Samaysar (Gujarati). Gatha: 56-68 ; Kalash: 38-46 ; Kartakarm Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 34

 

Page 110 of 642
PDF/HTML Page 141 of 673
single page version

ननु वर्णादयो यद्यमी न सन्ति जीवस्य तदा तन्त्रान्तरे कथं सन्तीति प्रज्ञाप्यन्ते इति चेत्

ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया
गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ।।५६।।
व्यवहारेण त्वेते जीवस्य भवन्ति वर्णाद्याः
गुणस्थानान्ता भावा न तु केचिन्निश्चयनयस्य ।।५६।।

इह हि व्यवहारनयः किल पर्यायाश्रितत्वाज्जीवस्य पुद्गलसंयोगवशादनादिप्रसिद्ध- बन्धपर्यायस्य कुसुम्भरक्तस्य कार्पासिकवासस इवौपाधिकं भावमवलम्ब्योत्प्लवमानः परभावं परस्य दृष्टाः स्युः] એ બધા દેખાતા નથી, [ एकं परं दृष्टं स्यात् ] માત્ર એક સર્વોપરી


તત્ત્વ જ દેખાય છેકેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે.

ભાવાર્થપરમાર્થનય અભેદ જ છે તેથી તે દ્રષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો; તે નયની દ્રષ્ટિમાં પુરુષ ચૈતન્યમાત્ર જ દેખાય છે. માટે તે બધાય વર્ણાદિક તથા રાગાદિક ભાવો પુરુષથી ભિન્ન જ છે.

આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તેમનું સ્વરૂપ વિશેષતાથી જાણવું હોય તો ગોમ્મટસાર આદિ ગ્રંથોમાંથી જાણી લેવું. ૩૭.

હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંતગ્રંથોમાં તે જીવના છે’ એમ કેમ કહ્યું છે? તેનો ઉત્તર ગાથામાં કહે છે

વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી,
પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬.

ગાથાર્થ[एते][वर्णाद्याः गुणस्थानान्ताः भावाः] વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યન્ત ભાવો કહેવામાં આવ્યા તે [व्यवहारेण तु] વ્યવહારનયથી તો [जीवस्य भवन्ति] જીવના છે (માટે સૂત્રમાં કહ્યા છે), [तु] પરંતુ [निश्चयनयस्य] નિશ્ચયનયના મતમાં [केचित् न] તેમનામાંના કોઈ પણ જીવના નથી.

ટીકાઅહીં, વ્યવહારનય પર્યાયાશ્રિત હોવાથી, સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ(લાલ રંગ)ની જેમ, પુદ્ગલના સંયોગવશે અનાદિ


Page 111 of 642
PDF/HTML Page 142 of 673
single page version

विदधाति; निश्चयनयस्तु द्रव्याश्रितत्वात्केवलस्य जीवस्य स्वाभाविकं भावमवलम्ब्योत्प्लवमानः परभावं परस्य सर्वमेव प्रतिषेधयति ततो व्यवहारेण वर्णादयो गुणस्थानान्ता भावा जीवस्य सन्ति, निश्चयेन तु न सन्तीति युक्ता प्रज्ञप्तिः

कुतो जीवस्य वर्णादयो निश्चयेन न सन्तीति चेत्
एदेहिं य संबंधो जहेव खीरोदयं मुणेदव्वो
ण य होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ।।५७।।
एतैश्च सम्बन्धो यथैव क्षीरोदकं ज्ञातव्यः
न च भवन्ति तस्य तानि तूपयोगगुणाधिको यस्मात् ।।५७।।

यथा खलु सलिलमिश्रितस्य क्षीरस्य सलिलेन सह परस्परावगाहलक्षणे सम्बन्धे सत्यपि स्वलक्षणभूतक्षीरत्वगुणव्याप्यतया सलिलादधिकत्वेन प्रतीयमानत्वादग्नेरुष्णगुणेनेव सह


કાળથી જેનો બંધપર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવ(-વર્ણાદિક)ને અવલંબીને પ્રવર્તતો થકો, (તે વ્યવહારનય) બીજાના ભાવને બીજાનો કહે છે; અને નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો, બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી એવું (ભગવાનનું સ્યાદ્વાદવાળું) કથન યોગ્ય છે.

હવે વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી તેનું કારણ કહો. તે પ્રશ્નનો ઉત્તર કહે છે

આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો;
ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. ૫૭.

ગાથાર્થ[एतैः च सम्बन्धः] આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ [क्षीरोदकं यथा एव] જળને અને દૂધને એકક્ષેત્રાવગાહરૂપ સંયોગસંબંધ છે તેવો [ज्ञातव्यः] જાણવો [च] અને [तानि] તેઓ [तस्य तु न भवन्ति] તે જીવના નથી [यस्मात्] કારણ કે જીવ [उपयोगगुणाधिकः] તેમનાથી ઉપયોગગુણે અધિક છે (-ઉપયોગગુણ વડે જુદો જણાય છે).

ટીકાઃજેમજળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત જે દૂધપણું-ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ જળથી અધિકપણે પ્રતીત


Page 112 of 642
PDF/HTML Page 143 of 673
single page version

तादात्म्यलक्षणसम्बन्धाभावात् न निश्चयेन सलिलमस्ति; तथा वर्णादिपुद्गलद्रव्यपरिणाममिश्रित- स्यास्यात्मनः पुद्गलद्रव्येण सह परस्परावगाहलक्षणे सम्बन्धे सत्यपि स्वलक्षणभूतोपयोग- गुणव्याप्यतया सर्वद्रव्येभ्योऽधिकत्वेन प्रतीयमानत्वादग्नेरुष्णगुणेनेव सह तादात्म्यलक्षणसम्बन्धा- भावात् न निश्चयेन वर्णादिपुद्गलपरिणामाः सन्ति

कथं तर्हि व्यवहारोऽविरोधक इति चेत्
पंथे मुस्संतं पस्सिदूण लोगा भणंति ववहारी
मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई ।।५८।।
तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं
जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो ।।५९।।
गंधरसफासरूवा देहो संठाणमाइया जे य
सव्वे ववहारस्स य णिच्छयदण्हू ववदिसंति ।।६०।।

થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી જળ દૂધનું નથી; તેવી રીતેવર્ણાદિક પુદ્ગલદ્રવ્યના પરિણામો સાથે મિશ્રિત આ આત્માનો, પુદ્ગલદ્રવ્ય સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેવો વર્ણાદિક સાથે આત્માનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી વર્ણાદિક પુદ્ગલપરિણામો આત્માના નથી.

