Samaysar (Gujarati). Gatha: 3-12 ; Kalash: 4-6.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 34

 

Page 10 of 642
PDF/HTML Page 41 of 673
single page version

अथैतद्बाध्यते
एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे
बंधकहा एयत्ते तेण विसंवादिणी होदि ।।३।।
एकत्वनिश्चयगतः समयः सर्वत्र सुन्दरो लोके
बन्धकथैकत्वे तेन विसंवादिनी भवति ।।३।।
समयशब्देनात्र सामान्येन सर्व एवार्थोऽभिधीयते, समयत एकीभावेन स्वगुणपर्यायान्
गच्छतीति निरुक्तेः ततः सर्वत्रापि धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्यात्मनि लोके ये यावन्तः
केचनाप्यर्थास्ते सर्व एव स्वकीयद्रव्यान्तर्मग्नानन्तस्वधर्मचक्रचुम्बिनोऽपि परस्परमचुम्बन्तोऽत्यन्त-
ભાવાર્થજીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. ‘જીવ’ એવો અક્ષરોનો સમૂહ તે ‘પદ’
છે અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એ
જીવપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે, દર્શનજ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે, અનંતધર્મ-
સ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે, ગુણપર્યાયવાળો છે, તેનું સ્વપરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ
એક છે, વળી તે (જીવપદાર્થ) આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે અને અન્ય
દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ
સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે અને પરસ્વભાવ
રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે.
હવે, સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છેઃ
એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં;
તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં. ૩.
ગાથાર્થ[एकत्वनिश्चयगतः] એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે [समयः] સમય છે તે [लोके]
લોકમાં [सर्वत्र] બધેય [सुन्दरः] સુંદર છે [तेन] તેથી [एक त्वे] એકત્વમાં [बन्धकथा] બીજાના
સાથે બંધની કથા [विसंवादिनी] વિસંવાદવિરોધ કરનારી [भवति] છે.
ટીકાઅહીં ‘સમય’ શબ્દથી સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે કારણ કે
વ્યુત્પત્તિ પ્રમાણે ‘समयते’ એટલે એકીભાવે (એકત્વપૂર્વક) પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે
પરિણમન કરે તે સમય છે. તેથી ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ-જીવદ્રવ્યસ્વરૂપ લોકમાં સર્વત્ર
જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી (નક્કી) એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી

Page 11 of 642
PDF/HTML Page 42 of 673
single page version

प्रत्यासत्तावपि नित्यमेव स्वरूपादपतन्तः पररूपेणापरिणमनादविनष्टानन्तव्यक्तित्वाट्टङ्कोत्कीर्णा इव
तिष्ठन्तः समस्तविरुद्धाविरुद्धकार्यहेतुतया शश्वदेव विश्वमनुगृह्णन्तो नियतमेकत्वनिश्चयगतत्वेनैव
सौन्दर्यमापद्यन्ते, प्रकारान्तरेण सर्वसङ्करादिदोषापत्तेः
एवमेकत्वे सर्वार्थानां प्रतिष्ठिते सति
जीवाह्वयस्य समयस्य बन्धकथाया एव विसंवादापत्तिः कुतस्तन्मूलपुद्गलकर्मप्रदेश-
स्थितत्वमूलपरसमयत्वोत्पादितमेतस्य द्वैविध्यम् अतः समयस्यैकत्वमेवावतिष्ठते
अथैतदसुलभत्वेन विभाव्यते
सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा
एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ।।४।।
જ સુંદરતા પામે છે કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે. કેવા છે
તે સર્વ પદાર્થો
? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે
છેસ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, અત્યંત નિકટ
એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પરરૂપે નહિ
પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત
રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશાં વિશ્વને ઉપકાર
કરે છે
ટકાવી રાખે છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ
નામના સમયને બંધકથાથી જ વિસંવાદની આપત્તિ આવે છે; તો પછી બંધ જેનું મૂળ છે એવું
જે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવું, તે જેનું મૂળ છે એવું પરસમયપણું, તેનાથી ઉત્પન્ન થતું
(પરસમય-સ્વસમયરૂપ) દ્વિવિધપણું તેને (જીવ નામના સમયને) ક્યાંથી હોય
? માટે સમયનું
એકપણું હોવું જ સિદ્ધ થાય છે.
ભાવાર્થનિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યે જ શોભા પામે
છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદ્ગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધ-અવસ્થા છે;
તે બંધાવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે તેથી તે શોભા પામતો નથી. માટે વાસ્તવિક
રીતે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે
; તેનાથી આ જીવ શોભા પામે છે.
હવે તે એકત્વની અસુલભતા બતાવે છે
શ્રુત-પરિચિત-અનુભૂત સર્વને કામભોગબંધનની કથા;
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪.

