Samaysar Kalash Tika (Gujarati). Shlok: 254-271 ; Sadhya-sadhak Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 15

 

Page 239 of 269
PDF/HTML Page 261 of 291
single page version

સત્તામાત્ર જ્ઞાનવસ્તુ હોવાની (भ्रमतः) થાય છે ભ્રાન્તિ, તે કારણથી. ભાવાર્થ આમ છે કે જેમ ઉષ્ણને જાણતાં ઉષ્ણની આકૃતિરૂપે જ્ઞાન પરિણમે છે એમ દેખીને જ્ઞાનને ઉષ્ણસ્વભાવ માને છે મિથ્યાદ્રષ્ટિ જીવ તેમ. કેવો થતો થકો? ‘‘दुर्वासनावासितः’’ (दुर्वासना) અનાદિના મિથ્યાત્વ સંસ્કાર તે વડે (वासितः) થયો છે સ્વભાવથી ભ્રષ્ટ એવો. એવો કેમ છે? ‘‘सर्वद्रव्यमयं पुरुषं प्रपद्य’’ (सर्वद्रव्य) જેટલાં સમસ્ત દ્રવ્ય છે તેમનું જે દ્રવ્યપણું (मयं) તે-મય જીવ છે અર્થાત્ તેટલા સમસ્ત સ્વભાવ જીવમાં છે એવી (पुरुषं) જીવવસ્તુને (प्रपद्य) પ્રતીતિરૂપ માનીને.આમ મિથ્યાદ્રષ્ટિ જીવ માને છે. ‘‘तु स्याद्वादी स्वद्रव्यम् आश्रयेत् एव’’ (तु) એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. તે આ પ્રમાણેઃ (स्याद्वादी) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી (स्वद्रव्यम् आश्रयेत्) જ્ઞાનમાત્ર જીવવસ્તુ એમ સાધી શકે છેઅનુભવ કરી શકે છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ (एव) એવો જ છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्’’ (समस्तवस्तुषु) જ્ઞાનમાં પ્રતિબિંબિત થયું છે સમસ્ત જ્ઞેયનું સ્વરૂપ, તેમાં (परद्रव्यात्मना) અનુભવે છે જ્ઞાનવસ્તુથી ભિન્નપણું, તેના કારણે (नास्तितां जानन्) નાસ્તિપણું અનુભવતો થકો. ભાવાર્થ આમ છે કે સમસ્ત જ્ઞેય જ્ઞાનમાં ઉદ્દીપિત થાય છે પરંતુ જ્ઞેયરૂપ છે, જ્ઞાનરૂપ થયું નથી. કેવો છે સ્યાદ્વાદી? ‘‘निर्मलशुद्धबोधमहिमा’’ (निर्मल) મિથ્યાદોષથી રહિત તથા (शुद्ध) રાગાદિ અશુદ્ધ પરિણતિથી રહિત એવું જે (बोध) અનુભવજ્ઞાન તેનાથી છે (महिमा) પ્રતાપ જેનો, એવો છે. ૭૨૫૩.

(શાર્દૂલવિક્રીડિત)
भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठः सदा
सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः
स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुन-
स्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्
।।८-२५४।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયરૂપ માને છે, દ્રવ્યરૂપ માનતો નથી; તેથી જેટલો


Page 240 of 269
PDF/HTML Page 262 of 291
single page version

સમસ્ત વસ્તુનો છે આધારભૂત પ્રદેશપુંજ તેને જાણે છે જ્ઞાન, જાણતુ થકું તેની આકૃતિરૂપે પરિણમે છે જ્ઞાન, એનું નામ પરક્ષેત્ર છે, તે ક્ષેત્રને જ્ઞાનનું ક્ષેત્ર માને છે. એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ, તે ક્ષેત્રથી સર્વથા ભિન્ન છે ચૈતન્યપ્રદેશમાત્ર જ્ઞાનનું ક્ષેત્ર, તેને માનતો નથી. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞાનવસ્તુ પરક્ષેત્રને જાણે છે પરંતુ પોતાના ક્ષેત્રરૂપ છે, પરનું ક્ષેત્ર જ્ઞાનનું ક્ષેત્ર નથી. તે જ કહે છે‘‘

पशुः सीदति एव’’ (पशुः) એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ (सीदति)

ઓલાંની (કરાની) માફક ગળે છે, જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે એમ સાધી શકતો નથી, (एव) નિશ્ચયથી એમ જ છે. કેવો છે એકાન્તવાદી? ‘‘भिन्नक्षेत्रनिषण्ण- बोध्यनियतव्यापारनिष्ठः’’ (भिन्नक्षेत्र) પોતાના ચૈતન્યપ્રદેશથી અન્ય છે જે સમસ્ત દ્રવ્યોનો પ્રદેશપુંજ (निषण्ण) તેની આકૃતિરૂપ પરિણમ્યો છે એવો છે જે (बोध्यनियतव्यापार) જ્ઞેય-જ્ઞાયકનો અવશ્ય સંબંધ, તેમાં (निष्ठः) નિષ્ઠ છે અર્થાત એતાવન્માત્રને (-એટલામાત્રને) જાણે છે જ્ઞાનનું ક્ષેત્ર, એવો છે એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ. ‘‘सदा’’ અનાદિ કાળથી એવો જ છે. વળી કેવો છે મિથ્યાદ્રષ્ટિ જીવ? ‘‘अभितः बहिः पतन्तम् पुमांसं पश्यन्’’ (अभितः) મૂળથી માંડીને (बहिः पतन्तम्) પરક્ષેત્રરૂપ પરિણમી છે એમ (पुमांसं) જીવવસ્તુને (पश्यन्) માને છેઅનુભવે છે, એવો છે મિથ્યાદ્રષ્ટિ જીવ. ‘‘पुनः स्याद्वादवेदी तिष्ठति’’ (पुनः) એકાન્તવાદી જે પ્રમાણે કહે છે તે પ્રમાણે નથી પરંતુ (स्याद्वादवेदी) સ્યાદ્વાદવેદી અર્થાત્ અનેકાન્તવાદી (तिष्ठति) જે પ્રમાણે માને છે તેવી વસ્તુ છે. ભાવાર્થ આમ છે કે તે વસ્તુને સાધી શકે છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘स्वक्षेत्रास्तितया निरुद्धरभसः’’ (स्वक्षेत्र) સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન નિજસ્વરૂપ ચૈતન્યપ્રદેશ, તેની (अस्तितया) સત્તારૂપે (निरुद्धरभसः) પરિણમ્યું છે જ્ઞાનનું સર્વસ્વ જેનું, એવો છે સ્યાદ્વાદી. વળી કેવો છે? ‘‘आत्म- निखातबोध्यनियतव्यापारशक्तिः भवन्’’ (आत्म) જ્ઞાનવસ્તુમાં (निखात) જ્ઞેય પ્રતિબિંબરૂપ છેએવો છે (बोध्यनियतव्यापार) જ્ઞેય-જ્ઞાયકરૂપ અવશ્ય સંબંધ, આવું (शक्तिः) જાણ્યું છે જ્ઞાનવસ્તુનું સહજ જેણે, એવો (भवन्) હોતો થકો. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ પરક્ષેત્રને જાણે છે એવું સહજ છે, પરંતુ પોતાના પ્રદેશોમાં છે, પરાયા પ્રદેશોમાં નથીએમ માને છે સ્યાદ્વાદી જીવ, તેથી વસ્તુને સાધી શકે છેઅનુભવ કરી શકે છે. ૮-૨૫૪.


