Samaysar (Gujarati). Kalash: 222-227 ; Gatha: 383-389.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 29 of 34

 

Page 530 of 642
PDF/HTML Page 561 of 673
single page version

तं प्रकाशयितुमायाति; किन्तु वस्तुस्वभावस्य परेणोत्पादयितुमशक्यत्वात् परमुत्पादयितुमशक्तत्वाच्च
यथा तदसन्निधाने तथा तत्सन्निधानेऽपि स्वरूपेणैव प्रकाशते
स्वरूपेणैव प्रकाशमानस्य चास्य
वस्तुस्वभावादेव विचित्रां परिणतिमासादयन् कमनीयोऽकमनीयो वा घटपटादिर्न मनागपि
विक्रियायै कल्प्यते
तथा बहिरर्थाः शब्दो, रूपं, गन्धो, रसः, स्पर्शो, गुणद्रव्ये च, देवदत्तो
यज्ञदत्तमिव हस्ते गृहीत्वा, ‘मां शृणु, मां पश्य, मां जिघ्र, मां रसय, मां स्पृश, मां बुध्यस्व’
इति स्वज्ञाने नात्मानं प्रयोजयन्ति, न चात्माप्ययःकान्तोपलकृष्टायःसूचीवत् स्वस्थानात्प्रच्युत्य तान्
ज्ञातुमायाति; किन्तु वस्तुस्वभावस्य परेणोत्पादयितुमशक्यत्वात् परमुत्पादयितुमशक्त त्वाच्च यथा
तदसन्निधाने तथा तत्सन्निधानेऽपि स्वरूपेणैव जानीते
स्वरूपेणैव जानतश्चास्य वस्तुस्वभावादेव
विचित्रां परिणतिमासादयन्तः कमनीया अकमनीया वा शब्दादयो बहिरर्था न मनागपि विक्रियायै
(અર્થાત્ બાહ્યપદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે ‘તું મને પ્રકાશ’, અને દીવો પણ
લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેને
(બાહ્યપદાર્થને) પ્રકાશવા જતો નથી; પરંતુ, વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી
તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી, દીવો જેમ બાહ્યપદાર્થની
અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે) તેમ બાહ્યપદાર્થની સમીપતામાં પણ પોતાના
સ્વરૂપથી જ પ્રકાશે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને (દીવાને), વસ્તુસ્વભાવથી
જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા
ઉત્પન્ન કરતો નથી.
એવી રીતે હવે દાર્ષ્ટાંત છેઃ બાહ્યપદાર્થોશબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને
દ્રવ્ય, જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, આત્માને સ્વજ્ઞાનમાં
(બાહ્યપદાર્થોને જાણવાના કાર્યમાં) જોડતા નથી કે ‘તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ,
તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ’, અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી
લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને (બાહ્યપદાર્થોને) જાણવા જતો નથી;
પરંતુ, વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને
ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી, આત્મા જેમ બાહ્યપદાર્થોની અસમીપતામાં (પોતાના
સ્વરૂપથી જ જાણે છે) તેમ બાહ્યપદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે.
(એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર
પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન
કરતા નથી.

Page 531 of 642
PDF/HTML Page 562 of 673
single page version

कल्प्येरन् एवमात्मा प्रदीपवत् परं प्रति उदासीनो नित्यमेवेति वस्तुस्थितिः, तथापि यद्रागद्वेषौ
तदज्ञानम्
(शार्दूलविक्रीडित)
पूर्णैकाच्युतशुद्धबोधमहिमा बोधो न बोध्यादयं
यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव
तद्वस्तुस्थितिबोधवन्ध्यधिषणा एते किमज्ञानिनो
रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम्
।।२२२।।
આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે (અર્થાત્ સંબંધ વગરનો,
તટસ્થ છે)એવી વસ્તુસ્થિતિ છે, તોપણ જે રાગદ્વેષ થાય છે તે અજ્ઞાન છે.
ભાવાર્થઃશબ્દાદિક જડ પુદ્ગલદ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતાં નથી,
કે ‘તું અમને ગ્રહણ કર (અર્થાત્ તું અમને જાણ)’; અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત
થઈને તેમને ગ્રહવા (જાણવા) તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે
આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના
સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના
સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતાં નથી, જેમ પોતાના સ્વરૂપથી
જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ. આવો વસ્તુસ્વભાવ છે,
તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-
દ્રવ્યને જાણી, તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[पूर्ण-एक-अच्युत-शुद्ध-बोध-महिमा अयं बोधः] પૂર્ણ, એક, અચ્યુત અને શુદ્ધ
(વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા [ततः इतः बोध्यात्]
તે (અસમીપવર્તી) કે આ (સમીપવર્તી) જ્ઞેય પદાર્થોથી [काम् अपि विक्रियां न यायात्] જરા
પણ વિક્રિયા પામતો નથી, [दीपः प्रकाश्यात् इव] જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી (પ્રકાશાવાયોગ્ય
ઘટપટાદિ પદાર્થોથી) વિક્રિયા પામતો નથી તેમ. તો પછી [तद्-वस्तुस्थिति-बोध-बन्ध्य-धिषणाः एते
अज्ञानिनः] એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો [किम्
सहजाम् उदासीनताम् मुञ्चन्ति, रागद्वेषमयीभवन्ति] પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે અને
રાગદ્વેષમય કેમ થાય છે? (એમ આચાર્યદેવે શોચ કર્યો છે.)

