Samaysar (Gujarati). Gatha: 184-197 ; Kalash: 127-136 ; Nirjara Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 17 of 34

 

Page 290 of 642
PDF/HTML Page 321 of 673
single page version

સ્વાદ આવે છે અર્થાત્ અનુભવ થાય છે. જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત
થાય છે કારણ કે તેને જણાય છે કે ‘‘પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી
થયો નથી’’. માટે આચાર્યમહારાજે કહ્યું છે કે ‘‘હે સત્પુરુષો! હવે તમે મુદિત થાઓ’’. ૧૨૬.
ટીકાઃઆ રીતે આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ (રાગાદિવિકારરૂપ)
વિપરીતતા નહિ પમાડતું થકું અવિચળપણે રહે છે, ત્યારે શુદ્ધ-ઉપયોગમયાત્મકપણા વડે જ્ઞાન
કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થકું જરા પણ રાગદ્વેષમોહરૂપ ભાવને કરતું નથી; તેથી (એમ સિદ્ધ થયું
કે) ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (
અનુભવ) થાય છે અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી
રાગદ્વેષમોહનો (અર્થાત્ આસ્રવભાવનો) અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે.
હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય છે?
તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ
જ્યમ અગ્નિતપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે,
ત્યમ કર્મઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪.
જીવ જ્ઞાની જાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે,
આત્મસ્વભાવ-અજાણ જે અજ્ઞાનતમ-આચ્છાદને. ૧૮૫.
ગાથાર્થઃ[ यथा ] જેમ [ कनकम् ] સુવર્ણ [ अग्नितप्तम् अपि ] અગ્નિથી તપ્ત થયું થકું
एवमिदं भेदविज्ञानं यदा ज्ञानस्य वैपरीत्यकणिकामप्यनासादयदविचलितमवतिष्ठते, तदा
शुद्धोपयोगमयात्मत्वेन ज्ञानं ज्ञानमेव केवलं सन्न किञ्चनापि रागद्वेषमोहरूपं भावमारचयति ततो
भेदविज्ञानाच्छुद्धात्मोपलम्भः प्रभवति शुद्धात्मोपलम्भात् रागद्वेषमोहाभावलक्षणः संवरः प्रभवति
कथं भेदविज्ञानादेव शुद्धात्मोपलम्भ इति चेत्
जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिच्चयदि
तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं ।।१८४।।
एवं जाणदि णाणी अण्णाणी मुणदि रागमेवादं
अण्णाणतमोच्छण्णो आदसहावं अयाणंतो ।।१८५।।
यथा कनकमग्नितप्तमपि कनकभावं न तं परित्यजति
तथा कर्मोदयतप्तो न जहाति ज्ञानी तु ज्ञानित्वम् ।।१८४।।

Page 291 of 642
PDF/HTML Page 322 of 673
single page version

પણ [ तं ] તેના [ कनकभावं ] સુવર્ણપણાને [ न परित्यजति ] છોડતું નથી [ तथा ] તેમ [ ज्ञानी ]
જ્ઞાની [ कर्मोदयतप्तः तु ] કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ [ ज्ञानित्वम् ] જ્ઞાનીપણાને
[ न जहाति ] છોડતો નથી.[ एवं ] આવું [ ज्ञानी ] જ્ઞાની [ जानाति ] જાણે છે, અને [ अज्ञानी ]
અજ્ઞાની [ अज्ञानतमोऽवच्छन्नः ] અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત હોવાથી [ आत्मस्वभावम् ] આત્માના
સ્વભાવને [ अजानन् ] નહિ જાણતો થકો [ रागम् एव ] રાગને જ [ आत्मानम् ] આત્મા [ मनुते ]
માને છે.
ટીકાઃજેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના (ભેદવિજ્ઞાનના) સદ્ભાવથી
જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છેઃજેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું થકું પણ સુવર્ણ સુવર્ણત્વ
છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થકું પણ (અર્થાત્ વિધ્ન કરવામાં આવતાં છતાં પણ)
જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, કેમ કે હજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય
છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો
નથી કારણ કે સત્
ના નાશનો અસંભવ છે. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો,
આક્રમણ પામેલો) હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ
શુદ્ધ આત્માને જ અનુભવે છે. અને જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી
અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને
નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય
છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ
શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય છે.
एवं जानाति ज्ञानी अज्ञानी मनुते रागमेवात्मानम्
अज्ञानतमोऽवच्छन्नः आत्मस्वभावमजानन् ।।१८५।।
यतो यस्यैव यथोदितं भेदविज्ञानमस्ति स एव तत्सद्भावात् ज्ञानी सन्नेवं जानाति
यथा प्रचण्डपावकप्रतप्तमपि सुवर्णं न सुवर्णत्वमपोहति तथा प्रचण्डकर्मविपाकोपष्टब्धमपि ज्ञानं न
ज्ञानत्वमपोहति, कारणसहस्रेणापि स्वभावस्यापोढुमशक्यत्वात्; तदपोहे तन्मात्रस्य वस्तुन
एवोच्छेदात्; न चास्ति वस्तूच्छेदः, सतो नाशासम्भवात्
एवं जानंश्च कर्माक्रान्तोऽपि न रज्यते,
न द्वेष्टि, न मुह्यति, किन्तु शुद्धमात्मानमेवोपलभते यस्य तु यथोदितं भेदविज्ञानं नास्ति स
तदभावादज्ञानी सन्नज्ञानतमसाच्छन्नतया चैतन्यचमत्कारमात्रमात्मस्वभावमजानन् रागमेवात्मानं
मन्यमानो रज्यते द्वेष्टि मुह्यति च, न जातु शुद्धमात्मानमुपलभते
ततो भेदविज्ञानादेव
शुद्धात्मोपलम्भः

