Samaysar Kalash Tika (Gujarati). Shlok: 17-34 ; Ajiv Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 15

 

Page 19 of 269
PDF/HTML Page 41 of 291
single page version

સહજ (एकत्वतः) નિર્ભેદપણું હોવાથી;આવો નિશ્ચયનય કહેવાય છે. ‘‘आत्मा प्रमाणतः समम् मेचकः अमेचकः अपि च’’ (आत्मा) ચેતનદ્રવ્ય (समम्) એક જ કાળે (मेचकः अमेचकः अपि च) મલિન પણ છે અને નિર્મળ પણ છે. કોની અપેક્ષાએ? (प्रमाणतः) યુગપદ્ અનેક ધર્મગ્રાહક જ્ઞાનની અપેક્ષાએ. તેથી પ્રમાણદ્રષ્ટિએ જોતાં એક જ કાળે જીવદ્રવ્ય ભેદરૂપ પણ છે, અભેદરૂપ પણ છે. ૧૬.

(અનુષ્ટુપ)
दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः
एकोऽपि त्रिस्वभावत्वाद्वयवहारेण मेचकः ।।१७।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एकः अपि व्यवहारेण मेचकः’’ (एकः अपि) દ્રવ્યદ્રષ્ટિથી જોકે જીવદ્રવ્ય શુદ્ધ છે તોપણ (व्यवहारेण) ગુણ-ગુણીરૂપ ભેદદ્રષ્ટિથી (मेचकः) મલિન છે. તે પણ કોની અપેક્ષાએ? ‘‘त्रिस्वभावत्वात्’’ (त्रि) દર્શન-જ્ઞાન- ચારિત્ર, તે ત્રણ છે (स्वभावत्वात्) સહજ ગુણો જેના, એવું હોવાથી. તે પણ કેવું હોવાથી? ‘‘दर्शन-ज्ञान-चारित्रैः त्रिभिः परिणतत्वतः’’ કેમ કે તે દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ ગુણોરૂપે પરિણમે છે, તેથી ભેદબુદ્ધિ પણ ઘટે છે. ૧૭.

(અનુષ્ટુપ)
परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः
सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः ।।१८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तु परमार्थेन एककः अमेचकः’’ (तु) ‘तु’ પદ દ્વારા બીજો પક્ષ કયો છે તે વ્યક્ત કર્યું છે. (परमार्थेन) પરમાર્થથી અર્થાત્ શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી (एककः) શુદ્ધ જીવવસ્તુ (अमेचकः) નિર્મળ છેનિર્વિકલ્પ છે. કેવો છે પરમાર્થ? ‘‘व्यक्तज्ञातृत्वज्योतिषा’’ (व्यक्त) પ્રગટ છે (ज्ञातृत्व) જ્ઞાનમાત્ર (ज्योतिषा) પ્રકાશ- સ્વરૂપ જેમાં એવો છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધનિર્ભેદ વસ્તુમાત્રગ્રાહક જ્ઞાન નિશ્ચયનય કહેવાય છે. તે નિશ્ચયનયથી જીવપદાર્થ સર્વભેદરહિત શુદ્ધ છે. વળી કેવો હોવાથી શુદ્ધ છે? ‘‘सर्वभावान्तरध्वंसिस्वभावत्वात्’’ (सर्व) સમસ્ત દ્રવ્યકર્મ-ભાવકર્મ- નોકર્મ અથવા જ્ઞેયરૂપ પરદ્રવ્ય એવા જે (भावान्तर) ઉપાધિરૂપ વિભાવભાવ તેમનું


Page 20 of 269
PDF/HTML Page 42 of 291
single page version

(ध्वंसि) મેટનશીલ (મટાડવાના સ્વભાવવાળું) છે (स्वभावत्वात्) નિજસ્વરૂપ જેનું, એવો સ્વભાવ હોવાથી શુદ્ધ છે. ૧૮.

(અનુષ્ટુપ)
आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः
दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा ।।१९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘मेचकामेचकत्वयोः आत्मनः चिन्तया एव अलं’’ આત્મા (मेचक) ‘મલિન છે’ અને (अमेचक) ‘નિર્મળ છે’આમ આ બંને નયો પક્ષપાતરૂપ છે; (आत्मनः) ચેતનદ્રવ્યના આવા (चिन्तया) વિચારથી (अलं) બસ થાઓ; આવો વિચાર કરવાથી તો સાધ્યની સિદ્ધિ નથી થતી (एव) એમ નક્કી જાણવું. ભાવાર્થ આમ છે કે શ્રુતજ્ઞાનથી આત્મસ્વરૂપ વિચારતાં ઘણા વિકલ્પો ઊપજે છે; એક પક્ષથી વિચારતાં આત્મા અનેકરૂપ છે, બીજા પક્ષથી વિચારતાં આત્મા અભેદરૂપ છેઆમ વિચારતાં થકાં તો સ્વરૂપ-અનુભવ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિચારતાં થકાં તો અનુભવ નથી, તો અનુભવ ક્યાં છે? ઉત્તર આમ છે કે પ્રત્યક્ષપણે વસ્તુને આસ્વાદતાં થકાં અનુભવ છે. તે જ કહે છે‘‘दर्शन-ज्ञान-चारित्रैः साध्यसिद्धिः’’ (दर्शन) શુદ્ધસ્વરૂપનું અવલોકન, (ज्ञान) શુદ્ધસ્વરૂપનું પ્રત્યક્ષ જાણપણું, (चारित्र) શુદ્ધસ્વરૂપનું આચરણઆવાં કારણો કરવાથી (साध्य) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષની (सिद्धिः) પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં મોક્ષની પ્રાપ્તિ છે. કોઈ પ્રશ્ન કરે છે કે આટલો જ મોક્ષમાર્ગ છે કે કંઈ અન્ય પણ મોક્ષમાર્ગ છે? ઉત્તર આમ છે કે આટલો જ મોક્ષમાર્ગ છે. ‘‘न च अन्यथा’’ (च) પરંતુ (अन्यथा) અન્ય પ્રકારે (न) સાધ્યસિદ્ધિ નથી થતી. ૧૯.

(માલિની)
कथमपि समुपात्तत्रित्वमप्येकतायाः
अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्
सततमनुभवामोऽनन्तचैतन्यचिह्नं
न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः
।।२०।।


Page 21 of 269
PDF/HTML Page 43 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इदम् आत्मज्योतिः सततम् अनुभवामः’’ (इदम्) પ્રગટ (आत्मज्योतिः) આત્મજ્યોતિને અર્થાત્ ચૈતન્યપ્રકાશને (सततम्) નિરંતર (अनुभवामः) પ્રત્યક્ષપણે અમે આસ્વાદીએ છીએ. કેવી છે આત્મજ્યોતિ? ‘‘कथमपि समुपात्तत्रित्वम् अपि एकतायाः अपतितम्’’ (कथम् अपि) વ્યવહારદ્રષ્ટિથી (समुपात्तत्रित्वम्) ગ્રહણ કર્યા છે ત્રણ ભેદ જેણે એવી છે તોપણ (एकतायाः) શુદ્ધપણાથી (अपतितम्) પડતી નથી. વળી કેવી છે આત્મજ્યોતિ? ‘‘उद्गच्छत्’’ પ્રકાશરૂપ પરિણમે છે. વળી કેવી છે? ‘‘अच्छम्’’ નિર્મળ છે. વળી કેવી છે? ‘‘अनन्तचैतन्यचिह्नं’’ (अनन्त) અતિ ઘણું (चैतन्य) જ્ઞાન છે (चिह्नं) લક્ષણ જેનું એવી છે. કોઈ આશંકા કરે છે કે અનુભવને બહુ દ્રઢ કર્યો તે શા કારણે? તે જ કહે છે‘‘यस्मात् अन्यथा साध्यसिद्धिः न खलु न खलु’’ (यस्मात्) કારણ કે (अन्यथा) અન્ય પ્રકારે (साध्यसिद्धिः) સ્વરૂપની પ્રાપ્તિ (न खलु न खलु) નથી થતી, નથી થતી, એમ નક્કી છે. ૨૦.

