Samaysar Kalash Tika (Gujarati). Shlok: 130-149 ; NirjarA Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 15

 

Page 119 of 269
PDF/HTML Page 141 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तद् भेदविज्ञानम् अतीव भाव्यम्’’ (तत्) તે કારણથી (भेदविज्ञानम्) સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ચૈતન્યસ્વરૂપનો અનુભવ (अतीव भाव्यम्) સર્વથા ઉપાદેય છે એમ માનીને અખંડિતધારાપ્રવાહરૂપ અનુભવ કરવાયોગ્ય છે. શાથી? ‘‘किल शुद्धात्मतत्त्वस्य उपलम्भात् एषः संवरः साक्षात् सम्पद्यते’’ (किल) નિશ્ચયથી (शुद्धात्मतत्त्वस्य) જીવના શુદ્ધસ્વરૂપની (उपलम्भात्) પ્રાપ્તિ થવાથી (एषः संवरः) નૂતન કર્મના આગમનરૂપ આસ્રવના નિરોધલક્ષણ સંવર (साक्षात् सम्पद्यते) સર્વથા પ્રકારે થાય છે; ‘‘सः भेदविज्ञानतः एव’’ (सः) શુદ્ધસ્વરૂપનું પ્રગટપણું (-પ્રાપ્તિ) (भेदविज्ञानतः) શુદ્ધસ્વરૂપના અનુભવથી (एव) નિશ્ચયથી થાય છે; ‘‘तस्मात्’’ તેથી ભેદવિજ્ઞાન પણ વિનાશિક છે તથાપિ ઉપાદેય છે. ૫૧૨૯.

(અનુષ્ટુપ)
भावयेद्भेदविज्ञानमिदमच्छिन्नधारया
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ।।६-१३०।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इदम् भेदविज्ञानम् तावत् अच्छिन्नधारया भावयेत्’’ (इदम् भेदविज्ञानम्) પૂર્વોક્તલક્ષણ છે જે શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો (तावत्) તેટલા કાળ સુધી (अच्छिन्नधारया) અખંડિતધારાપ્રવાહરૂપે (भावयेत्) આસ્વાદ કરવો ‘‘यावत् परात् च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते’’ (यावत्) કે જેટલા કાળમાં (परात् च्युत्वा) પરથી છૂટીને (ज्ञानं) આત્મા (ज्ञाने) શુદ્ધસ્વરૂપમાં (प्रतिष्ठते) એકરૂપ પરિણમે. ભાવાર્થ આમ છે કેનિરંતર શુદ્ધસ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે. જે કાળે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે. ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે, કેવળજ્ઞાનની માફક જીવનું શુદ્ધસ્વરૂપ નથી, તેથી સહજ જ વિનાશિક છે. ૬૧૩૦.

(અનુષ્ટુપ)
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।।७-१३१।।


Page 120 of 269
PDF/HTML Page 142 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ये किल केचन सिद्धाः ते भेदविज्ञानतः सिद्धाः’’ (ये) આસન્નભવ્ય જીવ છે જે કોઈ (किल) નિશ્ચયથી, (केचन) સંસારી જીવરાશિમાંથી જે કોઈ ગણતરીના, (सिद्धाः) સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદને પ્રાપ્ત થયા, (ते) તે સમસ્ત જીવ (भेदविज्ञानतः) સકળ પરદ્રવ્યોથી ભિન્ન શુદ્ધસ્વરૂપના અનુભવથી (सिद्धाः) મોક્ષપદને પ્રાપ્ત થયા. ભાવાર્થ આમ છે કેમોક્ષનો માર્ગ શુદ્ધસ્વરૂપનો અનુભવ; અનાદિસંસિદ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે. ‘‘ये केचन बद्धाः ते किल अस्य एव अभावतः बद्धाः’’ (ये केचन) જે કોઈ (बद्धाः) જ્ઞાનાવરણાદિ કર્મોથી બંધાયા છે (ते) તે સમસ્ત જીવ (किल) નિશ્ચયથી (अस्य एव) આવું જે ભેદવિજ્ઞાન, તેના (अभावतः) નહિ હોવાથી (बद्धाः) બદ્ધ થઈને સંસારમાં ભટકી રહ્યા છે. ભાવાર્થ આમ છે કેભેદજ્ઞાન સર્વથા ઉપાદેય છે. ૭૧૩૧.

(મંદાક્રાન્તા)
भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भा-
द्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण
बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं
ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत
।।८-१३२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एतत् ज्ञानं उदितं’’ (एतत्) પ્રત્યક્ષ વિદ્યમાન (ज्ञानं) જ્ઞાન અર્થાત્ શુદ્ધ ચૈતન્યપ્રકાશ (उदितं) આસ્રવનો નિરોધ કરીને પ્રગટ થયો. કેવું છે જ્ઞાન? ‘‘ज्ञाने नियतम्’’ અનંત કાળથી પરિણમતું હતું અશુદ્ધ રાગાદિ વિભાવરૂપ, તે કાળલબ્ધિ પામીને પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે. વળી કેવું છે? ‘‘शाश्वतोद्योतम्’’ અવિનશ્વર પ્રકાશ છે જેનો, એવું છે. વળી કેવું છે? ‘‘तोषं बिभ्रत्’’ અતીન્દ્રિય સુખરૂપ પરિણમ્યું છે. વળી કેવું છે? ‘‘परमम्’’ ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે? ‘‘अमलालोकम्’’ સર્વથા પ્રકારે, સર્વ કાળે, સર્વ ત્રૈલોક્યમાં નિર્મળ છેસાક્ષાત્ શુદ્ધ છે. વળી કેવું છે? ‘‘अम्लानम्’’ સદા પ્રકાશરૂપ છે. વળી કેવું છે? ‘‘एकं’’ નિર્વિકલ્પ છે. શુદ્ધ જ્ઞાન આવું જે રીતે થયું છે તે કહે છે‘‘कर्मणां संवरेण’’ જ્ઞાનાવરણાદિરૂપ આસ્રવતાં હતાં જે કર્મપુદ્ગલ તેના નિરોધથી. કર્મનો


Page 121 of 269
PDF/HTML Page 143 of 291
single page version

નિરોધ જે રીતે થયો છે તે કહે છે‘‘रागग्रामप्रलयकरणात्’’ (राग) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ વિભાવપરિણામોનો (ग्राम) સમૂહઅસંખ્યાત લોકમાત્ર ભેદ, તેમનો (प्रलय) મૂળથી સત્તાનાશ (करणात्) કરવાથી. આવું પણ શા કારણથી? ‘‘शुद्धतत्त्वोपलम्भात्’’ (शुद्धतत्त्व) શુદ્ધ ચૈતન્યવસ્તુની (उपलम्भात्) સાક્ષાત્ પ્રાપ્તિથી. આવું પણ શા કારણથી? ‘‘भेदज्ञानोच्छलनकलनात्’’ (भेदज्ञान) શુદ્ધસ્વરૂપજ્ઞાનનું (उच्छलन) પ્રગટપણું, તેના (कलनात्) નિરંતર અભ્યાસથી. ભાવાર્થ આમ છે કેશુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાદેય છે. ૮૧૩૨.


