Samaysar Kalash Tika (Gujarati). Shlok: 210-232.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 15

 

Page 199 of 269
PDF/HTML Page 221 of 291
single page version

શક્તિગર્ભિત (मालिका) ચેતનામાત્ર વસ્તુની (अभितः चकास्तु एव) સર્વથા પ્રકારે પ્રાપ્તિ હો. ભાવાર્થ આમ છે કેનિર્વિકલ્પમાત્રનો અનુભવ ઉપાદેય છે, અન્ય વિકલ્પ સમસ્ત હેય છે. દ્રષ્ટાન્ત આમ છે કે‘‘सूत्रे प्रोता इव’’ જેમ કોઈ પુરુષ મોતીની માળા પરોવી જાણે છે, માળા ગૂંથતાં અનેક વિકલ્પો કરે છે, પરંતુ તે સમસ્ત વિકલ્પો જૂઠા છે, વિકલ્પોમાં શોભા કરવાની શક્તિ નથી, શોભા તો મોતીમાત્ર વસ્તુ છે તેમાં છે; તેથી પહેરનારો પુરુષ મોતીની માળા જાણીને પહેરે છે, ગૂંથવાના ઘણા વિકલ્પો જાણી પહેરતો નથી; જોનારો પણ મોતીની માળા જાણીને શોભા જુએ છે, ગૂંથવાના વિકલ્પોને જોતો નથી; તેમ શુદ્ધ ચેતનામાત્ર સત્તા અનુભવ કરવાયોગ્ય છે, તેમાં ઘટે છે જે અનેક વિકલ્પો તે બધાની સત્તા અનુભવ કરવાયોગ્ય નથી. ૧૭-૨૦૯.

(રથોદ્ધતા)
व्यावहारिकद्रशैव केवलं
कर्तृ कर्म च विभिन्नमिष्यते
निश्चयेन यदि वस्तु चिन्त्यते
कर्तृ कर्म च सदैकमिष्यते
।।१८-२१०।।

ખંડાન્વય સહિત અર્થઃઅહીં કોઈ પ્રશ્ન કરે છે કે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનો કર્તા જીવ છે કે નથી? ઉત્તર આમ છે કેકહેવા માટે તો છે, વસ્તુસ્વરૂપ વિચારતાં કર્તા નથી. તે કહે છે‘‘व्यावहारिकद्रशा एव केवलं’’ જૂઠી વ્યવહારદ્રષ્ટિથી જ ‘‘कर्तृ’’ કર્તા ‘‘च’’ તથા ‘‘कर्म’’ કરાયેલું કાર્ય ‘‘विभिन्नम् इष्यते’’ ભિન્ન ભિન્ન છે. જીવ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો કર્તાએવું કહેવા માટે સત્ય છે; કારણ કે યુક્તિ એમ છે કે રાગાદિ અશુદ્ધ પરિણામોને જીવ કરે છે, રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં જ્ઞાનાવરણાદિરૂપે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે, તેથી કહેવા માટે એમ છે કે જ્ઞાનાવરણાદિ કર્મ જીવે કર્યું. સ્વરૂપ વિચારતાં એવું કહેવું જૂઠું છે; કારણ કે

‘‘यदि निश्चयेन चिन्त्यते’’ (यदि) જો (निश्चयेन) સાચી

વ્યવહારદ્રષ્ટિથી (चिन्त्यते) જોવામાં આવે, શું જોવામાં આવે? ‘‘वस्तु’’ સ્વદ્રવ્ય-


Page 200 of 269
PDF/HTML Page 222 of 291
single page version

પરિણામ-પરદ્રવ્યપરિણામરૂપ વસ્તુનું સ્વરૂપ, તો ‘‘सदा एव कर्तृ कर्म एकम् इष्यते’’ (सदा एव) સર્વ કાળે (कर्तृ) કર્તા અર્થાત્ પરિણમે છે જે દ્રવ્ય અને (कर्म) કર્મ અર્થાત્ દ્રવ્યનો પરિણામ (एकम् इष्यते) એક છે અર્થાત્ કોઈ જીવ અથવા પુદ્ગલ- દ્રવ્ય પોતાના પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે તેથી કર્તા છે; અને તે જ કર્મ છે, કેમ કે પરિણામ તે દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે;એમ (इष्यते) વિચારતાં ઘટે છેઅનુભવમાં આવે છે. અન્ય દ્રવ્યનું અન્ય દ્રવ્ય કર્તા, અન્ય દ્રવ્યનો પરિણામ અન્ય દ્રવ્યનું કર્મએવું તો અનુભવમાં ઘટતું નથી; કારણ કે બે દ્રવ્યોને વ્યાપ્ય-વ્યાપકપણું નથી. ૧૮-૨૧૦.

(નર્દટક)
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः
स भवति नापरस्य परिणामिन एव भवेत
न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया
स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः
।।१९-२११।।

શ્લોકાર્થઃ‘‘ननु किल’’ ખરેખર ‘‘परिणामः एव’’ પરિણામ છે તે જ ‘‘विनिश्चयतः’’ નિશ્ચયથી ‘‘कर्म’’ કર્મ છે, અને ‘‘सः परिणामिनः एव भवेत्, अपरस्य न भवति’’ પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનો જ હોય છે, અન્યનો નહિ (કારણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો); વળી ‘‘कर्म कर्तृशून्यं इह न भवति’’ કર્મ કર્તા વિના હોતું નથી, ‘‘च’’ તેમ જ ‘‘वस्तुनः एकतया स्थितिः इह न’’ વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત છે); ‘‘ततः’’ માટે ‘‘तत एव कर्तृ भवतु’’ વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે (એ નિશ્ચય- સિદ્ધાંત છે). ૧૯-૨૧૧.

* પંડિત શ્રી રાજમલજીની ટીકામાં ‘આત્મખ્યાતિ’ના આ શ્લોકનો ‘ખંડાન્વય સહિત અર્થ’ નથી, તેથી ગુજરાતી સમયસારના આધારે અર્થસહિત તે શ્લોક અહીં આપવામાં આવ્યો છે.


Page 201 of 269
PDF/HTML Page 223 of 291
single page version

(પૃથ્વી)

बहिर्लुठति यद्यपि स्फु टदनन्तशक्तिः स्वयं तथाऽप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम्

स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते ।।२०-२१२।।

ખંડાન્વય સહિત અર્થઃજીવનો સ્વભાવ એવો છે કે સકળ જ્ઞેયને જાણે છે. કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવું જાણશે કે જ્ઞેયવસ્તુને જાણતાં જીવને અશુદ્ધપણું ઘટે છે. તેનું સમાધાન એમ છે કે અશુદ્ધપણું ઘટતું નથી, જીવવસ્તુનો એવો જ સ્વભાવ છે કે સમસ્ત જ્ઞેયવસ્તુને જાણે છે. અહીંથી શરૂ કરીને એવો ભાવ કહે છે‘‘

इह स्वभावचलनाकुलः मोहितः किं क्लिश्यते’’ (इह)

જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે એમ દેખીને (स्वभाव) જીવના શુદ્ધ સ્વરૂપથી (चलन) સ્ખલિતપણું જાણી (आकुलः) ખેદખિન્ન થતો મિથ્યાદ્રષ્ટિ જીવ (मोहितः) મિથ્યાત્વરૂપ અજ્ઞાનપણાને આધીન થઈ (किं क्लिश्यते) કેમ ખેદખિન્ન થાય છે? ‘‘यतः स्वभावनियतं सकलम् एव वस्तु इष्यते’’ (यतः) કારણ કે (सकलम् एव वस्तु) જે કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય ઇત્યાદિ છે તે બધું (स्वभावनियतं) નિયમથી પોતાના સ્વરૂપે છે એવું (इष्यते) અનુભવગોચર થાય છે. આ જ અર્થ પ્રગટ કરીને કહે છે‘‘यद्यपि स्फु टदनन्तशक्तिः स्वयं बहिर्लुठति’’ (यद्यपि) જોકે પ્રત્યક્ષપણે એવું છે કે (स्फु टत्) સદાકાળ પ્રગટ છે (अनन्तशक्तिः) અવિનશ્વર ચેતનાશક્તિ જેની એવું જીવદ્રવ્ય (स्वयं बहिः लुठति) સ્વયં સમસ્ત જ્ઞેયને જાણીને જ્ઞેયાકારરૂપે પરિણમે છેએવો જીવનો સ્વભાવ છે, ‘‘तथापि अन्यवस्त्वन्तरम्’’ (तथापि) તોપણ (अन्यवस्त्वन्तरम्) એક કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય ‘‘अपरवस्तुनः न विशति’’ કોઈ અન્ય દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી; વસ્તુસ્વભાવ એવો છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય સમસ્ત જ્ઞેયવસ્તુને જાણે છે એવો તો સ્વભાવ છે, પરંતુ જ્ઞાન જ્ઞેયરૂપ થતું નથી, જ્ઞેય પણ જ્ઞાનદ્રવ્યરૂપ પરિણમતું નથીએવી વસ્તુની મર્યાદા છે. ૨૦-૨૧૨.