Page 241 of 269
PDF/HTML Page 263 of 291
single page version

(શાર્દૂલવિક્રીડિત)

स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात

तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहार्थैर्वमन्

स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान् ।।९-२५५।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ નથી માનતો, તેથી જ્ઞેયવસ્તુના પ્રદેશોને જાણતાં જ્ઞાનને અશુદ્ધપણું માને છે; ‘જ્ઞાનનો એવો જ સ્વભાવ છે, તે જ્ઞાનનો પર્યાય છે’એમ માનતો નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાનવસ્તુ પોતાના પ્રદેશોમાં છે, જ્ઞેયના પ્રદેશોને જાણે છે એવો સ્વભાવ છે, અશુદ્ધપણું નથી;એવું માને છે સ્યાદ્વાદી. એ જ કહે છે‘‘पशुः प्रणश्यति’’ (पशुः) એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ (प्रणश्यति) વસ્તુમાત્ર સાધવાથી ભ્રષ્ટ છેઅનુભવ કરવાને ભ્રષ્ટ છે. કેવો થઈને ભ્રષ્ટ છે? ‘‘तुच्छीभूय’’ તત્ત્વજ્ઞાનથી શૂન્ય થઈને. વળી કેવો છે? ‘‘अर्थैः सह चिदाकारान् वमन्’’ (अर्थैः सह) જ્ઞાનગોચર છે જે જ્ઞેયના પ્રદેશો તેમની સાથે (चिदाकारान्) જ્ઞાનની શક્તિનું અથવા જ્ઞાનના પ્રદેશોનું (वमन्) મૂળથી વમન કર્યું છે અર્થાત્ તેમનું નાસ્તિપણું જાણ્યું છે જેણે, એવો છે. વળી કેવો છે? ‘‘पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात्’’ (पृथग्विध) પર્યાયરૂપ જે (परक्षेत्र) જ્ઞેયવસ્તુના પ્રદેશોને જાણતાં થાય છે તેમની આકૃતિરૂપે જ્ઞાનની પરિણતિ, તે-રૂપ (स्थित) પરિણમતી જે (अर्थ) જ્ઞાનવસ્તુ તેને, (उज्झनात्) ‘આવું જ્ઞાન અશુદ્ધ છે’ એવી બુદ્ધિ વડે ત્યાગ કરતો થકો; એવો છે એકાન્તવાદી. શા માટે જ્ઞેયપરિણત જ્ઞાનને હેય કરે છે? ‘‘स्वक्षेत्रस्थितये’’ (स्वक्षेत्र) જ્ઞાનના ચૈતન્યપ્રદેશની (स्थितये) સ્થિરતા માટે. ભાવાર્થ આમ છે કે જ્ઞાનવસ્તુ જ્ઞેયના પ્રદેશોના જાણપણાથી રહિત થાય તો શુદ્ધ થાય, એમ માને છે એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ. તેના પ્રતિ સ્યાદ્વાદી કહે છે‘‘तु स्याद्वादी तुच्छतां न अनुभवति’’ (तु) એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. (स्याद्वादी)

સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તદ્રષ્ટિ જીવ (तुच्छताम्) જ્ઞાનવસ્તુ જ્ઞેયના


Page 242 of 269
PDF/HTML Page 264 of 291
single page version

ક્ષેત્રને જાણે છે, પોતાના પ્રદેશોથી સર્વથા શૂન્ય છે એવું (न अनुभवति) માનતો નથી; જ્ઞાનવસ્તુ જ્ઞેયના ક્ષેત્રને જાણે છે, જ્ઞેયક્ષેત્રરૂપ નથી એમ માને છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘त्यक्तार्थः अपि’’ જ્ઞેયક્ષેત્રની આકૃતિરૂપે પરિણમે છે જ્ઞાન, એમ માને છે તોપણ જ્ઞાન પોતાના ક્ષેત્રરૂપ છેએમ માને છે. વળી કેવો છે સ્યાદ્વાદી? ‘‘स्वधामनि वसन्’’ જ્ઞાનવસ્તુ પોતાના પ્રદેશોમાં છે એમ અનુભવે છે. વળી કેવો છે? ‘‘परक्षेत्रे नास्तितां विदन्’’ (परक्षेत्रे) જ્ઞેયપ્રદેશની આકૃતિરૂપે પરિણમ્યું છે જ્ઞાન, તેમાં (नास्तितां विदन्) નાસ્તિપણું માને છે અર્થાત્ જાણે છે તો જાણો તોપણ એતાવન્માત્ર (એટલું માત્ર) જ્ઞાનનું ક્ષેત્ર નથીએમ માને છે સ્યાદ્વાદી. વળી કેવો છે? ‘‘परात आकारकर्षी’’ પરક્ષેત્રની આકૃતિરૂપે પરિણમ્યો છે જ્ઞાનનો પર્યાય, તેનાથી ભિન્નપણે જ્ઞાનવસ્તુના પ્રદેશોનો અનુભવ કરવાને સમર્થ છે. તેથી સ્યાદ્વાદ વસ્તુસ્વરૂપનો સાધક, એકાન્તપણું વસ્તુસ્વરૂપનું ઘાતક; તેથી સ્યાદ્વાદ ઉપાદેય છે. ૯-૨૫૫.

(શાર્દૂલવિક્રીડિત)
पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन्
सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छः पशुः
अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनः
पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि
।।१०-२५६।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી જ્ઞેયવસ્તુના અતીત- અનાગત-વર્તમાનકાળ સંબંધી અનેક અવસ્થાભેદ છે, તેમને જાણતાં જ્ઞાનના પર્યાયરૂપ અનેક અવસ્થાભેદ થાય છે, તેમાં જ્ઞેયસંબંધી પહેલો અવસ્થાભેદ વિનશે છે, તે અવસ્થાભેદ વિનશતાં તેની આકૃતિરૂપે પરિણમેલા જ્ઞાનપર્યાયનો અવસ્થાભેદ પણ વિનશે છે, તેનોઅવસ્થાભેદનોવિનાશ થતાં એકાન્તવાદી મૂળથી જ્ઞાન- વસ્તુનો વિનાશ માને છે. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞાનવસ્તુ અવસ્થાભેદથી વિનશે છે, દ્રવ્યરૂપે વિચારતાં પોતાની જાણપણારૂપ અવસ્થાથી શાશ્વત છે, ન ઊપજે છે, ન વિનશે છેઆવું સમાધાન સ્યાદ્વાદી કરે છે. એ જ કહે છે‘‘पशुः सीदति


Page 243 of 269
PDF/HTML Page 265 of 291
single page version

एव’’ (पशुः) એકાન્તવાદી (सीदति) વસ્તુના સ્વરૂપને સાધવાને ભ્રષ્ટ છે, (एव) અવશ્ય એમ છે. કેવો છે એકાન્તવાદી? ‘‘अत्यन्ततुच्छः’’ વસ્તુના અસ્તિત્વના જ્ઞાનથી અત્યંત શૂન્ય છે. વળી કેવો છે? ‘‘न किञ्चन अपि कलयन्’’ (न किञ्चन) જ્ઞેય-અવસ્થાના જાણપણામાત્ર જ્ઞાન છે, તેનાથી ભિન્ન કોઈ વસ્તુરૂપ જ્ઞાનવસ્તુ નથી, (अपि) અંશમાત્ર પણ નથી(कलयन्) એવી અનુભવરૂપ પ્રતીતિ કરે છે. વળી કેવો છે? ‘‘पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन्’’ (पूर्व) કોઈ પહેલા અવસરમાં (आलम्बित) જાણીને તેની આકૃતિરૂપ થયેલા જે (बोध्य) જ્ઞેયાકાર જ્ઞાનપર્યાય, તેના (नाशसमये) વિનાશસંબંધી કોઈ અન્ય અવસરમાં (ज्ञानस्य) જ્ઞાનમાત્ર જીવવસ્તુનો (नाशं विदन्) નાશ માને છે,એવો છે એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ. તેને સ્યાદ્વાદી સંબોધે છે‘‘पुनः स्याद्वादवेदी पूर्णः तिष्ठति’’ (पुनः) એકાન્તદ્રષ્ટિ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે છે. (स्याद्वादवेदी) અનેકાન્ત-અનુભવશીલ જીવ (पूर्णः तिष्ठति) ‘ત્રિકાળગોચર જ્ઞાનમાત્ર જીવવસ્તુ’ એવો અનુભવ કરતો થકો તેના પર દ્રઢ છે. કેવો દ્રઢ છે? ‘‘बाह्यवस्तुषु मुहुः भूत्वा विनश्यत्सु अपि’’ (बाह्यवस्तुषु) સમસ્ત જ્ઞેય અથવા જ્ઞેયાકાર પરિણમેલા જ્ઞાનપર્યાયના અનેક ભેદ, તેઓ (मुहुः भूत्वा) અનેક પર્યાયરૂપ થાય છે, (विनश्यत्सु अपि) અનેક વાર વિનશે છે, તોપણ દ્રઢ રહે છે. વળી કેવો છે? ‘‘अस्य निजकालतः अस्तित्वं कलयन्’’ (अस्य) જ્ઞાનમાત્ર જીવવસ્તુનું (निजकालतः) ત્રિકાળ શાશ્વત જ્ઞાનમાત્ર અવસ્થાથી (अस्तित्वं कलयन्) વસ્તુપણું અથવા અસ્તિપણું અનુભવે છે સ્યાદ્વાદી જીવ. ૧૦-૨૫૬.