Page 12 of 642
PDF/HTML Page 43 of 673
single page version

श्रुतपरिचितानुभूता सर्वस्यापि कामभोगबन्धकथा
एकत्वस्योपलम्भः केवलं न सुलभो विभक्तस्य ।।४।।
इह किल सकलस्यापि जीवलोकस्य संसारचक्रक्रोडाधिरोपितस्याश्रान्तमनन्तद्रव्यक्षेत्र-
कालभवभावपरावर्तैः समुपक्रान्तभ्रान्तेरेकच्छत्रीकृतविश्वतया महता मोहग्रहेण गोरिव वाह्यमानस्य
प्रसभोज्जृम्भिततृष्णातङ्कत्वेन व्यक्तान्तराधेरुत्तम्योत्तम्य मृगतृष्णायमानं विषयग्राममुपरुन्धानस्य
परस्परमाचार्यत्वमाचरतोऽनन्तशः श्रुतपूर्वानन्तशः परिचितपूर्वानन्तशोऽनुभूतपूर्वा चैकत्वविरुद्धत्वेना-
त्यन्तविसंवादिन्यपि कामभोगानुबद्धा कथा
इदं तु नित्यव्यक्ततयान्तःप्रकाशमानमपि कषायचक्रेण
सहैकीक्रियमाणत्वादत्यन्ततिरोभूतं सत् स्वस्यानात्मज्ञतया परेषामात्मज्ञानामनुपासनाच्च न
ગાથાર્થ[सर्वस्य अपि] સર્વ લોકને [कामभोगबन्धकथा] કામભોગસંબંધી બંધની કથા
તો [श्रुतपरिचितानुभूता] સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં
પણ આવી ગઈ છે તેથી સુલભ છે; પણ [विभक्तस्य] ભિન્ન આત્માનું [एकत्वस्य उपलम्भः]
એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી તેથી
[केवलं] એક તે [न सुलभः] સુલભ નથી.
ટીકાઆ સમસ્ત જીવલોકને, કામભોગસંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી
અત્યંત વિસંવાદી છે (આત્માનું અત્યંત બૂરું કરનારી છે) તોપણ, પૂર્વે અનંત વાર સાંભળવામાં
આવી છે, અનંત વાર પરિચયમાં આવી છે અને અનંત વાર અનુભવમાં પણ આવી ચૂકી
છે. કેવો છે જીવલોક
? જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તોને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એકછત્ર
રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે, જોરથી
ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, આકળો બની
બનીને મૃગજળ જેવા વિષયગ્રામને (ઇન્દ્રિયવિષયોના સમૂહને) જે ઘેરો ઘાલે છે અને જે
પરસ્પર આચાર્યપણું પણ કરે છે (અર્થાત્
બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે). તેથી
કામભોગની કથા તો સૌને સુલભ (સુખે પ્રાપ્ત) છે. પણ નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ
ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું જ
જે સદા પ્રગટપણે
અંતરંગમાં પ્રકાશમાન છે તોપણ કષાયચક્ર (કષાયસમૂહ) સાથે એકરૂપ જેવું કરવામાં આવતું
હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે (ઢંકાઈ રહ્યું છે) તેપોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી
(પોતે આત્માને નહિ જાણતો હોવાથી) અને બીજા આત્માને જાણનારાઓની સંગતિસેવા

Page 13 of 642
PDF/HTML Page 44 of 673
single page version

कदाचिदपि श्रुतपूर्वं, न कदाचिदपि परिचितपूर्वं, न कदाचिदप्यनुभूतपूर्वं च निर्मलविवेकालोक-
विविक्तं केवलमेकत्वम्
अत एकत्वस्य न सुलभत्वम्
अत एवैतदुपदर्श्यते
तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण
जदि दाएज्ज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्वं ।।५।।
तमेकत्वविभक्तं दर्शयेऽहमात्मनः स्वविभवेन
यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम् ।।५।।
નહિ કરી હોવાથી, નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું અને
નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી.
ભાવાર્થઆ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર ચડી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ
કરે છે. ત્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ ધોંસરે જોડે છે, તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ
દાહથી પીડિત થાય છે અને તે દાહનો ઇલાજ ઇન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને તે પર
દોડે છે; તથા પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ કરે છે. એ રીતે કામ (વિષયોની ઇચ્છા)
તથા ભોગ (તેમને ભોગવવું)
એ બેની કથા તો અનંત વાર સાંભળી, પરિચયમાં લીધી અને
અનુભવી તેથી સુલભ છે. પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના
આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહિ, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની
સેવા કદી કરી નહિ; તેથી તેની કથા (વાત) ન કદી સાંભળી, ન તેનો પરિચય કર્યો કે ન
તેનો અનુભવ થયો. માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે.
હવે આચાર્ય કહે છે કે, તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ
છીએ
દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી;
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના યદિ. ૫.
ગાથાર્થ[तम्] તે [एकत्वविभक्त] એકત્વવિભક્ત આત્માને [अहं] હું [आत्मनः]
આત્માના [स्वविभवेन] નિજ વૈભવ વડે [दर्शये] દેખાડું છું; [यदि] જો હું [दर्शयेयं] દેખાડું તો
[प्रमाणं] પ્રમાણ (સ્વીકાર) કરવું અને [स्खलेयं] જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો [छलं] છળ
[न]
[गृहीतव्यम्] ગ્રહણ કરવું.

Page 14 of 642
PDF/HTML Page 45 of 673
single page version

इह किल सकलोद्भासिस्यात्पदमुद्रितशब्दब्रह्मोपासनजन्मा, समस्तविपक्षक्षोदक्षमाति-
निस्तुषयुक्त्यवलम्बनजन्मा, निर्मलविज्ञानघनान्तर्निमग्नपरापरगुरुप्रसादीकृ तशुद्धात्मतत्त्वानुशासन-
जन्मा, अनवरतस्यन्दिसुन्दरानन्दमुद्रितामन्दसंविदात्मकस्वसंवेदनजन्मा च यः कश्चनापि ममात्मनः
स्वो विभवस्तेन समस्तेनाप्ययं तमेकत्वविभक्तमात्मानं दर्शयेऽहमिति बद्धव्यवसायोऽस्मि
किन्तु
यदि दर्शयेयं तदा स्वयमेव स्वानुभवप्रत्यक्षेण परीक्ष्य प्रमाणीकर्तव्यम् यदि तु स्खलेयं तदा तु
न छलग्रहणजागरूकैर्भवितव्यम्
ટીકાઆચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હું
આ એકત્વ-વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય (ઉદ્યમ, નિર્ણય) કર્યો છે. કેવો છે
મારા આત્માનો નિજવિભવ
? આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને ‘स्यात्’
પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મઅર્હંતનાં પરમાગમતેની ઉપાસનાથી જેનો જન્મ છે.
(‘स्यात्’નો અર્થ ‘કથંચિત્’ છે એટલે કે ‘કોઈ પ્રકારથી કહેવું’. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં
તેનું કારણઃ અર્હંતનાં પરમાગમમાં સામાન્ય ધર્મોવચનગોચર સર્વ ધર્મોનાં નામ આવે
છે; અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે;
એ રીતે તે સર્વ વસ્તુઓનાં પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી તેમને
શબ્દબ્રહ્મ કહે છે.) વળી તે નિજવિભવ કેવો છે
? સમસ્ત જે વિપક્ષઅન્યવાદીઓથી ગ્રહણ
કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નયપક્ષતેમના નિરાકરણમાં સમર્થ જે અતિનિસ્તુષ નિર્બાધ
યુક્તિ તેના અવલંબનથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? નિર્મળવિજ્ઞાનઘન જે આત્મા તેમાં
અંતર્નિમગ્ન પરમગુરુસર્વજ્ઞદેવ અને અપરગુરુગણધરાદિકથી માંડીને અમારા ગુરુ પર્યંત,
તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, તેનાથી જેનો જન્મ છે.
વળી તે કેવો છે
? નિરંતર ઝરતોઆસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપવાળું જે
પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે. એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વિભવ
છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ (પોતે જ) પોતાના અનુભવ-પ્રત્યક્ષથી
પરીક્ષા કરી પ્રમાણ કરવું; જો ક્યાંય અક્ષર, માત્રા, અલંકાર, યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી
જાઉં તો છલ (દોષ) ગ્રહણ કરવામાં સાવધાન ન થવું. શાસ્ત્રસમુદ્રનાં પ્રકરણ બહુ છે માટે
અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે; તેથી અર્થની પરીક્ષા કરવી.
ભાવાર્થઆચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને
સ્વસંવેદનએ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત શુદ્ધ
આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ! પોતાના સ્વસંવેદન-પ્રત્યક્ષથી પ્રમાણ
કરો; ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું છે. અહીં પોતાનો
અનુભવ પ્રધાન છે; તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો
એમ કહેવાનો આશય છે.

