Samaysar Kalash Tika (Gujarati). Shlok: 94-111 ; Punya-Pap Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 15

 

Page 79 of 269
PDF/HTML Page 101 of 291
single page version

શુદ્ધસ્વરૂપ આત્મા (भाति) પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. જે રીતે પરિણમે છે તે કહે છે‘‘नयानां पक्षैः विना अचलं अविकल्पभावम् आक्रामन्’’ (नयानां) દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એવા જે અનેક વિકલ્પો તેમનો (पक्षैः विना) પક્ષપાત કર્યા વિના, (अचलं) ત્રણે કાળ એકરૂપ છે એવી (अविकल्पभावम्) નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યવસ્તુ તે-રૂપ (आक्रामम्) જે રીતે શુદ્ધસ્વરૂપ છે તે રીતે પરિણમતો થકો. ભાવાર્થ આમ છે કેજેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે; તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધસ્વરૂપ આત્મા ‘‘सः विज्ञानैकरसः’’ તે જ જ્ઞાનપુંજ વસ્તુ છે એમ કહેવાય છે, ‘‘सः भगवान्’’ તે જ પરબ્રહ્મ પરમેશ્વર એમ કહેવાય છે, ‘‘एषः पुण्यः’’ તે જ પવિત્ર પદાર્થ એમ પણ કહેવાય છે, ‘‘एषः पुराणः’’ તે જ અનાદિનિધન વસ્તુ એમ પણ કહેવાય છે, ‘‘एषः पुमान्’’ તે જ અનંત ગુણે બિરાજમાન પુરુષ એમ પણ કહેવાય છે, ‘‘अयं ज्ञानं दर्शनम् अपि’’ તે જ સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાન એમ પણ કહેવાય છે. ‘‘अथवा किम्’’ બહુ શું કહીએ? ‘‘अयम् एकः यत् किञ्चन अपि’’ (अयम् एकः) આ જે છે શુદ્ધચૈતન્યવસ્તુની પ્રાપ્તિ (यत् किञ्चन अपि) તેને જે કાંઈ કહીએ તે જ છે, જેવી પણ કહેવામાં આવે તેવી જ છે. ભાવાર્થ આમ છે કેશુદ્ધચૈતન્યમાત્રવસ્તુપ્રકાશ નિર્વિકલ્પ એકરૂપ છે, તેનાં નામનો મહિમા કરવામાં આવે તો અનંત નામ કહીએ તેટલાં પણ ઘટે, વસ્તુ તો એકરૂપ છે. કેવો છે તે શુદ્ધસ્વરૂપ આત્મા? ‘‘निभृतैः स्वयं आस्वाद्यमानः’’ નિશ્ચલ જ્ઞાની પુરુષો વડે પોતે સ્વયં અનુભવશીલ છે. ૪૮૯૩.

(શાર્દૂલવિક્રીડિત)
दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतो
दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात्
विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहरन्
आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्
।।४९-९४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अयं आत्मा गतानुगततां आयाति तोयवत्’’ (अयं) દ્રવ્યરૂપ વિદ્યમાન છે એવો (आत्मा) આત્મા અર્થાત્ ચેતનપદાર્થ (गतानुगतताम्) સ્વરૂપથી નષ્ટ થયો હતો તે, પાછો તે સ્વરૂપને પ્રાપ્ત થયો એવા ભાવને (आयाति)


Page 80 of 269
PDF/HTML Page 102 of 291
single page version

પામે છે. દ્રષ્ટાંત(तोयवत्) પાણીની માફક. શું કરતો થકો? ‘‘आत्मानम् आत्मनि सदा आहरन्’’ પોતાને પોતામાં નિરન્તર અનુભવતો થકો. કેવો છે આત્મા? ‘‘तदेकरसिनाम् विज्ञानैकरसः’’ (तदेकरसिनाम्) અનુભવરસિક છે જે પુરુષો તેમને (विज्ञानैकरसः) જ્ઞાનગુણ-આસ્વાદરૂપ છે. કેવો થયો છે? ‘‘निजौघात् च्युतः’’ (निजौघात्) જેમ પાણીનો શીત, સ્વચ્છ, દ્રવત્વ સ્વભાવ છે, તે સ્વભાવથી ક્યારેક ચ્યુત થાય છે, પોતાના સ્વભાવને છોડે છે, તેમ જીવદ્રવ્યનો સ્વભાવ કેવળજ્ઞાન, કેવળદર્શન, અતીન્દ્રિય સુખ ઇત્યાદિ અનંત ગુણસ્વરૂપ છે, તેનાથી (च्युतः) અનાદિ કાળથી ભ્રષ્ટ થયો છે, વિભાવરૂપ પરિણમ્યો છે. ભ્રષ્ટપણું જે રીતે છે તે કહે છે‘‘दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्’’ (दूरं) અનાદિ કાળથી (भूरि) અતિ બહુ છે (विकल्प) કર્મજનિત જેટલા ભાવ તેમનામાં આત્મરૂપ સંસ્કારબુદ્ધિ, તેનો (जाल) સમૂહ, તે જ છે (गहने) અટવીવન, તેમાં (भ्राम्यन्) ભ્રમણ કરતો થકો. ભાવાર્થ આમ છે કે જેમ પાણી પોતાના સ્વાદથી ભ્રષ્ટ થયું થકું નાના વૃક્ષોરૂપે પરિણમે છે તેમ જીવદ્રવ્ય પોતાના શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ થયું થકું નાના પ્રકારના ચતુર્ગતિપર્યાયરૂપે પોતાને આસ્વાદે છે. થયો તો કેવો થયો? ‘‘बलात् निजौघं नीतः’’ (बलात्) બળજોરીથી (निजौघं) પોતાની શુદ્ધસ્વરૂપલક્ષણ નિષ્કર્મ અવસ્થા (नीतः) તે-રૂપ પરિણમ્યો છે. આવો જે કારણથી થયો તે કહે છે‘‘दूरात् एव’’ અનંત કાળ ફરતાં પ્રાપ્ત થયો છે એવો જે ‘‘विवेकनिम्नगमनात्’’ (विवेक) શુદ્ધસ્વરૂપનો અનુભવ એવો જે (निम्नगमनात्) નીચો માર્ગ, તે કારણથી જીવદ્રવ્યનું જેવું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું. ભાવાર્થ આમ છે કેજેવી રીતે પાણી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે, કાળ નિમિત્ત પામી ફરીને જળરૂપ થાય છે. નીચા માર્ગથી ઢળતું થકું પુંજરૂપ પણ થાય છે, તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી સ્વરૂપથી ભ્રષ્ટ છે, શુદ્ધસ્વરૂપલક્ષણ સમ્યક્ત્વગુણ પ્રગટ થતાં મુક્ત થાય છે. આવો દ્રવ્યનો પરિણામ છે. ૪૯૯૪.

(અનુષ્ટુપ)
विकल्पकः परं कर्ता विकल्पः कर्म केवलम्
न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ।।५०-९५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘सविकल्पस्य कर्तृकर्मत्वं जातु न नश्यति’’ (सविकल्पस्य) કર્મજનિત છે જે અશુદ્ધ રાગાદિ ભાવ તેમને પોતારૂપ જાણે છે એવા


Page 81 of 269
PDF/HTML Page 103 of 291
single page version

મિથ્યાદ્રષ્ટિ જીવને (कर्तृकर्मत्वं) કર્તાપણું-કર્મપણું (जातु) સર્વ કાળ (न नश्यति) મટતું નથી, કારણ કે ‘‘परं विकल्पकः कर्ता, केवलम् विकल्पः कर्म’’ (विकल्पकः) વિભાવ- મિથ્યાત્વ-પરિણામે પરિણમ્યો છે જે જીવ (परं) તે જ માત્ર (कर्ता) જે ભાવરૂપ પરિણમે તેનો કર્તા અવશ્ય થાય છે; (विकल्पः) મિથ્યાત્વ-રાગાદિરૂપ અશુદ્ધ ચેતનપરિણામ (केवलम्) તે જ માત્ર (क र्म) જીવનું કાર્ય જાણવું. ભાવાર્થ આમ છે કોઈ એમ માનશે કે જીવદ્રવ્ય સદાય અકર્તા છે; તેનું આમ સમાધાન છે કે જેટલો કાળ જીવનો સમ્યક્ત્વગુણ પ્રગટ થતો નથી તેટલો કાળ જીવ મિથ્યાદ્રષ્ટિ છે; મિથ્યાદ્રષ્ટિ હોય તો અશુદ્ધ પરિણામનો કર્તા થાય છે, પરંતુ જ્યારે સમ્યકત્વગુણ પ્રગટ થાય છે ત્યારે અશુદ્ધ પરિણામ મટે છે, ત્યારે અશુદ્ધ પરિણામનો કર્તા થતો નથી. ૫૦૯૫.

