Samaysar Kalash Tika (Gujarati). Shlok: 168-188 ; Moksha Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 15

 

Page 159 of 269
PDF/HTML Page 181 of 291
single page version

(વસન્તતિલકા)
सर्वं सदैव नियतं भवति स्वकीय-
कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्
अज्ञानमेतदिह यत्तु परः परस्य
कुर्यात्पुमान् मरणजीवितदुःखसौख्यम्
।।६-१६८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इह एतत् अज्ञानम्’’ (इह) મિથ્યાત્વપરિણામનું એક અંગ દેખાડે છેઃ (एतत् अज्ञानम्) આવો ભાવ મિથ્યાત્વમય છે‘‘तु यत् परः पुमान् परस्य मरणजीवितदुःखसौख्यम् कुर्यात्’’ (तु) તે કેવો ભાવ? (यत्) તે ભાવ એવો કે (परः पुमान्) કોઈ પુરુષ (परस्य) અન્ય પુરુષનાં (मरणजीवितदुःखसौख्यम्) મરણ- પ્રાણઘાત, જીવિત-પ્રાણરક્ષા, દુઃખ-અનિષ્ટસંયોગ, સૌખ્ય-ઇષ્ટપ્રાપ્તિ એવાં કાર્યને (कुर्यात्) કરે છે. ભાવાર્થ આમ છે કે અજ્ઞાની મનુષ્યોમાં એવી કહેણી છે કે ‘આ જીવે આ જીવને માર્યો, આ જીવે આ જીવને જિવાડ્યો, આ જીવે આ જીવને સુખી કર્યો, આ જીવે આ જીવને દુઃખી કર્યો;’આવી કહેણી છે. ત્યાં એવી જ પ્રતીતિ જે જીવને હોય તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે એમ નિઃસંદેહ જાણજો, સંશય કાંઈ નથી. શા માટે જાણવું કે મિથ્યાદ્રષ્ટિ છે? કારણ કે ‘‘मरणजीवितदुःखसौख्यम् सर्वं सदा एव नियतं स्वकीयकर्मोदयात् भवति’’ (मरण) પ્રાણઘાત, (जीवित) પ્રાણરક્ષા, (दुःखसौख्यम्) ઇષ્ટ-અનિષ્ટસંયોગઆ જે (सर्वं) સર્વ જીવરાશિને હોય છે તે બધું (सदा एव) સર્વ કાળ (नियतं) નિશ્ચયથી, (स्वकीयकर्मोदयात् भवति) જે જીવે પોતાના વિશુદ્ધ અથવા સંક્લેશરૂપ પરિણામ વડે પૂર્વે જ બાંધ્યું છે જે આયુકર્મ અથવા શાતાકર્મ અથવા અશાતાકર્મ, તે કર્મના ઉદયથી તે જીવને મરણ અથવા જીવન અથવા દુઃખ અથવા સુખ થાય છે એવો નિશ્ચય છે; આ વાતમાં સંદેહ કાંઈ નથી. ભાવાર્થ આમ છે કે કોઈ જીવ કોઈ જીવને મારવા સમર્થ નથી, જિવાડવા સમર્થ નથી, સુખી-દુઃખી કરવા સમર્થ નથી. ૬-૧૬૮.


Page 160 of 269
PDF/HTML Page 182 of 291
single page version

(વસન્તતિલકા)
अज्ञानमेतदधिगम्य परात्परस्य
पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्
कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते
मिथ्या
द्रशो नियतमात्महनो भवन्ति ।।७-१६९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ये परात् परस्य मरणजीवितदुःखसौख्यम् पश्यन्ति’’ (ये) જે કોઈ અજ્ઞાની જીવરાશિ (परात्) અન્ય જીવથી (परस्य) અન્ય જીવનું (मरणजीवितदुःखसौख्यम्) મરવું, જીવવું, દુઃખ, સુખ (पश्यन्ति) માને છે; શું કરીને? ‘‘एतत् अज्ञानम् अधिगम्य’’ (एतत् अज्ञानम्) મિથ્યાત્વરૂપ અશુદ્ધ પરિણામનેઆવા અશુદ્ધપણાને (अधिगम्य) પામીને; ‘‘ते नियतम् मिथ्याद्रशः भवन्ति’’ (ते) જે જીવરાશિ એવું માને છે તે (नियतम्) નિશ્ચયથી (मिथ्याद्रशः भवन्ति) સર્વ પ્રકારે મિથ્યાદ્રષ્ટિરાશિ છે. કેવા છે તે મિથ્યાદ્રષ્ટિ? ‘‘अहंकृतिरसेन कर्माणि चिकीर्षवः’’ (अहंकृति) ‘હું દેવ, હું મનુષ્ય, હું તિર્યંચ, હું નારક, હું દુઃખી, હું સુખી’ એવી કર્મજનિતપર્યાયમાં છે આત્મબુદ્ધિ, તે-રૂપ જે (रसेन) મગ્નપણું, તે વડે (कर्माणि) કર્મના ઉદયે જેટલી ક્રિયા થાય છે તેને (चिकीर्षवः) ‘હું કરું છું, મેં કર્યું છે, આમ કરીશ’ એમ અજ્ઞાનને લીધે માને છે. વળી કેવા છે? ‘‘आत्महनः’’ પોતાના ઘાતનશીલ છે. ૭-૧૬૯.

(અનુષ્ટુપ)
मिथ्याद्रष्टेः स एवास्य बन्धहेतुर्विपर्ययात
य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य द्रश्यते ।।८-१७०।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अस्य मिथ्याद्रष्टेः सः एव बन्धहेतुः भवति’’ (अस्य मिथ्याद्रष्टेः) આ મિથ્યાદ્રષ્ટિ જીવને, (सः एव) મિથ્યાત્વરૂપ છે જે એવો પરિણામ કે ‘આ જીવે આ જીવને માર્યો, આ જીવે આ જીવને જિવાડ્યો’એવો ભાવ (बन्धहेतुः भवति) જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. શા કારણથી?

‘‘विपर्ययात्’’ કારણ કે એવો


Page 161 of 269
PDF/HTML Page 183 of 291
single page version

પરિણામ મિથ્યાત્વરૂપ છે. ‘‘यः एव अयम् अध्यवसायः’’ ‘આને મારું, આને જિવાડું’ એવો જે મિથ્યાત્વરૂપ પરિણામ તે જેને હોય છે ‘‘अस्य अज्ञानात्मा द्रश्यते’’ (अस्य) એવા જીવનું (अज्ञानात्मा) મિથ્યાત્વમય સ્વરૂપ (द्रश्यते) જોવામાં આવે છે. ૮૧૭૦.

(અનુષ્ટુપ)
अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः
तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत।।९-१७१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘आत्मा आत्मानं यत् न करोति तत् किञ्चन अपि न एव अस्ति’’ (आत्मा) મિથ્યાદ્રષ્ટિ જીવ (आत्मानं) પોતાને (यत् न करोति) જે-રૂપે આસ્વાદતો ન હોય (तत् किञ्चन) એવો પર્યાય, એવો વિકલ્પ (न एव अस्ति) ત્રૈલોક્યમાં છે જ નહીં. ભાવાર્થ આમ છે કે મિથ્યાદ્રષ્ટિ જીવ જેવો પર્યાય ધારણ કરે છે, જેવા ભાવે પરિણમે છે, તે બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે; તેથી કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી, એકરૂપ અનુભવ કરે છે.