(શાર્દૂલવિક્રીડિત)
अर्थालम्बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहि-
र्ज्ञेयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति
नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुन-
स्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन्
।।११-२५७।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી એવો છે કે જે વસ્તુને દ્રવ્યમાત્ર માને છે, પર્યાયરૂપ માનતો નથી;


Page 244 of 269
PDF/HTML Page 266 of 291
single page version

તેથી જ્ઞેયની અનેક અવસ્થાને જાણે છે જ્ઞાન, તેને જાણતું થકું તે આકૃતિરૂપ પરિણમે છે જ્ઞાન; તે સમસ્ત છે જ્ઞાનના પર્યાય, તે પર્યાયોને જ્ઞાનનું અસ્તિત્વ માને છે મિથ્યાદ્રષ્ટિ જીવ. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞેયની આકૃતિરૂપ પરિણમતા જેટલા જ્ઞાનના પર્યાય છે તેમના વડે જ્ઞાનનું અસ્તિત્વ નથી. એમ કહે છે‘‘पशुः नश्यति’’(पशुः)

એકાન્તવાદી (नश्यति) વસ્તુસ્વરૂપ સાધવાથી ભ્રષ્ટ છે.

કેવો છે એકાન્તવાદી? ‘‘ज्ञेयालम्बनलालसेन मनसा बहिः भ्राम्यन्’’ ‘(ज्ञेय) સમસ્ત દ્રવ્યરૂપ (आलम्बन) જ્ઞેયના અવસરે જ્ઞાનની સત્તા’ એવા નિશ્ચયરૂપ (लालसेन) છે અભિપ્રાય જેનો, એવા (मनसा) મન વડે (बहिः भ्राम्यन्) સ્વરૂપથી બહાર ઊપજ્યો છે ભ્રમ જેને, એવો છે. વળી કેવો છે? ‘‘अर्थालम्बनकाले ज्ञानस्य सत्त्वं कलयन् एव’’ (अर्थ) જીવાદિ સમસ્ત જ્ઞેયવસ્તુને (आलम्बन) જાણતી (काले) વખતે જ (ज्ञानस्य) જ્ઞાનમાત્ર વસ્તુની (सत्त्वं) સત્તા છે (कलयन्) એવો અનુભવ કરે છે, (एव) એવો જ છે. તેના પ્રતિ સ્યાદ્વાદી વસ્તુની સિદ્ધિ કરે છે‘‘पुनः स्याद्वादवेदी तिष्ठति’’ (पुनः) એકાન્તવાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે છે. (स्याद्वादवेदी) સ્યાદ્વાદવેદી અર્થાત્ અનેકાન્તવાદી (तिष्ठति) વસ્તુસ્વરૂપ સાધવાને સમર્થ છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘अस्य परकालतः नास्तित्वं कलयन्’’ (अस्य) જ્ઞાનમાત્ર જીવવસ્તુનું (परकालतः) જ્ઞેયાવસ્થાના જાણપણાથી (नास्तित्वं) નાસ્તિપણુ છે એવી (कलयन्) પ્રતીતિ કરે છે સ્યાદ્વાદી. વળી કેવો છે ‘‘आत्मनिखातनित्यसहज- ज्ञानैकपुञ्जीभवन्’’ (आत्म) જ્ઞાનમાત્ર જીવવસ્તુમાં (निखात) અનાદિથી એક વસ્તુરૂપ, (नित्य) અવિનશ્વર, (सहज) ઉપાય વિના દ્રવ્યના સ્વભાવરૂપ-એવી જે (ज्ञान) જાણપણારૂપ શક્તિ તે-રૂપ (एकपुञ्जीभवन्) હું જીવવસ્તુ છું, અવિનશ્વર જ્ઞાનસ્વરૂપ છુંએવો અનુભવ કરતો થકો.આવો છે સ્યાદ્વાદી. ૧૧૨૫૭.

(શાર્દૂલવિક્રીડિત)

विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः

सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन् स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ।।१२-२५८।।


Page 245 of 269
PDF/HTML Page 267 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી જેટલી-સમસ્તજ્ઞેયવસ્તુઓના જેટલા છે શક્તિરૂપ સ્વભાવ તેમને જાણે છે જ્ઞાન, જાણતું થકું તેમની આકૃતિરૂપે પરિણમે છે, તેથી જ્ઞેયની શક્તિની આકૃતિરૂપ છે જ્ઞાનના પર્યાય, તેમનાથી જ્ઞાનવસ્તુની સત્તા માને છે; તેમનાથી ભિન્ન છે પોતાની શક્તિની સત્તામાત્ર, તેને નથી માનતો;એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી સમાધાન કરે છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ સમસ્ત જ્ઞેયશક્તિને જાણે છે એવું સહજ છે; પરંતુ પોતાની જ્ઞાનશક્તિથી અસ્તિરૂપ છે. એમ કહે છે‘‘

पशुः नश्यति एव’’ (पशुः) એકાન્તવાદી (नश्यति) વસ્તુની સત્તાને સાધવાથી ભ્રષ્ટ છે, (एव) નિશ્ચયથી. કેવો છે એકાન્તવાદી? ‘‘बहिः वस्तुषु नित्यं विश्रान्तः’’ (बहिः वस्तुषु) સમસ્ત જ્ઞેયવસ્તુની અનેક શક્તિની આકૃતિરૂપે પરિણમ્યા છે જ્ઞાનના પર્યાય, તેમાં (नित्यं विश्रान्तः) સદા વિશ્રાન્ત છે અર્થાત્ પર્યાયમાત્રને જાણે છે જ્ઞાનવસ્તુ,એવો છે નિશ્ચય જેનો, એવો છે. શા કારણથી એવો છે? ‘‘परभावभावकलनात्’’ (परभाव) જ્ઞેયની શક્તિની આકૃતિરૂપે છે જ્ઞાનનો પર્યાય, તેમાં (भावकलनात्) અવધાર્યું છે જ્ઞાનવસ્તુનું અસ્તિપણું,એવા જૂઠા અભિપ્રાયના કારણથી. વળી કેવો છે એકાન્તવાદી? ‘‘स्वभावमहिमनि एकान्तनिश्चेतनः’’ (स्वभाव) જીવની જ્ઞાનમાત્ર નિજ શક્તિના (महिमनि) અનાદિનિધન શાશ્વત પ્રતાપમાં (एकान्तनिश्चेतनः) એકાન્ત નિશ્ચેતન છે અર્થાત્ તેનાથી સર્વથા શૂન્ય છે. ભાવાર્થ આમ છે કે સ્વરૂપસત્તાને નથી માનતોએવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી સમાધાન કરે છે‘‘तु स्याद्वादी नाशम् न एति’’ (तु) એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. (स्याद्वादी) અનેકાન્તવાદી (नाशम्) વિનાશ (न एति) પામતો નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર વસ્તુની સત્તાને સાધી શકે છે. કેવો છે અનેકાન્તવાદી જીવ? ‘‘सहजस्पष्टीकृतप्रत्ययः’’ (सहज) સ્વભાવશક્તિમાત્ર એવું જે અસ્તિત્વ તે સંબંધી (स्पष्टीकृत) દ્રઢ કર્યો છે (प्रत्ययः) અનુભવ જેણે, એવો છે. વળી કેવો છે? ‘‘सर्वस्मात् नियतस्वभावभवनज्ञानात् विभक्तः भवन्’’ (सर्वस्मात्) જેટલા છે (नियतस्वभाव) પોતપોતાની શક્તિએ બિરાજમાન એવા જે જ્ઞેયરૂપ જીવાદિ પદાર્થો તેમની (भवन) સત્તાની આકૃતિરૂપે પરિણમ્યા છે એવા

(ज्ञानात्) જીવના જ્ઞાનગુણના


Page 246 of 269
PDF/HTML Page 268 of 291
single page version

પર્યાય, તેમનાથી (विभक्तः भवन्) ભિન્ન છે જ્ઞાનમાત્ર સત્તાએવો અનુભવ કરતો થકો. ૧૨-૨૫૮.

