Yogsar Doha (Gujarati). Yogsar: ,; Avrutti; Param Pujya AdhyAtmamoorti Sadgurudev Shree Kanjiswami; PrakAskakeey nivedan; AnukramanikA; Yogsar Doha Gatha : 1 - 25; Gatha: 1-12,14-18.

Next Page >


Combined PDF/HTML Page 1 of 4

 


Page -8 of 58
PDF/HTML Page 2 of 68
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુષ્પ૨૨૦
શ્રીમદ્ યોગીન્દુદેવ વિરચિત
યોગસાર
(મૂળ પ્રાકૃત ગાથાઓ, સંસ્કૃત છાયા,
ગુજરાતી પદ્યાનુવાદ તથા
અન્વયાર્થ સહિત)
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધયાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

Page -7 of 58
PDF/HTML Page 3 of 68
single page version

background image
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા ૧૨=૦૦ થાય છે. અનેક
મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત રૂા ૧૦=૦૦
રાખવામાં આવી છે.
ઃ મુદ્રકઃ
સ્મૃતિ આtફસેટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
PH (02846) 244081
કિંમત રૂા. ૧૦=૦૦
પ્રથમ આવૃત્તિપ્રત ૩૦૦૦વિ. સં. ૨૦૬૫


Page -5 of 58
PDF/HTML Page 5 of 68
single page version

background image
પ્રકાશકીય નિવેદન
આચાર્યવર શ્રી યોગીન્દુદેવ કૃત આ યોગસાર ગ્રંથ મહા
અધ્યાત્મશાસ્ત્ર છે, ‘શ્રી પરમશ્રુતપ્રભાવકમંડળ--શ્રીમદ્ રાજચંદ્ર જૈન
શાસ્ત્રમાળા’ દ્વારા પરમાત્મપ્રકાશ ગ્રંથની સાથે-સાથે આ ગ્રંથનું પ્રકાશન
મૂળગાથા સંસ્કૃત છાયા તથા તેના હિન્દી અનુવાદ સહિત કરવામાં આવ્યું
હતું. આ પ્રકાશનમાં મૂળ પ્રાકૃત ગાથા, તેની સંસ્કૃત છાયા, ગુજરાતી
પદ્યાનુવાદ (દોહા) તથા અન્વયાર્થ સહિત છાપવામાં આવેલ છે.
પરમોપકારી આત્મજ્ઞસંત પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ આ
ગ્રંથ પર અલૌકિક, સ્વાનુભવરસગર્ભિત, નિજાત્મકલ્યાણપ્રેરક પ્રવચનો
કરી મુમુક્ષુઓને આ અધ્યાત્મશાસ્ત્રના ભાવોનું રહસ્ય અત્યંત સરળ રીતે
સમજાવ્યું હતું. જેના પરિપાકરૂપે અધ્યાત્મરસિક મુમુક્ષુઓમાં આ મહાન
શાસ્ત્રનો અભ્યાસ કરવાની રુચિ જાગૃત થઈ. પૂજ્ય ગુરુદેવશ્રીનાં આ
શાસ્ત્ર પર થયેલાં પ્રવચનો ટેપ થયેલાં હોવાથી આજે પણ
CD દ્વારા
મુમુક્ષુઓ અત્યંત રસપૂર્વક આ પ્રવચનોના શ્રવણનો લાભ લઈ રહ્યા છે.
આ ગ્રંથના રચયિતા દિગંબરાચાર્ય હતા. જોઈન્દુ, યોગીન્દુ,
યોગેન્દુ, જોગીચંદ્રએવા વિવિધ નામોથી આપ પ્રસિદ્ધ હતા. આપની
રચનાઓ મુખ્યપણે આધ્યાત્મિક રસથી ભરપૂર અને અધ્યાત્મિક જીવન
જીવવાની પ્રેરણા આપનારી હતી. વિદ્વાનોનું માનવું છે કે આપ
પૂજ્યપાદસ્વામી પછીના ઇ.ની છઠ્ઠી શતાબ્દિ પછી અને સાતમી શતાબ્દિ
પૂર્વના મુનિરાજ હતા. આપની રચનાઓ (૧) પરમાત્મપ્રકાશ (૨) નૌકાર
શ્રાવકાચાર, (૩) યોગસાર, (૪) અધ્યાત્મ-રત્નસંદોહ (૫) સુભાષિતતંત્ર
(૬) તત્ત્વાર્થ ટીકા (૭) દોહાપાહુડ (૮) અમૃતાશીતી (૯) નિજાત્માષ્ટક
(૧૦) સ્વાનુભવદર્પણ છે.