Page 292 of 642
PDF/HTML Page 323 of 673
single page version

ભાવાર્થઃજેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે ‘આત્મા કદી
જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી’. આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ,
રાગી, દ્વેષી, મોહી થતો નથી પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે. જેને ભેદવિજ્ઞાન નથી
તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માને છે તેથી તે
રાગી, દ્વેષી, મોહી થાય છે પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું
કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે.
હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર
કહે છેઃ
જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે;
અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬.
ગાથાર્થઃ[ शुद्धं तु ] શુદ્ધ આત્માને [ विजानन् ] જાણતોઅનુભવતો [ जीवः ] જીવ
[ शुद्धं च एव आत्मानं ] શુદ્ધ આત્માને જ [ लभते ] પામે છે [ तु ] અને [ अशुद्धम् ] અશુદ્ધ
[ आत्मानं ] આત્માને [ जानन् ] જાણતોઅનુભવતો જીવ [ अशुद्धम् एव ] અશુદ્ધ આત્માને જ
[ लभते ] પામે છે.
ટીકાઃજે સદાય અચ્છિન્નધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે,
‘જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત
જે રાગદ્વેષમોહની સંતતિ (પરંપરા) તેનો નિરોધ થવાથી, શુદ્ધ આત્માને જ પામે છે; અને
જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, ‘અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય
कथं शुद्धात्मोपलम्भादेव संवर इति चेत्
सुद्धं तु वियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो
जाणंतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि ।।१८६।।
शुद्धं तु विजानन् शुद्धं चैवात्मानं लभते जीवः
जानंस्त्वशुद्धमशुद्धमेवात्मानं लभते ।।१८६।।
यो हि नित्यमेवाच्छिन्नधारावाहिना ज्ञानेन शुद्धमात्मानमुपलभमानोऽवतिष्ठते स ज्ञानमयात्
भावात् ज्ञानमय एव भावो भवतीति कृत्वा प्रत्यग्रकर्मास्रवणनिमित्तस्य रागद्वेषमोहसन्तानस्य
निरोधाच्छुद्धमेवात्मानं प्राप्नोति; यस्तु नित्यमेवाज्ञानेनाशुद्धमात्मानमुपलभमानोऽवतिष्ठते

Page 293 of 642
PDF/HTML Page 324 of 673
single page version

ભાવ જ થાય છે’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો
નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી
(અનુભવથી) જ સંવર થાય છે.
ભાવાર્થઃજે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે
છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે; અને જે જીવ
અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાતા નથી તેથી તે
અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી)
જ સંવર થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ यदि ] જો [ कथम् अपि ] કોઈ પણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને)
[ धारावाहिना बोधनेन ] ધારાવાહી જ્ઞાનથી [ शुद्धम् आत्मानम् ] શુદ્ધ આત્માને [ ध्रुवम् उपलभमानः
आस्ते ] નિશ્ચળપણે અનુભવ્યા કરે [ तत् ] તો [ अयम् आत्मा ] આ આત્મા, [ उदयत्-आत्म-
आरामम् आत्मानम् ] જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી
જાય છે) એવા આત્માને [ पर-परिणति-रोधात् ] પરપરિણતિના નિરોધથી [ शुद्धम् एव अभ्युपैति ]
શુદ્ધ જ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ પર-
પરિણતિનો (ભાવાસ્રવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.
ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાનઅતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છેઃએક
તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યગ્જ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. બીજું, એક જ જ્ઞેયમાં
ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્
જ્યાં
सोऽज्ञानमयाद्भावादज्ञानमय एव भावो भवतीति कृत्वा प्रत्यग्रकर्मास्रवणनिमित्तस्य रागद्वेष-
मोहसन्तानस्यानिरोधादशुद्धमेवात्मानं प्राप्नोति
अतः शुद्धात्मोपलम्भादेव संवरः
(मालिनी)
यदि कथमपि धारावाहिना बोधनेन
ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते
तदयमुदयदात्माराममात्मानमात्मा
परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति
।।१२७।।

Page 294 of 642
PDF/HTML Page 325 of 673
single page version

સુધી ઉપયોગ એક જ્ઞેયમાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે; આની
સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂર્ત જ છે, પછી તે ખંડિત થાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી
વિવક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા જીવોને
મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કારણ
કે તેનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. ૧૨૭.
હવે પૂછે છે કે સંવર કયા પ્રકારે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ
પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી,
દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્યઇચ્છા પરિહરી, ૧૮૭.
જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે,
નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮.
તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે,
બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯.
ગાથાર્થઃ[ आत्मानम् ] આત્માને [ आत्मना ] આત્મા વડે [ द्विपुण्यपापयोगयोः ] બે પુણ્ય-
પાપરૂપ શુભાશુભયોગોથી [ रुन्ध्वा ] રોકીને [ दर्शनज्ञाने ] દર્શનજ્ઞાનમાં [ स्थितः ] સ્થિત થયો થકો
[ च ] અને [ अन्यस्मिन् ] અન્ય (વસ્તુ)ની [ इच्छाविरतः ] ઇચ્છાથી વિરમ્યો થકો, [ यः आत्मा ] જે
केन प्रकारेण संवरो भवतीति चेत्
अप्पाणमप्पणा रुंधिऊण दोपुण्णपावजोगेसु
दंसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि ।।१८७।।
जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा
ण वि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ।।१८८।।
अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ
लहदि अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ।।१८९।।
आत्मानमात्मना रुन्ध्वा द्विपुण्यपापयोगयोः
दर्शनज्ञाने स्थितः इच्छाविरतश्चान्यस्मिन् ।।१८७।।

