Samaysar (Gujarati). Kalash: 246-263 ; Parishishtam; 14 bhangs of anekant quote; 1,2,3,4,6,7,8,9,10,11,12,13,14.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 32 of 34

 

Page 590 of 642
PDF/HTML Page 621 of 673
single page version

ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્ક્ષણ
પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ (આકુળતા વિનાનું)
હોવાને લીધે જે (સૌખ્ય) ‘પરમાનંદ’ શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે અને અનાકુળતા - લક્ષણવાળું
છે એવા સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે.
ભાવાર્થઃઆ શાસ્ત્રનું નામ સમયપ્રાભૃત છે. સમય એટલે પદાર્થ, અથવા સમય
એટલે આત્મા. તેનું કહેનારું આ શાસ્ત્ર છે. વળી આત્મા તો સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા
વિશ્વપ્રકાશક આત્માને કહેતું હોવાથી આ સમયપ્રાભૃત શબ્દબ્રહ્મ સમાન છે; કારણ કે જે સમસ્ત
પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. દ્વાદશાંગશાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને આ
સમયપ્રાભૃતશાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે. આ શબ્દબ્રહ્મ (અર્થાત્
સમયપ્રાભૃતશાસ્ત્ર)
પરબ્રહ્મને (અર્થાત્ શુદ્ધ પરમાત્માને) સાક્ષાત્ દેખાડે છે. જે આ શાસ્ત્રને ભણીને તેના યથાર્થ
અર્થમાં ઠરશે, તે પરબ્રહ્મને પામશે; અને તેથી, જેને ‘પરમાનંદ’ કહેવામાં આવે છે એવા ઉત્તમ,
સ્વાત્મિક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી સુખને પામશે. માટે હે ભવ્ય જીવો! તમે પોતાના
કલ્યાણને અર્થે આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન
રાખો, કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
હવે આ સર્વવિશુદ્ધજ્ઞાનના અધિકારની પૂર્ણતાનો કળશરૂપ શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[इति इदम् आत्मनः तत्त्वं ज्ञानमात्रम् अवस्थितम्] આ રીતે આ આત્માનું
તત્ત્વ (અર્થાત્ પરમાર્થભૂત સ્વરૂપ) જ્ઞાનમાત્ર નક્કી થયું[अखण्डम्] કે જે (આત્માનું)
જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે (અર્થાત્ અનેક જ્ઞેયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જોકે ખંડ ખંડ
દેખાય છે તોપણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી), [एकम्] એક છે (અર્થાત્ અખંડ હોવાથી એકરૂપ
છે), [अचलं] અચળ છે (અર્થાત્ જ્ઞાનરૂપથી ચળતું નથીજ્ઞેયરૂપ થતું નથી), [स्वसंवेद्यम्]
સ્વસંવેદ્ય છે (અર્થાત્ પોતાથી જ પોતે જણાય છે), [अबाधितम्] અને અબાધિત છે (અર્થાત્
કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી).
ભાવાર્થઃઅહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે
विजृम्भमाणचिदेकरसनिर्भरस्वभावसुस्थितनिराकुलात्मरूपतया परमानन्दशब्दवाच्यमुत्तममनाकुलत्व-
लक्षणं सौख्यं स्वयमेव भविष्यतीति
(अनुष्टुभ्)
इतीदमात्मनस्तत्त्वं ज्ञानमात्रमवस्थितम्
अखण्डमेकमचलं स्वसंवेद्यमबाधितम् ।।२४६।।

Page 591 of 642
PDF/HTML Page 622 of 673
single page version

છેઃઆત્મામાં અનંત ધર્મો છે; પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી તેઓ
અતિવ્યાપ્તિવાળા છે, તેમનાથી આત્માને ઓળખી શકાય નહિ; વળી કેટલાક (ધર્મો) પર્યાયાશ્રિત
છે
કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા, તેથી તેઓ અવ્યાપ્તિવાળા
છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહિ. ચેતનતા જોકે આત્માનું (અતિવ્યાપ્તિ અને
અવ્યાપ્તિથી રહિત) લક્ષણ છે, તોપણ તે શક્તિમાત્ર છે, અદ્રષ્ટ છે; તેની વ્યક્તિ દર્શન અને
જ્ઞાન છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવગોચર છે; તેથી તેના
દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે અહીં આ જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્ત્વ
કહ્યું છે.
અહીં એમ ન સમજવું કે ‘આત્માને જ્ઞાનમાત્ર તત્ત્વવાળો કહ્યો છે તેથી એટલો જ
પરમાર્થ છે અને અન્ય ધર્મો જૂઠા છે, આત્મામાં નથી’; આવો સર્વથા એકાંત કરવાથી તો
મિથ્યાદ્રષ્ટિપણું થાય છે, વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો
એકાંત બાધાસહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું
જ્ઞાનમાત્રનુંધ્યાન પણ કરે, તોપણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયોને લીધે સ્વર્ગ પામે તો
પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું. ૨૪૬.
સરવવિશુદ્ધજ્ઞાનરૂપ સદા ચિદાનંદ કરતા ન ભોગતા ન પરદ્રવ્યભાવકો,
મૂરત અમૂરત જે આનદ્રવ્ય લોકમાંહિ તે ભી જ્ઞાનરૂપ નાહીં ન્યારે ન અભાવકો;
યહૈ જાનિ જ્ઞાની જીવ આપકું ભજૈ સદીવ જ્ઞાનરૂપ સુખતૂપ આન ન લગાવકો,
કર્મ
- કર્મફલરૂપ ચેતનાકૂં દૂરિ ટારિ જ્ઞાનચેતના અભ્યાસ કરે શુદ્ધ ભાવકો.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની)
શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વવિશુદ્ધજ્ઞાનનો પ્રરૂપક
નવમો અંક સમાપ્ત થયો.
❀ ❀ ❀
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यामात्मख्यातौ सर्वविशुद्धज्ञानप्ररूपकः
नवमोऽङ्कः ।।
❀ ❀ ❀

Page 592 of 642
PDF/HTML Page 623 of 673
single page version

[ પ રિ શિ ષ્ટ ]
(અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની ૪૧૫ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનિકારૂપે ૨૪૬ કાવ્યો કહ્યાં.
હવે ટીકાકાર આચાર્યદેવે વિચાર્યું કે
આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા
કહેતા આવ્યા છીએ; તેથી કોઈ તર્ક કરશે કે ‘જૈનમત તો સ્યાદ્વાદ છે; તો પછી આત્માને
જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત આવી જતો નથી? અર્થાત્
સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો
નથી? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉપેયતત્ત્વએ બન્ને કઈ રીતે ઘટે છે?’ આમ
તર્ક કોઈને થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્યદેવ હવે પરિશિષ્ટરૂપે
થોડું કહે છે. તેમાં પ્રથમ શ્લોક કહે છેઃ)
શ્લોકાર્થઃ[अत्र] અહીં [स्याद्वाद - शुद्धि - अर्थं] સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે [वस्तु - तत्त्व -
व्यवस्थितिः] વસ્તુતત્ત્વની વ્યવસ્થા [च] અને [उपाय - उपेय - भावः] (એક જ જ્ઞાનમાં ઉપાયપણું
અને ઉપેયપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા) ઉપાય - ઉપેય ભાવ [मनाक् भूयः अपि] જરા
ફરીને પણ [चिन्त्यते] વિચારવામાં આવે છે.
ભાવાર્થઃવસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક અનેક - ધર્મસ્વરૂપ હોવાથી તે
સ્યાદ્વાદથી જ સાધી શકાય છે. એ રીતે સ્યાદ્વાદની શુદ્ધતા (પ્રમાણિકતા, સત્યતા,
નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા) સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ
વિચારવામાં આવે છે. (તેમાં એમ પણ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર
કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.) વળી બીજું, એક જ જ્ઞાનમાં
સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાય
- ઉપેયભાવ અર્થાત્
સાધકસાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. ૨૪૭.
(હવે પ્રથમ આચાર્યદેવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે
છેઃ)
[परिशिष्टम्]
(अनुष्टुभ्)
अत्र स्याद्वादशुद्धयर्थं वस्तुतत्त्वव्यवस्थितिः
उपायोपेयभावश्च मनाग्भूयोऽपि चिन्त्यते ।।२४७।।

