Samaysar Kalash Tika (Gujarati). Shlok: 189-209 ; Sarva VishuddhgnAn Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 15

 

Page 179 of 269
PDF/HTML Page 201 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अतः प्रमादिनः हताः’’ (अतः प्रमादिनः) શુદ્ધ- સ્વરૂપની પ્રાપ્તિથી ભ્રષ્ટ છે જે જીવ, તેઓ (हताः) મોક્ષમાર્ગના અધિકારી નથી; એવા મિથ્યાદ્રષ્ટિ જીવોનો ધિક્કાર કર્યો છે. કેવા છે? ‘‘सुखासीनतां गताः’’ કર્મના ઉદયે પ્રાપ્ત જે ભોગસામગ્રી, તેમાં સુખની વાંછા કરે છે. ‘‘चापलम् प्रलीनं’’ (चापलम्) રાગાદિ અશુદ્ધ પરિણામોથી થાય છે સર્વ પ્રદેશોમાં આકુળતા (प्रलीनं) તે પણ હેય કરી. ‘‘आलम्बनम् उन्मूलितम्’’ (आलम्बनम्) બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં થકાં જેટલું ભણવું, વિચારવું, ચિંતવવું, સ્મરણ કરવું ઇત્યાદિ છે તે (उन्मूलितम्) મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે. ‘‘आत्मनि एव चित्तम् आलानितं’’ (आत्मनि एव) શુદ્ધસ્વરૂપમાં એકાગ્ર થઈને (चित्तम् आलानितं) મનને બાંધ્યું છે. આવું કાર્ય જે રીતે થયું તે રીત કહે છે‘‘आसम्पूर्णविज्ञानघनोपलब्धेः’’ (आसम्पूर्णविज्ञान) નિરાવરણ કેવળજ્ઞાનનો (घन) સમૂહ જે આત્મદ્રવ્ય, તેની (उपलब्धेः) પ્રત્યક્ષપણે પ્રાપ્તિ થવાથી. ૯-૧૮૮.

(વસન્તતિલકા)
यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं
तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात
तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽधः
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः
।।१०१८९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तत् जनः किं प्रमाद्यति’’ (तत्) તે કારણથી (जनः) જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ (किं प्रमाद्यति) કેમ પ્રમાદ કરે છે? ભાવાર્થ આમ છે કેકૃપાસાગર છે સૂત્રના કર્તા આચાર્ય, તે એમ કહે છે કે નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યસિદ્ધિ તો નથી. કેવો છે નાના પ્રકારના વિકલ્પો કરનારો જન? ‘‘अधः अधः प्रपतन्’’ જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે, તેમ તેમ અનુભવથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. તે કારણથી ‘‘जनः ऊर्ध्वम् ऊर्ध्वम् किं न अधिरोहति’’ (जनः) જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ (ऊर्ध्वम् ऊर्ध्वम्) નિર્વિકલ્પથી નિર્વિકલ્પ અનુભવરૂપ (किं न अधिरोहति) કેમ પરિણમતો નથી? કેવો છે જન? ‘‘निःप्रमादः’’ નિર્વિકલ્પ છે. કેવો છે નિર્વિકલ્પ અનુભવ? ‘‘यत्र


Page 180 of 269
PDF/HTML Page 202 of 291
single page version

प्रतिक्रमणम् विषं एव प्रणीतं’’ (यत्र) જેમાં (प्रतिक्रमणम्) પઠન-પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો (विषं एव प्रणीतं) વિષ સમાન કહ્યા છે, ‘‘तत्र अप्रतिक्रमणम् सुधाकुटः एव स्यात्’’ (तत्र) તે નિર્વિકલ્પ અનુભવમાં (अप्रतिक्रमणम्) ન ભણવું, ન ભણાવવું, ન વંદવું, ન નિંદવું એવો ભાવ (सुधाकुटः एव स्यात्) અમૃતના નિધાન સમાન છે. ભાવાર્થ આમ છે કેનિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે; નાના પ્રકારના વિકલ્પો આકુળતારૂપ છે, તેથી હેય છે. ૧૦-૧૮૯.

(પૃથ્વી)
प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः
कषायभरगौरवादलसता प्रमादो यतः
अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन्
मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात
।।११-१९०।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अलसः प्रमादकलितः शुद्धभावः कथं भवति’’ (अलसः) અનુભવમાં શિથિલ છે એવો જીવ, [વળી કેવો છે?] (प्रमादकलितः) નાના પ્રકારના વિકલ્પોથી સંયુક્ત છે એવો જીવ, (शुद्धभावः कथं भवति) શુદ્ધોપયોગી ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો. ‘‘यतः अलसता प्रमादः कषायभरगौरवात्’’ (यतः) કારણ કે (अलसता) અનુભવમાં શિથિલતા (प्रमादः) નાના પ્રકારના વિકલ્પ છે. શા કારણથી થાય છે? (कषाय) રાગાદિ અશુદ્ધ પરિણતિના (भर) ઉદયના (गौरवात्) તીવ્રપણાથી થાય છે. ભાવાર્થ આમ છે કેજે જીવ શિથિલ છે, વિકલ્પ કરે છે, તે જીવ શુદ્ધ નથી; કારણ કે શિથિલપણું, વિકલ્પપણું અશુદ્ધપણાનું મૂળ છે. ‘‘अतः मुनिः परमशुद्धतां व्रजति च अचिरात् मुच्यते’’ (अतः) આ કારણથી (मुनिः) મુનિ અર્થાત સમ્યગ્દ્રષ્ટિ જીવ (परमशुद्धतां व्रजति) શુદ્ધોપયોગપરિણતિરૂપ પરિણમે છે (च) એવો થતો થકો (अचिरात् मुच्यते) તે જ કાળે કર્મબંધથી મુક્ત થાય છે. કેવો છે મુનિ? ‘‘स्वभावे नियमितः भवन्’’ (स्वभावे) સ્વભાવમાં અર્થાત્ શુદ્ધ સ્વરૂપમાં (नियमितः भवन्) એકાગ્રપણે મગ્ન થતો થકો. કેવો છે સ્વભાવ? ‘‘स्वरसनिर्भरे’’ (स्वरस) ચેતનાગુણથી (निर्भरे) પરિપૂર્ણ છે. ૧૧-૧૯૦.


Page 181 of 269
PDF/HTML Page 203 of 291
single page version

(શાર્દૂલવિક્રીડિત)
त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं
स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः
बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छल-
च्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते
।।१२-१९१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘सः मुच्यते’’ (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (मुच्यते) સકળ કર્મોનો ક્ષય કરી અતીન્દ્રિયસુખલક્ષણ મોક્ષને પ્રાપ્ત થાય છે. કેવો છે? ‘‘शुद्धः भवन्’’ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિથી ભિન્ન થતો થકો. વળી કેવો છે? ‘‘स्वज्योतिरच्छोच्छलच्चैतन्यामृतपूरपूर्णमहिमा’’ (स्वज्योतिः) દ્રવ્યના સ્વભાવગુણરૂપ, (अच्छ) નિર્મળ, (उच्छलत्) ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ એવો જે (चैतन्य) ચેતનાગુણ, તે-રૂપ જે (अमृत) અતીન્દ્રિય સુખ, તેના (पूर) પ્રવાહથી (पूर्ण) તન્મય છે (महिमा) માહાત્મ્ય જેનું, એવો છે. વળી કેવો છે? ‘‘नित्यम् उदितः’’ સર્વ કાળ અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘नियतं सर्वापराधच्युतः’’ (नियतं) અવશ્ય (सर्वापराध) જેટલા સૂક્ષ્મ-સ્થૂલરૂપ રાગ-દ્વેષ-મોહપરિણામો, તેમનાથી (च्युतः) સર્વ પ્રકારે રહિત છે. શું કરતો થકો આવો થાય છે? ‘‘बन्धध्वंसम् उपेत्य’’ (बन्ध) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના બંધરૂપ પર્યાયની (ध्वंसम्) સત્તાના નાશરૂપ (उपेत्य) અવસ્થાને પામીને. વળી શું કરતો થકો આવો થાય છે? ‘‘तत् समग्रं परद्रव्यं स्वयं त्यक्त्वा’’ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મસામગ્રીનું મૂળથી મમત્વ સ્વયં છોડીને. કેવું છે પરદ્રવ્ય? ‘‘अशुद्धिविधायि’’ અશુદ્ધ પરિણતિને બાહ્યરૂપ નિમિત્તમાત્ર છે. ‘‘किल’’ નિશ્ચયથી. ‘‘यः स्वद्रव्ये रतिम् एति’’ (यः) જે સમ્યગ્દ્રષ્ટિ જીવ (स्वद्रव्ये) શુદ્ધ ચૈતન્યમાં (रतिम् एति) રત થયો છે અર્થાત નિર્વિકલ્પ અનુભવથી ઊપજેલા સુખમાં મગ્નપણાને પ્રાપ્ત થયો છે. ભાવાર્થ આમ છે કે સર્વ અશુદ્ધપણું મટતાં થાય છે શુદ્ધપણું, તેના સહારાનો છે શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ, એવો મોક્ષમાર્ગ છે. ૧૨-૧૯૧.


