Samaysar Kalash Tika (Gujarati). Shlok: 233-253 ; SyadvAd Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 15

 

Page 219 of 269
PDF/HTML Page 241 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘यः खलु पूर्वभावकृतकर्मविषद्रुमाणां फलानि न भुङ्क्ते’’ (यः) જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ (खलु) સમ્યક્ત્વ ઊપજ્યા વિના (पूर्वभाव) મિથ્યાત્વભાવ વડે (कृत) ઉપાર્જિત (कर्म) જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપી (विषद्रुम) ચૈતન્યપ્રાણઘાતક વિષવૃક્ષનાં (फलानि) ફળને અર્થાત્ સંસાર સંબંધી સુખ-દુઃખને (न भुङ्क्ते) ભોગવતો નથી; [ભાવાર્થ આમ છે કે સુખ-દુઃખનો જ્ઞાયકમાત્ર છે, પરંતુ પરદ્રવ્યરૂપ જાણીને રંજિત નથી.] કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘स्वतः एव तृप्तः’’ શુદ્ધ સ્વરૂપને અનુભવતાં થાય છે જે અતીન્દ્રિય સુખ, તેનાથી તૃપ્ત અર્થાત સમાધાનરૂપ છે; ‘‘सः दशान्तरं एति’’ (सः) તે સમ્યગ્દ્રષ્ટિ જીવ (दशान्तरं) નિષ્કર્મ- અવસ્થારૂપ નિર્વાણપદને (एति) પામે છે. કેવી છે દશાંતર? ‘‘आपातकालरमणीयम्’’ વર્તમાન કાળમાં અનંત સુખરૂપ બિરાજમાન છે, ‘‘उदर्करम्यं’’ આગામી અનંત કાળ સુધી સુખરૂપ છે. વળી કેવી છે અવસ્થાન્તર? ‘‘निष्कर्मशर्ममयम्’’ સકળ કર્મનો વિનાશ થતાં પ્રગટ થાય છે જે દ્રવ્યના સહજભૂત અતીન્દ્રિય અનંત સુખ, તે-મય છેતેની સાથે એક સત્તારૂપ છે. ૪૦-૨૩૨.

(સ્ત્રગ્ધરા)
अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच्च
प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः
पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसञ्चेतनां स्वां
सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु
।।४१-२३३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इतः प्रशमरसम् सर्वकालं पिबन्तु’’ (इतः) અહીંથી શરૂ કરીને (सर्वकालं) આગામી અનંત કાળ પર્યન્ત (प्रशमरसम् पिबन्तु) અતીન્દ્રિય સુખને આસ્વાદો. તે કોણ? ‘‘स्वां ज्ञानसञ्चेतनां सानन्दं नाटयन्तः’’ (स्वां) પોતાસંબંધી છે જે (ज्ञानसञ्चेतनां) શુદ્ધ જ્ઞાનમાત્ર પરિણતિ, તેને (सानन्दं नाटयन्तः) આનંદ સહિત નચાવે છે અર્થાત્ અતીન્દ્રિય સુખ સહિત જ્ઞાનચેતનારૂપે પરિણમે છે, એવા છે જે જીવ તે. શું કરીને? ‘‘स्वभावं पूर्णं कृत्वा’’ (स्वभावं) સ્વભાવ અર્થાત્ કેવળજ્ઞાન તેને, (पूर्णं कृत्वा) આવરણ સહિત હતું તે નિરાવરણ કર્યું. કેવો


Page 220 of 269
PDF/HTML Page 242 of 291
single page version

છે સ્વભાવ? ‘‘स्वरसपरिगतं’’ ચેતનારસનું નિધાન છે. વળી શું કરીને? ‘‘कर्मणः च तत्फलात् अत्यन्तं विरतिम् भावयित्वा’’ (कर्मणः) જ્ઞાનાવરણાદિ કર્મથી (च) અને (तत्फलात्) કર્મનાં ફળ સુખ-દુઃખથી (अत्यन्तं) અતિશયપણે (विरतिम्) વિરતિને અર્થાત શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે એવો અનુભવ થતાં સ્વામિત્વપણાના ત્યાગને (भावयित्वा) ભાવીને અર્થાત્ એવો સર્વથા નિશ્ચય કરીને; ‘‘अविरतं’’ જે પ્રકારે એક સમયમાત્ર ખંડ ન પડે તે પ્રકારે સર્વ કાળ. વળી શું કરીને? ‘‘अखिलाज्ञानसञ्चेतनायाः प्रलयनम् प्रस्पष्टं नाटयित्वा’’ સર્વ મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિનો ભલા પ્રકારે વિનાશ કરીને. ભાવાર્થ આમ છે કેમોહ-રાગ-દ્વેષપરિણતિ વિનશે છે, શુદ્ધ જ્ઞાનચેતના પ્રગટ થાય છે, અતીન્દ્રિય સુખરૂપે જીવ પરિણમે છે;આટલું કાર્ય જ્યારે થાય છે ત્યારે એકીસાથે જ થાય છે. ૪૧-૨૩૩.

(વંશસ્થ)
इतः पदार्थप्रथनावगुण्ठनाद्-
विना कृतेरेकमनाकुलं ज्वलत
समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्-
विवेचितं ज्ञानमिहावतिष्ठते
।।४२-२३४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इतः इह ज्ञानम् अवतिष्ठते’’ (इतः) અજ્ઞાન- ચેતનાનો વિનાશ થવા ઉપરાન્ત (इह) આગામી સર્વ કાળ (ज्ञानम्) શુદ્ધ જ્ઞાનમાત્ર જીવવસ્તુ (अवतिष्ठते) બિરાજમાન પ્રવર્તે છે. કેવું છે જ્ઞાન (જ્ઞાનમાત્ર જીવવસ્તુ)? ‘‘विवेचितं’’ સર્વ કાળ સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન છે. શા કારણથી આવું જાણ્યું? ‘‘समस्तवस्तुव्यतिरेकनिश्चयात्’’ (समस्तवस्तु) જેટલી પરદ્રવ્યની ઉપાધિ છે તેનાથી (व्यतिरेक) સર્વથા ભિન્નરૂપ એવી છે (निश्चयात्) અવશ્ય દ્રવ્યની શક્તિ, તેના કારણે. કેવું છે જ્ઞાન? ‘‘एकम्’’ સમસ્ત ભેદ-વિકલ્પથી રહિત છે. વળી કેવું છે? ‘‘अनाकुलं’’ અનાકુલત્વલક્ષણ છે અતીન્દ્રિય સુખ, તેના સહિત બિરાજમાન છે. વળી કેવું છે? ‘‘ज्वलत्’’ સર્વ કાળ પ્રકાશમાન છે. આવું કેમ છે?

‘‘पदार्थप्रथनावगुण्ठनात् विना’’ (पदार्थ) જેટલા વિષય, તેમનો (प्रथना)


Page 221 of 269
PDF/HTML Page 243 of 291
single page version

વિસ્તારપાંચ વર્ણ, પાંચરસ, બે ગંધ, આઠ સ્પર્શ, શરીર-મન-વચન, સુખ-દુઃખ ઇત્યાદિતેની (अवगुण्ठनात्) માળારૂપ ગુંથણી, તેનાથી (विना) રહિત છે અર્થાત સર્વ માળાથી ભિન્ન છે જીવવસ્તુ. કેવી છે વિષયમાળા? ‘‘कृतेः’’ પુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ છે. ૪૨-૨૩૪.

