Chha Dhala (Gujarati).

< Previous Page   Next Page >


Page 116 of 205
PDF/HTML Page 138 of 227

 

background image
જીવનો (ન સઁહારૈ) ઘાત ન કરવો [તે અહિંસા-અણુવ્રત કહેવાય
છે]; (પર-વધકાર) બીજાને દુઃખદાયક, (કઠોર) કઠોર [અને]
(નિંદ્ય) નિંદવા યોગ્ય (વચન) વચન (નહિ ઉચારૈ) ન બોલવાં
તે [સત્ય-અણુવ્રત કહેવાય છે.]
ભાવાર્થસમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરી સમ્યક્ચારિત્ર પ્રગટ કરવું
જોઈએ. તે સમ્યક્ચારિત્રના બે ભેદ છે(૧) એકદેશ (અણુ, દેશ,
સ્થૂળ) ચારિત્ર અને (૨) સર્વદેશ (સકલ, મહા, સૂક્ષ્મ) ચારિત્ર,
તેમાં સકલચારિત્રનું પાલન મુનિરાજ કરે છે અને દેશચારિત્રનું
પાલન શ્રાવક કરે છે. આ ચોથી ઢાળમાં દેશચારિત્રનું વર્ણન
કરવામાં આવ્યું છે. સકલચારિત્રનું વર્ણન છઠ્ઠી ઢાળમાં આવશે.
ત્રસ જીવોની સંકલ્પી હિંસાનો સર્વથા ત્યાગ કરી નિષ્પ્રયોજન
સ્થાવર જીવોનો ઘાત ન કરવો તે
*અહિંસા-અણુવ્રત છે. બીજાના
* નોંધઃ(૧) આ અહિંસા-અણુવ્રતનો ધારક જીવ ‘આ જીવ હણવા
યોગ્ય છે, હું આ જીવને મારું’ એ પ્રમાણે ઇરાદાપૂર્વક કોઈ ત્રસ
જીવની સંકલ્પી હિંસા કરતો નથી. પરંતુ આ વ્રતનો ધારક આરંભી,
ઉદ્યોગિની અને વિરોધિની હિંસાનો ત્યાગી હોતો નથી.
(૨) પ્રમાદ અને કષાયમાં જોડાવાથી જ્યાં પ્રાણઘાત કરવામાં આવે છે
ત્યાં જ હિંસાનો દોષ લાગે છે; જ્યાં તેવું કારણ નથી ત્યાં પ્રાણઘાત
હોવા છતાં પણ હિંસાનો દોષ લાગતો નથી. જેમ પ્રમાદ રહિત
મુનિ ગમન કરે છે; વૈદ-ડૉકટર રોગીનો કરુણાબુદ્ધિથી ઉપચાર કરે
છે; ત્યાં સામે નિમિત્તમાં પ્રાણઘાત થતાં હિંસાનો દોષ નથી.
(૩) નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન પૂર્વક પ્રથમના બે કષાયોનો અભાવ થયો
હોય તે જીવને સાચા અણુવ્રત હોય છે, નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય
તેના વ્રતને સર્વજ્ઞદેવે બાળવ્રત (અજ્ઞાનવ્રત) કહેલ છે.
૧૧૬ ][ છ ઢાળા