Samaysar (Gujarati). Kalash: 207-214 ; Gatha: 345-365.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 27 of 34

 

Page 490 of 642
PDF/HTML Page 521 of 673
single page version

(अनुष्टुभ्)
वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात्
अन्यः करोति भुंक्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा ।।२०७।।
एव स्वयम्] આ ચૈતન્યચમત્કાર જ પોતે [नित्य-अमृत-ओघैः] નિત્યતારૂપ અમૃતના ઓઘ
(સમૂહો) વડે [अभिषिञ्चन्] અભિસિંચન કરતો થકો, [अपहरति] દૂર કરે છે.
ભાવાર્થઃક્ષણિકવાદી કર્તા-ભોક્તામાં ભેદ માને છે, અર્થાત્ પહેલી ક્ષણે જે આત્મા
હતો તે બીજી ક્ષણે નથીએમ માને છે. આચાર્યદેવ કહે છે કેઅમે તેને શું સમજાવીએ?
આ ચૈતન્ય જ તેનું અજ્ઞાન દૂર કરશેકે જે (ચૈતન્ય) અનુભવગોચર નિત્ય છે. પહેલી ક્ષણે
જે આત્મા હતો તે જ બીજી ક્ષણે કહે છે કે ‘હું પહેલાં હતો તે જ છું’; આવું સ્મરણપૂર્વક
પ્રત્યભિજ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે. અહીં બૌદ્ધમતી કહે છે કે
‘જે પહેલી ક્ષણે હતો
તે જ હું બીજી ક્ષણે છું’ એવું માનવું તે તો અનાદિ અવિદ્યાથી ભ્રમ છે; એ ભ્રમ મટે ત્યારે
તત્ત્વ સિદ્ધ થાય, સમસ્ત ક્લેશ મટે. તેનો ઉત્તર આપવામાં આવે છે કે
‘‘હે બૌદ્ધ! તું આ
જે દલીલ કરે છે તે આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? વળી
તારી આખી દલીલ એક જ આત્મા સાંભળે છે એમ માનીને તું દલીલ કરે છે કે આખી
દલીલ પૂરી થતાં સુધીમાં અનેક આત્માઓ પલટાઈ જાય છે એમ માનીને દલીલ કરે છે?
જો અનેક આત્માઓ પલટાઈ જતા હોય તો તારી આખી દલીલ તો કોઈ આત્મા સાંભળતો
નથી; તો પછી દલીલ કરવાનું પ્રયોજન શું?
* આમ અનેક રીતે વિચારી જોતાં તને જણાશે
કે આત્માને ક્ષણિક માનીને પ્રત્યભિજ્ઞાનને ભ્રમ કહી દેવો તે યથાર્થ નથી. માટે એમ સમજવું
કે
આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવો તે બન્ને ભ્રમ છે, વસ્તુસ્વરૂપ નથી;
અમે (જૈનો) કથંચિત્ નિત્યાનિત્યાત્મક વસ્તુસ્વરૂપ કહીએ છીએ તે જ સત્યાર્થ છે’’. ૨૦૬.
ફરી, ક્ષણિકવાદને યુક્તિ વડે નિષેધતું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[वृत्ति-अंश-भेदतः] વૃત્ત્યંશોના અર્થાત્ પર્યાયોના ભેદને લીધે [अत्यन्तं
वृत्तिमत्-नाश-कल्पनात्] ‘વૃત્તિમાન અર્થાત્ દ્રવ્ય અત્યંત (સર્વથા) નાશ પામે છે’ એવી કલ્પના
દ્વારા [अन्यः करोति] ‘અન્ય કરે છે અને [अन्यः भुंक्ते] અન્ય ભોગવે છે’ [इति एकान्तः मा
चकास्तु] એવો એકાંત ન પ્રકાશો.
* જો એમ કહેવામાં આવે કે ‘આત્મા તો નાશ પામે છે પણ તે સંસ્કાર મૂકતો જાય છે’ તો તે પણ યથાર્થ
નથી; આત્મા નાશ પામે તો આધાર વિના સંસ્કાર કેમ રહી શકે? વળી કદાપિ એક આત્મા સંસ્કાર મૂકતો
જાય, તોપણ તે આત્માના સંસ્કાર બીજા આત્મામાં પેસી જાય એવો નિયમ ન્યાયસંગત નથી.

Page 491 of 642
PDF/HTML Page 522 of 673
single page version

केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो
जम्हा तम्हा कुव्वदि सो वा अण्णो व णेयंतो ।।३४५।।
केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो
जम्हा तम्हा वेददि सो वा अण्णो व णेयंतो ।।३४६।।
जो चेव कुणदि सो चिय ण वेदए जस्स एस सिद्धंतो
सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो ।।३४७।।
अण्णो करेदि अण्णो परिभुंजदि जस्स एस सिद्धंतो
सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो ।।३४८।।
कैश्चित्तु पर्यायैर्विनश्यति नैव कैश्चित्तु जीवः
यस्मात्तस्मात्करोति स वा अन्यो वा नैकान्तः ।।३४५।।
ભાવાર્થઃદ્રવ્યની અવસ્થાઓ ક્ષણે ક્ષણે નાશ પામતી હોવાથી બૌદ્ધમતી એમ માને
છે કે ‘દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે’. આવી એકાંત માન્યતા મિથ્યા છે. જો અવસ્થાવાન
પદાર્થનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? એ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવવાથી
શૂન્યનો પ્રસંગ આવે છે. ૨૦૭.
હવે ગાથાઓમાં અનેકાંતને પ્રગટ કરીને ક્ષણિકવાદને સ્પષ્ટ રીતે નિષેધે છેઃ
પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે,
તેથી કરે છે તે જ કે બીજોનહીં એકાંત છે. ૩૪૫.
પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે,
જીવ તેથી વેદે તે જ કે બીજોનહીં એકાંત છે. ૩૪૬.
જીવ જે કરે તે ભોગવે નહિજેહનો સિદ્ધાંત એ,
તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતનો નથી. ૩૪૭.
જીવ અન્ય કરતો, અન્ય વેદેજેહનો સિદ્ધાંત એ,
તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતનો નથી. ૩૪૮.
ગાથાર્થઃ[यस्मात्] કારણ કે [जीवः] જીવ [कैश्चित् पर्यायैः तु] કેટલાક પર્યાયોથી