(શાર્દૂલવિક્રીડિત)
अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुता-
मादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितम्
मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः
शुद्धज्ञानघनो यथाऽस्य महिमा नित्योदितस्तिष्ठति
।।४३-२३५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एतत् ज्ञानं तथा अवस्थितं यथा अस्य महिमा नित्योदितः तिष्ठति’’ (एतत् ज्ञानम्) શુદ્ધ જ્ઞાન (तथा अवस्थितम्) તે પ્રકારે પ્રગટ થયું કે (यथा अस्य महिमा) જે પ્રકારે શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ (नित्योदितः तिष्ठति) આગામી અનંત કાળ પર્યન્ત અવિનશ્વર જેવો છે તેવો જ રહેશે. કેવું છે જ્ઞાન? ‘‘अमलं’’ જ્ઞાનાવરણકર્મમળથી રહિત છે. વળી કેવું છે જ્ઞાન? ‘‘आदानोज्झन- शून्यम्’’ (आदान) પરદ્રવ્યનું ગ્રહણ, (उज्झन) સ્વસ્વરૂપનો ત્યાગ, તેમનાથી (शून्यम्) રહિત છે. વળી કેવું છે જ્ઞાન? ‘‘पृथक् वस्तुताम् बिभ्रत्’’ સકળ પરદ્રવ્યથી ભિન્ન સત્તારૂપ છે. વળી કેવું છે? ‘‘अन्येभ्यः व्यतिरिक्तम्’’ કર્મના ઉદયથી છે જેટલા ભાવ, તેમનાથી ભિન્ન છે. વળી કેવું છે? ‘‘आत्मनियतं’’ પોતાના સ્વરૂપથી અમિટ (-અટળ) છે. કેવો છે જ્ઞાનનો મહિમા? ‘‘मध्याद्यन्तविभागमुक्त- सहजस्फारप्रभाभासुरः’’ (मध्य) વર્તમાન, (आदि) પહેલો, (अन्त) આગામીએવા (विभाग) વિભાગથી અર્થાત્ ભેદથી (मुक्त) રહિત (सहज) સ્વભાવરૂપ (स्फारप्रभा) અનંત જ્ઞાનશક્તિથી (भासुरः) સાક્ષાત્ પ્રકાશમાન છે. વળી કેવો છે? ‘‘शुद्धज्ञानघनः’’ ચેતનાનો સમૂહ છે. ૪૩-૨૩૫.


Page 222 of 269
PDF/HTML Page 244 of 291
single page version

(ઉપજાતિ)
उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत
तथात्तमादेयमशेषतस्तत
यदात्मनः संहृतसर्वशक्तेः
पूर्णस्य संधारणमात्मनीह
।।४४-२३६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘यत् आत्मनः इह आत्मनि सन्धारणम्’’ (यत्) જે (आत्मनः) પોતાના જીવનું (इह आत्मनि) પોતાના સ્વરૂપમાં (सन्धारणम्) સ્થિર થવું છે ‘‘तत्’’ તે જ માત્ર, ‘‘उन्मोच्यम् उन्मुक्तम्’’ જેટલું હેયપણે છોડવાનું હતું તે બધું છૂટ્યું, ‘‘अशेषतः’’ કાંઈ છોડવાને માટે બાકી રહ્યું નહિ; ‘‘तथा तत् आदेयम् अशेषतः आत्तम्’’ (तथा) તે જ પ્રકારે (तत् आदेयम्) જે કાંઈ ગ્રહવાનું હતું (अशेषतः आत्तम्) તે સમસ્ત ગ્રહ્યું. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સર્વ કાર્યસિદ્ધિ. કેવો છે આત્મા? ‘‘संहृतसर्वशक्तेः’’ (संहृत) વિભાવરૂપ પરિણમ્યા હતા તે જ થયા છે સ્વભાવરૂપએવા છે (सर्वशक्तेः) અનંત ગુણ જેના, એવો છે. વળી કેવો છે? ‘‘पूर्णस्य’’ જેવો હતો તેવો પ્રગટ થયો. ૪૪-૨૩૬.

(અનુષ્ટુપ)
व्यतिरिक्तं परद्रव्यादेवं ज्ञानमवस्थितम्
कथमाहारकं तत्स्याद्येन देहोऽस्य शङ्कयते ।।४५-२३७।।*

શ્લોકાર્થઃ‘‘एवं’’ આમ (પૂર્વોક્ત રીતે) ‘‘ज्ञानम् परद्रव्यात् व्यतिरिक्तं अवस्थितम्’’ જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત (નિશ્ચળ રહેલું) છે; ‘‘तत्’’ તે (જ્ઞાન) ‘‘आहारकं’’ આહારક (અર્થાત્ કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું) ‘‘कथम् स्यात्’’ કેમ હોય ‘‘येन’’ કે જેથી ‘‘अस्य देहः शङ्कयते’’ તેને દેહની શંકા

* પં. શ્રી રાજમલજી કૃત ટીકામાં આ શ્લોક નથી. તેથી ગુજરાતી સમયસારમાંથી આ શ્લોક અર્થ સહિત લઈને અહીં આપવામાં આવ્યો છે.


Page 223 of 269
PDF/HTML Page 245 of 291
single page version

કરાય? (જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી.) ૪૫-૨૩૭.

(અનુષ્ટુપ)
एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते
ततो देहमयं ज्ञातुर्न लिङ्गं मोक्षकारणम् ।।४६-२३८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ततः देहमयं लिङ्गं ज्ञातुः मोक्षकारणम् न’’ (ततः) તે કારણથી (देहमयं लिङ्गं) દ્રવ્યક્રિયારૂપ યતિપણું અથવા ગૃહસ્થપણું (ज्ञातुः) જીવને (मोक्षकारणम् न) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષનું કારણ તો નથી. શા કારણથી? કારણ કે ‘‘एवं शुद्धस्य ज्ञानस्य’’ પૂર્વોક્ત પ્રકારે સાધ્યો છે જે શુદ્ધસ્વરૂપ જીવ તેને ‘‘देहः एव न विद्यते’’ શરીર જ નથી અર્થાત્ શરીર છે તે પણ જીવનું સ્વરૂપ નથી. ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ દ્રવ્યક્રિયાને મોક્ષનું કારણ માને છે તેને સમજાવ્યો છે. ૪૬-૨૩૮.

(અનુષ્ટુપ)
दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः
एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा ।।४७-२३९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘मुमुक्षुणा एकः एव मोक्षमार्गः सदा सेव्यः’’ (मुमुक्षुणा) મોક્ષને ઉપાદેય અનુભવે છે એવો જે પુરુષ, તેણે (एकः एव) શુદ્ધસ્વરૂપનો અનુભવ (मोक्षमार्गः) મોક્ષમાર્ગ છે અર્થાત્ સકળ કર્મોના વિનાશનું કારણ છે એમ જાણીને (सदा सेव्यः) નિરંતર અનુભવ કરવા યોગ્ય છે. તે મોક્ષમાર્ગ શું છે? ‘‘आत्मनः तत्त्वम्’’ આત્માનું તત્ત્વ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ છે. વળી કેવું છે આત્મતત્ત્વ? ‘‘दर्शनज्ञानचारित्रत्रयात्मा’’ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર, તે ત્રણ સ્વરૂપની એક સત્તા છે આત્મા (-સર્વસ્વ) જેનો, એવું છે. ૪૭-૨૩૯.


Page 224 of 269
PDF/HTML Page 246 of 291
single page version

(શાર્દૂલવિક્રીડિત)
एको मोक्षपथो य एष नियतो द्रग्ज्ञप्तिवृत्त्यात्मक-
स्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति
तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पृशन्
सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति
।।४८-२४०।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘सः नित्योदयं समयस्य सारम् अचिरात् अवश्यं विन्दति’’ (सः) એવો છે જે સમ્યગ્દ્રષ્ટિ જીવ તે, (नित्योदयं) નિત્ય ઉદયરૂપ (समयस्य सारम्) સમયના સારને અર્થાત્ સકળ કર્મનો વિનાશ કરીને પ્રગટ થયું છે જે શુદ્ધ ચૈતન્યમાત્ર તેને (अचिरात्) ઘણા જ થોડા કાળમાં (अवश्यं विन्दति) સર્વથા આસ્વાદે છે. ભાવાર્થ આમ છે કે નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. કેવો છે? ‘‘यः तत्र एव स्थितिम् एति’’ (यः) જે સમ્યગ્દ્રષ્ટિ જીવ (तत्र) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુમાં (एव) એકાગ્ર થઈને (स्थितिम् एति) સ્થિરતા કરે છે, ‘‘च तं अनिशं ध्यायेत्’’ (च) તથા (तं) શુદ્ધ ચિદ્રૂપને (अनिशं ध्यायेत्) નિરંતર અનુભવે છે, ‘‘च तं चेतति’’ (तं चेतति) વારંવાર તે શુદ્ધસ્વરૂપનું સ્મરણ કરે છે (च) અને ‘‘तस्मिन् एव निरन्तरं विहरति’’ (तस्मिन्) શુદ્ધ ચિદ્રૂપમાં (एव) એકાગ્ર થઈને (निरन्तरं विहरति) અખંડધારાપ્રવાહરૂપ પ્રવર્તે છે. કેવો હોતો થકો? ‘‘द्रव्यान्तराणि अस्पृशन्’’ જેટલી કર્મના ઉદયથી નાના પ્રકારની અશુદ્ધ પરિણતિ તેને સર્વથા છોડતો થકો. તે ચિદ્રૂપ કોણ છે? ‘‘यः एषः द्रग्ज्ञप्तिवृत्तात्मकः’’ (यः एषः) જે આ જ્ઞાનને પ્રત્યક્ષ છે, (द्रग्) દર્શન-(ज्ञप्ति) જ્ઞાન-(वृत्त) ચારિત્ર તે જ છે (आत्मकः) સર્વસ્વ જેનું, એવો છે. વળી (તે ચિદ્રૂપ) કેવો છે? ‘‘मोक्षपथः’’ જેને શુદ્ધસ્વરૂપ પરિણમતાં સકળ કર્મોનો ક્ષય થાય છે. વળી કેવો છે? ‘‘एकः’’ સમસ્ત વિકલ્પથી રહિત છે. વળી કેવો છે? ‘‘नियतः’’ દ્રવ્યાર્થિકદ્રષ્ટિથી જોતાં જેવો છે તેવો જ છે, તેનાથી હીનરૂપ નથી, અધિક નથી. ૪૮-૨૪૦.