Page 122 of 269
PDF/HTML Page 144 of 291
single page version

નિર્જરા અધિકાર
(શાર્દૂલવિક્રીડિત)
रागाद्यास्रवरोधतो निजधुरां धृत्वा परः संवरः
कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन् स्थितः
प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा
ज्ञानज्योतिरपावृत्तं न हि यतो रागादिभिर्मूर्च्छति
।।१-१३३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अधुना निर्जरा व्याजृम्भते’’ (अधुना) અહીંથી શરૂ કરીને (निर्जरा) નિર્જરા અર્થાત્ પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ (व्याजृम्भते) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કેનિર્જરાનું સ્વરૂપ જેવું છે તેવું કહે છે. નિર્જરા શા નિમિત્તે (શાને માટે) છે? ‘‘तु तत् एव प्राग्बद्धं दग्धुम्’’ (तु) સંવરપૂર્વક (तत्) જે જ્ઞાનાવરણાદિકર્મ (एव) નિશ્ચયથી (प्राग्बद्धं) સમ્યક્ત્વ નહિ હોતાં મિથ્યાત્વ- રાગ-દ્વેષ-પરિણામ વડે બંધાયું હતું તેને (दग्धुम्) બાળવા માટે. કાંઈક વિશેષ ‘‘परः संवरः स्थितः’’ સંવર અગ્રેસર થયો છે જેનો એવી છે નિર્જરા. ભાવાર્થ આમ છે કેસંવરપૂર્વક નિર્જરા તે નિર્જરા; કેમ કે જે સંવર વિના હોય છે સર્વ જીવોને, ઉદય દઈને કર્મની નિર્જરા, તે નિર્જરા નથી. કેવો છે સંવર? ‘‘रागाद्यास्रवरोधतः निजधुरां धृत्वा आगामि समस्तम् एव कर्म भरतः दूरात् निरुन्धन्’’ (रागाद्यास्रवरोधतः) રાગાદિ આસ્રવભાવોના નિરોધથી (निजधुरां) પોતાના એક સંવરરૂપ પક્ષને (धृत्वा) ધરતો થકો (आगामि) અખંડધારાપ્રવાહરૂપ આસ્રવિત થનારાં (समस्तम् एव कर्म) નાના પ્રકારનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઇત્યાદિ અનેક પ્રકારનાં પુદ્ગલકર્મને (भरतः) પોતાની મોટપથી (दूरात् निरुन्धन्) પાસે આવવા દેતો નથી. સંવરપૂર્વક નિર્જરા કરતાં જે કાંઈ કાર્ય થયું તે કહે છે‘‘यतः ज्ञानज्योतिः अपावृत्तं


Page 123 of 269
PDF/HTML Page 145 of 291
single page version

रागादिभिः न मूर्च्छति’’ (यतः) જે નિર્જરાથી (ज्ञानज्योतिः) જીવનું શુદ્ધ સ્વરૂપ (अपावृत्तं) નિરાવરણ થયું થકું (रागादिभिः) અશુદ્ધ પરિણામો વડે (न मूर्च्छति) પોતાના સ્વરૂપને છોડી રાગાદિરૂપ થતું નથી. ૧૧૩૩.

(અનુષ્ટુપ)
तज्ज्ञानस्यैव सामर्थ्यं विरागस्यैव वा किल
यत्कोऽपि कर्मभिः कर्म भुज्जानोऽपि न बध्यते ।।२-१३४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तत् सामर्थ्यं किल ज्ञानस्य एव वा विरागस्य एव’’ (तत् सामर्थ्यं) એવું સામર્થ્ય (किल) નિશ્ચયથી (ज्ञानस्य एव) શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે, (वा विरागस्य एव) અથવા રાગાદિ અશુદ્ધપણું છૂટ્યું છે તેનું છે. તે સામર્થ્ય શું? ‘‘यत् कः अपि कर्म भुज्ञानः अपि कर्मभिः न बध्यते’’ (यत्) જે સામર્થ્ય એવું છે કે (कः अपि) કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ (कर्म भुञ्जानः अपि) પૂર્વે જ બાંધ્યાં છે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે શરીર-મન-વચન-ઇન્દ્રિય-સુખ- દુઃખરૂપ નાના પ્રકારની સામગ્રી, તેને જોકે ભોગવે છે તોપણ (कर्मभिः) જ્ઞાનાવરણાદિથી (न बध्यते) બંધાતો નથી. જેવી રીતે કોઈ વૈદ્ય પ્રત્યક્ષપણે વિષ ખાય છે તોપણ મરતો નથી અને ગુણ જાણે છે તેથી અનેક યત્ન જાણે છે, તેના વડે વિષની પ્રાણઘાતક શક્તિ દૂર કરી દીધી છે; તે જ વિષ અન્ય જીવ ખાય તો તત્કાળ મરે, તેનાથી વૈદ્ય ન મરે;આવું જાણપણાનું સામર્થ્ય છે; અથવા કોઈ શૂદ્ર મદિરા પીએ છે, પરન્તુ પરિણામોમાં કંઈક દુશ્ચિન્તા છે, મદિરા પીવામાં રુચિ નથી; એવો શૂદ્રજીવ મતવાલો થતો નથી, જેવો હતો તેવો જ રહે છે; મદ્ય તો એવું છે કે જો અન્ય કોઈ પીએ તો તત્કાળ મતવાલો થાય, પણ જે કોઈ મતવાલો નથી થતો તે અરુચિપરિણામનો ગુણ જાણો; તેવી રીતે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ નાના પ્રકારની સામગ્રીને ભોગવે છે, સુખ-દુઃખને જાણે છે, પરંતુ જ્ઞાનમાં શુદ્ધસ્વરૂપ આત્માને અનુભવે છે; તેના વડે એવું અનુભવે છે કે આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે, જીવને દુઃખમય છે, જીવનું સ્વરૂપ નથી, ઉપાધિ છે; આવું જાણે છે તે જીવને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો નથી; સામગ્રી તો એવી છે કે મિથ્યાદ્રષ્ટિને ભોગવતાંમાત્ર કર્મબંધ થાય છે; જે, જીવને કર્મબંધ થતો નથી તે


Page 124 of 269
PDF/HTML Page 146 of 291
single page version

જાણપણાનું સામર્થ્ય છે એમ જાણવું; અથવા સમ્યગ્દ્રષ્ટિ જીવ નાના પ્રકારનાં કર્મનાં ઉદયફળ ભોગવે છે, પરંતુ અભ્યન્તર શુદ્ધસ્વરૂપને અનુભવે છે, તેથી કર્મનાં ઉદયફળમાં રતિ ઊપજતી નથી, ઉપાધિ જાણે છે, દુઃખ જાણે છે, તેથી અત્યન્ત લૂખો છે; આવા જીવને કર્મનો બંધ થતો નથી તે લૂખા પરિણામોનું સામર્થ્ય છે એમ જાણો. તેથી આવો અર્થ નક્કી કર્યો કે સમ્યગ્દ્રષ્ટિ જીવને શરીર-ઇન્દ્રિય આદિ વિષયોનો ભોગ નિર્જરાને લેખે છે, નિર્જરા થાય છે; કેમ કે આગામી કર્મ તો બંધાતું નથી, પાછલું ઉદયફળ દઈને મૂળથી નિર્જરી જાય છે; તેથી સમ્યગ્દ્રષ્ટિનો ભોગ નિર્જરા છે. ૨૧૩૪.

(રથોદ્ધતા)
नाश्नुते विषयसेवनेऽपि यत
स्वं फलं विषयसेवनस्य ना
ज्ञानवैभवविरागताबलात
सेवकोऽपि तदसावसेवकः ।।३-१३५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तत् असौ सेवकः अपि असेवकः’’ (तत्) તે કારણથી (असौ) સમ્યગ્દ્રષ્ટિ જીવ (सेवकः अपि) કર્મના ઉદયથી થયેલ છે જે શરીર- પંચેન્દ્રિયવિષયસામગ્રી, તેને ભોગવે છે તોપણ (असेवकः) ભોગવતો નથી. શા કારણથી? ‘‘यत् ना विषयसेवने अपि विषयसेवनस्य स्वं फलं न अश्नुते’’ (यत्) જે કારણથી (ना) સમ્યગ્દ્રષ્ટિ જીવ (विषयसेवने अपि) પંચેન્દ્રિયસંબંધી વિષયોને સેવે છે તોપણ (विषयसेवनस्य स्वं फलं) પંચેન્દ્રિયભોગનું ફળ છે જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ, તેને (न अश्नुते) પામતો નથી. એવું પણ શા કારણથી? ‘‘ज्ञानवैभवविरागताबलात्’’ (ज्ञानवैभव) શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો મહિમા, તે કારણથી અથવા (विरागताबलात्) કર્મના ઉદયથી છે વિષયનું સુખ, જીવનું સ્વરૂપ નથી, તેથી વિષયસુખમાં રતિ ઊપજતી નથી, ઉદાસભાવ છે, એ કારણથી કર્મબંધ થતો નથી. ભાવાર્થ આમ છે કેસમ્યગ્દ્રષ્ટિ જે ભોગ ભોગવે છે તે નિર્જરાનિમિત્તે છે. ૩૧૩૫.


