૧
ૐ
परमात्मने नमः।
બહેનશ્રીનાં વચનામૃત
[પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં પ્રવચનોમાંથી વીણેલાં]
હે જીવ! તને ક્યાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ
પલટાવી નાખ અને આત્મામાં ગમાડ. આત્મામાં ગમે તેવું
છે. આત્મામાં આનંદ ભર્યો છે; ત્યાં જરૂર ગમશે.
જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક આત્મામાં જરૂર
ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ. ૧.
✽
અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા
જાગ્યો અને જેને આત્માની ખરેખરી લગની લાગી, તેની
આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે. આત્માની ખરેખરી
લગની લાગે ને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ
નહિ. આત્માની લગની લાગવી જોઈએ; તેની પાછળ
લાગવું જોઈએ. આત્માને ધ્યેયરૂપ રાખીને દિન-રાત સતત