‘‘अनेन अध्यवसायेन’’ ‘આને મારું, આને જિવાડું, આને મેં માર્યો, આને મેં

જિવાડ્યો, આને મેં સુખી કર્યો, આને મેં દુઃખી કર્યો’એવા પરિણામથી ‘‘विमोहितः’’ ઘેલો થયો છે. કેવો છે પરિણામ? ‘‘निःफलेन’’ જૂઠો છે. ભાવાર્થ આમ છે કે યદ્યપિ મારવાનું કહે છે, જિવાડવાનું કહે છે, તથાપિ જીવોનું મરવું જીવવું પોતાનાં કર્મના ઉદયને હાથ છે, આના પરિણામોને આધીન નથી. આ પોતાના અજ્ઞાનપણાને લીધે અનેક જૂઠા વિકલ્પો કરે છે. ૯-૧૭૧.

(ઇન્દ્રવજ્રા)
विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावा-
दात्मानमात्मा विदधाति विश्वम्
मोहैककन्दोऽध्यवसाय एष
नास्तीह येषां यतयस्त एव
।।१०-१७२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ते एव यतयः’’ તેઓ જ યતીશ્વર છે ‘‘येषां


Page 162 of 269
PDF/HTML Page 184 of 291
single page version

इह एष अध्यवसायः नास्ति’’ (येषां) જેમને (इह) સૂક્ષ્મરૂપ કે સ્થૂલરૂપ (एषः अध्यवसायः) ‘આને મારું, આને જિવાડું’ એવો મિથ્યાત્વરૂપ પરિણામ (नास्ति) નથી. કેવો છે પરિણામ? ‘‘मोहैककन्दः’’ (मोह) મિથ્યાત્વનું (एककन्दः) મૂળ કારણ છે. ‘‘यत्प्रभावात्’’ જે મિથ્યાત્વપરિણામના કારણે ‘‘आत्मा आत्मानम् विश्वम् विदधाति’’ (आत्मा) જીવદ્રવ્ય (आत्मानम्) પોતાને (विश्वम्) ‘હું દેવ, હું મનુષ્ય, હું ક્રોધી, હું માની, હું સુખી, હું દુઃખી’ ઇત્યાદિ નાનારૂપ (विदधाति) અનુભવે છે. કેવો છે આત્મા? ‘‘विश्वात् विभक्तः अपि’’ જોકે કર્મના ઉદયથી થયેલા સમસ્ત પર્યાયોથી ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે મિથ્યાદ્રષ્ટિ જીવ પર્યાયમાં રત છે, તેથી પર્યાયને પોતારૂપ અનુભવે છે. આવો મિથ્યાત્વભાવ છૂટતાં જ્ઞાની પણ સાચો, આચરણ પણ સાચું. ૧૦૧૭૨.

(શાર્દૂલવિક્રીડિત)
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै-
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः
सम्यङ्निश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं
शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति सन्तो धृतिम्
।।११-१७३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अमी सन्तः निजे महिम्नि धृतिम् किं न बध्नन्ति’’ (अमी सन्तः) સમ્યગ્દ્રષ્ટિ જીવરાશિ (निजे महिम्नि) નિજ મહિમામાં અર્થાત પોતાના શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપમાં (धृतिम्) સ્થિરતારૂપ સુખને (किं न बध्नन्ति) કેમ ન કરે? અર્થાત્ સર્વથા કરે. કેવો છે નિજ મહિમા? ‘‘शुद्धज्ञानघने’’ (शुद्ध) રાગાદિ રહિત એવા (ज्ञान) ચેતનાગુણનો (घने) સમૂહ છે. શું કરીને? ‘‘तत् सम्यक् निश्चयं आक्रम्य’’ (तत्) તે કારણથી (सम्यक् निश्चयम्) સમ્યક્ નિશ્ચયને અર્થાત્ નિર્વિકલ્પ વસ્તુમાત્રને (आक्रम्य) જેવી છે તેવી અનુભવગોચર કરીને. કેવો છે નિશ્ચય? ‘‘एकम् एव’’ (एकम्) નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે, (एव) નિશ્ચયથી. વળી કેવો છે? ‘‘निष्कम्पम्’’ સર્વ ઉપાધિથી રહિત છે. ‘‘यत् सर्वत्र अध्यवसानम् अखिलं एव त्याज्यं’’ (यत्) જે કારણથી (सर्वत्र अध्यवसानम्) ‘હું મારું, હું જિવાડું, હું દુઃખી કરું, હું સુખી કરું,


Page 163 of 269
PDF/HTML Page 185 of 291
single page version

હું દેવ, હું મનુષ્ય’ ઇત્યાદિ છે જે મિથ્યાત્વરૂપ અસંખ્યાત લોકમાત્ર પરિણામ (अखिलं एव त्याज्यं) તે સમસ્ત પરિણામ હેય છે. કેવા છે પરિણામ? ‘‘जिनैः उक्तं’’ પરમેશ્વર કેવળજ્ઞાને બિરાજમાન, તેમણે એવા કહ્યા છે. ‘‘तत्’’ મિથ્યાત્વભાવનો થયો છે ત્યાગ, તેને ‘‘मन्ये’’ હું એમ માનું છું કે ‘‘निखिलः अपि व्यवहारः त्याजितः एव’’ (निखिलः अपि) જેટલો છે સત્યરૂપ અથવા અસત્યરૂપ (व्यवहारः) વ્યવહાર અર્થાત્ શુદ્ધસ્વરૂપમાત્રથી વિપરિત જેટલા મન-વચન-કાયના વિકલ્પો તે બધા (त्याजितः) સર્વ પ્રકારે છૂટ્યા છે. ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો, કારણ કે મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે. કેવો છે વ્યવહાર? ‘‘अन्याश्रयः’’ (अन्य) વિપરીતપણું તે જ છે (आश्रयः) અવલંબન જેનું, એવો છે. ૧૧૧૭૩.

(ઉપજાતિ)
रागादयो बन्धनिदानमुक्ता-
स्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः
आत्मा परो वा किमु तन्निमित्त-
मिति प्रणुन्नाः पुनरेवमाहुः
।।१२-१७४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘पुनः एवम् आहुः’’ (पुनः) શુદ્ધ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કર્યું તોપણ ફરીને (एवम् आहुः) એમ કહે છે ગ્રંથના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય. કેવા છે? ‘‘इति प्रणुन्नाः’’ જેમને આવો પ્રશ્ર્ન નમ્ર થઈને પૂછવામાં આવ્યો છે. કેવો પ્રશ્ર્ન? ‘‘ते रागादयः बन्धनिदानम् उक्ताः’’ અહો સ્વામિન્! (ते रागादयः) અશુદ્ધ ચેતનારૂપ છે રાગ-દ્વેષ-મોહ ઇત્યાદિ અસંખ્યાત લોકમાત્ર વિભાવપરિણામ તે, (बन्धनिदानम् उक्ताः) જ્ઞાનાવરણાદિ કર્મબંધનાં કારણ છે એવું કહ્યું, સાંભળ્યું, જાણ્યું, માન્યું. કેવા છે તે ભાવ? ‘‘शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः’’ (शुद्धचिन्मात्र) શુદ્ધ જ્ઞાન- ચેતનામાત્ર છે જે (महः) જ્યોતિસ્વરૂપ જીવવસ્તુ, તેનાથી (अतिरिक्ताः) બહાર છે. હવે એક પ્રશ્ર્ન હું કરું છું કે ‘‘तन्निमित्तम् आत्मा वा परः’’ (तन्निमित्तम्) તે રાગ-દ્વેષ- મોહરૂપ અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે? (आत्मा) જીવદ્રવ્ય કારણ છે (वा) કે


Page 164 of 269
PDF/HTML Page 186 of 291
single page version

(परः) મોહકર્મરૂપ પરિણમ્યો છે જે પુદ્ગલદ્રવ્યનો પિંડ તે કારણ છે? એવું પૂછવામાં આવતાં આચાર્ય ઉત્તર કહે છે. ૧૨-૧૭૪.

