Page 450 of 642
PDF/HTML Page 481 of 673
single page version
प्रलीनं चापलमुन्मूलितमालम्बनम् ।
मासम्पूर्णविज्ञानघनोपलब्धेः ।।१८८।।
ભાવાર્થઃ — વ્યવહારનયાવલંબીએ કહ્યું હતું કે — ‘‘લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે, તો પછી પ્રથમથી જ શુદ્ધ આત્માના આલંબનનો ખેદ કરવાનું શું પ્રયોજન છે? શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે; પહેલેથી જ આલંબનનો ખેદ નિષ્ફળ છે.’’ તેને આચાર્ય સમજાવે છે કેઃ — જે દ્રવ્યપ્રતિક્રમણાદિક છે તે દોષનાં મટાડનારાં છે, તોપણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણાદિથી રહિત છે તેના આલંબન વિના તો દ્રવ્યપ્રતિક્રમણાદિક દોષસ્વરૂપ જ છે, દોષ મટાડવાને સમર્થ નથી; કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે, કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી, બંધનો જ માર્ગ છે. માટે એમ કહ્યું છે કે — અજ્ઞાનીને જે અપ્રતિક્રમણાદિક છે તે તો વિષકુંભ છે જ; તેમની તો વાત જ શી? પરંતુ વ્યવહારચારિત્રમાં જે પ્રતિક્રમણાદિક કહ્યાં છે તે પણ નિશ્ચયનયે વિષકુંભ જ છે, કારણ કે આત્મા તો પ્રતિક્રમણાદિકથી રહિત, શુદ્ધ, અપ્રતિક્રમણાદિ- સ્વરૂપ જ છે.
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अतः] આ કથનથી, [सुख-आसीनतां गताः] સુખે બેઠેલા (અર્થાત્ એશઆરામ કરતા) [प्रमादिनः] પ્રમાદી જીવોને [हताः] હત કહ્યા છે (અર્થાત્ મોક્ષના તદ્દન અનધિકારી કહ્યા છે), [चापलम् प्रलीनम् ] ચાપલ્યનો ( – વિચાર વિનાના કાર્યનો) પ્રલય કર્યો છે (અર્થાત્ આત્મભાન વિનાની ક્રિયાઓને મોક્ષના કારણમાં ગણી નથી), [आलम्बनम् उन्मूलितम् ] આલંબનને ઉખેડી નાખ્યું છે (અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિના દ્રવ્યપ્રતિક્રમણ વગેરેને પણ નિશ્ચયથી બંધનું કારણ ગણીને હેય કહ્યાં છે), [आसम्पूर्ण-विज्ञान-घन-उपलब्धेः] જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાનઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી [आत्मनि एव चित्तम् आलानितं च] (શુદ્ધ) આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે ( – વ્યવહારના આલંબનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું છે કારણ કે તે જ મોક્ષનું કારણ છે). ૧૮૮.
Page 451 of 642
PDF/HTML Page 482 of 673
single page version
तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् ।
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः ।।१८९।।
અહીં નિશ્ચયનયથી પ્રતિક્રમણાદિકને વિષકુંભ કહ્યાં અને અપ્રતિક્રમણાદિકને અમૃતકુંભ કહ્યાં તેથી કોઈ ઊલટું સમજી પ્રતિક્રમણાદિકને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [यत्र प्रतिक्रमणम् एव विषं प्रणीतं] (અરે! ભાઈ,) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, [तत्र अप्रतिक्रमणम् एव सुधा कुतः स्यात्] ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? (અર્થાત્ ન જ હોય.) [तत्] તો પછી [जनः अधः अधः प्रपतन् किं प्रमाद्यति] માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? [निष्प्रमादः] નિષ્પ્રમાદી થયા થકા [ऊर्ध्वम् ऊर्ध्वम् किं न अधिरोहति] ઊંચે ઊંચે કાં ચડતા નથી?
ભાવાર્થઃ — અજ્ઞાનાવસ્થામાં જે અપ્રતિક્રમણાદિક હોય છે તેમની તો વાત જ શી? અહીં તો, શુભપ્રવૃત્તિરૂપ દ્રવ્યપ્રતિક્રમણાદિનો પક્ષ છોડાવવા માટે તેમને (દ્રવ્યપ્રતિક્રમણાદિને) તો નિશ્ચયનયની પ્રધાનતાથી વિષકુંભ કહ્યાં છે કારણ કે તેઓ કર્મબંધનાં જ કારણ છે, અને પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રહિત એવી ત્રીજી ભૂમિ, કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમ જ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, તેને અમૃતકુંભ કહી છે અર્થાત
્ ત્યાંનાં અપ્રતિક્રમણાદિને અમૃતકુંભ કહ્યાં છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. પ્રતિક્રમણાદિને વિષકુંભ કહ્યાં સાંભળીને જેઓ ઊલટા પ્રમાદી થાય છે તેમના વિષે આચાર્યદેવ કહે છે કે — ‘આ માણસો નીચા નીચા કેમ પડે છે? ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા કેમ ચડતા નથી?’ જ્યાં પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે, અજ્ઞાનીનું નહિ. માટે જે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યાં છે તે અજ્ઞાનીનાં અપ્રતિક્રમણાદિ ન જાણવાં, ત્રીજી ભૂમિનાં શુદ્ધ આત્મામય જાણવાં. ૧૮૯.