(રથોદ્ધતા)
यः करोति स करोति केवलं
यस्तु वेत्ति स तु वेत्ति केवलम्
यः करोति न हि वेत्ति स क्वचित्
यस्तु वेत्ति न करोति स क्वचित्
।।५१-९६।।

ખંડાન્વય સહિત અર્થઃઆ અવસરે, સમ્યગ્દ્રષ્ટિ જીવનો અને મિથ્યાદ્રષ્ટિ જીવનો પરિણામભેદ ઘણો છે તે કહે છે‘‘यः करोति सः केवलं करोति’’ (यः) જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ (करोति) મિથ્યાત્વ-રાગાદિ પરિણામરૂપ પરિણમે છે (सः केवलं करोति) તે તેવા જ પરિણામનો કર્તા થાય છે; ‘‘तु यः वेत्ति’’ જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમે છે ‘‘सः केवलम् वेत्ति’’ તે જીવ તે જ્ઞાનપરિણામરૂપ છે, તેથી કેવળ જ્ઞાતા છે, કર્તા નથી. ‘‘यः करोति सः क्वचित् न वेत्ति’’ જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ મિથ્યાત્વ-રાગાદિરૂપ પરિણમે છે તે શુદ્ધસ્વરૂપનો અનુભવનશીલ એક જ કાળે તો નથી હોતો; ‘‘यः तु वेत्ति सः क्वचित् न करोति’’ જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપને અનુભવે છે તે જીવ મિથ્યાત્વ-રાગાદિ ભાવનો પરિણમનશીલ નથી હોતો. ભાવાર્થ આમ છે કે સમ્યક્ત્વ અને મિથ્યાત્વના પરિણામ પરસ્પર વિરુદ્ધ છે. જેમ સૂર્યનો પ્રકાશ હોતાં


Page 82 of 269
PDF/HTML Page 104 of 291
single page version

અંધકાર હોતો નથી, અંધકાર હોતાં પ્રકાશ હોતો નથી, તેમ સમ્યક્ત્વના પરિણામ હોતાં મિથ્યાત્વપરિણમન હોતું નથી. તેથી એક કાળે એક પરિણામરૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તે પરિણામનું તે કર્તા હોય છે. માટે મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મનો કર્તા, સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્મનો અકર્તાએવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. ૫૧૯૬.

(ઇન્દ્રવજ્રા)
ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः
ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः
ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने
ज्ञाता न कर्तेति ततः स्थितं च
।।५२-९७।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अन्तः’’ સૂક્ષ્મ દ્રવ્યસ્વરૂપ દ્રષ્ટિથી ‘‘ज्ञप्तिः करोतौ न हि भासते’’ (ज्ञप्तिः) જ્ઞાનગુણ અને (करोतौ) મિથ્યાત્વ-રાગાદિરૂપ ચીકાશ એમનામાં (न हि भासते) એકત્વપણું નથી. ભાવાર્થ આમ છે કેસંસાર- અવસ્થા(રૂપ) મિથ્યાદ્રષ્ટિ જીવને જ્ઞાનગુણ પણ છે અને રાગાદિ ચીકાશ પણ છે; કર્મબંધ થાય છે તે રાગાદિ ચીકાશથી થાય છે, જ્ઞાનગુણના પરિણમનથી થતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે. તથા ‘‘ज्ञप्तौ करोतिः अन्तः न भासते’’ (ज्ञप्तौ) જ્ઞાનગુણને વિષે (करोतिः) અશુદ્ધ રાગાદિ પરિણમનનું (अन्तः न भासते) અંતરંગમાં એકત્વપણું નથી. ‘‘ततः ज्ञप्तिः करोतिः च विभिन्ने’’ (ततः) તે કારણથી (ज्ञप्तिः) જ્ઞાનગુણ અને (करोतिः) અશુદ્ધપણું (विभिन्ने) ભિન્ન ભિન્ન છે, એકરૂપ તો નથી. ભાવાર્થ આમ છે કેજ્ઞાનગુણ અને અશુદ્ધપણું, દેખતાં તો મળેલાં જેવાં દેખાય છે, પરંતુ સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે. વિવરણજાણપણામાત્ર જ્ઞાનગુણ છે, તેમાં ગર્ભિત એ જ દેખાય છે; ચીકાશ તે રાગાદિ છે, તેથી અશુદ્ધપણું કહેવાય છે. ‘‘ततः स्थितं ज्ञाता न कर्ता’’ (ततः) તે કારણથી (स्थितं) આવો સિદ્ધાન્ત નિષ્પન્ન થયો(ज्ञाता) સમ્યગ્દ્રષ્ટિ પુરુષ (न कर्ता) રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા હોતો નથી. ભાવાર્થ આમ છે કેદ્રવ્યના સ્વભાવથી જ્ઞાનગુણ કર્તા નથી, અશુદ્ધપણું કર્તા છે; પરંતુ સમ્યગ્દ્રષ્ટિને અશુદ્ધપણું નથી, તેથી સમ્યગ્દ્રષ્ટિ કર્તા નથી. ૫૨૯૭.


Page 83 of 269
PDF/HTML Page 105 of 291
single page version

(શાર્દૂલવિક્રીડિત)
कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि
द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः ।
ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति-
र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्
।।५३-९८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘कर्ता कर्मणि नियतं नास्ति’’ (कर्ता) મિથ્યાત્વ- રાગાદિ અશુદ્ધપરિણામપરિણત જીવ (कर्मणि) જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડમાં (नियतं) નિશ્ચયથી (नास्ति) નથી અર્થાત્ એ બંનેમાં એકદ્રવ્યપણું નથી; ‘‘तत् कर्म अपि कर्तरि नास्ति’’ (तत् कर्म अपि) તે જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ પણ (कर्तरि) અશુદ્ધભાવપરિણત મિથ્યાદ્રષ્ટિ જીવમાં (नास्ति) નથી અર્થાત્ એ બંનેમાં એકદ્રવ્યપણું નથી. ‘‘यदि द्वन्द्वं विप्रतिषिध्यते तदा कर्तृकर्मस्थितिः का’’ (यदि) જો (द्वन्द्वं) જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યના એકત્વપણાનો (विप्रतिषिध्यते) નિષેધ કર્યો છે (तदा) તો (कर्तृकर्मस्थितिः का) ‘જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ કર્મ’ એવી વ્યવસ્થા ક્યાંથી ઘટે? અર્થાત્ ન ઘટે. ‘‘ज्ञाता ज्ञातरि’’ જીવદ્રવ્ય પોતાના દ્રવ્ય સાથે એકત્વપણે છે; ‘‘सदा’’ બધાય કાળે આવું વસ્તુનું સ્વરૂપ છે; ‘‘कर्म कर्मणि’’ જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ પોતાના પુદ્ગલપિંડરૂપ છે;‘‘इति वस्तुस्थितिः व्यक्ता’’ (इति) આ રૂપે (वस्तुस्थितिः) દ્રવ્યનું સ્વરૂપ (व्यक्ता) અનાદિનિધનપણે પ્રગટ છે. ‘‘तथापि एषः मोहः नेपथ्ये बत कथं रभसा नानटीति’’ (तथापि) વસ્તુનું સ્વરૂપ તો આવું છે, જેવું કહ્યું તેવું, તોપણ (एषः मोहः) આ છે જે જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્યના એકત્વરૂપ બુદ્ધિ તે (नेपथ्ये) મિથ્યામાર્ગમાં, (बत) આ વાતનો અચંબો છે કે, (रभसा) નિરન્તર (कथं नानटीति) કેમ પ્રવર્તે છે? આ પ્રકારે વાતનો વિચાર કેમ છે? ભાવાર્થ આમ છે કેજીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય ભિન્ન ભિન્ન છે, મિથ્યાત્વરૂપ પરિણમેલો જીવ એકરૂપ જાણે છે તેનો ઘણો અચંબો છે. ૫૩૯૮.

