Page 410 of 642
PDF/HTML Page 441 of 673
single page version
त्वाद्दर्शनं, षड्जीवनिकायश्चारित्रस्याश्रयत्वाच्चारित्रमिति व्यवहारः । शुद्ध आत्मा ज्ञानाश्रयत्वाज्झानं, शुद्ध आत्मा दर्शनाश्रयत्वाद्दर्शनं, शुद्ध आत्मा चारित्राश्रयत्वाच्चारित्रमिति निश्चयः । तत्राचारादीनां ज्ञानाद्याश्रयत्वस्यानैकान्तिकत्वाद्वयवहारनयः प्रतिषेध्यः । निश्चयनयस्तु शुद्धस्यात्मनो ज्ञानाद्या- श्रयत्वस्यैकान्तिकत्वात्तत्प्रतिषेधकः । तथाहि —
नाचारादिशब्दश्रुतमेकान्तेन ज्ञानस्याश्रयः, तत्सद्भावेऽप्यभव्यानां शुद्धात्माभावेन
ज्ञानस्याभावात्; न च जीवादयः पदार्था दर्शनस्याश्रयः, तत्सद्भावेऽप्यभव्यानां शुद्धात्माभावेन दर्शनस्याभावात्; न च षड्जीवनिकायः चारित्रस्याश्रयः, तत्सद्भावेऽप्यभव्यानां शुद्धात्माभावेन चारित्रस्याभावात् । शुद्ध आत्मैव ज्ञानस्याश्रयः, आचारादिशब्दश्रुतसद्भावेऽसद्भावे वा तत्सद्भावेनैव ज्ञानस्य सद्भावात्; शुद्ध आत्मैव दर्शनस्याश्रयः, जीवादिपदार्थसद्भावेऽसद्भावे वा तत्सद्भावेनैव
આશ્રય છે, જીવ આદિ નવ પદાર્થો દર્શન છે કારણ કે તે (નવ પદાર્થો) દર્શનનો આશ્રય છે, અને છ જીવ-નિકાય ચારિત્ર છે કારણ કે તે (છ જીવ-નિકાય) ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે વ્યવહાર છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે (શુદ્ધ આત્મા) જ્ઞાનનો આશ્રય છે, શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે, અને શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે નિશ્ચય છે. તેમાં, વ્યવહારનય પ્રતિષેધ્ય અર્થાત
આચારાંગ આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાંતિક છે — વ્યભિચારયુક્ત છે; (શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રયસ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે કેમ કે શબ્દશ્રુત આદિ હોવા છતાં જ્ઞાન આદિ નથી પણ હોતાં, માટે વ્યવહારનય પ્રતિષેધ્ય છે;) અને નિશ્ચયનય વ્યવહારનયનો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે. (શુદ્ધ આત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી કેમ કે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં જ્ઞાન-દર્શન -ચારિત્ર હોય જ છે.) આ વાત હેતુ સહિત સમજાવવામાં આવે છેઃ —
આચારાંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, કારણ કે તેના (અર્થાત્ શબ્દશ્રુતના) સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે; જીવ આદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે; છ જીવ-નિકાય ચારિત્રનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે. શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે, કારણ કે આચારાંગ આદિ શબ્દશ્રુતના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત
આત્મા જ દર્શનનો આશ્રય છે, કારણ કે જીવ આદિ નવ પદાર્થોના સદ્ભાવમાં કે
Page 411 of 642
PDF/HTML Page 442 of 673
single page version
दर्शनस्य सद्भावात्; शुद्ध आत्मैव चारित्रस्याश्रयः, षड्जीवनिकायसद्भावेऽसद्भावे वा तत्सद्भावेनैव चारित्रस्य सद्भावात् ।
स्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः ।
मिति प्रणुन्नाः पुनरेवमाहुः ।।१७४।।
અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ દર્શનનો સદ્ભાવ છે; શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે, કારણ કે છ જીવ-નિકાયના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ ચારિત્રનો સદ્ભાવ છે.
ભાવાર્થઃ — આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તથા છ કાયના જીવોની રક્ષા — એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતાં, તેથી વ્યવહારનય તો નિષેધ્ય છે; અને શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે, તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. માટે શુદ્ધનય ઉપાદેય કહ્યો છે.
હવે આગળના કથનની સૂચનાનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — ‘‘[रागादयः बन्धनिदानम् उक्ताः] રાગાદિકને બંધનાં કારણ કહ્યા અને વળી [ते शुद्ध-चिन्मात्र-महः-अतिरिक्ताः] તેમને શુદ્ધચૈતન્યમાત્ર જ્યોતિથી (અર્થાત્ આત્માથી) ભિન્ન કહ્યા; [तद्-निमित्तम्] ત્યારે તે રાગાદિકનું નિમિત્ત [किमु आत्मा वा परः] આત્મા છે કે બીજું કોઈ?’’ [इति प्रणुन्नाः पुनः एवम् आहुः] એવા (શિષ્યના) પ્રશ્નથી પ્રેરિત થયા થકા આચાર્યભગવાન ફરીને આમ (નીચે પ્રમાણે) કહે છે. ૧૭૪.