હવે વળી પૂછે છે કે આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે; અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે? તેનો ઉત્તર દ્રષ્ટાંત દ્વારા ત્રણ ગાથાઓમાં કહે છેઃ

દેખી લૂંટાતું પંથમાં કો, ‘પંથ આ લૂંટાય છે’
બોલે જનો વ્યવહારી, પણ નહિ પંથ કો લૂંટાય છે; ૫૮.
ત્યમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો,
ભાખે જિનો વ્યવહારથી ‘આ વર્ણ છે આ જીવનો’. ૫૯.
એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે,
નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦.

Page 113 of 642
PDF/HTML Page 144 of 673
single page version

पथि मुष्यमाणं दृष्टवा लोका भणन्ति व्यवहारिणः
मुष्यते एष पन्था न च पन्था मुष्यते कश्चित् ।।५८।।
तथा जीवे कर्मणां नोकर्मणां च दृष्टवा वर्णम्
जीवस्यैष वर्णो जिनैर्व्यवहारत उक्तः ।।५९।।
गन्धरसस्पर्शरूपाणि देहः संस्थानादयो ये च
सर्वे व्यवहारस्य च निश्चयद्रष्टारो व्यपदिशन्ति ।।६०।।

यथा पथि प्रस्थितं कञ्चित्सार्थं मुष्यमाणमवलोक्य तात्स्थ्यात्तदुपचारेण मुष्यत एष पन्था इति व्यवहारिणां व्यपदेशेऽपि न निश्चयतो विशिष्टाकाशदेशलक्षणः कश्चिदपि पन्था मुष्यते, तथा जीवे बन्धपर्यायेणावस्थितकर्मणो नोकर्मणो वा वर्णमुत्प्रेक्ष्य तात्स्थ्यात्तदुपचारेण जीवस्यैष वर्ण इति व्यवहारतोऽर्हद्देवानां प्रज्ञापनेऽपि न निश्चयतो नित्यमेवामूर्तस्वभावस्योपयोगगुणाधिकस्य जीवस्य कश्चिदपि वर्णोऽस्ति एवं गन्धरसस्पर्शरूपशरीरसंस्थानसंहननरागद्वेषमोहप्रत्ययकर्मनोकर्म-

ગાથાર્થ[पथि मुष्यमाणं] જેમ માર્ગમાં ચાલનારને લૂંટાતો [दृष्टवा] દેખીને ‘[एषः पन्था] આ માર્ગ [मुष्यते] લૂંટાય છે’ એમ [व्यवहारिणः] વ્યવહારી [लोकाः] લોકો [भणन्ति] કહે છે; ત્યાં પરમાર્થથી વિચારવામાં આવે તો [कश्चित् पन्था] કોઈ માર્ગ તો [न च मुष्यते] નથી લૂંટાતો, માર્ગમાં ચાલનાર માણસ જ લૂંટાય છે; [तथा] તેવી રીતે [जीवे] જીવમાં [कर्मणां नोकर्मणां च] કર્મોનો અને નોકર્મોનો [वर्णम्] વર્ણ [दृष्टवा] દેખીને ‘[जीवस्य] જીવનો [एषः वर्णः] આ વર્ણ છે’ એમ [जिनैः] જિનદેવોએ [व्यवहारतः] વ્યવહારથી [उक्तः] કહ્યું છે. [गन्धरसस्पर्शरूपाणि] એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, [देहः संस्थानादयः] દેહ, સંસ્થાન આદિ [ये च सर्वे] જે સર્વ છે, [व्यवहारस्य] તે સર્વ વ્યવહારથી [निश्चयद्रष्टारः] નિશ્ચયના દેખનારા [व्यपदिशन्ति] કહે છે.

ટીકાજેમ વ્યવહારી લોકો, માર્ગે નીકળેલા કોઈ સાર્થને (સંઘને) લૂંટાતો દેખીને, સાર્થની માર્ગમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, ‘આ માર્ગ લૂંટાય છે’ એમ કહે છે, તોપણ નિશ્ચયથી જોવામાં આવે તો, જે આકાશના અમુક ભાગસ્વરૂપ છે એવો માર્ગ તો કોઈ લૂંટાતો નથી; તેવી રીતે ભગવાન અર્હંતદેવો, જીવમાં બંધપર્યાયથી સ્થિતિ પામેલાં (રહેલાં) કર્મનો અને નોકર્મનો વર્ણ દેખીને, કર્મ-નોકર્મની (બંધપર્યાયથી) જીવમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, ‘જીવનો આ વર્ણ છે’ એમ વ્યવહારથી જણાવે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક છે એવા

15

Page 114 of 642
PDF/HTML Page 145 of 673
single page version

वर्गवर्गणास्पर्धकाध्यात्मस्थानानुभागस्थानयोगस्थानबन्धस्थानोदयस्थानमार्गणास्थानस्थितिबन्धस्थान- संक्लेशस्थानविशुद्धिस्थानसंयमलब्धिस्थानजीवस्थानगुणस्थानान्यपि व्यवहारतोऽर्हद्देवानां प्रज्ञापनेऽपि निश्चयतो नित्यमेवामूर्तस्वभावस्योपयोगगुणेनाधिकस्य जीवस्य सर्वाण्यपि न सन्ति, तादात्म्य- लक्षणसम्बन्धाभावात्

જીવનો કોઈ પણ વર્ણ નથી. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંક્લેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાનએ બધાય (ભાવો) વ્યવહારથી અર્હંતદેવો જીવના કહે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણવડે અન્યથી અધિક છે એવા જીવના તે સર્વ નથી, કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તાદાત્મ્યલક્ષણ સંબંધનો અભાવ છે.

ભાવાર્થઆ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે; નિશ્ચયનયથી તેઓ જીવના નથી કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગસ્વરૂપ છે.

અહીં એમ જાણવું કેપહેલાં વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો હતો ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, કથંચિત્ અસત્યાર્થ જાણવો; કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું, પર્યાયોથી અભેદરૂપ, તેના અસાધારણ ગુણમાત્રને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્તનૈમિત્તિકભાવ તથા નિમિત્તથી થતા પર્યાયોતે સર્વ ગૌણ થઈ જાય છે, એક અભેદદ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. માટે તે સર્વ તે દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવે છે. જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહારનયથી કહી શકાય છે. આવો નયવિભાગ છે.

અહીં શુદ્ધનયની દ્રષ્ટિથી કથન છે તેથી એમ સિદ્ધ કર્યું છે કે આ સર્વ ભાવોને સિદ્ધાન્તમાં જીવના કહ્યા છે તે વ્યવહારથી કહ્યા છે. જો નિમિત્તનૈમિત્તિકભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ પણ કહી શકાય છે. જો સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ સમજ્યે જ સમ્યગ્જ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે.