Page 225 of 269
PDF/HTML Page 247 of 291
single page version

(શાર્દૂલવિક્રીડિત)
ये त्वेनं परिहृत्य संवृतिपथप्रस्थापितेनात्मना
लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः
नित्योद्योतमखण्डमेकमतुलालोकं स्वभावप्रभा-
प्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते
।।४९-२४१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ते समयस्य सारम् अद्यापि न पश्यन्ति’’ (ते) આવો છે મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ તે (समयस्य सारम्) સમયસારને અર્થાત્ સકળ કર્મથી વિમુક્ત છે જે પરમાત્મા તેને, (अद्यापि) દ્રવ્યવ્રત ધારણ કર્યાં છે, ઘણાંય શાસ્ત્રો ભણ્યો છે તોપણ, (न पश्यन्ति) પામતો નથી. ભાવાર્થ આમ છે કે નિર્વાણપદને પામતો નથી. કેવો છે સમયસાર? ‘‘नित्योद्योतम्’’ સર્વ કાળ પ્રકાશમાન છે. વળી કેવો છે? ‘‘अखण्डम्’’ જેવો હતો તેવો છે. વળી કેવો છે? ‘‘एकम्’’ નિર્વિકલ્પ સત્તારૂપ છે. વળી કેવો છે? ‘‘अतुलालोकं’’ જેની ઉપમાનું દ્રષ્ટાન્ત ત્રણ લોકમાં કોઈ નથી. વળી કેવો છે? ‘‘स्वभावप्रभाप्राग्भारं’’ (स्वभाव) ચેતનાસ્વરૂપ, તેના (प्रभा) પ્રકાશનો (प्राग्भारं) એક પુંજ છે. વળી કેવો છે? ‘‘अमलं’’ કર્મમળથી રહિત છે. કેવો છે તે મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ? ‘‘ये लिङ्गे ममतां वहन्ति’’ (ये) જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ (लिङ्गे) લિંગમાં અર્થાત્ દ્રવ્યક્રિયામાત્ર છે જે યતિપણું તેમાં (ममतां वहन्ति) ‘હું યતિ છું, મારી ક્રિયા મોક્ષમાર્ગ છે’ એવી પ્રતીતિ કરે છે. કેવું છે લિંગ? ‘‘द्रव्यमये’’ શરીરસંબંધી છેબાહ્ય ક્રિયામાત્રનું અવલંબન કરે છે. કેવા છે તે જીવ? ‘‘तत्त्वावबोधच्युताः’’ (तत्त्व) જીવનું શુદ્ધ સ્વરૂપ, તેનો (अवबोध) પ્રત્યક્ષપણે અનુભવ, તેનાથી (च्युताः) અનાદિ કાળથી ભ્રષ્ટ છે. દ્રવ્યક્રિયા કરતા થકા પોતાને કેવા માને છે? ‘‘संवृतिपथप्रस्थापितेन आत्मना’’ (संवृतिपथ) મોક્ષમાર્ગમાં (प्रस्थापितेन आत्मना) પોતાને સ્થાપિત કર્યો છે અર્થાત્ ‘હું મોક્ષમાર્ગમાં ચડ્યો છું’ એવું માને છે, એવો અભિપ્રાય રાખીને ક્રિયા કરે છે. શું કરીને? ‘‘एनं परिहृत्य’’ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ છોડીને. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિ કરતા નથી. ૪૯-૨૪૧.


Page 226 of 269
PDF/HTML Page 248 of 291
single page version

(વિયોગિની)
व्यवहारविमूढद्रष्टयः परमार्थ कलयन्ति नो जनाः
तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम् ।।५०-२४२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘जनाः’’ કોઈ એવા છે મિથ્યાદ્રષ્ટિ જીવો કે જે ‘‘परमार्थं’’ ‘શુદ્ધ જ્ઞાન મોક્ષમાર્ગ છે’ એવી પ્રતીતિને ‘‘नो कलयन्ति’’ અનુભવતા નથી. કેવા છે? ‘‘व्यवहारविमूढद्रष्टयः’’ (व्यवहार) દ્રવ્યક્રિયામાત્રમાં (विमूढ) ‘ક્રિયા મોક્ષનો માર્ગ છે’ એવા મૂર્ખપણારૂપ જૂઠી છે (द्रष्टयः) પ્રતીતિ જેમની, એવા છે. દ્રષ્ટાન્ત કહે છેઃ જેમ લોકમાંવર્તમાન કર્મભૂમિમાં ‘‘तुषबोधविमुग्धबुद्धयः जनाः’’ (तुष) ધાનની ઉપરના તુષમાત્રના (बोध) જ્ઞાનથીએવા જ મિથ્યાજ્ઞાનથી (विमुग्ध) વિકળ થઈ છે (बुद्धयः) મતિ જેમની, એવા છે (जनाः) કેટલાક મૂર્ખ લોક તેઓ, ‘‘इह’’ વસ્તુ જેવી છે તેવી જ છે તોપણ, અજ્ઞાનપણાને લીધે ‘‘तुषं कलयन्ति’’ તુષને અંગીકાર કરે છે, ‘‘तन्दुलम् न कलयन्ति’’ ચાવલના મર્મને પામતા નથી; તેમ જે કોઈ ક્રિયામાત્રને મોક્ષમાર્ગ જાણે છે, આત્માના અનુભવથી શૂન્ય છે, તે પણ એવા જ જાણવા. ૫૦-૨૪૨.

(સ્વાગતા)
द्रव्यलिङ्गममकारमीलितै-
द्रर्श्यते समयसार एव न
द्रव्यलिङ्गमिह यत्किलान्यतो
ज्ञानमेकमिदमेव हि स्वतो
।।५१-२४३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘द्रव्यलिङ्गममकारमीलितैः समयसारः न द्रश्यते एव’’ (द्रव्यलिंङ्ग) ક્રિયારૂપ યતિપણું, તેમાં (ममकार) ‘હું યતિ, મારું યતિપણું મોક્ષનો માર્ગ’ એવો જે અભિપ્રાય, તેના વડે (मीलितैः) અંધ થયા છે અર્થાત્ પરમાર્થદ્રષ્ટિથી શૂન્ય થયા છે જે પુરુષો, તેમને (समयसारः) શુદ્ધ જીવવસ્તુ (न द्रश्यते) પ્રાપ્તિગોચર નથી. ભાવાર્થ આમ છે કે મોક્ષની પ્રાપ્તિ તેમને દુર્લભ છે. શા કારણથી?

‘‘यत् द्रव्यलिङ्गम्


Page 227 of 269
PDF/HTML Page 249 of 291
single page version

इह अन्यतः, हि इदम् एकम् ज्ञानम् स्वतः’’ (यत्) કારણ કે (द्रव्यलिङ्गम्) ક્રિયારૂપ યતિપણું, (इह) શુદ્ધ જ્ઞાનનો વિચાર કરતાં, (अन्यतः) જીવથી ભિન્ન છે, પુદ્ગલ- કર્મસંબંધી છે; તેથી દ્રવ્યલિંગ હેય છે; અને (हि) કારણ કે (इदं) અનુભવગોચર (एकं ज्ञानं) શુદ્ધ જ્ઞાનમાત્ર વસ્તુ (स्वतः) એકલા જીવનું સર્વસ્વ છે; તેથી ઉપાદેય છે, મોક્ષનો માર્ગ છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ અવશ્ય કરવા યોગ્ય છે. ૫૧-૨૪૩.