હવે મિથ્યાદ્રષ્ટિ એકરૂપ જાણો તોપણ જીવ-પુદ્ગલ ભિન્ન ભિન્ન છે એમ કહે છેઃ


Page 84 of 269
PDF/HTML Page 106 of 291
single page version

(મંદાક્રાન્તા)
कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव
ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि
ज्ञानज्योतिर्ज्वलितमचलं व्यक्तमन्तस्तथोच्चै-
श्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्
।।५४-९९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एतत् ज्ञानज्योतिः तथा ज्वलितम्’’ (एतत् ज्ञानज्योतिः) વિદ્યમાન શુદ્ધચૈતન્યપ્રકાશ (तथा ज्वलितम्) જેવો હતો તેવો પ્રગટ થયો. કેવો છે? ‘‘अचलं’’ સ્વરૂપથી ચલાયમાન થતો નથી. વળી કેવો છે? ‘‘अन्तः व्यक्तम्’’ અસંખ્યાત પ્રદેશોમાં પ્રગટ છે. વળી કેવો છે? ‘‘उच्चैः अत्यन्तगम्भीरम्’’ અત્યન્ત અત્યન્ત ગંભીર છે અર્થાત્ અનન્તથી અનન્ત શક્તિએ બિરાજમાન છે. શાથી ગંભીર છે? ‘‘चिच्छक्तीनां निकरभरतः’’ (चित्-शक्तीनां) જ્ઞાનગુણના જેટલા નિરંશ ભેદ-ભાગ તેમના (निकरभरतः) અનન્તાનન્ત સમૂહ હોય છે, તેમનાથી અત્યન્ત ગંભીર છે. હવે જ્ઞાનગુણનો પ્રકાશ થતાં જે કાંઈ ફળસિદ્ધિ છે તે કહે છે‘‘यथा कर्ता कर्ता न भवति’’ (यथा) જ્ઞાનગુણ એવી રીતે પ્રગટ થયો કે, (कर्ता) અજ્ઞાનપણા સહિત જીવ મિથ્યાત્વપરિણામનો કર્તા થતો હતો તે તો (कर्ता न भवति) જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાનભાવનો કર્તા થતો નથી, ‘‘कर्म अपि कर्म एव न’’ (कर्म अपि) મિથ્યાત્વ-રાગાદિવિભાવ કર્મ પણ (कर्म एव न भवति) રાગાદિરૂપ થતું નથી; ‘‘यथा च’’ અને વળી ‘‘ज्ञानं ज्ञानं भवति’’ જે શક્તિ વિભાવપરિણમનરૂપ પરિણમી હતી તે જ પાછી પોતાના સ્વભાવરૂપ થઈ, ‘‘यथा पुद्गलः अपि पुद्गलः’’ (यथा पुद्गलः अपि) અને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પરિણમ્યું હતું જે પુદ્ગલદ્રવ્ય તે જ (पुद्गलः) કર્મપર્યાય છોડીને પુદ્ગલદ્રવ્ય થયું. ૫૪૯૯.


Page 85 of 269
PDF/HTML Page 107 of 291
single page version

પુણ્ય-પાપ અધિકાર
(દ્રુતવિલંબિત)
तदथ कर्म शुभाशुभभेदतो
द्वितयतां गतमैक्यमुपानयन्
ग्लपितनिर्भरमोहरजा अयं
स्वयमुदेत्यवबोधसुधाप्लवः
।।१-१००।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अयं अवबोधसुधाप्लवः स्वयम् उदेति’’ (अयं) વિદ્યમાન (अवबोध) શુદ્ધજ્ઞાનપ્રકાશ, તે જ છે (सुधाप्लवः) ચંદ્રમા, તે (स्वयम् उदेति) જેવો છે તેવો પોતાના તેજઃપુંજ વડે પ્રગટ થાય છે. કેવો છે? ‘‘ग्लपितनिर्भरमोहरजा’’ (ग्लपित) દૂર કર્યો છે (निर्भर) અતિશય ગાઢ (मोहरजा) મિથ્યાત્વ-અંધકાર જેણે એવો છે. ભાવાર્થ આમ છે કેચંદ્રમાનો ઉદય થતાં અંધકાર મટે છે, શુદ્ધજ્ઞાનપ્રકાશ થતાં મિથ્યાત્વપરિણમન મટે છે. શું કરતો થકો જ્ઞાનચંદ્રમા ઉદય પામે છે? ‘‘अथ तत कर्म ऐक्यं उपानयन्’’ (अथ) અહીંથી શરૂ કરીને (तत् कर्म) રાગાદિ અશુદ્ધ- ચેતનાપરિણામરૂપ અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપ કર્મ, તેમનું (ऐक्यम् उपानयन्) એકત્વપણું સાધતો થકો. કેવું છે કર્મ? ‘‘द्वितयतां गतम्’’ બે-પણું કરે છે. કેવું બે- પણું? ‘‘शुभाशुभभेदतः’’ (शुभ) ભલું (अशुभ) બૂરું એવો (भेदतः) ભેદ કરે છે. ભાવાર્થ આમ છે કેકોઈ મિથ્યાદ્રષ્ટિ જીવનો અભિપ્રાય એવો છે કે દયા, વ્રત, તપ, શીલ, સંયમ આદિથી માંડીને જેટલી છે શુભ ક્રિયા અને શુભ ક્રિયાને અનુસાર છે તે-રૂપ જે શુભોપયોગપરિણામ તથા તે પરિણામોના નિમિત્તથી બંધાય છે જે શાતાકર્મ- આદિથી માંડીને પુણ્યરૂપ પુદ્ગલપિંડ, તે ભલાં છે, જીવને સુખકારી છે; હિંસા- વિષય-કષાયરૂપ જેટલી છે ક્રિયા, તે ક્રિયાને અનુસાર અશુભોપયોગરૂપ


Page 86 of 269
PDF/HTML Page 108 of 291
single page version

સંકલેશપરિણામ, તે પરિણામોના નિમિત્તથી થાય છે જે અશાતાકર્મ-આદિથી માંડીને પાપબંધરૂપ પુદ્ગલપિંડ, તે બૂરાં છે, જીવને દુઃખકર્તા છે. આવું કોઈ જીવ માને છે તેના પ્રતિ સમાધાન આમ છે કેજેમ અશુભકર્મ જીવને દુઃખ કરે છે તેમ શુભકર્મ પણ જીવને દુઃખ કરે છે. કર્મમાં તો ભલું કોઈ નથી, પોતાના મોહને લઈને મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મને ભલું કરીને માને છે. આવી ભેદપ્રતીતિ શુદ્ધસ્વરૂપનો અનુભવ થયો ત્યારથી હોય છે. ૧૧૦૦.

એમ જે કહ્યું કે કર્મ એકરૂપ છે, તેના પ્રતિ દ્રષ્ટાન્ત કહે છે

(મંદાક્રાન્તા)
एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमाना-
दन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव
द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः
शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण
।।२-१०१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘द्वौ अपि एतौ साक्षात् शूद्रौ’’ (द्वौ अपि) વિદ્યમાન બંને (एतौ) એવા છે(साक्षात्) નિઃસંદેહપણે (शूद्रौ) બંને ચંડાળ છે. શાથી? ‘‘शूद्रिकायाः उदरात् युगपत् निर्गतौ’’ કારણ કે (शूद्रिकायाः उदरात्) ચંડાલણીના પેટથી (युगपत् निर्गतौ) એકીસાથે જન્મ્યા છે. ભાવાર્થ આમ છે કેકોઈ ચંડાલણીએ યુગલ બે પુત્ર એકીસાથે જણ્યા; કર્મોના યોગથી એક પુત્ર બ્રાહ્મણનો પ્રતિપાલિત થયો, તે તો બ્રાહ્મણની ક્રિયા કરવા લાગ્યો; બીજો પુત્ર ચંડાલણીનો પ્રતિપાલિત થયો, તે તો ચંડાળની ક્રિયા કરવા લાગ્યો. હવે જો બંનેના વંશની ઉત્પત્તિ વિચારીએ તો બંને ચંડાળ છે. તેવી રીતે કોઈ જીવો દયા, વ્રત, શીલ, સંયમમાં મગ્ન છે, તેમને શુભકર્મ બંધ પણ થાય છે; કોઈ જીવો હિંસા-વિષય-કષાયમાં મગ્ન છે, તેમને પાપબંધ પણ થાય છે. તે બંને પોતપોતાની ક્રિયામાં મગ્ન છે, મિથ્યા દ્રષ્ટિથી એમ માને છે કે શુભકર્મ ભલું, અશુભકર્મ બૂરું; તેથી આવા બંને જીવો મિથ્યાદ્રષ્ટિ છે, બંને જીવો કર્મબંધકરણશીલ છે. કેવા છે તેઓ? ‘‘अथ च जातिभेदभ्रमेण चरतः’’ (अथ च) બંને ચંડાળ છે તોપણ (जातिभेद)