Page 452 of 642
PDF/HTML Page 483 of 673
single page version
कषायभरगौरवादलसता प्रमादो यतः ।
मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात् ।।१९०।।
स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः ।
च्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते ।।१९१।।
શ્લોકાર્થઃ — [यतः कषाय-भर-गौरवात् अलसता प्रमादः] કષાયના ભાર વડે ભારે હોવાથી આળસુપણું તે પ્રમાદ છે, તેથી [प्रमादकलितः अलसः शुद्धभावः कथं भवति] એ પ્રમાદયુક્ત આળસભાવ શુદ્ધભાવ કેમ હોઈ શકે? [अतः स्वरसनिर्भरे स्वभावे नियमितः भवन् मुनिः] માટે નિજ રસથી ભરેલા સ્વભાવમાં નિશ્ચળ થતો મુનિ [परमशुद्धतां व्रजति] પરમ શુદ્ધતાને પામે છે [वा] અથવા [अचिरात् मुच्यते] શીઘ્ર — અલ્પ કાળમાં (કર્મબંધથી) છૂટે છે.
ભાવાર્થઃ — પ્રમાદ તો કષાયના ગૌરવથી થાય છે માટે પ્રમાદીને શુદ્ધ ભાવ હોય નહિ. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે તે શુદ્ધ થઈને મોક્ષને પામે છે. ૧૯૦.
હવે, મુક્ત થવાનો અનુક્રમ દર્શાવતું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [यः किल अशुद्धिविधायि परद्रव्यं तत् समग्रं त्यक्त्वा] જે પુરુષ ખરેખર અશુદ્ધતા કરનારું જે પરદ્રવ્ય તે સર્વને છોડીને [स्वयं स्वद्रव्ये रतिम् एति] પોતે પોતાના સ્વદ્રવ્યમાં લીન થાય છે, [सः] તે પુરુષ [नियतम् ] નિયમથી [सर्व-अपराध-च्युतः] સર્વ અપરાધોથી રહિત થયો થકો, [बन्ध-ध्वंसम् उपेत्य नित्यम् उदितः] બંધના નાશને પામીને નિત્ય- ઉદિત (સદા પ્રકાશમાન) થયો થકો, [स्व-ज्योतिः-अच्छ-उच्छलत्-चैतन्य-अमृत-पूर-पूर्ण-महिमा] સ્વજ્યોતિથી (પોતાના સ્વરૂપના પ્રકાશથી) નિર્મળપણે ઊછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ તેના વડે પૂર્ણ જેનો મહિમા છે એવો [शुद्धः भवन् ] શુદ્ધ થતો થકો, [मुच्यते] કર્મોથી છૂટે છે — મુક્ત થાય છે.
Page 453 of 642
PDF/HTML Page 484 of 673
single page version
न्नित्योद्योतस्फु टितसहजावस्थमेकान्तशुद्धम् ।
पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ।।१९२।।
ભાવાર્થઃ — જે પુરુષ, પહેલાં સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ કરી નિજ દ્રવ્યમાં (આત્મસ્વરૂપમાં) લીન થાય છે, તે પુરુષ સર્વ રાગાદિક અપરાધોથી રહિત થઈ આગામી બંધનો નાશ કરે છે અને નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામી, શુદ્ધ થઈ, સર્વ કર્મનો નાશ કરી, મોક્ષને પામે છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે. ૧૯૧.
હવે મોક્ષ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે પૂર્ણ જ્ઞાનના મહિમાનું (સર્વથા શુદ્ધ થયેલા આત્મદ્રવ્યના મહિમાનું) કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [बन्धच्छेदात् अतुलम् अक्षय्यम् मोक्षम् कलयत् ] કર્મબંધના છેદથી અતુલ અક્ષય (અવિનાશી) મોક્ષને અનુભવતું, [नित्य-उद्योत-स्फु टित-सहज-अवस्थम् ] નિત્ય ઉદ્યોતવાળી (જેનો પ્રકાશ નિત્ય છે એવી) સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું, [एकान्त-शुद्धम् ] એકાંતશુદ્ધ ( – કર્મનો મેલ નહિ રહેવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું), અને [एकाकार-स्व- रस-भरतः अत्यन्त-गम्भीर-धीरम् ] એકાકાર (એક જ્ઞાનમાત્ર આકારે પરિણમેલા) નિજરસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું [एतत् पूर्णं ज्ञानम् ] આ પૂર્ણ જ્ઞાન [ज्वलितम्] જળહળી ઊઠ્યું (સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજ્વલ્યમાન પ્રગટ થયું); [स्वस्य अचले महिम्नि लीनम्] પોતાના અચળ મહિમામાં લીન થયું.
ભાવાર્થઃ — કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું, પોતાની સ્વાભાવિક અવસ્થારૂપ, અત્યંત શુદ્ધ, સમસ્ત જ્ઞેયાકારોને ગૌણ કરતું, અત્યંત ગંભીર (જેનો પાર નથી એવું) અને ધીર (આકુળતા વિનાનું) — એવું પૂર્ણ જ્ઞાન પ્રગટ દેદીપ્યમાન થયું, પોતાના મહિમામાં લીન થયું. ૧૯૨.
ટીકાઃ — આ રીતે મોક્ષ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થઃ — રંગભૂમિમાં મોક્ષતત્ત્વનો સ્વાંગ આવ્યો હતો. જ્યાં જ્ઞાન પ્રગટ થયું ત્યાં તે મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો.
Page 454 of 642
PDF/HTML Page 485 of 673
single page version
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ मोक्षप्ररूपकः अष्टमोऽङ्कः ।।
ચિંત કરૈ નિતિ કૈમ કટૈ યહ તૌઊ છિદૈ નહિ નૈક ટિકારી;
છેદનકૂં ગહિ આયુધ ધાય ચલાય નિશંક કરૈ દુય ધારી,
યોં બુધ બુદ્ધિ ધસાય દુધા કરિ કર્મ રુ આતમ આપ ગહારી.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં મોક્ષનો પ્રરૂપક આઠમો અંક સમાપ્ત થયો.