Page 202 of 269
PDF/HTML Page 224 of 291
single page version

(રથોદ્ધતા)
वस्तु चैकमिह नान्यवस्तुनो
येन तेन खलु वस्तु वस्तु तत
निश्चयोऽयमपरो परस्य कः
किं करोति हि बहिर्लुठन्नपि
।।२१-२१३।।

ખંડાન્વય સહિત અર્થઃઅર્થ કહ્યો હતો તેને ગાઢો કરે છે‘‘येन इह एकम् वस्तु अन्यवस्तुनः न’’ (येन) જે કારણથી (इह) છ દ્રવ્યોમાં કોઈ (एकम् वस्तु) જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય સત્તારૂપ વિદ્યમાન છે તે (अन्यवस्तुनः न) અન્ય દ્રવ્ય સાથે સર્વથા મળતું નથી એવી દ્રવ્યોના સ્વભાવની મર્યાદા છે, ‘‘तेन खलु वस्तु तत् वस्तु’’ (तेन) તે કારણથી (खलु) નિશ્ચયથી (वस्तु) જે કોઈ દ્રવ્ય છે (तत् वस्तु) તે પોતાના સ્વરૂપે છેજેમ છે તેમ જ છે; ‘‘अयम् निश्चयः’’ આવો તો નિશ્ચય છે, પરમેશ્વરે કહ્યો છે, અનુભવગોચર પણ થાય છે. ‘‘कः अपरः बहिः लुठन् अपि अपरस्य किं करोति’’ (कः अपरः) એવું ક્યું દ્રવ્ય છે કે જે (बहिः लुठन् अपि) યદ્યપિ જ્ઞેયવસ્તુને જાણે છે તોપણ (अपरस्य किं क रोति) જ્ઞેયવસ્તુ સાથે સંબંધ કરી શકે? અર્થાત્ કોઈ દ્રવ્ય કરી શકે નહિ. ભાવાર્થ આમ છે કેવસ્તુસ્વરૂપની મર્યાદા તો એવી છે કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે એકરૂપ થતું નથી. આ ઉપરાંત જીવનો સ્વભાવ છે કે જ્ઞેયવસ્તુને જાણે; એવો છે તો હો, તોપણ હાનિ તો કાંઈ નથી; જીવદ્રવ્ય જ્ઞેયને જાણતું થકું પોતાના સ્વરૂપે છે. ૨૧-૨૧૩.

(રથોદ્ધતા)
यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः
किञ्चनापि परिणामिनः स्वयम्
व्यावहारिकद्रशैव तन्मतं
नान्यदस्ति किमपीह निश्चयात।।२२-२१४।।


Page 203 of 269
PDF/HTML Page 225 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃકોઈ આશંકા કરે છે કે જૈનસિદ્ધાન્તમાં પણ એમ કહ્યું છે કે જીવ જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મને કરે છે, ભોગવે છે. તેનું સમાધાન આમ છે કેજૂઠા વ્યવહારથી કહેવા માટે છે, દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં પરદ્રવ્યનો કર્તા જીવ નથી. ‘‘तु यत् वस्तु स्वयम् परिणामिनः अन्यवस्तुनः किञ्चन अपि कुरुते’’ (तु) એવી પણ કહેણી છે કે (यत् वस्तु) જે કોઈ ચેતનાલક્ષણ જીવદ્રવ્ય, (स्वयम् परिणामिनः अन्यवस्तुनः) પોતાની પરિણામશક્તિથી જ્ઞાનાવરણાદિરૂપ પરિણમે છે એવા પુદ્ગલદ્રવ્યનું (किञ्चन अपि कुरुते) કાંઈ કરે છે એમ કહેવું, ‘‘तत् व्यावहारिकद्रशा’’ (तत्) જે કાંઈ એવો અભિપ્રાય છે તે બધો (व्यावहारिकद्रशा) જૂઠી વ્યવહારદ્રષ્ટિથી છે. ‘‘निश्चयात् किम् अपि नास्ति इह मतं’’ (निश्चयात्) વસ્તુનું સ્વરૂપ વિચારતાં (किम् अपि नास्ति) એવો વિચારએવો અભિપ્રાય કાંઈ નથી;ભાવાર્થ આમ છે કે કાંઈ જ વાત નથી, મૂળથી જૂઠું છે;(इह मतं) એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. ૨૨-૨૧૪.

(શાર્દૂલવિક્રીડિત)
शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो
नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित
ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः
किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः
।।२३-२१५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘जनाः तत्त्वात् किं च्यवन्ते’’ (जनाः) જનો અર્થાત સમસ્ત સંસારી જીવો (तत्त्वात्) ‘જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધસ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે’ એવા અનુભવથી (किं च्यवन्ते) કેમ ભ્રષ્ટ થાય છે? ભાવાર્થ આમ છે કેવસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, ભ્રમ કેમ કરે છે? કેવા છે જનો? ‘‘द्रव्यान्तरचुम्बनाकुलधियः’’ (द्रव्यान्तर) ‘સમસ્ત જ્ઞેયવસ્તુને જાણે છે જીવ તેથી (चुम्बन) અશુદ્ધ થયું છે જીવદ્રવ્ય’ એવું જાણીને (आकुलधियः) ‘જ્ઞેયવસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે કે જેના છૂટવાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય’ એવી થઈ છે બુદ્ધિ જેમની, એવા છે. ‘‘तु’’ તેનું સમાધાન આમ છે કે‘‘यत् ज्ञानं ज्ञेयम् अवैति तत् अयं शुद्ध- स्वभावोदयः’’

