Yogsar Doha (Gujarati). Gatha: 58-95 ; Yogsar Doha Gatha : 76-108.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 4

 

Page 31 of 58
PDF/HTML Page 41 of 68
single page version

background image
रत्नं दीपः दिनकरः दधि दुग्धं घृतं पाषाणः
सुवर्ण रूप्यं स्फ टिकं अग्निः नव द्रष्टान्तान् जानीहि ।।५७।।
રત્ન દીપ રવિ દૂધ દહીં, ઘી પથ્થર ને હેમ;
સ્ફટિક રજત ને અગ્નિ નવ, જીવ જાણવો તેમ. ૫૭.
અન્વયાર્થ[रत्नं] રત્ન, [दीपः] દીપ, [दिनकरः] સૂર્ય
[दधि दुग्धं धृतं] દહીં દૂધ ઘી, [पाषाणः] પાષાણ [सुवर्णं] સુવર્ણ
[रूप्यं] રૂપું, [स्फ टिकं] સ્ફટિકમણિ અને [अग्निः] અગ્નિ[नव
द्रष्टान्तान् जानीहि] નવ દ્રષ્ટાંત જાણો. એ નવ દ્રષ્ટાંતો મોક્ષના વિષયમાં
જાણવા. ૫૭ (જુઓ દ્રવ્યસંગ્રહ ગુજરાતી પા. નં. ૧૭૭)
દેહાદિરૂપ હું નથી એ જ્ઞાન મોક્ષનું બીજ છે.
देहादिउ जो परु मुणइ जेहउ सुण्णु अयासु
सो लहु पावइ (?) बंभु परु केवलु करइ पयासु ।।५८।।
देहादिकं यः परं मन्यते यथा शून्यं आकाशम्
स लघु प्राप्नोति ब्रह्म परं केवलं करोति प्रकाशम् ।।५८।।
દેહાદિકને પર ગણે, જેમ શૂન્ય આકાશ;
તો પામે પરબ્રહ્મ ઝટ, કેવળ કરે પ્રકાશ. ૫૮.
અન્વયાર્થ[यथा शून्यं आकाशं] શૂન્ય આકાશની જેમ
[यः] જે [देहादिकं] દેહાદિને [परं मन्यते] પર જાણે છે [सः] તે [लघु]
શીઘ્ર [परं ब्रह्म] પરમ બ્રહ્મને [प्राप्नोति] પામે છે અને તે [केवलं प्रकाशं
करोति] કેવલ પ્રકાશને કરે છેકેવલજ્ઞાન ઉત્પન્ન કરે છે. ૫૮.
આકાશની જેમ આત્મા શુદ્ધ છેઃ
जेहउ सुद्ध अयासु जिय तेहउ अप्पा वुत्तु
आयासु वि जहु जाणि जिय अप्पा चेयणु वंतु ।।५९।।

Page 32 of 58
PDF/HTML Page 42 of 68
single page version

background image
याद्रक् शुद्धं आकाशं जीव ताद्रशः आत्मा उक्त :
आकाशं अपि जडं जानीहि जीव आत्मानं चैतन्यवन्तम् ।।५९।।
જેમ શુદ્ધ આકાશ છે, તેમ શુદ્ધ છે જીવ;
જડરૂપ જાણો વ્યોમને, ચૈતન્યલક્ષણ જીવ. ૫૯.
અન્વયાર્થ[जीव] હે જીવ! [याद्रक्] જેવી રીતે [आकाशं
शुद्धं] આકાશ શુદ્ધ છે [ताद्रशः] તેવી રીતે [आत्मा उक्त :] આત્મા શુદ્ધ
છે, [अपि] પણ હે જીવ! [आकाशं जडं जानीहि] આકાશને જડ જાણ
અને [आत्मानं चैतन्यवन्तं] આત્માને ચેતનવંત જાણ (ચૈતન્ય લક્ષણથી
યુક્ત જાણ). ૫૯.
પોતાની અંદર જ મોક્ષમાર્ગ છેઃ
णासग्गिं अब्भिंतरहं जे जोवहिं असरीरु
बाहुडि जम्मि ण संभवहिं पिवहिं ण जणणी-खीरु ।।६०।।
नासाग्रेण अभ्यन्तरे (?) ये पश्यन्ति अशरीरम्
लज्जाकरे जन्मनि न संभवन्ति पिबन्ति न जननीक्षीरम् ।।६०।।
ધ્યાન વડે અભ્યંતરે, દેખે જે અશરીર;
શરમજનક જન્મો ટળે, પીએ ન જનનીક્ષીર. ૬૦
અન્વયાર્થ[ये] જેઓ [नासाग्रेण] નાસિકા પર દ્રષ્ટિ
રાખીને [अभ्यन्तरे] અભ્યંતરમાં [अशरीरं पश्यन्ति] અશરીરને (આત્માને)
દેખે છે, તેઓ [लज्जाकरे जन्मनि] ફરી આ લજ્જાજનક જન્મમાં [न
संभवन्ति] ઉપજતા નથી અને [जननीक्षीरं न पिबन्ति] તેઓ માતાનું દૂધ
પીતા નથી. ૬૦
નિર્મોહી થઈને શરીરને પોતાનું ન માનોઃ

