Samaysar (Gujarati). Kalash: 7-19 ; Gatha: 13-18.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 34

 

Page 30 of 642
PDF/HTML Page 61 of 673
single page version

(अनुष्टुभ्)
अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्
नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति ।।७।।
અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે તેથી શુદ્ધનય પણ
શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે કારણ કે વસ્તુને સર્વજ્ઞનાં
આગમનાં વચનથી જાણી છે; તેથી આ શુદ્ધનય સર્વ દ્રવ્યોથી જુદા, આત્માના સર્વ પર્યાયોમાં
વ્યાપ્ત, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ
સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને
પરોક્ષ દેખાડે છે. આ વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, શુદ્ધનયે દર્શાવેલા પૂર્ણ
આત્માનું શ્રદ્ધાન કરે તે શ્રદ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી કેવળ વ્યવહારનયના
વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી.
તેથી આચાર્ય કહે છે કે એ નવ તત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી શુદ્ધનયનો વિષયભૂત
એક આત્મા જ અમને પ્રાપ્ત હો; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના
છે, કોઈ નયપક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કેઆત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે, તો એટલી
શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહિ? તેનું સમાધાનઃચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ
મતવાળાઓ આત્માને માને છે; જો એટલી જ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો તો
સૌને સમ્યક્ત્વ સિદ્ધ થઈ જશે. તેથી સર્વજ્ઞની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે
તેવું શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યક્ત્વ થાય છે એમ સમજવું. ૬.
હવે, ‘ત્યાર પછી શુદ્ધનયને આધીન, સર્વ દ્રવ્યોથી ભિન્ન, આત્મજ્યોતિ પ્રગટ થઈ
જાય છે’ એમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છેઃ
શ્લોકાર્થ[अतः] ત્યાર બાદ [शुद्धनय-आयत्तं] શુદ્ધનયને આધીન [प्रत्यग्ज्योतिः]
જે ભિન્ન આત્મજ્યોતિ છે [तत्] તે [चकास्ति] પ્રગટ થાય છે [यद्] કે જે [नव-तत्त्व-
गतत्वे अपि] નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં [एकत्वं] પોતાના એકપણાને [न मुञ्चति]
છોડતી નથી.
ભાવાર્થનવતત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે; જો તેનું
ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો
નથી. ૭.

Page 31 of 642
PDF/HTML Page 62 of 673
single page version

भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च
आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ।।१३।।
भूतार्थेनाभिगता जीवाजीवौ च पुण्यपापं च
आस्रवसंवरनिर्जरा बन्धो मोक्षश्च सम्यक्त्वम् ।।१३।।
अमूनि हि जीवादीनि नवतत्त्वानि भूतार्थेनाभिगतानि सम्यग्दर्शनं सम्पद्यन्त एव, अमीषु
तीर्थप्रवृत्तिनिमित्तमभूतार्थनयेन व्यपदिश्यमानेषु जीवाजीवपुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणेषु
नवतत्त्वेष्वेकत्वद्योतिना भूतार्थनयेनैकत्वमुपानीय शुद्धनयत्वेन व्यवस्थापितस्यात्मनोऽनुभूतेरात्म-
ख्यातिलक्षणायाः सम्पद्यमानत्वात्
तत्र विकार्यविकारकोभयं पुण्यं तथा पापम्, आस्राव्यास्रावको-
भयमास्रवः, संवार्यसंवारकोभयं संवरः, निर्जर्यनिर्जरकोभयं निर्जरा, बन्ध्यबन्धकोभयं बन्धः,
એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યક્ત્વ છે એમ સૂત્રકાર ગાથામાં
કહે છે
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને
આસરવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩.
ગાથાર્થ[भूतार्थेन अभिगताः] ભૂતાર્થ નયથી જાણેલ [जीवाजीवौ] જીવ, અજીવ [च]
વળી [पुण्यपापं] પુણ્ય, પાપ [च] તથા [आस्रवसंवरनिर्जराः] આસ્રવ, સંવર, નિર્જરા, [बन्धः] બંધ
[च] અને [मोक्षः] મોક્ષ [सम्यक्त्वम्]એ નવ તત્ત્વ સમ્યક્ત્વ છે.
ટીકાઆ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે (એ નિયમ
કહ્યો); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ(વ્યવહાર)નયથી કહેવામાં
આવે છે એવાં આ નવ તત્ત્વો
જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર,
નિર્જરા, બંધ અને મોક્ષ છેતેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત
કરી, શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિકે જેનું લક્ષણ આત્મખ્યાતિ છેતેની
પ્રાપ્તિ હોય છે. (શુદ્ધનયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ
નિયમ કહ્યો.) ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર
એ બન્ને પુણ્ય છે, તેમ જ
એ બન્ને પાપ છે, આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનારએ બન્ને આસ્રવ છે, સંવરરૂપ
થવા યોગ્ય (સંવાર્ય) અને સંવર કરનાર (સંવારક)એ બન્ને સંવર છે, નિર્જરવા યોગ્ય
અને નિર્જરા કરનારએ બન્ને નિર્જરા છે, બંધાવા યોગ્ય અને બંધન કરનારએ બન્ને