Page 295 of 642
PDF/HTML Page 326 of 673
single page version

આત્મા, [ सर्वसङ्गमुक्तः ] (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, [ आत्मानम् ]
(પોતાના) આત્માને [ आत्मना ] આત્મા વડે [ ध्यायति ] ધ્યાવે છે[ कर्म नोकर्म ] કર્મ અને નોકર્મને
[ न अपि ] ધ્યાતો નથી, [ चेतयिता ] (પોતે) ચેતયિતા (હોવાથી) [ एकत्वम् ] એકત્વને જ
[ चिन्तयति ] ચિંતવે છેચેતે છેઅનુભવે છે, [ सः ] તે (આત્મા), [ आत्मानं ध्यायन् ] આત્માને
ધ્યાતો, [ दर्शनज्ञानमयः ] દર્શનજ્ઞાનમય અને [ अनन्यमयः ] અનન્યમય થયો થકો [ अचिरेण एव ]
અલ્પ કાળમાં જ [ कर्मप्रविमुक्तम् ] કર્મથી રહિત [ आत्मानम् ] આત્માને [ लभते ] પામે છે.
ટીકાઃજે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને
દ્રઢતર (અતિ દ્રઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને, શુદ્ધદર્શનજ્ઞાનરૂપ
આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત (સ્થિર) કરીને, સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે સર્વ
સંગથી રહિત થઈને, નિરંતર અતિ નિષ્કંપ વર્તતો થકો, કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા
વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી
એકત્વને જ
ચેતે છે (જ્ઞાનચેતનારૂપ રહે છે), તે જીવ ખરેખર, એકત્વ-ચેતન વડે અર્થાત્
એકત્વના અનુભવન વડે (પરદ્રવ્યથી) અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો,
શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થતાં સમસ્ત
यः सर्वसङ्गमुक्तो ध्यायत्यात्मानमात्मनात्मा
नापि कर्म नोकर्म चेतयिता चिन्तयत्येकत्वम् ।।१८८।।
आत्मानं ध्यायन् दर्शनज्ञानमयोऽनन्यमयः
लभतेऽचिरेणात्मानमेव स कर्मप्रविमुक्तम् ।।१८९।।
यो हि नाम रागद्वेषमोहमूले शुभाशुभयोगे वर्तमानं दृढतरभेदविज्ञानावष्टम्भेन आत्मानं
आत्मनैवात्यन्तं रुन्ध्वा शुद्धदर्शनज्ञानात्मन्यात्मद्रव्ये सुष्ठु प्रतिष्ठितं कृत्वा समस्तपरद्रव्येच्छापरिहारेण
समस्तसङ्गविमुक्तो भूत्वा नित्यमेवातिनिष्प्रकम्पः सन् मनागपि कर्मनोकर्मणोरसंस्पर्शेन
आत्मीयमात्मानमेवात्मना ध्यायन् स्वयं सहजचेतयितृत्वादेकत्वमेव चेतयते, स खल्वेकत्व-
चेतनेनात्यन्तविविक्तं चैतन्यचमत्कारमात्रमात्मानं ध्यायन्, शुद्धदर्शनज्ञानमयमात्मद्रव्यमवाप्तः,
शुद्धात्मोपलम्भे सति समस्तपरद्रव्यमयत्वमतिक्रान्तः सन्, अचिरेणैव सकलकर्म-
૧. ચેતયિતા = ચેતનાર; દેખનાર-જાણનાર.
૨. અનન્યમય = અન્યમય નહિ એવો
૩. ચેતવું = અનુભવવું; દેખવું-જાણવું.

Page 296 of 642
PDF/HTML Page 327 of 673
single page version

પરદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો, અલ્પ કાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે
છે. આ સંવરનો પ્રકાર (રીત) છે.
ભાવાર્થઃજે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ
યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધદર્શનજ્ઞાનમય
આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરે અને સમસ્ત બાહ્ય-અભ્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ-નોકર્મથી
ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે અર્થાત્
તેના જ ધ્યાનમાં રહે, તે
જીવ આત્માને ધ્યાવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પ
કાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ भेदविज्ञानशक्त्या निजमहिमरतानां एषां ] જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે
નિજ (સ્વરૂપના) મહિમામાં લીન રહે છે તેમને [ नियतम् ] નિયમથી (ચોક્કસ) [ शुद्धतत्त्वोपलम्भः ]
શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ [ भवति ] થાય છે; [ तस्मिन् सति च ] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થતાં,
[ अचलितम् अखिल-अन्यद्रव्य-दूरे-स्थितानां ] અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા
તેમને, [ अक्षयः कर्ममोक्षः भवति ] અક્ષય કર્મમોક્ષ થાય છે (અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય
એવો કર્મથી છુટકારો થાય છે). ૧૨૮.
હવે પૂછે છે કે સંવર કયા ક્રમે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ
રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને,
મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦.
विमुक्तमात्मानमवाप्नोति एष संवरप्रकारः
(मालिनी)
निजमहिमरतानां भेदविज्ञानशक्त्या
भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः
अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः
।।१२८।।
केन क्रमेण संवरो भवतीति चेत्
तेसिं हेदू भणिदा अज्झवसाणाणि सव्वदरिसीहिं
मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य ।।१९०।।

