Page 70 of 642
PDF/HTML Page 101 of 673
single page version
यो हि नाम फलदानसमर्थतया प्रादुर्भूय भावकत्वेन भवन्तमपि दूरत एव तदनुवृत्तेरात्मनो भाव्यस्य व्यावर्तनेन हठान्मोहं न्यक्कृत्योपरतसमस्तभाव्यभावकसङ्करदोषत्वेनैकत्वे टङ्कोत्कीर्णं विश्वस्याप्यस्योपरि तरता प्रत्यक्षोद्योततया नित्यमेवान्तःप्रकाशमानेनानपायिना स्वतःसिद्धेन परमार्थसता भगवता ज्ञानस्वभावेन द्रव्यान्तरस्वभावभाविभ्यः सर्वेभ्यो भावान्तरेभ्यः परमार्थ- तोऽतिरिक्तमात्मानं सञ्चेतयते स खलु जितमोहो जिन इति द्वितीया निश्चयस्तुतिः ।
एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकाय- सूत्राण्येकादश पञ्चानां श्रोत्रचक्षुर्घ्राणरसनस्पर्शनसूत्राणामिन्द्रियसूत्रेण पृथग्व्याख्या-
ગાથાર્થઃ — [यः तु] જે મુનિ [मोहं] મોહને [जित्वा] જીતીને [आत्मानम्] પોતાના આત્માને [ज्ञानस्वभावाधिकं] જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવોથી અધિક [जानाति] જાણે છે [तं साधुं] તે મુનિને [परमार्थविज्ञायकाः] પરમાર્થના જાણનારાઓ [जितमोहं] જિતમોહ [ब्रुवन्ति] કહે છે.
ટીકાઃ — મોહકર્મ ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદયરૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે તોપણ તેના અનુસારે જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્મા — ભાવ્ય, તેને ભેદજ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને, સમસ્ત ભાવ્યભાવક-સંકરદોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ (નિશ્ચલ) અને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્યભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને જે (મુનિ) અનુભવે છે તે નિશ્ચયથી ‘જિતમોહ જિન’ (જેણે મોહને જીત્યો છે એવો જિન) છે. કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ સમસ્ત લોકના ઉપર તરતો, પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનાશી, પોતાથી જ સિદ્ધ અને પરમાર્થસત્ એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે ભાવ્યભાવક ભાવના સંકરદોષને દૂર કરી બીજી નિશ્ચયસ્તુતિ છે. આ ગાથાસૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે; તેમાં ‘મોહ’ પદને બદલીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય મૂકીને અગિયાર સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન — એ પાંચનાં સૂત્રો ઇંદ્રિયસૂત્ર દ્વારા જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં; એમ સોળ સૂત્રો જુદાં જુદાં વ્યાખ્યાનરૂપ
Page 71 of 642
PDF/HTML Page 102 of 673
single page version
तत्वाद्वयाख्येयानि । अनया दिशान्यान्यप्यूह्यानि ।
इह खलु पूर्वप्रक्रान्तेन विधानेनात्मनो मोहं न्यक्कृत्य यथोदितज्ञानस्वभावातिरिक्ता-
त्मसञ्चेतनेन जितमोहस्य सतो यदा स्वभावभावभावनासौष्ठवावष्टम्भात्तत्सन्तानात्यन्तविनाशेन पुनरप्रादुर्भावाय भावकः क्षीणो मोहः स्यात्तदा स एव भाव्यभावकभावाभावेनैकत्वे टङ्कोत्कीर्णं
કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થઃ — ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃત્તિથી પોતાનો આત્મા ભાવ્યરૂપ થાય છે તેને ભેદજ્ઞાનના બળથી જુદો અનુભવે તે જિતમોહ જિન છે. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતાં મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે છે તેને જિતમોહ કહ્યો છે. અહીં મોહને જીત્યો છે; તેનો નાશ થયો નથી.
હવે, ભાવ્યભાવક ભાવના અભાવથી નિશ્ચયસ્તુતિ કહે છેઃ —
ગાથાર્થઃ — [जितमोहस्य तु साधोः] જેણે મોહને જીત્યો છે એવા સાધુને [यदा] જ્યારે [क्षीणः मोहः] મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ [भवेत्] થાય [तदा] ત્યારે [निश्चयविद्भिः] નિશ્ચયના જાણનારા [खलु] નિશ્ચયથી [सः] તે સાધુને [क्षीणमोहः] ‘ક્ષીણમોહ’ એવા નામથી [भण्यते] કહે છે.
ટીકાઃ — આ નિશ્ચયસ્તુતિમાં, પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી, જેવો (પૂર્વે) કહ્યો તેવા જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જિતમોહ થયો, તેને જ્યારે પોતાના સ્વભાવભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય — એમ ભાવકરૂપ
Page 72 of 642
PDF/HTML Page 103 of 673
single page version
परमात्मानमवाप्तः क्षीणमोहो जिन इति तृतीया निश्चयस्तुतिः ।
एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्र- चक्षुर्घ्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि । अनया दिशान्यान्यप्यूह्यानि ।
न्नुः स्तोत्रं व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः ।
न्नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः ।।२७।।
મોહ ક્ષીણ થાય, ત્યારે (ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્યભાવનો પણ અભાવ થાય છે અને એ રીતે) ભાવ્યભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી ટંકોત્કીર્ણ (નિશ્ચલ) પરમાત્માને પ્રાપ્ત થયેલો તે ‘ક્ષીણમોહ જિન’ કહેવાય છે. આ ત્રીજી નિશ્ચયસ્તુતિ છે.