(માલિની)
अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पै-
रयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः
स्वरसविसरपूर्णज्ञानविस्फू र्तिमात्रा-
न्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति
।।५२-२४४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इह अयम् एकः परमार्थः नित्यम् चेत्यतां’’ (इह) સર્વ તાત્પર્ય એવું છે કે (अयम् एकः परमार्थः) ઘણા પ્રકારે કહ્યો છે તથાપિ કહીશું આ એક પરમાર્થ અર્થાત્ શુદ્ધ જીવના અનુભવરૂપ એકલું મોક્ષનું કારણ તેને (नित्यम् चेत्यतां)અન્ય જે નાના પ્રકારના અભિપ્રાય તે સમસ્તને મટાડીને આ એકને નિત્ય અનુભવો. તે શો પરમાર્થ? ‘‘खलु समयसारात् उत्तरं किञ्चित् न अस्ति’’ (खलु) નિશ્ચયથી (समयसारात्) સમયસાર સમાન અર્થાત્ શુદ્ધ જીવના સ્વરૂપના અનુભવ સમાન (उत्तरं) દ્રવ્યક્રિયા અથવા સિદ્ધાન્તનું ભણવું-લખવું ઇત્યાદિ (किञ्चित् न अस्ति) કાંઈ નથી અર્થાત્ શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ સર્વથા છે, અન્ય સમસ્ત મોક્ષમાર્ગ સર્વથા નથી. કેવો છે સમયસાર? ‘‘स्वरसविसरपूर्णज्ञानविस्फू र्तिमात्रात्’’ (स्वरस) ચેતનાના (विसर) પ્રવાહથી (पूर्ण) સંપૂર્ણ એવા (ज्ञानविस्फू र्ति) કેવળજ્ઞાનનું પ્રગટપણું, (मात्रात्) એવડું છે સ્વરૂપ જેનું, એવો છે. હવે, આવો મોક્ષમાર્ગ છે, આનાથી અધિક કોઈ મોક્ષમાર્ગ કહે છે તે બહિરાત્મા છે, તે વર્જવામાં આવે છે‘‘अतिजल्पैः अलम् अलम्’’ (अतिजल्पैः) અતિ જલ્પથી અર્થાત્ બહુ બોલવાથી (अलम् अलम्) બસ કરો, બસ કરો; અહીં બે વાર કહેવાથી અત્યંત વર્જવામાં આવે છે કે ચુપ રહો, ચુપ રહો. કેવા છે અતિ જલ્પ? ‘‘दुर्विकल्पैः’’ જૂઠીથી પણ જૂઠી


Page 228 of 269
PDF/HTML Page 250 of 291
single page version

ઊઠે છે ચિત્તકલ્લોલમાળા જેમાં, એવા છે. વળી કેવા છે? ‘‘अनल्पैः’’ શકિતભેદથી અનન્ત છે. ૫૨-૨૪૪.

(અનુષ્ટુપ)
इदमेकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम्
विज्ञानघनमानन्दमयमध्यक्षतां नयत।।५३-२४५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इदम् पूर्णताम् याति’’ શુદ્ધ જ્ઞાનપ્રકાશ પૂર્ણ થાય છે. ભાવાર્થ આમ છે કે જે સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારનો આરંભ કર્યો હતો તે પૂર્ણ થયો. કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘एकं’’ નિર્વિકલ્પ છે. વળી કેવું છે? ‘‘जगच्चक्षुः’’ જેટલી જ્ઞેયવસ્તુ તે બધાંનું જ્ઞાતા છે. વળી કેવું છે? ‘‘अक्षयं’’ શાશ્વત છે. વળી કેવું છે?* ‘‘विज्ञानघनम् अध्यक्षतां नयत्’’ (विज्ञान) જ્ઞાનમાત્રના (घनम्) સમૂહરૂપ આત્મદ્રવ્યને (अध्यक्षतां नयत्) પ્રત્યક્ષપણે અનુભવતું થકું. ૫૩-૨૪૫.

(અનુષ્ટુપ)
इतीदमात्मनस्तत्त्वं ज्ञानमात्रमवस्थितम्
अखण्डमेकमचलं स्वसम्वेद्यमबाधितम् ।।५४-२४६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इदम् आत्मनः तत्त्वं ज्ञानमात्रम् अवस्थितम् इति’’ (इदम्) પ્રત્યક્ષ છે જે (आत्मनः तत्त्वम्) આત્માનું તત્ત્વ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ તે (ज्ञानमात्रम् अवस्थितम्) શુદ્ધ ચેતનામાત્ર છે એમ નક્કી થયું;(इति) પૂર્ણ નાટક સમયસાર શાસ્ત્ર કહેતાં આટલો સિદ્ધાન્ત સિદ્ધ થયો. ભાવાર્થ આમ છે કે ‘શુદ્ધ જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય’ એમ કહેતો થકો ગ્રંથ સંપૂર્ણ થયો. કેવું છે આત્મતત્ત્વ? ‘‘अखण्डम्’’ અબાધિત છે. વળી કેવું છે? ‘‘एकम्’’ નિર્વિકલ્પ છે. વળી કેવું છે? ‘‘अचलं’’ પોતાના સ્વરૂપથી અમિટ (-અટળ) છે. વળી કેવું છે? ‘‘स्वसंवेद्यम्’’ જ્ઞાનગુણથી સ્વાનુભવ- ગોચર થાય છે, અન્યથા કોટિ યત્નો કરતાં ગ્રાહ્ય નથી. વળી કેવું છે? ‘‘अबाधितम्’’ સકળ કર્મથી ભિન્ન હોતાં કોઈ બાધા કરવાને સમર્થ નથી. ૫૪-૨૪૬.

❖ ❖ ❖

* અહીં મૂળ પ્રતમાં, ‘आनन्दमयम्’ શબ્દ તથા તેનો અર્થ કરવો રહી ગયો છે.


Page 229 of 269
PDF/HTML Page 251 of 291
single page version

૧૧
સ્યાદ્વાદ અધિકાર
(અનુષ્ટુપ)
अत्र स्याद्वादशुद्धयर्थं वस्तुतत्त्वव्यवस्थितिः
उपायोपेयभावश्च मनाग्भूयोऽपि चिन्त्यते ।।१-२४७।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘भूयः अपि मनाक् चिन्त्यते’’ (भूयः अपि) ‘જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય’ એમ કહેતું થકું સમયસાર નામનું શાસ્ત્ર સમાપ્ત થયું; તદુપરાન્ત (मनाक् चिन्त्यते) કાંઈક થોડોક અર્થ બીજો કહે છે. ભાવાર્થ આમ છે કે ગાથાસૂત્રના કર્તા છે કુંદકુંદાચાર્યદેવ, તેમના દ્વારા કથિત ગાથાસૂત્રનો અર્થ સંપૂર્ણ થયો. સાંપ્રત, ટીકાકર્તા છે અમૃતચંદ્રસૂરિ, તેમણે ટીકા પણ કહી; તદુપરાન્ત અમૃતચંદ્રસૂરિ કાંઈક કહે છે. શું કહે છે? ‘‘वस्तुतत्त्वव्यवस्थितिः’’ (वस्तु) જીવદ્રવ્યનું (तत्त्व) જ્ઞાનમાત્ર સ્વરૂપ (व्यवस्थितिः) જે પ્રકારે છે તે પ્રકારે કહે છે. ‘‘च’’ વળી શું કહે છે? ‘‘उपायोपेयभावः’’ (उपाय) મોક્ષનું કારણ જે પ્રકારે છે તે પ્રકાર, (उपेयभावः) સકળ કર્મનો વિનાશ થતાં જે વસ્તુ નિષ્પન્ન થાય છે તે પ્રકાર કહે છે. કહેવાનું પ્રયોજન શું તે કહે છે‘‘अत्र स्याद्वादशुद्धयर्थं’’ (अत्र) જ્ઞાનમાત્ર જીવદ્રવ્યમાં (स्याद्वाद) સ્યાદ્વાદએક સત્તામાં અસ્તિ-નાસ્તિ, એક-અનેક, નિત્ય-અનિત્ય ઇત્યાદિ અનેકાન્તપણું (शुद्धि) જ્ઞાનમાત્ર જીવદ્રવ્યમાં જેવી રીતે ઘટે તેવી રીતે (अर्थं) કહેવાનો છે અભિપ્રાય જેમાં, એવા પ્રયોજનસ્વરૂપ કહે છે. ભાવાર્થ આમ છે કેકોઈ આશંકા કરે છે કે જૈનમત સ્યાદ્વાદમૂલક છે, અહીં તો ‘જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય’ એમ કહ્યું, ત્યાં એમ કહેતાં એકાન્તપણું થયું, સ્યાદ્વાદ તો પ્રગટ થયો નહિ. ઉત્તર આમ છે કે ‘જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય’ એમ કહેતાં અનેકાન્તપણું ઘટે છે. જે રીતે ઘટે છે તે રીતે અહીંથી શરૂ કરીને કહે છે, સાવધાન થઈને સાંભળો. ૧-૨૪૭.


