Page 99 of 269
PDF/HTML Page 121 of 291
single page version
‘‘ते विश्वस्य उपरि तरन्ति’’ (ते) એવા જે કોઈ જીવો સમ્યગ્દ્રષ્ટિ છે તેઓ, (विश्वस्य उपरि) કહ્યા છે જે બે જાતિના જીવ તે બંને ઉપર થઈને, (तरन्ति) સકળ કર્મોનો ક્ષય કરી મોક્ષપદને પ્રાપ્ત થાય છે. કેવા છે તે? ‘‘ये सततं स्वयं ज्ञानं भवन्तः कर्म न कुर्वन्ति, प्रमादस्य वशं जातु न यान्ति’’ (ये) જે કોઈ નિકટ સંસારી સમ્યગ્દ્રષ્ટિ જીવો (सततं) નિરંતર (स्वयं ज्ञानं) શુદ્ધજ્ઞાનરૂપ (भवन्तः) પરિણમે છે, (कर्म न कुर्वन्ति) અનેક પ્રકારની ક્રિયાને મોક્ષમાર્ગ જાણી કરતા નથી; [ભાવાર્થ આમ છે કે જેમ કર્મના ઉદયે શરીર વિદ્યમાન છે છતાં હેયરૂપ જાણે છે, તેમ અનેક પ્રકારની ક્રિયા વિદ્યમાન છે છતાં હેયરૂપ જાણે છે;]
નથી’ — એમ જાણી વિષયી-અસંયમી પણ કદાચિત્ થતા નથી, કેમ કે અસંયમનું કારણ તીવ્ર સંકલેશપરિણામ છે, તે સંકલેશ તો મૂળથી જ ગયો છે. એવા જે સમ્યગ્દ્રષ્ટિ જીવો, તે જીવો તત્કાળમાત્ર મોક્ષપદને પામે છે. ૧૨ – ૧૧૧.
मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन ।
ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण ।।१३-११२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ज्ञानज्योतिः भरेण प्रोज्जजृम्भे’’ (ज्ञानज्योतिः) શુદ્ધસ્વરૂપનો પ્રકાશ (भरेण) પોતાના સંપૂર્ણ સામર્થ્ય વડે (प्रोज्जजृम्भे) પ્રગટ થયો. કેવો છે? ‘‘हेलोन्मीलत्परमकलया सार्धम् आरब्धकेलि’’ (हेला) સહજરૂપથી (उन्मीलत्) પ્રગટ થતા (परमकलया) નિરંતરપણે અતીન્દ્રિય સુખપ્રવાહની (सार्धम्) સાથે (आरब्धकेलि) પ્રાપ્ત કર્યું છે પરિણમન જેણે, એવો છે. વળી કેવો છે? ‘‘कवलिततमः’’ (कवलित) દૂર કર્યો છે (तमः) મિથ્યાત્વ-અંધકાર જેણે, એવો છે. આવો કઈ રીતે થયો છે તે કહે છે — ‘‘तत्कर्म सकलम् अपि बलेन मूलोन्मूलं कृत्वा’’ (तत्) કહી છે અનેક પ્રકારની (कर्म) ભાવરૂપ અથવા દ્રવ્યરૂપ ક્રિયા — (सकलम् अपि) પાપરૂપ અથવા પુણ્યરૂપ — તેને (बलेन) બળજોરીથી (मूलोन्मूलं कृत्वा)
Page 100 of 269
PDF/HTML Page 122 of 291
single page version
તે બધી મોક્ષમાર્ગ નથી’ એમ જાણી સમસ્ત ક્રિયામાં મમત્વનો ત્યાગ કરીને. શુદ્ધ જ્ઞાન મોક્ષમાર્ગ છે એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. કેવું છે કર્મ અર્થાત્ ક્રિયા? ‘‘भेदोन्मादं’’ (भेद) શુભ ક્રિયા મોક્ષમાર્ગ છે એવા પક્ષપાતરૂપ ભેદ (અન્તર) તેનાથી (उन्मादं) થયું છે ઘેલાપણું જેમાં, એવું છે. વળી કેવું છે? ‘‘पीतमोहं’’ (पीत) ગળ્યું (પીધું) છે (मोहं) વિપરીતપણું જેણે, એવું છે. કોઈ ધતૂરો પીને ઘેલો થાય છે એના જેવો તે છે જે પુણ્યકર્મને ભલું માને છે. વળી કેવું છે? ‘‘भ्रमरसभरात् नाटयत्’’ (भ्रम) ભ્રાન્તિ, તેનો (रस) અમલ, તેનું (भर) અત્યંત ચડવું, તેનાથી (नाटयत्) નાચે છે. ભાવાર્થ આમ છે — જેમ કોઈ ધતૂરો પીને સૂધ જવાથી નાચે છે, તેમ મિથ્યાત્વકર્મના ઉદયે શુદ્ધસ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે. શુભ કર્મના ઉદયે જે દેવ આદિ પદવી, તેમાં રંજિત થાય છે કે હું દેવ, મારે આવી વિભૂતિ, તે તો પુણ્યકર્મના ઉદયથી; આવું માનીને વારંવાર રંજિત થાય છે. ૧૩ – ૧૧૨.
Page 101 of 269
PDF/HTML Page 123 of 291
single page version
समररङ्गपरागतमास्रवम् ।
जयति दुर्जयबोधधनुर्धरः ।।१-११३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अथ अयम् दुर्जयबोधधनुर्धरः आस्रवम् जयति’’ (अथ) અહીંથી માંડીને (अयम् दुर्जय) આ અખંડિત પ્રતાપવાળો (बोध) શુદ્ધસ્વરૂપ- અનુભવરૂપ છે (धनुर्धरः) મહા યોદ્ધો તે, (आस्रवम्) અશુદ્ધ રાગાદિ પરિણામલક્ષણ આસ્રવને (जयति) મટાડે છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને આસ્રવનું સ્વરૂપ કહે છે. કેવો છે જ્ઞાનયોદ્ધો? ‘‘उदार-गभीर-महोदयः’’ (उदार) શાશ્વત એવું છે (गभीर) અનંત શક્તિએ વિરાજમાન (महोदयः) સ્વરૂપ જેનું, એવો છે. કેવો છે આસ્રવ? ‘‘महामदनिर्भरमन्थरं’’ (महामद) સમસ્ત સંસારી જીવરાશિ આસ્રવને આધીન છે, તેથી થયો છે ગર્વ-અભિમાન, તે વડે (निर्भर) મગ્ન થયો છે (मन्थरं) મતવાલાની માફક, એવો છે. ‘‘समररङ्गपरागतम्’’ (समर) સંગ્રામ એવી છે (रङ्ग) ભૂમિ, તેમાં (परागतम्) સન્મુખ આવ્યો છે. ભાવાર્થ આમ છે કે — જેમ પ્રકાશને અને અંધકારને પરસ્પર વિરોધ છે તેમ શુદ્ધ જ્ઞાનને અને આસ્રવને પરસ્પર વિરોધ છે. ૧ – ૧૧૩.