Page 532 of 642
PDF/HTML Page 563 of 673
single page version

(शार्दूलविक्रीडित)
रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृशः
पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात्
दूरारूढचरित्रवैभवबलाच्चञ्चच्चिदर्चिर्मयीं
विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य सञ्चेतनाम्
।।२२३।।
ભાવાર્થઃજ્ઞાનનો સ્વભાવ જ્ઞેયને જાણવાનો જ છે, જેમ દીપકનો સ્વભાવ
ઘટપટાદિને પ્રકાશવાનો છે. એવો વસ્તુસ્વભાવ છે. જ્ઞેયને જાણવામાત્રથી જ્ઞાનમાં વિકાર થતો
નથી. જ્ઞેયોને જાણી, તેમને સારાં-નરસાં માની, આત્મા રાગીદ્વેષી
વિકારી થાય છે તે અજ્ઞાન
છે. માટે આચાર્યદેવે શોચ કર્યો છે કે‘વસ્તુનો સ્વભાવ તો આવો છે, છતાં આ આત્મા અજ્ઞાની
થઈને રાગદ્વેષરૂપે કેમ પરિણમે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીન-અવસ્થારૂપ કેમ રહેતો નથી?’
આ પ્રમાણે આચાર્યદેવે જે શોચ કર્યો છે તે યુક્ત છે, કારણ કે જ્યાં સુધી શુભ રાગ છે ત્યાં
સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુઃખી દેખી કરુણા ઊપજે છે અને તેથી શોચ થાય છે. ૨૨૨.
હવે આગળના કથનની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[राग-द्वेष-विभाव-मुक्त-महसः] જેમનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત છે,
[नित्यं स्वभाव-स्पृशः] જેઓ સદા (પોતાના ચૈતન્યચમત્કારમાત્ર) સ્વભાવને સ્પર્શનારા છે, [पूर्व-
आगामि-समस्त-कर्म-विकलाः] જેઓ ભૂત કાળનાં તેમ જ ભવિષ્ય કાળનાં સમસ્ત કર્મથી રહિત
છે અને [तदात्व-उदयात्-भिन्नाः] જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે, [दूर-आरूढ-चरित्र-
वैभव-बलात् ज्ञानस्य सञ्चेतनाम् विन्दन्ति] તેઓ (એવા જ્ઞાનીઓ) અતિ પ્રબળ ચારિત્રના
વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે[चञ्चत्-चिद्-अर्चिर्मयीं] કે જે જ્ઞાન-ચેતના
ચમકતી ચૈતન્યજ્યોતિમય છે અને [स्व-रस-अभिषिक्त-भुवनाम्] જેણે નિજ રસથી (પોતાના
જ્ઞાનરૂપ રસથી) સમસ્ત લોકને સિંચ્યો છે.
ભાવાર્થઃજેમને રાગદ્વેષ ગયા, પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો અને
અતીત, અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને
ચારિત્ર અંગીકાર કરે છે. તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની
ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે.
અહીં તાત્પર્ય આમ જાણવુંઃજીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન
પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણ, અનુમાન-પ્રમાણ અને સ્વસંવેદન-પ્રમાણથી જાણે
છે અને તેનું શ્રદ્ધાન (પ્રતીતિ) દ્રઢ કરે છે; એ તો અવિરત, દેશવિરત અને પ્રમત્ત

Page 533 of 642
PDF/HTML Page 564 of 673
single page version

कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं
तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ।।३८३।।
कम्मं जं सुहमसुहं जम्हि य भावम्हि बज्झदि भविस्सं
तत्तो णियत्तदे जो सो पच्चक्खाणं हवदि चेदा ।।३८४।।
जं सुहमसुहमुदिण्णं संपडि य अणेयवित्थरविसेसं
तं दोसं जो चेददि सो खलु आलोयणं चेदा ।।३८५।।
અવસ્થામાં પણ થાય છે. અને જ્યારે અપ્રમત્ત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું
જ ધ્યાન કરે છે; તે વખતે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય
છે અને શ્રેણિ ચડી, કેવળજ્ઞાન ઉપજાવી, સાક્ષાત્
*જ્ઞાનચેતનારૂપ થાય છે. ૨૨૩.
અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડે તે આત્મા પ્રતિક્રમણ છે, અનાગત કર્મ ન કરવાની
પ્રતિજ્ઞા કરે (અર્થાત્ જે ભાવોથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મમત્વ છોડે) તે આત્મા
પ્રત્યાખ્યાન છે અને ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડે તે આત્મા આલોચના છે;
સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે.
આવું
ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છેઃ
શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે,
તેથી નિવર્તે આત્મને, તે આતમા પ્રતિક્રમણ છે; ૩૮૩.
શુભ ને અશુભ ભાવી કરમ જે ભાવમાં બંધાય છે,
તેથી નિવર્તન જે કરે, તે આતમા પચખાણ છે. ૩૮૪.
શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે,
તે દોષને જે ચેતતો, તે જીવ આલોચન ખરે. ૩૮૫.
* કેવળજ્ઞાની જીવને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ, નિર્વિકલ્પ અનુભવ વખતે
જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો,
સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી; કારણ કે તેને
નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે પરિણમન હોય છે, કર્મના અને કર્મફળના સ્વામિત્વભાવે પરિણમન
નથી હોતું.