Page 125 of 269
PDF/HTML Page 147 of 291
single page version

(મન્દાક્રાન્તા)
सम्यग्द्रष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः
स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या
यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च
स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात
।।४-१३६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘सम्यग्द्रष्टेः नियतं ज्ञानवैराग्यशक्तिः भवति’’ (सम्यग्द्रष्टेः) દ્રવ્યરૂપે મિથ્યાત્વકર્મ ઉપશમ્યું છે જેને, ભાવરૂપે શુદ્ધ સમ્યક્ત્વભાવરૂપ પરિણમ્યો છે જે જીવ, તેને (ज्ञान) શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જાણપણું અને (वैराग्य) જેટલાં પરદ્રવ્યદ્રવ્યકર્મરૂપ, ભાવકર્મરૂપ, નોકર્મરૂપજ્ઞેયરૂપ છે તે સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ(शक्तिः) એવી બે શક્તિઓ (नियतं भवति) અવશ્ય હોય છેસર્વથા હોય છે; [બંને શક્તિઓ જે રીતે હોય છે તે કહે છે] ‘‘यस्मात् अयं स्वस्मिन् आस्ते परात् सर्वतः रागयोगात् विरमति’’ (यस्मात्) કારણ કે (अयं) સમ્યગ્દ્રષ્ટિ (स्वस्मिन् आस्ते) સહજ જ શુદ્ધસ્વરૂપમાં અનુભવરૂપ હોય છે તથા (परात् रागयोगात्) પુદ્ગલદ્રવ્યની ઉપાધિથી છે જેટલી રાગાદિ અશુદ્ધપરિણતિ, તેનાથી (सर्वतः विरमति) સર્વ પ્રકારે રહિત હોય છે. ભાવાર્થ આમ છે કેઆવું લક્ષણ સમ્યગ્દ્રષ્ટિ જીવને અવશ્ય હોય છે. આવું લક્ષણ હોતાં અવશ્ય વૈરાગ્ય ગુણ છે. શું કરીને એવો હોય છે? ‘‘स्वं परं च इदं व्यतिकरम् तत्त्वतः ज्ञात्वा’’ (स्वं) શુદ્ધ ચૈતન્યમાત્ર મારું સ્વરૂપ છે, (परं) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મનો વિસ્તાર પરાયોપુદ્ગલદ્રવ્યનો છે, (इदं व्यतिकरम्) એવું વિવરણ (तत्त्वतः ज्ञात्वा) કહેવા માટે નથી, વસ્તુસ્વરૂપ એવું જ છે એમ અનુભવરૂપ જાણે છે સમ્યગ્દ્રષ્ટિ જીવ, તેથી જ્ઞાનશક્તિ છે. હવે આટલું કરે છે સમ્યગ્દ્રષ્ટિ જીવ તે શાને માટે? ઉત્તર આમ છે‘‘स्वं वस्तुत्वं कलयितुम्’’ (स्वं वस्तुत्वं) પોતાનું શુદ્ધપણું, તેના (कलयितुम्) નિરંતર અભ્યાસ માટે અર્થાત્ વસ્તુની પ્રાપ્તિને માટે. તે વસ્તુની પ્રાપ્તિ શાનાથી થાય છે?

પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ, પરદ્રવ્યનો સર્વથા ત્યાગ,

‘‘स्वान्यरूपाप्तिमुक्त्या’’ એવા કારણથી. ૪૧૩૬.


Page 126 of 269
PDF/HTML Page 148 of 291
single page version

(મંદાક્રાન્તા)
सम्यग्द्रष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्या-
दित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु
आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा
आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः
।।५-१३७।।

ખંડાન્વય સહિત અર્થઃઆ પ્રસંગે એમ કહે છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને વિષય ભોગવતાં કર્મનો બંધ નથી; ત્યાં કારણ એમ છે કે સમ્યગ્દ્રષ્ટિના પરિણામ ઘણા જ લૂખા છે, તેથી ભોગ એવો લાગે છે જાણે કોઈ રોગનો ઉપસર્ગ થતો હોય; તેથી કર્મનો બંધ નથી, એમ જ છે. જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયના સુખને ભોગવે છે તેઓ પરિણામોથી ચીકણા છે, મિથ્યાત્વભાવના એવા જ પરિણામ છે, સહારો કોનો છે? ત્યાં તે જીવો એવું માને છે કે ‘અમે પણ સમ્યગ્દ્રષ્ટિ છીએ, અમારે પણ વિષયસુખ ભોગવતાં કર્મનો બંધ નથી;’ પરંતુ તે જીવો ભ્રાન્તિમાં પડ્યા છે, તેમને કર્મનો બંધ અવશ્ય છે, તેથી તે જીવો મિથ્યાદ્રષ્ટિ અવશ્ય છે. મિથ્યાત્વભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઊપજતી નથી એમ કહે છે‘‘ते रागिणः अद्यापि पापाः’’ (ते) મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ (रागिणः) શરીર-પંચેન્દ્રિયના ભોગસુખમાં અવશ્ય રંજિત છે, (अद्यापि) કરોડ ઉપાય જો કરે અનંત કાળ પર્યંત તોપણ (पापाः) પાપમય છે, જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરે છે, મહાનિન્દ્ય છે. શા કારણથી એવો છે? ‘‘यतः सम्यक्त्वरिक्ताः सन्ति’’ (यतः) કારણ કે વિષયસુખરંજિત છે જેટલો જીવરાશિ તે, (सम्यक्त्वरिक्ताः सन्ति) શુદ્ધાત્મસ્વરૂપના અનુભવથી શૂન્ય છે. શા કારણથી? ‘‘आत्मानात्मावगमविरहात्’’ (आत्म) શુદ્ધ ચૈતન્ય વસ્તુ, (अनात्म) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, તેમનું (अवगम) હેય- ઉપાદેયરૂપે ભિન્નપણારૂપ જાણપણું, તેનું (विरहात्) શૂન્યપણું હોવાથી. ભાવાર્થ આમ છે કેમિથ્યાદ્રષ્ટિ જીવને શુદ્ધ વસ્તુના અનુભવની શક્તિ હોતી નથી એવો નિયમ છે, તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મનો ઉદય પોતારૂપ જાણીને અનુભવે છે, પર્યાયમાત્રમાં અત્યંત રત છે; તે કારણે મિથ્યાદ્રષ્ટિ સર્વથા રાગી હોય છે, રાગી હોવાથી