(यत्) જે એમ છે કે (ज्ञानं ज्ञेयम् अवैति) ‘જ્ઞાન જ્ઞેયને જાણે છે’ એવું


Page 204 of 269
PDF/HTML Page 226 of 291
single page version

પ્રગટ છે (तत् अयं) તે આ (शुद्धस्वभावोदयः) શુદ્ધ જીવવસ્તુનું સ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કેજેમ અગ્નિનો દાહકસ્વભાવ છે, સમસ્ત દાહ્યવસ્તુને બાળે છે, બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છેઅગ્નિનો એવો જ સ્વભાવ છે; તેમ જીવ જ્ઞાનસ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે, જાણતો થકો પોતાના સ્વરૂપે છેએવો વસ્તુનો સ્વભાવ છે. જ્ઞેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો, જીવ શુદ્ધ છે; [વિશેષ સમાધાન કરે છે] કારણ કે ‘‘किम् अपि द्रव्यान्तरं एकद्रव्यगतं न चकास्ति’’ (किम् अपि द्रव्यान्तरं) કોઈ જ્ઞેયરૂપ પુદ્ગલદ્રવ્ય અથવા ધર્મ, અધર્મ, આકાશ, કાળદ્રવ્ય (एकद्रव्य) શુદ્ધ જીવવસ્તુમાં (गतं) એકદ્રવ્યરૂપે પરિણમે છે એમ (न चकास्ति) શોભતું નથી. ભાવાર્થ આમ છે કેજીવ સમસ્ત જ્ઞેયને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે, જ્ઞેયવસ્તુ જ્ઞેયરૂપ છે; કોઈ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ છોડીને અન્ય દ્રવ્યરૂપ તો નથી થયું. એવો અનુભવ કોને છે તે કહે છે‘‘शुद्धद्रव्यनिरूपणार्पितमतेः’’ (शुद्धद्रव्य) સમસ્ત વિકલ્પથી રહિત શુદ્ધ ચેતનામાત્ર જીવવસ્તુના (निरूपण) પ્રત્યક્ષ અનુભવમાં (अर्पितमतेः) સ્થાપ્યું છે બુદ્ધિનું સર્વસ્વ જેણે એવા જીવને. વળી કેવા જીવને? ‘‘तत्त्वं समुत्पश्यतः’’ સત્તામાત્ર શુદ્ધ જીવવસ્તુને પ્રત્યક્ષ આસ્વાદે છે એવા જીવને. ભાવાર્થ આમ છે ‘જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે, સમસ્ત જ્ઞેયથી ભિન્ન છે,’ એવો સ્વભાવ સમ્યગ્દ્રષ્ટિ જીવ જાણે છે. ૨૩-૨૧૫.

(મન્દાક્રાન્તા)
शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेष-
मन्यद्द्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः
ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि-
र्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव
।।२४-२१६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘सदा ज्ञानं ज्ञेयं कलयति अस्य ज्ञेयं न अस्ति एव’’ (सदा) સર્વ કાળ (ज्ञानं) જ્ઞાન અર્થાત્ અર્થગ્રહણશક્તિ (ज्ञेयं) સ્વપરસંબંધી સમસ્ત જ્ઞેયવસ્તુને (कलयति) એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયભેદ સહિત જેવી છે તેવી જાણે છે. એક વિશેષ(अस्य) જ્ઞાનના સંબંધથી (ज्ञेयं न अस्ति) જ્ઞેયવસ્તુ જ્ઞાન


Page 205 of 269
PDF/HTML Page 227 of 291
single page version

સાથે સંબંધરૂપ નથી, (एव) નિશ્ચયથી એમ જ છે. દ્રષ્ટાંત કહે છે‘‘ज्योत्स्नारूपं भुवं स्नपयति तस्य भूमिः न अस्ति एव’’ (ज्योत्स्नारूपं) ચાંદનીનો પ્રસાર (भुवं स्नपयति) ભૂમિને શ્વેત કરે છે. એક વિશેષ(तस्य) ચાંદનીના પ્રસારના સંબંધથી (भूमिः न अस्ति) ભૂમિ ચાંદનીરૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કેજેમ ચાંદની પ્રસરે છે, સમસ્ત ભૂમિ શ્વેત થાય છે, તોપણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી; તેમ જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે તોપણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. આવું કોઈ ન માને તેના પ્રતિ યુક્તિ દ્વારા ઘટાવે છે ‘‘शुद्धद्रव्यस्वरसभवनात्’’ શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો ‘‘स्वभावस्य शेषं किं’’ (स्वभावस्य) સત્તામાત્ર વસ્તુનું (शेषं किं) શું બચ્યું? ભાવાર્થ આમ છે કે સત્તામાત્ર વસ્તુ નિર્વિભાગ એકરૂપ છે, જેના બે ભાગ થતા નથી. ‘‘यदि वा’’ જો કદી ‘‘अन्यद्द्रव्यं भवति’’ અનાદિનિધન સત્તારૂપ વસ્તુ અન્ય સત્તારૂપ થાય તો ‘‘तस्य स्वभावः किं स्यात्’’ (तस्य) પહેલાં સાધેલી સત્તારૂપ વસ્તુનો (स्वभावः किं स्यात्) સ્વભાવ શું રહ્યો અર્થાત્ જો પહેલાંનું સત્ત્વ અન્ય સત્ત્વરૂપ થાય તો પહેલાંની સત્તામાંનું શું બચ્યું? અર્થાત્ પહેલાંની સત્તાનો વિનાશ સિદ્ધ થાય છે. ભાવાર્થ આમ છે કેજેમ જીવદ્રવ્ય ચેતનાસત્તારૂપ છે, નિર્વિભાગ છે, તે ચેતનાસત્તા જો કદી પુદ્ગલદ્રવ્યઅચેતનારૂપ થઈ જાય તો ચેતનાસત્તાનો વિનાશ થતો કોણ મટાડી શકે? પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી, તેથી જે દ્રવ્ય જેવું છે, જે રીતે છે, તે તેવું જ છે, અન્યથા થતું નથી. માટે જીવનું જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે તો જાણો, તથાપિ જીવ પોતાના સ્વરૂપે છે. ૨૪-૨૧૬.

(મન્દાક્રાન્તા)
रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत
ज्ञानं ज्ञानं भवति न पुनर्बोध्यतां याति बोध्यम्
ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं
भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः
।।२५-२१७।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘

एतत् रागद्वेषद्वयं तावत् उदयते’’ (एतत्)


Page 206 of 269
PDF/HTML Page 228 of 291
single page version

વિદ્યમાન, (राग) ઇષ્ટમાં અભિલાષ અને (द्वेष) અનિષ્ટમાં ઉદ્વેગ એવા (द्वयम्) બે જાતિના અશુદ્ધ પરિણામ (तावत् उदयते) ત્યાં સુધી થાય છે ‘‘यावत् ज्ञानं ज्ञानं न भवति’’ (यावत्) જ્યાં સુધી (ज्ञानं) જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (ज्ञानं न भवति) પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમતું નથી; [ભાવાર્થ આમ છે કે જેટલા કાળ સુધી જીવ મિથ્યાદ્રષ્ટિ છે તેટલા કાળ સુધી રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણમન મટતું નથી.] ‘‘पुनः बोध्यं बोध्यतां यावत् न याति’’ (पुनः) તથા (बोध्यं) જ્ઞાનાવરણાદિ કર્મ અથવા રાગાદિ અશુદ્ધ પરિણામ (बोध्यतां यावत् न याति) જ્ઞેયમાત્ર બુદ્ધિને પ્રાપ્ત થતાં નથી. ભાવાર્થ આમ છે કેજ્ઞાનાવરણાદિ કર્મ સમ્યગ્દ્રષ્ટિ જીવને જાણવા માટે છે, કોઈ પોતાના કર્મનો ઉદય કાર્ય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી. ‘‘तत् ज्ञानं ज्ञानं भवतु’’ (तत्) તે કારણથી (ज्ञानं) જ્ઞાન અર્થાત્ જીવવસ્તુ (ज्ञानं भवतु) શુદ્ધ પરિણતિરૂપ થઈને શુદ્ધસ્વરૂપના અનુભવસમર્થ હો. કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘न्यक्कृताज्ञानभावं’’ (न्यक्कृत) દૂર કરી છે (अज्ञानभावं) મિથ્યાત્વભાવરૂપ પરિણતિ જેણે એવું છે. આવું થતાં કાર્યની પ્રાપ્તિ કહે છે‘‘येन पूर्णस्वभावः भवति’’ (येन) જે શુદ્ધ જ્ઞાન વડે (पूर्णस्वभावः भवति) પૂર્ણ સ્વભાવ અર્થાત્ જેવું દ્રવ્યનું અનંતચતુષ્ટયસ્વરૂપ છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે મુક્તિપદની પ્રાપ્તિ થાય છે. કેવો છે પૂર્ણ સ્વભાવ અર્થાત્ સ્વરૂપ? ‘‘भावाभावौ तिरयन्’’ ચતુર્ગતિસંબંધી ઉત્પાદ-વ્યયને સર્વથા દૂર કરતું થકું જીવનું સ્વરૂપ પ્રગટ થાય છે. ૨૫-૨૧૭.