Page 33 of 58
PDF/HTML Page 43 of 68
single page version

background image
अशरीरु वि सुसरीरु मुणि इहु सरीरु जडु जाणि
मिच्छा-मोहु परिच्चयहि मुत्ति णियं वि ण माणि ।।६१।।
अशरीरं अपि सु (स) शरीरं मन्यस्व इदं शरीरं जडं जानीहि
मिथ्यामोहं परित्यज मूर्ति निजां अपि न मन्यस्व ।।६१।।
તનવિરહિત ચૈતન્યતન, પુદ્ગલતન જડ જાણ;
મિથ્યા મોહ દૂરે કરી, તન પણ મારું ન માન. ૬૧
અન્વયાર્થ[अशरीरं अपि] અશરીરને જ (આત્માને જ)
[सु शरीरं मन्यस्व] સુંદર શરીર જાણો અને [इदं शरीरं जडं जानीहि]
પુદ્ગલશરીરને જડ જાણો; [मिथ्यामोहं परित्यज] મિથ્યામોહનો ત્યાગ
કરો [अपि] અને [मूर्ति] પોતાના શરીરને [निजां न मन्यस्व] પોતાનું ન
માનો. ૬૧.
આત્માનુભવનું ફળ કેવલજ્ઞાન અને અવિનાશી સુખની પ્રાપ્તિ
છેઃ
अप्पइ अप्पु मुणंतयहं किं णेहाफलु होइ
केवल-णाणु वि परिणवइ सासय-सुक्खु लहेइ ।।६२।।
आत्मना आत्मानं जानतां किं न इह फलं भवति
के वलज्ञानं अपि परिणमति शाश्वतसुखं लभ्यते ।।६२।।
નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય?
પ્રગટે કેવલજ્ઞાન ને શાશ્વત સુખ પમાય.
૬૨.
અન્વયાર્થ[आत्मानं आत्मना जानतां] આત્માથી આત્માને
જાણતાં, [इह] અહીં [किं फलं न भवति] ક્યું ફળ ન મળે? (બીજું
તો શું) તેથી તો [केवलज्ञानं अपि परिणमति] જીવને કેવલજ્ઞાન પણ

Page 34 of 58
PDF/HTML Page 44 of 68
single page version

background image
પરિણમે છે (ઉત્પન્ન થાય છે) અને [शाश्वत् सुखं लभ्यते] શાશ્વત સુખ
મળે છે. ૬૨.
આત્મજ્ઞાન સંસારથી છૂટવાનું કારણ છેઃ
जे परभाव चएवि मुणि अप्पा अप्प मुणंति
केवल-णाण-सरुव लइ (लहि?) ते संसारु मुंचति ।।६३।।
ये परभावं त्यक्त्वा मुनयः आत्मना आत्मानं मन्यन्ते
केवलज्ञानस्वरुपं लात्वा (लब्ध्वा?) ते संसारं मुञ्चन्ति ।।६३।।
જો પરભાવ તજી મુનિ, જાણે આપથી આપ;
કેવલજ્ઞાનસ્વરૂપ લહી, નાશ કરે ભવતાપ. ૬૩.
અન્વયાર્થ[ये मुनयः] જે મુનિઓ [परभावं त्यक्त वा]
પરભાવ છોડીને [आत्मना आत्मानं मन्यते] આત્માને આત્મા વડે
જાણે છે. (પોતાને પોતા વડે જાણે છે) [ते] તેઓ [केवलज्ञानस्वरूपं
लात्वा] કેવળજ્ઞાન સ્વરૂપ પામીને [संसारं] સંસારને [मुञ्चन्ति] છોડે
છે. ૬૩.
ધન્ય તે ભગવન્તોનેઃ
धण्णा ते भयवंत बुह जे परभाव चयंति
लोयालोयपयासयरु अप्पा विमल मुणंति ।।६४।।
धन्याः ते भगवन्तः बुधाः ये परभावं त्यजन्ति
लोकालोकप्रकाशकरं आत्मानं विमलं मन्यन्ते ।।६४।।
ધન્ય અહો ભગવંત બુધ, જે ત્યાગે પરભાવ;
લોકાલોકપ્રકાશકર, જાણે વિમળ સ્વભાવ. ૬૪.
અન્વયાર્થ[धन्याः ते भगवन्तः बुधाः] ધન્ય તે ભગવાન

Page 35 of 58
PDF/HTML Page 45 of 68
single page version

background image
જ્ઞાનીઓને [ये परभावं त्यजन्ति] કે જેઓ પરભાવને છોડે છે અને
[लोकालोकप्रकाशकरं विमलं आत्मानं] લોકાલોકપ્રકાશક નિર્મલ આત્માને
[मन्यन्ते] જાણે છે. ૬૪.
આત્મરમણતા શિવસુખનો ઉપાય છે.
सागारु वि णागारु कु वि जो अप्पाणि वसेइ
सो लहु पावइ सिद्धिसुहु जिणवरु एम भणेइ ।।६५।।
सागारः अपि अनगारः कः अपि यः आत्मनि वसति
स लघु प्राप्नोति सिद्धिसुखं जिनवरः एवं भणति ।।६५।।
મુનિજન કે કોઈ ગૃહી, જે રહે આતમલીન;
શીઘ્ર સિદ્ધિસુખ તે લહે, એમ કહે પ્રભુ જિન. ૬૫.
અન્વયાર્થ[सागारः अपि अनगारः] શ્રાવક હો કે મુનિ હો
[यः कः अपि] કોઈ પણ હો, પણ જે [आत्मनि वसति] આત્મામાં વસે
છે. [सः] તે [लघु] શીઘ્ર જ [सिद्धिसुखं प्राप्नोति] મોક્ષના સુખને પામે
છે, [एवं] એમ [जिनवरः भणति] જિનવર કહે છે. ૬૫.
કોઈ વિરલા જ તત્ત્વજ્ઞાની હોય છેઃ
विरला जाणहिं तत्तु बुह विरला णिसुणहिं तत्तु
विरला झायहिं तत्तु जिय विरला धारहिं तत्तु ।।६६।।
विरलाः जानन्ति तत्त्वं बुधाः विरला निशृण्वन्ति तत्त्वम्
विरलाः ध्यायन्ति तत्त्वं जीव विरलाः धारयन्ति तत्त्वम् ।।६६।।
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ;
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬
અન્વયાર્થ[जीव] હે જીવ! [विरलाः बुधाः] કોઈ વિરલ