અહીં પણ પૂર્વે કહ્યું હતું તેમ ‘મોહ’ પદને બદલી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન — એ પદો મૂકી સોળ સૂત્રો (ભણવાં અને) વ્યાખ્યાન કરવાં અને આ પ્રકારના ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થઃ — સાધુ પહેલાં પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી, પછી જ્યારે પોતાના મહા સામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે ક્ષીણમોહ જિન કહેવાય છે.
હવે અહીં આ નિશ્ચય-વ્યવહારરૂપ સ્તુતિના અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [कायात्मनोः व्यवहारतः एकत्वं] શરીરને અને આત્માને વ્યવહારનયથી એકપણું છે [तु पुनः] પણ [निश्चयात् न] નિશ્ચયનયથી એકપણું નથી; [वपुषः स्तुत्या नुः स्तोत्रं व्यवहारतः अस्ति] માટે શરીરના સ્તવનથી આત્મા – પુરુષનું સ્તવન વ્યવહારનયથી થયું કહેવાય છે, અને [तत्त्वतः तत् न] નિશ્ચયનયથી નહિ; [निश्चयतः] નિશ્ચયથી તો [चित्स्तुत्या एव] ચૈતન્યના સ્તવનથી જ [चितः स्तोत्रं भवति] ચૈતન્યનું સ્તવન થાય છે. [सा एवं भवेत्] તે ચૈતન્યનું સ્તવન અહીં જિતેન્દ્રિય, જિતમોહ, ક્ષીણમોહ — એમ (ઉપર) કહ્યું તેમ છે. [अतः तीर्थकरस्तवोत्तरबलात्] અજ્ઞાનીએ તીર્થંકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો તેનો આમ
Page 73 of 642
PDF/HTML Page 104 of 673
single page version
नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम् ।
स्वरसरभसकृष्टः प्रस्फु टन्नेक एव ।।२८।।
एवमयमनादिमोहसन्ताननिरूपितात्मशरीरैकत्वसंस्कारतयात्यन्तमप्रतिबुद्धोऽपि प्रसभोज्जृम्भित- નયવિભાગથી ઉત્તર દીધો; તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે [आत्म-अङ्गयोः एकत्वं न] આત્માને અને શરીરને એકપણું નિશ્ચયથી નથી. ૨૭.
હવે વળી, આ અર્થને જાણવાથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [परिचित-तत्त्वैः] જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે એવા મુનિઓએ [आत्म-काय-एकतायां] જ્યારે આત્મા અને શરીરના એકપણાને [इति नय-विभजन- युक्त्या] આમ નયના વિભાગની યુક્તિ વડે [अत्यन्तम् उच्छादितायाम्] જડમૂળથી ઉખેડી નાખ્યું છે — અત્યંત નિષેધ્યું છે, ત્યારે [कस्य] કયા પુરુષને [बोधः] જ્ઞાન [अद्य एव] તત્કાળ [बोधं] યથાર્થપણાને [न अवतरति] ન પામે? અવશ્ય પામે જ. કેવું થઈને? [स्व-रस-रभस-कृष्टः प्रस्फु टन् एकः एव] પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એકસ્વરૂપ થઈને.
ભાવાર્થઃ — નિશ્ચય-વ્યવહારનયના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે; તેને જાણીને, એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય? થાય જ; કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. અહીં કોઈ દીર્ઘસંસારી જ હોય તો તેની કાંઈ વાત નથી. ૨૮.
આ પ્રમાણે, અપ્રતિબુદ્ધે જે એમ કહ્યું હતું કે ‘‘અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે’’, તેનું નિરાકરણ કર્યું.
આ રીતે આ અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા ને શરીરનું એકપણું તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો તે હવે તત્ત્વજ્ઞાન -
Page 74 of 642
PDF/HTML Page 105 of 673
single page version
तत्त्वज्ञानज्योतिर्नेत्रविकारीव प्रकटोद्घाटितपटलष्टसितिप्रतिबुद्धः (?) साक्षात् द्रष्टारं स्वं स्वयमेव हि विज्ञाय श्रद्धाय च तं चैवानुचरितुकामः स्वात्मारामस्यास्यान्यद्रव्याणां प्रत्याख्यानं किं स्यादिति पृच्छन्नित्थं वाच्यः —
यतो हि द्रव्यान्तरस्वभावभाविनोऽन्यानखिलानपि भावान् भगवज्ज्ञातृद्रव्यं स्वस्वभाव- भावाव्याप्यतया परत्वेन ज्ञात्वा प्रत्याचष्टे, ततो य एव पूर्वं जानाति स एव पश्चात्प्रत्याचष्टे, સ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી અને નેત્રના વિકારીની માફક (જેમ કોઈ પુરુષનાં નેત્રમાં વિકાર હતો ત્યારે વર્ણાદિક અન્યથા દેખાતાં હતાં અને જ્યારે વિકાર મટ્યો ત્યારે જેવાં હતાં તેવાં જ દેખવા લાગ્યો તેમ) પડળ સમાન આવરણકર્મ સારી રીતે ઊઘડી જવાથી પ્રતિબુદ્ધ થયો અને સાક્ષાત્ દ્રષ્ટા (દેખનાર) એવા પોતાને પોતાથી જ જાણી, શ્રદ્ધાન કરી, તેનું જ આચરણ કરવાનો ઇચ્છક થયો થકો પૂછે છે કે ‘આ સ્વાત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન (ત્યાગવું) તે શું છે?’ તેને આચાર્ય આ પ્રમાણે કહે છેઃ —
ગાથાર્થઃ — [यस्मात्] જેથી [सर्वान् भावान्] ‘પોતાના સિવાય સર્વ પદાર્થો [परान्] પર છે’ [इति ज्ञात्वा] એમ જાણીને [प्रत्याख्याति] પ્રત્યાખ્યાન કરે છે — ત્યાગે છે, [तस्मात्] તેથી, [प्रत्याख्यानं] પ્રત્યાખ્યાન [ज्ञानं] જ્ઞાન જ છે [नियमात्] એમ નિયમથી [ज्ञातव्यम्] જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી.