(મંદાક્રાન્તા)
रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात
तौ वस्तुत्वप्रणिहितद्रशा द्रश्यमानौ न किञ्चित
सम्यग्द्रष्टिः क्षपयतु ततस्तत्त्वद्रष्टया स्फु टन्तौ
ज्ञानज्योतिर्ज्वलति सहजं येन पूर्णाचलार्चिः ।।२६-२१८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ततः सम्यग्द्रष्टिः स्फु टं तत्त्वद्रष्टया तौ क्षपयतु’’ (ततः) તે કારણથી (सम्यग्द्रष्टिः) શુદ્ધચૈતન્ય-અનુભવશીલ જીવ, (स्फु टं तत्त्वद्रष्टया) પ્રત્યક્ષરૂપ છે જે શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ તેના વડે (तौ) રાગ-દ્વેષ બંનેને (क्षपयतु)


Page 207 of 269
PDF/HTML Page 229 of 291
single page version

મૂળથી મટાડીને દૂર કરો. ‘‘येन ज्ञानज्योतिः सहजं ज्वलति’’ (येन) જે રાગ-દ્વેષને મટાડવાથી (ज्ञानज्योतिः सहजं ज्वलति) જ્ઞાનજ્યોતિ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ જેવું છે તેવું સહજ પ્રગટ થાય છે. કેવી છે જ્ઞાનજ્યોતિ? ‘‘पूर्णाचलार्चिः’’ (पूर्ण) જેવો સ્વભાવ છે એવો અને (अचल) સર્વ કાળ પોતાના સ્વરૂપે છે એવો (अर्चिः) પ્રકાશ છે જેનો, એવી છે. રાગ-દ્વેષનું સ્વરૂપ કહે છે‘‘हि ज्ञानम् अज्ञानभावात् इह रागद्वेषौ भवति’’ (हि) જે કારણથી (ज्ञानम्) જીવદ્રવ્ય (अज्ञानभावात्) અનાદિ કર્મસંયોગથી પરિણમ્યું છે વિભાવપરિણતિમિથ્યાત્વરૂપ, તેને લીધે (इह) વર્તમાન સંસાર- અવસ્થામાં (रागद्वेषौ भवति) રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિએ વ્યાપ્ય-વ્યાપકરૂપ પોતે પરિણમે છે. તેથી ‘‘तौ वस्तुत्वप्रणिहितद्रशा द्रश्यमानौ न किञ्चित्’’ (तौ) રાગ-દ્વેષ બંને જાતિના અશુદ્ધ પરિણામ (वस्तुत्वप्रणिहितद्रशा द्रश्यमानौ) સત્તાસ્વરૂપ દ્રષ્ટિથી વિચારતાં (न किञ्चित्) કાંઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે જેમ સત્તાસ્વરૂપ એક જીવદ્રવ્ય વિદ્યમાન છે તેમ રાગ-દ્વેષ કોઈ દ્રવ્ય નથી, જીવની વિભાવપરિણતિ છે. તે જ જીવ જો પોતાના સ્વભાવરૂપે પરિણમે તો રાગ-દ્વેષ સર્વથા મટે. આમ થવું સુગમ છે, કાંઈ મુશ્કેલ નથી; અશુદ્ધ પરિણતિ મટે છે, શુદ્ધ પરિણતિ થાય છે. ૨૬-૨૧૮.

(શાલિની)
रागद्वेषोत्पादकं तत्त्वद्रष्टया
नान्यद्द्रव्यं वीक्ष्यते किञ्चनापि
सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति
व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात
।।२७-२१९।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે, કોઈ એમ માને છે કે જીવનો સ્વભાવ રાગ-દ્વેષરૂપે પરિણમવાનો નથી, પરદ્રવ્યજ્ઞાનાવરણાદિ કર્મ તથા શરીર-સંસાર-ભોગસામગ્રીબલાત્કારે જીવને રાગ-દ્વેષરૂપ પરિણમાવે છે. પરંતુ એમ તો નથી, જીવની વિભાવપરિણામશક્તિ જીવમાં છે, તેથી મિથ્યાત્વના ભ્રમરૂપે પરિણમતું થકું રાગ-દ્વેષરૂપે જીવદ્રવ્ય પોતે પરિણમે છે, પરદ્રવ્યનો કાંઈ સહારો નથી. તે કહે છે‘‘किञ्चन अपि अन्यद्द्रव्यं तत्त्वद्रष्टया रागद्वेषोत्पादकं न वीक्ष्यते’’


Page 208 of 269
PDF/HTML Page 230 of 291
single page version

(किञ्चन अपि अन्यद्द्रव्य) આઠ કર્મરૂપ અથવા શરીર, મન, વચન-નોકર્મરૂપ અથવા બાહ્ય ભોગસામગ્રી ઇત્યાદિરૂપ છે જેટલું પરદ્રવ્ય તે, (तत्त्वद्रष्टया) દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દ્રષ્ટિથી (रागद्वेषोत्पादकं) અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષપરિણામ તેમને ઉપજાવવા સમર્થ (न वीक्ष्यते) જોવામાં આવતું નથી; [કહેલો અર્થ ગાઢોદ્રઢ કરે છે] ‘‘यस्मात् सर्वद्रव्योत्पत्तिः स्वस्वभावेन अन्तश्चकास्ति’’ (यस्मात्) કારણ કે (सर्वद्रव्य) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશના (उत्पत्तिः) અખંડધારારૂપ પરિણામ (स्वस्वभावेन) પોતપોતાના સ્વરૂપે છે, (अन्तः चकास्ति) એવું જ અનુભવમાં નિશ્ચિત થાય છે અને એમ જ વસ્તુ સધાય છે, અન્યથા વિપરીત છે. કેવી છે પરિણતિ? ‘‘अत्यन्तं व्यक्ता’’ અતિશય પ્રગટ છે. ૨૭-૨૧૯.

(માલિની)
यदिह भवति रागद्वेषदोषप्रसूतिः
कतरदपि परेषां दूषणं नास्ति तत्र
स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो
भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः
।।२८-२२०।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય સંસારઅવસ્થામાં રાગ-દ્વેષ-મોહઅશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે તે, વસ્તુનું સ્વરૂપ વિચારતાં, જીવનો દોષ છે, પુદ્ગલદ્રવ્યનો દોષ કાંઈ નથી; કારણ કે જીવદ્રવ્ય પોતાના વિભાવ મિથ્યાત્વરૂપ પરિણમતું થકું પોતાના અજ્ઞાનપણાને લીધે રાગ-દ્વેષ-મોહરૂપ પોતે પરિણમે છે. જો કદી શુદ્ધ પરિણતિરૂપ થઈને શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમે, રાગ-દ્વેષ-મોહરૂપ ન પરિણમે, તો પુદ્ગલદ્રવ્યનો શો ઇલાજ ચાલે? તે જ કહે છે‘‘

इह यत् रागद्वेषदोषप्रसूतिः भवति तत्र कतरत् अपि परेषां दूषणं नास्ति’’ (इह) અશુદ્ધ અવસ્થામાં (यत्) જે કાંઈ (रागद्वेषदोषप्रसूतिः भवति) રાગાદિ અશુદ્ધ પરિણતિ થાય છે (तत्र) તે અશુદ્ધ પરિણતિ થવામાં (कतरत् अपि) અત્યંત થોડું પણ, (परेषां

જેટલી સામગ્રી છેજ્ઞાનાવરણાદિ કર્મનો ઉદય અથવા શરીર-મન-

दूषणं नास्ति) વચન અથવા પંચેન્દ્રિય ભોગસામગ્રી ઇત્યાદિ ઘણી સામગ્રી છેતેમાં કોઈનું દૂષણ


