Page 157 of 297
PDF/HTML Page 181 of 321
single page version
અર્થઃ — અથવા કદચિત્ નીરોગ પણ થાય તો ત્યાં દીર્ઘ જીવન અથવા દીર્ઘાયુ ન પામે; એ પામવું દુર્લભ છે; અથવા કદચિત્ દીર્ઘ આયુ પણ પામે તો ત્યાં શીલ અર્થાત્ ઉત્તમ પ્રકૃતિ-ભદ્ર-પરિણામ ન પામે; તેથી સુષ્ઠુ (ઉત્તમ – ભદ્ર – સરળ) સ્વભાવ પામવો દુર્લભ છે.
અર્થઃ — કદચિત્ ઉત્તમસ્વભાવ પણ પામે તો ત્યાં સાધુ પુરુષોની સંગતિ પામે નહિ, અને તે પણ કદચિત્ પામે તો ત્યાં સમ્યગ્દર્શન પામવું – સત્શ્રદ્ધાન થવું અતિ દુર્લભ છે.
અર્થઃ — કદચિત્ સમ્યક્ત્વ પણ પામે તો ત્યાં આ જીવ ચરિત્ર ગ્રહણ કરે નહીં, કદચિત્ ચરિત્ર પણ ગ્રહણ કરે તો તેને નિર્દોષપણે પાલન કરી શકે નહિ.
Page 158 of 297
PDF/HTML Page 182 of 321
single page version
અર્થઃ — આ જીવ કદચિત્ રત્નત્રય પણ પામે અને ત્યાં તીવ્ર કષાય કરે તો, નાશને પ્રાપ્ત થયું છે રત્નત્રય જેનું એવો બની, દુગરતિમાં ગમન કરે છે.
એવું મનુષ્યપણું દુર્લભ છે એટલા માટે (જીવને) રત્નત્રયની પ્રપ્તિ થાઓ! એમ કહે છેઃ —
અર્થઃ — જેમ મહાન સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પામવું દુર્લભ છે તેમ આ મનુષ્યપણું પામવું દુર્લભ છે. – એવો નિશ્ચય કરી હે ભવ્યજીવો! આ મિથ્યાત્વ અને કષાયને છોડો. એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે.
હવે કહે છે કે – જો કદચિત્ એવું દુર્લભ મનુષ્યપણું પામી જીવ શુભભાવોથી દેવપણું પામે તો ત્યાં ચરિત્ર પામતો નથીઃ —
અર્થઃ — અથવા મનુષ્યપણામાં કદચિત્ શુભપરિણામોથી દેવ પણ થાય અને કદચિત્ ત્યાં સમ્યક્ત્વ પણ પામે તો ત્યાં તપશ્ચરણ – ચરિત્ર પામતો નથી. દેશવ્રત – શ્રાવકવ્રત તથા શીલવ્રત એટલે બ્રહ્મચર્ય અથવા સપ્તશીલનો લવલેશ પણ પામતો નથી.
Page 159 of 297
PDF/HTML Page 183 of 321
single page version
હવે કહે છે કે — આ મનુષ્યગતિમાં જ તપશ્ચરણદિક છે એવો નિયમ છેઃ —
અર્થઃ — હે ભવ્યજીવ! આ મનુષ્યગતિમાં જ તપનું આચરણ હોય છે, આ મનુષ્યગતિમાં જ સકલ મહાવ્રત હોય છે, આ મનુષ્યગતિમાં જ ધર્મ – શુક્લધ્યાન હોય છે તથા આ મનુષ્યગતિમાં જ નિર્વાણ અર્થાત્ મોક્ષની પ્રપ્તિ હોય છે.
અર્થઃ — એવું આ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિયવિષયોમાં રમે છે તે દિવ્ય અમૂલ્ય રત્નને પામી, તેને ભસ્મને માટે દગ્ધ કરે છે.
ભાવાર્થઃ — અતિ કઠણતાથી પ્રાપ્ત થવા યોગ્ય એવો આ મનુષ્યપર્યાય એક અમૂલ્ય રત્ન તુલ્ય છે; તેને વિષય – કષાયોમાં રમી વૃથા ગુમાવવો યોગ્ય નથી.
હવે કહે છે કે – આ મનુષ્યપણામાં રત્નત્રયને પામી તેનો મહાન આદર કરોઃ —
૧-૨ અહીં ‘अपि’ શબ્દ નિશ્ચયાર્થ માટે છે.
Page 160 of 297
PDF/HTML Page 184 of 321
single page version
અર્થઃ — આ બધું દુર્લભમાં પણ દુર્લભ જાણી તથા દર્શન-જ્ઞાન -ચરિત્ર સંસારમાં દુર્લભથી પણ દુર્લભ જાણી, એ દર્શન-જ્ઞાન-ચરિત્રનો હે ભવ્યજીવો! તમે મહાન આદર કરો!
ભાવાર્થઃ — નિગોદમાંથી નીકળી ઉપર કહેલ અનુક્રમથી સર્વ દુર્લભથી પણ દુર્લભ જાણો! વળી તેમાં પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્રની પ્રપ્તિ તો અત્યંત દુર્લભ સમજો! તેને પામીને ભવ્યજીવોએ તેનો મહાન આદર કરવો યોગ્ય છે.
Page 161 of 297
PDF/HTML Page 185 of 321
single page version
હવે ધર્માનુપ્રેક્ષાનું નિરૂપણ કરે છે. ત્યાં ‘ધર્મનું મૂળ સર્વજ્ઞદેવ છે’ — એમ પ્રગટ કરે છેઃ —
અર્થઃ — ત્રિકાલ ગોચર સમસ્ત ગુણ-પર્યાયો સહિત સંપૂર્ણ લોક -અલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞદેવ છે.