Page 182 of 269
PDF/HTML Page 204 of 291
single page version

(મન્દાક્રાન્તા)
बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेत-
न्नित्योद्योतस्फु टितसहजावस्थमेकान्तशुद्धम्
एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं
पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि
।।१३-१९२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एतत् पूर्णं ज्ञानं ज्वलितम्’’ (एतत्) એ પ્રમાણે જે કહ્યું છે તે, (पूर्णं ज्ञानं) સમસ્ત કર્મમળકલંકનો વિનાશ થતાં, જીવદ્રવ્ય જેવું હતું અનંત ગુણે બિરાજમાન, તેવુ (ज्वलितम्) પ્રગટ થયું. કેવું પ્રગટ થયું? ‘‘मोक्षम् कलयत्’’ (मोक्षम्) જીવની જે નિઃકર્મરૂપ અવસ્થા, (कलयत्) તે અવસ્થારૂપ પરિણમતું થકું. કેવો છે મોક્ષ? ‘‘अक्षय्यम्’’ આગામી અનંત કાળ પર્યન્ત અવિનશ્વર છે, (अतुलं) ઉપમા રહિત છે. શા કારણથી પ્રગટ થયું? ‘‘बन्धच्छेदात्’’ (बन्ध) જ્ઞાનાવરણાદિ આઠ કર્મના (छेदात्) મૂળ સત્તાથી નાશ દ્વારા. કેવું છે શુદ્ધ જ્ઞાન (અર્થાત્ જીવદ્રવ્ય)? ‘‘नित्योद्योतस्फु टितसहजावस्थम्’’ (नित्योद्योत) શાશ્વત પ્રકાશથી (स्फु टित) પ્રગટ થયું છે (सहजावस्थम्) અનંત ગુણે બિરાજમાન શુદ્ધ જીવદ્રવ્ય જેને, એવું છે. વળી કેવું છે? ‘‘एकान्तशुद्धम्’’ સર્વથા પ્રકારે શુદ્ધ છે. વળી કેવું છે? ‘‘अत्यन्तगम्भीरधीरं’’ (अत्यन्तगम्भीर) અનંત ગુણે બિરાજમાન એવું છે, (धीरं) સર્વ કાળ શાશ્વત છે. શા કારણથી? ‘‘एकाकारस्वरसभरतः’’ (एकाकार) એકરૂપ થયેલાં (स्वरस) અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યના (भरतः) અતિશયના કારણે. વળી કેવું છે? ‘‘स्वस्य अचले महिम्नि लीनं’’ (स्वस्य अचले महिम्नि) પોતાના નિષ્કમ્પ પ્રતાપમાં (लीनं) મગ્નરૂપ છે. ભાવાર્થ આમ છે કે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષમાં આત્મદ્રવ્ય સ્વાધીન છે, અન્યત્ર ચતુર્ગતિમાં જીવ પરાધીન છે. મોક્ષનું સ્વરૂપ કહ્યું. ૧૩-૧૯૨.


Page 183 of 269
PDF/HTML Page 205 of 291
single page version

૧૦
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
(મંદાક્રાન્તા)
नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान्
दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लृप्तेः
शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चि-
ष्टंकोत्कीर्णप्रकटमहिमा स्फू र्जति ज्ञानपुञ्जः
।।१-१९३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘अयं ज्ञानपुञ्जः स्फू र्जति’’ (अयं) આ વિદ્યમાન (ज्ञानपुञ्जः) જ્ઞાનપુંજ અર્થાત્ શુદ્ધ જીવદ્રવ્ય (स्फू र्जति) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને જીવનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું કહે છે. કેવો છે જ્ઞાનપુંજ? ‘‘टङ्कोत्कीर्णप्रकटमहिमा’’ (टङ्कोत्कीर्ण) સર્વ કાળ એકરૂપ એવો છે (प्रकट) સ્વાનુભવગોચર (महिमा) સ્વભાવ જેનો, એવો છે. વળી કેવો છે? ‘‘स्वरसविसरापूर्णपुण्याचलार्चिः’’ (स्वरस) શુદ્ધ જ્ઞાનચેતનાના (विसर) અનંત અંશભેદથી (आपूर्ण) સંપૂર્ણ એવું છે (पुण्य) નિરાવરણ જ્યોતિરૂપ (अचल) નિશ્ચળ (अर्चिः) પ્રકાશસ્વરૂપ જેનું, એવો છે. વળી કેવો છે? ‘‘शुद्धः शुद्धः’’ શુદ્ધ-શુદ્ધ છે, અર્થાત બે વાર શુદ્ધ કહેવાથી ઘણો જ વિશુદ્ધ છે. વળી કેવો છે? ‘‘बन्धमोक्षप्रक्लृप्तेः प्रतिपदम् दूरीभूतः’’ (बन्ध) બંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મપિંડ સાથે સંબંધરૂપ એકક્ષેત્રાવગાહ અને (मोक्ष) મોક્ષ અર્થાત્ સકળ કર્મનો નાશ થતાં જીવના સ્વરૂપનું પ્રગટપણું,એવા (प्रक्ऌप्तेः) જે બે વિકલ્પો, તેમનાથી (प्रतिपदम्) એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયપર્યાયરૂપે જ્યાં છે ત્યાં (दूरीभूतः) ઘણો જ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી જીવદ્રવ્ય જ્યાં ત્યાં, દ્રવ્યસ્વરૂપના વિચારની અપેક્ષાએ, બંધ એવા


Page 184 of 269
PDF/HTML Page 206 of 291
single page version

અને મુક્ત એવા વિકલ્પથી રહિત છે; દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થકું જીવદ્રવ્ય (અર્થાત્ જ્ઞાનપુંજ) એવું છે? ‘‘अखिलान् कर्तृभोक्त्रादिभावान् सम्यक् प्रलयम् नीत्वा’’ (अखिलान्) ગણના કરતાં અનંત છે એવા જે (कर्तृ) ‘જીવ કર્તા છે’ એવો વિકલ્પ, (भोक्तृ) ‘જીવ ભોક્તા છે’ એવો વિકલ્પ, (आदिभावान्) ઇત્યાદિ અનંત ભેદ તેમનો (सम्यक्) મૂળથી (प्रलयम् नीत्वा) વિનાશ કરીને. આમ કહે છે. ૧-૧૯૩.