Page 15 of 642
PDF/HTML Page 46 of 673
single page version

कोऽसौ शुद्ध आत्मेति चेत्
ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो
एवं भणंति सुद्धं णादो जो सो दु सो चेव ।।६।।
नापि भवत्यप्रमत्तो न प्रमत्तो ज्ञायकस्तु यो भावः
एवं भणन्ति शुद्धं ज्ञातो यः स तु स चैव ।।६।।
यो हि नाम स्वतःसिद्धत्वेनानादिरनन्तो नित्योद्योतो विशदज्योतिर्ज्ञायक एको भावः स
संसारावस्थायामनादिबन्धपर्यायनिरूपणया क्षीरोदकवत्कर्मपुद्गलैः सममेकत्वेऽपि द्रव्यस्वभाव-
निरूपणया दुरन्तकषायचक्रोदयवैचित्र्यवशेन प्रवर्तमानानां पुण्यपापनिर्वर्तकानामुपात्तवैश्वरूप्याणां
शुभाशुभभावानां स्वभावेनापरिणमनात्प्रमत्तोऽप्रमत्तश्च न भवति
एष एवाशेषद्रव्यान्तरभावेभ्यो
भिन्नत्वेनोपास्यमानः शुद्ध इत्यभिलप्यते
હવે પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ?
એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે
નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે,
એ રીત ‘શુદ્ધ’ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬.
ગાથાર્થ[यः तु] જે [ज्ञायकः भावः] જ્ઞાયક ભાવ છે તે [अप्रमत्तः अपि] અપ્રમત્ત
પણ [न भवति] નથી અને [न प्रमत्तः] પ્રમત્ત પણ નથી, [एवं] એ રીતે [शुद्धं] એને શુદ્ધ
[भणन्ति] કહે છે; [च यः] વળી જે [ज्ञातः] જ્ઞાયકપણે જણાયો [सः तु] તે તો [सः एव] તે
જ છે, બીજો કોઈ નથી.
ટીકાજે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી)
અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્યઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક
નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ‘ભાવ’ છે, તે સંસારની અવસ્થામાં
અનાદિ બંધપર્યાયની નિરૂપણાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા
છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (
કષાય-
સમૂહના અપાર ઉદયોની) વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત
અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી (જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ
થતો નથી) તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી
ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ’ કહેવાય છે.

Page 16 of 642
PDF/HTML Page 47 of 673
single page version

न चास्य ज्ञेयनिष्ठत्वेन ज्ञायकत्वप्रसिद्धेः दाह्यनिष्ठदहनस्येवाशुद्धत्वं, यतो हि
तस्यामवस्थायां ज्ञायकत्वेन यो ज्ञातः स स्वरूपप्रकाशनदशायां प्रदीपस्येव कर्तृकर्मणोरनन्यत्वात्
ज्ञायक एव
વળી દાહ્યના (બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તોપણ
દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ‘ભાવ’ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તોપણ
જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-
પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી
જ્ઞાયક જ છે
પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ
દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાનેપોતાની જ્યોતિરૂપ
શિખાનેપ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું.)
ભાવાર્થઅશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ
થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય-દ્રષ્ટિથી તો દ્રવ્ય
જે છે તે જ છે અને પર્યાય(અવસ્થા)-દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ
રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી
રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય
છે અને દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી.
અહીં દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના
સંયોગજનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે,
અસત્યાર્થ છે, ઉપચાર છે. દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે,
પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત નથી. ‘જ્ઞાયક’
એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે
ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તોપણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે
જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. ‘આ હું
જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી’
એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો
ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે.
આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે.
આ શુદ્ધનયનો વિષય છે. અન્ય પરસંયોગજનિત
ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની
દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે એમ આશય જાણવો.
અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધનયને સર્વથા

Page 17 of 642
PDF/HTML Page 48 of 673
single page version

दर्शनज्ञानचारित्रवत्त्वेनास्याशुद्धत्वमिति चेत्
ववहारेणुवदिस्सदि णाणिस्स चरित्त दंसणं णाणं
ण वि णाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो ।।७।।
व्यवहारेणोपदिश्यते ज्ञानिनश्चरित्रं दर्शनं ज्ञानम्
नापि ज्ञानं न चरित्रं न दर्शनं ज्ञायकः शुद्धः ।।७।।
અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતાબન્ને વસ્તુના ધર્મ
છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે; અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર
છે. અશુદ્ધનયને અહીં હેય કહ્યો છે કારણ કે અશુદ્ધનયનો વિષય સંસાર છે અને સંસારમાં
આત્મા ક્લેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે
ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધનયને અસત્યાર્થ
કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા
એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું
જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુસ્વરૂપ છે
તે છે
એ પ્રમાણદ્રષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે.
અહીં, (જ્ઞાયકભાવ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત-અપ્રમત્ત’ એટલે
શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી
માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે; શુદ્ધનયથી
આત્મા જ્ઞાયક જ છે.
હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્રએ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે,
તો એ તો ત્રણ ભેદ થયા; એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે! આ પ્રશ્નના
ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ
ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને;
ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭.
ગાથાર્થ[ज्ञानिनः] જ્ઞાનીને [चरित्रं दर्शनं ज्ञानम्] ચારિત્ર, દર્શન, જ્ઞાનએ ત્રણ
ભાવ [व्यवहारेण] વ્યવહારથી [उपदिश्यते] કહેવામાં આવે છે; નિશ્ચયથી [ज्ञानं अपि न] જ્ઞાન
પણ નથી, [चरित्रं न] ચારિત્ર પણ નથી અને [दर्शनं न] દર્શન પણ નથી; જ્ઞાની તો એક
[ज्ञायकः शुद्धः] શુદ્ધ જ્ઞાયક જ છે.
3

