Page 210 of 642
PDF/HTML Page 241 of 673
single page version
ગાથાર્થઃ — [ जीवानाम् ] જીવોને [ या ] જે [ अतत्त्वोपलब्धिः ] તત્ત્વનું અજ્ઞાન (અર્થાત્ વસ્તુસ્વરૂપનું અયથાર્થ – વિપરીત જ્ઞાન) છે [ सः ] તે [ अज्ञानस्य ] અજ્ઞાનનો [ उदयः ] ઉદય છે [ तु ] અને [ जीवस्य ] જીવને [ अश्रद्दधानत्वम् ] જે (તત્ત્વનું) અશ્રદ્ધાન છે તે [ मिथ्यात्वस्य ] મિથ્યાત્વનો [ उदयः ] ઉદય છે; [ तु ] વળી [ जीवानां ] જીવોને [ यद् ] જે [ अविरमणम् ] અવિરમણ અર્થાત્ અત્યાગભાવ છે તે [ असंयमस्य ] અસંયમનો [ उदयः ] ઉદય [ भवेत् ] છે [ तु ] અને [ जीवानां ] જીવોને [ यः ] જે [ कलुषोपयोगः ] મલિન (અર્થાત્ જાણપણાની સ્વચ્છતા રહિત) ઉપયોગ છે [ सः ] તે [ कषायोदयः ] કષાયનો ઉદય છે; [ तु ] વળી [ जीवानां ] જીવોને [ यः ] જે [ शोभनः अशोभनः वा ] શુભ કે અશુભ [ कर्तव्यः विरतिभावः वा ] પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ [ चेष्टोत्साहः ] (મનવચનકાયા-આશ્રિત) ચેષ્ટાનો ઉત્સાહ છે [ तं ] તે [ योगोदयं ] યોગનો ઉદય [ जानीहि ] જાણ.
[ एतेषु ] આ (ઉદયો) [ हेतुभूतेषु ] હેતુભૂત થતાં [ यत् तु ] જે [ कार्मणवर्गणागतं ] કાર્મણ- વર્ગણાગત (કાર્મણવર્ગણારૂપ) પુદ્ગલદ્રવ્ય [ ज्ञानावरणादिभावैः अष्टविधं ] જ્ઞાનાવરણાદિભાવોરૂપે આઠ પ્રકારે [ परिणमते ] પરિણમે છે, [ तत् कार्मणवर्गणागतं ] તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય [ यदा ] જ્યારે [ खलु ] ખરેખર [ जीवनिबद्धं ] જીવમાં બંધાય છે [ तदा तु ] ત્યારે [ जीवः ] જીવ
Page 211 of 642
PDF/HTML Page 242 of 673
single page version
अतत्त्वोपलब्धिरूपेण ज्ञाने स्वदमानो अज्ञानोदयः । मिथ्यात्वासंयमकषाययोगोदयाः कर्महेतवस्तन्मयाश्चत्वारो भावाः । तत्त्वाश्रद्धानरूपेण ज्ञाने स्वदमानो मिथ्यात्वोदयः, अविरमणरूपेण ज्ञाने स्वदमानोऽसंयमोदयः, कलुषोपयोगरूपेण ज्ञाने स्वदमानः कषायोदयः, शुभाशुभप्रवृत्ति- निवृत्तिव्यापाररूपेण ज्ञाने स्वदमानो योगोदयः । अथैतेषु पौद्गलिकेषु मिथ्यात्वाद्युदयेषु हेतुभूतेषु यत्पुद्गलद्रव्यं कर्मवर्गणागतं ज्ञानावरणादिभावैरष्टधा स्वयमेव परिणमते तत्खलु कर्मवर्गणागतं जीवनिबद्धं यदा स्यात्तदा जीवः स्वयमेवाज्ञानात्परात्मनोरेकत्वाध्यासेनाज्ञानमयानां तत्त्वाश्रद्धानादीनां स्वस्य परिणामभावानां हेतुर्भवति । [ परिणामभावानाम् ] (પોતાના અજ્ઞાનમય) પરિણામભાવોનો [ हेतुः ] હેતુ [ भवति ] થાય છે.