Page 455 of 642
PDF/HTML Page 486 of 673
single page version
दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लृप्तेः ।
ष्टङ्कोत्कीर्णप्रकटमहिमा स्फू र्जति ज्ञानपुञ्जः ।।१९३।।
પરને કરે ન ભોગવે, જાણે જપિ તસુ નામ.
પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે ‘હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે’. મોક્ષતત્ત્વનો સ્વાંગ નીકળી ગયા પછી સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. રંગભૂમિમાં જીવ- અજીવ, કર્તાકર્મ, પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ — એ આઠ સ્વાંગ આવ્યા, તેમનું નૃત્ય થયું અને પોતપોતાનું સ્વરૂપ બતાવી તેઓ નીકળી ગયા. હવે સર્વ સ્વાંગો દૂર થયે એકાકાર સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, મંગળરૂપે જ્ઞાનપુંજ આત્માના મહિમાનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अखिलान् कर्तृ-भोक्तृ-आदि-भावान् सम्यक् प्रलयम् नीत्वा] સમસ્ત કર્તા- ભોક્તા આદિ ભાવોને સમ્યક્ પ્રકારે નાશ પમાડીને [प्रतिपदम्] પદે પદે (અર્થાત્ કર્મના ક્ષયોપશમના નિમિત્તથી થતા દરેક પર્યાયમાં) [बन्ध-मोक्ष-प्रक्लृप्तेः दूरीभूतः] બંધ-મોક્ષની રચનાથી દૂર વર્તતો, [शुद्धः शुद्धः] શુદ્ધ – શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમ જ આવરણ — બન્નેથી રહિત છે એવો), [स्वरस-विसर-आपूर्ण-पुण्य-अचल-अर्चिः] જેનું પવિત્ર અચળ તેજ નિજરસના ( – જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો, અને [टङ्कोत्कीर्ण-प्रकट-महिमा] જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો [अयं ज्ञानपुञ्जः स्फू र्जति] આ જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે.
Page 456 of 642
PDF/HTML Page 487 of 673
single page version
ભાવાર્થઃ — શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે, બંધમોક્ષની રચનાથી રહિત છે, પરદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે. એવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. ૧૯૩.
હવે સર્વવિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે. તેમાં પ્રથમ, ‘આત્મા કર્તા-ભોક્તાભાવથી રહિત છે’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [कर्तृत्वं अस्य चितः स्वभावः न] કર્તાપણું આ ચિત્સ્વરૂપ આત્માનો સ્વભાવ નથી, [वेदयितृत्ववत्] જેમ ભોક્તાપણું સ્વભાવ નથી. [अज्ञानात् एव अयं कर्ता] અજ્ઞાનથી જ તે કર્તા છે, [तद्-अभावात् अकारकः] અજ્ઞાનનો અભાવ થતાં અકર્તા છે. ૧૯૪.
હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ —
Page 457 of 642
PDF/HTML Page 488 of 673
single page version
ગાથાર્થઃ — [यत् द्रव्यं] જે દ્રવ્ય [गुणैः] જે ગુણોથી [उत्पद्यते] ઊપજે છે [तैः] તે ગુણોથી [तत्] તેને [अनन्यत् जानीहि] અનન્ય જાણ; [यथा] જેમ [इह] જગતમાં [कटकादिभिः पर्यायैः तु] કડાં આદિ પર્યાયોથી [कनकम् ] સુવર્ણ [अनन्यत्] અનન્ય છે તેમ.
[जीवस्य अजीवस्य तु] જીવ અને અજીવના [ये परिणामाः तु] જે પરિણામો [सूत्रे दर्शिताः] સૂત્રમાં દર્શાવ્યા છે, [तैः] તે પરિણામોથી [तं जीवम् अजीवम् वा] તે જીવ અથવા અજીવને [अनन्यं विजानीहि] અનન્ય જાણ.
[यस्मात्] કારણ કે [कुतश्चित् अपि] કોઈથી [न उत्पन्नः] ઉત્પન્ન થયો નથી [तेन] તેથી [सः आत्मा] તે આત્મા [कार्यं न] (કોઈનું) કાર્ય નથી, [किञ्चित् अपि] અને કોઈને [न उत्पादयति] ઉપજાવતો નથી [तेन] તેથી [सः] તે [कारणम् अपि] (કોઈનું) કારણ પણ [न भवति] નથી.
Page 458 of 642
PDF/HTML Page 489 of 673
single page version
जीवो हि तावत्क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानो जीव एव, नाजीवः, एवमजीवोऽपि क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानोऽजीव एव, न जीवः, सर्वद्रव्याणां स्वपरिणामैः सह तादात्म्यात् कङ्कणादिपरिणामैः काञ्चनवत् । एवं हि जीवस्य स्वपरिणामैरुत्पद्यमानस्याप्यजीवेन सह कार्यकारणभावो न सिध्यति, सर्वद्रव्याणां द्रव्यान्तरेण सहोत्पाद्योत्पादकभावाभावात्; तदसिद्धौ चाजीवस्य जीवकर्मत्वं न सिध्यति; तदसिद्धौ च कर्तृकर्मणोरनन्यापेक्षसिद्धत्वात् जीवस्याजीवकर्तृत्वं न सिध्यति । अतो जीवोऽकर्ता अवतिष्ठते ।
[नियमात्] નિયમથી [कर्म प्रतीत्य] કર્મના આશ્રયે ( – કર્મને અવલંબીને) [कर्ता] કર્તા હોય છે; [तथा च] તેમ જ [कर्तारं प्रतीत्य] કર્તાના આશ્રયે [कर्माणि उत्पद्यन्ते] કર્મો ઉત્પન્ન થાય છે; [अन्या तु] બીજી કોઈ રીતે [सिद्धिः] કર્તાકર્મની સિદ્ધિ [न द्रश्यते] જોવામાં આવતી નથી.