Page 297 of 642
PDF/HTML Page 328 of 673
single page version

હેતુઅભાવે જરૂર આસ્રવરોધ જ્ઞાનીને બને,
આસ્રવભાવ વિના વળી નિરોધ કર્મ તણો બને; ૧૯૧.
કર્મો તણા ય અભાવથી નોકર્મનું રોધન અને
નોકર્મના રોધન થકી સંસારસંરોધન બને. ૧૯૨.
ગાથાર્થઃ[ तेषां ] તેમના (પૂર્વે કહેલા રાગદ્વેષમોહરૂપ આસ્રવોના) [ हेतवः ] હેતુઓ
[ सर्वदर्शिभिः ] સર્વદર્શીઓએ [ मिथ्यात्वम् ] મિથ્યાત્વ, [ अज्ञानम् ] અજ્ઞાન, [ अविरतभावः च ]
અવિરતભાવ [ योगः च ] અને યોગ[ अध्यवसानानि ] એ (ચાર) અધ્યવસાન [ भणिताः ]
કહ્યા છે. [ ज्ञानिनः ] જ્ઞાનીને [ हेत्वभावे ] હેતુઓના અભાવે [ नियमात् ] નિયમથી
[ आस्रवनिरोधः ] આસ્રવનો નિરોધ [ जायते ] થાય છે, [ आस्रवभावेन विना ] આસ્રવભાવ વિના
[ कर्मणः अपि ] કર્મનો પણ [ निरोधः ] નિરોધ [ जायते ] થાય છે, [ च ] વળી [ कर्मणः अभावेन ]
કર્મના અભાવથી [ नोकर्मणाम् अपि ] નોકર્મોનો પણ [ निरोधः ] નિરોધ [ जायते ] થાય છે,
[ च ] અને [ नोकर्मनिरोधेन ] નોકર્મના નિરોધથી [ संसारनिरोधनं ] સંસારનો નિરોધ [ भवति ]
થાય છે.
हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो
आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो ।।१९१।।
कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो
णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि ।।१९२।।
तेषां हेतवो भणिता अध्यवसानानि सर्वदर्शिभिः
मिथ्यात्वमज्ञानमविरतभावश्च योगश्च ।।१९०।।
हेत्वभावे नियमाज्जायते ज्ञानिन आस्रवनिरोधः
आस्रवभावेन विना जायते कर्मणोऽपि निरोधः ।।१९१।।
कर्मणोऽभावेन च नोकर्मणामपि जायते निरोधः
नोकर्मनिरोधेन च संसारनिरोधनं भवति ।।१९२।।
38

Page 298 of 642
PDF/HTML Page 329 of 673
single page version

ટીકાઃપ્રથમ તો જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ (અભિપ્રાય) જેમનું
મૂળ છે એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે, તેઓ
રાગદ્વેષમોહસ્વરૂપ આસ્રવભાવનાં કારણ છે; આસ્રવભાવ કર્મનું કારણ છે; કર્મ નોકર્મનું કારણ
છે; અને નોકર્મ સંસારનું કારણ છે. માટે
સદાય આ આત્મા, આત્મા ને કર્મના એકપણાના
અધ્યાસથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગમય આત્માને માને છે (અર્થાત્ મિથ્યાત્વાદિ
અધ્યવસાન કરે છે); તેથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવને ભાવે છે, તેથી કર્મ આસ્રવે છે; તેથી
નોકર્મ થાય છે; અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે (તે આત્મા), આત્મા ને કર્મના
ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે
અનુભવે છે ત્યારે મિથ્યાત્વ,
અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસ્રવભાવનાં કારણો છે તેમનો અભાવ
થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવનો અભાવ થાય છે;
આસ્રવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય
છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે.
ભાવાર્થઃજીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છેભેદવિજ્ઞાન
નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે, અધ્યવસાનથી
રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ થાય છે, આસ્રવભાવથી કર્મ બંધાય છે, કર્મથી શરીરાદિ નોકર્મ
ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર છે. પરંતુ જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય
છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય છે,
અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસ્રવનો અભાવ થાય છે, આસ્રવના અભાવથી કર્મ
બંધાતાં નથી, કર્મના અભાવથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થતાં નથી અને નોકર્મના અભાવથી
સંસારનો અભાવ થાય છે.
આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો.
सन्ति तावज्जीवस्य आत्मकर्मैकत्वाध्यासमूलानि मिथ्यात्वाज्ञानाविरतियोगलक्षणानि
अध्यवसानानि तानि रागद्वेषमोहलक्षणस्यास्रवभावस्य हेतवः आस्रवभावः कर्महेतुः कर्म
नोकर्महेतुः नोकर्म संसारहेतुः इति ततो नित्यमेवायमात्मा आत्मकर्मणोरेकत्वाध्यासेन
मिथ्यात्वाज्ञानाविरतियोगमयमात्मानमध्यवस्यति ततो रागद्वेषमोहरूपमास्रवभावं भावयति ततः
कर्म आस्रवति ततो नोकर्म भवति ततः संसारः प्रभवति यदा तु आत्मकर्मणोर्भेदविज्ञानेन
शुद्धचैतन्यचमत्कारमात्रमात्मानं उपलभते तदा मिथ्यात्वाज्ञानाविरतियोगलक्षणानां अध्यवसानानां
आस्रवभावहेतूनां भवत्यभावः
तदभावे रागद्वेषमोहरूपास्रवभावस्य भवत्यभावः तदभावे भवति
कर्माभावः तदभावेऽपि भवति नोकर्माभावः तदभावेऽपि भवति संसाराभावः इत्येष संवरक्रमः