(ઉપજાતિ)
न जातु रागादिनिमित्तभाव-
मात्मात्मनो याति यथार्ककान्तः
तस्मिन्निमित्तं परसङ्ग एव
वस्तुस्वभावोऽयमुदेति तावत
।।१३-१७५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तावत् अयम् वस्तुस्वभावः उदेति’’ (तावत्) પ્રશ્ર્ન કર્યો હતો તેનો ઉત્તર આમ છે(अयम् वस्तुस्वभावः) આ વસ્તુનું સ્વરૂપ (उदेति) સર્વ કાળે પ્રગટ છે. કેવો છે વસ્તુનો સ્વભાવ? ‘‘जातु आत्मा आत्मनः रागादिनिमित्त- भावम् न याति’’ (जातु) કોઈ પણ કાળે (आत्मा) જીવદ્રવ્ય (आत्मनः रागादिनिमित्तभावम्) પોતાસંબંધી છે જે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ (न याति) પરિણમતું નથી. ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છેઃ એક ઉપાદાનકારણ છે, એક નિમિત્તકારણ છે. ઉપાદાનકારણ એટલે દ્રવ્યમાં અન્તર્ગર્ભિત છે પોતાના પરિણામ-પર્યાયરૂપ પરિણમનશક્તિ; તે તો જે દ્રવ્યની, તે જ દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. નિમિત્તકારણજે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાયરૂપ પરિણમે છે; તે તો જે દ્રવ્યનો, તે દ્રવ્યમાં હોય છે, અન્ય દ્રવ્યગોચર હોતો નથી એવો નિશ્ચય છે. જેવી રીતે મૃત્તિકા ઘટ પર્યાયરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે મૃત્તિકામાં ઘટરૂપ પરિણમનશક્તિ; નિમિત્તકારણ છે બાહ્યરૂપ કુંભાર, ચક્ર, દંડ ઇત્યાદિ; તેવી જ રીતે જીવદ્રવ્ય અશુદ્ધ પરિણામેમોહ-રાગ-દ્વેષરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે જીવદ્રવ્યમાં અન્તર્ગર્ભિત વિભાવરૂપ અશુદ્ધ પરિણમનશક્તિ; ‘‘तस्मिन् निमित्तं’’ નિમિત્તકારણ છે ‘‘परसङ्गः एव’’ દર્શનમોહ-ચારિત્રમોહકર્મરૂપ બંધાયેલો જે જીવના પ્રદેશોમાં એકક્ષેત્રાવગાહરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ, તેનો ઉદય. જોકે મોહકર્મરૂપ પુદ્ગલપિંડનો ઉદય પોતાના દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે, જીવદ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ


Page 165 of 269
PDF/HTML Page 187 of 291
single page version

નથી, તોપણ મોહકર્મનો ઉદય હોતાં જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છેએવો જ વસ્તુનો સ્વભાવ છે, સહારો કોનો? અહીં દ્રષ્ટાંત છે‘‘यथा अर्ककान्तः’’ જેમ સ્ફટિકમણિ રાતી, પીળી, કાળી ઇત્યાદિ અનેક પ્રભારૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમન- શક્તિ; નિમિત્તકારણ છે બાહ્ય નાના વર્ણરૂપ પૂરીનો (આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ. ૧૩-૧૭૫.

(અનુષ્ટુપ)
इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः
रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः ।।१४-१७६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ज्ञानी इति वस्तुस्वभावं स्वं जानाति’’ (ज्ञानी) સમ્યગ્દ્રષ્ટિ જીવ (इति) પૂર્વોક્ત પ્રકારે (वस्तुस्वभावं) દ્રવ્યનું સ્વરૂપ એવું જે (स्वं) પોતાનું શુદ્ધ ચૈતન્ય, તેને (जानाति) આસ્વાદરૂપ અનુભવે છે, ‘‘तेन सः रागादीन् आत्मनः न कुर्यात्’’ (तेन) તે કારણથી (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (रागादीन्) રાગ-દ્વેષ- મોહરૂપ અશુદ્ધ પરિણામો (आत्मनः) જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ (न कुर्यात्) અનુભવતો નથી, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવે છે. ‘‘अतः कारकः न भवति’’ (अतः) આ કારણથી (कारकः) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા (न भवति) થતો નથી. ભાવાર્થ આમ છે કેસમ્યગ્દ્રષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું નથી, તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્તા નથી. ૧૪-૧૭૬.

(અનુષ્ટુપ)
इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः
रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ।।१५-१७७।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अज्ञानी इति वस्तुस्वभावं स्वं न वेत्ति’’ (अज्ञानी)

પંડિત શ્રી રાજમલજીની ટીકામાં આ શ્લોક તથા તેનો અર્થ નથી. શ્લોક નં. ૧૭૬ના આધારે આ શ્લોકનો ‘ખંડાન્વય સહિત અર્થ’ કરવામાં આવ્યો છે.


Page 166 of 269
PDF/HTML Page 188 of 291
single page version

મિથ્યાદ્રષ્ટિ જીવ (इति) પૂર્વોક્ત પ્રકારે (वस्तुस्वभावं) દ્રવ્યનું સ્વરૂપ એવું જે (स्वं) પોતાનું શુદ્ધ ચૈતન્ય, તેને (न वेत्ति) આસ્વાદરૂપ અનુભવતો નથી, ‘‘तेन सः रागादीन् आत्मनः कुर्यात्’’ (तेन) તે કારણથી (सः) મિથ્યાદ્રષ્ટિ જીવ (रागादीन्) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો (आत्मनः) જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ (कुर्यात्) અનુભવે છે, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવતો નથી. ‘‘अतः कारकः भवति’’ (अतः) કારણથી (कारकः) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા (भवति) થાય છે. ભાવાર્થ આમ છે કેમિથ્યાદ્રષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું છે, તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ કર્તા છે. ૧૫-૧૭૭.