ટીકાઃ — તત્ત્વના અજ્ઞાનરૂપે (અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો ( – સ્વાદમાં આવતો) અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો — કે જેઓ (નવાં) કર્મના હેતુઓ છે તેઓ — તે-મય અર્થાત્ અજ્ઞાનમય ચાર ભાવો છે. તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે; અવિરમણરૂપે (અત્યાગભાવરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે; કલુષ (મલિન) ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે; શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે. આ પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્મણ- વર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવે આઠ પ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે તત્ત્વ-અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે.
ભાવાર્થઃ — અજ્ઞાનભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુદ્ગલના પરિણામ છે અને તેમનો સ્વાદ અતત્ત્વશ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્મણવર્ગણારૂપ નવાં પુદ્ગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે; અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે.
મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવાં પુદ્ગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું, અને જીવનું પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમવું — એ ત્રણેય એક સમયે જ થાય છે; સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી.
Page 212 of 642
PDF/HTML Page 243 of 673
single page version
यदि पुद्गलद्रव्यस्य तन्निमित्तभूतरागाद्यज्ञानपरिणामपरिणतजीवेन सहैव कर्मपरिणामो
જીવથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ —
ગાથાર્થઃ — [ यदि ] જો [ पुद्गलद्रव्यस्य ] પુદ્ગલદ્રવ્યને [ जीवेन सह चैव ] જીવની સાથે જ [ कर्मपरिणामः ] કર્મરૂપ પરિણામ થાય છે (અર્થાત્ બન્ને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો [ एवं ] એ રીતે [ पुद्गलजीवौ द्वौ अपि ] પુદ્ગલ અને જીવ બન્ને [ खलु ] ખરેખર [ कर्मत्वम् आपन्नौ ] કર્મપણાને પામે. [ तु ] પરંતુ [ कर्मभावेन ] કર્મભાવે [ परिणामः ] પરિણામ તો [ पुद्गलद्रव्यस्य एकस्य ] પુદ્ગલદ્રવ્યને એકને જ થાય છે [ तत् ] તેથી [ जीवभावहेतुभिः विना ] જીવભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ [ कर्मणः ] કર્મનું [ परिणामः ] પરિણામ છે.
ટીકાઃ — જો પુદ્ગલદ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા રાગાદિ-અજ્ઞાનપરિણામે પરિણમેલા જીવની સાથે જ (અર્થાત્ બન્ને ભેગાં મળીને જ), કર્મરૂપ પરિણામ થાય છે — એમ
Page 213 of 642
PDF/HTML Page 244 of 673
single page version
भवतीति वितर्कः, तदा पुद्गलद्रव्यजीवयोः सहभूतहरिद्रासुधयोरिव द्वयोरपि कर्मपरिणामापत्तिः । अथ चैकस्यैव पुद्गलद्रव्यस्य भवति कर्मत्वपरिणामः, ततो रागादिजीवाज्ञानपरिणामाद्धेतोः पृथग्भूत एव पुद्गलकर्मणः परिणामः ।
વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં હળદર અને ફટકડી બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ પુદ્ગલદ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે; તેથી જીવનું રાગાદિ-અજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલકર્મનું પરિણામ છે.
ભાવાર્થઃ — જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડ કર્મરૂપે કદી પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું કર્મપરિણામ છે.