Page 299 of 642
PDF/HTML Page 330 of 673
single page version

સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના
ઉપદેશનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ एषः साक्षात् संवरः ] આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર [ किल ] ખરેખર
[ शुद्ध-आत्म-तत्त्वस्य उपलम्भात् ] શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી [ सम्पद्यते ] થાય છે; અને [ सः ]
તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ [ भेदविज्ञानतः एव ] ભેદવિજ્ઞાનથી જ થાય છે. [ तस्मात् ] માટે
[ तत् भेदविज्ञानम् ] તે ભેદવિજ્ઞાન [ अतीव ] અત્યંત [ भाव्यम् ] ભાવવાયોગ્ય છે.
ભાવાર્થઃજીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે અર્થાત્ જીવ જ્યારે આત્માને અને
કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે, શુદ્ધ આત્માના અનુભવથી
આસ્રવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત
ભાવવાનો ઉપદેશ કર્યો છે. ૧૨૯.
હવે, ભેદવિજ્ઞાન ક્યાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છેઃ
શ્લોકાર્થઃ[ इदम् भेदविज्ञानम् ] આ ભેદવિજ્ઞાન [ अच्छिन्न-धारया ] અચ્છિન્નધારાથી
(અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) [ तावत् ] ત્યાં સુધી [ भावयेत् ] ભાવવું
[ यावत् ] કે જ્યાં સુધી [ परात् च्युत्वा ] પરભાવોથી છૂટી [ ज्ञानं ] જ્ઞાન [ ज्ञाने ] જ્ઞાનમાં જ
(પોતાના સ્વરૂપમાં જ) [ प्रतिष्ठते ] ઠરી જાય.
ભાવાર્થઃઅહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ
થઈ સમ્યગ્જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય; બીજું,
જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે ત્યારે તે
જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી
ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. ૧૩૦.
(उपजाति)
सम्पद्यते संवर एष साक्षा-
च्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्
स भेदविज्ञानत एव तस्मात्
तद्भेदविज्ञानमतीव भाव्यम्
।।१२९।।
(अनुष्टुभ्)
भावयेद्भेदविज्ञानमिदमच्छिन्नधारया
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ।।१३०।।

Page 300 of 642
PDF/HTML Page 331 of 673
single page version

ફરીને ભેદવિજ્ઞાનનો મહિમા કહે છેઃ
શ્લોકાર્થઃ[ ये केचन किल सिद्धाः ] જે કોઈ સિદ્ધ થયા છે [ भेदविज्ञानतः सिद्धाः ]
તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; [ ये केचन किल बद्धाः ] જે કોઈ બંધાયા છે [ अस्य एव अभावतः
बद्धाः ] તે તેના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.
ભાવાર્થઃઅનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી તે
કર્મથી બંધાયા જ કરે છેસંસારમાં રઝળ્યા જ કરે છે; જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી
છૂટે જ છેમોક્ષ પામે જ છે. માટે કર્મબંધનુંસંસારનુંમૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને
મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી.
અહીં આમ પણ જાણવું કેવિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો અને વેદાન્તીઓ કે જેઓ વસ્તુને
અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ
કહેવાથી, નિષેધ થયો; કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા
અદ્વૈત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી; જ્યાં દ્વૈત જ
બે વસ્તુઓ
માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવબે વસ્તુઓ માનવામાં આવે
અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે
સ્યાદ્વાદીઓને જ બધુંય નિર્બાધપણે સિદ્ધ થાય છે. ૧૩૧.
હવે, સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય
કહે છેઃ
શ્લોકાર્થઃ[ भेदज्ञान-उच्छलन-कलनात् ] ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી [ शुद्धतत्त्व-
उपलम्भात् ] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી [ रागग्रामप्रलयकरणात् ] રાગના
(अनुष्टुभ्)
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।।१३१।।
(मन्दाक्रान्ता)
भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भा
द्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण
बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं
ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत्
।।१३२।।

Page 301 of 642
PDF/HTML Page 332 of 673
single page version

સમૂહનો વિલય થયો, રાગના સમૂહનો વિલય કરવાથી [ कर्मणां संवरेण ] કર્મનો સંવર થયો
અને કર્મનો સંવર થવાથી, [ ज्ञाने नियतम् एतत् ज्ञानं उदितं ] જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ
જ્ઞાન ઉદય પામ્યું[ बिभ्रत् परमम् तोषं ] કે જે જ્ઞાન પરમ સંતોષને (અર્થાત્ પરમ અતીંદ્રિય
આનંદને) ધારણ કરે છે, [ अमल-आलोकम् ] જેનો પ્રકાશ નિર્મળ છે (અર્થાત્ રાગાદિકને લીધે
મલિનતા હતી તે હવે નથી), [ अम्लानम् ] જે અમ્લાન છે (અર્થાત્ ક્ષાયોપશમિક જ્ઞાનની માફક
કરમાયેલુંનિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે), [ एकं ] જે એક છે (અર્થાત્ ક્ષયોપશમથી
ભેદ હતા તે હવે નથી) અને [ शाश्वत-उद्योतम् ] જેનો ઉદ્યોત શાશ્વત છે (અર્થાત્ જેનો પ્રકાશ
અવિનશ્વર છે). ૧૩૨.
ટીકાઃઆ રીતે સંવર (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થઃરંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે
નૃત્ય કરી બહાર નીકળી ગયો.
ભેદવિજ્ઞાનકલા પ્રગટૈ તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી,
રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઇમૈ દુઠ કર્મ રુકાહી;
ઉજ્જ્વલ જ્ઞાન પ્રકાશ કરૈ બહુ તોષ ધરૈ પરમાતમમાહી,
યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની)
શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સંવરનો પ્રરૂપક પાંચમો અંક
સમાપ્ત થયો.
इति संवरो निष्क्रान्तः
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ संवरप्ररूपकः पञ्चमोऽङ्कः ।।