(શાર્દૂલવિક્રીડિત)
अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः
सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति
स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरा-
दारूढः परभावभावविरहव्यालोकनिष्कम्पितः
।।१३-२५९।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યમાત્ર માને છે, પર્યાયરૂપ નથી માનતો; તેથી જેટલી છે જ્ઞેયવસ્તુ, તેમની અનંત છે શક્તિઓ, તેમને જાણે છે જ્ઞાન; જાણતું થકું જ્ઞેયની શક્તિની આકૃતિરૂપે પરિણમે છે, એવું દેખીને ‘જેટલી જ્ઞેયની શક્તિ તેટલી જ્ઞાનવસ્તુ’ એમ માને છે મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી. તેના પ્રતિ આમ સમાધાન કરે છે સ્યાદ્વાદી કેજ્ઞાનમાત્ર જીવવસ્તુનો એવો સ્વભાવ છે કે સમસ્ત જ્ઞેયની શક્તિને જાણે, જાણતી થકી તેની આકૃતિરૂપે પરિણમે છે, પરંતુ જ્ઞેયની શક્તિ જ્ઞેયમાં છે, જ્ઞાનવસ્તુમાં નથી; જ્ઞાનનો જાણવારૂપ પર્યાય છે, તેથી જ્ઞાનવસ્તુની સત્તા ભિન્ન છે. એમ કહે છે‘‘पशुः स्वैरं क्रीडति’’ (पशुः) મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી (स्वैरं क्रीडति) હેય-ઉપાદેય જ્ઞાનથી રહિત થઈને સ્વેચ્છાચારરૂપ પ્રવર્તે છે. ભાવાર્થ આમ છે કે જ્ઞેયની શક્તિને જ્ઞાનથી ભિન્ન નથી માનતો, જેટલી જ્ઞેયની શક્તિ છે તેને જ્ઞાનમાં માનીને ‘નાના શક્તિરૂપ જ્ઞાન છે, જ્ઞેય છે જ નહીં’ એવી બુદ્ધિરૂપ પ્રવર્તે છે. કેવો છે એકાન્તવાદી? ‘‘शुद्धस्वभावच्युतः’’ (शुद्धस्वभाव) જ્ઞાનમાત્ર જીવવસ્તુથી (च्युतः) ચ્યુત છે અર્થાત્ તેને વિપરિતરૂપે અનુભવે છે. વિપરીતપણું કેમ છે? ‘‘सर्वभावभवनं आत्मनि अध्यास्य’’ (सर्व) જેટલી જીવાદિ પદાર્થરૂપ જ્ઞેયવસ્તુ તેમના (भाव) શક્તિરૂપ ગુણપર્યાય-અંશભેદ, તેમની (भवनं) સત્તાને (आत्मनि) જ્ઞાનમાત્ર જીવવસ્તુમાં (अध्यास्य) પ્રતીતિ કરીને. ભાવાર્થ આમ છે કે જ્ઞાનગોચર છે સમસ્ત દ્રવ્યની શક્તિ, તેમની આકૃતિરૂપે પરિણમ્યું છે જ્ઞાન, તેથી સર્વ શક્તિ જ્ઞાનની છે


Page 247 of 269
PDF/HTML Page 269 of 291
single page version

એમ માને છે, જ્ઞેયની તથા જ્ઞાનની ભિન્ન સત્તા નથી માનતો. વળી કેવો છે? ‘‘सर्वत्र अपि अनिवारितः गतभयः’’ (सर्वत्र) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ એવા ઇન્દ્રિયવિષય તથા મન-વચન-કાય તથા નાના પ્રકારની જ્ઞેયની શક્તિ, તેમનામાં (अपि) અવશ્ય (अनिवारितः) ‘હું શરીર, હું મન, હું વચન, હું કાય, હું સ્પર્શ-રસ- ગંધ-વર્ણ-શબ્દ’ ઇત્યાદિ પરભાવને પોતાના જાણીને પ્રવર્તે છે; (गतभयः) મિથ્યાદ્રષ્ટિને કોઈ ભાવ પરભાવ નથી કે જેનાથી ડર હોય;એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સમાધાન કરે છે સ્યાદ્વાદી‘‘तु स्याद्वादी विशुद्ध एव लसति’’ (तु) જે પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, જે પ્રમાણે સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે(स्याद्वादी) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી જીવ (विशुद्धः एव लसति) મિથ્યાત્વથી રહિત થઈને પ્રવર્તે છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘स्वस्य स्वभावं भरात आरूढः’’ (स्वस्य स्वभावं) જ્ઞાનવસ્તુની જાણપણામાત્ર શક્તિ, તેની (भरात् आरूढः) બહુ જ પ્રગાઢરૂપે પ્રતીતિ કરે છે. વળી કેવો છે? ‘‘परभावभावविरहव्यालोकनिष्कम्पितः’’ (परभाव) સમસ્ત જ્ઞેયની અનેક શક્તિની આકૃતિરૂપ પરિણમ્યું છે જ્ઞાન, એ રૂપે (भाव) માને છે જે જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ, (विरह) એવી વિપરીત બુદ્ધિના ત્યાગથી થઈ છે (व्यालोक) સાચી દ્રષ્ટિ, તેનાથી થયો છે (निष्कम्पितः) સાક્ષાત્ અમિટ (અટળ) અનુભવ જેને, એવો છે સ્યાદ્વાદી. ૧૩૨૫૯.

(શાર્દૂલવિક્રીડિત)
प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना
निर्ज्ञानात्क्षणभङ्गसङ्गपतितः प्रायः पशुर्नश्यति
स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं
टङ्कोत्कीर्णघनस्वभावमहिमज्ञानं भवन् जीवति
।।१४-२६०।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી અખંડ ધારાપ્રવાહરૂપ પરિણમે છે જ્ઞાન, તેનો થાય છે પ્રતિસમય ઉત્પાદ-વ્યય, તેથી પર્યાય વિનશતાં જીવદ્રવ્યનો વિનાશ માને છે. તેના પ્રતિ સ્યાદ્વાદી આમ સમાધાન


Page 248 of 269
PDF/HTML Page 270 of 291
single page version

કરે છે કે પર્યાયરૂપે જોતાં જીવવસ્તુ ઊપજે છે, વિનશે છે; દ્રવ્યરૂપે જોતાં જીવ સદા શાશ્વત છે. તે કહે છે‘‘पशुः नश्यति’’ (पशुः) એકાન્તવાદી જીવ (नश्यति) શુદ્ધ જીવવસ્તુને સાધવાથી ભ્રષ્ટ છે. કેવો છે એકાન્તવાદી? ‘‘प्रायः क्षणभङ्गसङ्गपतितः’’ (प्रायः) એકાન્તપણે (क्षणभङ्ग) પ્રતિસમય થતા પર્યાયના વિનાશથી (संङ्गपतितः) તે પર્યાયની સાથે સાથે વસ્તુનો વિનાશ માને છે. શા કારણથી? ‘‘प्रादुर्भावविराममुद्रित- वहज्ज्ञानांशनानात्मना निर्ज्ञानात्’’ (प्रादुर्भाव) ઉત્પાદ-(विराम) વિનાશથી (मुद्रित) સંયુક્ત (वहत्) પ્રવાહરૂપ જે (ज्ञानांश) જ્ઞાનગુણના અવિભાગપ્રતિચ્છેદ તેમના કારણે થતા (नानात्मना) અનેક અવસ્થાભેદના (निर्ज्ञानात्) જાણપણાના કારણે;એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી પ્રતિબોધે છે‘‘तु स्याद्वादी जीवति’’ (तु) જેમ એકાન્તવાદી કહે છે તેવું એકાન્તપણું નથી. (स्याद्वादी) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી (जीवति) વસ્તુને સાધવા સમર્થ છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘चिद्वस्तु नित्योदितं परिमृशन्’’ (चिद्वस्तु) જ્ઞાનમાત્ર જીવવસ્તુને (नित्योदितं) સર્વકાળ શાશ્વત એવી, (परिमृशन्) પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ અનુભવતો થકો. કેવા રૂપે? ‘‘चिदात्मना’’ જ્ઞાનસ્વરૂપ છે જીવવસ્તુ તે- રૂપે. વળી કેવો છે સ્યાદ્વાદી ‘‘टङ्कोत्कीर्णघनस्वभावमहिमज्ञानं भवन्’’ (टङ्कोत्कीर्ण) સર્વ કાળ એકરૂપ એવા (घनस्वभाव) અમિટ (અટળ) લક્ષણ વડે છે (महिम) પ્રસિદ્ધિ જેની, એવી (ज्ञानं) જીવવસ્તુને (भवन्) પોતે અનુભવતો થકો. ૧૪-૨૬૦.