ઉપરના પ્રશ્નના ઉત્તરરૂપે આચાર્યભગવાન ગાથા કહે છેઃ —
Page 412 of 642
PDF/HTML Page 443 of 673
single page version
यथा खलु केवलः स्फ टिकोपलः, परिणामस्वभावत्वे सत्यपि, स्वस्य शुद्धस्वभावत्वेन रागादिनिमित्तत्वाभावात् रागादिभिः स्वयं न परिणमते, परद्रव्येणैव स्वयं रागादिभावापन्नतया स्वस्य रागादिनिमित्तभूतेन, शुद्धस्वभावात्प्रच्यवमान एव, रागादिभिः परिणम्यते; तथा केवलः किलात्मा, परिणामस्वभावत्वे सत्यपि, स्वस्य शुद्धस्वभावत्वेन रागादिनिमित्तत्वाभावात् रागादिभिः
ગાથાર્થઃ — [यथा] જેમ [स्फ टिकमणिः] સ્ફટિકમણિ [शुद्धः] શુદ્ધ હોવાથી [रागाद्यैः] રાગાદિરૂપે (રતાશ-આદિરૂપે) [स्वयं] પોતાની મેળે [न परिणमते] પરિણમતો નથી [तु] પરંતુ [अन्यैः रक्तादिभिः द्रव्यैः] અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે [सः] તે [रज्यते] રક્ત ( – રાતો) આદિ કરાય છે, [एवं] તેમ [ज्ञानी] જ્ઞાની અર્થાત્ આત્મા [शुद्धः] શુદ્ધ હોવાથી [रागाद्यैः] રાગાદિરૂપે [स्वयं] પોતાની મેળે [न परिणमते] પરિણમતો નથી [तु] પરંતુ [अन्यैः रागादिभिः दोषैः] અન્ય રાગાદિ દોષો વડે [सः] તે [रज्यते] રાગી આદિ કરાય છે.
ટીકાઃ — જેવી રીતે ખરેખર કેવળ ( – એકલો) સ્ફટિકમણિ, પોતે પરિણમન- સ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત્ પોતે પોતાને લાલાશ-આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી સ્ફટિકમણિને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી ચ્યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે; તેવી રીતે ખરેખર કેવળ ( – એકલો) આત્મા, પોતે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત્ પોતે
Page 413 of 642
PDF/HTML Page 444 of 673
single page version
स्वयं न परिणमते, परद्रव्येणैव स्वयं रागादिभावापन्नतया स्वस्य रागादिनिमित्तभूतेन, शुद्धस्वभावात्प्रच्यवमान एव, रागादिभिः परिणम्यते । इति तावद्वस्तुस्वभावः ।
मात्मात्मनो याति यथार्ककान्तः ।
वस्तुस्वभावोऽयमुदेति तावत् ।।१७५।।
પોતાને રાગાદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી આત્માને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી ચ્યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે. — આવો વસ્તુનો સ્વભાવ છે.
ભાવાર્થઃ — સ્ફટિકમણિ પોતે તો કેવળ એકાકાર શુદ્ધ જ છે; તે પરિણમન- સ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે લાલાશ-આદિરૂપે પરિણમતો નથી પરંતુ લાલ આદિ પરદ્રવ્યના નિમિત્તે (અર્થાત્ સ્વયં લાલાશ-આદિરૂપે પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે) લાલાશ-આદિરૂપે પરિણમે છે. તેવી રીતે આત્મા પોતે તો શુદ્ધ જ છે; તે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી પરંતુ રાગાદિરૂપ પરદ્રવ્યના નિમિત્તે (અર્થાત્ સ્વયં રાગાદિરૂપે પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે) રાગાદિરૂપે પરિણમે છે. આવો વસ્તુનો જ સ્વભાવ છે, તેમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [यथा अर्ककान्तः] સૂર્યકાંતમણિની માફક (અર્થાત્ જેમ સૂર્યકાંતમણિ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ) [आत्मा आत्मनः रागादिनिमित्तभावम् जातु न याति] આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી, [तस्मिन् निमित्तं परसङ्गः एव] તેમાં નિમિત્ત પરસંગ જ ( – પરદ્રવ્યનો સંગ જ) છે. — [अयम् वस्तुस्वभावः उदेति तावत् ] આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે. (સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કરેલો નથી.) ૧૭૫.
‘આવા વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની રાગાદિકને પોતાના કરતો નથી’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ —
Page 414 of 642
PDF/HTML Page 445 of 673
single page version
यथोक्तं वस्तुस्वभावं जानन् ज्ञानी शुद्धस्वभावादेव न प्रच्यवते, ततो रागद्वेषमोहादि- भावैः स्वयं न परिणमते, न परेणापि परिणम्यते, ततष्टङ्कोत्कीर्णैकज्ञायकभावो ज्ञानी रागद्वेषमोहादिभावानामकर्तैवेति प्रतिनियमः ।
શ્લોકાર્થઃ — [इति स्वं वस्तुस्वभावं ज्ञानी जानाति] એવા પોતાના વસ્તુસ્વભાવને જ્ઞાની જાણે છે [तेन सः रागादीन् आत्मनः न कुर्यात्] તેથી તે રાગાદિકને પોતાના કરતો નથી, [अतः कारकः न भवति] તેથી તે (રાગાદિકનો) કર્તા નથી. ૧૭૬.
હવે, એ પ્રમાણે જ ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [ज्ञानी] જ્ઞાની [रागद्वेषमोहं] રાગદ્વેષમોહને [वा कषायभावं] કે કષાયભાવને [स्वयम्] પોતાની મેળે [आत्मनः] પોતામાં [न च करोति] કરતો નથી [तेन] તેથી [सः] તે, [तेषां भावानाम्] તે ભાવોનો [कारकः न] કારક અર્થાત્ કર્તા નથી.