Page 209 of 269
PDF/HTML Page 231 of 291
single page version

તો નથી. તો શું છે? ‘‘अयम् स्वयम् अपराधी तत्र अबोधः सर्पति’’ (अयम्) સંસારી જીવ (स्वयम् अपराधी) પોતે મિથ્યાત્વરૂપે પરિણમતો થકો શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે; કર્મના ઉદયથી થયો છે અશુદ્ધ ભાવ, તેને પોતારૂપ જાણે છે; (तत्र) એ રીતે અજ્ઞાનનો અધિકાર હોતાં (अबोधः सर्पति) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિ થાય છે. ભાવાર્થ આમ છે કે જીવ પોતે મિથ્યાદ્રષ્ટિ થતો થકો પરદ્રવ્યને પોતારૂપ જાણીને અનુભવે ત્યાં રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિનું થવું કોણ રોકે? તેથી પુદ્ગલકર્મનો શો દોષ? ‘‘विदितं भवतु’’ એમ જ વિદિત હો કે રાગાદિ અશુદ્ધ પરિણતિરૂપે જીવ પરિણમે છે તે જીવનો દોષ છે, પુદ્ગલદ્રવ્યનો દોષ નથી. હવે આગળનો વિચાર કંઈ છે કે નથી? ઉત્તર આમ છેઆગળનો આ વિચાર છે કે ‘‘अबोधः अस्तं यातु’’ (अबोधः) મોહ-રાગ-દ્વેષરૂપ છે જે અશુદ્ધ પરિણતિ તેનો (अस्तं यातु) વિનાશ હો. તેનો વિનાશ થવાથી ‘‘बोधः अस्मि’’ હું શુદ્ધ, ચિદ્રૂપ, અવિનશ્વર, અનાદિનિધન, જેવો છું તેવો વિદ્યમાન જ છું. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય શુદ્ધસ્વરૂપ છે; તેમાં મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ થાય છે; તે અશુદ્ધ પરિણતિને મટાડવાનો ઉપાય આ છે કે સહજ જ દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમે તો અશુદ્ધ પરિણતિ મટે; બીજું તો કોઈ કરતૂતઉપાય નથી. તે અશુદ્ધ પરિણતિ મટતાં જીવદ્રવ્ય જેવું છે તેવું છે, કાંઈ ઘટવધ તો નથી. ૨૮-૨૨૦.

(રથોદ્ધતા)
रागजन्मनि निमित्ततां पर-
द्रव्यमेव कलयन्ति ये तु ते
उत्तरन्ति न हि मोहवाहिनीं
शुद्धबोधविधुरान्धबुद्धयः
।।२९-२२१।।

ખંડાન્વય સહિત અર્થઃકહેલા અર્થને ગાઢોદ્રઢ કરે છે‘‘ते मोहवाहिनीं न हि उत्तरन्ति’’ (ते) એવો મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ (मोहवाहिनीं) મોહ-રાગ- દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ એવી જે શત્રુની સેના તેને (न हि उत्तरन्ति) મટાડી શકતો નથી. કેવા છે તે મિથ્યાદ્રષ્ટિ જીવો? ‘‘शुद्धबोधविधुरान्धबुद्धयः’’ (शुद्ध) સકળ


Page 210 of 269
PDF/HTML Page 232 of 291
single page version

ઉપાધિથી રહિત જીવવસ્તુના (बोध) પ્રત્યક્ષ અનુભવથી (विधुर) રહિત હોવાથી (अन्ध) સમ્યક્ત્વથી શૂન્ય છે (बुद्धयः) જ્ઞાનસર્વસ્વ જેમનું, એવા છે. તેમનો અપરાધ શો? ઉત્તરઅપરાધ આવો છે; તે જ કહે છેઃ ‘‘ये रागजन्मनि परद्रव्यं निमित्ततां एव कलयन्ति’’ (ये) જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવા છે(रागजन्मनि) રાગ-દ્વેષ-મોહ અશુદ્ધ પરિણતિરૂપ પરિણમતા જીવદ્રવ્યના વિષયમાં (परद्रव्यं) આઠ કર્મ, શરીર આદિ નોકર્મ તથા બાહ્ય ભોગસામગ્રીરૂપ (निमित्ततां कलयन्ति) પુદ્ગલદ્રવ્યનું નિમિત્ત પામીને જીવ રાગાદિ અશુદ્ધરૂપ પરિણમે છે’ એવી શ્રદ્ધા કરે છે જે કોઈ જીવરાશિ તે મિથ્યાદ્રષ્ટિ છે, અનંત સંસારી છે, જેથી એવો વિચાર છે કે સંસારી જીવને રાગાદિ અશુદ્ધ પરિણમનશક્તિ નથી, પુદ્ગલકર્મ બલાત્કારે જ પરિણમાવે છે. જો એમ છે તો પુદ્ગલકર્મ તો સર્વ કાળ વિદ્યમાન જ છે, જીવને શુદ્ધ પરિણામનો અવસર ક્યો? અર્થાત્ કોઈ અવસર નહિ. ૨૯-૨૨૧.

(શાર્દૂલવિક્રીડિત)
पूर्णैकाच्युतशुद्धबोधमहिमा बोधा न बोध्यादयं
यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव
तद्वस्तुस्थितिबोधवन्ध्यधिषणा एते किमज्ञानिनो
रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम्
।।३०-२२२।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે, કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવી આશંકા કરશે કે જીવદ્રવ્ય જ્ઞાયક છે, સમસ્ત જ્ઞેયને જાણે છે, તેથી પરદ્રવ્યને જાણતાં કાંઈક થોડો ઘણો રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિકાર થતો હશે? ઉત્તર આમ છે કે પરદ્રવ્યને જાણતાં તો એક નિરંશમાત્ર પણ નથી, પોતાની વિભાવપરિણતિ કરતાં વિકાર છે, પોતાની શુદ્ધ પરિણતિ હોતાં નિર્વિકાર છે. એમ કહે છે‘‘एते अज्ञानिनः किं रागद्वेषमयीभवन्ति, सहजां उदासीनतां किं मुञ्चंति’’ (एते अज्ञानिनः) વિદ્યમાન છે જે મિથ્યાદ્રષ્ટિ જીવો તે (किं रागद्वेषमयीभवन्ति) રાગ-દ્વેષ- મોહરૂપ અશુદ્ધ પરિણતિમાં મગ્ન કેમ થાય છે? તથા (सहजां उदासीनतां किं मुञ्चंति) સહજ જ છે સકળ પરદ્રવ્યથી ભિન્નપણુંએવી પ્રતીતિને કેમ છોડે છે? ભાવાર્થ


Page 211 of 269
PDF/HTML Page 233 of 291
single page version

આમ છે કેવસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, તેઓ વિચલિત થાય છે તે પૂરો અચંબો છે. કેવા છે અજ્ઞાની જીવો? ‘‘तद्वस्तुस्थितिबोधबन्ध्यधिषणाः’’ (तद्वस्तु) શુદ્ધ જીવદ્રવ્યની (स्थिति) સ્થિતિ અર્થાત્ સ્વભાવની મર્યાદા, તેના (बोध) અનુભવથી (बन्ध्य) શૂન્ય છે (धिषणाः) બુદ્ધિ જેમની, એવા છે. ‘‘अयं बोधा’’ વિદ્યમાન છે જે ચેતનામાત્ર જીવદ્રવ્ય તે ‘‘बोध्यात्’’ સમસ્ત જ્ઞેયને જાણે છે તેના દ્વારા ‘‘कामपि विक्रियां न यायात्’’ રાગ-દ્વેષ-મોહરૂપ કોઈ પણ વિક્રિયારૂપે પરિણમતું નથી. કેવું છે જીવદ્રવ્ય? ‘‘पूर्णैकाच्युतशुद्धबोधमहिमा’’ (पूर्ण) જેનો ખંડ નથી એવો, (एक) સમસ્ત વિકલ્પથી રહિત, (अच्युत) અનંત કાળ પર્યન્ત સ્વરૂપથી ચળતો નથી એવો, (शुद्ध) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત એવો જે (बोध) જ્ઞાનગુણ તે જ છે (महिमा) સર્વસ્વ જેનું, એવું છે. દ્રષ્ટાન્ત કહે છે‘‘ततः इतः प्रकाश्यात् दीपः इव’’ (ततः इतः) ડાબે-જમણે, ઉપર-નીચે, આગળ-પાછળ (प्रकाश्यात्) દીવાના પ્રકાશથી જોવામાં આવે છે ઘડો, કપડું ઇત્યાદિ, તેના દ્વારા (दीपः इव) જેમ દીવામાં કોઈ વિકાર ઊપજતો નથી. ભાવાર્થ આમ છે કેજેવી રીતે દીપક પ્રકાશસ્વરૂપ છે, ઘટ-પટાદિ અનેક વસ્તુઓને પ્રકાશે છે, પ્રકાશતો થકો જે પોતાનું પ્રકાશમાત્ર સ્વરૂપ હતું તેવું જ છે, વિકાર તો કાંઈ જોવામાં આવતો નથી; તેવી જ રીતે જીવદ્રવ્ય જ્ઞાનસ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે, જાણતું થકું જે પોતાનું જ્ઞાનમાત્ર સ્વરૂપ હતું તેવું જ છે, જ્ઞેયને જાણતાં વિકાર કાંઈ નથી. આવું વસ્તુનું સ્વરૂપ જેમને ભાસતું નથી તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. ૩૦-૨૨૨.