(શાર્દૂલવિક્રીડિત)
टङ्कोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया
वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन
ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं
स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात
।।१५-२६१।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ એકાન્તવાદી એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ નથી માનતો; તેથી સમસ્ત જ્ઞેયને જાણતું થકું જ્ઞેયાકાર પરિણમે છે જ્ઞાન, તેને અશુદ્ધપણું માને છે એકાન્તવાદી, જ્ઞાનને પર્યાયપણું માનતો નથી. તેનું સમાધાન સ્યાદ્વાદી કરે છે કે


Page 249 of 269
PDF/HTML Page 271 of 291
single page version

જ્ઞાનવસ્તુ દ્રવ્યરૂપે જોતાં નિત્ય છે, પર્યાયરૂપે જોતાં અનિત્ય છે, તેથી સમસ્ત જ્ઞેયને જાણે છે જ્ઞાન, જાણતાં જ્ઞેયની આકૃતિરૂપે જ્ઞાનનો પર્યાય પરિણમે છેએવો જ્ઞાનનો સ્વભાવ છે, અશુદ્ધપણું નથી. એમ કહે છે‘‘पशुः उच्छलदच्छचित्परिणतेः भिन्नं किञ्चन वाञ्छति’’ (पशुः) એકાન્તવાદી, (उच्छलत्) જ્ઞેયનો જ્ઞાતા થઈને પર્યાયરૂપે પરિણમે છે ઉત્પાદરૂપ તથા વ્યયરૂપ એવો (अच्छ) અશુદ્ધપણાથી રહિત એવો જે (चित्परिणतेः) જ્ઞાનગુણનો પર્યાય તેનાથી (भिन्नं) ભિન્ન અર્થાત્ જ્ઞેયને જાણવારૂપ પરિણતિ વિના વસ્તુમાત્ર કૂટસ્થ થઈને રહે એવું (किञ्चन वाञ्छति) કંઈક વિપરીતપણું માને છે. એકાન્તવાદી જ્ઞાનને આવું કરવા ચાહે છે ‘‘टङ्कोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया’’ (टङ्कोत्कीर्ण) સર્વ કાળ એકસરખી, (विशुद्ध) સમસ્ત વિકલ્પથી રહિત (बोध) જ્ઞાનવસ્તુના (विसराकार) પ્રવાહરૂપ (आत्मतत्त्व) જીવવસ્તુ હો (आशया) એમ કરવાની અભિલાષા કરે છે. તેનું સમાધાન કરે છે સ્યાદ્વાદી‘‘स्याद्वादी ज्ञानं नित्यं उज्ज्वलं आसादयति’’ (स्याद्वादी) સ્યાદ્વાદી અર્થાત અનેકાન્તવાદી (ज्ञानं) જ્ઞાનમાત્ર જીવવસ્તુને (नित्यं) સર્વ કાળ એકસરખી, (उज्ज्वलं) સમસ્ત વિકલ્પથી રહિત (आसादयति) સ્વાદરૂપ અનુભવે છે; ‘‘अनित्यतापरिगमे अपि’’ જોકે તેમાં પર્યાય દ્વારા અનિત્યપણું ઘટે છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘तत् चिद्वस्तु अनित्यतां परिमृशन्’’ (तत्) પૂર્વોક્ત (चिद्वस्तु) જ્ઞાનમાત્ર જીવદ્રવ્યને (अनित्यतां परिमृशन्) વિનશ્વરરૂપ અનુભવતો થકો. શા કારણથી? ‘‘वृत्तिक्रमात्’’ (वृत्ति) પર્યાયના (क्रमात्) ક્રમના કારણે અર્થાત્ ‘કોઈ પર્યાય થાય છે, કોઈ પર્યાય વિનશે છે’ એવા ભાવના કારણે. ભાવાર્થ આમ છે કે પર્યાય દ્વારા જીવવસ્તુ અનિત્ય છે એમ અનુભવે છે સ્યાદ્વાદી. ૧૫-૨૬૧.

(અનુષ્ટુપ)
इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन्
आत्मतत्त्वमनेकान्तः स्वयमेवानुभूयते ।।१६-२६२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इति अनेकान्तः स्वयम् अनुभूयते एव’’ (इति) પૂર્વોક્ત પ્રકારે (अनेकान्तः) સ્યાદ્વાદ (स्वयम्) પોતાના પ્રતાપથી બલાત્કારે જ (अनुभूयते) અંગીકારરૂપ થાય છે, (एव) અવશ્ય. કોને અંગીકાર થાય છે? ‘‘अज्ञानविमूढानां’’


Page 250 of 269
PDF/HTML Page 272 of 291
single page version

(अज्ञान) પૂર્વોક્ત એકાન્તવાદમાં (विमूढानां) મગ્ન થયા છે જે મિથ્યાદ્રષ્ટિ જીવો તેમને. ભાવાર્થ આમ છે કે સ્યાદ્વાદ એવો પ્રમાણભૂત છે કે જેને સાંભળતાં માત્ર જ એકાન્તવાદી પણ અંગીકાર કરે છે. કેવો છે સ્યાદ્વાદ? ‘‘आत्मतत्त्वम् ज्ञानमात्रं प्रसाधयन्’’ (आत्मतत्त्वम्) જીવદ્રવ્યને (ज्ञानमात्रं) ચેતના-સર્વસ્વ (प्रसाधयन्) એમ પ્રમાણ કરતો થકો. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે એમ સ્યાદ્વાદ સાધી શકે છે, એકાન્તવાદી સાધી શકતો નથી. ૧૬-૨૬૨.

(અનુષ્ટુપ)
एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन् स्वयम्
अलंघ्यशासनं जैनमनेकान्तो व्यवस्थितः ।।१७-२६३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘एवं अनेकान्तः व्यवस्थितः’’ (एवं) આટલું કહેવાથી (अनेकान्तः) અનેકાન્તને અર્થાત્ સ્યાદ્વાદને (व्यवस्थितः) કહેવાનું આરંભ્યું હતું તે પૂર્ણ થયું. કેવો છે અનેકાન્ત? ‘‘स्वं स्वयम् व्यवस्थापयन्’’ (स्वं) અનેકાન્તપણાને (स्वयम्) અનેકાન્તપણા વડે (व्यवस्थापयन्) બળજોરીથી પ્રમાણ કરતો થકો. શાના સહિત? ‘‘तत्त्वव्यवस्थित्या’’ જીવના સ્વરૂપને સાધવા સહિત. કેવો છે અનેકાન્ત? ‘‘जैनम्’’ સર્વજ્ઞવીતરાગપ્રણીત છે. વળી કેવો છે? ‘‘अलंघ्यशासनं’’ અમિટ (અટળ) છે ઉપદેશ જેનો, એવો છે. ૧૭૨૬૩.