ટીકાઃ — યથોક્ત (અર્થાત્ જેવો કહ્યો તેવા) વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી જ ચ્યુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોરૂપે પોતાની મેળે પરિણમતો નથી અને પર વડે પણ પરિણમાવાતો નથી, માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ જ્ઞાની રાગ -દ્વેષ-મોહ આદિ ભાવોનો અકર્તા જ છે — એવો નિયમ છે.
ભાવાર્થઃ — આત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો કે ‘આત્મા પોતે તો શુદ્ધ જ છે — દ્રવ્યદ્રષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે, પર્યાયદ્રષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી રાગાદિરૂપે
Page 415 of 642
PDF/HTML Page 446 of 673
single page version
यथोक्तं वस्तुस्वभावमजानंस्त्वज्ञानी शुद्धस्वभावादासंसारं प्रच्युत एव, ततः कर्म-
विपाकप्रभवै रागद्वेषमोहादिभावैः परिणममानोऽज्ञानी रागद्वेषमोहादिभावानां कर्ता भवन् बध्यत एवेति प्रतिनियमः ।
પરિણમે છે’; માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કર્તા થતો નથી, ઉદયો આવે તેમનો જ્ઞાતા જ છે.
‘આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી તેથી તે રાગાદિક ભાવોનો કર્તા થાય છે’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इति स्वं वस्तुस्वभावं अज्ञानी न वेत्ति] એવા પોતાના વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી [तेन सः रागादीन् आत्मनः कुर्यात् ] તેથી તે રાગાદિકને ( – રાગાદિભાવોને) પોતાના કરે છે, [अतः कारकः भवति] તેથી (તેમનો) કર્તા થાય છે. ૧૭૭.
હવે આ અર્થની ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [रागे च द्वेषे च कषायकर्मसु च एव] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ये भावाः] જે ભાવો થાય છે [तैः तु] તે-રૂપે [परिणममानः] પરિણમતો અજ્ઞાની [रागादीन्] રાગાદિકને [पुनः अपि] ફરીને પણ [बध्नाति] બાંધે છે.
ટીકાઃ — યથોક્ત વસ્તુસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ચ્યુત જ છે તેથી કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગદ્વેષમોહાદિ ભાવો- રૂપે પરિણમતો અજ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થતો થકો (કર્મોથી) બંધાય જ છે — એવો નિયમ છે.
Page 416 of 642
PDF/HTML Page 447 of 673
single page version
ततः स्थितमेतत् —
य इमे किलाज्ञानिनः पुद्गलकर्मनिमित्ता रागद्वेषमोहादिपरिणामास्त एव भूयो रागद्वेषमोहादिपरिणामनिमित्तस्य पुद्गलकर्मणो बन्धहेतुरिति ।
कथमात्मा रागादीनामकारक एवेति चेत् —
ભાવાર્થઃ — અજ્ઞાની વસ્તુના સ્વભાવને તો યથાર્થ જાણતો નથી અને કર્મના ઉદયથી જે ભાવો થાય છે તેમને પોતાના સમજીને પરિણમે છે, માટે તેમનો કર્તા થયો થકો ફરી ફરી આગામી કર્મ બાંધે છે — એવો નિયમ છે.
‘‘તેથી આમ ઠર્યું (અર્થાત્ પૂર્વોક્ત કારણથી નીચે પ્રમાણે નક્કી થયું )’’ એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [रागे च द्वेषे च कषायकर्मसु च एव] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ये भावाः] જે ભાવો થાય છે [तैः तु] તે-રૂપે [परिणममानः] પરિણમતો થકો [चेतयिता] આત્મા [रागादीन्] રાગાદિકને [बध्नाति] બાંધે છે.
ટીકાઃ — ખરેખર અજ્ઞાનીને, પુદ્ગલકર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગદ્વેષ- મોહાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગદ્વેષમોહાદિ પરિણામોનું નિમિત્ત જે પુદ્ગલકર્મ તેના બંધનું કારણ છે.
ભાવાર્થઃ — અજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગદ્વેષમોહ આદિ પરિણામો થાય છે તેઓ જ ફરીને આગામી કર્મબંધનાં કારણ થાય છે.
હવે પૂછે છે કે આત્મા રાગાદિકનો અકારક જ શી રીતે છે? તેનું સમાધાન (આગમનું પ્રમાણ આપીને) કરે છેઃ —
Page 417 of 642
PDF/HTML Page 448 of 673
single page version
ગાથાર્થઃ — [अप्रतिक्रमणं] અપ્રતિક્રમણ [द्विविधम् ] બે પ્રકારનું [तथा एव] તેમ જ [अप्रत्याख्यानं] અપ્રત્યાખ્યાન બે પ્રકારનું [विज्ञेयम्] જાણવું; — [एतेन उपदेशेन च] આ ઉપદેશથી [चेतयिता] આત્મા [अकारकः वर्णितः] અકારક વર્ણવવામાં આવ્યો છે.
[अप्रतिक्रमणं] અપ્રતિક્રમણ [द्विविधं] બે પ્રકારનું છે — [द्रव्ये भावे] દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી; [अप्रत्याख्यानम् अपि] તેવી રીતે અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું છે — દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી; — [एतेन उपदेशेन च] આ ઉપદેશથી [चेतयिता] આત્મા [अकारकः वर्णितः] અકારક વર્ણવવામાં આવ્યો છે.