પુદ્ગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ —
ગાથાર્થઃ — [ जीवस्य तु ] જો જીવને [ कर्मणा च सह ] કર્મની સાથે જ [ रागादयः परिणामाः ] રાગાદિ પરિણામો [ खलु भवन्ति ] થાય છે (અર્થાત્ બન્ને ભેળાં થઈને રાગાદિરૂપે
Page 214 of 642
PDF/HTML Page 245 of 673
single page version
यदि जीवस्य तन्निमित्तभूतविपच्यमानपुद्गलकर्मणा सहैव रागाद्यज्ञानपरिणामो भवतीति वितर्कः, तदा जीवपुद्गलकर्मणोः सहभूतसुधाहरिद्रयोरिव द्वयोरपि रागाद्यज्ञानपरिणामापत्तिः । अथ चैकस्यैव जीवस्य भवति रागाद्यज्ञानपरिणामः, ततः पुद्गलकर्मविपाकाद्धेतोः पृथग्भूतो एव जीवस्य परिणामः ।
किमात्मनि बद्धस्पृष्टं किमबद्धस्पृष्टं कर्मेति नयविभागेनाह —
પરિણમે છે) એમ માનવામાં આવે [ एवं ] તો એ રીતે [ जीवः कर्म च ] જીવ અને કર્મ [ द्वे अपि ] બન્ને [ रागादित्वम् आपन्ने ] રાગાદિપણાને પામે. [ तु ] પરંતુ [ रागादिभिः परिणामः ] રાગાદિભાવે પરિણામ તો [ जीवस्य एकस्य ] જીવને એકને જ [ जायते ] થાય છે [ तत् ] તેથી [ कर्मोदयहेतुभिः विना ] કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ [ जीवस्य ] જીવનું [ परिणामः ] પરિણામ છે.
ટીકાઃ — જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ (અર્થાત્ બન્ને ભેગાં મળીને જ), રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે — એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામ આવી પડે. પરંતુ જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
ભાવાર્થઃ — જો જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્ગલકર્મ તો રાગાદિરૂપે (જીવ- રાગાદિરૂપે) કદી પરિણમી શકતું નથી; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે રાગાદિપરિણામને નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
‘આત્માનાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે કે અબદ્ધસ્પૃષ્ટ છે’ — તે હવે નયવિભાગથી કહે છેઃ —
Page 215 of 642
PDF/HTML Page 246 of 673
single page version
जीवपुद्गलकर्मणोरेकबन्धपर्यायत्वेन तदात्वे व्यतिरेकाभावाज्जीवे बद्धस्पृष्टं कर्मेति व्यवहार- नयपक्षः । जीवपुद्गलकर्मणोरनेकद्रव्यत्वेनात्यन्तव्यतिरेकाज्जीवेऽबद्धस्पृष्टं कर्मेति निश्चयनयपक्षः ।
ततः किम् —
ગાથાર્થઃ — [ जीवे ] જીવમાં [ कर्म ] કર્મ [ बद्धं ] (તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે [ च ] તથા [ स्पृष्टं ] સ્પર્શાયેલું છે [ इति ] એવું [ व्यवहारनयभणितम् ] વ્યવહારનયનું કથન છે [ तु ] અને [ जीवे ] જીવમાં [ कर्म ] કર્મ [ अबद्धस्पृष्टं ] અણબંધાયેલું, અણસ્પર્શાયેલું [ भवति ] છે એવું [ शुद्धनयस्य ] શુદ્ધનયનું કથન છે.
ટીકાઃ — જીવના અને પુદ્ગલકર્મના એકબંધપર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પૃષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.
પણ તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, — એમ હવે ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [ जीवे ] જીવમાં [ कर्म ] કર્મ [ बद्धम् ] બદ્ધ છે અથવા [ अबद्धं ] અબદ્ધ છે — [ एवं तु ] એ પ્રકારે તો [ नयपक्षम् ] નયપક્ષ [ जानीहि ] જાણ; [ पुनः ] પણ [ यः ] જે [ पक्षातिक्रान्तः ] પક્ષાતિક્રાંત (અર્થાત્ પક્ષને ઓળંગી ગયેલો) [ भण्यते ] કહેવાય છે [ सः ] તે [ समयसारः ] સમયસાર (અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે.
