Samaysar (Gujarati). Kalash: 228-234 ; Gatha: 390-404.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 30 of 34

 

Page 550 of 642
PDF/HTML Page 581 of 673
single page version

मनसा च वाचा च कायेन चेति २९ न कारयिष्यामि, मनसा च वाचा च कायेन
चेति ३० न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, मनसा च वाचा च कायेन चेति ३१
करिष्यामि, मनसा च वाचा चेति ३२ न कारयिष्यामि, मनसा च वाचा चेति ३३
न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा च वाचा चेति ३४ न करिष्यामि, मनसा च
कायेन चेति ३५ न कारयिष्यामि, मनसा च कायेन चेति ३६ न कुर्वन्तमप्यन्यं
समनुज्ञास्यामि मनसा च कायेन चेति ३७ न करिष्यामि, वाचा च कायेन चेति ३८
न कारयिष्यामि वाचा च कायेन चेति ३९ न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि, वाचा च
कायेन चेति ४० न करिष्यामि मनसा चेति ४१ न कारयिष्यामि, मनसा चेति ४२
न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा चेति ४३ न करिष्यामि, वाचा चेति ४४
कारयिष्यामि वाचा चेति ४५ न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि वाचा चेति ४६
करिष्यामि कायेन चेति ४७ न कारयिष्यामि कायेन चेति ४८ न कुर्वन्तमप्यन्यं
समनुज्ञास्यामि कायेन चेति ४९
હું કરીશ નહિ મનથી, વચનથી તથા કાયાથી. ૨૯. હું કરાવીશ નહિ મનથી, વચનથી
તથા કાયાથી. ૩૦. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી, વચનથી તથા
કાયાથી. ૩૧.
હું કરીશ નહિ મનથી તથા વચનથી. ૩૨. હું કરાવીશ નહિ મનથી તથા
વચનથી. ૩૩. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી તથા વચનથી. ૩૪. હું
કરીશ નહિ મનથી તથા કાયાથી. ૩૫. હું કરાવીશ નહિ મનથી તથા કાયાથી. ૩૬. હું
અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી તથા કાયાથી. ૩૭. હું કરીશ નહિ
વચનથી તથા કાયાથી. ૩૮. હું કરાવીશ નહિ વચનથી તથા કાયાથી. ૩૯. હું અન્ય કરતો
હોય તેને અનુમોદીશ નહિ વચનથી તથા કાયાથી. ૪૦.
હું કરીશ નહિ મનથી. ૪૧. હું કરાવીશ નહિ મનથી. ૪૨. હું અન્ય કરતો હોય
તેને અનુમોદીશ નહિ મનથી. ૪૩. હું કરીશ નહિ વચનથી. ૪૪. હું કરાવીશ નહિ
વચનથી. ૪૫. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ વચનથી. ૪૬. હું કરીશ નહિ
કાયાથી. ૪૭. હું કરાવીશ નહિ કાયાથી. ૪૮. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ
કાયાથી. ૪૯. (આ રીતે, પ્રતિક્રમણના જેવા જ પ્રત્યાખ્યાનમાં પણ ૪૯ ભંગ કહ્યા.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

Page 551 of 642
PDF/HTML Page 582 of 673
single page version

(आर्या)
प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसम्मोहः
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ।।२२८।।
इति प्रत्याख्यानकल्पः समाप्तः
(उपजाति)
समस्तमित्येवमपास्य कर्म
त्रैकालिकं शुद्धनयावलम्बी
विलीनमोहो रहितं विकारै-
श्चिन्मात्रमात्मानमथावलम्बे
।।२२९।।
શ્લોકાર્થઃ(પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે) [भविष्यत् समस्तं कर्म
प्रत्याख्याय] ભવિષ્યના સમસ્ત કર્મને પચખીને (ત્યાગીને), [निरस्त - सम्मोहः निष्कर्मणि चैतन्य -
आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते।] જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ (અર્થાત્
સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (પોતાથી જ) નિરંતર વર્તું છું.
ભાવાર્થઃનિશ્ચયચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન એવું છે કેસમસ્ત આગામી
કર્મોથી રહિત, ચૈતન્યની પ્રવૃત્તિરૂપ (પોતાના) શુદ્ધોપયોગમાં વર્તવું તે પ્રત્યાખ્યાન. તેથી જ્ઞાની
આગામી સમસ્ત કર્મોનું પ્રત્યાખ્યાન કરીને પોતાના ચૈતન્યસ્વરૂપમાં વર્તે છે.
અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવુંઃવ્યવહારચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે
તેનું પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન હોય છે. અહીં નિશ્ચયચારિત્રનું પ્રધાનપણે કથન
હોવાથી શુદ્ધોપયોગથી વિપરીત સર્વ કર્મો આત્માના દોષસ્વરૂપ છે. તે સર્વ કર્મચેતનાસ્વરૂપ
પરિણામોનું
ત્રણે કાળનાં કર્મોનુંપ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન કરીને જ્ઞાની સર્વ
કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના
વિધાન વડે નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય
છે. આ, જ્ઞાનીનું કાર્ય છે. ૨૨૮.
આ રીતે પ્રત્યાખ્યાનકલ્પ સમાપ્ત થયો.
હવે સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવવા વિષેનું કથન પૂર્ણ કરતાં, કળશરૂપ
કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ(શુદ્ધનયનું આલંબન કરનાર કહે છે કે) [इति एवम्] પૂર્વોક્ત રીતે