(શાર્દૂલવિક્રીડિત)

इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात

तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकामः समम्

आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फू र्जति ।।१६-१७८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एषः आत्मा आत्मानं समुपैति येन आत्मनि स्फू र्जति’’ (एषः आत्मा) આ આત્મા અર્થાત્ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય તે (आत्मानं समुपैति) અનાદિ કાળથી સ્વરૂપથી ભ્રષ્ટ થયો હતો તોપણ આ અનુક્રમથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો, (येन) જે સ્વરૂપની પ્રાપ્તિના કારણે (आत्मनि स्फू र्जति) પરદ્રવ્ય સાથે સંબંધ છૂટ્યો, પોતા સાથે સંબંધ રહ્યો. કેવો છે? ‘‘उन्मूलितबन्धः’’ (उन्मूलित) મૂળ સત્તાથી દૂર કર્યો છે (बन्धः) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ જેણે, એવો છે. વળી કેવો છે? ‘‘भगवान्’’ જ્ઞાનસ્વરૂપ છે. કેવી રીતે અનુભવે છે? ‘‘निर्भरवहत्पूर्णैकसंविद्युतं’’ (निर्भर) અનંત શક્તિના પુંજરૂપે (वहत्) નિરંતર પરિણમે છે એવું જે (पूर्ण) સ્વરસથી ભરેલું (एकसंवित्) વિશુદ્ધ જ્ઞાન, તેની સાથે (युतं) મળેલું છે એવા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. વળી કેવો છે આત્મા? ‘‘इमाम् बहुभावसन्ततिम् समम् उद्धर्तुकामः’’ (इमाम्) કહ્યું છે સ્વરૂપ જેમનું એવા છે (बहुभाव) બહુભાવ અર્થાત્ રાગ-દ્વેષ-મોહ આદિ અનેક પ્રકારના અશુદ્ધ પરિણામ, તેમની

સંતતિને અર્થાત્ પરંપરાને (समम्) એક જ કાળે (उद्धर्तृकामः) ઉખાડીને દૂર (सन्ततिम्)


Page 167 of 269
PDF/HTML Page 189 of 291
single page version

કરવાનો છે અભિપ્રાય જેનો, એવો છે. કેવી છે ભાવસંતતિ? ‘‘तन्मूलां’’ પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેનું એવી છે. શું કરીને? ‘‘किल बलात् तत् समग्रं परद्रव्यं इति आलोच्य विवेच्य’’ (किल) નિશ્ચયથી (बलात्) જ્ઞાનના બળથી (तत्) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ (समग्रं परद्रव्यं) એવી છે જેટલી પુદ્ગલદ્રવ્યની વિચિત્ર પરિણતિ તેને, (इति आलोच्य) પૂર્વોક્ત પ્રકારે વિચાર કરી, (विवेच्य) શુદ્ધ જ્ઞાનસ્વરૂપથી ભિન્ન કરી છે. ભાવાર્થ આમ છે કેશુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે, અન્ય સમસ્ત પરદ્રવ્ય હેય છે. ૧૬-૧૭૮.

(મન્દાક્રાન્તા)
रागादीनामुदयमदयं दारयत्कारणानां
कार्यं बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य
ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत
तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति ।।१७-१७९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एतत् ज्ञानज्योतिः तद्वत् सन्नद्धम्’’ (एतत ज्ञानज्योतिः) આ જ્ઞાનજ્યોતિ અર્થાત્ સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્યવસ્તુ (तद्वत् सन्नद्धम्) પોતાના બળ-પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ કે ‘‘यद्वत् अस्य प्रसरम् अपरः कः अपि न आवृणोति’’ (यद्वत्) જેથી (अस्य प्रसरम्) શુદ્ધ જ્ઞાનના લોક-અલોકસંબંધી સકળ જ્ઞેયને જાણવાના પ્રસારને (अपरः कः अपि) અન્ય કોઈ બીજું દ્રવ્ય (न आवृणोति) રોકી શકતું નથી. ભાવાર્થ આમ છે કેજીવનો સ્વભાવ કેવળજ્ઞાન- કેવળદર્શન છે, તે જ્ઞાનાવરણાદિ કર્મબંધ દ્વારા આચ્છાદિત છે; એવું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે, વસ્તુસ્વરૂપ પ્રગટ થાય છે. આવું શુદ્ધ સ્વરૂપ જીવને ઉપાદેય છે. કેવી છે જ્ઞાનજ્યોતિ? ‘‘क्षपिततिमिरं’’ (क्षपित) વિનાશ કર્યાં છે (तिमिरं) જ્ઞાનાવરણ-દર્શનાવરણકર્મ જેણે, એવી છે. વળી કેવી છે? ‘‘साधु’’ સર્વ ઉપદ્રવોથી રહિત છે. વળી કેવી છે? ‘‘कारणानां रागादीनाम् उदयं दारयत्’’ (कारणानां) કર્મબંધનાં કારણ એવા જે (रागादीनाम्) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ, તેમના (उदयं) પ્રગટપણાને

(दारयत्) મૂળથી જ ઉખાડતી થકી. કેવી રીતે ઉખાડે છે?


Page 168 of 269
PDF/HTML Page 190 of 291
single page version

‘‘अदयं’’ નિર્દયપણાની માફક. વળી શું કરીને એવી થાય છે? ‘‘कार्यं बन्धं अधुना सद्यः एव प्रणुद्य’’ (कार्यं) રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં થાય છે એવા, (बन्धं) ધારાપ્રવાહરૂપ થનારા પુદ્ગલકર્મના બંધને (सद्यः एव) જે કાળે રાગાદિ મટ્યા તે જ કાળે (प्रणुद्य) મટાડીને. કેવો છે બંધ? ‘‘विविधम्’’ જ્ઞાનાવરણ, દર્શનાવરણ ઇત્યાદિ અસંખ્યાત લોકમાત્ર છે. કોઈ વિતર્ક કરશે કે આવું તો દ્રવ્યરૂપ વિદ્યમાન જ હતું. સમાધાન આમ છે કે (अधुना) દ્રવ્યરૂપ જોકે વિદ્યમાન જ હતું તોપણ પ્રગટરૂપ, બંધને દૂર કરતાં થયું. ૧૭-૧૭૯.

❖❖❖


Page 169 of 269
PDF/HTML Page 191 of 291
single page version

મોક્ષ અધિકાર
(શિખરિણી)
द्विधाकृत्य प्रज्ञाक्रकचदलनाद्बन्धपुरुषौ
नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम्
इदानीमुन्मज्जत्सहजपरमानन्दसरसं
परं पूर्णं ज्ञानं कृतसकलकृत्यं विजयते
।।१-१८०।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इदानीं पूर्णं ज्ञानं विजयते’’ (इदानीम्) અહીંથી શરૂ કરીને (पूर्णं ज्ञानं) શુદ્ધ જ્ઞાન અર્થાત્ સમસ્ત આવરણનો વિનાશ થતાં થાય છે જે શુદ્ધ વસ્તુનો પ્રકાશ તે (विजयते) આગામી અનંત કાળ પર્યંત તે જ રૂપે રહે છે, અન્યથા થતો નથી. કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘कृतसकलकृत्यं’’ (कृत) કર્યો છે (सकलकृत्यं) કરવાયોગ્ય સમસ્ત કર્મનો વિનાશ જેણે, એવું છે. વળી કેવું છે? ‘‘उन्मज्जत्सहजपरमानन्दसरसं’’ (उन्मज्जत्) અનાદિ કાળથી ગયું હતું તે પ્રગટ થયું છે એવું જે (सहजपरमानन्द) દ્રવ્યના સ્વભાવરૂપે પરિણમતું અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ, તેનાથી (सरसं) સંયુક્ત છે. ભાવાર્થ આમ છે કે મોક્ષનું ફળ અતીન્દ્રિય સુખ છે. શું કરતું થકું જ્ઞાન પ્રગટ થાય છે? ‘‘पुरुषम् साक्षात् मोक्षं नयत्’’ (पुरुषम्) જીવદ્રવ્યને (साक्षात् मोक्षं) સકળ કર્મનો વિનાશ થતાં શુદ્ધત્વ-અવસ્થાના પ્રગટપણારૂપ (नयत्) પરિણમાવતું થકું. ભાવાર્થ આમ છે કે અહીંથી આરંભ કરીને સકળકર્મક્ષયલક્ષણ મોક્ષના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. વળી કેવું છે? ‘‘परं’’ ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે? ‘‘उपलम्भैकनियतम्’’ એક નિશ્ચયસ્વભાવને પ્રાપ્ત છે. શું કરતો થકો આત્મા મુક્ત થાય છે? ‘‘बन्धपुरुषौ द्विधाकृत्य’’ (बन्ध) દ્રવ્યકર્મ-


