Samaysar (Gujarati). Gatha: 69-79 ; Kalash: 47-50.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 34

 

Page 130 of 642
PDF/HTML Page 161 of 673
single page version

जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोह्णं पि
अण्णाणी तावदु सो कोहादिसु वट्टदे जीवो ।।६९।।
कोहादिसु वट्टंतस्स तस्स कम्मस्स संचओ होदि
जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं ।।७०।।
यावन्न वेत्ति विशेषान्तरं त्वात्मास्रवयोर्द्वयोरपि
अज्ञानी तावत्स क्रोधादिषु वर्तते जीवः ।।६९।।
क्रोधादिषु वर्तमानस्य तस्य कर्मणः सञ्चयो भवति
जीवस्यैवं बन्धो भणितः खलु सर्वदर्शिभिः ।।७०।।
यथायमात्मा तादात्म्यसिद्धसम्बन्धयोरात्मज्ञानयोरविशेषाद्भेदमपश्यन्नविशङ्कमात्मतया ज्ञाने
ભાવાર્થઆવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ
અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬.
હવે, જ્યાં સુધી આ જીવ આસ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ
ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં
કહે છે
આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં,
ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯.
જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦.
ગાથાર્થ[ जीवः ] જીવ [ यावत् ] જ્યાં સુધી [ आत्मास्रवयोः द्वयोः अपि तु ] આત્મા
અને આસ્રવએ બન્નેના [ विशेषान्तरं ] તફાવત અને ભેદને [ न वेत्ति ] જાણતો નથી [ तावत् ]
ત્યાં સુધી [ सः ] તે [ अज्ञानी ] અજ્ઞાની રહ્યો થકો [ क्रोधादिषु ] ક્રોધાદિક આસ્રવોમાં [ वर्तते ]
પ્રવર્તે છે; [ क्रोधादिषु ] ક્રોધાદિકમાં [ वर्तमानस्य तस्य ] વર્તતા તેને [ कर्मणः ] કર્મનો [ सञ्चयः ]
સંચય [ भवति ] થાય છે. [ खलु ] ખરેખર [ एवं ] આ રીતે [ जीवस्य ] જીવને [ बन्धः ] કર્મોનો
બંધ [ सर्वदर्शिभिः ] સર્વજ્ઞદેવોએ [ भणितः ] કહ્યો છે.
ટીકાજેમ આ આત્મા, જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવાં આત્મા અને જ્ઞાનમાં

Page 131 of 642
PDF/HTML Page 162 of 673
single page version

वर्तते, तत्र वर्तमानश्च ज्ञानक्रियायाः स्वभावभूतत्वेनाप्रतिषिद्धत्वाज्जानाति, तथा संयोगसिद्ध-
सम्बन्धयोरप्यात्मक्रोधाद्यास्रवयोः स्वयमज्ञानेन विशेषमजानन् यावद्भेदं न पश्यति तावदशङ्क-
मात्मतया क्रोधादौ वर्तते, तत्र वर्तमानश्च क्रोधादिक्रियाणां परभावभूतत्वात्प्रतिषिद्धत्वेऽपि
स्वभावभूतत्वाध्यासात्क्रुध्यति रज्यते मुह्यति चेति
तदत्र योऽयमात्मा स्वयमज्ञानभवने
ज्ञानभवनमात्रसहजोदासीनावस्थात्यागेन व्याप्रियमाणः प्रतिभाति स कर्ता; यत्तु ज्ञानभवन-
व्याप्रियमाणत्वेभ्यो भिन्नं क्रियमाणत्वेनान्तरुत्प्लवमानं प्रतिभाति क्रोधादि तत्कर्म
एवमियमनादिरज्ञानजा कर्तृकर्मप्रवृत्तिः एवमस्यात्मनः स्वयमज्ञानात्कर्तृकर्मभावेन क्रोधादिषु
वर्तमानस्य तमेव क्रोधादिवृत्तिरूपं परिणामं निमित्तमात्रीकृत्य स्वयमेव परिणममानं पौद्गलिकं कर्म
सञ्चयमुपयाति
एवं जीवपुद्गलयोः परस्परावगाहलक्षणसम्बन्धात्मा बन्धः सिध्येत्
વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું) નહિ દેખતો થકો, નિઃશંક
રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં (જ્ઞાનમાં પોતાપણે) વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત
હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છેજાણવારૂપ પરિણમે છે, તેવી રીતે જ્યાં
સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આસ્રવોમાં પણ,
પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી
નિઃશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં (
ક્રોધાદિમાં પોતાપણે) વર્તતો તે, જોકે
ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે તોપણ તે સ્વભાવભૂત હોવાનો તેને
અધ્યાસ હોવાથી, ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે. હવે અહીં,
જે આ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે,
જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન
(જ્ઞાતાદ્રષ્ટામાત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવનવ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિવ્યાપારરૂપ
પ્રવર્તતો પ્રતિભાસે છે તે કર્તા છે; અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, જે ક્રિયમાણપણે
અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે, એવાં ક્રોધાદિક તે, (તે કર્તાનાં) કર્મ છે. આ પ્રમાણે
અનાદિ કાળની અજ્ઞાનથી થયેલી આ (આત્માની) કર્તાકર્મની પ્રવૃત્તિ છે. એ રીતે પોતાના
અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને, તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ
પરિણામને નિમિત્તમાત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય
છે. આ રીતે જીવ અને પુદ્ગલનો, પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ
સિદ્ધ થાય છે. અનેકાત્મક હોવા છતાં (
અનાદિ) એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇતરેતરાશ્રય
૧. ભવન = થવું તે; પરિણમવું તે; પરિણમન.
૨. ક્રિયમાણ = કરાતું હોય તે

