Page 59 of 269
PDF/HTML Page 81 of 291
single page version
ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः ।
गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम् ।।१२-५७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यः अज्ञानतः तु रज्यते’’ (यः) જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ (अज्ञानतः तु) મિથ્યા દ્રષ્ટિથી જ (रज्यते) કર્મની વિચિત્રતામાં પોતાપણું જાણીને રંજાયમાન થાય છે તે, [તે જીવ કેવો છે?] ‘‘सतृणाभ्यवहारकारी’’ (सतृण) ઘાસ સહિત (अभ्यवहारकारी) આહાર કરે છે. ભાવાર્થ આમ છે કે જેમ હાથી અન્ન- ઘાસ મળેલાં જ બરાબર જાણીને ખાય છે, ઘાસનો અને અન્નનો વિવેક કરતો નથી, તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મની સામગ્રીને પોતાની જાણે છે, જીવનો અને કર્મનો વિવેક કરતો નથી. કેવો છે? ‘‘किल स्वयं ज्ञानं भवन् अपि’’ (किल स्वयं) નિશ્ચયથી સ્વરૂપમાત્રની અપેક્ષાએ (ज्ञानं भवन् अपि) જોકે જ્ઞાનસ્વરૂપ છે. વળી જીવ કેવો છે? ‘‘असौ नूनम् रसालम् पीत्वा गां दुग्धम् दोग्धि इव’’ (असौ) આ છે જે વિદ્યમાન જીવ (नूनम्) નિશ્ચયથી (रसालम्) શિખંડ (पीत्वा) પીને એમ માને છે કે (गां दुग्धम् दोग्धि इव) જાણે ગાયનું દૂધ પીએ છે. શાનાથી? ‘‘दधीक्षुमधुराम्लरसातिगृद्धया’’ (दधीक्षु) શિખંડમાં (मधुराम्लरस) મીઠા અને ખાટા સ્વાદની (अतिगृद्धया) અતિશય આસક્તિથી. ભાવાર્થ આમ છે કે સ્વાદલંપટ થયો થકો શિખંડ પીએ છે, સ્વાદભેદ કરતો નથી. એવું નિર્ભેદપણું માને છે કે જેવું ગાયનું દૂધ પીતાં નિર્ભેદપણું માનવામાં આવે છે. ૧૨ – ૫૭.
अज्ञानात् मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः ।
अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् शुद्धज्ञानमया अपि स्वयममी कर्त्रीभवंत्याकुलाः ।।१३-५८।।
Page 60 of 269
PDF/HTML Page 82 of 291
single page version
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अमी स्वयम् शुद्धज्ञानमयाः अपि अज्ञानात् आकुलाः कर्त्रीभवन्ति’’ (अमी) સર્વ સંસારી મિથ્યાદ્રષ્ટિ જીવ (स्वयम्) સહજથી (शुद्धज्ञानमयाः) શુદ્ધસ્વરૂપ છે (अपि) તોપણ (अज्ञानात्) મિથ્યા દ્રષ્ટિને લીધે (आकुलाः) આકુલિત થતા થકા (कर्त्रीभवन्ति) બળજોરીથી જ કર્તા થાય છે. શા કારણથી? ‘‘विकल्पचक्रकरणात्’’ (विकल्प) અનેક રાગાદિના (चक्र) સમૂહને (करणात्) કરવાથી. કોની માફક? ‘‘वातोत्तरङ्गाब्धिवत्’’ (वात) પવનથી (उत्तरङ्ग) ડોલતા-ઊછળતા (अब्धिवत्) સમુદ્રની માફક. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સમુદ્ર સ્વરૂપે નિશ્ચળ છે, પવનથી પ્રેરિત થઈને ઊછળે છે અને ઊછળવાનો કર્તા પણ થાય છે, તેવી રીતે જીવદ્રવ્ય સ્વરૂપથી અકર્તા છે, કર્મસંયોગથી વિભાવરૂપે પરિણમે છે તેથી વિભાવપણાનો કર્તા પણ થાય છે; પરન્તુ અજ્ઞાનથી, સ્વભાવ તો નથી. દ્રષ્ટાન્ત કહે છે – ‘‘मृगाः मृगतृष्णिकां अज्ञानात् जलधिया पातुं धावन्ति’’ (मृगाः) જેમ હરણો (मृगतृष्णिकां) મૃગજળને (अज्ञानात्) મિથ્યા ભ્રાન્તિથી (जलधिया) પાણીની બુદ્ધિએ (पातुं धावन्ति) પીવા માટે દોડે છે અને ‘‘जनाः रज्जौ तमसि अज्ञानात् भुजगाध्यासेन द्रवन्ति’’ (जनाः) જેમ મનુષ્ય જીવો (रज्जौ) દોરડામાં (तमसि) અંધકાર વિષે (अज्ञानात्) ભ્રાન્તિને લીધે (भुजगाध्यासेन) સર્પની બુદ્ધિથી (द्रवन्ति) ડરે છે. ૧૩ – ૫૮.