Page 216 of 642
PDF/HTML Page 247 of 673
single page version
यः किल जीवे बद्धं कर्मेति यश्च जीवेऽबद्धं कर्मेति विकल्पः स द्वितयोऽपि हि नयपक्षः । य एवैनमतिक्रामति स एव सकलविकल्पातिक्रान्तः स्वयं निर्विकल्पैकविज्ञानघनस्वभावो भूत्वा साक्षात्समयसारः सम्भवति । तत्र यस्तावज्जीवे बद्धं कर्मेति विकल्पयति स जीवेऽबद्धं कर्मेति एकं पक्षमतिक्रामन्नपि न विकल्पमतिक्रामति; यस्तु जीवेऽबद्धं कर्मेति विकल्पयति सोऽपि जीवे बद्धं कर्मेत्येकं पक्षमतिक्रामन्नपि न विकल्पमतिक्रामति; यः पुनर्जीवे बद्धमबद्धं च कर्मेति विकल्पयति स तु तं द्वितयमपि पक्षमनतिक्रामन् न विकल्पमतिक्रामति । ततो य एव समस्तनयपक्षमतिक्रामति स एव समस्तं विकल्पमतिक्रामति । य एव समस्तं विकल्पमतिक्रामति स एव समयसारं विन्दति ।
यद्येवं तर्हि को हि नाम नयपक्षसन्न्यासभावनां न नाटयति ?
ટીકાઃ — ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવો જે વિકલ્પ તથા ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એવો જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. જે તે નયપક્ષને અતિક્રમે છે ( – ઓળંગી જાય છે, છોડે છે), તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થતો પોતે નિર્વિકલ્પ, એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યાં (વિશેષ સમજાવવામાં આવે છે કે) — જે ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી; અને જે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે પણ ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી; વળી જે ‘જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે’ એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને નહિ અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે — અનુભવે છે.
ભાવાર્થઃ — જીવ કર્મથી ‘બંધાયો છે’ તથા ‘નથી બંધાયો’ — એ બન્ને નયપક્ષ છે. તેમાંથી કોઈએ બંધપક્ષ પકડ્યો, તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો; કોઈએ અબંધપક્ષ પકડ્યો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો; અને કોઈએ બન્ને પક્ષ પકડ્યા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને — શુદ્ધાત્માને — પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે.
હવે, ‘જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે?’
Page 217 of 642
PDF/HTML Page 248 of 673
single page version
स्वरूपगुप्ता निवसन्ति नित्यम् ।
स्त एव साक्षादमृतं पिबन्ति ।।६९।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७०।।
એમ કહીને શ્રીમાન્ અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ ये एव ] જેઓ [ नयपक्षपातं मुक्त्वा ] નયપક્ષપાતને છોડી [ स्वरूपगुप्ताः ] (પોતાના) સ્વરૂપમાં ગુપ્ત થઈને [ नित्यम् ] સદા [ निवसन्ति ] રહે છે [ ते एव ] તેઓ જ, [ विकल्पजालच्युतशान्तचित्ताः ] જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા, [ साक्षात् अमृतं पिबन्ति ] સાક્ષાત્ અમૃતને પીએ છે.
ભાવાર્થઃ — જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ૬૯.
હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડે છે તે તત્ત્વવેદી (તત્ત્વનો જાણનાર) સ્વરૂપને પામે છેઃ —
શ્લોકાર્થઃ — [ बद्धः ] જીવ કર્મથી બંધાયેલો છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ કર્મથી બંધાયેલો નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી (વસ્તુસ્વરૂપનો જાણનાર) પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ
Page 218 of 642
PDF/HTML Page 249 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७१।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७२।।
જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે).
ભાવાર્થઃ — આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે. એ રીતે જીવ-પદાર્થને શુદ્ધ, નિત્ય, અભેદ ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે — આ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિકલ્પ) કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. ૭૦.