(અનુષ્ટુપ)
कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत
अज्ञानादेव कर्तायं तदभावादकारकः ।।२-१९४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अस्य चितः कर्तृत्वं न स्वभावः’’ (अस्य चितः) ચૈતન્યમાત્રસ્વરૂપ જીવનો, (कर्तृत्वं) જ્ઞાનાવરણાદિ કર્મને કરે અથવા રાગાદિ પરિણામને કરે એવો (न स्वभावः) સહજનો ગુણ નથી; [દ્રષ્ટાન્ત કહે છે] ‘‘वेदयितृत्ववत्’’ જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી. ભાવાર્થ આમ છે કેજો જીવદ્રવ્ય કર્મનું ભોક્તા હોય તો કર્તા હોય; તે તો ભોક્તા પણ નથી, તેથી કર્તા પણ નથી. ‘‘अयं कर्ता अज्ञानात एव’’ (अयं) આ જ જીવ (कर्ता) રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે તે શા કારણથી? (अज्ञानात् एव) કર્મજનિત ભાવમાં આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ, તેના કારણે જીવ કર્તા છે. ભાવાર્થ આમ છે કેજીવવસ્તુ રાગાદિ વિભાવપરિણામની કર્તા છે એવો જીવનો સ્વભાવગુણ નથી, પરંતુ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ છે. ‘‘तदभावात् अकारकः’’ (तदभावात्) મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ વિભાવપરિણતિ મટે છે, તે મટતાં (अकारकः) જીવ સર્વથા અકર્તા થાય છે. ૨-૧૯૪.

(શિખરિણી)

अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फु रच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः

तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः स खल्वज्ञानस्य स्फु रति महिमा कोऽपि गहनः ।।३-१९५।।


Page 185 of 269
PDF/HTML Page 207 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अयं जीवः अकर्ता इति स्वरसतः स्थितः’’ (अयं जीवः) વિદ્યમાન છે જે ચૈતન્યદ્રવ્ય તે (अकर्ता) જ્ઞાનાવરણાદિનું અથવા રાગાદિ અશુદ્ધ પરિણામનું કર્તા નથી (इति) એવું સહજ (स्वरसतः स्थितः) સ્વભાવથી અનાદિનિધન એમ જ છે. કેવું છે? ‘‘विशुद्धः’’ દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યકર્મ-ભાવ- કર્મ-નોકર્મથી ભિન્ન છે. ‘‘स्फु रच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः’’ (स्फु रत्) પ્રકાશરૂપ એવા (चिज्ज्योतिर्भिः) ચેતનાગુણ દ્વારા (छुरित) પ્રતિબિંબિત છે (भुवनाभोगभवनः) અનંત દ્રવ્ય પોતાના અતીત-અનાગત-વર્તમાન સમસ્ત પર્યાયો સહિત જેમાં, એવું છે. ‘‘तथापि किल इह अस्य प्रकृतिभिः यत् असौ बन्धः स्यात्’’ (तथापि) શુદ્ધ છે જીવદ્રવ્ય તોપણ (किल) નિશ્ચયથી (इह) સંસાર-અવસ્થામાં (अस्य) જીવને (प्रकृतिभिः) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ (यत् असौ बन्धः स्यात्) જે કાંઈ બંધ થાય છે ‘‘सः खलु अज्ञानस्य कः अपि महिमा स्फु रति’’ (सः) તે (खलु) નિશ્ચયથી (अज्ञानस्य कः अपि महिमा स्फु रति) મિથ્યાત્વરૂપ વિભાવપરિણમનશક્તિનો કોઈ એવો જ સ્વભાવ છે. કેવો છે? ‘‘गहनः’’ અસાધ્ય છે. ભાવાર્થ આમ છે કેજીવદ્રવ્ય સંસાર-અવસ્થામાં વિભાવરૂપ મિથ્યાત્વ-રાગ-દ્વેષ-મોહપરિણામરૂપ પરિણમ્યું છે, તેથી જેવું પરિણમ્યું છે તેવા ભાવોનું કર્તા થાય છેઅશુદ્ધ ભાવોનું કર્તા થાય છે. અશુદ્ધ ભાવો મટતાં જીવનો સ્વભાવ અકર્તા છે. ૩-૧૯૫.

(અનુષ્ટુપ)
भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः
अज्ञानादेव भोक्ताऽयं तदभावादवेदकः ।।४-१९६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अस्य चितः भोक्तृत्वं स्वभावः न स्मृतः’’ (अस्य चितः) ચેતનદ્રવ્યનો (भोक्तृत्वं) ભોક્તાપણુંજ્ઞાનાવરણાદિ કર્મના ફળનો અથવા સુખદુઃખરૂપ કર્મફળચેતનાનો અથવા રાગાદિ અશુદ્ધ પરિણામરૂપ કર્મચેતનાનો ભોક્તા જીવ છેએવો (स्वभावः) સ્વભાવ અર્થાત્ જીવદ્રવ્યનો સહજ ગુણ એવું તો (न स्मृतः) ગણધરદેવે કહ્યું નથી; જીવનો ભોક્તા સ્વભાવ નથી એમ કહ્યું છે; [દ્રષ્ટાન્ત કહે છે] ‘‘कर्तृत्ववत्’’ જેમ જીવદ્રવ્ય કર્મનું કર્તા પણ નથી તેમ. ‘‘अयं जीवः भोक्ता’’ આ જ જીવદ્રવ્ય પોતાના સુખદુઃખરૂપ પરિણામને ભોગવે છે એવું


Page 186 of 269
PDF/HTML Page 208 of 291
single page version

પણ છે. તે શા કારણથી? ‘‘अज्ञानात् एव’’ અનાદિથી કર્મનો સંયોગ છે, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવે પરિણમ્યું છે, તે કારણે ભોક્તા છે. ‘‘तदभावात् अवेदकः’’ મિથ્યાત્વરૂપ વિભાવપરિણામનો નાશ થતાં જીવદ્રવ્ય સાક્ષાત અભોક્તા છે. ભાવાર્થ આમ છે કેજેમ જીવદ્રવ્યનું અનંતચતુષ્ટય સ્વરૂપ છે તેમ કર્મનું કર્તાપણું-ભોક્તાપણું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિથી વિભાવરૂપઅશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે, તેથી વિનાશિક છે. તે વિભાવપરિણતિનો વિનાશ થતાં જીવ અકર્તા છે, અભોક્તા છે. હવે મિથ્યાદ્રષ્ટિ જીવ દ્રવ્યકર્મનો અથવા ભાવકર્મનો કર્તા છે, સમ્યગ્દ્રષ્ટિ કર્તા નથી એમ કહે છે. ૪-૧૯૬.

(શાર્દૂલવિક્રીડિત)
अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको
ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः
इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां
शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता
।।५-१९७।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘निपुणैः अज्ञानिता त्यज्यतां’’ (निपुणैः) સમ્યગ્દ્રષ્ટિ જીવોએ (अज्ञानिता) પરદ્રવ્યમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વપરિણતિ (त्यज्यतां) જે રીતે મટે તે રીતે સર્વથા મટાડવાયોગ્ય છે. કેવા છે સમ્યગ્દ્રષ્ટિ જીવો? ‘‘महसि अचलितैः’’ શુદ્ધ ચિદ્રૂપના અનુભવમાં અખંડ ધારારૂપ મગ્ન છે. કેવો છે શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ? ‘‘शुद्धैकात्ममये’’ (शुद्ध) સમસ્ત ઉપાધિથી રહિત એવું જે (एकात्म) એકલું જીવદ્રવ્ય (मये) તે-સ્વરૂપ છે. બીજું શું કરવાનું છે? ‘‘ज्ञानिता आसेव्यतां’’ શુદ્ધ વસ્તુના અનુભવરૂપસમ્યક્ત્વપરિણતિરૂપ સર્વ કાળ રહેવું તે ઉપાદેય છે. શું જાણીને એવો થાય? ‘‘इति एवं नियमं निरूप्य’’ (इति) જે પ્રકારે કહે છે (एवं नियमं) એવા વસ્તુસ્વરૂપ પરિણમનના નિશ્ચયને (निरूप्य) અવધારીને. તે વસ્તુનું સ્વરૂપ કેવું? ‘‘अज्ञानी नित्यं वेदकः भवेत्’’ (अज्ञानी) મિથ્યાદ્રષ્ટિ જીવ (नित्यं) સર્વ કાળે (वेदकः भवेत्) દ્રવ્યકર્મનો, ભાવકર્મનો ભોક્તા થાય છે એવો નિશ્ચય છે; મિથ્યાત્વનું પરિણમન એવું જ છે. કેવો છે અજ્ઞાની? ‘‘प्रकृतिस्वभावनिरतः’’ (प्रकृति)