Page 115 of 642
PDF/HTML Page 146 of 673
single page version

कुतो जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः सम्बन्धो नास्तीति चेत्
तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी
संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई ।।६१।।
तत्र भवे जीवानां संसारस्थानां भवन्ति वर्णादयः
संसारप्रमुक्तानां न सन्ति खलु वर्णादयः केचित् ।।६१।।

यत्किल सर्वास्वप्यवस्थासु यदात्मकत्वेन व्याप्तं भवति तदात्मकत्वव्याप्तिशून्यं न भवति, तस्य तैः सह तादात्म्यलक्षणः सम्बन्धः स्यात् ततः सर्वास्वप्यवस्थासु वर्णाद्यात्मकत्वव्याप्तस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्याभवतश्च पुद्गलस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः सम्बन्धः स्यात्; संसारावस्थायां कथञ्चिद्वर्णाद्यात्मकत्वव्याप्तस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्ति- शून्यस्याभवतश्चापि मोक्षावस्थायां सर्वथा वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्य भवतो वर्णाद्यात्म-

હવે પૂછે છે કે વર્ણાદિક સાથે જીવનો તાદાત્મ્યલક્ષણ સંબંધ કેમ નથી? તેનો ઉત્તર કહે છે

સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં,
સંસારથી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧.

ગાથાર્થ[वर्णादयः] વર્ણાદિક છે તે [संसारस्थानां] સંસારમાં સ્થિત [जीवानां] જીવોને [तत्र भवे] તે સંસારમાં [भवन्ति] હોય છે અને [संसारप्रमुक्तानां] સંસારથી મુક્ત થયેલા જીવોને [खलु] નિશ્ચયથી [ वर्णादयः केचित् ] વર્ણાદિક કોઈ પણ (ભાવો) [न सन्ति] નથી; (માટે તાદાત્મ્યસંબંધ નથી).

ટીકાજે નિશ્ચયથી બધીયે અવસ્થાઓમાં યદ્-આત્મકપણાથી અર્થાત્ જે-સ્વરૂપ- પણાથી વ્યાપ્ત હોય અને તદ્-આત્મકપણાની અર્થાત્ તે-સ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત ન હોય, તેનો તેમની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ હોય છે. (જે વસ્તુ સર્વ અવસ્થાઓમાં જે ભાવોસ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવોસ્વરૂપપણું છોડે નહિ, તે વસ્તુનો તે ભાવોની સાથે તાદાત્મ્યસંબંધ હોય છે.) માટે બધીયે અવસ્થાઓમાં જે વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતું નથી એવા પુદ્ગલનો વર્ણાદિભાવોની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ છે; અને જોકે સંસાર-અવસ્થામાં કથંચિત્ વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત


Page 116 of 642
PDF/HTML Page 147 of 673
single page version

क त्वव्याप्तस्याभवतश्च जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः सम्बन्धो न कथञ्चनापि स्यात्

जीवस्य वर्णादितादात्म्यदुरभिनिवेशे दोषश्चायम्
जीवो चेव हि एदे सव्वे भाव त्ति मण्णसे जदि हि
जीवस्साजीवस्स य णत्थि विसेसो दु दे कोई ।।६२।।
जीवश्चैव ह्येते सर्वे भावा इति मन्यसे यदि हि
जीवस्याजीवस्य च नास्ति विशेषस्तु ते कश्चित् ।।६२।।

यथा वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभिर्व्यक्तिभिः હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતો નથી તોપણ મોક્ષ-અવસ્થામાં જે સર્વથા વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોતો નથી એવા જીવનો વર્ણાદિભાવોની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ કોઈ પણ પ્રકારે નથી.

ભાવાર્થદ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાત્મ્યસંબંધ કહેવાય છે. પુદ્ગલની સર્વ અવસ્થાઓને વિષે પુદ્ગલમાં વર્ણાદિભાવો વ્યાપે છે તેથી વર્ણાદિભાવો સાથે પુદ્ગલનો તાદાત્મ્યસંબંધ છે. સંસાર-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો કોઈ પ્રકારે કહી શકાય છે પણ મોક્ષ-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો સર્વથા નથી તેથી વર્ણાદિભાવો સાથે જીવનો તાદાત્મ્યસંબંધ નથી એ ન્યાય છે.

હવે, જીવનું વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે એમ ગાથામાં બતાવે છે

આ ભાવ સર્વે જીવ છે જો એમ તું માને કદી,
તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી! ૬૨.

ગાથાર્થવર્ણાદિકની સાથે જીવનું તાદાત્મ્ય માનનારને કહે છે કેઃ હે મિથ્યા અભિપ્રાયવાળા! [यदि हि च] જો તું [इति मन्यसे] એમ માને કે [एते सर्वे भावाः] આ વર્ણાદિક સર્વ ભાવો [जीवः एव हि] જીવ જ છે, [तु] તો [ते] તારા મતમાં [जीवस्य च अजीवस्य] જીવ અને અજીવનો [ कश्चित् ] કાંઈ [विशेषः] ભેદ [नास्ति] રહેતો નથી.

ટીકાજેમ વર્ણાદિક ભાવો, ક્રમે આવિર્ભાવ (પ્રગટ થવું, ઊપજવું) અને તિરોભાવ (ઢંકાવું, નાશ થવું) પામતી એવી તે તે વ્યક્તિઓ વડે (અર્થાત્ પર્યાયો વડે) પુદ્ગલદ્રવ્યની


Page 117 of 642
PDF/HTML Page 148 of 673
single page version

पुद्गलद्रव्यमनुगच्छन्तः पुद्गलस्य वर्णादितादात्म्यं प्रथयन्ति, तथा वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभिर्व्यक्तिभिर्जीवमनुगच्छन्तो जीवस्य वर्णादितादात्म्यं प्रथयन्तीति यस्याभिनिवेशः तस्य शेषद्रव्यासाधारणस्य वर्णाद्यात्मकत्वस्य पुद्गललक्षणस्य जीवेन स्वीकरणा- ज्जीवपुद्गलयोरविशेषप्रसक्तौ सत्यां पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावाद्भवत्येव जीवाभावः

संसारावस्थायामेव जीवस्य वर्णादितादात्म्यमित्यभिनिवेशेऽप्ययमेव दोषः
अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी
तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा ।।६३।।
एवं पोग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी
णिव्वाणमुवगदो वि य जीवत्तं पोग्गलो पत्तो ।।६४।।

સાથે સાથે રહેતા થકા, પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છેવિસ્તારે છે, તેવી રીતે વર્ણાદિક ભાવો, ક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ વડે જીવની સાથે સાથે રહેતા થકા, જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે, વિસ્તારે છેએમ જેનો અભિપ્રાય છે તેના મતમાં, અન્ય બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિસ્વરૂપપણુંકે જે પુદ્ગલદ્રવ્યનું લક્ષણ છેતેનો જીવ વડે અંગીકાર કરવામાં આવતો હોવાથી, જીવ-પુદ્ગલના અવિશેષનો પ્રસંગ આવે છે, અને એમ થતાં, પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે.

