Yogsar Doha (Gujarati). Gatha: 19-57 ; Yogsar Doha Gatha : 26-50; Yogsar Doha Gatha : 51-75.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 4

 

Page 11 of 58
PDF/HTML Page 21 of 68
single page version

background image
[ध्यायन्ति] ધ્યાવે છે, તેઓ [लघु] શીઘ્ર [निर्वाणं] નિર્વાણને [लभन्ते]
પામે છે. ૧૮.
જિનેન્દ્રનું સ્મરણ પરમપદનું કારણ છેઃ
जिणु सुमिरहु जिणु चिंतवहु जिणु झायहु सुमणेण
सो झायंतहं परम-पउ लब्भइ एक्क-खणेण ।।१९।।
जिनं स्मरत जिनं चिन्तयत जिनं ध्यायत सुमनसा
तं ध्यायतां परमपदं लभ्यते एकक्षणेन ।।१९।।
જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ;
તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ. ૧૯
અન્વયાર્થ[सुमनसा] શુદ્ધ મનથી [जिनं स्मरत] જિનનું
સ્મરણ કરો, [जिनं चिन्तयत] જિનનું ચિંતન કરો અને [जिनं ध्यायत]
જિનનું ધ્યાન કરો; [तं ध्यायतां] તેનું ધ્યાન કરતાં, [एकक्षणेन] એક
ક્ષણમાં [परमपदं लभ्यते] પરમપદ પ્રાપ્ત થાય છે. ૧૯.
પોતાનો શુદ્ધ આત્મા અને જિનવરમાં કાંઈ પણ ભેદ
નથીઃ
सुद्धप्पा अरु जिणवरहं भेउ म किं पि वियाणि
मोक्खहं कारणे जोइया णिच्छईं एउ विजाणि ।।२०।।
शुद्धात्मनि च जिनवरे भेदं मा किमपि विजानीहि
मोक्षस्य कारणे योगिन् निश्चयेन एतद् विजानीहि ।।२०।।
જિનવર ને શુદ્ધાત્મમાં, કિંચિત્ ભેદ ન જાણ;
મોક્ષાર્થે હે યોગીજન! નિશ્ચયથી એ માન. ૨૦
અન્વયાર્થ[शुद्धात्मनि च जिनवरे] પોતાનો શુદ્ધ આત્મા
અને જિન ભગવાનમાં [किं अपि भेदं] કાંઈ પણ ભેદ [मा विजानीहि]

Page 12 of 58
PDF/HTML Page 22 of 68
single page version

background image
ન જાણ. [योगिन्] હે યોગી! [मोक्षस्य कारणे] મોક્ષના અર્થે [निश्चयेन]
નિશ્ચયથી [एतत्][विजानीहि] જાણ. ૨૦.
જિન તે જ આત્મા છે, એ સિદ્ધાન્તનો સાર છેઃ
जो जिणु सो अप्पा मुणहु इहु सिद्धंतहं सारु
इउ जाणेविणु जोइयहो छंडहु मायाचारु ।।२१।।
यः जिनः स आत्मा मन्यध्वं एष सिद्धान्तस्य सारः
इति ज्ञात्वा योगिनः त्यजत मायाचारम् ।।२१।।
જિનવર તે આતમ લખો, એ સિદ્ધાન્તિક સાર;
એમ જાણી યોગીજનો, ત્યાગો માયાચાર. ૨૧
અન્વયાર્થ[यः जिनः सः आत्मा] જે જિન છે તે આત્મા
છે[एषः][सिद्धान्तस्य सारः] સિદ્ધાંતનો સાર છે, એમ તમે
[मन्यध्वं] સમજો. [इति ज्ञात्वा] એમ સમજીને [योगिनः] હે યોગીઓ!
તમે [मायाचारं] માયાચારને [त्यज] છોડો. ૨૧.
હું જ પરમાત્મા છુંઃ
जो परमप्पा सो जि हउं जो हउं सो परमप्पु
इउ जाणेविणु जोइया अण्णु म करहु वियप्पु ।।२२।।
यः परमात्मा स एव अहं यः अहं स परमात्मा
इति ज्ञात्वा योगिन् अन्यत् मा कुरुत विकल्पम् ।।२२।।
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા;
એમ જાણી હે યોગીજન! કરો ન કાંઈ વિકલ્પ. ૨૨
અન્વયાર્થ[यः परमात्मा] જે પરમાત્મા છે [स एव] તે જ
[अहं] હું છું અને [यः अहं] જે હું છું [सः परमात्मा] તે જ પરમાત્મા

Page 13 of 58
PDF/HTML Page 23 of 68
single page version

background image
છે. [इति ज्ञात्वा] એમ જાણીને [योगिन्] હે યોગી! [अन्यत् विकल्पं]
અન્ય વિકલ્પ [मा कुरुत] ન કરો. ૨૨.
આત્મા લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી છેઃ
सुद्ध-पएसहं पूरियउं लोयायास-परमाणु
सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ।।२३।।
शुद्धप्रदेशानां पूरितः लोकाकाशप्रमाणः
स आत्मा (इति) अनुदिनं मन्यध्वं प्राप्नुत लघु निर्वाणम् ।।२३।।
શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે, લોકાકાશપ્રમાણ;
તે આતમ જાણો સદા, શીઘ્ર લહો નિર્વાણ. ૨૩
અન્વયાર્થજે [लोकाकाशप्रमाणः] લોકાકાશપ્રમાણ
[शुद्धप्रदेशानां पूरितः] શુદ્ધ (અસંખ્યાત) પ્રદેશોથી પૂર્ણ છે [सः] તેને
[अनुदिनं] સદા [आत्मा मन्यस्वं] આત્મા જાણો અને [लघु] શીઘ્ર જ
[निर्वाणं प्राप्नुत] નિર્વાણ પ્રાપ્ત કરો. ૨૩.
નિશ્ચયથી આત્મા લોકપ્રમાણ છે અને વ્યવહારથી સ્વશરીર
પ્રમાણ છેઃ
णिच्छइँ लोय-पमाणु मुणि ववहारें सुसरारु
एहउ अप्प-सहाउ मुणि लहु पावहि भव-तीरु ।।२४।।
निश्चयेन लोकप्रमाणः (इति) मन्यस्व व्यवहारेण स्वशरीरः
एनं आत्मस्वभावं मन्यस्व लघु प्राप्नोषि भवतीरम् ।।२४।।
નિશ્ચય લોકપ્રમાણ છે, તનુપ્રમાણ વ્યવહાર;
એવો આતમ અનુભવો, શીઘ્ર લહો ભવપાર. ૨૪
અન્વયાર્થ[निश्चयेन] નિશ્ચયનયથી આત્મા [लोकप्रमाणः]

