપત્તિ છે (અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું બની શકતું નથી);
રાગદ્વેષમોહના અભાવમાં તેને (સમ્યગ્દ્રષ્ટિને) દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું (અર્થાત્ પુદ્ગલકર્મના
બંધનનું) હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક
છે; માટે હેતુના હેતુના અભાવમાં હેતુમાનનો (અર્થાત્
કારણનું જે કારણ તેના અભાવમાં
કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.
ભાવાર્થઃઅહીં, રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું હોઈ શકે નહિ એવો
અવિનાભાવી નિયમ કહ્યો ત્યાં મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વસંબંધી
રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યગ્દ્રષ્ટિ થયા પછી કાંઈક
ચારિત્રમોહસંબંધી રાગ રહે છે તેને અહીં ગણ્યો નથી; તે ગૌણ છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને
ભાવાસ્રવનો અર્થાત્
રાગદ્વેષમોહનો અભાવ છે. દ્રવ્યાસ્રવોને બંધના હેતુ થવામાં હેતુભૂત એવા
રાગદ્વેષમોહનો સમ્યગ્દ્રષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાસ્રવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાસ્રવો
બંધના હેતુ નહિ થતા હોવાથી સમ્યગ્દ્રષ્ટિને
જ્ઞાનીનેબંધ થતો નથી.

Page 279 of 642
PDF/HTML Page 310 of 673
single page version

(वसन्ततिलका)
अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्न-
मैकाग्य्रमेव कलयन्ति सदैव ये ते
रागादिमुक्तमनसः सततं भवन्तः
पश्यन्ति बन्धविधुरं समयस्य सारम्
।।१२०।।
સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. ‘જ્ઞાની’ શબ્દ મુખ્યપણે ત્રણ
અપેક્ષાએ વપરાય છેઃ(૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય; આમ સામાન્ય
જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. (૨) સમ્યક્ જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા
લેવામાં આવે તો સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્જ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાદ્રષ્ટિ
અજ્ઞાની છે. (૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો કેવળી ભગવાન
જ્ઞાની છે અને છદ્મસ્થ અજ્ઞાની છે કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં બારમા
ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે વિધિનિષેધ
નિર્બાધપણે સિદ્ધ થાય છે; સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી.
હવે, જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાત્મ્ય છે માટે શુદ્ધનયના મહિમાનું કાવ્ય
કહે છેઃ
શ્લોકાર્થઃ[ उद्धतबोधचिह्नम् शुद्धनयम् अध्यास्य ] ઉદ્ધત જ્ઞાન (કોઈનું દબાવ્યું દબાય
નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય
કરીને [ ये ] જેઓ [ सदा एव ] સદાય [ ऐकाग्य्रम् एव ] એકાગ્રપણાનો જ [ कलयन्ति ] અભ્યાસ
કરે છે [ ते ] તેઓ, [ सततं ] નિરંતર [ रागादिमुक्तमनसः भवन्तः ] રાગાદિથી રહિત ચિત્તવાળા
વર્તતા થકા, [ बन्धविधुरं समयस्य सारम् ] બંધરહિત એવા સમયના સારને (અર્થાત્ પોતાના શુદ્ધ
આત્મસ્વરૂપને) [ पश्यन्ति ] દેખે છેઅનુભવે છે.
ભાવાર્થઃઅહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. ‘હું કેવળ
જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું’એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે
વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ.
શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધનય
દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે
અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. સાક્ષાત્
શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે
થાય છે. ૧૨૦.