Page 102 of 269
PDF/HTML Page 124 of 291
single page version
जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव ।
एषोऽभावः सर्वभावास्रवाणाम् ।।२-११४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘जीवस्य यः भावः ज्ञाननिर्वृत्तः एव स्यात्’’ (जीवस्य) કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી પ્રગટ થયો છે સમ્યક્ત્વગુણ જેનો એવો છે જે કોઈ જીવ, તેનો (यः भावः) જે કોઈ ભાવ અર્થાત્ સમ્યક્ત્વપૂર્વક શુદ્ધસ્વરૂપ-અનુભવરૂપ પરિણામ, [આ પરિણામ કેવો હોય છે?] (ज्ञाननिर्वृत्तः एव स्यात्) શુદ્ધ જ્ઞાનચેતનામાત્ર છે, તે કારણથી ‘‘एषः’’ એવો છે જે શુદ્ધ ચેતનામાત્ર પરિણામ તે, ‘‘सर्वभावास्रवाणाम् अभावः’’ (सर्व) અસંખ્યાત લોકમાત્ર જેટલા (भाव) અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહ આદિ જીવના વિભાવપરિણામ હોય છે — જે (आस्रवाणाम्) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આગમનનું નિમિત્તમાત્ર છે — તેમનો (अभावः) મૂલોન્મૂલ વિનાશ છે. ભાવાર્થ આમ છે કે — જે કાળે શુદ્ધ ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ થાય છે તે કાળે મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જીવના વિભાવપરિણામ મટે છે, તેથી એક જ કાળ છે, સમયનું અન્તર નથી. કેવો છે શુદ્ધ ભાવ? ‘‘राग – द्वेष – मोहैः विना’’ રાગાદિ પરિણામ રહિત છે, શુદ્ધ ચેતનામાત્ર ભાવ છે. વળી કેવો છે? ‘‘द्रव्यकर्मास्रवौघान् सर्वान् रुन्धन्’’ (द्रव्यकर्म) જ્ઞાનાવરણાદિ કર્મ-પર્યાયરૂપ પરિણમ્યો છે પુદ્ગલપિંડ, તેનો (आस्रव) થાય છે ધારાપ્રવાહરૂપ પ્રતિસમયે આત્મપ્રદેશોની સાથે એકક્ષેત્રાવગાહ, તેના (ओघान्) સમૂહને, [ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિરૂપ કર્મવર્ગણા પરિણમે છે, તેના ભેદ અસંખ્યાત લોકમાત્ર છે;] — (सर्वान्) જેટલાં ધારારૂપ આવે છે કર્મ તે બધાંને — (रुन्धन्) રોકતો થકો. ભાવાર્થ આમ છે કે — કોઈ એમ માનશે કે જીવનો શુદ્ધ ભાવ થતો થકો રાગાદિ અશુદ્ધ પરિણામનો નાશ કરે છે, આસ્રવ જેવો થાય છે તેવો જ થાય છે; પરંતુ એવું તો નથી. જેવું કહે છે તેવું છે — જીવ શુદ્ધ ભાવરૂપ પરિણમતાં અવશ્ય જ અશુદ્ધ ભાવ મટે છે, અશુદ્ધ ભાવ મટતાં અવશ્ય જ દ્રવ્યકર્મરૂપ આસ્રવ મટે છે; તેથી શુદ્ધ ભાવ ઉપાદેય છે, અન્ય સમસ્ત વિકલ્પ હેય છે. ૨ – ૧૧૪.
Page 103 of 269
PDF/HTML Page 125 of 291
single page version
द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः ।
निरास्रवो ज्ञायक एक एव ।।३-११५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अयं ज्ञानी निरास्रवः एव’’ (अयं) દ્રવ્યરૂપ વિદ્યમાન છે તે (ज्ञानी) જ્ઞાની અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિ જીવ (निरास्रवः एव) આસ્રવથી રહિત છે. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવને નોંધ કરી (સમજપૂર્વક) વિચારતાં આસ્રવ ઘટતો નથી. કેવો છે જ્ઞાની? ‘‘एकः’’ રાગાદિ અશુદ્ધ પરિણામથી રહિત છે, શુદ્ધસ્વરૂપ પરિણમ્યો છે. વળી કેવો છે? ‘‘ज्ञायकः’’ સ્વદ્રવ્યસ્વરૂપ-પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત જ્ઞેય વસ્તુઓને જાણવાને સમર્થ છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાયકમાત્ર છે, રાગાદિ અશુદ્ધરૂપ નથી. વળી કેવો છે? ‘‘सदा ज्ञानमयैकभावः’’ (सदा) સર્વ કાળ ધારાપ્રવાહરૂપે (ज्ञानमय) ચેતનરૂપ એવો છે (एकभावः) એકપરિણામ જેનો, એવો છે. ભાવાર્થ આમ છે કે — જેટલા વિકલ્પો છે તે બધા મિથ્યા; જ્ઞાનમાત્ર વસ્તુનું સ્વરૂપ હતું તે અવિનશ્વર રહ્યું. નિરાસ્રવપણું સમ્યગ્દ્રષ્ટિ જીવને જે રીતે ઘટે છે તે કહે છે — ‘‘भावास्रवाभावं प्रपन्नः’’
મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ચેતનાપરિણામ, તેનો (अभावं) વિનાશ, તેને (प्रपन्नः) પ્રાપ્ત થયો છે. ભાવાર્થ આમ છે કે — અનંત કાળથી જીવ મિથ્યાદ્રષ્ટિ હોતો થકો મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણમતો હતો, તેનું નામ આસ્રવ છે. કાળલબ્ધિ પામતાં તે જ જીવ સમ્યક્ત્વપર્યાયરૂપ પરિણમ્યો, શુદ્ધતારૂપ પરિણમ્યો, અશુદ્ધ પરિણામ મટ્યા, તેથી ભાવાસ્રવથી તો આ પ્રકારે રહિત થયો. ‘‘द्रव्यास्रवेभ्यः स्वतः एव भिन्नः’’ (द्रव्यास्रवेभ्यः) જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયરૂપ જીવના પ્રદેશોમાં બેઠા છે પુદ્ગલપિંડ, તેમનાથી (स्वतः) સ્વભાવથી (भिन्नः एव) સર્વ કાળ નિરાળો જ છે. ભાવાર્થ આમ છે કે — આસ્રવ બે પ્રકારનો છે. વિવરણ — એક દ્રવ્યાસ્રવ છે, એક ભાવાસ્રવ છે. દ્રવ્યાસ્રવ એટલે કર્મરૂપ બેઠા છે આત્માના પ્રદેશોમાં પુદ્ગલપિંડ તે; આવા દ્રવ્યાસ્રવથી જીવ સ્વભાવથી જ રહિત છે. જોકે જીવના પ્રદેશો અને કર્મ-
Page 104 of 269
PDF/HTML Page 126 of 291
single page version
પુદ્ગલપિંડના પ્રદેશો એક જ ક્ષેત્રે રહે છે તોપણ પરસ્પર એકદ્રવ્યરૂપ થતા નથી, પોતપોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ રહે છે; તેથી પુદ્ગલપિંડથી જીવ ભિન્ન છે. ભાવાસ્રવ એટલે મોહ-રાગ-દ્વેષરૂપ વિભાવ અશુદ્ધ ચેતનપરિણામ; આવા પરિણામ જોકે જીવને મિથ્યાદ્રષ્ટિ-અવસ્થામાં વિદ્યમાન જ હતા તોપણ સમ્યક્ત્વરૂપ પરિણમતાં અશુદ્ધ પરિણામ મટ્યા; તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ ભાવાસ્રવથી રહિત છે. આથી એવો અર્થ નીપજ્યો કે સમ્યગ્દ્રષ્ટિ જીવ નિરાસ્રવ છે. ૩ – ૧૧૫.