Page 552 of 642
PDF/HTML Page 583 of 673
single page version

अथ सकलकर्मफलसंन्यासभावनां नाटयति
(आर्या)
विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव
सञ्चेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम् ।।२३०।।
नाहं मतिज्ञानावरणीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १ नाहं
[त्रैकालिकं समस्तम् कर्म] ત્રણે કાળનાં સમસ્ત કર્મોને [अपास्य] દૂર કરીનેછોડીને, [शुद्धनय -
अवलम्बी] શુદ્ધનયાવલંબી (અર્થાત્ શુદ્ધનયને અવલંબનાર) અને [विलीन - मोहः] વિલીનમોહ
(અર્થાત્ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે) એવો હું [अथ] હવે [विकारैः रहितं चिन्मात्रम् आत्मानम्]
(સર્વ) વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને [अवलम्बे] અવલંબું છું. ૨૨૯.
હવે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ
(ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય - અર્થનું કાવ્ય કહે છેઃ)
શ્લોકાર્થઃ(સમસ્ત કર્મફળની સંન્યાસભાવના કરનાર કહે છે કે) [कर्म-विष-तरु-
फलानि] કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ [मम भुक्तिम् अन्तरेण एव] મારા ભોગવ્યા વિના જ [विगलन्तु]
ખરી જાઓ; [अहम् चैतन्य - आत्मानम् आत्मानम् अचलं सञ्चेतये] હું (મારા) ચૈતન્યસ્વરૂપ
આત્માને નિશ્ચળપણે સંચેતું છુંઅનુભવું છું.
ભાવાર્થઃજ્ઞાની કહે છે કેજે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા
-દ્રષ્ટાપણે જાણું - દેખું છું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી
જાઓ; હું મારા ચૈતન્યસ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો દેખનાર - જાણનાર જ હોઉં.
અહીં એટલું વિશેષ જાણવું કેઅવિરત, દેશવિરત તથા પ્રમત્તસંયત દશામાં તો આવું
જ્ઞાન - શ્રદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ
અનુભવ સાક્ષાત્ હોય છે. ૨૩૦.
(હવે ટીકામાં સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ)
હું (જ્ઞાની હોવાથી) મતિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું અર્થાત્ એકાગ્રપણે અનુભવું છું. (અહીં ‘ચેતવું’ એટલે અનુભવવું, વેદવું,
ભોગવવું. ‘સં’ ઉપસર્ગ લાગવાથી, ‘સંચેતવું’ એટલે ‘એકાગ્રપણે અનુભવવું’ એવો અર્થ અહીં

Page 553 of 642
PDF/HTML Page 584 of 673
single page version

श्रुतज्ञानावरणीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २ नाहमवधिज्ञाना-
वरणीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३ नाहं मनःपर्ययज्ञानावरणीयकर्मफलं
भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४ नाहं केवलज्ञानावरणीयकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५
नाहं चक्षुर्दर्शनावरणीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६ नाहम-
चक्षुर्दर्शनावरणीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७ नाहमवधिदर्शना-
वरणीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८ नाहं केवलदर्शनावरणीय-
कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९ नाहं निद्रादर्शनावरणीयकर्मफलं
भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १० नाहं निद्रानिद्रादर्शनावरणीयकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११ नाहं प्रचलादर्शनावरणीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मा-
नमात्मानमेव सञ्चेतये १२ नाहं प्रचलाप्रचलादर्शनावरणीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मा-
नमात्मानमेव सञ्चेतये १३ नाहं स्त्यानगृद्धिदर्शनावरणीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव
सञ्चेतये १४
બધા પાઠોમાં સમજવો.) ૧. હું શ્રુતજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું
અનુભવું છું. ૨. હું અવધિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો,
ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩. હું મનઃપર્યયજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો,
ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪. હું કેવળજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો,
ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૫.
હું ચક્ષુર્દર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૬. હું અચક્ષુર્દર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૭. હું અવધિદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૮. હું કેવળદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૯. હું નિદ્રાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૦. હું નિદ્રાનિદ્રાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૧૧. હું પ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૧૨. હું પ્રચલાપ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું. ૧૩. હું સ્ત્યાનગૃદ્ધિદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો,
ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪.
70