Page 280 of 642
PDF/HTML Page 311 of 673
single page version

(वसन्ततिलका)
प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु
रागादियोगमुपयान्ति विमुक्तबोधाः
ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्ध-
द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम्
।।१२१।।
હવે કહે છે કે જેઓ શુદ્ધનયથી ચ્યુત થાય તેઓ કર્મ બાંધે છેઃ
શ્લોકાર્થઃ[ इह ] જગતમાં [ ये ] જેઓ [ शुद्धनयतः प्रच्युत्य ] શુદ્ધનયથી ચ્યુત થઈને
[ पुनः एव तु ] ફરીને [ रागादियोगम् ] રાગાદિના સંબંધને [ उपयान्ति ] પામે છે [ ते ] એવા જીવો,
[ विमुक्तबोधाः ] જેમણે જ્ઞાનને છોડ્યું છે એવા થયા થકા, [ पूर्वबद्धद्रव्यास्रवैः ] પૂર્વબદ્ધ દ્રવ્યાસ્રવો
વડે [ कर्मबन्धम् ] કર્મબંધને [ विभ्रति ] ધારણ કરે છે (કર્મોને બાંધે છે)[ कृत-विचित्र-
विकल्प-जालम् ] કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે (અર્થાત્ જે કર્મબંધ અનેક
પ્રકારનો હોય છે).
ભાવાર્થઃશુદ્ધનયથી ચ્યુત થવું એટલે ‘હું શુદ્ધ છું’ એવા પરિણમનથી છૂટીને
અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ બની જવું તે. એમ થતાં, જીવને મિથ્યાત્વ સંબંધી
રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાસ્રવો કર્મબંધનાં કારણ થાય છે અને તેથી અનેક
પ્રકારનાં કર્મ બંધાય છે. આ રીતે અહીં શુદ્ધનયથી ચ્યુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી
(સમ્યક્ત્વથી) ચ્યુત થવું એમ કરવો. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્
શુદ્ધનયથી ચ્યુત
થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી; કારણ કે શુદ્ધોપયોગરૂપ
રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન
અન્ય જ્ઞેયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ
હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં
ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.
હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટેઃજીવ શુદ્ધસ્વરૂપના
નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યક્ત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક
બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધ તો છે જ. માટે તેને મટાડવાને
સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્
શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે.
કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે. ૧૨૧.

Page 281 of 642
PDF/HTML Page 312 of 673
single page version

હવે આ જ અર્થને દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કરે છેઃ
પુરુષે ગ્રહેલ અહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે
બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯.
ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ ત
બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિચ્યુત બને. ૧૮૦.
ગાથાર્થઃ[ यथा ] જેમ [ पुरुषेण ] પુરુષ વડે [ गृहीतः ] ગ્રહાયેલો [ आहारः ] જે આહાર
[ सः ] તે [ उदराग्निसंयुक्तः ] ઉદરાગ્નિથી સંયુક્ત થયો થકો [ अनेकविधम् ] અનેક પ્રકારે [ मांसवसा-
रुधिरादीन् ] માંસ, વસા, રુધિર આદિ [ भावान् ] ભાવોરૂપે [ परिणमति ] પરિણમે છે, [ तथा तु ]
તેમ [ ज्ञानिनः ] જ્ઞાનીને [ पूर्वं बद्धाः ] પૂર્વે બંધાયેલા [ ये प्रत्ययाः ] જે દ્રવ્યાસ્રવો છે [ ते ] તે
[ बहुविकल्पम् ] બહુ પ્રકારનાં [ कर्म ] કર્મ [ बध्नन्ति ] બાંધે છે;[ ते जीवाः ] એવા જીવો [ नयपरि-
हीनाः तु ] શુદ્ધનયથી ચ્યુત થયેલા છે. (જ્ઞાની શુદ્ધનયથી ચ્યુત થાય તો તેને કર્મ બંધાય છે.)
ટીકાઃજ્યારે જ્ઞાની શુદ્ધનયથી ચ્યુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ
થવાથી, પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ
થતાં હેતુમાન ભાવનું (કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને
जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं
मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो ।।१७९।।
तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं
बज्झंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा ।।१८०।।
यथा पुरुषेणाहारो गृहीतः परिणमति सोऽनेकविधम्
मांसवसारुधिरादीन् भावान् उदराग्निसंयुक्तः ।।१७९।।
तथा ज्ञानिनस्तु पूर्वं ये बद्धाः प्रत्यया बहुविकल्पम्
बध्नन्ति कर्म ते नयपरिहीनास्तु ते जीवाः ।।१८०।।
यदा तु शुद्धनयात् परिहीणो भवति ज्ञानी तदा तस्य रागादिसद्भावात्,
पूर्वबद्धाः द्रव्यप्रत्ययाः, स्वस्य हेतुत्वहेतुसद्भावे हेतुमद्भावस्यानिवार्यत्वात्, ज्ञानावरणादिभावैः
पुद्गलकर्म बन्धं परिणमयन्ति
न चैतदप्रसिद्धं, पुरुषगृहीताहारस्योदराग्निना रसरुधिरमांसादिभावैः
36