Page 187 of 269
PDF/HTML Page 209 of 291
single page version

જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો (स्वभाव) ઉદય થતાં નાના પ્રકારનાં ચતુર્ગતિશરીર, રાગાદિભાવ, સુખદુઃખપરિણતિ ઇત્યાદિમાં (निरतः) પોતાપણું જાણી એકત્વબુદ્ધિરૂપ પરિણમ્યો છે. ‘‘तु ज्ञानी जातु वेदकः नो भवेत्’’ (तु) મિથ્યાત્વ મટતાં એવું પણ છે કે (ज्ञानी) સમ્યગ્દ્રષ્ટિ જીવ (जातु) કદાચિત(वेदकः नो भवेत्) દ્રવ્યકર્મનો, ભાવકર્મનો ભોક્તા થતો નથી; આવું વસ્તુનું સ્વરૂપ છે. કેવો છે જ્ઞાની? ‘‘प्रकृतिस्वभावविरतः’’ (प्रकृति) કર્મના (स्वभाव) ઉદયના કાર્યમાં (विरतः) હેય જાણીને છૂટી ગયું છે સ્વામિત્વપણું જેને, એવો છે. ભાવાર્થ આમ છે કે જીવને સમ્યક્ત્વ થતાં અશુદ્ધપણું મટ્યું છે, તેથી ભોક્તા નથી. ૫-૧૯૭.

(વસન્તતિલકા)
ज्ञानी करोति न न वेदयते च कर्म
जानाति केवलमयं किल तत्स्वभावम्
जानन्परं करणवेदनयोरभावा-
च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव
।।६-१९८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ज्ञानी कर्म न करोति च न वेदयते’’ (ज्ञानी) સમ્યગ્દ્રષ્ટિ જીવ (कर्म न करोति) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા નથી (च) અને (न वेदयते) સુખદુઃખ ઇત્યાદિ અશુદ્ધ પરિણામોનો ભોક્તા નથી. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘किल अयं तत्स्वभावम् इति केवलम् जानाति’’ (किल) નિશ્ચયથી (अयं) જે શરીર, ભોગ, રાગાદિ, સુખદુઃખ ઇત્યાદિ છે તે સમસ્ત (तत्स्वभावम्) કર્મનો ઉદય છે, જીવનું સ્વરૂપ નથી(इति केवलम् जानाति) એવું સમ્યગ્દ્રષ્ટિ જીવ જાણે છે, પરંતુ સ્વામિત્વરૂપ પરિણમતો નથી. ‘‘हि सः मुक्तः एव’’ (हि) તે કારણથી (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (मुक्तः एव) જેવા નિર્વિકાર સિદ્ધ છે તેવો છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘परं जानन्’’ જેટલી છે પરદ્રવ્યની સામગ્રી તેનો જ્ઞાયકમાત્ર છે, મિથ્યાદ્રષ્ટિની જેમ સ્વામીરૂપ નથી. વળી કેવો છે? ‘‘शुद्धस्वभावनियतः’’ (शुद्धस्वभाव) શુદ્ધ ચૈતન્યવસ્તુમાં (नियतः) આસ્વાદરૂપ મગ્ન છે. શા કારણથી? ‘‘करणवेदनयोः अभावात्’’ (करण) કર્મનું કરવું, (वेदन) કર્મનો ભોગ,એવા ભાવ (अभावात्)


Page 188 of 269
PDF/HTML Page 210 of 291
single page version

સમ્યગ્દ્રષ્ટિ જીવને મટ્યા છે તે કારણથી. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ સંસાર છે; મિથ્યાત્વ મટતાં જીવ સિદ્ધસદ્રશ છે. ૬-૧૯૮.

(અનુષ્ટુપ)
ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः
सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षताम् ।।७-१९९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘तेषां मोक्षः न’’ (तेषां) એવા મિથ્યાદ્રષ્ટિ જીવોને (न मोक्षः) કર્મનો વિનાશ, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે તે જીવો? ‘‘मुमुक्षताम् अपि’’ જૈનમતાશ્રિત છે, ઘણું ભણ્યા છે, દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળે છે, મોક્ષના અભિલાષી છે તોપણ તેમને મોક્ષ નથી. કોની જેમ? ‘‘सामान्यजनवत्’’ જેમ તાપસ, યોગી, ભરડા ઇત્યાદિ જીવોને મોક્ષ નથી તેમ. ભાવાર્થ આમ છે કોઈ જાણશે કે જૈનમતાશ્રિત છે, કાંઈક વિશેષ હશે; પરંતુ વિશેષ તો કાંઈ નથી. કેવા છે તે જીવો? ‘‘तु ये आत्मानं कर्तारम् पश्यन्ति’’ (तु) જેથી એમ છે કે (ये) જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવો (आत्मानं) જીવદ્રવ્યને (कर्तारम् पश्यन्ति) કર્તા માને છે અર્થાત તે જ્ઞાનાવરણાદિ કર્મને, રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે, એવો જીવદ્રવ્યનો સ્વભાવ છેએવું માને છે, પ્રતીતિ કરે છે, આસ્વાદે છે. વળી કેવા છે? ‘‘तमसा तताः’’ મિથ્યાત્વભાવરૂપ અંધકારથી વ્યાપ્ત છે, અંધ થયા છે. ભાવાર્થ આમ છે કેતેઓ મહામિથ્યાદ્રષ્ટિ છે કે જેઓ જીવનો સ્વભાવ કર્તારૂપ માને છે; કારણ કે કર્તાપણું જીવનો સ્વભાવ નથી, વિભાવરૂપ અશુદ્ધ પરિણતિ છે; તે પણ પરના સંયોગથી છે, વિનાશિક છે. ૭-૧૯૯.

(અનુષ્ટુપ)
नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः
कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः ।।८-२००।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तत् परद्रव्यात्मतत्त्वयोः कर्तृता कुतः’’ (तत्) તે કારણથી (परद्रव्य) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલનો પિંડ અને (आत्मतत्त्वयोः) શુદ્ધ


Page 189 of 269
PDF/HTML Page 211 of 291
single page version

જીવદ્રવ્ય, તેમને (कर्तृता) ‘જીવદ્રવ્ય પુદ્ગલકર્મનું કર્તા, પુદ્ગલદ્રવ્ય જીવભાવનું કર્તા’ એવો સંબંધ (कुतः) કેમ હોય? અર્થાત્ કાંઈ પણ નથી હોતો. શા કારણથી? ‘‘कर्तृकर्मसम्बन्धाभावे’’ (कर्तृ) જીવ કર્તા, (कर्म) જ્ઞાનાવરણાદિ કર્મએવો છે જે (सम्बन्ध) બે દ્રવ્યનો એકસંબંધ, એવો (अभावे) દ્રવ્યનો સ્વભાવ નથી તે કારણથી. તે પણ શા કારણથી? ‘‘सर्वः अपि सम्बन्धः नास्ति’’ (सर्वः) જે કોઈ વસ્તુ છે તે (अपि) જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ (सम्बन्धः नास्ति) પોતપોતાના સ્વરૂપે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે તન્મયરૂપ મળતું નથી, એવું વસ્તુનું સ્વરૂપ છે. તેથી જીવ પુદ્ગલકર્મનો કર્તા નથી. ૮-૨૦૦.