Page 492 of 642
PDF/HTML Page 523 of 673
single page version

कैश्चित्तु पर्यायैर्विनश्यति नैव कैश्चित्तु जीवः
यस्मात्तस्माद्वेदयते स वा अन्यो वा नैकान्तः ।।३४६।।
यश्चैव करोति स चैव न वेदयते यस्य एष सिद्धान्तः
स जीवो ज्ञातव्यो मिथ्याद्रष्टिरनार्हतः ।।३४७।।
अन्यः करोत्यन्यः परिभुंक्ते यस्य एष सिद्धान्तः
स जीवो ज्ञातव्यो मिथ्याद्रष्टिरनार्हतः ।।३४८।।
यतो हि प्रतिसमयं सम्भवदगुरुलघुगुणपरिणामद्वारेण क्षणिकत्वादचलितचैतन्यान्वय-
गुणद्वारेण नित्यत्वाच्च जीवः कैश्चित्पर्यायैर्विनश्यति, कैश्चित्तु न विनश्यतीति द्विस्वभावो
जीवस्वभावः
ततो य एव करोति स एवान्यो वा वेदयते, य एव वेदयते, स एवान्यो वा
[विनश्यति] નાશ પામે છે [तु] અને [कैश्चित्] કેટલાક પર્યાયોથી [न एव] નથી નાશ પામતો,
[तस्मात्] તેથી [सः वा करोति] ‘(જે ભોગવે છે) તે જ કરે છે’ [अन्यः वा] અથવા ‘બીજો
જ કરે છે’ [न एकान्तः] એવો એકાંત નથી (સ્યાદ્વાદ છે).
[यस्मात्] કારણ કે [जीवः] જીવ [कैश्चित् पर्यायैः तु] કેટલાક પર્યાયોથી [विनश्यति] નાશ
પામે છે [तु] અને [कैश्चित्] કેટલાક પર્યાયોથી [न एव] નથી નાશ પામતો, [तस्मात्] તેથી
[सः वा वेदयते] ‘(જે કરે છે) તે જ ભોગવે છે’ [अन्यः वा] અથવા ‘બીજો જ ભોગવે છે’
[न एकान्तः] એવો એકાંત નથી (સ્યાદ્વાદ છે).
[यः च एव करोति] જે કરે છે [सः च एव न वेदयते] તે જ નથી ભોગવતો’ [एषः
यस्य सिद्धान्तः] એવો જેનો સિદ્ધાંત છે, [सः जीवः] તે જીવ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ, [अनार्हतः]
અનાર્હત (અર્હત્ના મતને નહિ માનનારો) [ज्ञातव्यः] જાણવો.
[अन्यः करोति] બીજો કરે છે [अन्यः परिभुंक्ते] અને બીજો ભોગવે છે’ [एषः यस्य
सिद्धान्तः] એવો જેનો સિદ્ધાંત છે, [सः जीवः] તે જીવ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ, [अनार्हतः]
અનાર્હત (અજૈન) [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃજીવ, પ્રતિસમયે સંભવતા (દરેક સમયે થતા) અગુરુલઘુગુણના પરિણામ
દ્વારા ક્ષણિક હોવાથી અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા નિત્ય હોવાથી, કેટલાક
પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો
એમ બે સ્વભાવવાળો
જીવસ્વભાવ છે; તેથી ‘જે કરે છે તે જ ભોગવે છે’ અથવા ‘બીજો જ ભોગવે છે’, ‘જે ભોગવે

Page 493 of 642
PDF/HTML Page 524 of 673
single page version

करोतीति नास्त्येकान्तः एवमनेकान्तेऽपि यस्तत्क्षणवर्तमानस्यैव परमार्थसत्त्वेन वस्तुत्वमिति
वस्त्वंशेऽपि वस्तुत्वमध्यास्य शुद्धनयलोभाद्रजुसूत्रैकान्ते स्थित्वा य एव करोति स एव न वेदयते,
अन्यः करोति अन्यो वेदयते इति पश्यति स मिथ्याद्रष्टिरेव द्रष्टव्यः, क्षणिकत्वेऽपि वृत्त्यंशानां
वृत्तिमतश्चैतन्यचमत्कारस्य टङ्कोत्कीर्णस्यैवान्तःप्रतिभासमानत्वात्
છે તે જ કરે છે’ અથવા ‘બીજો જ કરે છે’એવો એકાંત નથી. આમ અનેકાંત હોવા છતાં,
‘જે (પર્યાય) તે ક્ષણે વર્તે છે, તેને જ પરમાર્થ સત્પણું હોવાથી, તે જ વસ્તુ છે’ એમ વસ્તુના
અંશમાં વસ્તુપણાનો અધ્યાસ કરીને શુદ્ધનયના લોભથી ૠજુસૂત્રનયના એકાંતમાં રહીને જે એમ
દેખે
માને છે કે ‘‘જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે’’,
તે જીવ મિથ્યાદ્રષ્ટિ જ દેખવોમાનવો; કારણ કે, વૃત્ત્યંશોનું (પર્યાયોનું) ક્ષણિકપણું હોવા છતાં,
વૃત્તિમાન (પર્યાયી) જે ચૈતન્યચમત્કાર (આત્મા) તે તો ટંકોત્કીર્ણ (નિત્ય) જ અંતરંગમાં
પ્રતિભાસે છે.
ભાવાર્થઃવસ્તુનો સ્વભાવ જિનવાણીમાં દ્રવ્યપર્યાયસ્વરૂપ કહ્યો છે; માટે
સ્યાદ્વાદથી એવો અનેકાંત સિદ્ધ થાય છે કે પર્યાય-અપેક્ષાએ તો વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય-
અપેક્ષાએ નિત્ય છે. જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. તેથી, પર્યાયદ્રષ્ટિએ જોવામાં
આવે તો કાર્યને કરે છે એક પર્યાય, અને ભોગવે છે અન્ય પર્યાય; જેમ કે
મનુષ્યપર્યાયે
શુભાશુભ કર્મ કર્યાં અને તેનું ફળ દેવાદિપર્યાયે ભોગવ્યું. દ્રવ્યદ્રષ્ટિએ જોવામાં આવે તો, જે
કરે છે તે જ ભોગવે છે; જેમ કે
મનુષ્યપર્યાયમાં જે જીવદ્રવ્યે શુભાશુભ કર્મ કર્યાં, તે જ
જીવદ્રવ્યે દેવાદિ પર્યાયમાં પોતે કરેલાં કર્મનું ફળ ભોગવ્યું.
આ રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતરૂપ સિદ્ધ હોવા છતાં, જે જીવ શુદ્ધનયને સમજ્યા વિના
શુદ્ધનયના લોભથી વસ્તુના એક અંશને (વર્તમાન કાળમાં વર્તતા પર્યાયને) જ વસ્તુ માની
ૠજુસૂત્રનયના વિષયનો એકાંત પકડી એમ માને છે કે ‘જે કરે છે તે જ ભોગવતો નથી
અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે જ કરતો નથીઅન્ય કરે છે’, તે જીવ મિથ્યાદ્રષ્ટિ
છે, અર્હંતના મતનો નથી; કારણ કે, પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, દ્રવ્યરૂપ ચૈતન્યચમત્કાર
તો અનુભવગોચર નિત્ય છે; પ્રત્યભિજ્ઞાનથી જણાય છે કે ‘બાળક અવસ્થામાં જે હું હતો તે
જ હું તરુણ અવસ્થામાં હતો અને તે જ હું વૃદ્ધ અવસ્થામાં છું’. આ રીતે જે કથંચિત્
નિત્યરૂપે
અનુભવગોચર છેસ્વસંવેદનમાં આવે છે અને જેને જિનવાણી પણ એવો જ ગાય છે, તેને
જે ન માને તે મિથ્યાદ્રષ્ટિ છે એમ જાણવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