ભાવાર્થઃ — આ લોકમાં જીવદ્રવ્ય અનંતાનંત છે, તેનાથી અનંતાનંતગણાં પુદ્ગલદ્રવ્યો છે, આકાશ, ધર્મ અને અધર્મદ્રવ્ય એક-એક છે તથા અસંખ્યાત કાલાણુદ્રવ્યો છે, લોકાકાશની પાર (આસપાસ) અનંતપ્રદેશી આકાશદ્રવ્ય છે તે અલોક છે. તે સર્વ દ્રવ્યોનો અનંત સમયરૂપ ભૂતકાળ તથા તેનાથી અનંતગણા સમયરૂપ ભવિષ્યકાળ છે.૧ તે કાળના સમય-સમયવર્તી એક દ્રવ્યના અનંત અનંત પર્યાય છે. તે બધાંય દ્રવ્યપર્યાયોને, યુગપત્ (એકસાથે) એક સમયમાં પ્રત્યક્ષ સ્પષ્ટ ભિન્ન-ભિન્ન જેમ છે તેમ, જેનું જ્ઞાન જાણે છે તે સર્વજ્ઞદેવ છે. એ જ દેવ છે, બાકી બીજાને દેવ કહેવામાં આવે છે તે કહેવામાત્ર છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મનું સ્વરૂપ કહેવામાં આવશે. તે ધર્મનું યથાર્થ સ્વરૂપ ઇન્દ્રિયગોચર નથી પણ અતીન્દ્રિય છે અને તેનું ફળ સ્વર્ગ-મોક્ષ છે તે પણ અતીન્દ્રિય છે. છદ્મસ્થને ઇન્દ્રિયજ્ઞાન છે તે પરોક્ષ તેને જ્ઞાનગોચર નથી. જે સર્વ પદાર્થોને પ્રત્યક્ષ દેખે તે ધર્મનું સ્વરૂપ પણ પ્રત્યક્ષ દેખે. એટલા માટે એ ધર્મનું સ્વરૂપ શ્રી સર્વજ્ઞદેવનાં વચનથી ૧ જુઓ પાછળ ગાથા ૨૨૧
Page 162 of 297
PDF/HTML Page 186 of 321
single page version
જ પ્રમાણ છે, અન્ય છદ્મસ્થનું કહેલું પ્રમાણ નથી. પરંતુ સર્વજ્ઞના વચનની પરંપરાપૂર્વક છદ્મસ્થ કહે તે પ્રમાણ છે. તેથી ધર્મના સ્વરૂપકથનમાં મૂળકારણરૂપ સર્વજ્ઞનું અહીં સ્થાપન કર્યું.
હવે જે સર્વજ્ઞને માનતો નથી તેને કહે છેઃ —
અર્થઃ — હે સર્વજ્ઞના અભાવવાદી? જો સર્વજ્ઞ ન હોય તો અતીન્દ્રિય પદાર્થો – ઇન્દ્રિયગોચર નથી એવા પદાર્થોને – કોણ જાણે? ઇન્દ્રિયજ્ઞાન તો ઇન્દ્રિયોના સંબંધમાં આવેલા વર્તમાન સ્થૂલ પદાર્થોને જાણે છે. તેના પણ સમસ્ત પર્યાયોને તે જાણતું નથી.
ભાવાર્થઃ — સર્વજ્ઞનો અભાવ મીમાંસક તથા નસ્તિક કહે છે. તેમને અહીં નિષેધ્યા છે કે જો સર્વજ્ઞ ન હોય તો અતીન્દ્રિય પદાર્થોને કોણ જાણે? કારણ કે ધર્મ – અધર્મનું ફળ તો અતીન્દ્રિય છે, તેને સર્વજ્ઞ વિના (યથાર્થ – પૂર્ણ) કોઈ જાણી શકતું નથી. એટલા માટે ધર્મ-અધર્મના ફળને ચાહતો જે પુરુષ છે તે તો સર્વજ્ઞને માન્ય કરી તેમના વચનાનુસાર ધર્મના સ્વરૂપનો નિશ્ચય કરી અંગીકાર કરો!
અર્થઃ — એ સર્વજ્ઞદેવથી ઉપદેશિત ધર્મ બે પ્રકારથી છેઃ એક તો સંગથી આસક્ત ગૃહસ્થનો અને બીજો અસંગ મુનિનો. ત્યાં પ્રથમ ગૃહસ્થનો ધર્મ તો બાર ભેદરૂપ છે તથા બીજો મુનિનો ધર્મ દશ ભેદરૂપ છે.
Page 163 of 297
PDF/HTML Page 187 of 321
single page version
હવે ગૃહસ્થધર્મના બાર ભેદોનાં નામ બે ગાથામાં કહે છેઃ —
અર્થઃ — સમ્યગ્દર્શન શુદ્ધ છે જેને એવા (૧) મદ્યદિક સ્થૂલ દોષોથી રહિત દર્શનપ્રતિમા ધારક, (૨) પાંચ અણુવ્રત – ત્રણ ગુણવ્રત – ચાર શિક્ષાવ્રત એવા બાર વ્રતો સહિત વ્રતપ્રતિમાધારી, (૩) સામયિક પ્રતિમાધારી, (૪) પર્વવ્રતી (પૌષધોપવાસ પ્રતિમાધારી), (૫) પ્રાસુક -આહારી, (૬) રત્રિભોજનત્યાગી, (૭) મૈથુનત્યાગી, (૮) આરંભ- ત્યાગી, (૯) પરિગ્રહત્યાગી, (૧૦) કાર્યાનુમોદના રહિત, (૧૧) ઉદિષ્ટાહાર-વિરત. એ પ્રમાણે (અગિયાર પ્રતિમા અને એક શુદ્ધ સમ્યગ્દર્શન મૂળ મળી) શ્રાવકધર્મના બાર ભેદ છે. તેમાં પ્રથમ ભેદ તો પચ્ચીસ મળદોષરહિત શુદ્ધ અવિરતસમ્યગ્દર્શન છે તથા બાકીના અગિયાર ભેદ પ્રતિમાઓના વ્રતો સહિત હોય તે વ્રતી શ્રાવક છે.
