““
““
“
स्वापूर्वार्थव्यवसायात्मकं ज्ञानं प्रमाणम् । (પ્રમેયરત્ન. સૂત્ર-૧)
ચોથી ઢાળ
સમ્યગ્જ્ઞાન-ચારિત્રના ભેદ, શ્રાવકનાં વ્રત, ધાર્મની દુર્લભતા
(દોહા)
સમ્યક્ શ્રદ્ધા ધારિ પુનિ, સેવહુ સમ્યગ્જ્ઞાન;
સ્વ-પર અર્થ બહુધર્મજુત, જો પ્રગટાવન ભાન. ૧.
અન્વયાર્થઃ — (સમ્યક્ શ્રદ્ધા) સમ્યગ્દર્શન (ધારિ) ધારણ
કરીને (પુનિ) વળી (સમ્યગ્જ્ઞાન) સમ્યગ્જ્ઞાન (સેવહુ) સેવો [જે
સમ્યગ્જ્ઞાન] (બહુ ધર્મજુત) અનેક ધર્માત્મક (સ્વ-પર અર્થ)
પોતાનું અને બીજા પદાર્થોનું (પ્રગટાવન) જ્ઞાન કરાવવામાં
(ભાન) સૂર્ય સમાન છે.
ભાવાર્થઃ — સમ્યગ્દર્શન સહિત સમ્યગ્જ્ઞાન દ્રઢ કરવું
જોઈએ. જેવી રીતે સૂર્ય બધા પદાર્થોને અને પોતે પોતાને જેમ છે
તેમ બતાવે છે તેવી રીતે જે અનેક ધર્મયુક્ત પોતેપોતાને
(આત્માને) અને પદાર્થોને* જેમ છે તેમ બતાવે છે – તે સમ્યગ્જ્ઞાન
કહેવાય છે.