Page 554 of 642
PDF/HTML Page 585 of 673
single page version

नाहं सातवेदनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १५ नाहम-
सातवेदनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १६
नाहं सम्यक्त्वमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १७
नाहं मिथ्यात्वमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १८ नाहं
सम्यक्त्वमिथ्यात्वमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १९ नाह-
मनन्तानुबन्धिक्रोधकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव
सञ्चेतये २०
नाहमप्रत्याख्यानावरणीयक्रोधकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २१ नाहं प्रत्याख्यानावरणीयक्रोधकषायवेदनीयमोहनीय-
कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २२ नाहं संज्वलनक्रोधकषाय-
वेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २३ नाहमनन्तानु-
बन्धिमानकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २४
नाहमप्रत्याख्यानावरणीयमानकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव
હું શાતાવેદનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૫. હું અશાતાવેદનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૬.
હું સમ્યક્ત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૧૭. હું મિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૧૮. હું સમ્યક્ત્વમિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું. ૧૯. હું અનંતાનુબંધિક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી
ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૦. હું અપ્રત્યાખ્યાનાવરણીયક્રોધ-
કષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૧.
હું પ્રત્યાખ્યાનાવરણીયક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું. ૨૨. હું સંજ્વલનક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી
ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૩. હું અનંતાનુબંધિમાનકષાય-
વેદનીયમોહનીયકર્મર્ના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૪.
હું અપ્રત્યાખ્યાનાવરણીયમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય-
સ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૫. હું પ્રત્યાખ્યાનાવરણીયમાનકષાયવેદનીયમોહનીય-

Page 555 of 642
PDF/HTML Page 586 of 673
single page version

सञ्चेतये २५ नाहं प्रत्याख्यानावरणीयमानकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २६ नाहं सञ्ज्वलनमानकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २७ नाहमनन्तानुबन्धिमायाकषायवेदनीयमोहनीय-
कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २८ नाहमप्रत्याख्यानावरणीय-
मायाकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २९
नाहं प्रत्याख्यानावरणीयमायाकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव
सञ्चेतये ३०
नाहं सञ्ज्वलनमायाकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मान-
मात्मानमेव सञ्चेतये ३१ नाहमनन्तानुबन्धिलोभकषायवेदनीयमोहनीयकर्मफलंं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३२ नाहमप्रत्याख्यानावरणीयलोभकषायवेदनीयमोहनीय-
कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३३ नाहं प्रत्याख्याना-
वरणीयलोभकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३४
नाहं सञ्ज्वलनलोभकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३५
नाहं हास्यनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३६
नाहं रतिनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३७
કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૬. હું
સંજ્વલનમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૨૭. હું અનંતાનુબંધિમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો,
ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૮. હું અપ્રત્યાખ્યાનાવરણીયમાયાકષાયવેદનીય-
મોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૯. હું
પ્રત્યાખ્યાનાવરણીયમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું. ૩૦. હું સંજ્વલનમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી
ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૧. હું અનંતાનુબંધિલોભકષાયવેદનીય-
મોહનીયકર્મર્ના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૨. હું
અપ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું. ૩૩. હું પ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી
ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૪. હું સંજ્વલનલોભકષાયવેદનીયમોહનીય-
કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૫. હું હાસ્યનોકષાય-
વેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૬. હું

Page 556 of 642
PDF/HTML Page 587 of 673
single page version

नाहमरतिनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३८ नाहं
शोकनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३९ नाहं
भयनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४० नाहं
जुगुप्सानोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४१ नाहं
स्त्रीवेदनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४२ नाहं
पुंवेदनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४३ नाहं
नपुंसकवेदनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४४
नाहं नरकायुःकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४५ नाहं
तिर्यगायुःकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४६ नाहं मानुषायुःकर्मफलं
भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४७ नाहं देवायुःकर्मफलं भुञ्जे, चैतन्यात्मान-
मात्मानमेव सञ्चेतये ४८
नाहं नरकगतिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४९
રતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૩૭. હું અરતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
જ સંચેતું છું. ૩૮. હું શોકનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું. ૩૯. હું ભયનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો,
ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૦. હું જુગુપ્સાનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી
ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૧. હું સ્ત્રીવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના
ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૨. હું પુરુષવેદ-
નોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૩.
હું નપુંસકવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
જ સંચેતું છું. ૪૪.
હું નરક - આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૫.
હું તિર્યંચ - આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૬. હું
મનુષ્ય - આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૭. હું દેવ
આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૮.
હું નરકગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું

Page 557 of 642
PDF/HTML Page 588 of 673
single page version

नाहं तिर्यग्गतिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५० नाहं
मनुष्यगतिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५१ नाहं देवगति-
नामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५२ नाहमेकेन्द्रियजातिनाम-
कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५३ नाहं द्वीन्द्रियजातिनामकर्मफलं
भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५४ नाहं त्रीन्द्रियजातिनामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ५५ नाहं चतुरिन्द्रियजातिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मा-
नमात्मानमेव सञ्चेतये ५६ नाहं पञ्चेन्द्रियजातिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मान-
मात्मानमेव सञ्चेतये ५७ नाहमौदारिकशरीरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमा-
त्मानमेव सञ्चेतये ५८ नाहं वैक्रियिकशरीरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव
सञ्चेतये ५९ नाहमाहारकशरीरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६०
नाहं तैजसशरीरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६१ नाहं कार्मण-
शरीरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६२ नाहमौदारिक-
शरीराङ्गोपाङ्गनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६३ नाहं वैक्रियिक-
છું. ૪૯. હું તિર્યંચગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૫૦. હું મનુષ્યગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
જ સંચેતું છું. ૫૧. હું દેવગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
જ સંચેતું છું. ૫૨. હું એકેન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
જ સંચેતું છું. ૫૩. હું દ્વીન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
જ સંચેતું છું. ૫૪. હું ત્રીન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૫૫. હું ચતુરિન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૫૬. હું પંચેન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૫૭. હું ઔદારિકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૫૮. હું વૈક્રિયિકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૫૯. હું આહારકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૬૦. હું તૈજસશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૬૧. હું કાર્મણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૬૨. હું ઔદારિકશરીર
- અંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું. ૬૩. હું વૈક્રિયિકશરીર - અંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો,

Page 558 of 642
PDF/HTML Page 589 of 673
single page version

शरीराङ्गोपाङ्गनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६४
नाहमाहारकशरीराङ्गोपाङ्गनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६५
नाहमौदारिकशरीरबन्धननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६६
नाहं वैक्रियिकशरीरबन्धननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६७
नाहमाहारकशरीरबन्धननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६८
नाहं तैजसशरीरबन्धननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६९
नाहं कार्मणशरीरबन्धननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७०
नाहमौदारिकशरीरसङ्घातनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७१
नाहं वैक्रियिकशरीरसङ्घातनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७२
नाहमाहारकशरीरसङ्घातनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७३
नाहं तैजसशरीरसङ्घातनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७४
नाहं कार्मणशरीरसङ्घातनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७५
नाहं समचतुरस्रसंस्थाननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७६
नाहं न्यग्रोधपरिमण्डलसंस्थाननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७७
ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૪. હું આહારકશરીરઅંગોપાંગનામકર્મના ફળને
નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૫. હું ઔદારિકશરીરબંધનનામકર્મના
ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૬. હું વૈક્રિયિકશરીરબંધન-
નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૭. હું
આહારકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૬૮. હું તૈજસશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૬૯. હું કાર્મણશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૭૦. હું ઔદારિકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
જ સંચેતું છું. ૭૧. હું વૈક્રિયિકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું. ૭૨. હું આહારકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો,
ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૩. હું તૈજસશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો,
ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૪. હું કાર્મણશરીરસંઘાતનામકર્મના ફળને નથી
ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૫. હું સમચતુરસ્રસંસ્થાનનામકર્મના ફળને
નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૬. હું ન્યગ્રોધપરિમંડલસંસ્થાનનામકર્મના

Page 559 of 642
PDF/HTML Page 590 of 673
single page version

नाहं स्वातिसंस्थाननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७८ नाहं कुब्ज-
संस्थाननामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७९ नाहं वामनसंस्थाननाम-
कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८० नाहं हुण्डकसंस्थाननामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८१ नाहं वज्रर्षभनाराचसंहनननामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८२ नाहं वज्रनाराचसंहनननामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८३ नाहं नाराचसंहनननामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८४ नाहमर्धनाराचसंहनननामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८५ नाहं कीलिकासंहनननामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८६ नाहमसम्प्राप्तासृपाटिकासंहनननामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८७ नाहं स्निग्धस्पर्शनामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ८८ नाहं रूक्षस्पर्शनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मा-
नमात्मानमेव सञ्चेतये ८९ नाहं शीतस्पर्शनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये
९० नाहमुष्णस्पर्शनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९१ नाहं
ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૭. હું સાતિકસંસ્થાનનામકર્મના
ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૮. હું કુબ્જકસંસ્થાનનામકર્મના
ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૯. હું વામનસંસ્થાનનામકર્મના
ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૦. હું હુંડકસંસ્થાનનામકર્મના
ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૧. હું વજ્રર્ષભનારાચસંહનન-
નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૨. હું
વજ્રનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૩.
હું નારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૪.
હું અર્ધનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૮૫. હું કીલિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૮૬. હું અસંપ્રાપ્તાસૃપાટિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
જ સંચેતું છું. ૮૭. હું સ્નિગ્ધસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
જ સંચેતું છું. ૮૮. હું રૂક્ષસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
જ સંચેતું છું. ૮૯. હું શીતસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
જ સંચેતું છું. ૯૦. હું ઉષ્ણસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને

Page 560 of 642
PDF/HTML Page 591 of 673
single page version

गुरुस्पर्शनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९२ नाहं लघुस्पर्शनाम-
कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९३ नाहं मृदुस्पर्शनामकर्मफलं
भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९४ नाहं कर्कशस्पर्शनामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९५ नाहं मधुररसनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मा-
नमात्मानमेव सञ्चेतये ९६ नाहमाम्लरसनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव
सञ्चेतये ९७ नाहं तिक्तरसनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९८
नाहं कटुकरसनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ९९ नाहं
कषायरसनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०० नाहं सुरभिगन्ध-
नामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०१ नाहमसुरभिगन्धनामकर्मफलं
भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०२ नाहं शुक्लवर्णनामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०३ नाहं रक्तवर्णनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मान-
मात्मानमेव सञ्चेतये १०४ नाहं पीतवर्णनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव
सञ्चेतये १०५ नाहं हरितवर्णनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०६
જ સંચેતું છું. ૯૧. હું ગુરુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૯૨. હું લઘુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૯૩. હું મૃદુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૯૪. હું કર્કશસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૯૫. હું મધુરરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૯૬. હું આમ્લરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૯૭. હું તિક્તરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૯૮. હું કટુકરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૯.
હું કષાયરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૦. હું
સુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૧. હું
અસુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૨. હું
શુક્લવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૩. હું
રક્તવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૪. હું
પીતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૫. હું
હરિતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૬. હું

Page 561 of 642
PDF/HTML Page 592 of 673
single page version

नाहं कृष्णवर्णनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०७ नाहं
नरकगत्यानुपूर्वीनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०८ नाहं
तिर्यग्गत्यानुपूर्वीनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १०९ नाहं
मनुष्यगत्यानुपूर्वीनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११० नाहं
देवगत्यानुपूर्वीनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १११ नाहं
निर्माणनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११२ नाहमगुरुलघुनाम-
कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११३ नाहमुपघातनामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११४ नाहं परघातनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मा-
नमात्मानमेव सञ्चेतये ११५ नाहमातपनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव
सञ्चेतये ११६ नाहमुद्योतनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११७
नाहमुच्छ्वासनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११८ नाहं प्रशस्तविहायोग-
तिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ११९ नाहमप्रशस्तविहायोग-
तिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२० नाहं साधारणशरीरनामकर्मफलं
કૃષ્ણવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૭. હું
નરકગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૮.
હું તિર્યંચગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૦૯. હું મનુષ્યગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૧૧૦. હું દેવગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૧૧૧. હું નિર્માણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૧૨. હું અગુરુલઘુનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૧૩. હું ઉપઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૧૪. હું પરઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૧૫. હું આતપનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૧૬. હું ઉદ્યોતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૧૭. હું ઉચ્છ્વાસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૧૮. હું પ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૧૧૯. હું અપ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું. ૧૨૦. હું સાધારણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
71

Page 562 of 642
PDF/HTML Page 593 of 673
single page version

भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२१ नाहं प्रत्येकशरीरनामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२२ नाहं स्थावरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव
सञ्चेतये १२३ नाहं त्रसनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२४
नाहं सुभगनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२५ नाहं दुर्भगनामकर्मफलं
भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२६ नाहं सुस्वरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मा-
नमात्मानमेव सञ्चेतये १२७ नाहं दुःस्वरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव
सञ्चेतये १२८ नाहं शुभनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १२९
नाहमशुभनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३० नाहं सूक्ष्मशरीर-
नामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३१ नाहं बादरशरीरनामकर्मफलं
भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३२ नाहं पर्याप्तनामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३३ नाहमपर्याप्तनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मा-
नमात्मानमेव सञ्चेतये १३४ नाहं स्थिरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव
सञ्चेतये १३५ नाहमस्थिरनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३६
આત્માને જ સંચેતું છું. ૧૨૧. હું પ્રત્યેકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું. ૧૨૨. હું સ્થાવરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું. ૧૨૩. હું ત્રસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
જ સંચેતું છું. ૧૨૪. હું સુભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંચેતું છું. ૧૨૫. હું દુર્ભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૨૬. હું સુસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૨૭. હું દુઃસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૨૮. હું શુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૨૯. હું અશુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૩૦. હું સૂક્ષ્મશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૩૧. હું બાદરશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૩૨. હું પર્યાપ્તનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૩૩. હું અપર્યાપ્તનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૩૪. હું સ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૩૫. હું અસ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું

Page 563 of 642
PDF/HTML Page 594 of 673
single page version

नाहमादेयनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३७ नाहमनादेयनाम-
कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३८ नाहं यशःकीर्तिनामकर्मफलं
भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३९ नाहमयशःकीर्तिनामकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४० नाहं तीर्थकरत्वनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मा-
नमात्मानमेव सञ्चेतये १४१
नाहमुच्चैर्गोत्रकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४२ नाहं
नीचैर्गोत्रकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४३
नाहं दानान्तरायकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४४ नाहं
लाभान्तरायकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४५ नाहं भोगान्तराय-
कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४६ नाहमुपभोगान्तरायकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४७ नाहं वीर्यान्तरायकर्मफलं भुञ्जे, चैतन्यात्मा-
नमात्मानमेव सञ्चेतये १४८
છું. ૧૩૬. હું આદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૩૭. હું અનાદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૩૮. હું યશઃકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૩૯. હું અયશઃકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૪૦. હું તીર્થંકરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૪૧.
હું ઉચ્ચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૪૨. હું નીચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું. ૧૪૩.
હું દાનાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૪.
હું લાભાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૫.
હું ભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૬.
હું ઉપભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૭.
હું વીર્યાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૮.
(આ પ્રમાણે જ્ઞાની સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરે છે).

Page 564 of 642
PDF/HTML Page 595 of 673
single page version

(वसन्ततिलका)
निःशेषकर्मफलसंन्यसनान्ममैवं
सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः
चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं
कालावलीयमचलस्य वहत्वनन्ता
।।२३१।।
(અહીં ભાવના એટલે વારંવાર ચિંતવન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે
જીવ સમ્યગ્દ્રષ્ટિ - જ્ઞાની થાય છે ત્યારે તેને જ્ઞાન - શ્રદ્ધાન તો થયું જ કે ‘હું શુદ્ધનયે સમસ્ત કર્મથી
અને કર્મના ફળથી રહિત છું’. પરંતુ પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું
કર્તાપણું છોડીને, ત્રણે કાળ સંબંધી ઓગણપચાસ ઓગણપચાસ ભંગો વડે કર્મચેતનાના ત્યાગની
ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને, એક ચૈતન્યસ્વરૂપ
આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું. અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થાવાળા જીવને
જ્ઞાનશ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ; અને જ્યારે જીવ અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને
એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગ લગાવે અને શુદ્ધોપયોગરૂપ
થાય, ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગભાવથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. તે વખતે
એ ભાવનાનું ફળ જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત
્ જ્ઞાનચેતનારૂપ પરિણમન
તે થાય છે. પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન
રહે છે.)
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ(સકળ કર્મોના ફળનો ત્યાગ કરીને જ્ઞાનચેતનાની ભાવના કરનાર જ્ઞાની
કહે છે કેઃ) [एवं] પૂર્વોક્ત રીતે [निःशेष - कर्म - फल - संन्यसनात्] સમસ્ત કર્મના ફળનો સંન્યાસ
કરવાથી [चैतन्य - लक्ष्म आत्मतत्त्वं भृशम् भजतः सर्व - क्रियान्तर - विहार - निवृत्त - वृत्तेः] હું ચૈતન્ય જેનું
લક્ષણ છે એવા આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું અને તે સિવાયની અન્ય સર્વ ક્રિયામાં
વિહારથી મારી વૃત્તિ નિવૃત્ત છે (અર્થાત્
આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ઉપયોગની
ક્રિયાવિભાવરૂપ ક્રિયાતેમાં મારી પરિણતિ વિહાર કરતી નથીપ્રવર્તતી નથી); [अचलस्य
मम] એમ આત્મતત્ત્વના ભોગવટામાં અચળ એવા મને, [इयम् काल-आवली] આ કાળની
આવલી કે જે [अनन्ता] પ્રવાહરૂપે અનંત છે તે, [वहतु] આત્મતત્ત્વના ભોગવટામાં જ વહો
જાઓ. (ઉપયોગની પ્રવૃત્તિ અન્યમાં કદી પણ ન જાઓ.)
ભાવાર્થઃઆવી ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે જાણે ભાવના કરતાં
સાક્ષાત્ કેવળી જ થયો હોય; તેથી તે અનંત કાળ સુધી એવો જ રહેવાનું ચાહે છે. અને