Page 230 of 269
PDF/HTML Page 252 of 291
single page version

(શાર્દૂલવિક્રીડિત)
बाह्यार्थैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद्
विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति
यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन-
र्दूरोन्मग्नघनस्वभावभरतः पूर्णं समुन्मज्जति
।।२-२४८।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે જે જ્ઞાનમાત્ર જીવનું સ્વરૂપ છે તેમાં પણ ચાર પ્રશ્ન વિચારણીય છે. તે પ્રશ્ન ક્યા? એક તો પ્રશ્ન એવો કે જ્ઞાન જ્ઞેયના સહારાનું છે કે પોતાના સહારાનું છે? બીજો પ્રશ્ન એવો કે જ્ઞાન એક છે કે અનેક છે? ત્રીજો પ્રશ્ન એવો કે જ્ઞાન અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ છે? ચોથો પ્રશ્ન એવો કે જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે? તેનો ઉત્તર આમ છે કે જેટલી વસ્તુ છે તે બધી દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે; તેથી જ્ઞાન પણ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. તેનું વિવરણદ્રવ્યરૂપ કહેતાં નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુ; પર્યાયરૂપ કહેતાં સ્વજ્ઞેય અથવા પરજ્ઞેયને જાણતું થકું જ્ઞેયની આકૃતિ-પ્રતિબિંબરૂપ પરિણમે છે જે જ્ઞાન. ભાવાર્થ આમ છે કે જ્ઞેયને જાણવારૂપ પરિણતિ જ્ઞાનનો પર્યાય, તેથી જ્ઞાનને પર્યાયરૂપથી કહેતાં જ્ઞાન જ્ઞેયના સહારાનું છે; (જ્ઞાનને) વસ્તુમાત્રથી કહેતાં પોતાના સહારાનું છે.એક પ્રશ્નનું સમાધાન તો આ પ્રમાણે છે. બીજા પ્રશ્નનું સમાધાન આમ છે કે જ્ઞાનને પર્યાયમાત્રથી કહેતાં જ્ઞાન અનેક છે; વસ્તુમાત્રથી કહેતાં એક છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર આમ છે કે જ્ઞાનને પર્યાયરૂપથી કહેતાં જ્ઞાન નાસ્તિરૂપ છે; જ્ઞાનને વસ્તુરૂપથી વિચારતાં જ્ઞાન અસ્તિરૂપ છે. ચોથા પ્રશ્નનો ઉત્તર આમ છે કે જ્ઞાનને પર્યાયમાત્રથી કહેતાં જ્ઞાન અનિત્ય છે; વસ્તુમાત્રથી કહેતાં જ્ઞાન નિત્ય છે. આવા પ્રશ્ન કરવામાં આવતાં આ પ્રમાણે સમાધાન કરવું, સ્યાદ્વાદ આનું નામ છે. વસ્તુનું સ્વરૂપ આવું જ છે, તથા આ પ્રમાણે સાધતાં વસ્તુમાત્ર સધાય છે. જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવો વસ્તુને તે વસ્તુરૂપ છે તથા તે જ વસ્તુ પર્યાયરૂપ છે એમ માનતા નથી, સર્વથા વસ્તુરૂપ માને છે અથવા સર્વથા પર્યાયમાત્ર માને છે, તે જીવો એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે; કારણ કે વસ્તુમાત્ર માન્યા વિના


Page 231 of 269
PDF/HTML Page 253 of 291
single page version

પર્યાયમાત્ર માનતાં પર્યાયમાત્ર પણ સધાતી નથી; ત્યાં અનેક પ્રકારે સાધન-બાધન છે, અવસર પ્રાપ્ત થયે કહીશું; અથવા પર્યાયરૂપ માન્યા વિના વસ્તુમાત્ર માનતાં વસ્તુમાત્ર પણ સધાતી નથી; ત્યાં પણ અનેક યુક્તિઓ છે, અવસર પ્રાપ્ત થયે કહીશું. તે બાબતમાં કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ જ્ઞાનને પર્યાયરૂપ માને છે, વસ્તુરૂપ માનતો નથી; એવું માનતો થકો જ્ઞાનને જ્ઞેયના સહારાનું માને છે. તેના પ્રતિ સમાધાન આમ છે કે આ પ્રમાણે તો એકાન્તરૂપે જ્ઞાન સધાતું નથી, તેથી જ્ઞાન પોતાના સહારાનું છે; એમ કહે છેઃ‘‘

पशोः ज्ञानं सीदति’’ (पशोः) એકાન્તવાદી

મિથ્યાદ્રષ્ટિ જેવું માને છે કે જ્ઞાન પર જ્ઞેયના સહારાનું છે, ત્યાં એવું માનતાં (ज्ञानं) જ્ઞાન અર્થાત્ શુદ્ધ જીવની સત્તા (सीदति) નષ્ટ થાય છે અર્થાત્ અસ્તિત્વપણું વસ્તુરૂપતાને પામતું નથી. ભાવાર્થ આમ છે કે એકાન્તવાદીના કથનાનુસાર વસ્તુનો અભાવ સધાય છે, વસ્તુપણું સધાતું નથી; કારણ કે મિથ્યાદ્રષ્ટિ જીવ આવું માને છેકેવું છે જ્ઞાન?

‘‘बाह्यार्थैः परिपीतम्’’ (बाह्यार्थैः) જ્ઞેય વસ્તુઓ દ્વારા (परिपीतम्)

સર્વ પ્રકારે ગળી જવામાં આવ્યું છે. ભાવાર્થ આમ છે કેમિથ્યાદ્રષ્ટિ જીવ એમ માને છે કે જ્ઞાન વસ્તુ નથી, જ્ઞેયથી છે; તે પણ તે જ ક્ષણે ઊપજે છે, તે જ ક્ષણે વિનશે છે. જેમ કેઘટજ્ઞાન ઘટના સદ્ભાવમાં છે; પ્રતીતિ એમ થાય છે કે જો ઘટ છે તો ઘટજ્ઞાન છે, જ્યારે ઘટ નહોતો ત્યારે ઘટજ્ઞાન નહોતું, જ્યારે ઘટ હશે નહિ ત્યારે ઘટજ્ઞાન હશે નહિ;કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ જ્ઞાનવસ્તુને નહિ માનતાં, જ્ઞાનને પર્યાયમાત્ર માનતાં આવું માને છે. વળી જ્ઞાનને કેવું માને છે? ‘‘उज्झितनिजप्रव्यक्तिरिक्तीभवत्’’ (उज्झित) મૂળથી નષ્ટ થઈ ગયું છે (निजप्रव्यक्ति) જ્ઞેયના જાણપણામાત્રથી ‘જ્ઞાન’ એવું પ્રાપ્ત થયેલું નામમાત્ર, તે કારણથી (रिक्तीभवत्) ‘જ્ઞાન’ એવા નામથી પણ વિનષ્ટ થઈ ગયું છેએમ માને છે મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી જીવ. વળી જ્ઞાનને કેવું માને છે? ‘‘परितः पररूपे एव विश्रान्तं’’ (परितः) મૂળથી માંડીને (पररूपे) જ્ઞેયવસ્તુરૂપ નિમિત્તમાં (एव) એકાન્તથી (विश्रान्तं) વિશ્રાન્ત થઈ ગયુંજ્ઞેયથી ઉત્પન્ન થયું, જ્ઞેયથી નષ્ટ થઈ ગયું. ભાવાર્થ આમ છે કેજેવી રીતે ભીંતમાં ચિતરામણ જ્યારે ભીંત નહોતી ત્યારે નહોતું, જ્યારે ભીંત છે ત્યારે છે, જ્યારે ભીંત હશે નહિ ત્યારે હશે નહિ; આથી પ્રતીતિ એવી ઊપજે છે કે ચિત્રના સર્વસ્વની કર્તા ભીંત છે; તેવી રીતે જયારે ઘટ છે ત્યારે ઘટજ્ઞાન છે,


Page 232 of 269
PDF/HTML Page 254 of 291
single page version

જ્યારે ઘટ નહોતો ત્યારે ઘટજ્ઞાન નહોતું, જ્યારે ઘટ હશે નહિ ત્યારે ઘટજ્ઞાન હશે નહિ; આથી એવી પ્રતીતિ ઊપજે છે કે જ્ઞાનના સર્વસ્વનું કર્તા જ્ઞેય છે. કોઈ અજ્ઞાની એકાન્તવાદી આવું માને છે, તેથી એવા અજ્ઞાનીના મતમાં ‘જ્ઞાન વસ્તુ’ એવું પ્રાપ્ત થતું નથી. સ્યાદ્વાદીના મતમાં ‘જ્ઞાન વસ્તુ’ એવું પ્રાપ્ત થાય છે. ‘‘