Page 593 of 642
PDF/HTML Page 624 of 673
single page version

સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, અર્હત્ સર્વજ્ઞનું એક અસ્ખલિત
(નિર્બાધ) શાસન છે. તે (સ્યાદ્વાદ) ‘બધું અનેકાંતાત્મક છે’ એમ ઉપદેશે છે, કારણ કે
સમસ્ત વસ્તુ અનેકાંત - સ્વભાવવાળી છે. (‘સર્વ વસ્તુઓ અનેકાંતસ્વરૂપ છે’ એમ જે સ્યાદ્વાદ
કહે છે તે અસત્યાર્થ કલ્પનાથી કહેતો નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાંત સ્વભાવ છે તેવો
જ કહે છે.)
અહીં આત્મા નામની વસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવતાં છતાં પણ સ્યાદ્વાદનો
કોપ નથી; કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાંતપણું છે. ત્યાં (અનેકાંતનું એવું
સ્વરૂપ છે કે), જે (વસ્તુ) તત્
છે તે જ અતત્ છે, જે (વસ્તુ) એક છે તે જ અનેક છે,
જે સત્ છે તે જ અસત્ છે, જે નિત્ય છે તે જ અનિત્ય છેએમ એક વસ્તુમાં વસ્તુપણાની
નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. માટે પોતાની
આત્મવસ્તુને પણ, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, તત્
- અતત્પણું, એક - અનેકપણું, સત્ - અસત્પણું
અને નિત્ય - અનિત્યપણું પ્રકાશે જ છે; કારણ કેતેને (જ્ઞાનમાત્ર આત્મવસ્તુને) અંતરંગમાં
ચકચકાટ પ્રકાશતા જ્ઞાનસ્વરૂપ વડે તત્પણું છે, અને બહાર પ્રગટ થતા, અનંત, જ્ઞેયપણાને
પામેલા, સ્વરૂપથી ભિન્ન એવા પર રૂપ વડે (
જ્ઞાનસ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપ
વડે) અતત્પણું છે (અર્થાત્ તે - રૂપે જ્ઞાન નથી); સહભૂત (સાથે) પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા
અનંત ચૈતન્ય - અંશોના સમુદાયરૂપ અવિભાગ દ્રવ્ય વડે એકપણું છે, અને અવિભાગ એક
દ્રવ્યથી વ્યાપ્ત, સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય - અંશોરૂપ (ચૈતન્યના અનંત
અંશોરૂપ) પર્યાયો વડે અનેકપણું છે; પોતાના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ-ભાવરૂપે હોવાની શક્તિરૂપ જે
સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે (અર્થાત્ એવા સ્વભાવવાળી હોવાથી) સત્પણું છે, અને
स्याद्वादो हि समस्तवस्तुतत्त्वसाधकमेकमस्खलितं शासनमर्हत्सर्वज्ञस्य स तु
सर्वमनेकान्तात्मकमित्यनुशास्ति, सर्वस्यापि वस्तुनोऽनेकान्तस्वभावत्वात् अत्र त्वात्मवस्तुनि
ज्ञानमात्रतया अनुशास्यमानेऽपि न तत्परिकोपः, ज्ञानमात्रस्यात्मवस्तुनः स्वयमेवानेकान्त-
त्वात्
तत्र यदेव तत्तदेवातत्, यदेवैकं तदेवानेकं, यदेव सत्तदेवासत्, यदेव नित्यं
तदेवानित्यमित्येकवस्तुवस्तुत्वनिष्पादकपरस्परविरुद्धशक्तिद्वयप्रकाशनमनेकान्तः तत्स्वात्मवस्तुनो
ज्ञानमात्रत्वेऽप्यन्तश्चकचकायमानज्ञानस्वरूपेण तत्त्वात्, बहिरुन्मिषदनन्तज्ञेयतापन्नस्वरूपाति-
रिक्तपररूपेणातत्त्वात्, सहक्रमप्रवृत्तानन्तचिदंशसमुदयरूपाविभागद्रव्येणैकत्वात्, अविभागैक-
द्रव्यव्याप्तसहक्रमप्रवृत्तानन्तचिदंशरूपपर्यायैरनेकत्वात्, स्वद्रव्यक्षेत्रकालभावभवनशक्तिस्वभाववत्त्वेन
75

Page 594 of 642
PDF/HTML Page 625 of 673
single page version

પરના દ્રવ્ય-ક્ષેત્ર - કાળ - ભાવરૂપે નહિ હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે
અસત્પણું છે; અનાદિનિધન અવિભાગ એક વૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્યપણું છે,
અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ - અંશોરૂપે પરિણતપણા વડે
અનિત્યપણું છે. (આ રીતે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને પણ, તત્ - અતત્પણું વગેરે બબ્બે વિરુદ્ધ
શક્તિઓ સ્વયમેવ પ્રકાશતી હોવાથી, અનેકાંત સ્વયમેવ પ્રકાશે જ છે.)
(પ્રશ્ન) જો આત્મવસ્તુને, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, સ્વયમેવ અનેકાંત પ્રકાશે છે,
તો પછી અર્હંત ભગવંતો તેના સાધન તરીકે અનેકાંતને (સ્યાદ્વાદને) શા માટે ઉપદેશે છે?
(ઉત્તર) અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે
કહીએ છીએ. ખરેખર અનેકાંત (સ્યાદ્વાદ) વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ
શકતી નથી. તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છેઃ
સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા
છતાં, દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી
વ્યાવૃત્તિ વડે બન્ને ભાવોથી અધ્યાસિત છે (અર્થાત્
સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી અને
પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બન્ને ભાવો રહેલા છે). ત્યાં, જ્યારે આ જ્ઞાનમાત્ર
ભાવ (
આત્મા), શેષ (બાકીના) ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતા
- જ્ઞેયના સંબંધને લીધે અને અનાદિ કાળથી જ્ઞેયોના પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને પરરૂપે
માનીને (અર્થાત્ જ્ઞેયરૂપે અંગીકાર કરીને) અજ્ઞાની થયો થકો નાશ પામે છે, ત્યારે (તે
જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ - રૂપથી (જ્ઞાનરૂપથી) તત્પણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે
सत्त्वात्, परद्रव्यक्षेत्रकालभावाभवनशक्तिस्वभाववत्त्वेनाऽसत्त्वात्, अनादिनिधनाविभागैक-
वृत्तिपरिणतत्वेन नित्यत्वात्, क्रमप्रवृत्तैकसमयावच्छिन्नानेकवृत्त्यंशपरिणतत्वेनानित्यत्वात्,
तदतत्त्वमेकानेकत्वं सदसत्त्वं नित्यानित्यत्वं च प्रकाशत एव
ननु यदि ज्ञानमात्रत्वेऽपि
आत्मवस्तुनः स्वयमेवानेकान्तः प्रकाशते, तर्हि किमर्थमर्हद्भिस्तत्साधनत्वेनाऽनुशास्यतेऽनेकान्तः ?
अज्ञानिनां ज्ञानमात्रात्मवस्तुप्रसिद्धयर्थमिति ब्रूमः
न खल्वनेकान्तमन्तरेण ज्ञानमात्रमात्म-
वस्त्वेव प्रसिध्यति तथाहिइह हि स्वभावत एव बहुभावनिर्भरे विश्वे सर्वभावानां
स्वभावेनाद्वैतेऽपि द्वैतस्य निषेद्धुमशक्यत्वात् समस्तमेव वस्तु स्वपररूपप्रवृत्तिव्यावृत्ति-
भ्यामुभयभावाध्यासितमेव
तत्र यदायं ज्ञानमात्रो भावः शेषभावैः सह स्वरसभरप्रवृत्तज्ञातृज्ञेय-
सम्बन्धतयाऽनादिज्ञेयपरिणमनात् ज्ञानतत्त्वं पररूपेण प्रतिपद्याज्ञानी भूत्वा नाशमुपैति, तदा