(વસન્તતિલકા)
ऐकस्य वस्तुन इहान्यतरेण सार्धं
सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः
तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे
पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम्
।।९-२०१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तत् वस्तुभेदे कर्तृकर्मघटना न अस्ति’’ (तत्) તે કારણથી (वस्तुभेदे) ‘જીવદ્રવ્ય ચેતનસ્વરૂપ, પુદ્ગલદ્રવ્ય અચેતનસ્વરૂપ’ એવો ભેદ અનુભવતાં, (कर्तृकर्मघटना) ‘જીવદ્રવ્ય કર્તા, પુદ્ગલપિંડ કર્મ, એવો વ્યવહાર (न अस्ति) સર્વથા નથી. તો કેવો છે? ‘‘मुनयः जनाः तत्त्वम् अकर्तृ पश्यन्तु’’ (मुनयः जनाः) સમ્યગ્દ્રષ્ટિ છે જે જીવો તે (तत्त्वम्) જીવસ્વરૂપને (अकर्तृ पश्यन्तु) ‘કર્તા નથી’ એવું અનુભવોઆસ્વાદો. શા કારણથી? ‘‘यतः एकस्य वस्तुनः अन्यतरेण सार्धं सकलोऽपि सम्बन्धः निषिद्धः एव’’ (यतः) કારણ કે (एकस्य वस्तुनः) શુદ્ધ જીવદ્રવ્યનું (अन्यतरेण सार्धं) પુદ્ગલદ્રવ્ય સાથે (सकलः अपि) દ્રવ્યરૂપ, ગુણરૂપ અથવા પર્યાયરૂપ (सम्बन्धः) એકત્વપણું (निषिद्धः एव) અતીત-અનાગત-વર્તમાન કાળમાં વર્જ્યું છે. ભાવાર્થ આમ છે કે અનાદિનિધન જે દ્રવ્ય જેવું છે તે તેવું જ છે, અન્ય દ્રવ્ય સાથે મળતું નથી; તેથી જીવદ્રવ્ય પુદ્ગલકર્મનું અકર્તા છે. ૯-૨૦૧.


Page 190 of 269
PDF/HTML Page 212 of 291
single page version

(વસન્તતિલકા)
ये तु स्वभावनियमं कलयन्ति नेम-
मज्ञानमग्नमहसो बत ते वराकाः
कुर्वन्ति कर्म तत एव हि भावकर्म-
कर्ता स्वयं भवति चेतन एव नान्यः
।।१०-२०२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘बत ते वराकाः कर्म कुर्वन्ति’’ (बत) દુઃખની સાથે કહે છે કે, (ते वराकाः) એવો જે મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ તે (कर्म कुर्वन्ति) મોહ- રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ કરે છે;કેવો છે? ‘‘अज्ञानमग्नमहसः’’ (अज्ञान) મિથ્યાત્વરૂપ ભાવના કારણે (मग्न) આચ્છાદવામાં આવ્યો છે (महसः) શુદ્ધ ચૈતન્યપ્રકાશ જેનો, એવો છે;‘‘तु ये इमम् स्वभावनियमं न कलयन्ति’’ (तु) કારણ કે (ये) જે, (इमम् स्वभावनियमं) ‘જીવદ્રવ્ય જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડનું કર્તા નથી’ એવા વસ્તુસ્વભાવને (न कलयन्ति) સ્વાનુભવપ્રત્યક્ષપણે અનુભવતો નથી. ભાવાર્થ આમ છે કેમિથ્યાદ્રષ્ટિ જીવરાશિ શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે, તેથી પર્યાયરત છે, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષઅશુદ્ધ પરિણામરૂપ પરિણમે છે. ‘‘ततः भावकर्मकर्ता चेतनः एव स्वयं भवति, न अन्यः’’ (ततः) તે કારણથી (भावकर्म) મિથ્યાત્વ-રાગ-દ્વેષ અશુદ્ધ ચેતનારૂપ પરિણામનું, (कर्ता चेतनः एव स्वयं भवति) વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે એવું જીવદ્રવ્ય પોતે કર્તા થાય છે, (न अन्यः) પુદ્ગલકર્મ કર્તા થતું નથી. ભાવાર્થ આમ છે કેજીવ મિથ્યાદ્રષ્ટિ હોતો થકો જેવા અશુદ્ધ ભાવોરૂપે પરિણમે છે તેવા ભાવોનો કર્તા થાય છેએવો સિદ્ધાન્ત છે. ૧૦-૨૦૨.

(શાર્દૂલવિક્રીડિત)
कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयो-
रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः
नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः
।।११-२०३।।


Page 191 of 269
PDF/HTML Page 213 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ततः अस्य जीवः कर्ता च तत् चिदनुगं जीवस्य एव कर्म’’ (ततः) તે કારણથી (अस्य) રાગાદિ અશુદ્ધ ચેતનાપરિણામનું, (जीवः कर्ता) જીવદ્રવ્ય તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમતું હોવાથી કર્તા છે (च) અને (तत्) રાગાદિ અશુદ્ધ પરિણમન, (चिद्अनुगं) અશુદ્ધરૂપ છે, ચેતનારૂપ છે તેથી, (जीवस्य एव कर्म) તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય પોતે પરિણમતું હોવાથી જીવનું કરેલું છે. શા કારણથી? ‘‘यत् पुद्गलः ज्ञाता न’’ (यत्) કારણ કે (पुद्गलः ज्ञाता न) પુદ્ગલદ્રવ્ય ચેતનારૂપ નથી, રાગાદિ પરિણામ ચેતનારૂપ છે તેથી જીવનો કરેલોે છે. કહ્યો છે જે ભાવ તેને ગાઢોપાકો કરે છે‘‘कर्म अकृतं न’’ (कर्म) રાગાદિ અશુદ્ધ ચેતનારૂપ પરિણામ (अकृतं न) અનાદિનિધન આકાશદ્રવ્યની જેમ સ્વયંસિદ્ધ છે એમ પણ નથી, કોઈથી કરાયેલો હોય છે. એવો છે શા કારણથી? ‘‘कार्यत्वात्’’ કારણ કે ઘડાની જેમ ઊપજે છે, વિનશે છે તેથી પ્રતીતિ એવી કે કરતૂતરૂપ (-કાર્યરૂપ) છે. (च) તથા ‘‘तत् जीवप्रकृत्योः द्वयोः कृतिः न’’ (तत्) રાગાદિ અશુદ્ધ ચેતન પરિણમન (जीव) ચેતનદ્રવ્ય અને (प्रकृत्योः) પુદ્ગલદ્રવ્ય એવાં (द्वयोः) બે દ્રવ્યોનું (कृतिः न) કરતૂત નથી. ભાવાર્થ આમ છે કેકોઈ એમ માનશે કે જીવ તથા કર્મ મળતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ થાય છે, તેથી બંને દ્રવ્ય કર્તા છે. સમાધાન આમ છે કે બંને દ્રવ્ય કર્તા નથી, કારણ કે રાગાદિ અશુદ્ધ પરિણામોનું બાહ્ય કારણનિમિત્તમાત્ર પુદ્ગલકર્મનો ઉદય છે, અંતરંગ કારણ વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય વિભાવરૂપ પરિણમે છે; તેથી જીવને કર્તાપણું ઘટે છે, પુદ્ગલકર્મને કર્તાપણું ઘટતું નથી; કારણ કે ‘‘अज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषङ्गात्’’ (अज्ञायाः) અચેતનદ્રવ્યરૂપ છે જે (प्रकृतेः) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, તેને (स्वकार्य) પોતાના કરતૂતના (फल) ફળના અર્થાત્ સુખ-દુઃખના (भुग्भाव) ભોક્તાપણાનો (अनुषङ्गात्) પ્રસંગ આવી પડે. ભાવાર્થ આમ છે કેજે દ્રવ્ય જે ભાવનું કર્તા હોય છે તે, તે દ્રવ્યનું ભોક્તા પણ હોય છે. આમ હોતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ જો જીવ-કર્મ બંનેએ મળીને કર્યા હોય તો બંને ભોક્તા થશે; પરંતુ બંને ભોક્તા તો નથી. કારણ કે જીવદ્રવ્ય ચેતન છે તે કારણે સુખ-દુઃખનું ભોક્તા હોય એમ ઘટે છે, પુદ્ગલદ્રવ્ય અચેતન હોવાથી સુખ-દુઃખનું ભોક્તા ઘટતું નથી. તેથી રાગાદિ અશુુદ્ધ ચેતનપરિણમનનો એકલો સંસારી જીવ કર્તા છે, ભોક્તા પણ છે. વળી આ અર્થને ગાઢોપાકો કરે છે

‘‘एकस्याः प्रकृतेः कृतिः न’’ (एकस्याः प्रकृतेः) એકલા


Page 192 of 269
PDF/HTML Page 214 of 291
single page version

પુદ્ગલકર્મનું (कृतिः न) કરતૂત નથી. ભાવાર્થ આમ છે કેકોઈ એમ માનશે કે રાગાદિ અશુદ્ધ ચેતનપરિણામ એકલા પુદ્ગલકર્મના કરેલા છે. ઉત્તર આમ છે કે એમ પણ નથી; કારણ કે, ‘‘अचित्त्वलसनात्’’ અનુભવ એવો આવે છે કે પુદ્ગલકર્મ અચેતનદ્રવ્ય છે, રાગાદિ પરિણામ અશુદ્ધ ચેતનારૂપ છે; તેથી અચેતનદ્રવ્યના પરિણામ અચેતનરૂપ હોય છે, ચેતનરૂપ હોતા નથી. તે કારણથી રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા સંસારી જીવ છે, ભોક્તા પણ છે. ૧૧-૨૦૩.