(શાર્દૂલવિક્રીડિત)
रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृशः
पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात
दूरारूढचरित्रवैभवबलाच्चञ्चच्चिदर्चिर्मयीं
विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य सञ्चेतनाम्
।।३१-२२३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘नित्यं स्वभावस्पृशः ज्ञानस्य सञ्चेतनां विन्दन्ति’’ (नित्यं स्वभावस्पृशः) નિરંતર શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે જેમને એવા છે જે સમ્યગ્દ્રષ્ટિ


Page 212 of 269
PDF/HTML Page 234 of 291
single page version

જીવો તે (ज्ञानस्य सञ्चेतनां) જ્ઞાનચેતનાને અર્થાત્ રાગ-દ્વેષ-મોહથી રહિત શુદ્ધ જ્ઞાનમાત્ર વસ્તુને (विन्दन्ति) પામે છેઆસ્વાદે છે. કેવી છે જ્ઞાનચેતના? ‘‘स्वरसाभिषिक्तभुवनां’’ પોતાના આત્મિક રસથી જગતને જાણે કે સિંચન કરે છે. વળી કેવી છે? ‘‘चञ्चच्चिदर्चिर्मयीं’’ (चञ्चत्) સકળ જ્ઞેયને જાણવામાં સમર્થ એવો જે (चिदर्चिः) ચૈતન્યપ્રકાશ, તે છે (मयीं) સર્વસ્વ જેનું, એવી છે. આવી ચેતના ક્યા કારણથી છે તે કહે છે‘‘दूरारूढचरित्रवैभवबलात्’’ (दूर) અતિ ગાઢ-દ્રઢ (आरूढ) પ્રગટ થયેલો, (चरित्र) રાગદ્વેષ અશુદ્ધ પરિણતિથી રહિત જીવનો જે ચારિત્રગુણ, તેના (वैभव) પ્રતાપના (बलात्) સામર્થ્યથી. ભાવાર્થ આમ છે કેશુદ્ધ ચારિત્ર તથા શુદ્ધ જ્ઞાનચેતનાને એકવસ્તુપણું છે. કેવા છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘रागद्वेषविभावमुक्तमहसः’’ (रागद्वेष) જેટલી અશુદ્ધ પરિણતિ છે તે-રૂપ જે (विभाव) જીવનો વિકારભાવ, તેનાથી (मुक्त) રહિત થયું છે (महसः) શુદ્ધ જ્ઞાન જેમનું, એવા છે. વળી કેવા છે? ‘‘पूर्वागामिसमस्तकर्मविकलाः’’ (पूर्व) જેટલો અતીત કાળ, (आगामि) જેટલો અનાગત કાળ, તે-સંબંધી (समस्त) નાના પ્રકારના અસંખ્યાત લોકમાત્ર (कर्म) રાગાદિરૂપ અથવા સુખ-દુઃખરૂપ અશુદ્ધચેતના-વિકલ્પ, તેનાથી (विकलाः) સર્વથા રહિત છે. વળી કેવા છે? ‘‘तदात्वोदयात् भिन्नाः’’ (तदात्वोदयात्) વર્તમાન કાળમાં આવેલા ઉદયથી થયેલ છે જે શરીર, સુખ-દુઃખ, વિષયભોગસામગ્રી ઇત્યાદિ, તેનાથી (भिन्नाः) પરમ ઉદાસીન છે. ભાવાર્થ આમ છે કેકોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવો ત્રિકાળસંબંધી કર્મની ઉદયસામગ્રીથી વિરક્ત થઈને શુદ્ધ ચેતનાને પામે છેઆસ્વાદે છે. ૩૧-૨૨૩.

(ઉપજાતિ)
ज्ञानस्य सञ्चेतनयैव नित्यं
प्रकाशते ज्ञानमतीव शुद्धम्
अज्ञानसञ्चेतनया तु धावन्
बोधस्य शुद्धिं निरुणद्धि बन्धः
।।३२-२२४।।

ખંડાન્વય સહિત અર્થઃજ્ઞાનચેતનાનું ફળ તથા અજ્ઞાનચેતનાનું ફળ કહે છેઃ ‘‘नित्यं’’ નિરંતર ‘‘ज्ञानस्य सञ्चेतनया’’ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિ


Page 213 of 269
PDF/HTML Page 235 of 291
single page version

વિના શુદ્ધ જીવસ્વરૂપના અનુભવરૂપ જે જ્ઞાનપરિણતિ, તેના વડે ‘‘अतीव शुद्धम् ज्ञानम् प्रकाशते एव’’ (अतीव शुद्धम् ज्ञानम्) સર્વથા નિરાવરણ કેવળજ્ઞાન (प्रकाशते) પ્રગટ થાય છે; [ભાવાર્થ આમ છે કેકારણ સદ્રશ કાર્ય થાય છે, તેથી શુદ્ધ જ્ઞાનને અનુભવતાં શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય છેએમ ઘટે છે.] (एव) એમ જ છે નિશ્ચયથી. ‘‘तु’’ તથા ‘‘अज्ञानसञ्चेतनया बन्धः धावन् बोधस्य शुद्धिं निरुणद्धि’’ (अज्ञानसञ्चेतनया) રાગ-દ્વેષ-મોહરૂપ તથા સુખ-દુઃખાદિરૂપ જીવની અશુદ્ધ પરિણતિ વડે (बन्धः धावन् ) જ્ઞાનાવરણાદિ કર્મબંધ અવશ્ય થતો થકો (बोधस्य शुद्धिं निरुणद्धि) કેવળજ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ભાવાર્થ આમ છે કેજ્ઞાનચેતના મોક્ષનો માર્ગ, અજ્ઞાનચેતના સંસારનો માર્ગ. ૩૨-૨૨૪.