जानाति हंस इव वाःपयसोर्विशेषम् ।
जानीत एव हि करोति न किञ्चनापि ।।१४-५९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यः तु परात्मनोः विशेषम् जानाति’’ (यः तु) જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ (पर) દ્રવ્યકર્મપિંડ અને (आत्मनोः) શુદ્ધ ચૈતન્યમાત્રનું (विशेषम्) ભિન્નપણું (जानाति) અનુભવે છે. શું કરીને અનુભવે છે? ‘‘ज्ञानात् विवेचकतया’’ (ज्ञानात्) સમ્યગ્જ્ઞાન દ્વારા (विवेचकतया) લક્ષણભેદ કરીને. તેનું વિવરણ — શુદ્ધ ચૈતન્યમાત્ર જીવનું લક્ષણ, અચેતનપણું પુદ્ગલનું લક્ષણ; તેથી જીવ અને પુદ્ગલ
Page 61 of 269
PDF/HTML Page 83 of 291
single page version
ભિન્ન ભિન્ન છે એવો ભેદ ભેદજ્ઞાન કહેવાય છે. દ્રષ્ટાન્ત કહે છે — ‘‘वाःपयसोः हंसः इव’’ (वाः) પાણી (पयसोः) દૂધ (हंसः इव) હંસની માફક. ભાવાર્થ આમ છે કે જેમ હંસ દૂધ-પાણી ભિન્ન ભિન્ન કરે છે તેમ જે કોઈ જીવ-પુદ્ગલને ભિન્ન ભિન્ન અનુભવે છે ‘‘सः हि जानीत एव, किञ्चनापि न करोति’’ (सः हि) તે જીવ (जानीत एव) જ્ઞાયક તો છે, (किञ्चनापि) પરમાણુમાત્રને પણ (न करोति) કરતો તો નથી. કેવો છે જ્ઞાની જીવ? ‘‘सः सदा अचलं चैतन्यधातुं अधिरूढः’’ તે સદા નિશ્ચલ ચૈતન્યધાતુમય આત્માના સ્વરૂપમાં દ્રઢતાથી રહ્યો છે. ૧૪ – ૫૯.
ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः ।
क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम् ।।१५-६०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ज्ञानात् एव स्वरसविकसन्नित्यचैतन्यधातोः क्रोधादेः च भिदा प्रभवति’’ (ज्ञानात् एव) શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં જ (स्वरस) ચેતનાસ્વરૂપથી (विकसत्) પ્રકાશમાન છે, (नित्य) અવિનશ્વર છે, — એવું જે (चैतन्यधातोः) શુદ્ધ જીવસ્વરૂપ તેનું અને (क्रोधादेः च) સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામનું (भिदा) ભિન્નપણું (प्रभवति) થાય છે. ભાવાર્થ આમ છે કે – (પ્રશ્નઃ) સામ્પ્રત (હાલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન – એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. કેવું છે ભિન્નપણું? ‘‘कर्तृभावं भिन्दती’’ (कर्तृभावं) ‘કર્મનો કર્તા જીવ’ એવી ભ્રાન્તિ, તેને (भिन्दती) મૂળથી દૂર કરે છે. દ્રષ્ટાન્ત કહે છે – ‘‘एव ज्वलनपयसोः औष्ण्यशैत्यव्यवस्था ज्ञानात् उल्लसति’’ (एव) જેમ (ज्वलन) અગ્નિ અને (पयसोः) પાણીના (औष्ण्य) ઉષ્ણપણા અને (शैत्य) શીતપણાનો (व्यवस्था) ભેદ (ज्ञानात्) નિજસ્વરૂપગ્રાહી જ્ઞાનથી
Page 62 of 269
PDF/HTML Page 84 of 291
single page version
(उल्लसति) પ્રગટ થાય છે તેમ. ભાવાર્થ આમ છે કે — જેમ અગ્નિસંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે, કહેવામાં પણ ‘ઊનું પાણી’ એમ કહેવાય છે, તોપણ સ્વભાવ વિચારતાં ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે – આવું ભેદજ્ઞાન, વિચારતાં ઊપજે છે. બીજું દ્રષ્ટાન્ત ‘‘एव लवणस्वादभेदव्युदासः ज्ञानात् उल्लसति’’ (एव) જેમ (लवण) ખારો રસ, તેના (स्वादभेद) વ્યંજનથી ભિન્નપણા વડે ‘ખારો લવણનો સ્વભાવ’ એવું જાણપણું તેનાથી (व्युदासः) ‘વ્યંજન ખારું’ એમ કહેવાતું – જણાતું તે છૂટ્યું; (આવું) (ज्ञानात्) નિજ સ્વરૂપના જાણપણા દ્વારા (उल्लसति) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે ત્યાં ‘ખારું વ્યંજન’ એમ કહેવાય છે, જણાય પણ છે; સ્વરૂપ વિચારતાં ખારું લવણ છે, વ્યંજન જેવું છે તેવું જ છે. ૧૫ – ૬૦.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एवं आत्मा आत्मभावस्य कर्ता स्यात्’’ (एवं) સર્વથા પ્રકારે (आत्मा) આત્મા અર્થાત્ જીવદ્રવ્ય (आत्मभावस्य कर्ता स्यात्) પોતાના પરિણામનો કર્તા હોય છે, ‘‘परभावस्य कर्ता न क्वचित् स्यात्’’ (परभावस्य) કર્મરૂપ અચેતન પુદ્ગલદ્રવ્યનો (कर्ता क्वचित् न स्यात्) ક્યારેય ત્રણે કાળે કર્તા હોતો નથી. કેવો છે આત્મા? ‘‘ज्ञानम् अपि आत्मानम् कुर्वन्’’ (ज्ञानम्) શુદ્ધ ચેતનામાત્ર પ્રગટરૂપ સિદ્ધ-અવસ્થા (अपि) તે-રૂપ પણ (आत्मानम् कुर्वन्) પોતે તદ્રૂપે પરિણમે છે. વળી કેવો છે? ‘‘अज्ञानम् अपि आत्मानम् कुर्वन्’’ (अज्ञानम्) અશુદ્ધ ચેતનારૂપ વિભાવપરિણામ (अपि) તે-રૂપ પણ (आत्मानम् कुर्वन्) પોતે તદ્રૂપે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે – જીવદ્રવ્ય અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, શુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, તેથી જે કાળે જે ચેતનારૂપ પરિણમે છે તે કાળે તે જ ચેતના સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે, તેથી તે કાળે તે જ ચેતનાનું કર્તા છે; તોપણ પુદ્ગલપિંડરૂપ જે જ્ઞાનાવરણાદિ કર્મ છે તેની સાથે તો વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી, તેથી તેનું કર્તા નથી. ‘‘अञ्जसा’’ સમસ્તપણે આવો અર્થ છે. ૧૬ – ૬૧.