Page 132 of 642
PDF/HTML Page 163 of 673
single page version

चानेकात्मकैकसन्तानत्वेन निरस्तेतरेतराश्रयदोषः कर्तृकर्मप्रवृत्तिनिमित्तस्याज्ञानस्य निमित्तम्
कदाऽस्याः कर्तृकर्मप्रवृत्तेर्निवृत्तिरिति चेत्
जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव
णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से ।।७१।।
यदानेन जीवेनात्मनः आस्रवाणां च तथैव
ज्ञातं भवति विशेषान्तरं तु तदा न बन्धस्तस्य ।।७१।।
इह किल स्वभावमात्रं वस्तु, स्वस्य भवनं तु स्वभावः तेन ज्ञानस्य भवनं खल्वात्मा,
દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.
ભાવાર્થઆ આત્મા, જેમ પોતાના જ્ઞાનસ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાં સુધી
ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને
કર્તાકર્મની પ્રવૃત્તિ છે; ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી
અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના
નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહ) છે, માટે તેમાં ઇતરેતર-આશ્રય દોષ
પણ આવતો નથી.
આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તાકર્મની
પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે.
હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર
કહે છે
આ જીવ જ્યારે આસ્રવોનું તેમ નિજ આત્મા તણું
જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧.
ગાથાર્થ[ यदा ] જ્યારે [ अनेन जीवेन ] આ જીવ [ आत्मनः ] આત્માના [ तथा एव
च ] અને [ आस्रवाणां ] આસ્રવોના [ विशेषान्तरं ] તફાવત અને ભેદને [ ज्ञातं भवति ] જાણે [ तदा
तु ] ત્યારે [ तस्य ] તેને [ बन्धः न ] બંધ થતો નથી.
ટીકાઆ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને ‘સ્વ’નું ભવન તે સ્વ-
-ભાવ છે (અર્થાત્ પોતાનું જે થવુંપરિણમવું તે સ્વભાવ છે); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું

Page 133 of 642
PDF/HTML Page 164 of 673
single page version

क्रोधादेर्भवनं क्रोधादिः अथ ज्ञानस्य यद्भवनं तन्न क्रोधादेरपि भवनं, यतो यथा ज्ञानभवने
ज्ञानं भवद्विभाव्यते न तथा क्रोधादिरपि; यत्तु क्रोधादेर्भवनं तन्न ज्ञानस्यापि भवनं, यतो यथा
क्रोधादिभवने क्रोधादयो भवन्तो विभाव्यन्ते न तथा ज्ञानमपि
इत्यात्मनः क्रोधादीनां च न
खल्वेकवस्तुत्वम् इत्येवमात्मात्मास्रवयोर्विशेषदर्शनेन यदा भेदं जानाति तदास्यानादिरप्यज्ञानजा
कर्तृकर्मप्रवृत्तिर्निवर्तते; तन्निवृत्तावज्ञाननिमित्तं पुद्गलद्रव्यकर्मबन्धोऽपि निवर्तते तथा सति
ज्ञानमात्रादेव बन्धनिरोधः सिध्येत्
कथं ज्ञानमात्रादेव बन्धनिरोध इति चेत्
णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च
दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो ।।७२।।
પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિનું થવુંપરિણમવું તે ક્રોધાદિ છે. વળી જ્ઞાનનું જે થવું
પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવુંપરિણમવું નથી, કારણ કે જ્ઞાનના થવામાં
(પરિણમવામાં) જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી;
અને ક્રોધાદિકનું જે થવુંપરિણમવું તે જ્ઞાનનું પણ થવુંપરિણમવું નથી, કારણ કે ક્રોધાદિકના
થવામાં (પરિણમવામાં) જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલૂમ પડતું
નથી. આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એકવસ્તુપણું નથી. આ પ્રમાણે આત્મા અને
આસ્રવોનો વિશેષ (
તફાવત) દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ (ભિન્નતા) જાણે છે
ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી (પરમાં) કર્તાકર્મની
પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે; તેની નિવૃત્તિ થતાં પૌદ્ગલિક દ્રવ્યકર્મનો બંધકે જે અજ્ઞાનનું નિમિત્ત
છે તેપણ નિવૃત્ત થાય છે. એમ થતાં, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.
ભાવાર્થક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી,
ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટે અને
અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે.
હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? તેનો ઉત્તર કહે
છે
અશુચિપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨.