Page 127 of 269
PDF/HTML Page 149 of 291
single page version

કર્મબંધના કર્તા છે. કેવા છે મિથ્યાદ્રષ્ટિ જીવ? ‘‘अयम् अहं स्वयम् सम्यग्द्रष्टिः जातु मे बन्धः न स्यात्’’ ‘(अयम् अहं) આ જે છું હું, તે (स्वयम् सम्यग्द्रष्टिः) સ્વયં સમ્યગ્દ્રષ્ટિ છું, તેથી (जातु) ત્રણે કાળ (मे बन्धः न स्यात्) અનેક પ્રકારનું વિષયસુખ ભોગવતાં પણ મને તો કર્મનો બંધ નથી;’‘‘इति आचरन्तु’’ એવા જીવ એવું માને છે તો માનો, તથાપિ તેમને કર્મબંધ છે. વળી કેવા છે? ‘‘उत्तानोत्पुलकवदनाः’’ (उत्तान) ઊંચા કરી (उत्पुलक) ફુલાવ્યાં છે (वदनाः) ગાલ-મુખ જેમણે, એવા છે. ‘‘अपि’’ અથવા કેવા છે? ‘‘समितिपरतां आलम्बन्तां’’ (समिति) મૌનપણું અથવા થોડું બોલવું અથવા પોતાને હીણો કરી બોલવું, તેનું (परतां) સમાનરૂપ સાવધાનપણું, તેને (आलम्बन्तां) અવલંબે છે અર્થાત્ સર્વથા પ્રકારે આ રૂપે પ્રકૃતિનો સ્વભાવ છે જેમનો, એવા છે; તથાપિ રાગી હોવાથી મિથ્યાદ્રષ્ટિ છે, કર્મબંધને કરે છે. ભાવાર્થ આમ છે કેજે કોઈ જીવ પર્યાયમાત્રમાં રત હોતાં પ્રગટ મિથ્યાદ્રષ્ટિ છે તેમની પ્રકૃતિનો સ્વભાવ છે કે ‘અમે સમ્યગ્દ્રષ્ટિ, અમને કર્મબંધ નથી’ એવું મુખથી ગરજે છે, કેટલાક પ્રકૃતિના સ્વભાવને લીધે મૌન જેવા રહે છે, કેટલાક થોડું બોલે છે; ત્યાં આ પ્રમાણે રહે છે તે સમસ્ત પ્રકૃતિનો સ્વભાવભેદ છે, એમાં પરમાર્થ તો કાંઈ નથી. જેટલા કાળ સુધી જીવ પર્યાયમાં પોતાપણું અનુભવે છે તેટલા કાળ સુધી મિથ્યાદ્રષ્ટિ છે, રાગી છે, કર્મબંધને કરે છે. ૫૧૩૭.

(મંદાક્રાન્તા)
आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः
एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः
शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति
।।६-१३८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘भो अन्धाः’’ (भो) સમ્બોધન વચન; (अन्धाः) શુદ્ધસ્વરૂપના અનુભવથી શૂન્ય છે જેટલો જીવરાશિ તે, ‘‘तत् अपदम् अपदं विबुध्यध्वम्’’ (तत्) કર્મના ઉદયથી છે જે ચાર ગતિરૂપ પર્યાય તથા રાગાદિ અશુદ્ધપરિણામ તથા ઇન્દ્રિયવિષયજનિત સુખ-દુઃખ ઇત્યાદિ અનેક છે તેજેટલું કંઈ છે તે(अपदम् अपदं)


Page 128 of 269
PDF/HTML Page 150 of 291
single page version

કર્મસંયોગની ઉપાધિ છે, બે વાર કહેતાં સર્વથા જીવનું સ્વરૂપ નથી, (विबुध्यध्वम्) એમ અવશ્ય જાણો. કેવી છે માયાજાળ? ‘‘यस्मिन् अमी रागिणः आसंसारात् सुप्ताः’’ (यस्मिन्) જેમાંકર્મના ઉદયજનિત અશુદ્ધ પર્યાયમાં, (अमी रागिणः) પ્રત્યક્ષપણે વિદ્યમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા જીવ તેઓ (आसंसारात् सुप्ताः) અનાદિ કાળથી સૂતા છે અર્થાત્ અનાદિ કાળથી તે-રૂપ પોતાને અનુભવે છે. ભાવાર્થ આમ છે કેઅનાદિ કાળથી આવા સ્વાદને સર્વ મિથ્યાદ્રષ્ટિ જીવો આસ્વાદે છે કે ‘હું દેવ છું, મનુષ્ય છું, સુખી છું, દુઃખી છું;’ આમ પર્યાયમાત્રને પોતારૂપ અનુભવે છે, તેથી સર્વ જીવરાશિ જેવું અનુભવે છે તે બધું જૂઠું છે, જીવનું તો સ્વરૂપ નથી. કેવો છે સર્વ જીવરાશિ? ‘‘

प्रतिपदम् नित्यमत्ताः (प्रतिपदम्) જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે (नित्यमत्ताः) એવો

મતવાલો થયો કે કોઈ કાળે કોઈ ઉપાય કરતાં મતવાલાપણું ઊતરતું નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે‘‘इतः एत एत’’ પર્યાયમાત્ર અવધાર્યો છે પોતાનેએવા માર્ગે ન જાઓ, ન જાઓ, કેમ કે (તે) તારો માર્ગ નથી, નથી; આ માર્ગ પર આવો, અરે! આવો, કેમ કે ‘‘इदम् पदम् इदं पदं’’ તારો માર્ગ અહીં છે, અહીં છે, ‘‘यत्र चैतन्यधातुः’’ (यत्र) જ્યાં (चैतन्यधातुः) ચેતનામાત્ર વસ્તુનું સ્વરૂપ છે. કેવું છે? ‘‘शुद्धः शुद्धः’’ સર્વથા પ્રકારે સર્વ ઉપાધિથી રહિત છે. ‘શુદ્ધ શુદ્ધ’ બે વાર કહીને અત્યંત ગાઢ કર્યું છે. વળી કેવું છે? ‘‘स्थायिभावत्वम् एति’’ અવિનશ્વરભાવને પામે છે. શા કારણથી? ‘‘स्वरसभरतः’’ (स्वरस) ચેતનાસ્વરૂપના (भरतः) ભારથી, અર્થાત કહેવામાત્ર નથી, સત્યસ્વરૂપ વસ્તુ છે, તેથી નિત્ય-શાશ્વત છે. ભાવાર્થ આમ છે કે જેનેપર્યાયનેમિથ્યાદ્રષ્ટિ જીવ પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશિક છે, તેથી જીવનું સ્વરૂપ નથી; ચેતનામાત્ર અવિનાશી છે, તેથી જીવનું સ્વરૂપ છે. ૬૧૩૮.

(અનુષ્ટુપ)
एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्
अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः ।।७-१३९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तत् पदम् स्वाद्यं’’ (तत्) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુરૂપ (पदम्) મોક્ષના કારણનો (स्वाद्यं) નિરંતર અનુભવ કરવો. કેવું છે? ‘‘हि एकम् एव’’ (हि) નિશ્ચયથી (एकम् एव) સમસ્ત ભેદવિકલ્પથી રહિત નિર્વિકલ્પ


Page 129 of 269
PDF/HTML Page 151 of 291
single page version

વસ્તુમાત્ર છે. વળી કેવું છે? ‘‘विपदाम् अपदं’’ (विपदाम्) ચતુર્ગતિસંસારસંબંધી નાના પ્રકારનાં દુઃખોના (अपदं) અભાવસ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કેઆત્મા સુખસ્વરૂપ છે, સાતા-અસાતાકર્મના ઉદયના સંયોગે થાય છે જે સુખ-દુઃખ તે જીવનું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિ છે. વળી કેવું છે? ‘‘यत्पुरः अन्यानि पदानि अपदानि एव भासन्ते’’ (यत्पुरः) જે શુદ્ધ સ્વરૂપનો અનુભવરૂપ આસ્વાદ આવતાં (अन्यानि पदानि) ચાર ગતિના પર્યાય, રાગ-દ્વેષ-મોહ, સુખ-દુઃખરૂપ ઇત્યાદિ જેટલા અવસ્થાભેદ છે તે (अपदानि एव भासन्ते) જીવનું સ્વરૂપ નથી, ઉપાધિરૂપ છે, વિનશ્વર છે, દુઃખરૂપ છેએવો સ્વાદ સ્વાનુભવપ્રત્યક્ષપણે આવે છે. ભાવાર્થ આમ છે શુદ્ધ ચિદ્રૂપ ઉપાદેય, અન્ય સમસ્ત હેય. ૭૧૩૯.