Page 18 of 642
PDF/HTML Page 49 of 673
single page version

आस्तां तावद्बन्धप्रत्ययात् ज्ञायकस्याशुद्धत्वं, दर्शनज्ञानचारित्राण्येव न विद्यन्ते; यतो
ह्यनन्तधर्मण्येकस्मिन् धर्मिण्यनिष्णातस्यान्तेवासिजनस्य तदवबोधविधायिभिः कै श्चिद्धर्मैस्तमनुशासतां
सूरीणां धर्मधर्मिणोः स्वभावतोऽभेदेऽपि व्यपदेशतो भेदमुत्पाद्य व्यवहारमात्रेणैव ज्ञानिनो दर्शनं
ज्ञानं चारित्रमित्युपदेशः
परमार्थतस्त्वेकद्रव्यनिष्पीतानन्तपर्यायतयैकं किञ्चिन्मिलितास्वादम-
भेदमेकस्वभावमनुभवतो न दर्शनं न ज्ञानं न चारित्रं, ज्ञायक एवैकः शुद्धः
ટીકાઆ જ્ઞાયક આત્માને બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ
એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિદ્યમાન નથી; કારણ કે અનંત ધર્મોવાળા એક ધર્મીમાં જે
નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે, ઉપદેશ
કરતા આચાર્યોનો
જોકે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તોપણ નામથી ભેદ
ઉપજાવીવ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે.
પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે
એવું કાંઈક
મળી ગયેલા આસ્વાદવાળું, અભેદ, એકસ્વભાવી તત્ત્વઅનુભવનારને દર્શન
પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે.
ભાવાર્થઆ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત
તો દૂર જ રહો, પણ તેને દર્શન, જ્ઞાન, ચારિત્રના પણ ભેદ નથી; કારણ કે વસ્તુ
અનંતધર્મરૂપ એક ધર્મી છે. પરંતુ વ્યવહારી જન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા;
તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ
ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર
છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે. પરમાર્થથી વિચારવામાં
આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી.
અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર
કેમ કહી શકાય? તેનું સમાધાનઃએ તો ખરું છે પણ અહીં દ્રવ્યદ્રષ્ટિથી અભેદને પ્રધાન
કરી ઉપદેશ છે. અભેદદ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે
છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદદ્રષ્ટિમાં
નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક
મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો
છે. વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે ત્યાં નયનું આલંબન જ
રહેતું નથી.

Page 19 of 642
PDF/HTML Page 50 of 673
single page version

तर्हि परमार्थ एवैको वक्तव्य इति चेत्
जह ण वि सक्कमणज्जो अणज्जभासं विणा दु गाहेदुं
तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं ।।८।।
यथा नापि शक्योऽनार्योऽनार्यभाषां विना तु ग्राहयितुम्
तथा व्यवहारेण विना परमार्थोपदेशनमशक्यम् ।।८।।
यथा खलु म्लेच्छः स्वस्तीत्यभिहिते सति तथाविधवाच्यवाचकसम्बन्धावबोधबहिष्कृतत्वान्न
किञ्चिदपि प्रतिपद्यमानो मेष इवानिमेषोन्मेषितचक्षुः प्रेक्षत एव, यदा तु स एव तदेतद्भाषा-
सम्बन्धैकार्थज्ञेनान्येन तेनैव वा म्लेच्छभाषां समुदाय स्वस्तिपदस्याविनाशो भवतो भवत्वित्यभिधेयं
प्रतिपाद्यते तदा सद्य एवोद्यदमन्दानन्दमयाश्रुझलज्झलल्लोचनपात्रस्तत्प्रतिपद्यत एव; तथा किल
लोकोऽप्यात्मेत्यभिहिते सति यथावस्थितात्मस्वरूपपरिज्ञानबहिष्कृतत्वान्न किञ्चिदपि प्रतिपद्यमानो
હવે ફરી એ પ્રશ્ન ઊઠે છે કે જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો
જોઈએ; વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ
ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮.
ગાથાર્થ[यथा] જેમ [अनार्यः] અનાર્ય (મ્લેચ્છ) જનને [अनार्यभाषां विना तु]
અનાર્યભાષા વિના [ग्राहयितुम्] કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા [न अपि शक्यः] કોઈ
સમર્થ નથી [तथा] તેમ [व्यवहारेण विना] વ્યવહાર વિના [परमार्थोपदेशनम्] પરમાર્થનો ઉપદેશ
કરવા [अशक्यम्] કોઈ સમર્થ નથી.
ટીકાઃજેમ કોઈ મ્લેચ્છને કોઈ બ્રાહ્મણ ‘સ્વસ્તિ’ એવો શબ્દ કહે છે ત્યારે તે
મ્લેચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં બ્રાહ્મણ
સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે બ્રાહ્મણની ભાષા
અને મ્લેચ્છની ભાષા
એ બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ
મ્લેચ્છભાષા બોલીને તેને સમજાવે છે કે ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ ‘‘તારું અવિનાશી કલ્યાણ
થાઓ’’ એવો છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેનાં નેત્રો
ભરાઈ જાય છે એવો તે મ્લેચ્છ એ ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ સમજી જાય છે; એવી રીતે

