Page 259 of 269
PDF/HTML Page 281 of 291
single page version
છે, (ज्ञेय) જીવ જ્ઞેયરૂપ છે, એવો જે (कल्लोल) વચનભેદ તેનાથી (वल्गन्) ભેદને પામું છું. ભાવાર્થ આમ છે કે — વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. ૮-૨૭૧.
क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम ।
परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फु रत् ।।९-२७२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે, તેથી જેમ નાટકમાં એક ભાવ અનેકરૂપે દેખાડવામાં આવે છે તેમ એક જીવદ્રવ્ય અનેક ભાવો દ્વારા સાધવામાં આવે છે. ‘‘मम तत्त्वं’’ મારો જ્ઞાનમાત્ર જીવપદાર્થ આવો છે. કેવો છે? ‘‘क्वचित् मेचकं लसति’’ કર્મસંયોગ વડે રાગાદિ વિભાવરૂપ પરિણતિથી જોતાં અશુદ્ધ છે એવો આસ્વાદ આવે છે. ‘‘पुनः’’ એકાન્તથી આવો જ છે એમ નથી; આવો પણ છે — ‘‘क्वचित् अमेचकं’’ એક વસ્તુમાત્રરૂપ જોતાં શુદ્ધ છે. એકાન્તથી આવો પણ નથી. તો કેવો છે? ‘‘क्वचित् मेचकामेचकं’’ અશુદ્ધ પરિણતિરૂપ તથા વસ્તુમાત્રરૂપ એમ એકીવખતે જોતાં અશુદ્ધ પણ છે, શુદ્ધ પણ છે; — એ પ્રમાણે બંને વિકલ્પો ઘટે છે. એવું કેમ છે? (सहजं) સ્વભાવથી એવું જ છે. ‘‘तथापि’’ તોપણ ‘‘अमलमेधसां तत् मनः न विमोहयति’’ (अमलमेधसां) સમ્યગ્દ્રષ્ટિ જીવોની (तत् मनः) તત્ત્વજ્ઞાનરૂપ છે જે બુદ્ધિ તે (न विमोहयति) સંશયરૂપ થતી નથી — ભ્રમને પ્રાપ્ત થતી નથી. ભાવાર્થ આમ છે કે — જીવનું સ્વરૂપ શુદ્ધ પણ છે, અશુદ્ધ પણ છે, શુદ્ધ-અશુદ્ધ પણ છે – એમ કહેતાં અવધારવામાં ભ્રમને સ્થાન છે, તોપણ જેઓ સ્યાદ્વાદરૂપ વસ્તુ અવધારે છે તેમને સુગમ છે, ભ્રમ ઊપજતો નથી. કેવી છે વસ્તુ? ‘‘परस्परसुसंहतप्रकटशक्तिचक्रं’’ (परस्परसुसंहत) પરસ્પર મળેલી છે (प्रकटशक्ति) સ્વાનુભવગોચર જીવની જે અનેક શક્તિઓ તેમનો (चक्रं) સમૂહ છે જીવવસ્તુ. વળી કેવી છે? ‘‘स्फु रत्’’ સર્વ કાળ ઉદ્યોતમાન છે. ૯-૨૭૨.