Page -4 of 58
PDF/HTML Page 6 of 68
single page version

background image
આ આવૃત્તિના પ્રકાશનમાં અમને અત્યંત ઉપયોગી માર્ગદર્શન
આપવા માટે બ્ર. શ્રી ચંદુલાલ જોબાળિયા તથા વઢવાણનિવાસી બ્ર. શ્રી
વજુભાઈ શાહનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. તદુપરાંત
આ કાર્યમાં મદદરૂપ થનારા સર્વે મુમુક્ષુઓનો પણ આભાર માનીએ
છીએ.
અંતમાં આ ગ્રંથનું સુંદર મુદ્રણ કાર્ય કરવા માટે અમો શ્રી કહાન
મુદ્રણાલયના આભારી છીએ.
મુમુક્ષુઓ આ શાસ્ત્રનો પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલા
રહસ્યોદ્ઘાટનને આત્મસાત કરી, ગ્રંથકારે બતાવેલ સંસારની પ્રત્યેક
વસ્તુથી ભિન્ન નિજ આત્માને અનુભવવારૂપ નિજ આત્મસાધનામાં પ્રવૃત્ત
થવા અર્થે આ શાસ્ત્રનો અભ્યાસ કરે એજ અભ્યર્થના.
માગસર વદ-૮,
વિ. સં. ૨૦૬૫
શ્રી કુંદકુંદાચાર્યદેવ પદવી દિન
તા. ૧૯-૧૨-૨૦૦૮
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધયાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

Page -3 of 58
PDF/HTML Page 7 of 68
single page version

background image
અનુક્રમણિકા
વિષય
ગાથા નં. પૃષ્L નં.
મ્
ાંગલાચરણ .................................................................. ૧ ---------- ૧
શ્રી અરહંત ભગવાનને નમસ્કાર ........................................ ૨ ---------- ૨
આ ગ્રંથ રચવાનું નિમિત્ત અને પ્રયોજન ............................. ૩ ---------- ૨
આવા ભયંકર સંસારમાં જીવને રખડવાનું કારણ ................... ૪ ---------- ૩
ત્યારે જીવ ચાર ગતિમાં ભમતો કેમ અટકે? ....................... ૫ ---------- ૩
હવે એ ચિંતન કેમ કરવું તે કહે છે .................................. ૬ ---------- ૪
હવે બહિરાત્માનું સ્વરૂપ કહે છે ........................................ ૭ ---------- ૪
હવે અંતરાત્માનું સ્વરૂપ વર્ણવે છે ...................................... ૮ ---------- ૫
પરમાત્માનું સ્વરૂપ ......................................................... ૯ ---------- ૫
બહિરાત્મા પરને પોતારૂપ માને છે................................... ૧૦ ---------- ૬
ગુરુ-ઉપદેશ ................................................................ ૧૧ ---------- ૬
આત્મજ્ઞાની જ નિર્વાણ પામે છે ...................................... ૧૨ ---------- ૭
ઇચ્છા વગરનું તપ જ નિર્વાણનું કારણ છે ......................... ૧૩ ---------- ૭
બંધ અને મોક્ષનું કારણ ............................................... ૧૪ ---------- ૮
પુણ્યથી પણ મુક્તિ નથી................................................ ૧૫ ---------- ૮
એક આત્મદર્શન જ મોક્ષનું કારણ છે ............................... ૧૬ ---------- ૯
શુદ્ધ આત્માને જાણવો તે જ ખરેખર મોક્ષ
પામવાનો ઉપાય છે .............................................. ૧૭ -------- ૧૦
હેય-ઉપાદેયને જાણનાર ગૃહસ્થ પણ
નિર્વાણપદને પામે છે............................................. ૧૮ -------- ૧૦
જિનેન્દ્રનું સ્મરણ પરમપદનું કારણ છે ............................. ૧૯ -------- ૧૧
પોતાનો શુદ્ધ આત્મા અને જિનવરમાં
કાંઈ પણ ભેદ નથી ............................................. ૨૦ -------- ૧૧
જિન તે જ આત્મા છે, એ સિદ્ધાન્તનો સાર છે .................. ૨૧ -------- ૧૨
હું જ પરમાત્મા છું ...................................................... ૨૨ -------- ૧૨
આત્મા લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે ............................ ૨૩ -------- ૧૩
નિશ્ચયથી આત્મા લોકપ્રમાણ છે અને
વ્યવહારથી સ્વશરીર પ્રમાણ છે .............................. ૨૪ -------- ૧૩