Page 20 of 642
PDF/HTML Page 51 of 673
single page version

मेष इवानिमेषोन्मेषितचक्षुः प्रेक्षत एव, यदा तु स एव व्यवहारपरमार्थपथप्रस्थापितसम्यग्बोध-
महारथरथिनान्येन तेनैव वा व्यवहारपथमास्थाय दर्शनज्ञानचारित्राण्यततीत्यात्मेत्यात्मपदस्याभिधेयं
प्रतिपाद्यते तदा सद्य एवोद्यदमन्दानन्दान्तःसुन्दरबन्धुरबोधतरङ्गस्तत्प्रतिपद्यत एव
एवं म्लेच्छ-
स्थानीयत्वाज्जगतो व्यवहारनयोऽपि म्लेच्छभाषास्थानीयत्वेन परमार्थप्रतिपादकत्वादुपन्यसनीयः अथ
च ब्राह्मणो न म्लेच्छितव्य इति वचनाद्वयवहारनयो नानुसर्तव्यः
कथं व्यवहारस्य प्रतिपादकत्वमिति चेत्
जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं
तं सुदकेवलिमिसिणो भणंति लोयप्पदीवयरा ।।९।।
વ્યવહારીજન પણ ‘આત્મા’ એવો શબ્દ કહેવામાં આવતાં જેવો ‘આત્મા’ શબ્દનો અર્થ છે
તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ
જોઈ જ રહે છે, પણ જ્યારે વ્યવહાર-પરમાર્થ માર્ગ પર સમ્યગ્જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર
સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો ‘આત્મા’ શબ્દ કહેનાર પોતે જ
વ્યવહારમાર્ગમાં રહીને ‘‘દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે’’ એવો
‘આત્મા’ શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના
હૃદયમાં સુંદર બોધતરંગો (જ્ઞાનતરંગો) ઊછળે છે એવો તે વ્યવહારીજન તે ‘આત્મા’ શબ્દનો
અર્થ સુંદર રીતે સમજી જાય છે. એ રીતે જગત મ્લેચ્છના સ્થાને હોવાથી, અને વ્યવહારનય
પણ મ્લેચ્છભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય
સ્થાપન કરવાયોગ્ય છે; તેમ જ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું
એ વચનથી તે (વ્યવહારનય)
અનુસરવા યોગ્ય નથી.
ભાવાર્થલોકો શુદ્ધનયને જાણતા નથી કારણ કે શુદ્ધનયનો વિષય અભેદ એકરૂપ
વસ્તુ છે; તેઓ અશુદ્ધનયને જ જાણે છે કેમ કે તેનો વિષય ભેદરૂપ અનેકપ્રકાર છે; તેથી
તેઓ વ્યવહાર દ્વારા જ પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહારનયને પરમાર્થનો
કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન
કરાવે છે પણ અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થે પહોંચાડે છે એમ સમજવું.
હવે, એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે?
તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે

Page 21 of 642
PDF/HTML Page 52 of 673
single page version

जो सुदणाणं सव्वं जाणदि सुदकेवलिं तमाहु जिणा
णाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा ।।१०।। जुम्मं ।।
यो हि श्रुतेनाभिगच्छति आत्मानमिमं तु केवलं शुद्धम्
तं श्रुतकेवलिनमृषयो भणन्ति लोकप्रदीपकराः ।।९।।
यः श्रुतज्ञानं सर्वं जानाति श्रुतकेवलिनं तमाहुर्जिनाः
ज्ञानमात्मा सर्वं यस्माच्छ्रुतकेवली तस्मात् ।।१०।। युग्मम्
यः श्रुतेन केवलं शुद्धमात्मानं जानाति स श्रुतकेवलीति तावत्परमार्थो; यः श्रुतज्ञानं सर्वं
जानाति स श्रुतकेवलीति तु व्यवहारः तदत्र सर्वमेव तावत् ज्ञानं निरूप्यमाणं किमात्मा
किमनात्मा ? न तावदनात्मा, समस्तस्याप्यनात्मनश्चेतनेतरपदार्थपञ्चतयस्य ज्ञानतादात्म्यानुपपत्तेः
ततो गत्यन्तराभावात् ज्ञानमात्मेत्यायाति अतः श्रुतज्ञानमप्यात्मैव स्यात् एवं सति यः
શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને,
લોકપ્રદીપકરા ૠષિ શ્રુતકેવળી તેને કહે. ૯.
શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે;
સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦.
ગાથાર્થ[यः] જે જીવ [हि] નિશ્ચયથી [श्रुतेन तु] શ્રુતજ્ઞાન વડે [इमं]
અનુભવગોચર [केवलं शुद्धम्] કેવળ એક શુદ્ધ [आत्मानम्] આત્માને [अभिगच्छति] સન્મુખ થઈ
જાણે છે [तं] તેને [लोकप्रदीपकराः] લોકને પ્રગટ જાણનારા [ऋषयः] ૠષીશ્વરો [श्रुतकेवलिनम्]
શ્રુતકેવળી [भणन्ति] કહે છે; [यः] જે જીવ [सर्वं] સર્વ [श्रुतज्ञानं] શ્રુતજ્ઞાનને [जानाति] જાણે છે
[तम्] તેને [जिनाः] જિનદેવો [श्रुतकेवलिनं] શ્રુતકેવળી [आहुः] કહે છે, [यस्मात्] કારણ કે [ज्ञानम्
सर्वं] જ્ઞાન બધું [आत्मा] આત્મા જ છે [तस्मात्] તેથી [श्रुतकेवली] (તે જીવ) શ્રુતકેવળી છે.
ટીકાઃપ્રથમ, ‘‘જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે’’ તે તો
પરમાર્થ છે; અને ‘‘જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે’’ તે વ્યવહાર છે. અહીં બે
પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએઃ
ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો
અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા
આકાશાદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી (કેમ કે તેમનામાં જ્ઞાન