Page 14 of 58
PDF/HTML Page 24 of 68
single page version

background image
લોકપ્રમાણ (લોકાકાશના માપ જેટલા માપવાળો) અને [व्यवहारेण]
વ્યવહારનયથી [स्व शरीरः] સ્વ-શરીરપ્રમાણ (પોતાના શરીરના માપ
જેટલા માપવાળો) [मन्यस्व] તું જાણ. [एनं आत्मस्वभावं मन्यस्व]
આત્મસ્વભાવ તું જાણ અને [लघु] શીઘ્ર જ [भवतीरं प्राप्नोषि]
સંસારને પાર પામ. ૨૪.
અનાદિકાલથી જીવ સમ્યક્ત્વ પામ્યો નથીઃ
चउरासी लक्खहिं फि रिउ कालु अणाइ अणंतु
पर सम्मत्तु ण लद्धु जिय एहउ जाणि णिभंतु ।।२५।।
चतुरशीतिलक्षेषु भ्रामितः कालं अनादि अनन्तम्
परं सम्यकत्वं न लब्धं जीव एतत् जानीहि निर्भ्रान्तम् ।।२५।।
લક્ષચોરાશીયોનિમાં, ભમિયો કાળ અનંત;
પણ સમકિત તેં નવ લહ્યું એ જાણો નિર્ભ્રાન્ત. ૨૫
અન્વયાર્થ[अनादिकालं अनन्तं] અનાદિ કાલમાં
અનંતકાલ જીવ [चतुरशीतिलक्षेषु] ચોરાશી લાખ યોનિમાં [भ्रामितः]
ભટક્યો [परं] પણ [सम्यकत्वं] સમ્યકત્વ [न लब्धं] પામ્યો નહિ. [जीव]
હે જીવ! [एतत्][निर्भ्रातं] નિસ્સંદેહ [जानीहि] જાણ. ૨૫.
મોક્ષ પામવા માટે શું કરવું?
सुद्धु सचेयणु बुद्धु जिणु केवलणाणसहाउ
सो अप्पा अनुदिणु मुणहु जइ चाहहु सिव-लाहु ।।२६।।
शुद्धः सचेतनः बुद्धः जिनः केवलज्ञानस्वभावः
स आत्मा (इति) अनुदिनं मन्यध्वं यदि इच्छत शिवलाभम् ।।२६।।
શુદ્ધ સચેતન, બુદ્ધ, જિન, કેવલજ્ઞાનસ્વભાવ;
એ આતમ જાણો સદા, જો ચાહો શિવલાભ. ૨૬

Page 15 of 58
PDF/HTML Page 25 of 68
single page version

background image
અન્વયાર્થ[यदि] જો [शिवलाभं] મોક્ષ પામવાની [इच्छत]
ઇચ્છા કરતા હો તો જે [शुद्धः] શુદ્ધ, [सचेतनः] સચેતન [बुद्धः] બુદ્ધ,
[जिनः] જિન, [केवल ज्ञानस्वभावः] કેવળજ્ઞાન સ્વભાવમય છે [सः
आत्मा] તે આત્મા છે એમ [अनुदिनं] સદાય [मन्यध्वं] જાણો. ૨૬
નિર્મલ આત્માની ભાવના કરવાથી જ મોક્ષ થશેઃ
जाम ण भावहि जीव तुहुं णिम्मल अप्प सहाउ
ताम ण लब्भइ सिव-गमणु जहिं भावइ तहि जाउ ।।२७।।
यावत् न भावयसि जीव त्वं निर्मलं आत्मस्वभावम्
तावत् न लभ्यते शिवगमनं यत्र भाव्यते तत्र यात ।।२७।।
જ્યાં લગી શુદ્ધસ્વરૂપનો, અનુભવ કરે ન જીવ;
ત્યાં લગી મોક્ષ ન પામતો, જ્યાં રુચે ત્યાં જાવ. ૨૭
અન્વયાર્થ[यावत्] જ્યાં સુધી [त्वं] તું [निर्मलं
आत्मस्वभावं] નિર્મલ આત્મસ્વભાવની [न भावयसि] ભાવના નહીં કરે
[तावत्] ત્યાં સુધી [शिवगमनं न लभ्यते] મોક્ષની પ્રાપ્તિ નહિ થાય,
[जीव] હે જીવ! [यत्र भाव्यते तत्र यात] જ્યાં રુચે ત્યાં જાઓ. ૨૭.
જિન તે જ આત્મા છેઃ
जो तइलोयहं झेउ जिणु सो अप्पा णिरु वुत्तु
णिच्छय-णइँ एमइ एहउ णाणि णिभंतु ।।२८।।
य त्रिलोकस्य ध्येयः जिनः स आत्मा निश्चयेन उक्त :
निश्चयनयेन एवं भणितः एतत् जानीहि निर्भ्रान्तम् ।।२८।।
ધ્યાનયોગ્ય ત્રિલોકના, જિન તે આતમ જાણ;
નિશ્ચયથી એમ જ કહ્યું, તેમાં ભ્રાન્તિ ન આણ. ૨૮
અન્વયાર્થ[त्रिलोकस्य ध्येयः] ત્રણ લોકના ધ્યેય [यः