(શાર્દૂલવિક્રીડિત)
एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन्
स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्
आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं
सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्
।।८-१४०।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एषः आत्मा सकलं ज्ञानं एकताम् नयति’’ (एषः आत्मा) વસ્તુરૂપ વિદ્યમાન આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય, (सकलं ज्ञानं) જેટલા પર્યાયોરૂપ પરિણમ્યું છે જ્ઞાનમતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક વિકલ્પરૂપ પરિણમ્યું છે જ્ઞાનતેને (एकताम्) નિર્વિકલ્પરૂપ (नयति) અનુભવે છે. ભાવાર્થ આમ છે કેજેવી રીતે ઉષ્ણતામાત્ર અગ્નિ છે, તેથી દાહ્યવસ્તુને બાળતો થકો દાહ્યના આકારે પરિણમે છે; તેથી લોકોને એવી બુદ્ધિ ઊપજે છે કે કાષ્ઠનો અગ્નિ, છાણાંનો અગ્નિ, તૃણનો અગ્નિ; પરંતુ આ સમસ્ત વિકલ્પ જૂઠા છે, અગ્નિનું સ્વરૂપ વિચારતાં ઉષ્ણતામાત્ર અગ્નિ છે, એકરૂપ છે, કાષ્ઠ, છાણાં, તૃણ અગ્નિનું સ્વરૂપ નથી; તેવી રીતે જ્ઞાન ચેતનાપ્રકાશમાત્ર છે, સમસ્ત જ્ઞેયવસ્તુને જાણવાનો સ્વભાવ છે તેથી સમસ્ત જ્ઞેયવસ્તુને જાણે છે, જાણતું થકું જ્ઞેયાકાર પરિણમે છે; તેથી જ્ઞાની જીવને એવી બુદ્ધિ ઊપજે છે કે મતિજ્ઞાન,


Page 130 of 269
PDF/HTML Page 152 of 291
single page version

શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કેવળજ્ઞાનએવા ભેદવિકલ્પ બધા જૂઠા છે; જ્ઞેયની ઉપાધિથી મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય, કેવળએવા વિકલ્પ ઊપજ્યા છે, કારણ કે જ્ઞેયવસ્તુ નાના પ્રકારે છે; જેવા જ્ઞેયનો જ્ઞાયક થાય છે તેવું જ નામ પામે છે, વસ્તુસ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે, નામ ધરવું બધું જૂઠું છે; આવો અનુભવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે; ‘‘किल’’ નિશ્ચયથી એમ જ છે. કેવો છે અનુભવશીલ આત્મા? ‘‘एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन्’’ (एक) નિર્વિકલ્પ એવું જે (ज्ञायकभाव) ચેતનદ્રવ્ય, તેમાં (निर्भर) અત્યંત મગ્નપણું, તેનાથી થયું છે (महास्वादं) અનાકુળલક્ષણ સૌખ્ય, તેને (समासादयन्) આસ્વાદતો થકો. વળી કેવો છે? ‘‘द्वन्द्वमयं स्वादं विधातुम् असहः’’ (द्वन्द्वमयं) કર્મના સંયોગથી થયેલ છે વિકલ્પરૂપ, આકુળતારૂપ (स्वादं) સ્વાદ અર્થાત્ અજ્ઞાની જન સુખ કરીને માને છે પરંતુ દુઃખરૂપ છે એવું જે ઇન્દ્રિયવિષયજનિત સુખ, તેને (विधातुम्) અંગીકાર કરવાને (असहः) અસમર્થ છે. ભાવાર્થ આમ છે કેવિષય-કષાયને દુઃખરૂપ જાણે છે. વળી કેવો છે? ‘‘स्वां वस्तुवृत्तिं विदन्’’ (स्वां) પોતાના દ્રવ્યસંબંધી (वस्तुवृत्तिं) આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેની સાથે (विदन्) તદ્રૂપ પરિણમતો થકો. વળી કેવો છે? ‘‘आत्मात्मानुभवानुभावविवशः’’ (आत्मा) ચેતનદ્રવ્ય, તેના (आत्मानुभव) આસ્વાદના (अनुभाव) મહિમા વડે (विवशः) ગોચર છે. વળી કેવો છે? ‘‘विशेषोदयं भ्रश्यत्’’ (विशेष) જ્ઞાનપર્યાય દ્વારા (उदयं) નાના પ્રકારો, તેમને (भ्रश्यत्) મટાડતો થકો. વળી કેવો છે? ‘‘सामान्यं कलयन्’’ (सामान्यं) નિર્ભેદ સત્તામાત્ર વસ્તુનો (कलयन्) અનુભવ કરતો થકો. ૮૧૪૦.

(શાર્દૂલવિક્રીડિત)

अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव

यस्याभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन् वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ।।९-१४१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘सः एषः चैतन्यरत्नाकरः’’ (सः एषः) જેનું


Page 131 of 269
PDF/HTML Page 153 of 291
single page version

સ્વરૂપ કહ્યું છે તથા કહેશે એવો (चैतन्यरत्नाकरः) જીવદ્રવ્યરૂપી મહાસમુદ્ર, [ભાવાર્થ આમ છે કેજીવદ્રવ્ય સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે, ત્યાં એટલું કહેતાં દ્રવ્યાર્થિકનયથી એક છે, પર્યાયાર્થિકનયથી અનેક છે; જેમ સમુદ્ર એક છે, તરંગાવલિથી અનેક છે;] ‘‘उत्कलिकाभिः’’ સમુદ્રના પક્ષે તરંગાવલિ, જીવના પક્ષે એક જ્ઞાનગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ઇત્યાદિ અનેક ભેદ, તેમના દ્વારા ‘‘वल्गति’’ પોતાના બળથી અનાદિ કાળથી પરિણમી રહ્યો છે. કેવો છે? ‘‘अभिन्नरसः’’ જેટલા પર્યાયો છે તેમનાથી ભિન્ન સત્તા નથી, એક જ સત્ત્વ છે. વળી કેવો છે? ‘‘भगवान्’’ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ અનેક ગુણોએ બિરાજમાન છે. વળી કેવો છે? ‘‘एकः अपि अनेकीभवन्’’ (एकः अपि) સત્તાસ્વરૂપે એક છે તથાપિ (अनेकीभवन्) અંશભેદ કરતાં અનેક છે. વળી કેવો છે? ‘‘अद्भुतनिधिः’’ (अद्भुत) અનંત કાળ સુધી ચારે ગતિઓમાં ભમતાં જેવું સુખ ક્યાંય પામ્યો નહિ એવા સુખનું (निधिः) નિધાન છે. વળી કેવો છે? ‘‘यस्य इमाः संवेदनव्यक्तयः स्वयं उच्छलन्ति’’ (यस्य) જે દ્રવ્યને (इमाः) પ્રત્યક્ષપણે વિદ્યમાન (संवेदन) સંવેદન અર્થાત જ્ઞાન, તેની (व्यक्तयः) વ્યક્તિઓ અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક પર્યાયરૂપ અંશભેદ, (स्वयं) દ્રવ્યનું સહજ એવું જ છે તે કારણથી (उच्छलन्ति) અવશ્ય પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કેકોઈ આશંકા કરશે કે જ્ઞાન તો જ્ઞાનમાત્ર છે, આવા જે મતિજ્ઞાન આદિ પાંચ ભેદ તે શા કારણે છે? સમાધાન આ પ્રમાણે છે કેજ્ઞાનના પર્યાય છે, વિરુદ્ધ તો કાંઈ નથી, વસ્તુનું એવું જ સહજ છે; પર્યાયમાત્ર વિચારતાં મતિ આદિ પાંચ ભેદ વિદ્યમાન છે, વસ્તુમાત્ર અનુભવતાં જ્ઞાનમાત્ર છે; વિકલ્પો જેટલા છે તેટલા બધા જૂઠા છે, કેમ કે વિકલ્પ કોઈ વસ્તુ નથી, વસ્તુ તો જ્ઞાનમાત્ર છે. કેવી છે સંવેદનવ્યક્તિઓ? (अच्छाच्छाः) નિર્મળથી પણ નિર્મળ છે. ભાવાર્થ આમ છે કેકોઈ એમ માનશે કે જેટલા જ્ઞાનના પર્યાય છે તે સમસ્ત અશુદ્ધરૂપ છે, પરંતુ એમ તો નથી, કારણ કે જેમ જ્ઞાન શુદ્ધ છે તેમ જ્ઞાનના પર્યાય વસ્તુનું સ્વરૂપ છે તેથી શુદ્ધસ્વરૂપ છે. પરંતુ એક વિશેષપર્યાયમાત્રને અવધારતાં વિકલ્પ ઊપજે છે, અનુભવ નિર્વિકલ્પ છે, તેથી વસ્તુમાત્ર અનુભવતાં સમસ્ત પર્યાયો પણ જ્ઞાનમાત્ર છે, તેથી જ્ઞાનમાત્ર અનુભવયોગ્ય છે. વળી કેવી છે સંવેદનવ્યક્તિઓ? ‘‘निःपीताखिलभावमण्डलरसप्राग्भारमत्ताः इव’’ (निःपीत) ગળી