(શાર્દૂલવિક્રીડિત)

कर्मैव प्रवितर्क्य कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता

तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये स्याद्वादप्रतिबंधलब्धविजया वस्तुस्थितिः स्तूयते ।।१२-२०४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘वस्तुस्थितिः स्तूयते’’ (वस्तु) જીવદ્રવ્યની (स्थितिः) સ્થિતિ અર્થાત્ સ્વભાવની મર્યાદા (स्तूयते) જેવી છે તેવી કહે છે. કેવી છે? ‘‘स्याद्वादप्रतिबन्धलब्धविजया’’ (स्याद्वाद) ‘જીવ કર્તા છે, અકર્તા પણ છે’ એવું અનેકાન્તપણું, તેની (प्रतिबन्ध) સાવધાનપણે કરવામાં આવેલી સ્થાપના વડે (लब्धं) પ્રાપ્ત કરી છે (विजया) જીત જેણે, એવી છે. શા માટે કહે છે? ‘‘तेषां बोधस्य संशुद्धये’’ (तेषाम्) જેઓ જીવને સર્વથા અકર્તા કહે છે એવા મિથ્યાદ્રષ્ટિ જીવોની (बोधस्य संशुद्धये) વિપરીત બુદ્ધિને છોડાવવા માટે જીવનું સ્વરૂપ સાધે છે. કેવો છે તે મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ? ‘‘उद्धतमोहमुद्रितधियां’’ (उद्धत) તીવ્ર ઉદયરૂપ (मोह) મિથ્યાત્વભાવથી (मुद्रित) આચ્છાદિત છે (धियां) શુદ્ધસ્વરૂપ-અનુભવરૂપ સમ્યક્ત્વશક્તિ જેની, એવો છે. વળી કેવો છે? ‘‘एषः आत्मा कथञ्चित् कर्ता इति कैश्चित् श्रुतिः कोपिता’’ (एषः आत्मा) ચેતનાસ્વરૂપમાત્ર જીવદ્રવ્ય (कथञ्चित् कर्ता) કોઈ યુક્તિથી અશુદ્ધ ભાવનું કર્તા પણ છે(इति) એ રીતે (कैश्चित् श्रुतिः) કેટલાક મિથ્યાદ્રષ્ટિ જીવોને આવું સાંભળવામાત્રથી (कोपिता) અત્યંત ક્રોધ ઊપજે છે. કેવો ક્રોધ થાય છે? ‘‘अचलिता’’

જે અતિ ગાઢો છે, અમિટ (-અટળ) છે. જેથી આવું માને છે


Page 193 of 269
PDF/HTML Page 215 of 291
single page version

‘‘आत्मनः कर्तृतां क्षिप्त्वा’’ (आत्मनः) જીવને (कर्तृतां) પોતાના રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું (क्षिप्त्वा) સર્વથા મટાડીને (નહીં માનીને) ક્રોધ કરે છે. વળી કેવું માને છે? ‘‘कर्म एव कर्तृ इति प्रवितर्क्य’’ (कर्म एव) એકલો જ્ઞાનાવરણાદિ કર્મપિંડ (कर्तृ) રાગાદિ અશુદ્ધ પરિણામોનો પોતામાં વ્યાપ્ય-વ્યાપકરૂપ થઈને કર્તા છે (इति प्रवितर्क्य) એવું ગાઢપણું કરે છેપ્રતીતિ કરે છે. તે એવી પ્રતીતિ કરતા થકા કેવા છે? ‘‘हतकैः’’ પોતાના ઘાતક છે, કેમ કે મિથ્યાદ્રષ્ટિ છે. ૧૨-૨૦૪.

(શાર્દૂલવિક્રીડિત)
माऽकर्तारममी स्पृशन्तु पुरुषं सांख्या इवाप्यार्हताः
कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधादधः
ऊर्ध्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं
पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम्
।।१३-२०५।।

ખંડાન્વય સહિત અર્થઃએમ કહ્યું હતું કે સ્યાદ્વાદસ્વરૂપ દ્વારા જીવનું સ્વરૂપ કહીશું. તેનો ઉત્તર છે‘‘अमी आर्हताः अपि पुरुषं अकर्तारम् मा स्पृशन्तु’’ (अमी) વિદ્યમાન જે (आर्हताः अपि) જૈનોક્ત સ્યાદ્વાદસ્વરૂપને અંગીકાર કરે છે એવા સમ્યગ્દ્રષ્ટિ જીવો તે પણ (पुरुषं) જીવદ્રવ્યને (अकर्तारम्) અકર્તા અર્થાત્ રાગાદિ અશુદ્ધ પરિણામોનો તે સર્વથા કર્તા નથી એવું (मा स्पृशन्तु) ન અંગીકાર કરો. કોની જેમ? ‘‘सांख्याः इव’’ જેમ સાંખ્યમતવાળા જીવને સર્વથા અકર્તા માને છે તેમ જૈનો પણ સર્વથા અકર્તા ન માનો. કેવું માનવાયોગ્ય છે તે કહે છે‘‘सदा तं भेदावबोधात् अधः कर्तारं किल कलयन्तु तु ऊर्ध्वं एनं च्युतकर्तृभावम् पश्यन्तु’’ (सदा) સર્વ કાળ દ્રવ્યનું સ્વરૂપ એવું છે કે (तं) જીવદ્રવ્યને, (भेदावबोधात् अधः) શુદ્ધસ્વરૂપ- પરિણમનરૂપ સમ્યક્ત્વથી ભ્રષ્ટ મિથ્યાદ્રષ્ટિ હોતું થકું મોહ-રાગ-દ્વેષરૂપ પરિણમે છે તેટલો કાળ, (कर्तारं किल कलयन्तु) કર્તા અવશ્ય માનો અર્થાત્ મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ચેતનપરિણામનો કર્તા જીવ છે એમ અવશ્ય માનોપ્રતીતિ કરો. (तु) તે જ જીવ (ऊर्ध्वं) જ્યારે મિથ્યાત્વપરિણામ છૂટીને પોતાના શુદ્ધસ્વરૂપ સમ્યક્ત્વભાવરૂપે પરિણમે છે ત્યારે (एनं च्युतकर्तृभावम्) તેને કર્તાપણા વિનાનો


Page 194 of 269
PDF/HTML Page 216 of 291
single page version

અર્થાત્ છોડ્યું છે રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું જેણે એવો (पश्यन्तु) શ્રદ્ધો પ્રતીતિ કરોએવો અનુભવો. ભાવાર્થ આમ છે કેજેમ જીવનો જ્ઞાનગુણ સ્વભાવ છે, તે જ્ઞાનગુણ સંસાર-અવસ્થામાં અથવા મોક્ષ-અવસ્થામાં છૂટતો નથી; તેમ રાગાદિપણું જીવનો સ્વભાવ નથી, તોપણ સંસાર-અવસ્થામાં જ્યાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધપણાને લીધે વિભાવરૂપે જીવ પરિણમે છે અને ત્યાં સુધી કર્તા છે. જીવને સમ્યક્ત્વગુણ પરિણમ્યા પછી આવો જાણવો‘‘उद्धतबोधधामनियतं’’

(उद्धत) સકળ જ્ઞેય પદાર્થ જાણવા માટે ઉતાવળા

એવા (बोधधाम) જ્ઞાનનો પ્રતાપ છે (नियतं) સર્વસ્વ જેનું, એવો છે. વળી કેવો છે? ‘‘स्वयं प्रत्यक्षम्’’ પોતાને પોતાની મેળે પ્રગટ થયો છે. વળી કેવો છે? ‘‘अचलं’’ ચાર ગતિના ભ્રમણથી રહિત થયો છે. વળી કેવો છે? ‘‘ज्ञातारम्’’ જ્ઞાનમાત્રસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘परम् एकं ’’ રાગાદિ અશુદ્ધ પરિણતિથી રહિત શુદ્ધ વસ્તુમાત્ર છે. ૧૩-૨૦૫.

