Page 139 of 269
PDF/HTML Page 161 of 291
single page version
ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव ।।१८-१५०।।
ખંડાન્વય સહિત અર્થઃ — અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ પરિણામથી શુદ્ધ છે તથાપિ પંચેન્દ્રિયવિષય ભોગવે છે, ત્યાં વિષયને ભોગવતાં કર્મનો બંધ છે કે નથી? સમાધાન આમ છે કે કર્મનો બંધ નથી. ‘‘ज्ञानीन् भुंक्ष्व’’ (ज्ञानिन्) હે સમ્યગ્દ્રષ્ટિ જીવ! (भुंक्ष्व) કર્મના ઉદયથી મળી છે જે ભોગસામગ્રી તેને ભોગવે છે તો ભોગવ, ‘‘तथापि तव बन्धः नास्ति’’ (तथापि) તોપણ (तव) તને (बन्धः) બંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મનું આગમન (नास्ति) નથી. કેવો બંધ નથી? ‘‘परापराधजनितः’’ (पर) ભોગસામગ્રી, તેનું (अपराध) ભોગવવામાં આવવું, તેનાથી (जनितः) ઉત્પન્ન થતો. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવને વિષયસામગ્રી ભોગવતાં બંધ નથી, નિર્જરા છે, કારણ કે સમ્યગ્દ્રષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે; એવું જ વસ્તુનું સ્વરૂપ છે. પરિણામોની શુદ્ધતા હોતાં બાહ્ય ભોગસામગ્રી દ્વારા બંધ કરાતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે. અહીં કોઈ આશંકા કરે છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવ ભોગ ભોગવે છે, તો ભોગ ભોગવતાં રાગરૂપ અશુદ્ધ પરિણામ થતા હશે, ત્યાં તે રાગપરિણામ દ્વારા બંધ થતો હશે; પરંતુ એમ તો નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતાં, ભોગસામગ્રીને ભોગવતાં, સામગ્રી દ્વારા અશુદ્ધરૂપ કરાતું નથી. કેટલીયે ભોગસામગ્રી ભોગવો તથાપિ શુદ્ધજ્ઞાન પોતાના સ્વરૂપે — શુદ્ધ જ્ઞાનસ્વરૂપે રહે છે; વસ્તુનું એવું સહજ છે. તે કહે છે — ‘‘ज्ञानं कदाचनापि अज्ञानं न भवेत्’’ (ज्ञानं) જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ પરિણમ્યું છે આત્મદ્રવ્ય તે, (कदाचन अपि) અનેક પ્રકારની ભોગસામગ્રીને ભોગવતાં અતીત-અનાગત-વર્તમાન કાળમાં (अज्ञानं) વિભાવ-અશુદ્ધ-રાગાદિરૂપ (न भवेत्) થતું નથી. કેવું છે જ્ઞાન? ‘‘सन्ततं भवत्’’ શાશ્વત શુદ્ધત્વરૂપ જીવદ્રવ્ય પરિણમ્યું છે, માયાજાળની માફક ક્ષણવિનશ્વર નથી. હવે દ્રષ્ટાન્ત દ્વારા વસ્તુનું
Page 140 of 269
PDF/HTML Page 162 of 291
single page version
સ્વરૂપ સાધે છે — ‘‘हि यस्य वशतः यः याद्रक् स्वभावः तस्य ताद्रक् इह अस्ति’’ (हि) કારણ કે (यस्य) જે કોઈ વસ્તુનો (यः याद्रक् स्वभावः) જે સ્વભાવ, જેવો સ્વભાવ છે તે (वशतः) અનાદિનિધન છે, (तस्य) તે વસ્તુનો (ताद्रक् इह अस्ति) તેવો જ છે. જેવી રીતે શંખનો શ્વેત સ્વભાવ છે, શ્વેત પ્રગટ છે, તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો શુદ્ધ છે. ‘‘एषः परैः कथञ्चन अपि अन्याद्रशः कर्तुं न शक्यते’’ (एषः) વસ્તુનો સ્વભાવ (परैः) અન્ય વસ્તુનો કર્યો (कथञ्चन अपि) કોઈ પણ પ્રકારે (अन्याद्रशः) બીજારૂપ (कर्तुं) કરાવાને (न शक्यते) સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે — સ્વભાવથી શ્વેત શંખ છે, તે શંખ કાળી માટી ખાય છે, પીળી માટી ખાય છે, નાના વર્ણની માટી ખાય છે; એવી માટી ખાતો થકો શંખ તે માટીના રંગનો થતો નથી, પોતાના શ્વેત રૂપે રહે છે; વસ્તુનું એવું જ સહજ છે; તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવ સ્વભાવથી રાગ-દ્વેષ-મોહરહિત શુદ્ધપરિણામરૂપ છે, તે જીવ નાના પ્રકારની ભોગસામગ્રી ભોગવે છે તથાપિ પોતાના શુદ્ધપરિણામરૂપ પરિણમે છે, સામગ્રી હોતાં અશુદ્ધરૂપ પરિણમાવાતો નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. તેથી સમ્યગ્દ્રષ્ટિને કર્મનો બંધ નથી, નિર્જરા છે. ૧૮ – ૧૫૦.
भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः ।
ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्ध्रुवम् ।।१९-१५१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ज्ञानिन् जातु कर्म कर्तुम् न उचितं’’ (ज्ञानिन्) હે સમ્યગ્દ્રષ્ટિ જીવ! (जातु) કોઈ પણ પ્રકારે, ક્યારેય (कर्म) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડ (कर्तुम्) બાંધવાને (न उचितं) યોગ્ય નથી. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી. ‘‘तथापि किञ्चित् उच्यते’’ (तथापि) તોપણ (किञ्चित् उच्यते) કાંઈક વિશેષ છે તે કહે છે — ‘‘हन्त यदि मे परं न जातु भुंक्षे भोः दुर्भुक्तः एव असि’’ (हन्त) આકરાં વચને કહે છેઃ (यदि) જો એવું જાણીને
Page 141 of 269
PDF/HTML Page 163 of 291
single page version
ભોગસામગ્રી ભોગવે છે કે (मे) મને (परं न जातु) કર્મનો બંધ નથી, એમ જાણીને (भुंक्षे) પંચેન્દ્રિયવિષય ભોગવે છે તો (भोः) અહો જીવ! (दुर्भुक्तः एव असि) એવું જાણીને ભોગોને ભોગવવું ભલું નથી. કારણ કે વસ્તુસ્વરૂપ આ પ્રમાણે છે — ‘‘यदि उपभोगतः बन्धः न स्यात् तत् ते किं कामचारः अस्ति’’ (यदि) જો એમ છે કે (उपभोगतः) ભોગસામગ્રી ભોગવતાં (बन्धः न स्यात्) જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી (तत्) તો (ते) અહો સમ્યગ્દ્રષ્ટિ જીવ! તારે (कामचारः) સ્વેચ્છા-આચરણ (किं अस्ति) શું છે? અર્થાત્ એમ તો નથી. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી, કારણ કે સમ્યગ્દ્રષ્ટિ જીવ રાગ-દ્વેષ-મોહથી રહિત છે. તે જ સમ્યગ્દ્રષ્ટિ જીવ, જો સમ્યક્ત્વ છૂટે, મિથ્યાત્વરૂપ પરિણમે તો, જ્ઞાનાવરણાદિ કર્મબંધને અવશ્ય કરે; કેમ કે મિથ્યાદ્રષ્ટિ થતો થકો રાગ-દ્વેષ-મોહરૂપ પરિણમે છે; એમ કહે છે — ‘‘ज्ञानं सन् वस’’ સમ્યગ્દ્રષ્ટિ હોતો થકો જેટલો કાળ પ્રવર્તે તેટલો કાળ બંધ નથી; ‘‘अपरथा स्वस्य अपराधात् बन्धम् ध्रुवम् एषि’’ (अपरथा) મિથ્યાદ્રષ્ટિ થતો થકો (स्वस्य अपराधात्) પોતાના જ દોષથી રાગાદિ અશુદ્ધરૂપ પરિણમનને લીધે (बन्धम् ध्रुवम् एषि) જ્ઞાનાવરણાદિ કર્મબંધને તું જ અવશ્ય કરે છે. ૧૯ – ૧૫૧.
कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः ।।२०-१५२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तत् मुनिः कर्मणा नो बध्यते’’ (तत्) તે કારણથી (मुनिः) શુદ્ધસ્વરૂપ-અનુભવે બિરાજમાન સમ્યગ્દ્રષ્ટિ જીવ (कर्मणा) જ્ઞાનાવરણાદિ કર્મથી (नो बध्यते) બંધાતો નથી. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘हि कर्म कुर्वाणः अपि’’ (हि) નિશ્ચયથી (कर्म) કર્મજનિત વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયાને (कुर्वाणः अपि) જો કે કરે છે — ભોગવે છે તોપણ ‘‘तत्फलपरित्यागैकशीलः’’ (तत्फल)
Page 142 of 269
PDF/HTML Page 164 of 291
single page version
કર્મજનિત સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને રંજિતપરિણામનો (परित्याग) સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે એવો છે (एक) સુખરૂપ (शीलः) સ્વભાવ જેનો, એવો છે. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવને વિભાવરૂપ મિથ્યાત્વપરિણામ મટી ગયા છે, તે મટવાથી અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ અનુભવગોચર થયું છે. વળી કેવો છે? ‘‘ज्ञानं सन् तदपास्तरागरचनः’’ જ્ઞાનમય હોતાં દૂર કર્યો છે રાગભાવ જેમાંથી, એવો છે. તેથી કર્મજનિત છે જે ચાર ગતિના પર્યાય તથા પંચેન્દ્રિયના ભોગ તે બધા આકુલતાલક્ષણ દુઃખરૂપ છે — એવો જ, સમ્યગ્દ્રષ્ટિ જીવ અનુભવ કરે છે; એ કારણથી જેટલો કાંઈ સાતા-અસાતારૂપ કર્મનો ઉદય, તેનાથી જે કાંઈ ઇષ્ટ વિષયરૂપ અથવા અનિષ્ટ વિષયરૂપ સામગ્રી તે, સમ્યગ્દ્રષ્ટિને સર્વ અનિષ્ટરૂપ છે. તેથી જેમ કોઈ જીવને અશુભ કર્મના ઉદયે રોગ, શોક, દારિદ્ર આદિ હોય છે, તેને જીવ છોડવાને ઘણુંય કરે છે, પરંતુ અશુભ કર્મના ઉદયે છૂટતાં નથી, તેથી ભોગવવાં જ પડે; તેમ સમ્યગ્દ્રષ્ટિ જીવને, પૂર્વે અજ્ઞાન પરિણામથી બાંધ્યું છે જે સાતારૂપ-અસાતારૂપ કર્મ, તેના ઉદયે અનેક પ્રકારની વિષયસામગ્રી હોય છે, તેને સમ્યગ્દ્રષ્ટિ જીવ દુઃખરૂપ અનુભવે છે, છોડવાને ઘણુંય કરે છે, પરંતુ જ્યાં સુધીમાં ક્ષપકશ્રેણી ચડે ત્યાં સુધી છૂટવું અશક્ય છે, તેથી પરવશ થયો ભોગવે છે, હૃદયમાં અત્યંત વિરક્ત છે, તેથી અરંજિત છે. માટે ભોગસામગ્રી ભોગવતાં કર્મનો બંધ નથી, નિર્જરા છે. અહીં દ્રષ્ટાન્ત કહે છે — ‘‘
यत् किल कर्म कर्तारं स्वफलेन बलात् योजयेत्’’ (यत्) કારણ કે આમ છે, (किल) આમ જ છે, સંદેહ નથી કે (कर्म) રાજાની સેવા આદિથી માંડીને જેટલી કર્મભૂમિસંબંધી ક્રિયા, (कर्तारं) ક્રિયામાં રંજિત થઈને – તન્મય થઈને કરે છે જે કોઈ પુરુષ તેને, (स्वफलेन) — જેમ રાજાની સેવા કરતાં દ્રવ્યની પ્રાપ્તિ, ભૂમિની પ્રાપ્તિ, જેમ ખેતી કરતાં અન્નની પ્રાપ્તિ થાય છે તેમ — પોતાના ફળ સાથે (बलात् योजयेत्) અવશ્ય જોડે છે અર્થાત્ અવશ્ય કર્તાપુરુષનો ક્રિયાના ફળ સાથે સંયોગ થાય છે. ભાવાર્થ આમ છે કે — જે ક્રિયાને કરતો નથી તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવને બંધ થતો નથી, નિર્જરા થાય છે; કારણ કે સમ્યગ્દ્રષ્ટિ જીવ ભોગસામગ્રી-ક્રિયાનો કર્તા નથી, તેથી ક્રિયાનું ફળ કર્મબંધ, તે તો સમ્યગ્દ્રષ્ટિને નથી. દ્રષ્ટાન્તથી દ્રઢ કરે છે — ‘‘यत् कुर्वाणः फललिप्सुः ना एव हि कर्मणः फलं प्राप्नोति’’
Page 143 of 269
PDF/HTML Page 165 of 291
single page version
નાના પ્રકારની ક્રિયા (कुर्वाणः) કરતો થકો (फललिप्सुः) ફળની અભિલાષા કરીને ક્રિયાને કરે છે એવો (ना) કોઈ પુરુષ (कर्मणः फलं) ક્રિયાના ફળને (प्राप्नोति) પામે છે. ભાવાર્થ આમ છે — જે કોઈ પુરુષ ક્રિયા કરે છે, નિરભિલાષ થઈને કરે છે, તેને તો ક્રિયાનું ફળ નથી. ૨૦ – ૧૫૨.
