नमः श्री सद्गुरवे ।
અહો! દેવ-શાસ્ત્ર-ગુરુ મંગળ છે, ઉપકારી છે.
આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે.
પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો
છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો
છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ
ભુલાય?
ગુરુદેવનું દ્રવ્ય તો અલૌકિક છે. તેમનું શ્રુતજ્ઞાન
અને વાણી આશ્ચર્યકારી છે.
પરમ-ઉપકારી ગુરુદેવનું દ્રવ્ય મંગળ છે, તેમની
અમૃતમય વાણી મંગળ છે. તેઓશ્રી મંગળમૂર્તિ છે,
ભવોદધિતારણહાર છે, મહિમાવંત ગુણોથી ભરેલા છે.
પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળની ભક્તિ અને તેમનું
દાસત્વ નિરંતર હો.