Page -2 of 58
PDF/HTML Page 8 of 68
single page version

background image
વિષય
ગાથા નં. પૃષ્L નં.
અનાદિકાલથી જીવ સમ્યક્ત્વ પામ્યો નથી .......................... ૨૫ -------- ૧૪
મોક્ષ પામવા માટે શું કરવું? .......................................... ૨૬ -------- ૧૪
નિર્મલ આત્માની ભાવના કરવાથી જ મોક્ષ થશે ................. ૨૭ -------- ૧૫
જિન તે જ આત્મા છે ................................................. ૨૮ -------- ૧૫
આત્મજ્ઞાન વિના વ્રતાદિ મોક્ષનાં કારણ થતાં નથી .............. ૨૯ -------- ૧૬
આત્માને જાણવો તે મોક્ષનું કારણ છે .............................. ૩૦ -------- ૧૬
આત્મજ્ઞાન વિના એકલું વ્યવહાર ચારિત્ર વૃથા છે ............... ૩૧ -------- ૧૭
પુણ્ય, પાપ બન્ને સંસાર છે, આત્મજ્ઞાન
જ મોક્ષનું કારણ છે. ............................................ ૩૨ -------- ૧૭
પરમાર્થનો પંથ એક જ છે ............................................ ૩૩ -------- ૧૮
પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ......... ૩૪ -------- ૧૮
વ્યવહારથી નવતત્ત્વને જાણો............................................ ૩૫ -------- ૧૯
સર્વ પદાર્થોમાં એક જીવ જ સારભૂત છે ......................... ૩૬ -------- ૧૯
વ્યવહારનો મોહ ત્યાગવો જરૂરી છે. શુદ્ધ
આત્માને જાણવાથી જ સંસારનો પાર પમાય છે ......... ૩૭ -------- ૨૦
ભેદ જ્ઞાન સર્વસ્વ છે .................................................... ૩૮ -------- ૨૦
આત્મા કેવલજ્ઞાનસ્વભાવી છે .......................................... ૩૯ -------- ૨૧
જ્ઞાનીને દરેક જગ્યાએ એક આત્મા જ દેખાય છે ................ ૪૦ -------- ૨૧
અનાત્મજ્ઞાની કુતીર્થોમાં ભમે છે ...................................... ૪૧ -------- ૨૨
દેહ દેવાલયમાં જિનદેવ છે ........................................... ૪૨ -------- ૨૨
દેવાલયમાં દેવ નથી .................................................... ૪૩ -------- ૨૩
સમભાવરૂપ ચિત્તથી પોતાના દેહમાં જિનદેવને દેખ ............. ૪૪ -------- ૨૪
જ્ઞાનથી જ દેહ-દેવાલયમાં પરમાત્માને દેખે છે ................... ૪૫ -------- ૨૪
ધર્મરસાયન પીવાથી અજર અમર થવાય છે ...................... ૪૬ -------- ૨૫
બાહ્ય ક્રિયાથી ધર્મ થતો નથી ......................................... ૪૭ -------- ૨૫
રાગ-દ્વેષનો ત્યાગ કરીને આત્મામાં વસવું તે ધર્મ છે ........... ૪૮ -------- ૨૬
આશા-તૃષ્ણા વગેરે સંસારનાં કારણો છે ............................ ૪૯ -------- ૨૬
આત્મામાં રમણ કરનાર નિર્વાણને પામે છે ....................... ૫૦ -------- ૨૭
આત્મભાવનાથી સંસારનો પાર પમાય .............................. ૫૧ -------- ૨૭

Page -1 of 58
PDF/HTML Page 9 of 68
single page version

background image
વિષય
ગાથા નં. પૃષ્L નં.
વ્યવહારમાં ડૂબેલા જીવો આત્માને ઓળખી શકતા નથી ....... ૫૨ -------- ૨૮
શાસ્ત્રપઠન આત્મજ્ઞાન વિના નિષ્ફળ છે ........................... ૫૩ -------- ૨૮
ઇન્દ્રિય અને મનના નિરોધથી સહજ
સ્વરૂપ ઉત્પન્ન થાય છે ........................................ ૫૪ -------- ૨૯
ભેદ જ્ઞાનથી ભવપારતા ................................................ ૫૫ -------- ૨૯
કોણ સંસારથી છુટકારો પામતા નથી? .............................. ૫૬ -------- ૩૦
મોક્ષ સંબંધી નવ દ્રષ્ટાંતો ............................................... ૫૭ -------- ૩૦
દેહાદિરૂપ હું નથી એ જ્ઞાન મોક્ષનું બીજ છે ..................... ૫૮ -------- ૩૧
આકાશની જેમ આત્મા શુદ્ધ છે ...................................... ૫૯ -------- ૩૧
પોતાની અંદર જ મોક્ષમાર્ગ છે ...................................... ૬૦ -------- ૩૨
નિર્મોહી થઈને શરીરને પોતાનું ન માનો ........................... ૬૧ -------- ૩૩
આત્માનુભવનું ફળ કેવલજ્ઞાન અને
અવિનાશી સુખની પ્રાપ્તિ છે .................................. ૬૨ -------- ૩૩
આત્મજ્ઞાન સંસારથી છૂટવાનું કારણ છે ............................ ૬૩ -------- ૩૪
ધન્ય તે ભગવન્તોને ..................................................... ૬૪ -------- ૩૪
આત્મરમણતા શિવસુખનો ઉપાય છે ................................. ૬૫ -------- ૩૫
કોઈ વિરલા જ તત્ત્વજ્ઞાની હોય છે ................................. ૬૬ -------- ૩૫
કુટુંબમોહ ત્યાગવા યોગ્ય છે .......................................... ૬૭ -------- ૩૬
અશરણભાવના (સંસારમાં કોઈ પોતાને શરણ થતું નથી) ...... ૬૮ -------- ૩૬
એકત્વભાવના (જીવ એકલો જ સુખ-દુઃખ ભોગવે છે) ........ ૬૯ -------- ૩૭
એકત્વ ભાવના જાણવાનું પ્રયોજન ................................... ૭૦ -------- ૩૭
પુણ્યને પાપ કહેનારા કોઈ વિરલા જ છે ......................... ૭૧ -------- ૩૮
પુણ્ય અને પાપ બન્ને હેય છે ....................................... ૭૨ -------- ૩૮
ભાવનિર્ગ્રંથ જ મોક્ષમાર્ગી છે ......................................... ૭૩ -------- ૩૯
દેહમાં દેવ છે ............................................................ ૭૪ -------- ૪૦
‘હું જ પરમેશ્વર છું’ એવી ભાવના જ મોક્ષનું કારણ છે ..... ૭૫ -------- ૪૦
લક્ષણથી પરમાત્માને જાણો ........................................... ૭૬ -------- ૪૧
રત્નત્રય નિર્વાણનું કારણ છે .......................................... ૭૭ -------- ૪૧
રત્નત્રય શાશ્વત સુખનું કારણ છે .................................... ૭૮ -------- ૪૨
ચાર ગુણ સહિત આત્માને ધ્યાવ .................................... ૭૯ -------- ૪૨