Page 36 of 58
PDF/HTML Page 46 of 68
single page version

background image
જ્ઞાનીઓ [तत्त्वं जानन्ति] તત્ત્વને જાણે છે [विरलाः] કોઈ વિરલા જ
[तत्त्वं निशृण्वन्ति] તત્ત્વને સાંભળે છે. [विरलाः] કોઈ વિરલા જ [तत्त्वं
ध्यायन्ति] તત્ત્વને ધ્યાવે છે અને [विरलाः तत्त्वं धारयन्ति] કોઈ વિરલા
તત્ત્વને ધારે છે. ૬૬.
કુટુંબમોહ ત્યાગવા યોગ્ય છેઃ
इहु परियण ण हु महुतणउ इहु सुहु-दुक्खहं हेउ
इम चिंतंतहं किं करइ लणु संसारहं छेउ ।।६७।।
एषः परिजनः न खलु मदीयः एष सुखदुःखयो हेतुः
एवं चिन्तयतां किं क्रियते लघु संसारस्य छेदः ।।६७।।
આ પરિવાર ન મુજતણો, છે સુખદુઃખની ખાણ;
જ્ઞાનીજન એમ ચિંતવી, શીઘ્ર કરે ભવહાણ. ૬૭
અન્વયાર્થ[एषः परिजनः] આ કુટુંબ પરિવાર [न खलु
मदीयः] ખરેખર મારો નથી, [एषः] [सुखदुःखयोः हेतुः] એ માત્ર
સુખદુઃખનું જ કારણ છે, [एवं किं चिन्तयतां] એમ કંઈક ચિંતવતાં,
[लघु] શીઘ્ર જ [संसारस्य छेदः] સંસારનો છેદ [क्रियते] કરવામાં આવે
છે. ૬૭.
અશરણભાવના (સંસારમાં કોઈ પોતાને શરણ થતું નથી)ઃ
इदं फणिंद-णरिंदय वि जीवहं सरणु ण होंति
असरणु जाणिवि मुणि-धवला अप्पा अप्प मुणंति ।।६८।।
इन्द्रफ णीन्द्रनरेन्द्राः अपि जीवानां शरणं न भवन्ति
अशरणं ज्ञात्वा मुनिधवलाः आत्मना आत्मानं मन्यते ।।६८।।
ઇન્દ્ર, ફણીન્દ્ર, નરેન્દ્ર પણ નહીં શરણ દાતાર;
શરણ ન જાણી મુનિવરો, નિજરૂપ વેદે આપ. ૬૮

Page 37 of 58
PDF/HTML Page 47 of 68
single page version

background image
અન્વયાર્થ[इन्द्रफ णीन्द्रनरेन्द्राः अपि] ઇન્દ્ર, ફણીન્દ્ર અને
નરેન્દ્ર પણ [जीवानां] જીવોને [शरणं न भवन्ति] શરણભૂત થઈ
શકતા નથી, [अशरणं ज्ञात्वा] એ રીતે પોતાને અશરણ જાણીને
[मुनिधवलाः] ઉત્તમ મુનિઓ [आत्मना आत्मानं मन्यन्ते] પોતા વડે
પોતાને જાણે છે. ૬૮.
એકત્વભાવના (જીવ એકલો જ સુખ-દુઃખ ભોગવે છે)ઃ
इक्क उपज्जइ मरइ कु वि दुहु सुहु भुंजइ इक्कु
णरयहं जाइ वि इक्क जिउ तह णिव्वाणहं इक्कु ।।६९।।
एकः उत्पद्यते म्रियते एकः अपि दुःखं सुखं भुनक्ति एकः
नरकेभ्यः याति अपि एकः जीवः तथा निर्वाणाय एकः ।।६९।।
જન્મમરણ એક જ કરે, સુખદુઃખ વેદે એક;
નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. ૬૯
અન્વયાર્થ[जीवः] જીવ [एकः] એકલો જ ઊપજે છે
[एकः अपि] અને એકલો જ [म्रियते] મરે છે, [एकः] એકલો જ [दुःखं
सुखं] સુખ-દુઃખને [भुनक्ति ] ભોગવે છે, [नरकेभ्यः] નરકમાં પણ [एकः
अपि] એકલો જ [याति] જાય છે [तथा] અને [निर्वाणाय] નિર્વાણને
પણ [एकः] એકલો જ પામે છે. ૬૯.
એકત્વ ભાવના જાણવાનું પ્રયોજનઃ
एक्कुलउ जइ जाइसिहि तो परभाव चएहि
अप्पा सायहि णाणमउ लहु सिव-सुक्ख लहेहि ।।७०।।
एकाकी यदि यास्यसि तर्हि परभावं त्यज
आत्मानं ध्यायस्व ज्ञानमयं लघु शिवसुखं लभसे ७०।।

Page 38 of 58
PDF/HTML Page 48 of 68
single page version

background image
જો જીવ તું છે એકલો, તો તજ સૌ પરભાવ;
આત્મા ધ્યાવો જ્ઞાનમય, શીઘ્ર મોક્ષ સુખ થાય. ૭૦
અન્વયાર્થહે જીવ [यदि] જો [एकाकी यास्यसि] તું
એકલો જ છો [तर्हि] તો [परभावं त्यज] પરભાવને છોડ અને [ज्ञानमयं
आत्मानं] જ્ઞાનમય આત્માનું [ध्यायस्व] ધ્યાન કર, જેથી તું [लघु] શીઘ્ર
[शिवसुखं लभसे] મોક્ષસુખને પામીશ. ૭૦.
પુણ્યને પાપ કહેનારા કોઈ વિરલા જ છેઃ
जो पाउ वि सो पाउ मुणि सव्वु इ को वि मुणेइ
जो पुण्णु वि पाउ वि भणइ सो बुह (?) को वि हवइ ७१
यत् पापं अपि तत् पापं जानाति (?) सर्वः इति कः अपि जानाति
यत् पुण्यं अपि पापं इति भणति स बुधः कः अपि भवति ।।७१।।
પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧
અન્વયાર્થ[यत् पापं अपि] જે પાપ છે [तत् पापं जानाति]
તે પાપ છે [इति] એમ તો [सर्वः कः अपि] સર્વ કોઈ [जानाति] જાણે
છે, પણ [यत् पुण्यं अपि] જે પુણ્ય છે તે પણ [पापं] પાપ છે [इति
भणति] એમ કહે છે [सः कः अपि बुधः भवति] એવો બુદ્ધિમાન પંડિત
કોઈ વિરલ જ હોય છે. ૭૧.
પુણ્ય અને પાપ બન્ને હેય છેઃ
जह लोहम्मिय णियड बुह तह सुण्णम्मिय जाणि
जं सुहु असुह परिच्चयहिं ते वि हवंति हु णाणि ।।७२।।