Page 565 of 642
PDF/HTML Page 596 of 673
single page version

(वसन्ततिलका)
यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां
भुङ्क्ते फलानि न खलु स्वत एव तृप्तः
आपातकालरमणीयमुदर्करम्यं
निष्कर्मशर्ममयमेति दशान्तरं सः
।।२३२।।
(स्रग्धरा)
अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच्च
प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः
पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसञ्चेतनां स्वां
सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु
।।२३३।।
તે યોગ્ય જ છે; કારણ કે આ જ ભાવનાથી કેવળી થવાય છે. કેવળજ્ઞાન ઊપજવાનો પરમાર્થ
ઉપાય આ જ છે. બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે; અને આના વિના
વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી. ૨૩૧.
ફરી કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[पूर्व - भाव - कृत - कर्म - विषद्रुमाणां फलानि यः न भुङ्क्ते ] પૂર્વે અજ્ઞાનભાવથી
કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી
અને
[खलु स्वतः एव तृप्तः] ખરેખર પોતાથી જ (આત્મસ્વરૂપથી જ) તૃપ્ત છે, [सः आपात -
काल - रमणीयम् उदर्क - रम्यम् निष्कर्म - शर्ममयम् दशान्तरम् एति] તે પુરુષ, જે વર્તમાન કાળે રમણીય
છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ - સુખમય દશાંતરને પામે છે
(અર્થાત્ જે પૂર્વે સંસાર-અવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કર્મરહિત સ્વાધીન
સુખમય દશાને પામે છે).
ભાવાર્થઃજ્ઞાનચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે
છેઅન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષ -
અવસ્થાને પામે છે. ૨૩૨.
‘પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના
પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાની
જનો સદાકાળ આનંદરૂપ રહો’
એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છેઃ
શ્લોકાર્થઃ[अविरतं कर्मणः तत्फलात् च विरतिम् अत्यन्तं भावयित्वा] જ્ઞાની જનો,

Page 566 of 642
PDF/HTML Page 597 of 673
single page version

(वंशस्थ)
इतः पदार्थप्रथनावगुण्ठनाद्-
विना कृतेरेकमनाकुलं ज्वलत्
समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्-
विवेचितं ज्ञानमिहावतिष्ठते
।।२३४।।
અવિરતપણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને (અર્થાત્ કર્મ અને કર્મફળ
પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), [अखिल - अज्ञान-सञ्चेतनायाः प्रलयनम् प्रस्पष्टं
नाटयित्वा] (એ રીતે) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, [स्व - रस - परिगतं स्वभावं
पूर्णं कृत्वा] નિજરસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, [स्वां ज्ञानसञ्चेतनां सानन्दं नाटयन्तः
इतः सर्व - कालं प्रशम - रसम् पिबन्तु] પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી
સદાકાળ પ્રશમરસને પીઓ (અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસનેઅમૃતરસનેઅત્યારથી
માંડીને અનંત કાળ પર્યંત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે).
ભાવાર્થઃપહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના ત્યાગની
ભાવના (૪૯ ભંગપૂર્વક) કરાવી. પછી ૧૪૮ કર્મપ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના
કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો છે. એ
જ્ઞાનચેતના સદા આનંદરૂપ
પોતાના સ્વભાવના અનુભવરૂપછે. તેને જ્ઞાનીજનો સદા
ભોગવોએમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૨૩૩.
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું; હવેની
ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની
સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ
શ્લોકાર્થઃ[इतः इह] અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની
ગાથાઓમાં એમ કહે છે કે) [समस्त - वस्तु - व्यतिरेक - निश्चयात् विवेचितं ज्ञानम्] સમસ્ત
વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, [पदार्थ - प्रथन - अवगुण्ठनात् कृतेः
विना] પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી (અનેક પદાર્થો સાથે, જ્ઞેયજ્ઞાનસંબંધને લીધે, એક
જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત [एकम् अनाकुलं ज्वलत्]
એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ (સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થકું,
[अवतिष्ठते] નિશ્ચળ રહે છે.
ભાવાર્થઃહવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે. ૨૩૪.
એ જ અર્થની ગાથાઓ હવે કહે છેઃ

Page 567 of 642
PDF/HTML Page 598 of 673
single page version

રે! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદુંજિન કહે; ૩૯૦.
રે! શબ્દ તે નથી જ્ઞાન, જેથી શબ્દ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, શબ્દ જુદોજિન કહે; ૩૯૧.
રે! રૂપ તે નથી જ્ઞાન, જેથી રૂપ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જુદુંજિન કહે; ૩૯૨.
રે! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદોજિન કહે; ૩૯૩.
રે! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, ગંધ જુદીજિન કહે; ૩૯૪.
રે! રસ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, રસ જુદોજિનવર કહે; ૩૯૫.
सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि
तम्हा अण्णं णाणं अण्णं सत्थं जिणा बेंति ।।३९०।।
सद्दो णाणं ण हवदि जम्हा सद्दो ण याणदे किंचि
तम्हा अण्णं णाणं अण्णं सद्दं जिणा बेंति ।।३९१।।
रूवं णाणं ण हवदि जम्हा रूवं ण याणदे किंचि
तम्हा अण्णं णाणं अण्णं रूवं जिणा बेंति ।।३९२।।
वण्णो णाणं ण हवदि जम्हा वण्णो ण याणदे किंचि
तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेंति ।।३९३।।
गंधो णाणं ण हवदि जम्हा गंधो ण याणदे किंचि
तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेंति ।।३९४।।
ण रसो दु हवदि णाणं जम्हा दु रसो ण याणदे किंचि
तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा बेंति ।।३९५।।