Page 595 of 642
PDF/HTML Page 626 of 673
single page version

એમ પ્રગટ કરીને), જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અનેકાંત જ (સ્યાદ્વાદ જ)
તેને ઉદ્ધારે છેનાશ થવા દેતો નથી. ૧. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ‘ખરેખર આ બધું
આત્મા છે’ એમ અજ્ઞાનતત્ત્વને સ્વ - રૂપે (જ્ઞાનરૂપે) માનીનેઅંગીકાર કરીને વિશ્વના ગ્રહણ
વડે પોતાનો નાશ કરે છે (સર્વ જગતને પોતારૂપ માનીને તેનું ગ્રહણ કરીને જગતથી ભિન્ન
એવા પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરરૂપથી અતત્પણું પ્રકાશીને (અર્થાત્
જ્ઞાન પરપણે નથી એમ પ્રગટ કરીને) વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થકો અનેકાંત જ તેને
પોતાનો (
જ્ઞાનમાત્ર ભાવનો) નાશ કરવા દેતો નથી. ૨. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનેક
જ્ઞેયાકારો વડે (જ્ઞેયોના આકારો વડે) પોતાનો સકળ (આખો, અખંડ) એક જ્ઞાન-આકાર
ખંડિત (ખંડખંડરૂપ) થયો માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) દ્રવ્યથી એકપણું
પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છેનાશ પામવા દેતો નથી. ૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર
ભાવ એક જ્ઞાન - આકારનું ગ્રહણ કરવા માટે અનેક જ્ઞેયાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે
છે (અર્થાત્ જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે
છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો
નાશ કરવા દેતો નથી. ૪. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતાં એવાં પરદ્રવ્યોના
પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને
અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે
જ્ઞાનમાત્ર ભાવનું) સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છેનાશ પામવા
દેતો નથી. ૫. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ‘સર્વ દ્રવ્યો હું જ છું (અર્થાત્ સર્વ દ્રવ્યો
આત્મા જ છે)’ એમ પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીનેઅંગીકાર કરીને પોતાનો નાશ કરે
છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરદ્રવ્યથી અસત્પણું પ્રકાશતો થકો (અર્થાત્ પરદ્રવ્યરૂપે
આત્મા નથી એમ પ્રગટ કરતો થકો) અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા
स्वरूपेण तत्त्वं द्योतयित्वा ज्ञातृत्वेन परिणमनाज्ज्ञानी कुर्वन्ननेकान्त एव तमुद्गमयति १ यदा
तु सर्वं वै खल्विदमात्मेति अज्ञानतत्त्वं स्वरूपेण प्रतिपद्य विश्वोपादानेनात्मानं नाशयति,
तदा पररूपेणातत्त्वं द्योतयित्वा विश्वाद्भिन्नं ज्ञानं दर्शयन्ननेकान्त एव नाशयितुं न
ददाति २
यदानेकज्ञेयाकारैः खण्डितसकलैकज्ञानाकारो नाशमुपैति, तदा द्रव्येणैकत्वं
द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ३ यदा त्वेकज्ञानाकारोपादानायानेकज्ञेयाकार-
त्यागेनात्मानं नाशयति, तदा पर्यायैरनेकत्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति ४
यदा ज्ञायमानपरद्रव्यपरिणमनाद् ज्ञातृद्रव्यं परद्रव्यत्वेन प्रतिपद्य नाशमुपैति, तदा स्वद्रव्येण
सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ५
यदा तु सर्वद्रव्याणि अहमेवेति परद्रव्यं
ज्ञातृद्रव्यत्वेन प्रतिपद्यात्मानं नाशयति, तदा परद्रव्येणासत्त्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं

Page 596 of 642
PDF/HTML Page 627 of 673
single page version

દેતો નથી. ૬. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત (પરક્ષેત્રે રહેલા) જ્ઞેય પદાર્થોના
પરિણમનને લીધે પરક્ષેત્રથી જ્ઞાનને સત્ માનીનેઅંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે
જ્ઞાનમાત્ર ભાવનું) સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છેનાશ પામવા
દેતો નથી. ૭. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ સ્વક્ષેત્રે હોવાને (રહેવાને, પરિણમવાને) માટે,
પરક્ષેત્રગત જ્ઞેયોના આકારોના ત્યાગ વડે (અર્થાત્ જ્ઞાનમાં જે પરક્ષેત્રે રહેલ જ્ઞેયોના આકાર
આવે છે તેમનો ત્યાગ કરીને) જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વક્ષેત્રે
રહીને જ પરક્ષેત્રગત જ્ઞેયોના આકારોરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર
ભાવનું) પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૮.
જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પૂર્વાલંબિત પદાર્થોના વિનાશકાળે (
પૂર્વે જેમનું આલંબન કર્યું હતું
એવા જ્ઞેય પદાર્થોના વિનાશ વખતે) જ્ઞાનનું અસત્પણું માનીનેઅંગીકાર કરીને નાશ પામે
છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વકાળથી (જ્ઞાનના કાળથી) સત્પણું પ્રકાશતો થકો અનેકાંત
જ તેને જિવાડે છેનાશ પામવા દેતો નથી. ૯. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ પદાર્થોના
આલંબનકાળે જ (માત્ર જ્ઞેય પદાર્થોને જાણવા વખતે જ) જ્ઞાનનું સત્પણું માનીને
અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરકાળથી
(
જ્ઞેયના કાળથી) અસત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા
દેતો નથી. ૧૦. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતા એવા પરભાવોના પરિણમનને
લીધે જ્ઞાયકસ્વભાવને પરભાવપણે માનીને
અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે
જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ - ભાવથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છેનાશ
પામવા દેતો નથી. ૧૧. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ‘સર્વ ભાવો હું જ છું’ એમ પરભાવને
न ददाति ६ यदा परक्षेत्रगतज्ञेयार्थपरिणमनात् परक्षेत्रेण ज्ञानं सत् प्रतिपद्य
नाशमुपैति, तदा स्वक्षेत्रेणास्तित्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ७ यदा तु स्वक्षेत्रे
भवनाय परक्षेत्रगतज्ञेयाकारत्यागेन ज्ञानं तुच्छीकुर्वन्नात्मानं नाशयति, तदा स्वक्षेत्र
एव ज्ञानस्य परक्षेत्रगतज्ञेयाकारपरिणमनस्वभावत्वात्परक्षेत्रेण नास्तित्वं द्योतयन्ननेकान्त
एव नाशयितुं न ददाति ८
यदा पूर्वालम्बितार्थविनाशकाले ज्ञानस्यासत्त्वं प्रतिपद्य
नाशमुपैति, तदा स्वकालेन सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ९ यदा त्वर्थालम्बन-
काल एव ज्ञानस्य सत्त्वं प्रतिपद्यात्मानं नाशयति, तदा परकालेनासत्त्वं द्योतयन्ननेकान्त
एव नाशयितुं न ददाति १०
यदा ज्ञायमानपरभावपरिणमनात् ज्ञायकभावं परभावत्वेन
प्रतिपद्य नाशमुपैति, तदा स्वभावेन सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ११ यदा

