Yogsar Doha (Gujarati). Gatha: 96-108 ; SONGADH (Di : BHAVNAGAR, Ta : SHIHOR) Pincode : 364250.

< Previous Page  


Combined PDF/HTML Page 4 of 4

 

Page 51 of 58
PDF/HTML Page 61 of 68
single page version

background image
આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્રજ્ઞાન વ્યર્થ છેઃ
जो णवि जाणइ अप्पु परु णवि परभाउ चएइ
सो जाणउ सत्थइं सयलं ण हु सिवसुक्खु लहेइ ।।९६।।
यः नैव जानाति आत्मानं परं नैव परभावं त्यजति
स जानातु शास्त्राणि सकलानि न खलु शिवसौख्यं लभते ।।९६।।
નિજ પરરૂપથી અજ્ઞ જન, જે ન તજે પરભાવ;
જાણે કદી સૌ શાસ્ત્ર પણ, થાય ન શિવપુર રાવ. ૯૬.
અન્વયાર્થ[यः] જે [परं आत्मानं] પરમાત્માને [न एव
जानाति] જાણતો નથી અને [परभावं] પરભાવને [न त्यजति] છોડતો
નથી, [सः] તે [सकलानि शास्त्राणि] ભલે સર્વશાસ્ત્રો [जानातु] જાણે પણ
તે [खलु] નિશ્ચયથી [शिवसौख्यं न लभते] શિવસુખને પામતો નથી. ૯૬.
પરમસમાધિ શિવસુખનું કારણ છેઃ
वज्जिय सयल वियप्पइं परम-समाहि लहंति
जं विंदहिं साणंदु क वि सो सिव-सुक्ख भणंति ।।९७।।
वर्जितं सकलविकल्पेन परमसमाधिं लभन्ते
यद् विन्दन्ति सानंदं किं अपि तत् शिवसौख्यं भणन्ति ।।९७।।
તજી કલ્પનાજાળ સૌ, પરમસમાધિલીન;
વેદે જે આનંદને, શિવસુખ કહેતા જિન. ૯૭.
અન્વયાર્થ[सकलविकल्पेन वर्जितं] સમસ્ત વિકલ્પોથી
રહિત [परमसमाधिं लभन्ते] પરમસમાધિ પામે છે [यद् सानंदं विदन्ति]
અને જે આનંદ સહિત વેદે છે, [तत्] તેને [किं अपि शिवसौख्यं भणन्ति]
કંઈક શિવસુખ કહે છે. ૯૭.

Page 52 of 58
PDF/HTML Page 62 of 68
single page version

background image
આત્મધ્યાન પરમાત્માનું કારણ છેઃ
जो पिंडत्थु पयत्थु बुह रूवत्थु वि जिणउत्तु
रूवातीतु मुणेहि लह जिम परु होहि पवित्तु ।।९८।।
यत् पिण्डस्थं पदस्थं बुध रूपस्थं अपि जिनोक्तं
रुपातीतं मन्यस्व लघु यथा परः भवसि पवित्रः ।।९८।।
જે પિંડસ્થ, પદસ્થ ને રૂપસ્થ, રૂપાતીત;
જાણી ધ્યાન જિનોક્ત એ, શીઘ્ર બનો સુપવિત્ર. ૯૮.
અન્વયાર્થ[बुध] હે જ્ઞાની! [जिनोक्तं ] જિન ભગવાને કહેલ
[यत् पिण्डस्थं पदस्थं रूपस्थं अपि रूपातीतं] જે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને
રૂપાતીત એ ચાર પ્રકારના ધ્યાન છે તેને [मन्यस्व] તું જાણ; [यथा] કે જેથી
તું [लघु] શીઘ્ર જ [पवित्रः परः] પવિત્ર પરમાત્મા [भवसि] થઈશ. ૯૮.
સમતાભાવે સર્વ જીવને જ્ઞાનમય જાણવા તે સામાયિક છેઃ
सव्वे जीवा णाणमया जो सम-भाव मुणेइ
सो सामाइउ जाणि फु डु जिणवर एम भणेइ ।।९९।।
सर्वे जीवाः ज्ञानमयाः (इति) यः समभावः मन्यते
तत् सामायिकं जानीहि स्फु टं जिनवरः एवं भणति ।।९९।।
સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ. ૯૯.
અન્વયાર્થ[सर्वे जीवाः ज्ञानमयाः] સર્વ જીવો જ્ઞાનમય છે
એવો [यः] જે [समभावः मन्यते] સમભાવ છે, [तत्] તેને [स्फु टं]
નિશ્ચયથી [सामायिकं] સામાયિક [जानीहि] જાણો, [एवं] એમ [जिनवरः
भणति] જિનવરદેવ કહે છે. ૯૯.