किन्त्वस्यापि कुतोऽपि किच्चिदपि तत्कर्मावशेनापतेत् ।
ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ।।२१-१५३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘येन फलं त्यक्तं स क र्म कुरुते इति वयं न प्रतीमः’’ (येन) જે સમ્યગ્દ્રષ્ટિ જીવે (फलं त्यक्तं) કર્મના ઉદયથી છે જે ભોગસામગ્રી તેનો (फलं) અભિલાષ (त्यक्तं) સર્વથા મમત્વ છોડેલ છે (सः) તે સમ્યગ્દ્રષ્ટિ જીવ (कर्म कुरुते) જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે (इति वयं न प्रतीमः) એવી તો અમે પ્રતીતિ કરતા નથી. ભાવાર્થ આમ છે કે — જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, નિર્જરા છે. ‘‘किन्तु’’ કાંઈક વિશેષ — ‘‘अस्य अपि’’ આ સમ્યગ્દ્રષ્ટિને પણ ‘‘अवशेन कुतः अपि किञ्चित् अपि कर्म आपतेत्’’ (अवशेन) અભિલાષ કર્યા વિના જ, બલાત્કારે જ (कुतः अपि किञ्चित् अपि कर्म) પૂર્વે બાંધ્યું હતું જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે જે પંચેન્દ્રિયવિષય ભોગક્રિયા, તે (आपतेत्) પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કે — જેમ કોઈને રોગ, શોક, દારિદ્ર વાંછા વિના જ હોય છે, તેમ સમ્યગ્દ્રષ્ટિ જીવને જે કોઈ ક્રિયા હોય છે તે વાંછા વિના જ હોય છે. ‘‘तस्मिन् आपतिते’’ અનિચ્છક છે સમ્યગ્દ્રષ્ટિ પુરુષ, તેને બલાત્કારે હોય છે ભોગક્રિયા, તે હોતાં ‘‘ज्ञानी किं कुरुते’’ (ज्ञानी) સમ્યગ્દ્રષ્ટિ જીવ (किं कुरुते) અનિચ્છક થઈ કર્મના ઉદયે ક્રિયા કરે છે તો શું ક્રિયાનો કર્તા થયો? ‘‘अथ न कुरुते’’ સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દ્રષ્ટિ જીવ નથી. કોનો કર્તા નથી? ‘‘कर्म इति’’ ભોગક્રિયાનો. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘जानाति कः’’ જ્ઞાયક-
Page 144 of 269
PDF/HTML Page 166 of 291
single page version
સ્વરૂપમાત્ર છે. તથા કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘अकम्पपरमज्ञानस्वभावे स्थितः’’ નિશ્ચળ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે. ૨૧ – ૧૫૩.
जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्चयवन्ते न हि ।।२२-१५४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सम्यग्द्रष्टयः एव इदं साहसम् कर्तुं क्षमन्ते’’ (सम्यग्द्रष्टयः) સમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ સ્વભાવગુણરૂપ પરિણમ્યો છે જે જીવરાશિ તે (एव) નિશ્ચયથી (इदं साहसम्) આવું સાહસ અર્થાત્ ધીરપણું (कर्तुं) કરવાને (क्षमन्ते) સમર્થ હોય છે. કેવું છે સાહસ? ‘‘परं’’ સર્વથી ઉત્કૃષ્ટ છે. ક્યું સાહસ? ‘‘यत् वज्रे पतति अपि अमी बोधात् न हि च्यवन्ते’’ (यत्) જે સાહસ એવું છે કે (वज्रे पतति अपि) મહાન વજ્ર પડવા છતાં પણ (अमी) સમ્યગ્દ્રષ્ટિ જીવરાશિ (बोधात्) શુદ્ધસ્વરૂપના અનુભવથી (न हि च्यवन्ते) સહજ ગુણથી સ્ખલિત થતો નથી. ભાવાર્થ આમ છે કે — કોઈ અજ્ઞાની એમ માનશે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને સાતાકર્મના ઉદયે અનેક પ્રકારની ઇષ્ટ ભોગસામગ્રી હોય છે, અસાતાકર્મના ઉદયે અનેક પ્રકારની રોગ, શોક, દારિદ્ર, પરીષહ, ઉપસર્ગ ઇત્યાદિ અનિષ્ટ સામગ્રી હોય છે, તેને ભોગવતાં શુદ્ધસ્વરૂપ-અનુભવથી ચૂકતો હશે. તેનું સમાધાન આમ છે કે અનુભવથી ચૂકતો નથી, જેવો અનુભવ છે તેવો જ રહે છે; વસ્તુનું એવું જ સ્વરૂપ છે. કેવું છે વજ્ર?
ચલાયમાન એવો જે (त्रैलोक्य) સર્વ સંસારી જીવરાશિ, તેણે (मुक्त) છોડી દીધી છે (अध्वनि) પોતપોતાની ક્રિયા જેના પડવાથી, એવું છે વજ્ર. ભાવાર્થ આમ છે કે — એવા છે ઉપસર્ગ, પરીષહ કે જે હોતાં મિથ્યાદ્રષ્ટિને જ્ઞાનની સૂધ રહેતી નથી. કેવા છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘स्वं जानन्तः’’ (स्वं) સ્વને અર્થાત્ શુદ્ધ ચિદ્રૂપને (जानन्तः) પ્રત્યક્ષપણે અનુભવે છે. કેવો છે સ્વ? ‘‘अवध्यबोधवपुषं’’ (अवध्य) શાશ્વત
Page 145 of 269
PDF/HTML Page 167 of 291
single page version
જે (बोध) જ્ઞાનગુણ, તે છે (वपुषं) શરીર જેનું, એવો છે. શું કરીને (અનુભવે છે)? ‘‘सर्वाम् एव शङ्कां विहाय’’ (सर्वाम् एव) સાત પ્રકારના (शङ्कां) ભયને (विहाय) છોડીને. જે રીતે ભય છૂટે છે તે કહે છે — ‘‘निसर्गनिर्भयतया’’ (निसर्ग) સ્વભાવથી (निर्भयतया) ભયરહિતપણું હોવાને લીધે. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે, તેથી સહજ જ અનેક પ્રકારના પરિષહ-ઉપસર્ગનો ભય નથી. તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી, નિર્જરા છે. કઈ રીતે છે નિર્ભયપણું? ‘‘स्वयं’’ એવું સહજ છે. ૨૨ – ૧૫૪.
श्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः ।
निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२३-१५५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः सहजं ज्ञानं स्वयं सततं सदा विन्दति’’ (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (सहजं) સ્વભાવથી જ (ज्ञानं) શુદ્ધ ચૈતન્યવસ્તુને (विन्दति) અનુભવે છે – આસ્વાદે છે. કઈ રીતે અનુભવે છે? (स्वयं) પોતાથી પોતાને અનુભવે છે. ક્યા કાળે? (सततं) નિરંતરપણે (सदा) અતીત-અનાગત-વર્તમાનમાં અનુભવે છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘निःशङ्कः’’ સાત ભયથી રહિત છે. શાથી? કારણ કે ‘‘तस्य तद्भीः कुतः अस्ति’’ (तस्य) તે સમ્યગ્દ્રષ્ટિને (तद्भीः) ઇહલોકભય, પરલોકભય (कुतः अस्ति) ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો. જેવો વિચાર કરતાં ભય હોતો નથી તે કહે છે — ‘‘तव अयं लोकः तदपरः अपरः न’’ (तव) હે જીવ! તારો (अयं लोकः) વિદ્યમાન છે જે ચિદ્રૂપમાત્ર તે લોક છે, (तद्-अपरः) તેનાથી અન્ય જે કાંઈ છે ઇહલોક, પરલોક, — વિવરણઃ ઇહલોક અર્થાત્ વર્તમાન પર્યાય, તે વિષે એવી ચિન્તા કે પર્યાય પર્યંત સામગ્રી રહેશે કે નહિ રહે; પરલોક અર્થાત્ અહીંથી મરીને સારી ગતિમાં જઈશ કે નહિ જાઉં એવી ચિન્તા; — એવો જે (अपरः) ઇહલોક પરલોક પર્યાયરૂપ તે (न) જીવનું સ્વરૂપ નથી; ‘‘यत् एषः अयं लोकः केवलं चिल्लोकं स्वयं एव लोकयति’’
Page 146 of 269
PDF/HTML Page 168 of 291
single page version
જે ચૈતન્યલોક તે (केवलं) નિર્વિકલ્પ છે, (चिल्लोकं स्वयं एव लोकयति) જ્ઞાનસ્વરૂપ આત્માને સ્વયમેવ દેખે છે. ભાવાર્થ આમ છે કે — જે જીવનું સ્વરૂપ જ્ઞાનમાત્ર તે તો જ્ઞાનમાત્ર જ છે. કેવો છે ચૈતન્યલોક? ‘‘शाश्वतः’’ અવિનાશી છે. વળી કેવો છે? ‘‘एककः’’ એક વસ્તુ છે. વળી કેવો છે? ‘‘सकलव्यक्तः’’ (सकल) ત્રણે કાળે (व्यक्तः) પ્રગટ છે. કોને પ્રગટ છે? ‘‘विविक्तात्मनः’’ (विविक्त) ભિન્ન છે (आत्मनः) આત્મસ્વરૂપ જેને એવો છે જે ભેદજ્ઞાની પુરુષ, તેને. ૨૩ – ૧૫૫.
निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः ।
निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२४-१५६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः स्वयं सततं सदा ज्ञानं विन्दति’’ (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (स्वयं) પોતાની મેળે (सततं) નિરંતરપણે (सदा) ત્રણે કાળે (ज्ञानं) જ્ઞાનને અર્થાત્ જીવના શુદ્ધ સ્વરૂપને (विन्दति) અનુભવે છે – આસ્વાદે છે. કેવું છે જ્ઞાન? ‘‘सहजं’’ સ્વભાવથી જ ઉત્પન્ન છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘निःशंकः’’ સાત ભયથી મુક્ત છે. ‘‘ज्ञानिनः तद्भीः कुतः’’ (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (तद्भीः) વેદનાનો ભય (कुतः) ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો; કારણ કે ‘‘सदा अनाकुलैः’’સર્વદા ભેદજ્ઞાને બિરાજમાન છે જે પુરુષો, તે પુરુષો ‘‘स्वयं वेद्यते’’ સ્વયં એવો અનુભવ કરે છે કે ‘‘यत् अचलं ज्ञानं एषा एका एव वेदना’’ (यत्) જે કારણથી (अचलं ज्ञानं) શાશ્વત છે જે જ્ઞાન (एषा) એ જ (एका वेदना) જીવને એક વેદના છે (एव) નિશ્ચયથી; ‘‘अन्यागतवेदना एव न भवेत्’’ (अन्या) આને છોડીને જે અન્ય (आगतवेदना एव) કર્મના ઉદયથી થઈ છે સુખરૂપ અથવા દુઃખરૂપ વેદના તે, (न भवेत्) જીવને છે જ નહિ. જ્ઞાન કેવું છે? ‘‘एकं’’ શાશ્વત છે — એકરૂપ છે. શા કારણે એકરૂપ છે? ‘‘निर्भेदोदितवेद्यवेदकबलात्’’ (निर्भेदोदित) અભેદપણાથી (वेद्यवेदक) જે વેદે છે તે જ વેદાય છે એવું જે
Page 147 of 269
PDF/HTML Page 169 of 291
single page version
સ્વરૂપ જ્ઞાન છે, તે એકરૂપ છે. જે સાતા-અસાતા કર્મના ઉદયે સુખ-દુઃખરૂપ વેદના થાય છે તે જીવનું સ્વરૂપ નથી; તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવને રોગ ઊપજવાનો ભય હોતો નથી. ૨૪ – ૧૫૬.
र्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः ।
निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२५-१५७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः ज्ञानं सदा विन्दति’’ (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (ज्ञानं) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ સ્વરૂપને (सदा) ત્રણે કાળ (विन्दति) અનુભવે છે- આસ્વાદે છે. કેવું છે જ્ઞાન? ‘‘सततं’’ નિરંતર વર્તમાન છે. વળી કેવું છે જ્ઞાન? ‘‘स्वयं’’ અનાદિનિધન છે. વળી કેવું છે? ‘‘सहजं’’ કારણ વિના દ્રવ્યરૂપ છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘निःशंकः’’ ‘કોઈ મારો રક્ષક છે કે નહીં’ એવા ભયથી રહિત છે. શા કારણથી? ‘‘ज्ञानिनः तद्भीः कुतः’’ (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (तद्भीः) ‘મારો રક્ષક કોઈ છે કે નહીં’ એવો ભય (कुतः) ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો. ‘‘अतः अस्य किञ्चन अत्राणं न भवेत्’’ (अतः) આ કારણથી (अस्य) જીવવસ્તુને (अत्राणं) અરક્ષકપણું (किञ्चन) પરમાણુમાત્ર પણ (न भवेत्) નથી. શા કારણથી નથી? ‘‘यत् सत् तत् नाशं न उपैति’’ (यत् सत्) જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે (तत् नाशं न उपैति) તે તો વિનાશને પ્રાપ્ત થતી નથી. ‘‘इति नियतं वस्तुस्थितिः व्यक्ता’’ (इति) આ કારણથી (नियतं) અવશ્યમેવ (वस्तुस्थितिः) વસ્તુનું અવિનશ્વરપણું (व्यक्ता) પ્રગટ છે. ‘‘किल तत् ज्ञानं स्वयं एव सत्, ततः अस्य अपरैः किं त्रातं’’ (किल) નિશ્ચયથી (तत् ज्ञानं) આવું છે જીવનું શુદ્ધ સ્વરૂપ તે (स्वयं एव सत्) સહજ જ સત્તાસ્વરૂપ છે; (ततः) તે કારણથી (अस्य) જીવના સ્વરૂપની (अपरैः) કોઈ દ્રવ્યાન્તર દ્વારા (किं त्रातं) શી રક્ષા કરવામાં આવે? ભાવાર્થ આમ છે કે — બધા જીવોને એવો ભય ઉત્પન્ન થાય છે કે ‘મારો રક્ષક કોઈ છે કે નહીં,’ પરંતુ
Page 148 of 269
PDF/HTML Page 170 of 291
single page version
એવો ભય સમ્યગ્દ્રષ્ટિ જીવને હોતો નથી; કારણ કે તે એવો અનુભવ કરે છે કે શુદ્ધ જીવસ્વરૂપ સહજ જ શાશ્વત છે; એની કોઈ શી રક્ષા કરે? ૨૫ – ૧૫૭.