Page 282 of 642
PDF/HTML Page 313 of 673
single page version

બંધરૂપે પરિણમાવે છે. અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્ આનું દ્રષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ
જાણીતું છે); કારણ કે ઉદરાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે
પરિણમાવે છે એમ જોવામાં આવે છે.
ભાવાર્થઃજ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે,
રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસ્રવો અવશ્ય કર્મબંધનાં કારણ થાય છે અને તેથી કાર્મણવર્ગણા
બંધરૂપે પરિણમે છે. ટીકામાં જે એમ કહ્યું છે કે ‘‘દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે
છે’’, તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે ‘‘દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં કાર્મણવર્ગણા
સ્વયં બંધરૂપે પરિણમે છે’’.
હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[ अत्र ] અહીં [ इदम् एव तात्पर्यं ] આ જ તાત્પર્ય છે કે [ शुद्धनयः न हि
हेयः ] શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી; [ हि ] કારણ કે [ तत्-अत्यागात् बन्धः नास्ति ] તેના અત્યાગથી
(કર્મનો) બંધ થતો નથી અને [ तत्-त्यागात् बन्धः एव ] તેના ત્યાગથી બંધ જ થાય છે. ૧૨૨.
ફરી, ‘શુદ્ધનય છોડવાયોગ્ય નથી’ એવા અર્થને દ્રઢ કરનારું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ धीर-उदार-महिम्नि अनादिनिधने बोधे धृतिं निबध्नन् शुद्धनयः ] ધીર
(ચળાચળતા રહિત) અને ઉદાર (સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત) જેનો મહિમા છે એવા
અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો (અર્થાત્
જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો) શુદ્ધનય
[ कर्मणाम् सर्वंकषः ] કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે[ कृतिभिः ] પવિત્ર ધર્મી
(સમ્યગ્દ્રષ્ટિ) પુરુષોએ [ जातु ] કદી પણ [ न त्याज्यः ] છોડવાયોગ્ય નથી. [ तत्रस्थाः ] શુદ્ધનયમાં
સ્થિત તે પુરુષો, [ बहिः निर्यत् स्व-मरीचि-चक्रम् अचिरात् संहृत्य ] બહાર નીકળતા એવા પોતાનાં
परिणामकरणस्य दर्शनात्
(अनुष्टुभ्)
इदमेवात्र तात्पर्यं हेयः शुद्धनयो न हि
नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्बन्ध एव हि ।।१२२।।
(शार्दूलविक्रीडित)
धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं
त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वङ्कषः कर्मणाम्
तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्बहिः
पूर्णं ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः
।।१२३।।