Page 53 of 58
PDF/HTML Page 63 of 68
single page version

background image
રાગ-દ્વેષનો ત્યાગ કરવો તે સામાયિક છેઃ
राय रोस बे परिहरिवि जो समभाउ मुणेइ
सो सामाइउ जाणि फु डु केवलि एम भणेइ ।।१००।।
राग-रोषौ द्वौ परिहृत्य यः समभावः मन्यते
तत् सामायिकं जानीहि स्फु टं जिनवरः एवं भणति ।।१००।।
રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતાભાવ;
તે સામાયિક જાણવું; ભાખે જિનવરરાવ. ૧૦૦.
અન્વયાર્થ[रागरोषौ द्वौ] રાગદ્વેષ એ બન્ને [परिहृत्य]
છોડીને [यः समभावः मन्यते] જે સમભાવ થાય છે [तत्] તેને [स्फु टं
सामायिकं जानीहि] નિશ્ચયથી સામાયિક જાણો, [एवं] એમ [जिनवरः
भणति] જિનવરદેવ કહે છે. ૧૦૦.
છેદોપસ્થાપના ચારિત્રઃ
हिंसादिउ-परिहारु करि जो अप्पा हु ठवेइ
सो बियऊ चारित्तु मुणि जो पंचम-गइ णेइ ।।१०१।।
हिंसादिकपरिहारं कृत्वा यः आत्मानं खलु स्थापयति
तद् द्वितीयं चारित्रं मन्यस्व यत् पंचमगतिं नयति ।।१०१।।
હિંસાદિકના ત્યાગથી, આત્મસ્થિતિકર જેહ;
તે બીજું ચારિત્ર છે, પંચમગતિ કર તેહ. ૧૦૧.
અન્વયાર્થ[हिंसादिकपरिहारं कृत्वा] હિંસાદિકનો ત્યાગ
કરીને [यः] જે [खलु] નિશ્ચયથી [आत्मानं स्थापयति] આત્માને સ્થિર કરે
છે, [तद्] તેને [द्वितीयं चारित्रं मन्यस्व] બીજું (છેદોપસ્થાપના) ચારિત્ર
જાણો [यत्] કે જે [पञ्चमगतिं नयति] મોક્ષગતિમાં લઈ જાય છે. ૧૦૧.