Page 32 of 642
PDF/HTML Page 63 of 673
single page version

मोच्यमोचकोभयं मोक्षः, स्वयमेकस्य पुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षानुपपत्तेः तदुभयं च
जीवाजीवाविति बहिर्दृष्टया नवतत्त्वान्यमूनि जीवपुद्गलयोरनादिबन्धपर्यायमुपेत्यैकत्वेनानुभूय-
मानतायां भूतार्थानि, अथ चैकजीवद्रव्यस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थानि ततोऽमीषु
नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव प्रद्योतते तथान्तर्दृष्टया ज्ञायको भावो जीवो, जीवस्य
विकारहेतुरजीवः केवलजीवविकाराश्च पुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणाः, केवलाजीवविकार-
हेतवः पुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षा इति नवतत्त्वान्यमून्यपि जीवद्रव्यस्वभावमपोह्य
स्वपरप्रत्ययैकद्रव्यपर्यायत्वेनानुभूयमानतायां भूतार्थानि, अथ च सकलकालमेवास्खलन्तमेकं
जीवद्रव्यस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थानि
ततोऽमीष्वपि नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव
प्रद्योतते एवमसावेकत्वेनद्योतमानः शुद्धनयत्वेनानुभूयत एव या त्वनुभूतिः सात्मख्याति-
रेवात्मख्यातिस्तु सम्यग्दर्शनमेव इति समस्तमेव निरवद्यम्
બંધ છે અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનારએ બન્ને મોક્ષ છે; કારણ કે એકને
જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી
નથી. તે બન્ને જીવ અને અજીવ છે (અર્થાત્
તે બબ્બેમાં એક જીવ છે ને બીજું
અજીવ છે).
બાહ્ય (સ્થૂલ) દ્રષ્ટિથી જોઈએ તોજીવ-પુદ્ગલના અનાદિ બંધપર્યાયની સમીપ
જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એક જીવદ્રવ્યના
સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે; (જીવના એકાકાર
સ્વરૂપમાં તેઓ નથી;) તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે.
એવી રીતે અંતર્દ્રષ્ટિથી જોઈએ તો
જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ
અજીવ છે; વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષએ જેમનાં લક્ષણ
છે એવા તો કેવળ જીવના વિકારો છે અને પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને
મોક્ષ
એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવાં આ નવ તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને
છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં
આવતાં ભૂતાર્થ છે અને સર્વ કાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને
અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્ત્વોમાં
ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે, એકપણે પ્રકાશતો, શુદ્ધનયપણે અનુભવાય
છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ (આત્માની ઓળખાણ) જ છે, ને આત્મખ્યાતિ
તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે
બાધા રહિત છે.

Page 33 of 642
PDF/HTML Page 64 of 673
single page version

(मालिनी)
चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं
कनकमिव निमग्नं वर्णमालाकलापे
अथ सततविविक्तं दृश्यतामेकरूपं
प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्
।।८।।
अथैवमेकत्वेन द्योतमानस्यात्मनोऽधिगमोपायाः प्रमाणनयनिक्षेपाः ये ते खल्वभूतार्था-
ભાવાર્થઃઆ નવ તત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્યચમત્કાર-
માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી. જ્યાં
સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદ્રષ્ટિ છે, જુદાં જુદાં નવ
તત્ત્વોને માને છે. જીવ-પુદ્ગલના બંધપર્યાયરૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે; પણ
જ્યારે શુદ્ધનયથી જીવ-પુદ્ગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ
સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ
જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ
શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત-
નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની
પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધનયથી આત્માને જાણે નહિ
ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે.
અહીં, એ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ[इति] આ રીતે [चिरम् नव-तत्त्व-च्छन्नम् इदम् आत्मज्योतिः] નવ તત્ત્વોમાં ઘણા
કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, [वर्णमाला-कलापे निमग्नं कनकम् इव] જેમ વર્ણોના સમૂહમાં
છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, [उन्नीयमानं] શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં
આવી છે. [अथ] માટે હવે હે ભવ્ય જીવો! [सततविविक्तं] હંમેશાં આને અન્ય દ્રવ્યોથી તથા
તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન્ન, [एकरूपं] એકરૂપ [द्रश्यताम्] દેખો. [प्रतिपदम् उद्योतमानम्]
આ (જ્યોતિ), પદે પદે અર્થાત્ પર્યાયે પર્યાયે એકરૂપ ચિત્ચમત્કારમાત્ર ઉદ્યોતમાન છે.
ભાવાર્થઃઆ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે
એક ચૈતન્ય-ચમત્કારમાત્ર દેખાડ્યો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો
એકાંત ન રાખો
એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૮.
ટીકાહવે, જેમ નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, એકપણે
5

Page 34 of 642
PDF/HTML Page 65 of 673
single page version

स्तेष्वप्ययमेक एक भूतार्थः प्रमाणं तावत्परोक्षं प्रत्यक्षं च तत्रोपात्तानुपात्तपरद्वारेण प्रवर्तमानं
परोक्षं, केवलात्मप्रतिनियतत्वेन प्रवर्तमानं प्रत्यक्षं च तदुभयमपि प्रमातृप्रमाणप्रमेयभेदस्यानुभूय-
मानतायां भूतार्थम्, अथ च व्युदस्तसमस्तभेदैकजीवस्वभावस्यानुभूयमानतायामभूतार्थम् नयस्तु
द्रव्यार्थिकः पर्यायार्थिकश्च तत्र द्रव्यपर्यायात्मके वस्तुनि द्रव्यं मुख्यतयानुभावयतीति द्रव्यार्थिकः,
पर्यायं मुख्यतयानुभावयतीति पर्यायार्थिकः तदुभयमपि द्रव्यपर्याययोः पर्यायेणानुभूयमानतायां
भूतार्थम्, अथ च द्रव्यपर्यायानालीढशुद्धवस्तुमात्रजीवस्वभावस्यानुभूयमानतायामभूतार्थम् निक्षेपस्तु
नाम स्थापना द्रव्यं भावश्च तत्रातद्गुणे वस्तुनि संज्ञाकरणं नाम सोऽयमित्यन्यत्र प्रतिनिधि-
व्यवस्थापनं स्थापना वर्तमानतत्पर्यायादन्यद् द्रव्यम् वर्तमानतत्पर्यायो भावः तच्चतुष्टयं
પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી
અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે (કારણ કે જ્ઞેય અને વચનના ભેદોથી
પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે). તેમાં પહેલાં, પ્રમાણ બે પ્રકારે છે
પરોક્ષ અને પ્રત્યક્ષ.
ઉપાત્ત અને અનુપાત્ત પર (પદાર્થો) દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે અને કેવળ આત્માથી જ
પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. (પ્રમાણ જ્ઞાન છે. તે જ્ઞાન પાંચ પ્રકારનું છેમતિ, શ્રુત,
અવધિ, મનઃપર્યય ને કેવળ. તેમાં મતિ ને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવધિ ને મનઃપર્યય
એ બે વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ-પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારનાં પ્રમાણ છે.)
તે બન્ને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને જેમાં
સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ
છે, અસત્યાર્થ છે.
નય બે પ્રકારે છેદ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો
મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે
પર્યાયાર્થિક નય છે. તે બંને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, ક્રમથી) અનુભવ કરતાં
તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગન કરાયેલા એવા
શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.
નિક્ષેપ ચાર પ્રકારે છેનામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. વસ્તુમાં જે ગુણ ન હોય તે
ગુણના નામથી (વ્યવહાર માટે) વસ્તુની સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે. ‘આ તે છે’ એમ
અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું (
પ્રતિમારૂપ સ્થાપન કરવું) તે સ્થાપના
૧. ઉપાત્ત = મેળવેલા. (ઇંદ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.)
૨. અનુપાત્ત = અણમેળવેલા. (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.)