ટીકાઃ — પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી; કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે; તે (કાર્યકારણભાવ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી; અને તે ( – અજીવને જીવનું કર્મપણું) નહિ સિદ્ધ થતાં, કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે (
નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે.
ભાવાર્થઃ — સર્વ દ્રવ્યોના પરિણામ જુદા જુદા છે. પોતપોતાના પરિણામોના, સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોના કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કર્તાકર્મસંબંધ નથી. માટે જીવ પોતાના પરિણામનો જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનું જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે.
‘આ રીતે જીવ અકર્તા છે તોપણ તેને બંધ થાય છે એ કોઈ અજ્ઞાનનો મહિમા છે’ એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ —
Page 459 of 642
PDF/HTML Page 490 of 673
single page version
स्फु रच्चिज्जयोतिर्भिश्छुरितभुवनाभोगभवनः ।
स खल्वज्ञानस्य स्फु रति महिमा कोऽपि गहनः ।।१९५।।
શ્લોકાર્થઃ — [स्वरसतः विशुद्धः] જે નિજરસથી વિશુદ્ધ છે, અને [स्फु रत्-चित्-ज्योतिर्भिः छुरित-भुवन-आभोग-भवनः] સ્ફુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે, [अयं जीवः] એવો આ જીવ [इति] પૂર્વોક્ત રીતે (પરદ્રવ્યનો અને પરભાવોનો) [अकर्ता स्थितः] અકર્તા ઠર્યો, [तथापि] તોપણ [अस्य] તેને [इह] આ જગતમાં [प्रकृतिभिः] કર્મપ્રકૃતિઓ સાથે [यद् असौ बन्धः किल स्यात्] જે આ (પ્રગટ) બંધ થાય છે [सः खलु अज्ञानस्य कः अपि गहनः महिमा स्फु रति] તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્ફુરાયમાન છે.
ભાવાર્થઃ — જેનું જ્ઞાન સર્વ જ્ઞેયોમાં વ્યાપનારું છે એવો આ જીવ શુદ્ધનયથી પરદ્રવ્યનો કર્તા નથી, તોપણ તેને કર્મનો બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે — જેનો પાર પમાતો નથી. ૧૯૫.
(હવે આ અજ્ઞાનના મહિમાને પ્રગટ કરે છેઃ — )
Page 460 of 642
PDF/HTML Page 491 of 673
single page version
अयं हि आसंसारत एव प्रतिनियतस्वलक्षणानिर्ज्ञानेन परात्मनोरेकत्वाध्यासस्य करणात्कर्ता सन् चेतयिता प्रकृतिनिमित्तमुत्पत्तिविनाशावासादयति; प्रकृतिरपि चेतयितृनिमित्तमुत्पत्ति- विनाशावासादयति । एवमनयोरात्मप्रकृत्योः कर्तृकर्मभावाभावेऽप्यन्योन्यनिमित्तनैमित्तिकभावेन द्वयोरपि बन्धो द्रष्टः, ततः संसारः, तत एव च तयोः कर्तृकर्मव्यवहारः ।
ગાથાર્થઃ — [चेतयिता तु] ચેતક અર્થાત્ આત્મા [प्रकृत्यर्थम् ] પ્રકૃતિના નિમિત્તે [उत्पद्यते] ઊપજે છે [विनश्यति] તથા વિણસે છે, [प्रकृतिः अपि] અને પ્રકૃતિ પણ [चेतकार्थम्] ચેતકના અર્થાત્ આત્માના નિમિત્તે [उत्पद्यते] ઊપજે છે [विनश्यति] તથા વિણસે છે. [एवं] એ રીતે [अन्योन्यप्रत्ययात्] પરસ્પર નિમિત્તથી [द्वयोः अपि] બન્નેનો — [आत्मनः प्रकृतेः च] આત્માનો ને પ્રકૃતિનો — [बन्धः तु भवेत्] બંધ થાય છે, [तेन] અને તેથી [संसारः] સંસાર [जायते] ઉત્પન્ન થાય છે.
ટીકાઃ — આ આત્મા, (તેને) અનાદિ સંસારથી જ (પરનાં અને પોતાનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા થયો થકો, પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે; પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે (અર્થાત્ આત્માના પરિણામ અનુસાર પરિણમે છે). એ રીતે — જોકે તે આત્મા અને પ્રકૃતિને કર્તાકર્મભાવનો અભાવ છે તોપણ — પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી બંનેને બંધ જોવામાં આવે છે, તેથી સંસાર છે અને તેથી જ તેમને (આત્માને ને પ્રકૃતિને) કર્તાકર્મનો વ્યવહાર છે.
ભાવાર્થઃ — આત્માને અને જ્ઞાનાવરણાદિ કર્મની પ્રકૃતિઓને પરમાર્થે કર્તાકર્મપણાનો અભાવ છે તોપણ પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવને લીધે બંધ થાય છે, તેથી સંસાર છે અને તેથી જ કર્તાકર્મપણાનો વ્યવહાર છે.