Page 283 of 642
PDF/HTML Page 314 of 673
single page version

જ્ઞાનકિરણોના સમૂહને (અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને) અલ્પ
કાળમાં સમેટીને, [ पूर्णं ज्ञान-घन-ओघम् एक म् अचलं शान्तं महः ] પૂર્ણ, જ્ઞાનઘનના પુંજરૂપ, એક,
અચળ, શાંત તેજનેતેજઃપુંજને[ पश्यन्ति ] દેખે છે અર્થાત્ અનુભવે છે.
ભાવાર્થઃશુદ્ધનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા
સમસ્ત ભાવોને ગૌણ કરી, આત્માને શુદ્ધ, નિત્ય, અભેદરૂપ, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે
અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર
સ્થિરથતી જાય
છે. એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પ કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ
વ્યક્તિઓને સંકેલીને, શુદ્ધનયમાં (આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં સર્વ
કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર, વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને
દેખે છે અને શુક્લધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુદ્ધનયનું આવું
માહાત્મ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે જ્યાં સુધી કેવળજ્ઞાન ઊપજે નહિ ત્યાં સુધી
સમ્યગ્દ્રષ્ટિ જીવોએ શુદ્ધનય છોડવાયોગ્ય નથી એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૧૨૩.
હવે, આસ્રવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય
કહે છેઃ
શ્લોકાર્થઃ[ नित्य-उद्योतं ] જેનો ઉદ્યોત (પ્રકાશ) નિત્ય છે એવી [ किम् अपि परमं
वस्तु ] કોઈ પરમ વસ્તુને [ अन्तः सम्पश्यतः ] અંતરંગમાં દેખનારા પુરુષને, [ रागादीनां आस्रवाणां ]
રાગાદિક આસ્રવોનો [ झगिति ] શીઘ્ર [ सर्वतः अपि ] સર્વ પ્રકારે [ विगमात् ] નાશ થવાથી, [ एतत्
ज्ञानम् ] આ જ્ઞાન [ उन्मग्नम् ] પ્રગટ થયું[ स्फारस्फारैः ] કે જે જ્ઞાન અત્યંત અત્યંત (અનંત
અનંત) વિસ્તાર પામતા [ स्वरसविसरैः ] નિજરસના ફેલાવથી [ आ-लोक-अन्तात् ] લોકના અંત
સુધીના [ सर्वभावान् ] સર્વ ભાવોને [ प्लावयत् ] તરબોળ કરી દે છે અર્થાત્ સર્વ પદાર્થોને જાણે
છે, [ अचलम् ] જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટ્યા પછી સદા
એવું ને એવું જ રહે છેચળતું નથી, અને [ अतुलं ] જે જ્ઞાન અતુલ છે અર્થાત્ જેના તુલ્ય
બીજું કોઈ નથી.
ભાવાર્થઃજે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના
(मन्दाक्रान्ता)
रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां
नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः
स्फारस्फारैः स्वरसविसरैः प्लावयत्सर्वभावा-
नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत्
।।१२४।।

Page 284 of 642
PDF/HTML Page 315 of 673
single page version

આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આસ્રવભાવોનો
સર્વથા અભાવ થઈને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ
કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી. ૧૨૪.
ટીકાઃઆ રીતે આસ્રવ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થઃઆસ્રવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે
જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો.
યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આસ્રવ દ્રવ્યત આગમ ગાયે,
રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે;
જે મુનિરાજ કરૈ ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાયે,
કાય નવાય નમૂં ચિત લાય કહૂં જય પાય લહૂં મન ભાયે.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની)
શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આસ્રવનો પ્રરૂપક ચોથો અંક
સમાપ્ત થયો.
इति आस्रवो निष्क्रान्तः
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ आस्रवप्ररूपकः चतुर्थोऽङ्कः ।।