Page 16 of 58
PDF/HTML Page 26 of 68
single page version

background image
जिनः] જે જિન ભગવાન છે [सः] તે [निश्चयेन] નિશ્ચયથી [आत्मा
उक्त :] આત્મા છે, [एवं] એ પ્રમાણે [निश्चयनयेन भणितः] શ્રી
જિનેશ્વરદેવે નિશ્ચયનયથી કહ્યું છે, [एतत् निर्भ्रान्तं जानीहि] એ વાતને
તું નિસ્સંશય જાણ. ૨૮.
આત્મજ્ઞાન વિના વ્રતાદિ મોક્ષનાં કારણ થતાં નથીઃ
वय-तव-संजम-मुल-गुण मूढहं मोक्ख ण वुत्तु
जाव ण जाणइ इक्क पर सुद्धउ भाउ पवित्तु ।।२९।।
व्रततपः संयम मूलगुणाः मूढानां मोक्षः (इति) न उक्त :
यावत् न ज्ञायते एकः परः शुद्धः भावः पवित्रः ।।२९।।
જ્યાં લગી એક ન જાણીયો, પરમ પુનિત શુદ્ધ ભાવ;
મૂઢતણા વ્રતતપ સહુ, શિવહેતુ ન કહાય. ૨૯
અન્વયાર્થ[यावत्] જ્યાં સુધી [एकः परः शुद्धः पवित्रः
भावः] એક પરમ, શુદ્ધ, પવિત્ર, ભાવ [न ज्ञायते] જાણવામાં આવતો
નથી, ત્યાં સુધી [मूढानां] મૂઢ અજ્ઞાની જીવોને [व्रततपः संयममूलगुणाः
मोक्षः न उक्त :] વ્રત, તપ, સંયમ અને મૂલગુણોને મોક્ષનાં કારણ કહી
શકાતાં નથી.
આત્માને જાણવો તે મોક્ષનું કારણ છેઃ
जइ णिम्मल अप्पा मुणइ वय-संजम-संजुत्तु
तो लहु पावइ सिद्धि-सुह इउ जिण-णाहहं उत्तु ।।३०।।
यदि निर्मलं आत्मानं मन्यते व्रत-संयम संयुक्त :
तर्हि लघु प्राप्नोति सिद्धिसुखं इति जिननाथस्य उक्त म् ।।३०।।
જે શુદ્ધાત્મ અનુભવે, વ્રતસંયમસંયુક્ત;
જિનવર ભાખે જીવ તે, શીઘ્ર લહે શિવસુખ. ૩૦

Page 17 of 58
PDF/HTML Page 27 of 68
single page version

background image
અન્વયાર્થ[यदि] જો જીવ [व्रतसंयम संयुक्त :] વ્રત
સંયમથી સંયુક્ત થઈને [निर्मलं आत्मानं] નિર્મલ આત્માને [मन्यते]
જાણે છેઅનુભવે છે, [तर्हि] તો તે [लघु] શીઘ્ર જ [सिद्धिसुखं] સિદ્ધિ-
સુખને [प्राप्नोति] પામે છે; [इति] એમ [जिननाथस्य उक्तं ] જિનનાથનું
કથન છે. ૩૦.
આત્મજ્ઞાન વિના એકલું વ્યવહાર ચારિત્ર વૃથા છેઃ
वढ तव संजमु सीलु जिय ए सव्वई अकयत्थु
जांव ण जाणइ इक्क परु सुद्धउ भाउ पवित्तु ।।३१।।
व्रतं तपः संयमः शीलं जीव एतानि सर्वाणि अकृतार्थानि
यावत् न ज्ञायते एकः परः शुद्धः भावः पवित्रः ।।३१।।
જ્યાં લગી એક ન જાણિયો, પરમ પુનિત શુદ્ધ ભાવ;
વ્રતતપસંયમશીલ સહુ, ફોગટ જાણો સાવ. ૩૧
અન્વયાર્થ[यावत्] જ્યાં સુધી [एकः परः शुद्धः पवित्रः
भावः] એક પરમ, શુદ્ધ, પવિત્ર, શુદ્ધ ભાવ [न ज्ञायते] જાણવામાં
આવતો નથી; ત્યાં સુધી [जीव] હે જીવ! [व्रतं तपः संयमः शीलं] વ્રત,
તપ, સંયમ અને શીલ [एतानि सर्वाणि] એ સર્વ [अकृतार्थानि] અકૃતાર્થ
છે (અસફલ છે, વ્યર્થ છે). ૩૧.
પુણ્ય, પાપ બન્ને સંસાર છે, આત્મજ્ઞાન જ મોક્ષનું કારણ છે.
पुण्णिं पावइ सग्ग जिउ पावएं णरय-णिवासु
वे छंडिवि अप्पा मुणइ तो लब्भइ सिववासु ।।३२।।
पुण्येन प्राप्नोति स्वर्गं जीवः पापेन नरकनिवासम्
द्वे त्यक्त्वा आत्मानं मन्यते ततः लभते शिववासम् ।।३२।।

Page 18 of 58
PDF/HTML Page 28 of 68
single page version

background image
પુણ્યે પામે સ્વર્ગ જીવ, પાપે નરકનિવાસ;
બે તજી જાણે આત્માને, તે પામે શિવવાસ. ૩૨
અન્વયાર્થ[पुण्येन] પુણ્યથી [जीवः] જીવ [स्वर्गं
प्राप्नोति] સ્વર્ગ પામે છે અને [पापेन] પાપથી [नरकनिवासं]
નરકવાસ પામે છે [द्वे त्यक्त्वा] પુણ્ય-પાપ એ બન્નેને છોડીને જો
[आत्मानं] આત્માને [मन्यते] જાણે, [ततः] તો [शिववासं लभते]
શિવવાસ પામે. ૩૨.
પરમાર્થનો પંથ એક જ છેઃ
वउ तउ संजमु सील जिया इउ सव्वइं ववहारु
मोक्खहं कारणु एक्कु मुणि जो तइ लोयहं सारु ।।३३।।
व्रतं तपः संयमः शीलं जीव ! इति सर्वाणि व्यवहारः
मोक्षस्य कारणं एकं मन्यस्व यः त्रिलोकस्य सारः ।।३३।।
વ્રતતપસંયમશીલ જે તે સઘળાં વ્યવહાર;
શિવ કારણ જીવ એક છે, ત્રિલોકનો જે સાર. ૩૩
અન્વયાર્થ[जीव] હે જીવ! [व्रतं तपः संयमः शीलं इति
सर्वाणि] વ્રત, તપ, સંયમ અને શીલ એ સર્વ [व्यवहारः] વ્યવહાર છે
વ્યવહારથી કહેવામાં આવે છે, [मोक्षस्य कारणं] મોક્ષનું કારણ તો [एकं
मन्यस्व] એક જ જાણો. [यः] કે જે [त्रिलोकस्य सारः] ત્રણ લોકનો સાર
છે. ૩૩.
પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છેઃ
अप्पा अप्पई जो मुणइ जो परभाउ चएइ
सो पावइ सिवपुरि-गमणु जिणवरु एम भणेइ ।।३४।।