Page 134 of 642
PDF/HTML Page 165 of 673
single page version

ज्ञात्वा आस्रवाणामशुचित्वं च विपरीतभावं च
दुःखस्य कारणानीति च ततो निवृत्तिं करोति जीवः ।।७२।।
जले जम्बालवत्कलुषत्वेनोपलभ्यमानत्वादशुचयः खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेवाति-
निर्मलचिन्मात्रत्वेनोपलम्भकत्वादत्यन्तं शुचिरेव जडस्वभावत्वे सति परचेत्यत्वादन्यस्वभावाः
खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेव विज्ञानघनस्वभावत्वे सति स्वयं चेतकत्वादनन्यस्वभाव एव
आकुलत्वोत्पादकत्वाद्दुःखस्य कारणानि खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेवानाकुलत्व-
स्वभावेनाकार्यकारणत्वाद्दुःखस्याकारणमेव
इत्येवं विशेषदर्शनेन यदैवायमात्मात्मास्रवयोर्भेदं
जानाति तदैव क्रोधादिभ्य आस्रवेभ्यो निवर्तते, तेभ्योऽनिवर्तमानस्य पारमार्थिकतद्भेदज्ञाना-
सिद्धेः
ततः क्रोधाद्यास्रवनिवृत्त्यविनाभाविनो ज्ञानमात्रादेवाज्ञानजस्य पौद्गलिकस्य कर्मणो
ગાથાર્થ[ आस्रवाणाम् ] આસ્રવોનું [ अशुचित्वं च ] અશુચિપણું અને [ विपरीतभावं च ]
વિપરીતપણું [ च ] તથા [ दुःखस्य कारणानि इति ] તેઓ દુઃખનાં કારણ છે એમ [ ज्ञात्वा ] જાણીને
[ जीवः ] જીવ [ ततः निवृत्तिं ] તેમનાથી નિવૃત્તિ [ करोति ] કરે છે.
ટીકાજળમાં શેવાળ છે તે મળ છેમેલ છે; તે શેવાળની માફક આસ્રવો
મળપણેમેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે (અપવિત્ર છે); અને ભગવાન આત્મા
તો સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્રસ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે (પવિત્ર
જ છે; ઉજ્જ્વળ જ છે). આસ્રવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવાયોગ્ય
છે (
કારણ કે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે
છે) માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે; અને ભગવાન આત્મા તો, પોતાને સદાય
વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક (જ્ઞાતા) છે (પોતાને અને પરને જાણે
છે) માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે (અર્થાત્ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી).
આસ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે; અને ભગવાન આત્મા તો,
સદાય નિરાકુળતા-સ્વભાવને લીધે, કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું
અકારણ જ છે (
અર્થાત્ દુઃખનું કારણ નથી). આ પ્રમાણે વિશેષ (તફાવત) દેખીને જ્યારે
આ આત્મા, આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત
થાય છે, કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય તેને આત્મા અને આસ્રવોના પારમાર્થિક
(
સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિ સાથે
જે અવિનાભાવી છે એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મનો બંધ

Page 135 of 642
PDF/HTML Page 166 of 673
single page version

बन्धनिरोधः सिध्येत्
किञ्च यदिदमात्मास्रवयोर्भेदज्ञानं तत्किमज्ञानं किं वा ज्ञानम् ? यद्यज्ञानं तदा
तदभेदज्ञानान्न तस्य विशेषः ज्ञानं चेत् किमास्रवेषु प्रवृत्तं किं वास्रवेभ्यो निवृत्तम् ? आस्रवेषु
प्रवृत्तं चेत्तदापि तदभेदज्ञानान्न तस्य विशेषः आस्रवेभ्यो निवृत्तं चेत्तर्हि कथं न ज्ञानादेव
बन्धनिरोधः इति निरस्तोऽज्ञानांशः क्रियानयः यत्त्वात्मास्रवयोर्भेदज्ञानमपि नास्रवेभ्यो निवृत्तं
भवति तज्ज्ञानमेव न भवतीति ज्ञानांशो ज्ञाननयोऽपि निरस्तः
તેનો નિરોધ થાય છે.
વળી, જે આ આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો
અજ્ઞાન છે તો આત્મા અને આસ્રવોના અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો
જ્ઞાન છે તો (તે જ્ઞાન) આસ્રવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવર્ત્યું છે
? જો આસ્રવોમાં પ્રવર્તે
છે તોપણ આત્મા અને આસ્રવોના અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો
આસ્રવોથી નિવર્ત્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય
? (સિદ્ધ થયો
જ કહેવાય.) આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. વળી જે આત્મા
અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ
સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા (એકાંત) જ્ઞાનનયનું પણ ખંડન થયું.
ભાવાર્થઃઆસ્રવો અશુચિ છે, જડ છે, દુઃખનાં કારણ છે અને આત્મા પવિત્ર છે,
જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસ્રવોથી આત્મા
નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. આત્મા અને આસ્રવોનો ભેદ જાણ્યા છતાં
જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે. અહીં કોઈ પ્રશ્ન
કરે કે અવિરત સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો તો આસ્રવ નથી થતો
પણ અન્ય પ્રકૃતિઓનો તો આસ્રવ થઈને બંધ થાય છે; તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની
? તેનું
સમાધાનઃસમ્યગ્દ્રષ્ટિ જીવ જ્ઞાની જ છે કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આસ્રવોથી નિવર્ત્યો
છે. તેને પ્રકૃતિઓનો જે આસ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દ્રષ્ટિ થયા
પછી પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે; માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં
સુધી તેના ઉદય અનુસાર જે આસ્રવ-બંધ થાય છે તેનું સ્વામીપણું તેને નથી. અભિપ્રાયમાં
તો તે આસ્રવ-બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઇચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે.
જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેમિથ્યાત્વસંબંધી
બંધ કે જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત (કહેવા ધારેલો) છે.

Page 136 of 642
PDF/HTML Page 167 of 673
single page version

(मालिनी)
परपरिणतिमुज्झत् खण्डयद्भेदवादा-
निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः
ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते-
रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः
।।४७।।
અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે, દીર્ઘ સંસારનું કારણ નથી;
તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. અથવા તો આ પ્રમાણે કારણ છેઃ
જ્ઞાન બંધનું કારણ
નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને
મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે
તેનો સ્વામી જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી; કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને
બંધનું કારણ છે, તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ
કથન આગળ જતાં ગાથાઓમાં આવશે.
અહીં કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ[ परपरिणतिम् उज्झत् ] પરપરિણતિને છોડતું, [ भेदवादान् खण्डयत् ] ભેદનાં
કથનોને તોડી પાડતું, [ इदम् अखण्डम् उच्चण्डम् ज्ञानम् ] આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન [ उच्चैः
उदितम् ] પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. [ ननु ] અહો! [ इह ] આવા જ્ઞાનમાં [ कर्तृकर्मप्रवृत्तिः ]
(પરદ્રવ્યનાં) કર્તાકર્મની પ્રવૃત્તિનો [ कथम् अवकाशः ] અવકાશ કેમ હોઈ શકે? [ वा ] તથા
[ पौद्गलः कर्मबन्धः ] પૌદ્ગલિક કર્મબંધ પણ [ कथं भवति ] કેમ હોઈ શકે? (ન જ હોઈ શકે.)
(જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો
પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી
‘અખંડ’ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને
દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ‘ભેદનાં કથનોને તોડી પાડતું’ એમ કહ્યું છે. પરના નિમિત્તે
રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી ‘
પરપરિણતિને છોડતું
એમ કહ્યું છે. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી ‘અત્યંત પ્રચંડ’
કહ્યું છે.)
ભાવાર્થકર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે
ભેદભાવને અને પરપરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ
મટી; તો પછી હવે બંધ શા માટે હોય
? અર્થાત્ ન હોય. ૪૭.