ટીકાઃ — આ ભગવાન જ્ઞાતા-દ્રવ્ય (આત્મા) છે તે અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પરભાવોને, તેઓ પોતાના સ્વભાવભાવ વડે નહિ વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને, ત્યાગે છે; તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો તો કોઈ ત્યાગનાર નથી — એમ
Page 75 of 642
PDF/HTML Page 106 of 673
single page version
न पुनरन्य इत्यात्मनि निश्चित्य प्रत्याख्यानसमये प्रत्याख्येयोपाधिमात्रप्रवर्तितकर्तृत्वव्यपदेशत्वेऽपि परमार्थेनाव्यपदेश्यज्ञानस्वभावादप्रच्यवनात् प्रत्याख्यानं ज्ञानमेवेत्यनुभवनीयम् ।
यथा हि कश्चित्पुरुषः सम्भ्रान्त्या रजकात्परकीयं चीवरमादायात्मीयप्रतिपत्त्या परिधाय આત્મામાં નિશ્ચય કરીને, પ્રત્યાખ્યાનના (ત્યાગના) સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ (આત્માને) હોવા છતાં પણ, પરમાર્થથી જોવામાં આવે તો પરભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટ્યો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે — એમ અનુભવ કરવો.
ભાવાર્થઃ — આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે તે નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહિ તે જ ત્યાગ છે. એ રીતે, સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી.
હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું તેનું દ્રષ્ટાંત શું છે? તેના ઉત્તરરૂપ દ્રષ્ટાંત-દાર્ષ્ટાંતની ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [यथा नाम] જેમ લોકમાં [कः अपि पुरुषः] કોઈ પુરુષ [परद्रव्यम् इदम् इति ज्ञात्वा] પરવસ્તુને ‘આ પરવસ્તુ છે’ એમ જાણે ત્યારે એવું જાણીને [त्यजति] પરવસ્તુને ત્યાગે છે, [तथा] તેવી રીતે [ज्ञानी] જ્ઞાની [सर्वान्] સર્વ [परभावान्] પરદ્રવ્યોના ભાવોને [ज्ञात्वा] ‘આ પરભાવ છે’ એમ જાણીને [विमुञ्चति] તેમને છોડે છે.
ટીકાઃ — જેમ — કોઈ પુરુષ ધોબીના ઘરેથી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી, પોતાનું જાણી
Page 76 of 642
PDF/HTML Page 107 of 673
single page version
शयानः स्वयमज्ञानी सन्नन्येन तदञ्चलमालम्ब्य बलान्नग्नीक्रियमाणो मंक्षु प्रतिबुध्यस्वार्पय परिवर्तितमेतद्वस्त्रं मामकमित्यसकृद्वाक्यं शृण्वन्नखिलैश्चिह्नैः सुष्ठु परीक्ष्य निश्चितमेतत्परकीयमिति ज्ञात्वा ज्ञानी सन् मुञ्चति तच्चीवरमचिरात्, तथा ज्ञातापि सम्भ्रान्त्या परकीयान्भावा- नादायात्मीयप्रतिपत्त्यात्मन्यध्यास्य शयानः स्वयमज्ञानी सन् गुरुणा परभावविवेकं कृत्वैकीक्रियमाणो मंक्षु प्रतिबुध्यस्वैकः खल्वयमात्मेत्यसकृच्छ्रौतं वाक्यं शृण्वन्नखिलैश्चिह्नैः सुष्ठु परीक्ष्य निश्चितमेते परभावा इति ज्ञात्वा ज्ञानी सन् मुञ्चति सर्वान्परभावानचिरात् ।
दनवमपरभावत्यागदृष्टान्तदृष्टिः ।
स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव ।।२९।।
ઓઢીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની ( – આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો) થઈ રહ્યો છે; જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને નગ્ન કરે છે અને કહે છે કે ‘તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે તે મારું મને દે’, ત્યારે વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો તે, (એ વસ્ત્રનાં) સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, ‘જરૂર આ વસ્ત્ર પારકું જ છે’ એમ જાણીને, જ્ઞાની થયો થકો, તે (પરના) વસ્ત્રને જલદી ત્યાગે છે. તેવી રીતે — જ્ઞાતા પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, પોતાના જાણી, પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે; જ્યારે શ્રી ગુરુ પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે ‘તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક (જ્ઞાનમાત્ર) જ છે, (અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો છે),’ ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરનાં) ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, ‘જરૂર આ પરભાવો જ છે, (હું એક જ્ઞાનમાત્ર જ છું)’ એમ જાણીને, જ્ઞાની થયો થકો, સર્વ પરભાવોને તત્કાળ છોડે છે.