Page 251 of 269
PDF/HTML Page 273 of 291
single page version

૧૨
સાધ્ય-સાધક અધિકાર
(વસન્તતિલકા)
इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि
यो ज्ञानमात्रमयतां न जहाति भावः
एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं
तद्द्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु
।।१-२६४।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इह तत् चिद् वस्तु द्रव्यपर्ययमयं अस्ति’’ (इह) વિદ્યમાન (तत्) પૂર્વોક્ત (चिद् वस्तु) જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય (द्रव्यपर्ययमयं अस्ति) દ્રવ્ય-ગુણ- પર્યાયરૂપ છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્યનું દ્રવ્યપણું કહ્યું. કેવું છે જીવદ્રવ્ય? ‘‘एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं’’ (एवं) પૂર્વોક્ત પ્રકારે (क्रम) પહેલો વિનશે તો આગળનો ઊપજે અને (अक्रम) વિશેષણરૂપ છે પરન્તુ ન ઊપજે, ન વિનશે, રૂપે છે (विवर्ति) અંશરૂપ ભેદપદ્ધતિ તેનાથી (विवर्त) પ્રવર્તી રહ્યો છે (चित्रं) પરમ અચંબો જેમાં, એવું છે. ભાવાર્થ આમ છે કે ક્રમવર્તી પર્યાય, અક્રમવર્તી ગુણ; રીતે ગુણ-પર્યાયમય છે જીવવસ્તુ. વળી કેવું છે તે અર્થાત્ કેવી છે જીવવસ્તુ? ‘‘यः भावः इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरः अपि ज्ञानमात्रमयतां न जहाति’’ (यः भावः) જ્ઞાનમાત્ર જીવવસ્તુ (इत्यादि) દ્રવ્ય-ગુણ-પર્યાય ઇત્યાદિથી માંડીને (अनेकनिजशक्ति) અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સપ્રદેશત્વ, અમૂર્તત્વએવું છે અનંત ગણનારૂપ દ્રવ્યનું સામર્થ્ય તેના વડે (सुनिर्भरः) સર્વ કાળ ભરિતાવસ્થ છે; (अपि) એવી છે તોપણ (ज्ञानमात्रमयतां न जहाति) જ્ઞાનમાત્ર ભાવને ત્યાગતી નથી. ભાવાર્થ આમ છે કે જે ગુણ છે અથવા પર્યાય છે તે સર્વ ચેતનારૂપ છે, તેથી ચેતનામાત્ર જીવવસ્તુ છે, પ્રમાણ છે. ભાવાર્થ આમ છે કે પૂર્વે


Page 252 of 269
PDF/HTML Page 274 of 291
single page version

હૂંડી લખી હતી કે ઉપાય તથા ઉપેય કહીશું; ઉપાય એટલે જીવવસ્તુની પ્રાપ્તિનું સાધન, ઉપેય એટલે સાધ્યવસ્તુ; તેમાં પ્રથમ જ સાધ્યરૂપ વસ્તુનું સ્વરૂપ કહ્યું, સાધન કહે છે. ૧-૨૬૪.

(વસન્તતિલકા)
नैकान्तसंगतद्रशा स्वयमेव वस्तु-
तत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः
स्याद्वादशुद्धिमधिकामधिगम्य सन्तो
ज्ञानीभवन्ति जिननीतिमलंघयन्तः
।।२-२६५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘सन्तः इति ज्ञानीभवन्ति’’ (सन्तः) સંતો અર્થાત સમ્યગ્દ્રષ્ટિ જીવો (इति) આ રીતે (ज्ञानीभवन्ति)અનાદિ કાળથી કર્મબંધ સંયુક્ત હતાસામ્પ્રત (હવે) સકળ કર્મોનો વિનાશ કરીને મોક્ષપદને પ્રાપ્ત થાય છે. કેવા છે સન્તો? ‘‘जिननीतिमलंघयन्तः’’ (जिन) કેવળીનો (नीतिम्) કહેલો જે માર્ગ (अलंघयन्तः) તે જ માર્ગ પર ચાલે છે, તે માર્ગને ઉલ્લંઘીને અન્ય માર્ગ પર ચાલતા નથી. શું કરીને? ‘‘अधिकाम् स्याद्वादशुद्धिम् अधिगम्य’’ (अधिकाम्) પ્રમાણ છે એવો જે (स्याद्वादशुद्धिम्) અનેકાન્તરૂપ વસ્તુનો ઉપદેશ, તેનાથી થયું છે જ્ઞાનનું નિર્મળપણું, તેની (अधिगम्य) સહાયતા પામીને. કેવા છે સન્તો? ‘‘वस्तुतत्त्वव्यवस्थितिम् स्वयम् एव प्रविलोकयन्तः’’ (वस्तु) જીવદ્રવ્યનું (तत्त्व) જેવું છે સ્વરૂપ, તેનાં (व्यवस्थितिम्) દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપને (स्वयम् एव प्रविलोकयन्तः) સાક્ષાત્ પ્રત્યક્ષપણે દેખે છે. કેવા નેત્ર વડે દેખે છે? ‘‘नैकान्तसङ्गतद्रशा’’ (नैकान्त) સ્યાદ્વાદ સાથે (सङ्गत) મળેલા (द्रशा) લોચન વડે. ૨-૨૬૫.

(વસન્તતિલકા)
ये ज्ञानमात्रनिजभावमयीमक म्पां
भूमिं श्रयन्ति क थमप्यपनीतमोहाः
ते साधक त्वमधिगम्य भवन्ति सिद्धा
मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति
।।३-२६६।।


Page 253 of 269
PDF/HTML Page 275 of 291
single page version

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ते सिद्धाः भवन्ति’’ (ते) એવા છે જે જીવો તે (सिद्धाः भवन्ति) સકળ કર્મકલંકથી રહિત મોક્ષપદને પામે છે. કેવા થઈને ‘‘साधकत्वम् अधिगम्य’’ શુદ્ધ જીવના અનુભવગર્ભિત છે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કારણ- રત્નત્રય, તે-રૂપ પરિણમ્યો છે આત્મા, એવા થઈને. વળી કેવા છે તે? ‘‘ये ज्ञानमात्रनिजभावमयीम् भूमिं श्रयन्ति’’ (ये) જે કોઈ (ज्ञानमात्र) ચેતના છે સર્વસ્વ જેનું એવો (निजभाव) જીવદ્રવ્યનો અનુભવ (मयीम्) તે-મય અર્થાત્ જેમાં કોઈ વિકલ્પ નથી એવી (भूमिं) મોક્ષના કારણભૂત અવસ્થાને (श्रयन्ति) પ્રાપ્ત થાય છેએકાગ્રપણે તે ભૂમિરૂપ પરિણમે છે. કેવી છે ભૂમિ? ‘‘अकम्पां’’ નિર્દ્વન્દ્વરૂપ સુખગર્ભિત છે. કેવા છે તે જીવો? ‘‘कथमपि अपनीतमोहाः’’ (कथम् अपि) અનંત કાળ ભમતાં કાળલબ્ધિ પામીને (अपनीत) મટ્યો છે (मोहाः) મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ જેમનો, એવા છે. ભાવાર્થ આમ છે કે આવા જીવો મોક્ષના સાધક થાય છે. ‘‘तु मूढाः अमूम् अनुपलभ्य परिभ्रमन्ति’’ (तु) કહેલા અર્થને દ્રઢ કરે છે(मूढाः) જીવવસ્તુનો અનુભવ જેમને નથી એવા જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવો છે તે (अमूम्) શુદ્ધ જીવસ્વરૂપના અનુભવરૂપ અવસ્થાને (अनुपलभ्य) પામ્યા વિના (परिभ्रमन्ति) ચતુર્ગતિસંસારમાં ભટકે છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ મોક્ષનો માર્ગ છે, બીજો માર્ગ નથી. ૩-૨૬૬.

