Page 50 of 642
PDF/HTML Page 81 of 673
single page version
यथा हि कश्चित्पुरुषोऽर्थार्थी प्रयत्नेन प्रथममेव राजानं जानीते, ततस्तमेव श्रद्धत्ते, ततस्तमेवानुचरति, तथात्मना मोक्षार्थिना प्रथममेवात्मा ज्ञातव्यः, ततः स एव श्रद्धातव्यः, ततः स एवानुचरितव्यश्च, साध्यसिद्धेस्तथान्यथोपपत्त्यनुपपत्तिभ्याम् ।
तत्र यदात्मनोऽनुभूयमानानेकभावसङ्करेऽपि परमविवेककौशलेनायमहमनुभूतिरित्यात्मज्ञानेन
सङ्गच्छमानमेव तथेतिप्रत्ययलक्षणं श्रद्धानमुत्प्लवते तदा समस्तभावान्तरविवेकेन निःशङ्कमवस्थातुं शक्यत्वादात्मानुचरणमुत्प्लवमानमात्मानं साधयतीति साध्यसिद्धेस्तथोपपत्तिः । [राजानं] રાજાને [ज्ञात्वा] જાણીને [श्रद्दधाति] શ્રદ્ધા કરે છે, [ततः पुनः] ત્યાર બાદ [तं
प्रयत्नेन अनुचरति] તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત્ તેની સુંદર રીતે સેવા કરે છે,
[एवं हि] એવી જ રીતે [मोक्षकामेन] મોક્ષની ઇચ્છાવાળાએ [जीवराजः] જીવરૂપી રાજાને
[ज्ञातव्यः] જાણવો, [पुनः च] પછી [तथा एव] એ રીતે જ [श्रद्धातव्यः] તેનું શ્રદ્ધાન કરવું
[तु च] અને ત્યાર બાદ [स एव अनुचरितव्यः] તેનું જ અનુચરણ કરવું અર્થાત્ અનુભવ
વડે તન્મય થઈ જવું.
ટીકાઃ — નિશ્ચયથી જેમ કોઈ ધન-અર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે ‘આ અવશ્ય રાજા જ છે, તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે’ અને ત્યાર પછી તેનું જ અનુચરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે; તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે ‘આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે’ અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું — અનુભવ વડે તેમાં લીન થવું; કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી).
(તે વાત વિશેષ સમજાવે છેઃ — ) જ્યારે આત્માને, અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી ‘આ અનુભૂતિ છે તે જ હું છું’ એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે.
Page 51 of 642
PDF/HTML Page 82 of 673
single page version
यदा त्वाबालगोपालमेव सकलकालमेव स्वयमेवानुभूयमानेऽपि भगवत्यनुभूत्यात्म- न्यात्मन्यनादिबन्धवशात् परैः सममेकत्वाध्यवसायेन विमूढस्यायमहमनुभूतिरित्यात्मज्ञानं नोत्प्लवते, तदभावादज्ञातखरशृङ्गश्रद्धानसमानत्वात् श्रद्धानमपि नोत्प्लवते, तदा समस्तभावान्तरविवेकेन निःशङ्कमवस्थातुमशक्यत्वादात्मानुचरणमनुत्प्लवमानं नात्मानं साधयतीति साध्यसिद्धेरन्यथानुपपत्तिः ।
अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम् ।
न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः ।।२०।।
પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને ‘આ અનુભૂતિ છે તે જ હું છું’ એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી અને તેના અભાવને લીધે, નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાનાં શિંગડાંના શ્રદ્ધાન સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદય થતું નથી ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહિ થવાથી આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે.
ભાવાર્થઃ — સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. કારણ કેઃ — પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. ત્યાર બાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય; વિના જાણ્યે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્યભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય. — એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહિ, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — આચાર્ય કહે છે કેઃ [अनन्तचैतन्यचिह्नं] અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી [इदम् आत्मज्योतिः] આ આત્મજ્યોતિને [सततम् अनुभवामः] અમે નિરંતર અનુભવીએ છીએ [यस्मात्] કારણ કે [अन्यथा साध्यसिद्धिः न खलु न खलु] તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેવી છે આત્મજ્યોતિ? [कथम् अपि
Page 52 of 642
PDF/HTML Page 83 of 673
single page version
ननु ज्ञानतादात्म्यादात्मा ज्ञानं नित्यमुपास्त एव, कुतस्तदुपास्यत्वेनानुशास्यत इति चेत्, तन्न, यतो न खल्वात्मा ज्ञानतादात्म्येऽपि क्षणमपि ज्ञानमुपास्ते, स्वयम्बुद्धबोधितबुद्धत्वकारण- पूर्वकत्वेन ज्ञानस्योत्पत्तेः । तर्हि तत्कारणात्पूर्वमज्ञान एवात्मा नित्यमेवाप्रतिबुद्धत्वात् ? एवमेतत् ।
समुपात्तत्रित्वम् अपि एकतायाः अपतितम्] જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ જે એકપણાથી ચ્યુત થઈ નથી અને [अच्छम् उद्गच्छत्] જે નિર્મળપણે ઉદય પામી રહી છે.