Page 418 of 642
PDF/HTML Page 449 of 673
single page version
आत्मात्मना रागादीनामकारक एव, अप्रतिक्रमणाप्रत्याख्यानयोर्द्वैविध्योपदेशान्यथानुपपत्तेः । यः खलु अप्रतिक्रमणाप्रत्याख्यानयोर्द्रव्यभावभेदेन द्विविधोपदेशः स, द्रव्यभावयोर्निमित्त- नैमित्तिकभावं प्रथयन्, अकर्तृत्वमात्मनो ज्ञापयति । तत एतत् स्थितं — परद्रव्यं निमित्तं, नैमित्तिका आत्मनो रागादिभावाः । यद्येवं नेष्येत तदा द्रव्याप्रतिक्रमणाप्रत्याख्यानयोः कर्तृत्वनिमित्तत्वोपदेशोऽनर्थक एव स्यात्, तदनर्थकत्वे त्वेकस्यैवात्मनो रागादिभावनिमित्तत्वापत्तौ नित्यकर्तृत्वानुषङ्गान्मोक्षाभावः प्रसजेच्च । ततः परद्रव्यमेवात्मनो रागादिभावनिमित्तमस्तु । तथा सति तु रागादीनामकारक एवात्मा । तथापि यावन्निमित्तभूतं द्रव्यं न प्रतिक्रामति न प्रत्याचष्टे च तावन्नैमित्तिकभूतं भावं न प्रतिक्रामति न प्रत्याचष्टे च, यावत्तु भावं न प्रतिक्रामति न प्रत्याचष्टे
[यावत्] જ્યાં સુધી [आत्मा] આત્મા [द्रव्यभावयोः] દ્રવ્યનું અને ભાવનું [अप्रतिक्रमणम् च अप्रत्याख्यानं] અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન [करोति] કરે છે [तावत्] ત્યાં સુધી [सः] તે [कर्ता भवति] કર્તા થાય છે [ज्ञातव्यः] એમ જાણવું.
ટીકાઃ — આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે; કારણ કે, જો એમ ન હોય તો (અર્થાત્ જો આત્મા પોતાથી જ રાગાદિભાવોનો કારક હોય તો) અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહિ. અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે દ્વિવિધ (બે પ્રકારનો) ઉપદેશ છે તે, દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો, આત્માના અકર્તાપણાને જ જણાવે છે. માટે એમ નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિભાવો નૈમિત્તિક છે. જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય-અપ્રતિક્રમણ અને દ્રવ્ય-અપ્રત્યાખ્યાનનો કર્તાપણાનાં નિમિત્ત તરીકેનો ઉપદેશ નિરર્થક જ થાય, અને તે નિરર્થક થતાં એક જ આત્માને રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડતાં નિત્યકર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે. માટે પરદ્રવ્ય જ આત્માને રાગાદિભાવોનું નિમિત્ત હો. અને એમ હોતાં, આત્મા રાગાદિકનો અકારક જ છે એમ સિદ્ધ થયું. (આ રીતે જોકે આત્મા રાગાદિકનો અકારક જ છે) તોપણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને ( – પરદ્રવ્યને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી (અર્થાત
દ્રવ્યનું પ્રતિક્રમણ તથા પચખાણ કરતો નથી) ત્યાં સુધી નૈમિત્તિકભૂત ભાવને ( – રાગાદિભાવને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી, અને જ્યાં સુધી ભાવને પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી ત્યાં સુધી કર્તા જ છે; જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે જ
Page 419 of 642
PDF/HTML Page 450 of 673
single page version
च तावत्कर्तैव स्यात् । यदैव निमित्तभूतं द्रव्यं प्रतिक्रामति प्रत्याचष्टे च तदैव नैमित्तिकभूतं भावं प्रतिक्रामति प्रत्याचष्टे च, यदा तु भावं प्रतिक्रामति प्रत्याचष्टे च तदा साक्षादकर्तैव स्यात् ।
નૈમિત્તિકભૂત ભાવને પ્રતિક્રમે છે તથા પચખે છે, અને જ્યારે ભાવને પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે સાક્ષાત્ અકર્તા જ છે.
ભાવાર્થઃ — અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારાં જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદિભાવો થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ-અપ્રતિક્રમણ છે. તેવી રીતે આગામી કાળ સંબંધી પરદ્રવ્યોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં થનારા જે રાગાદિભાવો તેમની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે ભાવ -અપ્રત્યાખ્યાન છે. આમ દ્રવ્ય-અપ્રતિક્રમણ ને ભાવ-અપ્રતિક્રમણ તથા દ્રવ્ય-અપ્રત્યાખ્યાન ને ભાવ-અપ્રત્યાખ્યાન — એવો જે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો બે પ્રકારનો ઉપદેશ છે તે દ્રવ્ય-ભાવના નિમિત્ત-નૈમિત્તિકભાવને જણાવે છે. માટે એમ ઠર્યું કે પરદ્રવ્ય તો નિમિત્ત છે અને રાગાદિભાવો નૈમિત્તિક છે. આ રીતે આત્મા રાગાદિભાવોને સ્વયમેવ નહિ કરતો હોવાથી તે રાગાદિભાવોનો અકર્તા જ છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે જોકે આ આત્મા રાગાદિકભાવોનો અકર્તા જ છે તોપણ જ્યાં સુધી તેને નિમિત્તભૂત પરદ્રવ્યનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તેને રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે, અને જ્યાં સુધી રાગાદિભાવોનાં અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તે રાગાદિભાવોનો કર્તા જ છે; જ્યારે તે નિમિત્તભૂત પરદ્રવ્યનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે ત્યારે તેને નૈમિત્તિક રાગાદિભાવોનાં પણ પ્રતિક્રમણ -પ્રત્યાખ્યાન થઈ જાય છે, અને જ્યારે રાગાદિભાવોનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે ત્યારે તે સાક્ષાત્ અકર્તા જ છે.