હવે એ બારે ધર્મોનાં સ્વરૂપ વગેરેનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ જ અવિરતસમ્યગ્દ્રષ્ટિનું સ્વરૂપ કહે છે. તેમાં પણ પહેલાં સમ્યક્ત્વ ઉત્પત્તિની યોગ્યતાનું નિરૂપણ કરે છેઃ —
Page 164 of 297
PDF/HTML Page 188 of 321
single page version
અર્થઃ — આવો જીવ સમ્યક્ત્વને પામે છે કે જે પ્રથમ તો ભવ્યજીવ હોય, કારણ કે અભવ્યને સમ્યક્ત્વ થાય નહિ. વળી ચારે ગતિમાં સમ્યક્ત્વ ઊપજે છે; ત્યાં પણ મન સહિત સંજ્ઞીને ઊપજે છે પણ અસંજ્ઞીને ઊપજતું નથી; તેમાં પણ વિશુદ્ધ (શુભ) પરિણામી અને શુભ લેશ્યા સહિત હોય; અશુભ લેશ્યામાં પણ શુભ લેશ્યા સમાન કષાયસ્થાનકોમાં હોય તેને પણ ઉપચારથી વિશુદ્ધ કહેવામાં આવે છે, પરંતુ સંક્લેશ પરિણામોમાં સમ્યક્ત્વ ઊપજતું નથી; જાગ્રતાવસ્થામાં થાય પણ નિદ્રાવસ્થામાં થાય નહિ. પૂર્ણ પયારપ્તિવાળાને થાય પણ અપર્યાપ્તઅવસ્થામાં થાય નહિ; સંસારકિનારો જેને નજીક વર્તતો હોય અર્થાત્ નિકટભવ્ય હોય, કારણ
સમ્યક્ત્વ ઊપજતું નથી; તથા જ્ઞાની હોય એટલે સાકાર ઉપયોગવાન હોય, કારણ કે નિરાકાર દર્શનોપયોગમાં સમ્યક્ત્વ ઊપજતું નથી. આવા જીવને સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે.
હવે, સમ્યક્ત્વના ત્રણ પ્રકાર છે તેમાં, ઔપશમિક અને ક્ષયિક -સમ્યક્ત્વની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે કહે છેઃ —
અર્થઃ — મિથ્યાત્વ, સમ્યગ્મિથ્યાત્વ, સમ્યક્પ્રકૃતિમિથ્યાત્વ, અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ સાત મોહકર્મની પ્રકૃતિઓનો ઉપશમ થતાં ઔપશમિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે તથા એ સાતે મોહકર્મની પ્રકૃતિઓનો ક્ષય થતાં ક્ષયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. આ ક્ષયિક સમ્યક્ત્વ કેવળજ્ઞાની વા શ્રુતકેવળીના નિકટપણામાં કર્મભૂમિના મનુષ્યને જ ઊપજે છે.
ભાવાર્થઃ — અહીં એમ જાણવું કે ક્ષયિક સમ્યક્ત્વનો પ્રારંભ તો
Page 165 of 297
PDF/HTML Page 189 of 321
single page version
કેવલી-શ્રુતકેવલીની નિકટતામાં કર્મભૂમિના મનુષ્યને જ થાય છે તથા તેની નિષ્ઠાપના (પૂર્ણતા) અન્ય ગતિમાં (ચારે ગતિમાંથી કોઈ એકમાં) પણ થાય છે.૧
હવે, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કેવી રીતે થાય છે તે કહે છેઃ —
અર્થઃ — પૂર્વોક્ત સાત પ્રકૃતિઓમાંથી છ પ્રકૃતિઓનો ઉદય ન હોય, તથા સજતિરૂપે એટલે સમાનજાતીય પ્રકૃતિરૂપે ઉદય હોય તથા સમ્યક્કર્મપ્રકૃતિનો ઉદય થતાં ક્ષાયોપશમિક સમ્યક્ત્વ થાય છે.
ભાવાર્થઃ — મિથ્યાત્વ અને સમ્યગ્મિથ્યાત્વના ઉદયનો અભાવ હોય સમ્યક્પ્રકૃતિનો ઉદય હોય, અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભના ઉદયનો અભાવ હોય તથા વિસંયોજન૨ કરી અપ્રત્યાખ્યાનાવરણદિરૂપથી ઉદયમાન હોય, તે વેળા ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ઊપજે છે. આ ત્રણે સમ્યક્ત્વની ઉત્પત્તિનું વિશેષ કથન શ્રી ગોમ્મટસાર – લબ્ધિસારથી જાણવું.
હવે ઔપશમિક – ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, અનંતાનુબંધીનું વિસંયોજન તથા દેશવ્રત — એ ત્રણેનું પ્રાપ્ત થવું તથા છૂટી જવું ઉત્કૃષ્ટતાથી કહે છેેઃ — ૧જુઓ ગોમ્મટસાર જીવ૦ ગાથા ૬૪૭ ૨જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને અન્ય ચરિત્રમોહનીયની પ્રકૃતિરૂપ પરિણમાવી તેની (અનંતાનુબંધીની) સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે.
Page 166 of 297
PDF/HTML Page 190 of 321
single page version
અર્થઃ — ઔપશમિક-ક્ષાયોપશમિક એ બંને સમ્યક્ત્વ તથા અનંતાનુબંધીનો વિનાશ અર્થાત્ વિસંયોજન (એટલે તેને અપ્રત્યાખ્યાનદિરૂપ પરિણમાવવું ) અને દેશવ્રત એ ચારેને આ જીવ ઉત્કૃષ્ટ અસંખ્યાત વાર ગ્રહણ કરે છે તથા છોડે છે.