Page 0 of 58
PDF/HTML Page 10 of 68
single page version

background image
વિષય
ગાથા નં. પૃષ્L નં.
દશ ગુણ સહિત આત્માને ધ્યાવે ..................................... ૮૦ -------- ૪૩
આત્મા તપ ત્યાગાદિ છે ............................................... ૮૧ -------- ૪૩
સ્વ-પરને જાણવાનું પ્રયોજન ........................................... ૮૨ -------- ૪૪
રત્નત્રયયુક્ત જીવ ઉત્તમ તીર્થ છે ................................... ૮૩ -------- ૪૪
રત્નત્રયનું સ્વરૂપ ......................................................... ૮૪ -------- ૪૫
જ્યાં ચેતન ત્યાં ગુણ ................................................... ૮૫ -------- ૪૫
એક આત્માને જાણો .................................................... ૮૬ -------- ૪૬
સહજ સ્વરૂપમાં રમણ કર ............................................ ૮૭ -------- ૪૬
સમ્યગ્દ્રષ્ટિને નિર્જરા થાય છે ......................................... ૮૮ -------- ૪૭
જે સ્વરૂપમાં રમે તે જ શીઘ્ર ભવપાર પામે ...................... ૮૯ -------- ૪૭
સમ્યગ્દ્રષ્ટિ જ ખરો પંડિત છે ........................................ ૯૦ -------- ૪૮
આત્મસ્થિરતા તે સંવર નિર્જરાનું કારણ છે ....................... ૯૧ -------- ૪૮
આત્મસ્વભાવમાં રત જીવ કર્મથી બંધાતો નથી ................... ૯૨ -------- ૪૯
વારંવાર આત્મામાં રમનારો શીઘ્ર નિર્વાણને પામે છે ............ ૯૩ -------- ૪૯
આત્માને અનંતગુણમય ધ્યાવો ........................................ ૯૪ -------- ૫૦
ભેદવિજ્ઞાની સર્વશાસ્ત્રોનો જ્ઞાતા છે.................................... ૯૫ -------- ૫૦
આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્રજ્ઞાન વ્યર્થ છે .............................. ૯૬ -------- ૫૧
પરમસમાધિ શિવસુખનું કારણ છે ................................... ૯૭ -------- ૫૧
આત્મધ્યાન પરમાત્માનું કારણ છે ................................... ૯૮ -------- ૫૨
સમતાભાવે સર્વ જીવને જ્ઞાનમય જાણવા તે સામાયિક છે ..... ૯૯ -------- ૫૨
રાગ-દ્વેષનો ત્યાગ કરવો તે સામાયિક છે ........................૧૦૦ -------- ૫૩
છેદોપસ્થાપના ચારિત્ર .................................................૧૦૧ -------- ૫૩
પરિહારવિશુદ્ધિચારિત્ર ..................................................૧૦૨ -------- ૫૪
યથાખ્યાતચારિત્ર ........................................................૧૦૩ -------- ૫૪
આત્મા જ પંચપરમેષ્ઠી છે ..........................................૧૦૪ -------- ૫૫
આત્મા જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે ...............................૧૦૫ -------- ૫૫
દેહમાં રહેલા આત્મા અને પરમાત્મામાં કાંઈ
પણ તફાવત નથી .............................................. ૧૦૬ -------- ૫૬
આત્મદર્શન જ સિદ્ધ થવાનો ઉપાય છે ...................૧૦૭-૧૦૮ --- ૫૬-૫૭

Page 1 of 58
PDF/HTML Page 11 of 68
single page version

background image
श्रीमद्-योगीन्दुदेव-विरचितः
योगसारः
ગુજરાતી ભાષાનુવાદ સહિત
મંગલાચરણ
(શ્રી સિદ્ધોને નમસ્કાર)
णिम्मल-झाण-परिट्ठया कम्म-कलंक डहेवि
अप्पा लद्धउ जेण परु ते परमप्प णवेवि ।।।।
निर्मलध्यानप्रतिष्ठिताः कर्मकलंकं दग्ध्वा
आत्मा लब्धः येन परः तान् परमात्मनः नत्वा ।।।।
(દોહરા)
નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મકલંક ખપાય;
થયા સિદ્ધ પરમાતમા, વંદુ તે જિનરાય.
અન્વયાર્થ[निर्मलध्यानप्रतिष्ठिताः] નિર્મલધ્યાનમાં સ્થિત
થયા થકા [येन] જેણે [कर्मकलंकं दग्ध्वा] કર્મરૂપી મલને બાળીને [परः
आत्मा] પરમાત્માને [लब्धः] પ્રાપ્ત કર્યો છે, [तान् परमात्मन्ः नत्वा] તે
પરમાત્માને નમસ્કાર કરીને. ૧.
શ્રી અરહંત ભગવાનને નમસ્કારઃ