निश्शंङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२६-१५८।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः ज्ञानं सदा विन्दति’’ (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (ज्ञानं) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવસ્તુને (सदा विन्दति) નિરંતર અનુભવે છે – આસ્વાદે છે. કેવું છે જ્ઞાન? ‘‘स्वयं’’ અનાદિસિદ્ધ છે. વળી કેવું છે? ‘‘सहजं’’ શુદ્ધ વસ્તુસ્વરૂપ છે. વળી કેવું છે? ‘‘सततं’’ અખંડધારાપ્રવાહરૂપ છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘निःशंकः’’ ‘વસ્તુને જતનથી રાખવી, નહીં તો કોઈ ચોરી જશે’ એવો જે અગુપ્તિભય તેનાથી રહિત છે. ‘‘अतः अस्य काचन अगुप्तिः एव न भवेत् ज्ञानिनः तद्भीः कुतः’’ (अतः) આ કારણથી (अस्य) શુદ્ધ જીવને (काचन अगुप्तिः) કોઈ પ્રકારનું અગુપ્તિપણું (न भवेत्) નથી; (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (तद्भीः) ‘મારું કાંઈ કોઈ છીનવી ન લે’ એવો અગુપ્તિભય (कुतः) ક્યાંથી હોય? અર્થાત્ હોતો નથી. શા કારણથી? ‘‘किल वस्तुनः स्वं रूपं परमा गुप्तिः अस्ति’’ (किल) નિશ્ચયથી (वस्तुनः) જે કોઈ દ્રવ્ય છે તેનું (स्वं रूपं) જે કાંઈ નિજ લક્ષણ છે તે (परमा गुप्तिः अस्ति) સર્વથા પ્રકારે ગુપ્ત છે. શા કારણથી? ‘‘यत् स्वरूपे कः अपि परः प्रवेष्टुम् न शक्तः’’ (यत्) કારણ કે (स्वरूपे) વસ્તુના સત્ત્વમાં (कः अपि परः) કોઈ અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યમાં (प्रवेष्टुम्) સંક્રમણ કરવાને (-સંચરવાને) (न शक्तः) સમર્થ નથી. ‘‘नुः ज्ञानं स्वरूपं च’’ (नुः) આત્મદ્રવ્યનું (ज्ञानं स्वरूपं) જ્ઞાન સ્વરૂપ છે અર્થાત્ ચૈતન્ય સ્વરૂપ છે. (च) તે જ જ્ઞાનસ્વરૂપ કેવું છે? ‘‘अकृतं’’ કોઈએ કર્યું નથી, કોઈ હરી શક્તું નથી. ભાવાર્થ આમ છે કે — બધા જીવોને એવો ભય હોય છે કે ‘મારું કાંઈ કોઈ ચોરી જશે, છીનવી લેશે?’ પરંતુ આવો ભય સમ્યગ્દ્રષ્ટિને
Page 149 of 269
PDF/HTML Page 171 of 291
single page version
હોતો નથી, કારણ કે સમ્યગ્દ્રષ્ટિ એવું અનુભવે છે કે ‘મારું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, તેને તો કોઈ ચોરી શકે નહીં, છીનવી શકે નહીં; વસ્તુનું સ્વરૂપ અનાદિનિધન છે.’ ૨૬ – ૧૫૮.
ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित् ।
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२७-१५९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः ज्ञानं सदा विन्दति’’ (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (ज्ञानं) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવસ્તુને (सदा) નિરંતર (विन्दति) આસ્વાદે છે. કેવું છે જ્ઞાન? ‘‘स्वयं’’ અનાદિસિદ્ધ છે. વળી કેવું છે? ‘‘सततं’’ અખંડધારાપ્રવાહરૂપ છે. વળી કેવું છે? ‘‘सहजं’ કારણ વિના સહજ જ નિષ્પન્ન છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘निःशंकः’’ મરણશંકાના દોષથી રહિત છે. શું વિચારતો થકો નિઃશંક છે? ‘‘अतः तस्य मरणं किञ्चन न भवेत्, ज्ञानिनः तद्भीः कुतः’’ (अतः) આ કારણથી (तस्य) આત્મદ્રવ્યને (मरणं) પ્રાણવિયોગ (किञ्चन) સૂક્ષ્મમાત્ર (न भवेत्) થતો નથી, તેથી (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિને (तद्भीः) મરણનો ભય (कुतः) ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો; કારણ કે ‘‘प्राणोच्छेदम् मरणं उदाहरन्ति’’ (प्राणोच्छेदम्) ઇન્દ્રિય, બળ, ઉચ્છ્વાસ, આયુ – એવા છે જે પ્રાણ, તેમના વિનાશને (मरणं) મરણ કહેવામાં આવે છે, (उदाहरन्ति) અરિહંતદેવ એમ કહે છે; ‘‘किल आत्मनः ज्ञानं प्राणाः’’ (कि ल) નિશ્ચયથી (आत्मनः) જીવદ્રવ્યના (ज्ञानं प्राणाः) શુદ્ધજ્ઞાનમાત્ર અર્થાત્ શુદ્ધચૈતન્યમાત્ર પ્રાણ છે; ‘‘तत् जातुचित् न उच्छिद्यते’’ (तत्) શુદ્ધજ્ઞાન (जातुचित्) કોઈ કાળે (न उच्छिद्यते) વિનાશ પામતું નથી. શા કારણથી? ‘‘स्वयम् एव शाश्वततया’’ (स्वयम् एव) જતન વિના જ (शाश्वततया) અવિનશ્વર છે તે કારણથી. ભાવાર્થ આમ છે કે — બધાય મિથ્યાદ્રષ્ટિ જીવોને મરણનો ભય હોય છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ એમ અનુભવે છે કે ‘મારું શુદ્ધચૈતન્યમાત્ર સ્વરૂપ છે તે તો
Page 150 of 269
PDF/HTML Page 172 of 291
single page version
વિનાશ પામતું નથી, પ્રાણ નષ્ટ થાય છે તે તો મારું સ્વરૂપ છે જ નહીં, પુદ્ગલનું સ્વરૂપ છે; તેથી મારું મરણ થતું હોય તો ડરું, હું શા માટે ડરું? મારું સ્વરૂપ શાશ્વત છે.’ ૨૭ – ૧૫૯.
यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः ।
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२८-१६०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः ज्ञानं सदा विन्दति’’ (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (ज्ञानं) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવસ્તુને (सदा) ત્રિકાળ (विन्दति) આસ્વાદે છે. કેવું છે જ્ઞાન? ‘‘स्वयं’’ સહજથી જ ઊપજ્યું છે. વળી કેવું છે? ‘‘सततं’’ અખંડધારાપ્રવાહરૂપ છે. વળી કેવું છે? ‘‘सहजं’’ ઉપાય વિના એવી જ વસ્તુ છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘निःशंकः’’ આકસ્મિક ભયથી રહિત છે. આકસ્મિક એટલે અણચિંતવ્યું તત્કાળ જ અનિષ્ટનું ઊપજવું તે. શું વિચારે છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘अत्र तत् आकस्मिकम् किञ्चन न भवेत्, ज्ञानिनः तद्भीः कुतः’’ (अत्र) શુદ્ધ ચૈતન્યવસ્તુમાં, (तत्) કહ્યું છે લક્ષણ જેનું એવું (आकस्मिकम्) આકસ્મિક અર્થાત્ ક્ષણમાત્રમાં અન્ય વસ્તુથી અન્ય વસ્તુપણું, એવું (किञ्चन न भवेत्) કાંઈ છે જ નહીં; તેથી (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (तद्भीः) આકસ્મિકપણાનો ભય (कुतः) ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો. શા કારણથી? ‘‘एतत् ज्ञानं स्वतः यावत्’’ (एतत् ज्ञानं) શુદ્ધ જીવવસ્તુ (स्वतः यावत्) પોતે સહજ જેવી છે, જેવડી છે ‘‘इदं तावत् सदा एव भवेत्’’ (इदं) શુદ્ધ વસ્તુમાત્ર (तावत्) તેવી છે, તેવડી છે, (सदा) અતીત-અનાગત-વર્તમાન કાળમાં (एव भवेत्) નિશ્ચયથી એવી જ છે. ‘‘अत्र द्वितीयोदयः न’’ (अत्र) શુદ્ધ વસ્તુમાં (द्वितीयोदयः) અનેરું કોઈ સ્વરૂપ (न) થતું નથી. કેવું છે જ્ઞાન? ‘‘एकं’’ સમસ્ત વિકલ્પોથી રહિત છે. વળી કેવું છે? ‘‘अनाद्यनन्तम्’’ નથી આદિ, નથી અંત જેનો એવું છે. વળી કેવું છે? ‘‘अचलं’’ પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી. વળી કેવું છે? ‘‘सिद्धं’’
Page 151 of 269
PDF/HTML Page 173 of 291
single page version
सम्यग्द्रष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म ।
पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव ।।२९-१६१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यत् इह सम्यग्द्रष्टेः लक्ष्माणि सकलं कर्म घ्नन्ति’’ (यत्) જે કારણથી (इह) વિદ્યમાન (सम्यग्द्रष्टेः) સમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ શુદ્ધસ્વરૂપે પરિણમ્યો છે જે જીવ, તેના (लक्ष्माणि) નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદ્રષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના અંગરૂપ ગુણો (सकलं कर्म) જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં પુદ્ગલદ્રવ્યનાં પરિણમનને (घ्नन्ति) હણે છે; — ભાવાર્થ આમ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવના જેટલા જે કોઈ ગુણો છે તે શુદ્ધપરિણમનરૂપ છે, તેનાથી કર્મની નિર્જરા છે; — ‘‘तत् तस्य अस्मिन् कर्मणः मनाक् बन्धः पुनः अपि नास्ति’’ (तत्) તે કારણથી (तस्य) સમ્યગ્દ્રષ્ટિ જીવને (अस्मिन्) શુદ્ધ પરિણામ હોતાં (कर्मणः) જ્ઞાનાવરણાદિ કર્મોનો (मनाक् बन्धः) સૂક્ષ્મમાત્ર પણ બંધ (पुनः अपि नास्ति) કદી પણ નથી. ‘‘तत् पूर्वोपात्तं अनुभवतः निश्चितं निर्जरा एव’’ (तत्) જ્ઞાનાવરણાદિ કર્મ — (पूर्वोपात्तं) સમ્યક્ત્વ ઊપજ્યા પહેલાં અજ્ઞાન-રાગપરિણામથી બાંધ્યું હતું જે કર્મ — તેના ઉદયને (अनुभवत्ः) જે ભોગવે છે એવા સમ્યગ્દ્રષ્ટિ જીવને (निश्चितं) નિશ્ચયથી (निर्जरा एव) જ્ઞાનાવરણાદિ કર્મનું ગળવું છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः’’ (टङ्कोत्कीर्ण) શાશ્વત જે (स्वरस) સ્વપરગ્રાહકશક્તિ, તેનાથી (निचित) પરિપૂર્ણ એવો (ज्ञान) પ્રકાશગુણ, તે જ છે (सर्वस्व) આદિ મૂળ જેનું એવું જે જીવદ્રવ્ય, તેનો (भाजः) અનુભવ કરવામાં સમર્થ છે. આવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ, તેથી તેને નૂતન કર્મનો બંધ નથી, પૂર્વબદ્ધ કર્મની નિર્જરા છે. ૨૯ – ૧૬૧.
Page 152 of 269
PDF/HTML Page 174 of 291
single page version
प्राग्बद्धं तु क्षयमुपनयन्निर्जरोज्जृम्भणेन ।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सम्यग्द्रष्टिः ज्ञानं भूत्वा नटति’’ (सम्यग्द्रष्टिः) સમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમેલો જીવ (ज्ञानं भूत्वा) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ થઈને (नटति) પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘आदिमध्यान्तमुक्तं ’’ અતીત-અનાગત-વર્તમાનકાળગોચર શાશ્વત છે. શું કરીને? ‘‘गगनाभोगरङ्गं विगाह्य’’ (गगन) જીવનું શુદ્ધ સ્વરૂપ છે (आभोगरङ्गं) અખાડાની નાચવાની ભૂમિ, તેને (विगाह्य) અનુભવગોચર કરીને, એવી છે જ્ઞાનમાત્ર વસ્તુ. શા કારણથી? ‘‘स्वयम् अतिरसात्’’ અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય જે સુખ તેને પામવાથી. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘नवम् बन्धं रुन्धन्’’ (नवम्) ધારાપ્રવાહરૂપ પરિણમે છે જે જ્ઞાનાવરણાદિરૂપે પુદ્ગલપિંડ એવો જે (बन्धं) બંધ અર્થાત્ જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહ, તેને (रुन्धन्) મટાડતો થકો; કેમ કે ‘‘निजैः अष्टाभिः अङ्गैः सङ्गतः’’ (निजैः अष्टाभिः) પોતાના જ નિઃશંકિત, નિઃકાંક્ષિત ઇત્યાદિ કહ્યા જે આઠ (अङ्गैः) સમ્યક્ત્વના સહારાના ગુણ, તે-પણે (सङ्गतः) ભાવરૂપ પરિણમ્યો છે, એવો છે. વળી કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘तु प्राग्बद्धं कर्म क्षयं उपनयन्’’ (तु) બીજું કાર્ય એવું પણ થાય છે કે (प्राग्बद्धं) પૂર્વે બાંધેલ છે જે જ્ઞાનાવરણાદિ (कर्म) પુદ્ગલપિંડ, તેનો (क्षयं) મૂળથી સત્તાનાશ (उपनयन्) કરતો થકો. શા વડે? ‘‘निर्जरोज्जृम्भणेन’’ (निर्जरा) શુદ્ધ પરિણામના (उज्जृम्भणेन) પ્રગટપણા વડે. ૩૦ – ૧૬૨.
Page 153 of 269
PDF/HTML Page 175 of 291
single page version
धीरोदारमनाकु लं निरुपधि ज्ञानं समुन्मज्जति ।।१-१६३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ज्ञानं समुन्मज्जति’’ (ज्ञानं) જ્ઞાન અર્થાત્ શુદ્ધ જીવ (समुन्मज्जति) પ્રગટ થાય છે. ભાવાર્થ — અહીંથી શરૂ કરીને જીવનું શુદ્ધ સ્વરૂપ કહે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘आनन्दामृतनित्यभोजि’’ (आनन्द) અતીન્દ્રિય સુખ, એવી છે (अमृत) અપૂર્વ લબ્ધિ, તેનું (नित्यभोजि) નિરંતર આસ્વાદનશીલ છે. વળી કેવું છે? ‘‘स्फु टं सहजावस्थां नाटयत्’’ (स्फु टं) પ્રગટપણે (सहजावस्थां) પોતાના શુદ્ધ સ્વરૂપને (नाटयत्) પ્રગટ કરે છે. વળી કેવું છે? ‘‘धीरोदारम्’’ (धीर) અવિનશ્વર સત્તારૂપ છે; (उदारम्) ધારાપ્રવાહરૂપ પરિણમનસ્વભાવ છે. વળી કેવું છે? ‘‘अनाकुलं’’ સર્વ દુઃખથી રહિત છે. વળી કેવું છે? ‘‘निरुपधि’’ સમસ્ત કર્મની ઉપાધિથી રહિત છે. શું કરતું થકું જ્ઞાન પ્રગટ થાય છે? ‘‘बन्धं धुनत्’’ (बन्धं) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનું પરિણમન, તેને (धुनत्) મટાડતું થકું. કેવો છે બંધ? ‘‘क्रीडन्तं’’ ક્રીડા કરે છે અર્થાત્ પ્રગટપણે ગર્જે છે. શા વડે ક્રીડા કરે છે? ‘‘रसभावनिर्भरमहानाटयेन’’ (रसभाव) સમસ્ત જીવરાશિને પોતાને વશ કરી ઊપજ્યો છે જે અહંકારલક્ષણ ગર્વ, તેનાથી (निर्भर) ભરેલો જે (महानाटयेन) અનંત કાળથી માંડીને અખાડાનો સંપ્રદાય,
Page 154 of 269
PDF/HTML Page 176 of 291
single page version
તેના વડે. શું કરીને આવો છે બંધ? ‘‘सकलं जगत् प्रमत्तं कृत्वा’’ (सकलं जगत्) સર્વ સંસારી જીવરાશિને (प्रमत्तं कृत्वा) જીવના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ કરીને. શા વડે? ‘‘रागोद्गारमहारसेन’’ (राग) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિનું (उद्गार) ઘણું જ અધિકપણું, એવી જે (महारसेन) મોહરૂપ મદિરા, તે વડે. ભાવાર્થ આમ છે કે — જેવી રીતે કોઈ જીવને મદિરા પિવડાવીને વિકળ કરવામાં આવે છે, સર્વસ્વ છીનવી લેવામાં આવે છે, પદથી ભ્રષ્ટ કરવામાં આવે છે; તેવી રીતે અનાદિ કાળથી સર્વ જીવરાશિ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામથી મતવાલો થયો છે, તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે. આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ મેટનશીલ છે, તેથી શુદ્ધ જ્ઞાન ઉપાદેય છે. ૧-૧૬૩.