ભાવાર્થઃ — જ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે; અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? અર્થાત્ ન રહે એ પ્રસિદ્ધ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
Page 77 of 642
PDF/HTML Page 108 of 673
single page version
अथ कथमनुभूतेः परभावविवेको भूत इत्याशङ्कय भावकभावविवेकप्रकारमाह —
इह खलु फलदानसमर्थतया प्रादुर्भूय भावकेन सता पुद्गलद्रव्येणाभिनिर्वर्त्य-
શ્લોકાર્થઃ — [अपर-भाव-त्याग-दृष्टान्त-दृष्टिः] આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ, [अनवम् अत्यन्त-वेगात् यावत् वृत्तिम् न अवतरति] જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહિ, [तावत्] તે પહેલાં જ [झटिति] તત્કાળ [सकल-भावैः अन्यदीयैः विमुक्ता] સકલ અન્યભાવોથી રહિત [स्वयम् इयम् अनुभूतिः] પોતે જ આ અનુભૂતિ તો [आविर्बभूव] પ્રગટ થઈ ગઈ.
ભાવાર્થઃ — આ પરભાવના ત્યાગનું દ્રષ્ટાંત કહ્યું તે પર દ્રષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તો તત્કાળ થઈ ગયું; કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. ૨૯.
હવે, ‘આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું?’ એવી આશંકા કરીને, પ્રથમ તો જે ભાવકભાવ — મોહકર્મના ઉદયરૂપ ભાવ, તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છેઃ —
✽ગાથાર્થઃ — [बुध्यते] એમ જાણે કે [मोहः मम कः अपि नास्ति] ‘મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, [एकः उपयोगः एव अहम्] એક ઉપયોગ છે તે જ હું છું’ — [ तं ] એવું જે જાણવું તેને [समयस्य] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના [विज्ञायकाः] જાણનારા [मोहनिर्ममत्वं] મોહથી નિર્મમત્વ [ब्रुवन्ति] કહે છે.
ટીકાઃ — નિશ્ચયથી, (આ મારા અનુભવમાં) ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ✽આ ગાથાનો અર્થ આમ પણ થાય છેઃ — ‘જરાય મોહ મારો નથી, હું એક છું’ એવું ઉપયોગ
Page 78 of 642
PDF/HTML Page 109 of 673
single page version
मानष्टङ्कोत्कीर्णैकज्ञायकस्वभावभावस्य परमार्थतः परभावेन भावयितुमशक्यत्वात्कतमोऽपि न नाम मम मोहोऽस्ति । किञ्चैतत्स्वयमेव च विश्वप्रकाशचञ्चुरविकस्वरानवरतप्रतापसम्पदा चिच्छक्तिमात्रेण स्वभावभावेन भगवानात्मैवावबुध्यते यत्किलाहं खल्वेकः ततः समस्तद्रव्याणां परस्पर- साधारणावगाहस्य निवारयितुमशक्यत्वात् मज्जितावस्थायामपि दधिखण्डावस्थायामिव परिस्फु टस्वद- मानस्वादभेदतया मोहं प्रति निर्ममत्वोऽस्मि, सर्वदैवात्मैकत्वगतत्वेन समयस्यैवमेव स्थितत्वात् ।
इतीत्थं भावकभावविवेको भूतः ।
ભાવકરૂપ થતું જે પુદ્ગલદ્રવ્ય તેના વડે રચાયેલો જે મોહ તે મારો કાંઈ પણ લાગતોવળગતો નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવભાવનું પરમાર્થે પરના ભાવ વડે ✽ભાવવું અશક્ય છે. વળી અહીં સ્વયમેવ, વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવામાં ચતુર અને વિકાસરૂપ એવી જેની નિરંતર શાશ્વતી પ્રતાપસંપદા છે એવા ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવભાવ વડે, ભગવાન આત્મા જ જાણે છે કે — પરમાર્થે હું એક છું તેથી, જોકે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનું ( – એકક્ષેત્રાવગાહનું) નિવારણ કરવું અશક્ય હોવાથી મારો આત્મા ને જડ, શિખંડની જેમ, એકમેક થઈ રહ્યાં છે તોપણ, શિખંડની માફક, સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે, હું મોહ પ્રતિ નિર્મમ જ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે. (દહીં ને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે તેમાં દહીં ને ખાંડ એક જેવાં માલૂમ પડે છે તોપણ પ્રગટરૂપ ખાટા-મીઠા સ્વાદના ભેદથી જુદાં જુદાં જણાય છે; તેવી રીતે દ્રવ્યોના લક્ષણભેદથી જડ-ચેતનના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે કે મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિક છે તે ચૈતન્યના નિજસ્વભાવના સ્વાદથી જુદો જ છે.) આ રીતે ભાવકભાવ જે મોહનો ઉદય તેનાથી ભેદજ્ઞાન થયું.
ભાવાર્થઃ — આ મોહકર્મ છે તે જડ પુદ્ગલદ્રવ્ય છે; તેનો ઉદય કલુષ (મલિન) ભાવરૂપ છે; તે ભાવ પણ, મોહકર્મનો ભાવ હોવાથી, પુદ્ગલનો જ વિકાર છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય કે ‘ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શનોપયોગમાત્ર છે અને આ કલુષતા રાગદ્વેષમોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલદ્રવ્યની છે’, ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદજ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે. * ભાવવું = બનાવવું; ભાવ્યરૂપ કરવું.