Page 35 of 642
PDF/HTML Page 66 of 673
single page version

स्वस्वलक्षणवैलक्षण्येनानुभूयमानतायां भूतार्थम्, अथ च निर्विलक्षणस्वलक्षणैकजीवस्वभावस्यानुभूय-
मानतायामभूतार्थम् अथैवममीषु प्रमाणनयनिक्षेपेषु भूतार्थत्वेनैको जीव एव प्रद्योतते
(मालिनी)
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं
क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्
किमपरमभिदध्मो धाम्नि सर्वङ्कषेऽस्मि-
न्ननुभवमुपयाते भाति न द्वैतमेव
।।९।।
નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં
કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ છે.
એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી (વિલક્ષણરૂપે
જુદા જુદા રૂપે) અનુભવ
કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના
ચૈતન્યલક્ષણરૂપ જીવસ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ રીતે
આ પ્રમાણ-નય-નિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે.
ભાવાર્થઆ પ્રમાણ, નય, નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી
જાણવું; તેમનાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ
જ છે કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે
તો વિપર્યય થઈ જાય છે. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છેઃ પહેલી
અવસ્થામાં પ્રમાણાદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાનશ્રદ્ધાનની સિદ્ધિ કરવી; જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ
થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણાદિની કાંઈ જરૂર નથી. પણ હવે એ બીજી અવસ્થામાં
પ્રમાણાદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ-દ્વેષ-મોહકર્મના સર્વથા અભાવરૂપ
યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે; તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન થયા પછી
પ્રમાણાદિનું આલંબન રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત્
સિદ્ધ અવસ્થા છે ત્યાં પણ કાંઈ
આલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપોનો અભાવ જ છે.
એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે
શ્લોકાર્થઆચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે[अस्मिन् सर्वङ्कषे धाम्नि
अनुभवम् उपयाते] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય-ચમત્કારમાત્ર
તેજઃપુંજ આત્મા, તેનો અનુભવ થતાં [ नयश्रीः न उदयति ] નયોની લક્ષ્મી ઉદય પામતી નથી,

Page 36 of 642
PDF/HTML Page 67 of 673
single page version

(उपजाति)
आत्मस्वभावं परभावभिन्न-
मापूर्णमाद्यन्तविमुक्तमेकम्
विलीनसङ्कल्पविक ल्पजालं
प्रकाशयन्
शुद्धनयोऽभ्युदेति ।।१०।।
[ प्रमाणं अस्तम् एति ] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે [ अपि च ] અને [ निक्षेपचक्रम् क्वचित्
याति, न विद्मः ] નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. [ किम् अपरम्
अभिदध्मः] આથી અધિક શું કહીએ? [ द्वैतम् एव न भाति ] દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી.
ભાવાર્થભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કેપ્રમાણ, નયાદિ ભેદની તો વાત
જ શી? શુદ્ધ અનુભવ થતાં દ્વૈત જ ભાસતું નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.
અહીં વિજ્ઞાનાદ્વૈતવાદી તથા વેદાંતી કહે છે કેછેવટ પરમાર્થરૂપ તો અદ્વૈતનો જ
અનુભવ થયો. એ જ અમારો મત છે; તમે વિશેષ શું કહ્યું? એનો ઉત્તરઃતમારા મતમાં
સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ
જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે તે
બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા
પરમાનંદને પામે છે તેથી અનુભવ કરાવવા માટે ‘‘શુદ્ધ અનુભવમાં દ્વૈત ભાસતું નથી’’ એમ
કહ્યું છે. જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને
શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુસ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી,
અને વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે;
શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. ૯.
આગળ શુદ્ધનયનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[शुद्धनयः आत्मस्वभावं प्रकाशयन् अभ्युदेति] શુદ્ધનય આત્માના સ્વભાવને
પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે? [परभावभिन्नम्] પરદ્રવ્ય,
પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવોએવા પરભાવોથી ભિન્ન
પ્રગટ કરે છે. વળી તે, [आपूर्णम्] આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છેસમસ્ત લોકાલોકને
જાણનાર છેએમ પ્રગટ કરે છે; (કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મસંયોગથી છે, શુદ્ધનયમાં કર્મ
ગૌણ છે). વળી તે,
[आदि-अन्त-विमुक्तम्] આત્મસ્વભાવને આદિ-અંતથી રહિત પ્રગટ કરે છે
(અર્થાત્ કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી

Page 37 of 642
PDF/HTML Page 68 of 673
single page version

जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं अणण्णयं णियदं
अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि ।।१४।।
यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यकं नियतम्
अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि ।।१४।।
या खल्वबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोऽनुभूतिः स शुद्धनयः,
सा त्वनुभूतिरात्मैव; इत्यात्मैक एव प्रद्योतते कथं यथोदितस्यात्मनोऽनुभूतिरिति चेद्बद्ध-
स्पृष्टत्वादीनामभूतार्थत्वात् तथाहि
જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે). વળી તે, [एकम्] આત્મસ્વભાવને
એકસર્વ ભેદભાવોથી (દ્વૈતભાવોથી) રહિત એકાકારપ્રગટ કરે છે, અને [विलीनसङ्कल्प-
विकल्प-जालं] જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે.
(દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદ્ગલદ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે
અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેને વિકલ્પ કહે છે.) આવો શુદ્ધનય પ્રકાશરૂપ
થાય છે. ૧૦.
એ શુદ્ધનયને ગાથાસૂત્રથી કહે છેઃ
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪.
ગાથાર્થ[यः] જે નય [आत्मानम्] આત્માને [अबद्धस्पृष्टम्] બંધ રહિત ને પરના
સ્પર્શ રહિત, [अनन्यकं] અન્યપણા રહિત, [नियतम्] ચળાચળતા રહિત, [अविशेषम्] વિશેષ
રહિત, [असंयुक्तं] અન્યના સંયોગ રહિતએવા પાંચ ભાવરૂપ [पश्यति] દેખે છે [तं] તેને,
હે શિષ્ય! તું [शुद्धनयं] શુદ્ધનય [विजानीहि] જાણ.
ટીકાનિશ્ચયથી અબદ્ધ-અસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્તએવા
આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા
એક જ પ્રકાશમાન છે. (શુદ્ધનય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો
એક
જ છે, જુદાં નથી.) અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ
થઈ શકે
? તેનું સમાધાનબદ્ધસ્પૃષ્ટત્વ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ
શકે છે. આ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે

Page 38 of 642
PDF/HTML Page 69 of 673
single page version

यथा खलु बिसिनीपत्रस्य सलिलनिमग्नस्य सलिलस्पृष्टत्वपर्यायेणानुभूयमानतायां
सलिलस्पृष्टत्वं भूतार्थमप्येकान्ततः सलिलास्पृश्यं बिसिनीपत्रस्वभावमुपेत्यानुभूयमानतायाम-
भूतार्थम्
, तथात्मनोऽनादिबद्धस्य बद्धस्पृष्टत्वपर्यायेणानुभूयमानतायां बद्धस्पृष्टत्वं भूतार्थमप्ये-
कान्ततः पुद्गलास्पृश्यमात्मस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्
यथा च मृत्तिकायाः करककरीरकर्करीकपालादिपर्यायेणानुभूयमानतायामन्यत्वं भूतार्थमपि
सर्वतोऽप्यस्खलन्तमेकं मृत्तिकास्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनो नारकादि-
पर्यायेणानुभूयमानतायामन्यत्वं भूतार्थमपि सर्वतोऽप्यस्खलन्तमेक मात्मस्वभावमुपेत्यानुभूय-
मानतायामभूतार्थम्
यथा च वारिधेर्वृद्धिहानिपर्यायेणानुभूयमानतायामनियतत्वं भूतार्थमपि नित्यव्यवस्थितं
જેમ કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ
કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ જળથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય
એવા કમલિની-પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ
છે
અસત્યાર્થ છે; એવી રીતે અનાદિ કાળથી બંધાયેલા આત્માનો, પુદ્ગલકર્મથી બંધાવા-
સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં બદ્ધસ્પૃષ્ટપણું ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ પુદ્ગલથી
જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં બદ્ધસ્પૃષ્ટપણું
અભૂતાર્થ છે
અસત્યાર્થ છે.
વળી, જેમ માટીનો, કમંડળ, ઘડો, ઝારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતાં
અન્યપણું ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ સર્વતઃ અસ્ખલિત (સર્વ પર્યાયભેદોથી જરાય
ભેદરૂપ નહિ થતા એવા) એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું
અભૂતાર્થ છે
અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, નારક આદિ પર્યાયોથી અનુભવ કરતાં
(પર્યાયોના બીજા-બીજાપણારૂપ) અન્યપણું ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ સર્વતઃ અસ્ખલિત
(સર્વ પર્યાયભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક ચૈતન્યાકાર આત્મસ્વભાવની સમીપ
જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે
અસત્યાર્થ છે.
જેમ સમુદ્રનો, વૃદ્ધિહાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું (અનિશ્ચિતપણું)
ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર એવા સમુદ્રસ્વભાવની સમીપ જઈને અનુભવ
કરતાં અનિયતપણું અભૂતાર્થ છેઅસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, વૃદ્ધિહાનિરૂપ
પર્યાયભેદોથી અનુભવ કરતાં અનિયતપણું ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર

Page 39 of 642
PDF/HTML Page 70 of 673
single page version

वारिधिस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनो वृद्धिहानिपर्यायेणानुभूयमानतायामनियतत्वं
भूतार्थमपि नित्यव्यवस्थितमात्मस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्
यथा च काञ्चनस्य स्निग्धपीतगुरुत्वादिपर्यायेणानुभूयमानतायां विशेषत्वं भूतार्थमपि
प्रत्यस्तमितसमस्तविशेषं काञ्चनस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनो ज्ञानदर्शनादि-
पर्यायेणानुभूयमानतायां विशेषत्वं भूतार्थमपि प्रत्यस्तमितसमस्तविशेषमात्मस्वभावमुपेत्यानुभूय-
मानतायामभूतार्थम्
यथा चापां सप्तार्चिःप्रत्ययौष्ण्यसमाहितत्वपर्यायेणानुभूयमानतायां संयुक्तत्वं भूतार्थमप्ये-
कान्ततः शीतमप्स्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनः कर्मप्रत्ययमोहसमाहितत्व-
पर्यायेणानुभूयमानतायां संयुक्तत्वं भूतार्थमप्येकान्ततः स्वयं बोधं जीवस्वभावमुपेत्यानुभूय-
(નિશ્ચલ) એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે
અસત્યાર્થ છે.
જેમ સુવર્ણનો, ચીકણાપણું, પીળાપણું, ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં
વિશેષપણું ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા
સુવર્ણસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છેઅસત્યાર્થ છે; એવી
રીતે આત્માનો, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે
સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા આત્મસ્વભાવની સમીપ જઈને
અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે
અસત્યાર્થ છે.
જેમ જળનો, અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ
તપ્તપણારૂપઅવસ્થાથી અનુભવ કરતાં (જળને) ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર્થ છે
સત્યાર્થ છે, તોપણ એકાંત શીતળતારૂપ જળસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં (ઉષ્ણતા
સાથે) સંયુક્તપણું અભૂતાર્થ છે
અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, કર્મ જેનું નિમિત્ત છે
એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક્તપણું ભૂતાર્થ છેસત્યાર્થ
છે, તોપણ જે પોતે એકાંત બોધરૂપ (જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ
કરતાં સંયુક્તપણું અભૂતાર્થ છે
અસત્યાર્થ છે.
ભાવાર્થઆત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છેઃ (૧) અનાદિ કાળથી
કર્મપુદ્ગલના સંબંધથી બંધાયેલો કર્મપુદ્ગલના સ્પર્શવાળો દેખાય છે, (૨) કર્મના નિમિત્તથી
થતા નર, નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે, (૩) શક્તિના અવિભાગ