(માલિની)
कथमपि हि लभन्ते भेदविज्ञानमूला-
मचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा
प्रतिफलननिमग्नानन्तभावस्वभावै-
र्मुकुरवदविकाराः सन्ततं स्युस्त एव
।।२१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ये अनुभूतिं लभन्ते’’ (ये) જે કોઈ નિકટ સંસારી જીવ (अनुभूतिं) અનુભૂતિ અર્થાત્ શુદ્ધ જીવવસ્તુનો આસ્વાદ (लभन्ते) પામે છે. કેવી છે અનુભૂતિ? ‘‘भेदविज्ञानमूलाम्’’ (भेद) સ્વસ્વરૂપ-પરસ્વરૂપને દ્વિધા કરવું એવું જે (विज्ञान) જાણપણું તે જ છે (मूलाम्) સર્વસ્વ જેનું એવી છે. વળી કેવી છે? ‘‘अचलितम्’’ સ્થિરતારૂપ છે. આવી અનુભૂતિ કઈ રીતે પમાય છે, તે જ કહે છે‘‘कथमपि स्वतो वा अन्यतो वा’’ (क थमपि) અનંત સંસારમાં ભ્રમણ કરતાં કેમેય કરીને કાળલબ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે સમ્યક્ત્વ ઊપજે છે, ત્યારે અનુભવ થાય છે; (स्वतः वा) મિથ્યાત્વકર્મનો ઉપશમ હોતાં ઉપદેશ વિના જ અનુભવ થાય છે, (अन्यतः वा) અથવા અંતરંગમાં મિથ્યાત્વકર્મનો ઉપશમ હોતાં અને બહિરંગમાં


Page 22 of 269
PDF/HTML Page 44 of 291
single page version

ગુરુની સમીપ સૂત્રનો ઉપદેશ મળતાં અનુભવ થાય છે. કોઈ પ્રશ્ન કરે છે કે જેઓ અનુભવ પામે છે તેઓ અનુભવ પામવાથી કેવા હોય છે? ઉત્તર આમ છે કે તેઓ નિર્વિકાર હોય છે. તે જ કહે છે‘‘ते एव सन्ततं मुकुरवत् अविकाराः स्युः’’ (ते एव) તે જ જીવો (सन्ततं) નિરંતરપણે (मुकुरवत्) અરીસાની પેઠે (अविकाराः) રાગદ્વેષ રહિત (स्युः) છે. શાનાથી નિર્વિકાર છે? ‘‘प्रतिफलननिमग्नानन्तभावस्वभावैः’’ (प्रतिफलन) પ્રતિબિંબરૂપે (निमग्न) ગર્ભિત જે (अनन्तभाव) સકળ દ્રવ્યોના (स्वभावैः) ગુણ-પર્યાયો, તેમનાથી નિર્વિકાર છે. ભાવાર્થ આમ છે કે જે જીવના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેના જ્ઞાનમાં સકળ પદાર્થો ઉદ્દીપ્ત થાય છે, તેમના ભાવ અર્થાત્ ગુણ-પર્યાયો, તેમનાથી નિર્વિકારરૂપ અનુભવ છે. ૨૧.

(માલિની)
त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं
रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्
इह कथमपि नात्माऽनात्मना साकमेकः
किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम्
।।२२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘जगत् मोहम् त्यजतु’’ (जगत्) સંસારી જીવરાશિ (मोहम्) મિથ્યાત્વપરિણામને (त्यजतु) સર્વથા છોડો. છોડવાનો અવસર કયો? ‘‘इदानीं’’ તત્કાળ. ભાવાર્થ આમ છે કે શરીરાદિ પરદ્રવ્યો સાથે જીવની એકત્વબુદ્ધિ વિદ્યમાન છે, તે સૂક્ષ્મકાળમાત્ર પણ આદર કરવાયોગ્ય નથી. કેવો છે મોહ? ‘‘आजन्मलीढं’’ (आजन्म) અનાદિકાળથી (लीढं) લાગેલો છે. ‘‘ज्ञानम् रसयतु’’ (ज्ञानम्) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવસ્તુને (रसयतु) સ્વાનુભવ-પ્રત્યક્ષપણે આસ્વાદો. કેવું છે જ્ઞાન? ‘‘रसिकानां रोचनं’’ (रसिकानां) શુદ્ધસ્વરૂપના અનુભવશીલ સમ્યગ્દ્રષ્ટિ જીવોને (रोचनं) અત્યંત સુખકારી છે. વળી કેવું છે જ્ઞાન? ‘‘उद्यत्’’ ત્રણે કાળ પ્રકાશરૂપ છે. કોઈ પ્રશ્ન કરે છે કે આમ કરતાં કાર્યસિદ્ધિ કેવી થાય છે? ઉત્તર કહે છે‘‘इह किल एकः आत्मा अनात्मना साकम् तादात्म्यवृत्तिम् क्वापि काले कथमपि न कलयति’’ (इह) મોહનો ત્યાગ, જ્ઞાનવસ્તુનો અનુભવઆમ વારંવાર અભ્યાસ કરતાં (किल) નિઃસંદેહપણે (एकः)


Page 23 of 269
PDF/HTML Page 45 of 291
single page version

શુદ્ધ (आत्मा) ચેતનદ્રવ્ય (अनात्मना) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ આદિ સમસ્ત વિભાવપરિણામોની (साकम्) સાથે (तादात्म्यवृत्तिम्) જીવ અને કર્મના બંધાત્મક એકક્ષેત્રસંબંધરૂપે (क्वापि) કોઈ પણ અતીત, અનાગત અને વર્તમાનસંબંધી (काले) સમય, ઘડી, પ્રહર, દિવસ કે વર્ષે (कथमपि) કોઈ પણ રીતે (न कलयति) નથી રહેતું. ભાવાર્થ આમ છે કેઃજીવદ્રવ્ય ધાતુ અને પાષાણના સંયોગની પેઠે પુદ્ગલકર્મોની સાથે મળેલું જ ચાલ્યું આવે છે, અને મળેલું હોવાથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ વિભાવ- ચેતનપરિણામે પરિણમતું જ આવે છે. એમ પરિણમતાં એવી દશા નીપજી કે જીવદ્રવ્યનું નિજસ્વરૂપ જે કેવળજ્ઞાન, કેવળદર્શન, અતીન્દ્રિય સુખ અને કેવળવીર્ય, તેનાથી આ જીવદ્રવ્ય ભ્રષ્ટ થયું તથા મિથ્યાત્વરૂપ વિભાવપરિણામે પરિણમતાં જ્ઞાનપણું પણ છૂટી ગયું; જીવનું નિજ સ્વરૂપ અનંતચતુષ્ટય છે, શરીર, સુખ, દુઃખ, મોહ, રાગ, દ્વેષ ઇત્યાદિ બધું પુદ્ગલકર્મની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથીએવી પ્રતીતિ પણ છૂટી ગઈ. પ્રતીતિ છૂટતાં જીવ મિથ્યાદ્રષ્ટિ થયો; મિથ્યાદ્રષ્ટિ થયો થકો જ્ઞાનાવરણાદિ કર્મબંધકરણશીલ થયો. તે કર્મબંધનો ઉદય થતાં જીવ ચારે ગતિઓમાં ભમે છે. આ પ્રકારે સંસારની પરિપાટી છે. આ સંસારમાં ભ્રમણ કરતાં કોઈ ભવ્ય જીવનો જ્યારે નિકટ સંસાર આવી જાય છે ત્યારે જીવ સમ્યક્ત્વ ગ્રહણ કરે છે. સમ્યક્ત્વ ગ્રહણ કરતાં પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મનો ઉદય મટે છે તથા મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ મટે છે. વિભાવપરિણામ મટતાં શુદ્ધસ્વરૂપનો અનુભવ થાય છે. આવી સામગ્રી મળતાં જીવદ્રવ્ય પુદ્ગલકર્મથી તથા વિભાવપરિણામથી સર્વથા ભિન્ન થાય છે. જીવદ્રવ્ય પોતાના અનંતચતુષ્ટયને પ્રાપ્ત થાય છે. દ્રષ્ટાંત આમ છે કે જેવી રીતે સુવર્ણધાતુ પાષાણમાં જ મળેલી ચાલી આવે છે તોપણ અગ્નિનો સંયોગ પામીને પાષાણથી સુવર્ણ ભિન્ન થાય છે. ૨૨.