Page 22 of 642
PDF/HTML Page 53 of 673
single page version

आत्मानं जानाति स श्रुतकेवलीत्यायाति, स तु परमार्थ एव एवं ज्ञानज्ञानिनोर्भेदेन व्यपदिशता
व्यवहारेणापि परमार्थमात्रमेव प्रतिपाद्यते, न किञ्चिदप्यतिरिक्तम् अथ च यः श्रुतेन केवलं
शुद्धमात्मानं जानाति स श्रुतकेवलीति परमार्थस्य प्रतिपादयितुमशक्यत्वाद्यः श्रुतज्ञानं सर्वं जानाति
स श्रुतकेवलीति व्यवहारः परमार्थप्रतिपादकत्वेनात्मानं प्रतिष्ठापयति
कुतो व्यवहारनयो नानुसर्तव्य इति चेत्
ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ
भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो ।।११।।
સિદ્ધ જ નથી). તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય
છે. માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી ‘જે આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે’
એમ જ આવે છે; અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો
જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થમાત્ર જ કહેવામાં આવે છે. તેનાથી ભિન્ન અધિક કાંઈ
કહેવામાં આવતું નથી. વળી ‘‘જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે’’ એવા
પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી, ‘‘જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે’’
એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે.
ભાવાર્થજે શ્રુતથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે
એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને
જાણવાથી આત્માને જ જાણ્યો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ
કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય
તો કથંચિત્
વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે એમ
જાણવું.
હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કેપહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન
કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? તેના
ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧.

Page 23 of 642
PDF/HTML Page 54 of 673
single page version

व्यवहारोऽभूतार्थो भूतार्थो दर्शितस्तु शुद्धनयः
भूतार्थमाश्रितः खलु सम्यग्दृष्टिर्भवति जीवः ।।११।।
व्यवहारनयो हि सर्व एवाभूतार्थत्वादभूतमर्थं प्रद्योतयति, शुद्धनय एक एव
भूतार्थत्वात् भूतमर्थं प्रद्योतयति तथाहियथा प्रबलपङ्कसंवलनतिरोहितसहजैकाच्छभावस्य
पयसोऽनुभवितारः पुरुषाः पङ्कपयसोर्विवेकमकुर्वन्तो बहवोऽनच्छमेव तदनुभवन्ति; केचित्तु
स्वकरविकीर्णक तकनिपातमात्रोपजनितपङ्कपयोविवेकतया स्वपुरुषकाराविर्भावितसहजैकाच्छभावत्वाद-
च्छमेव तदनुभवन्ति; तथा प्रबलकर्मसंवलनतिरोहितसहजैकज्ञायकभावस्यात्मनोऽनुभवितारः पुरुषा
आत्मकर्मणोर्विवेकमकुर्वन्तो व्यवहारविमोहितहृदयाः प्रद्योतमानभाववैश्वरूप्यं तमनुभवन्ति; भूतार्थ-
दर्शिनस्तु स्वमतिनिपातितशुद्धनयानुबोधमात्रोपजनितात्मकर्मविवेकतया स्वपुरुषकाराविर्भावित-
ગાથાર્થ[व्यवहारः] વ્યવહારનય [अभूतार्थः] અભૂતાર્થ છે [तु] અને [शुद्धनयः]
શુદ્ધનય [भूतार्थः] ભૂતાર્થ છે એમ [दर्शितः] ૠષીશ્વરોએ દર્શાવ્યું છે; [जीवः] જે જીવ [भूतार्थं]
ભૂતાર્થનો [आश्रितः] આશ્રય કરે છે તે જીવ [खलु] નિશ્ચયથી [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ
[भवति] છે.
ટીકાવ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને
પ્રગટ કરે છે; શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે
છે. આ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએઃ
જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક
નિર્મળભાવ તિરોભૂત (આચ્છાદિત) થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનાર પુરુષો
જળ અને કાદવનો વિવેક નહિ કરનારા ઘણા તો, તેને (જળને) મલિન જ અનુભવે છે;
પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કતકફળ(નિર્મળી ઔષધિ)ના પડવામાત્રથી ઊપજેલા
જળ-કાદવના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક
નિર્મળભાવપણાને લીધે, તેને (જળને) નિર્મળ જ અનુભવે છે; એવી રીતે પ્રબળ કર્મના
મળવાથી જેનો સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ
કરનાર પુરુષો
આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત
હૃદયવાળાઓ તો, તેને (આત્માને) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) પ્રગટ છે એવો
અનુભવે છે; પણ ભૂતાર્થદર્શીઓ (શુદ્ધનયને દેખનારાઓ) પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય
અનુસાર બોધ થવામાત્રથી ઊપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા

Page 24 of 642
PDF/HTML Page 55 of 673
single page version

सहजैकज्ञायकभावत्वात् प्रद्योतमानैकज्ञायकभावं तमनुभवन्ति तदत्र ये भूतार्थमाश्रयन्ति त एव
सम्यक् पश्यन्तः सम्यग्दृष्टयो भवन्ति, न पुनरन्ये, कतकस्थानीयत्वात् शुद्धनयस्य अतः
प्रत्यगात्मदर्शिभिर्व्यवहारनयो नानुसर्तव्यः
अथ च केषाञ्चित्कदाचित्सोऽपि प्रयोजनवान् यतः
આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે તેને (આત્માને) જેમાં એક
જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. અહીં, શુદ્ધનય કતકફળના સ્થાને છે તેથી જેઓ
શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક્ અવલોકન કરતા (હોવાથી) સમ્યગ્દ્રષ્ટિ છે પણ
બીજા (જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેઓ) સમ્યગ્દ્રષ્ટિ નથી. માટે કર્મથી ભિન્ન
આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી.
ભાવાર્થઅહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. જેનો
વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ
કહેવાનો આશય એવો છે કે
શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની
દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી; માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ જ કહેવો જોઈએ.
એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો તો જેમ
વેદાન્તમતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક
અભેદ નિત્ય શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ
મિથ્યાદ્રષ્ટિનો જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે,
પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ
કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી
જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે; પણ
એનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ
છે
ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો
ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી) દીધો છે કે‘‘શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો
આશ્રય કરવાથી સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં
મગ્ન છે ત્યાં સુધી આત્માનાં જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી.’’ એમ
આશય જાણવો.
હવે, ‘‘એ વ્યવહારનય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ
કરવાયોગ્ય નથી; તેથી તેનો ઉપદેશ છે’’ એમ કહે છે