Page 79 of 642
PDF/HTML Page 110 of 673
single page version
चेतये स्वयमहं स्वमिहैकम् ।
शुद्धचिद्घनमहोनिधिरस्मि ।।३०।।
एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्र- चक्षुर्घ्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि । अनया दिशान्यान्यप्यूह्यानि ।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ इह ] આ લોકમાં [ अहं ] હું [ स्वयं ] પોતાથી જ [ एकं स्वं ] પોતાના એક આત્મસ્વરૂપને [ चेतये ] અનુભવું છું [ सर्वतः स्व-रस-निर्भर-भावं ] કે જે સ્વરૂપ સર્વતઃ પોતાના નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે; માટે [ मोहः ] આ મોહ [ मम ] મારો [ कश्चन नास्ति नास्ति ] કાંઈ પણ લાગતોવળગતો નથી અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી. [ शुद्ध-चिद्-घन-महः-निधिः अस्मि ] હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજઃપુંજનો નિધિ છું. (ભાવકભાવના ભેદ વડે આવું અનુભવન કરે.) ૩૦.
એવી જ રીતે, ગાથામાં ‘મોહ’ પદ છે તેને બદલી, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન — એ સોળ પદનાં જુદાં જુદાં સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
હવે જ્ઞેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છેઃ —
Page 80 of 642
PDF/HTML Page 111 of 673
single page version
अमूनि हि धर्माधर्माकाशकालपुद्गलजीवान्तराणि स्वरसविजृम्भितानिवारितप्रसरविश्व- घस्मरप्रचण्डचिन्मात्रशक्तिकवलिततयात्यन्तमन्तर्मग्नानीवात्मनि प्रकाशमानानि टङ्कोत्कीर्णैकज्ञायक- स्वभावत्वेन तत्त्वतोऽन्तस्तत्त्वस्य तदतिरिक्तस्वभावतया तत्त्वतो बहिस्तत्त्वरूपतां परित्यक्तुम- शक्यत्वान्न नाम मम सन्ति । किञ्चैतत्स्वयमेव च नित्यमेवोपयुक्तस्तत्त्वत एवैकमनाकुलमात्मानं कलयन् भगवानात्मैवावबुध्यते यत्किलाहं खल्वेकः ततः संवेद्यसंवेदकभावमात्रोपजातेतरेतर- संवलनेऽपि परिस्फु टस्वदमानस्वभावभेदतया धर्माधर्माकाशकालपुद्गलजीवान्तराणि प्रति
✽ગાથાર્થઃ — [बुध्यते] એમ જાણે કે [धर्मादिः] ‘આ ધર્મ આદિ દ્રવ્યો [मम नास्ति] મારાં કાંઈ પણ લાગતાંવળગતાં નથી, [एकः उपयोगः एव] એક ઉપયોગ છે તે જ [अहम्] હું છું’ — [तं] એવું જે જાણવું તેને [समयस्य विज्ञायकाः] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા [धर्मनिर्ममत्वं] ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ [ब्रुवन्ति] કહે છે.
ટીકાઃ — પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે તથા સમસ્ત પદાર્થોને ગ્રસવાનો (ગળી જવાનો) જેનો સ્વભાવ છે એવી પ્રચંડ ચિન્માત્રશક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યાં હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યાં હોય — જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યાં હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે એવાં આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ, અન્ય જીવ — એ સર્વ પરદ્રવ્યો મારાં સંબંધી નથી; કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે (કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી). વળી અહીં સ્વયમેવ, (ચૈતન્યમાં) નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે — હું પ્રગટ નિશ્ચયથી એક જ છું માટે, જ્ઞેયજ્ઞાયકભાવમાત્રથી ઊપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન) હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત ✽આ ગાથાનો અર્થ આમ પણ થાય છેઃ — ‘ધર્મ આદિ દ્રવ્યો મારાં નથી, હું એક છું’ એવું ઉપયોગ
Page 81 of 642
PDF/HTML Page 112 of 673
single page version
निर्ममत्वोऽस्मि, सर्वदैवात्मैकत्वगतत्वेन समयस्यैवमेव स्थितत्वात् । इतीत्थं ज्ञेयभावविवेको भूतः ।
स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम् ।
कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः ।।३१।।
अथैवं दर्शनज्ञानचारित्रपरिणतस्यास्यात्मनः कीद्रक् स्वरूपसञ्चेतनं भवतीत्यावेदयन्नुप- संहरति —
રહે છે; (પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી). આ પ્રકારે જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થયું.
અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इति] આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થતાં [सर्वैः अन्यभावैः सह विवेके सति] સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે [अयं उपयोगः] આ ઉપયોગ છે તે [स्वयं] પોતે જ [एकं आत्मानम्] પોતાના એક આત્માને જ [बिभ्रत्] ધારતો, [प्रकटितपरमार्थैः दर्शनज्ञानवृत्तैः कृतपरिणतिः] જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શનજ્ઞાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો, [आत्म-आरामे एव प्रवृत्तः] પોતાના આત્મારૂપી બાગ(ક્રીડાવન)માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી.