(માલિની)
अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन्
अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्
पृथगथ विलसन्तं स्वं समालोक्य येन
त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्
।।२३।।


Page 24 of 269
PDF/HTML Page 46 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अयि मूर्तेः पार्श्ववर्ती भव, अथ मुहूर्तं पृथक् अनुभव’’ (अयि) હે ભવ્યજીવ! (मूर्तेः) શરીરથી (पार्श्ववर्ती) ભિન્નસ્વરૂપ (भव) થા. ભાવાર્થ આમ છે કે અનાદિકાળથી જીવદ્રવ્ય (શરીર સાથે) એકસંસ્કારરૂપ થઈને ચાલ્યું આવે છે, તેથી જીવને આમ કહીને પ્રતિબોધવામાં આવે છે કે હે જીવ! આ જેટલા શરીરાદિ પર્યાયો છે તે બધા પુદ્ગલકર્મના છે, તારા નથી; તેથી આ પર્યાયોથી પોતાને ભિન્ન જાણ.

(अथ) ભિન્ન જાણીને (मुहूर्तम्) થોડોક કાળ (पृथक्)

શરીરથી ભિન્ન ચેતનદ્રવ્યરૂપે (अनुभव) પ્રત્યક્ષપણે આસ્વાદ કર. ભાવાર્થ આમ છે કે શરીર તો અચેતન છે, વિનશ્વર છે, શરીરથી ભિન્ન કોઈ તો પુરુષ (આત્મા) છે એવું જાણપણુંએવી પ્રતીતિ મિથ્યાદ્રષ્ટિ જીવોને પણ હોય છે, પરંતુ સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી. જ્યારે જીવદ્રવ્યનો દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે ત્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ પણ છે. કેવો છે અનુભવશીલ જીવ? ‘‘तत्त्वकौतूहली सन्’’ (तत्त्व) શુદ્ધ ચૈતન્યવસ્તુના (कौतूहली सन्) સ્વરૂપને જોવા ઇચ્છે છે એવો થયો થકો. વળી કેવો થઈને? ‘‘कथमपि मृत्वा’’ (कथमपि) કોઈ પણ પ્રકારેકોઈપણ ઉપાયે, (मृत्वा) મરીને પણ, શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ કર. ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચૈતન્યનો અનુભવ તો સહજસાધ્ય છે, યત્નસાધ્ય તો નથી, પરંતુ આટલું કહીને અત્યંત ઉપાદેયપણું દ્રઢ કર્યું છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અનુભવ તો જ્ઞાનમાત્ર છે, તેનાથી શું કાંઈ કાર્યસિદ્ધિ છે? તે પણ ઉપદેશ દ્વારા કહે છે‘‘येन मूर्त्या साकम् एकत्वमोहम् झगिति त्यजसि’’ (येन) જે શુદ્ધ ચૈતન્યના અનુભવ વડે (मूर्त्या साकम्) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્માત્મક સમસ્ત કર્મરૂપ પર્યાયોની સાથે (एकत्वमोहम्) એકસંસ્કારરૂપ‘હું દેવ છું, હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું નારકી છું’ ઇત્યાદિરૂપ, ‘હું સુખી છું, હું દુઃખી છું’ ઇત્યાદિરૂપ, ‘હું ક્રોધી છું, હું માની છું’ ઇત્યાદિરૂપ, તથા ‘હું યતિ છું, હું ગૃહસ્થ છું’ ઇત્યાદિરૂપપ્રતીતિ એવો છે મોહ અર્થાત્ વિપરીતપણું તેને (झगिति) અનુભવ થતાં વેંત જ (त्यजसि) હે જીવ! પોતાની બુદ્ધિથી તું જ છોડીશ. ભાવાર્થ આમ છે કે અનુભવ જ્ઞાનમાત્ર વસ્તુ છે, એકત્વમોહ મિથ્યાત્વરૂપ દ્રવ્યના વિભાવપરિણામ છે, તોપણ એમને (અનુભવને અને મિથ્યાત્વના મટવાને) આપસમાં કારણકાર્યપણું છે. તેનું વિવરણજે કાળે જીવને અનુભવ થાય છે તે કાળે મિથ્યાત્વપરિણમન મટે છે,


Page 25 of 269
PDF/HTML Page 47 of 291
single page version

સર્વથા અવશ્ય મટે છે. જે કાળે મિથ્યાત્વપરિણમન મટે છે તે કાળે અવશ્ય અનુભવશક્તિ થાય છે. મિથ્યાત્વપરિણમન જે રીતે મટે છે તે રીત કહે છેઃ ‘‘स्वं समालोक्य’’ (स्वं) પોતાની શુદ્ધ ચૈતન્યવસ્તુનો (समालोक्य) સ્વસંવેદનપ્રત્યક્ષપણે આસ્વાદ કરીને. કેવું છે શુદ્ધ ચેતન? ‘‘विलसन्तं’’ અનાદિનિધન પ્રગટપણે ચેતનારૂપ પરિણમી રહ્યું છે. ૨૩.

(શાર્દૂલવિક્રીડિત)
कान्त्यैव स्नपयन्ति ये दश दिशो धाम्ना निरुन्धन्ति ये
धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये
दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं
वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः
।।२४।।

ખંડાન્વય સહિત અર્થઃઅહીં કોઈ મિથ્યાદ્રષ્ટિ કુવાદી મતાન્તર સ્થાપે છે કે જીવ અને શરીર એક જ વસ્તુ છે. જેમ જૈનો માને છે કે શરીરથી જીવદ્રવ્ય ભિન્ન છે તેમ નથી, એક જ છે; કેમકે શરીરનું સ્તવન કરતાં આત્માનું સ્તવન થાય છે, એમ જૈનો પણ માને છે. એ જ બતાવે છે‘‘ते तीर्थेश्वराः वन्द्याः’’

(ते)

અવશ્ય વિદ્યમાન છે એવા (तीर्थेश्वराः) તીર્થંકરદેવો (वन्द्याः) ત્રિકાળ નમસ્કાર કરવાયોગ્ય છે. કેવા છે તે તીર્થંકરો? ‘‘ये कान्त्या एव दश दिशः स्नपयन्ति’’ (ये) તીર્થંકરો (कान्त्या) શરીરની દીપ્તિ દ્વારા (एव) નક્કી (दश) પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ એ ચાર દિશા, ચાર ખૂણારૂપ વિદિશા તથા ઊર્ધ્વદિશા અને અધોદિશા એ દસ (दिशः) દિશાઓને (स्नपयन्ति) પ્રક્ષાલ કરે છેપવિત્ર કરે છે; એવા છે જે તીર્થંકરો તેમને નમસ્કાર છે. (જૈનોને ત્યાં) આમ જે કહ્યું તે તો શરીરનું વર્ણન કર્યું, તેથી અમને એવી પ્રતીતિ ઊપજી કે શરીર અને જીવ એક જ છે. વળી કેવા છે તીર્થંકરો? ‘‘ये धाम्ना उद्दाममहस्विनां धाम निरुन्धन्ति’’ (ये) તીર્થંકરો (धाम्ना) શરીરના તેજથી (उद्दाममहस्विनां) ઉગ્ર તેજવાળા કરોડો સૂર્યના (धाम) પ્રતાપને (निरुन्धन्ति) રોકે છે. ભાવાર્થ આમ છે કે તીર્થંકરના શરીરમાં એવી દીપ્તિ છે કે જો કોટિ સૂર્ય હોય તો કોટિયે સૂર્યની દીપ્તિ રોકાઈ જાય; એવા તે તીર્થંકરો છે. અહીં પણ શરીરની