Page 137 of 642
PDF/HTML Page 168 of 673
single page version

केन विधिनायमास्रवेभ्यो निवर्तत इति चेत्
अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो
तम्हि ठिदो तच्चित्तो सव्वे एदे खयं णेमि ।।७३।।
अहमेकः खलु शुद्धः निर्ममतः ज्ञानदर्शनसमग्रः
तस्मिन् स्थितस्तच्चितः सर्वानेतान् क्षयं नयामि ।।७३।।
अहमयमात्मा प्रत्यक्षमक्षुण्णमनन्तं चिन्मात्रं ज्योतिरनाद्यनन्तनित्योदितविज्ञानघनस्वभाव-
भावत्वादेकः, सकलकारकचक्रप्रक्रियोत्तीर्णनिर्मलानुभूतिमात्रत्वाच्छुद्धः, पुद्गलस्वामिकस्य क्रोधादि-
भाववैश्वरूपस्य स्वस्य स्वामित्वेन नित्यमेवापरिणमनान्निर्ममतः, चिन्मात्रस्य महसो वस्तुस्वभावत
एव सामान्यविशेषाभ्यां सकलत्वात् ज्ञानदर्शनसमग्रः, गगनादिवत्पारमार्थिको वस्तुविशेषोऽस्मि
तदहमधुनास्मिन्नेवात्मनि निखिलपरद्रव्यप्रवृत्तिनिवृत्त्या निश्चलमवतिष्ठमानः सकलपरद्रव्यनिमित्तक-
હવે પૂછે છે કે કઈ વિધિથી (રીતથી) આ આત્મા આસ્રવોથી નિવર્તે છે? તેના
ઉત્તરરૂપ ગાથા કહે છે
છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું;
એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું. ૭૩.
ગાથાર્થજ્ઞાની વિચારે છે કેઃ [ खलु ] નિશ્ચયથી [ अहम् ] હું [ एकः ] એક છું,
[ शुद्धः ] શુદ્ધ છું, [ निर्ममतः ] મમતારહિત છું, [ ज्ञानदर्शनसमग्रः ] જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; [ तस्मिन्
स्थितः ] તે સ્વભાવમાં રહેતો, [ तच्चित्तः ] તેમાં (તે ચૈતન્ય-અનુભવમાં) લીન થતો (હું)
[ एतान् ][ सर्वान् ] ક્રોધાદિક સર્વ આસ્રવોને [ क्षयं ] ક્ષય [ नयामि ] પમાડું છું.
ટીકાહું આ આત્માપ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિઅનાદિઅનંત
નિત્ય-ઉદયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું; (કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન,
અપાદાન અને અધિકરણસ્વરૂપ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ
અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું; પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે
ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (
અનેકરૂપપણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો
હોવાથી મમતારહિત છું; ચિન્માત્ર જ્યોતિનું, વસ્તુસ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે
પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું.આવો હું આકાશાદિ
18

Page 138 of 642
PDF/HTML Page 169 of 673
single page version

विशेषचेतनचञ्चलकल्लोलनिरोधेनेममेव चेतयमानः स्वाज्ञानेनात्मन्युत्प्लवमानानेतान् भावानखिला-
नेव क्षपयामीत्यात्मनि निश्चित्य चिरसंगृहीतमुक्तपोतपात्रः समुद्रावर्त इव झगित्येवोद्वान्तसमस्त-
विकल्पोऽकल्पितमचलितममलमात्मानमालम्बमानो विज्ञानघनभूतः खल्वयमात्मास्रवेभ्यो निवर्तते
कथं ज्ञानास्रवनिवृत्त्योः समकालत्वमिति चेत्
जीवणिबद्धा एदे अधुव अणिच्चा तहा असरणा य
दुक्खा दुक्खफल त्ति य णादूण णिवत्तदे तेहिं ।।७४।।
जीवनिबद्धा एते अध्रुवा अनित्यास्तथा अशरणाश्च
दुःखानि दुःखफला इति च ज्ञात्वा निवर्तते तेभ्यः ।।७४।।
દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યપ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ
જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા
જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્યસ્વરૂપને જ) અનુભવતો થકો,
પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું
એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા
સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ અચલિત
નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.
ભાવાર્થશુદ્ધનયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે ‘હું એક છું, શુદ્ધ છું,
પરદ્રવ્ય પ્રત્યે મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ વસ્તુ છું’. જ્યારે તે જ્ઞાની આત્મા આવા
પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે
છે. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ
શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો આસ્રવોને
છોડી દે છે.
હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આસ્રવોની નિવૃત્તિનો સમકાળ (એક કાળ) કઈ
રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે
આ સર્વ જીવનિબદ્ધ, અધ્રુવ, શરણહીન, અનિત્ય છે,
એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪.
ગાથાર્થ[ एते ] આ આસ્રવો [ जीवनिबद्धाः ] જીવની સાથે નિબદ્ધ છે, [ अध्रुवाः ]