Page 63 of 269
PDF/HTML Page 85 of 291
single page version
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम् ।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ।।१७-६२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मा ज्ञानं करोति’’ (आत्मा) આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય (ज्ञानं) ચેતનામાત્ર પરિણામ (करोति) કરે છે. કેવો હોવાથી? ‘‘स्वयं ज्ञानं’’ કારણ કે આત્મા પોતે ચેતનાપરિણામમાત્રસ્વરૂપ છે. ‘‘ज्ञानात् अन्यत् करोति किम्’’ (ज्ञानात् अन्यत्) ચેતનપરિણામથી ભિન્ન જે અચેતન પુદ્ગલપરિણામરૂપ કર્મ તેને (किम् करोति) કરે છે શું? અર્થાત્ નથી કરતો, સર્વથા નથી કરતો. ‘‘आत्मा परभावस्य कर्ता अयं व्यवहारिणां मोहः’’ (आत्मा) ચેતનદ્રવ્ય (परभावस्य कर्ता) જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે (अयं) એવું જાણપણું, એવું કહેવું (व्यवहारिणां मोहः) મિથ્યાદ્રષ્ટિ જીવોનું અજ્ઞાન છે. ભાવાર્થ આમ છે કે — કહેવામાં એમ આવે છે કે જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે, તે કહેવું પણ જુઠું છે. ૧૭ – ૬૨.
कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव ।
सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ ।।१८-६३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘पुद्गलकर्मकर्तृ संकीर्त्यते’’ (पुद्गलकर्म) દ્રવ્યપિંડરૂપ આઠ કર્મનો (कर्तृ) કર્તા (सङ्कीर्त्यते) જેમ છે તેમ કહે છે; ‘‘शृणुत’’ સાવધાન થઈને તમે સાંભળો. પ્રયોજન કહે છે – ‘एतर्हि तीव्ररयमोहनिवर्हणाय’’ (एतर्हि) આ વેળા (तीव्ररय) દુર્નિવાર ઉદય છે જેનો એવું જે (मोह) વિપરીત જ્ઞાન તેને (निवर्हणाय) મૂળથી દૂર કરવા માટે. વિપરીતપણું શાથી જણાય છે? ‘‘इति अभिशङ्कया एव’’ (इति) જેવી કરે છે (अभिशङ्कया) આશંકા તે વડે (एव) જ. તે આશંકા કેવી છે? ‘‘यदि जीवः एव पुद्गलकर्म न करोति तर्हि कः तत् कुरुते’’ (यदि) જો (जीवः एव) ચેતનદ્રવ્ય (पुद्गलकर्म)
Page 64 of 269
PDF/HTML Page 86 of 291
single page version
પિંડરૂપ આઠ કર્મને (न करोति) કરતું નથી (तर्हि) તો (कः तत् कुरुते) તેને કોણ કરે છે? ભાવાર્થ આમ છે કે — જીવના કરવાથી જ્ઞાનાવરણાદિ કર્મ થાય છે એવી ભ્રાન્તિ ઊપજે છે, તેના પ્રતિ ઉત્તર આમ છે કે પુદ્ગલદ્રવ્ય પરિણામી છે, સ્વયં સહજ જ કર્મરૂપ પરિણમે છે. ૧૮ – ૬૩.
स्वभावभूता परिणामशक्तिः ।
यमात्मनस्तस्य स एव कर्ता ।।१९-६४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इति खलु पुद्गलस्य परिणामशक्तिः स्थिता’’ (इति) આ રીતે (खलु) નિશ્ચયથી (पुद्गलस्य) મૂર્ત દ્રવ્યનો (परिणामशक्तिः) પરિણમનસ્વરૂપ સ્વભાવ (स्थिता) અનાદિનિધન વિદ્યમાન છે. કેવો છે? ‘‘स्वभावभूता’’ સહજરૂપ છે. વળી કેવો છે? ‘‘अविघ्ना’’ નિર્વિઘ્નરૂપ છે. ‘‘तस्यां स्थितायां सः आत्मनः यम् भावं करोति सः तस्य कर्ता भवेत्’’ (तस्यां स्थितायां) તે પરિણામશક્તિ હોતાં (सः) પુદ્ગલદ્રવ્ય (आत्मनः) પોતાના અચેતનદ્રવ્યસંબંધી (यम् भावं करोति) જે પરિણામને કરે છે, (सः) પુદ્ગલદ્રવ્ય (तस्य कर्ता भवेत्) તે પરિણામનું કર્તા થાય છે. ભાવાર્થ આમ છે કે — જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે અને તે ભાવનો કર્તા પુદ્ગલદ્રવ્ય થાય છે. ૧૯ – ૬૪.