Page 26 of 269
PDF/HTML Page 48 of 291
single page version

જ મોટપ કહી છે. વળી કેવા છે તીર્થંકરો? ‘‘ये रूपेण जनमनो मुष्णन्ति’’ (ये) તીર્થંકરો (रूपेण) શરીરની શોભાથી (जन) જેટલાં દેવ-મનુષ્ય-તિર્યંચએ બધાંનાં (मनः) અંતરંગને (मुष्णन्ति) ચોરી લે છે. ભાવાર્થ આમ છે કે જીવો તીર્થંકરના શરીરની શોભા દેખીને જેવું સુખ માને છે તેવું સુખ ત્રૈલોક્યમાં અન્ય વસ્તુને દેખીને નથી માનતા; એવા તે તીર્થંકરો છે. અહીં પણ શરીરની મોટપ કરી છે. વળી કેવા છે તીર્થંકરો? ‘‘ये दिव्येन ध्वनिना श्रवणयोः साक्षात् सुखं अमृतं क्षरन्तः’’ (ये) તીર્થંકરદેવો (दिव्येन) સમસ્ત ત્રૈલોક્યમાં ઉત્કૃષ્ટ એવી (ध्वनिना) નિરક્ષરી વાણી વડે (श्रवणयोः) સર્વ જીવોની કર્ણેન્દ્રિયોમાં (साक्षात्) તત્કાળ (सुखं अमृतं) સુખમય શાન્તરસને (क्षरन्तः) વરસાવે છે. ભાવાર્થ આમ છે કે તીર્થંકરની વાણી સાંભળતાં સર્વ જીવોને વાણી રુચે છે, જીવો બહુ સુખી થાય છે; તીર્થંકરો એવા છે. અહીં પણ શરીરની મોટપ છે. વળી કેવા છે તીર્થંકરો? ‘‘अष्टसहस्रलक्षणधराः’’ (अष्टसहस्र) આઠ અધિક એક હજાર (लक्षणधराः) શરીરનાં ચિહ્નો સહજ જ ધારણ કરે છે; એવા તીર્થંકરો છે. ભાવાર્થ આમ છે કે તીર્થંકરના શરીરમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, કમળ, મગર, મચ્છ, ધ્વજા ઇત્યાદિરૂપ આકૃતિવાળી રેખાઓ હોય છે, જે સમસ્ત ગણતાં એક હજાર ને આઠ થાય છે. અહીં પણ શરીરની મોટપ છે. વળી કેવા છે તીર્થંકરો?

‘‘सूरयः’’ મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે. અહીં પણ શરીરની મોટપ છે.

આથી જીવ-શરીર એક જ છે એવી મારી પ્રતીતિ છે, એવું કોઈ મિથ્યામતવાદી માને છે. તેનો ઉત્તર આમ પ્રમાણે આગળ કહેશેઃ ગ્રંથકર્તા કહે છે કે વચનવ્યવહારમાત્રથી જીવ-શરીરનું એકપણું કહેવાય છે. આથી એમ કહ્યું છે કે જે શરીરનું સ્તોત્ર છે તે તો વ્યવહારમાત્રથી જીવનું સ્તોત્ર છે. દ્રવ્યદ્રષ્ટિથી જોતાં જીવ- શરીર ભિન્ન ભિન્ન છે. તેથી જેવું સ્તોત્ર કહ્યું છે તે નિજ નામથી જૂઠું છે (અર્થાત્ તેનું નામ સ્તોત્ર ઘટિત થતું નથી), કેમ કે શરીરના ગુણ કહેતાં જીવની સ્તુતિ થતી નથી, જીવના જ્ઞાનગુણની સ્તુતિ કરતાં (જીવની) સ્તુતિ થાય છે. કોઈ પ્રશ્ન કરે છે કે જેવી રીતે નગરનો સ્વામી રાજા છે તેથી નગરની સ્તુતિ કરતાં રાજાની સ્તુતિ થાય છે, તેવી જ રીતે શરીરનો સ્વામી જીવ છે તેથી શરીરની સ્તુતિ કરતાં જીવની સ્તુતિ થાય છે. ઉત્તર આમ છે કે એ રીતે સ્તુતિ થતી નથી; રાજાના નિજ ગુણની સ્તુતિ કરતાં રાજાની સ્તુતિ થાય છે, તેવી જ રીતે જીવના નિજ ચૈતન્યગુણની સ્તુતિ કરતાં જીવની સ્તુતિ થાય છે. તે જ કહે છે. ૨૪.


Page 27 of 269
PDF/HTML Page 49 of 291
single page version

(આર્યા)
प्राकारकवलिताम्बरमुपवनराजीनिगीर्णभूमितलम्
पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम् ।।२५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इदं नगरम् परिखावलयेन पातालम् पिबति इव’’ (इदं) પ્રત્યક્ષ (नगरम्) નગર અર્થાત્ રાજગ્રામ (परिखावलयेन) ખાઈ વડે ઘેરાયેલું હોવાથી (पातालम्) અધોલોકને, (पिबति इव) ખાઈ એટલી ઊંડી છે જેથી એમ લાગે છે કે, પી રહ્યું છે. કેવું છે નગર? ‘‘प्राकारकवलिताम्बरम्’’ (प्राकार) કોટ વડે (कवलित) ગળી ગયું છે (अम्बरम्) આકાશને જે, એવું નગર છે. ભાવાર્થ આમ છે કે કોટ ઘણો જ ઊંચો છે. વળી કેવું છે નગર? ‘‘उपवनराजीनिगीर्णभूमितलम्’’ (उपवनराजी) નગરની સમીપ ચારે તરફ ફેલાયેલા બાગોથી (निगीर्ण) રુંધાયેલી છે (भूमितलम्) સમસ્ત ભૂમિ જેની, એવું તે નગર છે. ભાવાર્થ આમ છે કે નગરની બહાર ઘણા બાગ છે. આવી નગરની સ્તુતિ કરતાં રાજાની સ્તુતિ થતી નથી. અહીં ખાઈ-કોટ-બાગનું વર્ણન કર્યું તે તો રાજાના ગુણો નથી; રાજાના ગુણો છે દાન, પૌરુષ (શૂરવીરતા) અને જાણપણું; તેમની સ્તુતિ કરતાં રાજાની સ્તુતિ થાય છે. ૨૫.

(આર્યા)
नित्यमविकारसुस्थितसर्वाङ्गमपूर्वसहजलावण्यम्
अक्षोभमिव समुद्रं जिनेन्द्ररूपं परं जयति ।।२६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘जिनेन्द्ररूपं जयति’’ (जिनेन्द्ररूपं) જિનેન્દ્રરૂપ અર્થાત્ તીર્થંકરના શરીરની શોભા (जयति) જયવંત હો. કેવું છે જિનેન્દ્રરૂપ? ‘‘नित्यं’’ આયુપર્યન્ત એકરૂપ છે. વળી કેવું છે? ‘‘अविकारसुस्थितसर्वाङ्गम्’’ (अविकार) જેમાં બાળપણું, તરુણપણું અને વૃદ્ધપણું નહીં હોવાથી (सुस्थित) સમાધાનરૂપ (સારી રીતે ગોઠવાયેલા) છે (सर्वाङ्गम्) સર્વ પ્રદેશ જેના એવું છે. વળી કેવું છે જિનેન્દ્રનું રૂપ? ‘‘अपूर्वसहजलावण्यम्’’ (अपूर्व) આશ્ચર્યકારી છે તથા (सहज) વિના યત્ને શરીર સાથે મળેલા છે (लावण्यम्) શરીરના ગુણો જેને એવું છે. વળી કેવું છે? ‘‘समुद्रम् इव अक्षोभम्’’ (समुद्रम् इव) સમુદ્રની માફક (अक्षोभम्)


Page 28 of 269
PDF/HTML Page 50 of 291
single page version

નિશ્ચળ છે. વળી કેવું છે? ‘‘परं’’ ઉત્કૃષ્ટ છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે વાયુ રહિત સમુદ્ર નિશ્ચળ હોય છે તેવી જ રીતે તીર્થંકરનું શરીર નિશ્ચળ છે. આ રીતે શરીરની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ નથી થતી, કારણ કે શરીરના ગુણ આત્મામાં નથી. આત્માનો જ્ઞાનગુણ છે; જ્ઞાનગુણની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થાય છે. ૨૬.