Page 39 of 58
PDF/HTML Page 49 of 68
single page version

background image
यथा लोहमयं निगडं बुध तथा सुवर्णमयं जानीहि
ये शुभं अशुभं परित्यजन्ति ते अपि भवन्ति खलु ज्ञानिनः ।।७२।।
લોહબેડી બંધન કરે, સોનાની પણ તેમ;
જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીનો મર્મ. ૭૨
અન્વયાર્થ[बुध] હે પંડિત! [यथा] જેવી રીતે [लोहमय
निगडं] લોઢાની પણ બેડી છે [तथा] તેવી રીતે [सुवर्णमयं जानीहि]
સોનાની પણ બેડી છે, એમ તું જાણ (અર્થાત્ જેવી રીતે લોઢાની
બેડી બંધન કરે છે તેવી રીતે સોનાની બેડી પણ બંધન કરે છે એ
દ્રષ્ટાંતથી પુણ્ય-પાપને બન્નેને બંધનરૂપ જાણી)
[ये] જેઓ [शुभं
अशुभं] શુભ અશુભ બન્ને ભાવોને [परित्यजन्ति] છોડે છે [ते अपि]
તેઓ જ [खलु] ખરેખર [ज्ञानिनः भवन्ति] જ્ઞાનીઓ છે. ૭૨.
ભાવનિર્ગ્રંથ જ મોક્ષમાર્ગી છેઃ
जइया मणु णिग्गंथु जिय तइया तुहुं णिग्गंथु
जइया तुहुं णिग्गंथु जिय तो लब्भइ सिवपंथु ।।७३।।
यदा मनः निर्ग्रंथः जीव तदा त्वं निर्ग्रंथः
यदा त्वं निर्ग्रंथः जीव ततः लभ्यते शिवपन्थाः ।।७३।।
જો તુજ મન નિર્ગ્રંથ છે, તો તું છે નિર્ગ્રંથ;
જ્યાં પામે નિર્ગ્રંથતા, ત્યાં પામે શિવપંથ. ૭૩
અન્વયાર્થ[जीव] હે જીવ! [यदा] જો [मनः] મન
[निर्ग्रंथः] નિર્ગ્રંથ હોય [तदा] તો [त्वं] તું [निर्ग्रन्थः] નિર્ગ્રન્થ છો; અને
[जीव] હે જીવ! [यदा] જો [त्वं] તું [निर्ग्रन्थः] નિર્ગ્રંથ હો [ततः] તો
[शिवपन्थाः लभ्यते] તને મોક્ષમાર્ગની પ્રાપ્તિ હોય છે. ૭૩.
દેહમાં દેવ છેઃ

Page 40 of 58
PDF/HTML Page 50 of 68
single page version

background image
जं वडमज्सहं बीउ फु डु बीयहं वडु वि हु जाणु
तं देहहं देउ वि मुणहि जो तइलोय पहाणु ।।७४।।
यद् वटमध्ये बीजं स्फु टं बीजे वटं अपि खलु जानीहि
तं देहे देवं अपि मन्यस्व यः त्रिलोकप्रधानः ।।७४।।
જેમ બીજમાં વડ પ્રગટ, વડમાં બીજ જણાય;
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન. ૭૪.
અન્વયાર્થ[यत्] જેવી રીતે [स्फु टं] નિશ્ચયથી [वडमध्ये]
વડમાં [बीजं] બીજ છે અને [खलु] નિશ્ચયથી [बीजे] બીજમાં [वटं अपि
जानीहि] વડ પણ છે [तं] તેવી રીતે [देहे] દેહમાં [देवं अपि] દેવ છે,
[यः त्रिलोकप्रधानः] કે જે ત્રણ લોકમાં પ્રધાન છે, [मन्यस्व] એમ જાણો.
૭૪
‘હું જ પરમેશ્વર છું’ એવી ભાવના જ મોક્ષનું કારણ છેઃ
जो जिण सो हउं सो जि हउं एहउ भाउ णिभंतु
मोक्खहं कारण जोइया अण्णु ण तंतु णभंतु ।।७५।।
यः जिनः स अहं स एव अहं एतद् भावय निर्भ्रान्तम्
मोक्षस्य कारणं योगिन् अन्य न तन्त्रः न मन्त्रः ।।७५।।
જે જિન તે હું, તે જ હું, કર અનુભવ નિર્ભ્રાન્ત;
હે યોગી! શિવહેતુ એ, અન્ય ન મંત્ર ન તંત્ર. ૭૫.
અન્વયાર્થ[योगिन्] હે યોગી! [यः जिनः] જે જિનદેવ
છે [सः अहं] તે હું છું, [अहं स एव] હું જિનદેવ જ છું [एतत्]
એમ [निर्भ्रान्तं भावय] નિઃશંક ભાવ, [मोक्षस्य कारणं] એ મોક્ષનું
કારણ છે, [अन्य न तन्त्रः न मन्त्रः] કોઈ અન્ય તંત્ર કે મંત્ર મોક્ષનું
કારણ નથી. ૭૫.