स्वभावभूता परिणामशक्तिः ।
यं स्वस्य तस्यैव भवेत् स कर्ता ।।२०-६५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘जीवस्य परिणामशक्तिः स्थिता इति’’ (जीवस्य)
Page 65 of 269
PDF/HTML Page 87 of 291
single page version
જીવવસ્તુની અર્થાત્ ચેતનદ્રવ્યની (परिणामशक्तिः) પરિણામશક્તિ અર્થાત્ પરિણમનરૂપ સામર્થ્ય (स्थिता) અનાદિથી વિદ્યમાન છે – (इति) એવું દ્રવ્યનું સહજ છે. ‘‘स्वभावभूता’’ જે શક્તિ (स्वभावभूता) સહજરૂપ છે. વળી કેવી છે? ‘‘निरन्तराया’’ પ્રવાહરૂપ છે, એક સમયમાત્ર ખંડ નથી. ‘तस्यां स्थितायां’’ તે પરિણામશક્તિ હોતાં ‘‘सः स्वस्य यं भावं करोति’’ (सः) જીવવસ્તુ (स्वस्य) પોતાસંબંધી (यं भावं) જે કોઈ શુદ્ધચેતનારૂપ અશુદ્ધચેતનારૂપ પરિણામને (करोति) કરે છે ‘‘तस्य एव सः कर्ता भवेत्’’ (तस्य) તે પરિણામની (एव) નિશ્ચયથી (सः) જીવવસ્તુ (कर्ता) કરણશીલ (भवेत्) થાય છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્યની અનાદિનિધન પરિણમનશક્તિ છે. ૨૦ – ૬૫.
ખંડાન્વય સહિત અર્થઃ — અહીં કોઈ પ્રશ્ન કરે છેઃ ‘‘ज्ञानिनः ज्ञानमयः एव भावः कुतः भवेत् पुनः न अन्यः’’ (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિને (ज्ञानमयः एव भावः) ભેદવિજ્ઞાનસ્વરૂપ પરિણામ (कुतः भवेत्) ક્યા કારણથી હોય છે, (न पुनः अन्यः) અજ્ઞાનરૂપ નથી હોતો? ભાવાર્થ આમ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્મના ઉદયને ભોગવતાં વિચિત્ર રાગાદિરૂપ પરિણમે છે ત્યાં જ્ઞાનભાવનો કર્તા છે, અને (તેને) જ્ઞાનભાવ છે, અજ્ઞાનભાવ નથી; — તે કેવી રીતે છે એમ કોઈ પૂછે છે. ‘‘अयम् सर्वः अज्ञानिनः अज्ञानमयः कुतः न अन्यः’’ (अयम्) પરિણામ – (सर्वः) બધુંય પરિણમન (अज्ञानिनः) મિથ્યાદ્રષ્ટિને (अज्ञानमयः) અશુદ્ધ ચેતનારૂપ — બંધનું કારણ — હોય છે. (कुतः) કોઈ પ્રશ્ન કરે છે — આમ છે તે કઈ રીતે છે, (न अन्यः) જ્ઞાનજાતિનું કેમ નથી હોતું? ભાવાર્થ આમ છે કે મિથ્યાદ્રષ્ટિના જે કોઈ પરિણામ હોય છે તે બંધનું કારણ છે. ૨૧ – ૬૬.
Page 66 of 269
PDF/HTML Page 88 of 291
single page version
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘हि ज्ञानिनः सर्वे भावाः ज्ञाननिर्वृत्ताः भवन्ति’’ (हि) નિશ્ચયથી (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિને (सर्वे भावाः) જેટલા પરિણામ છે તે બધા (ज्ञाननिर्वृत्ताः भवन्ति) જ્ઞાનસ્વરૂપ હોય છે. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી સમ્યગ્દ્રષ્ટિનો જે કોઈ પરિણામ હોય છે તે જ્ઞાનમય શુદ્ધત્વજાતિરૂપ હોય છે, કર્મનો અબંધક હોય છે. ‘‘तु ते सर्वे अपि अज्ञानिनः अज्ञाननिर्वृत्ताः भवन्ति’’ (तु) આમ પણ છે કે (ते) જેટલા પરિણામ (सर्वे अपि) શુભોપયોગરૂપ અથવા અશુભોપયોગરૂપ છે તે બધા (अज्ञानिनः) મિથ્યાદ્રષ્ટિને (अज्ञाननिर्वृत्ताः) અશુદ્ધત્વથી નીપજ્યા છે, (भवन्ति) વિદ્યમાન છે. ભાવાર્થ આમ છે કે – સમ્યગ્દ્રષ્ટિ જીવની અને મિથ્યાદ્રષ્ટિ જીવની ક્રિયા તો એકસરખી છે, ક્રિયાસંબંધી વિષય-કષાય પણ એકસરખા છે, પરન્તુ દ્રવ્યનો પરિણમનભેદ છે. વિવરણ – સમ્યગ્દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવરૂપ છે અથવા વિચારરૂપ છે અથવા વ્રતક્રિયારૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ચારિત્રમોહના ઉદયે ક્રોધ, માન, માયા, લોભરૂપ છે તે સઘળાય પરિણામ જ્ઞાનજાતિમાં ઘટે છે, કેમ કે જે કોઈ પરિણામ છે તે સંવર- નિર્જરાનું કારણ છે; — એવો જ કોઈ દ્રવ્યપરિણમનનો વિશેષ છે. મિથ્યાદ્રષ્ટિનું દ્રવ્ય અશુદ્ધરૂપ પરિણમ્યું છે, તેથી જે કોઈ મિથ્યાદ્રષ્ટિના પરિણામ તે અનુભવરૂપ તો હોતા જ નથી; તેથી સૂત્ર-સિદ્ધાન્તના પાઠરૂપ છે અથવા વ્રત-તપશ્ચરણરૂપ છે અથવા દાન, પૂજા, દયા, શીલરૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ક્રોધ, માન, માયા, લોભરૂપ છે, – આવા સઘળા પરિણામ અજ્ઞાનજાતિના છે, કેમ કે બંધનું કારણ છે, સંવર-નિર્જરાનું કારણ નથી; — દ્રવ્યનો એવો જ પરિણમનવિશેષ છે. ૨૨-૬૭.