Page 139 of 642
PDF/HTML Page 170 of 673
single page version

जतुपादपवद्वध्यघातकस्वभावत्वाज्जीवनिबद्धाः खल्वास्रवाः, न पुनरविरुद्धस्वभावत्वा-
भावाज्जीव एव अपस्माररयवद्वर्धमानहीयमानत्वादध्रुवाः खल्वास्रवाः, ध्रुवश्चिन्मात्रो जीव
एव शीतदाहज्वरावेशवत् क्रमेणोज्जृम्भमाणत्वादनित्याः खल्वास्रवाः, नित्यो विज्ञानघनस्वभावो
जीव एव बीजनिर्मोक्षक्षणक्षीयमाणदारुणस्मरसंस्कारवत्त्रातुमशक्यत्वादशरणाः खल्वास्रवाः,
सशरणः स्वयं गुप्तः सहजचिच्छक्तिर्जीव एव नित्यमेवाकुलस्वभावत्वाद्दुःखानि खल्वास्रवाः,
अदुःखं नित्यमेवानाकुलस्वभावो जीव एव आयत्यामाकुलत्वोत्पादकस्य पुद्गलपरिणामस्य
हेतुत्वाद्दुःखफलाः खल्वास्रवाः, अदुःखफलः सकलस्यापि पुद्गलपरिणामस्याहेतुत्वाज्जीव
एव
इति विकल्पानन्तरमेव शिथिलितकर्मविपाको विघटितघनौघघटनो दिगाभोग इव
અધ્રુવ છે, [ अनित्याः ] અનિત્ય છે [ तथा च ] તેમ જ [ अशरणाः ] અશરણ છે, [ च ] વળી
તેઓ [ दुःखानि ] દુઃખરૂપ છે, [ दुःखफलाः ] દુઃખ જ જેમનું ફળ છે એવા છે,[ इति ज्ञात्वा ]
એવું જાણીને જ્ઞાની [ तेभ्यः ] તેમનાથી [ निवर्तते ] નિવૃત્તિ કરે છે.
ટીકાવૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતકસ્વભાવપણું હોવાથી આસ્રવો જીવ સાથે
બંધાયેલા છે; પરંતુ અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી. (લાખના
નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખ ઘાતક અર્થાત્
હણનાર છે અને વૃક્ષ
વધ્ય અર્થાત્ હણાવાયોગ્ય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે
માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી. તેવી રીતે આસ્રવો ઘાતક
છે અને આત્મા વધ્ય છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસ્રવો પોતે જીવ નથી.) આસ્રવો
વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધ્રુવ છે; ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે. આસ્રવો
શીતદાહજ્વરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે; વિજ્ઞાનઘન જેનો
સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારુણ
કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી
જાય તે ક્ષણે જ આસ્રવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ
છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત એવો સહજ ચિત્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે.
આસ્રવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે; સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ
જ અદુઃખરૂપ અર્થાત્
સુખરૂપ છે. આસ્રવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા
એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે (અર્થાત્ દુઃખ જેમનું ફળ છે એવા
છે); જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે (અર્થાત્ દુઃખફળરૂપ
નથી).આમ આસ્રવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ

Page 140 of 642
PDF/HTML Page 171 of 673
single page version

निरर्गलप्रसरः सहजविजृम्भमाणचिच्छक्तितया यथा यथा विज्ञानघनस्वभावो भवति तथा
तथास्रवेभ्यो निवर्तते, यथा यथास्रवेभ्यश्च निवर्तते तथा तथा विज्ञानघनस्वभावो भवतीति
तावद्विज्ञानघनस्वभावो भवति यावत्सम्यगास्रवेभ्यो निवर्तते, तावदास्रवेभ्यश्च निवर्तते
यावत्सम्यग्विज्ञानघनस्वभावो भवतीति ज्ञानास्रवनिवृत्त्योः समकालत्वम्
ગયો છે એવો તે આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના
વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર (ફેલાવ) છે એવો, સહજપણે વિકાસ પામતી ચિત્શક્તિ
વડે જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે,
અને જેમ જેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે;
તેટલો વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે જેટલો સમ્યક્ પ્રકારે આસ્રવોથી નિવર્તે છે, અને તેટલો
આસ્રવોથી નિવર્તે છે જેટલો સમ્યક્ પ્રકારે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાનને અને
આસ્રવોની નિવૃત્તિને સમકાળપણું છે.
ભાવાર્થઆસ્રવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતાં જ, જે જે
પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે
તે આસ્રવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસ્રવોથી
નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસ્રવનિવૃત્તિનો એક કાળ છે.
આ આસ્રવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટીરૂપે તત્ત્વાર્થસૂત્રની
ટીકા આદિ સિદ્ધાંતશાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે
કહ્યું છે.
આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે’ એટલે શું? તેનો ઉત્તરઆત્મા
વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે.’ જ્યાં સુધી
મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને
ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તોપણઅજ્ઞાન કહેવામાં
આવે છે અને મિથ્યાત્વ ગયા પછી તેનેભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તોપણવિજ્ઞાન
કહેવામાં આવે છે. જેમ જેમ તે જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન જામતુંઘટ થતુંસ્થિર થતું જાય છે
તેમ તેમ આસ્રવોની નિવૃત્તિ થતી જાય છે અને જેમ જેમ આસ્રવોની નિવૃત્તિ થતી જાય છે
તેમ તેમ જ્ઞાન (
વિજ્ઞાન) જામતુંઘટ થતુંસ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘન-
સ્વભાવ થતો જાય છે.
હવે આ જ અર્થના કળશરૂપ તથા આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય
કહે છે