Page 494 of 642
PDF/HTML Page 525 of 673
single page version

(शार्दूलविक्रीडित)
आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः
कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः
चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतै-
रात्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः
।।२०८।।
શ્લોકાર્થઃ[आत्मानं परिशुद्धम् ईप्सुभिः परैः अन्धकैः] આત્માને સમસ્તપણે શુદ્ધ
ઇચ્છનારા બીજા કોઈ અંધોએ[पृथुकैः] બાલિશ જનોએ (બૌદ્ધોએ)[काल-उपाधि-बलात्
अपि तत्र अधिकाम् अशुद्धिम् मत्वा] કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ
માનીને [अतिव्याप्तिं प्रपद्य] અતિવ્યાપ્તિને પામીને, [शुद्ध-ऋजुसूत्रे रतैः] શુદ્ધ ૠજુસૂત્રનયમાં રત
થયા થકા [चैतन्यं क्षणिकं प्रकल्प्य] ચૈતન્યને ક્ષણિક કલ્પીને, [अहो एषः आत्मा व्युज्झितः]
આત્માને છોડી દીધો; [निःसूत्र-मुक्ता-ईक्षिभिः हारवत्] જેમ હારમાંનો દોરો નહિ જોતાં કેવળ
મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ.
ભાવાર્થઃઆત્માને સમસ્તપણે શુદ્ધ માનવાના ઇચ્છક એવા બૌદ્ધોએ વિચાર્યું કે
‘‘આત્માને નિત્ય માનવામાં આવે તો નિત્યમાં કાળની અપેક્ષા આવે છે તેથી ઉપાધિ લાગી
જશે; એમ કાળની ઉપાધિ લાગવાથી આત્માને મોટી અશુદ્ધતા આવશે અને તેથી અતિવ્યાપ્તિ
દોષ લાગશે.’’ આ દોષના ભયથી તેઓએ શુદ્ધ ૠજુસૂત્રનયનો વિષય જે વર્તમાન સમય તેટલો
જ માત્ર (
ક્ષણિક જ) આત્માને માન્યો અને નિત્યાનિત્યસ્વરૂપ આત્માને ન માન્યો. આમ
આત્માને સર્વથા ક્ષણિક માનવાથી તેમને નિત્યાનિત્યસ્વરૂપદ્રવ્યપર્યાયસ્વરૂપ સત્યાર્થ આત્માની
પ્રાપ્તિ ન થઈ; માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની કલ્પના થઈ; પરંતુ તે આત્મા સત્યાર્થ નથી.
મોતીના હારમાં, દોરામાં અનેક મોતી પરોવેલાં હોય છે; જે માણસ તે હાર નામની
વસ્તુને મોતી તેમ જ દોરા સહિત દેખતો નથીમાત્ર મોતીને જ જુએ છે, તે છૂટા છૂટા
મોતીને જ ગ્રહણ કરે છે, હારને છોડી દે છે; અર્થાત્ તેને હારની પ્રાપ્તિ થતી નથી. તેવી
રીતે જે જીવો આત્માના એક ચૈતન્યભાવને ગ્રહણ કરતા નથી અને સમયે સમયે
વર્તનાપરિણામરૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કલ્પીને, ૠજુસૂત્રનયનો વિષય
જે વર્તમાન-સમયમાત્ર ક્ષણિકપણું તેટલો જ માત્ર આત્માને માને છે (અર્થાત્
જે જીવો આત્માને
દ્રવ્યપર્યાયસ્વરૂપ માનતા નથીમાત્ર ક્ષણિક પર્યાયરૂપ જ માને છે), તેઓ આત્માને છોડી
દે છે; અર્થાત્ તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી. ૨૦૮.
હવેના કાવ્યમાં આત્માનો અનુભવ કરવાનું કહે છેઃ

Page 495 of 642
PDF/HTML Page 526 of 673
single page version

(शार्दूलविक्रीडित)
कर्तृर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा
कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्
प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचि-
च्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः
।।२०९।।
(रथोद्धता)
व्यावहारिकद्रशैव केवलं
कर्तृ कर्म च विभिन्नमिष्यते
निश्चयेन यदि वस्तु चिन्त्यते
कर्तृ कर्म च सदैकमिष्यते
।।२१०।।
શ્લોકાર્થઃ[कर्तुः च वेदयितुः युक्तिवशतः भेदः अस्तु वा अभेदः अपि] કર્તાનો અને
ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો, [वा कर्ता च वेदयिता मा भवतु] અથવા
કર્તા અને ભોક્તા બન્ને ન હો; [वस्तु एव सञ्चिन्त्यताम्] વસ્તુને જ અનુભવો. [निपुणैः सूत्रे
इव इह आत्मनि प्रोता चित्-चिन्तामणि-मालिका क्वचित् भेत्तुं न शक्या] જેમ ચતુર પુરુષોએ દોરામાં
પરોવેલી મણિઓની માળા ભેદી શકાતી નથી, તેમ આત્મામાં પરોવેલી ચૈતન્યરૂપ ચિંતામણિની
માળા પણ કદી કોઈથી ભેદી શકાતી નથી;
[इयम् एका] એવી આ આત્મારૂપી માળા એક
જ, [नः अभितः अपि चकास्तु एव] અમને સમસ્તપણે પ્રકાશમાન હો (અર્થાત્ નિત્યત્વ,
અનિત્યત્વ આદિના વિકલ્પો છૂટી આત્માનો નિર્વિકલ્પ અનુભવ અમને હો).
ભાવાર્થઃઆત્મા વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયાત્મક છે; તેથી તેમાં ચૈતન્યના
પરિણમનરૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ તો કર્તા-ભોક્તાનો ભેદ છે અને ચિન્માત્ર દ્રવ્યની
અપેક્ષાએ ભેદ નથી; એમ ભેદ-અભેદ હો. અથવા ચિન્માત્ર અનુભવનમાં ભેદ-અભેદ શા માટે
કહેવો? (આત્માને) કર્તા-ભોક્તા જ ન કહેવો, વસ્તુમાત્ર અનુભવ કરવો. જેમ મણિઓની
માળામાં મણિઓની અને દોરાની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ માળામાત્ર ગ્રહણ કરતાં
ભેદાભેદ-વિકલ્પ નથી, તેમ આત્મામાં પર્યાયોની અને દ્રવ્યની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ
આત્મવસ્તુમાત્ર અનુભવ કરતાં વિકલ્પ નથી. આચાર્ય મહારાજ કહે છે કે
એવો નિર્વિકલ્પ
આત્માનો અનુભવ અમને પ્રકાશમાન હો. ૨૦૯.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[केवलं व्यावहारिकद्रशा एव कर्तृ च कर्म विभिन्नम् इष्यते] કેવળ વ્યાવહારિક
દ્રષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન ગણવામાં આવે છે; [निश्चयेन यदि वस्तु चिन्त्यते] નિશ્ચયથી