Page 132 of 269
PDF/HTML Page 154 of 291
single page version

ગઈ છે (अखिल) સમસ્ત (भाव)જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ એવાં સમસ્તદ્રવ્યના (मण्डल) અતીત-અનાગત-વર્તમાન અનંત પર્યાયરૂપી (रस) રસાયણભૂત દિવ્ય ઔષધિ તેના (प्राग्भार) સમૂહ વડે (मत्ताः इव) મગ્ન થઈ છે, એવી છે. ભાવાર્થ આમ છે કેકોઈ પરમ રસાયણભૂત દિવ્ય ઔષધિ પીએ છે તો સર્વાંગ તરંગાવલિ જેવું ઊપજે છે, તેવી રીતે સમસ્ત દ્રવ્યોને જાણવામાં સમર્થ છે જ્ઞાન, તેથી સર્વાંગ આનંદતરંગાવલિથી ગર્ભિત છે. ૯૧૪૧.

(શાર્દૂલવિક્રીડિત)
किॢश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः
किॢश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्
साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं
ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि
।।१०-१४२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘परे इदं ज्ञानं ज्ञानगुणं विना प्राप्तुं कथम् अपि न हि क्षमन्ते’’ (परे) શુદ્ધસ્વરૂપ-અનુભવથી ભ્રષ્ટ છે જે જીવ તે, (इदं ज्ञानं) પૂર્વે જ કહેલ છે સમસ્ત ભેદવિકલ્પથી રહિત જ્ઞાનમાત્ર વસ્તુ તેને (ज्ञानगुणं विना) શુદ્ધસ્વરૂપ-અનુભવશક્તિ વિના (प्राप्तुं) પ્રાપ્ત કરવાને, (कथम् अपि) હજાર ઉપાય કરવામાં આવે તોપણ, (न हि क्षमन्ते) નિશ્ચયથી સમર્થ થતા નથી. કેવું છે જ્ઞાનપદ? ‘‘साक्षात् मोक्षः’’ પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે મોક્ષસ્વરૂપ છે. વળી કેવું છે? ‘‘निरामयपदं’’ જેટલા ઉપદ્રવ-કલેશ છે તે સર્વથી રહિત છે. વળી કેવું છે? ‘‘स्वयं संवेद्यमानं’’ (स्वयं) પોતાથી (संवेद्यमानं) આસ્વાદ કરવાયોગ્ય છે. ભાવાર્થ આમ છે કેજ્ઞાનગુણ જ્ઞાનગુણથી અનુભવયોગ્ય છે, કારણાન્તર દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી. કેવો છે મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ? ‘‘कर्मभिः क्लिश्यन्तां’’ (कर्मभिः) વિશુદ્ધ શુભોપયોગરૂપ પરિણામ, જૈનોક્ત સૂત્રોનું અધ્યયન, જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિ છે જે અનેક ક્રિયાભેદ તે વડે (क्लिश्यन्ता) બહુ આક્ષેપ (આડંબર) કરે છે તો કરો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુદ્ધ જ્ઞાન વડે થશે. કેવાં છે કરતૂત અર્થાત્ ક્રિયાભેદ? ‘‘स्वयम् एव


Page 133 of 269
PDF/HTML Page 155 of 291
single page version

दुष्करतरैः’’ (स्वयम् एव) સહજપણે (दुष्करतरैः) કષ્ટસાધ્ય છે. ભાવાર્થ આમ છે કે જેટલી ક્રિયા છે તે બધી દુઃખાત્મક છે, શુદ્ધસ્વરૂપ-અનુભવની માફક સુખસ્વરૂપ નથી. વળી કેવાં છે? ‘‘मोक्षोन्मुखैः’’ (मोक्ष) સકળકર્મક્ષયથી (उन्मुखैः) ઉન્મુખ છે અર્થાત્ તેઓ પરંપરાએ આગળ મોક્ષનું કારણ થશે એવો ભ્રમ ઊપજે છે તે જૂઠો છે. ‘‘च’’ વળી કેવા છે મિથ્યાદ્રષ્ટિ જીવ? ‘‘महाव्रततपोभारेण चिरं भग्नाः क्लिश्यन्तां’’ (महाव्रत) હિંસા, અનૃત, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું, (तपः) મહા પરીષહોનું સહવું, તેના (भार) ઘણા બોજા વડે (चिरं) ઘણા કાળ પર્યંત (भग्नाः) મરીને ચૂરો થતા થકા (क्लिश्यन्तां) ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતાં કર્મક્ષય તો થતો નથી. ૧૦૧૪૨.

(દ્રુતવિલંબિત)
पदमिदं ननु कर्मदुरासदं
सहजबोधकलासुलभं किल
तत इदं निजबोधकलाबलात
कलयितुं यततां सततं जगत।।११-१४३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ततः ननु इदं जगत् इदं पदम् कलयितुं सततं यततां’’ (ततः) તે કારણથી (ननु) અહો (इदं जगत्) વિદ્યમાન છે જે ત્રૈલોક્યવર્તી જીવરાશિ તે (इदं पदम्) આ પદનો અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાનમાત્રવસ્તુનો (कलयितुं) નિરંતર અભ્યાસ કરવાને માટે (सततं) અખંડધારાપ્રવાહરૂપ (यततां) યત્ન કરો. શા કારણ વડે? ‘‘निजबोधकलाबलात्’’ (निजबोध) શુદ્ધ જ્ઞાન, તેનો (कला) પ્રત્યક્ષ અનુભવ, તેના (बलात्) સામર્થ્ય વડે; કેમ કે ‘‘किल’’ નિશ્ચયથી જ્ઞાનપદ ‘‘कर्मदुरासदं’’ (कर्म) જેટલી ક્રિયા છે તેના વડે (दुरासदं) અપ્રાપ્ય છે, અને ‘‘सहजबोधकलासुलभं’’ (सहजबोध) શુદ્ધ જ્ઞાનના (कला) નિરંતર અનુભવ વડે (सुलभं) સહજ જ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કેશુભ-અશુભરૂપ છે જેટલી ક્રિયા, તેનું મમત્વ છોડીને એક શુદ્ધસ્વરૂપ-અનુભવ કારણ છે. ૧૧૧૪૩.