Page 141 of 642
PDF/HTML Page 172 of 673
single page version

(शार्दूलविक्रीडित)
इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां
स्वं विज्ञानघनस्वभावमभयादास्तिघ्नुवानः परम्
अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं
ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्
।।४८।।
कथमात्मा ज्ञानीभूतो लक्ष्यत इति चेत्
कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं
ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी ।।७५।।
कर्मणश्च परिणामं नोकर्मणश्च तथैव परिणामम्
न करोत्येनमात्मा यो जानाति स भवति ज्ञानी ।।७५।।
શ્લોકાર્થ[ इति एवं ] એ રીતે પૂર્વકથિત વિધાનથી, [ सम्प्रति ] હમણાં જ (તુરત
જ) [ परद्रव्यात् ] પરદ્રવ્યથી [ परां निवृत्तिं विरचय्य ] ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને
[ विज्ञानघनस्वभावम् परम् स्वं अभयात् आस्तिघ्नुवानः ] વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના
પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે
આસ્તિક્યભાવથી સ્થિર કરતો), [ अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशात् ] અજ્ઞાનથી ઉત્પન્ન
થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી [ निवृत्तः ] નિવૃત્ત થયેલો, [ स्वयं
ज्ञानीभूतः ] પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, [ जगतः साक्षी ] જગતનો સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા), [ पुराणः
पुमान् ] પુરાણ પુરુષ (આત્મા) [ इतः चकास्ति ] અહીંથી હવે પ્રકાશમાન થાય છે. ૪૮.
હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય?
તેનું ચિહ્ન (લક્ષણ) કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છે
પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે
તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫.
ગાથાર્થ[ यः ] જે [ आत्मा ] આત્મા [ एनम् ][ कर्मणः परिणामं च ] કર્મના
પરિણામને [ तथा एव च ] તેમ જ [ नोकर्मणः परिणामं ] નોકર્મના પરિણામને [ न करोति ] કરતો
નથી પરંતુ [ जानाति ] જાણે છે [ सः ] તે [ ज्ञानी ] જ્ઞાની [ भवति ] છે.

Page 142 of 642
PDF/HTML Page 173 of 673
single page version

यः खलु मोहरागद्वेषसुखदुःखादिरूपेणान्तरुत्प्लवमानं कर्मणः परिणामं स्पर्शरसगन्ध-
वर्णशब्दबन्धसंस्थानस्थौल्यसौक्ष्म्यादिरूपेण बहिरुत्प्लवमानं नोकर्मणः परिणामं च समस्तमपि
परमार्थतः पुद्गलपरिणामपुद्गलयोरेव घटमृत्तिकयोरिव व्याप्यव्यापकभावसद्भावात्पुद्गलद्रव्येण कर्त्रा
स्वतन्त्रव्यापकेन स्वयं व्याप्यमानत्वात्कर्मत्वेन क्रियमाणं पुद्गलपरिणामात्मनोर्घटकुम्भकारयोरिव
व्याप्यव्यापकभावाभावात् कर्तृकर्मत्वासिद्धौ न नाम करोत्यात्मा, किन्तु परमार्थतः पुद्गलपरिणाम-
ज्ञानपुद्गलयोर्घटकुम्भकारवद्वयाप्यव्यापकभावाभावात् कर्तृकर्मत्वासिद्धावात्मपरिणामात्मनोर्घट-
मृत्तिकयोरिव व्याप्यव्यापकभावसद्भावादात्मद्रव्येण कर्त्रा स्वतन्त्रव्यापकेन स्वयं व्याप्यमान-
त्वात्पुद्गलपरिणामज्ञानं कर्मत्वेन कुर्वन्तमात्मानं जानाति सोऽत्यन्तविविक्तज्ञानीभूतो ज्ञानी स्यात्
न चैवं ज्ञातुः पुद्गलपरिणामो व्याप्यः, पुद्गलात्मनोर्ज्ञेयज्ञायकसम्बन्धव्यवहारमात्रे सत्यपि
ટીકાનિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું
જે કર્મનું પરિણામ, અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા
આદિરૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પુદ્ગલપરિણામ છે. પરમાર્થે,
જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો (વ્યાપ્યવ્યાપકપણાનો) સદ્ભાવ હોવાથી
કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી
કર્તાકર્મપણું છે. પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે અને
પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (
વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. તેથી
પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ
તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવના
અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પરમાર્થે કરતો નથી, પરંતુ (
માત્ર)
પુદ્ગલપરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે
આત્મા (કર્મનોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. (પુદ્ગલપરિણામનું જ્ઞાન
આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે) પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને
પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ
છે અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ
આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે.
આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા
છે અને પુદ્ગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (
વ્યાપ્યરૂપ થતું હોવાથી)
કર્મ છે. વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે

Page 143 of 642
PDF/HTML Page 174 of 673
single page version

पुद्गलपरिणामनिमित्तकस्य ज्ञानस्यैव ज्ञातुर्व्याप्यत्वात्
(शार्दूलविक्रीडित)
व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि
व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः
इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्
।।४९।।
પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયકસંબંધનો
વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું
વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે.)
હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ[ व्याप्यव्यापकता तदात्मनि भवेत् ] વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય,
[ अतदात्मनि अपि न एव ] અતત્સ્વરૂપમાં ન જ હોય. અને [ व्याप्यव्यापकभावसम्भवम् ऋते ]
વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના [ कर्तृकर्मस्थितिः का ] કર્તાકર્મની સ્થિતિ કેવી? અર્થાત્
કર્તાકર્મની સ્થિતિ ન જ હોય. [ इति उद्दाम-विवेक-घस्मर-महोभारेण ] આવો પ્રબળ વિવેકરૂપ, અને
સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી [ तमः भिन्दन् ]
અજ્ઞાન-અંધકારને ભેદતો, [ सः एषः पुमान् ] આ આત્મા [ ज्ञानीभूय ] જ્ઞાનસ્વરૂપ થઈને, [ तदा ]
તે કાળે [ कर्तृत्वशून्यः लसितः ] કર્તૃત્વરહિત થયેલો શોભે છે.
ભાવાર્થજે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક
અવસ્થાવિશેષ તે, (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય
છે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા,
સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય
છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ (અર્થાત્
અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય;
અતત્સ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તાસત્ત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં
વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય.
આવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં
તે જ્ઞાની થાય છે, કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદ્રષ્ટા
જગતનો સાક્ષીભૂતથાય
છે. ૪૯.