(શાર્દૂલવિક્રીડિત)

एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोर्निश्चयात् नुः स्तोत्रं व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः

स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवेत् नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः ।।२७।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अतः तीर्थकरस्तवोत्तरबलात् आत्माङ्गयोः एकत्वं न भवेत्’’ (अतः) આ કારણથી, (तीर्थकरस्तव) ‘પરમેશ્વરના શરીરની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થાય છે’ એમ જે મિથ્યામતી જીવ કહે છે તેના પ્રતિ (उत्तरबलात्) ‘શરીરની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થતી નથી, આત્માના જ્ઞાનગુણની સ્તુતિ કરતાં આત્માની સ્તુતિ થાય છે,’ આવા ઉત્તરના બળથી અર્થાત્ તે ઉત્તર દ્વારા સંદેહ નષ્ટ થઈ જવાથી,

(आत्म) ચેતનવસ્તુને અને (अङ्गयोः) સમસ્ત કર્મની ઉપાધિને

(एकत्वं) એકદ્રવ્યપણું (न भवेत्) થતું નથી. આત્માની સ્તુતિ જે રીતે થાય છે તે કહે છે‘‘सा एवं’’ (सा) તે જીવસ્તુતિ (एवं) જેવી રીતે મિથ્યાદ્રષ્ટિ કહેતો હતો તેવી રીતે નથી, કિન્તુ જે રીતે હવે કહે છે તે રીતે જ છે‘‘कायात्मनोः व्यवहारतः एकत्वं, तु पुनः न निश्चयात्’’ (कायात्मनोः) શરીરાદિ અને ચેતનદ્રવ્ય એ બંનેને (व्यवहारतः) કથનમાત્રથી (एकत्वं) એકપણું છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સોનું અને રૂપું એ બંનેને ઓગાળીને એક સોગઠી બનાવવામાં આવે છે, ત્યાં તે સઘળું કહેવામાં તો સુવર્ણ જ કહેવાય છે, તેવી રીતે જીવ અને કર્મ અનાદિથી એકક્ષેત્રસંબંધરૂપ મળેલાં ચાલ્યાં આવે છે તેથી તે સઘળું કથનમાં તો જીવ જ કહેવાય છે.

(तु पुनः) બીજા પક્ષે (न) જીવ-કર્મને એકપણું નથી. તે કયા પક્ષે?


Page 29 of 269
PDF/HTML Page 51 of 291
single page version

(निश्चयात्) દ્રવ્યના નિજ સ્વરૂપને વિચારતાં, ભાવાર્થ આમ છે કે જેવી રીતે સોનું અને રૂપું જોકે એકક્ષેત્રે મળેલાં છેએકપિંડરૂપ છે તોપણ સોનું પીળું, ભારે અને ચીકણું એવા પોતાના ગુણો સહિત છે, રૂપું પણ પોતાના શ્વેતગુણ સહિત છે, તેથી એકપણું કહેવું જૂઠું છે, તેવી જ રીતે જીવ અને કર્મ પણ જોકે અનાદિથી એકબંધપર્યાયરૂપ મળેલાં ચાલ્યાં આવે છેએકપિંડરૂપ છે તોપણ જીવદ્રવ્ય પોતાના જ્ઞાનગુણે બિરાજમાન છે, કર્મ-પુદ્ગલદ્રવ્ય પણ પોતાના અચેતન ગુણ સહિત છે, તેથી એકપણું કહેવું જૂઠું છે. તે કારણે સ્તુતિમાં ભેદ છે. (તે જ બતાવે છે) ‘‘व्यवहारतः वपुषः स्तुत्या नुः स्तोत्रं अस्ति, न तत् तत्त्वतः’’ (व्यवहारतः) બંધપર્યાયરૂપ એકક્ષેત્રાવગાહદ્રષ્ટિથી જોતાં (वपुषः) શરીરની (स्तुत्या) સ્તુતિ કરવાથી (नुः) જીવની (स्तोत्रं) સ્તુતિ (अस्ति) થાય છે. (न तत्) બીજા પક્ષે વિચારતાં, સ્તુતિ નથી થતી. કઈ અપેક્ષાએ નથી થતી? (तत्त्वतः) શુદ્ધ જીવદ્રવ્યસ્વરૂપ વિચારતાં. ભાવાર્થ આમ છે કે જેમ ‘શ્વેત સુવર્ણ’ એમ જોકે કહેવામાં આવે છે તોપણ શ્વેતગુણ રૂપાનો છે, તેથી ‘શ્વેત સુવર્ણ’ એમ કહેવું જૂઠું છે, તેવી જ રીતે

‘‘बे रत्ता बे सांवला बे नीलुप्पलवन्न
मरगजवन्ना दो वि जिन सोलह कंचनवन्न ।।’’

‘‘[ભાવાર્થ] બે તીર્થંકરો રક્તવર્ણે, બે કૃષ્ણ, બે નીલ, બે પન્ના અને સોળ સુવર્ણરંગે છે,’’ જોકે આમ કહેવામાં આવે છે તોપણ શ્વેત, રક્ત અને પીત આદિ પુદ્ગલદ્રવ્યના ગુણો છે, જીવના ગુણો નથી. તેથી શ્વેત, રક્ત અને પીત એમ કહેતાં જીવ નથી હોતો, જ્ઞાનગુણ કહેતાં જીવ છે. કોઈ પ્રશ્ન કરે છે કે શરીરની સ્તુતિ કરતાં તો જીવની સ્તુતિ થતી નથી, તો જીવની સ્તુતિ કઈ રીતે થાય છે? ઉત્તર આમ છે કે ચિદ્રૂપ કહેતાં થાય છે‘‘निश्चयतः चित्स्तुत्या एव चितः स्तोत्रं भवति’’ (निश्चयतः) શુદ્ધ જીવદ્રવ્યરૂપ વિચારતાં (चित्) શુદ્ધ જ્ઞાનાદિનાં (स्तुत्या) વારંવાર વર્ણન-સ્મરણ-અભ્યાસ કરવાથી (एव) નિઃસંદેહ (चितः स्तोत्रं) જીવદ્રવ્યની સ્તુતિ (भवति) થાય છે. ભાવાર્થ આમ છેજેવી રીતે ‘પીળું, ભારે અને ચીકણું સુવર્ણ’ એમ કહેતાં સુવર્ણની સ્વરૂપસ્તુતિ થાય છે, તેવી જ રીતે ‘કેવળી એવા છે કે જેમણે પ્રથમ જ શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ કર્યો છે એટલે કે ઇન્દ્રિય-વિષય-કષાયને જીત્યાં છે, પછી મૂળથી ખપાવ્યાં છે, સકળ કર્મ ક્ષય કર્યાં


Page 30 of 269
PDF/HTML Page 52 of 291
single page version

છે એટલે કે કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળવીર્ય અને કેવળસુખરૂપે બિરાજમાન પ્રગટ છે’ એમ કહેતાંજાણતાંઅનુભવતાં કેવળીની ગુણસ્વરૂપ સ્તુતિ થાય છે. આથી આ અર્થ નિશ્ચિત કર્યો કે જીવ અને કર્મ એક નથી, ભિન્ન ભિન્ન છે. વિવરણ જીવ અને કર્મ એક હોત તો આટલો સ્તુતિભેદ કેમ હોત? ૨૭.

(માલિની)
इति परिचिततत्त्वैरात्मकायैकतायां
नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्
अवतरति न बोधो बोधमेवाद्य कस्य
स्वरसरभसकृष्टः प्रस्फु टन्नेक एव
।।२८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इति कस्य बोधः बोधम् अद्य न अवतरति’’ (इति) આ પ્રકારે ભેદ દ્વારા સમજાવતાં (कस्य) ત્રણ લોકમાં એવો કયો જીવ છે કે જેને (बोधः) બોધ અર્થાત્ જ્ઞાનશક્તિ (बोधम्) સ્વસ્વરૂપના પ્રત્યક્ષ અનુભવશીલપણે (अद्य) આજ પણ (न अवतरति) પરિણમનશીલ ન થાય? ભાવાર્થ આમ છે કે જીવ- કર્મનું ભિન્નપણું અતિશય પ્રગટ કરીને બતાવ્યું; એ સાંભળતાં જે જીવને જ્ઞાન ઊપજતું નથી તેને ઠપકો દીધો છે. કયા પ્રકારે ભેદ દ્વારા સમજાવતાં? તે જ ભેદપ્રકાર બતાવે છે‘‘आत्मकायैकतायां परिचिततत्त्वैः नयविभजनयुक्त्या अत्यन्तम् उच्छादितायाम्’’ (आत्म) ચેતનદ્રવ્ય અને (काय) કર્મપિંડના (एकतायां) એકત્વપણાને, (ભાવાર્થ આમ છે કે જીવ-કર્મ અનાદિબંધપર્યાયરૂપ એકપિંડ છે તેને,) (परिचिततत्त्वैः) સર્વજ્ઞો દ્વારા [વિવરણ(परिचित) પ્રત્યક્ષપણે જાણ્યા છે (तत्त्वैः) જીવાદિ સકળ દ્રવ્યોના ગુણ-પર્યાયોને જેમણે એવા સર્વજ્ઞદેવ દ્વારા] (नय) દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકરૂપ પક્ષપાતના (विभजन) વિભાગભેદનિરૂપણ, (युक्त्या) ભિન્નસ્વરૂપ વસ્તુને સાધવી, તેના વડે (अत्यन्तं) અતિશય નિઃસંદેહપણે (उच्छादितायाम्) ઉચ્છેદવામાં આવે છે. જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે, પરન્તુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું; તે ભ્રાન્તિ પરમગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે, કર્મસંયોગથી ભિન્ન શુદ્ધ