Page 260 of 269
PDF/HTML Page 282 of 291
single page version
मितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात् ।
रहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम् ।।१०-२७३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अहो आत्मनः तत् इदम् सहजम् वैभवम् अद्भुतं’’ (अहो) ‘અહો’ સંબોધન વચન છે. (आत्मनः) જીવવસ્તુની (तत् इदम् सहजम्) અનેકાન્તસ્વરૂપ એવી (वैभवम्) આત્માના ગુણસ્વરૂપ લક્ષ્મી (अद्भुतं) અચંબો ઉપજાવે છે. શા કારણથી એવી છે? ‘‘इतः अनेकतां गतम्’’ (इतः) પર્યાયરૂપ દ્રષ્ટિથી જોતાં (अनेकतां) ‘અનેક છે’, એવા ભાવને (गतम्) પ્રાપ્ત થયેલી છે; ‘‘इतः सदा अपि एकताम् दधत्’’ (इतः) તે જ વસ્તુને દ્રવ્યરૂપે જોતાં (सदा अपि एकताम् दधत्) સદાય એક છે એવી પ્રતીતિને ઉપજાવે છે. વળી કેવી છે? ‘‘इतः क्षणविभङ्गुरं’’ (इतः) સમય સમય પ્રતિ અખંડ ધારાપ્રવાહરૂપ પરિણમે છે એવી દ્રષ્ટિથી જોતાં (क्षणविभङ्गुरं) વિનશે છે, ઊપજે છે; ‘‘इतः सदा एव उदयात् ध्रुवम्’’ (इतः) સર્વ કાળ એકરૂપ છે એવી દ્રષ્ટિથી જોતાં, (सदा एव उदयात्) સર્વ કાળ અવિનશ્વર છે એમ વિચારતાં, (ध्रुवम्) શાશ્વત છે. ‘‘इतः परमविस्तृतं’’ (इतः) વસ્તુને પ્રમાણદ્રષ્ટિથી જોતાં (परमविस्तृतं) પ્રદેશોથી લોકપ્રમાણ છે, જ્ઞાનથી જ્ઞેયપ્રમાણ છે; ‘‘इतः निजैः प्रदेशैः धृतम्’’ (इतः) નિજ પ્રમાણની દ્રષ્ટિથી જોતાં (निजैः प्रदेशैः) પોતાના પ્રદેશમાત્ર (धृतम्) પ્રમાણ છે. ૧૦-૨૭૩.
भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः ।
स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः ।।११-२७४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मनः स्वभावमहिमा विजयते’’ (आत्मनः)
Page 261 of 269
PDF/HTML Page 283 of 291
single page version
જીવદ્રવ્યનો (स्वभावमहिमा) સ્વભાવમહિમા અર્થાત્ સ્વરૂપની મોટપ (विजयते) સર્વથી ઉત્કૃષ્ટ છે. કેવો છે મહિમા? ‘‘अद्भुतात् अद्भुतः’’ આશ્ચર્યથી આશ્ચર્યરૂપ છે. તે શું છે આશ્ચર્ય? ‘‘एकतः कषायकलिः स्खलति’’ (एकतः) વિભાવપરિણામશક્તિરૂપ વિચારતાં (कषाय) મોહ-રાગ-દ્વેષનો (कलिः) ઉપદ્રવ થઈને (स्खलति) સ્વરૂપથી ભ્રષ્ટ થઈ પરિણમે છે, એવું પ્રગટ જ છે; ‘‘एकतः शान्तिः अस्ति’’ (एकतः) જીવનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં (शान्तिः अस्ति) ચેતનામાત્ર સ્વરૂપ છે, રાગાદિ અશુદ્ધપણું વિદ્યમાન જ નથી. વળી કેવું છે? ‘‘एकतः भवोपहतिः अस्ति’’ (एकतः) અનાદિ કર્મસંયોગરૂપ પરિણમેલ છે તેથી (भव) સંસાર – ચતુર્ગતિમાં (उपहतिः) અનેક વાર પરિભ્રમણ (अस्ति) છે; ‘‘एकतः मुक्तिः स्पृशति’’ (एकतः) જીવનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં (मुक्तिः स्पृशति) જીવવસ્તુ સર્વ કાળ મુક્ત છે એવું અનુભવમાં આવે છે. વળી કેવું છે? ‘‘एकतः जगत्त्रितयम् स्फु रति’’ (एकतः) જીવનો સ્વભાવ સ્વ-પરજ્ઞાયક છે એમ વિચારતાં (जगत्) સમસ્ત જ્ઞેયવસ્તુના (त्रितयं) અતીત- અનાગત-વર્તમાનકાળગોચર પર્યાય (स्फु रति) એક સમયમાત્ર કાળમાં જ્ઞાનમાં પ્રતિબિંબરૂપ છે; ‘‘एकतः चित् चकास्ति’’ (एकतः) વસ્તુને સ્વરૂપસત્તામાત્ર વિચારતાં (चित्) ‘શુદ્ધ જ્ઞાનમાત્ર’ (चकास्ति) એમ શોભે છે. ભાવાર્થ આમ છે કે — વ્યવહારમાત્રથી જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે, નિશ્ચયથી જાણતું નથી, પોતાના સ્વરૂપમાત્ર છે, કેમ કે જ્ઞેય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી. ૧૧ – ૨૭૪.