Page 134 of 269
PDF/HTML Page 156 of 291
single page version

(ઉપજાતિ)
अचिन्त्यशक्तिः स्वयमेव देव-
श्चिन्मात्रचिन्तामणिरेष यस्मात
सर्वार्थसिद्धात्मतया विधत्ते
ज्ञानी किमन्यस्य परिग्रहेण
।।१२-१४४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ज्ञानी (ज्ञानं) विधत्ते’’ (ज्ञानी) સમ્યગ્દ્રષ્ટિ જીવ (ज्ञानं) જ્ઞાનને અર્થાત્ નિર્વિકલ્પ ચિદ્રૂપવસ્તુને (विधत्ते) નિરંતર અનુભવે છે. શું જાણીને? ‘‘सर्वार्थसिद्धात्मतया’’ (सर्वार्थसिद्ध) ચતુર્ગતિસંસારસંબંધી દુઃખનો વિનાશ અને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ (आत्मतया) એવું કાર્ય સિદ્ધ થાય છે જેનાથી, એવું છે શુદ્ધ જ્ઞાનપદ. ‘‘अन्यस्य परिग्रहेण किम्’’ (अन्यस्य) શુદ્ધસ્વરૂપ-અનુભવથી બાહ્ય છે જેટલા વિકલ્પો, [વિવરણશુભ-અશુભ ક્રિયારૂપ અથવા રાગાદિ વિકલ્પરૂપ અથવા દ્રવ્યોના ભેદવિચારરૂપ એવા છે જે અનેક વિકલ્પો,] તેમનાં (परिग्रहेण) સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણથી (किम्) શી કાર્યસિદ્ધિ? અર્થાત્ કોઈ કાર્યસિદ્ધિ નથી. આમ શા કારણથી? ‘‘यस्मात् एषः स्वयं चिन्मात्रचिन्तामणिः एव’’ (यस्मात्) કારણ કે (एषः) શુદ્ધ જીવવસ્તુ (स्वयम्) પોતામાં (चिन्मात्रचिन्तामणिः) શુદ્ધ જ્ઞાનમાત્ર એવું અનુભવ-ચિન્તામણિરત્ન છે; (एव) વાતને નક્કી જાણવી, સંશય કાંઈ નથી. ભાવાર્થ આમ છે કેજેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિન્તામણિરત્ન હોય છે, તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે, તે જીવ લોઢું, તાંબું, રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી; તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવની પાસે શુદ્ધસ્વરૂપ-અનુભવ એવું ચિન્તામણિરત્ન છે, તેનાથી સકળકર્મક્ષય થાય છે, પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે, અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે; તે સમ્યગ્દ્રષ્ટિ જીવ શુભ-અશુભરૂપ અનેક ક્રિયા-વિકલ્પનો સંગ્રહ કરતો નથી, કારણ કે એનાથી કાર્યસિદ્ધિ થતી નથી. વળી કેવો છે? ‘‘अचिन्त्यशक्तिः’’ વચનગોચર નથી મહિમા જેનો, એવો છે. વળી કેવો છે? ‘‘देवः’’ પરમ પૂજ્ય છે. ૧૨૧૪૪.


Page 135 of 269
PDF/HTML Page 157 of 291
single page version

(વસન્તતિલકા)
इत्थं परिग्रहमपास्य समस्तमेव
सामान्यतः स्वपरयोरविवेकहेतुम्
अज्ञानमुज्झितुमना अधुना विशेषाद्
भूयस्तमेव परिहर्त्तुमयं प्रवृत्तः
।।१३-१४५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अधुना अयं भूयः प्रवृत्तः’’ (अधुना) અહીંથી આરંભ કરીને (अयं) ગ્રંથના કર્તા (भूयः प्रवृत्तः) કાંઈક વિશેષ કહેવાનો ઉદ્યમ કરે છે. કેવા છે ગ્રંથના કર્તા? ‘‘अज्ञानम् उज्झितुमना’’ (अज्ञानम्) જીવની અને કર્મની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ (उज्झितुमना) કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો, એવા છે. શું કહેવા ચાહે છે? ‘‘तम् एव विशेषात् परिहर्तुम्’’ (तम् एव) જેટલો પરદ્રવ્યરૂપ પરિગ્રહ છે તેને (विशेषात् परिहर्तुम्) ભિન્ન ભિન્ન નામોનાં વિવરણ સહિત છોડવાને માટે અથવા છોડાવવાને માટે. અહીં સુધી કહ્યું તે શું કહ્યું? ‘‘इत्थं समस्तम् एव परिग्रहम् सामान्यतः अपास्य’’ (इत्थं) અહીં સુધી જે કાંઈ કહ્યું તે એમ કહ્યું કે (समस्तम् एव परिग्रहम्) જેટલી પુદ્ગલકર્મની ઉપાધિરૂપ સામગ્રી, તેનો (सामान्यतः अपास्य) સામાન્યપણે ત્યાગ કહ્યો અર્થાત્ જે કાંઈ પરદ્રવ્ય સામગ્રી છે તે ત્યાજ્ય છે એમ કહીને પરદ્રવ્યનો ત્યાગ કહ્યો. હવે વિશેષરૂપ કહે છે. વિશેષાર્થ આમ છે કેજેટલું પરદ્રવ્ય તેટલું ત્યાજ્ય છે એમ કહ્યું. હવે (કહે છે કે) ક્રોધ પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, માન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, ઇત્યાદિ; ભોજન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, પાણી પીવું પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે. કેવો છે પરદ્રવ્યપરિગ્રહ? ‘‘स्वपरयोः अविवेकहेतुम्’’ (स्व) શુદ્ધ ચિદ્રૂપમાત્ર વસ્તુ અને (परयोः) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, તેમના (अविवेक) એકત્વરૂપ સંસ્કારનું (हेतुम्)

કારણ છે. ભાવાર્થ આમ છે કેમિથ્યાદ્રષ્ટિ જીવને જીવ-કર્મમાં

એકત્વબુદ્ધિ છે તેથી મિથ્યાદ્રષ્ટિને પરદ્રવ્યનો પરિગ્રહ ઘટે છે; સમ્યગ્દ્રષ્ટિ જીવને ભેદબુદ્ધિ છે તેથી પરદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી. આવો અર્થ અહીંથી શરૂ કરીને કહેવામાં આવશે. ૧૩૧૪૫.