(‘જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ, અસંયત છે’ એમ હવે કહે છેઃ — )
Page 461 of 642
PDF/HTML Page 492 of 673
single page version
यावदयं चेतयिता प्रतिनियतस्वलक्षणानिर्ज्ञानात् प्रकृतिस्वभावमात्मनो बन्धनिमित्तं न मुञ्चति, तावत्स्वपरयोरेकत्वज्ञानेनाज्ञायको भवति, स्वपरयोरेकत्वदर्शनेन मिथ्याद्रष्टि- र्भवति, स्वपरयोरेकत्वपरिणत्या चासंयतो भवति; तावदेव च परात्मनोरेकत्वाध्यासस्य करणात्कर्ता
ગાથાર્થઃ — [यावत्] જ્યાં સુધી [एषः चेतयिता] આ આત્મા [प्रकृत्यर्थं] પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું [न एव विमुञ्चति] છોડતો નથી, [तावत्] ત્યાં સુધી તે [अज्ञायकः] અજ્ઞાયક છે, [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ છે, [असंयतः भवेत्] અસંયત છે.
[यदा] જ્યારે [चेतयिता] આત્મા [अनन्तक म् कर्मफलम्] અનંત કર્મફળને [विमुञ्चति] છોડે છે, [तदा] ત્યારે તે [ज्ञायकः] જ્ઞાયક છે, [दर्शकः] દર્શક છે, [मुनिः] મુનિ છે, [विमुक्तः भवति] વિમુક્ત (અર્થાત્ બંધથી રહિત) છે.
ટીકાઃ — જ્યાં સુધી આ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે, પ્રકૃતિના સ્વભાવને — કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને — છોડતો નથી, ત્યાં સુધી સ્વ-પરના એકત્વજ્ઞાનથી અજ્ઞાયક છે, સ્વપરના એકત્વદર્શનથી (એકત્વરૂપ શ્રદ્ધાનથી) મિથ્યાદ્રષ્ટિ છે અને સ્વપરની એકત્વપરિણતિથી અસંયત
Page 462 of 642
PDF/HTML Page 493 of 673
single page version
भवति । यदा त्वयमेव प्रतिनियतस्वलक्षणनिर्ज्ञानात् प्रकृतिस्वभावमात्मनो बन्धनिमित्तं मुञ्चति, तदा स्वपरयोर्विभागज्ञानेन ज्ञायको भवति, स्वपरयोर्विभागदर्शनेन दर्शको भवति, स्वपरयोर्विभागपरिणत्या च संयतो भवति; तदैव च परात्मनोरेकत्वाध्यासस्याकरणादकर्ता भवति ।
છે; અને ત્યાં સુધી જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા છે. અને જ્યારે આ જ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનને (ભેદજ્ઞાનને) લીધે, પ્રકૃતિના સ્વભાવને — કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને — છોડે છે, ત્યારે સ્વપરના વિભાગજ્ઞાનથી (ભેદજ્ઞાનથી) જ્ઞાયક છે, સ્વપરના વિભાગદર્શનથી (ભેદદર્શનથી) દર્શક છે અને સ્વપરની વિભાગપરિણતિથી (ભેદપરિણતિથી) સંયત છે; અને ત્યારે જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે.
ભાવાર્થઃ — જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના સ્વલક્ષણને જાણતો નથી ત્યાં સુધી તે ભેદજ્ઞાનના અભાવને લીધે કર્મપ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે; એ રીતે મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની, અસંયમી થઈને, કર્તા થઈને, કર્મનો બંધ કરે છે. અને જ્યારે આત્માને ભેદજ્ઞાન થાય છે ત્યારે તે કર્તા થતો નથી, તેથી કર્મનો બંધ કરતો નથી, જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે.
‘એવી જ રીતે ભોક્તાપણું પણ આત્માનો સ્વભાવ નથી’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [कर्तृत्ववत्] કર્તાપણાની જેમ [भोक्तृत्वं अस्य चितः स्वभावः स्मृतः न] ભોક્તાપણું પણ આ ચૈતન્યનો (ચિત્સ્વરૂપ આત્માનો) સ્વભાવ કહ્યો નથી. [अज्ञानात् एव अयं भोक्ता] અજ્ઞાનથી જ તે ભોક્તા છે, [तद्-अभावात् अवेदकः] અજ્ઞાનનો અભાવ થતાં અભોક્તા છે. ૧૯૬.
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ —
Page 463 of 642
PDF/HTML Page 494 of 673
single page version
अज्ञानी हि शुद्धात्मज्ञानाभावात् स्वपरयोरेकत्वज्ञानेन, स्वपरयोरेकत्वदर्शनेन, स्वपरयोरेकत्वपरिणत्या च प्रकृतिस्वभावे स्थितत्वात् प्रकृतिस्वभावमप्यहंतया अनुभवन् कर्मफलं वेदयते । ज्ञानी तु शुद्धात्मज्ञानसद्भावात् स्वपरयोर्विभागज्ञानेन, स्वपरयोर्विभागदर्शनेन, स्वपरयोर्विभागपरिणत्या च प्रकृतिस्वभावादपसृतत्वात् शुद्धात्मस्वभावमेकमेवाहंतया अनुभवन् कर्मफलमुदितं ज्ञेयमात्रत्वात् जानात्येव, न पुनः तस्याहंतयाऽनुभवितुमशक्यत्वाद्वेदयते ।
ગાથાર્થઃ — [अज्ञानी] અજ્ઞાની [प्रकृतिस्वभावस्थितः तु] પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહ્યો થકો [कर्मफलं] કર્મફળને [वेदयते] વેદે (ભોગવે) છે [पुनः ज्ञानी] અને જ્ઞાની તો [उदितं कर्मफलं] ઉદિત (ઉદયમાં આવેલા) કર્મફળને [जानाति] જાણે છે, [न वेदयते] વેદતો નથી.