Page 19 of 58
PDF/HTML Page 29 of 68
single page version

background image
आत्मानं आत्मना यः मन्यते यः परभाव त्यजति
स प्राप्नोति शिवपुरीगमनं जिनवरः एवं भणति ।।३४।।
આત્મભાવથી આત્મને, જાણે તજી પરભાવ;
જિનવર ભાખે જીવ તે, અવિચળ શિવપુર જાય. ૩૪
અન્વયાર્થ[यः] જે [आत्मना आत्मानं मन्यते] આત્માથી
આત્માને જાણે છે (પોતાથી પોતાને જાણે છે) અને [यः] જે [परभावं]
પરભાવને [त्यजति] છોડી દે છે [सः] તે [शिवपुरीगमनं प्राप्नोति]
શિવપુરીમાં જાય છે, [एवं] એમ [जिनवरः भणति] જિનવર કહે છે. ૩૪.
વ્યવહારથી નવતત્ત્વને જાણોઃ
छह दव्वईं जे जिणकहिया णव पयत्थ जे तत्त
विवहारेण य उत्तिया ते जाणियहि पयत्त ।।३५।।
षड् द्रव्याणि ये जिनकथिताः नव पदार्थाः यानि तत्त्वानि
व्यवहारेण च उक्तानि तानि जानिहि प्रयतः (सन्) ।।३५।।
ષડ્ દ્રવ્યો જિનઉક્ત જે, પદાર્થ નવ જે તત્ત્વ;
ભાખ્યાં તે વ્યવહારથી, જાણો કરી પ્રયત્ન. ૩૫
અન્વયાર્થ[जिनकथिताः] જિનવરદેવે કહેલાં [यानि षड्
द्रव्याणि नव पदार्थाः तत्त्वानि च] જે છ દ્રવ્યો, નવ પદાર્થો અને સાત
તત્ત્વો છે [ये] કે જે [व्यवहारेण उक्तानि] વ્યવહારથી કહેવામાં આવ્યાં
છે; [तानि] તેમને તું [प्रयतः] પ્રયત્નશીલ થઈને [जानीहि] જાણ (તેમને
તું નિર્ણયપૂર્વક જાણ). ૩૫.
સર્વ પદાર્થોમાં એક જીવ જ સારભૂત છેઃ
सव्व अचेयण जाणि जिय एक्क सचेयणु सारु
जो जाणेविणु परम-मुणि लहु पावइ भवपारु ।।३६।।

Page 20 of 58
PDF/HTML Page 30 of 68
single page version

background image
सर्वं अचेतनं जानीहि जीव एकः सचेतनः सारः
यं ज्ञात्वा परममुनिः लघु प्राप्नोति भवपारम् ।।३६।।
શેષ અચેતન સર્વ છે, જીવ સચેતન સાર;
જાણી જેને મુનિવરો, શીઘ્ર લહે ભવપાર. ૩૬
અન્વયાર્થ[सर्वं अचेतनं जानीहि] (પુદ્ગલાદિ) સર્વને
(પાંચ દ્રવ્યોને) અચેતન જાણો. [सारः एकः जीवः सचेतनः] સારભૂત
કેવલ એક જીવ જ સચેતન છે. [यं ज्ञात्वा] કે જેને જાણીને [परममुनिः]
પરમ મુનિ [लघु] શીઘ્ર જ [भवपारं प्राप्नोति] સંસારનો પાર પામે છે. ૩૬.
વ્યવહારનો મોહ ત્યાગવો જરૂરી છે. શુદ્ધ આત્માને જાણવાથી
જ સંસારનો પાર પમાય છેઃ
जइ णिम्मलु अप्पा मुणहि छंडिवि सहु व्यवहारु
जिण-सामिउ एमइ भणइ लहु पावइ भवपारु ।।३७।।
यदि निर्मलं आत्मानं मन्यसे त्यक्त्वा सर्वं व्यवहारम्
जिनस्वामी एवं भणति लघु प्राप्यते भवपारः ।।३७।।
જો શુદ્ધાતમ અનુભવો, તજી સકલ વ્યવહાર;
જિનપ્રભુજી એમ જ ભણે, શીઘ્ર થશો ભવપાર. ૩૭
અન્વયાર્થ[यदि] જો [सर्वं व्यवहारं] સર્વ વ્યવહારને
[त्यक्त्वा] છોડીને [निर्मलं आत्मानं] નિર્મલ આત્માને [मन्यसे] તું જાણીશ
તો તું [लघु] શીઘ્ર જ [भवपारः प्राप्यते] સંસારથી પાર પામીશ, [एवं]
એમ [जिनस्वामी भणति] જિનેશ્વર ભગવાન કહે છે. ૩૭.
ભેદ જ્ઞાન સર્વસ્વ છેઃ
जीवाजीवहं भेउ जो जाणइ तिं जाणियउ
मोक्खहं कारण एउ भणई जोइ जइहिं भणिउं ।।३८।।