Page 568 of 642
PDF/HTML Page 599 of 673
single page version

फासो ण हवदि णाणं जम्हा फासो ण याणदे किंचि
तम्हा अण्णं णाणं अण्णं फासं जिणा बेंति ।।३९६।।
कम्मं णाणं ण हवदि जम्हा कम्मं ण याणदे किंचि
तम्हा अण्णं णाणं अण्णं कम्मं जिणा बेंति ।।३९७।।
धम्मो णाणं ण हवदि जम्हा धम्मो ण याणदे किंचि
तम्हा अण्णं णाणं अण्णं धम्मं जिणा बेंति ।।३९८।।
णाणमधम्मो ण हवदि जम्हाधम्मो ण याणदे किंचि
तम्हा अण्णं णाणं अण्णमधम्मं जिणा बेंति ।।३९९।।
कालो णाणं ण हवदि जम्हा कालो ण याणदे किंचि
तम्हा अण्णं णाणं अण्णं कालं जिणा बेंति ।।४००।।
आयासं पि ण णाणं जम्हायासं ण याणदे किंचि
तम्हायासं अण्णं अण्णं णाणं जिणा बेंति ।।४०१।।
રે! સ્પર્શ તે નથી જ્ઞાન, જેથી સ્પર્શ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, સ્પર્શ જુદોજિન કહે; ૩૯૬.
રે! કર્મ તે નથી જ્ઞાન, જેથી કર્મ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, કર્મ જુદુંજિન કહે; ૩૯૭.
રે! ધર્મ તે નથી જ્ઞાન, જેથી ધર્મ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, ધર્મ જુદોજિન કહે; ૩૯૮.
અધર્મ તે નથી જ્ઞાન, જેથી અધર્મ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, અધર્મ જુદોજિન કહે; ૩૯૯.
રે! કાળ તે નથી જ્ઞાન, જેથી કાળ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, કાળ જુદોજિન કહે; ૪૦૦.
આકાશ તે નથી જ્ઞાન, એ આકાશ કંઈ જાણે નહીં,
તે કારણે આકાશ જુદું, જ્ઞાન જુદુંજિન કહે; ૪૦૧.

Page 569 of 642
PDF/HTML Page 600 of 673
single page version

णज्झवसाणं णाणं अज्झवसाणं अचेदणं जम्हा
तम्हा अण्णं णाणं अज्झवसाणं तहा अण्णं ।।४०२।।
जम्हा जाणदि णिच्चं तम्हा जीवो दु जाणगो णाणी
णाणं च जाणयादो अव्वदिरित्तं मुणेयव्वं ।।४०३।।
णाणं सम्मादिट्ठिं दु संजमं सुत्तमंगपुव्वगयं
धम्माधम्मं च तहा पव्वज्जं अब्भुवंति बुहा ।।४०४।।
शास्त्रं ज्ञानं न भवति यस्माच्छास्त्रं न जानाति किञ्चित्
तस्मादन्यज्ज्ञानमन्यच्छास्त्रं जिना ब्रुवन्ति ।।३९०।।
शब्दो ज्ञानं न भवति यस्माच्छब्दो न जानाति किञ्चित्
तस्मादन्यज्ज्ञानमन्यं शब्दं जिना ब्रुवन्ति ।।३९१।।
रूपं ज्ञानं न भवति यस्माद्रूपं न जानाति किञ्चित्
तस्मादन्यज्ज्ञानमन्यद्रूपं जिना ब्रुवन्ति ।।३९२।।
નહિ જ્ઞાન અધ્યવસાન છે, જેથી અચેતન તેહ છે,
તે કારણે છે જ્ઞાન જુદું, જુદું અધ્યવસાન છે. ૪૦૨.
રે! સર્વદા જાણે જ તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે,
ને જ્ઞાન છે જ્ઞાયકથી અવ્યતિરિક્ત ઇમ જ્ઞાતવ્ય છે. ૪૦૩.
સમ્યક્ત્વ, ને સંયમ, તથા પૂર્વાંગગત સૂત્રો, અને
ધર્માધરમ, દીક્ષા વળી, બુધ પુરુષ માને જ્ઞાનને. ૪૦૪.
ગાથાર્થઃ[शास्त्रं] શાસ્ત્ર [ज्ञानं न भवति] જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [शास्त्रं
किञ्चित् न जानाति] શાસ્ત્ર કાંઈ જાણતું નથી (જડ છે,) [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન
અન્ય છે, [शास्त्रम् अन्यत्] શાસ્ત્ર અન્ય છે[जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [शब्दः
ज्ञानं न भवति] શબ્દ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [शब्दः किञ्चित् न जानाति] શબ્દ કાંઈ
જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [शब्दं अन्यं] શબ્દ અન્ય છે
[जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [रूपं ज्ञानं न भवति] રૂપ જ્ઞાન નથી [यस्मात्] કારણ
72