Page 31 of 269
PDF/HTML Page 53 of 291
single page version

જીવસ્વરૂપનો અનુભવ થાય છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. કેવો છે બોધ? ‘‘स्वरसरभसकृष्टः’’ (स्वरस) જ્ઞાનસ્વભાવનો (रभस) ઉત્કર્ષઅતિશય સમર્થપણું તેનાથી (कृष्टः) પૂજ્ય છે. વળી કેવો છે? ‘‘प्रस्फु टन्’’ પ્રગટપણે છે. વળી કેવો છે? ‘‘एकः एव’’ નિશ્ચયથી ચૈતન્યરૂપ છે. ૨૮.

(માલિની)
अवतरति न यावद्वृत्तिमत्यन्तवेगा-
दनवमपरभावत्याग
द्रष्टान्तद्रष्टिः
झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता
स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव
।।२९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इयम् अनुभूतिः तावत् झटिति स्वयम् आविर्बभूव’’ (इयम्) આ વિદ્યમાન (अनुभूतिः) અનુભૂતિ અર્થાત્ શુદ્ધચૈતન્યવસ્તુનું પ્રત્યક્ષપણે જાણપણું (तावत्) તેટલા કાળ સુધી (झटिति) તે જ સમયે (स्वयम्) સહજ જ પોતાના જ પરિણમનરૂપ (आविर्बभूव) પ્રગટ થઈ. કેવી છે તે અનુભૂતિ? ‘‘अन्यदीयैः सकलभावैः विमुक्ता’’ (अन्यदीयैः) શુદ્ધચૈતન્યસ્વરૂપથી અત્યંત ભિન્ન એવાં દ્રવ્યકર્મ- ભાવકર્મ-નોકર્મસંબંધી (सकलभावैः) ‘સકળ’ અર્થાત્ જેટલા છે ગુણસ્થાન- માર્ગણાસ્થાનરૂપ રાગ-દ્વેષ-મોહ ઇત્યાદિ અતિ ઘણા વિકલ્પો એવા જે ‘ભાવ’ અર્થાત્ વિભાવરૂપ પરિણામ તેમનાથી (विमुक्ता) સર્વથા રહિત છે. ભાવાર્થ આમ છે કે જેટલા પણ વિભાવપરિણામસ્વરૂપ વિકલ્પો છે અથવા મન-વચનથી ઉપચાર કરી દ્રવ્ય-ગુણ-પર્યાયભેદરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યભેદરૂપ વિકલ્પો છે તેમનાથી રહિત શુદ્ધચેતનામાત્રના આસ્વાદરૂપ જ્ઞાન તેનું નામ અનુભવ કહેવાય છે. તે અનુભવ જે રીતે થાય છે તે કહે છે‘‘यावत् अपरभावत्यागद्रष्टान्तद्रष्टिः अत्यन्तवेगात् अनवम् वृत्तिम् न अवतरति’’ (यावत्) જેટલો કાળ, જે કાળે (अपरभाव) શુદ્ધચૈતન્યમાત્રથી ભિન્ન દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ જે સમસ્ત ભાવો તેમના (त्याग) ‘આ ભાવો સમસ્ત જૂઠા છે, જીવનું સ્વરૂપ નથી’ એવા પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ જ્ઞાનના સૂચક (द्रष्टान्त) ઉદાહરણની માફક[વિવરણજેવી રીતે કોઈ પુરુષે ધોબીના ઘરેથી પોતાના વસ્ત્રના ભ્રમથી બીજાનું વસ્ત્ર આવતાં ઓળખ્યા વિના પહેરીને પોતાનું


Page 32 of 269
PDF/HTML Page 54 of 291
single page version

જાણ્યું, પછી તે વસ્ત્રનો ધણી જે કોઈ હતો તેણે છેડો પકડીને કહ્યું કે ‘આ વસ્ત્ર તો મારું છે,’ ફરીને કહ્યું કે ‘મારું જ છે,’ આમ સાંભળતાં તે પુરુષે ચિહ્ન તપાસ્યું અને જાણ્યું કે ‘મારું ચિહ્ન તો મળતું નથી, માટે નક્કી આ વસ્ત્ર મારું નથી, બીજાનું છે,’ તેને આવી પ્રતીતિ થતાં ત્યાગ થયો ઘટે છે, વસ્ત્ર પહેરેલું જ છે તોપણ ત્યાગ ઘટે છે, કેમ કે સ્વામિત્વપણું છૂટી ગયું છે; તેવી રીતે અનાદિ કાળથી જીવ મિથ્યાદ્રષ્ટિ છે તેથી કર્મસંયોગજનિત છે જે શરીર, દુઃખસુખ, રાગદ્વેષ આદિ વિભાવપર્યાયો તેમને પોતાનાં જ કરીને જાણે છે અને તે-રૂપે જ પ્રવર્તે છે, હેય- ઉપાદેય જાણતો નથી; આ પ્રમાણે અનંત કાળ ભ્રમણ કરતાં જ્યારે થોડો સંસાર રહે છે અને પરમગુરુનો ઉપદેશ પામે છેઉપદેશ એવો છે કે ‘હે જીવ! જેટલાં છે જે શરીર, સુખ-દુઃખ, રાગ-દ્વેષ-મોહ, જેમને તું પોતાનાં કરીને જાણે છે અને એમાં રત થયો છે તે તો સઘળાંય તારાં નથી, અનાદિ કર્મસંયોગની ઉપાધિ છે’ ત્યારે એવું વારંવાર સાંભળતાં જીવવસ્તુનો વિચાર ઊપજ્યો કે ‘જીવનું લક્ષણ તો શુદ્ધ ચિદ્રૂપ છે, તેથી આ બધી ઉપાધિ તો જીવની નથી, કર્મસંયોગની ઉપાધિ છે’; આવો નિશ્ચય જે કાળે થયો તે જ કાળે સકળ વિભાવભાવોનો ત્યાગ છે; શરીર, સુખ, દુઃખ જેમ હતાં તેમ જ છે, પરિણામોથી ત્યાગ છે, કેમ કે સ્વામિત્વપણું છૂટી ગયું છે. આનું જ નામ અનુભવ છે, આનું જ નામ સમ્યક્ત્વ છે. આ પ્રમાણે દ્રષ્ટાન્તની માફક]ઊપજી છે દ્રષ્ટિ અર્થાત્ શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ જેને એવો જે કોઈ જીવ છે તે (अनवम्) અનાદિ કાળથી ચાલ્યા આવતા (वृत्तिम्) જે કર્મપર્યાય સાથે એકત્વપણાના સંસ્કાર તે-રૂપે (न अवतरति) પરિણમતો નથી. ભાવાર્થ આમ છેકોઈ જાણશે કે જેટલાં પણ શરીર, સુખ, દુઃખ, રાગ, દ્વેષ, મોહ છે તેમની ત્યાગબુદ્ધિ કંઈક અન્ય છેકારણરૂપ છે તથા શુદ્ધ ચિદ્રૂપમાત્રનો અનુભવ કંઈક અન્ય છે કાર્યરૂપ છે. તેના પ્રત્યે ઉત્તર આમ છે કે રાગ, દ્વેષ, મોહ, શરીર, સુખ, દુઃખ આદિ વિભાવપર્યાયરૂપ પરિણમતા જીવના જે કાળે આવા અશુદ્ધ પરિણમનરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. તેનું વિવરણશુદ્ધ ચેતનામાત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી અને અશુદ્ધ સંસ્કાર છૂટ્યા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. તેથી જે કાંઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન, એક જ સ્વાદ છે. હવે જેને શુદ્ધ અનુભવ થયો છે તે જીવ જેવો છે તેવો જ કહે છે. ૨૯.