જાતિભેદ અર્થાત્ બ્રાહ્મણ-શૂદ્ર એવા વર્ણભેદ તે-રૂપ છે


Page 87 of 269
PDF/HTML Page 109 of 291
single page version

(भ्रमेण) ભ્રમ અર્થાત્ પરમાર્થશૂન્ય અભિમાનમાત્ર, તે-રૂપે (चरतः) પ્રવર્તે છે. કેવો છે જાતિભેદભ્રમ? ‘‘एकः मदिरां दूरात् त्यजति’’ (एकः) ચંડાલણીના પેટે ઊપજ્યો છે પરંતુ પ્રતિપાલિત બ્રાહ્મણના ઘરે થયો છે એવો જે છે તે (मदिरां) સુરાપાનનો (दूरात त्यजति) અત્યંત ત્યાગ કરે છે, અડતો પણ નથી, નામ પણ લેતો નથી,એવો વિરક્ત છે. શા કારણથી? ‘‘ब्राह्मणत्वाभिमानात्’’ (ब्राह्मणत्व) ‘હું બ્રાહ્મણ’ એવો સંસ્કાર, તેના (अभिमानात्) પક્ષપાતથી. ભાવાર્થ આમ છે કેશૂદ્રાણીના પેટે ઊપજ્યો છું એવા મર્મને જાણતો નથી, ‘હું બ્રાહ્મણ, મારા કુળમાં મદિરા નિષિદ્ધ છે’ એમ જાણીને મદિરા છોડી છે તે પણ વિચારતાં ચંડાળ છે; તેવી રીતે કોઈ જીવ શુભોપયોગી થતો થકોયતિક્રિયામાં મગ્ન થતો થકોશુદ્ધોપયોગને જાણતો નથી, કેવળ યતિક્રિયામાત્ર મગ્ન છે, તે જીવ એવું માને છે કે ‘હું તો મુનીશ્વર, અમને વિષયકષાયસામગ્રી નિષિદ્ધ છે’ એમ જાણીને વિષયકષાયસામગ્રીને છોડે છે, પોતાને ધન્યપણું માને છે, મોક્ષમાર્ગ માને છે, પરંતુ વિચાર કરતાં એવો જીવ મિથ્યાદ્રષ્ટિ છે, કર્મબંધને કરે છે, કાંઈ ભલાપણું તો નથી. ‘‘अन्यः तया एव नित्यं स्नाति’’ (अन्यः) શૂદ્રાણીના પેટે ઊપજ્યો છે, શૂદ્રનો પ્રતિપાલિત થયો છે, એવો જીવ (तया) મદિરાથી (एव) અવશ્યમેવ (नित्यं स्नाति) નિત્ય સ્નાન કરે છે અર્થાત્ તેને અતિ મગ્નપણે પીએ છે. શું જાણીને પીએ છે? ‘‘स्वयं शूद्रः इति’’ ‘હું શૂદ્ર, અમારા કુળમાં મદિરા યોગ્ય છે’ એવું જાણીને. આવો જીવ, વિચાર કરતાં, ચંડાળ છે. ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ અશુભોપયોગી છે, ગૃહસ્થક્રિયામાં રત છે‘અમે ગૃહસ્થ, મને વિષય-કષાય ક્રિયા યોગ્ય છે’ એવું જાણીને વિષય-કષાય સેવે છે તે જીવ પણ મિથ્યાદ્રષ્ટિ છે, કર્મબંધ કરે છે, કેમ કે કર્મજનિત પર્યાયમાત્રને પોતારૂપ જાણે છે, જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી. ૨૧૦૧.

(ઉપજાતિ)
हेतुस्वभावानुभवाश्रयाणां
सदाप्यभेदान्न हि कर्मभेदः
तद्बन्धमार्गाश्रितमेकमिष्टं
स्वयं समस्तं खलु बन्धहेतुः
।।३-१०२।।


Page 88 of 269
PDF/HTML Page 110 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃઅહીં કોઈ મતાંતરરૂપ થઈને આશંકા કરે છેએમ કહે છે કે કર્મભેદ છેઃ કોઈ કર્મ શુભ છે, કોઈ કર્મ અશુભ છે. શા કારણથી? હેતુભેદ છે, સ્વભાવભેદ છે, અનુભવભેદ છે, આશ્રય ભિન્ન છે; ચાર ભેદોના કારણે કર્મભેદ છે. ત્યાં હેતુનો અર્થાત્ કારણનો ભેદ છે. વિવરણ સંકલેશપરિણામથી અશુભકર્મ બંધાય છે, વિશુદ્ધપરિણામથી શુભબંધ થાય છે. સ્વભાવભેદ અર્થાત્ પ્રકૃતિભેદ છે. વિવરણઅશુભકર્મસંબંધી પ્રકૃતિ ભિન્ન છે પુદ્ગલકર્મવર્ગણા ભિન્ન છે; શુભકર્મસંબંધી પ્રકૃતિ ભિન્ન છેપુદ્ગલકર્મવર્ગણા પણ ભિન્ન છે. અનુભવ અર્થાત્ કર્મનો રસ, તેનો પણ ભેદ છે. વિવરણ અશુભકર્મના ઉદયે જીવ નારકી થાય છે અથવા તિર્યંચ થાય છે અથવા હીન મનુષ્ય થાય છે, ત્યાં અનિષ્ટ વિષયસંયોગરૂપ દુઃખને પામે છે; અશુભ કર્મનો સ્વાદ એવો છે. શુભ કર્મના ઉદયે જીવ દેવ થાય છે અથવા ઉત્તમ મનુષ્ય થાય છે, ત્યાં ઇષ્ટ વિષયસંયોગરૂપ સુખને પામે છે; શુભકર્મનો સ્વાદ એવો છે. તેથી સ્વાદભેદ પણ છે. આશ્રય અર્થાત્ ફળની નિષ્પત્તિ એવો પણ ભેદ છે. વિવરણ અશુભકર્મના ઉદયે હીણો પર્યાય થાય છે, ત્યાં અધિક સંકલેશ થાય છે, તેનાથી સંસારની પરિપાટી થાય છે; શુભકર્મના ઉદયે ઉત્તમ પર્યાય થાય છે, ત્યાં ધર્મની સામગ્રી મળે છે, તે ધર્મની સામગ્રીથી જીવ મોક્ષ જાય છે, તેથી મોક્ષની પરિપાટી શુભકર્મ છે.આવું કોઈ મિથ્યાવાદી માને છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે ‘‘कर्मभेदः न हि’’ કોઈ કર્મ શુભરૂપ, કોઈ કર્મ અશુભરૂપએવો ભેદ તો નથી. શા કારણથી? ‘‘हेतुस्वभावानुभवाश्रयाणां सदा अपि अभेदात्’’ (हेतु) કર્મબંધનાં કારણ વિશુદ્ધપરિણામ-સંકલેશપરિણામ એવા બંને પરિણામ અશુદ્ધરૂપ છે, અજ્ઞાનરૂપ છે; તેથી કારણભેદ પણ નથી, કારણ એક જ છે. (स्वभाव) શુભકર્મ-અશુભકર્મ એવાં બંને કર્મ પુદ્ગલપિંડરૂપ છે, તેથી એક જ સ્વભાવ છે, સ્વભાવભેદ તો નથી. (अनुभव) રસ તે પણ એક જ છે, રસભેદ તો નથી. વિવરણશુભકર્મના ઉદયે જીવ બંધાયો છે, સુખી છે; અશુભકર્મના ઉદયે જીવ બંધાયો છે, દુઃખી છે; વિશેષ તો કાંઈ નથી. (आश्रय) ફળની નિષ્પત્તિ, તે પણ એક જ છે, વિશેષ તો કાંઈ નથી. વિવરણશુભકર્મના ઉદયે સંસાર, તેવી જ રીતે અશુભકર્મના ઉદયે સંસાર; વિશેષ તો કાંઈ નથી. આથી એવો અર્થ નિશ્ચિત થયો કે કોઈ કર્મ ભલું,


Page 89 of 269
PDF/HTML Page 111 of 291
single page version

કોઈ કર્મ બૂરું એમ તો નથી, બધુંય કર્મ દુઃખરૂપ છે. ‘‘तत् एकम् बन्धमार्गाश्रितम् इष्टं’’ (तत्) કર્મ (एकम्) નિઃસંદેહપણે (बन्धमार्गाश्रितम्) બંધને કરે છે, (इष्टं) ગણધરદેવે એવું માન્યું છે. શા કારણથી? કારણ કે ‘‘खलु समस्तं स्वयं बन्धहेतुः’’ (खलु) નિશ્ચયથી (समस्तं) સર્વ કર્મજાતિ (स्वयं बन्धहेतुः) પોતે પણ બંધરૂપ છે. ભાવાર્થ આમ છે કેપોતે મુક્તસ્વરૂપ હોય તો કદાચિત્ મુક્તિને કરે; કર્મજાતિ પોતે સ્વયં બંધપર્યાયરૂપ પુદ્ગલપિંડપણે બંધાયેલી છે, તે મુક્તિ કઈ રીતે કરશે? તેથી કર્મ સર્વથા બંધમાર્ગ છે. ૩૧૦૨.