વળી સમ્યગ્દ્રષ્ટિ જીવ જે રીતે નિરાસ્રવ છે તે કહે છે —
वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन् ।
आत्मा नित्यनिरास्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा ।।४-११६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मा यदा ज्ञानी स्यात् तदा नित्यनिरास्रवः भवति’’ (आत्मा) જીવદ્રવ્ય (यदा) જે કાળે, (ज्ञानी स्यात्) અનન્ત કાળથી વિભાવ – મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યું હતું પરંતુ નિકટ સામગ્રી પામીને સહજ જ વિભાવપરિણામ છૂટી જાય છે, સ્વભાવ – સમ્યક્ત્વરૂપ પરિણમે છે, (એવો કોઈ જીવ હોય છે,) (तदा) તે કાળથી માંડીને સમસ્ત આગામી કાળમાં (नित्यनिरास्रवः) સર્વથા સર્વ કાળ સમ્યગ્દ્રષ્ટિ જીવ નિરાસ્રવ અર્થાત્ આસ્રવથી રહિત (भवति) હોય છે. ભાવાર્થ આમ છે — કોઈ સંદેહ કરશે કે સમ્યગ્દ્રષ્ટિ આસ્રવ સહિત છે કે આસ્રવ રહિત છે? સમાધાન આમ છે કે આસ્રવથી રહિત છે. શું કરતો થકો નિરાસ્રવ છે? ‘‘निजबुद्धिपूर्वं रागं समग्रं अनिशं स्वयं सन्न्यस्यन्’’ (निज) પોતાના (बुद्धि) મનનું (पूर्वं) આલંબન કરીને થાય છે જેટલા મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણામ, એવા જે (रागं) પરદ્રવ્ય સાથે રંજિત પરિણામ — જે (समग्रं) અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે — તેને (अनिश) સમ્યક્ત્વની ઉત્પત્તિના કાળથી માંડીને આગામી સર્વ કાળમાં (स्वयं) સહજ જ (सन्न्यस्यन्)
Page 105 of 269
PDF/HTML Page 127 of 291
single page version
પ્રકારનાં કર્મોના ઉદયે નાના પ્રકારની સંસાર-શરીર-ભોગસામગ્રી હોય છે. એ સમસ્ત સામગ્રીને ભોગવતો થકો ‘હું દેવ છું, હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું,’ ઇત્યાદિરૂપ રંજિત થતો નથી; જાણે છે કે — ‘હું ચેતનામાત્ર શુદ્ધસ્વરૂપ છું; આ સમસ્ત, કર્મની રચના છે.’ આમ અનુભવતાં મનના વ્યાપારરૂપ રાગ મટે છે. ‘‘अबुद्धिपूर्वम् अपि तं जेतुं वारंवारम् स्वशक्तिम् स्पृशन्’’ (अबुद्धिपूर्वम्) મનના આલંબન વિના મોહકર્મના ઉદયરૂપ નિમિત્તકારણથી પરિણમ્યા છે અશુદ્ધતારૂપ જીવના પ્રદેશ, (तं अपि) તેને પણ (जेतुं) જીતવાને માટે (वारंवारम्) અખંડિતધારા- પ્રવાહરૂપે (स्वशक्तिं) શુદ્ધ ચૈતન્યવસ્તુને (स्पृशन्) સ્વાનુભવપ્રત્યક્ષપણે આસ્વાદતો થકો. ભાવાર્થ આમ છે — મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ છે જીવના જે અશુદ્ધચેતનારૂપ વિભાવપરિણામ તે બે પ્રકારના છેઃ એક પરિણામ બુદ્ધિપૂર્વક છે, એક પરિણામ અબુદ્ધિપૂર્વક છે. વિવરણ — બુદ્ધિપૂર્વક કહેતાં, જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે, બાહ્ય વિષયના આધારે પ્રવર્તે, પ્રવર્તતા થકા તે જીવ પોતે પણ જાણે કે ‘મારા પરિણામ આ રૂપે છે,’ તથા અન્ય જીવ પણ અનુમાન કરીને જાણે કે આ જીવના આવા પરિણામ છે; — આવા પરિણામ બુદ્ધિપૂર્વક કહેવાય છે. ત્યાં આવા પરિણામને સમ્યગ્દ્રષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે; શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જીવના સહારાના પણ છે; તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ પહેલાં જ આવા પરિણામ મટાડે છે. અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતાં, પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવપરિણામરૂપ પોતે સ્વયં જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે, આવું પરિણમન જીવની જાણમાં નથી અને જીવના સહારાનું પણ નથી, તેથી જે તે પ્રકારે મટાડી શકાતું નથી. માટે આવા પરિણામ મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધસ્વરૂપને અનુભવે છે, શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં સહજ મટશે. બીજો ઉપાય તો કોઈ નથી, તેથી એક શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાય છે. વળી શું કરતો થકો નિરાસ્રવ હોય છે?
અવશ્ય જ (पर) જેટલી જ્ઞેયવસ્તુ છે તેમાં (वृत्तिम्) રંજકપણારૂપ પરિણામક્રિયા, (सकलां) જેટલી છે શુભરૂપ અથવા અશુભરૂપ, તેને (उच्छिन्दन्) મૂળથી જ ઉખાડતો થકો સમ્યગ્દ્રષ્ટિ નિરાસ્રવ હોય છે. ભાવાર્થ આમ છે — જ્ઞેય-જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છેઃ એક તો જાણપણામાત્ર છે, રાગદ્વેષરૂપ નથી. જેમ કે — કેવળી સકળ
Page 106 of 269
PDF/HTML Page 128 of 291
single page version
જ્ઞેયવસ્તુને દેખે-જાણે છે, પરંતુ કોઈ પણ વસ્તુમાં રાગ-દ્વેષ કરતા નથી. તેનું નામ શુદ્ધ જ્ઞાનચેતના કહેવાય છે. સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાનચેતનારૂપ જાણપણું છે, તેથી મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી. બીજું જાણપણું એવું છે કે કેટલીક વિષયરૂપ વસ્તુનું જાણપણું પણ છે અને મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને ઇષ્ટમાં રાગ કરે છે, ભોગની અભિલાષા કરે છે તથા અનિષ્ટમાં દ્વેષ કરે છે, અરુચિ કરે છે; ત્યાં આવા રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન તેનું નામ અશુદ્ધ ચેતનાલક્ષણ કર્મચેતના-કર્મફળચેતનારૂપ કહેવાય છે, તેથી બંધનું કારણ છે. આવું પરિણમન સમ્યગ્દ્રષ્ટિને નથી, કેમ કે મિથ્યાત્વરૂપ પરિણામ ગયા હોવાથી આવું પરિણમન હોતું નથી. આવા અશુદ્ધજ્ઞાનચેતનારૂપ પરિણામ મિથ્યાદ્રષ્ટિને હોય છે. વળી કેવો હોતો થકો નિરાસ્રવ હોય છે? ‘‘ज्ञानस्य पूर्णः भवन्’’ પૂર્ણ જ્ઞાનરૂપ હોતો થકો. ભાવાર્થ આમ છે — જ્ઞાનનું ખંડિતપણું એ કે તે રાગ-દ્વેષ સાથે મળેલું છે. રાગ – દ્વેષ ગયા હોવાથી જ્ઞાનનું પૂર્ણપણું કહેવાય છે. આવો હોતો થકો સમ્યગ્દ્રષ્ટિ જીવ નિરાસ્રવ હોય છે. ૪ – ૧૧૬.