ભાવાર્થઃ — આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તોપણ શુદ્ધદ્રવ્યદ્રષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે જે સમ્યગ્દ્રષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. ૨૦.
ટીકાઃ — હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાનઃ તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપ છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે) અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે) — એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે — જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.) અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે? તેનો ઉત્તરઃ એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે.
વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી (ક્યાં સુધી) અપ્રતિબુદ્ધ છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ —
Page 53 of 642
PDF/HTML Page 84 of 673
single page version
यथा स्पर्शरसगन्धवर्णादिभावेषु पृथुबुध्नोदराद्याकारपरिणतपुद्गलस्कन्धेषु घटोऽयमिति, घटे च स्पर्शरसगन्धवर्णादिभावाः पृथुबुध्नोदराद्याकारपरिणतपुद्गलस्कन्धाश्चामी इति वस्त्वभेदेनानु- भूतिस्तथा कर्मणि मोहादिष्वन्तरङ्गेषु नोकर्मणि शरीरादिषु बहिरङ्गेषु चात्मतिरस्कारिषु पुद्गल- परिणामेष्वहमित्यात्मनि च कर्म मोहादयोऽन्तरङ्गा नोकर्म शरीरादयो बहिरङ्गाश्चात्मतिरस्कारिणः पुद्गलपरिणामा अमी इति वस्त्वभेदेन यावन्तं कालमनुभूतिस्तावन्तं कालमात्मा भवत्यप्रतिबुद्धः । यदा कदाचिद्यथा रूपिणो दर्पणस्य स्वपराकारावभासिनी स्वच्छतैव वह्नेरौष्ण्यं ज्वाला च तथा नीरूपस्यात्मनः स्वपराकारावभासिनी ज्ञातृतैव पुद्गलानां कर्म नोकर्म चेति स्वतः परतो वा भेदविज्ञानमूलानुभूतिरुत्पत्स्यते तदैव प्रतिबुद्धो भविष्यति ।
ગાથાર્થઃ — [यावत्] જ્યાં સુધી આ આત્માને [कर्मणि] જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ [च] અને [नोकर्मणि] શરીર આદિ નોકર્મમાં [अहं] ‘આ હું છું’ [च] અને [अहकं कर्म नोकर्म इति] હુંમાં (-આત્મામાં) ‘આ કર્મ-નોકર્મ છે’ — [एषा खलु बुद्धिः] એવી બુદ્ધિ છે, [तावत्] ત્યાં સુધી [अप्रतिबुद्धः] આ આત્મા અપ્રતિબુદ્ધ [भवति] છે.
ટીકાઃ — જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત થયેલ પુદ્ગલના સ્કંધોમાં ‘આ ઘડો છે’ એમ, અને ઘડામાં ‘આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત પુદ્ગલ-સ્કંધો છે’ એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે, તેવી રીતે કર્મ – મોહ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ – શરીર આદિ બાહ્ય વસ્તુઓ — કે જેઓ (બધાં) પુદ્ગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે — તેમનામાં ‘આ હું છું’ એમ અને આત્મામાં ‘આ કર્મ – મોહ આદિ અંતરંગ તથા નોકર્મ – શરીર આદિ બહિરંગ, આત્મ-તિરસ્કારી (આત્માનો તિરસ્કાર કરનારા) પુદ્ગલ-પરિણામો છે’ એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે; અને જ્યારે કોઈ વખતે, જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબુદ્ધ થશે.
Page 54 of 642
PDF/HTML Page 85 of 673
single page version
मचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा ।
र्मुकुरवदविकाराः सन्ततं स्युस्त एव ।।२१।।
ભાવાર્થઃ — જેમ સ્પર્શાદિમાં પુદ્ગલનો અને પુદ્ગલમાં સ્પર્શાદિનો અનુભવ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને, કર્મ-નોકર્મમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ ભાસે છે, ત્યાં સુધી તો તે અપ્રતિબુદ્ધ છે; અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુદ્ગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે ‘‘જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે’’; તે પ્રમાણે ‘‘કર્મ-નોકર્મ પોતાના આત્મામાં નથી પેઠાં; આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મ-નોકર્મ જ્ઞેય છે તે પ્રતિભાસે છે’’ — એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે.
હવે, આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ये] જે પુરુષો [स्वतः वा अन्यतः वा] પોતાથી જ અથવા પરના ઉપદેશથી [कथम् अपि हि] કોઈ પણ પ્રકારે [भेदविज्ञानमूलाम्] ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે એવી [अचलितम्] અવિચળ (નિશ્ચળ) [अनुभूतिम्] પોતાના આત્માની અનુભૂતિને [लभन्ते] પામે છે, [ते एव] તે જ પુરુષો [मुकुरवत्] દર્પણની જેમ [प्रतिफलन- निमग्न-अनन्त-भाव-स्वभावैः] પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી [सन्ततं] નિરંતર [अविकाराः] વિકારરહિત [स्युः] હોય છે, — જ્ઞાનમાં જે જ્ઞેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. ૨૧.
હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે એ અપ્રતિબુદ્ધ કઈ રીતે ઓળખી શકાય એનું ચિહ્ન બતાવો; તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ —
Page 55 of 642
PDF/HTML Page 86 of 673
single page version
ગાથાર્થઃ — [अन्यत् यत् परद्रव्यं] જે પુરુષ પોતાથી અન્ય જે પરદ્રવ્ય — [सचित्ताचित्तमिश्रं वा] સચિત્ત સ્ત્રીપુત્રાદિક, અચિત્ત ધનધાન્યાદિક અથવા મિશ્ર ગ્રામનગરાદિક — તેને એમ સમજે કે [अहं एतत्] હું આ છું, [एतत् अहम्] આ દ્રવ્ય મુજ-સ્વરૂપ છે, [अहम् एतस्य अस्मि] હું આનો છું, [एतत् मम अस्ति] આ મારું છે, [एतत् मम पूर्वम् आसीत्] આ મારું પૂર્વે હતું, [एतस्य अहम् अपि पूर्वम् आसम्] આનો હું પણ પૂર્વે હતો, [एतत् मम पुनः भविष्यति] આ મારું ભવિષ્યમાં થશે, [अहम् अपि एतस्य भविष्यामि] હું પણ આનો ભવિષ્યમાં થઈશ, — [एतत्
Page 56 of 642
PDF/HTML Page 87 of 673
single page version
यथाग्निरिन्धनमस्तीन्धनमग्निरस्त्यग्नेरिन्धनमस्तीन्धनस्याग्निरस्ति, अग्नेरिन्धनं पूर्वमासीदि- न्धनस्याग्निः पूर्वमासीत्, अग्नेरिन्धनं पुनर्भविष्यतीन्धनस्याग्निः पुनर्भविष्यतीतीन्धन एवा- सद्भूताग्निविकल्पत्वेनाप्रतिबुद्धः कश्चिल्लक्ष्येत, तथाहमेतदस्म्येतदहमस्ति ममैतदस्त्येतस्याहमस्मि, ममैतत्पूर्वमासीदेतस्याहं पूर्वमासं, ममैतत्पुनर्भविष्यत्येतस्याहं पुनर्भविष्यामीति परद्रव्य एवासद्भूतात्मविकल्पत्वेनाप्रतिबुद्धो लक्ष्येतात्मा ।
नाग्निरिन्धनमस्ति नेन्धनमग्निरस्त्यग्निरग्निरस्तीन्धनमिन्धनमस्ति नाग्नेरिन्धनमस्ति
नेन्धनस्याग्निरस्त्यग्नेरग्निरस्तीन्धनस्येन्धनमस्ति, नाग्नेरिन्धनं पूर्वमासीन्नेन्धनस्याग्निः पूर्वमासी- दग्नेरग्निः पूर्वमासीदिन्धनस्येन्धनं पूर्वमासीत्, नाग्नेरिन्धनं पुनर्भविष्यति नेन्धनस्याग्निः पुनर्भविष्यत्यग्नेरग्निः पुनर्भविष्यतीन्धनस्येन्धनं पुनर्भविष्यतीति कस्यचिदग्नावेव सद्भूताग्नि- विकल्पवन्नाहमेतदस्मि नैतदहमस्त्यहमहमस्म्येतदेतदस्ति, न ममैतदस्ति नैतस्याहमस्मि ममाहम- तु असद्भूतम्] આવો જૂઠો [आत्मविकल्पं] આત્મવિકલ્પ [करोति] કરે છે તે [सम्मूढः] મૂઢ છે,
મોહી છે, અજ્ઞાની છે; [तु] અને જે પુરુષ [भूतार्थं] પરમાર્થ વસ્તુસ્વરૂપને [जानन्] જાણતો થકો [तम्] એવો જૂઠો વિકલ્પ [न करोति] નથી કરતો તે [असम्मूढः] મૂઢ નથી, જ્ઞાની છે.
ટીકાઃ — (દ્રષ્ટાંતથી સમજાવે છેઃ) જેમ કોઈ પુરુષ ઇંધન અને અગ્નિને મળેલાં દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે ‘‘અગ્નિ છે તે ઇંધન છે, ઇંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઇંધન છે, ઇંધનનો અગ્નિ છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું, ઇંધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે’’; — આવો ઇંધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબુદ્ધ કોઈ ઓળખાય છે, તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ (આત્માનો વિકલ્પ) કરે કે ‘‘હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ છે; મારું આ પરદ્રવ્ય છે, આ પરદ્રવ્યનો હું છું; મારું આ પહેલાં હતું, હું આનો પહેલાં હતો; મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ’’; — આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબુદ્ધ ઓળખાય છે.