Page 25 of 642
PDF/HTML Page 56 of 673
single page version

सुद्धो सुद्धादेसो णादव्वो परमभावदरिसीहिं
ववहारदेसिदा पुण जे दु अपरमे ट्ठिदा भावे ।।१२।।
शुद्धः शुद्धादेशो ज्ञातव्यः परमभावदर्शिभिः
व्यवहारदेशिताः पुनर्ये त्वपरमे स्थिता भावे ।।१२।।
ये खलु पर्यन्तपाकोत्तीर्णजात्यकार्तस्वरस्थानीयं परमं भावमनुभवन्ति तेषां प्रथम-
द्वितीयाद्यनेकपाकपरम्परापच्यमानकार्तस्वरानुभवस्थानीयापरमभावानुभवनशून्यत्वाच्छुद्धद्रव्यादेशितया
समुद्योतितास्खलितैकस्वभावैकभावः शुद्धनय एवोपरितनैकप्रतिवर्णिकास्थानीयत्वात्परिज्ञायमानः
प्रयोजनवान्
; ये तु प्रथमद्वितीयाद्यनेकपाकपरम्परापच्यमानकार्तस्वरस्थानीयमपरमं भावमनु-
भवन्ति तेषां पर्यन्तपाकोत्तीर्णजात्यकार्तस्वरस्थानीयपरमभावानुभवनशून्यत्वादशुद्धद्रव्यादेशितयोप-
દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે;
અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ૧૨.
ગાથાર્થ[परमभावदर्शिभिः] પરમભાવના દેખનારાઓને તો [शुद्धादेशः] શુદ્ધ
(આત્મા)નો ઉપદેશ કરનાર [शुद्धः] શુદ્ધનય [ज्ञातव्यः] જાણવાયોગ્ય છે; [पुनः] વળી [ये तु]
જે જીવો [अपरमे भावे] અપરમભાવે [स्थिताः] સ્થિત છે તેઓ [व्यवहारदेशिताः] વ્યવહાર દ્વારા
ઉપદેશ કરવાયોગ્ય છે.
ટીકાજે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન (વસ્તુના) ઉત્કૃષ્ટ
ભાવને અનુભવે છે તેમને પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન (પકાવવામાં
આવતા) અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેનો અનુભવ નથી હોતો; તેથી,
શુદ્ધદ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એકસ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે
એવો શુદ્ધનય જ, સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા (સુવર્ણના વર્ણ) સમાન હોવાથી, જાણેલો
પ્રયોજનવાન છે. પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન
અશુદ્ધ સુવર્ણ સમાન જે (વસ્તુનો) અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેને અનુભવે છે તેમને છેલ્લા
પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો; તેથી, અશુદ્ધ દ્રવ્યને
કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે એવો
વ્યવહારનય, વિચિત્ર (અનેક) વર્ણમાળા સમાન હોવાથી, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે.
4

Page 26 of 642
PDF/HTML Page 57 of 673
single page version

दर्शितप्रतिविशिष्टैकभावानेकभावो व्यवहारनयो विचित्रवर्णमालिकास्थानीयत्वात्परिज्ञायमानस्तदात्वे
प्रयोजनवान्
; तीर्थतीर्थफलयोरित्थमेव व्यवस्थितत्वात् उक्तं च
‘‘जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह
एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्चं ।।’’
એ રીતે પોતપોતાના સમયમાં બન્ને નયો કાર્યકારી છે કારણ કે તીર્થ અને તીર્થના ફળની
એવી જ વ્યવસ્થિતિ છે. (જેનાથી તરાય તે તીર્થ છે; એવો વ્યવહારધર્મ છે. પાર થવું તે
વ્યવહારધર્મનું ફળ છે; અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ છે.) બીજી જગ્યાએ પણ
કહ્યું છે કે
‘‘जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह
एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्चं ।।’’
[ અર્થઃઆચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો ! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા
હો તો વ્યવહાર અને નિશ્ચયએ બન્ને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો
તીર્થવ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ(વસ્તુ)નો નાશ થઈ જશે.]
ભાવાર્થલોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે. પંદર-વલા સુધી તેમાં ચૂરી આદિ
પરસંયોગની કાલિમા રહે છે તેથી અશુદ્ધ કહેવાય છે; અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી
ઊતરે ત્યારે સોળ-વલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળ-વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન
તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર-વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી અને જેમને સોળ-વલા શુદ્ધ
સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદર-વલા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે
આ જીવ નામનો પદાર્થ છે તે પુદ્ગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ
પરદ્રવ્યોથી ભિન્ન, એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ
એ ત્રણે
જેમને થઈ ગયાં તેમને તો પુદ્ગલસંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ
પ્રયોજનવાન (કોઈ મતલબનો) નથી; પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી
જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની
પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે
એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિન-ગુરુની ભક્તિ,
જિનબિંબનાં દર્શન ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે; અને જેમને શ્રદ્ધાન-
જ્ઞાન તો થયાં છે પણ સાક્ષાત્
પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું આલંબન

Page 27 of 642
PDF/HTML Page 58 of 673
single page version

(मालिनी)
उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः
सपदि समयसारं ते परं ज्योतिरुच्चै-
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव
।।४।।
છોડવારૂપ અણુવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ
પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો
ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું
એવો વ્યવહારનયનો ઉપદેશ
અંગીકાર કરવો પ્રયોજનવાન છે. વ્યવહારનયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે; પણ
જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને
શુદ્ધોપયોગની સાક્ષાત્
પ્રાપ્તિ તો થઈ નથી, તેથી ઊલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ,
ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ
ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્
શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય
ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છેએવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
એ અર્થનું કલશરૂપ કાવ્ય ટીકાકાર કહે છે
શ્લોકાર્થ[उभय-नय-विरोध-ध्वंसिनि] નિશ્ચય અને વ્યવહારએ બે નયોને વિષયના
ભેદથી પરસ્પર વિરોધ છે; એ વિરોધને નાશ કરનારું [स्यात्-पद-अङ्के] ‘સ્યાત્’પદથી ચિહ્નિત
[जिनवचसि] જે જિન ભગવાનનું વચન (વાણી) તેમાં [ये रमन्ते] જે પુરુષો રમે છે (-પ્રચુર
પ્રીતિ સહિત અભ્યાસ કરે છે) [ते] તે પુરુષો [स्वयं] પોતાની મેળે (અન્ય કારણ વિના)
[वान्तमोहाः] મિથ્યાત્વકર્મના ઉદયનું વમન કરીને [उच्चैः परं ज्योतिः समयसारं] આ અતિશયરૂપ
પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને [सपदि] તુરત [ईक्षन्ते एव] દેખે જ છે. કેવો છે
સમયસારરૂપ શુદ્ધ આત્મા? [अनवम्] નવીન ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી આચ્છાદિત
હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. વળી કેવો છે? [अनय-पक्ष-अक्षुण्णम्] સર્વથા એકાંતરૂપ
કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિર્બાધ છે.
વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું
કે વ્યવહારોપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું
કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા
અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી.