(આર્યા)
कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः
परिहृत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलम्बे ।।३३-२२५।।

ખંડાન્વય સહિત અર્થઃકર્મચેતનારૂપ તથા કર્મફળચેતનારૂપ છે જે અશુદ્ધ પરિણતિ તેને મટાડવાનો અભ્યાસ કરે છેઃ ‘‘परमं नैष्कर्म्यम् अवलम्बे’’ હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જીવ છું, સકળ કર્મની ઉપાધિથી રહિત એવું મારું સ્વરૂપ મને સ્વાનુભવ-પ્રત્યક્ષપણે આસ્વાદમાં આવે છે. શું વિચારીને? ‘‘सर्वं कर्म परिहृत्य’’ જેટલું દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ છે તે સમસ્તનું સ્વામિત્વ છોડીને. અશુદ્ધ પરિણતિનું વિવરણ‘‘त्रिकालविषयं’’ એક અશુદ્ધ પરિણતિ અતીત કાળના વિકલ્પરૂપ છે જે ‘મેં આમ કર્યું, આમ ભોગવ્યું’ ઇત્યાદિરૂપ છે; એક અશુદ્ધ પરિણતિ આગામી કાળના વિષયરૂપ છે જે ‘આમ કરીશ, આમ કરવાથી આમ થશે’ ઇત્યાદિરૂપ છે; એક અશુદ્ધ પરિણતિ વર્તમાન વિષયરૂપ છે જે ‘હું દેવ, હું રાજા, મારે આવી સામગ્રી, મને આવું સુખ અથવા દુઃખ’ ઇત્યાદિરૂપ છે. એક આવો પણ વિકલ્પ છે કેઃ

‘‘कृतिकारितानुमननैः’’ (कृत) જે કંઈ પોતે હિંસાદિ

ક્રિયા કરી હોય; (कारित) જે, અન્ય જીવને ઉપદેશ દઈને, કરાવી હોય; (अनुमननैः) જે, કોઈએ સહજ જ કરેલી ક્રિયાથી સુખ માનવું હોય. તથા એક આવો પણ વિકલ્પ છે કેઃ ‘‘मनोवचनकायैः’’ મનથી ચિંતવવું, વચનથી બોલવું, કાયાથી


Page 214 of 269
PDF/HTML Page 236 of 291
single page version

પ્રત્યક્ષપણે કરવું. આવા વિકલ્પોને પરસ્પર ફેલાવતાં ઓગણપચાસ ભેદ થાય છે, તે સમસ્ત જીવનું સ્વરૂપ નથી, પુદ્ગલકર્મના ઉદયથી થાય છે. ૩૩-૨૨૫.

ભૂતકાળનો વિચાર આ પ્રમાણે કરે છે

यदहमकार्षं यदचीकरं यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं मनसा च वाचा च कायेन च तन्मिथ्या मे दुष्कृतमिति

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तत् दुष्कृतं मे मिथ्या भवतु’’ (तत् दुष्कृतम्) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિ અથવા જ્ઞાનાવરણાદિ કર્મપિંડ, (मे मिथ्या भवतु) સ્વરૂપથી ભ્રષ્ટ હોવાથી મેં પોતારૂપ અનુભવ્યાં તે અજ્ઞાનપણું થયું; સાંપ્રત (હવે) એવું અજ્ઞાનપણું જાઓ, ‘હું શુદ્ધસ્વરૂપ’ એવો અનુભવ હો. પાપના ઘણા ભેદ છે. તે કહે છે‘‘यत् अहम् अकार्षं’’ (यत्) જે પાપ (अहम् अकार्षं) મેં પોતે કર્યું હોય, ‘‘यत् अहम् अचीकरं’’ જે પાપ અન્યને ઉપદેશ દઈને કરાવ્યું હોય, તથા ‘‘यत् अन्यं कुर्वन्तम् अपि समन्वज्ञासिषं’’ જે સહજ જ કર્યું છે અન્ય કોઈએ તેમાં મેં સુખ માન્યું હોય, ‘‘मनसा’’ મનથી, ‘‘वाचा’’ વચનથી, ‘‘कायेन’’ શરીરથી. આ બધું જીવનું સ્વરૂપ નથી, તેથી હું તો સ્વામી નથી; એનો સ્વામી તો પુદ્ગલકર્મ છે.આવું સમ્યગ્દ્રષ્ટિ જીવ અનુભવે છે.

(આર્યા)
मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ।।३४-२२६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अहम् आत्मना आत्मनि वर्ते’’ (अहम्) ચેતનામાત્ર સ્વરૂપ છું જે ‘હું’ વસ્તુ, તે હું (आत्मना) પોતાથી (आत्मनि वर्ते) રાગાદિ અશુદ્ધ પરિણતિ ત્યાગીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં અનુભવરૂપ પ્રવર્તું છું. કેવો છે આત્મા અર્થાત્ પોતે? ‘‘नित्यम् चैतन्यात्मनि’’ (नित्यम्) સર્વ કાળ (चैतन्यात्मनि) જ્ઞાનમાત્રસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘निष्कर्मणि’’ સમસ્ત કર્મની ઉપાધિથી રહિત

* શ્રી સમયસારની આત્મખ્યાતિ-ટીકાનો આ ભાગ ગદ્યરૂપ છે, પદ્યરૂપ અર્થાત્ કળશરૂપ નથી, તેથી તેને પદ્યાંક આપવામાં આવ્યો નથી.


Page 215 of 269
PDF/HTML Page 237 of 291
single page version

છે. શું કરતો થકો આમ પ્રવર્તું છું? ‘‘तत् समस्तं कर्म प्रतिक्रम्य’’ પહેલાં કર્યું હોય જે કાંઈ અશુદ્ધપણારૂપ કર્મ તેને પ્રતિક્રમીનેત્યાગીને. કયું કર્મ? ‘‘यत् अहम् अकार्षं’’ જે પોતે કર્યું હોય. શા કારણથી? ‘‘मोहात्’’ શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ હોઈને કર્મના ઉદયે આત્મબુદ્ધિ હોવાથી. ૩૪-૨૨૬.

વર્તમાન કાળની આલોચના આ પ્રમાણે છે

न करोमि न कारयामि न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा च वाचा च कायेन चेति

ખંડાન્વય સહિત અર્થઃ‘‘न करोमि’’ વર્તમાન કાળમાં થાય છે જે રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મબંધ, તેને હું કરતો નથી, [ભાવાર્થ આમ છે કેમારું સ્વામિત્વપણું નથી એમ સમ્યગ્દ્રષ્ટિ જીવ અનુભવે છે.] ‘‘न कारयामि’’ અન્યને ઉપદેશ દઈને કરાવતો નથી, ‘‘अन्यं कुर्वन्तम् अपि न समनुजानामि’’ પોતાથી સહજ અશુદ્ધપણારૂપ પરિણમે છે જે કોઈ જીવ તેમાં હું સુખ માનતો નથી, (मनसा) મનથી, (वाचा) વચનથી, (कायेन) શરીરથી. સર્વથા વર્તમાન કર્મનો મારે ત્યાગ છે.

(આર્યા)
मोहविलासविजृम्भितमिदमुदयत्कर्म सकलमालोच्य
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ।।३५-२२७।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अहं आत्मना आत्मनि नित्यम् वर्ते’’ (अहं) હું (आत्मना) પરદ્રવ્યની સહાય વિના પોતાની સહાયથી (आत्मनि) પોતામાં (वर्ते) સર્વથા ઉપાદેય બુદ્ધિથી પ્રવર્તું છું. શું કરીને? ‘‘इदम् सकलम् कर्म उदयत् आलोच्य’’ (इदम्) વર્તમાનમાં ઉપસ્થિત (सकलम् कर्म) જેટલું અશુદ્ધપણું અથવા જ્ઞાનાવરણાદિ કર્મપિંડરૂપ પુદ્ગલ કે જે (उदयत्) વર્તમાન કાળમાં ઉદયરૂપ છે, તેને (आलोच्य) આલોચીને અર્થાત ‘શુદ્ધ જીવનું સ્વરૂપ નથી’ એમ વિચાર કરતાં તેનું સ્વામિત્વપણું છોડીને. કેવું છે

* જુઓ પદટિપ્પણ પૃ. ૨૧૪.


Page 216 of 269
PDF/HTML Page 238 of 291
single page version

કર્મ? ‘‘मोहविलासविजृम्भितम्’’ (मोह) મિથ્યાત્વના (विलास) પ્રભુત્વપણા વડે (विजृम्भितम्) પ્રસર્યું છે. કેવો છું હું આત્મા? ‘‘चैतन्यात्मनि’’ શુદ્ધ ચેતનામાત્રસ્વરૂપ છું. વળી કેવો છું? ‘‘निष्कर्मणि’’ સમસ્ત કર્મની ઉપાધિથી રહિત છું. ૩૫-૨૨૭.