ભાવાર્થઃ — પલ્યના અસંખ્યાતમા ભાગપ્રમાણ જે અસંખ્યાત છે તેટલી વાર ઉત્કૃષ્ટપણે (ઉપરનાં ચારેને) આ જીવ ગ્રહણ કરે તથા છોડે, તે પછી મુક્તિ પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે સાત પ્રકૃતિના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું સમ્યક્ત્વ જેનાથી જાણી શકાય એવા તત્ત્વાર્થશ્રદ્ધાનને નવ ગાથાસૂત્રો દ્વારા કહે છેઃ —
અર્થઃ — જે પુરુષ સપ્ત ભંગો દ્વારા અનેકાન્તતત્ત્વોનું નિયમથી શ્રદ્ધાન કરે છે, [કારણ કે લોકોના પ્રશ્નવશ વિધિ – નિષેધથી વચનના સાત જ ભંગ થાય છે. (યથા प्रश्नवशादेकस्मिन्वस्तुन्यविरोधेन
Page 167 of 297
PDF/HTML Page 191 of 321
single page version
विधिप्रतिषेधविकल्पना सप्तभंगीः શ્રી રાજવર્તિક – સૂત્ર ૫, કરિકા ૫, પૃષ્ઠ ૨૪) તેથી વ્યવહારપ્રવર્તના અર્થે પણ સાત ભંગોથી વચનની પ્રવૃત્તિ થાય છે.] વળી જે જીવ – અજીવદિ નવ પ્રકારના પદાર્થોને શ્રુતજ્ઞાનપ્રમાણથી અને તેના ભેદ જે નય તેનાથી પોતાના આદર યત્ન-ઉદ્યમથી માને – શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ — વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત છે. જેમાં અનેક અંત અર્થાત્ ધર્મ હોય તેને અનેકાન્ત કહે છે. તે ધર્મ અસ્તિત્વ, નસ્તિત્વ, એકત્વ, અનેકત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, ભેદત્વ, અભેદત્વ, અપેક્ષાત્વ, દૈવસાધ્યત્વ, પૌરુષસાધ્યત્વ, હેતુસાધ્યત્વ, આગમસાધ્યત્વ, અંતરંગત્વ, બહિરંગત્વ ઇત્યદિ તો સામાન્ય ધર્મ છે તથા દ્રવ્યત્વ, પર્યાયત્વ, જીવત્વ, અજીવત્વ, સ્પર્શત્વ, રસત્વ, ગન્ધત્વ, વર્ણત્વ, શબ્દત્વ, શુદ્ધત્વ, અશુદ્ધત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, સંસરિત્વ, સિદ્ધત્વ, અવગાહત્વ, ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, વર્તનાહેતુત્વ ઇત્યદિ વિશેષ ધર્મ છે.
હવે પ્રશ્નકારના પ્રશ્નવશાત્ વિધિ-નિષેધરૂપ વચનના સાત ભંગ થાય છે. તેને ‘સ્યાત્’ એ પદ લગાવવું. સ્યાત્ એટલે ‘કથંચિત્’ – ‘કોઈ પ્રકારથી’ એવા અર્થમાં છે. એ વડે વસ્તુને અનેકાન્તરૂપ સાધવી. ત્યાં (૧) ‘વસ્તુ સ્યાત્ અસ્તિરૂપ છે’ એ પ્રમાણે કોઈ પ્રકારથી – પોતાના દ્રવ્ય-ક્ષેત્ર -કાળ-ભાવથી – વસ્તુને અસ્તિત્વરૂપ કહે છે, (૨) ‘વસ્તુ સ્યાત્ નસ્તિત્વરૂપ છે’ એ પ્રમાણે પર વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નસ્તિત્વરૂપ કહે છે, (૩) ‘વસ્તુ સ્યાત્ અસ્તિત્વ – નસ્તિત્વરૂપ છે’ એ પ્રમાણે વસ્તુમાં બંને ધર્મ હોય છે અને વચન દ્વારા ક્રમથી કહેવામાં આવે છે, (૪) ‘વસ્તુ સ્યાત્ – અવક્તવ્ય છે’ એ પ્રમાણે વસ્તુમાં બંને ધર્મ એક કાળમાં હોય છે તોપણ વચન દ્વારા એક કાળમાં તે કહ્યા જતા નથી તેથી તે કોઈ પ્રકારથી અવક્તવ્ય છે, (૫) ‘વસ્તુ સ્યાત્ અસ્તિઅવક્તવ્ય છે’ એ પ્રમાણે અસ્તિત્વથી કહી જાય છે અને બંને ધર્મ એક કાળમાં છે તેથી કહી જતી નથી એ રીતે વક્તવ્ય પણ છે તથા અવક્તવ્ય પણ છે, તેથી સ્યાત્ અસ્તિઅવક્તવ્ય’ છે. (૬) એ જ પ્રમાણે ‘વસ્તુ સ્યાત્ નસ્તિ-અવક્તવ્ય છે’ એમ કહેવી, તથા (૭) બંને ધર્મ ક્રમપૂર્વક કહ્યા જાય પણ એક સાથે કહ્યા
Page 168 of 297
PDF/HTML Page 192 of 321
single page version
ન જાય માટે ‘વસ્તુ સ્યાત્ અસ્તિનસ્તિ-અવક્તવ્ય છે.’ એ પ્રમાણે સાત જ ભંગ કોઈ પ્રકારથી સંભવે છે. અને એ જ રીતે એકત્વ, અનેકત્વ અદિ સામાન્ય ધર્મો ઉપર સાત ભંગ વિધિ – નિષેધપૂર્વક લગાવવા. જ્યાં જેવી અપેક્ષા સંભવિત હોય ત્યાં તેવી લગાવવી.