Page 496 of 642
PDF/HTML Page 527 of 673
single page version

जह सिप्पिओ दु कम्मं कुव्वदि ण य सो दु तम्मओ होदि
तह जीवो वि य कम्मं कुव्वदि ण य तम्मओ होदि ।।३४९।।
जह सिप्पिओ दु करणेहिं कुव्वदि ण सो दु तम्मओ होदि
तह जीवो करणेहिं कुव्वदि ण य तम्मओ होदि ।।३५०।।
जह सिप्पिओ दु करणाणि गिण्हदि ण सो दु तम्मओ होदि
तह जीवो करणाणि दु गिण्हदि ण य तम्मओ होदि ।।३५१।।
जह सिप्पि दु कम्मफलं भुंजदि ण य सो दु तम्मओ होदि
तह जीवो कम्मफलं भुंजदि ण य तम्मओ होदि ।।३५२।।
एवं ववहारस्स दु वत्तव्वं दरिसणं समासेण
सुणु णिच्छयस्स वयणं परिणामक दं तु जं होदि ।।३५३।।
જો વસ્તુને વિચારવામાં આવે, [कर्तृ च कर्म सदा एकम् इष्यते] તો કર્તા અને કર્મ સદા એક
ગણવામાં આવે છે.
ભાવાર્થઃકેવળ વ્યવહાર-દ્રષ્ટિથી જ ભિન્ન દ્રવ્યોમાં કર્તા-કર્મપણું ગણવામાં આવે
છે; નિશ્ચય-દ્રષ્ટિથી તો એક જ દ્રવ્યમાં કર્તા-કર્મપણું ઘટે છે. ૨૧૦.
હવે આ કથનને દ્રષ્ટાંત દ્વારા ગાથામાં કહે છેઃ
જ્યમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને. ૩૪૯.
જ્યમ શિલ્પી કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને. ૩૫૦.
જ્યમ શિલ્પી કરણ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ પણ કરણો ગ્રહે પણ તે નહીં તન્મય બને. ૩૫૧.
શિલ્પી કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને. ૩૫૨.
એ રીત મત વ્યવહારનો સંક્ષેપથી વક્તવ્ય છે;
સાંભળ વચન નિશ્ચય તણું પરિણામવિષયક જેહ છે. ૩૫૩.

Page 497 of 642
PDF/HTML Page 528 of 673
single page version

जह सिप्पिओ दु चेट्ठं कुव्वदि हवदि य तहा अणण्णो से
तह जीवो वि य कम्मं कुवदि हवदि य अणण्णो से ।।३५४।।
जह चेट्ठं कुव्वंतो दु सिप्पिओ णिच्चदुक्खिओ होदि
तत्तो सिया अणण्णो तह चेट्ठंतो दुही जीवो ।।३५५।।
यथा शिल्पिकस्तु कर्म करोति न च स तु तन्मयो भवति
तथा जीवोऽपि च कर्म करोति न च तन्मयो भवति ।।३४९।।
यथा शिल्पिकस्तु करणैः करोति न च स तु तन्मयो भवति
तथा जीवः करणैः करोति न च तन्मयो भवति ।।३५०।।
यथा शिल्पिकस्तु करणानि गृह्णाति न स तु तन्मयो भवति
तथा जीवः करणानि तु गृह्णाति न च तन्मयो भवति ।।३५१।।
શિલ્પી કરે ચેષ્ટા અને તેનાથી તેહ અનન્ય છે,
ત્યમ જીવ કર્મ કરે અને તેનાથી તેહ અનન્ય છે. ૩૫૪.
ચેષ્ટા કરંતો શિલ્પી જેમ દુખિત થાય નિરંતરે.
ને દુખથી તેહ અનન્ય, ત્યમ જીવ ચેષ્ટમાન દુખી બને. ૩૫૫.
ગાથાર્થઃ[यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી (સોની આદિ કારીગર) [कर्म] કુંડળ
આદિ કર્મ [करोति] કરે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય (તે-મય, કુંડળાદિમય)
થતો નથી, [तथा] તેમ [जीवः अपि च] જીવ પણ [कर्म] પુણ્યપાપ આદિ પુદ્ગલકર્મ [करोति]
કરે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય (પુદ્ગલકર્મમય) થતો નથી. [यथा] જેમ [शिल्पिकः
तु] શિલ્પી [करणैः] હથોડા આદિ કરણો વડે [करोति] (કર્મ) કરે છે [सः तु] પરંતુ તે [तन्मयः
न च भवति] તન્મય (હથોડા આદિ કરણોમય) થતો નથી, [तथा] તેમ [जीवः] જીવ [करणैः]
(મન-વચન-કાયરૂપ) કરણો વડે [करोति] (કર્મ) કરે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય
(મન-વચન-કાયરૂપ કરણોમય) થતો નથી. [यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી [करणानि] કરણોને
[गृह्णाति] ગ્રહણ કરે છે [सः तु] પરંતુ તે [तन्मयः न भवति] તન્મય થતો નથી, [तथा] તેમ
[जीवः] જીવ [करणानि तु] કરણોને [गृह्णाति] ગ્રહણ કરે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય
63

Page 498 of 642
PDF/HTML Page 529 of 673
single page version

यथा शिल्पी तु कर्मफलं भुंक्ते न च स तु तन्मयो भवति
तथा जीवः कर्मफलं भुंक्ते न च तन्मयो भवति ।।३५२।।
एवं व्यवहारस्य तु वक्तव्यं दर्शनं समासेन
शृणु निश्चयस्य वचनं परिणामकृतं तु यद्भवति ।।३५३।।
यथा शिल्पिकस्तु चेष्टां करोति भवति च तथानन्यस्तस्याः
तथा जीवोऽपि च कर्म करोति भवति चानन्यस्तस्मात् ।।३५४।।
यथा चेष्टां कुर्वाणस्तु शिल्पिको नित्यदुःखितो भवति
तस्माच्च स्यादनन्यस्तथा चेष्टमानो दुःखी जीवः ।।३५५।।
यथा खलु शिल्पी सुवर्णकारादिः कुण्डलादिपरद्रव्यपरिणामात्मकं कर्म करोति,
(કરણોમય) થતો નથી. [यथा] જેમ [शिल्पी तु] શિલ્પી [कर्मफलं] કુંડળ આદિ કર્મના ફળને
(ખાનપાન આદિને) [भुंक्ते] ભોગવે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય
(ખાનપાનાદિમય) થતો નથી, [तथा] તેમ [जीवः] જીવ [कर्मफलं] પુણ્યપાપાદિ પુદ્ગલકર્મના
ફળને (પુદ્ગલપરિણામરૂપ સુખદુઃખાદિને) [भुंक्ते] ભોગવે છે [न च तन्मयः भवति] પરંતુ
તન્મય (પુદ્ગલપરિણામરૂપ સુખદુઃખાદિમય) થતો નથી.
[एवं तु] એ રીતે તો [व्यवहारस्य दर्शनं] વ્યવહારનો મત [समासेन] સંક્ષેપથી [वक्तव्यम्]
કહેવાયોગ્ય છે. [निश्चयस्य वचनं] (હવે) નિશ્ચયનું વચન [शृणु] સાંભળ [यत्] કે જે [परिणामकृतं
तु भवति] પરિણામવિષયક છે.
[यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી [चेष्टां करोति] ચેષ્ટારૂપ કર્મને (પોતાના પરિણામરૂપ
કર્મને) કરે છે [तथा च] અને [तस्याः अनन्यः भवति] તેનાથી અનન્ય છે, [तथा] તેમ [जीवः
अपि च] જીવ પણ [क र्म क रोति] (પોતાના પરિણામરૂપ) કર્મને કરે છે [च] અને [तस्मात्
अनन्यः भवति] તેનાથી અનન્ય છે. [यथा] જેમ [चेष्टां कुर्वाणः] ચેષ્ટારૂપ કર્મ કરતો [शिल्पिकः
तु] શિલ્પી [नित्यदुःखितः भवति] નિત્ય દુઃખી થાય છે [तस्मात् च] અને તેનાથી (દુઃખથી)
[अनन्यः स्यात्] અનન્ય છે, [तथा] તેમ [चेष्टमानः] ચેષ્ટા કરતો (પોતાના પરિણામરૂપ કર્મને
કરતો) [जीवः] જીવ [दुःखी] દુઃખી થાય છે (અને દુઃખથી અનન્ય છે).
ટીકાઃજેવી રીતેશિલ્પી અર્થાત્ સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્ય-
પરિણામાત્મક (પરદ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્ય-