Page 170 of 269
PDF/HTML Page 192 of 291
single page version

ભાવકર્મ-નોકર્મરૂપ ઉપાધિ અને (पुरुषौ) શુદ્ધ જીવદ્રવ્ય તેમની, (द्विधाकृत्य) ‘સર્વ બંધ હેય, શુદ્ધ જીવ ઉપાદેય’ એવા ભેદજ્ઞાનરૂપ પ્રતીતિ ઉપજાવીને. આવી પ્રતીતિ જે રીતે ઊપજે છે તે કહે છે‘‘प्रज्ञाक्रकचदलनात्’’ (प्रज्ञा) શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય, અશુદ્ધ રાગાદિ ઉપાધિ બંધએવી ભેદજ્ઞાનરૂપી બુદ્ધિ, એવું જે (क्रकच) કરવત, તેના દ્વારા (दलनात्) નિરંતર અનુભવનો અભ્યાસ કરવાથી. ભાવાર્થ આમ છે કે જેમ કરવતને વારંવાર ચલાવતાં પુદ્ગલવસ્તુ કાષ્ઠ ઇત્યાદિના બે ખંડ થઈ જાય છે, તેમ ભેદજ્ઞાન વડે જીવ-પુદ્ગલને વારંવાર ભિન્ન ભિન્ન અનુભવતાં ભિન્ન ભિન્ન થઈ જાય છે; તેથી ભેદજ્ઞાન ઉપાદેય છે. ૧-૧૮૦.

(સ્રગ્ધરા)
प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः
सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य
आत्मानं मग्नमंतःस्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे
बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ
।।२-१८१।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કેજીવદ્રવ્ય તથા કર્મપર્યાયરૂપ પરિણત પુદ્ગલદ્રવ્યનો પિંડ, તે બંનેનો એકબંધપર્યાયરૂપ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવ્યો છે; ત્યાં એવો સંબંધ જ્યારે છૂટી જાય, જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમેઅનંત ચતુષ્ટયરૂપ પરિણમે, તથા પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયને છોડેજીવના પ્રદેશોથી સર્વથા અબંધરૂપ થઈ સંબંધ છૂટી જાય, જીવ-પુદ્ગલ બંને ભિન્ન ભિન્ન થઈ જાય, તેનું નામ મોક્ષ કહેવાય છે. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહ-રાગ-દ્વેષ ઇત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પરિણતિના મટવાથી જીવને શુદ્ધત્વરૂપ પરિણમન. તેનું વિવરણ આમ છે કે શુદ્ધત્વપરિણમન સર્વથા સકળ કર્મોનો ક્ષય કરવાનું કારણ છે. એવું શુદ્ધત્વપરિણમન સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે, તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી. તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ, તે મોક્ષનું કારણ છે. તેનું


Page 171 of 269
PDF/HTML Page 193 of 291
single page version

સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. જેને શુદ્ધત્વપરિણમન હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે, સંદેહ નથી, અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી; તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. અહીં અનેક પ્રકારના મિથ્યાદ્રષ્ટિ જીવો નાના પ્રકારના વિકલ્પો કરે છે, તેથી તેમનું સમાધાન કરે છે. કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષમાર્ગ છે. કોઈ કહે છે કે બંધનું સ્વરૂપ જાણીને એવું ચિન્તવન કરવું કે ‘બંધ ક્યારે છૂટશે, કઈ રીતે છૂટશે’ એવી ચિન્તા મોક્ષનું કારણ છે. આવું કહે છે જે જીવો તે જૂઠા છેમિથ્યાદ્રષ્ટિ છે. મોક્ષનું કારણ જેવું છે તેવું કહે છે‘‘इयं प्रज्ञाच्छेत्री आत्मकर्मोभयस्य अन्तःसन्धिबन्धे निपतति’’ (इयं) વસ્તુસ્વરૂપે પ્રગટ છે જે (प्रज्ञा) પ્રજ્ઞા અર્થાત્ આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ, તે જ છે (छेत्री) છીણી. ભાવાર્થ આમ છે કે સામાન્યપણે જે કોઈ વસ્તુને છેદીને બે કરવામાં આવે છે તે છીણી વડે છેદવામાં આવે છે. અહીં પણ જીવ-કર્મને છેદીને બે કરવાનાં છે, તેમને બે-રૂપે છેદવાને માટે સ્વરૂપ-અનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી છે; અન્ય તો બીજું કારણ થયું નથી, થશે નહીં. આવી પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે તે રીત કહે છે(आत्मकर्मोभयस्य) આત્મા-ચેતનામાત્ર દ્રવ્ય, કર્મ- પુદ્ગલનો પિંડ અથવા મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ,એવી છે બે વસ્તુઓ, તેમનો (अन्तःसन्धि) અન્તઃસંધિવાળોજોકે એકક્ષેત્રાવગાહરૂપ છે, બંધપર્યાયરૂપ છે, અશુદ્ધત્વ-વિકારરૂપ પરિણમેલ છે તોપણ પરસ્પર સંધિ છે, નિઃસન્ધિ થયેલ નથી, બે દ્રવ્યોનું એક દ્રવ્યરૂપ થયું નથી, એવો છે જે(बन्धे) બંધ અર્થાત્ જ્ઞાનછીણી પેસવાનું સ્થાન, તેમાં (निपतति) જ્ઞાનછીણી પેસે છે, પેઠી થકી છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવી છે પ્રજ્ઞાછીણી? ‘‘शिता’’ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં, મિથ્યાત્વકર્મનો નાશ થતાં, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં પેસવાને અત્યંત સમર્થ છે. ભાવાર્થ આમ છે કેજેવી રીતે જોકે ઊંચા લોઢાની છીણી અતિ તીક્ષ્ણ હોય છે તોપણ સંધિ વિચારીને દેવાથી (મારવાથી) છેદીને બે કરે છે; તેવી રીતે, જોકે સમ્યગ્દ્રષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે તોપણ જીવ-કર્મની છે જે અંદરમાં સંધિ, તેમાં પ્રવેશ કરતાં પ્રથમ તો બુદ્ધિગોચર છેદીને બે કરે છે, પછી સકળ