Page 534 of 642
PDF/HTML Page 565 of 673
single page version

णिच्चं पच्चक्खाणं कुव्वदि णिच्चं पडिक्कमदि जो य
णिच्चं आलोचेयदि सो हु चरित्तं हवदि चेदा ।।३८६।।
कर्म यत्पूर्वकृतं शुभाशुभमनेकविस्तरविशेषम्
तस्मान्निवर्तयत्यात्मानं तु यः स प्रतिक्रमणम् ।।३८३।।
कर्म यच्छुभमशुभं यस्मिंश्च भावे बध्यते भविष्यत्
तस्मान्निवर्तते यः स प्रत्याख्यानं भवति चेतयिता ।।३८४।।
यच्छुभमशुभमुदीर्णं सम्प्रति चानेकविस्तरविशेषम्
तं दोषं यः चेतयते स खल्वालोचनं चेतयिता ।।३८५।।
नित्यं प्रत्याख्यानं करोति नित्यं प्रतिक्रामति यश्च
नित्यमालोचयति स खलु चरित्रं भवति चेतयिता ।।३८६।।
પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્યે કરે,
નિત્યે કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬.
ગાથાર્થઃ[पूर्वकृतं] પૂર્વે કરેલું [यत्] જે [अनेकविस्तरविशेषम्] અનેક પ્રકારના
વિસ્તારવાળું [शुभाशुभम् कर्म] (જ્ઞાનાવરણીયાદિ) શુભાશુભ કર્મ [तस्मात्] તેનાથી [यः] જે
આત્મા [आत्मानं तु] પોતાને [निवर्तयति] *નિવર્તાવે છે, [सः] તે આત્મા [प्रतिक्रमणम्]
પ્રતિક્રમણ છે.
[भविष्यत्] ભવિષ્ય કાળનું [यत्] જે [शुभम् अशुभम् कर्म] શુભ-અશુભ કર્મ [यस्मिन्
भावे च] તે જે ભાવમાં [बध्यते] બંધાય છે [तस्मात्] તે ભાવથી [यः] જે આત્મા [निवर्तते]
નિવર્તે છે, [सः चेतयिता] તે આત્મા [प्रत्याख्यानं भवति] પ્રત્યાખ્યાન છે.
[सम्प्रति च] વર્તમાન કાળે [उदीर्णं] ઉદયમાં આવેલું [यत्] જે [अनेकविस्तरविशेषम्]
અનેક પ્રકારના વિસ્તારવાળું [शुभम् अशुभम्] શુભ-અશુભ કર્મ [तं दोषं] તે દોષને [यः] જે
આત્મા [चेतयते] ચેતે છેઅનુભવે છેજ્ઞાતાભાવે જાણી લે છે (અર્થાત્ તેનું સ્વામિત્વ
કર્તાપણું છોડે છે), [सः चेतयिता] તે આત્મા [खलु] ખરેખર [आलोचनम्] આલોચના છે.
[यः] જે [नित्यं] સદા [प्रत्याख्यानं करोति] પ્રત્યાખ્યાન કરે છે, [नित्यं प्रतिक्रामति च]
* નિવર્તાવવું = પાછા વાળવું; અટકાવવું; દૂર રાખવું.

Page 535 of 642
PDF/HTML Page 566 of 673
single page version

यः खलु पुद्गलकर्मविपाकभवेभ्यो भावेभ्यश्चेतयितात्मानं निवर्तयति, स तत्कारणभूतं पूर्वं
कर्म प्रतिक्रामन् स्वयमेव प्रतिक्रमणं भवति स एव तत्कार्यभूतमुत्तरं कर्म प्रत्याचक्षाणः
प्रत्याख्यानं भवति स एव वर्तमानं कर्मविपाकमात्मनोऽत्यन्तभेदेनोपलभमानः आलोचना भवति
एवमयं नित्यं प्रतिक्रामन्, नित्यं प्रत्याचक्षाणो, नित्यमालोचयंश्च, पूर्वकर्मकार्येभ्य
उत्तरकर्मकारणेभ्यो भावेभ्योऽत्यन्तं निवृत्तः, वर्तमानं कर्मविपाकमात्मनोऽत्यन्तभेदेनोपलभमानः,
स्वस्मिन्नेव खलु ज्ञानस्वभावे निरन्तरचरणाच्चारित्रं भवति
चारित्रं तु भवन् स्वस्य ज्ञानमात्रस्य
चेतनात् स्वयमेव ज्ञानचेतना भवतीति भावः
સદા પ્રતિક્રમણ કરે છે અને [नित्यम् आलोचयति] સદા આલોચના કરે છે, [सः चेतयिता] તે
આત્મા [खलु] ખરેખર [चरित्रं भवति] ચારિત્ર છે.
ટીકાઃજે આત્મા પુદ્ગલકર્મના વિપાકથી (ઉદયથી) થતા ભાવોથી પોતાને નિવર્તાવે
છે, તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને (ભૂતકાળના કર્મને) પ્રતિક્રમતો થકો પોતે જ
પ્રતિક્રમણ છે; તે જ આત્મા, તે ભાવોના કાર્યભૂત ઉત્તરકર્મને (ભવિષ્યકાળના કર્મને) પચખતો
થકો, પ્રત્યાખ્યાન છે; તે જ આત્મા, વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક
અનુભવતો થકો, આલોચના છે. એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમતો (અર્થાત્
પ્રતિક્રમણ કરતો)
થકો, સદા પચખતો (અર્થાત્ પ્રત્યાખ્યાન કરતો) થકો અને સદા આલોચતો (અર્થાત્ આલોચના
કરતો) થકો, પૂર્વકર્મના કાર્યરૂપ અને ઉત્તરકર્મના કારણરૂપ ભાવોથી અત્યંત નિવૃત્ત થયો થકો,
વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, પોતામાં જ
જ્ઞાનસ્વભાવમાં જનિરંતર ચરતો (વિચરતો, આચરણ કરતો) હોવાથી ચારિત્ર છે (અર્થાત્
પોતે જ ચારિત્રસ્વરૂપ છે). અને ચારિત્રસ્વરૂપ વર્તતો થકો પોતાનેજ્ઞાનમાત્રનેચેતતો
(અનુભવતો) હોવાથી (તે આત્મા) પોતે જ જ્ઞાનચેતના છે, એવો ભાવ (આશય) છે.
ભાવાર્થઃચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં, પૂર્વે
લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો
તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે. અહીં તો
નિશ્ચયચારિત્રને પ્રધાન કરીને કથન છે; માટે નિશ્ચયથી વિચારતાં તો, જે આત્મા ત્રણે કાળનાં
કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ
છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે. એમ પ્રતિક્રમણસ્વરૂપ, પ્રત્યાખ્યાન-
સ્વરૂપ અને આલોચનાસ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચયચારિત્ર છે. જે આ