ખંડાન્વય સહિત અર્થઃ — અહીં કોઈ આશંકા કરે છે — સમ્યગ્દ્રષ્ટિ જીવ સર્વથા નિરાસ્રવ કહ્યો, અને એમ જ છે, પરન્તુ જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ જેવો હતો તેવો જ વિદ્યમાન છે તથા તે કર્મના ઉદયે નાના પ્રકારની ભોગસામગ્રી જેવી હતી તેવી જ છે, તથા તે કર્મના ઉદયે નાના પ્રકારનાં સુખ-દુઃખને ભોગવે છે, ઇન્દ્રિય- શરીરસંબંધી ભોગસામગ્રી જેવી હતી તેવી જ છે, સમ્યગ્દ્રષ્ટિ જીવ તે સામગ્રીને ભોગવે પણ છે; આટલી સામગ્રી હોવા છતાં નિરાસ્રવપણું કઈ રીતે ઘટે છે? એવો કોઈ પ્રશ્ન કરે છે — ‘‘द्रव्यप्रत्ययसन्ततौ सर्वस्याम् एव जीवन्त्यां ज्ञानी नित्यम् निरास्रवः कुतः’’ (द्रव्यप्रत्यय) જીવના પ્રદેશોમાં પરિણમ્યું છે પુદ્ગલપિંડરૂપ અનેક પ્રકારનું મોહનીયકર્મ, તેની (सन्ततौ) સંતતિ — સ્થિતિબંધરૂપ ઘણા કાળ પર્યન્ત જીવના પ્રદેશોમાં રહેવું તે — (सर्वस्याम्) જેટલી હોત, જેવી હોત, (जीवन्त्यां) તેટલી જ
Page 107 of 269
PDF/HTML Page 129 of 291
single page version
છે, વિદ્યમાન છે, તેવી જ છે (एव) નિશ્ચયથી; તોપણ (ज्ञानी) સમ્યગ્દ્રષ્ટિ જીવ (नित्यम् निरास्रवः) સર્વથા સર્વ કાળ આસ્રવથી રહિત છે એમ જે કહ્યું તે (कुतः) શું વિચારીને કહ્યું? ‘‘चेत् इति मतिः’’ (चेत्) હે શિષ્ય! જો (इति मतिः) તારા મનમાં આવી આશંકા છે તો ઉત્તર સાંભળ, કહીએ છીએ. ૫ – ૧૧૭.
समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः ।
दवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः ।।६-११८।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तदपि ज्ञानिनः जातु कर्मबन्धः न अवतरति’’ (तदपि) તોપણ (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (जातु) કદાચિત્ કોઈ પણ નયથી (कर्मबन्धः) જ્ઞાનાવરણાદિરૂપ પુદ્ગલપિંડનું નૂતન આગમન-કર્મરૂપ પરિણમન (न अवतरति) થતું નથી; અથવા જો કદી પણ સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વક રાગ- દ્વેષપરિણામથી બંધ થાય છે તો ઘણો જ અલ્પ બંધ થાય છે; તો પછી સમ્યગ્દ્રષ્ટિ જીવને બંધ થાય છે એવું કોઈ ત્રણે કાળમાં કહી શકે નહિ. હવે, કેવો હોવાથી બંધ નથી? ‘‘सकलरागद्वेषमोहव्युदासात्’’ જે કારણથી આવું છે તે કારણથી બંધ ઘટતો નથી — (सकल) જેટલા શુભરૂપ અથવા અશુભરૂપ (राग) પ્રીતિરૂપ પરિણામ, (द्वेष) દુષ્ટ પરિણામ, (मोह) પુદ્ગલદ્રવ્યની વિચિત્રતામાં આત્મબુદ્ધિ એવા વિપરીતરૂપ પરિણામ, – એવા (व्युदासात्) ત્રણેય પરિણામોથી રહિતપણું એવું કારણ છે તેથી સામગ્રી વિદ્યમાન હોવા છતાં પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્મબંધનો કર્તા નથી. વિદ્યમાન સામગ્રી કઈ રીતે છે તે કહે છે — ‘‘यद्यपि पूर्वबद्धाः प्रत्ययाः द्रव्यरूपाः सत्तां न हि विजहति’’ (यद्यपि) જોકે એમ પણ છે કે (पूर्वबद्धाः) સમ્યક્ત્વની ઉત્પત્તિ પહેલાં જીવ મિથ્યાદ્રષ્ટિ હતો, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યા હતા જે (द्रव्यरूपाः प्रत्ययाः) મિથ્યાત્વરૂપ તથા ચારિત્રમોહરૂપ પુદ્ગલકર્મપિંડ, તે (सत्तां) સ્થિતિબંધરૂપે
Page 108 of 269
PDF/HTML Page 130 of 291
single page version
જીવના પ્રદેશોમાં કર્મરૂપ વિદ્યમાન છે એવા પોતાના અસ્તિત્વને (न हि विजहति) છોડતા નથી; [ઉદય પણ દે છે એમ કહે છે — ] ‘‘समयम् अनुसरन्तः अपि’’ (समयम्) સમયે સમયે અખંડિતધારાપ્રવાહરૂપ (अनुसरन्तः अपि) ઉદય પણ દે છે; તોપણ સમ્યગ્દ્રષ્ટિ કર્મબંધનો કર્તા નથી. ભાવાર્થ આમ છે — કોઈ અનાદિ કાળનો મિથ્યાદ્રષ્ટિ જીવ કાળલબ્ધિ પામ્યો થકો સમ્યક્ત્વગુણરૂપ પરિણમ્યો, ચારિત્રમોહ- કર્મની સત્તા વિદ્યમાન છે, ઉદય પણ વિદ્યમાન છે, પંચેન્દ્રિય વિષયસંસ્કાર વિદ્યમાન છે, ભોગવે પણ છે, ભોગવતો થકો જ્ઞાનગુણ દ્વારા વેદક પણ છે; તોપણ જે રીતે મિથ્યાદ્રષ્ટિ જીવ આત્મસ્વરૂપને જાણતો નથી, કર્મના ઉદયને પોતારૂપ જાણે છે, તેથી ઇષ્ટ-અનિષ્ટ વિષયસામગ્રી ભોગવતો થકો રાગ-દ્વેષ કરે છે, માટે કર્મનો બંધક થાય છે, તે રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવ આત્માને શુદ્ધસ્વરૂપ અનુભવે છે, શરીર આદિ સમસ્ત સામગ્રીને કર્મનો ઉદય જાણે છે, આવેલા ઉદયને ખપાવે છે, પરંતુ અંતરંગમાં પરમ ઉદાસીન છે તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવને કર્મબંધ નથી. આવી અવસ્થા સમ્યગ્દ્રષ્ટિ જીવને સર્વ કાળ નથી. જ્યાં સુધીમાં સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદવીને પામે ત્યાં સુધી આવી અવસ્થા છે. જ્યારે નિર્વાણપદ પામશે તે કાળનું તો કાંઈ કહેવાનું જ નથી — સાક્ષાત્ પરમાત્મા છે. ૬ – ૧૧૮.