Page 144 of 642
PDF/HTML Page 175 of 673
single page version

पुद्गलकर्म जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्
ण वि परिणमदि ण गिह्णदि उप्पज्जदि ण परदव्वपज्जाए
णाणी जाणंतो वि हु पोग्गलकम्मं अणेयविहं ।।७६।।
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये
ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मानेकविधम् ।।७६।।
यतो यं प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं पुद्गलपरिणामं कर्म पुद्गलद्रव्येण
स्वयमन्तर्व्यापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तं गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं
जानन्नपि हि ज्ञानी स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलश-
मिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च, ततः प्राप्यं विकार्यं
હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ
(કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છેઃ
વિધવિધ પુદ્ગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬.
ગાથાર્થ[ ज्ञानी ] જ્ઞાની [ अनेकविधम् ] અનેક પ્રકારના [ पुद्गलकर्म ] પુદ્ગલકર્મને
[ जानन् अपि ] જાણતો હોવા છતાં [ खलु ] નિશ્ચયથી [ परद्रव्यपर्याये ] પરદ્રવ્યના પર્યાયમાં
[ न अपि परिणमति ] પરિણમતો નથી, [ न गृह्णाति ] તેને ગ્રહણ કરતો નથી અને [ न उत्पद्यते ]
તે-રૂપે ઊપજતો નથી.
ટીકાપ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું (વ્યાપ્ય જેનું લક્ષણ છે
એવું) પુદ્ગલના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક
થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તે-રૂપે ઊપજતું થકું,
તે પુદ્ગલપરિણામને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા પુદ્ગલપરિણામને જ્ઞાની
જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને,
ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત
(બહાર રહેલા) એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને,
તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની

Page 145 of 642
PDF/HTML Page 176 of 673
single page version

निर्वर्त्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य पुद्गलकर्म जानतोऽपि ज्ञानिनः पुद्गलेन सह
न कर्तृकर्मभावः
स्वपरिणामं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति
चेत्
ण वि परिणमदि ण गिह्णदि उप्पज्जदि ण परदव्वपज्जाए
णाणी जाणंतो वि हु सगपरिणामं अणेयविहं ।।७७।।
પુદ્ગલકર્મને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું
પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થજીવ પુદ્ગલકર્મને જાણે છે તોપણ તેને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી.
સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છેનિર્વર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય.
કર્તા વડે, જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વર્ત્ય કર્મ
છે. કર્તા વડે, પદાર્થમાં વિકાર
ફેરફાર કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ
છે. કર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમ જ વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત
કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે.
જીવ પુદ્ગલકર્મને નવીન ઉપજાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ ઉપજાવી
શકે? માટે પુદ્ગલકર્મ જીવનું નિર્વર્ત્ય કર્મ નથી. જીવ પુદ્ગલમાં વિકાર કરીને તેને
પુદ્ગલકર્મરૂપે પરિણમાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ પરિણમાવી શકે? માટે
પુદ્ગલકર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી. પરમાર્થે જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી કારણ
કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે
? માટે પુદ્ગલકર્મ જીવનું પ્રાપ્ય કર્મ
પણ નથી. આ રીતે પુદ્ગલકર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ
જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુદ્ગલકર્મને જાણે છે; માટે પુદ્ગલકર્મને જાણતા એવા
જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે
? ન જ હોઈ શકે.
હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ
(કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છે
વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭.
19

Page 146 of 642
PDF/HTML Page 177 of 673
single page version

नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये
ज्ञानी जानन्नपि खलु स्वकपरिणाममनेकविधम् ।।७७।।
यतो यं प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणमात्मपरिणामं कर्म आत्मना स्वयमन्तर्व्यापकेन
भूत्वादिमध्यान्तेषु व्याप्य तं गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी
स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं
गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च, ततः प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं
परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य स्वपरिणामं जानतोऽपि ज्ञानिनः पुद्गलेन सह न कर्तृकर्मभावः
पुद्गलकर्मफलं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति
चेत्
ગાથાર્થ[ ज्ञानी ] જ્ઞાની [ अनेकविधम् ] અનેક પ્રકારના [ स्वकपरिणामम् ] પોતાના
પરિણામને [ जानन् अपि ] જાણતો હોવા છતાં [ खलु ] નિશ્ચયથી [ परद्रव्यपर्याये ] પરદ્રવ્યના
પર્યાયમાં [ न अपि परिणमति ] પરિણમતો નથી, [ न गृह्णाति ] તેને ગ્રહણ કરતો નથી અને
[ न उत्पद्यते ] તે-રૂપે ઊપજતો નથી.
ટીકાપ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ
જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને,
તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો, તે આત્મપરિણામને કરે છે; આમ
આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી
પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે
છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક
થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે
ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને
નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને
પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થ૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં
‘પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની’ એમ હતું તેને બદલે અહીં ‘પોતાના પરિણામને જાણતો જ્ઞાની’
એમ કહ્યું છે
એટલો ફેર છે.
હવે પૂછે છે કે પુદ્ગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ
(કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છે