ટીકાઃ — અજ્ઞાની શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે સ્વપરના એકત્વજ્ઞાનથી, સ્વપરના એકત્વદર્શનથી અને સ્વપરની એકત્વપરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત હોવાથી પ્રકૃતિના સ્વભાવને પણ ‘હું’પણે અનુભવતો થકો (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને પણ ‘આ હું છું’ એમ અનુભવતો થકો) કર્મફળને વેદે છે — ભોગવે છે; અને જ્ઞાની તો શુદ્ધ આત્માના જ્ઞાનના સદ્ભાવને લીધે સ્વપરના વિભાગજ્ઞાનથી, સ્વપરના વિભાગદર્શનથી અને સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો ( – ખસી ગયેલો, છૂટી ગયેલો) હોવાથી શુદ્ધ આત્માના સ્વભાવને એકને જ ‘હું’પણે અનુભવતો થકો ઉદિત કર્મફળને, તેના જ્ઞેયમાત્રપણાને લીધે, જાણે જ છે, પરંતુ તેનું ‘હું’પણે અનુભવાવું અશક્ય હોવાથી, (તેને) વેદતો નથી.
ભાવાર્થઃ — અજ્ઞાનીને તો શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેથી જે કર્મ ઉદયમાં આવે તેને જ તે પોતારૂપ જાણીને ભોગવે છે; અને જ્ઞાનીને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે તેથી તે પ્રકૃતિના ઉદયને પોતાનો સ્વભાવ નહિ જાણતો થકો તેનો જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો નથી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
Page 464 of 642
PDF/HTML Page 495 of 673
single page version
ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः ।
शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता ।।१९७।।
यथात्र विषधरो विषभावं स्वयमेव न मुञ्चति, विषभावमोचनसमर्थसशर्करक्षीरपानाच्च न
શ્લોકાર્થઃ — [अज्ञानी प्रकृति-स्वभाव-निरतः नित्यं वेदकः भवेत्] અજ્ઞાની પ્રકૃતિ- સ્વભાવમાં લીન – રક્ત હોવાથી ( – તેને જ પોતાનો સ્વભાવ જાણતો હોવાથી – ) સદા વેદક છે, [तु] અને [ज्ञानी प्रकृति-स्वभाव-विरतः जातुचित् वेदकः नो] જ્ઞાની તો પ્રકૃતિસ્વભાવથી વિરામ પામેલો – વિરક્ત હોવાથી ( – તેને પરનો સ્વભાવ જાણતો હોવાથી – ) કદાપિ વેદક નથી. [इति एवं नियमं निरूप्य] આવો નિયમ બરાબર વિચારીને — નક્કી કરીને [निपुणैः अज्ञानिता त्यज्यताम् ] નિપુણ પુરુષો અજ્ઞાનીપણાને છોડો અને [शुद्ध-एक-आत्ममये महसि] શુદ્ધ-એક- આત્મામય તેજમાં [अचलितैः] નિશ્ચળ થઈને [ज्ञानिता आसेव्यताम्] જ્ઞાનીપણાને સેવો. ૧૯૭.
હવે, ‘અજ્ઞાની વેદક જ છે’ એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ ‘અજ્ઞાની ભોક્તા જ છે’ એવો નિયમ છે — એમ કહે છે)ઃ —
ગાથાર્થઃ — [सुष्ठु] સારી રીતે [शास्त्राणि] શાસ્ત્રો [अधीत्य अपि] ભણીને પણ [अभव्यः] અભવ્ય [प्रकृतिम् ] પ્રકૃતિને (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને) [न मुञ्चति] છોડતો નથી, [गुडदुग्धम्] જેમ સાકરવાળું દૂધ [पिबन्तः अपि] પીતાં છતાં [पन्नगाः] સર્પો [निर्विषाः] નિર્વિષ [न भवन्ति] થતા નથી.
ટીકાઃ — જેમ આ જગતમાં સર્પ વિષભાવને પોતાની મેળે છોડતો નથી અને વિષભાવ
Page 465 of 642
PDF/HTML Page 496 of 673
single page version
मुञ्चति; तथा किलाभव्यः प्रकृतिस्वभावं स्वयमेव न मुञ्चति, प्रकृतिस्वभावमोचन- समर्थद्रव्यश्रुतज्ञानाच्च न मुञ्चति, नित्यमेव भावश्रुतज्ञानलक्षणशुद्धात्मज्ञानाभावेनाज्ञानित्वात् । अतो नियम्यतेऽज्ञानी प्रकृतिस्वभावे स्थितत्वाद्वेदक एव ।
છોડાવવાને (મટાડવાને) સમર્થ એવા સાકરસહિત દૂધના પાનથી પણ છોડતો નથી, તેમ ખરેખર અભવ્ય પ્રકૃતિસ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિસ્વભાવ છોડાવવાને સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી; કારણ કે તેને સદાય, ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના ( – શુદ્ધ આત્માના જ્ઞાનના) અભાવને લીધે, અજ્ઞાનીપણું છે. આથી એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ એવો નિયમ ઠરે છે) કે અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં સ્થિત હોવાથી વેદક જ છે ( – કર્મનો ભોક્તા જ છે).
ભાવાર્થઃ — આ ગાથામાં, અજ્ઞાની કર્મના ફળનો ભોક્તા જ છે — એવો નિયમ કહ્યો. અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે. અભવ્યનો એવો સ્વયમેવ સ્વભાવ છે કે દ્રવ્યશ્રુતનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ, શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી; માટે આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી અર્થાત્ અજ્ઞાનીપણું છે ત્યાં સુધી તે નિયમથી ભોક્તા જ છે.
હવે જ્ઞાની તો કર્મફળનો અવેદક જ છે — એવો નિયમ કરવામાં આવે છેઃ —
ગાથાર્થઃ — [निर्वेदसमापन्नः] નિર્વેદપ્રાપ્ત (વૈરાગ્યને પામેલો) [ज्ञानी] જ્ઞાની [मधुरम् कटुकम्] મીઠા-કડવા [बहुविधम्] બહુવિધ [कर्मफलम्] કર્મફળને [विजानाति] જાણે છે [तेन] તેથી [सः] તે [अवेदकः भवति] અવેદક છે.