વળી એ જ પ્રમાણે જીવત્વ અદિ વિશેષ ધર્મોમાં પણ (સાત સાત ભંગ) લગાવવા. જેમ જીવ નામની વસ્તુ ઉપર ‘સ્યાત્ જીવત્વ, સ્યાત્ અજીવત્વ’ ઇત્યદિ પ્રકારે લગાવવા. ત્યાં અપેક્ષા આ પ્રમાણે છે કે — પોતાનો જીવત્વધર્મ પોતાનામાં છે માટે જીવત્વ છે, પણ પર અજીવનો અજીવત્વ ધર્મ તેમાં નથી, તથા અન્ય ધર્મને મુખ્ય કરી કહીએ તો તેની અપેક્ષાએ અજીવત્વ છે ઇત્યદિ પ્રકારથી લગાવવા. તથા જીવ અનંત છે એની અપેક્ષાએ પોતાનું જીવત્વ પોતાનામાં છે અને પરનું જીવત્વ તેમાં નથી તેથી એ અપેક્ષાએ અજીવત્વ છે એમ પણ સાધી શકાય છે. ઇત્યદિ અનદિનિધન અનંત જીવ – અજીવ વસ્તુ છે, તે સર્વમાં પોતપોતાના દ્રવ્યત્વ – પર્યાયત્વ અદિ અનંત ધર્મ છે, તે સર્વ સહિત સપ્તભંગ સાધવા. વળી તેના સ્થૂલ પર્યાય છે તે પણ ચિરકાળસ્થાયી અનેક ધર્મરૂપ હોય છે, જેમ કે જીવ સંસારી – સિદ્ધ. સંસારીમાં ત્રસ અને સ્થાવર, તેમાં મનુષ્ય – તિર્યંચ અદિ, પુદ્ગલમાં પણ અણુ-સ્કંધ, ઘટ-પટ અદિ. હવે તેમાં પણ કથંચિત્ વસ્તુપણું સંભવે છે; એ પણ ઉપર પ્રમાણે સપ્તભંગથી સાધવા. વળી એ જ પ્રમાણે જીવ-પુદ્ગલના સંયોગથી થયેલા આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, પુણ્ય, પાપ અને મોક્ષ અદિ ભાવમાં પણ બહુધર્મપણાની અપેક્ષાએ તથા પરસ્પર વિધિ – નિષેધથી અનેક ધર્મરૂપ કથંચિત્ વસ્તુપણું સંભવે છે. એ સર્વ પણ સપ્તભંગથી સાધવા.
જેમ એક પુરુષમાં પિતાપણું, પુત્રપણું, મામાપણું, ભાણેજપણું, કાકાપણું અને ભત્રિજાપણું અદિ ધર્મ હોય છે તે પોતપોતાની અપેક્ષાએ વિધિ-નિષેધપૂર્વક સાત ભંગ દ્વારા જાણવા. આ નિયમથી જાણવું કે – વસ્તુમાત્ર અનેક ધર્મસ્વરૂપ છે. તે સર્વને જે અનેકાન્ત જાણી શ્રદ્ધાન કરે તથા એ જ પ્રમાણે લોકમાં વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યગ્દ્રષ્ટિ છે. જીવ, અજીવ, આસ્રવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ નવ
Page 169 of 297
PDF/HTML Page 193 of 321
single page version
પદાર્થ છે, તેમને ઉપર પ્રમાણે જ સાત ભંગથી સાધવા. તેનું સાધન શ્રુતજ્ઞાનપ્રમાણ છે, તેના ભેદ દ્રવ્યર્થિક – પર્યાયર્થિક છે અને તેના પણ ભેદ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ૠજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય છે. વળી તેના પણ ઉત્તરોત્તર જેટલા વચનના પ્રકાર છે તેટલા ભેદ છે. તેને પ્રમાણસપ્તભંગી તથા નયસપ્તભંગીના વિધાન દ્વારા સાધી શકાય છે. એનું કથન પ્રથમ લોકભાવનામાં કર્યું છે, તથા તેનું વિશેષ કથન શ્રી તત્ત્વાર્થસૂત્રની ટીકાથી જાણવું. એ પ્રમાણે પ્રમાણ – નય દ્વારા જીવદિ પદાર્થોને જાણીને જે શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ થાય છે.
અહીં આ વિશેષ જાણવું કે – નય, વસ્તુના એક એક ધર્મનો ગ્રાહક છે અને તે પોતપોતાના વિષયરૂપ ધર્મને ગ્રહણ કરવામાં સમાન છે, તોપણ પુરુષ પોતાના પ્રયોજનવશ તેને મુખ્ય – ગૌણ કરીને કહે છે. જેમ જીવ નામની વસ્તુમાં અનેક ધર્મ છે તોપણ ચેતનપણું અદિ પ્રાણધારણપણું અજીવોથી અસાધારણ જોઈએ. અજીવોથી (જીવને) જુદો બતાવવા માટે પ્રયોજનવશ મુખ્ય કરી ચેતનવસ્તુનું ‘જીવ’ નામ રાખ્યું. એ જ પ્રમાણે સર્વ ધર્મોંને પ્રયોજનવશ મુખ્ય – ગૌણ કરવાની વિધિ જાણવી.
અહીં એ જ આશયથી અધ્યાત્મ કથનીમાં મુખ્યને તો નિશ્ચય કહ્યો છે તથા ગૌણને વ્યવહાર કહ્યો છે. ત્યાં અભેદધર્મને તો પ્રધાનપણે નિશ્ચયનો વિષય કહ્યો અને ભેદ-નયને ગૌણ કરી વ્યવહાર કહ્યો. વળી દ્રવ્ય તો અભેદ છે તેથી નિશ્ચયનો આશ્રય દ્રવ્ય છે, તથા પર્યાય ભેદરૂપ છે તેથી વ્યવહારનો આશ્રય પર્યાય છે. ત્યાં પ્રયોજન આ છે કે – વસ્તુને ભેદરૂપ તો સર્વ લોક જાણે છે – અને જે જાણે છે તે જ પ્રસિદ્ધ છે, તેનાથી તો લોક પર્યાયબુદ્ધિ છે. જીવને નરનારકદિક પર્યાય છે, રાગ – દ્વેષ – ક્રોધ – માન – માયા – લોભદિ પર્યાય છે તથા જ્ઞાનના ભેદરૂપ મતિજ્ઞાનદિ પણ પર્યાય છે, એ સર્વ પર્યાયોને જ લોક જીવ માને છે, તેથી એ પર્યાયોમાં અભેદરૂપ અનદિ અનંત એકભાવરૂપ ચેતનાધર્મને ગ્રહણ કરી તેને નિશ્ચયનયનો વિષય કહી જીવદ્રવ્યનું જ્ઞાન કરાવ્યું, અને પર્યાયશ્રિત ભેદનયને ગૌણ કર્યો. અભેદદ્રષ્ટિમાં તે (ભેદનય) દેખાતો નથી તેથી અભેદનયનું દ્રઢશ્રદ્ધાન કરાવવા માટે કહ્યું કે – પર્યાયનય છે તે વ્યવહાર છે – અભૂતાર્થ છે – અસત્યાર્થ
Page 170 of 297
PDF/HTML Page 194 of 321
single page version
છે. ભેદબુદ્ધિના એકાન્તનું નિરાકરણ કરવા માટે આમ કહેવામાં આવે છે. પરંતુ ત્યાં એમ નથી કે આ ભેદ છે તેને અસત્યાર્થ કહ્યો છે – વસ્તુનું સ્વરૂપ નથી. જો એ પ્રમાણે કોઈ સર્વથારૂપ માને તો તે અનેકાન્તમાં સમજ્યો નથી પણ સર્વથા એકાન્તશ્રદ્ધાનથી મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. અધ્યાત્મશાસ્ત્રમાં જ્યાં નિશ્ચય-વ્યવહારનય કહ્યા છે ત્યાં પણ એ બંનેના પરસ્પર વિધિ – નિષેધપૂર્વક સપ્તભંગથી વસ્તુને સાધવી. જો એકને સર્વથા સત્યાર્થ માનવામાં આવે અને એકને સર્વથા અસત્યાર્થ માનવામાં આવે તો ત્યાં મિથ્યાશ્રદ્ધાન થાય છે માટે ત્યાં પણ ‘કથંચિત્’ સમજવું.