(સ્વાગતા)
कर्म सर्वमपि सर्वविदो यद्
बन्धसाधनमुशन्त्यविशेषात
तेन सर्वमपि तत्प्रतिषिद्धं
ज्ञानमेव विहितं शिवहेतुः
।।४-१०३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘यत् सर्वविदः सर्वम् अपि कर्म अविशेषात बन्धसाधनम् उशन्ति’’ (यत्) જે કારણથી (सर्वविदः) સર્વજ્ઞ વીતરાગ, (सर्वम् अपि कर्म) જેટલી શુભરૂપ વ્રત-સંયમ-તપ-શીલ-ઉપવાસ ઇત્યાદિ ક્રિયા અથવા વિષય-કષાય- અસંયમ ઇત્યાદિ ક્રિયા તેને (अविशेषात्) એકસરખી દ્રષ્ટિથી (बन्धसाधनम् उशन्ति) બંધનું કારણ કહે છે, [ભાવાર્થ આમ છે કેજેવી રીતે જીવને અશુભ ક્રિયા કરતાં બંધ થાય છે તેવી જ રીતે શુભ ક્રિયા કરતાં જીવને બંધ થાય છે, બંધનમાં તો વિશેષ કાંઈ નથી;] ‘‘तेन तत् सर्वम् अपि प्रतिषिद्धं’’ (तेन) તે કારણથી (तत्) કર્મ (सर्वम् अपि) શુભરૂપ અથવા અશુભરૂપ (प्रतिषिद्धं) નિષિદ્ધ કર્યું અર્થાત્ કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ શુભ ક્રિયાને મોક્ષમાર્ગ જાણીને પક્ષ કરે છે તેનો નિષેધ કર્યો; એવો ભાવ સ્થાપિત કર્યો કે મોક્ષમાર્ગ કોઈ કર્મ નથી. ‘‘एव ज्ञानम् शिवहेतुः विहितं’’ (एव) નિશ્ચયથી (ज्ञानम्) શુદ્ધસ્વરૂપ-અનુભવ (शिवहेतुः) મોક્ષમાર્ગ છે, (विहितं) અનાદિ પરંપરારૂપ એવો ઉપદેશ. ૪૧૦૩.


Page 90 of 269
PDF/HTML Page 112 of 291
single page version

(શિખરિણી)
निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल
प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्यशरणाः
तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं
स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः
।।५-१०४।।

ખંડાન્વય સહિત અર્થઃઅહીં કોઈ પ્રશ્ન કરે છે કે શુભ ક્રિયા તથા અશુભ ક્રિયા સર્વ નિષિદ્ધ કરી, તો મુનીશ્વર કોને અવલંબે છે? તેનું આમ સમાધાન કરવામાં આવે છે‘‘सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि निषिद्धे’’ (सर्वस्मिन्) આમૂલાગ્ર અર્થાત્ સમગ્ર (सुकृत) વ્રત-સંયમ-તપરૂપ ક્રિયા અથવા શુભોપયોગરૂપ પરિણામ, (दुरिते) વિષય-કષાયરૂપ ક્રિયા અથવા અશુભોપયોગરૂપ સંક્લેશ પરિણામએવાં (कर्मणि) કાર્યરૂપ (निषिद्धे) મોક્ષમાર્ગ નથી એવું માનતા થકા, ‘‘किल नैष्कर्म्ये प्रवृत्ते’’ (किल) નિશ્ચયથી (नैष्कर्म्ये) સૂક્ષ્મ-સ્થૂલરૂપ અંતર્જલ્પ-બહિર્જલ્પરૂપ સમસ્ત વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યમાત્રપ્રકાશરૂપ વસ્તુ મોક્ષમાર્ગ છે એવું(प्रवृत्ते) એકરૂપ એવો જ છે એવુંનિશ્ચયથી ઠરાવતા થકા, ‘‘खलु मुनयः अशरणाः न सन्ति’’ (खलु) ખરેખર, (मुनयः) સંસાર-શરીર-ભોગથી વિરક્ત થઈ ધારણ કર્યું છે યતિપણું જેમણે તેઓ (अशरणाः न सन्ति) આલંબન વિના શૂન્યમન એવા તો નથી. તો કેવા છે? ‘‘तदा हि एषां ज्ञानं स्वयं शरणं’’ (तदा) જે કાળે એવી પ્રતીતિ આવે છે કે અશુભ ક્રિયા મોક્ષમાર્ગ નથી, શુભ ક્રિયા પણ મોક્ષમાર્ગ નથી, તે કાળે (हि) નિશ્ચયથી (एषां) મુનીશ્વરોને (ज्ञानं स्वयं शरणं) જ્ઞાન અર્થાત્ શુદ્ધસ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે. કેવું છે જ્ઞાન? ‘‘ज्ञाने प्रतिचरितम्’’ જે બ્રાહ્યરૂપ પરિણમ્યું હતું તે જ પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે. શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં કાંઈ વિશેષ પણ છે. તે કહે છે‘‘एते तत्र निरताः परमम् अमृतं विन्दन्ति’’ (एते) વિદ્યમાન જે સમ્યગ્દ્રષ્ટિ મુનીશ્વર (तत्र) શુદ્ધસ્વરૂપના અનુભવમાં (निरताः) મગ્ન છે તે (परमम् अमृतं) સર્વોત્કૃષ્ટ અતીન્દ્રિય સુખને (विन्दन्ति) આસ્વાદે છે. ભાવાર્થ આમ છે કે શુભ-અશુભ ક્રિયામાં મગ્ન થતાં જીવ વિકલ્પી


Page 91 of 269
PDF/HTML Page 113 of 291
single page version

છે, તેથી દુઃખી છે; ક્રિયાસંસ્કાર છૂટીને શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જીવ નિર્વિકલ્પ છે, તેથી સુખી છે. ૫૧૦૪.

(શિખરિણી)
यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं
शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति
अतोऽन्यद्बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत
ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम् ।।६-१०५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘यत् एतत् ज्ञानात्मा भवनम् ध्रुवम् अचलम् आभाति अयं शिवस्य हेतुः’’ (यत् एतत्) જે કોઈ (ज्ञानात्मा) ચેતનાલક્ષણ એવી (भवनम्) સત્ત્વસ્વરૂપ વસ્તુ (ध्रुवम् अचलम्) નિશ્ચયથી સ્થિર થઈને (आभाति) પ્રત્યક્ષપણે સ્વરૂપની આસ્વાદક કહી છે (अयं) એ જ (शिवस्य हेतुः) મોક્ષનો માર્ગ છે. શા કારણથી? ‘‘यतः स्वयम् अपि तत् शिवः इति’’ (यतः) કારણ કે (स्वयम् अपि) પોતે પણ (तत शिवः इति) મોક્ષરૂપ છે. ભાવાર્થ આમ છેજીવનું સ્વરૂપ સદા કર્મથી મુક્ત છે; તેને અનુભવતાં મોક્ષ થાય છે એમ ઘટે છે, વિરુદ્ધ તો નથી. ‘‘अतः अन्यत बन्धस्य हेतुः’’ (अतः) શુદ્ધસ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે, એ વિના (अन्यत्) જે કાંઈ છે શુભ ક્રિયારૂપ, અશુભ ક્રિયારૂપ અનેક પ્રકાર (बन्धस्य हेतुः) તે બધો બંધનો માર્ગ છે; ‘‘यतः स्वयम् अपि बन्धः इति’’ (यतः) કારણ કે (स्वयम् अपि) પોતે પણ (बन्धः इति) બધોય બંધરૂપ છે. ‘‘ततः तत् ज्ञानात्मा स्वं भवनम् विहितं हि अनुभूतिः’’ (ततः) તે કારણથી (तत्) પૂર્વોક્ત (ज्ञानात्मा) ચેતનાલક્ષણ એવું છે (स्वं भवनम्) પોતાના જીવનું સત્ત્વ તે (विहितम्) મોક્ષમાર્ગ છે, (हि) નિશ્ચયથી (अनुभूतिः) પ્રત્યક્ષપણે આસ્વાદ કરવામાં આવતું થકું. ૬૧૦૫.