Page 41 of 58
PDF/HTML Page 51 of 68
single page version

background image
લક્ષણથી પરમાત્માને જાણોઃ
बे ते चउ पंच वि णवहं सत्तहं छह पंचाहं
चउगुण-सहियउ सो मुणह एयइं लक्खण जाहं ।।७६।।
द्वित्रिचतुःपञ्चापि नवानां सप्तानां षट् पञ्चानाम्
चतुर्गुणसहितं तं मन्यस्व, एतानि लक्षणानि यस्य ।।७६।।
બે, ત્રણ, ચાર, ને પાંચ, છ, સાત, પાંચ ને ચાર;
નવ ગુણયુત પરમાતમા, કર તું એ નિર્ધાર. ૭૬.
અન્વયાર્થ[द्वित्रि चतुः पंच अपि] બે, ત્રણ, ચાર અને
પાંચ, [नवानां सप्तानां षट् पंचानां चतुर्गुणसहितं] નવ, સાત, છ, પાંચ
અને ચાર ગુણ [यस्य एतानि लक्षणानि] એ જેનાં લક્ષણો છે [तं मन्यस्व]
તેને (તે આત્માને) જાણ. ૭૬.
રત્નત્રય નિર્વાણનું કારણ છેઃ
बे छंडिवि बे-गुण-सहिउ जो अप्पाणि वसेइ
जिणु सामिउ एमंई भणइ लहु णिव्वाणु लहेइ ।।७७।।
द्वौ त्यक्त्वा द्विगुणसहितः यः आत्मनि वसति
जिनः स्वामी एवं भणति लघु निर्वाणं लभते ।।७७।।
બે ત્યાગી બે ગુણ સહિત, જે આતમરસ લીન;
શીઘ્ર લહે નિર્વાણપદ, એમ કહે પ્રભુ જિન. ૭૭.
અન્વયાર્થ[द्वौ त्यक्त्वा] રાગદ્વેષ એ બેનો ત્યાગ કરીને
[द्वि गुणसहितः] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન એ બે ગુણોથી યુક્ત થઈને
[यः] જે [आत्मनि] આત્મામાં [वसति] વસે છે તે [लघु] શીઘ્ર જ
[निर्वाणं लभते] નિર્વાણને પામે છે, [एवं] એ પ્રમાણે [जिन स्वामी
भणति] જિનસ્વામી કહે છે. ૭૭.

Page 42 of 58
PDF/HTML Page 52 of 68
single page version

background image
રત્નત્રય શાશ્વત સુખનું કારણ છેઃ
तिहिं रहियउ तिहिं गुण-सहिउ जो अप्पाणि वसेइ
सो सासय-सुह-भायणु वि जिणवरु एम भणेइ ।।७८।।
त्रिभिः रहितः त्रिभिः गुणसहितः यः आत्मनि वसति
स शाश्वतसुखभाजनं अपि जिनवरः एवं भणति ।।७८।।
ત્રણ રહિત ત્રણ ગુણ સહિત, નિજમાં કરે નિવાસ;
શાશ્વત સુખના પાત્ર તે, જિનવર કરે પ્રકાશ. ૭૮.
અન્વયાર્થ[यः] જે [त्रिभिः रहितः] રાગ, દ્વેષ, મોહ એ
ત્રણથી રહિત થઈને [त्रिभिः गुणसहितः] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર એ ત્રણ ગુણો યુક્ત થઈને [आत्मनि निवसति]
આત્મામાં વસે છે [सः अपि] તે જ [शाश्वत सुखभाजनं] શાશ્વત
સુખનું ભાજન થાય છે, [एव] એમ [जिनवरः भणति] જિનવરદેવ કહે
છે. ૭૮.
ચાર ગુણ સહિત આત્માને ધ્યાવઃ
चउ-कसाय-सण्णा-रहिउ चउ-गुण-सहियउ वुत्तु
स्ते अप्पा मुणि जीव तुहुं जिम परु होहि पवत्तु ।।७९।।
चतुः कषाय संज्ञारहितः चतुर्गुणसहितः उक्त :
स आत्मा (इति) मन्यस्व जीव त्वं यथा परः भवसि पवित्रः ।।७९।।
કષાય સંજ્ઞા ચાર વિણ, જે ગુણ ચાર સહિત;
હે જીવ! નિજરૂપ જાણ એ, થઈશ તું પરમ પવિત્ર. ૭૯.
અન્વયાર્થ[जीव] હે જીવ! જે [चतुः कषायसंज्ञारहितः]
ચાર કષાય અને ચાર સંજ્ઞાથી રહિત છે અને [चतुर्गुणसहितः उक्त :]

Page 43 of 58
PDF/HTML Page 53 of 68
single page version

background image
ચાર ગુણોથી (અનંતદર્શન, જ્ઞાન, સુખ અને વીર્ય એ ચાર ગુણોથી)
યુક્ત છે
[सः आत्मा] તે આત્મા છે; એમ [त्वं मन्यस्व] તું જાણ, [यथा]
કે જેથી તું [पवित्रः परः भवसि] પવિત્ર પરમાત્મા થઈશ. ૭૯.
દશ ગુણ સહિત આત્માને ધ્યાવેઃ
बे-पंचहं रहियउ मुणहि बे-पंचहं संजुत्तु
बे-पंचहं जो गुणसहिउ सो अप्पा णिरु वुत्तु ।।८०।।
द्विपञ्चानां (पञ्चभिः) रहितः (इति) मन्यस्व द्विपञ्चानां संयुक्त :
द्विपञ्चानां यः गुणसहितः स आत्मा निश्चयेन उक्त : ।।८०।।
દશ વિરહિત, દશથી સહિત, દશ ગુણથી સંયુક્ત;
નિશ્ચયથી જીવ જાણવો, એમ કહે જિનભૂપ. ૮૦.
અન્વયાર્થ[यः] જે [द्विपञ्चानां रहितः] દશથી રહિત,
[द्विपञ्चानां संयुक्त :] દશથી સહિત અને [द्विपञ्चानां गुणसहितः मन्यस्व]
દશ ગુણોથી સહિત છે, [सः आत्मा निश्चयेन उक्त :] તેને નિશ્ચયથી
આત્મા કહ્યો છે. ૮૦.
આત્મા તપ ત્યાગાદિ છેઃ
अप्पा दंसणु णाणु मुणि अप्पा चरणु वियाणि
अप्पा संजमु सील तउ अप्पा पच्चक्खाणि ।।८१।।
आत्मानं दर्शनं ज्ञानं मन्यस्व आत्मानं चरणं विजानीहि
आत्मानं संयमं शीलं तपः आत्मानं प्रत्याख्यानम् ।।८१।।
આત્મા દર્શનજ્ઞાન છે, આત્મા ચારિત્ર જાણ;
આત્મા સંયમશીલતપ, આત્મા પ્રત્યાખ્યાન. ૮૧.
અન્વયાર્થ[आत्मानं दर्शनं ज्ञानं मन्यस्व] આત્માને દર્શન