Page 2 of 58
PDF/HTML Page 12 of 68
single page version

background image
घाइ-चउक्कहं किउ विलउ णंत चउक्कुं पदिट्ठु
तह जिणइंदहं पय णविवि अकखमि कव्वु सुइट्ठु ।।।।
[येन] घातिचतुष्कस्य कृतः विलयः अनंत चतुष्कंप्रदर्शितम्
तस्य जिनेन्द्रस्य पादौ नत्वा आख्यामि कीष्टम् ।।।।
ચાર ઘાતિયા ક્ષય કરી, લહ્યાં અનંતચતુષ્ટ;
તે જિનેશ્વર ચરણે નમી, કહું કાવ્ય સુઈષ્ટ.
અન્વયાર્થ[येन] જેણે [घातिचतुष्कस्य विलयः]
ચારઘાતિકર્મનો નાશ [कृतः] કર્યો છે અને [अनंतचतुष्कं प्रदर्शितं]
અનંતચતુષ્ટયને પ્રગટ કર્યું છે, [तस्य जिनेन्द्रस्य पादौ] તે જિનેન્દ્ર
ભગવાનનાં ચરણને [नत्वा] નમસ્કાર કરીને હું [सुदिष्टं काव्यं] ઇષ્ટ
કાવ્યને [आख्यामि] કહું છું. ૨.
આ ગ્રંથ રચવાનું નિમિત્ત અને પ્રયોજનઃ
संसारहं भयभीयहं मोक्ख्ीलालसयाहं
अप्पा-संबोहण-कयइ कय दोहा एक्कभणाहं ।।।।
संसारस्य भयभीतानां मोक्षस्य लालसकानाम्
आत्मसंबोधनकृते कृताः दोहाः एकमनसाम् ।।।।
ઇચ્છે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત;
તે ભવી જીવ સંબોધવા, દોહા રચ્યા એક ચિત્ત.
અન્વયાર્થ[संसारस्य भयभीतानां] સંસારથી ભયભીત છે
અને [मोक्षस्य लालसकानां] મોક્ષને ઇચ્છુક છે, [आत्मसंबोधनकृते] તેમના
૧. सुदिष्टम् ને બદલે सुइष्टम
હોવું જોઈએ.

Page 3 of 58
PDF/HTML Page 13 of 68
single page version

background image
આત્માને સંબોધવા માટે મેં [एकमनसां] એકાગ્રચિત્તથી [दोहाः]
દોહા [कृताः] રચ્યા છે. ૩.
આવા ભયંકર સંસારમાં જીવને રખડવાનું કારણઃ
कालु अणाइ अणाइ जीउ भव - सायरु जि अणंतु
मिच्छा - दंसण-मोहियउ णवि सुहदुक्ख जि पत्तु ।।।।
कालः अनादिः अनादिः जीवः भवसागरः एव अनन्तः
मिथ्यादर्शनमोहितः नापि सुखं दुःखमेव प्राप्तवान् ।।।।
જીવ, કાળ, સંસાર આ, કહ્યા અનાદિ અનંત;
મિથ્યામતિ મોહે દુઃખી, કદી ન સુખ લહંત.
અન્વયાર્થ[कालः अनादिः] કાલ અનાદિ છે, [जीवः
अनादिः] જીવ અનાદિ છે અને [भवसागरः एव अनन्तः] ભવસાગર
અનંત છે તેમાં [मिथ्यादर्शन मोहितः] મિથ્યાદર્શનથી મોહિત જીવ [न
अपि सुखं] સુખ તો પામ્યો જ નથી, [दुःखं एव प्राप्तवान्] એકલું દુઃખ
જ પામ્યો છે. ૪
ત્યારે જીવ ચાર ગતિમાં ભમતો કેમ અટકે?
जइ बीहउ चउ-गइ-गमणा तो पर-भाव चएहि
अप्पा झायहि णिम्मलउ जिम सिव-सुक्ख लहेहि ।।।।
यदि भीतः चतुर्गतिगमनात् ततः परभावं त्यज
आत्मानं ध्याय निर्मलं यथा शिवसुखं लभसे ।।।।
ચાર ગતિ દુઃખથી ડરે, તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમ ચિંતન કરી, લે શિવસુખનો લાભ.
અન્વયાર્થહે જીવ! [यदि] જો તું [चतुर्गतिगमनात्] ચાર