(અનુષ્ટુપ)
वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा
एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत।।७-१०६।।


Page 92 of 269
PDF/HTML Page 114 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ज्ञानस्वभावेन वृत्तं तत् तत् मोक्षहेतुः एव’’ (ज्ञान) શુદ્ધ વસ્તુમાત્ર, તેની (स्वभावेन) સ્વરૂપનિષ્પત્તિ, તેનાથી જે (वृत्तं) સ્વરૂપાચરણચારિત્ર (तत् तत् मोक्षहेतुः) તે જ, તે જ મોક્ષમાર્ગ છે; (एव) આ વાતમાં સંદેહ નથી. ભાવાર્થ આમ છેકોઈ જાણશે કે સ્વરૂપાચરણચારિત્ર એવું કહેવાય છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને વિચારે અથવા ચિંતવે અથવા એકાગ્રપણે મગ્ન થઈને અનુભવે. પણ એવું તો નથી, એમ કરતાં બંધ થાય છે, કેમ કે એવું તો સ્વરૂપાચરણચારિત્ર નથી. તો સ્વરૂપાચરણચારિત્ર કેવું છે? જેમ પાનું (સુવર્ણપત્ર) તપાવવાથી સુવર્ણમાંની કાલિમા જાય છે, સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ જીવદ્રવ્યને અનાદિથી અશુદ્ધચેતનારૂપ રાગાદિ પરિણમન હતું તે જાય છે, શુદ્ધસ્વરૂપ માત્ર શુદ્ધચેતનારૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તેનું નામ સ્વરૂપાચરણચારિત્ર કહેવાય છે; આવો મોક્ષમાર્ગ છે. કાંઈક વિશેષતે શુદ્ધ પરિણમન જ્યાં સુધીમાં સર્વોત્કૃષ્ટ થાય છે ત્યાં સુધીના શુદ્ધપણાના અનંત ભેદ છે. તે ભેદો જાતિભેદની અપેક્ષાએ તો નથી; ઘણી શુદ્ધતા, તેનાથી ઘણી, તેનાથી ઘણીએવા થોડાપણા-ઘણાપણારૂપ ભેદ છે. ભાવાર્થ આમ છે કે જેટલી શુદ્ધતા હોય છે તેટલી જ મોક્ષનું કારણ છે. જ્યારે સર્વથા શુદ્ધતા થાય છે ત્યારે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. શા કારણથી? ‘‘सदा ज्ञानस्य भवनं एकद्रव्यस्वभावत्वात्’’ (सदा) ત્રણે કાળે (ज्ञानस्य भवनं) આવું છે જે શુદ્ધચેતનાપરિણમનરૂપ સ્વરૂપાચરણચારિત્ર તે આત્મદ્રવ્યનું નિજ સ્વરૂપ છે, શુભાશુભ ક્રિયાની માફક ઉપાધિરૂપ નથી, તેથી (एकद्रव्यस्वभावत्वात्) એક જીવદ્રવ્યસ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કેજો ગુણ-ગુણીરૂપ ભેદ કરીએ તો આવો ભેદ થાય છે કે જીવનો શુદ્ધપણું ગુણ; જો વસ્તુમાત્ર અનુભવ કરીએ તો આવો ભેદ પણ મટે છે, કેમ કે શુદ્ધપણું તથા જીવદ્રવ્ય વસ્તુએ તો એક સત્તા છે. આવું શુદ્ધપણું મોક્ષકારણ છે, એના વિના જે કાંઈ ક્રિયારૂપ છે તે બધું બંધનું કારણ છે. ૭૧૦૬.

(અનુષ્ટુપ)
वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि
द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत।।८-१०७।।


Page 93 of 269
PDF/HTML Page 115 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘कर्मस्वभावेन वृत्तं ज्ञानस्य भवनं न हि’’ (कर्मस्वभावेन) જેટલું શુભ ક્રિયારૂપ અથવા અશુભ ક્રિયારૂપ આચરણલક્ષણ ચારિત્ર, તેના સ્વભાવે અર્થાત્ તે-રૂપ જે (वृत्तं) ચારિત્ર તે (ज्ञानस्य) શુદ્ધ ચૈતન્યવસ્તુનું (भवनं) શુદ્ધસ્વરૂપપરિણમન (न हि) હોતું નથી એવો નિશ્ચય છે. ભાવાર્થ આમ છે કે જેટલું શુભ-અશુભ ક્રિયારૂપ આચરણ અથવા બાહ્યરૂપ વક્તવ્ય અથવા સૂક્ષ્મ અંતરંગરૂપ ચિંતવન, અભિલાષ, સ્મરણ ઇત્યાદિ છે તે સમસ્ત અશુદ્ધત્વરૂપ પરિણમન છે, શુદ્ધ પરિણમન નથી; તેથી બંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી. તેથી જેમ કામળાનો સિંહ ‘કહેવાનો સિંહ’ છે તેમ આચરણરૂપ (ક્રિયારૂપ) ચારિત્ર ‘કહેવાનું ચારિત્ર’ છે, પરંતુ ચારિત્ર નથી, નિઃસંદેહપણે એમ જાણો.

‘‘तत् कर्म

मोक्षहेतुः न’’ (तत्) તે કારણથી (कर्म) બાહ્ય-અભ્યંતરરૂપ સૂક્ષ્મસ્થૂલરૂપ જેટલું આચરણ (ચારિત્ર) છે તે (मोक्षहेतुः न) કર્મક્ષપણનું કારણ નથી, બંધનું કારણ છે. શા કારણથી? ‘‘द्रव्यान्तरस्वभावत्वात्’’ (द्रव्यान्तर) આત્મદ્રવ્યથી ભિન્ન પુદ્ગલદ્રવ્ય તેના (स्वभावत्वात्) સ્વભાવરૂપ હોવાથી અર્થાત્ આ બધું પુદ્ગલદ્રવ્યના ઉદયનું કાર્ય છે, જીવનું સ્વરૂપ નથી, તેથી. ભાવાર્થ આમ છે કેશુભ-અશુભ ક્રિયા, સૂક્ષ્મ- સ્થૂલ અંતર્જલ્પ-બહિર્જલ્પરૂપ જેટલું વિકલ્પરૂપ આચરણ છે તે બધું કર્મના ઉદયરૂપ પરિણમન છે, જીવનું શુદ્ધ પરિણમન નથી; તેથી બધુંય આચરણ મોક્ષનું કારણ નથી, બંધનું કારણ છે. ૮૧૦૭.

(અનુષ્ટુપ)
मोक्षहेतुतिरोधानाद्बन्धत्वात्स्वयमेव च
मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते ।।९-१०८।।

ખંડાન્વય સહિત અર્થઃઅહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કેવર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે એમ કહે છે‘‘तत् निषिध्यते’’ (तत्) શુભ-અશુભરૂપ કરતૂત (કૃત્ય) (निषिध्यते) નિષેધ્ય અર્થાત્ ત્યજનીય છે. કેવું હોવાથી નિષિદ્ધ છે? ‘‘मोक्षहेतुतिरोधानात्’’ (मोक्ष)