(માલિની)
क्षणिकमिदमिहैकः कल्पयित्वात्मतत्त्वं
निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम्
अपहरति विमोहं तस्य नित्यामृतौघैः
स्वयमयमभिषिञ्चंश्चिच्चमत्कार एव
।।१४-२०६।।

ખંડાન્વય સહિત અર્થઃબૌદ્ધમતીને પ્રતિબોધવામાં આવે છે‘‘इह एकः निजमनसि कर्तृभोक्त्रोः विभेदम् विधत्ते’’ (इह) સાંપ્રત વિદ્યમાન છે એવો (एकः) બૌદ્ધમતને માનવાવાળો કોઈ જીવ (निजमनसि) પોતાના જ્ઞાનમાં (कर्तृभोक्त्रोः) કર્તાપણા-ભોક્તાપણાનો (विभेदम् विधत्ते) ભેદ કરે છે. ભાવાર્થ આમ છેતે એમ કહે છે કે ક્રિયાનો કર્તા કોઈ અન્ય છે, ભોક્તા કોઈ અન્ય છે. એવું કેમ માને છે? ‘‘इदम् आत्मतत्त्वं क्षणिकम् कल्पयित्वा’’ (इदम् आत्मतत्त्वं) અનાદિનિધન છે જે ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય, તેને (क्षणिकम् कल्पयित्वा) ક્ષણિક માને છે અર્થાત્ જેમ પોતાના નેત્રરોગના કારણે કોઈ શ્વેત શંખને પીળો જુએ છે, તેમ અનાદિનિધન


Page 195 of 269
PDF/HTML Page 217 of 291
single page version

જીવદ્રવ્યને મિથ્યા ભ્રાન્તિના કારણે એમ માને છે કે એક સમયમાત્રમાં પૂર્વનો જીવ મૂળથી વિનશી જાય છે, અન્ય નવો જીવ મૂળથી ઊપજી આવે છે; આવું માનતો થકો માને છે કે ક્રિયાનો કર્તા અન્ય કોઈ જીવ છે, ભોક્તા અન્ય કોઈ જીવ છે. આવો અભિપ્રાય મિથ્યાત્વનું મૂળ છે. તેથી એવા જીવને સમજાવે છે ‘‘अयम् चिच्चमत्कारः तस्य विमोहं अपहरति’’ (अयम् चिच्चमत्कारः) કોઈ જીવે બાલ્યાવસ્થામાં કોઈ નગર જોયું હતું, કેટલોક કાળ જતાં અને તરુણ-અવસ્થા આવતાં તે જ નગરને જુએ છે, જોતાં એવું જ્ઞાન ઊપજે છે કે તે જ આ નગર છે કે જે નગર મેં બાળકપણામાં જોયું હતું;આવી છે જે અતીત-અનાગત- વર્તમાન શાશ્વત જ્ઞાનમાત્ર વસ્તુ તે (तस्य विमोहं अपहरति) ક્ષણિકવાદીના મિથ્યાત્વને દૂર કરે છે. ભાવાર્થ આમ છે કેજો જીવતત્ત્વ ક્ષણવિનશ્વર હોય તો પહેલાંના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે તે કોને થાય? માટે ‘જીવદ્રવ્ય સદા શાશ્વત છે’ એવું કહેવાથી ક્ષણિકવાદી પ્રતિબુદ્ધ થાય છે. કેવી છે જીવવસ્તુ? ‘‘नित्यामृतौघैः स्वयम् अभिषिञ्चन्’’ (नित्य) સદાકાળ અવિનશ્વરપણારૂપ જે (अमृत) જીવદ્રવ્યનું જીવનમૂળ, તેના (ओघैः) સમૂહ વડે (स्वयम् अभिषिञ्चन्) પોતાની શક્તિથી પોતે પુષ્ટ થતી થકી. ‘‘एव’’ નિશ્ચયથી આમ જ જાણજો, અન્યથા નહીં. ૧૪-૨૦૬.

(અનુષ્ટુપ)
वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात
अन्यः करोति भुङ्क्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा ।।१५-२०७।।

ખંડાન્વય સહિત અર્થઃક્ષણિકવાદીને પ્રતિબોધવામાં આવે છે‘‘इति एकान्तः मा चकास्तु’’ (इति) એ રીતે (एकान्तः) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકના ભેદ કર્યા વિના ‘સર્વથા આમ જ છે’ એમ કહેવું તે (मा चकास्तु) ન પ્રકાશો અર્થાત્ કોઈ પણ જીવને સ્વપ્નમાત્રમાં પણ એવું શ્રદ્ધાન ન હો. એવું કેવું? ‘‘अन्यः करोति अन्यः भुंक्ते’’ (अन्यः करोति) અન્ય પ્રથમ સમયનો ઊપજેલો કોઈ જીવ કર્મને ઉપાર્જે છે, (अन्यः भुंक्ते) અન્ય બીજા સમયનો ઊપજેલો જીવ કર્મને ભોગવે છે, એવું એકાન્તપણું મિથ્યાત્વ છે. ભાવાર્થ આમ છે કેજીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. તેથી દ્રવ્યરૂપે વિચારતાં જે જીવ કર્મને ઉપાર્જે છે તે જ જીવ ઉદય


Page 196 of 269
PDF/HTML Page 218 of 291
single page version

આવતાં ભોગવે છે; પર્યાયરૂપે વિચારતાં જે પરિણામ-અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે; તેથી અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છેઆવો ભાવ સ્યાદ્વાદ સાધી શકે છે. જેવું બૌદ્ધમતનો જીવ કહે છે તે તો મહાવિપરીત છે. તે ક્યું વિપરીતપણું? ‘‘अत्यन्तं वृत्त्यंशभेदतः वृत्तिमन्नाशकल्पनात्’’ (अत्यन्तं) દ્રવ્યનું આવું જ સ્વરૂપ છે, સહારો કોનો? (वृत्ति) અવસ્થા, તેના (अंश) અંશ અર્થાત્ એક દ્રવ્યની અનંત અવસ્થા, એવો (भेदतः) ભેદ છે અર્થાત્ કોઈ અવસ્થા વિનશે છે, અન્ય કોઈ અવસ્થા ઊપજે છેએવો અવસ્થાભેદ વિદ્યમાન છે; આવા અવસ્થાભેદનો છળ પકડીને કોઈ બૌદ્ધમતનો મિથ્યાદ્રષ્ટિ જીવ (वृत्तिमन्नाशकल्पनात्) વૃત્તિમાનનો અર્થાત્ જેનો અવસ્થાભેદ થાય છે એવી સત્તારૂપ શાશ્વત વસ્તુનો નાશ કલ્પે છે અર્થાત્ મૂળથી સત્તાનો નાશ માને છે; તેથી એવું કહેવું વિપરીતપણું છે. ભાવાર્થ આમ છે કે બૌદ્ધમતનો જીવ પર્યાયમાત્રને વસ્તુ માને છે, પર્યાય જેનો છે એવી સત્તામાત્ર વસ્તુને માનતો નથી. માટે આવું માને છે તે મહામિથ્યાત્વ છે. ૧૫-૨૦૭.