Page 172 of 269
PDF/HTML Page 194 of 291
single page version

કર્મનો ક્ષય થવાથી સાક્ષાત્ છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવો છે જીવ-કર્મનો અન્તઃસન્ધિબંધ? ‘‘सूक्ष्मे’’ ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે. તેનું વિવરણ આમ છેજે દ્રવ્યકર્મ છે જ્ઞાનાવરણાદિ પુદ્ગલનો પિંડ, તે જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ તેની તો જીવથી ભિન્નપણાની પ્રતીતિ, વિચાર કરતાં ઊપજે છે; કારણ કે દ્રવ્યકર્મ પુદ્ગલપિંડરૂપ છે; જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ ભિન્ન ભિન્ન પ્રદેશ છે, અચેતન છે, બંધાય છે, છૂટે છેઆમ વિચારતાં ભિન્નપણાની પ્રતીતિ ઊપજે છે. નોકર્મ છે જે શરીર-મન-વચન તેનાથી પણ તે પ્રકારે, વિચાર કરતાં ભેદ-પ્રતીતિ ઊપજે છે. ભાવકર્મ જે મોહ-રાગ-દ્વેષરૂપઅશુદ્ધચેતનારૂપ પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એકપરિણમનરૂપ છે, તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે. તેનો વિચાર આમ છે કે જેવી રીતે સ્ફટિકમણિ સ્વરૂપથી સ્વચ્છતામાત્ર વસ્તુ છે, રાતી-પીળી-કાળી પુરીનો (આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ પામવાથી રાતો-પીળો-કાળો એ-રૂપે સ્ફટિકમણિ ઝળકે છે; વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં સ્વચ્છતામાત્ર ભૂમિકા સ્ફટિકમણિ વસ્તુ છે; તેમાં રાતા- પીળા-કાળાપણું પરસંયોગની ઉપાધિ છે, સ્ફટિકમણિનો સ્વભાવગુણ નથી; તેવી જ રીતે જીવદ્રવ્યનો સ્વચ્છ ચેતનામાત્ર સ્વભાવ છે; અનાદિ સન્તાનરૂપ મોહકર્મના ઉદયથી મોહ-રાગ-દ્વેષરૂપરંજિત અશુદ્ધ ચેતનારૂપેપરિણમે છે, તોપણ વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં ચેતનાભૂમિમાત્ર તો જીવવસ્તુ છે; તેમાં મોહ- રાગ-દ્વેષરૂપ રંજિતપણું કર્મના ઉદયની ઉપાધિ છે, વસ્તુનો સ્વભાવગુણ નથી. આ રીતે વિચારતાં ભેદભિન્ન પ્રતીતિ ઊપજે છે, જે અનુભવગોચર છે. કોઈ પ્રશ્ન કરે છે કે કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છેભિન્ન ભિન્ન કરે છે? ઉત્તર આમ છે‘‘रभसात्’’ અતિ સૂક્ષ્મ કાળમાંએક સમયમાં પડે છે, તે જ કાળે ભિન્ન ભિન્ન કરે છે. કેવી છે પ્રજ્ઞાછીણી? ‘‘निपुणैः कथमपि पातिता’’ (निपुणैः) આત્માનુભવમાં પ્રવીણ છે જે સમ્યગ્દ્રષ્ટિ જીવો તેમના વડે (कथम् अपि) સંસારમાં નિકટપણારૂપ કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી (पातिता) સ્વરૂપમાં પેસાડવાથી પેસે છે. ભાવાર્થ આમ છે કે ભેદવિજ્ઞાન બુદ્ધિપૂર્વક વિકલ્પરૂપ છે, ગ્રાહ્ય-ગ્રાહકરૂપ છે,


Page 173 of 269
PDF/HTML Page 195 of 291
single page version

શુદ્ધસ્વરૂપની જેમ નિર્વિકલ્પ નથી; તેથી ઉપાયરૂપ છે. કેવા છે સમ્યગ્દ્રષ્ટિ જીવો? ‘‘सावधानैः’’ જીવનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ, તેમના ભિન્ન ભિન્ન વિચારમાં જાગરૂક છે, પ્રમાદી નથી. કેવી છે પ્રજ્ઞાછીણી? ‘‘अभितः भिन्नभिन्नौ कुर्वती’’ (अभितः) સર્વથા પ્રકારે (भिन्नभिन्नौ कुर्वती) જીવને અને કર્મને જુદાં જુદાં કરે છે. જે રીતે ભિન્ન ભિન્ન કરે છે તે રીત કહે છે‘‘चैतन्यपूरे आत्मानं मग्नं कुर्वती अज्ञानभावे बन्धं नियमितं कुर्वती’’ (चैतन्य) સ્વપરસ્વરૂપગ્રાહક એવો જે પ્રકાશગુણ તેના (पूरे) ત્રિકાળગોચર પ્રવાહમાં (आत्मानं) જીવદ્રવ્યને (मग्नं कुर्वती) એકવસ્તુરૂપ એમ સાધે છે; ભાવાર્થ આમ છે કે શુદ્ધચેતનામાત્ર જીવનું સ્વરૂપ છે એમ અનુભવગોચર થાય છે; (अज्ञानभावे) રાગાદિપણામાં (नियमितं बन्धं कुर्वती) નિયમથી બંધનો સ્વભાવ છેએમ સાધે છે. ભાવાર્થ આમ છે કે રાગાદિ અશુદ્ધપણું કર્મબંધની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી એવું અનુભવગોચર થાય છે. કેવું છે ચૈતન્યપૂર? ‘‘अन्तःस्थिरविशदलसद्धाम्नि’’ (अन्तः) સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એકસ્વરૂપ, (स्थिर) સર્વ કાળે શાશ્વત, (विशद) સર્વ કાળે શુદ્ધત્વરૂપ અને (लसत्) સર્વ કાળે પ્રત્યક્ષ એવો છે (धाम्नि) કેવળજ્ઞાન-કેવળદર્શન-તેજઃપુંજ જેનો, એવું છે. ૨-૧૮૧.

(શાર્દૂલવિક્રીડિત)

भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद्भेत्तुं हि यच्छक्यते चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम् भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति ।।३-१८२।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ હોય છે તે જીવ આવા પરિણામસંસ્કારવાળો હોય છે. ‘‘अहम् शुद्धः चित् अस्मि एव’’ (अहम्) હું (शुद्धः चित् अस्मि) શુદ્ધ ચૈતન્યમાત્ર છું, (एव) નિશ્ચયથી એવો જ છું. ‘‘चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा’’ (चिन्मुद्रा) ચેતનાગુણ વડે (अङ्कित) ચિહ્નિત કરી દીધેલી એવી છે (निर्विभाग) ભેદથી રહિત (महिमा) મોટપ જેની, એવો છું.


Page 174 of 269
PDF/HTML Page 196 of 291
single page version

આવો અનુભવ જે રીતે થાય છે તે રીત કહે છે‘‘सर्वम् अपि भित्त्वा’’ (सर्वम्) જેટલી કર્મના ઉદયની ઉપાધિ છે તે બધાનું(भित्त्वा) અનાદિ કાળથી પોતારૂપ જાણીને અનુભવતો હતો તેને પરદ્રવ્ય જાણીનેસ્વામિત્વ છોડી દીધું. કેવું છે પરદ્રવ્ય? ‘‘यत् तु भेत्तुम् शक्यते’’ (यत् तु) જે કર્મરૂપ પરદ્રવ્ય-વસ્તુ (भेत्तुं शक्यते) જીવથી ભિન્ન કરાવાને શક્ય છે એટલે કે દૂર કરી શકાય છે. શાથી? ‘‘स्वलक्षणबलात्’’ (स्वलक्षण) જીવનું લક્ષણ ચેતન, કર્મનું લક્ષણ અચેતનએવો જે ભેદ તેની (बलात्) સહાયથી. કેવો છું હું? ‘‘यदि कारकाणि वा धर्माः वा गुणाः भिद्यन्ते भिद्यन्तां चिति भावे काचन भिदा न’’ (यदि) જો (कारकाणि) આત્મા, આત્માને, આત્મા વડે, આત્મામાંએવા ભેદ (वा) અથવા (धर्माः) ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્યરૂપ, દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ ભેદબુદ્ધિ અથવા (गुणाः) જ્ઞાનગુણ, દર્શનગુણ, સુખગુણ ઇત્યાદિ અનંત ગુણરૂપ ભેદબુદ્ધિ (भिद्यन्ते)આવા ભેદ વચન દ્વારા ઉપજાવ્યા થકા ઊપજે છે (तदा भिद्यन्तां) તો વચનમાત્ર ભેદ હો; પરંતુ (चिति भावे) ચૈતન્યસત્તામાં તો (काचन भिदा न) કોઈ ભેદ નથી, નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ છે. કેવો છે ચૈતન્યભાવ? ‘‘विभौ’’ પોતાના સ્વરૂપમાં વ્યાપનશીલ છે. વળી કેવો છે? ‘‘विशुद्धे’’ સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. ૩-૧૮૨.