Page 94 of 269
PDF/HTML Page 116 of 291
single page version

નિષ્કર્મ-અવસ્થા, તેનું (हेतु) કારણ છે જીવનું શુદ્ધરૂપ પરિણમન, તેનું (तिरोधानात्) ઘાતક છે, તેથી કરતૂત નિષિદ્ધ છે. વળી કેવું હોવાથી? ‘‘स्वयम् एव बन्धत्वात्’’ પોતે પણ બંધરૂપ છે. ભાવાર્થ આમ છે કેજેટલું શુભ-અશુભ આચરણ છે તે બધું કર્મના ઉદયથી અશુદ્ધરૂપ છે, તેથી ત્યાજ્ય છે, ઉપાદેય નથી. વળી કેવું હોવાથી? ‘‘मोक्षहेतुतिरोधायिभावत्वात्’’ (मोक्ष) સકળકર્મક્ષયલક્ષણ પરમાત્મપદ, તેનો (हेतु) હેતુ અર્થાત્ જીવનો ગુણ જે શુદ્ધચેતનારૂપ પરિણમન, તેનું (तिरोधायि) ઘાતનશીલ છે (भावत्वात्) સહજ લક્ષણ જેનુંએવું છે, તેથી કર્મ નિષિદ્ધ છે. ભાવાર્થ આમ છે કે જેમ પાણી સ્વરૂપથી નિર્મળ છે, કાદવના સંયોગથી મેલું થાય છેપાણીના શુદ્ધપણાનો ઘાત થાય છે, તેમ જીવદ્રવ્ય સ્વભાવથી સ્વચ્છરૂપ છે કેવળજ્ઞાન-દર્શન-સુખ-વીર્યરૂપ છે, તે સ્વચ્છપણું વિભાવરૂપ અશુદ્ધચેતનાલક્ષણ મિથ્યાત્વ-વિષય-કષાયરૂપ પરિણામથી મટ્યું છે; અશુદ્ધ પરિણામનો એવો જ સ્વભાવ છે કે શુદ્ધપણાને મટાડે; તેથી સમસ્ત કર્મ નિષિદ્ધ છે. ભાવાર્થ આમ છે કેકોઈ જીવ ક્રિયારૂપ યતિપણું પામે છે, તે યતિપણામાં મગ્ન થાય છે કે ‘અમે મોક્ષમાર્ગ પામ્યા, જે કાંઈ કરવાનું હતું તે કર્યું;’ તેથી તે જીવોને સમજાવે છે કે યતિપણાનો ભરોસો છોડીને શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવો. ૯૧૦૮.

(શાર્દૂલવિક્રીડિત)
संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना
संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा
सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन्-
नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति
।।१०-१०९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘मोक्षार्थिना तत् इदं समस्तम् अपि कर्म संन्यस्तव्यम्’’ (मोक्षार्थिना) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષઅતીન્દ્રિય પદ, તેમાં જે અનંત સુખ તેને ઉપાદેય અનુભવે છે એવો છે જે કોઈ જીવ તેણે (तत् इदं) તે જ કર્મ જે પહેલાં જ કહ્યું હતું, (समस्तम् अपि) જેટલુંશુભક્રિયારૂપ-અશુભક્રિયારૂપ, અંતર્જલ્પરૂપ- બહિર્જલ્પરૂપ ઇત્યાદિ કરતૂતરૂપ (कर्म) ક્રિયા અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલનો પિંડ,


Page 95 of 269
PDF/HTML Page 117 of 291
single page version

અશુદ્ધ રાગાદિરૂપ જીવના પરિણામએવું કર્મ તે (संन्यस्तव्यम्) જીવસ્વરૂપનું ઘાતક છે એમ જાણીને આમૂલાગ્ર (સમગ્ર) ત્યાજ્ય છે. ‘‘तत्र संन्यस्ते सति’’ તે સઘળાય કર્મનો ત્યાગ થતાં ‘‘पुण्यस्य वा पापस्य वा का कथा’’ પુણ્યનો કે પાપનો શો ભેદ રહ્યો? ભાવાર્થ આમ છે કેસમસ્ત કર્મજાતિ હેય છે, પુણ્ય-પાપના વિવરણની શી વાત રહી? ‘‘किल’’ આ વાત નિશ્ચયથી જાણો, પુણ્યકર્મ ભલું એવી ભ્રાન્તિ ન કરો. ‘‘ज्ञानं मोक्षस्य हेतुः भवन् स्वयं धावति’’ (ज्ञानं) જ્ઞાન અર્થાત્ આત્માનું શુદ્ધચેતનારૂપ પરિણમન (मोक्षस्य) મોક્ષનું અર્થાત્ સકળ-કર્મક્ષયલક્ષણ એવી અવસ્થાનું (हेतुः भवन्) કારણ થતું થકું (स्वयं धावति) સ્વયં દોડે છે એવું સહજ છે. ભાવાર્થ આમ છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતાં સહજ જ અંધકાર મટે છે, તેમ જીવ શુદ્ધચેતનારૂપ પરિણમતાં સહજ જ સમસ્ત વિકલ્પો મટે છે, જ્ઞાનાવરણાદિ કર્મ અકર્મરૂપ પરિણમે છે, રાગાદિ અશુદ્ધ પરિણામ મટે છે. કેવું છે જ્ઞાન? ‘‘नैष्कर्म्यप्रतिबद्धम्’’ નિર્વિકલ્પસ્વરૂપ છે. વળી કેવું છે? ‘‘उद्धतरसं’’ પ્રગટપણે ચૈતન્યસ્વરૂપ છે. શાથી મોક્ષનું કારણ થાય છે? ‘‘सम्यक्त्वादिनिजस्वभावभवनात्’’ (सम्यक्त्व) જીવના ગુણ સમ્યગ્દર્શન, (आदि) સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર એવા છે જે (निजस्वभाव) જીવના ક્ષાયિક ગુણ તેમના (भवनात्) પ્રગટપણાને લીધે. ભાવાર્થ આમ છેકોઈ આશંકા કરશે કે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે મળીને છે, અહીં જ્ઞાનમાત્ર મોક્ષમાર્ગ કહ્યો તે કઈ રીતે કહ્યો? તેનું સમાધાન આમ છે કે શુદ્ધસ્વરૂપ જ્ઞાનમાં સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર સહજ જ ગર્ભિત છે, તેથી દોષ તો કાંઈ નથી, ગુણ છે. ૧૦૧૦૯.

(શાર્દૂલવિક્રીડિત)
यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा
कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः
किंत्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन्
मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः
।।११-११०।।

ખંડાન્વય સહિત અર્થઃઅહીં કોઈ ભ્રાન્તિ કરશે કે મિથ્યાદ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે, તે બંધનું કારણ છે, સમ્યગ્દ્રષ્ટિનું છે જે યતિપણું શુભ


Page 96 of 269
PDF/HTML Page 118 of 291
single page version

ક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે; કારણ કે અનુભવજ્ઞાન તથા દયા-વ્રત-તપ- સંયમરૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. ત્યાં સમાધાન આમ છે કેજેટલી શુભ-અશુભ ક્રિયા, બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે, સમ્યગ્દ્રષ્ટિ-મિથ્યાદ્રષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી (કૃત્યથી) એવો બંધ છે, શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે. જોકે એક જ કાળમાં સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે, ક્રિયારૂપ પરિણામ પણ છે, તોપણ ક્રિયારૂપ છે જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે, કર્મનો ક્ષય એક અંશમાત્ર પણ થતો નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, સહારો કોનો? તે જ કાળે શુદ્ધસ્વરૂપ-અનુભવજ્ઞાન પણ છે, તે જ કાળે જ્ઞાનથી કર્મક્ષય થાય છે, એક અંશમાત્ર પણ બંધ થતો નથી. વસ્તુનું એવું જ સ્વરૂપ છે. આવું જેમ છે તેમ કહે છે‘‘तावत्कर्मज्ञानसमुच्चयः अपि विहितः’’ (तावत्) ત્યાં સુધી (कर्म) ક્રિયારૂપ પરિણામ અને (ज्ञान) આત્મદ્રવ્યનું શુદ્ધત્વરૂપ પરિણમન, તેમનું (समुच्चयः) એક જીવમાં એક જ કાળે અસ્તિત્વપણું છે, (अपि विहितः) એવું પણ છે; પરંતુ એક વિશેષ‘‘काचित् क्षतिः न’’ (काचित्) કોઈ પણ (क्षतिः) હાનિ (न) નથી. ભાવાર્થ આમ છે કેએક જીવમાં એક જ કાળે જ્ઞાન-ક્રિયા બંને કઈ રીતે હોય છે? સમાધાન આમ છે કેવિરુદ્ધ તો કાંઈ નથી. કેટલાક કાળ સુધી બંને હોય છે, એવો જ વસ્તુનો પરિણામ છે; પરંતુ વિરોધી જેવાં લાગે છે, છતાં પણ પોતપોતાના સ્વરૂપે છે, વિરોધ તો કરતાં નથી. એટલા કાળ સુધી જેમ છે તેમ કહે છે‘‘यावत् ज्ञानस्य सा कर्मविरतिः सम्यक् पाकं न उपैति’’ (यावत्) જેટલો કાળ (ज्ञानस्य) આત્માના મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ મટ્યા છે, આત્મદ્રવ્ય શુદ્ધ થયું છે, તેને (सा) પૂર્વોક્ત (कर्म) ક્રિયાનો (विरतिः) ત્યાગ (सम्यक् पाकं न उपैति) બરાબર પરિપક્વતાને પામતો નથી અર્થાત્ ક્રિયાનો મૂળથી વિનાશ થયો નથી. ભાવાર્થ આમ છે કેજ્યાં સુધી અશુદ્ધ પરિણમન છે ત્યાં સુધી જીવનું વિભાવપરિણમન છે. તે વિભાવપરિણમનનું અંતરંગ નિમિત્ત છે, બહિરંગ નિમિત્ત છે. વિવરણ અંતરંગ નિમિત્ત જીવની વિભાવરૂપ પરિણમનશક્તિ, બહિરંગ નિમિત્ત છે મોહનીયકર્મરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય. તે મોહનીયકર્મ બે પ્રકારનું