ભાવાર્થઃ — સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શનજ્ઞાનચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે એમ જાણવું. ૩૧.
હવે, એ રીતે દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ પરિણત થયેલા આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતાં આચાર્ય આ કથનને સંકોચે છે, સમેટે છેઃ —
Page 82 of 642
PDF/HTML Page 113 of 673
single page version
यो हि नामानादिमोहोन्मत्ततयात्यन्तमप्रतिबुद्धः सन् निर्विण्णेन गुरुणानवरतं प्रति- बोध्यमानः कथञ्चनापि प्रतिबुध्य निजकरतलविन्यस्तविस्मृतचामीकरावलोकनन्यायेन परमेश्वर- मात्मानं ज्ञात्वा श्रद्धायानुचर्य च सम्यगेकात्मारामो भूतः स खल्वहमात्मात्मप्रत्यक्षं चिन्मात्रं ज्योतिः, समस्तक्रमाक्रमप्रवर्तमानव्यावहारिकभावैश्चिन्मात्राकारेणाभिद्यमानत्वादेकः, नारकादि- जीवविशेषाजीवपुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणव्यावहारिकनवतत्त्वेभ्यष्टङ्कोत्कीर्णैकज्ञायकस्वभाव- भावेनात्यन्तविविक्तत्वाच्छुद्धः, चिन्मात्रतया सामान्यविशेषोपयोगात्मकतानतिक्रमणाद्दर्शनज्ञानमयः, स्पर्शरसगन्धवर्णनिमित्तसंवेदनपरिणतत्वेऽपि स्पर्शादिरूपेण स्वयमपरिणमनात्परमार्थतः सदैवारूपी, इति प्रत्यगयं स्वरूपं सञ्चेतयमानः प्रतपामि । एवं प्रतपतश्च मम बहिर्विचित्रस्वरूपसम्पदा विश्वे
ગાથાર્થઃ — દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કેઃ [खलु] નિશ્ચયથી [अहम्] હું [एकः] એક છું, [शुद्धः] શુદ્ધ છું, [दर्शनज्ञानमयः] દર્શનજ્ઞાનમય છું, [सदा अरूपी] સદા અરૂપી છું; [किञ्चित् अपि अन्यत्] કાંઈ પણ અન્ય પરદ્રવ્ય [परमाणुमात्रम् अपि] પરમાણુમાત્ર પણ [मम न अपि अस्ति] મારું નથી એ નિશ્ચય છે.
ટીકાઃ — જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં જે કોઈ પ્રકારે (મહાભાગ્યથી) સમજી, સાવધાન થઈ, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને ( – તેમાં તન્મય થઈને) જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કેઃ હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે; ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું; નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું; ચિન્માત્ર હોવાથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું; સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શાદિરૂપે પોતે પરિણમ્યો નથી માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. આમ સર્વથી
Page 83 of 642
PDF/HTML Page 114 of 673
single page version
परिस्फु रत्यपि न किञ्चनाप्यन्यत्परमाणुमात्रमप्यात्मीयत्वेन प्रतिभाति यद्भावकत्वेन ज्ञेयत्वेन चैकीभूय भूयो मोहमुद्भावयति, स्वरसत एवापुनःप्रादुर्भावाय समूलं मोहमुन्मूल्य महतो ज्ञानोद्योतस्य प्रस्फु रितत्वात् ।
आलोकमुच्छलति शान्तरसे समस्ताः ।
જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે તોપણ, કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને — ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.
ભાવાર્થઃ — આત્મા અનાદિ કાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શનજ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ભાવકભાવ ને જ્ઞેયભાવથી ભેદજ્ઞાન થયું, પોતાની સ્વરૂપસંપદા અનુભવમાં આવી; હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય? ન થાય.
હવે, એવો આત્માનો અનુભવ થયો તેનો મહિમા કહી પ્રેરણારૂપ કાવ્ય આચાર્ય કહે છે કે આવા જ્ઞાનસ્વરૂપ આત્મામાં સમસ્ત લોક નિમગ્ન થાઓઃ —
શ્લોકાર્થઃ — [एषः भगवान् अवबोधसिन्धुः] આ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા [विभ्रम- तिरस्करिणीं भरेण आप्लाव्य] વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને (દૂર કરીને) [प्रोन्मग्नः] પોતે સર્વાંગ પ્રગટ થયો છે; [अमी समस्ताः लोकाः] તેથી હવે આ સમસ્ત લોક [शान्तरसे] તેના શાંત રસમાં [समम् एव] એકીસાથે જ [निर्भरम्] અત્યન્ત [मज्जन्तु] મગ્ન થાઓ. કેવો છે શાંત રસ? [आलोकम् उच्छलति] સમસ્ત લોક પર્યંત ઊછળી રહ્યો છે.
ભાવાર્થઃ — જેમ સમુદ્રની આડું કાંઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય; પ્રગટ થતાં, લોકને પ્રેરણાયોગ્ય થાય કે ‘આ જળમાં સર્વ લોક સ્નાન કરો’; તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું; હવે વિભ્રમ દૂર થયો ત્યારે યથાસ્વરૂપ (જેવું છે તેવું સ્વરૂપ) પ્રગટ થયું;
Page 84 of 642
PDF/HTML Page 115 of 673
single page version
प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः ।।३२।।
તેથી ‘હવે તેના વીતરાગ વિજ્ઞાનરૂપ શાંતરસમાં એકીવખતે સર્વ લોક મગ્ન થાઓ’ એમ આચાર્યે પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અને કેવળજ્ઞાન પ્રગટ થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકીવખતે જ જ્ઞાનમાં આવી ઝળકે છે તેને સર્વ લોક દેખો. ૩૨.