Page 33 of 269
PDF/HTML Page 55 of 291
single page version

(સ્વાગતા)
सर्वतः स्वरसनिर्भरभावं
चेतये स्वयमहं स्वमिहैकम्
नास्ति नास्ति मम कश्चन मोहः
शुद्धचिद्घनमहोनिधिरस्मि
।।३०।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इह अहं एकम् स्वम् स्वयम् चेतये’’ (इह) વિભાવપરિણામો છૂટી ગયા હોવાથી (अहं) અનાદિનિધન ચિદ્રૂપ વસ્તુ એવો હું (एकं) સમસ્ત ભેદબુદ્ધિથી રહિત શુદ્ધ વસ્તુમાત્ર (स्वं) શુદ્ધ ચિદ્રૂપમાત્ર વસ્તુને (स्वयम्) પરોપદેશ વિના જ પોતામાં સ્વસંવેદનપ્રત્યક્ષરૂપ (चेतये) આસ્વાદું છું (દ્રવ્યદ્રષ્ટિથી) જેવો હું છું એવો હવે (પર્યાયમાં) સ્વાદ આવે છે. કેવી છે શુદ્ધ ચિદ્રૂપવસ્તુ? ‘‘सर्वतः स्वरसनिर्भरभावं’’ (सर्वतः) અસંખ્યાત પ્રદેશોમાં (स्वरस) ચૈતન્યપણાથી (निर्भर) સંપૂર્ણ છે (भावं) સર્વસ્વ જેનું એવી છે. ભાવાર્થ આમ છે કોઈ જાણશે કે જૈનસિદ્ધાન્તનો વારંવાર અભ્યાસ કરવાથી દ્રઢ પ્રતીતિ થાય છે તેનું નામ અનુભવ છે, પણ એમ નથી; મિથ્યાત્વકર્મનો રસ-પાક મટતાં મિથ્યાત્વભાવરૂપ પરિણમન મટે છે ત્યારે વસ્તુસ્વરૂપનો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે તેનું નામ અનુભવ છે. વળી અનુભવશીલ જીવ જેવું અનુભવે છે તેવું કહે છે‘‘मम कश्चन मोहः नास्ति नास्ति’’ (मम) મારે (कश्चन) દ્રવ્યપિંડરૂપ અથવા જીવસંબંધી ભાવપરિણમનરૂપ (मोहः) જેટલા વિભાવરૂપ અશુદ્ધ પરિણામ તે બધા (नास्ति नास्ति) સર્વથા નથી, નથી. હવે તે જેવો છે તેવો કહે છે ‘‘शुद्धचिद्घनमहोनिधिरस्मि’’ (शुद्ध) સમસ્ત વિકલ્પોથી રહિત (चित्) ચૈતન્યના (घन) સમૂહરૂપ (महः) ઉદ્યોતનો (निधिः) સમુદ્ર (अस्मि) હું છું. ભાવાર્થ આમ છેકોઈ જાણશે કે બધાયનું નાસ્તિપણું થાય છે, તેથી એમ કહ્યું કે શુદ્ધ ચિદ્રૂપમાત્ર વસ્તુ પ્રગટ છે. ૩૦.


Page 34 of 269
PDF/HTML Page 56 of 291
single page version

(માલિની)
इति सति सह सर्वैरन्यभावैर्विवेके
स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्
प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः
कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः
।।३१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एव अयम् उपयोगः स्वयम् प्रवृत्तः’’ (एव) નિશ્ચયથી જે અનાદિનિધન છે એવું (अयम्) આ જ (उपयोगः) જીવદ્રવ્ય (स्वयम्) જેવું દ્રવ્ય હતું તેવું શુદ્ધપર્યાયરૂપ (प्रवृत्तः) પ્રગટ થયું. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય શક્તિરૂપે તો શુદ્ધ હતું પરન્તુ કર્મસંયોગપણે અશુદ્ધરૂપ પરિણમ્યું હતું; હવે અશુદ્ધપણું જવાથી જેવું હતું તેવું થઈ ગયું. કેવું થતાં શુદ્ધ થયું? ‘‘इति सर्वैः अन्यभावैः सह विवेके सति’’ (इति) પૂર્વોક્ત પ્રકારે (सर्वैः) શુદ્ધ ચિદ્રૂપમાત્રથી ભિન્ન એવાં સમસ્ત (अन्यभावैः सह) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી (विवेके) શુદ્ધ ચૈતન્યનું ભિન્નપણું (सति) થતાં. ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણના પાનાને તપાવતાં કાલિમા જતી રહેવાથી સહજ જ સુવર્ણમાત્ર રહી જાય છે તેમ મોહ- રાગ-દ્વેષરૂપ વિભાવપરિણામમાત્ર જતાં સહજ જ શુદ્ધ ચૈતન્યમાત્ર રહી જાય છે. કેવી થતી થકી જીવવસ્તુ પ્રગટ થાય છે?

‘‘एकम् आत्मानम् बिभ्रत्’’ (एकम्)

નિર્ભેદ-નિર્વિકલ્પ ચિદ્રૂપ વસ્તુ એવો જે (आत्मानम्) આત્મસ્વભાવ તે-રૂપ (बिभ्रत्) પરિણમી છે. વળી કેવો છે આત્મા? ‘‘दर्शनज्ञानवृत्तैः कृतपरिणतिः’’ (दर्शन) શ્રદ્ધા- રુચિ-પ્રતીતિ, (ज्ञान) જાણપણું, (वृत्तैः) શુદ્ધ પરિણતિએવાં જે રત્નત્રય તે-રૂપે (कृत) કર્યું છે (परिणतिः) પરિણમન જેણે એવો છે. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વપરિણતિનો ત્યાગ થતાં, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં, સાક્ષાત્ રત્નત્રય ઘટે છે. કેવાં છે દર્શન-જ્ઞાન-ચારિત્ર? ‘‘प्रकटितपरमार्थेः’’ (प्रकटित) પ્રગટ કર્યો છે (परमार्थैः) સકલકર્મક્ષયલક્ષણ મોક્ષ જેમણે એવાં છે. ભાવાર્થ આમ છે કે ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ એવું કથન તો સર્વ જૈનસિદ્ધાન્તમાં છે અને તે જ પ્રમાણ છે. વળી કેવો છે શુદ્ધજીવ? ‘‘आत्माराम’’ (आत्म) પોતે જ છે


Page 35 of 269
PDF/HTML Page 57 of 291
single page version

(आराम) ક્રીડાવન જેનું એવો છે. ભાવાર્થ આમ છે કે ચેતનદ્રવ્ય અશુદ્ધ અવસ્થારૂપે પરની સાથે પરિણમતું હતું તે તો મટ્યું, સાંપ્રત (વર્તમાનકાળે) સ્વરૂપપરિણમનમાત્ર છે. ૩૧.

(વસન્તતિલકા)
मज्जन्तु निर्भरममी सममेव लोका
आलोकमुच्छलति शान्तरसे समस्ताः
आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण
प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः
।।३२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एष भगवान् प्रोन्मग्नः’’ (एष) સદા કાળ પ્રત્યક્ષપણે ચેતનસ્વરૂપ છે એવો (भगवान्) ભગવાન અર્થાત્ જીવદ્રવ્ય (प्रोन्मग्नः) શુદ્ધાંગસ્વરૂપ દેખાડીને પ્રગટ થયો. ભાવાર્થ આમ છે કે આ ગ્રંથનું નામ નાટક અર્થાત્ અખાડો છે. ત્યાં પણ પ્રથમ જ શુદ્ધાંગ નાચે છે તથા અહીં પણ પ્રથમ જ જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું. કેવો છે ભગવાન?