ખંડાન્વય સહિત અર્થઃ — એમ કહ્યું કે સમ્યગ્દ્રષ્ટિ જીવને બંધ નથી, તો એવી પ્રતીતિ જે રીતે થાય છે તે વિશેષ કહે છે — ‘‘यत् ज्ञानिनः रागद्वेषविमोहानां असम्भवः ततः अस्य बन्धः न’’ (यत्) જેથી (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (राग) રંજકપરિણામ, (द्वेष) ઉદ્વેગ, (विमोहानां) પ્રતીતિનું વિપરીતપણું — એવા અશુદ્ધ ભાવોનું (असम्भवः) વિદ્યમાનપણું નથી, [ભાવાર્થ આમ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્મના ઉદયમાં રંજિત થતો નથી, માટે રાગાદિક નથી,] (ततः) તેથી (अस्य) સમ્યગ્દ્રષ્ટિ જીવને (बन्धः न) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો બંધ નથી; ‘‘एव’’ નિશ્ચયથી આવું જ દ્રવ્યનું સ્વરૂપ
Page 109 of 269
PDF/HTML Page 131 of 291
single page version
છે; ‘‘हि ते बन्धस्य कारणम्’’ (हि) કારણ કે (ते) રાગ-દ્વેષ-મોહ એવા અશુદ્ધ પરિણામ (बन्धस्य कारणम्) બંધનાં કારણ છે. ભાવાર્થ આમ છે — કોઈ અજ્ઞાની જીવ એમ માનશે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને ચારિત્રમોહનો ઉદય તો છે, તે ઉદયમાત્ર હોતાં આગામી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો હશે. સમાધાન આમ છે — ચારિત્રમોહનો ઉદયમાત્ર હોતાં બંધ નથી; ઉદય હોતાં જો જીવને રાગ-દ્વેષ-મોહપરિણામ થાય તો કર્મબંધ થાય છે, અન્યથા હજાર કારણ હોય તોપણ કર્મબંધ થતો નથી. રાગ-દ્વેષ- મોહપરિણામ પણ મિથ્યાત્વકર્મના ઉદયના સહારે છે, મિથ્યાત્વ જતાં એકલા ચારિત્રમોહના ઉદયના સહારાના રાગ-દ્વેષ-મોહપરિણામ નથી. આ કારણથી સમ્યગ્દ્રષ્ટિને રાગ-દ્વેષ-મોહપરિણામ હોતા નથી, માટે કર્મબંધનો કર્તા સમ્યગ્દ્રષ્ટિ જીવ હોતો નથી. ૭ – ૧૧૯.
मैकाग्रयमेव कलयन्ति सदैव ये ते ।
पश्यन्ति बन्धविधुरं समयस्य सारम् ।।८-१२०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ये शुद्धनयं एकाग्य्राम् एव सदा कलयन्ति’’ (ये) જે કોઈ આસન્નભવ્ય જીવો (शुद्धनयम्) શુદ્ધનયનો અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધચૈતન્ય- વસ્તુમાત્રનો, 2(ऐकाग्रयम्) સમસ્ત રાગાદિ વિકલ્પથી ચિત્તનો નિરોધ કરી (एव) ચિત્તમાં નિશ્ચય લાવીને, (कलयन्ति) અખંડિતધારાપ્રવાહરૂપ અભ્યાસ કરે છે (सदा) સર્વ કાળ; — કેવો છે (શુદ્ધનય)? ‘‘उद्धतबोधचिह्नम्’’ (उद्धत) સર્વ કાળ પ્રગટ જે (बोध) જ્ઞાનગુણ તે જ છે (चिह्नम्) લક્ષણ જેનું, એવો છે; શું કરીને? ‘‘अध्यास्य’’ કોઈ પણ રીતે મનમાં પ્રતીતિ લાવીને; — ‘‘ते एव समयस्य सारम् पश्यन्ति’’ (ते एव) તે જ જીવો નિશ્ચયથી (समयस्य सारम्) સકળ કર્મથી રહિત, અનંતચતુષ્ટયે બિરાજમાન પરમાત્મપદને (पश्यन्ति) પ્રગટપણે પામે છે. કેવું પામે છે? ‘‘बन्धविधुरम्’’ (बन्ध) અનાદિ કાળથી એકબંધપર્યાયરૂપ ચાલ્યો આવ્યો હતો જે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ
Page 110 of 269
PDF/HTML Page 132 of 291
single page version
પુદ્ગલપિંડ, તેનાથી (विधुरं) સર્વથા રહિત છે. ભાવાર્થ આમ છે કે — સકળ કર્મના ક્ષયથી થયો છે શુદ્ધ, તેની પ્રાપ્તિ થાય છે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતા થકા. કેવા છે તે જીવો? ‘‘रागादिमुक्तमनसः’’ રાગ-દ્વેષ-મોહથી રહિત છે પરિણામ જેમના, એવા છે. વળી કેવા છે? ‘‘सततं भवन्तः’’ (सततं) નિરંતરપણે (भवन्तः) એવા જ છે. ભાવાર્થ આમ છે કે — કોઈ જાણશે કે સર્વ કાળ પ્રમાદી રહે છે, ક્યારેક એક, જેવો કહ્યો તેવો થાય છે, પણ એમ તો નથી, સદા સર્વ કાળ શુદ્ધપણારૂપ રહે છે. ૮ – ૧૨૦.
रागादियोगमुपयान्ति विमुक्तबोधाः ।
द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ।।९-१२१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तु पुनः’’ આમ પણ છે — ‘‘ये शुद्धनयतः प्रच्युत्य रागादियोगं उपयान्ति ते इह कर्मबन्धम् बिभ्रति’’ (ये) જે કોઈ ઉપશમ- સમ્યગ્દ્રષ્ટિ અથવા વેદકસમ્યગ્દ્રષ્ટિ જીવ (शुद्धनयतः) શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અનુભવથી (प्रच्युत्य) ભ્રષ્ટ થયા છે તથા (रागादि) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ-(योगम्) રૂપે (उपयान्ति) થાય છે, (ते) એવા છે જે જીવ તે (कर्मबन्धम्) કર્મબંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડ (बिभ्रति) નવા ઉપાર્જિત કરે છે. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્યાં સુધી સમ્યક્ત્વના પરિણામોથી સાબૂત રહે છે ત્યાં સુધી (તેમને) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો નહિ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થતો નથી. (પરંતુ) જે સમ્યગ્દ્રષ્ટિ જીવ હતા, પછી સમ્યક્ત્વના પરિણામથી ભ્રષ્ટ થયા, તેમને રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થાય છે, કેમ કે મિથ્યાત્વના પરિણામ અશુદ્ધરૂપ છે. કેવા છે તે જીવ?