Page 40 of 642
PDF/HTML Page 71 of 673
single page version

मानतायामभूतार्थम्
પ્રતિચ્છેદ (અંશ) ઘટે પણ છે, વધે પણ છેએ વસ્તુનો સ્વભાવ છે તેથી તે નિત્ય-નિયત
એકરૂપ દેખાતો નથી, (૪) વળી તે દર્શન, જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે
અને (૫) કર્મના નિમિત્તથી થતા મોહ, રાગ, દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુઃખરૂપ
દેખાય છે. આ સૌ અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ વ્યવહાર નયનો વિષય છે. એ દ્રષ્ટિ(અપેક્ષા)થી જોવામાં
આવે તો એ સર્વ સત્યાર્થ છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ નથી થતો,
અને એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય
? આ કારણે બીજા
નયનેતેના પ્રતિપક્ષી શુદ્ધદ્રવ્યાર્થિક નયનેગ્રહણ કરી, એક અસાધારણ જ્ઞાયકમાત્ર
આત્માનો ભાવ લઈ, તેને શુદ્ધનયની દ્રષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર,
હાનિવૃદ્ધિથી રહિત, વિશેષોથી રહિત અને નૈમિત્તિક ભાવોથી રહિત જોવામાં આવે તો સર્વ
(પાંચ) ભાવોથી જે અનેકપ્રકારપણું છે તે અભૂતાર્થ છે
અસત્યાર્થ છે.
અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે, તે સ્યાદ્વાદથી યથાર્થ સિદ્ધ
થાય છે. આત્મા પણ અનંત ધર્મવાળો છે. તેના કેટલાક ધર્મો તો સ્વાભાવિક છે અને કેટલાક
પુદ્ગલના સંયોગથી થાય છે. જે કર્મના સંયોગથી થાય છે, તેમનાથી તો આત્માને સંસારની
પ્રવૃત્તિ થાય છે અને તે સંબંધી સુખદુઃખ આદિ થાય છે તેમને ભોગવે છે. એ, આ આત્માને
અનાદિ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિ છે; અનાદિઅનંત એક આત્માનું જ્ઞાન તેને નથી. તે બતાવનાર
સર્વજ્ઞનું આગમ છે. તેમાં શુદ્ધદ્રવ્યાર્થિક નયથી એ બતાવ્યું છે કે આત્માનો એક અસાધારણ
ચૈતન્યભાવ છે તે અખંડ છે, નિત્ય છે, અનાદિનિધન છે. તેને જાણવાથી પર્યાયબુદ્ધિનો પક્ષપાત
મટી જાય છે. પરદ્રવ્યોથી, તેમના ભાવોથી અને તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવોથી
પોતાના આત્માને ભિન્ન જાણી તેનો અનુભવ જીવ કરે ત્યારે પરદ્રવ્યના ભાવોરૂપ પરિણમતો
નથી; તેથી કર્મ બંધાતાં નથી અને સંસારથી નિવૃત્તિ થઈ જાય છે. માટે પર્યાયાર્થિકરૂપ
વ્યવહારનયને ગૌણ કરી અભૂતાર્થ (અસત્યાર્થ) કહ્યો છે અને શુદ્ધ નિશ્ચયનયને સત્યાર્થ કહી
તેનું આલંબન દીધું છે. વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. આ
કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ધનયને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ જ
છે. એમ માનવાથી વેદાંતમતવાળા જેઓ સંસારને સર્વથા અવસ્તુ માને છે તેમનો સર્વથા એકાંત
પક્ષ આવી જશે અને તેથી મિથ્યાત્વ આવી જશે, એ રીતે એ શુદ્ધનયનું આલંબન પણ
વેદાન્તીઓની જેમ મિથ્યાદ્રષ્ટિપણું લાવશે. માટે સર્વ નયોના કથંચિત્
રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન
કરવાથી જ સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે. આ રીતે સ્યાદ્વાદને સમજી જિનમતનું સેવન કરવું,
મુખ્ય-ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો. આ ગાથાસૂત્રનું વ્યાખ્યાન કરતાં

Page 41 of 642
PDF/HTML Page 72 of 673
single page version

(मालिनी)
न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी
स्फु टमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्
अनुभवतु तमेव द्योतमानं समन्तात्
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम् ।।११।।
ટીકાકાર આચાર્યે પણ કહ્યું છે કે આત્મા વ્યવહારનયની દ્રષ્ટિમાં જે બદ્ધસ્પૃષ્ટ આદિ રૂપે દેખાય
છે તે એ દ્રષ્ટિમાં તો સત્યાર્થ જ છે પરંતુ શુદ્ધનયની દ્રષ્ટિમાં બદ્ધસ્પૃષ્ટાદિપણું અસત્યાર્થ છે.
આ કથનમાં ટીકાકાર આચાર્યે સ્યાદ્વાદ બતાવ્યો છે એમ જાણવું.
વળી, અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાન-પ્રમાણનો અંશ છે; શ્રુતજ્ઞાન વસ્તુને
પરોક્ષ જણાવે છે; તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષયભૂત,
બદ્ધસ્પૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત આત્મા ચૈતન્યશક્તિમાત્ર છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ
છે જ. વળી તેની વ્યક્તિ કર્મસંયોગથી મતિ-શ્રુતાદિ જ્ઞાનરૂપ છે તે કથંચિત્
અનુભવગોચર
હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે, અને સંપૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તે જોકે છદ્મસ્થને પ્રત્યક્ષ
નથી તોપણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. જ્યાં સુધી આ નયને
જીવ જાણે નહિ ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી. તેથી શ્રી ગુરુએ આ
શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો કે બદ્ધસ્પૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણજ્ઞાનઘનસ્વભાવ
આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે
એવો આત્મા
પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખ્યે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. તેનો ઉત્તરઃદેખેલાનું
જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જિનમતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષબન્ને પ્રમાણ
માનવામાં આવ્યાં છે. તેમાં આગમપ્રમાણ પરોક્ષ છે. તેનો ભેદ શુદ્ધનય છે. આ શુદ્ધનયની
દ્રષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું, કેવળ વ્યવહાર-પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો.
અહીં, આ શુદ્ધનયને મુખ્ય કરી કલશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ[जगत् तम् एव सम्यक्स्वभावम् अनुभवतु] જગતના પ્રાણીઓ એ સમ્યક્
સ્વભાવનો અનુભવ કરો કે [यत्र] જ્યાં [अमी बद्धस्पृष्टभावादयः] આ બદ્ધસ્પૃષ્ટ આદિ ભાવો
[एत्य स्फुटम् उपरि तरन्तः अपि] સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તોપણ [प्रतिष्ठाम् न हि
विदधति] (તેમાં) પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને
આ ભાવો અનિત્ય છે, અનેકરૂપ છે; પર્યાયો દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે
છે.
[समन्तात् द्योतमानं] આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. [अपगतमोहीभूय]
6