Page 44 of 58
PDF/HTML Page 54 of 68
single page version

background image
અને જ્ઞાન જાણો; [आत्मानं चरणं विजानीहि] આત્માને ચારિત્ર જાણો;
[आत्मानं] આત્માને [संयमं शीलं तपः] સંયમ, શીલ, અને તપ જાણો,
[आत्मानं प्रत्याख्यानं] આત્માને પ્રત્યાખ્યાન જાણો. ૮૧.
સ્વ-પરને જાણવાનું પ્રયોજનઃ
जो परियाणइ अप्प परु सो परु चयइ णिभंतु
सो सण्णासु मुणेहि तहुं केवल णाणिं उत्तु ।।८२।।
यः परिजानाति आत्मानं परं स परं त्यजति निर्भ्रान्तम्
तत् संन्यासं मन्यस्व मन्यस्व त्वं केवलज्ञानिना उक्तं ।।८२।।
જે જાણે નિજ આત્મને, પર ત્યાગે નિર્ભ્રાન્ત;
તે જ ખરો સંન્યાસ છે, ભાખે શ્રી જિનનાથ. ૮૨.
અન્વયાર્થ[यः] જે [परं आत्मानं] પરમાત્માને
[परिजानाति] જાણે છે [सः] તે [परं] પરને [निर्भ्रान्तं] નિસ્સંશય
[त्यजति] છોડે છે. [तत्] તેને જ [त्वं] તું [संन्यासं] ખરો સંન્યાસ
[मन्यस्व] જાણ [केवलज्ञानिना उक्तं ] એમ કેવલજ્ઞાની કહે છે. ૮૨.
રત્નત્રયયુક્ત જીવ ઉત્તમ તીર્થ છેઃ
रयणत्तय-सजुत्त जिउ उत्तिमु तित्थु पवित्तु
मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ।।८३।।
रत्नत्रयसंयुक्त : जीवः उत्तमं तीर्थं पवित्रम्
मोक्षस्य कारणं योगिन् अन्यः न तन्त्रः न मन्त्रः ।।८३।।
રત્નત્રયયુત જીવ જે, ઉત્તમ તીર્થ પવિત્ર;
હે યોગી! શિવહેતુ એ, અન્ય ન તંત્ર ન મંત્ર. ૮૩.
અન્વયાર્થ[योगिन्] હે યોગી! [रत्नत्रयसंयुक्त : जीवः]
રત્નત્રયયુક્ત જીવ જે [उत्तमं पवित्रं तीर्थं] ઉત્તમ પવિત્ર તીર્થ છે તે

Page 45 of 58
PDF/HTML Page 55 of 68
single page version

background image
[मोक्षस्य कारणं] મોક્ષનું કારણ છે, [अन्यः न तन्त्रः न मन्त्रः] અન્ય
તંત્ર કે મંત્ર મોક્ષનું કારણ નથી. ૮૩.
રત્નત્રયનું સ્વરૂપઃ
दंसणु जं पिच्छियइ बुह अप्पा विमल महंतु
पुणु पुणु अप्पा भावियए सो चारित्त पवित्तु ।।८४।।
दर्शनं यत् प्रेक्ष्यते बुधः (बोधः) आत्मा विमलः महान्
पुनः पुर्न आत्मा भाव्यते तत् चारित्रं पवित्रम् ।।८४।।
દર્શન જે નિજ દેખવું, જ્ઞાન જે વિમળ મહાન;
ફરી ફરી આતમભાવના, તે ચારિત્ર પ્રમાણ. ૮૪.
અન્વયાર્થ[आत्मा विमलः महान्] આત્મા નિર્મલ
મહાન પરમાત્મા છે. [यत् प्रेक्ष्यते] એમ શ્રદ્ધવું તે [दर्शनं] સમ્યક્
દર્શન છે [बुधः] અને એમ જાણવું તે સમ્યગ્જ્ઞાન છે તથા
[आत्मा पुनः पुनः भाव्यते] આત્માની વારંવાર ભાવના કરવી [तत्]
તે [पवित्रं चारित्रं] પવિત્ર ચારિત્ર છે. ૮૪.
જ્યાં ચેતન ત્યાં ગુણઃ
जहिं अप्पा तहिं सयल-गुण केवलि एम भणंति
तिहिं कारणए जोइ फु डु अप्पा विमलु मुणंति ।।८५।।
यत्र आत्मा तत्र सकलगुणाः केवलिनः एवं भणन्ति
तेन (?) कारणेन योगिनः स्फु टं आत्मानं विमलं मन्यंते ।।८५।।
જ્યાં ચેતન ત્યાં સકલ ગુણ, કેવળી એમ વદંત;
તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણંત. ૮૫.
અન્વયાર્થ[यत्र आत्मा] જ્યાં આત્મા છે, [तत्र सकल
गुणाः] ત્યાં સમસ્ત ગુણો છે. [एवं] એમ [केवलिनः भणन्ति] કેવલી