(શાર્દૂલવિક્રીડિત)
अद्वैतापि हि चेतना जगति चेद् द्रग्ज्ञप्तिरूपं त्यजेत
तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत
तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापका-
दात्मा चान्तमुपैति तेन नियतं
द्रग्ज्ञप्तिरूपास्तु चित।।४-१८३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तेन चित् नियतं द्रग्ज्ञप्तिरूपा अस्तु’’ (तेन) તે કારણથી (चित्) ચેતનામાત્ર સત્તા (नियतं) અવશ્ય (द्रग्ज्ञप्तिरूपा अस्तु) દર્શન એવું નામ, જ્ઞાન એવું નામ, એવાં બે નામસંજ્ઞા દ્વારા ઉપદિષ્ટ હો. ભાવાર્થ આમ છે કે એક સત્ત્વરૂપ ચેતના, તેનાં નામ બેઃ એક તો દર્શન એવું નામ, બીજું જ્ઞાન એવું નામ. એવા ભેદ હોય છે તો હો, વિરુદ્ધ તો કાંઈ નથી. એવા અર્થને


Page 175 of 269
PDF/HTML Page 197 of 291
single page version

દ્રઢ કરે છે‘‘चेत् जगति चेतना अद्वैता अपि ततद्रग्ज्ञप्तिरूपं त्यजेत् सा अस्तित्वम् एव त्यजेत्’’ (चेत्) જો એમ છે કે (जगति) ત્રૈલોક્યવર્તી જીવોમાં પ્રગટ છે એવી (चेतना) સ્વપરગ્રાહક શક્તિ, [કેવી છે?] (अद्वैता अपि) એક-પ્રકાશરૂપ છે તથાપિ (द्रग्ज्ञप्तिरूपं त्यजेत्) દર્શનરૂપ ચેતના, જ્ઞાનરૂપ ચેતનાએવાં બે નામોને છોડે, તો તેમાં ત્રણ દોષ ઊપજે. પ્રથમ દોષ આવો‘‘सा अस्तित्वम् एव त्यजेत्’’ (सा) તે ચેતના (अस्तित्वम् एव त्यजेत्) પોતાના સત્ત્વને અવશ્ય છોડે. ભાવાર્થ આમ છે કે ચેતના સત્ત્વ નથી એવો ભાવ પ્રાપ્ત થાય. શા કારણથી? ‘‘सामान्यविशेषरूपविरहात (सामान्य) સત્તામાત્ર અને (विशेष) પર્યાયરૂપ, તેમના (विरहात्) રહિતપણાના કારણે. ભાવાર્થ આમ છે કે જેમ સમસ્ત જીવાદિ વસ્તુ સત્ત્વરૂપ છે, તે જ સત્ત્વ પર્યાયરૂપ છે, તેમ ચેતના અનાદિનિધન સત્તાસ્વરૂપ વસ્તુમાત્ર નિર્વિકલ્પ છે તેથી ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે; જેથી સમસ્ત જ્ઞેય વસ્તુને ગ્રહણ કરે છે, જે તે જ્ઞેયાકારરૂપે પરિણમે છેજ્ઞેયાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે તે- રૂપે પરિણમે છેતેથી ચેતનાનું જ્ઞાન એવું નામ છે. આવી બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઊપજે. અહીં કોઈ આશંકા કરશે કે ચેતના ન રહે તો નહીં રહો, જીવદ્રવ્ય તો વિદ્યમાન છે? ઉત્તર આમ છે કે ચેતનામાત્ર દ્વારા જીવદ્રવ્ય સાધ્યું છે, તેથી તે ચેતના સિદ્ધ થયા વિના જીવદ્રવ્ય પણ સિદ્ધ થશે નહિ; અથવા જો સિદ્ધ થશે તો તે પુદ્ગલદ્રવ્યની માફક અચેતન સિદ્ધ થશે, ચેતન સિદ્ધ નહિ થાય. એ જ અર્થ કહે છેઃ બીજો દોષ આવો ‘‘तत्त्यागे चितः अपि जडता भवति’’ (तत्त्यागे) ચેતનાનો અભાવ થતાં (चितः अपि) જીવદ્રવ્યને પણ (जडता भवति) પુદ્ગલદ્રવ્યની માફક જડપણું આવે અર્થાત્ જીવદ્રવ્ય પણ અચેતન છે એવી પ્રતીતિ ઊપજે. ‘‘च’’ ત્રીજો દોષ આવો કે‘‘व्यापकात विना व्याप्यः आत्मा अन्तम् उपैति’’ (व्यापकात् विना) ચેતનાગુણનો અભાવ થતાં (व्याप्यः आत्मा) ચેતનાગુણમાત્ર છે જે જીવદ્રવ્ય તે (अन्तम् उपैति) નાશને પામે અર્થાત્ મૂળથી જીવદ્રવ્ય નથી એવી પ્રતીતિ પણ ઊપજે.આવા ત્રણ દોષ મોટા દોષ છે. આવા દોષોથી જે કોઈ ભય પામે છે તેણે એમ માનવું જોઈએ કે ચેતના દર્શન-જ્ઞાન એવાં બે નામેસંજ્ઞાએ બિરાજમાન છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. ૪-૧૮૩.


Page 176 of 269
PDF/HTML Page 198 of 291
single page version

(ઇન્દ્રવજ્રા)
एकश्चितश्चिन्मय एव भावो
भावाः परे ये किल ते परेषाम्
ग्राह्यस्ततश्चिन्मय एव भावो
भावाः परे सर्वत एव हेयाः
।।५-१८४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘चितः चिन्मयः भावः एव’’ (चितः) જીવદ્રવ્યનો (चिन्मयः) ચેતનામાત્ર એવો (भावः) સ્વભાવ છે, (एव) નિશ્ચયથી એમ જ છે, અન્યથા નથી. કેવો છે ચેતનામાત્ર ભાવ? ‘‘एकः’’ નિર્વિકલ્પ છે, નિર્ભેદ છે, સર્વથા શુદ્ધ છે. ‘‘किल ये परे भावाः ते परेषाम्’’ (किल) નિશ્ચયથી (ये परे भावाः) શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા છે જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મસંબંધી પરિણામો (ते परेषाम्) સમસ્ત પુદ્ગલકર્મના છે, જીવના નથી. ‘‘ततः चिन्मयः भावः ग्राह्यः एव, परे भावाः सर्वतः हेयाः एव’’ (ततः) તે કારણથી (चिन्मयः भावः) શુદ્ધ ચેતનામાત્ર છે જે સ્વભાવ તે (ग्राह्यः एव) જીવનું સ્વરૂપ છે એવો અનુભવ કરવા યોગ્ય છે; (परे भावाः) આની સાથે અણમળતા છે જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મસ્વભાવ તે (सर्वतः हेयाः एव) સર્વથા પ્રકારે જીવનું સ્વરૂપ નથી એવો અનુભવ કરવા યોગ્ય છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે; સમ્યક્ત્વગુણ મોક્ષનું કારણ છે. ૫-૧૮૪.