આ રીતે આ સમયપ્રાભૃતગ્રંથની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂર્વરંગસ્થળ કહ્યું.
અહીં ટીકાકારનો એવો આશય છે કે આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. નાટકમાં પહેલાં રંગભૂમિ રચવામાં આવે છે. ત્યાં જોનારાં નાયક તથા સભા હોય છે અને નૃત્ય (નાટ્ય, નાટક) કરનારા હોય છે કે જેઓ અનેક સ્વાંગ ધારે છે તથા શૃંગારાદિક આઠ રસનું રૂપ બતાવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત — એ આઠ રસ છે તે લૌકિક રસ છે; નાટકમાં તેમનો જ અધિકાર છે. નવમો શાંતરસ છે તે અલૌકિક છે; નૃત્યમાં તેનો અધિકાર નથી. આ રસોના સ્થાયી ભાવ, સાત્ત્વિક ભાવ, અનુભાવી ભાવ, વ્યભિચારી ભાવ અને તેમની દ્રષ્ટિ આદિનું વર્ણન રસગ્રંથોમાં છે ત્યાંથી જાણવું. અને સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે જ્ઞાનમાં જે જ્ઞેય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અન્ય જ્ઞેયની ઇચ્છા ન રહે તે રસ છે. તે આઠ રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે છે; અને તેમનું વર્ણન કરતાં કવીશ્વર જ્યારે અન્ય રસને અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે છે ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્યભાવ રસોનું અંગ હોવાથી, રસવત્ આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે.
અહીં પ્રથમ રંગભૂમિસ્થળ કહ્યું. ત્યાં જોનારા તો સમ્યગ્દ્રષ્ટિ પુરુષ છે તેમ જ બીજા મિથ્યાદ્રષ્ટિ પુરુષોની સભા છે, તેમને બતાવે છે. નૃત્ય કરનારા જીવ-અજીવ પદાર્થ છે અને બન્નેનું એકપણું, કર્તાકર્મપણું આદિ તેમના સ્વાંગ છે. તેમાં તેઓ પરસ્પર અનેકરૂપ થાય છે, — આઠ રસરૂપ થઈ પરિણમે છે, તે નૃત્ય છે. ત્યાં સમ્યગ્દ્રષ્ટિ જોનાર જીવ-અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે; તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી શાંત રસમાં જ મગ્ન છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ-અજીવનો ભેદ નથી જાણતા તેથી આ સ્વાંગોને જ સાચા જાણી એમાં લીન થઈ જાય છે. તેમને સમ્યગ્દ્રષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી, શાંત
Page 85 of 642
PDF/HTML Page 116 of 673
single page version
इति श्रीसमयसारव्याख्यायामात्मख्यातौ पूर्वरङ्गः समाप्तः । રસમાં તેમને લીન કરી સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે. તેની સૂચનારૂપે રંગભૂમિના અંતમાં આચાર્યે ‘मज्जन्तु’ ઇત્યાદિ આ શ્લોક રચ્યો છે. તે, હવે જીવ-અજીવનો સ્વાંગ વર્ણવશે તેની સૂચનારૂપે છે એવો આશય સૂચિત થાય છે. આ રીતે અહીં સુધી તો રંગભૂમિનું વર્ણન કર્યું.
નિજાનંદ રસમેં છકો, આન સબૈ છિટકાય.
આ પ્રમાણે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસાર શાસ્ત્રની (શ્રીમદ્ અમૃત- ચંદ્રાચાર્યદેવવિરચિત) આત્મખ્યાતિ નામની ટીકામાં પૂર્વરંગ સમાપ્ત થયો.
Page 86 of 642
PDF/HTML Page 117 of 673
single page version
धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो ह्लादयत् ।।३३।।
કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું (સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે — એ અર્થરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ज्ञानं] જ્ઞાન છે તે [मनो ह्लादयत् ] મનને આનંદરૂપ કરતું [विलसति] પ્રગટ થાય છે. કેવું છે તે? [पार्षदान्] જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને [जीव- अजीव-विवेक-पुष्कल-दृशा] જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જ્વળ નિર્દોષ દ્રષ્ટિ વડે [प्रत्याययत् ] ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે; [आसंसार-निबद्ध-बन्धन-विधि-ध्वंसात्] અનાદિ સંસારથી જેમનું બંધન દ્રઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી [विशुद्धं] વિશુદ્ધ થયું છે, [स्फु टत् ] સ્ફુટ થયું છે – જેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે. વળી તે કેવું છે? [आत्म-आरामम्] જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે; [अनन्तधाम] જેનો પ્રકાશ અનંત છે; [अध्यक्षेण महसा नित्य-उदितं] પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે. વળી કેવું છે? [धीरोदात्तम्] ધીર છે, ઉદાત્ત (ઉચ્ચ) છે અને તેથી [अनाकुलं] અનાકુળ છે — સર્વ ઇચ્છાઓથી
Page 87 of 642
PDF/HTML Page 118 of 673
single page version
રહિત નિરાકુળ છે. (અહીં ધીર, ઉદાત્ત, અનાકુળ — એ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યનાં આભૂષણ જાણવાં.) એવું જ્ઞાન વિલાસ કરે છે.