Page 46 of 58
PDF/HTML Page 56 of 68
single page version

background image
કહે છે; [तेन कारणेन] તેથી [योगिनः] યોગીલોક [स्फु टं] નિશ્ચયથી
[विमलं आत्मानं] નિર્મળ આત્માને [मन्यंते] જાણે છે. ૮૫.
એક આત્માને જાણોઃ
एक्कलउ इदिय रहियउ मण-वय-काय-ति-सुद्धि
अप्पा अप्पु मुणेहि तुहुं लहु पावहि सिवसिद्धि ।।८६।।
एकाकी इन्द्रियरहितः मनोवाक्काय त्रिशुद्धया
आत्मन् आत्मानं मन्यस्व त्वं लघु प्राप्नोषि शिवसिद्धिम् ।।८६।।
એકાકી, ઇન્દ્રિયરહિત, કરી યોગત્રય શુદ્ધ;
નિજ આત્માને જાણીને, શીઘ્ર લહો શિવસુખ. ૮૬.
અન્વયાર્થ[आत्मन्] હે આત્મા! [एकाकी इन्द्रियरहितः
त्वं] એકાકી ઇન્દ્રિયરહિત એવો તું [मनोवाक्कायत्रिशुद्धया] મન, વચન,
અને કાયની શુદ્ધિથી [आत्मानं] આત્માને [मन्यस्व] જાણ; તો તું [लघु]
શીઘ્ર જ [शिवसिद्धिं] મોક્ષસિદ્ધિને [प्राप्नोषि] પામીશ. ૮૬.
સહજ સ્વરૂપમાં રમણ કરઃ
जइ बद्धउ मुक्क उ मुणहि तो बधियहि णिभंतु
सहज-सरूवइ जइ रमहि तो पावहि सिव सन्तु ।।८७।।
यदि बद्धं मुक्तं मन्यसे ततः बध्यसे निर्भ्रान्तम्
सहजस्वरूपे यदि रमसे ततः प्राप्नोषि शिवं शान्तम् ।।८७।।
બંધમોક્ષના પક્ષથી નિશ્ચય તું બંધાય;
સહજ સ્વરૂપે જો રમે, તો શિવસુખરૂપ થાય. ૮૭.
અન્વયાર્થ[यदि] જો તું [बद्धं मुक्तं मन्यसे] બંધ મોક્ષની
કલ્પના કરીશ (આત્મા બંધાયો, આત્મા છૂટ્યો એવા વિકલ્પ કરીશ)

Page 47 of 58
PDF/HTML Page 57 of 68
single page version

background image
[ततः] તો [निर्भ्रान्तं] નિઃસંશય [बध्यसे] તું બંધાઈશ; [यदि] જો
[सहजस्वरूपे] સહજસ્વરૂપમાં [रमसे] તું રમણ કરીશ તો તું [शांतं शिवं]
શાંત અને શિવ એવા પરમાત્માને [प्राप्नोषि] પામીશ. ૮૭
સમ્યગ્દ્રષ્ટિને નિર્જરા થાય છેઃ
सम्माइट्ठी-जीवडहं दुग्गइ-गमणु ण हइ
जइ जाइ वि तो दासु णवि पुव्व-क्किउ खवणेइ ।।८८।।
सम्यग्द्रष्टिजीवस्य दुर्गतिगमनं न भवति
यदि याति अपि तर्हि (ततः?) दोषः नैव पूर्वकृतं क्षयपति ।।८८।।
સમ્યગ્દ્રષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય;
કદી જાય તો દોષ નહિ, પૂર્વકર્મ ક્ષય થાય. ૮૮.
અન્વયાર્થ[सम्यग्द्रष्टिजीवस्य दुर्गतिगमनं न भवति]
સમ્યગ્દ્રષ્ટિ જીવ દુર્ગતિમાં જતા નથી. [यदि अपि याति] જો કદાચિત્
જાય [तर्हि] તો [दोषः न एव] દોષ નથી, (હાનિ નથી) (કારણ કે)
[पूर्वकृतं क्षपयति] તે પૂર્વે બાંધેલા કર્મનો ક્ષય કરે છે. ૮૮.
જે સ્વરૂપમાં રમે તે જ શીઘ્ર ભવપાર પામેઃ
अप्प-सरूवहं (-सरूवइ?) जो रमइ छंडिवि सहु ववहारु
सो सम्माइट्ठी हवइ लहु पावइ भवपारु ।।८९।।
आत्मस्वरूपे यः रमते त्यक्त्वा सर्व व्यवहारम्
स सम्यग्द्रष्टिः भवति लघु प्राप्नोति भवपारम् ।।८९।।
આત્મ સ્વરૂપે જે રમે, તજી સકળ વ્યવહાર;
સમ્યગ્દ્રષ્ટિ જીવ તે, શીઘ્ર કરે ભવપાર. ૮૯.
અન્વયાર્થ[यः] જે [सर्वं व्यवहारं त्यक्त वा] સર્વ વ્યવહારને
ત્યાગીને [आत्मस्वरूपे रमते] આત્મસ્વરૂપમાં રમે છે, [सः सम्यग्द्रष्टिः

Page 48 of 58
PDF/HTML Page 58 of 68
single page version

background image
भवति] તે સમ્યગ્દ્રષ્ટિ છે અને તે [लघु] શીઘ્ર જ [भवपारं प्राप्नोति]
ભવપારને પામે છે. ૮૯.
સમ્યગ્દ્રષ્ટિ જ ખરો પંડિત છેઃ
जो सम्मत्त-पहाण बुहु सो तइलोय-पहाणु
केवल-णाण वि लहु लहइ सासय-सुक्ख विहाणु ।।९०।।
यः सम्यक्त्वप्रधानः बुधः स त्रिलोकप्रधानः
केवलज्ञानमपि लघु लभते शाश्वतसौख्यनिधानम् ।।९०।।
જે સમ્યક્ત્વ પ્રધાન બુધ, તે જ ત્રિલોક પ્રધાન;
પામે કેવલજ્ઞાન ઝટ, શાશ્વત સૌખ્યનિધાન. ૯૦.
અન્વયાર્થ[यः] જે [सम्यक्त्वप्रधानः बुधः] સમ્યક્ત્વપ્રધાન
પંડિત છે [सः] તે [त्रिलोकप्रधानः बुधः] ત્રણ લોકમાં પ્રધાન છે; તે
[लघु] શીઘ્ર જ [शाश्वतसौख्यनिधानं केवलज्ञानं अपि] શાશ્વતસુખના
નિધાન એવા કેવલજ્ઞાનને પણ [लभते] પામે છે. ૯૦.
આત્મસ્થિરતા તે સંવર નિર્જરાનું કારણ છેઃ
अजरु अमरु गुण-गण-णिलउ जहिं अप्पा थिरु ढाइ
सो कम्मेहिं ण बधियउ संचिय पुव्वं विलाइ ।।९१।।
अजरः अमरः गुणगणनिलयः यत्र आत्मा स्थिरः तिष्ठति
स कर्मभिः न बद्धः संचितपूर्वं विलीयते ।।९१।।
અજર, અમર, બહુ ગુણનિધિ, નિજરૂપે સ્થિર થાય;
કર્મબંધ તે નવ કરે, પૂર્વબદ્ધ ક્ષય થાય. ૯૧.
અન્વયાર્થ[अजरः अमरः गुणगणनिलयः आत्मा यत्र]
અજર, અમર, અને ગુણોના ભંડારરૂપ જે આત્મા આત્મામાં [स्थिरः
तिष्ठति] સ્થિર રહે છે [सः] તે [कर्मभिः न बद्धः] કર્મોથી બંધાતો