વળી અગ્નિ છે તે ઇંધન નથી, ઇંધન છે તે અગ્નિ નથી, — અગ્નિ છે તે અગ્નિ જ છે, ઇંધન છે તે ઇંધન જ છે; અગ્નિનું ઇંધન નથી, ઇંધનનો અગ્નિ નથી, — અગ્નિનો જ અગ્નિ છે, ઇંધનનું ઇંધન છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, ઇંધનનો અગ્નિ પહેલાં હતો નહિ, — અગ્નિનો અગ્નિ પહેલાં હતો, ઇંધનનું ઇંધન પહેલાં હતું; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે નહિ, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે નહિ, — અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું ઇંધન જ ભવિષ્યમાં થશે; — આ પ્રમાણે જેમ કોઈને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે
Page 57 of 642
PDF/HTML Page 88 of 673
single page version
स्म्येतस्यैतदस्ति, न ममैतत्पूर्वमासीन्नैतस्याहं पूर्वमासं ममाहं पूर्वमासमेतस्यैतत्पूर्वमासीत्, न ममैतत्पुनर्भविष्यति नैतस्याहं पुनर्भविष्यामि ममाहं पुनर्भविष्याम्येतस्यैतत्पुनर्भविष्यतीति स्वद्रव्य एव सद्भूतात्मविकल्पस्य प्रतिबुद्धलक्षणस्य भावात् ।
रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् ।
किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम् ।।२२।।
પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેવી જ રીતે ‘‘હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, — હું તો હું જ છું, પરદ્રવ્ય છે તે પરદ્રવ્ય જ છે; મારું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્યનો હું નથી, — મારો જ હું છું, પરદ્રવ્યનું પરદ્રવ્ય છે; આ પરદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ પરદ્રવ્યનો હું પહેલાં હતો નહિ, — મારો હું જ પહેલાં હતો, પરદ્રવ્યનું પરદ્રવ્ય પહેલાં હતું; આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ, એનો હું ભવિષ્યમાં થઈશ નહિ, — હું મારો જ ભવિષ્યમાં થઈશ, આ(પરદ્રવ્ય)નું આ (પરદ્રવ્ય) ભવિષ્યમાં થશે.’’ — આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે.
ભાવાર્થઃ — જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે તે તો અજ્ઞાની છે અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે — એમ અગ્નિ-ઇંધનના દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કર્યું છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [जगत्] જગત અર્થાત્ જગતના જીવો [आजन्मलीढं मोहम्] અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને [इदानीं त्यजतु] હવે તો છોડો અને [रसिकानां रोचनं] રસિક જનોને રુચિકર, [उद्यत् ज्ञानम्] ઉદય થઈ રહેલું જે જ્ઞાન તેને [रसयतु] આસ્વાદો; કારણ કે [इह] આ લોકમાં [आत्मा] આત્મા છે તે [किल] ખરેખર [कथम् अपि] કોઈ પ્રકારે [अनात्मना साकम्] અનાત્મા (પરદ્રવ્ય) સાથે [क्व अपि काले] કોઈ કાળે પણ [तादात्म्यवृत्तिम् कलयति न] તાદાત્મ્યવૃત્તિ (એકપણું) પામતો નથી, કેમ કે [एकः] આત્મા એક છે તે અન્ય દ્રવ્ય સાથે એકતારૂપ થતો નથી.
ભાવાર્થઃ — આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. એ રીતે આચાર્યે, અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું ભેદવિજ્ઞાન બતાવ્યું
Page 58 of 642
PDF/HTML Page 89 of 673
single page version
છે અને પ્રેરણા કરી છે કે એ એકપણારૂપ મોહને હવે છોડો અને જ્ઞાનને આસ્વાદો; મોહ છે તે વૃથા છે, જૂઠો છે, દુઃખનું કારણ છે. ૨૨.
હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છેઃ —
ગાથાર્થઃ — [अज्ञानमोहितमतिः] જેની મતિ અજ્ઞાનથી મોહિત છે [बहुभावसंयुक्तः] અને જે મોહ, રાગ, દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે એવો [जीवः] જીવ [भणति] એમ કહે
Page 59 of 642
PDF/HTML Page 90 of 673
single page version
युगपदनेकविधस्य बन्धनोपाधेः सन्निधानेन प्रधावितानामस्वभावभावानां संयोगवशाद्विचित्रो-
पाश्रयोपरक्तः स्फ टिकोपल इवात्यन्ततिरोहितस्वभावभावतया अस्तमितसमस्तविवेकज्योतिर्महता स्वयमज्ञानेन विमोहितहृदयो भेदमकृ त्वा तानेवास्वभावभावान् स्वीकुर्वाणः पुद्गलद्रव्यं ममेदमित्यनुभवति किलाप्रतिबुद्धो जीवः । अथायमेव प्रतिबोध्यते — रे दुरात्मन्, आत्मपंसन्,
जहीहि जहीहि परमाविवेकघस्मरसतृणाभ्यवहारित्वम् । दूरनिरस्तसमस्तसन्देहविपर्यासानध्यवसायेन
છે કે [इदं] આ [बद्धम् तथा च अबद्धं] શરીરાદિ બદ્ધ તેમ જ ધનધાન્યાદિ અબદ્ધ [पुद्गलं द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [मम] મારું છે. આચાર્ય કહે છેઃ [सर्वज्ञज्ञानदृष्टः] સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે [नित्यम्] સદા [उपयोगलक्षणः] ઉપયોગલક્ષણવાળો [जीवः] જીવ છે [सः] તે [पुद्गलद्रव्यीभूतः] પુદ્ગલદ્રવ્યરૂપ [कथं] કેમ થઈ શકે [यत्] કે [भणसि] તું કહે છે કે [इदं मम] આ પુદ્ગલદ્રવ્ય મારું છે? [यदि] જો [सः] જીવદ્રવ્ય [पुद्गलद्रव्यीभूतः] પુદ્ગલદ્રવ્યરૂપ થઈ જાય અને [इतरत्] પુદ્ગલદ્રવ્ય [जीवत्वम्] જીવપણાને [आगतम्] પામે [तत्] તો [वक्तुं शक्तः] તું કહી શકે [यत्] કે [इदं पुद्गलं द्रव्यम्] આ પુદ્ગલદ્રવ્ય [मम] મારું છે. (પણ એવું તો થતું નથી.)