Page 536 of 642
PDF/HTML Page 567 of 673
single page version

(उपजाति)
ज्ञानस्य सञ्चेतनयैव नित्यं
प्रकाशते ज्ञानमतीव शुद्धम्
अज्ञानसञ्चेतनया तु धावन्
बोधस्य शुद्धिं निरुणद्धि बन्धः
।।२२४।।
वेदंतो कम्मफलं अप्पाणं कुणदि जो दु कम्मफलं
सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ।।३८७।।
નિશ્ચયચારિત્ર, તે જ જ્ઞાનચેતના (અર્થાત્ જ્ઞાનનું અનુભવન) છે. તે જ જ્ઞાનચેતનાથી (અર્થાત્
જ્ઞાનના અનુભવનથી) સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે, જેમાં જ્ઞાનચેતનાનું ફળ અને
અજ્ઞાનચેતનાનું (અર્થાત્ કર્મચેતનાનું અને કર્મફળચેતનાનું) ફળ પ્રગટ કરે છેઃ
શ્લોકાર્થઃ[नित्यं ज्ञानस्य सञ्चेतनया एव ज्ञानम् अतीव शुद्धम् प्रकाशते] નિરંતર
જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે; [तु] અને [अज्ञानसञ्चेतनया] અજ્ઞાનની
સંચેતનાથી [बन्धः धावन] બંધ દોડતો થકો [बोधस्य शुद्धिं निरुणद्धि] જ્ઞાનની શુદ્ધતાને રોકે છે
જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
ભાવાર્થઃકોઈ (વસ્તુ) પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો
તે તેનું સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી
તે જ્ઞાનનું સંચેતન અર્થાત્
જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે અર્થાત્
કેવળજ્ઞાન ઊપજે છે. કેવળજ્ઞાન ઊપજતાં સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે.
અજ્ઞાનરૂપ (અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ) ઉપયોગને કરવો, તેના તરફ જ (કર્મ
અને કર્મફળ તરફ જ) એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો, તે અજ્ઞાનચેતના છે. તેનાથી
કર્મનો બંધ થાય છે, કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ૨૨૪.
હવે આ કથનને ગાથા દ્વારા કહે છેઃ
જે કર્મફળને વેદતો નિજરૂપ કરમફળને કરે,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મનેદુખબીજને; ૩૮૭.

Page 537 of 642
PDF/HTML Page 568 of 673
single page version

वेदंतो कम्मफलं मए कदं मुणदि जो दु कम्मफलं
सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ।।३८८।।
वेदंतो कम्मफलं सुहिदो दुहिदो य हवदि जो चेदा
सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ।।३८९।।
वेदयमानः कर्मफलमात्मानं करोति यस्तु कर्मफलम्
स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम् ।।३८७।।
वेदयमानः कर्मफलं मया कृतं जानाति यस्तु कर्मफलम्
स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम् ।।३८८।।
वेदयमानः कर्मफलं सुखितो दुःखितश्च भवति यश्चेतयिता
स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम् ।।३८९।।
જે કર્મફળને વેદતો જાણે ‘કરમફળ મેં કર્યું’,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મનેદુખબીજને; ૩૮૮.
જે કર્મફળને વેદતો આત્મા સુખી-દુખી થાય છે,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મનેદુખબીજને. ૩૮૯.
ગાથાર્થઃ[कर्मफलम् वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः तु] જે આત્મા [कर्मफलम्]
કર્મફળને [आत्मानं करोति] પોતારૂપ કરે છે (માને છે), [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम्
तत्] આઠ પ્રકારના કર્મને[दुःखस्य बीजं] દુઃખના બીજને[बध्नाति] બાંધે છે.
[कर्मफलं वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः तु] જે આત્મા [कर्मफलम् मया कृतं
जानाति] ‘કર્મફળ મેં કર્યું’ એમ જાણે છે, [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्]
આઠ પ્રકારના કર્મને[दुःखस्य बीजं] દુઃખના બીજને[बध्नाति] બાંધે છે.
[कर्मफलं वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः चेतयिता] જે આત્મા [सुखितः दुखितः
च] સુખી અને દુઃખી [भवति] થાય છે, [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्]
આઠ પ્રકારના કર્મને[दुःखस्य बीजं] દુઃખના બીજને[बध्नाति] બાંધે છે.
68

Page 538 of 642
PDF/HTML Page 569 of 673
single page version

ज्ञानादन्यत्रेदमहमिति चेतनम् अज्ञानचेतना सा द्विधाकर्मचेतना कर्मफलचेतना च
तत्र ज्ञानादन्यत्रेदमहं करोमीति चेतनं कर्मचेतना; ज्ञानादन्यत्रेदं वेदयेऽहमिति चेतनं
कर्मफलचेतना
सा तु समस्तापि संसारबीजं; संसारबीजस्याष्टविधकर्मणो बीजत्वात् ततो
मोक्षार्थिना पुरुषेणाज्ञानचेतनाप्रलयाय सकलकर्मसंन्यासभावनां सकलकर्मफलसंन्यासभावनां च
नाटयित्वा स्वभावभूता भगवती ज्ञानचेतनैवैका नित्यमेव नाटयितव्या
तत्र तावत्सकलकर्मसंन्यासभावनां नाटयति
(आर्या)
कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः
परिहृत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलम्बे ।।२२५।।
ટીકાઃજ્ઞાનથી અન્યમાં (જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું (અનુભવવું)
કે ‘આ હું છું’, તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છેકર્મચેતના અને કર્મફળચેતના. તેમાં,
જ્ઞાનથી અન્યમાં (અર્થાત્ જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું કે ‘આને હું કરું છું’,
તે કર્મચેતના છે; અને જ્ઞાનથી અન્યમાં એમ ચેતવું કે ‘આને હું ભોગવું છું’, તે કર્મફળચેતના
છે. (એમ બે પ્રકારે અજ્ઞાનચેતના છે.) તે સમસ્ત અજ્ઞાનચેતના સંસારનું બીજ છે; કારણ
કે સંસારનું બીજ જે આઠ પ્રકારનું (જ્ઞાનાવરણાદિ) કર્મ, તેનું તે અજ્ઞાનચેતના બીજ છે (અર્થાત્
તેનાથી કર્મ બંધાય છે). માટે મોક્ષાર્થી પુરુષે અજ્ઞાનચેતનાનો પ્રલય કરવા માટે સકળ કર્મના
સંન્યાસની (ત્યાગની) ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવીને,
સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી.
તેમાં પ્રથમ, સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ
(ત્યાં પ્રથમ, કાવ્ય કહે છેઃ)
શ્લોકાર્થઃ[त्रिकालविषयं] ત્રણે કાળના (અર્થાત્ અતીત, વર્તમાન અને અનાગત કાળ
સંબંધી) [सर्वं कर्म] સમસ્ત કર્મને [कृत-कारित-अनुमननैः] કૃત-કારિત-અનુમોદનાથી અને [मनः-
वचन-कायैः] મન-વચન-કાયાથી [परिहृत्य] ત્યાગીને [परमं नैष्कर्म्यम् अवलम्बे] હું પરમ નૈષ્કર્મ્યને
(ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને) અવલંબું છું. (એ પ્રમાણે, સર્વ કર્મનો ત્યાગ કરનાર જ્ઞાની
પ્રતિજ્ઞા કરે છે.) ૨૨૫.
(હવે ટીકામાં પ્રથમ, પ્રતિક્રમણ-કલ્પ અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ કહે છેઃ)
(પ્રતિક્રમણ કરનાર કહે છે કેઃ)