Page 4 of 58
PDF/HTML Page 14 of 68
single page version

background image
ગતિના ભ્રમણથી [भीतः] ડરતો હો [ततः] તો [परभावं त्यज]
પરભાવનો ત્યાગ કર અને [निर्मलं आत्मानं] નિર્મલ આત્માનું [ध्याय]
ધ્યાન કર, [यथा] કે જેથી [शिवसुखं] તું મોક્ષસુખને [लभसे] પામ. ૫
હવે એ ચિંતન કેમ કરવું તે કહે છેઃ
ति-पयारो अप्पा मुणहि परु अंतरु बहिरप्पु
पर सायहि अंतर-सहिउ बाहिरु चयहि णिमंतु ।।।।
त्रिप्रकारः आत्मा(इति)मन्यस्व परः आन्तर बहिरात्मा
परं ध्याय आन्तरसहितः बाह्यं त्यज निर्भ्रान्तम् ।।।।
ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિરાતમ રૂપ;
થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મ સ્વરૂપ.
અન્વયાર્થ[परः अन्तरः बहिरात्मा त्रिप्रकारः आत्मा मन्यस्व]
પરમાત્મા, અન્તરાત્મા, બહિરાત્મા એ રીતે આત્મા ત્રણ પ્રકારે છે એમ
જાણો.
[निर्भ्रान्तं] નિઃશંકપણે [बाह्यं त्यज] બહિરાત્માને છોડ અને [आन्तर
सहितः] અન્તરાત્મા થઈને [परं ध्याय] પરમાત્માનું ધ્યાન કર. ૬.
હવે બહિરાત્માનું સ્વરૂપ કહે છેઃ
मिच्छा-दसण-मोहियउ परु अप्पा ण मुणेइ
सो बहिरप्पा जिण-भणिउ पुण संसार भमेइ ।।।।
मिथ्यादर्शनमोहितः परं आत्मानं न मनुते
स बहिरात्म जिनभणितः पुनः संसारे भ्रमति ।।।।
મિથ્યામતિથી મોહી જન, જાણે નહિ પરમાત્મા;
તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર.
અન્વયાર્થ[मिथ्यादर्शनमोहितः] મિથ્યા દર્શનથી મોહિત જે

Page 5 of 58
PDF/HTML Page 15 of 68
single page version

background image
જીવ [परं आत्मानं] પરમાત્માને [न मनुते] જાણતો નથી [सः] તે
[बहिरात्मा जिनभणितः] બહિરાત્મા છે એમ જિનભગવાને કહ્યું છે, તે
બહિરાત્મા [पुनः] ફરી ફરી [संसारे] સંસારમાં [भ्रमति] પરિભ્રમણ કરે
છે. ૭.
હવે અંતરાત્માનું સ્વરૂપ વર્ણવે છેઃ
जो परियाणइ अप्पु परु जो परभाव चएइ
सो पंडिउ अप्पा मुणहु सो संसारु मुएइ ।।।।
यः परिजानाति आत्मानं परं यः परभावं त्यजति
सः पंडितः आत्मा इति मन्यस्व स संसारं मुञ्चति ।।।।
પરમાત્માને જાણીને, ત્યાગ કરે પરભાવ;
તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર.
અન્વયાર્થ[यः] જે [परं आत्मानं] પરમાત્માને
[परिजानाति] જાણે છે, [यः] જે [परभावं] પરભવનો [त्यजति] ત્યાગ
કરે છે [सः पंडितः आत्मा] તે પંડિત (અન્તર) આત્મા છે. [मन्यस्व]
એમ તું જાણ, [सः] તે અન્તરાત્મા [संसारं] સંસારને [मुञ्चति] છોડે
છે. ૮.
પરમાત્માનું સ્વરૂપઃ
णिम्मलु णिक्कलु सुद्धु जिणु विण्हु बुद्धु सिव संतु
सो परमप्पा जिण-भणिउ एहउ जाणि णिभंतु ।।।।
निर्मलः निष्कलः शुद्धः जिनः विष्णुः बुद्धः शिवः शांतः
स परमात्मा जिनभणितः एतत् जानीहि निर्भ्रान्तम् ।।।।
નિર્મળ, નિષ્કલ, જિનેન્દ્ર, શિવ, સિદ્ધ, વિષ્ણુ, બુદ્ધ, શાંત;
તે પરમાત્મા જિન કહે, જાણે થઈ નિર્ભ્રાન્ત.

Page 6 of 58
PDF/HTML Page 16 of 68
single page version

background image
અન્વયાર્થજે [निर्मलः] નિર્મલ, [निष्कलः] નિષ્કલ,
[शुद्धः] શુદ્ધ, [जिनः] જિન, [विष्णुः] વિષ્ણુ, [बुद्धः] બુદ્ધ, [शिवः] શિવ
અને [शांतः] શાંત છે, [सः] તે [परमात्मा जिनभणितः] પરમાત્મા છે
એમ જિનભગવાને કહ્યું છે, [एतत् निर्भ्रांतं जानीहि] એ વાતને તમે
નિઃશંક જાણો. ૯.
બહિરાત્મા પરને પોતારૂપ માને છેઃ
देहादिउ जे परि कहिया ते अप्पाणु मुणेइ
सो बहिरप्पा जिणभणिउ पुणु संसारु भमेइ ।।१०।।
देहादयः ये परे कथिताः तान् आत्मानं मन्यते
स बहिरात्मा जिनभणितः पुनः संसारं भ्रमति ।।१०।।
દેહાદિક જે પર કહ્યાં, તે માને નિજરૂપ;
તે બહિરાતમ જિન કહે, ભમતો બહુ ભવકૂપ. ૧૦
અન્વયાર્થ[ये देहादयः] જે દેહાદિ [परे] પર [कथिताः]
કહેવામાં આવ્યા છે [तान्] તેમને જે [आत्मानं] પોતારૂપ [मन्यते]
માને છે. [सः] તે [बहिरात्मा जिनभणितः] બહિરાત્મા છે એમ
જિનભગવાને કહ્યું છે, તે [पुनः] વારંવાર [संसारं] સંસારમાં [भ्रमति]
ભમે છે. ૧૦.
ગુરુ-ઉપદેશ
देहादिउ जे परि कहिया ते अप्पाणुं ण होहिं
इउ जाणेविणु जीव तुहुं अप्पा अप्प मुणेहि ।।११।।
देहादयः ये परे कथिताः ते आत्मा न भवन्ति
इति ज्ञात्वा जीव ! त्वं आत्मा आत्मानं मन्यस्व ।।११।।