શુદ્ધસ્વરૂપનો અનુભવ જેમને, એવા છે. કેવો છે કર્મબંધ? ‘‘पूर्वबद्धद्रव्यास्रवैः
Page 111 of 269
PDF/HTML Page 133 of 291
single page version
कृतविचित्रविकल्पजालम्’’ (पूर्व) સમ્યક્ત્વ વિના ઉત્પન્ન થયેલાં, (बद्ध) મિથ્યાત્વ-રાગ- દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યાં હતાં જે (द्रव्यास्रवैः) પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મ તથા ચારિત્રમોહકર્મ તેમના દ્વારા (कृत) કર્યો છે (विचित्र) નાના પ્રકારના (विकल्प) રાગ- દ્વેષ-મોહપરિણામનો (जालम्) સમૂહ જેણે, એવો છે. ભાવાર્થ આમ છે કે — જેટલો કાળ જીવ સમ્યક્ત્વના ભાવરૂપ પરિણમ્યો હતો તેટલો કાળ ચારિત્રમોહકર્મ કીલિત ( – મંત્રથી સ્તંભિત થયેલા) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ ન હતું; જ્યારે તે જ જીવ સમ્યક્ત્વના ભાવથી ભ્રષ્ટ થયો થકો મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યો ત્યારે ઉત્કીલિત ( – છૂટા થયેલા) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ થયું. ચારિત્રમોહકર્મનું કાર્ય જીવના અશુદ્ધ પરિણમનનું નિમિત્ત થવું તે. ભાવાર્થ આમ છે કે — જીવ મિથ્યાદ્રષ્ટિ થતાં ચારિત્રમોહનો બંધ પણ થાય છે. જ્યારે જીવ સમ્યક્ત્વ પામે છે ત્યારે ચારિત્રમોહના ઉદયે બંધ થાય છે, પરંતુ બંધ શક્તિહીન હોય છે તેથી બંધ કહેવાતો નથી. આ કારણથી સમ્યક્ત્વ હોતાં ચારિત્રમોહને કીલિત સાપના જેવો ઉપર કહ્યો છે, જ્યારે સમ્યક્ત્વ છૂટી જાય છે ત્યારે ઉત્કીલિત સાપના જેવો ચારિત્રમોહને કહ્યો; તે ઉપરના ભાવાર્થનો અભિપ્રાય જાણવો. ૯ – ૧૨૧.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अत्र इदम् एव तात्पर्यं’’ (अत्र) આ સમસ્ત અધિકારમાં (इदम् एव तात्पर्यं) નિશ્ચયથી આટલું જ કાર્ય છે. તે કાર્ય શું? ‘‘शुद्धनयः हेयः न हि’’ (शुद्धनयः) આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ (हेयः न हि) સૂક્ષ્મકાળમાત્ર પણ વિસારવાયોગ્ય નથી. શા કારણે? ‘‘हि तत् अत्यागात् बन्धः नास्ति’’ (हि) કારણ કે (तत्) શુદ્ધસ્વરૂપનો અનુભવ તેના (अत्यागात्) નહિ છૂટવાથી (बन्धः नास्ति) જ્ઞાનાવરણાદિકર્મનો બંધ થતો નથી. વળી શા કારણે?
(तत्) શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેના (त्यागात्) છૂટવાથી (बन्धः एव) જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે. ભાવાર્થ પ્રગટ છે. ૧૦ – ૧૨૨.
Page 112 of 269
PDF/HTML Page 134 of 291
single page version
त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वंकषः कर्मणाम् ।
पूर्णं ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः ।।११-१२३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘कृतिभिः जातु शुद्धनयः त्याज्यः न हि’’ (कृतिभिः) સમ્યગ્દ્રષ્ટિ જીવો દ્વારા (जातु) સૂક્ષ્મકાળમાત્ર પણ (शुद्धनयः) શુદ્ધનય અર્થાત્ શુદ્ધ ચૈતન્યમાત્રવસ્તુનો અનુભવ (त्याज्यः न हि) વિસ્મરણ યોગ્ય નથી. કેવો છે શુદ્ધનય? ‘‘बोधे धृतिं निबध्नन्’’ (बोधे) બોધમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં (धृतिं) અતીન્દ્રિય સુખસ્વરૂપ પરિણતિને (निबध्नन्) પરિણમાવે છે. કેવો છે બોધ? ‘‘धीरोदारमहिम्नि’’ (धीर) શાશ્વતી, (उदार) ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ છે (महिमा) મોટપ જેની, એવો છે. વળી કેવો છે? ‘‘अनादिनिधने’’ (अनादि) નથી આદિ, (अनिधने) નથી અંત જેનો, એવો છે. વળી કેવો છે શુદ્ધનય? ‘‘कर्मणाम् सर्वंकषः’’ (कर्मणाम्) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મપિંડનો અથવા રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામોનો (सर्वंकषः) મૂળથી ક્ષયકરણશીલ છે. ‘‘तत्रस्थाः शान्तं महः पश्यन्ति’’ (तत्रस्थाः) શુદ્ધસ્વરૂપ-અનુભવમાં મગ્ન છે જે જીવ, તેઓ (शान्तं) સર્વ ઉપાધિથી રહિત એવા (महः) ચૈતન્યદ્રવ્યને (पश्यन्ति) પ્રત્યક્ષપણે પામે છે. ભાવાર્થ આમ છે કે પરમાત્મપદને પ્રાપ્ત થાય છે. કેવું છે ચૈતન્યદ્રવ્ય? ‘‘पूर्णं’’ અસંખ્યાત પ્રદેશે જ્ઞાનરૂપે બિરાજમાન છે. વળી કેવું છે? ‘‘ज्ञानघनौघम्’’ ચેતનાગુણનો પુંજ છે. વળી કેવું છે? ‘‘एकम्’’ સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે. વળી કેવું છે? ‘‘अचलं’’ કર્મનો સંયોગ મટવાથી નિશ્ચલ છે. શું કરીને આવા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે? ‘‘स्वमरीचिचक्रम् अचिरात् संहृत्य’’ (स्वमरीचिचक्रम्) સ્વમરીચિચક્રનો અર્થાત્ જૂઠ છે, ભ્રમ છે જે કર્મની સામગ્રી ઇન્દ્રિય, શરીર, રાગાદિમાં આત્મબુદ્ધિ, તેનો (अचिरात्) તત્કાળમાત્ર (संहृत्य) વિનાશ કરીને. કેવું છે મરીચિચક્ર? ‘‘बहिः निर्यत्’’ અનાત્મપદાર્થોમાં ભમે છે. ભાવાર્થ આમ છે કે — પરમાત્મપદની પ્રાપ્તિ થતાં સમસ્ત વિકલ્પ મટે છે. ૧૧ – ૧૨૩.