Page 499 of 642
PDF/HTML Page 530 of 673
single page version

हस्तकुट्टकादिभिः परद्रव्यपरिणामात्मकैः करणैः करोति, हस्तकुट्टकादीनि परद्रव्यपरिणामात्मकानि
करणानि गृह्णाति, ग्रामादिपरद्रव्यपरिणामात्मकं कुण्डलादिकर्मफलं भुंक्ते च, न त्वनेकद्रव्यत्वेन
ततोऽन्यत्वे सति तन्मयो भवति; ततो निमित्तनैमित्तिकभावमात्रेणैव तत्र कर्तृकर्मभोक्तृ-
भोग्यत्वव्यवहारः
तथात्मापि पुण्यपापादिपुद्गलद्रव्यपरिणामात्मकं कर्म करोति, कायवाङ्मनोभिः
पुद्गलद्रव्यपरिणामात्मकैः करणैः करोति, कायवाङ्मनांसि पुद्गलद्रव्यपरिणामात्मकानि करणानि
गृह्णाति, सुखदुःखादिपुद्गलद्रव्यपरिणामात्मकं पुण्यपापादिकर्मफलं भुंक्ते च, न त्वनेकद्रव्यत्वेन
ततोऽन्यत्वे सति तन्मयो भवति; ततो निमित्तनैमित्तिकभावमात्रेणैव तत्र
कर्तृकर्मभोक्तृभोग्यत्वव्यवहारः
यथा च स एव शिल्पी चिकीर्षुश्चेष्टारूपमात्मपरिणामात्मकं कर्म
करोति, दुःखलक्षणमात्मपरिणामात्मकं चेष्टारूपकर्मफलं भुंक्ते च, एकद्रव्यत्वेन ततोऽनन्यत्वे सति
तन्मयश्च भवति; ततः परिणामपरिणामिभावेन तत्रैव कर्तृकर्मभोक्तृभोग्यत्वनिश्चयः
तथात्मापि
चिकीर्षुश्चेष्टारूपमात्मपरिणामात्मकं कर्म करोति, दुःखलक्षणमात्मपरिणामात्मकं चेष्टारूपकर्मफलं
પરિણામાત્મક કરણો તેમના વડે કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક કરણો તેમને
ગ્રહણ કરે છે અને કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ્યપરિણામાત્મક ફળ તેને ભોગવે
છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ, કરણ આદિથી) અન્ય હોવાથી તન્મય
(કર્મકરણાદિમય) થતો નથી; માટે નિમિત્તનૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો અને
ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે; તેવી રીતે
આત્મા પણ પુણ્યપાપ આદિ જે પુદ્ગલદ્રવ્ય-
પરિણામાત્મક (પુદ્ગલદ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, કાય-વચન-મન એવાં જે
પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક કરણો તેમના વડે કરે છે, કાય-વચન-મન એવાં જે પુદ્ગલ-
પરિણામાત્મક કરણો તેમને ગ્રહણ કરે છે અને પુણ્યપાપ આદિ કર્મનું જે સુખદુઃખ આદિ
પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય
હોવાથી તન્મય (તે-મય) થતો નથી; માટે નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો
અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે.
વળી જેવી રીતેતે જ શિલ્પી, કરવાનો ઇચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ (અર્થાત્ કુંડળ
આદિ કરવાના પોતાના પરિણામરૂપ અને હસ્ત આદિના વ્યાપારરૂપ) એવું જે સ્વપરિણામાત્મક
કર્મ તેને કરે છે તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું સ્વપરિણામાત્મક ફળ તેને ભોગવે છે,
અને એકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ અને કર્મફળથી) અનન્ય હોવાથી તન્મય (કર્મમય ને
કર્મફળમય) છે; માટે પરિણામપરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા
-ભોગ્યપણાનો નિશ્ચય છે; તેવી રીતે
આત્મા પણ, કરવાનો ઇચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ

Page 500 of 642
PDF/HTML Page 531 of 673
single page version

भुंक्ते च, एकद्रव्यत्वेन ततोऽनन्यत्वे सति तन्मयश्च भवति; ततः परिणामपरिणामिभावेन तत्रैव
कर्तृकर्मभोक्तृभोग्यत्वनिश्चयः
(नर्दटक)
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः
स भवति नापरस्य परिणामिन एव भवेत्
न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया
स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः
।।२११।।
(पृथ्वी)
बहिर्लुठति यद्यपि स्फु टदनन्तशक्तिः स्वयं
तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम्
स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते
स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते
।।२१२।।
(રાગાદિપરિણામરૂપ અને પ્રદેશોના વ્યાપારરૂપ) એવું જે આત્મપરિણામાત્મક કર્મ તેને કરે છે
તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું આત્મપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને
એકદ્રવ્યપણાને લીધે તેમનાથી અનન્ય હોવાથી તન્મય (તે-મય) છે; માટે પરિણામ
-પરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ननु परिणामः एव किल विनिश्चयतः कर्म] ખરેખર પરિણામ છે તે જ
નિશ્ચયથી કર્મ છે, અને [सः परिणामिनः एव भवेत्, अपरस्य न भवति] પરિણામ પોતાના આશ્રયભૂત
પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ (કારણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે,
અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો);
[इह कर्म कर्तृशून्यम् न भवति] વળી કર્મ કર્તા
વિના હોતું નથી, [च वस्तुनः एकतया स्थितिः इह न] તેમ જ વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્
કૂટસ્થ સ્થિતિ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત
છે);
[ततः तद् एव कर्तृ भवतु] માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે (
નિશ્ચય-સિદ્ધાંત છે). ૨૧૧.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[स्वयं स्फु टत्-अनन्त-शक्तिः] જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે

Page 501 of 642
PDF/HTML Page 532 of 673
single page version

(रथोद्धता)
वस्तु चैकमिह नान्यवस्तुनो
येन तेन खलु वस्तु वस्तु तत्
निश्चयोऽयमपरोऽपरस्य कः
किं करोति हि बहिर्लुठन्नपि
।।२१३।।
એવી વસ્તુ [बहिः यद्यपि लुठति] અન્ય વસ્તુની બહાર જોકે લોટે છે [तथापि अन्य-वस्तु
अपरवस्तुनः अन्तरम् न विशति] તોપણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી, [यतः
सकलम् एव वस्तु स्वभाव-नियतम् इष्यते] કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં
નિશ્ચિત છે એમ માનવામાં આવે છે. (આચાર્યદેવ કહે છે કે) [इह] આમ હોવા છતાં,
[मोहितः] મોહિત જીવ, [स्वभाव-चलन-आकुलः] પોતાના સ્વભાવથી ચલિત થઇને આકુળ થતો
થકો, [किम् क्लिश्यते] શા માટે કલેશ પામે છે?
ભાવાર્થઃવસ્તુસ્વભાવ તો નિયમરૂપે એવો છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે
નહિ. આમ હોવા છતાં, આ મોહી પ્રાણી, ‘પરજ્ઞેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે’ એમ
માનીને, ક્લેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે. ૨૧૨.
ફરી આગળની ગાથાઓની સૂચનારૂપે બીજું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[इह च] આ લોકમાં [येन एकम् वस्तु अन्यवस्तुनः न] એક વસ્તુ અન્ય
વસ્તુની નથી, [तेन खलु वस्तु तत् वस्तु] તેથી ખરેખર વસ્તુ છે તે વસ્તુ જ છે[अयम् निश्चयः]
એ નિશ્ચય છે. [कः अपरः] આમ હોવાથી કોઈ અન્ય વસ્તુ [अपरस्य बहिः लुठन् अपि हि]
અન્ય વસ્તુની બહાર લોટતાં છતાં [किं करोति] તેને શું કરી શકે?
ભાવાર્થઃવસ્તુનો સ્વભાવ તો એવો છે કે એક વસ્તુ અન્ય વસ્તુને પલટાવી ન
શકે. જો એમ ન હોય તો વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે. આમ જ્યાં એક વસ્તુ અન્યને પરિણમાવી
શકતી નથી ત્યાં એક વસ્તુએ અન્યને શું કર્યું? કાંઈ ન કર્યું. ચેતન-વસ્તુ સાથે એકક્ષેત્રાવગાહરૂપે
પુદ્ગલો રહેલાં છે તોપણ ચેતનને જડ કરીને પોતારૂપે તો પરિણમાવી શક્યાં નહિ; તો પછી
પુદ્ગલે ચેતનને શું કર્યું? કાંઈ ન કર્યું.
આ ઉપરથી એમ સમજવું કેવ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધ
હોવા છતાં પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતાં નથી અને જ્ઞાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી. ૨૧૩.
હવે, એ જ અર્થને દ્રઢ કરતું ત્રીજું કાવ્ય કહે છેઃ

Page 502 of 642
PDF/HTML Page 533 of 673
single page version

(रथोद्धता)
यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः
किञ्चनापि परिणामिनः स्वयम्
व्यावहारिकद्रशैव तन्मतं
नान्यदस्ति किमपीह निश्चयात् ।।२१४।।
जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि
तह जाणगो दु ण परस्स जाणगो जाणगो सो दु ।।३५६।।
શ્લોકાર્થઃ[वस्तु] એક વસ્તુ [स्वयम् परिणामिनः अन्य-वस्तुनः] સ્વયં પરિણમતી અન્ય
વસ્તુને [किञ्चन अपि कुरुते] કાંઈ પણ કરી શકે છે[यत् तु] એમ જે માનવામાં આવે છે,
[तत् व्यावहारिक- द्रशा एव मतम्] તે વ્યવહારદ્રષ્ટિથી જ માનવામાં આવે છે. [निश्चयात्] નિશ્ચયથી
[इह अन्यत् किम् अपि न अस्ति] આ લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈ પણ નથી (અર્થાત્
એક વસ્તુને અન્ય વસ્તુ સાથે કાંઈ પણ સંબંધ નથી).
ભાવાર્થઃએક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને એમ કહેવું કે ‘અન્ય
દ્રવ્યે આ કર્યું’, તે વ્યવહારનયની દ્રષ્ટિથી જ છે; નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્યે કાંઈ
કર્યું નથી. વસ્તુના પર્યાયસ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ
પરિણમન થાય છે; તેમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી.
આ ઉપરથી એમ સમજવું કેપરદ્રવ્યરૂપ જ્ઞેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને
જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે; તેઓ એકબીજાને પરસ્પર કાંઈ કરી શકતા નથી.
માટે ‘જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે’ એમ વ્યવહારથી જ માનવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાયક
તો બસ જ્ઞાયક જ છે. ૨૧૪.
(‘ખડી તો ખડી જ છે’એ નિશ્ચય છે; ‘ખડી-સ્વભાવે પરિણમતી ખડી ભીંત-સ્વભાવે
પરિણમતી ભીંતને સફેદ કરે છે’ એમ કહેવું તે પણ વ્યવહારકથન છે. તેવી રીતે ‘જ્ઞાયક તો
જ્ઞાયક જ છે’
એ નિશ્ચય છે; ‘જ્ઞાયકસ્વભાવે પરિણમતો જ્ઞાયક પરદ્રવ્યસ્વભાવે પરિણમતાં
એવાં પરદ્રવ્યોને જાણે છે’ એમ કહેવું તે પણ વ્યવહારકથન છે.) આવા નિશ્ચય-વ્યવહાર કથનને
હવે ગાથાઓમાં દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કહે છેઃ
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા; ૩૫૬.

Page 503 of 642
PDF/HTML Page 534 of 673
single page version

जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि
तह पासगो दु ण परस्स पासगो पासगो सो दु ।।३५७।।
जह सेडिया दु ण परस्स सेडिया सडिया य सा होदि
तह संजदो दु ण परस्स संजदो संजदो सो दु ।।३५८।।
जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि
तह दंसणं तु ण परस्स दंसणं दंसणं तं तु ।।३५९।।
एवं तु णिच्छयणयस्स भासिदं णाणदंसणचरित्ते
सुणु ववहारणयस्स य वत्तव्वं से समासेण ।।३६०।।
जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण
तह परदव्वं जाणदि णादा वि सएण भावेण ।।३६१।।
जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण
तह परदव्वं पस्सदि जीवो वि सएण भावेण ।।३६२।।
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
દર્શક નથી ત્યમ પર તણો, દર્શક ખરે દર્શક તથા; ૩૫૭.
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
સંયત નથી ત્યમ પર તણો, સંયત ખરે સંયત તથા; ૩૫૮.
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
દર્શન નથી ત્યમ પર તણું, દર્શન ખરે દર્શન તથા. ૩૫૯.
એમ જ્ઞાન-દર્શન-ચરિતવિષયક કથન નિશ્ચયનય તણું;
સાંભળ કથન સંક્ષેપથી એના વિષે વ્યવહારનું. ૩૬૦.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
જ્ઞાતાય એ રીત જાણતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૧.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
આત્માય એ રીત દેખતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૨.