न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृत् ।
स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम् ।।२-१६४।।
ખંડાન્વય સહિત અર્થઃ — પ્રથમ જ બંધનું સ્વરૂપ કહે છેઃ ‘‘यत् उपयोगभूः रागादिभिः ऐक्यम् समुपयाति सः एव केवलं किल नृणाम् बन्धहेतुः भवति’’ (यत्) જે (उपयोग) ચેતનાગુણરૂપ (भूः) મૂળ વસ્તુ (रागादिभिः) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો સાથે (ऐक्यम्) મિશ્રિતપણારૂપે (समुपयाति) પરિણમે છે, (सः एव) એટલું માત્ર (केवलं) અન્ય સહાય વિના (किल) નિશ્ચયથી (नृणाम्) જેટલો સંસારી જીવરાશિ છે તેને (बन्धहेतुः भवति) જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. અહીં કોઈ પ્રશ્ર્ન કરે છે કે બંધનું કારણ આટલું જ છે કે બીજું પણ કાંઈ બંધનું કારણ છે? સમાધાન આમ છે કે બંધનું કારણ આટલું જ છે, બીજું તો કાંઈ નથી; એમ કહે છે — ‘‘कर्मबहुलं जगत् न बन्धकृत् वा चलनात्मकं कर्म न बन्धकृत् वा अनेककरणानि न बन्धकृत् वा चिदचिद्वधः न बन्धकृत्’’ (कर्म) જ્ઞાનાવરણાદિ કર્મરૂપે બંધાવાને યોગ્ય છે જે કાર્મણવર્ગણા, તેમનાથી (बहुलं) ઘૃતઘટની માફક
Page 155 of 269
PDF/HTML Page 177 of 291
single page version
ભરેલો છે એવો જે (जगत्) ત્રણસો તેંતાલીસ રાજુપ્રમાણ લોકાકાશપ્રદેશ (न बन्धकृत्) તે પણ બંધનો કર્તા નથી. સમાધાન આમ છે કે જો રાગાદિ અશુદ્ધ પરિણામો વિના કાર્મણવર્ગણામાત્રથી બંધ થતો હોત તો જે મુક્ત જીવો છે તેમને પણ બંધ થાત. ભાવાર્થ આમ છે કે — જો રાગાદિ અશુદ્ધ પરિણામો છે તો જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે, તો પછી કાર્મણવર્ગણાનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી કાર્મણવર્ગણાનો સહારો કાંઈ નથી. (चलनात्मकं कर्म) મન-વચન-કાયયોગ (न बन्धकृत्) તે પણ બંધનો કર્તા નથી. ભાવાર્થ આમ છે કે — જો મન-વચન-કાયયોગ બંધનો કર્તા થતો હોત તો તેરમા ગુણસ્થાને મન-વચન-કાયયોગ છે, તેનાથી પણ કર્મનો બંધ થાત; તેથી જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી; રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી. (अनेक क रणानि) પાંચ ઇન્દ્રિયો — સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, છઠ્ઠું મન (न बन्धकृ त्) આ પણ બંધનાં કર્તા નથી. સમાધાન આમ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને પાંચ ઇન્દ્રિયો છે, મન પણ છે, તેમના દ્વારા પુદ્ગલદ્રવ્યના ગુણોનો જ્ઞાયક પણ છે. જો પાંચ ઇન્દ્રિયો અને મનમાત્રથી કર્મનો બંધ થતો હોત તો સમ્યગ્દ્રષ્ટિ જીવને પણ બંધ સિદ્ધ થાત. ભાવાર્થ આમ છે કે — જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી. (चित्) જીવના સંબંધ સહિત એકેન્દ્રિયાદિ શરીર, (अचित्) જીવના સંબંધ રહિત પાષાણ, લોઢું, માટી તેમનો (वधः) મૂળથી વિનાશ અથવા બાધા-પીડા (न बन्धकृत्) તે પણ બંધનાં કર્તા નથી. સમાધાન આમ છે કે કોઈ મહામુનીશ્વર ભાવલિંગી માર્ગમાં ચાલે છે, દૈવસંયોગે સૂક્ષ્મ જીવોને બાધા થાય છે, ત્યાં જો જીવઘાતમાત્રથી બંધ થતો હોત તો મુનીશ્વરને કર્મબંધ થાત. ભાવાર્થ આમ છે કે — જો રાગાદિ અશુદ્ધ પરિણામ છે તો કર્મનો બંધ છે, તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી. ૨-૧૬૪.
Page 156 of 269
PDF/HTML Page 178 of 291
single page version
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अहो अयम् सम्यग्द्रगात्मा कुतः अपि ध्रुवम् एव बन्धं न उपैति’’ (अहो) હે ભવ્યજીવ! (अयम् सम्यग्द्रगात्मा) આ શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ સમ્યગ્દ્રષ્ટિ જીવ (कुतः अपि) ભોગસામગ્રીને ભોગવતાં અથવા નહિ ભોગવતાં (ध्रुवम्) અવશ્ય (एव) નિશ્ચયથી (बन्धं न उपैति) જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરતો નથી. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘रागादीन् उपयोगभूमिम् अनयन्’’ (रागादीन्) અશુદ્ધરૂપ વિભાવપરિણામોને (उपयोगभूमिम्) ચેતનામાત્ર ગુણ પ્રત્યે (अनयन्) નહિ પરિણામવતો થકો, ‘‘केवलं ज्ञानं भवेत्’’ માત્ર જ્ઞાનસ્વરૂપ રહે છે. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવને બાહ્ય-આભ્યંતર સામગ્રી જેવી હતી તેવી જ છે, પરંતુ રાગાદિ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ નથી, તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી. ‘‘कर्मततः लोकः सः अस्तु च तत् परिस्पंदात्मकं कर्म अस्तु अस्मिन् तानि करणानि सन्तु च तत् चिदचिद्व्यापादनं अस्तु’’ તે કારણથી (कर्मततः लोकः सः अस्तु) કાર્મણવર્ગણાથી ભરેલું છે જે સમસ્ત લોકાકાશ તે તો જેવું છે તેવું જ રહો, (च) અને (तत् परिस्पन्दात्मकं कर्म अस्तु) એવા છે જે આત્મપ્રદેશકંપરૂપ મન-વચન-કાયરૂપ ત્રણ યોગ તે પણ જેવા છે તેવા જ રહો, તથાપિ કર્મનો બંધ નથી. શું થતાં? (अस्मिन्) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો ચાલ્યા જતાં. (तानि करणानि सन्तु) તે પાંચ ઇન્દ્રિયો તથા મન પણ જેવાં છે તેવાં જ રહો (च) અને (तत् चिद्-अचिद्व्यापादनं अस्तु) પૂર્વોક્ત ચેતન-અચેતનનો ઘાત જેવો થતો હતો તેવો જ રહો, તથાપિ શુદ્ધ પરિણામ થતાં કર્મનો બંધ નથી. ૩-૧૬૫.