पुनः

स्याद्वादिनः तत् पूर्णं समुन्मज्जति’’ (पुनः) એકાન્તવાદી કહે છે એ રીતે નથી, સ્યાદ્વાદી કહે છે એ રીતે છે; (स्याद्वादिनः) એક સત્તાને દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપ માને છે એવા જે સમ્યગ્દ્રષ્ટિ જીવો તેમના મતમાં (तत्) જ્ઞાનવસ્તુ (पूर्णं) જેવી જ્ઞેયથી થતી કહી, વિનશતી કહી તેવી નથી, જેવી છે તેવી જ છે, જ્ઞેયથી ભિન્ન સ્વયંસિદ્ધ પોતાથી છે; (समुन्मज्जति) એકાન્તવાદીના મતમાં મૂળથી લોપ થઈ ગયું હતું તે જ જ્ઞાન સ્યાદ્વાદીના મતમાં જ્ઞાનવસ્તુરૂપે પ્રગટ થયું. ક્યા કારણથી પ્રગટ થયું? ‘‘दूरोन्मग्नघनस्वभावभरतः’’ (दूर) અનાદિથી (उन्मग्न) સ્વયંસિદ્ધ વસ્તુરૂપ પ્રગટ છે એવું (घन) અમિટ (અટળ) (स्वभाव) જ્ઞાનવસ્તુનું સહજ તેના (भरतः)ન્યાય કરતાં, અનુભવ કરતાં ‘આમ જ છે’ એવાસત્ત્વપણાના કારણથી. કેવો ન્યાય, કેવો અનુભવ,એ બંને જે પ્રકારે હોય છે તે કહે છે‘‘यत् तत् स्वरूपतः तत इति’’ (यत्) જે વસ્તુ (तत्) તે વસ્તુ (स्वरूपतः तत्) પોતાના સ્વભાવથી વસ્તુ છે (इति) એમ અનુભવતાં અનુભવ પણ ઉત્પન્ન થાય છે, યુક્તિ પણ પ્રગટ થાય છે. અનુભવ નિર્વિકલ્પ છે. યુક્તિ એવી કે જ્ઞાનવસ્તુ દ્રવ્યરૂપે વિચારતાં પોતાના સ્વરૂપે છે, પર્યાયરૂપે વિચારતાં જ્ઞેયથી છે. જેમ કેજ્ઞાનવસ્તુ દ્રવ્યરૂપે જ્ઞાનમાત્ર છે, પર્યાયરૂપે ઘટજ્ઞાનમાત્ર છે, તેથી પર્યાયરૂપે જોતાં ઘટજ્ઞાન જે પ્રકારે કહ્યું છે કે ‘ઘટના સદ્ભાવમાં છે, ઘટ નહિ હોતાં નથી’ એમ જ છે. દ્રવ્યરૂપે અનુભવતાં ‘ઘટજ્ઞાન’ એમ ન જોવામાં આવે, ‘જ્ઞાન’ એમ જોવામાં આવે તો ઘટથી ભિન્ન પોતાના સ્વરૂપમાત્ર સ્વયંસિદ્ધ વસ્તુ છે. આ પ્રકારે અનેકાન્તને સાધતાં વસ્તુસ્વરૂપ સધાય છે. એકાન્તથી જો ઘટ ઘટજ્ઞાનનો કર્તા છે, જ્ઞાન ‘વસ્તુ’ નથી, તો એમ હોવું જોઈએ કે જે રીતે ઘટની પાસે બેઠેલા પુરુષને ઘટજ્ઞાન થાય છે તેવી જ રીતે જે કોઈ વસ્તુ ઘટની પાસે રાખવામાં આવે તેને ઘટજ્ઞાન થવું જોઈએ; એમ થતાં થાંભલાની પાસે ઘટ હોતાં થાંભલાને ઘટજ્ઞાન થવું જોઈએ; પરંતુ એવું તો જોવામાં આવતું નથી. તે કારણે એવો ભાવ પ્રતીતિમાં આવે છે કે જેમાં જ્ઞાનશક્તિ વિદ્યમાન છે તેને, ઘટની પાસે બેસીને ઘટને જોતાં, વિચારતાં,


Page 233 of 269
PDF/HTML Page 255 of 291
single page version

ઘટજ્ઞાનરૂપ આ જ્ઞાનનો પર્યાય પરિણમે છે. તેથી સ્યાદ્વાદ વસ્તુનો સાધક છે, એકાન્તપણું વસ્તુનું નાશકર્તા છે. ૨-૨૪૮.

(શાર્દૂલવિક્રીડિત)
विश्वं ज्ञानमिति प्रतर्क्य सकलं द्रष्टवा स्वतत्त्वाशया
भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते
यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुन-
र्विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत
।।३-२४९।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ એવો છે કે જ્ઞાનને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ માનતો નથી; તેથી જેમ જીવદ્રવ્યને જ્ઞાનવસ્તુરૂપે માને છે તેમ જ્ઞેય જે પુદ્ગલ-ધર્મ-અધર્મ-આકાશ-કાળદ્રવ્ય તેમને પણ જ્ઞેયવસ્તુ માનતો નથી, જ્ઞાનવસ્તુ માને છે. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞાન જ્ઞેયને જાણે છે એવો જ્ઞાનનો સ્વભાવ છે તોપણ જ્ઞેયવસ્તુ જ્ઞેયરૂપ છે, જ્ઞાનરૂપ નથી.

‘‘पशुः स्वच्छन्दम् आचेष्टते’’ (पशुः) એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ, (स्वच्छन्दम्) સ્વેચ્છાચારપણે ‘કાંઈક હેયરૂપ, કાંઈક ઉપાદેયરૂપ’ એવો ભેદ નહિ કરતો થકો, ‘સમસ્ત ત્રૈલોક્ય ઉપાદેય’ એવી બુદ્ધિ કરતો થકો (आचेष्टते)એવી પ્રતીતિ કરતો થકોનિઃશંકપણે પ્રવર્તે છે. કોની માફક? ‘‘पशुः इव’’ તિર્યંચની માફક. કેવો થઈને પ્રવર્તે છે? ‘‘विश्वमयः भूत्वा’’ ‘अहं विश्वम् અર્થાત્ હું વિશ્વ’ એમ જાણી પોતે વિશ્વરૂપ થઈને પ્રવર્તે છે. એવો કેમ છે? કારણ કે ‘‘सक लं स्वतत्त्वाशया द्रष्टवा’’ (सक लं) સમસ્ત જ્ઞેયવસ્તુને (स्वतत्त्वाशया) જ્ઞાનવસ્તુની બુદ્ધિએ (द्रष्टवा) પ્રગાઢ પ્રતીત કરીને. એવી પ્રગાઢ પ્રતીતિ કેમ થાય છે? કારણ કે ‘‘विश्वं ज्ञानम् इति प्रतर्क्य’’ ‘ત્રૈલોક્યરૂપ જે કાંઈ છે તે જ્ઞાનવસ્તુરૂપ છે’ એમ જાણીને. ભાવાર્થ આમ છે કે જ્ઞાનવસ્તુ પર્યાયરૂપે જ્ઞેયાકાર થાય છે; ત્યાં મિથ્યાદ્રષ્ટિ પર્યાયરૂપ ભેદ માનતો નથી, સમસ્ત જ્ઞેયને જ્ઞાનવસ્તુરૂપ માને છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞેયવસ્તુ જ્ઞેયરૂપ છે, જ્ઞાનરૂપ નથી. એ જ કહે છે‘‘पुनः स्याद्वाददर्शी स्वतत्त्वं स्पृशेत्’’ (पुनः) એકાન્તવાદી જે રીતે કહે છે તે રીતે જ્ઞાનને વસ્તુપણું સિદ્ધ થતું નથી, સ્યાદ્વાદી જે રીતે કહે છે તે રીતે