હવે દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાનું ઉદાહરણ કહે છેઃ —
Page 420 of 642
PDF/HTML Page 451 of 673
single page version
यथाधःकर्मनिष्पन्नमुद्देशनिष्पन्नं च पुद्गलद्रव्यं निमित्तभूतमप्रत्याचक्षाणो नैमित्तिकभूतं बन्धसाधकं भावं न प्रत्याचष्टे, तथा समस्तमपि परद्रव्यमप्रत्याचक्षाणस्तन्निमित्तकं भावं न प्रत्याचष्टे । यथा चाधःकर्मादीन् पुद्गलद्रव्यदोषान्न नाम करोत्यात्मा परद्रव्यपरिणामत्वे सति आत्मकार्यत्वाभावात्, ततोऽधःकर्मोद्देशिकं च पुद्गलद्रव्यं न मम कार्यं नित्यमचेतनत्वे सति
ગાથાર્થઃ — [अधःकर्माद्याः ये इमे] અધઃકર્મ આદિ જે આ [पुद्गलद्रव्यस्य दोषाः] પુદ્ગલદ્રવ્યના દોષો છે (તેમને જ્ઞાની અર્થાત્ આત્મા કરતો નથી;) [तान्] તેમને [ज्ञानी] જ્ઞાની અર્થાત્ આત્મા [कथं करोति] કેમ કરે [ये तु] કે જે [नित्यम् ] સદા [परद्रव्यगुणाः] પરદ્રવ્યના ગુણો છે?
માટે [अधःकर्म उद्देशिकं च] અધઃકર્મ અને ઉદ્દેશિક [इदं] એવું આ [पुद्गलमयम् द्रव्यं] પુદ્ગલમય દ્રવ્ય છે (તે મારું કર્યું થતું નથી;) [तत्] તે [मम कृ तं] મારું કર્યું [कथं भवति] કેમ થાય [यत्] કે જે [नित्यम् ] સદા [अचेतनम् उक्त म् ] અચેતન કહેવામાં આવ્યું છે?
ટીકાઃ — જેમ અધઃકર્મથી નીપજેલું અને ઉદ્દેશથી નીપજેલું એવું જે નિમિત્તભૂત (આહાર આદિ) પુદ્ગલદ્રવ્ય તેને નહિ પચખતો આત્મા ( – મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખતો (ત્યાગતો) નથી, તેમ સમસ્ત પરદ્રવ્યને નહિ પચખતો ( – નહિ ત્યાગતો) આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખતો (ત્યાગતો) નથી. વળી, ‘‘અધઃકર્મ આદિ જે પુદ્ગલદ્રવ્યના દોષો તેમને આત્મા ખરેખર કરતો નથી કારણ કે તેઓ પરદ્રવ્યના પરિણામ હોવાથી તેમને આત્માના કાર્યપણાનો અભાવ છે, માટે અધઃકર્મ અને ઉદ્દેશિક એવું જે
Page 421 of 642
PDF/HTML Page 452 of 673
single page version
मत्कार्यत्वाभावात्, — इति तत्त्वज्ञानपूर्वकं पुद्गलद्रव्यं निमित्तभूतं प्रत्याचक्षाणो नैमित्तिकभूतं बन्धसाधकं भावं प्रत्याचष्टे, तथा समस्तमपि परद्रव्यं प्रत्याचक्षाणस्तन्निमित्तं भावं प्रत्याचष्टे । एवं द्रव्यभावयोरस्ति निमित्तनैमित्तिकभावः ।
तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकामः समम् ।
येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फू र्जति ।।१७८।।
પુદ્ગલદ્રવ્ય તે મારું કાર્ય નથી કારણ કે તે નિત્ય અચેતન હોવાથી તેને મારા કાર્યપણાનો અભાવ છે,’’ — એમ તત્ત્વજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પુદ્ગલદ્રવ્યને પચખતો આત્મા ( – મુનિ) જેમ નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખે છે, તેમ સમસ્ત પરદ્રવ્યને પચખતો (ત્યાગતો) આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખે છે. આ પ્રમાણે દ્રવ્ય અને ભાવને નિમિત્ત -નૈમિત્તિકપણું છે.
ભાવાર્થઃ — અહીં અધઃકર્મ અને ઉદ્દેશિક આહારના દ્રષ્ટાંતથી દ્રવ્ય અને ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું દ્રઢ કર્યું છે.