ખંડાન્વય સહિત અર્થઃ — એમ કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવની અને મિથ્યાદ્રષ્ટિ જીવની બાહ્ય ક્રિયા તો એકસરખી છે પરંતુ દ્રવ્યનો પરિણમનવિશેષ છે, તે વિશેષના અનુસાર દર્શાવે છે, સર્વથા તો પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ‘‘अज्ञानी
Page 67 of 269
PDF/HTML Page 89 of 291
single page version
द्रव्यकर्मनिमित्तानां भावानाम् हेतुताम् एति’’ (अज्ञानी) મિથ્યાદ્રષ્ટિ જીવ, (द्रव्यकर्म) જે ધારાપ્રવાહરૂપ નિરન્તર બંધાય છે – પુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ કાર્મણવર્ગણા જ્ઞાનાવરણાદિ કર્મપિંડરૂપ બંધાય છે, જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી છે, પરસ્પર બન્ધ્ય-બન્ધકભાવ પણ છે, — તેમનાં (निमित्तानां) બાહ્ય કારણરૂપ છે (भावानाम्) મિથ્યાદ્રષ્ટિના મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જે અશુદ્ધ પરિણામ, [ભાવાર્થ આમ છે કે – જેમ કળશરૂપે મૃત્તિકા પરિણમે છે, જેમ કુંભારના પરિણામ તેનું બાહ્ય નિમિત્ત કારણ છે, વ્યાપ્ય-વ્યાપ્યકરૂપ નથી તેમ જ્ઞાનાવરણાદિક કર્મપિંડરૂપ પુદ્ગલદ્રવ્ય સ્વયં વ્યાપ્ય-વ્યાપ્યકરૂપ છે, તોપણ જીવના અશુદ્ધ ચેતનારૂપ મોહ- રાગ-દ્વેષાદિ પરિણામ બાહ્ય નિમિત્તકારણ છે, વ્યાપ્ય-વ્યાપ્યકરૂપ તો નથી.] તે પરિણામોના
જાણશે કે ‘જીવદ્રવ્ય તો શુદ્ધ છે, ઉપચારમાત્ર કર્મબંધનું કારણ થાય છે,’ પરંતુ એમ તો નથી. પોતે સ્વયં મોહ-રાગ-દ્વેષ — અશુદ્ધચેતનાપરિણામરૂપ પરિણમે છે તેથી કર્મનું કારણ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ અશુદ્ધરૂપ જે રીતે પરિણમે છે તે કહે છે — ‘‘अज्ञानमयभावानाम् भूमिकाः प्राप्य’’ (अज्ञानमय) મિથ્યાત્વજાતિરૂપ છે (भावानाम्) કર્મના ઉદયની અવસ્થા તેમની, (भूमिकाः) જેને પામતાં અશુદ્ધ પરિણામ થાય છે એવી સંગતિને (प्राप्य) પામી મિથ્યાદ્રષ્ટિ જીવ અશુદ્ધ પરિણામરૂપે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે — દ્રવ્યકર્મ અનેક પ્રકારનું છે, તેનો ઉદય અનેક પ્રકારનો છે. એક કર્મ એવું છે જેના ઉદયે શરીર થાય છે, એક કર્મ એવું છે જેના ઉદયે મન- વચન-કાય થાય છે, એક કર્મ એવું છે જેના ઉદયે સુખ-દુઃખ થાય છે. આમ અનેક પ્રકારનાં કર્મોનો ઉદય હોતાં મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મના ઉદયને પોતારૂપ અનુભવે છે, તેનાથી રાગ-દ્વેષ-મોહપરિણામ થાય છે, તેમનાથી નૂતન કર્મબંધ થાય છે. તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ અશુદ્ધ ચેતન પરિણામનો કર્તા છે. જેથી મિથ્યાદ્રષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી તેથી કર્મના ઉદય-કાર્યને પોતારૂપ અનુભવે છે. જેમ મિથ્યાદ્રષ્ટિને કર્મનો ઉદય છે તેમ જ સમ્યગ્દ્રષ્ટિને પણ છે; પરન્તુ સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તેથી કર્મના ઉદયને કર્મજાતિરૂપ અનુભવે છે, પોતાને શુદ્ધસ્વરૂપ અનુભવે છે; તેથી કર્મના ઉદયમાં રંજિત થતો નથી, તેથી મોહ-રાગ-દ્વેષરૂપ પરિણમતો નથી, તેથી કર્મબંધ થતો નથી. તેથી સમ્યગ્દ્રષ્ટિ અશુદ્ધ પરિણામનો કર્તા નથી. — આવો વિશેષ છે. ૨૩
Page 68 of 269
PDF/HTML Page 90 of 291
single page version
स्वरूपगुप्ता निवसन्ति नित्यम् ।