Page 157 of 269
PDF/HTML Page 179 of 291
single page version
तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः ।
द्वयं न हि विरुद्धयते किमु करोति जानाति च ।।४ – १६६ ।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तथापि ज्ञानिनां निरर्गलं चरितुम् न इष्यते’’ (तथापि) જોકે કાર્મણવર્ગણા, મન-વચન-કાયયોગ, પાંચ ઇન્દ્રિયો તથા મન, જીવોનો ઘાત ઇત્યાદિ બ્રાહ્ય સામગ્રી કર્મબંધનું કારણ નથી, કર્મબંધનું કારણ રાગાદિ અશુદ્ધપણું છે, વસ્તુનું સ્વરૂપ એવું જ છે, તોપણ (ज्ञानिनां) શુદ્ધસ્વરૂપના અનુભવશીલ છે જે સમ્યગ્દ્રષ્ટિ જીવ તેમને (निरर्गलं चरितुम्) ‘પ્રમાદી થઇને વિષયભોગ સેવ્યા તો સેવ્યા જ, જીવોનો ઘાત થયો તો થયોજ, મન-વચન-કાય જેમ પ્રવર્તે તેમ પ્રવર્તો જ’ — એવી નિરંકુશ વૃત્તિ (न इष्यते) જાણી કરીને કરતાં કર્મનો બંધ નથી એવું તો ગણધરદેવ માનતા નથી. શા કારણથી નથી માનતા? કારણ કે ‘‘सा निरर्गला व्यापृतिः किल तदायतनम् एव’’ (सा) પૂર્વોક્ત (निरर्गला व्यापृतिः) બુદ્ધિપૂર્વક-જાણી કરીને અંતરંગ રુચિથી વિષય-કષાયોમાં નિરંકુશપણે આચરણ (किल) નિશ્ચયથી (तद्-आयतनम् एव) અવશ્ય, મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ભાવો સહિત છે, તેથી કર્મબંધનું કારણ છે. ભાવાર્થ આમ છે કે — આવી યુક્તિનો ભાવ મિથ્યાદ્રષ્ટિ જીવને હોય છે, તેથી મિથ્યાદ્રષ્ટિ કર્મબંધનો કર્તા પ્રગટ જ છે; કારણ કે ‘‘ज्ञानिनां तत् अकामकृत् कर्म अकारणं मतम्’’ (ज्ञानिनां) સમ્યગ્દ્રષ્ટિ જીવોને (तत्) જે કાંઈ પૂર્વબદ્ધ કર્મના ઉદયે છે તે બધું (अकामकृत् कर्म) અવાંછિત ક્રિયારૂપ છે તેથી (अकारणं मतम्) કર્મબંધનું કારણ નથી — એમ ગણધરદેવે માન્યું છે, અને એમ જ છે. કોઈ કહેશે કે — ‘‘करोति जानाति च’’ (करोति) કર્મના ઉદયે હોય છે જે ભોગસામગ્રી તે હોતી થકી અન્તરંગ રુચિપૂર્વક ગમે છે એમ પણ છે (जानाति च) તથા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, સમસ્ત કર્મજનિત સામગ્રીને હેયરૂપ જાણે છે એમ પણ છે. આમ કોઈ કહે છે તે જૂઠો છે; કારણ કે ‘‘द्वयं
Page 158 of 269
PDF/HTML Page 180 of 291
single page version
किमु न हि विरुध्यते’’ (द्वयं) જ્ઞાતા પણ અને વાંછક પણ – એવી બે ક્રિયા (किमु न हि विरुध्यते) વિરુદ્ધ નથી શું? અર્થાત્ સર્વથા વિરુદ્ધ છે. ૪-૧૬૬.
जानात्ययं न खलु तत्किल कर्म रागः ।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यः जानाति सः न करोति’’ (यः) જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ (जानाति) શુદ્ધ સ્વરૂપને અનુભવે છે (सः) તે સમ્યગ્દ્રષ્ટિ જીવ (न करोति) કર્મની ઉદયસામગ્રીમાં અભિલાષા કરતો નથી; ‘‘तु यः करोति अयं न जानाति’’ (तु) અને (यः) જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ (करोति) કર્મની વિચિત્ર સામગ્રીને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે (अयं) તે મિથ્યાદ્રષ્ટિ જીવ (न जानाति) શુદ્ધસ્વરૂપ જીવને જાણતો નથી. ભાવાર્થ આમ છે કે — મિથ્યાદ્રષ્ટિ જીવને જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી. ‘‘खलु’’ આમ વસ્તુનો નિશ્ચય છે. એમ કહ્યું કે મિથ્યાદ્રષ્ટિ કર્તા છે, ત્યાં ‘કરવું’ તે શું? ‘‘तत् कर्म किल रागः’’ (तत् कर्म) કર્મની ઉદયસામગ્રીનું ‘કરવું’ તે (किल) વાસ્તવમાં (रागः) કર્મસામગ્રીમાં અભિલાષારૂપ ચીકણા પરિણામ છે. કોઈ માનશે કે કર્મસામગ્રીમાં અભિલાષા થઈ તો શું, ન થઈ તો શું? પરંતુ એમ તો નથી, અભિલાષામાત્ર પૂરો મિથ્યાત્વપરિણામ છે એમ કહે છે — ‘‘तु रागं अबोधमयम् अध्यवसायम् आहुः’’ (तु) તે વસ્તુ એવી છે કે (रागं अबोधमयम् अध्यवसायम्) પરદ્રવ્યસામગ્રીમાં છે જે અભિલાષા તે કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ છે એમ (आहुः) ગણધરદેવે કહ્યું છે. ‘‘सः नियतं मिथ्याद्रशः भवेत्’’ (सः) કર્મની સામગ્રીમાં રાગ (नियतं) અવશ્ય (मिथ्याद्रशः भवेत्) મિથ્યાદ્રષ્ટિ જીવને હોય છે, સમ્યગ્દ્રષ્ટિ જીવને નિશ્ચયથી હોતો નથી. ‘‘सः च बन्धहेतुः’’ તે રાગપરિણામ કર્મબંધનું કારણ છે. તેથી ભાવાર્થ આમ છે કે મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મબંધ કરે છે, સમ્યગ્દ્રષ્ટિ જીવ કરતો નથી. ૫ – ૧૬૭.