Page 42 of 642
PDF/HTML Page 73 of 673
single page version

(शार्दूलविक्रीडित)
भूतं भान्तमभूतमेव रमसान्निर्भिद्य बन्धं सुधी-
र्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्
आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं
नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः
।।१२।।
(वसंततिलका)
आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या
ज्ञानानुभूतिरियमेव किलेति बुद्धवा
आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्प-
मेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात्
।।१३।।
એવા શુદ્ધ સ્વભાવનો, મોહ રહિત થઈને જગત અનુભવ કરો; કારણ કે મોહકર્મના ઉદયથી
ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી.
ભાવાર્થશુદ્ધનયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો એમ ઉપદેશ છે. ૧૧.
હવે, એ જ અર્થનું કલશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ
કર્યે આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છેઃ
શ્લોકાર્થ[यदि] જો [कः अपि सुधीः] કોઈ સુબુદ્ધિ (સમ્યગ્દ્રષ્ટિ) [भूतं भान्तम्
अभूतम् एव बन्धं] ભૂત, વર્તમાન અને ભાવી એવા ત્રણે કાળના (કર્મોના) બંધને પોતાના
આત્માથી [रभसात्] તત્કાળ-શીઘ્ર [निर्भिद्य] ભિન્ન કરીને તથા [मोहं] તે કર્મના ઉદયના
નિમિત્તથી થયેલ મિથ્યાત્વ(અજ્ઞાન)ને [हठात्] પોતાના બળથી (પુરુષાર્થથી) [व्याहत्य] રોકીને
અથવા નાશ કરીને [अन्तः] અંતરંગમાં [किल अहो कलयति] અભ્યાસ કરેદેખે તો [अयम्
आत्मा] આ આત્મા [आत्म-अनुभव-एक-गम्य-महिमा] પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો
પ્રગટ મહિમા છે એવો [व्यक्तः] વ્યક્ત (અનુભવગોચર), [ध्रुवं] નિશ્ચલ, [शाश्वतः] શાશ્વત,
[नित्यं कर्म-कलङ्क-पङ्क-विकलः] નિત્ય કર્મકલંક-કર્દમથી રહિત[स्वयं देवः] એવો પોતે સ્તુતિ
કરવા યોગ્ય દેવ [आस्ते] વિરાજમાન છે.
ભાવાર્થઃશુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્યમાત્ર દેવ
અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે. આ પ્રાણીપર્યાયબુદ્ધિ બહિરાત્મા
તેને બહાર ઢૂંઢે છે તે મોટું અજ્ઞાન છે. ૧૨.

Page 43 of 642
PDF/HTML Page 74 of 673
single page version

जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं अणण्णमविसेसं
अपदेससंतमज्झं पस्सदि जिणसासणं सव्वं ।।१५।।
यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यमविशेषम्
अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सर्वम् ।।१५।।
येयमबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोऽनुभूतिः सा खल्वखिलस्य
जिनशासनस्यानुभूतिः, श्रुतज्ञानस्य स्वयमात्मत्वात्; ततो ज्ञानानुभूतिरेवात्मानुभूतिः किन्तु
હવે, શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ
આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ[इति] એ રીતે [या शुद्धनयात्मिका आत्म-अनुभूतिः] જે પૂર્વકથિત
શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે [इयम् एव किल ज्ञान-अनुभूतिः] તે જ ખરેખર જ્ઞાનની
અનુભૂતિ છે [इति बुद्ध्वा] એમ જાણીને તથા [आत्मनि आत्मानम् सुनिष्प्रकम्पम् निवेश्य]
આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, [नित्यम् समन्तात् एकः अवबोध-घनः अस्ति] ‘સદા સર્વ
તરફ એક જ્ઞાનઘન આત્મા છે’ એમ દેખવું.
ભાવાર્થપહેલાં સમ્યગ્દર્શનને પ્રધાન કરી કહ્યું હતું; હવે જ્ઞાનને મુખ્ય કરી કહે
છે કે આ શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યગ્જ્ઞાન છે. ૧૩.
હવે, આ અર્થરૂપ ગાથા કહે છેઃ
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને,
તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫.
ગાથાર્થ[यः] જે પુરુષ [आत्मानम्] આત્માને [अबद्धस्पृष्टम्] અબદ્ધસ્પૃષ્ટ, [अनन्यम्]
અનન્ય, [अविशेषम्] અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત) [पश्यति] દેખે છે તે
[सर्वम् जिनशासनं] સર્વ જિનશાસનને [पश्यति] દેખે છે,કે જે જિનશાસન [अपदेशसान्तमध्यं]
બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.
ટીકાજે આ અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ
ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે, કારણ
* પાઠાન્તરઃ अपदेससुत्तमज्झं૧. अपदेश = દ્રવ્યશ્રુત; सान्त = જ્ઞાનરૂપ ભાવશ્રુત.