Page 21 of 58
PDF/HTML Page 31 of 68
single page version

background image
जीवा जीवयोः भेदं यः जानाति तेन ज्ञातम्
मोक्षस्य कारणं एतत् भण्यते योगिन् योगिभिः भणितम् ।।३८।।
જીવઅજીવના ભેદનું જ્ઞાન તે જ છે જ્ઞાન;
કહે યોગીજન યોગી હે! મોક્ષહેતુ એ જાણ. ૩૮
અન્વયાર્થ[योगिन्] હે યોગી! [यः] જે [जीवाजीवयोः
भेदं] જીવ-અજીવનો ભેદ [जानाति] જાણે છે [तेन ज्ञातं] તેણે સર્વસ્વ
જાણ્યું છે, [एतत्] એને [मोक्षस्य कारणं] મોક્ષનું કારણ [भण्यते] કહ્યું
છે એમ [योगिभिः भणितं] યોગીશ્વરોએ કહ્યું છે. ૩૮.
આત્મા કેવલજ્ઞાનસ્વભાવી છેઃ
केवल-णाण-सहाउ सो अप्पा मुणि जीव तुहुं
जइ चाहहि सिव-लाहु भणइ जोइ जोइहिं भणिउं ।।३९।।
केवलज्ञानस्वभावः स आत्मा (इति) मन्यस्व जीव त्वम्
यदि इच्छसि शिवलाभं भण्यते योगिन् योगिभिः भणितम् ।।३९।।
યોગી કહે રે જીવ તું, જો ચાહે શિવલાભ;
કેવલજ્ઞાનસ્વભાવી આ આત્મતત્ત્વને જાણ. ૩૯
અન્વયાર્થ[योगिन्] હે યોગી! [यदि] જો [त्वं] તું [शिव-
लाभं इच्छसि] મોક્ષ પામવા ચાહતો હો તો [केवलज्ञानस्वभावः आत्मा सः
जीवः भण्यते] કેવલજ્ઞાનસ્વભાવી આત્મા છે તેને જીવ કહ્યો છે [मन्यस्व]
એમ તું જાણ, [योगिभिः भणितं] એમ યોગીશ્વરોએ કહ્યું છે. ૩૯.
જ્ઞાનીને દરેક જગ્યાએ એક આત્મા જ દેખાય છેઃ
को (?) सुसमाहि करउ को अंचउ छोपु-अछोपु करिवि को वंचउ
हल सहि कलहु केण समाणउ
जहिं कहिं जोवउ तहिं अप्पाणउ ।।४०।।

Page 22 of 58
PDF/HTML Page 32 of 68
single page version

background image
कः (अपि) सुसमाधिं करोतु कः अर्चयतु स्पर्शास्पर्श कृत्वा कः वञ्चयतु
मैत्रीं सह कलहं केन समानयतु यत्र कुत्र पश्यतु तत्र आत्मा ।।४०।।
કોણ કોની મૈત્રી કરે, કોની સાથે કલેશ;
જ્યાં દેખું ત્યાં સર્વ જીવ, શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. ૪૦
અન્વયાર્થ[कः सुसमाधिं करोतु] ભલે કોઈ સુસમાધિ
કરો. [कः स्पर्शास्पर्शं कृत्वा वञ्चयतु] કોઈ સ્પર્શાસ્પર્શ કરીને વંચના
(માયા) કરો, [केन सह मैत्रीं कलहं समानयतु] કોઈની સાથે મૈત્રી કે
કોઈની સાથે કલહ કરો, [यत्र कुत्र पश्यतु तत्र आत्मा] જ્યાં ક્યાંય જુઓ
ત્યાં એક (કેવલ) આત્મા જ આત્મા દેખો. ૪૦.
અનાત્મજ્ઞાની કુતીર્થોમાં ભમે છેઃ
ताम कुतित्थइं परिभमइ घुत्तिम ताम करेइ
गुरुहु पसाए जाम णवि अप्पा-देउ मुणेइ ।।४१।।
तावत् कुतीर्थानि परिभ्रमति धूर्तत्वं तावत् करोति
गुरोः प्रसादेन यावत् नैव आत्मदेवं मन्यते ।।४१।।
સદ્ગુરુ વચન પ્રસાદથી, જાણે ન આતમદેવ;
ભમે કુતીર્થે ત્યાં સુધી, કરે કપટના ખેલ. ૪૧
અન્વયાર્થ[गुरोः प्रसादेन] ગુરુ પ્રસાદથી [यावत्] જ્યાં
સુધી જીવ [आत्मदेवं] આત્મદેવને [न एव मन्यते] જાણતો નથી, [तावत्]
ત્યાં સુધી તે [कुतीर्थानि परिभ्रमति] કુતીર્થોમાં પરિભ્રમણ કરે છે [धूर्तत्वं
तावत् करोति] અને ત્યાં સુધી તો ધૂર્તપણું (ઢોંગ) કરે છે. ૪૧.
દેહ દેવાલયમાં જિનદેવ છેઃ
तित्थहिं देवलि देउ णवि इम सुइकेवलि-वुत्तु
देहा-देवलि देउ जिणु एहउ जाणि णिरुत्तु ।।४२।।