(વસન્તતિલકા)
स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां
यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः
ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री-
पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः
।।४-२६७।।

ખંડાન્વય સહિત અર્થઃઆવી અનુભવ ભૂમિકાને કેવો જીવ યોગ્ય છે તે કહે છે‘‘सः एकः इमां भूमिम् श्रयति’’ (सः) આવો (एकः) આ જ એક જાતિનો જીવ (इमां भूमिम्) પ્રત્યક્ષ શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ અવસ્થાના (श्रयति) અવલંબનને યોગ્ય છે અર્થાત્ એવી અવસ્થારૂપ પરિણમવાનો પાત્ર છે. કેવો છે તે જીવ? ‘‘यः


Page 254 of 269
PDF/HTML Page 276 of 291
single page version

स्वम् अहरहः भावयति’’ (यः) જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ (स्वम्) જીવના શુદ્ધ સ્વરૂપને (अहरहः भावयति) નિરંતર અખંડ ધારાપ્રવાહરૂપ અનુભવે છે. શાનાથી અનુભવે છે? ‘‘स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां’’ (स्याद्वाद) દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપ વસ્તુના અનુભવનું (कौशल) કૌશલ્ય અર્થાત્ વિપરીતપણાથી રહિતવસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે અંગીકાર, તથા (सुनिश्चलसंयमाभ्यां) સમસ્ત રાગાદિ અશુદ્ધ પરિણતિનો ત્યાગ, બંનેની સહાયતાથી. વળી કેવો છે? ‘‘इह उपयुक्तः’’ (इह) પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં (उपयुक्तः) સર્વ કાળ એકાગ્રપણે તલ્લીન છે. વળી કેવો છે? ‘‘ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्रीपात्रीकृतः’’ (ज्ञाननय) શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે, શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના જે કોઈ ક્રિયા છે તે સર્વ મોક્ષમાર્ગથી શૂન્ય છે, (क्रियानय) રાગાદિ અશુદ્ધ પરિણામનો ત્યાગ પ્રાપ્ત થયા વિના જે કોઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહે છે તે સમસ્ત જૂઠો છે, અનુભવ નથી, કોઈ એવો જ અનુભવનો ભ્રમ છે, કારણ કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદિ પરિણામને મટાડીને થાય છે;આવા છે જે જ્ઞાનનય તથા ક્રિયાનય, તેમનું છે જે

(परस्परतीव्रमैत्री)

પરસ્પર અત્યંત મિત્રપણુંશુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે રાગાદિ અશુદ્ધ પરિણતિને મટાડીને છે, રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિનાશ શુદ્ધ સ્વરૂપના અનુભવ સહિત છે, એવું અત્યંત મિત્રપણુંતેનો (पात्रीकृतः) પાત્ર થયો છે અર્થાત્ જ્ઞાનનયક્રિયાનયનું એક સ્થાનક છે. ભાવાર્થ આમ છે કે બંને નયોના અર્થ સહિત બિરાજમાન છે. ૪-૨૬૭.

(વસંતતિલકા)
चित्पिण्डचण्डिमविलासिविकासहासः
शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः
आनन्दसुस्थितसदास्खलितैकरूप-
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा
।।५-२६८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तस्य एव आत्मा उदयति’’ (तस्य) પૂર્વોક્ત જીવને (एव) અવશ્ય (आत्मा) જીવપદાર્થ (उदयति) સકળ કર્મનો વિનાશ કરીને પ્રગટ થાય છે, અનંતચતુષ્ટયરૂપ થાય છે. વળી કેવો પ્રગટ થાય છે? ‘‘अचलार्चिः’’ સર્વ કાળ


Page 255 of 269
PDF/HTML Page 277 of 291
single page version

એકરૂપ છે કેવળજ્ઞાન-કેવળદર્શન તેજપુંજ જેનો એવો છે. વળી કેવો છે? ‘‘चित्पिण्डचण्डिमविलासिविकासहासः’’ (चित्पिण्ड) જ્ઞાનપુંજના (चण्डिम) પ્રતાપની (विलासि) એકરૂપ પરિણતિ એવું જે (विकास) પ્રકાશસ્વરૂપ તેનું (हासः) નિધાન છે. વળી કેવો છે? ‘‘शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः’’ (शुद्धप्रकाश) રાગાદિ અશુદ્ધ પરિણતિ મટાડીને થયેલો જે શુદ્ધત્વરૂપ પરિણામ તેની (भर) વારંવાર જે શુદ્ધત્વરૂપ પરિણતિ, તેનાથી (निर्भर) થયો છે (सुप्रभातः) સાક્ષાત્ ઉદ્યોત જેમાં, એવો છે. ભાવાર્થ આમ છે કે જેમ રાત્રિસંબંધી અંધકાર મટતાં દિવસ ઉદ્યોતસ્વરૂપ પ્રગટ થાય છે, તેમ મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ મટાડીને શુદ્ધત્વપરિણામે બિરાજમાન જીવદ્રવ્ય પ્રગટ થાય છે. વળી કેવો છે? ‘‘

आनन्दसुस्थितसदास्खलितैकरूपः’’ (आनन्द)

દ્રવ્યના પરિણામરૂપ અતીન્દ્રિય સુખના કારણે (सुस्थित) જે આકુળતાથી રહિતપણું, તેનાથી (सदा) સર્વ કાળ (अस्खलित) અમિટ (-અટળ) છે (एकरूपः) તદ્રૂપ સર્વસ્વ જેનું, એવો છે. ૫-૨૬૮.

(વસંતતિલકા)
स्याद्वाददीपितलसन्महसि प्रकाशे
शुद्धस्वभावमहिमन्युदिते मयीति
किं बन्धमोक्षपथपातिभिरन्यभावै-
र्नित्योदयः परमयं स्फु रतु स्वभावः
।।६-२६९।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘अयं स्वभावः परम् स्फु रतु’’ (अयं स्वभावः) વિદ્યમાન છે જે જીવપદાર્થ (परम् स्फु रतु) તે જ એક અનુભવરૂપ પ્રગટ હો. કેવો છે? ‘‘नित्योदयः’’ સર્વ કાળ એકરૂપ પ્રગટ છે. વળી કેવો છે? ‘‘इति मयि उदिते अन्यभावैः किम्’’ (इति) પૂર્વોક્ત વિધિથી (मयि उदिते) હું ‘શુદ્ધ જીવસ્વરૂપ છું’ એવા અનુભવરૂપ પ્રત્યક્ષ થતાં (अन्यभावैः) અન્ય ભાવોથી અર્થાત્ અનેક છે જે વિકલ્પો તેમનાથી (किम्) શું પ્રયોજન છે? કેવા છે અન્ય ભાવ? ‘‘बन्धमोक्षपथपातिभिः’’ (बन्धपथ) મોહ-રાગ-દ્વેષ બંધનું કારણ છે, (मोक्षपथ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે,એવા જે પક્ષ તેમાં (पातिभिः)

પડનારા છે અર્થાત્ પોતપોતાના પક્ષને કહે છે,


Page 256 of 269
PDF/HTML Page 278 of 291
single page version

એવા છે અનેક વિકલ્પરૂપ. ભાવાર્થ આમ છે કે એવા વિકલ્પો જેટલા કાળ સુધી હોય છે તેટલા કાળ સુધી શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોતો નથી; શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં એવા વિકલ્પો વિદ્યમાન જ નથી હોતા, વિચાર કોનો કરવામાં આવે? કેવો છું હું? ‘‘

स्याद्वाददीपितलसन्महसि’’ (स्याद्वाद) દ્રવ્યરૂપે તથા પર્યાયરૂપે

(दीपित) પ્રગટ થયું છે (लसत्) પ્રત્યક્ષ (महसि) જ્ઞાનમાત્ર સ્વરૂપ જેનું. વળી કેવો છું? ‘‘प्रकाशे’’ સર્વ કાળ ઉદ્યોતસ્વરૂપ છું. વળી કેવો છું? ‘‘शुद्धस्वभावमहिमनि’’ (शुद्धस्वभाव) શુદ્ધપણાના કારણે (महिमनि) પ્રગટપણું છે જેનું. ૬-૨૬૯.

