અહા! તે દિવ્ય ધ્વનિ!
અહા! તે પુનિત પ્રસંગો!
ધન્ય તે ધડી! ધન્ય તે પળ!
જીવ કોઈવાર કોઈ ગતિમાં, કોઈવાર કોઈ ગતિમાં હોય
માતાના ગર્ભોમાં બંદીખાનાનાં દુઃખો સહ્યાં તે યાદ આવે છે.
(ચારે ગતિનાં દુઃખો આ જીવે દેવગતિમાંથી પણ કેટલાંક જોયાં
છે.) ચારે ગતિમાં દુઃખો સહ્યાં છે.
ભગવાનના ધામમાં રહેતો હતો, ત્યાંના નગરનાં રત્ને જડિત
શોભીતા ને વિશાળ જિનાલયોમાં તેમ જ રત્ન જેવા કિનારાથી
શોભિત તળાવ વગેરે સ્થળોએ જતો હતો.
કેવું સંસારનું પરિભ્રમણ!
કેવી સંસારની વિચિત્રતા!
ચૈતન્યદેવ સિવાય બહારમાં કયાંય સુખ નથી.
બધેથી વૈરાગ્ય પામી અદ્ભુતસ્વરૂપ શુદ્ધાત્મામાં સમાઈ