ભાવાર્થજેમ વર્ણાદિક ભાવો પુદ્ગલદ્રવ્ય સાથે તાદાત્મ્યસ્વરૂપે છે તેમ જીવ સાથે પણ તાદાત્મ્યસ્વરૂપે હોય તો જીવ-પુદ્ગલમાં કાંઈ પણ ભેદ ન રહે અને તેથી જીવનો જ અભાવ થાય એ મોટો દોષ આવે.

હવે, ‘માત્ર સંસાર-અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે’ એવા અભિપ્રાયમાં પણ આ જ દોષ આવે છે એમ કહે છે

વર્ણાદિ છે સંસારી જીવના એમ જો તુજ મત બને,
સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદા રૂપિત્વને; ૬૩.
એ રીત પુદ્ગલ તે જ જીવ, હે મૂઢમતિ! સમલક્ષણે,
ને મોક્ષપ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યું જીવત્વને! ૬૪.

Page 118 of 642
PDF/HTML Page 149 of 673
single page version

अथ संसारस्थानां जीवानां तव भवन्ति वर्णादयः
तस्मात्संसारत्था जीवा रूपित्वमापन्नाः ।।६३।।
एवं पुद्गलद्रव्यं जीवस्तथालक्षणेन मूढमते
निर्वाणमुपगतोऽपि च जीवत्वं पुद्गलः प्राप्तः ।।६४।।

यस्य तु संसारावस्थायां जीवस्य वर्णादितादात्म्यमस्तीत्यभिनिवेशस्तस्य तदानीं स जीवो रूपित्वमवश्यमवाप्नोति रूपित्वं च शेषद्रव्यासाधारणं कस्यचिद्द्रव्यस्य लक्षणमस्ति ततो रूपित्वेन लक्ष्यमाणं यत्किञ्चिद्भवति स जीवो भवति रूपित्वेन लक्ष्यमाणं पुद्गलद्रव्यमेव भवति एवं पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति, न पुनरितरः कतरोऽपि तथा च सति, मोक्षावस्थायामपि नित्यस्वलक्षणलक्षितस्य द्रव्यस्य सर्वास्वप्यवस्थास्वनपायित्वादनादिनिधनत्वेन पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति, न पुनरितरः कतरोऽपि तथा च सति, तस्यापि पुद्गलेभ्यो भिन्नस्य

ગાથાર્થ[अथ] અથવા જો [तव] તારો મત એમ હોય કે [ संसारस्थानां जीवानां ] સંસારમાં સ્થિત જીવોને જ [वर्णादयः] વર્ણાદિક (તાદાત્મ્યસ્વરૂપે) [भवन्ति] છે, [ तस्मात् ] તો તે કારણે [संसारस्थाः जीवाः] સંસારમાં સ્થિત જીવો [रूपित्वम् आपन्नाः] રૂપીપણાને પામ્યા; [एवं] એમ થતાં, [तथालक्षणेन] તેવું લક્ષણ તો (અર્થાત્ રૂપીપણું લક્ષણ તો) પુદ્ગલદ્રવ્યનું હોવાથી, [मूढमते] હે મૂઢબુદ્ધિ! [पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્ય તે જ [जीवः] જીવ ઠર્યું [च] અને (માત્ર સંસાર- અવસ્થામાં જ નહિ પણ) [निर्वाणम् उपगतः अपि] નિર્વાણ પામ્યે પણ [पुद्गलः] પુદ્ગલ જ [जीवत्वं] જીવપણાને [प्राप्तः] પામ્યું!

ટીકાવળી, સંસાર-અવસ્થામાં જીવને વર્ણાદિભાવો સાથે તાદાત્મ્યસંબંધ છે એવો જેનો અભિપ્રાય છે, તેના મતમાં સંસાર-અવસ્થા વખતે તે જીવ અવશ્ય રૂપીપણાને પામે છે; અને રૂપીપણું તો કોઈ દ્રવ્યનું, બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું લક્ષણ છે. માટે રૂપીપણા(લક્ષણ)થી લક્ષિત (લક્ષ્યરૂપ થતું, ઓળખાતું) જે કાંઈ હોય તે જીવ છે. રૂપીપણાથી લક્ષિત તો પુદ્ગલદ્રવ્ય જ છે. એ રીતે પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ નથી. આમ થતાં, મોક્ષ-અવસ્થામાં પણ પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ (ઠરે) છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ (ઠરતો) નથી; કારણ કે સદાય પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધીયે અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહિ પામતું હોવાથી અનાદિ- અનંત હોય છે. આમ થવાથી, તેના મતમાં પણ (અર્થાત્ સંસાર-અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય માનનારના મતમાં પણ); પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ


Page 119 of 642
PDF/HTML Page 150 of 673
single page version

जीवद्रव्यस्याभावाद्भवत्येव जीवाभावः

एवमेतत् स्थितं यद्वर्णादयो भावा न जीव इति
एक्कं च दोण्णि तिण्णि य चत्तारि य पंच इंदिया जीवा
बादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स ।।६५।।
एदाहि य णिव्वत्ता जीवट्ठाणा उ करणभूदाहिं
पयडीहिं पोग्गलमइहिं ताहिं कहं भण्णदे जीवो ।।६६।।
एकं वा द्वे त्रीणि च चत्वारि च पञ्चेन्द्रियाणि जीवाः
बादरपर्याप्तेतराः प्रकृतयो नामकर्मणः ।।६५।।
एताभिश्च निर्वृत्तानि जीवस्थानानि करणभूताभिः
प्रकृतिभिः पुद्गलमयीभिस्ताभिः कथं भण्यते जीवः ।।६६।।

રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે.