Page 302 of 642
PDF/HTML Page 333 of 673
single page version

રાગાદિકના રોધથી, નવો બંધ હણી સંત;
પૂર્વ ઉદયમાં સમ રહે, નમું નિર્જરાવંત.
પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે ‘‘હવે નિર્જરા પ્રવેશ કરે છે’’. અહીં તત્ત્વોનું
નૃત્ય છે; તેથી જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ
અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે.
હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યગ્જ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદેવ
મંગળ અર્થે પ્રથમ તેને જનિર્મળ જ્ઞાનજ્યોતિને જપ્રગટ કરે છેઃ
શ્લોકાર્થઃ[ परः संवरः ] પરમ સંવર, [ रागादि-आस्रव-रोधतः ] રાગાદિ આસ્રવોને
રોકવાથી [ निज-धुरां धृत्वा ] પોતાની કાર્ય-ધુરાને ધારણ કરીને (પોતાના કાર્યને બરાબર
સંભાળીને), [ समस्तम् आगामि कर्म ] સમસ્ત આગામી કર્મને [ भरतः दूरात् एव ] અત્યંતપણે
દૂરથી જ [ निरुन्धन् स्थितः ] રોકતો ઊભો છે; [ तु ] અને [ प्राग्बद्धं ] જે પૂર્વે (સંવર થયા પહેલાં)
બંધાયેલું કર્મ છે [ तत् एव दग्धुम् ] તેને બાળવાને [ अधुना ] હવે [ निर्जरा व्याजृम्भते ] નિર્જરા
(નિર્જરારૂપી અગ્નિ) ફેલાય છે [ यतः ] કે જેથી [ ज्ञानज्योतिः ] જ્ઞાનજ્યોતિ [ अपावृतं ]
નિરાવરણ થઈ થકી (ફરીને) [ रागादिभिः न हि मूर्छति ] રાગાદિભાવો વડે મૂર્છિત થતી નથી
સદા અમૂર્છિત રહે છે.
अथ प्रविशति निर्जरा।
(शार्दूलविक्रीडित)
रागाद्यास्रवरोधतो निजधुरां धृत्वा परः संवरः
कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन् स्थितः
प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा
ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्छति
।।१३३।।
-૬-
નિર્જરા અધિકાર

Page 303 of 642
PDF/HTML Page 334 of 673
single page version

ભાવાર્થઃસંવર થયા પછી નવાં કર્મ તો બંધાતાં નથી. જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો
જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે
પરિણમતું નથી
સદા પ્રકાશરૂપ જ રહે છે. ૧૩૩.
હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ
ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિયો વડે
જે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩.
ગાથાર્થઃ[ सम्यग्दृष्टिः ] સમ્યગ્દ્રષ્ટિ જીવ [ यत् ] જે [ इन्द्रियैः ] ઇન્દ્રિયો વડે
[ अचेतनानाम् ] અચેતન તથા [ इतरेषाम् ] ચેતન [ द्रव्याणाम् ] દ્રવ્યોનો [ उपभोगम् ] ઉપભોગ
[ करोति ] કરે છે [ तत् सर्वं ] તે સર્વ [ निर्जरानिमित्तम् ] નિર્જરાનું નિમિત્ત છે.
ટીકાઃવિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે (અર્થાત્ નિર્જરાનું કારણ થાય છે).
રાગાદિભાવોના સદ્ભાવથી મિથ્યાદ્રષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત
જ થાય છે; તે જ (ઉપભોગ), રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દ્રષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ
થાય છે. આથી (આ કથનથી) દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું.
ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો
છે; માટે સમ્યગ્દ્રષ્ટિ વિરાગી છે. તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય તોપણ તેને ભોગની સામગ્રી
પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે ‘‘આ (ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે, મારે અને તેને કાંઈ
નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે’’. જ્યાં સુધી તેને
ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી
उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं
जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ।।१९३।।
उपभोगमिन्द्रियैः द्रव्याणामचेतनानामितरेषाम्
यत्करोति सम्यग्दृष्टिः तत्सर्वं निर्जरानिमित्तम् ।।१९३।।
विरागस्योपभोगो निर्जरायै एव रागादिभावानां सद्भावेन मिथ्यादृष्टेरचेतनान्यद्रव्योपभोगो
बन्धनिमित्तमेव स्यात् स एव रागादिभावानामभावेन सम्यग्दृष्टेर्निर्जरानिमित्तमेव स्यात् एतेन
द्रव्यनिर्जरास्वरूपमावेदितम्

Page 304 of 642
PDF/HTML Page 335 of 673
single page version

ત્યાં સુધીજેમ રોગી રોગની પીડા સહી શકે નહિ ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઇલાજ
કરે છે તેમભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઇલાજ કરે છે; પરંતુ જેમ રોગી રોગને કે
ઔષધિને ભલી જાણતો નથી તેમ સમ્યગ્દ્રષ્ટિ ચારિત્રમોહના ઉદયને કે ભોગોપભોગસામગ્રીને
ભલી જાણતો નથી. વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા
કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી. આ રીતે રાગદ્વેષમોહ વિના
જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસ્રવ વિના આગામી બંધ થતો
નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે કારણ કે ઉદયમાં
આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ. આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં
આવેલું કર્મ નિર્જરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઈ. માટે સમ્યગ્દ્રષ્ટિ વિરાગીના
ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યો છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય
ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.
હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ
વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ વા દુખ થાય છે,
એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. ૧૯૪.
ગાથાર્થઃ[ द्रव्ये उपभुज्यमाने ] વસ્તુ ભોગવવામાં આવતાં, [ सुखं वा दुःखं वा ] સુખ
અથવા દુઃખ [ नियमात् ] નિયમથી [ जायते ] ઉત્પન્ન થાય છે; [ उदीर्णं ] ઉદય થયેલા અર્થાત્
ઉત્પન્ન થયેલા [ तत् सुखदुःखम् ] તે સુખદુઃખને [ वेदयते ] વેદે છેઅનુભવે છે, [ अथ ] પછી
[ निर्जरां याति ] તે (સુખદુઃખરૂપ ભાવ) નિર્જરી જાય છે.
ટીકાઃપરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ
જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા
अथ भावनिर्जरास्वरूपमावेदयति
दव्वे उवभुंजंते णियमा जायदि सुहं व दुक्खं वा
तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि ।।१९४।।
द्रव्ये उपभुज्यमाने नियमाज्जायते सुखं वा दुःखं वा
तत्सुखदुःखमुदीर्णं वेदयते अथ निर्जरां याति ।।१९४।।
उपभुज्यमाने सति हि परद्रव्ये, तन्निमित्तः सातासातविकल्पानतिक्रमणेन