Page 28 of 642
PDF/HTML Page 59 of 673
single page version

(मालिनी)
व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या-
मिह निहितपदानां हन्त हस्तावलम्बः
तदपि परममर्थं चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित्
।।५।।
ભાવાર્થજિનવચન (વાણી) સ્યાદ્વાદરૂપ છે. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે
જેમ કેઃ જે સત્-રૂપ હોય તે અસત્-રૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય
તે અનિત્ય ન હોય, ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય ઇત્યાદિ
નયોના વિષયોમાં વિરોધ છે
ત્યાં જિનવચન કથંચિત્ વિવક્ષાથી સત્-અસત્રૂપ, એક-
અનેકરૂપ, નિત્ય-અનિત્યરૂપ, ભેદ-અભેદરૂપ, શુદ્ધ-અશુદ્ધરૂપ જે રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે
કહીને વિરોધ મટાડી દે છે, જૂઠી કલ્પના કરતું નથી. તે જિનવચન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક
એ બે નયોમાં, પ્રયોજનવશ શુદ્ધદ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને તેને નિશ્ચય કહે છે અને
અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ પર્યાયાર્થિકનયને ગૌણ કરી તેને વ્યવહાર કહે છે.આવા જિનવચનમાં જે
પુરુષ રમણ કરે છે તે આ શુદ્ધ આત્માને યથાર્થ પામે છે; અન્ય સર્વથા-એકાન્તી સાંખ્યાદિક
એ આત્માને પામતા નથી, કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી તોપણ તેઓ એક
જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત્ય કલ્પના કરે છે
જે અસત્યાર્થ છે, બાધા સહિત મિથ્યા
દ્રષ્ટિ છે. ૪.
આ રીતે બાર ગાથાઓમાં પીઠિકા (ભૂમિકા) છે.
હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધનયની
(વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે તો અહીં એ જીવાદિ
તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યક્ત્વ થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે
ત્રણ શ્લોક કહે છે; તેમાં પહેલા શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારનયને કથંચિત્
પ્રયોજનવાન
કહ્યો તોપણ તે કાંઈ વસ્તુભૂત નથીઃ
શ્લોકાર્થ[व्यवहरण-नयः] જે વ્યવહારનય છે તે [यद्यपि] જોકે [इह प्राक्-पदव्यां]
પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી) [निहित-पदानां]
જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, [हन्त] અરેરે! [हस्तावलम्बः स्यात्] હસ્તાવલંબ
તુલ્ય કહ્યો છે, [तद्-अपि] તોપણ [चित्-चमत्कार-मात्रं पर-विरहितं परमं अर्थं अन्तः पश्यतां] જે
પુરુષો ચૈતન્ય-ચમત્કાર-માત્ર, પરદ્રવ્યભાવોથી રહિત (શુદ્ધનયના વિષયભૂત) પરમ ‘અર્થ’ને

Page 29 of 642
PDF/HTML Page 60 of 673
single page version

(शार्दूलविक्रीडित)
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः
पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक्
सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः
।।६।।
અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તદ્રૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય
છે તેમને
[एषः] એ વ્યવહારનય [किञ्चित् न] કાંઈ પણ પ્રયોજનવાન નથી.
ભાવાર્થશુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈ પણ
પ્રયોજનકારી નથી. ૫.
હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે
શ્લોકાર્થ[अस्य आत्मनः] આ આત્માને [यद् इह द्रव्यान्तरेभ्यः पृथक् दर्शनम्] અન્ય
દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો) [एतत् एव नियमात् सम्यग्दर्शनम्] તે જ નિયમથી સમ્યગ્દર્શન
છે. કેવો છે આત્મા? [व्याप्तुः] પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે?
[शुद्धनयतः एकत्वे नियतस्य] શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે?
[पूर्ण-ज्ञान-घनस्य] પૂર્ણજ્ઞાનઘન છે. [च] વળી [तावान् अयं आत्मा] જેટલું સમ્યગ્દર્શન છે તેટલો
જ આ આત્મા છે. [तत्] તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે ‘‘[इमाम् नव-तत्त्व-सन्ततिं मुक्त्वा]
નવતત્ત્વની પરિપાટીને છોડી, [अयम् आत्मा एकः अस्तु नः] આ આત્મા એક જ અમને
પ્રાપ્ત હો.’’
ભાવાર્થસર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાયભેદોમાં
વ્યાપનારો આ આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યોશુદ્ધનયથી જ્ઞાયકમાત્ર
એક-આકાર દેખાડવામાં આવ્યો, તેને સર્વ અન્યદ્રવ્યો અને અન્યદ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો,
શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યગ્દર્શનને
અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે, નિયમ રહેતો નથી. શુદ્ધનયની હદે
પહોંચતાં વ્યભિચાર રહેતો નથી તેથી નિયમરૂપ છે. કેવો છે શુદ્ધનયનો વિષયભૂત આત્મા
?
પૂર્ણજ્ઞાનઘન છેસર્વ લોકાલોકને જાણનાર જ્ઞાનસ્વરૂપ છે. એવા આત્માના શ્રદ્ધાનરૂપ
સમ્યગ્દર્શન છે. તે કાંઈ જુદો પદાર્થ નથીઆત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે.
માટે સમ્યગ્દર્શન છે તે આત્મા છે, અન્ય નથી.