स्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः ।
प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः ।।१२-२७५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एषः चिच्चमत्कारः जयति’’ અનુભવપ્રત્યક્ષ જ્ઞાનમાત્ર જીવવસ્તુ સર્વ કાળ જયવંત પ્રવર્તો. ભાવાર્થ આમ છે કે સાક્ષાત્ ઉપાદેય છે. કેવી છે? ‘‘सहजतेजःपुञ्जमज्जत्त्रिलोकीस्खलदखिलविकल्पः’’ (सहज) દ્રવ્યના સ્વરૂપભૂત (तेजःपुञ्ज) કેવળજ્ઞાનમાં (मज्जत्) જ્ઞેયરૂપે મગ્ન જે (त्रिलोकी) સમસ્ત જ્ઞેયવસ્તુ, તેના કારણે
Page 262 of 269
PDF/HTML Page 284 of 291
single page version
છે જ્ઞાનમાત્ર જીવવસ્તુ; ‘‘अपि’’ તોપણ ‘‘एकः एव स्वरूपः’’ એક જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે. વળી કેવી છે? ‘‘स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः’’ (स्वरस) ચેતનાસ્વરૂપની (विसर) અનંત શક્તિથી (पूर्ण) સમગ્ર છે, (अच्छिन्न) અનંત કાળ પર્યન્ત શાશ્વત છે, – એવા (तत्त्व) જીવવસ્તુસ્વરૂપની (उपलम्भः) થઈ છે પ્રાપ્તિ જેને, એવી છે. વળી કેવી છે? ‘‘प्रसभनियमितार्चिः’’ (प्रसभ) જ્ઞાનાવરણકર્મનો વિનાશ થતાં પ્રગટ થયું છે (नियमित) જેટલું હતું તેટલું (अर्चिः) કેવળજ્ઞાનસ્વરૂપ જેનું, એવી છે. ભાવાર્થ આમ છે કે પરમાત્મા સાક્ષાત્ નિરાવરણ છે. ૧૨ – ૨૭૫.
न्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम् ।
ज्ज्वलतु विमलपूर्णं निःसपत्नस्वभावम् ।।१३-२७६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एतत् अमृतचन्द्रज्योतिः उदितम्’’ (एतत्) પ્રત્યક્ષપણે વિદ્યમાન (अमृतचन्द्रज्योतिः) ‘અમૃતચંદ્રજ્યોતિ’; — આ પદના બે અર્થ છે. પહેલો અર્થ — (अमृत) મોક્ષરૂપી (चन्द्र) ચંદ્રમાનો (ज्योतिः) પ્રકાશ (उदितम्) પ્રગટ થયો. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવસ્વરૂપ મોક્ષમાર્ગ એવા અર્થનો પ્રકાશ થયો. બીજો અર્થ આમ છે કે (अमृतचन्द्र) અમૃતચંદ્ર નામ છે ટીકાના કર્તા આચાર્યનું, તેમની (ज्योतिः) બુદ્ધિના પ્રકાશરૂપ (उदितम्) શાસ્ત્ર સંપૂર્ણ થયું. શાસ્ત્રને આશીર્વાદ દેતા થકા કહે છે — ‘‘निःसपत्नस्वभावम् समन्तात् ज्वलतु’’ (निःसपत्न) નથી કોઈ શત્રુ જેનો એવા (स्वभावम्) અબાધિત સ્વરૂપે (समन्तात्) સર્વ કાળ સર્વ પ્રકારે (ज्वलतु) પરિપૂર્ણ પ્રતાપસંયુક્ત પ્રકાશમાન હો. કેવું છે? ‘‘विमलपूर्णं’’ (विमल) પૂર્વાપર વિરોધરૂપ મળથી રહિત છે તથા (पूर्णं) અર્થથી ગંભીર છે. ‘‘ध्वस्तमोहम्’’ (ध्वस्त) મૂળથી ઉખાડી નાખી છે (मोहम्) ભ્રાન્તિ જેણે, એવું છે. ભાવાર્થ આમ છે કે આ શાસ્ત્રમાં શુદ્ધ જીવનું સ્વરૂપ નિઃસંદેહપણે કહ્યું છે. વળી કેવું છે? ‘‘आत्मना आत्मनि आत्मानम् अनवरतनिमग्नं धारयत्’’ (आत्मना) જ્ઞાનમાત્ર શુદ્ધ જીવ વડે (आत्मनि) શુદ્ધ જીવમાં (आत्मानम्) શુદ્ધ જીવને
Page 263 of 269
PDF/HTML Page 285 of 291
single page version
અનુભવગોચર કરતું થકું. કેવો છે આત્મા? ‘‘अविचलितचिदात्मनि’’ (अविचलित) સર્વ કાળ એકરૂપ જે (चित्) ચેતના તે જ છે (आत्मनि) સ્વરૂપ જેનું, એવો છે. નાટક સમયસારમાં અમૃતચંદ્રસૂરિએ કહેલો જે સાધ્ય-સાધક ભાવ તે સંપૂર્ણ થયો. નાટક સમયસાર શાસ્ત્ર પૂર્ણ થયું. — આ આશીર્વાદ વચન છે. ૧૩-૨૭૬.
रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः ।
तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल ।।१४-२७७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘किल तत् किञ्चित् अखिलं क्रियायाः फलं अधुना तत् विज्ञानघनौघमग्नम् खिन्ना न किञ्चित्’’ (किल) નિશ્ચયથી (तत्) જેનો અવગુણ કહીશું એવો જે, (किञ्चित् अखिलं क्रियायाः फलं) કોઈ એક પર્યાયાર્થિક નયથી મિથ્યાદ્રષ્ટિ જીવને અનાદિ કાળથી નાના પ્રકારની ભોગ સામગ્રીને ભોગવતાં મોહ- રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિના કારણે, કર્મનો બંધ અનાદિ કાળથી થતો હતો તે (अधुना) સમ્યક્ત્વની ઉત્પત્તિથી માંડીને (तत् विज्ञानघनौघमग्नम्) શુદ્ધ જીવસ્વરૂપના અનુભવમાં સમાયો થકો (खिन्ना) મટી ગયો; તે (न किञ्चित्) મટતાં કાંઈ છે જ નહિ; જે હતું તે રહ્યું. કેવું હતું ક્રિયાનું ફળ? ‘‘यस्मात् स्वपरयोः पूरा द्वैतम् अभूत्’’ (यस्मात्) જે ક્રિયાના ફળના કારણે (स्वपरयोः) ‘આ આત્મસ્વરૂપ, આ પરસ્વરૂપ’ એવું (पुरा) અનાદિ કાળથી (द्वैतम् अभूत्) દ્વિવિધાપણું થયું. ભાવાર્થ આમ છે કે મોહ-રાગ-દ્વેષ સ્વચેતનાપરિણતિ જીવની – એમ માન્યું. વળી ક્રિયાફળથી શું થયું? ‘‘यतः अत्र अन्तरं भूतं’’ (यतः) જે ક્રિયાફળના કારણે (अत्र) શુદ્ધ જીવવસ્તુના સ્વરૂપમાં (अन्तरं भूतं) અંતરાય થયો. ભાવાર્થ આમ છે કે જીવનું સ્વરૂપ તો અનંતચતુષ્ટયરૂપ છે; અનાદિથી માંડીને અનંત કાળ ગયો, જીવ પોતાના સ્વરૂપને ન પામ્યો, ચતુર્ગતિસંસારનું દુઃખ પામ્યો; તે પણ ક્રિયાના ફળના કારણે. વળી ક્રિયાફળથી શું થયું? ‘‘यतः रागद्वैषपरिग्रहे सति क्रियाकारकैः जातं’’ (यतः) જે ક્રિયાના ફળથી (रागद्वेष) અશુદ્ધ પરિણતિરૂપ (परिग्रहे)
Page 264 of 269
PDF/HTML Page 286 of 291
single page version
પરિણામ થયા, એમ (सति) થતાં (क्रियाकारकैः जातं) ‘જીવ રાગાદિ પરિણામોનો કર્તા છે તથા ભોક્તા છે’ ઈત્યાદિ જેટલા વિકલ્પોઊપજ્યા તેટલા ક્રિયાના ફળથી ઊપજ્યા. વળી ક્રિયાના ફળના કારણે શું થયું? ‘‘यतः अनुभूतिः भुञ्जाना’’ (यतः) જે ક્રિયાના ફળના કારણે (अनुभूतिः) આઠ કર્મોના ઉદયનો સ્વાદ (भुञ्जाना) ભોગવ્યો. ભાવાર્થ આમ છે કે આઠેય કર્મોના ઉદયથી જીવ અત્યંત દુઃખી છે, તે પણ ક્રિયાના ફળના કારણે. ૧૪ – ૨૭૭.
र्व्याख्या कृतेयं समयस्य शब्दैः ।
कर्तव्यमेवामृतचन्द्रसूरेः ।।१५-२७८।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अमृतचन्द्रसूरेः किञ्चित् कर्तव्यम् न अस्ति एव’’ (अमृतचन्द्रसूरेः) ગ્રંથકર્તાનું નામ અમૃતચંદ્રસૂરિ છે, તેમનું (किञ्चित्) નાટક સમયસારનું (कर्तव्यम्) કરવાપણું (न अस्ति एव) નથી. ભાવાર્થ આમ છે કે નાટક સમયસાર ગ્રંથની ટીકાના કર્તા અમૃતચંદ્ર નામના આચાર્ય પ્રગટ છે, તોપણ મહાન છે, મોટા છે, સંસારથી વિરક્ત છે, તેથી ગ્રંથ કરવાનું અભિમાન કરતા નથી. કેવા છે અમૃતચંદ્રસૂરિ? ‘‘स्वरूपगुप्तस्य’’ દ્વાદશાંગરૂપ સૂત્ર અનાદિનિધન છે, કોઈએ કરેલ નથી — એમ જાણીને પોતાને ગ્રંથનું કર્તાપણું નથી માન્યું જેમણે, એવા છે. એમ કેમ છે? કારણ કે ‘‘समयस्य इयं व्याख्या शब्दैः कृता’’ (समयस्य) શુદ્ધ જીવ સ્વરૂપની (इयं व्याख्या) નાટક સમયસાર નામક ગ્રંથરૂપ વ્યાખ્યા (शब्देः कृता) વચનાત્મક એવા શબ્દરાશિ વડે કરવામાં આવી છે. કેવો છે શબ્દરાશિ? ‘‘स्वशक्तिसंसूचितवस्तुतत्वैः’’ (स्वशक्ति) શબ્દોમાં છે અર્થ સૂચવવાની શક્તિ, તેથી (संसूचित) પ્રકાશમાન થયો છે (वस्तु) જીવાદિ પદાર્થોનો (तत्त्वैः) દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ અથવા હેય-ઉપાદેયરૂપ નિશ્ચય જેના વડે, એવો છે શબ્દરાશિ. ૧૫ – ૨૭૮.