Page 305 of 642
PDF/HTML Page 336 of 673
single page version

અને અશાતાએ બે પ્રકારોને અતિક્રમતું નથી (અર્થાત્ વેદન બે પ્રકારનું જ છેશાતારૂપ
અને અશાતારૂપ). જ્યારે તે (સુખરૂપ અથવા દુઃખરૂપ) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાદ્રષ્ટિને,
રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું નિમિત્ત થઈને (તે ભાવ) નિર્જરતાં છતાં (ખરેખર) નહિ
નિર્જર્યો થકો, બંધ જ થાય છે; પરંતુ સમ્યગ્દ્રષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત
થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી (ખરેખર) નિર્જર્યો થકો, નિર્જરા જ થાય છે.
ભાવાર્થઃપરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા
દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાદ્રષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ
કરીને નિર્જરે છે તેથી તેને નિર્જર્યો કહી શકાતો નથી; માટે મિથ્યાદ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ
જ થાય છે. સમ્યગ્દ્રષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી
જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ
થાય છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને ભાવનિર્જરા થાય છે.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[ किल ] ખરેખર [ तत् सामर्थ्यं ] તે (આશ્ચર્યકારક) સામર્થ્ય [ ज्ञानस्य एव ]
જ્ઞાનનું જ છે [ वा ] અથવા [ विरागस्य एव ] વિરાગનું જ છે [ यत् ] કે [ कः अपि ]
કોઈ (સમ્યગ્દ્રષ્ટિ જીવ) [ कर्म भुञ्जानः अपि ] કર્મને ભોગવતો છતો [ कर्मभिः न बध्यते ]
કર્મોથી બંધાતો નથી! (અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે
છે.) ૧૩૪.
હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવે છેઃ
वेदनायाः सुखरूपो वा दुःखरूपो वा नियमादेव जीवस्य भाव उदेति स तु यदा वेद्यते
तदा मिथ्यादृष्टेः रागादिभावानां सद्भावेन बन्धनिमित्तं भूत्वा निर्जीर्यमाणोऽप्यनिर्जीर्णः सन् बन्ध
एव स्यात्; सम्यग्दृष्टेस्तु रागादिभावानामभावेन बन्धनिमित्तमभूत्वा केवलमेव निर्जीर्यमाणो
निर्जीर्णः सन्निर्ज̄रैव स्यात्
(अनुष्टुभ्)
तज्ज्ञानस्यैव सामर्थ्यं विरागस्यैव वा किल
यत्कोऽपि कर्मभिः कर्म भूञ्जानोऽपि न बध्यते ।।१३४।।
अथ ज्ञानसामर्थ्यं दर्शयति
39

Page 306 of 642
PDF/HTML Page 337 of 673
single page version

જ્યમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી,
ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫.
ગાથાર્થઃ[ यथा ] જેમ [ वैद्यः पुरुषः ] વૈદ્ય પુરુષ [ विषम् उपभुञ्जानः ] વિષને
ભોગવતો અર્થાત્ ખાતો છતો [ मरणम् न उपयाति ] મરણ પામતો નથી, [ तथा ] તેમ [ ज्ञानी ]
જ્ઞાની [ पुद्गलकर्मणः ] પુદ્ગલકર્મના [ उदयं ] ઉદયને [ भुंक्ते ] ભોગવે છે તોપણ [ न एव बध्यते ]
બંધાતો નથી.
ટીકાઃજેમ કોઈ વિષવૈદ્ય, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો
પણ, અમોઘ (રામબાણ) વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, મરતો નથી,
તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ જે પુદ્ગલકર્મનો ઉદય તેને જ્ઞાની
ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં (
હોઈને)
કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, બંધાતો નથી.
ભાવાર્થઃજેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિદ્યાના સામર્થ્યથી વિષની
મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ
જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને
તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે
સમ્યગ્જ્ઞાનનું સામર્થ્ય કહ્યું.
હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છેઃ
जह विसमुवभुंजंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि
पोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झदे णाणी ।।१९५।।
यथा विषमुपभुञ्जानो वैद्यः पुरुषो न मरणमुपयाति
पुद्गलकर्मण उदयं तथा भुंक्ते नैव बध्यते ज्ञानी ।।१९५।।
यथा कश्चिद्विषवैद्यः परेषां मरणकारणं विषमुपभुञ्जानोऽपि अमोघविद्यासामर्थ्येन
निरुद्धतच्छक्तित्वान्न म्रियते, तथा अज्ञानिनां रागादिभावसद्भावेन बन्धकारणं पुद्गलकर्मोदयमुप-
भुञ्जानोऽपि अमोघज्ञानसामर्थ्यात् रागादिभावानामभावे सति निरुद्धतच्छक्तित्वान्न बध्यते ज्ञानी
अथ वैराग्यसामर्थ्यं दर्शयति

Page 307 of 642
PDF/HTML Page 338 of 673
single page version

જ્યમ અરતિભાવે મદ્ય પીતાં મત્ત જન બનતો નથી,
દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬.
ગાથાર્થઃ[ यथा ] જેમ [ पुरुषः ] કોઈ પુરુષ [ मद्यं ] મદિરાને [ अरतिभावेन ] અરતિભાવે
(અપ્રીતિથી) [ पिबन् ] પીતો થકો [ न माद्यति ] મત્ત થતો નથી, [ तथा एव ] તેવી જ રીતે [ ज्ञानी
अपि ] જ્ઞાની પણ [ द्रव्योपभोगे ] દ્રવ્યના ઉપભોગ પ્રત્યે [ अरतः ] અરત (અર્થાત્ વૈરાગ્યભાવે) વર્તતો
થકો [ न बध्यते ] (કર્મોથી) બંધાતો નથી.
ટીકાઃજેમ કોઈ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્ત્યો છે એવો વર્તતો થકો,
મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી, તેમ જ્ઞાની પણ,
રાગાદિભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્ત્યો છે એવો વર્તતો
થકો, વિષયોને ભોગવતાં છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી.
ભાવાર્થઃએ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી.
હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ यत् ] કારણ કે [ ना ] આ (જ્ઞાની) પુરુષ [ विषयसेवने अपि ] વિષયોને
जह मज्जं पिबमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो
दव्वुवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव ।।१९६।।
यथा मद्यं पिबन् अरतिभावेन माद्यति न पुरुषः
द्रव्योपभोगेऽरतो ज्ञान्यपि न बध्यते तथैव ।।१९६।।
यथा कश्चित्पुरुषो मैरेयं प्रति प्रवृत्ततीव्रारतिभावः सन् मैरेयं पिबन्नपि तीव्रारति-
भावसामर्थ्यान्न माद्यति, तथा रागादिभावानामभावेन सर्वद्रव्योपभोगं प्रति प्रवृत्ततीव्रविरागभावः
सन् विषयानुपभुञ्जानोऽपि तीव्रविरागभावसामर्थ्यान्न बध्यते ज्ञानी
(रथोद्धता)
नाश्नुते विषयसेवनेऽपि यत्
स्वं फलं विषयसेवनस्य ना
ज्ञानवैभवविरागताबलात्
सेवकोऽपि तदसावसेवकः
।।१३५।।