Page 285 of 642
PDF/HTML Page 316 of 673
single page version

મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી;
સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી.
પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે ‘‘હવે સંવર પ્રવેશ કરે છે’’. આસ્રવ
રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે.
ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ
મંગળ કરે છેઃ
શ્લોકાર્થઃ[ आसंसार - विरोधि - संवर - जय - एकान्त - अवलिप्त - आस्रव - न्यक्कारात् ] અનાદિ
સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત-ગર્વિત (અત્યંત અહંકારયુક્ત)
થયો છે એવો જે આસ્રવ તેનો તિરસ્કાર કરવાથી
[ प्रतिलब्ध-नित्य-विजयं संवरम् ] જેણે સદા વિજય
મેળવ્યો છે એવા સંવરને [ सम्पादयत् ] ઉત્પન્ન કરતી, [ पररूपतः व्यावृत्तं ] પરરૂપથી જુદી (અર્થાત્
પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી), [ सम्यक्-स्वरूपे नियमितं स्फु रत् ] પોતાના
સમ્યક્ સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશતી, [ चिन्मयम् ] ચિન્મય, [ उज्ज्वलं ] ઉજ્જ્વળ (નિરાબાધ,
નિર્મળ, દેદીપ્યમાન) અને [ निज-रस-प्राग्भारम् ] નિજરસના (પોતાના ચૈતન્યરસના) ભારવાળી
અતિશયપણાવાળી [ ज्योतिः ] જ્યોતિ [ उज्जृम्भते ] પ્રગટ થાય છે, ફેલાય છે.
अथ प्रविशति संवरः
(शार्दूलविक्रीडित)
आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रव-
न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम्
व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फु र-
ज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृम्भते
।।१२५।।
-૫-
સંવર અધિકાર

Page 286 of 642
PDF/HTML Page 317 of 673
single page version

ભાવાર્થઃઅનાદિ કાળથી જે આસ્રવનો વિરોધી છે એવા સંવરને જીતીને આસ્રવ
મદથી ગર્વિત થયો છે. તે આસ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો
છે એવા સંવરને ઉત્પન્ન કરતો, સમસ્ત પરરૂપથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો
આ ચૈતન્યપ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. ૧૨૫.
ત્યાં (સંવર અધિકારની) શરૂઆતમાં જ, (ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવર
કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છેઃ
ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં,
છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧.
ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોકર્મમાં,
કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨.
આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને,
ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩.
ગાથાર્થઃ[ उपयोगः ] ઉપયોગ [ उपयोगे ] ઉપયોગમાં છે, [ क्रोधादिषु ] ક્રોધાદિકમાં
[ कोऽपि उपयोगः ] કોઈ ઉપયોગ [ नास्ति ] નથી; [ च ] વળી [ क्रोधः ] ક્રોધ [ क्रोधे एव हि ]
ક્રોધમાં જ છે, [ उपयोगे ] ઉપયોગમાં [ खलु ] નિશ્ચયથી [ क्रोधः ] ક્રોધ [ नास्ति ] નથી.
तत्रादावेव सकलकर्मसंवरणस्य परमोपायं भेदविज्ञानमभिनन्दति
उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो
कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो ।।१८१।।
अट्ठवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो
उवओगम्हि य कम्मं णोकम्मं चावि णो अत्थि ।।१८२।।
एदं तु अविवरीदं णाणं जइया दु होदि जीवस्स
तइया ण किंचि कुव्वदि भावं उवओगसुद्धप्पा ।।१८३।।
उपयोगे उपयोगः क्रोधादिषु नास्ति कोऽप्युपयोगः
क्रोधः क्रोधे चैव हि उपयोगे नास्ति खलु क्रोधः ।।१८१।।