શ્લોકાર્થઃ — [ मूढः ] જીવ મૂઢ (મોહી) છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ મૂઢ (મોહી) નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે). ૭૧.
શ્લોકાર્થઃ — [ रक्तः ] જીવ રાગી છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ]
Page 219 of 642
PDF/HTML Page 250 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७३।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७४।।
જીવ રાગી નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૭૨.
શ્લોકાર્થઃ — [ दुष्टः ] જીવ દ્વેષી છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ દ્વેષી નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૭૩.
શ્લોકાર્થઃ — [ कर्ता ] જીવ કર્તા છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ કર્તા નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૭૪.
Page 220 of 642
PDF/HTML Page 251 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७५।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७६।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७७।।
શ્લોકાર્થઃ — [ भोक्ता ] જીવ ભોક્તા છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ ભોક્તા નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૭૫.
શ્લોકાર્થઃ — [ जीवः ] જીવ જીવ છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ જીવ નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૭૬.
શ્લોકાર્થઃ — [ सूक्ष्मः ] જીવ સૂક્ષ્મ છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ સૂક્ષ્મ નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु
Page 221 of 642
PDF/HTML Page 252 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७८।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७९।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८०।।
चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૭૭.
શ્લોકાર્થઃ — [ हेतुः ] જીવ હેતુ (કારણ) છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ હેતુ (કારણ) નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૭૮.
શ્લોકાર્થઃ — [ कार्यं ] જીવ કાર્ય છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ કાર્ય નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૭૯.
શ્લોકાર્થઃ — [ भावः ] જીવ ભાવ છે (અર્થાત્ ભાવરૂપ છે) [ एकस्य ] એવો એક
Page 222 of 642
PDF/HTML Page 253 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८१।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८२।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ ભાવ નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૮૦.
શ્લોકાર્થઃ — [ एकः ] જીવ એક છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે [ च ] અને [ न तथा ] જીવ એક નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૮૧.
શ્લોકાર્થઃ — [ सान्तः ] જીવ સાંત ( – અંત સહિત) છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ સાંત નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૮૨.
શ્લોકાર્થઃ — [ नित्यः ] જીવ નિત્ય છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न
Page 223 of 642
PDF/HTML Page 254 of 673
single page version
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८३।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८४।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८५।।
तथा ] જીવ નિત્ય નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૮૩.
શ્લોકાર્થઃ — [ वाच्यः ] જીવ વાચ્ય (અર્થાત્ વચનથી કહી શકાય એવો) છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ વાચ્ય ( – વચનગોચર) નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૮૪.
શ્લોકાર્થઃ — [ नाना ] જીવ નાનારૂપ છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ નાનારૂપ નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૮૫.
Page 224 of 642
PDF/HTML Page 255 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८६।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८७।।
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८८।।
શ્લોકાર્થઃ — [ चेत्यः ] જીવ ચેત્ય ( – ચેતાવાયોગ્ય) છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ ચેત્ય નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૮૬.
શ્લોકાર્થઃ — [ दृश्यः ] જીવ દ્રશ્ય ( – દેખાવાયોગ્ય) છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ દ્રશ્ય નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૮૭.
શ્લોકાર્થઃ — [ वेद्यः ] જીવ વેદ્ય ( – વેદાવાયોગ્ય, જણાવાયોગ્ય) છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ વેદ્ય નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः
Page 225 of 642
PDF/HTML Page 256 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८९।।
मेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम् ।
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम् ।।९०।।
तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૮૮.
શ્લોકાર્થઃ — [ भातः ] જીવ ‘ભાત’ (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ ‘ભાત’ નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે).
ભાવાર્થઃ — બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અદ્વેષી, કર્તા અકર્તા, ભોક્તા અભોક્તા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્થૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દ્રશ્ય અદ્રશ્ય, વેદ્ય અવેદ્ય, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો — વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિત્સ્વરૂપ જીવનો ચિત્સ્વરૂપે અનુભવ થાય છે.
જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિત્સ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્સ્વરૂપ કહ્યો છે. ૮૯.
ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છેઃ —
શ્લોકાર્થઃ — [ एवं ] એ પ્રમાણે [ स्वेच्छा-समुच्छलद्-अनल्प-विकल्प-जालाम् ] જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી [ महतीं ] મોટી [ नयपक्षकक्षाम् ] નયપક્ષકક્ષાને
Page 226 of 642
PDF/HTML Page 257 of 673
single page version
पुष्कलोच्चलविकल्पवीचिभिः ।
कृत्स्नमस्यति तदस्मि चिन्महः ।।९१।।
(નયપક્ષની ભૂમિને) [ व्यतीत्य ] ઓળંગી જઈને (તત્ત્વવેદી) [ अन्तः बहिः ] અંદર અને બહાર [ समरसैकरसस्वभावं ] સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા [ अनुभूतिमात्रम् एकम् स्वं भावम् ] અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને ( – સ્વરૂપને) [ उपयाति ] પામે છે. ૯૦.
હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ पुष्कल-उत्-चल-विकल्प-वीचिभिः उच्छलत् ] પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી [ इदम् एवम् कृत्स्नम् इन्द्रजालम् ] આ સમસ્ત ઇંદ્રજાળને [ यस्य विस्फु रणम् एव ] જેનું ❋સ્ફુરણ માત્ર જ [ तत्क्षणं ] તત્ક્ષણ [ अस्यति ] ભગાડી મૂકે છે [ तत् चिन्महः अस्मि ] તે ચિન્માત્ર તેજઃપુંજ હું છું.
ભાવાર્થઃ — ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિત્પ્રકાશ હું છું. ૯૧.
‘પક્ષાતિક્રાન્તનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?’ — એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ नयपक्षपरिहीनः ] નયપક્ષથી રહિત જીવ, [ समयप्रतिबद्धः ] સમયથી પ્રતિબદ્ધ ❋ સ્ફુરણ = ફરકવું તે; ધનુષ્ય-ટંકાર કરવો તે.
Page 227 of 642
PDF/HTML Page 258 of 673
single page version
यथा खलु भगवान्केवली श्रुतज्ञानावयवभूतयोर्व्यवहारनिश्चयनयपक्षयोः विश्वसाक्षितया केवलं स्वरूपमेव जानाति, न तु सततमुल्लसितसहजविमलसकलकेवलज्ञानतया नित्यं स्वयमेव विज्ञानघनभूतत्वात् श्रुतज्ञानभूमिकातिक्रान्ततया समस्तनयपक्षपरिग्रहदूरीभूतत्वात् कञ्चनापि नयपक्षं परिगृह्णाति, तथा किल यः श्रुतज्ञानावयवभूतयोर्व्यवहारनिश्चयनयपक्षयोः क्षयोपशम- विजृम्भितश्रुतज्ञानात्मकविकल्पप्रत्युद्गमनेऽपि परपरिग्रहप्रतिनिवृत्तौत्सुक्यतया स्वरूपमेव केवलं जानाति, न तु खरतरदृष्टिगृहीतसुनिस्तुषनित्योदितचिन्मयसमयप्रतिबद्धतया तदात्वे स्वयमेव विज्ञानघनभूतत्वात् श्रुतज्ञानात्मकसमस्तान्तर्बहिर्जल्परूपविकल्पभूमिकातिक्रान्ततया समस्तनय- पक्षपरिग्रहदूरीभूतत्वात् कञ्चनापि नयपक्षं परिगृह्णाति, स खलु निखिलविकल्पेभ्यः परतरः परमात्मा ज्ञानात्मा प्रत्यग्ज्योतिरात्मख्यातिरूपोऽनुभूतिमात्रः समयसारः
થયો થકો (અર્થાત્ ચિત્સ્વરૂપ આત્માને અનુભવતો થકો), [ द्वयोः अपि ] બન્ને [ नययोः ] નયોના [ भणितं ] કથનને [ केवलं तु ] કેવળ [ जानाति ] જાણે જ છે [ तु ] પરંતુ [ नयपक्षं ] નયપક્ષને [ किञ्चित् अपि ] જરા પણ [ न गृह्णाति ] ગ્રહણ કરતો નથી.