Page 597 of 642
PDF/HTML Page 628 of 673
single page version

જ્ઞાયકભાવપણે માનીનેઅંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું)
પરભાવથી અસત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૨. જ્યારે
આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાનવિશેષો વડે પોતાનું નિત્ય જ્ઞાનસામાન્ય ખંડિત થયું માનીને
નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાનસામાન્યરૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત
જ તેને જિવાડે છે
નાશ પામવા દેતો નથી. ૧૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ નિત્ય
જ્ઞાનસામાન્યનું ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાનવિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે
(અર્થાત્
જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું)
જ્ઞાનવિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.૧૪.
(અહીં તત્-અતત્ના ૨ ભંગ, એક-અનેકના ૨ ભંગ, સત્-અસત્ના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી
૮ ભંગ, અને નિત્ય - અનિત્યના ૨ ભંગએમ બધા મળીને ૧૪ ભંગ થયા. આ ચૌદ ભંગોમાં
એમ બતાવ્યું કેએકાંતથી જ્ઞાનમાત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો
રહે છે; અર્થાત્ એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો
નથી, અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે, સ્વરૂપમાં પરિણમે છે.)
અહીં નીચે પ્રમાણે (૧૪ ભંગોના કળશરૂપે) ૧૪ કાવ્યો પણ કહેવામાં આવે છેઃ
(પ્રથમ, પહેલા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)
શ્લોકાર્થઃ[बाह्य - अर्थैः परिपीतम्] બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું,
तु सर्वे भावा अहमेवेति परभावं ज्ञायकभावत्वेन प्रतिपद्यात्मानं नाशयति, तदा परभावेना-
सत्त्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १२
यदाऽनित्यज्ञानविशेषैः
खण्डितनित्यज्ञानसामान्यो नाशमुपैति, तदा ज्ञानसामान्यरूपेण नित्यत्वं द्योतयन्ननेकान्त
एव तमुज्जीवयति १३
यदा तु नित्यज्ञानसामान्योपादानायानित्यज्ञानविशेषत्यागेनात्मानं
नाशयति, तदा ज्ञानविशेषरूपेणानित्यत्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १४
भवन्ति चात्र श्लोकाः
(शार्दूलविक्रीडित)
बाह्यार्थैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद्
विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति
यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन-
र्दूरोन्मग्नघनस्वभावभरतः पूर्णं समुन्मज्जति
।।२४८।।

Page 598 of 642
PDF/HTML Page 629 of 673
single page version

[उज्झित - निज - प्रव्यक्ति - रिक्तीभवत्] પોતાની વ્યક્તિને (પ્રગટતાને) છોડી દેવાથી ખાલી (શૂન્ય)
થઈ ગયેલું, [परितः पररूपे एव विश्रान्तं] સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત (અર્થાત્ પરરૂપ ઉપર
જ આધાર રાખતું) એવું [पशोः ज्ञानं] પશુનું જ્ઞાન (તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન) [सीदति]
નાશ પામે છે; [स्याद्वादिनः तत् पुनः] અને સ્યાદ્વાદીનું જ્ઞાન તો, [‘यत् तत् तत् इह स्वरूपतः
तत्’ इति] ‘જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે (અર્થાત્ દરેક તત્ત્વનેવસ્તુને સ્વરૂપથી તત્પણું છે)’
એવી માન્યતાને લીધે, [दूर - उन्मग्न - घन - स्वभाव - भरतः] અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના
ભારથી, [पूर्णं समुन्मज्जति] સંપૂર્ણ ઉદિત (પ્રગટ) થાય છે.
ભાવાર્થઃકોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કેઘટજ્ઞાન ઘટના આધારે જ
થાય છે માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞેયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદીના
જ્ઞાનને તો જ્ઞેયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. સ્યાદ્વાદી તો એમ માને છે કે
જ્ઞાન
પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ જ (જ્ઞાનસ્વરૂપ જ) છે, જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું
નથી. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા)
પ્રગટ પ્રકાશે છે.
આ પ્રમાણે સ્વરૂપથી તત્પણાનો ભંગ કહ્યો. ૨૪૮.
(હવે બીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)
શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [‘विश्वं ज्ञानम्’ इति
प्रतर्क्य] ‘વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ જ્ઞેયપદાર્થો આત્મા છે)’ એમ વિચારીને [सकलं स्वतत्त्व
आशया द्रष्टवा] ૭સર્વને (સમસ્ત વિશ્વને) નિજતત્ત્વની આશાથી દેખીને [विश्वमयः भूत्वा]
વિશ્વમય (સમસ્ત જ્ઞેયપદાર્થમય) થઈને, [पशुः इव स्वच्छन्दम् आचेष्टते] ઢોરની માફક
સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છેવર્તે છે; [पुनः] અને [स्याद्वाददर्शी] સ્યાદ્વાદદર્શી તો (સ્યાદ્વાદનો
દેખનાર તો), [‘यत् तत् तत् पररूपतः न तत्’ इति] ‘જે તત્ છે તે પરરૂપથી તત્ નથી (અર્થાત્
દરેક તત્ત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે)’ એમ માનતો હોવાથી,
[विश्वात् भिन्नम् अविश्व - विश्वघटितं] વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી (વિશ્વના નિમિત્તથી)
(शार्दूलविक्रीडित)
विश्वं ज्ञानमिति प्रतर्क्य सकलं द्रष्टवा स्वतत्त्वाशया
भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते
यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुन-
र्विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत्
।।२४९।।