Page 539 of 642
PDF/HTML Page 570 of 673
single page version

यदहमकार्षं, यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च वाचा च कायेन
च, तन्मिथ्या मे दुष्कृतमिति १ यदहमकार्षं, यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं,
मनसा च वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति २ यदहमकार्षं, यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं
समन्वज्ञासिषं, मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३ यदहमकार्षं, यदचीकरं,
यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ४ यदहमकार्षं,
यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च, तन्मिथ्या मे दुष्कृतमिति ५
यदहमकार्षं, यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति ६
यदहमकार्षं, यदचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति
यदहमकार्षं, यदचीकरं, मनसा च वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ८
यदहमकार्षं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च वाचा च कायेन च, तन्मिथ्या
मे दुष्कृतमिति ९
यदहमचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च वाचा च
જે મેં (પૂર્વે કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી,
વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. (કર્મ કરવું, કરાવવું અને અન્ય કરનારને
અનુમોદવું તે સંસારનું બીજ છે એમ જાણીને તે દુષ્કૃત પ્રત્યે હેયબુદ્ધિ આવી ત્યારે જીવે તેના
પ્રત્યેનું મમત્વ છોડ્યું, તે જ તેનું મિથ્યા કરવું છે). ૧.
જે મેં (પૂર્વે કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું,
મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય
કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩. જે મેં
(પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, વચનથી તથા કાયાથી, તે
મારું દુષ્કૃત મિથ્યા હો. ૪.
જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી,
તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૫. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન
કર્યું, વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૬. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો
હોય તેનું અનુમોદન કર્યું, કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૭.
જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત
મિથ્યા હો. ૮. જે મેં (પૂર્વે) કર્યું, અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી,
વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૯. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય

Page 540 of 642
PDF/HTML Page 571 of 673
single page version

कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १० यदहमकार्षं, यदचीकरं, मनसा च
वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति ११ यदहमकार्षं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं,
मनसा च वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति १२ यदहमचीकरं, यत्कुर्वन्तमप्यन्यं
समन्वज्ञासिषं, मनसा च वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति १३ यदहमकार्षं, यदचीकरं,
मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १४ यदहमकार्षं, यत्कुर्वन्तमप्यन्यं
समन्वज्ञासिषं, मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १५ यदहमचीकरं
यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १६
यदहमकार्षं, यदचीकरं, वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १७ यदहमकार्षं,
यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति १८
यदहमचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, वाचा च कायेन च, तन्मिथ्या मे
दुष्कृतमिति १९
यदहमकार्षं, यदचीकरं, मनसा च, तन्मिथ्या मे दुष्कृतमिति २०
यदहमकार्षं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च, तन्मिथ्या मे दुष्कृतमिति २१
કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા
હો. ૧૦.
જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૧.
જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી તથા વચનથી, તે
મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૨. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન
કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૩. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું
મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૪. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો
હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૫. જે મેં (પૂર્વે)
કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા
હો. ૧૬. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા
હો. ૧૭. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી,
તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૮. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન
કર્યું, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૯.
જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૦. જે મેં (પૂર્વે)
કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૧.

Page 541 of 642
PDF/HTML Page 572 of 673
single page version

यदहमचीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च, तन्मिथ्या मे दुष्कृतमिति २२
यदहमकार्षं, यदचीकरं, वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति २३ यदहमकार्षं,
यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति २४ यदहम-
चीकरं, यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति २५
यदहमकार्षं, यदचीकरं, कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति २६ यदहमकार्षं,
यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति २७ यदहमचीकरं,
यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति २८ यदहमकार्षं
मनसा च वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति २९ यदहमचीकरं मनसा
च वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३० यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं
मनसा च वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३१ यदहमकार्षं मनसा
च वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति ३२ यदहमचीकरं मनसा च वाचा च, तन्मिथ्या
मे दुष्कृतमिति ३३ यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं मनसा च वाचा च, तन्मिथ्या
मे दुष्कृतमिति ३४ यदहमकार्षं मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३५
જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, તે મારું દુષ્કૃત
મિથ્યા હો. ૨૨. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૩.
જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કૃત
મિથ્યા હો. ૨૪. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી,
તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૫. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા
હો. ૨૬. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું
દુષ્કૃત મિથ્યા હો. ૨૭. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું
કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૮.
જે મેં (પૂર્વે) કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૯.
જે મેં (પૂર્વે) કરાવ્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૦. જે મેં
અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા
હો. ૩૧.
જે મેં (પૂર્વે) કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૨. જે મેં (પૂર્વે)
કરાવ્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૩. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય

Page 542 of 642
PDF/HTML Page 573 of 673
single page version

यदहमचीकरं मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३६ यत्कुर्वन्त-
मप्यन्यं समन्वज्ञासिषं मनसा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३७ यदहमकार्षं
वाचा च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३८ यदहमचीकरं वाचा च
कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ३९ यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं वाचा
च कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ४० यदहमकार्षं मनसा च, तन्मिथ्या
मे दुष्कृतमिति ४१ यदहमचीकरं मनसा च, तन्मिथ्या मे दुष्कृतमिति ४२
यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं मनसा च, तन्मिथ्या मे दुष्कृतमिति ४३
यदहमकार्षं वाचा च, तन्मिथ्या मे दुष्कृतमिति ४४ यदहमचीकरं वाचा च,
तन्मिथ्या मे दुष्कृतमिति ४५ यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं वाचा च, तन्मिथ्या
मे दुष्कृतमिति ४६ यदहमकार्षं कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ४७
यदहमचीकरं कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ४८ यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं
कायेन च, तन्मिथ्या मे दुष्कृतमिति ४९
તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૪. જે મેં (પૂર્વે) કર્યું,
મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૫. જે મેં (પૂર્વે) કરાવ્યું મનથી તથા
કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૬. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું
મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૭. જે મેં (પૂર્વે) કર્યું વચનથી તથા કાયાથી,
તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૮. જે મેં (પૂર્વે) કરાવ્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત
મિથ્યા હો. ૩૯. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી,
તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૦.
જે મેં (પૂર્વે) કર્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૧. જે મેં (પૂર્વે) કરાવ્યું મનથી,
તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૨. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી,
તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૩. જે મેં (પૂર્વે) કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૪.
જે મેં (પૂર્વે) કરાવ્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૫. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય
તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૬. જે મેં (પૂર્વે) કર્યું કાયાથી, તે
મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૭. જે મેં (પૂર્વે) કરાવ્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૮.
જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૯.
(આ ૪૯ ભંગોની અંદર, પહેલા ભંગમાં કૃત, કારિત, અનુમોદનાએ ત્રણે લીધાં
અને તેના પર મન, વચન, કાયાએ ત્રણે લગાવ્યાં. એ રીતે બનેલા આ એક ભંગને

Page 543 of 642
PDF/HTML Page 574 of 673
single page version

(आर्या)
मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ।।२२६।।
*‘૩૩’ની સમસ્યાથીસંજ્ઞાથીઓળખી શકાય. ૨ થી ૪ સુધીના ભંગોમાં કૃત, કારિત,
અનુમોદના ત્રણે લઈને તેના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. એ રીતે બનેલા
આ ત્રણ ભંગોને
+‘૩૨’ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૫ થી ૭ સુધીના ભંગોમાં કૃત, કારિત,
અનુમોદના ત્રણે લઈને તેના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ ત્રણ ભંગોને
‘૩૧’ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૮ થી ૧૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી
બબ્બે લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને ‘૨૩’ની સંજ્ઞાવાળા
ભંગો તરીકે ઓળખી શકાય. ૧૧થી ૧૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બબ્બે
લઈને તેમના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. આ નવ ભંગોને ‘૨૨’ની
સંજ્ઞાથી ઓળખી શકાય. ૨૦ થી ૨૮ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બબ્બે
લઈને તેમના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યાં. આ નવ ભંગોને ‘૨૧’ની સંજ્ઞાવાળા
ભંગો તરીકે ઓળખી શકાય. ૨૯ થી ૩૧ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી
એકેક લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને ‘૧૩’ની સંજ્ઞાથી
ઓળખી શકાય. ૩૨ થી ૪૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને
તેમના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. આ નવ ભંગોને ‘૧૨’ની સંજ્ઞાથી ઓળખી
શકાય. ૪૧ થી ૪૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના
પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ નવ ભંગોને ‘૧૧’ની સંજ્ઞાથી ઓળખી
શકાય. બધા મળીને ૪૯ ભંગ થયા.)
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[यद् अहम् मोहात् अकार्षम्] જે મેં મોહથી અર્થાત્ અજ્ઞાનથી (ભૂત
કાળમાં) કર્મ કર્યાં, [तत् समस्तम् अपि कर्म प्रतिक्रम्य] તે સમસ્ત કર્મને પ્રતિક્રમીને [निष्कर्मणि
* કૃત, કારિત, અનુમોદનાએ ત્રણે લીધાં તે બતાવવા પ્રથમ ‘૩’નો આંકડો મૂકવો, અને પછી મન,
વચન, કાયાએ ત્રણે લીધાં તે બતાવવા તેની પાસે બીજો ‘૩’નો આંકડો મૂકવો. આ રીતે ‘૩૩’ની
સમસ્યા થઈ.
+કૃત, કારિત, અનુમોદના ત્રણે લીધાં તે બતાવવા પ્રથમ ‘૩’નો આંકડો મૂકવો; અને પછી મન,
વચન, કાયામાંથી બે લીધાં તે બતાવવા ‘૩’ની પાસે ‘૨’નો આંકડો મૂકવો. એ રીતે ‘૩૨’ની
સંજ્ઞા થઈ.

Page 544 of 642
PDF/HTML Page 575 of 673
single page version

इति प्रतिक्रमणकल्पः समाप्तः
न करोमि, न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च वाचा च कायेन
चेति १ न करोमि, न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च वाचा चेति २
न करोमि, न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च कायेन चेति ३
न करोमि, न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, वाचा च कायेन चेति ४
न करोमि, न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा चेति ५ न करोमि,
चैतन्य-आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते] હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત)
ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (પોતાથી જ) નિરંતર વર્તું છું (એમ જ્ઞાની અનુભવ
કરે છે).
ભાવાર્થઃભૂત કાળમાં કરેલા કર્મને ૪૯ ભંગપૂર્વક મિથ્યા કરનારું પ્રતિક્રમણ
કરીને જ્ઞાની જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે,
તેનું આ વિધાન (વિધિ) છે. ‘મિથ્યા’ કહેવાનું પ્રયોજન આ પ્રમાણે છેઃ
જેવી રીતે, કોઈએ
પહેલાં ધન કમાઈને ઘરમાં રાખ્યું હતું; પછી તેના પ્રત્યે મમત્વ છોડ્યું ત્યારે તેને ભોગવવાનો
અભિપ્રાય ન રહ્યો; તે વખતે, ભૂત કાળમાં જે ધન કમાયો હતો તે નહિ કમાયા સમાન
જ છે; તેવી રીતે, જીવે પહેલાં કર્મ બાંધ્યું હતું; પછી જ્યારે તેને અહિતરૂપ જાણીને તેના
પ્રત્યે મમત્વ છોડ્યું અને તેના ફળમાં લીન ન થયો, ત્યારે ભૂત કાળમાં જે કર્મ બાંધ્યું હતું
તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ છે. ૨૨૬.
આ રીતે પ્રતિક્રમણ-કલ્પ (અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ) સમાપ્ત થયો.
(હવે ટીકામાં આલોચનાકલ્પ કહે છેઃ)
હું (વર્તમાનમાં કર્મ) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો
નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૧.
હું (વર્તમાનમાં કર્મ) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો
નથી, મનથી તથા વચનથી. ૨. હું (વર્તમાનમાં) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો
હોય તેને અનુમોદતો નથી, મનથી તથા કાયાથી. ૩. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય
કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી ૪.
હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી,
મનથી. ૫. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી,