Page 113 of 269
PDF/HTML Page 135 of 291
single page version
नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः ।
नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत् ।।१२-१२४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एतत् ज्ञानम् उन्मग्नम्’’ (एतत्) જેવો કહ્યો છે તેવો શુદ્ધ (ज्ञानम्) શુદ્ધચૈતન્યપ્રકાશ (उन्मग्नम्) પ્રગટ થયો. જેને જ્ઞાન અર્થાત્ શુદ્ધચૈતન્યપ્રકાશ પ્રગટ થયો તે જીવ કેવો છે? ‘‘किमपि वस्तु अन्तः सम्पश्यतः’’ (किम् अपि वस्तु) નિર્વિકલ્પસત્તામાત્ર કોઈ વસ્તુ, તેને (अन्तः सम्पश्यतः) ભાવશ્રુતજ્ઞાન વડે પ્રત્યક્ષપણે અવલંબે છે. ભાવાર્થ આમ છે કે — શુદ્ધસ્વરૂપના અનુભવના કાળે જીવ કાષ્ઠની માફક જડ છે એમ પણ નથી, સામાન્યપણે સવિકલ્પી જીવની માફક વિકલ્પી પણ નથી, ભાવશ્રુતજ્ઞાન વડે કોઈ નિર્વિકલ્પવસ્તુમાત્રને અવલંબે છે; અવશ્ય અવલંબે છે. ‘‘परमं’’ આવા અવલંબનને વચનદ્વારથી કહેવાને સમર્થપણું નથી, તેથી કહી શકાય નહિ. કેવો છે શુદ્ધ જ્ઞાનપ્રકાશ? ‘‘नित्योद्योतं’’ અવિનાશી છે પ્રકાશ જેનો. શા કારણથી? ‘‘रागादीनां झगिति विगमात्’’ (रागादीनां) રાગ-દ્વેષ- મોહની જાતિના છે જેટલા અસંખ્યાત લોકમાત્ર અશુદ્ધપરિણામ તેમનો (झगिति विगमात्) તત્કાળ વિનાશ થવાથી. કેવા છે અશુદ્ધપરિણામ? ‘‘सर्वतः अपि आस्रवाणां’’ (सर्वतः अपि) સર્વથા પ્રકારે (आस्रवाणां) આસ્રવ એવું નામ – સંજ્ઞા છે જેમની, એવા છે. ભાવાર્થ આમ છે કે — જીવના અશુદ્ધ રાગાદિ પરિણામોને સાચું આસ્રવપણું ઘટે છે. તેમનું નિમિત્ત પામીને કર્મરૂપ આસ્રવે છે જે પુદ્ગલની વર્ગણાઓ તે તો અશુદ્ધપરિણામના સહારાની છે, તેથી તેમની શી વાત? પરિણામો શુદ્ધ થતાં તે સહજ જ મટે છે. વળી કેવું છે શુદ્ધજ્ઞાન? ‘‘सर्वभावान् प्लावयन्’’ (सर्वभावान्) જેટલી જ્ઞેય વસ્તુ અતીત-અનાગત-વર્તમાનપર્યાય સહિત છે તેમને (प्लावयन्) પોતામાં પ્રતિબિંબિત કરતું થકું. કોના વડે? ‘‘स्वरसविसरैः’’ (स्वरस) ચિદ્રૂપ ગુણ, તેની (विसरैः) અનંત શક્તિ, તેના વડે. કેવી છે તે? ‘‘स्फारस्फारैः’’ (स्फार) અનંત શક્તિ, તેનાથી
Page 114 of 269
PDF/HTML Page 136 of 291
single page version
પણ (स्फारैः) અનંતાનંતગણી છે. ભાવાર્થ આમ છે કે — દ્રવ્યો અનંત છે, તેમનાથી પર્યાયભેદ અનંતગણા છે. તે સમસ્ત જ્ઞેયોથી જ્ઞાનની અનંતગણી શક્તિ છે. એવો દ્રવ્યનો સ્વભાવ છે. વળી કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘आलोकान्तात् अचलम्’’ સકળ કર્મોનો ક્ષય થતાં જેવું નીપજ્યું તેવું જ અનંત કાળ પર્યંત રહેશે, ક્યારેય અન્યથા થશે નહિ. વળી કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘अतुलं’’ ત્રણ લોકમાં જેના સુખરૂપ પરિણમનનું દ્રષ્ટાંત નથી. — આવો શુદ્ધ જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો. ૧૨ – ૧૨૪.
Page 115 of 269
PDF/HTML Page 137 of 291
single page version
न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम् ।
ज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृम्भते ।।१-१२५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘चिन्मयम् ज्योतिः उज्जृम्भते’’ (चित्) ચેતના, તે જ છે (मयम्) સ્વરૂપ જેનું એવી (ज्योतिः) જ્યોતિ અર્થાત્ પ્રકાશસ્વરૂપ વસ્તુ (उज्जृम्भते) પ્રગટ થાય છે. કેવી છે જ્યોતિ? ‘‘स्फु रत्’’ સર્વ કાળે પ્રગટ છે. વળી કેવી છે? ‘‘उज्ज्वलं’’ કર્મકલંકથી રહિત છે. વળી કેવી છે? ‘‘निजरसप्राग्भारम्’’ (निजरस) ચેતનગુણનો (प्राग्भारम्) સમૂહ છે. વળી કેવી છે? ‘‘पररूपतः व्यावृत्तं’’ (पररूपतः) જ્ઞેયાકારપરિણમનથી (व्यावृत्तं) પરાઙ્મુખ છે. ભાવાર્થ આમ છે કે — સકળ જ્ઞેયવસ્તુને જાણે છે, તદ્રૂપ થતી નથી, પોતાના સ્વરૂપે રહે છે. વળી કેવી છે? ‘‘स्वरूपे सम्यक् नियमितं’’ (स्वरूपे) જીવના શુદ્ધસ્વરૂપમાં (सम्यक्) જેવી છે તેવી (नियमितं) ગાઢપણે સ્થાપિત છે. વળી કેવી છે? ‘‘संवरम् सम्पादयत्’’ (संवरम्) સંવર અર્થાત્ ધારાપ્રવાહરૂપ આસ્રવે છે જ્ઞાનાવરણાદિ કર્મ તેનો નિરોધ (सम्पादयत्) તેની કરણશીલ છે. ભાવાર્થ આમ છે કે — અહીંથી માંડીને સંવરનું સ્વરૂપ કહે છે. કેવો છે સંવર? ‘‘प्रतिलब्धनित्यविजयं’’ (प्रतिलब्ध) પ્રાપ્ત કરી છે (नित्य) શાશ્વત (विजयं)જીત જેણે, એવો છે. શા કારણથી એવો છે? ‘‘आसंसारविरोधिसंवरजयैकान्ता- वलिप्तास्रवन्यक्कारात्’’ (आसंसार) અનંત કાળથી માંડીને (विरोधि) વેરી છે એવો જે
Page 116 of 269
PDF/HTML Page 138 of 291
single page version
(संवर) બધ્યમાન કર્મનો નિરોધ, તેના ઉપરની (जय) જીતને લીધે (एकान्तावलिप्त) ‘મારાથી મોટો ત્રણ લોકમાં કોઈ નથી’ એવો થયો છે ગર્વ જેને એવું (आस्रव) ધારાપ્રવાહરૂપ કર્મનું આગમન, તેને (न्यक्कारात्) દૂર કરવારૂપ માનભંગના કારણથી. ભાવાર્થ આમ છે કે — આસ્રવ તથા સંવર પરસ્પર ઘણા જ વેરી છે, તેથી અનંત કાળથી સર્વ જીવરાશિ વિભાવમિથ્યાત્વપરિણતિરૂપ પરિણમે છે, તેથી શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ નથી; તેથી આસ્રવના સહારે સર્વ જીવ છે. કાળલબ્ધિ પામીને કોઈ આસન્નભવ્ય જીવ સમ્યક્ત્વરૂપ સ્વભાવપરિણતિએ પરિણમે છે, તેથી શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય છે, તેથી કર્મનો આસ્રવ મટે છે; તેથી શુદ્ધ જ્ઞાનની જીત ઘટે છે. ૧ – ૧૨૫.