ભાવાર્થજો એમ માનવામાં આવે કે સંસાર-અવસ્થામાં જીવનો વર્ણાદિક સાથે તાદાત્મ્યસંબંધ છે તો જીવ મૂર્તિક થયો; અને મૂર્તિકપણું તો પુદ્ગલદ્રવ્યનું લક્ષણ છે; માટે પુદ્ગલદ્રવ્ય તે જ જીવદ્રવ્ય ઠર્યું, તે સિવાય કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય ન રહ્યું. વળી મોક્ષ થતાં પણ તે પુદ્ગલોનો જ મોક્ષ થયો; તેથી મોક્ષમાં પણ પુદ્ગલો જ જીવ ઠર્યાં, અન્ય કોઈ ચૈતન્યરૂપ જીવ ન રહ્યો. આ રીતે સંસાર તેમ જ મોક્ષમાં પુદ્ગલથી ભિન્ન એવું કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય નહિ રહેવાથી જીવનો જ અભાવ થયો. માટે માત્ર સંસાર-અવસ્થામાં જ વર્ણાદિભાવો જીવના છે એમ માનવાથી પણ જીવનો અભાવ જ થાય છે.

આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદિક ભાવો જીવ નથી, એમ હવે કહે છે

જીવ એક-દ્વિ-ત્રિ-ચર્તુ-પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ ને
પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬૫.
પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતાં અરે,
રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬.

ગાથાર્થ[एकं वा] એકેંદ્રિય, [द्वे] દ્વીંદ્રિય, [त्रीणि च] ત્રીંદ્રિય, [चत्वारि च]


Page 120 of 642
PDF/HTML Page 151 of 673
single page version

निश्चयतः कर्मकरणयोरभिन्नत्वात् यद्येन क्रियते तत्तदेवेति कृत्वा, यथा कनकपत्रं कनकेन क्रियमाणं कनकमेव, न त्वन्यत्, तथा जीवस्थानानि बादरसूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुःपञ्चेन्द्रिय- पर्याप्तापर्याप्ताभिधानाभिः पुद्गलमयीभिः नामकर्मप्रकृतिभिः क्रियमाणानि पुद्गल एव, न तु जीवः नामकर्मप्रकृतीनां पुद्गलमयत्वं चागमप्रसिद्धं दृश्यमानशरीरादिमूर्तकार्यानुमेयं च एवं गन्धरसस्पर्शरूपशरीरसंस्थानसंहननान्यपि पुद्गलमयनामकर्मप्रकृतिनिर्वृत्तत्वे सति तदव्यतिरेका- ज्जीवस्थानैरेवोक्तानि ततो न वर्णादयो जीव इति निश्चयसिद्धान्तः

(उपजाति)
निर्वर्त्यते येन यदत्र किञ्चित्
तदेव तत्स्यान्न कथञ्चनान्यत्

ચતુરિંદ્રિય, [पञ्चेन्द्रियाणि] પંચેંદ્રિય, [बादरपर्याप्तेतराः] બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત અને અપર્યાપ્ત [जीवाः] જીવ[नामकर्मणः] નામકર્મની [प्रकृतयः] પ્રકૃતિઓ છે; [एताभिः च] [प्रकृतिभिः] પ્રકૃતિઓ [पुद्गलमयीभिः ताभिः] કે જેઓ પુદ્ગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે [करणभूताभिः] કરણસ્વરૂપ થઈને [निर्वृत्तानि] રચાયેલાં [जीवस्थानानि] જે જીવસ્થાનો (જીવસમાસ) છે તેઓ [जीवः] જીવ [कथं] કેમ [भण्यते] કહેવાય?

ટીકાનિશ્ચયનયે કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી, જે જેના વડે કરાય છે (-થાય છે) તે તે જ છેએમ સમજીને (નિશ્ચય કરીને), જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું (થતું) હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી, તેમ જીવસ્થાનો બાદર, સૂક્ષ્મ, એકેંદ્રિય, દ્વીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય, પંચેંદ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે કરાતાં (થતાં) હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી. અને નામકર્મની પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે તથા અનુમાનથી પણ જાણી શકાય છે કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે મૂર્તિક ભાવો છે તે કર્મપ્રકૃતિઓનાં કાર્ય હોવાથી કર્મપ્રકૃતિઓ પુદ્ગલમય છે એમ અનુમાન થઈ શકે છે.

એવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સંહનનતેઓ પણ પુદ્ગલમય નામકર્મની પ્રકૃતિઓ વડે રચાયાં (-બન્યાં) હોવાથી પુદ્ગલથી અભિન્ન છે; તેથી, માત્ર જીવસ્થાનોને પુદ્ગલમય કહેતાં, આ બધાં પણ પુદ્ગલમય કહ્યાં સમજવાં.

માટે વર્ણાદિક જીવ નથી એમ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે

શ્લોકાર્થ[येन] જે વસ્તુથી [अत्र यद् किञ्चित् निर्वर्त्यते] જે ભાવ બને, [ तत् ] તે ભાવ [तद् एव स्यात्] તે વસ્તુ જ છે [कथञ्चन] કોઈ રીતે [अन्यत् न] અન્ય વસ્તુ નથી;


Page 121 of 642
PDF/HTML Page 152 of 673
single page version

रुक्मेण निर्वृत्तमिहासिकोशं
पश्यन्ति रुक्मं न कथञ्चनासिम्
।।३८।।
(उपजाति)
वर्णादिसामग्रयमिदं विदन्तु
निर्माणमेकस्य हि पुद्गलस्य
ततोऽस्त्विदं पुद्गल एव नात्मा
यतः स विज्ञानघनस्ततोऽन्यः
।।३९।।
शेषमन्यद्वयवहारमात्रम्
पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव
देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता ।।६७।।
पर्याप्तापर्याप्ता ये सूक्ष्मा बादराश्च ये चैव
देहस्य जीवसंज्ञाः सूत्रे व्यवहारतः उक्ताः ।।६७।।

[इह] જેમ જગતમાં [रुक्मेण निर्वृत्तम् असिकोशं] સોનાથી બનેલા મ્યાનને [रुक्मं पश्यन्ति] લોકો સોનું જ દેખે છે, [कथञ्चन] કોઈ રીતે [न असिम्] (તેને) તરવાર દેખતા નથી.

ભાવાર્થવર્ણાદિક પુદ્ગલથી બને છે તેથી પુદ્ગલ જ છે, જીવ નથી. ૩૮.

વળી બીજો કળશ કહે છે

શ્લોકાર્થઅહો જ્ઞાની જનો! [इदं वर्णादिसामग्रयम्] આ વર્ણાદિક ગુણસ્થાનપર્યંત ભાવો છે તે બધાય [एकस्य पुद्गलस्य हि निर्माणम्] એક પુદ્ગલની રચના [विदन्तु] જાણો; [ततः] માટે [इदं] આ ભાવો [पुद्गलः एव अस्तु] પુદ્ગલ જ હો, [न आत्मा] આત્મા ન હો; [यतः] કારણ કે [सः विज्ञानघनः] આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પુંજ છે, [ततः] તેથી [अन्यः] આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. ૩૯.