स्त एव साक्षादमृतं पिबन्ति ।।२४-६९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ये एव नित्यम् स्वरूपगुप्ताः निवसन्ति ते एव साक्षात् अमृतं पिबन्ति’’ (ये एव) જે કોઈ જીવ (नित्यम्) નિરન્તર (स्वरूप) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુમાં (गुप्ताः) તન્મય થયા છે — (निवसन्ति) એવા થઈને રહે છે (ते एव) તે જ જીવો (साक्षात् अमृतं) અતીન્દ્રિય સુખનો (पिबन्ति) આસ્વાદ કરે છે. શું કરીને? ‘‘नयपक्षपातं मुक्त्वा’’ (नय) દ્રવ્ય-પર્યાયરૂપ વિકલ્પબુદ્ધિ તેના (पक्षपातं) એક પક્ષરૂપ અંગીકારને (मुक्त्वा) છોડીને. કેવા છે તે જીવ? ‘‘विकल्पजालच्युतशान्तचित्ताः’’ (विकल्पजाल) એક સત્ત્વનો અનેકરૂપ વિચાર તેનાથી (च्युत) રહિત થયું છે (शान्तचित्ताः) નિર્વિકલ્પ સમાધાનરૂપ મન જેમનું, એવા છે. ભાવાર્થ આમ છે કે – એક સત્ત્વરૂપ વસ્તુ છે તેને, દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ વિચારતાં વિકલ્પ થાય છે, તે વિકલ્પ થતાં મન આકુળ થાય છે, આકુળતા દુઃખ છે; તેથી વસ્તુમાત્ર અનુભવતાં વિકલ્પ મટે છે, વિકલ્પ મટતાં આકુળતા મટે છે, આકુળતા મટતાં દુઃખ મટે છે. તેથી અનુભવશીલ જીવ પરમ સુખી છે. ૨૪ – ૬૯.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।२५-७०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘चिति द्वयोः इति द्वौ पक्षपातौ’’ (चिति)
Page 69 of 269
PDF/HTML Page 91 of 291
single page version
ચૈતન્યમાત્ર વસ્તુમાં (द्वयोः) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક — બે નયોના (इति) આમ (द्वौ पक्षपातौ) બંને પક્ષપાત છે. ‘‘एकस्य बद्धः तथा अपरस्य न’’ (एकस्य) અશુદ્ધ પર્યાયમાત્રગ્રાહક જ્ઞાનનો પક્ષ કરતાં (बद्धः) જીવદ્રવ્ય બંધાયું છે; [ભાવાર્થ આમ છે કે – જીવદ્રવ્ય અનાદિથી કર્મસંયોગ સાથે એકપર્યાયરૂપ ચાલ્યું આવ્યું છે, વિભાવરૂપ પરિણમ્યું છે – એમ એક બંધપર્યાયને અંગીકાર કરીએ, દ્રવ્યસ્વરૂપનો પક્ષ ન કરીએ, તો જીવ બંધાયો છે; એક પક્ષ આ રીતે છે;] (तथा) બીજો પક્ષ — (अपरस्य) દ્રવ્યાર્થિકનયનો પક્ષ કરતાં (न) બંધાયો નથી. ભાવાર્થ આમ છે કે — જીવદ્રવ્ય અનાદિનિધન ચેતનાલક્ષણ છે, આમ દ્રવ્યમાત્રનો પક્ષ કરતાં જીવદ્રવ્ય બંધાયું તો નથી, સદા પોતાના સ્વરૂપે છે; કેમ કે કોઈ પણ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્ય-ગુણ- પર્યાયરૂપે પરિણમતું નથી, બધાંય દ્રવ્યો પોતાના સ્વરૂપે પરિણમે છે. ‘‘यः तत्त्ववेदी’’ જે કોઈ શુદ્ધ ચેતનામાત્ર જીવના સ્વરૂપનો અનુભવનશીલ છે જીવ, ‘‘च्युतपक्षपातः’’ તે જીવ પક્ષપાતથી રહિત છે. ભાવાર્થ આમ છે કે – એક વસ્તુની અનેકરૂપ કલ્પના કરવામાં આવે છે તેનું નામ પક્ષપાત કહેવાય છે, તેથી વસ્તુમાત્રનો સ્વાદ આવતાં કલ્પનાબુદ્ધિ સહજ જ મટે છે. ‘‘तस्य चित् चित् एव अस्ति’’ (तस्य) શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેને ‘(चित्) ચૈતન્યવસ્તુ (चित् एव अस्ति) ચેતનામાત્ર વસ્તુ છે’ એવો પ્રત્યક્ષપણે સ્વાદ આવે છે. ૨૫ – ૭૦*
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।२६-७१।।
અર્થઃ — જીવ મૂઢ (મોહી) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ મૂઢ (મોહી) નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે
* અહીંથી હવે પછીના ૨૬ થી ૪૪ સુધીના શ્લોકો ૨૫ મા શ્લોકની સાથે મળતા છે, તેથી પં. શ્રી રાજમલ્લજીએ તે શ્લોકોનો ‘‘ખંડાન્વય સહિત અર્થ’’ કર્યો નથી. મૂળ શ્લોકો, તેમનો અર્થ તથા ભાવાર્થ ગુજરાતી સમયસારમાંથી અહીં આપવામાં આવ્યા છે.