(વસંતતિલકા)
चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा
सद्यः प्रणश्यति नयेक्षणखण्डयमानः
तस्मादखण्डमनिराकृतखण्डमेक-
मेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि
।।७-२७०।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘तस्मात् अहं चित् महः अस्मि’’ (तस्मात्) તે કારણથી (अहं) હું (चित् महः अस्मि) જ્ઞાનમાત્ર પ્રકાશપુંજ છું; વળી કેવો છું? ‘‘अखण्डम्’’ અખંડિતપ્રદેશ છું; વળી કેવો છું? ‘‘अनिराकृतखंडम्’’ કોઈના કારણે અખંડ નથી થયો, સહજ જ અખંડરૂપ છું; વળી કેવો છું? ‘‘एकम्’’ સમસ્ત વિકલ્પોથી રહિત છું; વળી કેવો છું? ‘‘एकान्तशान्तम्’’ (एकान्त) સર્વથા પ્રકારે (शान्तम्) સમસ્ત પરદ્રવ્યોથી રહિત છું; વળી કેવો છું? ‘‘अचलं’’ પોતાના સ્વરૂપથી સર્વ કાળે અન્યથા નથી;આવો ચૈતન્યસ્વરૂપ હું છું; કારણ કે ‘‘अयम् आत्मा नयेक्षणखण्डयमानः सद्यः प्रणश्यति’’ (अयम् आत्मा) આ જીવવસ્તુ (नय) દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક એવા અનેક વિકલ્પરૂપ (ईक्षण) અનેક લોચન તેમના દ્વારા (खण्डयमानः) અનેકરૂપ જોવામાં આવતી થકી (सद्यः प्रणश्यति) ખંડખંડરૂપ થઈને મૂળથી શોધી જડતી નથીનાશ પામે છે. આટલા નયો એકમાં કઈ રીતે ઘટે છે? ઉત્તર આમ છેઃ કેમ કે આવું છે જીવદ્રવ્ય‘‘चित्रात्मशक्तिसमुदायमयः’’ (चित्र) અનેક પ્રકારે અસ્તિપણું, નાસ્તિપણું, એકપણું, અનેકપણું, ધ્રુવપણું, અધ્રુવપણું ઈત્યાદિ અનેક છે


Page 257 of 269
PDF/HTML Page 279 of 291
single page version

એવાજે (आत्मशक्ति) જીવદ્રવ્યના ગુણો તેમનું જે (समुदाय) દ્રવ્યથી અભિન્નપણું (मयः) તે-મય અર્થાત્ એવું છે જીવદ્રવ્ય; તેથી એક શક્તિને કહે છે એક નય, પરંતુ અનંત શક્તિઓ છે તેથી એક એક નય કરતાં અનંત નય થાય છે. એ પ્રમાણે કરતાં ઘણા વિકલ્પો ઊપજે છે, જીવનો અનુભવ ખોવાઈ જાય છે. તેથી નિર્વિકલ્પ જ્ઞાનવસ્તુમાત્ર અનુભવ કરવાયોગ્ય છે. ૭-૨૭૦.

न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि,

न भावेन खण्डयामि; सुविशुद्ध एको ज्ञानमात्रभावोऽस्मि

ખંડાન્વય સહિત અર્થઃ‘‘भावः अस्मि’’ હું વસ્તુસ્વરૂપ છું. વળી કેવો છું? ‘‘ज्ञानमात्र’’ ચેતનામાત્ર છે સર્વસ્વ જેનું એવો છું. ‘‘एकः’’ સમસ્ત ભેદ- વિકલ્પોથી રહિત છું. વળી કેવો છું? ‘‘सुविशुद्धः’’ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ ઉપાધિથી રહિત છું. વળી કેવો છું? ‘‘द्रव्येण न खण्डयामि’’ જીવ સ્વદ્રવ્યરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; ‘‘क्षेत्रेण न खण्डयामि’’ જીવ સ્વક્ષેત્રરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; ‘‘कालेन न खण्डयामि’’ જીવ સ્વકાળરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; ‘‘भावेन न खण्डयामि’’ જીવ સ્વભાવરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું. ભાવાર્થ આમ છે કે એક જીવવસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવરૂપ ચાર પ્રકારના ભેદો દ્વારા કહેવાય છે તોપણ ચાર સત્તા નથી, એક સત્તા છે. તેનું દ્રષ્ટાન્તજેમ એક આમ્રફળ ચાર પ્રકારે છે એમ તો ચાર સત્તા નથી. તેનું વિવરણકોઈ અંશ રસ છે, કોઈ અંશ છોતરું છે, કોઈ અંશ ગોટલી છે, કોઈ અંશ મીઠાશ છે; તેમ એક જીવવસ્તુ (વિષે) કોઈ અંશ જીવદ્રવ્ય છે, કોઈ અંશ જીવક્ષેત્ર છે, કોઈ અંશ જીવકાળ છે, કોઈ અંશ જીવભાવ છે,એ પ્રમાણે તો નથી, એવું માનતાં સર્વ વિપરીત થાય છે. તેથી આ પ્રમાણે છે કે જેમ એક આમ્રફળ સ્પર્શ-રસ- ગંધ-વર્ણે બિરાજમાન પુદ્ગલનો પિંડ છે, તેથી સ્પર્શમાત્રથી વિચારતાં સ્પર્શમાત્ર છે, રસમાત્રથી વિચારતાં રસમાત્ર છે, ગંધમાત્રથી વિચારતાં ગંધમાત્ર છે, * શ્રી સમયસારની આત્મખ્યાતિ ટીકામાં આ ભાગ કળશરૂપ પદ્ય નથી, પરંતુ ગદ્ય છે; તેથી તેને

કળશ તરીકે ક્રમાંક આપવામાં આવ્યો નથી.


Page 258 of 269
PDF/HTML Page 280 of 291
single page version

વર્ણમાત્રથી વિચારતાં વર્ણમાત્ર છે; તેમ એક જીવવસ્તુ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ- સ્વભાવે બિરાજમાન છે, તેથી સ્વદ્રવ્યરૂપે વિચારતાં સ્વદ્રવ્યમાત્ર છે, સ્વક્ષેત્રરૂપે વિચારતાં સ્વક્ષેત્રમાત્ર છે, સ્વકાળરૂપે વિચારતાં સ્વકાળમાત્ર છે. સ્વભાવરૂપે વિચારતાં સ્વભાવમાત્ર છે. તેથી એમ કહ્યું કે જે વસ્તુ છે તે ‘અખંડિત’ છે. ‘અખંડિત’ શબ્દનો આવો અર્થ છે.

(શાલિની)
योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि
ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव
ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन्
ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः
।।८-२७१।।

ખંડાન્વય સહિત અર્થઃભાવાર્થ આમ છે કે જ્ઞેય-જ્ઞાયકસંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક, પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો જ્ઞેય છે; પરંતુ એમ તો નથી, જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે‘‘अहम् अयं यः ज्ञानमात्रः भावः अस्मि’’ (अहम्) હું (अयं यः) જે કોઈ (ज्ञानमात्रः भावः अस्मि) ચેતનાસર્વસ્વ એવી વસ્તુસ્વરૂપ છું ‘‘सः ज्ञेयः न एव’’ તે હું જ્ઞેયરૂપ છું, પરંતુ એવા જ્ઞેયરૂપ નથી; કેવા જ્ઞેયરૂપ નથી? ‘‘ज्ञेयज्ञानमात्रः’’ (ज्ञेय) પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના (ज्ञानमात्रः) જાણપણામાત્ર. ભાવાર્થ આમ છે કેહું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં જ્ઞેયએમ તો નથી. તો કેમ છે? આમ છે‘‘ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ज्ञेयः’’ (ज्ञान) જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ, (ज्ञेय) જ્ઞેય અર્થાત્ જણાવાયોગ્ય શક્તિ, (ज्ञातृ) જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર,એવા ત્રણ ભેદ (मद्वस्तुमात्रः) મારું સ્વરૂપમાત્ર છે (ज्ञेयः) એવા જ્ઞેયરૂપ છું. ભાવાર્થ આમ છે કેહું પોતાના સ્વરૂપને વેદ્યવેદકરૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ જ્ઞેય, એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા;એવા નામભેદ છે, વસ્તુભેદ નથી. કેવો છું? ‘‘ज्ञानज्ञेयकल्लोलवल्गन्’’ (ज्ञान) જીવ જ્ઞાયક