Page 54 of 58
PDF/HTML Page 64 of 68
single page version

background image
પરિહારવિશુદ્ધિચારિત્રઃ
मिच्छादिउ जो परिहरणु सम्मद्दंसण सुद्धि
सो परिहार-विसुद्धि मुणि लहु पावहि सिव-सिद्धि ।।१०२।।
मिथ्यादेः (?) यत् परिहरणं सम्यग्दर्शनविशुद्धिः
तां परिहारविशुद्धिं जानीहि लघु प्राप्नोषि शिवसिद्धिम् ।।१०२।।
મિથ્યાત્વાદિક પરિહરણ, સમ્યગ્દર્શનશુદ્ધિ;
તે પરિહારવિશુદ્ધિ છે, શીઘ્ર લહો શિવસિદ્ધિ. ૧૦૨.
અન્વયાર્થ[यत् मिथ्यादेः परिहरणं] જે મિથ્યાત્વાદિના
ત્યાગરૂપ [सम्यग्दर्शन शुद्धिः] સમ્યગ્દર્શનની વિશુદ્ધિ છે [तां] તેને
[परिहारविशुद्धिं जानीहि] પરિહારવિશુદ્ધિ ચારિત્ર જાણો, કે જેથી તું [लघु]
શીઘ્ર જ [शिवसिद्धिं प्राप्नोषि] શિવસિદ્ધિને પ્રાપ્ત કરીશ. ૧૦૨.
યથાખ્યાતચારિત્રઃ
सुहुमहं लोहहं जो विलउ जो सुहुमु वि परिणामु
सो सुहुमु वि चारित्त मुणि सो सासय-सुह-धामु ।।१०३।।
सूक्ष्मस्य लोभस्य यः विलयः यः सूक्ष्मः अपि परिणामः
तत् सूक्ष्मं अपि चारित्रं जानीहि तत् शाश्वतसुखधाम ।।१०३।।
સૂક્ષ્મ લોભના નાશથી, જે સુક્ષ્મ પરિણામ;
જાણો સૂક્ષ્મ-ચરિત્ર તે, જે શાશ્વત સુખધામ. ૧૦૩.
અન્વયાર્થ[सूक्ष्मस्य लोभस्य] સૂક્ષ્મ લોભનો [यः विलयः]
જે નાશ થવો, (અર્થાત્) [यः सूक्ष्मः अपि परिणामः] જે સૂક્ષ્મ
(વીતરાગ) પરિણામ થવો [तत्] તેને [सूक्ष्मं अपि चारित्रं] સૂક્ષ્મ
(યથાખ્યાત) ચારિત્ર [जानीहि] જાણો. [तत् शाश्वतसुखधाम] તે શાશ્વત
સુખનું ધામ છે. ૧૦૩.

Page 55 of 58
PDF/HTML Page 65 of 68
single page version

background image
આત્મા જ પંચપરમેષ્ઠી છેઃ
अरहंतु वि सो सिद्धु फु डु सो आयरिउ वियाणि
सो उवसायउ सो जिमुणि णिच्छइं अप्पा जाणि ।।१०४।।
अर्हन् अपिः सः सिद्धः स्फु टं स आचार्यः (इति) विजानीहि
स उपाध्यायः स एव मुनिः निश्चयेन आत्मा (इति) जानीहि ।।१०४।।
આત્મા તે અર્હંત છે, સિદ્ધ નિશ્ચયે એ જ;
આચારજ, ઉવઝાય ને સાધુ નિશ્ચય તે જ. ૧૦૪.
અન્વયાર્થ[निश्चयेन] નિશ્ચયથી [आत्मा] આત્મા જ [अर्हन्
अपि] અર્હંત છે [सः स्फु टं सिद्धः] તે જ સિદ્ધ છે અને [सः आचार्यः]
તે જ આચાર્ય છે. [विजानीहि] એમ જાણો; [सः उपाध्यायः] તે જ
ઉપાધ્યાય છે અને [सः एव मुनिः] તે જ મુનિ છે, [जानीहि] એમ
જાણો. ૧૦૪.
આત્મા જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છેઃ
सो सिउ संकरु विण्हु सो सो रुद्ध वि सो बुद्धु
सो जिणु ईसरु बंभु सो सो अणंतु सो सिद्धु ।।१०५।।
स शिवः शङ्करः विष्णुः स स रुद्रः अपि स बुद्धः
स जिनः ईश्वरः ब्रह्मा स स अनन्तः स सिद्ध ।।१०५।।
તે શિવ, શંકર, વિષ્ણુ ને રુદ્ર, બુદ્ધ, પણ તે જ;
બ્રહ્મા, ઇશ્વર, જિન તે, સિદ્ધ અનંત પણ તે જ. ૧૦૫.
અન્વયાર્થ[सः शिवः] તે જ શિવ છે, [शङ्करः] તે જ
શંકર છે, [सः विष्णुः] તે જ વિષ્ણુ છે, [सः रुद्रः अपि] તે જ રુદ્ર
છે, [सः बुद्धः] તે જ બુદ્ધ છે, [सः जिनः] તે જ જિન છે, [ईश्वरः]