Page 49 of 58
PDF/HTML Page 59 of 68
single page version

background image
નથી અને [संचितपूर्वं विलीयते] પૂર્વે સંચિત કરેલા કર્મનો જ નાશ
થાય છે. ૯૧.
આત્મસ્વભાવમાં રત જીવ કર્મથી બંધાતો નથીઃ
जह सलिलेण ण लिप्पियइ कमलणि-पत्त क्या वि
तह कम्मेहिं ण लिप्पियइ जइ रइ अप्प-सहावि ।।९२।।
यथा सलिलेन न लिप्यते कमलिनी पत्रं कदा अपि
तथा कर्मभिः न लिप्यते यदि रतिः आत्मस्वभावे ।।९२।।
પંકજ જ્યમ પાણી થકી, કદાપિ નહિ લેપાય;
લિપ્ત ન થાયે કર્મથી, જે લીન આત્મસ્વભાવ. ૯૨.
અન્વયાર્થ[यथा] જેવી રીતે [कमलिनी पत्रं] કમલપત્ર
[कदा अपि] કદી પણ [सलिलेन न लिप्यते] જલથી લેપાતું નથી, [तथा]
તેવી રીતે [यदि आत्मस्वभावे रतिः] જો આત્મસ્વભાવમાં રતિ હોય તો
[कर्मभिः] કર્મોથી જીવ [न लिप्यते] લેપાતો નથી. ૯૨.
વારંવાર આત્મામાં રમનારો શીઘ્ર નિર્વાણને પામે છેઃ
जो सम-सुक्ख-णिलीणु बुहु पुण पुण अप्पु मुणेइ
कम्मक्खउ करि सो वि फु डु लहु णिव्वाणु लहेइ ।।९३।।
यः शमसौख्यनिलीनः बुधः पुनः पुनः आत्मानं मन्यते
कर्मक्षयं कृत्वा स अपि स्फु टं लघु निर्वाणं लभते ।।९३।।
શમ સુખમાં લીન જે કરે ફરી ફરી નિજ અભ્યાસ;
કર્મક્ષય નિશ્ચય કરી, શીઘ્ર લહે શિવવાસ. ૯૩.
અન્વયાર્થ[शमसौख्यनिलीनः] શમ અને સુખમાં લીન
થઈને [यः बुधः] જે જ્ઞાની [पुनः पुनः] વારંવાર [आत्मानं मन्यते]

Page 50 of 58
PDF/HTML Page 60 of 68
single page version

background image
આત્માને જાણે છે, [सः अपि] તે પણ [स्फु टं] નિશ્ચયથી [कर्मक्षयं कृत्वा]
કર્મનો ક્ષય કરી [लघु] શીઘ્ર જ [निर्वाणं लभते] નિર્વાણને પામે છે.
આત્માને અનંતગુણમય ધ્યાવોઃ
पुरिसायार-पमाणु जिय अप्पा एहु पवित्तुं
जोइज्जइ गुण-गण णिलउ णिम्मल तेयफु रंनु ।।९४।।
पुरुषाकारप्रमाणः जीव आत्मा एष पवित्रः
द्रश्यते गुणगणनिलयः निर्मलतेजः स्फु रन् ।।९४।।
પુરુષાકાર પવિત્ર અતિ, દેખો આતમરામ;
નિર્મળ તેજોમય અને અનંત ગુણગણધામ. ૯૪
અન્વયાર્થ[जीव] હે જીવ! [एषः आत्मा] આ આત્મા
[पुरुषाकारप्रमाणः] પુરુષાકારપ્રમાણ, [पवित्रः] પવિત્ર, [गुणगणनिलयः]
ગુણોના ભંડારરૂપ અને [निर्मलतेजः स्फु रन्] નિર્મલ તેજથી સ્ફુરાયમાન
[द्रश्यते] દેખાય છે. ૯૪.
ભેદવિજ્ઞાની સર્વશાસ્ત્રોનો જ્ઞાતા છે.
जो अप्पा सुद्धु वि मुणइ असुइ-सरीर-विभिन्नु
सो जाणइं सत्थइं सयल सासय-सुखहं लीणु ।।९५।।
यः आत्मानं शुद्धं अपि मन्यते अशुचिशरीरविभिन्नम्
स जानाति शास्त्राणि सकलानि शाश्वतसौख्ये (?) लीनः ।।९५।।
જે જાણે શુદ્ધાત્મને, અશુચિ દેહથી ભિન્ન;
તે જ્ઞાતા સૌ શાસ્ત્રનો, શાશ્વત સુખમાં લીન. ૯૫.
અન્વયાર્થ[यः] જે [शुद्धं आत्मानं] શુદ્ધ આત્માને
[अशुचिशरीरविभिन्नं अपि] અશુચિ શરીરથી ભિન્ન જ [मन्यते] જાણે છે,
[सः] તે [सकलानि शास्त्राणि] સકલ શાસ્ત્રોને [जानाति] જાણે છે અને
તે [शाश्वत सौख्यं लीनः] શાશ્વત સુખમાં લીન થાય છે. ૯૫.