Page 97 of 269
PDF/HTML Page 119 of 291
single page version

છેઃ એક મિથ્યાત્વરૂપ છે, બીજું ચારિત્રમોહરૂપ છે. જીવનો વિભાવપરિણામ પણ બે પ્રકારનો છેઃ જીવનો એક સમ્યકત્વગુણ છે તે જ વિભાવરૂપ થઈને મિથ્યાત્વરૂપ પરિણમે છે, તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે મિથ્યાત્વરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય; જીવનો એક ચારિત્રગુણ છે તે જ વિભાવરૂપ પરિણમતો થકો વિષયકષાયલક્ષણ ચારિત્રમોહરૂપ પરિણમે છે, તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે ચારિત્રમોહરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય. વિશેષ આમ છે કેઉપશમનો, ક્ષપણનો ક્રમ આવો છેઃ પહેલાં મિથ્યાત્વકર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે; તેના પછી ચારિત્રમોહકર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે. તેથી સમાધાન આમ છેકોઈ આસન્નભવ્ય જીવને કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી મિથ્યાત્વરૂપ પુદ્ગલપિંડ-કર્મ ઉપશમે છે અથવા ક્ષપણ થાય છે. આમ થતાં જીવ સમ્યક્ત્વગુણરૂપ પરિણમે છે, તે પરિણમન શુદ્ધતારૂપ છે. તે જ જીવ જ્યાં સુધીમાં ક્ષપકશ્રેણી પર ચડશે ત્યાં સુધી ચારિત્રમોહકર્મનો ઉદય છે, તે ઉદય હોતાં જીવ પણ વિષયકષાયરૂપ પરિણમે છે, તે પરિણમન રાગરૂપ છે, અશુદ્ધરૂપ છે. તેથી કોઈ કાળમાં જીવને શુદ્ધપણું-અશુદ્ધપણું એક જ સમયે ઘટે છે, વિરુદ્ધ નથી.

‘‘किन्तु’’ કોઈ વિશેષ છે, તે વિશેષ જેમ છે તેમ કહે છે‘‘अत्र अपि’’

એક જ જીવને એક જ કાળે શુદ્ધપણું-અશુદ્ધપણું જોકે હોય છે તોપણ પોતપોતાનું કાર્ય કરે છે. ‘‘यत् कर्म अवशतः बन्धाय समुल्लसति’’ (यत्) જેટલી (कर्म) દ્રવ્યરૂપ- ભાવરૂપઅંતર્જલ્પ-બહિર્જલ્પસૂક્ષ્મ-સ્થૂળરૂપ ક્રિયા, (अवशतः) સમ્યગ્દ્રષ્ટિ પુરુષ સર્વથા ક્રિયાથી વિરક્ત હોવા છતાં ચારિત્રમોહના ઉદયે બલાત્કારે થાય છે તે (बन्धाय समुल्लसति)જેટલી ક્રિયા છે તેટલીજ્ઞાનાવરણાદિ કર્મબંધ કરે છે, સંવર- નિર્જરા અંશમાત્ર પણ કરતી નથી. ‘‘तत् एकम् ज्ञानं मोक्षाय स्थितम्’’ (तत्) પૂર્વોક્ત (एकम् ज्ञानं) એક જ્ઞાન અર્થાત્ એક શુદ્ધ ચૈતન્યપ્રકાશ (मोक्षाय स्थितम्) જ્ઞાનાવરણાદિ કર્મક્ષયનું નિમિત્ત છે. ભાવાર્થ આમ છે કેએક જીવમાં શુદ્ધપણું- અશુદ્ધપણું એક જ કાળે હોય છે, પરંતુ જેટલા અંશે શુદ્ધપણું છે તેટલા અંશે કર્મ-ક્ષપણ છે, જેટલા અંશે અશુદ્ધપણું છે તેટલા અંશે કર્મબંધ થાય છે. એક જ કાળે બંને કાર્ય થાય છે. ‘‘एव’’ આમ જ છે, સંદેહ કરવો નહિ. કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘परमं’’ સર્વોત્કૃષ્ટ છેપૂજ્ય છે. વળી કેવું છે? ‘‘स्वतः विमुक्तं’’ ત્રણે કાળ સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન છે. ૧૧૧૧૦.


Page 98 of 269
PDF/HTML Page 120 of 291
single page version

(શાર્દૂલવિક્રીડિત)
मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानन्ति यन्
मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः
विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं
ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च
।।१२-१११।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘कर्मनयावलम्बनपराः मग्नाः’’ (कर्म) અનેક પ્રકારની ક્રિયા, એવો છે (नय) પક્ષપાત, તેનું (अवलम्बन)ક્રિયા મોક્ષમાર્ગ છે એમ જાણીને ક્રિયાનુંપ્રતિપાલન, તેમાં (पराः) તત્પર છે જે કોઈ અજ્ઞાની જીવો તે પણ (मग्नाः) પાણીના પૂરમાં ડૂબેલા છે. ભાવાર્થ આમ છે કે સંસારમાં ભટકશે, મોક્ષના અધિકારી નથી. શા કારણથી ડૂબેલા છે? ‘‘यत् ज्ञानं न जानन्ति’’ (यत्) કારણ કે (ज्ञानं) શુદ્ધ ચૈતન્યવસ્તુનો (न जानन्ति) પ્રત્યક્ષપણે આસ્વાદ કરવાને સમર્થ નથી, ક્રિયામાત્ર મોક્ષમાર્ગ એમ જાણીને ક્રિયા કરવાને તત્પર છે. ‘‘ज्ञाननयैषिणः अपि मग्नाः’’ (ज्ञान) શુદ્ધ ચૈતન્યપ્રકાશ, તેનો (नय) પક્ષપાત, તેના (एषिणः) અભિલાષી છે, [ભાવાર્થ આમ છે કેશુદ્ધ સ્વરૂપનો અનુભવ તો નથી, પરંતુ પક્ષમાત્ર બોલે છે;] (अपि) એવા જીવો પણ (मग्नाः) સંસારમાં ડૂબેલા જ છે. શા કારણથી ડૂબેલા જ છે? ‘‘यत् अतिस्वच्छन्दमन्दोद्यमाः’’ (यत्) કારણ કે (अतिस्वच्छन्द) ઘણું જ સ્વેચ્છા-ચારપણું છે એવા છે, (मन्दोद्यमाः) શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો વિચારમાત્ર પણ કરતા નથી. એવા છે જે કોઈ તેમને મિથ્યાદ્રષ્ટિ જાણવા. અહીં કોઈ આશંકા કરે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ એવી પ્રતીતિ કરતાં મિથ્યાદ્રષ્ટિપણું કેમ હોય છે? સમાધાન આમ છેવસ્તુનું સ્વરૂપ એવું છે કે જે કાળે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે તે કાળે અશુદ્ધતારૂપ છે જેટલી ભાવ-દ્રવ્યરૂપ ક્રિયા તેટલી સહજ જ મટે છે. મિથ્યાદ્રષ્ટિ જીવ એવું માને છે કે જેટલી ક્રિયા છે તે જેવી છે તેવી જ રહે છે, શુદ્ધસ્વરૂપ-અનુભવ મોક્ષમાર્ગ છે; પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. તેથી જે એવું માને છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, વચનમાત્રથી કહે છે કે શુદ્ધસ્વરૂપ-અનુભવ મોક્ષમાર્ગ છે; એવું કહેવાથી કાર્યસિદ્ધિ તો કાંઈ નથી.