હવે, આ જ્ઞાનઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહારમાત્ર છે એમ કહે છે

પર્યાપ્ત, અણપર્યાપ્ત, જે સૂક્ષમ અને બાદર બધી
કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭.

ગાથાર્થ[ये] જે [पर्याप्तापर्याप्ताः] પર્યાપ્ત, અપર્યાપ્ત, [सूक्ष्माः बादराः च] સૂક્ષ્મ અને

16

Page 122 of 642
PDF/HTML Page 153 of 673
single page version

यत्किल बादरसूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुःपञ्चेन्द्रियपर्याप्तापर्याप्ता इति शरीरस्य संज्ञाः सूत्रे जीवसंज्ञात्वेनोक्ताः अप्रयोजनार्थः परप्रसिद्धया घृतघटवद्वयवहारः यथा हि कस्यचिदाजन्म- प्रसिद्धैकघृतकुम्भस्य तदितरकुम्भानभिज्ञस्य प्रबोधनाय योऽयं घृतकुम्भः स मृण्मयो, न घृतमय इति तत्प्रसिद्धया कुम्भे घृतकुम्भव्यवहारः, तथास्याज्ञानिनो लोकस्यासंसारप्रसिद्धाशुद्धजीवस्य शुद्धजीवानभिज्ञस्य प्रबोधनाय योऽयं वर्णादिमान् जीवः स ज्ञानमयो, न वर्णादिमय इति तत्प्रसिद्धया जीवे वर्णादिमद्वयवहारः

(अनुष्टुभ्)
घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्
जीवो वर्णादिमज्जीवजल्पनेऽपि न तन्मयः ।।४०।।

બાદર આદિ [ये च एव] જેટલી [देहस्य] દેહને [जीवसंज्ञाः] જીવસંજ્ઞા કહી છે તે બધી [सूत्रे] સૂત્રમાં [व्यवहारतः] વ્યવહારથી [उक्ताः] કહી છે.

ટીકાબાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્તએ દેહની સંજ્ઞાઓને (નામોને) સૂત્રમાં જીવસંજ્ઞાપણે કહી છે, તે, પરની પ્રસિદ્ધિને લીધે, ‘ઘીના ઘડા’ની જેમ વ્યવહાર છેકે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે (અર્થાત્ તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી). તે વાતને સ્પષ્ટ કહે છે

જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ‘ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ (જાણીતો) હોય, તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, તેને સમજાવવા ‘‘જે આ ‘ઘીનો ઘડો’ છે તે માટીમય છે, ઘીમય નથી’’ એમ (સમજાવનાર વડે) ઘડામાં ‘ઘીના ઘડા’નો વ્યવહાર કરવામાં આવે છે, કારણ કે પેલા પુરુષને ‘ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ (જાણીતો) છે; તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને ‘અશુદ્ધ જીવ’ જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી, તેને સમજાવવા (શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા) ‘‘જે આ ‘વર્ણાદિમાન (વર્ણાદિવાળો) જીવ’ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી’’ એમ (સૂત્ર વિષે) જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે તે અજ્ઞાની લોકને ‘વર્ણાદિમાન જીવ’ જ પ્રસિદ્ધ છે.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થ[चेत्] જો [घृतकुम्भाभिधाने अपि] ‘ઘીનો ઘડો’ એમ કહેતાં પણ [कुम्भः घृतमयः न] ઘડો છે તે ઘીમય નથી (માટીમય જ છે), [वर्णादिमत्-जीव-जल्पने अपि] તો તેવી રીતે ‘વર્ણાદિવાળો જીવ’ એમ કહેતાં પણ [जीवः न तन्मयः] જીવ છે તે વર્ણાદિમય નથી (જ્ઞાનઘન જ છે).


Page 123 of 642
PDF/HTML Page 154 of 673
single page version

एतदपि स्थितमेव यद्रागादयो भावा न जीवा इति
मोहणकम्मस्सुदया दु वण्णिया जे इमे गुणट्ठाणा
ते कह हवंति जीवा जे णिच्चमचेदणा उत्ता ।।६८।।
मोहनकर्मण उदयात्तु वर्णितानि यानीमानि गुणस्थानानि
तानि कथं भवन्ति जीवा यानि नित्यमचेतनान्युक्तानि ।।६८।।

मिथ्यादृष्टयादीनि गुणस्थानानि हि पौद्गलिकमोहकर्मप्रकृतिविपाकपूर्वकत्वे सति, नित्यमचेतनत्वात्, कारणानुविधायीनि कार्याणीति कृत्वा, यवपूर्वका यवा यवा एवेति न्यायेन, पुद्गल एव, न तु जीवः गुणस्थानानां नित्यमचेतनत्वं चागमाच्चैतन्यस्वभावव्याप्तस्यात्मनो-

ભાવાર્થઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ‘ઘીનો ઘડો’ કહેવામાં આવે છે છતાં નિશ્ચયથી ઘડો ઘી-સ્વરૂપ નથી; ઘી ઘી-સ્વરૂપ છે, ઘડો માટી-સ્વરૂપ છે; તેવી રીતે વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એકક્ષેત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી ‘પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ’ ઇત્યાદિ કહેવામાં આવ્યો છે છતાં નિશ્ચયથી જીવ તે-સ્વરૂપ નથી; વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ પુદ્ગલસ્વરૂપ છે, જીવ જ્ઞાનસ્વરૂપ છે. ૪૦.

હવે કહે છે કે (જેમ વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું તેમ) એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથી

મોહનકરમના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યાં,
તે જીવ કેમ બને, નિરંતર જે અચેતન ભાખિયાં? ૬૮.

ગાથાર્થ[यानि इमानि] જે આ [गुणस्थानानि] ગુણસ્થાનો છે તે [मोहनकर्मणः उदयात् तु] મોહકર્મના ઉદયથી થાય છે [वर्णितानि] એમ (સર્વજ્ઞનાં આગમમાં) વર્ણવવામાં આવ્યું છે; [तानि] તેઓ [जीवाः] જીવ [कथं] કેમ [भवन्ति] હોઈ શકે [यानि] કે જેઓ [नित्यं] સદા [अचेतनानि] અચેતન [उक्तानि] કહેવામાં આવ્યાં છે?