જે પાપકર્મથી આહાર નીપજે તે પાપકર્મને અધઃકર્મ કહેવામાં આવે છે, તેમ જ તે આહારને પણ અધઃકર્મ કહેવામાં આવે છે. જે આહાર, ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉદ્દેશિક કહેવામાં આવે છે. આવા (અધઃકર્મ અને ઉદ્દેશિક) આહારને જેણે પચખ્યો નથી તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો નથી અને જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક તે આહારને પચખ્યો છે તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો છે. આ રીતે સમસ્ત દ્રવ્યને અને ભાવને નિમિત્ત-નૈમિત્તિકભાવ જાણવો. જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તેને રાગાદિભાવો પણ થાય છે, તે તેમનો કર્તા પણ થાય છે અને તેથી કર્મનો બંધ પણ કરે છે; જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે તેને કાંઈ ગ્રહણ કરવાનો રાગ નથી, તેથી રાગાદિરૂપ પરિણમન પણ નથી અને તેથી આગામી બંધ પણ નથી. (એ રીતે જ્ઞાની પરદ્રવ્યનો કર્તા નથી.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જેમાં પરદ્રવ્યને ત્યાગવાનો ઉપદેશ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [इति] આમ (પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું)
Page 422 of 642
PDF/HTML Page 453 of 673
single page version
कार्यं बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य ।
तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति ।।१७९।।
[आलोच्य] વિચારીને, [तद्-मूलां इमाम् बहुभावसन्ततिम् समम् उद्धर्तुकामः] પરદ્રવ્ય જેનું મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિને એકીસાથે ઉખેડી નાખવાને ઇચ્છતો પુરુષ, [तत् किल समग्रं परद्रव्यं बलात् विवेच्य] તે સમસ્ત પરદ્રવ્યને બળથી ( – ઉદ્યમથી, પરાક્રમથી) ભિન્ન કરીને ( – ત્યાગીને), [निर्भरवहत्-पूर्ण-एक-संविद्-युतं आत्मानं] અતિશયપણે વહેતું ( – ધારાવાહી) જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત એવા પોતાના આત્માને [समुपैति] પામે છે, [येन] કે જેથી [उन्मूलितबन्धः एषः भगवान् आत्मा] જેણે કર્મબંધનને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા [आत्मनि] પોતામાં જ ( – આત્મામાં જ) [स्फू र्जति] સ્ફુરાયમાન થાય છે.
ભાવાર્થઃ — પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું જાણી સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં – ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદિભાવોની સંતતિ કપાઈ જાય છે અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે. માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો. ૧૭૮.
હવે બંધ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે જ્ઞાનના મહિમાના અર્થનું કળશકાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [कारणानां रागादीनाम् उदयं] બંધનાં કારણરૂપ જે રાગાદિક (રાગાદિક- ભાવો) તેમના ઉદયને [अदयम्] નિર્દય રીતે (અર્થાત્ ઉગ્ર પુરુષાર્થથી) [दारयत्] વિદારતી થકી, [कार्यं विविधम् बन्धं] તે રાગાદિકના કાર્યરૂપ (જ્ઞાનાવરણાદિ) અનેક પ્રકારના બંધને [अधुना] હમણાં [सद्यः एव] તત્કાળ જ [प्रणुद्य] દૂર કરીને, [एतत् ज्ञानज्योतिः] આ જ્ઞાનજ્યોતિ — [क्षपिततिमिरं] કે જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે તે — [साधु] સારી રીતે [सन्नद्धम्] સજ્જ થઈ, — [तद्-वत् यद्-वत्] એવી રીતે સજ્જ થઈ કે [अस्य प्रसरम् अपरः कः अपि न आवृणोति] તેના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહિ.
ભાવાર્થઃ — જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે, રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતો નથી, ત્યારે પછી તેને ( – જ્ઞાનને) આવરણ કરનારું કોઈ રહેતું નથી, તે સદાય પ્રકાશમાન જ રહે છે. ૧૭૯.
Page 423 of 642
PDF/HTML Page 454 of 673
single page version
ટીકાઃ — આ પ્રમાણે બંધ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થઃ — રંગભૂમિમાં બંધના સ્વાંગે પ્રવેશ કર્યો હતો. હવે જ્યાં જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ ત્યાં તે બંધ સ્વાંગને દૂર કરીને બહાર નીકળી ગયો.
ત્યોં મતિહીન જુ રાગવિરોધ લિયે વિચરે તબ બંધન બાઢૈ;
પાય સમૈ ઉપદેશ યથારથ રાગવિરોધ તજૈ નિજ ચાટૈ,
નાહિં બંધૈ તબ કર્મસમૂહ જુ આપ ગહૈ પરભાવનિ કાટૈ.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં બંધનો પ્રરૂપક સાતમો અંક સમાપ્ત થયો.
Page 424 of 642
PDF/HTML Page 455 of 673
single page version
नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम् ।
परं पूर्णं ज्ञानं कृतसकलकृत्यं विजयते ।।१८०।।
નમું સિદ્ધ પરમાતમા, કરું ધ્યાન અમલાન.
પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે ‘હવે મોક્ષ પ્રવેશ કરે છે’. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે છે તેમ અહીં મોક્ષતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. ત્યાં જ્ઞાન સર્વ સ્વાંગને જાણનારું છે, તેથી અધિકારના આદિમાં આચાર્યદેવ સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [इदानीम् ] હવે (બંધ પદાર્થ પછી), [प्रज्ञा-क्रकच-दलनात् बन्ध-पुरुषौ द्विधाकृत्य] પ્રજ્ઞારૂપી કરવત વડે વિદારણ દ્વારા બંધ અને પુરુષને દ્વિધા (જુદા જુદા – બે) કરીને, [पुरुषम् उपलम्भ-एक-नियतम्] પુરુષને — કે જે પુરુષ માત્ર *અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને — [साक्षात् मोक्षं नयत्] સાક્ષાત્ મોક્ષ પમાડતું થકું, [पूर्णं ज्ञानं विजयते] પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. કેવું છે તે જ્ઞાન? [उन्मज्जत्-सहज-परम-आनन्द-सरसं] પ્રગટ થતા સહજ પરમ આનંદ વડે સરસ અર્થાત્ રસયુક્ત છે, [परं] ઉત્કૃષ્ટ છે, અને [कृत-सकल-कृत्यं] કરવાયોગ્ય સમસ્ત કાર્યો જેણે કરી લીધાં છે ( – જેને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી) એવું છે. * જેટલું સ્વરૂપ-અનુભવન છે તેટલો જ આત્મા છે.
Page 425 of 642
PDF/HTML Page 456 of 673
single page version
ભાવાર્થઃ — જ્ઞાન બંધ-પુરુષને જુદા કરીને, પુરુષને મોક્ષ પમાડતું થકું, પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ કરીને જયવંત પ્રવર્તે છે. આમ જ્ઞાનનું સર્વોત્કૃષ્ટપણું કહેવું તે જ મંગળવચન છે. ૧૮૦.
હવે, મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે કહે છે. તેમાં પ્રથમ તો, જે જીવ બંધનો છેદ કરતો નથી પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ પામતો નથી — એમ કહે છેઃ —
Page 426 of 642
PDF/HTML Page 457 of 673
single page version
आत्मबन्धयोर्द्विधाकरणं मोक्षः । बन्धस्वरूपज्ञानमात्रं तद्धेतुरित्येके, तदसत्; न कर्मबद्धस्य बन्धस्वरूपज्ञानमात्रं मोक्षहेतुः, अहेतुत्वात्, निगडादिबद्धस्य बन्धस्वरूपज्ञानमात्रवत् । एतेन कर्मबन्धप्रपञ्चरचनापरिज्ञानमात्रसन्तुष्टा उत्थाप्यन्ते ।
ગાથાર્થઃ — [यथा नाम] જેવી રીતે [बन्धनके] બંધનમાં [चिरकालप्रतिबद्धः] ઘણા કાળથી બંધાયેલો [कश्चित् पुरुषः] કોઈ પુરુષ [तस्य] તે બંધનના [तीव्रमन्दस्वभावं] તીવ્ર-મંદ (આકરા-ઢીલા) સ્વભાવને [कालं च] અને કાળને (અર્થાત્ આ બંધન આટલા કાળથી છે એમ) [विजानाति] જાણે છે, [यदि] પરંતુ જો [न अपि छेदं करोति] તે બંધનને પોતે કાપતો નથી [तेन न मुच्यते] તો તેનાથી છૂટતો નથી [तु] અને [बन्धनवशः सन्] બંધનવશ રહેતો થકો [बहुकेन अपि कालेन] ઘણા કાળે પણ [सः नरः] તે પુરુષ [विमोक्षम् न प्राप्नोति] બંધનથી છૂટવારૂપ મોક્ષને પામતો નથી; [इति] તેવી રીતે જીવ [कर्मंबन्धनानां] કર્મ-બંધનોનાં [प्रदेशस्थितिप्रकृतिम् एवम् अनुभागम्] પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમ જ અનુભાગને [जानन् अपि] જાણતાં છતાં પણ [न मुच्यते] (કર્મબંધથી) છૂટતો નથી, [च यदि सः एव शुद्धः] પરંતુ જો પોતે (રાગાદિને દૂર કરી) શુદ્ધ થાય [मुच्यते] તો જ છૂટે છે.
ટીકાઃ — આત્મા અને બંધનું દ્વિધાકરણ (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા) તે મોક્ષ છે. ‘બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ છે (અર્થાત્ બંધના સ્વરૂપને જાણવામાત્રથી જ મોક્ષ થાય છે)’ એમ કેટલાક કહે છે, તે અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર કર્મબંધથી છૂટવાનું કારણ નથી. આથી ( – આ કથનથી), જેઓ કર્મબંધના પ્રપંચની ( – વિસ્તારની) રચનાના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને ઉત્થાપવામાં આવે છે.
ભાવાર્થઃ — બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ અન્યમતી માને છે. તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું. જાણવામાત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય છે.
બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે કહે છેઃ —
Page 427 of 642
PDF/HTML Page 458 of 673
single page version
बन्धचिन्ताप्रबन्धो मोक्षहेतुरित्यन्ये, तदप्यसत्; न कर्मबद्धस्य बन्धचिन्ताप्रबन्धो मोक्षहेतुः, अहेतुत्वात्, निगडादिबद्धस्य बन्धचिन्ताप्रबन्धवत् । एतेन कर्मबन्धविषयचिन्ताप्रबन्धात्मक- विशुद्धधर्मध्यानान्धबुद्धयो बोध्यन्ते ।
कस्तर्हि मोक्षहेतुरिति चेत् —
ગાથાર્થઃ — [यथा] જેમ [बन्धनबद्धः] બંધનથી બંધાયેલો પુરુષ [बन्धान् चिन्तयन्] બંધોના વિચાર કરવાથી [विमोक्षम् न प्राप्नोति] મોક્ષ પામતો નથી (અર્થાત્ બંધથી છૂટતો નથી), [तथा] તેમ [जीवः अपि] જીવ પણ [बन्धान् चिन्तयन्] બંધોના વિચાર કરવાથી [विमोक्षम् न प्राप्नोति] મોક્ષ પામતો નથી.
