છે; હવે તો સમકિત માટે ખૂબ પુરુષાર્થ કરવો છે.’ એ વચનો પ્રમાણે
ખરેખર તેમણે ઉગ્ર પુરુષાર્થ કરીને ચાર મહિનામાં (વિ. સં. ૧૯૮૯ના ફાગણ
વદ દશમના મંગળ દિને) નિર્વિકલ્પ સમકિત પ્રાપ્ત કર્યું, ભવભ્રમણનો ભય
ભાંગ્યો, અંતરમાં અનંતકાળસ્થાયી શાશ્વતી નિરાંત થઈ ગઈ.
પ્રમાણિક હતા તથા અનુકૂળતા પ્રમાણે સવારે વ્યાખ્યાન સાંભળવા તેમ જ સાંજે
પ્રતિક્રમણ કરવા જતા. માતુશ્રી તેજસ્વી બુદ્ધિવાળાં, વિશેષ ધાર્મિક વૃત્તિવાળાં
અને વીર્યવાળાં હતાં; ધાર્મિક ક્રિયાઓમાં સારો રસ લેતાં. માતાપિતાને
ગુલાબચંદજી મહારાજ ઉપર ઘણી શ્રદ્ધા-ભક્તિ હતી. તે મહારાજ ઘણું કષ્ટ
વેઠીને બહુ આકરા આચાર પાળતા. પૂજ્ય ગુરુદેવ પણ કહેતા કે ગુલાબચંદજી
બહુ આકરી ક્રિયા પાળતા. તેમની અસરથી અમારા કુટુંબમાં ધાર્મિક સંસ્કારો
સારા હતા. વજુભાઈ તો સાંજે સ્કૂલથી આવીને સ્કૂલની ચોપડીઓ ફેંકીને,
તુરત ઉપાશ્રયે દોડી જાય. તેઓ ઉપાશ્રયે ઘણો ટાઈમ ગાળતા; સામાયિક કરે,
કોઈ સાધુમહારાજ હોય તેમની પાસે જઈને નવ તત્ત્વ, ગતિ-આગતિના બોલ
વગેરે થોકડા અને સૂત્રની ગાથાઓ વગેરે શીખે, સાંજે પ્રતિક્રમણ કરે ને કય
ારેક-સાધુની જેમ આચાર પાળવાનું ને વહોરીને આહાર કરવાનું સંપ્રદાયમાં વ્રત
કરે છે એવું-દશમું વ્રત કરે. અખિલ કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન કોન્ફરન્સની
પરીક્ષા આપીને તેમાં તે બીજા નંબરે ઉત્તીર્ણ થયા હતા. આખું ‘દશવૈકાલિક
સૂત્ર’ નાની વયમાં મુખપાઠ કર્યું હતું.
બાલ્યાવસ્થાથી જ તેમના દેહમાં ઉપશમરસના ઢાળા ઢળી ગયા હતા. આ
મનુષ્યભવમાં જલદી મોક્ષ માટેનો પુરુષાર્થ પ્રગટ કરી ભવભ્રમણ ટાળવાની
તેમને