ટીકાઆ મિથ્યાદ્રષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, કારણના જેવાં જ કાર્યો હોય છે એમ કરીને (સમજીને, નિશ્ચય કરીને), જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે એ ન્યાયે, પુદ્ગલ જ છે જીવ નથી. અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે તેમ જ ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદજ્ઞાનીઓ વડે સ્વયં


Page 124 of 642
PDF/HTML Page 155 of 673
single page version

ऽतिरिक्तत्वेन विवेचकैः स्वयमुपलभ्यमानत्वाच्च प्रसाध्यम्

एवं रागद्वेषमोहप्रत्ययकर्मनोकर्मवर्गवर्गणास्पर्धकाध्यात्मस्थानानुभागस्थानयोगस्थानबन्ध- स्थानोदयस्थानमार्गणास्थानस्थितिबन्धस्थानसंक्लेशस्थानविशुद्धिस्थानसंयमलब्धिस्थानान्यपि पुद्गल- कर्मपूर्वकत्वे सति, नित्यमचेतनत्वात्, पुद्गल एव, न तु जीव इति स्वयमायातम् ततो रागादयो भावा न जीव इति सिद्धम्

तर्हि को जीव इति चेत्
(अनुष्टुभ्)
अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फु टम्
जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते ।।४१।।

ઉપલભ્યમાન હોવાથી પણ તેમનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે.

એવી રીતે રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંક્લેશ- સ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાનતેઓ પણ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, પુદ્ગલ જ છેજીવ નથી એમ આપોઆપ આવ્યું (ફલિત થયું, સિદ્ધ થયું).

માટે રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું.

ભાવાર્થશુદ્ધદ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. પરનિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, જોકે ચૈતન્ય જેવા દેખાય છે તોપણ, ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છેજડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે તેથી પણ તેઓ અચેતન છે, ચેતન નથી.

પ્રશ્નજો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? પુદ્ગલ છે? કે અન્ય કાંઈ છે? ઉત્તરપુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથી તેઓ નિશ્ચયથી પુદ્ગલ જ છે કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે.

આ રીતે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પુદ્ગલ છે.

હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? તેના ઉત્તરરૂપ શ્લોક કહે છેઃ

શ્લોકાર્થ[अनादि] જે અનાદિ છે અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, [अनन्तम्] જે


Page 125 of 642
PDF/HTML Page 156 of 673
single page version

(शार्दूलविक्रीडित)
वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो
नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः
इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा
व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्
।।४२।।

અનંત છે અર્થાત્ કોઈ કાળે જેનો વિનાશ નથી, [अचलं] જે અચળ છે અર્થાત્ જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપચળાચળથતું નથી, [स्वसंवेद्यम्] જે સ્વસંવેદ્ય છે અર્થાત્ જે પોતે પોતાથી જ જણાય છે [तु] અને [स्फु टम्] જે પ્રગટ છે અર્થાત્ છૂપું નથીએવું જે [इदं चैतन्यम्] આ ચૈતન્ય [उच्चैः] અત્યંતપણે [चकचकायते] ચકચકાટ પ્રકાશી રહ્યું છે, [स्वयं जीवः] તે પોતે જ જીવ છે.

ભાવાર્થવર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી પણ ઉપર કહ્યો તેવો ચૈતન્યભાવ તે જ જીવ છે. ૪૧.

હવે, ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કાવ્ય દ્વારા સમજાવે છે

શ્લોકાર્થ[यतः अजीवः अस्ति द्वेधा] અજીવ બે પ્રકારે છે[वर्णाद्यैः सहितः] વર્ણાદિસહિત [तथा विरहितः] અને વર્ણાદિરહિત; [ततः] માટે [अमूर्तत्वम् उपास्य] અમૂર્તપણાનો આશ્રય કરીને પણ (અર્થાત્ અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ) [जीवस्य तत्त्वं] જીવના યથાર્થ સ્વરૂપને [जगत् न पश्यति] જગત દેખી શકતું નથી;[इति आलोच्य] આમ પરીક્ષા કરીને [विवेचकैः] ભેદજ્ઞાની પુરુષોએ [न अव्यापि अतिव्यापि वा] અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત [चैतन्यम्] ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે [समुचितं] તે યોગ્ય છે. [व्यक्तं] તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે, [व्यञ्जित-जीव-तत्त्वम्] તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે અને [अचलं] તે અચળ છેચળાચળતા રહિત, સદા મોજૂદ છે. [आलम्ब्यताम्] જગત તેનું જ અવલંબન કરો! (તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.)

ભાવાર્થનિશ્ચયથી વર્ણાદિભાવોવર્ણાદિભાવોમાં રાગાદિભાવો આવી ગયાજીવમાં કદી વ્યાપતા નથી તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ; વ્યવહારથી તેમને જીવનાં લક્ષણ માનતાં પણ અવ્યાપ્તિ નામનો દોષ આવે છે કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. માટે વર્ણાદિભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું જ નથી.

અમૂર્તપણું જોકે સર્વ જીવોમાં વ્યાપે છે તોપણ તેને જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે, કારણ કે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક પુદ્ગલદ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ અને કાળએ ચાર દ્રવ્યો અમૂર્ત હોવાથી, અમૂર્તપણું જીવમાં વ્યાપે છે તેમ જ ચાર


Page 126 of 642
PDF/HTML Page 157 of 673
single page version

(वसंततिलका)
जीवादजीवमिति लक्षणतो विभिन्नं
ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्
अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति
।।४३।।
नानटयतां तथापि
(वसन्ततिलका)
अस्मिन्ननादिनि महत्यविवेकनाटये
वर्णादिमान्नटति पुद्गल एव नान्यः
रागादिपुद्गलविकारविरुद्धशुद्ध-
चैतन्यधातुमयमूर्तिरयं च जीवः
।।४४।।

અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે; એ રીતે અતિવ્યાપ્તિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.

ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિદોષથી રહિત છે, અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી અતિવ્યાપ્તિદોષથી રહિત છે; વળી તે પ્રગટ છે; તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. ૪૨.

હવે, ‘જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તોપણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે?’એમ આચાર્ય આશ્ચર્ય તથા ખેદ બતાવે છે

શ્લોકાર્થ[इति लक्षणतः] આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે [जीवात् अजीवम् विभिन्नं] જીવથી અજીવ ભિન્ન છે [स्वयम् उल्लसन्तम्] તેને (અજીવને) તેની મેળે જ (સ્વતંત્રપણે, જીવથી ભિન્નપણે) વિલસતુંપરિણમતું [ज्ञानी जनः] જ્ઞાની પુરુષ [अनुभवति] અનુભવે છે, [तत्] તોપણ [अज्ञानिनः] અજ્ઞાનીને [निरवधि-प्रविजृम्भितः अयं मोहः तु] અમર્યાદપણે ફેલાયેલો આ મોહ (અર્થાત્ સ્વપરના એકપણાની ભ્રાન્તિ) [कथम् नानटीति] કેમ નાચે છે[अहो बत] એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે! ૪૩.

વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે ‘જો મોહ નાચે છે તો નાચો! તોપણ આમ જ છે’

શ્લોકાર્થ[अस्मिन् अनादिनि महति अविवेक-नाटये] આ અનાદિ કાળના મોટા


Page 127 of 642
PDF/HTML Page 158 of 673
single page version

(मन्दाक्रान्ता)
इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा
जीवाजीवौ स्फु टविघटनं नैव यावत्प्रयातः
विश्वं व्याप्य प्रसभविकसद्वयक्तचिन्मात्रशक्त्या
ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे
।।४५।।

અવિવેકના નાટકમાં અથવા નાચમાં [वर्णादिमान् पुद्गलः एव नटति] વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે, [न अन्यः] અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ;) [च] અને [अयं जीवः] આ જીવ તો [रागादि-पुद्गल-विकार-विरुद्ध- शुद्ध-चैतन्यधातुमय-मूर्तिः] રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.

ભાવાર્થરાગાદિ ચિદ્દવિકારને (ચૈતન્યવિકારોને) દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે, કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યના કહેવાય. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથીમોક્ષ-અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. ૪૪.

હવે, ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતાદ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અધિકાર પૂર્ણ કરે છે

શ્લોકાર્થ[इत्थं] આ પ્રમાણે [ज्ञान-क्रकच-कलना-पाटनं] જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને [नाटयित्वा] નચાવીને [यावत्] જ્યાં [जीवाजीवौ] જીવ અને અજીવ બન્ને [स्फु ट-विघटनं न एव प्रयातः] પ્રગટપણે જુદા ન થયા, [ तावत् ] ત્યાં તો [ज्ञातृद्रव्य] જ્ઞાતાદ્રવ્ય, [प्रसभ-विकसत्-व्यक्त-चिन्मात्रशक्त्या] અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્માત્રશક્તિ વડે [विश्वं व्याप्य] વિશ્વને વ્યાપીને, [स्वयम्] પોતાની મેળે જ [ अतिरसात् ] અતિ વેગથી [उच्चैः] ઉગ્રપણે અર્થાત્ અત્યંતપણે [चकाशे] પ્રકાશી નીકળ્યું.

ભાવાર્થઆ કળશનો આશય બે રીતે છે

ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યાં જીવ અને અજીવ બન્ને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયોસમ્યગ્દર્શન થયું. (સમ્યગ્દ્રષ્ટિ આત્મા શ્રુતજ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે અને નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે; માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું.) એક આશય તો એ પ્રમાણે છે.


Page 128 of 642
PDF/HTML Page 159 of 673
single page version

इति जीवाजीवौ पृथग्भूत्वा निष्क्रान्तौ

इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ जीवाजीवप्ररूपकः प्रथमोऽङ्कः ।।

બીજો આશય આ પ્રમાણે છેઃ જીવ-અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદો પડ્યા પહેલાં અર્થાત્ જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં ભાવતાં અમુક દશા થતાં નિર્વિકલ્પ ધારા જામીજેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો; અને તે શ્રેણિ અત્યંત વેગથી આગળ વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. પછી અઘાતીકર્મનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું. જીવ-અજીવના ભિન્ન થવાની આ રીત છે. ૪૫.

ટીકાઆ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયા.

ભાવાર્થસમયસારની આ ‘આત્મખ્યાતિ’ ટીકાના પ્રારંભમાં પહેલાં રંગભૂમિસ્થળ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્યે એમ કહ્યું હતું કે નૃત્યના અખાડામાં જીવ-અજીવ બન્ને એક થઈને પ્રવેશ કરે છે અને બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે. ત્યાં, ભેદજ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ પુરુષે સમ્યગ્જ્ઞાન વડે તે જીવ-અજીવ બન્નેની તેમના લક્ષણભેદથી પરીક્ષા કરીને બન્નેને જુદા જાણ્યા તેથી સ્વાંગ પૂરો થયો અને બન્ને જુદા જુદા થઈને અખાડાની બહાર નીકળી ગયા. આમ અલંકાર કરીને વર્ણન કર્યું.

જીવ-અજીવ અનાદિ સંયોગ મિલૈ લખિ મૂઢ ન આતમ પાવૈં,
સમ્યક્ ભેદવિજ્ઞાન ભયે બુધ ભિન્ન ગહે નિજભાવ સુદાવૈં;
શ્રી ગુરુકે ઉપદેશ સુનૈ રુ ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈં,
તે જગમાંહિ મહંત કહાય વસૈં શિવ જાય સુખી નિત થાવૈં.

આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં જીવ-અજીવનો પ્રરૂપક પહેલો અંક સમાપ્ત થયો.


Page 129 of 642
PDF/HTML Page 160 of 673
single page version

-૨-
કર્તાકર્મ અધિકાર
अथ जीवाजीवावेव कर्तृकर्मवेषेण प्रविशतः
( मन्दाक्रान्ता )
एकः कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी
इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम्
ज्ञानज्योतिः स्फु रति परमोदात्तमत्यन्तधीरं
साक्षात्कुर्वन्निरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वम्
।।४६।।
કર્તાકર્મવિભાવને, મેટી જ્ઞાનમય હોય,
કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ, મદ ખોય.

પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે જીવ-અજીવ જ એક કર્તાકર્મના વેશે પ્રવેશ કરે છે’. જેમ બે પુરુષો માંહોમાંહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે તેમ જીવ-અજીવ બન્ને એક કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે.

હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થ[ इह ] આ લોકમાં [ अहम् चिद् ] હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો [ एकः कर्ता ] એક કર્તા છું અને [ अमी कोपादयः ] આ ક્રોધાદિ ભાવો [ मे कर्म ] મારાં કર્મ છે’ [ इति अज्ञानां कर्तृकर्मप्रवृत्तिम् ] એવી અજ્ઞાનીઓને જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને [ अभितः शमयत् ] બધી તરફથી શમાવતી (-મટાડતી) [ ज्ञानज्योतिः ] જ્ઞાનજ્યોતિ [ स्फु रति ] સ્ફુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [ परम-उदात्तम् ] જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, [ अत्यन्तधीरं ] જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને [ निरुपधि-पृथग्द्रव्य- निर्भासि ] પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી [ विश्वम् साक्षात् कुर्वत् ] જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છેપ્રત્યક્ષ જાણે છે.

17