Page 545 of 642
PDF/HTML Page 576 of 673
single page version

न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, वाचा चेति ६ न करोमि, न
कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, कायेन चेति ७ न करोमि, न
कारयामि, मनसा च वाचा च कायेन चेति ८ न करोमि, न कुर्वन्तमप्यन्यं
समनुजानामि, मनसा च वाचा च कायेन चेति ९ न कारयामि, न कुर्वन्तमप्यन्यं
समनुजानामि, मनसा च वाचा च कायेन चेति १० न करोमि, न कारयामि,
मनसा च वाचा चेति ११ न करोमि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च
वाचा चेति १२ न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च वाचा
चेति १३ न करोमि, न कारयामि, मनसा च कायेन चेति १४ न करोमि, न
कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च कायेन चेति १५ न कारयामि, न
कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा च कायेन चेति १६ न करोमि, न कारयामि,
वाचा च कायेन चेति १७ न करोमि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, वाचा च कायेन
चेति १८ न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, वाचा च कायेन चेति १९
न करोमि, न कारयामि, मनसा चेति २० न करोमि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि,
વચનથી. ૬. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી,
કાયાથી. ૭.
હું કરતો નથી, કરાવતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૮. હું કરતો નથી, અન્ય
કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૯. હું કરાવતો નથી, અન્ય
કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૧૦.
હું કરતો નથી, કરાવતો નથી, મનથી તથા વચનથી. ૧૧. હું કરતો નથી, અન્ય
કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા વચનથી. ૧૨. હું કરાવતો નથી, અન્ય કરતો
હોય તેને અનુમોદતો નથી, મનથી તથા વચનથી. ૧૩. હું કરતો નથી, કરાવતો નથી, મનથી
તથા કાયાથી. ૧૪. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા
કાયાથી. ૧૫. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા
કાયાથી. ૧૬. હું કરતો નથી, કરાવતો નથી, વચનથી તથા કાયાથી. ૧૭. હું કરતો નથી, અન્ય
કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી. ૧૮. હું કરાવતો નથી, અન્ય કરતો
હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી. ૧૯.
હું કરતો નથી, કરાવતો નથી, મનથી. ૨૦. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને
69

Page 546 of 642
PDF/HTML Page 577 of 673
single page version

मनसा चेति २१ न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, मनसा चेति २२
करोमि, न कारयामि, वाचा चेति २३ न करोमि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, वाचा
चेति २४ न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, वाचा चेति २५ न करोमि,
न कारयामि, कायेन चेति २६ न करोमि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, कायेन चेति
२७ न कारयामि, न कुर्वन्तमप्यन्यं समनुजानामि, कायेन चेति २८ न करोमि मनसा
च वाचा च कायेन चेति २९ न कारयामि मनसा च वाचा च कायेन चेति ३०
कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा च वाचा च कायेन चेति ३१ न करोमि मनसा च
वाचा चेति ३२ न कारयामि मनसा च वाचा चेति ३३ न कुर्वन्तमप्यन्यं समनुजानामि
मनसा च वाचा चेति ३४ न करोमि मनसा च कायेन चेति ३५ न कारयामि मनसा
च कायेन चेति ३६ न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा च कायेन चेति ३७ न करोमि
वाचा च कायेन चेति ३८ न कारयामि वाचा च कायेन चेति ३९ न कुर्वन्तमप्यन्यं
समनुजानामि वाचा च कायेन चेति ४० न करोमि मनसा चेति ४१ न कारयामि मनसा
અનુમોદતો નથી, મનથી. ૨૧. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી,
મનથી. ૨૨. હું કરતો નથી, કરાવતો નથી, વચનથી. ૨૩. હું કરતો નથી, અન્ય કરતો હોય
તેને અનુમોદતો નથી, વચનથી. ૨૪. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો
નથી, વચનથી. ૨૫. હું કરતો નથી, કરાવતો નથી, કાયાથી. ૨૬. હું કરતો નથી, અન્ય કરતો
હોય તેને અનુમોદતો નથી, કાયાથી. ૨૭. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો
નથી, કાયાથી. ૨૮.
હું કરતો નથી મનથી, વચનથી તથા કાયાથી. ૨૯. હું કરાવતો નથી મનથી, વચનથી તથા
કાયાથી. ૩૦. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી મનથી, વચનથી તથા કાયાથી. ૩૧.
હું કરતો નથી મનથી તથા વચનથી. ૩૨. હું કરાવતો નથી મનથી તથા વચનથી. ૩૩.
હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી મનથી તથા વચનથી. ૩૪. હું કરતો નથી મનથી
તથા કાયાથી. ૩૫. હું કરાવતો નથી મનથી તથા કાયાથી. ૩૬. હું અન્ય કરતો હોય તેને
અનુમોદતો નથી મનથી તથા કાયાથી. ૩૭. હું કરતો નથી વચનથી તથા કાયાથી. ૩૮. હું
કરાવતો નથી વચનથી તથા કાયાથી. ૩૯. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી વચનથી
તથા કાયાથી. ૪૦.
હું કરતો નથી મનથી. ૪૧. હું કરાવતો નથી મનથી. ૪૨. હું અન્ય કરતો હોય તેને