ટીકાઃ — એકીસાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા ✽આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિકપાષાણ જેવો છે, અત્યંત તિરોભૂત (ઢંકાયેલા) પોતાના સ્વભાવભાવપણાથી જે જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે — એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહિ કરીને, પેલા અસ્વભાવભાવોને જ (પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ) પોતાના કરતો, પુદ્ગલદ્રવ્યને ‘આ મારું છે’ એમ અનુભવે છે. (જેમ સ્ફટિકપાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેકવર્ણરૂપપણું દેખાય છે, સ્ફટિકનો નિજ શ્વેત-નિર્મળભાવ દેખાતો નથી તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે — દેખાતો નથી તેથી પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે.) એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે કેઃ — એ દુરાત્મન્! આત્માનો ઘાત કરનાર! જેમ પરમ અવિવેકથી ✽આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ
Page 60 of 642
PDF/HTML Page 91 of 673
single page version
विश्वैकज्योतिषा सर्वज्ञज्ञानेन स्फु टीकृतं किल नित्योपयोगलक्षणं जीवद्रव्यं तत्कथं पुद्गलद्रव्यीभूतं येन पुद्गलद्रव्यं ममेदमित्यनुभवसि, यतो यदि कथञ्चनापि जीवद्रव्यं पुद्गलद्रव्यीभूतं स्यात् पुद्गलद्रव्यं च जीवद्रव्यीभूतं स्यात् तदैव लवणस्योदकमिव ममेदं पुद्गलद्रव्यमित्यनुभूतिः किल
घटेत, तत्तु न कथञ्चनापि स्यात् । तथाहि — यथा क्षारत्वलक्षणं लवणमुदकीभवत्
द्रवत्वलक्षणमुदकं च लवणीभवत् क्षारत्वद्रवत्वसहवृत्त्यविरोधादनुभूयते, न तथा नित्योपयोगलक्षणं
जीवद्रव्यं पुद्गलद्रव्यीभवत् नित्यानुपयोगलक्षणं पुद्गलद्रव्यं च जीवद्रव्यीभवत् उपयोगानुपयोगयोः
प्रकाशतमसोरिव सहवृत्तिविरोधादनुभूयते । तत्सर्वथा प्रसीद, विबुध्यस्व, स्वद्रव्यं ममेदमित्यनुभव ।
ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ. જેણે સમસ્ત સંદેહ, વિપર્યય, અનધ્યવસાય દૂર કરી દીધા છે અને જે વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ- જ્ઞાનથી સ્ફુટ (પ્રગટ) કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુદ્ગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું ‘આ પુદ્ગલદ્રવ્ય મારું છે’ એમ અનુભવે છે? કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યરૂપ થાય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ થાય તો જ ‘મીઠાનું પાણી’ એવા અનુભવની જેમ ‘મારું આ પુદ્ગલદ્રવ્ય’ એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે; પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ, દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છેઃ જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે અને દ્રવત્વ (પ્રવાહીપણું) જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે અર્થાત્ તેમાં કોઈ બાધા નથી, તેવી રીતે નિત્ય ઉપયોગલક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે; જડચેતન કદી પણ એક થઈ શકે નહિ. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જ્વળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ ‘આ મારું છે’ એમ અનુભવ. (એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.)
ભાવાર્થઃ — આ અજ્ઞાની જીવ પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે તેને ઉપદેશ કરી સાવધાન કર્યો છે કે જડ અને ચેતનદ્રવ્ય — એ બન્ને સર્વથા જુદાં જુદાં છે, કદાચિત્ કોઈ પણ રીતે એકરૂપ નથી થતાં એમ સર્વજ્ઞે દીઠું છે; માટે હે અજ્ઞાની! તું પરદ્રવ્યને એકપણે માનવું છોડી દે; વૃથા માન્યતાથી બસ થાઓ.
Page 61 of 642
PDF/HTML Page 92 of 673
single page version
त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम् ।।२३।।
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अयि] ‘अयि’ એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! તું [कथम् अपि] કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા [मृत्वा] મરીને પણ [तत्त्वकौतूहली सन्] તત્ત્વોનો કૌતૂહલી થઈ [मूर्तेः मुहूर्तम् पार्श्ववर्ती भव] આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ [अनुभव] આત્માનો અનુભવ કર [अथ येन] કે જેથી [स्वं विलसन्तं] પોતાના આત્માને વિલાસરૂપ, [पृथक्] સર્વ પરદ્રવ્યોથી જુદો [समालोक्य] દેખી [मूर्त्या साकम्] આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે [एकत्वमोहम्] એકપણાના મોહને [झगिति त्यजसि] તું તુરત જ છોડશે.