વળી અન્ય વસ્તુને અન્યમાં આરોપણ કરી પ્રયોજન સાધવામાં આવે છે તેને ઉપચારનય કહેવામાં આવે છે અને તે પણ વ્યવહારનયમાં ગર્ભિત છે એમ કહ્યું છે. જ્યાં પ્રયોજન કે નિમિત્ત હોય ત્યાં ઉપચાર પ્રવર્તે છે. જેમ ‘ઘીનો ઘડો’ કહીએ ત્યાં માટીના ઘડાના આશ્રયે ઘી ભર્યું હોય ત્યાં વ્યવહારીજનોને આધાર – આધેયભાવ દેખાય છે તેને પ્રધાન કરીને કહેવામાં આવે છે કે ‘ઘીનો ઘડો છે’. લોક પણ એમ જ કહેવાથી સમજે અને ઘીનો ઘડો મંગાવે તો તેને લાવે. તેથી ઉપચારમાં પણ પ્રયોજન સંભવે છે. એ જ પ્રમાણે અભેદનયને મુખ્ય કરવામાં આવે ત્યાં અભેદદ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી ત્યારે તેમાં જ ભેદ કહે તે અસત્યાર્થ છે એટલે ત્યાં પણ ઉપચાર સિદ્ધ થાય છે. આ મુખ્ય ગૌણના ભેદને (રહસ્યને) સમ્યગ્દ્રષ્ટિ જાણે છે.
મિથ્યાદ્રષ્ટિ અનેકાન્તવસ્તુને જાણતો નથી પણ સર્વથા એક ધર્મ ઉપર દ્રષ્ટિ પડતાં તેને જ સર્વથારૂપ વસ્તુ માની અન્ય ધર્મોને કાં તો સર્વથા ગૌણ કરી અસત્યાર્થ માને છે અને કાં તો અન્ય ધર્મોનો સર્વથા અભાવ જ માને છે – મિથ્યાશ્રદ્ધાનને દ્રઢ કરે છે. અને તે મિથ્યાત્વ નામની કર્મ-પ્રકૃતિના ઉદયથી યથાર્થ શ્રદ્ધા થતી નથી તેથી એ પ્રકૃતિના કાર્યને પણ મિથ્યાત્વ જ કહેવામાં આવે છે. એ પ્રકૃતિનો અભાવ થતાં તત્ત્વાર્થોનું યથાર્થ શ્રદ્ધાન થાય છે તે આ અનેકાન્તવસ્તુમાં પ્રમાણ નયથી સાતભંગ દ્વારા સાધવામાં આવે તે સમ્યક્ત્વનું કાર્ય છે. તેથી તેને પણ સમ્યક્ત્વ જ કહેવામાં આવે છે એમ જાણવું.
જૈનદર્શનની કથની અનેક પ્રકારથી છે તેને અનેકાન્તરૂપ સમજવી
Page 171 of 297
PDF/HTML Page 195 of 321
single page version
અને તેનું ફળ અજ્ઞાનનો નાશ થઈ ઉપાદેયની બુદ્ધિ તથા વીતરાગતાની પ્રપ્તિ છે. આ કથનનો મર્મ (રહસ્ય) પામવો મહાભાગ્યથી બને છે. આ પંચમ કાળમાં હાલ આ કથનીના વક્તા ગુરુનું નિમિત્ત સુલભ નથી. તેથી શાસ્ત્રને સમજવાનો નિરંતર ઉદ્યમ રાખી (શાસ્ત્રને યથાર્થ) સમજવું યોગ્ય છે; કારણ કે મુખ્યપણે તેના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રપ્તિ થાય છે. જોકે જિનેન્દ્ર-પ્રતિમાનાં દર્શન તથા પ્રભાવનાઅંગનું દેખવું ઇત્યદિ સમ્યક્ત્વની પ્રપ્તિનાં કારણો છે તો પણ શાસ્ત્રશ્રવણ કરવું, ભણવું, તેનું ચિંતવન કરવું, ધારણ કરવું તથા હેતુ
જાણી, નયવિવક્ષા સમજી, વસ્તુના અનેકાન્તસ્વરૂપનો નિશ્ચય કરવો એ મુખ્ય કારણ છે. તેથી ભવ્યજીવોએ તેનો (આગમના અભ્યાસનો) ઉપાય નિરંતર રાખવો યોગ્ય છે.