Page 7 of 58
PDF/HTML Page 17 of 68
single page version

background image
દેહાદિક જે પર કહ્યાં, તે નિજરૂપ ન થાય;
એમ જાણીને જીવ તું, નિજરૂપને નિજ જાણ. ૧૧
અન્વયાર્થ[देहादयः] દેહાદિ [ये परे कथिताः] કે જે ‘પર’
કહેવામાં આવે છે [ते] તે [आत्मा न भवन्ति] નિજરૂપ નથી[इति
ज्ञात्वा] એમ જાણીને [जीव] હે જીવ! [त्वं] તું [आत्मानं] પોતાને
[आत्मा] નિજરૂપ [मन्यस्व] જાણ. ૧૧.
આત્મજ્ઞાની જ નિર્વાણ પામે છેઃ
अप्पा अप्पउ जइ मुणहि तो णिव्वाणु लहेहि
पर अप्पा जइ मुणहि तुहुं तो संसार भमेहि ।।१२।।
आत्मा आत्मानं यदि मन्यसे ततः निर्वाणं लभसे
परं आत्मानं यदि मन्यसे त्वं ततः संसारं भ्रमसि ।।१२।।
નિજને જાણે નિજરૂપ, તો પોતે શિવ થાય;
પરરૂપ માને આત્માને, તો ભવભ્રમણ ન જાય. ૧૨
અન્વયાર્થ[यदि] જો તું [आत्मानं] પોતાને [आत्मा]
પોતારૂપ [मन्यसे] જાણીશ, [ततः] તો તું [निर्वाणं] નિર્વાણને [लभसे]
પામીશ તથા [यदि] જો [त्वं] તું [आत्मानं] પોતાને [परं] પરરૂપ [मन्यसे]
માનીશ, [ततः] તો [संसारं] સંસારમાં [भ्रमसि] ભમીશ. ૧૨.
ઇચ્છા વગરનું તપ જ નિર્વાણનું કારણ છેઃ
इच्छा-रहियाउ तव करहि अप्पा अप्पु मुणेहि
तो लहु पावहि परम-गई फु डु संसारु ण एहि ।।१३।।
इच्छारहितः तपः करोषि आत्मा आत्मानं मन्यसे
ततः लघु प्राप्नोषि परमगतिं स्फु टं संसारं न आयासि ।।१३।।

Page 8 of 58
PDF/HTML Page 18 of 68
single page version

background image
વિણ ઇચ્છા શુચિ તપ કરે, જાણે નિજરૂપ આપ;
સત્વર પામે પરમપદ, તપે ન ફરી ભવતાપ. ૧૩
અન્વયાર્થજો તું [इच्छारहितः] ઇચ્છા રહિત થઈને [तपः]
તપ [करोषि] કરીશ, [आत्मानं आत्मा मन्यसे] પોતાને પોતારૂપ જાણીશ,
[ततः] તો તું [लघु] શીઘ્ર જ [परमगतिं] પરમ ગતિને [प्राप्नोषि] પામીશ
અને તું [स्फु टं] નિશ્ચયથી ફરી [संसारं] સંસારમાં [न आयासि] આવીશ
નહિ. ૧૩.
બંધ અને મોક્ષનું કારણઃ
परिणामें बंधु जि कहिउ मोक्ख वि तह जि वियाणि
इउ जाणेविणु जीव तुहुं तहभाव हु परियाणि ।।१४।।
परिणामेन बंधः एव कथितः मोक्षः अपि तथा विजानीहि
इति ज्ञात्वा जीव ! त्वं भावान् खलु परिजानीहि ।।१४।।
બંધ મોક્ષ પરિણામથી, કર જિનવચન પ્રમાણ;
નિયમ ખરો એ જાણીને, યથાર્થ ભાવે જાણ. ૧૪
અન્વયાર્થ[परिणामेन एव] પરિણામથી જ [बंधः] બંધ
[कथितः] કહ્યો છે [तथा एव] તેવી જ રીતે [मोक्षः अपि] મોક્ષ પણ
[विजानीहि] જાણ. (મોક્ષ પણ પરિણામથી જ થાય છે) [इति ज्ञात्वा]
એમ જાણીને [जीव] હે જીવ! [त्वं] તું [तान् भावन्] તે ભાવોને [खलु]
બરાબર [परिजानीहि] જાણ. ૧૪.
પુણ્યથી પણ મુક્તિ નથીઃ
अह पुणु अप्पा णवि मुणहि पुण्णु जि करहि असेस
तो वि ण पावहि सिद्ध-सुहु पुणु संसारु भमेस ।।१५।।