Page 234 of 269
PDF/HTML Page 256 of 291
single page version

વસ્તુપણું જ્ઞાનને સધાય છે; કારણ કે એકાન્તવાદી એવું માને છે કે સમસ્ત જ્ઞાનવસ્તુ છે, પરંતુ એવું માનતાં લક્ષ્ય-લક્ષણનો અભાવ થાય છે, તેથી લક્ષ્ય-લક્ષણનો અભાવ થતાં વસ્તુની સત્તા સધાતી નથી. સ્યાદ્વાદી એવું માને છે કે ‘જ્ઞાનવસ્તુ છે, તેનું લક્ષણ છે સમસ્ત જ્ઞેયનું જાણપણું,’ તેથી એમ કહેતાં સ્વભાવ સધાય છે, સ્વ- સ્વભાવ સધાતાં વસ્તુ સધાય છે. આથી જ એમ કહ્યું કે (स्याद्वाददर्शी स्वतत्त्वं स्पृशेत्) વસ્તુને દ્રવ્ય-પર્યાયરૂપ માને છે એવો સ્યાદ્વાદદર્શી અર્થાત્ અનેકાન્તવાદી જીવ જ્ઞાનવસ્તુ છે એમ સાધવાને સમર્થ હોય છે. સ્યાદ્વાદી જ્ઞાનવસ્તુને કેવી માને છે? ‘‘विश्वात् भिन्नम्’’ (विश्वात्) સમસ્ત જ્ઞેયથી (भिन्नम्) નિરાળી છે. વળી કેવી માને છે? ‘‘अविश्वविश्वघटितं’’ (अविश्व) સમસ્ત જ્ઞેયથી ભિન્નરૂપ, (विश्व) પોતાનાં દ્રવ્ય-ગુણ- પર્યાયથી (घटितं) જેવી છે તેવી અનાદિથી સ્વયંસિદ્ધ નિષ્પન્ન છેએવી છે જ્ઞાનવસ્તુ. એવું કેમ માને છે? ‘‘यत् तत्’’ જે જે વસ્તુ છે ‘‘तत् पररूपतः न तत्’’ તે વસ્તુ પરવસ્તુની અપેક્ષાએ વસ્તુરૂપ નથી. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જ્ઞાનવસ્તુ જ્ઞેયરૂપથી નથી, જ્ઞાનરૂપથી છે, તેવી જ રીતે જ્ઞેયવસ્તુ પણ જ્ઞાનવસ્તુથી નથી, જ્ઞેયવસ્તુરૂપ છે. તેથી આવો અર્થ પ્રગટ થયો કે પર્યાય દ્વારા જ્ઞાન વિશ્વરૂપ છે, દ્રવ્ય દ્વારા પોતારૂપ છે.આવો ભેદ સ્યાદ્વાદી અનુભવે છે. તેથી સ્યાદ્વાદ વસ્તુસ્વરૂપનો સાધક છે, એકાન્તપણું વસ્તુનું ઘાતક છે. ૩-૨૪૯.

(શાર્દૂલવિક્રીડિત)
बाह्यार्थग्रहणस्वभावभरतो विष्वग्विचित्रोल्लसद्-
ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुटयन्पशुर्नश्यति
एकद्रव्यतया सदा व्युदितया भेदभ्रमं ध्वंसय-
न्नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित
।।४-२५०।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ પર્યાયમાત્રને વસ્તુ માને છે, વસ્તુને માનતો નથી; તેથી જ્ઞાનવસ્તુ અનેક જ્ઞેયને જાણે છે, તેને જાણતી થકી જ્ઞેયાકારે પરિણમે છેએમ જાણીને જ્ઞાનને અનેક માને છે, એક માનતો નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે ‘એક’


Page 235 of 269
PDF/HTML Page 257 of 291
single page version

જ્ઞાનને માન્યા વિના ‘અનેક’ જ્ઞાન એમ સધાતું નથી; તેથી જ્ઞાનને ‘એક’ માનીને ‘અનેક’ માનવું વસ્તુનું સાધક છે.એમ કહે છેઃ ‘‘पशुः नश्यति’’ એકાન્તવાદી વસ્તુને સાધી શકતો નથી. કેવો છે? ‘‘अभितः त्रुटयन्’’ જેવું માને છે તે રીતે તે જૂઠો ઠરે છે. વળી કેવો છે? ‘‘विष्वग्विचित्रोल्लसद्ज्ञेयाकारविशीर्णशक्तिः’’ (विष्वक्) જે અનંત છે, (विचित्र) અનંત પ્રકારનો છે, (उल्लसत्) પ્રગટ વિદ્યમાન છેએવો જે (ज्ञेय) છ દ્રવ્યોનો સમૂહ તેના (आकार) પ્રતિબિમ્બરૂપ પરિણમ્યો છે જે જ્ઞાનપર્યાય (विशीर्णशक्तिः) એટલું જ માત્ર જ્ઞાન છે એવી શ્રદ્ધા કરતાં ગળી ગયું છે વસ્તુ સાધવાનું સામર્થ્ય જેનું, એવો છે મિથ્યાદ્રષ્ટિ જીવ. એવો કેમ છે? ‘‘बाह्यार्थग्रहणस्वभावभरतः’’ (बाह्यार्थ) જેટલી જ્ઞેયવસ્તુ તેમનું (ग्रहण) જાણપણુંતેમની આકૃતિરૂપ જ્ઞાનનો પરિણામએવું જે છે (स्वभाव) વસ્તુનું સહજ, કે જે (भरतः) કોઈના કહેવાથી વર્જ્યું ન જાય (છૂટે નહિ) એવા તેના અમિટપણાના (-અટળપણાના) કારણથી. ભાવાર્થ આમ છે કેજ્ઞાનનો સ્વભાવ છે કે સમસ્ત જ્ઞેયને જાણતાં જ્ઞેયના આકારરૂપે પરિણમવું. કોઈ એકાન્તવાદી વસ્તુને એટલી જ માત્ર જાણતો થકો જ્ઞાનને અનેક માને છે. તેના પ્રતિ સ્યાદ્વાદી જ્ઞાનનું એકપણું સાધે છે‘‘अनेकान्तविद् ज्ञानम् एकं पश्यति’’ (अनेकान्तविद्) સ્યાદ્વાદી અર્થાત્ એક સત્તાને દ્રવ્ય-પર્યાયરૂપ માને છે એવો સમ્યગ્દ્રષ્ટિ જીવ, (ज्ञानम् एकं पश्यति) જ્ઞાનવસ્તુ જોકે પર્યાયરૂપથી અનેક છે તોપણ દ્રવ્યરૂપથી એકરૂપ અનુભવે છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘भेदभ्रमं ध्वंसयन्’’ જ્ઞાન અનેક છે એવા એકાન્તપક્ષને માનતો નથી. શા કારણથી? ‘‘एकद्रव्यतया’’ જ્ઞાન એક વસ્તુ છે એવા અભિપ્રાયના કારણે. કેવો છે અભિપ્રાય? ‘‘सदा व्युदितया’’ સર્વ કાળ ઉદયમાન છે. કેવું છે જ્ઞાન? ‘‘अबाधितानुभवनं’’ અખંડિત છે અનુભવ જેમાં, એવી છે જ્ઞાનવસ્તુ. ૪-૨૫૦.

(શાર્દૂલવિક્રીડિત)
ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पय-
न्नेकाकारचिकीर्षया स्फु टमपि ज्ञानं पशुर्नेच्छति
वैचित्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतः क्षालितं
पर्यायैस्तदनेकतां परिमृशन्पश्यत्यनेकान्तवित
।।५-२५१।।


Page 236 of 269
PDF/HTML Page 258 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે, કોઈ મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી એવો છે કે વસ્તુને દ્રવ્યરૂપ માત્ર માને છે, પર્યાયરૂપ માનતો નથી; તેથી જ્ઞાનને નિર્વિકલ્પ વસ્તુમાત્ર માને છે, જ્ઞેયાકાર પરિણતિરૂપ જ્ઞાનનો પર્યાય માનતો નથી; તેથી જ્ઞેયવસ્તુને જાણતાં જ્ઞાનનું અશુદ્ધપણું માને છે. તેના પ્રતિ સ્યાદ્વાદી જ્ઞાનનો દ્રવ્યરૂપે ‘એક’ અને પર્યાયરૂપે ‘અનેક’ એવો સ્વભાવ સાધે છે.એમ કહે છેઃ

‘‘पशुः ज्ञानं न इच्छति’’ (पशुः) એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ

(ज्ञानं) જ્ઞાનને અર્થાત્ જ્ઞાનમાત્ર જીવવસ્તુને (न इच्छति) સાધી શકતો નથી અનુભવગોચર કરી શકતો નથી. કેવું છે જ્ઞાન? ‘‘स्फु टम् अपि’’ પ્રકાશરૂપે જોકે પ્રગટ છે. કેવો છે એકાન્તવાદી? ‘‘प्रक्षालनं कल्पयन्’’ કલંક ધોઈ નાખવાનો અભિપ્રાય કરે છે. શેમાં? ‘‘ज्ञेयाकारकलङ्कमेचकचिति’’ (ज्ञेय) જેટલી જ્ઞેયવસ્તુ છે, તે (आकार) જ્ઞેયને જાણતાં થયું છે તેની આકૃતિરૂપ જ્ઞાન, એવું જે (कलङ्क) કલંક, તેના કારણે (मेचक) અશુદ્ધ થઈ છેએવી છે (चिति) જીવવસ્તુ, તેમાં. ભાવાર્થ આમ છે કેજ્ઞેયને જાણે છે જ્ઞાન, તેને એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વભાવ માનતો નથી, અશુદ્ધપણારૂપે માને છે. એકાન્તવાદીનો અભિપ્રાય આવો કેમ છે? ‘‘एकाकारचिकीर्षया’’ કેમકે (एकाकार) સમસ્ત જ્ઞેયના જાણપણાથી રહિત થતો થકો નિર્વિકલ્પરૂપ જ્ઞાનનો પરિણામ (चिकीर्षया) જ્યારે થાય ત્યારે જ્ઞાન શુદ્ધ છે, એવો છે અભિપ્રાય એકાન્તવાદીનો. તેના પ્રતિ ‘એક-અનેકરૂપ’ જ્ઞાનનો સ્વભાવ સાધે છે સ્યાદ્વાદી સમ્યગ્દ્રષ્ટિ જીવ‘‘अनेकान्तविद् ज्ञानं पश्यति’’ (अनेकान्तविद्) સ્યાદ્વાદી જીવ (ज्ञानं) જ્ઞાન અર્થાત્ જ્ઞાનમાત્ર જીવવસ્તુને (पश्यति) સાધી શકે છેઅનુભવ કરી શકે છે. કેવું છે જ્ઞાન? ‘‘स्वतः क्षालितं’’ સહજ જ શુદ્ધસ્વરૂપ છે. સ્યાદ્વાદી જ્ઞાનને કેવું જાણીને અનુભવે છે? ‘‘तत् वैचित्र्ये अपि अविचित्रताम् पर्यायैः अनेकतां उपगतं परिमृशन्’’ (तत्) જ્ઞાનમાત્ર જીવવસ્તુ (वैचित्र्ये अपि अविचित्रताम्) અનેક જ્ઞેયાકારની અપેક્ષાએ પર્યાયરૂપે અનેક છે તોપણ દ્રવ્યરૂપે એક છે, (पर्यायैः अनेकतां उपगतं) જોકે દ્રવ્યરૂપે એક છે તોપણ અનેક જ્ઞેયાકારરૂપ પર્યાયની અપેક્ષાએ અનેકપણાને પામે છે;આવા સ્વરૂપને અનેકાન્તવાદી સાધી શકે છેઅનુભવ- ગોચર કરી શકે છે; (परिमृशन्) આવી દ્રવ્યરૂપ પર્યાયરૂપ વસ્તુને અનુભવતો થકો ‘સ્યાદ્વાદી’ એવું નામ પામે છે. ૫-૨૫૧.


Page 237 of 269
PDF/HTML Page 259 of 291
single page version

(શાર્દૂલવિક્રીડિત)

प्रत्यक्षालिखितस्फु टस्थिरपरद्रव्यास्तितावञ्चितः स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति

स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति ।।६-२५२।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ એવો છે કે જે પર્યાયમાત્રને વસ્તુરૂપ માને છે, તેથી જ્ઞેયને જાણતાં જ્ઞેયાકાર પરિણમ્યો છે જે જ્ઞાનનો પર્યાય, તેનું જ્ઞેયના અસ્તિત્વપણાથી અસ્તિત્વપણું માને છે, જ્ઞેયથી ભિન્ન નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુને માનતો નથી. આથી એવો ભાવ પ્રાપ્ત થાય છે કે પરદ્રવ્યના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ છે, જ્ઞાનના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાનવસ્તુનું પોતાના અસ્તિત્વથી અસ્તિત્વ છે. તેના ભેદ ચાર છેઃ જ્ઞાનમાત્ર જીવવસ્તુ સ્વદ્રવ્યપણે અસ્તિ, સ્વક્ષેત્રપણે અસ્તિ, સ્વકાળપણે અસ્તિ, સ્વભાવપણે અસ્તિ; પરદ્રવ્યપણે નાસ્તિ, પરક્ષેત્રપણે નાસ્તિ, પરકાળપણે નાસ્તિ, પરભાવપણે નાસ્તિ. તેમનું લક્ષણઃ સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ, સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ, સ્વકાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા, સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ; પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદકલ્પના, પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદકલ્પનાથી પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે, પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાન્તર-ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે, પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદકલ્પના, તેને પરભાવ કહેવાય છે. ‘‘

पशुः नश्यति’’ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ જીવસ્વરૂપને સાધી શકતો

નથી. કેવો છે? ‘‘परितः शून्यः’’ સર્વ પ્રકારે તત્ત્વજ્ઞાનથી શૂન્ય છે. શા કારણથી? ‘‘स्वद्रव्यानवलोकनेन’’ (स्वद्रव्य) નિર્વિકલ્પ વસ્તુમાત્રની (अनवलोकनेन) પ્રતીતિ કરતો નથી તે કારણથી. વળી કેવો છે? ‘‘प्रत्यक्षालिखितस्फु टस्थिरपरद्रव्यास्तितावञ्चितः’’ (प्रत्यक्ष)


Page 238 of 269
PDF/HTML Page 260 of 291
single page version

અસહાયરૂપે (आलिखित) લખાયેલાની માફક (स्फु ट) જેવો ને તેવો (स्थिर) અમિટ (-અટળ) જે (परद्रव्य) જ્ઞેયાકાર જ્ઞાનનો પરિણામ તેનાથી માનેલું જે (अस्तिता) અસ્તિત્વ, તેનાથી (वञ्चितः) ઠગાયો છેએવો છે એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ. ‘‘तु स्याद्वादी पूर्णो भवन् जीवति’’ (तु) એકાન્તવાદી કહે છે તે પ્રમાણે નથી. (स्याद्वादी) સમ્યગ્દ્રષ્ટિ જીવ (पूर्णो भवन) પૂર્ણ હોતો થકો (जीवति) જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે એમ સાધી શકે છેઅનુભવ કરી શકે છે. શાના વડે? ‘‘स्वद्रव्यास्तितया’’ (स्वद्रव्य) નિર્વિકલ્પ જ્ઞાનશક્તિમાત્ર વસ્તુ, તેના (अस्तितया) અસ્તિત્વપણા વડે. શું કરીને? ‘‘निपुणं निरूप्य’’ જ્ઞાનમાત્ર જીવવસ્તુનો પોતાના અસ્તિત્વથી કર્યો છે અનુભવ જેણે એવો થઈને. શાના વડે? ‘‘विशुद्धबोधमहसा’’ (विशुद्ध) નિર્મળ જે (बोध) ભેદજ્ઞાન તેના (महसा) પ્રતાપ વડે. કેવો છે (ભેદજ્ઞાનનો પ્રતાપ)? ‘‘सद्यः समुन्मज्जता’’ તે જ કાળે પ્રગટ થાય છે. ૬-૨૫૨.

(શાર્દૂલવિક્રીડિત)
सर्वद्रव्यमयं प्रपद्य पुरुषं दुर्वासनावासितः
स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति
स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां
जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत
।।७-२५३।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ નથી માનતો, તેથી સમસ્ત જ્ઞેયવસ્તુ જ્ઞાનમાં ગર્ભિત માને છે. તે એવું કહે છેઉષ્ણને જાણતું જ્ઞાન ઉષ્ણ છે, શીતળને જાણતું જ્ઞાન શીતળ છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાન જ્ઞેયનું જ્ઞાયકમાત્ર તો છે, પરંતુ જ્ઞેયનો ગુણ જ્ઞેયમાં છે, જ્ઞાનમાં જ્ઞેયનો ગુણ નથી. તે જ કહે છે‘‘किल पशुः विश्राम्यति’’ (किल) અવશ્ય (पशुः) એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ (विश्राम्यति) વસ્તુસ્વરૂપને સાધવાને અસમર્થ હોતો થકો અત્યંત ખેદખિન્ન થાય છે. શા કારણથી? ‘‘परद्रव्येषु स्वद्रव्यभ्रमतः’’ (परद्रव्येषु) જ્ઞેયને જાણતાં જ્ઞેયની આકૃતિરૂપે પરિણમે છે જ્ઞાનએવો જે જ્ઞાનનો પર્યાય, તેમાં (स्वद्रव्य) નિર્વિકલ્પ