(શાર્દૂલવિક્રીડિત)
आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः
कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः
चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतैः
आत्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः
।।१६-२०८।।

ખંડાન્વય સહિત અર્થઃએકાન્તપણે જે માનવામાં આવે તે મિથ્યાત્વ છે. ‘‘अहो पृथुकैः एषः आत्मा व्युज्झितः’’ (अहो) હે જીવ! (पृथुकैः) નાના પ્રકારનો અભિપ્રાય છે જેમનો એવા જે મિથ્યાદ્રષ્ટિ જીવો છે તેમનાથી (एषः आत्मा) વિદ્યમાન શુદ્ધ ચૈતન્યવસ્તુ (व्युज्झितः) સધાઈ નહિ. કેવા છે એકાન્તવાદી? ‘‘शुद्धर्जुसूत्रे रतैः’’ (शुद्ध) દ્રવ્યાર્થિકનયથી રહિત (ऋजुसूत्रे) વર્તમાન પર્યાયમાત્રમાં

અહીં ‘દ્રવ્યાર્થિકનયથી રહિત’ પાઠના સ્થાનમાં હસ્તલિખિત તથા પહેલી મુદ્રિત હિન્દી પ્રતમાં ‘પર્યાયાર્થિકનયથી રહિત’ એવો પાઠ છે જે ભૂલથી લખાઈ ગયો લાગે છે.


Page 197 of 269
PDF/HTML Page 219 of 291
single page version

વસ્તુરૂપ અંગીકાર કરવારૂપ એકાન્તપણામાં (रतैः) મગ્ન છે. ‘‘चैतन्यं क्षणिकं प्रकल्प्य’’ એક સમયમાત્રમાં એક જીવ મૂળથી વિનશે છે, અન્ય જીવ મૂળથી ઊપજે છેએવું માનીને બૌદ્ધમતના જીવોને જીવસ્વરૂપની પ્રાપ્તિ નથી. તથા મતાન્તર કહે છે‘‘अपरैः तत्रापि कालोपाधिबलात् अधिकां अशुद्धिं मत्वा’’ (अपरैः) કોઈ મિથ્યાદ્રષ્ટિ એકાંતવાદી એવા છે કે જેઓ જીવનું શુદ્ધપણું માનતા નથી, સર્વથા અશુદ્ધપણું માને છે. તેમને પણ વસ્તુની પ્રાપ્તિ નથી એમ કહે છે (कालोपाधिबलात्) અનંત કાળથી જીવદ્રવ્ય કર્મો સાથે મળેલું જ ચાલ્યું આવ્યું છે, ભિન્ન તો થયું નથીએમ માની (तत्र अपि) તે જીવમાં (अधिकां अशुद्धिं मत्वा) અધિક અશુદ્ધિ માને છે અર્થાત્ જીવદ્રવ્ય અશુદ્ધ છે, શુદ્ધ છે જ નહિએવી પ્રતીતિ કરે છે જે જીવો, તેમને પણ વસ્તુની પ્રાપ્તિ નથી. મતાન્તર કહે છે‘‘अन्धकैः अतिव्याप्तिं प्रपद्य’’ (अन्धकैः) એકાન્ત મિથ્યાદ્રષ્ટિ જીવ કોઈ એવા છે કે જેઓ (अतिव्याप्तिं प्रपद्य) કર્મની ઉપાધિને માનતા નથી, ‘‘आत्मानं परिशुद्धम् ईप्सुभिः’’ જીવદ્રવ્યને સર્વ કાળ સર્વથા શુદ્ધ માને છે; તેમને પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે એકાન્તવાદી? ‘‘निःसूत्रमुक्तेक्षिभिः’’ (निःसूत्र) સ્યાદ્વાદસૂત્ર વિના (मुक्तेक्षिभिः) સકળ કર્મના ક્ષયલક્ષણ મોક્ષને ચાહે છે; તેમને પ્રાપ્તિ નથી. તેનું દ્રષ્ટાન્ત‘‘हारवत्’’ હારની જેમ. ભાવાર્થ આમ છે કે જેમ સૂત્ર (દોરા) વિના મોતી સધાતા નથી હાર થતો નથી, તેમ સ્યાદ્વાદસૂત્રના જ્ઞાન વિના એકાન્તવાદો દ્વારા આત્માનું સ્વરૂપ સધાતું નથીઆત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી; તેથી જે કોઈ પોતાને સુખ ચાહે છે, તેઓ સ્યાદ્વાદસૂત્ર વડે જેવું આત્માનું સ્વરૂપ સાધવામાં આવ્યું છે તેવું માનજો. ૧૬-૨૦૮.

(શાર્દૂલવિક્રીડિત)
कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा
कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्
प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचि-
च्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः
।।१७-२०९।।


Page 198 of 269
PDF/HTML Page 220 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘निपुणैः वस्तु एव सञ्चिन्त्यताम्’’ (निपुणैः) શુદ્ધસ્વરૂપ-અનુભવમાં પ્રવીણ છે એવા જે સમ્યગ્દ્રષ્ટિ જીવો, તેમણે (वस्तु एव) સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ સત્તામાત્ર ચૈતન્યસ્વરૂપ (सञ्चिन्त्यताम्) સ્વસંવેદનપ્રત્યક્ષપણે અનુભવ કરવાયોગ્ય છે. ‘‘कर्तुः च वेदयितुः युक्तिवशतः भेदः अस्तु अथवा अभेदः अस्तु’’ (कर्तुः) કર્તામાં (च) અને (वेदयितुः) ભોક્તામાં (युक्तिवशतः) દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયનો ભેદ કરતાં(भेदः अस्तु) અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે, પર્યાયાર્થિકનયથી એવો ભેદ છે તો હો,એવું સાધતાં સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી; (अथवा) દ્રવ્યાર્થિકનયથી (अभेदः) જે જીવદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે તે જ જીવદ્રવ્ય ભોગવે છે એવું પણ છે (अस्तु) તો એવું પણ હો,એમાં પણ સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી. ‘‘वा कर्ता च वेदयिता वा मा भवतु’’ (वा) કર્તૃત્વનયથી (कर्ता) જીવ પોતાના ભાવોનો કર્તા છે (च) તથા ભોક્તૃત્વનયથી (वेदयिता) જે-રૂપે પરિણમે છે તે પરિણામનો ભોક્તા છે એવું છે તો એવું જ હો,એવું વિચારતાં શુદ્ધસ્વરૂપનો અનુભવ તો નથી, કારણ કે આવું વિચારવું અશુદ્ધરૂપ વિકલ્પ છે; (वा) અથવા અકર્તૃત્વનયથી જીવ અકર્તા છે (च) તથા અભોકતૃત્વનયથી જીવ (मा) ભોક્તા નથી, (भवतु) કર્તા-ભોક્તા નથી તો નહીં જ હો,એવું વિચારતાં પણ શુદ્ધસ્વરૂપનો અનુભવ નથી, કારણ કે ‘‘प्रोता इह आत्मनि क्कचित् भर्तुं न शक्यः’’ (प्रोता) કોઈ નયવિકલ્પ, [તેનું વિવરણઅન્ય કરે છે-અન્ય ભોગવે છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા છેભોક્તા છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા નથીભોક્તા નથી એવો વિકલ્પ, ઇત્યાદિ અનંત વિકલ્પો છે તોપણ તેમાંથી કોઈ વિકલ્પ,] (इह आत्मनि) શુદ્ધવસ્તુમાત્ર છે જીવદ્રવ્ય તેમાં (क्वचित्) કોઈ પણ કાળે (भर्तुं न शक्यः) શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ નથી. ભાવાર્થ આમ છે કેકોઈ અજ્ઞાની એમ જાણશે કે આ સ્થળે ગ્રંથકર્તા આચાર્યે કર્તાપણું-અકર્તાપણું, ભોક્તાપણું-અભોક્તાપણું ઘણા પ્રકારે કહ્યું છે તો એમાં શું અનુભવની પ્રાપ્તિ ઘણી છે? સમાધાન આમ છે કે સમસ્ત નયવિકલ્પોથી શુદ્ધસ્વરૂપનો અનુભવ સર્વથા નથી. તેને (સ્વરૂપને) માત્ર જણાવવા માટે જ શાસ્ત્રમાં બહુ નય-યુક્તિથી બતાવ્યું છે. તે કારણે

‘‘नः इयम् एका अपि

चिच्चिन्तामणिमालिका अभितः चकास्तु एव’’ (नः) અમને (इयं) સ્વસંવેદનપ્રત્યક્ષ, (एका अपि) સમસ્ત વિકલ્પોથી રહિત,

(चित्) શુદ્ધ ચેતનારૂપ (चिन्तामणि) અનંત