Page 44 of 642
PDF/HTML Page 75 of 673
single page version

तदानीं सामान्यविशेषाविर्भावतिरोभावाभ्यामनुभूयमानमपि ज्ञानमबुद्धलुब्धानां न स्वदते तथाहि
यथा विचित्रव्यञ्जनसंयोगोपजातसामान्यविशेषतिरोभावाविर्भावाभ्यामनुभूयमानं लवणं
लोकानामबुद्धानां व्यञ्जनलुब्धानां स्वदते, न पुनरन्यसंयोगशून्यतोपजातसामान्यविशेषाविर्भावतिरो-
भावाभ्याम्
; अथ च यदेव विशेषाविर्भावेनानुभूयमानं लवणं तदेव सामान्याविर्भावेनापि तथा
विचित्रज्ञेयाकारकरम्बितत्वोपजातसामान्यविशेषतिरोभावाविर्भावाभ्यामनुभूयमानं ज्ञानमबुद्धानां ज्ञेय-
लुब्धानां स्वदते, न पुनरन्यसंयोगशून्यतोपजातसामान्यविशेषाविर्भावतिरोभावाभ्याम्
; अथ च यदेव
विशेषाविर्भावेनानुभूयमानं ज्ञान तदेव सामान्याविर्भावेनापि अलुब्धबुद्धानां तु यथा सैन्धवखिल्यो-
ऽन्यद्रव्यसंयोगव्यवच्छेदेन केवल एवानुभूयमानः सर्वतोऽप्येकलवणरसत्वाल्लवणत्वेन स्वदते, तथा-
કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. પરંતુ
હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ (પ્રગટપણું) અને વિશેષ (જ્ઞેયાકાર) જ્ઞાનના તિરોભાવ
(આચ્છાદન)થી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે
છે તોપણ જેઓ અજ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. તે પ્રગટ
દ્રષ્ટાંતથી બતાવીએ છીએ
જેમઅનેક તરેહનાં શાક આદિ ભોજનોના સંબંધથી ઊપજેલ સામાન્ય લવણના
તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (સામાન્યના તિરોભાવરૂપ
અને શાક આદિના સ્વાદભેદે ભેદરૂપ
વિશેષરૂપ) લવણ તેનો સ્વાદ અજ્ઞાની, શાકના લોલુપ
મનુષ્યોને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને
વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ તેનો સ્વાદ આવતો
નથી; વળી પરમાર્થથી જોવામાં આવે તો તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું
(ક્ષારરસરૂપ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ)
લવણ છે. એવી રીતે
અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઊપજેલ
સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (વિશેષભાવરૂપ,
ભેદરૂપ, અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની, જ્ઞેય-લુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય
જ્ઞેયાકારના સંયોગરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી
અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી; વળી પરમાર્થથી
વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન
સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તો, જેમ સૈંધવની ગાંગડી,
અન્યદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સૈંધવનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ

Page 45 of 642
PDF/HTML Page 76 of 673
single page version

त्मापि परद्रव्यसंयोगव्यवच्छेदेन केवल एवानुभूयमानः सर्वतोऽप्येकविज्ञानघनत्वात् ज्ञानत्वेन स्वदते
(पृथ्वी)
अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि-
र्महः परममस्तु नः सहजमुद्विलासं सदा
चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्
।।१४।।
એક ક્ષારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો
વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને
લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે.
ભાવાર્થઅહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે.
અજ્ઞાનીજન જ્ઞેયોમાં જઇંદ્રિયજ્ઞાનના વિષયોમાં જલુબ્ધ થઈ રહ્યા છે; તેઓ
ઇંદ્રિયજ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેયમાત્ર આસ્વાદે છે પરંતુ જ્ઞેયોથી
ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત નથી તેઓ
જ્ઞેયોથી જુદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે,
જેમ શાકોથી જુદી મીઠાની કણીનો
ક્ષારમાત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે અને
આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યોથી
જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પરનિમિત્તથી ઉત્પન્ન
થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ
અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી.
હવે આ જ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થઆચાર્ય કહે છે કે [परमम् महः नः अस्तु] તે ઉત્કૃષ્ટ તેજપ્રકાશ અમને
હો [यत् सकलकालम् चिद्-उच्छलन-निर्भरं] કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું
છે, [उल्लसत्-लवण-खिल्य-लीलायितम्] જેમ મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું આલંબન
કરે છે તેમ જે તેજ [एक-रसम् आलम्बते] એક જ્ઞાનરસસ્વરૂપને અવલંબે છે, [अखण्डितम्]
જે તેજ અખંડિત છેજ્ઞેયોના આકારરૂપે ખંડિત થતું નથી, [अनाकुलं] જે અનાકુળ છે
જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી,
[अनन्तम् अन्तः बहिः ज्वलत्]
જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છેજાણવામાં આવે છે,
[सहजम्] જે સ્વભાવથી થયું છેકોઈએ રચ્યું નથી અને [सदा उद्विलासं] હમેશાં જેનો

Page 46 of 642
PDF/HTML Page 77 of 673
single page version

(अनुष्टुभ्)
एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः
साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम् ।।१५।।
दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं
ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो ।।१६।।
दर्शनज्ञानचरित्राणि सेवितव्यानि साधुना नित्यम्
तानि पुनर्जानीहि त्रीण्यप्यात्मानं चैव निश्चयतः ।।१६।।
येनैव हि भावेनात्मा साध्यः साधनं च स्यात्तेनैवायं नित्यमुपास्य इति स्वयमाकूय परेषां
વિલાસ ઉદયરૂપ છેજે એકરૂપ પ્રતિભાસમાન છે.
ભાવાર્થઆચાર્યે પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપજ્યોતિ અમને
સદા પ્રાપ્ત રહો. ૧૪.
હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે
શ્લોકાર્થ[एषः ज्ञानघनः आत्मा] આ (પૂર્વકથિત) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, [सिद्धिम्
अभीप्सुभिः] સ્વરૂપની પ્રાપ્તિના ઇચ્છક પુરુષોએ [साध्यसाधकभावेन] સાધ્યસાધકભાવના ભેદથી
[द्विधा] બે પ્રકારે, [एकः] એક જ [नित्यम् समुपास्यताम्] નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો.
ભાવાર્થઆત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્યભાવ છે અને
અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧૫.
હવે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવ છે એમ ગાથામાં કહે છે
દર્શન, વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં;
પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદ્રષ્ટિમાં. ૧૬.
ગાથાર્થ[साधुना] સાધુ પુરુષે [दर्शनज्ञानचरित्राणि] દર્શન, જ્ઞાન અને ચારિત્ર
[नित्यम्] સદા [सेवितव्यानि] સેવવાયોગ્ય છે; [पुनः] વળી [तानि त्रीणि अपि] તે ત્રણેને
[निश्चयतः] નિશ્ચયનયથી [आत्मानं च एव] એક આત્મા જ [जानीहि] જાણો.
ટીકાઆ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય

Page 47 of 642
PDF/HTML Page 78 of 673
single page version

व्यवहारेण साधुना दर्शनज्ञानचारित्राणि नित्यमुपास्यानीति प्रतिपाद्यते तानि पुनस्त्रीण्यपि
परमार्थेनात्मैक एव, वस्त्वन्तराभावात् यथा देवदत्तस्य कस्यचित् ज्ञानं श्रद्धानमनुचरणं च
देवदत्तस्वभावानतिक्रमाद्देवदत्त एव, न वस्त्वन्तरम्; तथात्मन्यप्यात्मनो ज्ञानं श्रद्धानमनुचरणं
चात्मस्वभावानतिक्रमादात्मैव, न वस्त्वन्तरम् तत आत्मा एक एवोपास्य इति स्वयमेव प्रद्योतते
स किल
(अनुष्टुभ्)
दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम्
मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः ।।१६।।
સેવવાયોગ્ય છે એમ પોતે ઇરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે ‘સાધુ
પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવાયોગ્ય છે’. પણ પરમાર્થથી જોવામાં આવે તો એ
ત્રણેય એક આત્મા જ છે કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી
આત્માના જ પર્યાયો છે. જેમ
કોઈ દેવદત્ત નામના પુરુષનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતા
નહિ હોવાથી, (તેઓ) દેવદત્ત જ છે
અન્ય વસ્તુ નથી, તેમ આત્મામાં પણ આત્માનાં
જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, આત્માના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી, (તેઓ) આત્મા
જ છે
અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન
કરવા યોગ્ય છે.
ભાવાર્થદર્શન, જ્ઞાન, ચારિત્રત્રણે આત્માના જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ
નથી; તેથી સાધુ પુરુષોએ એક આત્માનું જ સેવન કરવું એ નિશ્ચય છે અને વ્યવહારથી
અન્યને પણ એ જ ઉપદેશ કરવો.
હવે, એ જ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે
શ્લોકાર્થ[प्रमाणतः] પ્રમાણદ્રષ્ટિથી જોઈએ તો [आत्मा] આ આત્મા [समम् मेचकः
अमेचकः च अपि] એકીસાથે અનેક અવસ્થારૂપ (‘મેચક’) પણ છે અને એક અવસ્થારૂપ
(‘અમેચક’) પણ છે, [दर्शन-ज्ञान-चारित्रैः त्रित्वात्] કારણ કે એને દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો
ત્રણપણું છે અને [स्वयम् एकत्वतः] પોતાથી પોતાને એકપણું છે.
ભાવાર્થપ્રમાણદ્રષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી
આત્મા પણ એકીસાથે એકાનેકસ્વરૂપ દેખવો. ૧૬.
હવે નયવિવક્ષા કહે છે

Page 48 of 642
PDF/HTML Page 79 of 673
single page version

(अनुष्टुभ्)
दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः
एकोऽपि त्रिस्वभावत्वाद्वयवहारेण मेचकः ।।१७।।
(अनुष्टुभ्)
परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः
सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः ।।१८।।
(अनुष्टुभ्)
आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः
दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा ।।१९।।
શ્લોકાર્થ[एकः अपि] આત્મા એક છે તોપણ [व्यवहारेण] વ્યવહારદ્રષ્ટિથી જોઈએ
તો [त्रिस्वभावत्वात्] ત્રણ-સ્વભાવપણાને લીધે [मेचकः] અનેકાકારરૂપ (‘મેચક’) છે, [दर्शन-ज्ञान-
चारित्रैः त्रिभिः परिणतत्वतः] કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્રએ ત્રણ ભાવે પરિણમે છે.
ભાવાર્થશુદ્ધદ્રવ્યાર્થિક નયે આત્મા એક છે; આ નયને પ્રધાન કરી કહેવામાં આવે
ત્યારે પર્યાયાર્થિક નય ગૌણ થયો તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો,
અસત્યાર્થ પણ થયો. એમ વ્યવહારનયે આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણામોને લીધે
‘મેચક’ કહ્યો છે. ૧૭.
હવે પરમાર્થનયથી કહે છે
શ્લોકાર્થ[परमार्थेन तु] શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો [व्यक्त-ज्ञातृत्व-ज्योतिषा]
પ્રગટ જ્ઞાયકતાજ્યોતિમાત્રથી [एककः] આત્મા એકસ્વરૂપ છે [सर्व-भावान्तर-ध्वंसि-स्वभावत्वात्]
કારણ કે શુદ્ધદ્રવ્યાર્થિક નયથી સર્વ અન્યદ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને
દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે,
[अमेचकः] તેથી તે ‘અમેચક’ છેશુદ્ધ એકાકાર છે.
ભાવાર્થભેદદ્રષ્ટિને ગૌણ કરી અભેદદ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર
જ છે, તે જ અમેચક છે. ૧૮.
આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહ્યો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ
થાય તેમ કરવું એમ હવે કહે છે
શ્લોકાર્થ[आत्मनः] આ આત્મા [मेचक-अमेचकत्वयोः] મેચક છેભેદરૂપ
અનેકાકાર છે તથા અમેચક છેઅભેદરૂપ એકાકાર છે [चिन्तया एव अलं] એવી ચિંતાથી

Page 49 of 642
PDF/HTML Page 80 of 673
single page version

जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि
तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण ।।१७।।
एवं हि जीवराया णादव्वो तह य सद्दहेदव्वो
अणुचरिदव्वो य पुणो सो चेव दु मोक्खकामेण ।।१८।।
यथा नाम कोऽपि पुरुषो राजानं ज्ञात्वा श्रद्दधाति
ततस्तमनुचरति पुनरर्थार्थिकः प्रयत्नेन ।।१७।।
एवं हि जीवराजो ज्ञातव्यस्तथैव श्रद्धातव्यः
अनुचरितव्यश्च पुनः स चैव तु मोक्षकामेन ।।१८।।
તો બસ થાઓ. [साध्यसिद्धिः] સાધ્ય આત્માની સિદ્ધિ તો [दर्शन-ज्ञान-चारित्रैः] દર્શન, જ્ઞાન ને
ચારિત્રએ ત્રણ ભાવોથી જ છે, [न च अन्यथा] બીજી રીતે નથી (એ નિયમ છે).
ભાવાર્થઆત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય
છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ
થતું નથી; પરંતુ દર્શન અર્થાત્
શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ
જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતાતેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય
છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
વ્યવહારી લોકો પર્યાયમાંભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી
સમજાવ્યું છે. ૧૯.
હવે, આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દ્રષ્ટાંતથી કહે છે
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે,
પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭.
જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮.
ગાથાર્થ[यथा नाम] જેમ [कः अपि] કોઈ [अर्थार्थिकः पुरुषः] ધનનો અર્થી પુરુષ
7