रन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च ।
शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः ।।२-१२६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इदं भेदज्ञानम् उदेति’’ (इदं) પ્રત્યક્ષ એવું (भेदज्ञानम्) ભેદજ્ઞાન અર્થાત્ જીવના શુદ્ધસ્વરૂપનો અનુભવ (उदेति) પ્રગટ થાય છે. કેવું છે? ‘‘निर्मलम्’’ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધપરિણતિથી રહિત છે. વળી કેવું છે? ‘‘शुद्धज्ञानघनौघम्’’ (शुद्धज्ञान) શુદ્ધસ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, તેના (घन) સમૂહનો (ओघम्) પુંજ છે. વળી કેવું છે? ‘‘एकम्’’ સમસ્ત ભેદવિકલ્પથી રહિત છે. ભેદજ્ઞાન કઈ રીતે થાય છે તે કહે છે — ‘‘ज्ञानस्य रागस्य च द्वयोः विभागं परतः कृत्वा’’ (ज्ञानस्य) જ્ઞાનગુણમાત્ર (रागस्य च) અને અશુદ્ધ પરિણતિ — તે (द्वयोः) બંનેનું (विभागं) ભિન્નભિન્નપણું (परतः) એકબીજાથી (कृत्वा) કરીને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. કેવાં છે તે બંને? ‘‘चैद्रूप्यं जडरूपतां च दधतोः’’ ચૈતન્યમાત્ર જીવનું સ્વરૂપ, જડત્વમાત્ર અશુદ્ધપણાનું સ્વરૂપ. શેના વડે ભિન્નપણું કર્યું? ‘‘अन्तर्दारुणदारणेन’’ (अन्तर्दारुण) અંતરંગ સૂક્ષ્મ અનુભવદ્રષ્ટિ, એવું છે (दारणेन) કરવત, તેના વડે. ભાવાર્થ આમ
Page 117 of 269
PDF/HTML Page 139 of 291
single page version
છે કે — શુદ્ધજ્ઞાનમાત્ર તથા રાગાદિ અશુદ્ધપણું – એ બંનેનો ભિન્નભિન્નપણે અનુભવ કરવાનું અતિ સૂક્ષ્મ છે, કેમ કે રાગાદિ અશુદ્ધપણું ચેતન જેવું દેખાય છે; તેથી અતિસૂક્ષ્મ દ્રષ્ટિથી, જેમ પાણી કાદવ સાથે મળવાથી મેલું થયું છે તોપણ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વચ્છતામાત્ર પાણી છે, મેલું છે તે કાદવની ઉપાધિ છે, તેમ રાગાદિ પરિણામના કારણે જ્ઞાન અશુદ્ધ એમ દેખાય છે તોપણ જાણપણામાત્ર જ્ઞાન છે, રાગાદિ અશુદ્ધપણું ઉપાધિ છે.
સંતો અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિ જીવો (अधुना) વર્તમાન સમયમાં (इदं मोदध्वम्) શુદ્ધ- જ્ઞાનાનુભવને આસ્વાદો. કેવા છે સંતપુરુષો? ‘‘अध्यासिताः’’ શુદ્ધસ્વરૂપનો અનુભવ છે જીવન જેમનું, એવા છે. વળી કેવા છે? ‘‘द्वितीयच्युताः’’ હેય વસ્તુને અવલંબતા નથી. ૨ – ૧૨૬.
ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते ।
परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति ।।३-१२७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तत् अयम् आत्मा आत्मानम् शुद्धम् अभ्युपैति’’ (तत्) તે કારણથી (अयम् आत्मा) આ પ્રત્યક્ષ આત્મા અર્થાત્ જીવ (आत्मानम्) પોતાના સ્વરૂપને (शुद्धम्) શુદ્ધ અર્થાત્ જેટલાં છે દ્રવ્યકર્મ-ભાવકર્મ તેનાથી રહિત (अभ्युपैति) પામે છે. કેવો છે આત્મા? ‘‘उदयदात्मारामम्’’ (उदयत्) પ્રગટ થયેલ છે (आत्मा) પોતાનું દ્રવ્ય, એવો છે (आरामम्) નિવાસ જેનો, એવો છે. શા કારણથી શુદ્ધની પ્રાપ્તિ થાય છે? ‘‘परपरिणतिरोधात्’’ (परपरिणति) અશુદ્ધપણાના (रोधात्) વિનાશથી. અશુદ્ધપણાનો વિનાશ કઈ રીતે થાય છે તે કહે છે — ‘‘यदि आत्मा कथमपि शुद्धम् आत्मानम् उपलभमानः आस्ते’’ (यदि) જો (आत्मा) ચેતનદ્રવ્ય (कथमपि) કાળલબ્ધિ પામીને સમ્યકત્વપર્યાયરૂપ પરિણમતું થકું, (शुद्धम्) દ્રવ્યકર્મ-ભાવકર્મથી રહિત એવા (आत्मानम्) પોતાના સ્વરૂપને (उपलभमानः आस्ते) આસ્વાદતું થકું પ્રવર્તે છે તો. શા
Page 118 of 269
PDF/HTML Page 140 of 291
single page version
વડે? ‘‘बोधनेन’’ ભાવશ્રુતજ્ઞાન વડે. કેવું છે (ભાવશ્રુતજ્ઞાન)? ‘‘धारावाहिना’’ અખંડિતધારાપ્રવાહરૂપ નિરંતર પ્રવર્તે છે. ‘‘ध्रुवम्’’ આ વાત નિશ્ચિત છે. ૩ – ૧૨૭.
भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः ।
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः ।।४-१२८।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एषां निजमहिमरतानां शुद्धतत्त्वोपलम्भः भवति’’ (एषां) આવા જે છે, — કેવા? (निजमहिम) જીવના શુદ્ધસ્વરૂપપરિણમનમાં (रतानां) મગ્ન છે જે કોઈ, — તેમને (शुद्धतत्त्वोपलम्भः भवति) સકળ કર્મથી રહિત અનંત ચતુષ્ટયે વિરાજમાન એવી જે આત્મવસ્તુ તેની પ્રાપ્તિ થાય છે; ‘‘नियतम्’’ અવશ્ય થાય છે. શા વડે થાય છે? ‘‘भेदविज्ञानशक्त्या’’ (भेदविज्ञान) સમસ્ત પરદ્રવ્યોથી આત્મસ્વરૂપ ભિન્ન છે એવા અનુભવરૂપ (शक्त्या) સામર્થ્ય વડે. ‘‘तस्मिन् सति कर्ममोक्षः भवति’’ (तस्मिन् सति) શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થતાં (कर्ममोक्षः भवति) કર્મક્ષય અર્થાત્ દ્રવ્યકર્મ- ભાવકર્મનો મૂળથી વિનાશ થાય છે. ‘‘अचलितम्’’ આવું દ્રવ્યનું સ્વરૂપ અટળ છે. કેવો છે કર્મક્ષય? ‘‘अक्षयः’’ આગામી અનંત કાળ પર્યંત બીજા કર્મનો બંધ થશે નહિ. કેવા જીવોને કર્મક્ષય થાય છે? ‘‘अखिलान्यद्रव्यदूरेस्थितानां’’ (अखिल) સમસ્ત એવાં જે (अन्यद्रव्य) પોતાના જીવદ્રવ્યથી ભિન્ન બધાં દ્રવ્યો, તેમનાથી (दूरेस्थितानां) સર્વ પ્રકારે ભિન્ન છે એવા જે જીવ, તેમને. ૪ – ૧૨૮.
च्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात् ।