Page 287 of 642
PDF/HTML Page 318 of 673
single page version

[ अष्टविकल्पे कर्मणि ] આઠ પ્રકારનાં કર્મ [ च अपि ] તેમ જ [ नोकर्मणि ] નોકર્મમાં [ उपयोगः ]
ઉપયોગ [ नास्ति ] નથી [ च ] અને [ उपयोगे ] ઉપયોગમાં [ कर्म ] કર્મ [ च अपि ] તેમ જ
[ नोकर्म ] નોકર્મ [ नो अस्ति ] નથી.[ एतत् तु ] આવું [ अविपरीतं ] અવિપરીત [ ज्ञानं ] જ્ઞાન
[ यदा तु ] જ્યારે [ जीवस्य ] જીવને [ भवति ] થાય છે, [ तदा ] ત્યારે [ उपयोगशुद्धात्मा ] તે
ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્મા [ किञ्चित् भावम् ] ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને [ न करोति ]
કરતો નથી.
ટીકાઃખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત્ એક વસ્તુની બીજી વસ્તુ
કાંઈ સંબંધી નથી) કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ
છે (અર્થાત્
બન્નેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી
એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં
પ્રતિષ્ઠારૂપ (દ્રઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ
પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (
રહેલું) છે તે, જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે,
જ્ઞાનમાં જ છે; ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે, ક્રોધાદિક્રિયાનું
ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે. (જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે, માટે
જ્ઞાન આધેય અને જાણનક્રિયા આધાર છે. જાણનક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન
જ આધાર છે, કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન
જ્ઞાનમાં જ છે. એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે.) વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં
જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ-
अष्टविकल्पे कर्मणि नोकर्मणि चापि नास्त्युपयोगः
उपयोगे च कर्म नोकर्म चापि नो अस्ति ।।१८२।।
एतत्त्वविपरीतं ज्ञानं यदा तु भवति जीवस्य
तदा न किञ्चित्करोति भावमुपयोगशुद्धात्मा ।।१८३।।
न खल्वेकस्य द्वितीयमस्ति, द्वयोर्भिन्नप्रदेशत्वेनैकसत्तानुपपत्तेः तदसत्त्वे च तेन
सहाधाराधेयसम्बन्धोऽपि नास्त्येव ततः स्वरूपप्रतिष्ठत्वलक्षण एवाधाराधेयसम्बन्धोऽवतिष्ठते तेन
ज्ञानं जानत्तायां स्वरूपे प्रतिष्ठितं, जानत्ताया ज्ञानादपृथग्भूतत्वात्, ज्ञाने एव स्यात् क्रोधादीनि
क्रुध्यत्तादौ स्वरूपे प्रतिष्ठितानि, क्रुध्यत्तादेः क्रोधादिभ्योऽपृथग्भूतत्वात्, क्रोधादिष्वेव स्युः
पुनः क्रोधादिषु कर्मणि नोकर्मणि वा ज्ञानमस्ति, न च ज्ञाने क्रोधादयः कर्म नोकर्म वा सन्ति,