(શાર્દૂલવિક્રીડિત)
सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां
शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्
एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणा-
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि
।।६-१८५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘मोक्षार्थिभिः अयं सिद्धान्तः सेव्यतां’’ (मोक्षार्थिभिः) મોક્ષાર્થીઓ અર્થાત્ સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપ અનુભવે છે એવા છે જે કોઈ જીવ તેઓ, (अयं सिद्धान्तः)


Page 177 of 269
PDF/HTML Page 199 of 291
single page version

પરમાર્થનો અર્થાત્ જેવું કહીશું વસ્તુનું સ્વરૂપ તેનો (सेव्यतां) નિરંતર અનુભવ કરો. કેવા છે મોક્ષાર્થી જીવ? ‘‘उदात्तचित्तचरितैः’’ (उदात्त) સંસાર-શરીર-ભોગથી રહિત છે (चित्तचरितैः) મનનો અભિપ્રાય જેમનો, એવા છે. કેવો છે તે પરમાર્થ? ‘‘अहम् शुद्धं चिन्मयम् ज्योतिः सदा एव अस्मि’’ (अहम्) સ્વસંવેદનપ્રત્યક્ષ છું જે હું જીવદ્રવ્ય તે (शुद्धं चिन्मयम् ज्योतिः) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ (सदा) સર્વ કાળ (एव) નિશ્ચયથી (अस्मि) છું ‘‘तु ये एते विविधाः भावाः ते अहं न अस्मि’’ (तु) એક વિશેષ છે(ये एते विविधाः भावाः) શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા છે જે રાગાદિ અશુદ્ધ ભાવ, શરીર આદિ, સુખદુઃખ આદિ નાના પ્રકારના અશુદ્ધ પર્યાયો, (ते अहं न अस्मि) તે બધાં જીવદ્રવ્યસ્વરૂપ નથી. કેવા છે અશુદ્ધ ભાવ? ‘‘पृथग्लक्षणाः’’ મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે મળતા નથી. શા કારણથી? ‘‘यतः अत्र ते समग्राः अपि मम परद्रव्यं’’ (यतः) કારણ કે (अत्र) નિજસ્વરૂપને અનુભવતાં, (ते समग्राः अपि) જેટલા છે રાગાદિ અશુદ્ધ વિભાવપર્યાયો તે (मम परद्रव्यं) મને પરદ્રવ્યરૂપ છે, કેમ કે શુદ્ધ ચૈતન્યલક્ષણ સાથે મળતા નથી; તેથી સમસ્ત વિભાવપરિણામ હેય છે. ૬-૧૮૫.

(અનુષ્ટુપ)
परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान्
बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः ।।७-१८६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अपराधवान् बध्येत एव’’ (अपराधवान्) શુદ્ધ ચિદ્રૂપ- અનુભવસ્વરૂપથી ભ્રષ્ટ છે જે જીવ તે (बध्येत) જ્ઞાનાવરણાદિ કર્મો વડે બંધાય છે. કેવો છે? ‘‘परद्रव्यग्रहं कुर्वन्’’ (परद्रव्य) શરીર, મન, વચન, રાગાદિ અશુદ્ધ પરિણામ, તેમના (ग्रहं) આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વને (कुर्वन्) કરતો થકો. ‘‘अनपराधः मुनिः न बध्येत’’ (अनपराधः) કર્મના ઉદયના ભાવને આત્માનો જાણીને અનુભવતો નથી એવો છે જે (मुनिः) પરદ્રવ્યથી વિરક્ત સમ્યગ્દ્રષ્ટિ જીવ તે (न बध्येत) જ્ઞાનાવરણાદિ કર્મપિંડ વડે બંધાતો નથી. ભાવાર્થ આમ છે કે જેમ કોઈ ચોર પરદ્રવ્ય ચોરે છે, ગુનેગાર થાય છે, ગુનેગાર થવાથી બંધાય છે; તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ પરદ્રવ્યરૂપ છે જે દ્રવ્યકર્મ- ભાવકર્મ-નોકર્મ, તેમને પોતારૂપ જાણી અનુભવે છે, શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ છે, પરમાર્થ બુદ્ધિએ વિચારતાં ગુનેગાર છે, જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ કરે છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ


Page 178 of 269
PDF/HTML Page 200 of 291
single page version

એવા ભાવથી રહિત છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘स्वद्रव्ये संवृतः’’ પોતાના આત્મદ્રવ્યમાં સંવરરૂપ છે અર્થાત્ આત્મામાં મગ્ન છે. ૭-૧૮૬.

(માલિની)
अनवरतमनन्तैर्बध्यते सापराधः
स्पृशति निरपराधो बन्धनं नैव जातु
नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
भवति निरपराधः साधु शुद्धात्मसेवी
।।८-१८७।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘सापराधः अनवरतम् अनन्तैः बध्यते’’ (सापराधः) પરદ્રવ્યરૂપ છે પુદ્ગલકર્મ, તેને પોતારૂપ જાણે છે એવો મિથ્યાદ્રષ્ટિ જીવ (अनवरतम्) અખંડધારાપ્રવાહરૂપે (अनन्तैः) ગણનાથી અતીત જ્ઞાનાવરણાદિરૂપ બંધાય છે પુદ્ગલવર્ગણા, તેમના વડે (बध्यते) બંધાય છે. ‘‘निरपराधः जातु बन्धनं न एव स्पृशति’’ (निरपराधः) શુદ્ધસ્વરૂપને અનુભવે છે એવો સમ્યગ્દ્રષ્ટિ જીવ (जातु) કોઈ પણ કાળે (बन्धनं) પૂર્વોક્ત કર્મબંધને (न स्पृशति) સ્પર્શતો નથી, (एव) નિશ્ચયથી. હવે સાપરાધ-નિરપરાધનું લક્ષણ કહે છે‘‘अयम् अशुद्धं स्वं नियतम् भजन् सापराधः भवति’’ (अयम्) મિથ્યાદ્રષ્ટિ જીવ, (अशुद्धं) રાગાદિ અશુદ્ધ પરિણામરૂપ પરિણમ્યું છે એવા (स्वं) પોતાના જીવદ્રવ્યને (नियतम् भजन्) એવું જ નિરંતર અનુભવતો થકો (सापराधः भवति) અપરાધ સહિત હોય છે. ‘‘साधु शुद्धात्मसेवी निरपराधः भवति’’ (साधु) જેમ છે તેમ (शुद्धात्म) સકળ રાગાદિ અશુદ્ધપણાથી ભિન્ન શુદ્ધ ચિદ્રૂપમાત્ર એવા જીવદ્રવ્યને (सेवी) સેવે છે અર્થાત્ તેના અનુભવથી બિરાજમાન છે જે સમ્યગ્દ્રષ્ટિ જીવ તે (निरपराधः भवति) સમસ્ત અપરાધથી રહિત છે; તેથી કર્મનો બંધક થતો નથી. ૮-૧૮૭.

अतो हताः प्रमादिनो गताः सुखासीनतां
प्रलीनं चापलमुन्मूलितमालंबनम्
आत्मन्येवालानितं च चित्त-
मासंपूर्णविज्ञानघनोपलब्धेः
।।९-१८८।।