Page 466 of 642
PDF/HTML Page 497 of 673
single page version
ज्ञानी तु निरस्तभेदभावश्रुतज्ञानलक्षणशुद्धात्मज्ञानसद्भावेन परतोऽत्यन्तविरक्तत्वात् प्रकृति- स्वभावं स्वयमेव मुञ्चति, ततोऽमधुरं मधुरं वा कर्मफलमुदितं ज्ञातृत्वात् केवलमेव जानाति, न पुनर्ज्ञाने सति परद्रव्यस्याहंतयाऽनुभवितुमयोग्यत्वाद्वेदयते । अतो ज्ञानी प्रकृतिस्वभावविरक्तत्वादवेदक एव ।
जानाति केवलमयं किल तत्स्वभावम् ।
च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव ।।१९८।।
ટીકાઃ — જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્મજ્ઞાનના ( – શુદ્ધ આત્માના જ્ઞાનના – ) સદ્ભાવને લીધે, પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિસ્વભાવને ( – કર્મના ઉદયના સ્વભાવને) સ્વયમેવ છોડે છે તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે, પરંતુ જ્ઞાન હોતાં ( – જ્ઞાન હોય ત્યારે – ) પરદ્રવ્યને ‘હું’પણે અનુભવવાની અયોગ્યતા હોવાથી (તે કર્મફળને) વેદતો નથી. માટે, જ્ઞાની પ્રકૃતિસ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે.
ભાવાર્થઃ — જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહિ, અને પરવશે ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ. આ ન્યાયે જ્ઞાની — કે જે પ્રકૃતિસ્વભાવને ( – કર્મના ઉદયને) પોતાનો નહિ જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે તે — સ્વયમેવ તો પ્રકૃતિસ્વભાવને ભોગવતો નથી, અને ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ, વ્યવહારથી ભોક્તા કહેવાય. પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ધનયના કથનમાં અધિકાર નથી; માટે જ્ઞાની અભોક્તા જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ज्ञानी कर्म न करोति च न वेदयते] જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો નથી, [तत्स्वभावम् अयं किल केवलम् जानाति] કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. [परं जानन्] એમ કેવળ જાણતો થકો [करण-वेदनयोः अभावात्] કરણના અને વેદનના ( – કરવાના અને ભોગવવાના – ) અભાવને લીધે [शुद्ध-स्वभाव-नियतः सः हि मुक्तः एव] શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે.
ભાવાર્થઃ — જ્ઞાની કર્મનો સ્વાધીનપણે કર્તા-ભોક્તા નથી, કેવળ જ્ઞાતા જ છે; માટે તે કેવળ શુદ્ધસ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે, તોપણ જ્ઞાનીને તે શું
Page 467 of 642
PDF/HTML Page 498 of 673
single page version
ज्ञानी हि कर्मचेतनाशून्यत्वेन कर्मफलचेतनाशून्यत्वेन च स्वयमकर्तृत्वादवेदयितृत्वाच्च न कर्म करोति न वेदयते च; किन्तु ज्ञानचेतनामयत्वेन केवलं ज्ञातृत्वात्कर्मबन्धं कर्मफलं च शुभमशुभं वा केवलमेव जानाति ।
કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર ચલાવી લે; ક્રમે ક્રમે સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. ૧૯૮.
હવે આ જ અર્થને ફરી દ્રઢ કરે છેઃ —
ગાથાર્થઃ — [ज्ञानी] જ્ઞાની [बहुप्रकाराणि] બહુ પ્રકારનાં [कर्माणि] કર્મોને [न अपि करोति] કરતો પણ નથી, [न अपि वेदयते] વેદતો (ભોગવતો) પણ નથી; [पुनः] પરંતુ [पुण्यं च पापं च] પુણ્ય અને પાપરૂપ [बन्धं] કર્મબંધને [कर्मफलं] તથા કર્મફળને [जानाति] જાણે છે.
ટીકાઃ — કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક ( – અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો ( – ભોગવતો) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે.
હવે પૂછે છે કે — (જ્ઞાની કરતો-ભોગવતો નથી, જાણે જ છે) એ કઈ રીતે? તેનો ઉત્તર દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ —
Page 468 of 642
PDF/HTML Page 499 of 673
single page version
यथात्र लोके द्रष्टिर्दश्यादत्यन्तविभक्तत्वेन तत्करणवेदनयोरसमर्थत्वात् द्रश्यं न करोति न वेदयते च, अन्यथाग्निदर्शनात्सन्धुक्षणवत् स्वयं ज्वलनकरणस्य, लोहपिण्डवत्स्वयमौष्ण्यानुभवनस्य च दुर्निवारत्वात्, किन्तु केवलं दर्शनमात्रस्वभावत्वात् तत्सर्वं केवलमेव पश्यति; तथा ज्ञानमपि स्वयं द्रष्टृत्वात् कर्मणोऽत्यन्तविभक्तत्वेन निश्चयतस्तत्करणवेदनयोरसमर्थत्वात्कर्म न करोति न वेदयते च, किन्तु केवलं ज्ञानमात्रस्वभावत्वात्कर्मबन्धं मोक्षं वा कर्मोदयं निर्जरां वा केवलमेव जानाति ।
ગાથાર્થઃ — [यथा एव द्रष्टिः] જેમ નેત્ર (દ્રશ્ય પદાર્થોને કરતું-ભોગવતું નથી, દેખે જ છે), [तथा] તેમ [ज्ञानम्] જ્ઞાન [अकारकं] અકારક [अवेदकं च एव] તથા અવેદક છે, [च] અને [बन्धमोक्षं] બંધ, મોક્ષ, [कर्मोदयं] કર્મોદય [निर्जरां च एव] તથા નિર્જરાને [जानाति] જાણે જ છે.