હવે સમ્યગ્દ્રષ્ટિ થતાં અનંતાનુબંધીકષાયનો અભાવ થઈ તેના કેવા પરિણામ થાય છે તે કહે છેઃ —
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ છે તે પુત્ર-કલત્ર અદિ સર્વ પરદ્રવ્યો તથા પરદ્રવ્યોના ભાવોમાં ગર્વ કરતો નથી, (જો પરદ્રવ્યોથી પોતાને મોટો માને તો તેને સમ્યક્ત્વ શાનું?) ઉપશમભાવોને ચિંતવે છે. અનંતાનુબંધી સંબંધી તીવ્ર રાગ-દ્વેષ પરિણામોના અભાવથી ઉપશમભાવોની નિરંતર ભાવના રાખે છે તથા પોતાના આત્માને તૃણસમાન હલકો માને છે, કારણ કે પોતાનું સ્વરૂપ તો અનંત જ્ઞાનદિરૂપ છે એટલે જ્યાં સુધી તેની પ્રપ્તિ ન થાય ત્યાં સુધી તે પોતાને તૃણ બરાબર માને છે, કોઈ પદાર્થમાં ગર્વ કરતો નથી.
Page 172 of 297
PDF/HTML Page 196 of 321
single page version
અર્થઃ — જોકે અવિરતસમ્યગ્દ્રષ્ટિ ઇન્દ્રિયવિષયોમાં આસક્ત છે, ત્રસ – સ્થાવરજીવોનો ઘાત જેમાં થાય એવા સર્વ આરંભમાં વર્તી રહ્યો છે, તથા અપ્રત્યાખ્યાનાવરણદિ કષાયોના તીવ્ર ઉદયોથી વિરક્ત થયો નથી તો પણ તે એમ જાણે છે કે આ મોહકર્મના ઉદયનો વિલાસ છે, મારા સ્વભાવમાં તે નથી, ઉપધિ છે – રોગવત્ છે – તજવા યોગ્ય છે. વર્તમાન કષાયોની પીડા સહન થતી નથી તેથી અસમર્થ બની આ વિષયોનું સેવન તથા ઘણા આરંભમાં પ્રવર્તવું થાય છે એમ તે માને છે.૧
અર્થઃ — જે ઇન્દ્રિયોના વિષયોથી તથા ત્રસ-સ્થાવરજીવોની હિંસાથી વિરક્ત નથી, પરંતુ જિનેન્દ્રદેવ દ્વારા કથિત પ્રવચનનું શ્રદ્ધાન કરે છે તે અવિરતસમ્યગ્દ્રષ્ટિ છે. સંયમ બે પ્રકારનો છેઃ એક ઇન્દ્રિયસંયમ તથા બીજો પ્રાણસંયમ. ઇન્દ્રિય – વિષયોથી વિરક્ત થવાને ઇન્દ્રિયસંયમ કહે છે તથા સ્વપરજીવના પ્રાણોની રક્ષાને પ્રાણસંયમ કહે છે. આ (ચોથા) ગુણસ્થાનમાં એ બંને સંયમોમાંથી કોઈ પણ સંયમ હોતો નથી તેથી તેને અવિરતસમ્યગ્દ્રષ્ટિ કહે છે. હા, એટલું ખરું કે – પ્રયોજન વિના કોઈ પણ હિંસામાં તે પ્રવૃત્ત પણ થતો નથી.
અર્થઃ — ચૌદ પ્રકારના જીવસમાસમાં અને અઠ્ઠાવીસ પ્રકારના ઇન્દ્રિય -વિષયોમાં જે વિરક્ત ન થવું તેને અસંયમ કહે છે. (ગા૦ ૪૭૭). પાંચ રસ, પાંચ વર્ણ, બે ગંધ, આઠ સ્પર્શ, સાત સ્વર અને એક મન એ ઇન્દ્રિયોના અઠ્ઠાવીસ વિષય છે. (જુઓ – ગો૦ જી૦ ગા૦ ૪૭૮)
Page 173 of 297
PDF/HTML Page 197 of 321
single page version
અર્થઃ — વળી કેવો છે તે સમ્યગ્દ્રષ્ટિ? ઉત્તમ ગુણો જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્ર-તપ અદિનું ગ્રહણ કરવામાં તો અનુરાગી (ભાવનાવંત) હોય છે, એ ગુણો ધારક ઉત્તમ સાધુજનોના વિનયથી યુક્ત હોય છે તથા પોતા સમાન સમ્યગ્દ્રષ્ટિ સાધર્મી જનોમાં અનુરાગી – વાત્સલ્યગુણ સહિત હોય એવો તે ઉત્તમ સમ્યગ્દ્રષ્ટિ હોય છે. એ ત્રણે ભાવ ન હોય તો જાણવું કે તેનામાં સમ્યક્ત્વનું યથાર્થપણું નથી.૧
અર્થઃ — આ જીવ, દેહની સાથે મળી રહ્યો છે તો પણ, પોતાના જ્ઞાનગુણ વડે પોતાને દેહથી જુદો જ જાણે છે. વળી દેહ જીવની સાથે મળી રહ્યો છે તો પણ, તેને (દેહને) તે કંચુક એટલે કપડાના જામા જેવો જાણે છે. જેમ દેહથી જામો જુદો છે તેમ જીવથી દેહ જુદો છે, એમ તે જાણે છે.
તાસ ન સમકિત માનીએ, આગમ નીતિ એમ.