ભાવાર્થઃ — જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આવ્યે પણ ડગે નહિ, તો ઘાતીકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું માહાત્મ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. ૨૩.
હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે તેની ગાથા કહે છેઃ —
Page 62 of 642
PDF/HTML Page 93 of 673
single page version
धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये ।
वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः ।।२४।।
— इत्यादिका तीर्थकराचार्यस्तुतिः समस्तापि मिथ्या स्यात् । ततो य एवात्मा तदेव शरीरं पुद्गलद्रव्यमिति ममैकान्तिकी प्रतिपत्तिः ।
ગાથાર્થઃ — અપ્રતિબુદ્ધ કહે છે કેઃ [यदि] જો [जीवः] જીવ છે તે [शरीरं न] શરીર નથી તો [तीर्थकराचार्यसंस्तुतिः] તીર્થંકર અને આચાર્યોની સ્તુતિ કરી છે તે [सर्वा अपि] બધીયે [मिथ्या भवति] મિથ્યા (જૂઠી) થાય છે; [तेन तु] તેથી અમે સમજીએ છીએ કે [आत्मा] આત્મા તે [देहः च एव] દેહ જ [भवति] છે.
ટીકાઃ — જે આત્મા છે તે જ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ આ શરીર છે. જો એમ ન હોય તો તીર્થંકર-આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ પ્રમાણે છેઃ —
શ્લોકાર્થઃ — [ते तीर्थेश्वराः सूरयः वन्द्याः] તે તીર્થંકર-આચાર્યો વાંદવાયોગ્ય છે. કેવા છે તે? [ये कान्त्या एव दशदिशः स्नपयन्ति] પોતાના દેહની કાન્તિથી દશે દિશાઓને ધુએ છે — નિર્મળ કરે છે, [ये धाम्ना उद्दाम-महस्विनां धाम निरुन्धन्ति] પોતાના તેજ વડે ઉત્કૃષ્ટ તેજવાળા સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે, [ये रूपेण जनमनः मुष्णन्ति] પોતાના રૂપથી લોકોનાં મન હરી લે છે, [दिव्येन ध्वनिना श्रवणयोः साक्षात् सुखं अमृतं क्षरन्तः] દિવ્યધ્વનિ-વાણીથી (ભવ્યોના) કાનોમાં સાક્ષાત્ સુખ-અમૃત વરસાવે છે અને [अष्टसहस्रलक्षणधराः] એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે, — એવા છે. ૨૪.
— ઇત્યાદિ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ છે તે બધીયે મિથ્યા ઠરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પુદ્ગલદ્રવ્ય છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે કહ્યું.
Page 63 of 642
PDF/HTML Page 94 of 673
single page version
इह खलु परस्परावगाढावस्थायामात्मशरीरयोः समावर्तितावस्थायां कनककलधौतयोरेक- स्कन्धव्यवहारवद्वयवहारमात्रेणैवैकत्वं, न पुनर्निश्चयतः, निश्चयतो ह्यात्मशरीरयोरुपयोगानुपयोग- स्वभावयोः कनककलधौतयोः पीतपाण्डुरत्वादिस्वभावयोरिवात्यन्तव्यतिरिक्तत्वेनैकार्थत्वानुपपत्तेः नानात्वमेवेति । एवं हि किल नयविभागः । ततो व्यवहारनयेनैव शरीरस्तवनेनात्मस्तवनमुपपन्नम् ।
ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી; તું નયવિભાગને જાણતો નથી. તે નયવિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [व्यवहारनयः] વ્યવહારનય તો [भाषते] એમ કહે છે કે [जीवः देहः च] જીવ અને દેહ [एकः खलु] એક જ [भवति] છે; [तु] પણ [निश्चयस्य] નિશ્ચયનયનું કહેવું છે કે [जीवः देहः च] જીવ અને દેહ [कदा अपि] કદી પણ [एकार्थः] એક પદાર્થ [न] નથી.
ટીકાઃ — જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એકપિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી; કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવાં સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની અસિદ્ધિ છે તેથી અનેકપણું જ છે, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવાં આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. આવો આ પ્રગટ નયવિભાગ છે.
Page 64 of 642
PDF/HTML Page 95 of 673
single page version
यथा कलधौतगुणस्य पाण्डुरत्वस्य व्यपदेशेन परमार्थतोऽतत्स्वभावस्यापि कार्तस्वरस्य व्यवहारमात्रेणैव पाण्डुरं कार्तस्वरमित्यस्ति व्यपदेशः, तथा शरीरगुणस्य शुक्ललोहितत्वादेः स्तवनेन परमार्थतोऽतत्स्वभावस्यापि तीर्थकरकेवलिपुरुषस्य व्यवहारमात्रेणैव शुक्ललोहितस्तीर्थकरकेवलि-
માટે વ્યવહારનયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે.
ભાવાર્થઃ — વ્યવહારનય તો આત્મા અને શરીરને એક કહે છે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહારનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે.