‘‘अवबोधसिन्धुः’’ (अवबोध)

જ્ઞાનમાત્રનું (सिन्धुः) પાત્ર છે. અખાડામાં પણ પાત્ર નાચે છે, અહીં પણ જ્ઞાનપાત્ર જીવ છે. હવે જે રીતે પ્રગટ થયો તે કહે છે‘‘भरेण विभ्रमतिरस्करिणीं आप्लाव्य’’ (भरेण) મૂળથી ઉખાડીને દૂર કરી. તે કોણ? (विभ्रम) વિપરીત અનુભવ મિથ્યાત્વરૂપ પરિણામ તે જ છે (तिरस्करिणीं) શુદ્ધસ્વરૂપ-આચ્છાદનશીલ અંતર્જવનિકા (અંદરનો પડદો) તેને (आप्लाव्य) મૂળથી જ દૂર કરીને. ભાવાર્થ આમ છે કે અખાડામાં પ્રથમ જ અંતર્જવનિકા કપડાની હોય છે, તેને દૂર કરીને શુદ્ધાંગ નાચે છે; અહીં પણ અનાદિ કાળથી મિથ્યાત્વપરિણતિ છે, તે છૂટતાં શુદ્ધસ્વરૂપ પરિણમે છે. શુદ્ધસ્વરૂપ પ્રગટ થતાં જે કાંઈ છે તે જ કહે છે‘‘अमी समस्ताः लोकाः शान्तरसे समम् एव मज्जन्तु’’ (अमी) જે વિદ્યમાન છે એવા (समस्ताः) બધા (लोकाः) જીવો, (शान्तरसे) જે અતીન્દ્રિયસુખગર્ભિત છે એવો શુદ્ધસ્વરૂપનો અનુભવ તેમાં (समम् एव) એકીવખતે જ (मज्जन्तु) મગ્ન થાઓતન્મય થાઓ. ભાવાર્થ આમ છે કે અખાડામાં તો શુદ્ધાંગ દેખાડે છે, ત્યાં જેટલા દેખનારા છે તે બધા એકીસાથે


Page 36 of 269
PDF/HTML Page 58 of 291
single page version

જ મગ્ન થઈ દેખે છે; તેવી રીતે જીવનું સ્વરૂપ શુદ્ધરૂપ બતાવાયું થકું બધાય જીવોએ અનુભવ કરવાયોગ્ય છે. કેવો છે શાન્તરસ? ‘‘आलोकमुच्छलति’’ (आलोकम्) સમસ્ત ત્રૈલોક્યમાં (उच्छलति) સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે અથવા લોકાલોકનો જ્ઞાતા છે. હવે અનુભવ જેવો છે તેવો કહે છે‘‘निर्भरम्’’ અતિશય મગ્નપણે છે. ૩૨.


Page 37 of 269
PDF/HTML Page 59 of 291
single page version

અજીવ અધિકાર
(શાર્દૂલવિક્રીડિત)
जीवाजीवविवेकपुष्कलद्रशा प्रत्याययत्पार्षदा-
नासंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फु टत्
आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं
धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो ह्लादयत्
।।१-३३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ज्ञानं विलसति’’ (ज्ञानं) જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (विलसति) જેવું છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીં સુધી વિધિરૂપે શુદ્ધાંગતત્ત્વરૂપ જીવનું નિરૂપણ કર્યું, હવે તે જ જીવનું પ્રતિષેધરૂપે નિરૂપણ કરે છે. તેનું વિવરણશુદ્ધ જીવ છે, ટંકોત્કીર્ણ છે, ચિદ્રૂપ છે એમ કહેવું તે વિધિ કહેવાય છે; જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, કર્મ-નોકર્મ જીવનાં નથી, ભાવકર્મ જીવનું નથી એમ કહેવું તે પ્રતિષેધ કહેવાય છે. કેવું થતું થકું જ્ઞાન પ્રગટ થાય છે? ‘‘मनो ह्लादयत्’’ (मनः) અન્તઃકરણેન્દ્રિયને (ह्लादयत्) આનન્દરૂપ કરતું થકું. વળી કેવું થતું થકું? ‘‘विशुद्धं’’ આઠ કર્મોથી રહિતપણે સ્વરૂપરૂપે પરિણમ્યું થકું. વળી કેવું થતું થકું? ‘‘स्फु टत्’’ સ્વસંવેદનપ્રત્યક્ષ થતું થકું. વળી કેવું થતું થકું? ‘‘आत्मारामम्’’ (आत्म) સ્વસ્વરૂપ જ છે (आरामम्) ક્રીડાવન જેનું એવું થતું થકું. વળી કેવું થતું થકું? ‘‘अनन्तधाम’’ (अनन्त) મર્યાદાથી રહિત છે (धाम) તેજઃપુંજ જેનો એવું થતું થકું. વળી કેવું થતું થકું? ‘‘अध्यक्षेण महसा नित्योदितं’’ (अध्यक्षेण) નિરાવરણ પ્રત્યક્ષ (महसा) ચૈતન્યશક્તિ વડે (नित्योदितं) ત્રિકાળ શાશ્વત છે પ્રતાપ જેનો એવું થતું થકું.


Page 38 of 269
PDF/HTML Page 60 of 291
single page version

વળી કેવું થતું થકું? ‘‘धीरोदात्तम्’’ (धीर) અડોલ અને (उदात्तम्) બધાથી મોટું એવું થતું થકું. વળી કેવું થતું થકું? ‘‘अनाकुलं’’ ઇન્દ્રિયજનિત સુખદુઃખથી રહિત અતીન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થકું. આવો જીવ જે રીતે પ્રગટ થયો તે કહે છે‘‘आसंसारनिबद्धबन्धनविधिध्वंसात्’’ (आसंसार) અનાદિ કાળથી (निबद्ध) જીવ સાથે મળેલાં ચાલ્યાં આવતાં (बन्धनविधि) જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણકર્મ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અન્તરાય એવાં છે જે દ્રવ્યપિંડરૂપ આઠ કર્મ તથા ભાવકર્મરૂપ છે જે રાગ-દ્વેષ-મોહપરિણામઇત્યાદિ છે જે બહુ વિકલ્પો, તેમના (ध्वंसात्) વિનાશથી જીવસ્વરૂપ જેવું કહ્યું છે તેવું છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલાં છે તે જ કાળે જો સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે, જળ પોતાના સ્વરૂપે છે, તેવી રીતે સંસાર-અવસ્થામાં જીવ-કર્મ બંધપર્યાયરૂપે એક ક્ષેત્રે મળેલાં છે તે જ અવસ્થામાં જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવસ્વરૂપથી ભિન્ન છે, જીવદ્રવ્ય સ્વચ્છસ્વરૂપે જેવું કહ્યું તેવું છે. આવી બુદ્ધિ જે રીતે ઊપજી તે કહે છે‘‘यत्पार्षदान् प्रत्याययत्’’

(यत्) જે કારણથી (पार्षदान्)

ગણધર-મુનીશ્વરોને (प्रत्याययत्) પ્રતીતિ ઉપજાવીને. ક્યા કારણથી પ્રતીતિ ઊપજી તે જ કહે છે‘‘जीवाजीवविवेकपुष्कलद्रशा’’ (जीव) ચેતન્યદ્રવ્ય અને (अजीव) જડકર્મ- નોકર્મ-ભાવકર્મ તેમના (विवेक) ભિન્નભિન્નપણારૂપ (पुष्क ल) વિસ્તીર્ણ (द्रशा) જ્ઞાનદ્રષ્ટિથી. જીવ અને કર્મનો ભિન્નભિન્ન અનુભવ કરતાં જીવ જેવો કહ્યો છે તેવો છે. ૧૩૩.

(માલિની)
विरम किमपरेणाकार्यकोलाहलेन
स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्
हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो
ननु किमनुपलब्धिर्भाति किं चोपलब्धिः
।।२-३४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘विरम अपरेण अकार्यकोलाहलेन कि म्’’ (विरम) હે જીવ! વિરક્ત થા, હઠ ન કર, (अपरेण) મિથ્યાત્વરૂપ છે અને (अकार्य) કર્મબંધને