Page 504 of 642
PDF/HTML Page 535 of 673
single page version

जह परदव्वं सेडदि दु सेडिया अप्पणो सहावेण
तह परदव्वं विजहदि णादा वि सएण भावेण ।।३६३।।
जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण
तह परदव्वं सद्दहदि सम्मदिट्ठी सहावेण ।।३६४।।
एवं ववहारस्स दु विणिच्छओ णाणदंसणचरित्ते
भणिदो अण्णेसु वि पज्जएसु एमेव णादव्वो ।।३६५।।
यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति
तथा ज्ञायकस्तु न परस्य ज्ञायको ज्ञायकः स तु ।।३५६।।
यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति
तथा दर्शकस्तु न परस्य दर्शको दर्शकः स तु ।।३५७।।
यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति
तथा संयतस्तु न परस्य संयतः संयतः स तु ।।३५८।।
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
જ્ઞાતાય એ રીત ત્યાગતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૩.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
સુદ્રષ્ટિ એ રીત શ્રદ્ધતો નિજ ભાવથી પરદ્રવ્યને. ૩૬૪.
એમ જ્ઞાન-દર્શન-ચરિતમાં નિર્ણય કહ્યો વ્યવહારનો,
ને અન્ય પર્યાયો વિષે પણ એ જ રીતે જાણવો. ૩૬૫.
ગાથાર્થઃ(જોકે વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેય-જ્ઞાયક, દ્રશ્ય-દર્શક, ત્યાજ્ય-
ત્યાજક ઇત્યાદિ સંબંધ છે, તોપણ નિશ્ચયે તો આ પ્રમાણે છેઃ) [यथा] જેમ [सेटिका तु]
ખડી [परस्य न] પરની (ભીંત આદિની) નથી, [सेटिका] ખડી [सा च सेटिका भवति] તે તો
ખડી જ છે, [तथा] તેમ [ज्ञायकः तु] જ્ઞાયક (જાણનારો, આત્મા) [परस्य न] પરનો (પરદ્રવ્યનો)
નથી, [ज्ञायकः] જ્ઞાયક [सः तु ज्ञायकः] તે તો જ્ઞાયક જ છે. [यथा] જેમ [सेटिका तु] ખડી
[परस्य न] પરની નથી, [सेटिका] ખડી [सा च सेटिका भवति] તે તો ખડી જ છે, [तथा] તેમ
[दर्शकः तु] દર્શક (દેખનારો, આત્મા) [परस्य न] પરનો નથી, [दर्शकः] દર્શક [सः तु दर्शकः]

Page 505 of 642
PDF/HTML Page 536 of 673
single page version

यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति
तथा दर्शनं तु न परस्य दर्शनं दर्शनं तत्तु ।।३५९।।
एवं तु निश्चयनयस्य भाषितं ज्ञानदर्शनचरित्रे
शृणु व्यवहारनयस्य च वक्तव्यं तस्य समासेन ।।३६०।।
यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन
तथा परद्रव्यं जानाति ज्ञातापि स्वकेन भावेन ।।३६१।।
यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन
तथा परद्रव्यं पश्यति जीवोऽपि स्वकेन भावेन ।।३६२।।
यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन
तथा परद्रव्यं विजहाति ज्ञातापि स्वकेन भावेन ।।३६३।।
यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन
तथा परद्रव्यं श्रद्धत्ते सम्यग्द्रष्टिः स्वभावेन ।।३६४।।
તે તો દર્શક જ છે. [यथा] જેમ [सेटिका तु] ખડી [परस्य न] પરની (ભીંત આદિની) નથી,
[सेटिका] ખડી [सा च सेटिका भवति] તે તો ખડી જ છે, [तथा] તેમ [संयतः तु] સંયત (ત્યાગ
કરનારો, આત્મા) [परस्य न] પરનો (પરદ્રવ્યનો) નથી, [संयतः] સંયત [सः तु संयतः] તે
તો સંયત જ છે. [यथा] જેમ [सेटिका तु] ખડી [परस्य न] પરની નથી, [सेटिका] ખડી [सा
च सेटिका भवति] તે તો ખડી જ છે, [तथा] તેમ [दर्शनं तु] દર્શન અર્થાત્ શ્રદ્ધાન [परस्य न]
પરનું નથી, [दर्शनं तत् तु दर्शनम्] દર્શન તે તો દર્શન જ છે અર્થાત્ શ્રદ્ધાન તે તો શ્રદ્ધાન
જ છે.
[एवं तु] એ પ્રમાણે [ज्ञानदर्शनचरित्रे] જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે [निश्चयनयस्य भाषितम्]
નિશ્ચયનયનું કથન છે. [तस्य च] વળી તે વિષે [समासेन] સંક્ષેપથી [व्यवहारनयस्य वक्तव्यं]
વ્યવહારનયનું કથન [शृणु] સાંભળ.
[यथा] જેમ [सेटिका] ખડી [आत्मनः स्वभावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] (ભીંત
આદિ) પરદ્રવ્યને [सेटियति] સફેદ કરે છે, [तथा] તેમ [ज्ञाता अपि] જ્ઞાતા પણ [स्वकेन भावेन]
પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [जानाति] જાણે છે. [यथा] જેમ [सेटिका] ખડી [आत्मनः
स्वभावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [सेटयति] સફેદ કરે છે, [तथा] તેમ [जीवः
अपि] જીવ પણ [स्वकेन भावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [पश्यति] દેખે છે.
[यथा] જેમ [सेटिका] ખડી [आत्मनः स्वभावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [सेटयति]
64

Page 506 of 642
PDF/HTML Page 537 of 673
single page version

एवं व्यवहारस्य तु विनिश्चयो ज्ञानदर्शनचरित्रे
भणितोऽन्येष्वपि पर्यायेषु एवमेव ज्ञातव्यः ।।३६५।।
सेटिकात्र तावच्छवेतगुणनिर्भरस्वभावं द्रव्यम् तस्य तु व्यवहारेण श्वैत्यं
कुङ्यादिपरद्रव्यम् अथात्र कुडयादेः परद्रव्यस्य श्वैत्यस्य श्वेतयित्री सेटिका किं
भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यतेयदि सेटिका कुडयादेर्भवति
तदा यस्य यद्भवति तत्तदेव भवति, यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे
जीवति सेटिका कुडयादेर्भवन्ती कुडयादिरेव भवेत्; एवं सति सेटिकायाः
स्वद्रव्योच्छेदः
न च द्रव्यान्तरसङ्क्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाद्द्रव्यस्यास्त्युच्छेदः ततो
न भवति सेटिका कुडयादेः यदि न भवति सेटिका कुडयादेस्तर्हि कस्य सेटिका
भवति ? सेटिकाया एव सेटिका भवति ननु कतराऽन्या सेटिका सेटिकायाः
સફેદ કરે છે, [तथा] તેમ [ज्ञाता अपि] જ્ઞાતા પણ [स्वकेन भावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं]
પરદ્રવ્યને [विजहाति] ત્યાગે છે. [यथा] જેમ [सेटिका] ખડી [आत्मनः स्वभावेन] પોતાના
સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [सेटयति] સફેદ કરે છે, [तथा] તેમ [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ
[स्वभावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [श्रद्धत्ते] શ્રદ્ધે છે. [एवं तु] આ પ્રમાણે
[ज्ञानदर्शनचरित्रे] જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે [व्यवहारनयस्य विनिश्चयः] વ્યવહારનયનો નિર્ણય
[भणितः] કહ્યો; [अन्येषु पर्यायेषु अपि] બીજા પર્યાયો વિષે પણ [एवम् एव ज्ञातव्यः] એ રીતે
જ જાણવો.
ટીકાઃઆ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત
-આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વૈત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે).
હવે, ‘શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી?’
એમ તે બન્નેનો તાત્ત્વિક (પારમાર્થિક) સંબંધ અહીં વિચારવામાં આવે છેઃજો ખડી
ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય,
જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે (
જુદું દ્રવ્ય નથી);’આવો તાત્ત્વિક
સંબંધ જીવંત (અર્થાત્ વિદ્યમાન) હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત
-આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ, ભીંત-આદિથી જુદું દ્રવ્ય
ન હોવું જોઈએ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ (નાશ) થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ
તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો

Page 507 of 642
PDF/HTML Page 538 of 673
single page version

यस्याः सेटिका भवति ? न खल्वन्या सेटिका सेटिकायाः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ
किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न किमपि तर्हि न कस्यापि सेटिका,
सेटिका सेटिकैवेति निश्चयः यथायं द्रष्टान्तस्तथायं दार्ष्टान्तिक :चेतयितात्र तावद्
ज्ञानगुणनिर्भरस्वभावं द्रव्यम् तस्य तु व्यवहारेण ज्ञेयं पुद्गलादिपरद्रव्यम् अथात्र
पुद्गलादेः परद्रव्यस्य ज्ञेयस्य ज्ञायकश्चेतयिता किं भवति किं न भवतीति तदुभयतत्त्व-
सम्बन्धो मीमांस्यते
यदि चेतयिता पुद्गलादेर्भवति तदा यस्य यद्भवति तत्तदेव
भवति यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति चेतयिता
पुद्गलादेर्भवन् पुद्गलादिरेव भवेत्; एवं सति चेतयितुः स्वद्रव्योच्छेदः
न च द्रव्यान्तर-
सङ्क्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाद्द्रव्यस्यास्त्युच्छेदः ततो न भवति चेतयिता पुद्गलादेः
यदि न भवति चेतयिता पुद्गलादेस्तर्हि कस्य चेतयिता भवति ? चेतयितुरेव
चेतयिता भवति
ननु कतरोऽन्यश्चेतयिता चेतयितुर्यस्य चेतयिता भवति ? न
છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએઃ) જો ખડી ભીંત
-આદિની નથી, તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી
કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ
બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે?
કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે
એ નિશ્ચય છે. (એ
પ્રમાણે દ્રષ્ટાંત કહ્યું.) જેમ આ દ્રષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દાર્ષ્ટાંત છેઃઆ જગતમાં
ચેતયિતા (ચેતનારો અર્થાત્ આત્મા) છે તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે.
પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું (આત્માનું) જ્ઞેય છે. હવે, ‘જ્ઞાયક (અર્થાત્
જાણનારો) ચેતયિતા, જ્ઞેય (અર્થાત્ જણાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી?’
એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃજો ચેતયિતા પુદ્ગલાદિનો
હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન
હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;’
આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત્ છતો) હોવાથી,
ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા
પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ, પુદ્ગલાદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ); એમ હોતાં,
ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું
અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા
પુદ્ગલાદિનો નથી. (આગળ વિચારીએઃ) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો
છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો કયો ચેતયિતા છે

Page 508 of 642
PDF/HTML Page 539 of 673
single page version

खल्वन्यश्चेतयिता चेतयितुः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ किमत्र साध्यं स्वस्वाम्यंश-
व्यवहारेण ? न किमपि तर्हि न कस्यापि ज्ञायकः, ज्ञायको ज्ञायक एवेति निश्चयः
किञ्च सेटिकात्र तावच्छवेतगुणनिर्भरस्वभावं द्रव्यम् तस्य तु व्यवहारेण श्वैत्यं
कुडयादिपरद्रव्यम् अथात्र कुडयादेः परद्रव्यस्य श्वैत्यस्य श्वेतयित्री सेटिका किं भवति
किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यतेयदि सेटिका कुडयादेर्भवति तदा
यस्य यद्भवति तत्तदेव भवति यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति
सेटिका कुडयादेर्भवन्ती कुडयादिरेव भवेत्; एवं सति सेटिकायाः स्वद्रव्योच्छेदः
न च द्रव्यान्तरसङ्क्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाद्द्रव्यस्यास्त्युच्छेदः ततो न भवति सेटिका
कुडयादेः यदि न भवति सेटिका कुडयादेस्तर्हि कस्य सेटिका भवति ? सेटिकाया
एव सेटिका भवति ननु कतराऽन्या सेटिका सेटिकायाः यस्याः सेटिका भवति ? न खल्वन्या
કે જેનો (આ) ચેતયિતા છે? (આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ
બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ
સાધ્ય નથી. તો પછી જ્ઞાયક કોઈનો નથી, જ્ઞાયક જ્ઞાયક જ છે
એ નિશ્ચય છે.
(આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ ‘આત્મા પરદ્રવ્યને જાણે છે’એ વ્યવહારકથન
છે; ‘આત્મા પોતાને જાણે છે’એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; ‘જ્ઞાયક
જ્ઞાયક જ છે’એ નિશ્ચય છે.)
વળી (જેવી રીતે જ્ઞાયક વિષે દ્રષ્ટાંત-દાર્ષ્ટાંતથી કહ્યું) એવી રીતે દર્શક વિષે કહેવામાં
આવે છેઃઆ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત-આદિ
પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વૈત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે,
‘શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી?’
એમ તે
બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃજો ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય
તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી
જ્ઞાન તે આત્મા જ છે;’
આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની
હોય તો ખડી તે ભીંત-આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ);
એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે
એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું
કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએઃ) જો ખડી ભીંત-આદિની નથી તો ખડી

Page 509 of 642
PDF/HTML Page 540 of 673
single page version

सेटिका सेटिकायाः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न
किमपि तर्हि न कस्यापि सेटिका, सेटिका सेटिकैवेति निश्चयः यथायं
द्रष्टान्तस्तथायं दार्ष्टान्तिकःचेतयितात्र तावद्दर्शनगुणनिर्भरस्वभावं द्रव्यम् तस्य तु
व्यवहारेण द्रश्यं पुद्गलादिपरद्रव्यम् अथात्र पुद्गलादेः परद्रव्यस्य द्रश्यस्य दर्शकश्चेतयिता
किं भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यतेयदि चेतयिता पुद्गलादेर्भवति
तदा यस्य यद्भवति तत्तदेव भवति यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे
जीवति चेतयिता पुद्गलादेर्भवन् पुद्गलादिरेव भवेत्; एवं सति चेतयितुः स्वद्रव्योच्छेदः
न च द्रव्यान्तरसङ्क्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाद्द्रव्यस्यास्त्युच्छेदः ततो न भवति चेतयिता
पुद्गलादेः यदि न भवति चेतयिता पुद्गलादेस्तर्हि कस्य चेतयिता भवति ? चेतयितुरेव
चेतयिता भवति ननु कतरोऽन्यश्चेतयिता चेतयितुर्यस्य चेतयिता भवति ? न खल्वन्यश्चेतयिता
चेतयितुः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न किमपि
કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ)
ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો
જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી
ખડી કોઈની નથી, ખડી ખડી જ છે
એ નિશ્ચય છે. જેમ આ દ્રષ્ટાંત છે, તેમ આ (નીચે
પ્રમાણે) દાર્ષ્ટાંત છેઃઆ જગતમાં ચેતયિતા છે તે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય
છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું દ્રશ્ય છે. હવે, ‘દર્શક (દેખનારો અથવા
શ્રદ્ધનારો) ચેતયિતા, દ્રશ્ય (દેખાવાયોગ્ય અથવા શ્રદ્ધાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો
છે કે નથી?’
એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃજો ચેતયિતા
પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ
આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;’
આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી,
ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા
પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ
દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે
જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી. (આગળ
વિચારીએઃ) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા
છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો કયો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે?
(આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