આ જ વાત હવેની ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [जीवात् अन्यत्] જીવથી ભિન્ન [इदम् पुद्गलमयं देहं] આ પુદ્ગલમય દેહની [स्तुत्वा] સ્તુતિ કરીને [मुनिः] સાધુ [मन्यते खलु] એમ માને છે કે [मया] મેં [केवली भगवान्] કેવળી ભગવાનની [स्तुतः] સ્તુતિ કરી, [वन्दितः] વંદના કરી.
ટીકાઃ — જેમ, પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું ‘શ્વેત સુવર્ણ’ એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે; તેવી રીતે, પરમાર્થથી શુક્લ-રક્તપણું તીર્થંકર- કેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુક્લ-રક્તપણું વગેરે, તેમના સ્તવનથી તીર્થંકર-કેવળીપુરુષનું ‘શુક્લ-રક્ત તીર્થંકર-કેવળીપુરુષ’ એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી.
Page 65 of 642
PDF/HTML Page 96 of 673
single page version
पुरुष इत्यस्ति स्तवनम् । निश्चयनयेन तु शरीरस्तवनेनात्मस्तवनमनुपपन्नमेव ।
यथा कार्तस्वरस्य कलधौतगुणस्य पाण्डुरत्वस्याभावान्न निश्चयतस्तद्वयपदेशेन व्यपदेशः,
ભાવાર્થઃ — અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે? તેનો ઉત્તરઃ — વ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યો છે. વળી છદ્મસ્થને પોતાનો, પરનો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરીર દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાન્ત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે.
ઉપરની વાતને ગાથાથી કહે છેઃ —
ગાથાર્થઃ — [तत्] તે સ્તવન [निश्चये] નિશ્ચયમાં [न युज्यते] યોગ્ય નથી [हि] કારણ કે [शरीरगुणाः] શરીરના ગુણો [केवलिनः] કેવળીના [न भवन्ति] નથી; [यः] જે [केवलिगुणान्] કેવળીના ગુણોની [स्तौति] સ્તુતિ કરે છે [सः] તે [तत्त्वं] પરમાર્થથી [केवलिनं] કેવળીની [स्तौति] સ્તુતિ કરે છે.
ટીકાઃ — જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળાપણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે; તેવી રીતે શરીરના ગુણો જે શુક્લ-રક્તપણું વગેરે, તેમનો તીર્થંકર-કેવળીપુરુષમાં અભાવ છે માટે નિશ્ચયથી શરીરના શુક્લ-રક્તપણું વગેરે ગુણોનું સ્તવન
Page 66 of 642
PDF/HTML Page 97 of 673
single page version
कार्तस्वरगुणस्य व्यपदेशेनैव कार्तस्वरस्य व्यपदेशात्; तथा तीर्थकरकेवलिपुरुषस्य शरीरगुणस्य शुकॢलोहितत्वादेरभावान्न निश्चयतस्तत्स्तवनेन स्तवनं, तीर्थकरकेवलिपुरुषगुणस्य स्तवनेनैव तीर्थकर-केवलिपुरुषस्य स्तवनात् ।
કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થંકર-કેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે.
હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચયે કેમ યુક્ત નથી? એવા પ્રશ્નના ઉત્તરરૂપે દ્રષ્ટાંત સહિત ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [यथा] જેમ [नगरे] નગરનું [वर्णिते अपि] વર્ણન કરતાં છતાં [राज्ञः वर्णना] રાજાનું વર્ણન [न कृता भवति] કરાતું (થતું) નથી, તેમ [देहगुणे स्तूयमाने] દેહના ગુણનું સ્તવન કરતાં [केवलिगुणाः] કેવળીના ગુણોનું [स्तुताः न भवन्ति] સ્તવન થતું નથી.
ટીકાઃ — ઉપરના અર્થનું (ટીકામાં) કાવ્ય કહે છેઃ —
Page 67 of 642
PDF/HTML Page 98 of 673
single page version
– इति नगरे वर्णितेऽपि राज्ञः तदधिष्ठातृत्वेऽपि प्राकारोपवनपरिखादिमत्त्वाभावाद्वर्णनं न स्यात् ।
– इति शरीरे स्तूयमानेऽपि तीर्थकरकेवलिपुरुषस्य तदधिष्ठातृत्वेऽपि सुस्थितसर्वाङ्गत्व- लावण्यादिगुणाभावात्स्तवनं न स्यात् ।
अथ निश्चयस्तुतिमाह । तत्र ज्ञेयज्ञायकसङ्करदोषपरिहारेण तावत् —
શ્લોકાર્થઃ — [इदं नगरम् हि] આ નગર એવું છે કે જેણે [प्राकार-कवलित-अम्बरम्] કોટ વડે આકાશને ગ્રસ્યું છે (અર્થાત્ તેનો ગઢ બહુ ઊંચો છે), [उपवन-राजी-निगीर्ण-भूमितलम्] બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ગળી ગયું છે (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે) અને [परिखावलयेन पातालम् पिबति इव] કોટની ચારે તરફ ખાઈનાં ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે (અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે). ૨૫.
આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી કારણ કે, જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે તોપણ, કોટ-બાગ-ખાઈ-આદિવાળો રાજા નથી.