ભવિષ્યના કર્મનું પ્રત્યાખ્યાન કરે છે

न करिष्यामि न कारयिष्यामि न कुर्वन्तमप्यन्यं समनु- ज्ञास्यामि मनसा च वाचा च कायेन चेति

ખંડાન્વય સહિત અર્થઃ‘‘न करिष्यामि’’ હું આગામી કાળમાં રાગાદિ અશુદ્ધ પરિણામો કરીશ નહિ, ‘‘न कारयिष्यामि’’ કરાવીશ નહિ, ‘‘अन्यं कुर्वन्तम् न समनुज्ञास्यामि’’ (अन्यं कुर्वन्तम्) સહજ જ અશુદ્ધ પરિણતિને કરે છે જે કોઈ જીવ તેને (न समनुज्ञास्यामि) અનુમોદન કરીશ નહિ, ‘‘मनसा’’ મનથી, ‘‘वाचा’’ વચનથી, ‘‘कायेन’’ શરીરથી.

(આર્યા)
प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसम्मोहः
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ।।३६-२२८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘निरस्तसम्मोहः आत्मना आत्मनि नित्यम् वर्ते’’ (निरस्त) ગઈ છે (सम्मोहः) મિથ્યાત્વરૂપ અશુદ્ધ પરિણતિ જેની એવો છું જે હું તે (आत्मना) પોતાના જ્ઞાનના બળથી (आत्मनि) પોતાના સ્વરૂપમાં (नित्यम् वर्ते) નિરંતર અનુભવરૂપ પ્રવર્તું છું. કેવો છે આત્મા અર્થાત્ પોતે? ‘‘चैतन्यात्मनि’’ શુદ્ધ ચેતનામાત્ર છે. વળી કેવો છે? ‘‘निष्कर्मणि’’ સમસ્ત કર્મની ઉપાધિથી રહિત છે. શું કરીને આત્મામાં પ્રવર્તું છું? ‘‘भविष्यत् समस्तं कर्म प्रत्याख्याय’’ (भविष्यत्) આગામી કાળ સંબંધી (समस्तं कर्म) જેટલા રાગાદિ અશુદ્ધ વિકલ્પો છે તે (प्रत्याख्याय) શુદ્ધ સ્વરૂપથી અન્ય છે એમ જાણી અંગીકારરૂપ સ્વામિત્વને છોડીને. ૩૬-૨૨૮.

* જુઓ પદટિપ્પણ પૃ. ૨૧૪.


Page 217 of 269
PDF/HTML Page 239 of 291
single page version

(ઉપજાતિ)
समस्तमित्येवमपास्य कर्म
त्रैकालिकं शुद्धनयावलम्बी
विलीनमोहो रहितं विकारै-
श्चिन्मात्रमात्मानमथावलम्बे
।।३७-२२९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अथ विलीनमोहः चिन्मात्रम् आत्मनम् अवलम्बे’’ (अथ) અશુદ્ધ પરિણતિના મટવા ઉપરાન્ત (विलीनमोहः) મૂળથી મટ્યો છે મિથ્યાત્વપરિણામ જેનો એવો હું (चिन्मात्रम् आत्मानम् अवलम्बे) જ્ઞાનસ્વરૂપ જીવવસ્તુને નિરંતર આસ્વાદું છું. કેવી આસ્વાદું છું? ‘‘विकारैः रहितं’’ જે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિથી રહિત છે એવી. કેવો છું હું? ‘‘शुद्धनयावलम्बी’’ (शुद्धनय) શુદ્ધ જીવવસ્તુને (अवलम्बी) અવલંબું છુંએવો છું. શું કરતો થકો એવો છું? ‘‘इत्येवम् समस्तम् कर्म अपास्य’’ (इति एवम्) પૂર્વોક્ત પ્રકારે (समस्तम् कर्म) જેટલાં છે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગાદિ ભાવકર્મ, તેમને (अपास्य) જીવથી ભિન્ન જાણીને સ્વીકારનો ત્યાગ કરીને. કેવું છે રાગાદિ કર્મ? ‘‘त्रैकालिकं’’ અતીત-અનાગત-વર્તમાન કાળ સંબંધી છે. ૩૭-૨૨૯.

(આર્યા)
विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव
सञ्चेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम् ।।३८-२३०।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अहम् आत्मानं सञ्चेतये’’ હું શુદ્ધ ચિદ્રૂપને પોતાને આસ્વાદું છું. કેવો છે આત્મા અર્થાત્ પોતે? ‘‘चैतन्यात्मानम्’’ જ્ઞાનસ્વરૂપમાત્ર છે. વળી કેવો છે? ‘‘अचलं’’ પોતાના સ્વરૂપથી સ્ખલિત નથી. અનુભવનું ફળ કહે છે‘‘कर्मविषतरुफलानि मम भुक्तिम् अन्तरेण एव विगलन्तु’’ (कर्म) જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપ છે જે (विषतरु) વિષનું વૃક્ષકેમ કે ચૈતન્ય પ્રાણનું ઘાતક છેતેનાં (फलानि) ફળ અર્થાત્ ઉદયની સામગ્રી (मम भुक्तिम् अन्तरेण एव) મારા ભોગવ્યા વિના જ (विगलन्तु) મૂળથી સત્તા સહિત નષ્ટ હો. ભાવાર્થ આમ છે કે


Page 218 of 269
PDF/HTML Page 240 of 291
single page version

કર્મના ઉદયે છે જે સુખ અથવા દુઃખ, તેનું નામ છે કર્મફળચેતના, તેનાથી ભિન્ન- સ્વરૂપ આત્માએમ જાણીને સમ્યગ્દ્રષ્ટિ જીવ અનુભવ કરે છે. ૩૮-૨૩૦.

(વસન્તતિલકા)
निःशेषकर्मफलसंन्यसनान्ममैवं
सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः
चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं
कालावलीयमचलस्य वहत्वनन्ता
।।३९-२३१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘मम एवं अनन्ता कालावली वहतु’’ (मम) મને (एवं) કર્મચેતના-કર્મફળચેતનાથી રહિતપણે, શુદ્ધ જ્ઞાનચેતના સહિત બિરાજમાનપણે (अनन्ता कालावली वहतु) અનંત કાળ એમ જ પૂરો હો. ભાવાર્થ આમ છે કે કર્મચેતના- કર્મફળચેતના હેય, જ્ઞાનચેતના ઉપાદેય. કેવો છું હું? ‘‘सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः’’ (सर्व) અનંત એવી (क्रियान्तर)શુદ્ધ જ્ઞાનચેતનાથી અન્યકર્મના ઉદયે અશુદ્ધ પરિણતિ, તેમાં (विहार) વિભાવરૂપ પરિણમે છે જીવ, તેનાથી (निवृत्त) રહિત એવી છે (वृत्तेः) જ્ઞાનચેતનામાત્ર પ્રવૃત્તિ જેની, એવો છું. શા કારણથી એવો છું? ‘निःशेषकर्मफलसंन्यसनात्’’ (निःशेष) સમસ્ત (कर्म) જ્ઞાનાવરણાદિનાં (फल) ફળના અર્થાત્ સંસાર સંબંધી સુખ-દુઃખના (संन्यसनात्) સ્વામિત્વપણાના ત્યાગના કારણે. વળી કેવો છું? ‘‘भृशम् आत्मतत्त्वं भजतः’’ (भृशम्) નિરંતર (आत्मतत्त्वं) આત્મતત્ત્વનો અર્થાત શુદ્ધ ચૈતન્યવસ્તુનો (भजतः) અનુભવ છે જેને, એવો છું. કેવું છે આત્મતત્ત્વ? ‘‘चैतन्यलक्ष्म’’ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. વળી કેવો છું? ‘‘अचलस्य’’ આગામી અનંત કાળ સ્વરૂપથી અમિટ (અટળ) છું. ૩૯-૨૩૧.

(વસન્તતિલકા)
यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां
भुङ्क्ते फलानि न खलु स्वत एव तृप्तः
आपातकालरमणीयमुदर्करम्यं
निष्कर्मशर्ममयमेति दशान्तरं सः
।।४०-२३२।।