Page 308 of 642
PDF/HTML Page 339 of 673
single page version

સેવતો છતો પણ [ ज्ञानवैभव-विरागता-बलात् ] જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી
[ विषयसेवनस्य स्वं फलं ] વિષયસેવનના નિજફળને (રંજિત પરિણામને) [ न अश्नुते ] ભોગવતો
નથીપામતો નથી, [ तत् ] તેથી [ असौ ] આ (પુરુષ) [ सेवकः अपि असेवकः ] સેવક છતાં
અસેવક છે (અર્થાત્ વિષયોને સેવતાં છતાં નથી સેવતો).
ભાવાર્થઃજ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇંદ્રિયોના
વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે
રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી
પામતો નથી. ૧૩૫.
હવે આ જ વાતને પ્રગટ દ્રષ્ટાંતથી બતાવે છેઃ
સેવે છતાં નહિ સેવતો, અણસેવતો સેવક બને,
પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭.
ગાથાર્થઃ[ कश्चित् ] કોઈ તો [ सेवमानः अपि ] વિષયોને સેવતો છતાં [ न सेवते ]
નથી સેવતો અને [ असेवमानः अपि ] કોઈ નહિ સેવતો છતાં [ सेवकः ] સેવનારો છે[ कस्य
अपि ] જેમ કોઈ પુરુષને [ प्रकरणचेष्टा ] પ્રકરણની ચેષ્ટા (કોઈ કાર્ય સંબંધી ક્રિયા) વર્તે છે
[ न च सः प्राकरणः इति भवति ] તોપણ તે પ્રાકરણિક નથી.
ટીકાઃજેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું
સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો
હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ પૂર્વસંચિત કર્મના
૧. પ્રકરણ = કાર્ય ૨. પ્રાકરણિક = કાર્ય કરનારો
अथैतदेव दर्शयति
सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई
पगरणचेट्ठा कस्स वि ण य पायरणो त्ति सो होदि ।।१९७।।
सेवमानोऽपि न सेवते असेवमानोऽपि सेवकः कश्चित्
प्रकरणचेष्टा कस्यापि न च प्राकरण इति स भवति ।।१९७।।
यथा कश्चित् प्रकरणे व्याप्रियमाणोऽपि प्रकरणस्वामित्वाभावात् न प्राकरणिकः, अपरस्तु
तत्राव्याप्रियमाणोऽपि तत्स्वामित्वात्प्राकरणिकः, तथा सम्यग्दृष्टिः पूर्वसञ्चितकर्मोदय-

Page 309 of 642
PDF/HTML Page 340 of 673
single page version

ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના
ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે (અર્થાત્
સેવનારો નથી) અને મિથ્યાદ્રષ્ટિ
વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્ભાવને લીધે વિષયસેવનના ફળનું
સ્વામીપણું હોવાથી સેવક જ છે.
ભાવાર્થઃકોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપાર-
વણજખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજનોકર કરે છે તોપણ તે વેપારી નથી કારણ
કે તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો
કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર
બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો ધણી હોવાથી તે જ વેપારી
છે. આ દ્રષ્ટાંત સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ પર ઘટાવી લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી
તેમ સમ્યગ્દ્રષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાદ્રષ્ટિ વિષય
સેવનારો છે.
હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ सम्यग्दृष्टेः नियतं ज्ञान-वैराग्य-शक्तिः भवति ] સમ્યગ્દ્રષ્ટિને નિયમથી જ્ઞાન
અને વૈરાગ્યની શક્તિ હોય છે; [ यस्मात् ] કારણ કે [ अयं ] તે (સમ્યગ્દ્રષ્ટિ જીવ) [ स्व-अन्य-
रूप-आप्ति-मुक्त्या ] સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે [ स्वं वस्तुत्वं कलयितुम् ]
પોતાના વસ્તુત્વનો (યથાર્થ સ્વરૂપનો) અભ્યાસ કરવા માટે, [ इदं स्वं च परं ] આ સ્વ છે
(અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ પર છે [ व्यतिकरम् ] એવો ભેદ [ तत्त्वतः ] પરમાર્થે
[ ज्ञात्वा ] જાણીને [ स्वस्मिन् आस्ते ] સ્વમાં રહે છે (ટકે છે) અને [ परात् रागयोगात् ]
सम्पन्नान् विषयान् सेवमानोऽपि रागादिभावानामभावेन विषयसेवनफलस्वामित्वाभावाद-
सेवक एव, मिथ्यादृष्टिस्तु विषयानसेवमानोऽपि रागादिभावानां सद्भावेन विषयसेवनफलस्वामि-
त्वात्सेवक एव
(मन्दाक्रान्ता)
सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः
स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या
यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च
स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्
।।१३६।।