Page 23 of 58
PDF/HTML Page 33 of 68
single page version

background image
तीर्थेषु देवालये देवः नैवः एवं श्रुतकेवल्युक्त म्
देहदेवालये देवः जिनः एतत् जानीहि निश्चितम् ।।४२।।
તીર્થમંદિરે દેવનહિએ શ્રુતકેવળીવાણ;
તન મંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨
અન્વયાર્થ[तीर्थेषु देवालये] તીર્થોમાં અને દેવાલયમાં [देवः
न एव] દેવ નથી [एवं] એમ [श्रुतकेवल्युक्त ] શ્રુતકેવલીએ કહ્યું છે,
[देहदेवालये] દેહ-દેવાલયમાં [देवः जिनः] જિનદેવ છે-[एतत्] એમ
[निश्चितं] તમે નક્કી [जानीहि] જાણો. ૪૨.
દેવાલયમાં દેવ નથીઃ
देहा-देवलि देउ जिणु जणु देवलिहिं णिएइ
हासउ महु पडिहाइ इहु सिद्धे भिक्ख भमेइ ।।४३।।
देहदेवालये देवः जिनः जनः देवालयेषु (तं) पश्यति
हास्यं मम प्रतिभाति इह सिद्धे (सति) भिक्षां भ्रमति ।।४३।।
તનમંદિરમાં દેવ જિન, જન દેરે દેખંત;
હાસ્ય મને દેખાય આ, પ્રભુ ભિક્ષાર્થે ભમંત. ૪૩
અન્વયાર્થ[देहदेवालये] દેહ-દેવાલયમાં [जिनः देवः]
જિનદેવ છે; પણ [जनः] લોકો [देवालयेषु] તેને (ઇંટ પત્થરનાં)
દેવાલયોમાં [पश्यति] દેખે છે-તે [मम] મને [हास्यं प्रतिभाति]
હાસ્યાસ્પદ લાગે છે, [इह] એ વાત એવી છે કે કોઈ મનુષ્ય [सिद्धे]
સિદ્ધિ (ધનાદિકની સિદ્ધિ) હોવા છતાં પણ [भिक्षां भ्रमति] ભિક્ષા
માટે ભટકે છે. ૪૩.
સમભાવરૂપ ચિત્તથી પોતાના દેહમાં જિનદેવને દેખઃ

Page 24 of 58
PDF/HTML Page 34 of 68
single page version

background image
मुढा देवलि देउ णवि णवि सिलि लिप्पइ चित्ति
देहा-देवलि देउ जिणु सो बुज्झहि समचित्ति ।।४४।।
मूढ देवालये देवः नैव नैव शिलायां लेप्ये चित्रे
देहदेवालये देवः जिनः तं बुध्यस्व समचित्ते ।।४४।।
નથી દેવ મંદિર વિષે, દેવ ન મૂર્તિ, ચિત્ર;
તન - મંદિરમાં દેવ જિન, સમજ થઈ સમચિત્ત. ૪૪
અન્વયાર્થ[मूढ] હે મૂઢ! [देवः] દેવ [देवालये न एव]
દેવાલયમાં પણ નથી, [शिलायां लेप्ये चित्रे न एव] એવી રીતે કોઈ
પત્થર, લેપ કે ચિત્રમાં પણ નથી. [जिनः देवः] જિનદેવ તો [देहदेवालये]
દેહ-દેવાલયમાં છે [तं] તેને તું [समचित्ते] સમચિત્તથી (શાંતભાવે)
[बुद्धस्व] જાણ. ૪૪.
જ્ઞાનથી જ દેહ-દેવાલયમાં પરમાત્માને દેખે છેઃ
तित्थइ देउलि देउ जिणु सव्वु वि कोइ भणेइ
देहा-देउलि जो मुणइ स्ते बुहु को वि हवइ ।।४५।।
तीर्थे देवकुले देवः जिनः (इति) सर्वः अपि कश्चित् भणति
देहदेवकुले यः मन्यते सः बुधः कः अपि भवति ।।४५।।
તીર્થમંદિરે જિન, લોક કથે સહુ એમ;
વિરલા જ્ઞાની જાણતા, તનમંદિરમાં દેવ. ૪૫
અન્વયાર્થ[तीर्थे देवकुले] તીર્થમાં અને દેવાલયમાં [जिनः
देवः] જિન દેવ છે, એમ [सर्वः अपि कश्चित्] સર્વ કોઈ [भणति] કહે
છે પણ [यः] જે [देहदेवकुले] દેહ-દેવાલયમાં [मन्यते] જિનદેવને જાણે
[सः बुधः] એવા પંડિત તો [कः अपि भवति] કોઈ વિરલા જ હોય
છે. ૪૫.

Page 25 of 58
PDF/HTML Page 35 of 68
single page version

background image
ધર્મરસાયન પીવાથી અજર અમર થવાય છેઃ
जइ जर-मरण-करालियउ तो जिय धम्म करेहि
धम्म-रसायणु पियहि तुहुं जिम अजरामर होहि ।।४६।।
यदि जरामरणकरालितः तर्हि जीव धर्मं कुरु
धर्मरसायनं पिब त्वं यथा अजरामरः भवसि ।।४६।।
જરામરણ ભયભીત જો, ધર્મ તું કર ગુણવાન;
અજરામર પદ પામવા, કર ધર્મોષધિ પાન. ૪૬
અન્વયાર્થ[जीव] હે જીવ! [यदि] જો તું [जरामरण
करालितः] જરા, મરણથી દુઃખી છો-(ભયભીત હો) [तर्हि] તો [धर्मं
कुरु] ધર્મ કર, [धर्म-रसायनं] ધર્મરૂપી રસાયનનું [त्वं] તું [पिब] પાન
કર [यथा] કે જેથી [अजरामरः भवसि] તું અજર અમર થઈ જઈશ.
૪૬.
બાહ્ય ક્રિયાથી ધર્મ થતો નથીઃ
धम्मु ण पढियइं होइ धम्मु ण पोत्था-पिच्छियइं
धम्मु ण मढियपएसि धम्मु ण मत्थालुंचियइं ।।४७।।
धर्मः न पठितेन भवति धर्मः न पुस्तकपिच्छाभ्याम्
धर्मः न मठप्रवेशेन धर्मः न मस्तकलुञ्चितेन ।।४७।।
શાસ્ત્ર ભણે મઠમાં રહે, શિરના લુંચે કેશ;
રાખે વેશ મુનિતણો, ધર્મ ન થાયે લેશ. ૪૭
અન્વયાર્થ[पठितेन] શાસ્ત્રો ભણવાથી [धर्मः न] ધર્મ થતો
નથી, [पुस्तक पिच्छाभ्यां] પુસ્તક અને પીંછીથી પણ [धर्म न] ધર્મ થતો
નથી, [मठप्रवेशेन] મઠમાં રહેવાથી પણ [धर्मः न] ધર્મ થતો નથી અને