Page 174 of 297
PDF/HTML Page 198 of 321
single page version
અર્થઃજે જીવ દોષરહિતને દેવ માને છે, સર્વ જીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને છે તથા નિર્ગ્રન્થગુરુને ગુરુ માને છે તે પ્રગટપણે સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ — સર્વજ્ઞ વીતરાગ અઢાર દોષોથી રહિત દેવને દેવ માને છે, પણ અન્ય દોષરહિત દેવ છે તેને ‘આ સંસારી છે, પણ મોક્ષમાર્ગી નથી’ એમ જાણી વંદતો – પૂજતો નથી, અહિંસામય ધર્મને ધર્મ જાણે છે. વળી દેવતાઓને અર્થે યજ્ઞદિમાં પશુને ઘાત કરી ચઢાવવામાં (લોકો) ધર્મ માને છે પણ તેમાં પાપ જ જાણી પોતે તેમાં પ્રવર્તતો નથી તથા ગ્રંથી (બાહ્ય – અંતરંગ પરિગ્રહની મૂર્છા – પકડ) સહિત અનેક અન્યમતી વેષધારીઓ છે વા કાળદોષથી જૈનમતમાં પણ વેષધારી નિપજ્યા છે તે સર્વને વેષધારી – પાખંડી જાણે પણ તેને વંદે – પૂજે નહિ, પરંતુ સર્વપરિગ્રહરહિત હોય તેમને જ ગુરુ માની વંદન – પૂજન કરે; કારણ કે દેવ-ગુરુ-ધર્મના આશ્રયથી તો મિથ્યા કે સમ્યક્ ઉપદેશ પ્રવર્તે છે. એ કુદેવ -કુગુરુ-કુધર્મનું વંદન – પૂજન તો દૂર રહો તેના સંસર્ગમાત્રથી પણ શ્રદ્ધાન બગડી જાય છે માટે સમ્યગ્દ્રષ્ટિ તો તેઓની સંગતિ પણ કરતો નથી. સ્વામી સમંતભદ્રઆચાર્યે રત્નકરંડશ્રાવકાચારમાં એમ કહ્યું છે કે – ભયથી, આશાથી, સ્નેહથી કે લોભથી એ કુદેવ, કુઆગમ તથા કુલિંગી – વેષધારીને પ્રણામ કે તેમનો વિનય જે સમ્યગ્દ્રષ્ટિ છે તે કરતો નથી૧, તેઓના સંસર્ગથી પણ શ્રદ્ધાન બગડે છે – ધર્મની પ્રપ્તિ તો દૂર જ રહી એમ જાણવું.
હવે મિથ્યાદ્રષ્ટિ કેવો હોય છે તે કહે છેઃ —
Page 175 of 297
PDF/HTML Page 199 of 321
single page version
અર્થઃ — જે જીવ દોષોસહિત દેવોને તો દેવ માને છે, જીવહિંસા સહિતમાં ધર્મ માને છે તથા પરિગ્રહાસક્તને ગુરુ માને છે તે પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ છે.
ભાવાર્થઃ — ભાવમિથ્યાદ્રષ્ટિ તો અદ્રષ્ટ – છુપો મિથ્યાદ્રષ્ટિ છે, પરંતુ જે રાગ-દ્વેષ-મોહ અદિ અઢાર દોષોસહિત કુદેવોને દેવ માની વંદે – પૂજે છે, હિંસા – જીવઘાતદિમાં ધર્મ માને છે તથા પરિગ્રહમાં આસક્ત એવા વેષધારીને ગુરુ માને છે તે તો પ્રગટ – પ્રસિદ્ધ મિથ્યાદ્રષ્ટિ છે.
હવે કોઈ કહે છે કે ‘‘વ્યંતરદિ દેવ લક્ષ્મી આપે છે – ઉપકાર કરે છે, તો તેઓનું પૂજન – વંદન કરવું કે નહિ?’ તેનો ઉત્તર કહે છેઃ –
અર્થઃ — આ જીવને કોઈ વ્યંતરદિ દેવ લક્ષ્મી આપતો નથી, કોઈ અન્ય ઉપકાર પણ કરતો નથી, પરંતુ માત્ર જીવનાં પૂર્વસંચિત શુભાશુભ કર્મો જ ઉપકાર કે અપકાર કરે છે.
ભાવાર્થઃ — કોઈ એમ માને છે કે — ‘‘વ્યંતરદિ દેવ અમને લક્ષ્મી આપે છે – અમારો ઉપકાર કરે છે તેથી તેઓનું અમે પૂજન – વંદન કરીએ છીએ,’’ પણ એ જ મિથ્યાબુદ્ધિ છે. પ્રથમ તો આ કાળમાં ‘કોઈ વ્યંતરદિ આપતો હોય’ એવું પ્રત્યક્ષ પોતે દેખ્યું નથી – ઉપકાર કરતો દેખાતો નથી. જો એમ હોય તો તેને પૂજવાવાળા જ દરિદ્રી-દુઃખી – રોગી શા માટે રહે? માટે તે વ્યર્થ કલ્પના કરે છે. વળી પરોક્ષરૂપ પણ એવો નિયમરૂપ સંબંધ દેખાતો નથી કે જે પૂજે તેમને અવશ્ય ઉપકારદિ થાય જ છે; માત્ર આ મોહી જીવ નિરર્થક જ વિકલ્પ ઉપજાવે છે. પૂર્વસંચિત શુભાશુભકર્મો છે તે જ આ જીવને સુખ, દુઃખ, ધન, દરિદ્રતા, જીવન, મરણ કરે છે.
Page 176 of 297
PDF/HTML Page 200 of 321
single page version
અર્થઃ — વ્યંતરદેવને જ ભક્તિપૂર્વક પૂજતાં જો તે લક્ષ્મી આપે છે તો ધર્મ કરવાનું પ્રયોજન શું? એમ સમ્યગ્દ્રષ્ટિ વિચારે છે.
ભાવાર્થઃ — પ્રયોજન તો લક્ષ્મીનું છે. વ્યંતરદેવને જ પૂજતાં તે લક્ષ્મી આપે છે તો ધર્મ શા માટે સેવવો? વળી મોક્ષમાર્ગના પ્રકરણમાં સંસારની લક્ષ્મીનો અધિકાર પણ નથી અને સમ્યગ્દ્રષ્ટિ તો મોક્ષમાર્ગી છે – સંસારની લક્ષ્મીને હેય (છોડવા યોગ્ય) જાણે છે, તેની વાંચ્છા જ કરતો નથી. જો પુણ્યોદયથી મળે તો ભલે મળો, ન મળે તો ન મળો! તે તો માત્ર મોક્ષ સાધવાની જ ભાવના ભાવે છે. તેથી તે સંસારીદેવદિને શા માટે પૂજે – વંદે? કદી પણ તેમને વંદે – પૂજે નહિ.
હવે સમ્યગ્દ્રષ્ટિનો વિચાર કહે છેઃ —
અર્થઃ — જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધાનથી જે જન્મ – મરણ ઉપલક્ષણથી દુઃખ – સુખ – રોગ – દરિદ્રતા અદિ થવું સર્વજ્ઞદેવે જાણ્યું છે, તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જે પ્રમાણે થવા યોગ્ય