ટીકાઃ — જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહારનિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈને, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે (અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે) સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી, તેવી રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, અતિ તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત; ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે (અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવન વડે) તે વખતે (અનુભવ વખતે) પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને, શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી, તે (આત્મા) ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યગ્જ્યોતિ, આત્મખ્યાતિરૂપ, અનુભૂતિમાત્ર સમયસાર છે.
ભાવાર્થઃ — જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે
Page 228 of 642
PDF/HTML Page 259 of 673
single page version
भावभावपरमार्थतयैकम् ।
चेतये समयसारमपारम् ।।९२।।
ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું.
તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ चित्स्वभाव-भर-भावित-भाव-अभाव-भाव-परमार्थतया एकम् ] ચિત્સ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે ( – કરાય છે) — એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા [ अपारम् समयसारम् ] અપાર સમયસારને હું, [ समस्तां बन्धपद्धतिम् ] સમસ્ત બંધપદ્ધતિને [ अपास्य ] દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને, [ चेतये ] અનુભવું છું.
ભાવાર્થઃ — નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે, ‘હું અનુભવું છું’ એવો પણ વિકલ્પ હોતો નથી — એમ જાણવું. ૯૨.
પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે — એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ यः ] જે [ सर्वनयपक्षरहितः ] સર્વ નયપક્ષોથી રહિત [ भणितः ] કહેવામાં
Page 229 of 642
PDF/HTML Page 260 of 673
single page version
अयमेक एव केवलं सम्यग्दर्शनज्ञानव्यपदेशं किल लभते । यः खल्वखिलनय-पक्षाक्षुण्णतया विश्रान्तसमस्तविकल्पव्यापारः स समयसारः । यतः प्रथमतः श्रुतज्ञानावष्टम्भेन ज्ञानस्वभावमात्मानं निश्चित्य, ततः खल्वात्मख्यातये, परख्यातिहेतूनखिला एवेन्द्रियानिन्द्रिय-बुद्धीरवधार्य आत्माभिमुखीकृतमतिज्ञानतत्त्वः, तथा नानाविधनयपक्षालम्बनेनानेक-विकल्पैराकुलयन्तीः श्रुतज्ञानबुद्धीरप्यवधार्य श्रुतज्ञानतत्त्वमप्यात्माभिमुखीकुर्वन्नत्यन्तमविकल्पो भूत्वा झगित्येव स्वरसत एव व्यक्तीभवन्तमादिमध्यान्तविमुक्तमनाकुलमेकं केवलमखिलस्यापि विश्वस्योपरि तरन्तमिवाखण्ड- प्रतिभासमयमनन्तं विज्ञानघनं परमात्मानं समयसारं विन्दन्नेवात्मा सम्यग्दृश्यते ज्ञायते च; ततः सम्यग्दर्शनं ज्ञानं च समयसार एव
આવ્યો છે [ सः ] તે [ समयसारः ] સમયસાર છે; [ एषः ] આને જ ( – સમયસારને જ) [ केवलं ] કેવળ [ सम्यग्दर्शनज्ञानम् ] સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન [ इति ] એવી [ व्यपदेशम् ] સંજ્ઞા (નામ) [ लभते ] મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે.)
ટીકાઃ — જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે.)
પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને ( – મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસંમુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
ભાવાર્થઃ — આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય- બુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ ‘સમ્યગ્દર્શન’