Page 26 of 58
PDF/HTML Page 36 of 68
single page version

background image
[मस्तक लुञ्चितेन] માથાનો લોચ કરવાથી પણ [धर्मः न] ધર્મ થતો
નથી. ૪૭.
રાગ-દ્વેષનો ત્યાગ કરીને આત્મામાં વસવું તે ધર્મ છેઃ
रायरोस बे परिहरिवि जो अप्पाणि वसेइ
सो धम्मु वि जिणउत्तियउ जो पंचम-गइ णेइ ।।४८।।
रागद्वेषो द्वौ परिहृत्य यः आत्मनि वसति
स धर्मः अपि जिनोक्त : यः पञ्चमगतिं नयति ।।४८।।
રાગદ્વેષ બે ત્યાગીને, નિજમાં કરે નિવાસ;
જિનવર ભાષિત ધર્મ તે, પંચમ ગતિ લઈ જાય. ૪૮
અન્વયાર્થ[यः] જે [राग-द्वेषौ द्वौ परिहृत्य] રાગ અને દ્વેષ
બન્નેને છોડીને-વીતરાગ થઈને-[आत्मनि] નિજ આત્મામાં [वसति] વસે
છે, [सः अपि] તેને જ [धर्मः] ધર્મ [जिनोक्त :] જિનદેવે કહ્યો છે [यः]
કે જે [पंचमगतिं नयति] મોક્ષમાં લઈ જાય છે. ૪૮.
આશા-તૃષ્ણા વગેરે સંસારનાં કારણો છેઃ
आउ गलइ णवि मणु गलइ णवि आसा हु गलेइ
मोहु फु रइ णवि अप्पहिउ इम संसार भमेइ ।।४९।।
आयुः गलति नैव मनः (मानः?) गलति नैव आशा खलु गलति
मोहः स्फु रति नैव आत्महितं एवं संसारं भ्रमति ।।४९।।
મન ન ઘટે, આયુ ઘટે, ઘટે ન ઇચ્છા મોહ;
આત્મહિત સ્ફુરે નહિ, એમ ભમે સંસાર. ૪૯
અન્વયાર્થ[आयुः गलति] ક્ષણે ક્ષણે આવરદા ઘટતી જાય
છે, [मनः न एव गलति] પણ મન મરી જતું નથી, [आशा खलु नैव

Page 27 of 58
PDF/HTML Page 37 of 68
single page version

background image
गलति] અને આશા પણ જતી નથી; [मोहः] મોહ [स्फु रति] સ્ફુરે છે
પણ [आत्महितं] આત્મહિત [न एव] સ્ફુરતું નથી[एवं] આ રીતે જીવ
[संसारं भ्रमति] સંસારમાં ભમે છે. ૪૯.
આત્મામાં રમણ કરનાર નિર્વાણને પામે છેઃ
जेहउ मणु विसयहं रमइ तिमु जइ अप्प मुणेइ
जोइउ भणइ हो जोइयहु लहु णिव्वाणु लहेइ ।।५०।।
यथा मनः विषयाणां रमते तथा यदि आत्मानं मन्यते
योगी भणति भो योगिनः लघु निर्वाणं लभ्यते ।।५०।।
જેમ રમતું મન વિષયમાં તેમ જો આત્મે લીન;
શીઘ્ર મળે નિર્વાણપદ ધરે ન દેહ નવીન. ૫૦
અન્વયાર્થ[भो योगिनः] હે યોગીજનો! [यथा] જેવી
રીતે [मनः] મન [विषयाणां रमते] વિષયોમાં રમે છે [तथा] તેવી રીતે
[यदि] જો તે [आत्मानं मन्यते] આત્માને જાણે-આત્મામાં રમે તો [लघु]
શીઘ્ર જ [निर्वाणं लभ्यते] નિર્વાણ મળે, એમ [योगी भणति] યોગી કહે
છે. ૫૦.
આત્મભાવનાથી સંસારનો પાર પમાયઃ
जेहउ जज्जरु णरयधरु तेहउ बुज्झि सरीरु
अप्पा भावहि णिम्मलउ लहु पावहि भवतीरु ।।५१।।
यथा जर्जरं नरकगृहं तथा बुध्यस्व शरीरम्
आत्मानं भावय निर्मलं लघु प्राप्नोषि भवतीरम् ।।५१।।
નર્કવાસ સમ જર્જરિત જાણો મલિન શરીર;
કરી શુદ્ધાતમ ભાવના, શીઘ્ર લહો ભવતીર. ૫૧
અન્વયાર્થહે જીવ! [यथा] જેવી રીતે [नरकगृहं]

Page 28 of 58
PDF/HTML Page 38 of 68
single page version

background image
નરકસ્થાન [जर्जरं] દુર્ગંધથી જર્જરિત છે [तथा] તેવી રીતે [शरीरं बुध्यस्व]
શરીરને પણ મલમૂત્ર આદિથી જર્જરિત જાણ. તેથી [निर्मलं आत्मानं
भावय] નિર્મલ આત્માની ભાવના કર, તો તું [लघु] શીઘ્ર જ [भवतीरं
प्राप्नोषि] સંસારથી પાર પામીશ. ૫૧.
વ્યવહારમાં ડૂબેલા જીવો આત્માને ઓળખી શકતા નથીઃ
धंधइ पडियउ सयल जगि णवि अप्पा हु मुणंति
तहिं कारणि ये जीव फु डु ण हु णिव्वाणु लहंति ।।५२।।
धान्धे (?) पतिताः सकलाः जगति नैव आत्मानं खलु मन्यंते
तस्मिन् कारणे (तेन कारणेन) एते जीवाः स्फु टं न खलु निर्वाणं लभन्ते ।।५२।।
વ્યવહારિક ધંધે ફસ્યા, કરે ન આતમજ્ઞાન;
તે કારણ જગજીવ તે, પામે નહિ નિર્વાણ. ૫૨.
અન્વયાર્થ[जगति] જગતના [सकलाः] સર્વ જીવો [धान्धे
पतितः] વ્યાસંગમાં વ્યાસક્ત છે (પોતાના કામમાં મશગૂલ છે, પોતાના
વ્યવસાયમાં રચ્યાપચ્યા છે) પોતાના ધંધામાં-વ્યવહારમાં-પડેલા છે-
ગૃહસ્થના કાર્યોમાં પ્રવર્તે છે-અને
[आत्मानं] પોતાના આત્માને [न एव
खलु मन्यंते] જાણતા જ નથી. [तस्मिन् कारणे] તે કારણે [एते जीवाः]
આ જીવો [स्फु टं खलु निर्वाणं न लभ्यन्ते] નિશ્ચયથી નિર્વાણને પામતા
નથી, એ વાત સ્પષ્ટ છે. ૫૨.
શાસ્ત્રપઠન આત્મજ્ઞાન વિના નિષ્ફલ છેઃ
सत्थ पढंतह ते वि जड अप्पा जे ण मुणंति
तहिं कारणि ए जीव फु डु ण हु णिव्वाणु लहंति ।।५३।।
शास्त्रं पठन्तः ते अपि जडाः आत्मानं ये न मन्यंते
तस्मिन् कारणे (तेन कारणेन) एते जीवाः स्फु टं न खलु निर्वाणं लभन्ते ।।५३।।