Page 147 of 642
PDF/HTML Page 178 of 673
single page version

ण वि परिणमदि ण गिह्णदि उप्पज्जदि ण परदव्वपज्जाए
णाणी जाणंतो वि हु पोग्गलकम्मप्फलमणंतं ।।७८।।
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये
ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मफलमनन्तम् ।।७८।।
यतो यं प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं सुखदुःखादिरूपं पुद्गलकर्मफलं कर्म
पुद्गलद्रव्येण स्वयमन्तर्व्यापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तद् गृह्णता तथा परिणमता
तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य
परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते
च, ततः प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य सुखदुःखादिरूपं
पुद्गलक र्मफलं जानतोऽपि ज्ञानिनः पुद्गलेन सह न कर्तृकर्मभावः
પુદ્ગલકરમનું ફળ અનંતું જ્ઞાની જીવ જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮.
ગાથાર્થ[ ज्ञानी ] જ્ઞાની [ पुद्गलकर्मफलम् ] પુદ્ગલકર્મનું ફળ [ अनन्तम् ] કે જે અનંત
છે તેને [ जानन् अपि ] જાણતો હોવા છતાં [ खलु ] પરમાર્થે [ परद्रव्यपर्याये ] પરદ્રવ્યના પર્યાયરૂપ
[ न अपि परिणमति ] પરિણમતો નથી, [ न गृह्णाति ] તેને ગ્રહણ કરતો નથી અને [ न उत्पद्यते ]
તે-રૂપે ઊપજતો નથી.
ટીકાપ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુદ્ગલ-
કર્મફળસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-
અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તે-રૂપે ઊપજતું થકું, તે સુખદુઃખાદિરૂપ
પુદ્ગલકર્મફળને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળ
તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં
વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત
એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી,
તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મના
ફળને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ
કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.

Page 148 of 642
PDF/HTML Page 179 of 673
single page version

जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य सह जीवेन कर्तृकर्मभावः
किं भवति किं न भवतीति चेत्
ण वि परिणमदि ण गिह्णदि उप्पज्जदि ण परदव्वपज्जाए
पोग्गलदव्वं पि तहा परिणमदि सएहिं भावेहिं ।।७९।।
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये
पुद्गलद्रव्यमपि तथा परिणमति स्वकैर्भावैः ।।७९।।
यतो जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाप्यजानत्पुद्गलद्रव्यं स्वयमन्तर्व्यापकं भूत्वा
परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न
तथोत्पद्यते च, किन्तु प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं स्वभावं कर्म स्वयमन्तर्व्यापकं
ભાવાર્થ૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં
પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની’ એમ હતું તેને બદલે અહીં ‘પુદ્ગલકર્મના ફળને જાણતો જ્ઞાની’
એમ કહ્યું છેએટલું વિશેષ છે.
હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને
નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો
ઉત્તર કહે છે
એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯.
ગાથાર્થ[ तथा ] એવી રીતે [ पुद्गलद्रव्यम् अपि ] પુદ્ગલદ્રવ્ય પણ [ परद्रव्यपर्याये ]
પરદ્રવ્યના પર્યાયરૂપ [ न अपि परिणमति ] પરિણમતું નથી, [ न गृह्णाति ] તેને ગ્રહણ કરતું નથી
અને [ न उत्पद्यते ] તે-રૂપે ઊપજતું નથી; કારણ કે તે [ स्वकैः भावैः ] પોતાના જ ભાવોથી
(ભાવોરૂપ) [ परिणमति ] પરિણમે છે.
ટીકાજેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને
ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ જીવના પરિણામને, પોતાના
પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના
પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું નથી, તે-રૂપે પરિણમતું

Page 149 of 642
PDF/HTML Page 180 of 673
single page version

भूत्वादिमध्यान्तेषु व्याप्य तमेव गृह्णाति तथैव परिणमति तथैवोत्पद्यते च; ततः प्राप्यं विकार्यं
निर्वर्त्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं
चाजानतः पुद्गलद्रव्यस्य जीवेन सह न कर्तृकर्मभावः
(स्रग्धरा)
ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन्
व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्
अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत्
विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः
।।५०।।
નથી અને તે-રૂપે ઊપજતું નથી; પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું
પોતાના સ્વભાવરૂપ કર્મ (
કર્તાનું કાર્ય), તેનામાં (તે પુદ્ગલદ્રવ્ય) પોતે અંતર્વ્યાપક થઈને,
આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તે-રૂપે જ પરિણમે છે અને તે-રૂપે જ ઊપજે
છે; માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું
એવું પુદ્ગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ
કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થકોઈ એમ જાણે કે પુદ્ગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને
જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી. પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું
નથી, પરિણમાવી શકતું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી.
પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ[ ज्ञानी ] જ્ઞાની તો [ इमां स्वपरपरिणति ] પોતાની અને પરની પરિણતિને
[ जानन् अपि ] જાણતો પ્રવર્તે છે [ च ] અને [ पुद्गलः अपि अजानन् ] પુદ્ગલદ્રવ્ય પોતાની અને
પરની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે; [ नित्यम् अत्यन्त-भेदात् ] આમ તેમનામાં સદા અત્યંત
ભેદ હોવાથી (બન્ને ભિન્ન દ્રવ્યો હોવાથી), [ अन्तः ] તે બન્ને પરસ્પર અંતરંગમાં
[ व्याप्तृव्याप्यत्वम् ] વ્યાપ્યવ્યાપકભાવને [ कलयितुम् असहौ ] પામવા અસમર્થ છે. [ अनयोः
कर्तृकर्मभ्रममतिः ] જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે
[ तावत् भाति ] ત્યાં સુધી ભાસે છે (થાય છે) કે [ यावत् ] જ્યાં સુધી [ विज्ञानार्चिः ] (ભેદજ્ઞાન
કરનારી) વિજ્ઞાનજ્યોતિ [ क्रकचवत् अदयं ] કરવતની જેમ નિર્દય રીતે (ઉગ્ર રીતે) [ सद्यः भेदम्
उत्पाद्य ] જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઉપજાવીને [ न चकास्ति ] પ્રકાશિત થતી નથી.