Page 599 of 642
PDF/HTML Page 630 of 673
single page version

રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત જ્ઞેય વસ્તુઓના આકારે થવા છતાં
સમસ્ત જ્ઞેયવસ્તુથી ભિન્ન એવા) [तस्य स्वतत्त्वं स्पृशेत्] પોતાના નિજતત્ત્વને સ્પર્શે છેઅનુભવે
છે.
ભાવાર્થઃએકાંતવાદી એમ માને છે કેવિશ્વ (સમસ્ત વસ્તુઓ) જ્ઞાનરૂપ અર્થાત્
પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીને, પોતાને વિશ્વમય માનીને,
એકાંતવાદી, ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. સ્યાદ્વાદી
તો એમ માને છે કે
જે વસ્તુ પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, તે જ વસ્તુ પરના સ્વરૂપથી
અતત્સ્વરૂપ છે; માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, પરંતુ પર જ્ઞેયોના સ્વરૂપથી
અતત્સ્વરૂપ છે અર્થાત્
પર જ્ઞેયોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન છે.
આ પ્રમાણે પરરૂપથી અતત્પણાનો ભંગ કહ્યો. ૨૪૯.
(હવે ત્રીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)
શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [बाह्य - अर्थ-ग्रहण - स्वभाव -
भरतः] બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના (જ્ઞાનના) સ્વભાવની અતિશયતાને લીધે, [विष्वग् - विचित्र -
उल्लसत् - ज्ञेयाकार - विशीर्ण - शक्तिः] ચારે તરફ (સર્વત્ર) પ્રગટ થતા અનેક પ્રકારના જ્ઞેયાકારોથી
જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને (અર્થાત્ અનેક જ્ઞેયોના આકારો જ્ઞાનમાં જણાતાં
જ્ઞાનની શક્તિને છિન્નભિન્નખંડખંડરૂપથઈ જતી માનીને) [अभितः त्रुटयन्] સમસ્તપણે તૂટી
જતો થકો (અર્થાત્ ખંડખંડરૂપઅનેકરૂપથઈ જતો થકો) [नश्यति] નાશ પામે છે;
[अनेकान्तवित्] અને અનેકાંતનો જાણનાર તો, [सदा अपि उदितया एक - द्रव्यतया] સદાય ઉદિત
(પ્રકાશમાન) એકદ્રવ્યપણાને લીધે [भेदभ्रमं ध्वंसयन्] ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્
જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો), [एकम्
अबाधित - अनुभवनं ज्ञानम्] જે એક છે (સર્વથા અનેક નથી) અને જેનું અનુભવન નિર્બાધ છે
એવા જ્ઞાનને [पश्यति] દેખે છેઅનુભવે છે.
(शार्दूलविक्रीडित)
बाह्यार्थग्रहणस्वभावभरतो विष्वग्विचित्रोल्लस-
ज्ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुटयन्पशुर्नश्यति
एकद्रव्यतया सदाप्युदितया भेदभ्रमं ध्वंसय-
न्नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित्
।।२५०।।

Page 600 of 642
PDF/HTML Page 631 of 673
single page version

ભાવાર્થઃજ્ઞાન છે તે જ્ઞેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા
એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેકખંડખંડરૂપદેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ
કરે છે; અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, જ્ઞેયાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક
દેખે છે.
આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો. ૨૫૦.
(હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ
)
શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ज्ञेयाकारकलङ्क -
मेचक - चिति प्रक्षालनं कल्पयन्] જ્ઞેયાકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં
પ્રક્ષાલન કલ્પતો થકો (અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો
થકો), [एकाकार - चिकीर्षया स्फु टम् अपि ज्ञानं न इच्छति] એકાકાર કરવાની ઇચ્છાથી જ્ઞાનને
જોકે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તોપણઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા
એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે); [अनेकान्तवित्] અને અનેકાંતનો જાણનાર
તો, [पर्यायैः तद्-अनेकतां परिमृशन्] પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો (અનુભવતો)
થકો, [वैचित्र्ये अपि अविचित्रताम् उपगतं ज्ञानं] વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્
અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને [स्वतःक्षालितं] સ્વતઃક્ષાલિત (સ્વયમેવ ધોયેલું
શુદ્ધ) [पश्यति] અનુભવે છે.
ભાવાર્થઃએકાંતવાદી જ્ઞેયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને
ધોઈનેતેમાંથી જ્ઞેયાકારો દૂર કરીને, જ્ઞાનને જ્ઞેયાકારો રહિત એક - આકારરૂપ કરવા ઇચ્છતો
થકો, જ્ઞાનનો નાશ કરે છે; અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો હોવાથી, જ્ઞાનને
સ્વરૂપથી જ અનેકાકારપણું માને છે.
આ પ્રમાણે અનેકપણાનો ભંગ કહ્યો. ૨૫૧.
(હવે પાંચમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ
)
(शार्दूलविक्रीडित)
ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पय
न्नेकाकारचिकीर्षया स्फु टमपि ज्ञानं पशुर्नेच्छति
वैचित्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतःक्षालितं
पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकान्तवित्
।।२५१।।

Page 601 of 642
PDF/HTML Page 632 of 673
single page version

શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [प्रत्यक्ष-आलिखित - स्फु ट -
स्थिर - परद्रव्य - अस्तिता - वञ्चितः] પ્રત્યક્ષ *આલિખિત એવાં પ્રગટ (સ્થૂલ) અને સ્થિર (નિશ્ચળ)
પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો, [स्वद्रव्य-अनवलोकनेन परितः शून्यः] સ્વદ્રવ્યને (આત્મદ્રવ્યના
અસ્તિત્વને) નહિ દેખતો હોવાથી સમસ્તપણે શૂન્ય થયો થકો [नश्यति] નાશ પામે છે; [स्याद्वादी
तु] અને સ્યાદ્વાદી તો, [स्वद्रव्य - अस्तितया निपुणं निरूप्य] આત્માને સ્વદ્રવ્યરૂપે અસ્તિપણે નિપુણ
રીતે અવલોકતો હોવાથી, [सद्यः समुन्मज्जता विशुद्ध - बोध - महसा पूर्णः भवन्] તત્કાળ પ્રગટ થતા
વિશુદ્ધ જ્ઞાનપ્રકાશ વડે પૂર્ણ થતો થકો [जीवति] જીવે છેનાશ પામતો નથી.
ભાવાર્થઃએકાંતી બાહ્ય પરદ્રવ્યને પ્રત્યક્ષ દેખી તેનું અસ્તિત્વ માને છે, પરંતુ
પોતાના આત્મદ્રવ્યને ઇંદ્રિયપ્રત્યક્ષ નહિ દેખતો હોવાથી તેને શૂન્ય માની આત્માનો નાશ કરે
છે. સ્યાદ્વાદી તો જ્ઞાનરૂપી તેજથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ અવલોકતો હોવાથી
જીવે છે
પોતાનો નાશ કરતો નથી.
આ પ્રમાણે સ્વદ્રવ્ય - અપેક્ષાથી અસ્તિત્વનો (સત્પણાનો) ભંગ કહ્યો. ૨૫૨.
(હવે છઠ્ઠા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)
શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [दुर्वासनावासितः]
દુર્વાસનાથી (કુનયની વાસનાથી) વાસિત થયો થકો, [पुरुषं सर्वद्रव्यमयं प्रपद्य] આત્માને
સર્વદ્રવ્યમય માનીને, [स्वद्रव्य - भ्रमतः परद्रव्येषु किल विश्राम्यति] (પરદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી
(शार्दूलविक्रीडित)
प्रत्यक्षालिखितस्फु टस्थिरपरद्रव्यास्तितावञ्चितः
स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति
स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता
स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति
।।२५२।।
(शार्दूलविक्रीडित)
सर्वद्रव्यमयं प्रपद्य पुरुषं दुर्वासनावासितः
स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति
स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां
जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत्
।।२५३।।
* આલિખિત = આળેખાયેલાં; ચિત્રિત; સ્પર્શાતાં; જણાતાં.
76