Page 547 of 642
PDF/HTML Page 578 of 673
single page version

चेति ४२ न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा चेति ४३ न करोमि वाचा चेति ४४
न कारयामि वाचा चेति ४५ न कुर्वन्तमप्यन्यं समनुजानामि वाचा चेति ४६ न करोमि
कायेन चेति ४७ न कारयामि कायेन चेति ४८ न कुर्वन्तमप्यन्यं समनुजानामि कायेन
चेति ४९
(आर्या)
मोहविलासविजृम्भितमिदमुदयत्कर्म सकलमालोच्य
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ।।२२७।।
इत्यालोचनाकल्पः समाप्तः
અનુમોદતો નથી મનથી. ૪૩. હું કરતો નથી વચનથી. ૪૪. હું કરાવતો નથી વચનથી. ૪૫.
હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી વચનથી. ૪૬. હું કરતો નથી કાયાથી. ૪૭.
હું કરાવતો નથી કાયાથી. ૪૮. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી કાયાથી. ૪૯.
(આ રીતે, પ્રતિક્રમણના જેવા જ આલોચનામાં પણ ૪૯ ભંગ કહ્યા.)
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ(નિશ્ચયચારિત્રને અંગીકાર કરનાર કહે છે કે) [मोहविलास-
-विजृम्भितम् इदम् उदयत् कर्म] મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાન (ઉદયમાં આવતું)
કર્મ [सकलम् आलोच्य] તે સમસ્તને આલોચીને (તે સર્વ કર્મની આલોચના કરીને)
[निष्कर्मणि चैतन्य-आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते] હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત)
ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (પોતાથી જ) નિરંતર વર્તું છું.
ભાવાર્થઃવર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તેના વિષે જ્ઞાની એમ વિચારે છે
કેપૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે, મારું તો આ કાર્ય નથી. હું આનો કર્તા નથી,
હું તો શુદ્ધચૈતન્યમાત્ર આત્મા છું. તેની દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે. તે દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ વડે
હું આ ઉદયમાં આવેલા કર્મનો દેખનાર-જાણનાર છું. મારા સ્વરૂપમાં જ હું વર્તું છું. આવું
અનુભવન કરવું તે જ નિશ્ચયચારિત્ર છે. ૨૨૭.
આ રીતે આલોચનાકલ્પ સમાપ્ત થયો.
(હવે ટીકામાં પ્રત્યાખ્યાનકલ્પ અર્થાત
્ પ્રત્યાખ્યાનનો વિધિ કહે છેઃ
(પ્રત્યાખ્યાન કરનાર કહે છે કેઃ)

Page 548 of 642
PDF/HTML Page 579 of 673
single page version

न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा च वाचा
च कायेन चेति १ न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा
च वाचा चेति २ न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा
च कायेन चेति ३ न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा
च कायेन चेति ४ न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा
चेति ५ न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा चेति ६
न करिष्यामि, न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, कायेन चेति ७
न करिष्यामि, न कारयिष्यामि, मनसा च वाचा च कायेन चेति ८ न करिष्यामि,
न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा च वाचा च कायेन चेति ९ न कारयिष्यामि,
न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा च वाचा च कायेन चेति १० न करिष्यामि,
न कारयिष्यामि, मनसा च वाचा चेति ११ न करिष्यामि, न कुर्वन्तमप्यन्यं
समनुज्ञास्यामि, मनसा च वाचा चेति १२ न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं
હું (ભવિષ્યમાં કર્મ) કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ
નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૧.
હું (ભવિષ્યમાં કર્મ) કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ
નહિ, મનથી તથા વચનથી. ૨. હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને
અનુમોદીશ નહિ, મનથી તથા કાયાથી. ૩. હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય
તેને અનુમોદીશ નહિ, વચનથી તથા કાયાથી. ૪.
હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી. ૫.
હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી. ૬. હું કરીશ
નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, કાયાથી. ૭.
હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૮. હું કરીશ નહિ, અન્ય
કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૯. હું કરાવીશ નહિ, અન્ય
કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૧૦.
હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી તથા વચનથી. ૧૧. હું કરીશ નહિ, અન્ય
કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા વચનથી. ૧૨. હું કરાવીશ નહિ, અન્ય

Page 549 of 642
PDF/HTML Page 580 of 673
single page version

समनुज्ञास्यामि, मनसा च वाचा चेति १३ न करिष्यामि, न कारयिष्यामि,
मनसा च कायेन चेति १४ न करिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा
च कायेन चेति १५ न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा चग
कायेन चेति १६ न करिष्यामि, न कारयिष्यामि, वाचा च कायेन चेति १७
न करिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा च कायेन चेति १८
न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा च कायेन चेति १९
न करिष्यामि, न कारयिष्यामि, मनसा चेति २० न करिष्यामि, न कुर्वन्तमप्यन्यं
समनुज्ञास्यामि, मनसा चेति २१ न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि,
मनसा चेति २२ न करिष्यामि, न कारयिष्यामि, वाचा चेति २३ न करिष्यामि,
न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा चेति २४ न कारयिष्यामि, न
कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा चेति २५ न करिष्यामि, न कारयिष्यामि, कायेन
चेति २६ न करिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, कायेन चेति २७
न कारयिष्यामि, न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, कायेन चेति २८ न करिष्यामि,
કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા વચનથી. ૧૩. હું કરીશ નહિ, કરાવીશ નહિ,
મનથી તથા કાયાથી. ૧૪. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી
તથા કાયાથી. ૧૫. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહી, મનથી તથા
કાયાથી. ૧૬. હું કરીશ નહિ, કરાવીશ નહિ, વચનથી તથા કાયાથી. ૧૭. હું કરીશ નહિ,
અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી તથા કાયાથી. ૧૮. હું કરાવીશ નહિ, અન્ય
કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી તથા કાયાથી. ૧૯.
હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી. ૨૦. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને
અનુમોદીશ નહિ, મનથી. ૨૧. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ,
મનથી. ૨૨. હું કરીશ નહિ, કરાવીશ નહિ, વચનથી. ૨૩. હું કરીશ નહિ, અન્ય કરતો
હોય તેને અનુમોદીશ નહિ, વચનથી. ૨૪. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને
અનુમોદીશ નહિ, વચનથી. ૨૫. હું કરીશ નહિ, કરાવીશ નહિ, કાયાથી. ૨૬. હું કરીશ નહિ,
અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, કાયાથી. ૨૭. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય
તેને અનુમોદીશ નહિ, કાયાથી. ૨૮.