Page 56 of 58
PDF/HTML Page 66 of 68
single page version

background image
તે જ ઈશ્વર છે, [सः ब्रह्मा] તે જ બ્રહ્મા છે, [सः अनन्तः] તે જ અનન્ત
છે, [सः सिद्ध] તે જ સિદ્ધ છે. ૧૦૫.
દેહમાં રહેલા આત્મા અને પરમાત્મામાં કાંઈ પણ તફાવત
નથીઃ
एव हि लक्खण-लखियउ जो वरु णिक्कलु देउ
देहहं मज्सहिं सो वसइ तासु ण विज्जइ भेउ ।।१०६।।
एवं हि लक्षणलक्षितः यः परः निष्कलः देवः
देहस्य मध्ये स वसति तयोः न विद्यते भेदः ।।१०६।।
એવા લક્ષણયુક્ત જે, પરમ વિદેહી દેવ;
દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર. ૧૦૬.
અન્વયાર્થ[एवं हि लक्षणलक्षितः] આ રીતે લક્ષણોથી
લક્ષિત [यः] જે [निष्कलः परः देवः] નિષ્કલ પરમાત્મા દેવ છે અને
[देहस्य मध्ये] દેહમાં [सः वसति] વસે છે, [तयोः] તે બન્નેમાં [भेदः
न विद्यते] કોઈ ભેદ નથી. ૧૦૬.
આત્મદર્શન જ સિદ્ધ થવાનો ઉપાય છેઃ
जे सिद्ध, जे सिज्झिहिं जे सिज्झहि जिण-उत्तु
अप्पा-दंसणिं ते वि फु डु एहउ जाणि णिभंतु ।।१०७।।
ये सिद्धाः ये सेत्स्यन्ति ये सिध्यन्ति जिनोक्त म्
आत्मदर्शनेन ते अपि स्फु टं एतत् जानीहि निर्भ्रान्तम् ।।१०७।।
જે સિદ્ધયા ને સિદ્ધશે, સિદ્ધ થતા ભગવાન;
તે આતમદર્શન થકી, એમ જાણ નિર્ભ્રાન્ત. ૧૦૭.
અન્વયાર્થ[ये सिद्धाः] જે સિદ્ધ થયા છે, [ये सेत्स्यन्ति]
જે સિદ્ધ થશે અને [ये सिध्यन्ति] જે સિદ્ધ થાય છે [ते अपि] તેઓ

Page 57 of 58
PDF/HTML Page 67 of 68
single page version

background image
પણ [स्फु टं] નિશ્ચયથી [आत्मदर्शनेन] આત્મદર્શનથી જ સિદ્ધ થયા છે,
[जिनोक्तं ] એમ જિનવરદેવે કહ્યું છે. [एतत् निर्भ्रान्तं जानीहि]
નિસ્સંશય જાણો. ૧૦૭.
संसारह भय-भीयएण जोगिचंद-मुणिएण
अप्पा-संबोहण कया दोहा इक्क-मणेण ।।१०८।।
संसारस्य भयभीतेन योगिचन्द्रमुनिना
आत्मसंबोधनाय कृतानि दोहकानि एकमनसा ।।१०८।।
સંસારે ભયભીત જે યોગીન્દુ મુનિરાજ;
એકચિત્ત દોહા રચે, નિજ સંબોધન કાજ. ૧૦૮.
અન્વયાર્થ[संसारस्य भयभीतेन] સંસારથી ભયભીત એવા
[योगिचन्द्रमुनिना] યોગીચંદ્ર મુનિએ [आत्मसंबोधनाय] આત્મસંબોધનને
માટે [एकमनसा] એકાગ્ર મનથી [दोहकानि] આ દોહાની [कृतानि] રચના
કરી છે. ૧૦૮.
યોગસાર સમાપ્ત
=