Page 602 of 642
PDF/HTML Page 633 of 673
single page version

પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો, [समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां
जानन्] સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, [निर्मल - शुद्ध - बोध - महिमा] જેનો શુદ્ધ-
જ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, [स्वद्रव्यम् एव आश्रयेत्] સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે.
ભાવાર્થઃએકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્ય - અપેક્ષાએ
નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે; અને સ્યાદ્વાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્ય - અપેક્ષાએ નાસ્તિત્વ
માનીને નિજ દ્રવ્યમાં રમે છે.
આ પ્રમાણે પરદ્રવ્ય - અપેક્ષાથી નાસ્તિત્વનો (અસત્પણાનો) ભંગ કહ્યો. ૨૫૩.
(હવે સાતમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)
શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [भिन्न - क्षेत्र - निषण्ण - बोध्य -
नियत - व्यापार - निष्ठः] ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેયપદાર્થોમાં જે જ્ઞેયજ્ઞાયકસંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર
તેમાં પ્રવર્તતો થકો, [पुमांसम् अभितः बहिः पतन्तम् पश्यन्] આત્માને સમસ્તપણે બહાર
(પરક્ષેત્રમાં) પડતો દેખીને (સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) [सदा सीदति एव] સદા
નાશ પામે છે; [स्याद्वादवेदी पुनः] અને સ્યાદ્વાદનો જાણનાર તો, [स्वक्षेत्र - अस्तितया निरुद्ध - रभसः]
સ્વક્ષેત્રથી અસ્તિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો
થકો), [आत्म - निखात - बोध्य - नियत - व्यापार - शक्तिः भवन्] આત્મામાં જ આકારરૂપ થયેલાં જ્ઞેયોમાં
નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, [तिष्ठति] ટકે છેજીવે છે (નષ્ટ થતો નથી).
ભાવાર્થઃએકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતાં
આત્માને બહાર પડતો જ માનીને, (સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહિ માનીને,) પોતાને નષ્ટ કરે છે;
અને સ્યાદ્વાદી તો, ‘પરક્ષેત્રમાં રહેલાં જ્ઞેયોને જાણતાં પોતાના ક્ષેત્રમાં રહેલો આત્મા સ્વક્ષેત્રથી
અસ્તિત્વ ધારે છે’ એમ માનતો થકો ટકી રહે છે
નાશ પામતો નથી.
આ પ્રમાણે સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૪.
(હવે આઠમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ
)
(शार्दूलविक्रीडित)
भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठः सदा
सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः
स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुन-
स्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्
।।२५४।।

Page 603 of 642
PDF/HTML Page 634 of 673
single page version

શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [स्वक्षेत्रस्थितये पृथग्विध -
परक्षेत्र - स्थित - अर्थ - उज्झनात्] સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને
છોડવાથી, [अर्थैः सह चिद् - आकारान् वमन्] જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી
નાખતો થકો (અર્થાત્ જ્ઞેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી
દેતો થકો) [तुच्छीभूय] તુચ્છ થઈને [प्रणश्यति] નાશ પામે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો
[स्वधामनि वसन्] સ્વક્ષેત્રમાં રહેતો, [परक्षेत्रे नास्तितां विदन्] પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણતો
થકો, [त्यक्त - अर्थः अपि] (પરક્ષેત્રમાં રહેલા) જ્ઞેય પદાર્થોને છોડતાં છતાં [परान् आकारकर्षी] તે
પર પદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી (અર્થાત્ જ્ઞેય પદાર્થોના નિમિત્તે થતા
ચૈતન્યના આકારોને છોડતો નહિ હોવાથી) [तुच्छताम् अनुभवति न] તુચ્છતા પામતો નથી.
ભાવાર્થઃ‘પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે
તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ’
એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના
આકારોને પણ છોડી દે છે; એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે
છે. સ્યાદ્વાદી તો સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા જાણતો થકો, જ્ઞેય પદાર્થોને
છોડતાં છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી; માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી.
આ પ્રમાણે પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૫.
(હવે નવમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ
)
શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [पूर्व - आलम्बित - बोध्यनाश - समये
(शार्दूलविक्रीडित)
स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात्
तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहार्थैर्वमन्
स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां
त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान्
।।२५५।।
(शार्दूलविक्रीडित)
पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन्
सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छः पशुः
अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनः
पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि
।।२५६।।

Page 604 of 642
PDF/HTML Page 635 of 673
single page version

ज्ञानस्य नाशं विदन्] પૂર્વાલંબિત જ્ઞેય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો, [न
किञ्चन अपि कलयन्] એ રીતે જ્ઞાનને કાંઈ પણ (વસ્તુ) નહિ જાણતો થકો (અર્થાત્ જ્ઞાનવસ્તુનું
અસ્તિત્વ જ નહિ માનતો થકો), [अत्यन्ततुच्छः] અત્યંત તુચ્છ થયો થકો [सीदति एव] નાશ પામે
છે; [स्याद्वादवेदी पुनः] અને સ્યાદ્વાદનો જાણનાર તો [अस्य निज - कालतः अस्तित्वं कलयन्]
આત્માનું નિજ કાળથી અસ્તિત્વ જાણતો થકો, [बाह्यवस्तुषु मुहुः भूत्वा विनश्यत्सु अपि] બાહ્ય
વસ્તુઓ વારંવાર થઈને નાશ પામતાં છતાં પણ, [पूर्णः तिष्ठति] પોતે પૂર્ણ રહે છે.
ભાવાર્થઃપહેલાં જે જ્ઞેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા;
તેમને દેખી એકાંતવાદી પોતાના જ્ઞાનનો પણ નાશ માની અજ્ઞાની થયો થકો આત્માનો નાશ
કરે છે. સ્યાદ્વાદી તો, જ્ઞેય પદાર્થો નષ્ટ થતાં પણ, પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો
થકો નષ્ટ થતો નથી.
આ પ્રમાણે સ્વકાળ - અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૬.
(હવે દસમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)
શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [अर्थ - आलम्बन - काले एव ज्ञानस्य
सत्त्वं कलयन्] જ્ઞેય પદાર્થોના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો, [बहिः - ज्ञेय -
आलम्बन - लालसेन मनसा भ्राम्यन्] બાહ્ય જ્ઞેયોના આલંબનની લાલસાવાળા ચિત્તથી (બહાર)
ભમતો થકો [नश्यति] નાશ પામે છે; [स्याद्वादवेदी पुनः] અને સ્યાદ્વાદનો જાણનાર તો [पर -
कालतः अस्य नास्तित्वं कलयन्] પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો, [आत्म - निखात - नित्य -
सहज - ज्ञान - एक - पुञ्जीभवन्] આત્મામાં દ્રઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો
થકો [तिष्ठति] ટકે છેનષ્ટ થતો નથી.
ભાવાર્થઃએકાંતી જ્ઞેયોના આલંબનકાળે જ જ્ઞાનનું સત્પણું જાણે છે તેથી જ્ઞેયોના
આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે. સ્યાદ્વાદી તો પર જ્ઞેયોના કાળથી
પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે; તેથી જ્ઞેયોથી જુદા
એવા જ્ઞાનના પુંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી.
આ પ્રમાણે પરકાળ - અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૭.
(शार्दूलविक्रीडित)
अर्थालम्बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहि-
र्ज्ञेयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति
नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुन-
स्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन्
।।२५७।।