Page 70 of 269
PDF/HTML Page 92 of 291
single page version
પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરન્તર અનુભવાય છે). ૨૬ – ૭૧.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।२७-७२।।
અર્થઃ – જીવ રાગી છે એવો એક નયનો પક્ષ છે અને જીવ રાગી નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૨૭ – ૭૨.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।२८-७३।।
અર્થઃ – જીવ દ્વેષી છે એવો એક નયનો પક્ષ છે અને જીવ દ્વેષી નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૨૮ – ૭૩.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।२९-७४।।
Page 71 of 269
PDF/HTML Page 93 of 291
single page version
અર્થઃ – જીવ કર્તા છે એવો એક નયનો પક્ષ છે અને જીવ કર્તા નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૨૯ – ૭૪.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।३०-७५।।
અર્થઃ – જીવ ભોક્તા છે એવો એક નયનો પક્ષ છે અને જીવ ભોક્તા નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૩૦ – ૭૫.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।३१-७६।।
અર્થઃ – જીવ જીવ છે એવો એક નયનો પક્ષ છે અને જીવ જીવ નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૩૧ – ૭૬.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।३२-७७।।
Page 72 of 269
PDF/HTML Page 94 of 291
single page version
અર્થઃ – જીવ સૂક્ષ્મ છે એવો એક નયનો પક્ષ છે અને જીવ સૂક્ષ્મ નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વ - વેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૩૨ – ૭૭.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।३३-७८।।
અર્થઃ — જીવ હેતુ (કારણ) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ હેતુ (કારણ) નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૩૩ – ૭૮.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।३४-७९।।
અર્થઃ — જીવ કાર્ય છે એવો એક નયનો પક્ષ છે અને જીવ કાર્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વ - વેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૩૪ – ૭૯.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
Page 73 of 269
PDF/HTML Page 95 of 291
single page version
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।३५-८०।।
અર્થઃ — જીવ ભાવ છે (અર્થાત્ ભાવરૂપ છે) એવો એક નયનો પક્ષ છે અને જીવ ભાવ નથી (અર્થાત્ અભાવરૂપ છે) એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૩૫ – ૮૦.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।३६-८१।।
અર્થઃ – જીવ એક છે એવો એક નયનો પક્ષ છે અને જીવ એક નથી (-અનેક છે) એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૩૬ – ૮૧.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।३७-८२।।
અર્થઃ – જીવ સાન્ત (-અન્ત સહિત) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ સાન્ત નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૩૭ – ૮૨.
Page 74 of 269
PDF/HTML Page 96 of 291
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।३८-८३।।
અર્થઃ — જીવ નિત્ય છે એવો એક નયનો પક્ષ છે અને જીવ નિત્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૩૮ – ૮૩.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।३९-८४।।
અર્થઃ — જીવ વાચ્ય (અર્થાત્ વચનથી કહી શકાય એવો) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ વાચ્ય( – વચનગોચર) નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૩૯ – ૮૪.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।४०-८५।।
અર્થઃ — જીવ નાનારૂપ છે એવો એક નયનો પક્ષ છે અને જીવ નાનારૂપ નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે
Page 75 of 269
PDF/HTML Page 97 of 291
single page version
તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૪૦ – ૮૫.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।४१-८६।।
અર્થઃ — જીવ ચેત્ય (ચેતાવાયોગ્ય) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ ચેત્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૪૧ – ૮૬.
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।४२-८७।।
અર્થઃ — જીવ દ્રશ્ય (-દેખાવાયોગ્ય) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ દ્રશ્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૪૨ – ૮૭.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।४३-८८।।
Page 76 of 269
PDF/HTML Page 98 of 291
single page version
અર્થઃ – જીવ વેદ્ય (-વેદાવાયોગ્ય, જણાવાયોગ્ય) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ વેદ્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૪૩ – ૮૮.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।४४-८९।।
અર્થઃ — જીવ ‘ભાત’ (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ ‘ભાત’ નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરન્તર અનુભવાય છે).
ભાવાર્થઃ — બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અદ્વેષી, કર્તા અકર્તા, ભોક્તા અભોક્તા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્થૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દ્રશ્ય અદ્રશ્ય, વેદ્ય અવેદ્ય, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો – વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિત્સ્વરૂપ જીવનો ચિત્સ્વરૂપે અનુભવ થાય છે.
જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિત્સ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્સ્વરૂપ કહ્યો છે. ૪૪ – ૮૯.
मेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम् ।
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम् ।।४५-९०।।
Page 77 of 269
PDF/HTML Page 99 of 291
single page version
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एवं (सः तत्त्ववेदी) एकम् स्वं भावम् उपयाति’’ (एवं) પૂર્વોક્ત પ્રકારે (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ — (तत्त्ववेदी) શુદ્ધસ્વરૂપનો અનુભવશીલ — (एकम् स्वं भावम् उपयाति) એક શુદ્ધસ્વરૂપ ચિદ્રૂપ આત્માને આસ્વાદે છે. કેવો છે આત્મા? ‘‘अन्तः बहिः समरसैकरसस्वभावं’’ (अन्तः) અંદર અને (बहिः) બહાર (समरस) તુલ્યરૂપ એવી (एकरस) ચેતનશક્તિ તે છે (स्वभावं) સહજ રૂપ જેનું એવો છે. શું કરીને શુદ્ધસ્વરૂપ પામે છે? ‘‘नयपक्षकक्षाम् व्यतीत्य’’ (नय) દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક ભેદ, તેનો (पक्ष) અંગીકાર, તેનો (कक्षाम्) સમૂહ છે – અનન્ત નયવિકલ્પો છે, તેમને (व्यतीत्य) દૂરથી જ છોડીને. ભાવાર્થ આમ છે કે – અનુભવ નિર્વિકલ્પ છે, તે અનુભવકાળે સમસ્ત વિકલ્પો છૂટી જાય છે. (નયપક્ષકક્ષા) કેવી છે? ‘‘महतीं’’ જેટલા બાહ્ય-અભ્યન્તર બુદ્ધિના વિકલ્પો તેટલા જ નયભેદ, એવી છે. વળી કેવી છે? ‘‘स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालाम्’’ (स्वेच्छा) વિના ઉપજાવ્યે જ (समुच्छलत्) ઊપજે છે એવી જે (अनल्प) અતિ ઘણી (विकल्प) નિર્ભેદ વસ્તુમાં ભેદકલ્પના, તેનો (जालाम्) સમૂહ છે જેમાં એવી છે. કેવું છે આત્મસ્વરૂપ? ‘‘अनुभूतिमात्रम्’’ અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. ૪૫ – ૯૦.
पुष्क लोच्चलविकल्पवीचिभिः ।
कृत्स्नमस्यति तदस्मि चिन्महः ।।४६-९१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तत् चिन्महः अस्मि’’ હું એવા જ્ઞાનપુંજરૂપ છું કે ‘‘यस्य विस्फु रणम्’’ જેનો પ્રકાશમાત્ર થતાં ‘‘इदम् कृत्स्नम् इन्द्रजालम् तत्क्षणं एव अस्यति’’ (इदम्) વિદ્યમાન અનેક નયવિકલ્પ (कृत्स्नम्) કે જે અતિ ઘણા છે, (इन्द्रजालम्) ઇન્દ્રજાળ છે અર્થાત્ જૂઠા છે, પરંતુ વિદ્યમાન છે તે (तत्क्षणं) જે કાળે શુદ્ધ ચિદ્રૂપ અનુભવ થાય છે તે જ કાળે (एव) નિશ્ચયથી (अस्यति) વિનષ્ટ થઈ જાય છે. ભાવાર્થ આમ છે – જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકાર ફાટી જાય છે તેમ શુદ્ધ ચૈતન્યમાત્રનો અનુભવ થતાં જેટલા વિકલ્પો તે બધાય મટે છે — એવી શુદ્ધ ચૈતન્યવસ્તુ છે તે મારો સ્વભાવ; અન્ય સમસ્ત કર્મની ઉપાધિ છે. કેવી છે ઇન્દ્રજાળ? ‘‘पुष्कलोच्चल-
Page 78 of 269
PDF/HTML Page 100 of 291
single page version
विकल्पवीचिभिः उच्छलत्’’ (पुष्कल) અતિ ઘણી, (उच्चल) અતિ સ્થૂલ એવી જે (विकल्प) ભેદકલ્પના, એવી જે (वीचिभिः) તરંગાવલી તેના વડે (उच्छलत्) આકુલતારૂપ છે; તેથી હેય છે, ઉપાદેય નથી. ૪૬ – ૯૧.
भावभावपरमार्थतयैकम् ।
चेतये समयसारमपारम् ।।४७-९२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘समयसारम् चेतये’’ સમયસારનો અર્થાત્ શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવો કાર્યસિદ્ધિ છે. કેવો છે? ‘‘अपारम्’’ અનાદિ-અનન્ત છે. વળી કેવો છે? ‘‘एकम्’’ શુદ્ધસ્વરૂપ છે. શા વડે શુદ્ધસ્વરૂપ છે? ‘‘चित्स्वभावभरभावितभावा- भावभावपरमार्थतया एकम्’’ (चित्स्वभाव) જ્ઞાનગુણ તેનો (भर) અર્થગ્રહણવ્યાપાર તેના વડે (भावित) થાય છે (भाव) ઉત્પાદ (अभाव) વિનાશ (भाव) ધ્રૌવ્ય એવા ત્રણ ભેદ, તેમના વડે (परमार्थतया एकम्) સાધ્યું છે એક અસ્તિત્વ જેનું. શું કરીને? ‘‘समस्तां बन्धपद्धतिम् अपास्य’’ (समस्तां) જેટલી અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે (बन्धपद्धतिम्) જ્ઞાનાવરણાદિ કર્મબંધરચના તેનું (अपास्य) મમત્વ છોડીને. ભાવાર્થ આમ છે કે – શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જેમ નયવિકલ્પો મટે છે તેમ સમસ્ત કર્મના ઉદયે જેટલા ભાવ છે તે પણ અવશ્ય મટે છે એવો સ્વભાવ છે. ૪૭ – ૯૨.
आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम् ।
विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किञ्चनैकोऽप्ययम् ।।४८-९३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यः समयस्य सारः भाति’’ (यः) જે (समयस्य सारः)