ટીકાઃ — જેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવા-વેદવાને અસમર્થ હોવાથી, દશ્ય પદાર્થને કરતું નથી અને વેદતું નથી — જો એમ ન હોય તો અગ્નિને દેખવાથી, *સંધુક્ષણની માફક, પોતાને (નેત્રને) અગ્નિનું કરવાપણું (સળગાવવાપણું), અને લોખંડના ગોળાની માફક પોતાને (નેત્રને) અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય (અર્થાત્ જો નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું - વેદતું હોય તો તો નેત્ર વડે અગ્નિ સળગવી જોઈએ અને નેત્રને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ અવશ્ય થવો જોઈએ; પરંતુ એમ તો થતું નથી, માટે નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું-વેદતું નથી) — પરંતુ કેવળ દર્શનમાત્રસ્વભાવવાળું હોવાથી તે સર્વને કેવળ દેખે જ છે; તેવી રીતે જ્ઞાન પણ, પોતે (નેત્રની માફક) દેખનાર હોવાથી, કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા-વેદવાને અસમર્થ હોવાથી, કર્મને કરતું નથી અને વેદતું નથી, પરંતુ કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું (જાણવાના સ્વભાવવાળું ) હોવાથી કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા નિર્જરાને કેવળ જાણે જ છે.
ભાવાર્થઃ — જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે; માટે કરવું - ભોગવવું જ્ઞાનને નથી. કરવા-ભોગવવાપણું માનવું તે અજ્ઞાન છે. અહીં કોઈ પૂછે કે — ‘‘એવું તો કેવળજ્ઞાન છે. બાકી જ્યાં સુધી મોહકર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખદુઃખરાગાદિરૂપે પરિણમન થાય જ છે, તેમ જ જ્યાં સુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ તથા વીર્યાંતરાયનો ઉદય * સંધુક્ષણ = સંધૂકણ; અગ્નિ સળગાવનાર પદાર્થ; અગ્નિ ચેતાવનારી વસ્તુ.
Page 469 of 642
PDF/HTML Page 500 of 673
single page version
છે ત્યાં સુધી અદર્શન, અજ્ઞાન તથા અસમર્થપણું હોય જ છે; તો પછી કેવળજ્ઞાન થયા પહેલાં જ્ઞાતાદ્રષ્ટાપણું કેમ કહેવાય?’’ તેનું સમાધાનઃ — પહેલેથી કહેતા જ આવીએ છીએ કે જે સ્વતંત્રપણે કરે-ભોગવે, તેને પરમાર્થે કર્તા-ભોક્તા કહેવાય છે. માટે જ્યાં મિથ્યાદ્રષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો અને ત્યારે જીવ જ્ઞાની થયો થકો સ્વતંત્રપણે તો કોઈનો કર્તા-ભોક્તા થતો નથી, તથા પોતાની નબળાઈથી કર્મના ઉદયની બળજોરીથી જે કાર્ય થાય છે તેનો કર્તા-ભોક્તા પરમાર્થદ્રષ્ટિએ તેને કહેવાતો નથી. વળી તે કાર્યના નિમિત્તે કાંઈક નવીન કર્મરજ લાગે પણ છે તોપણ તેને અહીં બંધમાં ગણવામાં આવતી નથી. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં બિંદુની શી ગણતરી?
વળી એટલું વિશેષ જાણવું કે — કેવળજ્ઞાની તો સાક્ષાત્ શુદ્ધાત્મસ્વરૂપ જ છે અને શ્રુતજ્ઞાની પણ શુદ્ધનયના અવલંબનથી આત્માને એવો જ અનુભવે છે; પ્રત્યક્ષ - પરોક્ષનો જ ભેદ છે. માટે શ્રુતજ્ઞાનીને જ્ઞાન-શ્રદ્ધાનની અપેક્ષાએ તો જ્ઞાતાદ્રષ્ટાપણું જ છે અને ચારિત્રની અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે તથા તેને નાશ કરવાનો ઉદ્યમ પણ છે. જ્યારે તે કર્મનો અભાવ થશે ત્યારે સાક્ષાત્ યથાખ્યાત ચારિત્ર થશે અને ત્યારે કેવળજ્ઞાન થશે. અહીં સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે મિથ્યાત્વના અભાવની અપેક્ષાએ કહેવામાં આવે છે. જ્ઞાનસામાન્યની અપેક્ષા લઈએ તો તો સર્વ જીવ જ્ઞાની છે અને વિશેષ અપેક્ષા લઈએ તો જ્યાં સુધી કિંચિત્માત્ર પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી શકાય નહિ — જેમ સિદ્ધાંતમાં ભાવોનું વર્ણન કરતાં, જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી અર્થાત્ બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. માટે અહીં જે જ્ઞાની-અજ્ઞાનીપણું કહ્યું તે સમ્યક્ત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ જ જાણવું.
હવે, જેઓ — જૈનના સાધુઓ પણ — સર્વથા એકાંતના આશયથી આત્માને કર્તા જ માને છે તેમને નિષેધતો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ये तु तमसा तताः आत्मानं कर्तारम् पश्यन्ति] જેઓ અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત થયા થકા આત્માને કર્તા માને છે, [मुमुक्षताम् अपि] તેઓ ભલે મોક્ષને ઇચ્છનારા હોય તોપણ [सामान्यजनवत्] સામાન્ય (લૌકિક) જનોની માફક [तेषां मोक्षः न] તેમનો પણ મોક્ષ થતો નથી. ૧૯૯.