Page 605 of 642
PDF/HTML Page 636 of 673
single page version

(હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)
શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [परभाव - भाव-कलनात्]
પરભાવોના *ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો
હોવાથી,) [नित्यं बहिः-वस्तुषु विश्रान्तः] સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, [स्वभाव -
महिमनि एकान्त - निश्चेतनः] (પોતાના) સ્વભાવના મહિમામાં અત્યંત નિશ્ચેતન (જડ) વર્તતો થકો,
[नश्यति एव] નાશ પામે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો [नियत - स्वभाव - भवन - ज्ञानात्
सर्वस्मात् विभक्तः भवन्] (પોતાના) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી
(સર્વ પરભાવોથી) ભિન્ન વર્તતો થકો, [सहज - स्पष्टीकृत - प्रत्ययः] જેણે સહજ સ્વભાવનું
પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટપ્રત્યક્ષઅનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, [नाशम् एति न] નાશ
પામતો નથી.
ભાવાર્થઃએકાંતવાદી પરભાવોથી જ પોતાનું સત્પણું માનતો હોવાથી બાહ્ય
વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે; અને સ્યાદ્વાદી તો, જ્ઞાનભાવ જ્ઞેયાકાર
થવા છતાં જ્ઞાનભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, આત્માનો નાશ કરતો નથી.
આ પ્રમાણે સ્વ - ભાવની (પોતાના ભાવની) અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૮.
(હવે બારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)
શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [सर्व - भाव - भवनं आत्मनि अध्यास्य
(शार्दूलविक्रीडित)
विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु
नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः
सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन्
स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः
।।२५८।।
(शार्दूलविक्रीडित)
अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः
सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति
स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरा-
दारूढः परभावभावविरहव्यालोकनिष्कम्पितः
।।२५९।।
* ભવન = અસ્તિત્વ; પરિણમન.

Page 606 of 642
PDF/HTML Page 637 of 673
single page version

शुद्ध - स्वभाव - च्युतः] સર્વ ભાવોરૂપ ભવનનો આત્મામાં અધ્યાસ કરીને (અર્થાત્ સર્વ જ્ઞેય
પદાર્થોના ભાવોરૂપે આત્મા છે એમ માનીને) શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો, [अनिवारितः
सर्वत्र अपि स्वैरं गतभयः क्रीडति] કોઈ પરભાવને બાકી રાખ્યા વિના સર્વ પરભાવોમાં
સ્વચ્છંદતાથી નિર્ભયપણે (નિઃશંકપણે) ક્રીડા કરે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો [स्वस्य
स्वभावं भरात् आरूढः] પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, [परभाव - भाव - विरह - व्यालोक -
निष्कम्पितः] પરભાવોરૂપ ભવનના અભાવની દ્રષ્ટિને લીધે (અર્થાત્ આત્મા પરદ્રવ્યોના ભાવોરૂપે
નથીએમ દેખતો હોવાથી) નિષ્કંપ વર્તતો થકો, [विशुद्धः एव लसति] શુદ્ધ જ વિરાજે છે.
ભાવાર્થઃએકાંતવાદી સર્વ પરભાવોને પોતારૂપ જાણીને પોતાના શુદ્ધ સ્વભાવથી
ચ્યુત થયો થકો સર્વત્ર (સર્વ પરભાવોમાં) સ્વેચ્છાચારીપણે નિઃશંક રીતે વર્તે છે; અને સ્યાદ્વાદી
તો, પરભાવોને જાણતાં છતાં, પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવને સર્વ પરભાવોથી ભિન્ન અનુભવતો
થકો શોભે છે.
આ પ્રમાણે પરભાવ - અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૯.
(હવે તેરમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)
શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [प्रादुर्भाव - विराम - मुद्रित - वहत् -
ज्ञान - अंश - नाना - आत्मना निर्ज्ञानात्] ઉત્પાદ - વ્યયથી લક્ષિત એવા જે વહેતા (પરિણમતા) જ્ઞાનના
અંશો તે - રૂપ અનેકાત્મકપણા વડે જ (આત્માનો) નિર્ણય અર્થાત્ જ્ઞાન કરતો થકો, [क्षणभङ्ग -
सङ्ग - पतितः] *ક્ષણભંગના સંગમાં પડેલો, [प्रायः नश्यति] બાહુલ્યપણે નાશ પામે છે; [स्याद्वादी
तु] અને સ્યાદ્વાદી તો [चिद् - आत्मना चिद् - वस्तु नित्य - उदितं परिमृशन्] ચૈતન્યાત્મકપણા વડે
ચૈતન્યવસ્તુને નિત્ય - ઉદિત અનુભવતો થકો, [टङ्कोत्कीर्ण - घन - स्वभाव - महिम ज्ञानं भवन्]
ટંકોત્કીર્ણઘનસ્વભાવ (ટંકોત્કીર્ણપિંડરૂપ સ્વભાવ) જેનો મહિમા છે એવા જ્ઞાનરૂપ વર્તતો,
[जीवति] જીવે છે.
ભાવાર્થઃએકાંતવાદી જ્ઞેયોના આકાર અનુસાર જ્ઞાનને ઊપજતું - વિણસતું દેખીને,
(शार्दूलविक्रीडित)
प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना
निर्ज्ञानात्क्षणभङ्गसङ्गपतितः प्रायः पशुर्नश्यति
स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं
टङ्कोत्कीर्णघनस्वभावमहिम ज्ञानं भवन् जीवति
।।२६०।।
* ક્ષણભંગ = ક્ષણે ક્ષણે થતો નાશ; ક્ષણભંગુરતા; અનિત્યતા.

Page 607 of 642
PDF/HTML Page 638 of 673
single page version

અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થકો, પોતાને નષ્ટ કરે છે; અને
સ્યાદ્વાદી તો, જોકે જ્ઞાન જ્ઞેયો અનુસાર ઊપજે
- વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય
અનુભવતો થકો જીવે છેનાશ પામતો નથી.
આ પ્રમાણે નિત્યત્વનો ભંગ કહ્યો. ૨૬૦.
(હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ
)
શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [टङ्कोत्कीर्ण - विशुद्धबोध - विसर -
आकार - आत्म - तत्त्व - आशया] ટંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફેલાવરૂપ એક-આકાર (સર્વથા નિત્ય)
આત્મતત્ત્વની આશાથી, [उच्छलत् - अच्छ - चित्परिणतेः भिन्नं किञ्चन वाञ्छति] ઊછળતી નિર્મળ
ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ);
[स्याद्वादी] અને સ્યાદ્વાદી તો, [चिद् - वस्तु - वृत्ति - क्रमात् तद् - अनित्यतां परिमृशन्] ચૈતન્યવસ્તુની
વૃત્તિના (પરિણતિના, પર્યાયના) ક્રમ દ્વારા તેની અનિત્યતાને અનુભવતો થકો, [नित्यम् ज्ञानं
अनित्यतापरिगमे अपि उज्ज्वलम् आसादयति] નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં
ઉજ્જ્વળ (નિર્મળ) માને છેઅનુભવે છે.
ભાવાર્થઃએકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકારનિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી,
ઊપજતી - વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે; પરંતુ પરિણામ સિવાય જુદો
કોઈ પરિણામી તો હોતો નથી. સ્યાદ્વાદી તો એમ માને છે કેજોકે દ્રવ્યે જ્ઞાન નિત્ય છે
તોપણ ક્રમશઃ ઊપજતી - વિણસતી ચૈતન્યપરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે; એવો
જ વસ્તુસ્વભાવ છે.
આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ કહ્યો. ૨૬૧.
‘પૂર્વોક્ત રીતે અનેકાંત, અજ્ઞાનથી મૂઢ થયેલા જીવોને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરી
દે છેસમજાવી દે છે’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છેઃ
(शार्दूलविक्रीडित)
टङ्कोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया
वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन
ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं
स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्
।।२६१।।