તેવી રીતે શરીરનું સ્તવન કર્યે તીર્થંકરનું સ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [जिनेन्द्ररूपं परं जयति] જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? [नित्यम्-अविकार-सुस्थित-सर्वाङ्गम्] જેમાં સર્વ અંગ હંમેશાં અવિકાર અને સુસ્થિત (સારી રીતે સુખરૂપ સ્થિત) છે, [अपूर्व-सहज-लावण्यम्] જેમાં (જન્મથી જ) અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે (અર્થાત્ જે સર્વને પ્રિય લાગે છે) અને [समुद्रं इव अक्षोभम्] જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી. ૨૬.
આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થતું નથી કારણ કે, જોકે તીર્થંકર-કેવળીપુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે તોપણ, સુસ્થિત સર્વાંગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહિ હોવાથી તીર્થંકર-કેવળીપુરુષને તે ગુણોનો અભાવ છે.
હવે, (તીર્થંકર-કેવળીની) નિશ્ચયસ્તુતિ કહે છે. તેમાં પહેલાં જ્ઞેય-જ્ઞાયકના સંકરદોષનો પરિહાર કરી (નિશ્ચય) સ્તુતિ કહે છેઃ —
Page 68 of 642
PDF/HTML Page 99 of 673
single page version
यः खलु निरवधिबन्धपर्यायवशेन प्रत्यस्तमितसमस्तस्वपरविभागानि निर्मलभेदाभ्यासकौश- लोपलब्धान्तःस्फु टातिसूक्ष्मचित्स्वभावावष्टम्भबलेन शरीरपरिणामापन्नानि द्रव्येन्द्रियाणि, प्रति- विशिष्टस्वस्वविषयव्यवसायितया खण्डशः आकर्षन्ति प्रतीयमानाखण्डैकचिच्छक्तितया भावेन्द्रियाणि, ग्राह्यग्राहकलक्षणसम्बन्धप्रत्यासत्तिवशेन सह संविदा परस्परमेकीभूतानिव चिच्छक्तेः स्वयमेवानु-
ગાથાર્થઃ — [यः] જે [इन्द्रियाणि] ઇંદ્રિયોને [जित्वा] જીતીને [ज्ञानस्वभावाधिकं] જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક [आत्मानम्] આત્માને [जानाति] જાણે છે [तं] તેને, [ये निश्चिताः साधवः] જે નિશ્ચયનયમાં સ્થિતિ સાધુઓ છે [ते] તેઓ, [खलु] ખરેખર [जितेन्द्रियं] જિતેંદ્રિય [भणन्ति] કહે છે.
ટીકાઃ — (જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો — એ ત્રણેયને પોતાનાથી જુદાં કરીને સર્વ અન્યદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે.) અનાદિ અમર્યાદરૂપ બંધપર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે (અર્થાત્ જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી) એવી શરીરપરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી; એ, દ્રવ્યેન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે (અર્થાત્ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે) એવી ભાવેન્દ્રિયોને, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ, ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન (જ્ઞાન) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા, ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇંદ્રિયોના વિષયભૂત સ્પર્શાદિ પદાર્થો તેમને, પોતાની ચૈતન્યશક્તિનું સ્વયમેવ
Page 69 of 642
PDF/HTML Page 100 of 673
single page version
भूयमानासङ्गतया भावेन्द्रियावगृह्यमाणान् स्पर्शादीनिन्द्रियार्थांश्च सर्वथा स्वतः पृथक्करणेन विजित्योपरतसमस्तज्ञेयज्ञायकसङ्करदोषत्वेनैकत्वे टङ्कोत्कीर्णं विश्वस्याप्यस्योपरि तरता प्रत्यक्षो- द्योततया नित्यमेवान्तःप्रकाशमानेनानपायिना स्वतःसिद्धेन परमार्थसता भगवता ज्ञानस्वभावेन सर्वेभ्यो द्रव्यान्तरेभ्यः परमार्थतोऽतिरिक्तमात्मानं सञ्चेतयते स खलु जितेन्द्रियो जिन इत्येका निश्चयस्तुतिः ।
અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા; એ, ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. આમ જે (મુનિ) દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો — એ ત્રણેને જીતીને, જ્ઞેયજ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં ✽ટંકોત્કીર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે સર્વ અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી ‘જિતેન્દ્રિય જિન’ છે. (જ્ઞાનસ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક, જુદો જ છે.) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની (સમસ્ત પદાર્થોની) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે-રૂપ નહિ થતો), પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વતઃસિદ્ધ અને પરમાર્થસત્ — એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે એક નિશ્ચયસ્તુતિ તો આ થઈ. (જ્ઞેય તો દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા — એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું; ભેદજ્ઞાનથી ભિન્નપણું જાણ્યું ત્યારે તે જ્ઞેયજ્ઞાયક-સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું.)
હવે ભાવ્યભાવક-સંકરદોષ દૂર કરી (નિશ્ચય) સ્તુતિ કહે છેઃ —
✽ટંકોત્કીર્ણ = પથ્થરમાં ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર જેવો ને તેવો સ્થિત.