Page 29 of 58
PDF/HTML Page 39 of 68
single page version

background image
શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજતત્ત્વ અજાણ;
તે કારણ એ જીવ ખરે, પામે નહિ નિર્વાણ. ૫૩.
અન્વયાર્થ[शास्त्रं पठन्तः] શાસ્ત્ર ભણવા છતાં પણ [ये]
જેઓ [आत्मानं] આત્માને [न मन्यन्ते] જાણતા નથી [ते अपि] તેઓ
પણ [जडाः] જડ છે; [तस्मिन् कारणे] તે કારણે [एते जीवाः] આ જીવો
[स्फु टं न खलु निर्वाणं लभन्ते] નિશ્ચયથી નિર્વાણને પામતા નથી, એ વાત
સ્પષ્ટ છે. ૫૩.
ઇન્દ્રિય અને મનના નિરોધથી સહજ સ્વરૂપ ઉત્પન્ન થાય
છેઃ
मणु-इंदिहि वि छोडियइ (?) बुहु पुच्छियइ ण कोइ
रायहं पसरु णिवारियइ सहज उपज्जइ सोइ ।।५४।।
मनइन्द्रियेभ्यः अपि मुच्यते बुधः पृच्छयते न कः अपि
रागस्य प्रसरः निवार्यते सहजः उत्पद्यते स अपि ।।५४।।
મનઇન્દ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત?
રાગપ્રસાર નિવારતાં, સહજ સ્વરૂપ ઉત્પાદ. ૫૪.
અન્વયાર્થ[मनइन्द्रियेभ्यः अपि मुच्यते] જો, મન અને
ઇન્દ્રિયોથી છૂટી જવાય તો [कः बुधः अपि न पृच्छयते] કોઈ પણ
પંડિતને પૂછવાની જરૂર રહેતી નથી; [रागस्य प्रसरः निवार्यते] જો રાગનો
પ્રસર રોકાઈ જાય તો [सः अपि सहजः उत्पद्यते] તે સહજ સ્વરૂપ (તે
સહજ આત્મસ્વરૂપ) ઉત્પન્ન થાય છે. ૫૪.
ભેદ જ્ઞાનથી ભવપારતાઃ
पुग्गलु अण्णु जि अण्णु जिउ अण्णु वि सहु ववहारु
चयहि वि पुग्गलु गहहि जिउ लहु पावहि भवपारु ५५

Page 30 of 58
PDF/HTML Page 40 of 68
single page version

background image
पुद्गलः अन्यः एव अन्यः जीवः अन्यः अपि सर्वः व्यवहारः
त्यज अपि पुद्गलं गृहाण जीवं लघु प्राप्नोषि भवपारम् ।।५५।।
જીવ-પુદ્ગલ બે ભિન્ન છે, ભિન્ન સકળ વ્યવહાર;
તજ પુદ્ગલ ગ્રહ જીવ તો, શીઘ્ર લહે ભવપાર. ૫૫
અન્વયાર્થ[पुद्गलः अन्यः एव] પુદ્ગલ ભિન્ન છે, [जीवः
अन्यः] જીવ અન્ય છે [अपि] અને [सर्वः व्यवहारः अन्यः] સર્વવ્યવહાર
અન્ય છે. તેથી [पुद्गलं अपि त्यज] પુદ્ગલને તું છોડ અને [जीवं गृहाण]
જીવને ગ્રહણ કર, તો તું [लघु] શીઘ્ર જ [भवपारं प्राप्नोषि] ભાવપારને
પામીશ. ૫૫.
કોણ સંસારથી છુટકારો પામતા નથી?
जे णवि मण्णहिं जीव फु डु जे णवि जीउ मुणंति
ते जिण-णाहहं उत्तिया णउ संसार मुचंति ।।५६।।
ये नैव मन्यते जीवं स्फु टं ये नैव जीवं मन्यते
ते जिननाथस्य उक्त या न तु (नैव?) संसारात् मुच्यन्ते ।।५६।।
સ્પષ્ટ ન માને જીવને, જે નહિ જાણે જીવ;
છૂટે નહિ સંસારથી, ભાખે છે પ્રભુ જિન. ૫૬
અન્વયાર્થ[ये] જેઓ [जीवं] જીવને [स्फु टं] નિશ્ચયથી [न
एव मन्यते] માનતા જ નથી [ये] જેઓ [जीवं] જીવને [न एव जानन्ति]
જાણતા જ નથી [ते तु] તેઓ તો [संसारात् न मुच्यते] સંસારથી છૂટતા
જ નથી, [जीननाथ उक्त या] એમ જિનવરે કહ્યું છે. ૫૬.
મોક્ષ સંબંધી નવ દ્રષ્ટાંતો.
रयण दीउ दिणयर दहिउ दुध्यु घीवं पाहाणु
सुण्णउ रूउ फलिहउ अगिणि णव दिट्ठंता जाणु ।।५७।।