Page 608 of 642
PDF/HTML Page 639 of 673
single page version

શ્લોકાર્થઃ[इति] આ રીતે [अनेकान्तः] અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ [अज्ञान - विमूढानां
ज्ञानमात्रं आत्मतत्त्वम् प्रसाधयन्] અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરતો
[स्वयमेव अनुभूयते] સ્વયમેવ અનુભવાય છે.
ભાવાર્થઃજ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાંતમય છે. પરંતુ અનાદિ કાળથી પ્રાણીઓ
પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ સંબંધી અનેક
પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે. તેમને (અજ્ઞાની જીવોને) સ્યાદ્વાદ
જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનું અનેકાંતસ્વરૂપપણું પ્રગટ કરે છે
સમજાવે છે. જો પોતાના આત્મા
તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો (સ્યાદ્વાદના ઉપદેશ અનુસાર) જ્ઞાનમાત્ર
આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. માટે હે પ્રવીણ પુરુષો!
તમે જ્ઞાનને તત્સ્વરૂપ, અતત્સ્વરૂપ, એકસ્વરૂપ, અનેકસ્વરૂપ, પોતાના દ્રવ્ય
- ક્ષેત્ર - કાળ - ભાવથી
સત્સ્વરૂપ, પરના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી અસત્સ્વરૂપ, નિત્યસ્વરૂપ, અનિત્યસ્વરૂપ ઇત્યાદિ
અનેક ધર્મસ્વરૂપ પ્રત્યક્ષ અનુભવગોચર કરી પ્રતીતિમાં લાવો. એ જ સમ્યગ્જ્ઞાન છે. સર્વથા
એકાંત માનવું તે મિથ્યાજ્ઞાન છે. ૨૬૨.
‘પૂર્વોક્ત રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય હોવાથી અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ સિદ્ધ થયો’
એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છેઃ
શ્લોકાર્થઃ[एवं] આ રીતે [अनेकान्तः] અનેકાંત[जैनम् अलङ्घयं शासनम्] કે જે
જિનદેવનું અલંઘ્ય (કોઈથી તોડી ન શકાય એવું) શાસન છે તે[तत्त्व - व्यवस्थित्या] વસ્તુના
યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) વડે [स्वयम् स्वं व्यवस्थापयन्] પોતે પોતાને સ્થાપિત કરતો
થકો [व्यवस्थितः] સ્થિત થયોનિશ્ચિત ઠર્યોસિદ્ધ થયો.
ભાવાર્થઃઅનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ, જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો
થકો, આપોઆપ સિદ્ધ થયો. તે અનેકાંત જ નિર્બાધ જિનમત છે અને યથાર્થ વસ્તુસ્થિતિનો
કહેનાર છે. કાંઈ કોઈએ અસત્
કલ્પનાથી વચનમાત્ર પ્રલાપ કર્યો નથી. માટે હે નિપુણ પુરુષો!
(अनुष्टुभ्)
इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन्
आत्मतत्त्वमनेकान्तः स्वयमेवानुभूयते ।।२६२।।
(अनुष्टुभ्)
एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन् स्वयम्
अलङ्घ यं शासनं जैनमनेकान्तो व्यवस्थितः ।।२६३।।

Page 609 of 642
PDF/HTML Page 640 of 673
single page version

સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન - પ્રમાણથી અનુભવ કરી જુઓ. ૨૬૩.
(આચાર્યદેવ અનેકાંતને હજુ વિશેષ ચર્ચે છેઃ)
(પ્રશ્નઃ) આત્મા અનેકાંતમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાનમાત્રપણે કેમ
*વ્યપદેશ કરવામાં આવે છે? (આત્મા અનંત ધર્મોવાળો હોવા છતાં તેને જ્ઞાનમાત્રપણે કેમ
કહેવામાં આવે છે? જ્ઞાનમાત્ર કહેવાથી તો અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે.)
(ઉત્તરઃ) લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાનમાત્રપણે
વ્યપદેશ કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ
ગુણ છે (
અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી). માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષ્યનીઆત્માની
પ્રસિદ્ધિ થાય છે.
(પ્રશ્નઃ) એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? માત્ર લક્ષ્ય જ પ્રસાધ્ય અર્થાત્
પ્રસિદ્ધ કરવાયોગ્ય છે. (માટે લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના માત્ર લક્ષ્યને જઆત્માને જ
પ્રસિદ્ધ કેમ કરતા નથી?)
(ઉત્તરઃ) જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને (અર્થાત્ જે લક્ષણને જાણતો નથી એવા
અજ્ઞાની જનને) લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ
થાય છે. (માટે અજ્ઞાનીને પહેલાં લક્ષણ બતાવીએ ત્યારે તે લક્ષ્યને ગ્રહણ કરી શકે છે.)
(પ્રશ્નઃ) કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી (જ્ઞાનથી) ભિન્ન
પ્રસિદ્ધ થાય છે?
(ઉત્તરઃ) જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ
છે.
(પ્રશ્નઃ) તો પછી લક્ષણ અને લક્ષ્યનો વિભાગ શા માટે કરવામાં આવ્યો?
नन्वनेकान्तमयस्यापि किमर्थमत्रात्मनो ज्ञानमात्रतया व्यपदेशः ? लक्षणप्रसिद्धया
लक्ष्यप्रसिद्धयर्थम् आत्मनो हि ज्ञानं लक्षणं, तदसाधारणगुणत्वात् तेन ज्ञानप्रसिद्धया
तल्लक्ष्यस्यात्मनः प्रसिद्धिः ननु किमनया लक्षणप्रसिद्धया, लक्ष्यमेव प्रसाधनीयम्
नाप्रसिद्धलक्षणस्य लक्ष्यप्रसिद्धिः, प्रसिद्धलक्षणस्यैव तत्प्रसिद्धेः ननु किं तल्लक्ष्यं यज्ज्ञानप्रसिद्धया
ततो भिन्नं प्रसिध्यति ? न ज्ञानाद्भिन्नं लक्ष्यं, ज्ञानात्मनोर्द्रव्यत्वेनाभेदात् तर्हि किं कृतो
लक्ष्यलक्षणविभागः ? प्रसिद्धप्रसाध्यमानत्वात् कृतः प्रसिद्धं हि ज्ञानं, ज्ञानमात्रस्य
* વ્યપદેશ = કથન; નામ.
77