Page 288 of 642
PDF/HTML Page 319 of 673
single page version

વિપરીતતા હોવાથી (અર્થાત્ જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત
વિરુદ્ધ હોવાથી) તેમને પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ
જાણનક્રિયા છે તેમ (જ્ઞાનનું સ્વરૂપ) ક્રોધાદિક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ
ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું
નથી; કારણ કે જાણનક્રિયા અને ક્રોધાદિક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે અને એ રીતે
સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાદિકને)
આધારાધેયપણું નથી.
વળી વિશેષ સમજાવવામાં આવે છેઃજ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં
સ્થાપીને (આકાશનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં
આરોપવાનો નિરોધ જ હોવાથી (અર્થાત્
અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી) બુદ્ધિમાં
ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી (ફાવી શકતી નથી, ઠરી જાય છે, ઉદ્ભવતી નથી);
અને તે નહિ પ્રભવતાં, ‘એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે’ એમ બરાબર સમજી
જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી. એવી રીતે જ્યારે
એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (જ્ઞાનનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે
જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા
પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં, ‘એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે’ એમ બરાબર
સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી. માટે જ્ઞાન
જ જ્ઞાનમાં જ છે, ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે.
परस्परमत्यन्तं स्वरूपवैपरीत्येन परमार्थाधाराधेयसम्बन्धशून्यत्वात् न च यथा ज्ञानस्य जानत्ता
स्वरूपं तथा कुध्यत्तादिरपि, क्रोधादीनां च यथा क्रुध्यत्तादि स्वरूपं तथा जानत्तापि क थञ्चनापि
व्यवस्थापयितुं शक्येत, जानत्तायाः क्रुध्यत्तादेश्च स्वभावभेदेनोद्भासमानत्वात् स्वभावभेदाच्च वस्तुभेद
एवेति नास्ति ज्ञानाज्ञानयोराधाराधेयत्वम्
किञ्च यदा किलैकमेवाकाशं स्वबुद्धिमधिरोप्याधाराधेयभावो विभाव्यते तदा शेष-
द्रव्यान्तराधिरोपनिरोधादेव बुद्धेर्न भिन्नाधिकरणापेक्षा प्रभवति तदप्रभवे चैकमाकाशमेवैकस्मिन्ना-
काश एव प्रतिष्ठितं विभावयतो न पराधाराधेयत्वं प्रतिभाति एवं यदैकमेव ज्ञानं स्वबुद्धि-
मधिरोप्याधाराधेयभावो विभाव्यते तदा शेषद्रव्यान्तराधिरोपनिरोधादेव बुद्धेर्न भिन्नाधिकरणापेक्षा
प्रभवति
तदप्रभवे चैकं ज्ञानमेवैकस्मिन् ज्ञान एव प्रतिष्ठितं विभावयतो न पराधाराधेयत्वं
प्रतिभाति ततो ज्ञानमेव ज्ञाने एव, क्रोधादय एव क्रोधादिष्वेवेति साधु सिद्धं भेदविज्ञानम्

Page 289 of 642
PDF/HTML Page 320 of 673
single page version

આ પ્રમાણે (જ્ઞાનનું અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું) ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ
થયું.
ભાવાર્થઃઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ
ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મએ બધાંય પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી
જડ છે; તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક,
કર્મ તથા નોકર્મ નથી અને ક્રોધાદિકમાં, કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને
પારમાર્થિક આધારાધેયસંબંધ નથી; દરેક વસ્તુને પોતપોતાનું આધારાધેયપણું પોતપોતામાં જ છે.
માટે ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે. આ રીતે ભેદવિજ્ઞાન બરાબર સિદ્ધ થયું.
(ભાવકર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદવિજ્ઞાન છે.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ चैद्रूप्यं जडरूपतां च दधतोः ज्ञानस्य रागस्य च ] ચિદ્રૂપતા (ચૈતન્યરૂપતા)
ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ[ द्वयोः ] એ બન્નેનો, [ अन्तः ] અંતરંગમાં [ दारुण-
दारणेन ] દારુણ વિદારણ વડે (અર્થાત્ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે), [ परितः विभागं
कृत्वा ] ચોતરફથી વિભાગ કરીને (સમસ્ત પ્રકારે બન્નેને જુદાં કરીને), [ इदं निर्मलम्
भेदज्ञानम् उदेति ] આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે; [ अधुना ] માટે હવે [ एकम् शुद्ध-ज्ञानघन-
ओघम् अध्यासिताः ] એક શુદ્ધ વિજ્ઞાનઘનના પુંજમાં સ્થિત અને [ द्वितीय-च्युताः ] બીજાથી એટલે
રાગથી રહિત એવા [ सन्तः ] હે સત્પુરુષો! [ मोदध्वम् ] તમે મુદિત થાઓ.
ભાવાર્થઃજ્ઞાન તો ચેતનાસ્વરૂપ છે અને રાગાદિક પુદ્ગલવિકાર હોવાથી જડ છે;
પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન
અને રાગાદિક બન્ને એકરૂપજડરૂપભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ
પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો
સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા
આકુળતારૂપ સંકલ્પ-
વિકલ્પભાસે છે તે સર્વ પુદ્ગલવિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો
(शार्दूलविक्रीडित)
चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभागं द्वयो-
रन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च
भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः
शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः
।।१२६।।
37