ભાવાર્થઃ — આ જ્ઞાનનો મહિમા કહ્યો. જીવ-અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે તેવી રીતે અહીં પણ જાણવું. આવું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિ પુરુષોને હોય છે; મિથ્યાદ્રષ્ટિ આ ભેદ જાણતા નથી. ૩૩.
હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છેઃ —
Page 88 of 642
PDF/HTML Page 119 of 673
single page version
ગાથાર્થઃ — [आत्मानम् अजानन्तः] આત્માને નહિ જાણતા થકા [परात्मवादिनः] પરને આત્મા કહેનારા [केचित् मूढाः तु] કોઈ મૂઢ, મોહી, અજ્ઞાનીઓ તો [अध्यवसानं] અધ્યવસાનને [तथा च] અને કોઈ [कर्म] કર્મને [जीवम् प्ररूपयन्ति] જીવ કહે છે. [अपरे] બીજા કોઈ [अध्यवसानेषु] અધ્યવસાનોમાં [तीव्रमन्दानुभागगं] તીવ્રમંદ અનુભાગગતને [जीवं मन्यन्ते] જીવ માને છે [तथा] અને [अपरे] બીજા કોઈ [नोकर्म अपि च] નોકર્મને [जीवः इति] જીવ માને છે. [अपरे] અન્ય કોઈ [कर्मणः उदयं] કર્મના ઉદયને [जीवम्] જીવ માને છે, કોઈ ‘[यः] જે [तीव्रत्वमन्दत्वगुणाभ्यां] તીવ્રમંદપણારૂપ ગુણોથી ભેદને પ્રાપ્ત થાય છે [सः] તે [जीवः भवति] જીવ છે’ એમ [कर्मानुभागम्] કર્મના અનુભાગને [इच्छन्ति] જીવ ઇચ્છે છે ( – માને છે). [केचित्] કોઈ [जीवकर्मोभयं] જીવ અને કર્મ [द्वे अपि खलु] બન્ને મળેલાંને જ [जीवम् इच्छन्ति] જીવ માને છે [तु] અને [अपरे] અન્ય કોઈ [कर्मणां संयोगेन] કર્મના સંયોગથી જ [जीवम् इच्छन्ति] જીવ માને છે. [एवंविधाः] આ પ્રકારના તથા [बहुविधाः] અન્ય પણ ઘણા પ્રકારના [दुर्मेधसः] દુર્બુદ્ધિઓ – મિથ્યાદ્રષ્ટિઓ [परम्] પરને [आत्मानं] આત્મા [वदन्ति] કહે છે. [ते]
Page 89 of 642
PDF/HTML Page 120 of 673
single page version
इह खलु तदसाधारणलक्षणाकलनात्क्लीबत्वेनात्यन्तविमूढाः सन्तस्तात्त्विकमात्मान-
मजानन्तो बहवो बहुधा परमप्यात्मानमिति प्रलपन्ति । नैसर्गिकरागद्वेषकल्माषित-
मध्यवसानमेव जीवस्तथाविधाध्यवसानात् अङ्गारस्येव कार्ष्ण्यादतिरिक्तत्वेनान्यस्यानुप-
लभ्यमानत्वादिति केचित् । अनाद्यनन्तपूर्वापरीभूतावयवैकसंसरणक्रियारूपेण क्रीडत्कर्मैव
जीवः कर्मणोऽतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् । तीव्रमन्दानुभवभिद्यमानदुर-
न्तरागरसनिर्भराध्यवसानसन्तान एव जीवस्ततोऽतिरिक्तस्यान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् ।
नवपुराणावस्थादिभावेन प्रवर्तमानं नोकर्मैव जीवः शरीरादतिरिक्तत्वेनान्यस्यानु- पलभ्यमानत्वादिति केचित् । विश्वमपि पुण्यपापरूपेणाक्रामन् कर्मविपाक एव जीवः शुभाशुभभावादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् । सातासातरूपेणाभि-
व्याप्तसमस्ततीव्रमन्दत्वगुणाभ्यां भिद्यमानः कर्मानुभव एव जीवः सुखदुःखातिरिक्तत्वे-
તેમને [निश्चयवादिभिः] નિશ્ચયવાદીઓએ ( – સત્યાર્થવાદીઓએ) [परमार्थवादिनः] પરમાર્થવાદી ( – સત્યાર્થ કહેનારા) [न निर्दिष्टाः] કહ્યા નથી.
ટીકાઃ — આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા, તાત્ત્વિક (પરમાર્થભૂત) આત્માને નહિ જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે. કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત્ સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યવસાન (અર્થાત્ મિથ્યા અભિપ્રાય સહિત વિભાવપરિણામ) તે જ જીવ છે કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. ૧. કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ (ભ્રમણરૂપ) ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું જે કર્મ તે જ જીવ છે કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૨. કોઈ કહે છે કે તીવ્ર- મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત (જેનો અંત દૂર છે એવા) રાગરૂપ રસથી ભરેલાં અધ્યવસાનોની જે સંતતિ (પરિપાટી) તે જ જીવ છે કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૩. કોઈ કહે છે કે નવી ને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નોકર્મ તે જ જીવ છે કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૪. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૫. કોઈ કહે છે કે શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્ર-મંદત્વગુણો તે વડે ભેદરૂપ થતો