Page 136 of 269
PDF/HTML Page 158 of 291
single page version

(સ્વાગતા)
पूर्वबद्धनिजकर्मविपाकात
ज्ञानिनो यदि भवत्युपभोगः
तद्भवत्वथ च रागवियोगात
नूनमेति न परिग्रहभावम् ।।१४-१४६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘यदि ज्ञानिनः उपभोगः भवति तत् भवतु’’ (यदि) જો કદાચિત(ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (उपभोगः) શરીર આદિ સંપૂર્ણ ભોગસામગ્રી (भवति) હોય છે, સમ્યગ્દ્રષ્ટિ જીવ ભોગવે છે, (तत्) તો (भवतु) સામગ્રી હો, સામગ્રીનો ભોગ પણ હો, ‘‘नूनम् परिग्रहभावम् न एति’’ (नूनम्) નિશ્ચયથી (परिग्रहभावम्) વિષયસામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને (न एति) પામતો નથી. શા કારણથી? ‘‘अथ च रागवियोगात्’’ (अथ च) જ્યારથી સમ્યગ્દ્રષ્ટિ થયો (रागवियोगात्) ત્યારથી માંડીને વિષયસામગ્રીમાં રાગ-દ્વેષ-મોહથી રહિત થયો, તે કારણથી. કોઈ પ્રશ્ન કરે છે કે આવા વિરાગીનેસમ્યગ્દ્રષ્ટિ જીવને વિષયસામગ્રી કેમ હોય છે? ઉત્તર આમ છે કે‘‘पूर्वबद्धनिजकर्मविपाकात्’’ (पूर्वबद्ध) સમ્યક્ત્વ ઊપજતાં પહેલાં મિથ્યાદ્રષ્ટિ જીવ હતો, રાગી હતો; ત્યાં રાગભાવ દ્વારા બાંધી હતી જે (निजकर्म) પોતાના પ્રદેશોમાં જ્ઞાનાવરણાદિરૂપ કાર્મણવર્ગણા, તેના (विपाकात्) ઉદયને લીધે. ભાવાર્થ આમ છે કેરાગ-દ્વેષ-મોહપરિણામ મટતાં દ્રવ્યરૂપ બાહ્ય સામગ્રીનો ભોગ બંધનું કારણ નથી, નિર્જરાનું કારણ છે; તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ અનેક પ્રકારની વિષયસામગ્રી ભોગવે છે, પરંતુ રંજિતપરિણામ નથી તેથી બંધ નથી, પૂર્વે બાંધ્યું હતું જે કર્મ તેની નિર્જરા છે. ૧૪૧૪૬.

(સ્વાગતા)
वेद्यवेदकविभावचलत्वाद्
वेद्यते न खलु कांक्षितमेव
तेन कांक्षति न किञ्चन विद्वान्
सर्वतोऽप्यतिविरक्तिमुपैति
।।१५-१४७।।


Page 137 of 269
PDF/HTML Page 159 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तेन विद्वान् किञ्चन न कांक्षति’’ (तेन) તે કારણથી (विद्वान्) સમ્યગ્દ્રષ્ટિ જીવ, (किञ्चन) કર્મના ઉદયથી છે નાના પ્રકારની સામગ્રી તેમાં કોઈ સામગ્રી (न कांक्षति)કર્મની સામગ્રીમાં કોઈ સામગ્રીજીવને સુખનું કારણ એમ માનતો નથી, સર્વ સામગ્રી દુઃખનું કારણ એમ માને છે. વળી કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘सर्वतः अतिविरक्तिम् उपैति’’ (सर्वतः) જેટલી કર્મજનિત સામગ્રી છે તેના પ્રત્યે મન, વચન, કાયત્રિશુદ્ધિ વડે (अतिविरक्तिम्) અતિ વિરક્તપણે અર્થાત્ સર્વથા ત્યાગરૂપ (उपैति) પરિણમે છે. શા કારણથી એવો છે? ‘‘यतः खलु कांक्षितम् न वेद्यते एव’’ (यतः) કારણ કે (खलु) નિશ્ચયથી (कांक्षितम्) જે કાંઈ ચિંતવ્યું છે તે (न वेद्यते) પ્રાપ્ત થતું નથી, (एव) એમ જ છે. શા કારણથી? ‘‘वेद्यवेदकविभावचलत्वात्’’ (वेद्य) વાંછવામાં આવે છે જે વસ્તુસામગ્રી અને (वेदक) વાંછારૂપ જીવનો અશુદ્ધ પરિણામ, તેઓ છે (विभाव) બંને અશુદ્ધ, વિનશ્વર, કર્મજનિત, તે કારણથી (चलत्वात्) ક્ષણે ક્ષણે અન્ય અન્ય થાય છે. કોઈ અન્ય ચિંતવાય છે, કોઈ અન્ય થાય છે. ભાવાર્થ આમ છે કેઅશુદ્ધ રાગાદિ પરિણામ તથા વિષયસામગ્રી બંને સમયે સમયે વિનશ્વર છે, માટે જીવનું સ્વરૂપ નથી. આ કારણથી સમ્યગ્દ્રષ્ટિને એવા ભાવોનો સર્વથા ત્યાગ છે. તેથી સમ્યગ્દ્રષ્ટિને બંધ નથી, નિર્જરા છે. ૧૫૧૪૭.

(સ્વાગતા)
ज्ञानिनो न हि परिग्रहभावं
कर्म रागरसरिक्ततयैति
रङ्गयुक्तिरकषायितवस्त्रे
स्वीकृतैव हि बहिर्लुठतीह
।।१६-१४८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘कर्म ज्ञानिनः परिग्रहभावं न हि एति’’ (कर्म) જેટલી વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયા છે તે (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (परिग्रहभावं) મમતારૂપ સ્વીકારપણાને (न हि एति) નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી. શા કારણે? ‘‘रागरसरिक्ततया’’ (राग) કર્મની સામગ્રીને પોતારૂપ જાણીને રંજિતપરિણામરૂપ જે


Page 138 of 269
PDF/HTML Page 160 of 291
single page version

(रस) વેગ, તેનાથી (रिक्ततया) ખાલી છે, એવો ભાવ હોવાથી. દ્રષ્ટાન્ત કહે છે ‘‘हि इह अकषायितवस्त्रे रङ्गयुक्तिः बहिः लुठति एव’’ (हि) જેમ (इह) સર્વ લોકમાં પ્રગટ છે કે (अकषायित) હરડાં, ફટકડી, લોધર જેને લાગ્યાં નથી એવા (वस्त्रे) કપડામાં (रङ्गयुक्तिः) રંગયુક્તિ અર્થાત્ મજીઠના રંગનો સંયોગ કરવામાં આવે છે તોપણ (बहिः लुठति) કપડાને લાગતો નથી, બહાર ને બહાર ફરે છે, તેવી રીતે. ભાવાર્થ આમ છે કેસમ્યગ્દ્રષ્ટિ જીવને પંચેન્દ્રિયવિષયસામગ્રી છે, ભોગવે પણ છે; પરંતુ અંતરંગ રાગ-દ્વેષ-મોહભાવ નથી, તેથી કર્મનો બંધ નથી, નિર્જરા છે; કેવી છે રંગયુક્તિ? ‘‘स्वीकृता’’ કપડું અને રંગ એકઠાં કરવામાં આવ્યાં છે એવી. ૧૬૧૪૮.

(સ્વાગતા)
ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात
सर्वरागरसवर्जनशीलः
लिप्यते सकलकर्मभिरेषः
कर्ममध्यपतितोऽपि ततो न
।।१७-१४९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘यतः ज्ञानवान् स्वरसतः अपि सर्वरागरस- वर्जनशीलः स्यात्’’ (यतः) જે કારણથી (ज्ञानवान्) શુદ્ધસ્વરૂપ-અનુભવશીલ છે જે જીવ તે, (स्वरसतः) વિભાવપરિણમન મટ્યું હોવાથી શુદ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે તેથી (सर्वराग) જેટલા રાગ-દ્વેષ-મોહપરિણામરૂપ (रस) અનાદિના સંસ્કાર તેનાથી (वर्जनशीलः स्यात्) રહિત છે સ્વભાવ જેનો, એવો છે; ‘‘ततः एषः कर्ममध्यपतितः अपि सकलकर्मभिः न लिप्यते’’ (ततः) તે કારણથી (एषः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (कर्म) કર્મના ઉદયજનિત અનેક પ્રકારની ભોગસામગ્રીમાં (र्मध्यपतितः अपिः) પડ્યો છે અર્થાત્ પંચેન્દ્રિયભોગસામગ્રી ભોગવે છે, સુખ-દુઃખને પામે છે, તથાપિ (सकलकर्मभिः) આઠે પ્રકારનાં છે જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેમના વડે (न लिप्यते) બંધાતો નથી. ભાવાર્થ આમ છે કેઅંતરંગ ચીકણાપણું નથી તેથી બંધ થતો નથી, નિર્જરા થાય છે. ૧૭૧૪૯.