Page 9 of 58
PDF/HTML Page 19 of 68
single page version

background image
अथ पुनरात्मानं नैव मन्यसे पुण्यं एव करोषि अशेषम्
ततः अपि न प्राप्नोषि सिद्धिसुखं पुनः संसारं भ्रमसि ।।१५।।
નિજરૂપ જો નથી જાણતો, કરે પુણ્ય બસ પુણ્ય;
ભમે તો ય સંસારમાં, શિવસુખ કદી ન થાય. ૧૫.
અન્વયાર્થ[अथ पुनः] વળી જો તું [आत्मानं एव] પોતાને
તો [न एव मन्यसे] જાણતો નથી અને [अशेषं पुण्यं एव करोषि] સર્વથા
એકલું પુણ્ય જ કરતો રહીશ, [ततः अपि] તોપણ તું [पुनः] વારંવાર
[संसारं भ्रमसि] સંસારમાં જ ભ્રમણ કરીશ પણ [सिद्धसुखं] શિવસુખને
[न प्राप्नोषि] પામી શકીશ નહિ. ૧૫.
એક આત્મદર્શન જ મોક્ષનું કારણ છેઃ
अप्पा-दंसणु एक्कु परु अण्णु ण किं पि वियाणि
मोक्खहं कारण जोइया णिच्छइँ एहउ जाणि ।।१६।।
आत्मदर्शनं एकं परं अन्यत् न किमपि विजानीहि
मोक्षस्य कारणं योगिन् ! निश्चयेन् एतत् जानीहि ।।१६।।
નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત્ માન;
હે યોગી! શિવ હેતુ એ, નિશ્ચયથી તું જાણ. ૧૬
અન્વયાર્થ[योगिन्] હે યોગી! [एकं परं आत्मादर्शनं] એક
પરમ આત્મદર્શન જ [मोक्षस्य कारणं] મોક્ષનું કારણ છે [अन्यत् न किं
अपि विजानीहि] અન્ય કાંઈ પણ મોક્ષનું કારણ નથી, [एतत् निश्चयेन
जानीहि] આમ ખરેખર તું જાણ. ૧૬.
શુદ્ધ આત્માને જાણવો તે જ ખરેખર મોક્ષ પામવાનો ઉપાય
છેઃ

Page 10 of 58
PDF/HTML Page 20 of 68
single page version

background image
मग्गण-गुण-ठाणइ कहिया विवहारेण वि दट्ठि
णिच्छयणइँ अप्पा मुणहि जिम पावहु परमेट्ठि ।।१७।।
मार्गणागुणस्थानानि कथितानि व्यवहारेण अपि द्रष्टिः
निश्चयनयेन आत्मानं मन्यस्व यथा प्राप्नोषि परमेष्ठीनम् ।।१७।।
ગુણસ્થાનક ને માર્ગણા, કહે દ્રષ્ટિ વ્યવહાર;
નિશ્ચય આત્મજ્ઞાન તે, પરમેષ્ઠી પદકાર. ૧૭
અન્વયાર્થ[व्यवहारेण अपि द्रष्टिः] વ્યવહારનયની દ્રષ્ટિથી
[मार्गणागुणस्थानानि] માર્ગણાસ્થાનો અને ગુણસ્થાનો [कथितानि]
કહેવામાં આવ્યા છે. [निश्चयनयेन] નિશ્ચયનયથી તો [आत्मानं] કેવળ
એક આત્મા જ [मन्यस्व] જાણ, [यथा] કે જેને જાણવાથી તું [परमेष्ठिनं]
પરમેષ્ઠીપદને [प्राप्नोषि] પામીશ. ૧૭.
હેય-ઉપાદેયને જાણનાર ગૃહસ્થ પણ નિર્વાણપદને પામે
છેઃ
गिहि-वावार-परिट्ठिया हेयाहेउ मुणंति
अणुदिणु सायहिं दोउ जिणु लहु णिव्वाणु लहंति ।।१८।।
गृहिव्यापारप्रतिष्ठिताः हेयाहेयं मन्यते
अनुदिनं ध्यायन्ति देवं जिनं लघु निर्वाणं लभन्ते ।।१८।।
ગૃહકામ કરતાં છતાં, હેયાહેયનું જ્ઞાન;
ધ્યાવે સદા જિનેશપદ, શીઘ્ર લહે નિર્વાણ. ૧૮
અન્વયાર્થ[गृहि व्यापार प्रतिष्ठिताः] જેઓ ગૃહસ્થના
કાર્યોમાં પ્રવર્તવા છતાં પણ [हेयाहेयं] હેય-ઉપાદેયને [मन्यन्ते] જાણે
છે અને [अनुदिनं] રાત-દિવસ (નિરંતર) [जिनदेवं] જિનદેવને