ટીકાઃ — ‘બંધ સંબંધી વિચારશૃંખલા મોક્ષનું કારણ છે’ એમ બીજા કેટલાક કહે છે, તે પણ અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચારશૃંખલા ( – વિચારની પરંપરા) બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધ સંબંધી વિચારશૃંખલા કર્મબંધથી છૂટવાનું કારણ નથી. આથી ( – આ કથનથી), કર્મબંધ સંબંધી વિચારશૃંખલાત્મક વિશુદ્ધ ( – શુભ) ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે.
ભાવાર્થઃ — કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તોપણ મોક્ષ થતો નથી. એ તો ધર્મધ્યાનરૂપ શુભ પરિણામ છે. જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીં ઉપદેશ છે કે — શુભ પરિણામથી મોક્ષ થતો નથી.
‘‘(જો બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી) તો મોક્ષનું કારણ કયું છે?’’ એમ પૂછવામાં આવતાં હવે મોક્ષનો ઉપાય કહે છેઃ —
Page 428 of 642
PDF/HTML Page 459 of 673
single page version
कर्मबद्धस्य बन्धच्छेदो मोक्षहेतुः, हेतुत्वात्, निगडादिबद्धस्य बन्धच्छेदवत् । एतेन उभयेऽपि पूर्वे आत्मबन्धयोर्द्विधाकरणे व्यापार्येते ।
किमयमेव मोक्षहेतुरिति चेत् —
ગાથાર્થઃ — [यथा च] જેમ [बन्धनबद्धः तु] બંધનથી બંધાયેલો પુરુષ [बन्धान् छित्वा] બંધોને છેદીને [विमोक्षम् प्राप्नोति] મોક્ષ પામે છે, [तथा च] તેમ [जीवः] જીવ [बन्धान् छित्वा] બંધોને છેદીને [विमोक्षम् सम्प्राप्नोति] મોક્ષ પામે છે.
ટીકાઃ — કર્મથી બંધાયેલાને બંધનો છેદ મોક્ષનું કારણ છે, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ કર્મબંધથી છૂટવાનું કારણ છે. આથી ( – આ કથનથી), પૂર્વે કહેલા બન્નેને ( – જેઓ બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને – ) આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા પ્રત્યે લગાડવામાં – જોડવામાં – ઉદ્યમ કરાવવામાં આવે છે).
‘માત્ર આ જ (અર્થાત્ બંધનો છેદ જ) મોક્ષનું કારણ કેમ છે?’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ —
ગાથાર્થઃ — [बन्धानां स्वभावं च] બંધોના સ્વભાવને [आत्मनः स्वभावं च] અને આત્માના સ્વભાવને [विज्ञाय] જાણીને [बन्धेषु] બંધો પ્રત્યે [यः] જે [विरज्यते] વિરક્ત થાય છે, [सः] તે [कर्मविमोक्षणं करोति] કર્મોથી મુકાય છે.
Page 429 of 642
PDF/HTML Page 460 of 673
single page version
य एव निर्विकारचैतन्यचमत्कारमात्रमात्मस्वभावं तद्विकारकारकं बन्धानां च स्वभावं विज्ञाय, बन्धेभ्यो विरमति, स एव सकलकर्ममोक्षं कुर्यात् । एतेनात्मबन्धयोर्द्विधाकरणस्य मोक्षहेतुत्वं नियम्यते ।
केनात्मबन्धौ द्विधा क्रियेते इति चेत् —
आत्मबन्धयोर्द्विधाकरणे कार्ये कर्तुरात्मनः करणमीमांसायां, निश्चयतः स्वतो
ટીકાઃ — જે, નિર્વિકારચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને (આત્માના સ્વભાવને) અને તેને (અર્થાત્ આત્માને) વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને, બંધોથી વિરમે છે, તે જ સર્વ કર્મોથી મુકાય છે. આથી ( – આ કથનથી), આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે એમ નક્કી કરવામાં આવે છે).
‘આત્મા અને બંધ શા વડે દ્વિધા કરાય છે (અર્થાત્ કયા સાધન વડે જુદા કરી શકાય છે)?’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ —
ગાથાર્થઃ — [जीवः च तथा बन्धः] જીવ તથા બંધ [नियताभ्याम् स्वलक्षणाभ्यां] નિયત સ્વલક્ષણોથી (પોતપોતાનાં નિશ્ચિત લક્ષણોથી) [छिद्येते] છેદાય છે; [प्रज्ञाछेदनकेन] પ્રજ્ઞારૂપી છીણી વડે [छिन्नौ तु] છેદવામાં આવતાં [नानात्वम् आपन्नौ] તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે.
ટીકાઃ — આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના ૧કરણ સંબંધી ૨મીમાંસા કરવામાં આવતાં, નિશ્ચયે (નિશ્ચયનયે) પોતાથી ભિન્ન કરણનો અભાવ ૧. કરણ = સાધન; કરણ નામનું કારક. ૨. મીમાંસા = ઊંડી વિચારણા; તપાસ; સમાલોચના.