૧૨૮ ][ છ ઢાળા
ચોથી ઢાળનો ભેદ-સંગ્રહ
કાળઃ — નિશ્ચયકાળ અને વ્યવહારકાળ; અથવા ભૂત, ભવિષ્ય
અને વર્તમાન.
ચારિત્રઃ — મોહ-ક્ષોભ રહિત આત્માના શુદ્ધ પરિણામ,
ભાવલિંગી શ્રાવકપદ અને ભાવલિંગી મુનિપદ.
જ્ઞાનના દોષઃ — સંશય, વિપર્યય અને અનધ્યવસાય
(અચોક્કસતા).
દિશાઃ — પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઇશાન, વાયવ્ય, નૈૠત્ય,
અગ્નિકોણ, ઊર્ધ્વ અને અધો — એ દશ છે.
પર્વ ચતુષ્ટયઃ — દરેક માસની બે આઠમ તથા બે ચૌદશ.
મુનિઃ — સમસ્ત વ્યાપારથી વિરક્ત, ચાર પ્રકારની આરાધનામાં
તલ્લીન, નિર્ગ્રંથ અને નિર્મોહ એવા સર્વ સાધુ હોય
છે. (નિયમસાર-ગા. ૭૫) ‘તે નિશ્ચયસમ્યગ્દર્શન
સહિત, વિરાગી થઈને, સમસ્ત પરિગ્રહનો ત્યાગ
કરીને, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરીને,
અંતરંગમાં શુદ્ધોપયોગરૂપ દ્વારા પોતાના આત્માનો
અનુભવ કરે છે. પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરતા નથી,
જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાના માને છે, પરભાવોમાં
મમત્વ કરતા નથી, કોઈને ઇષ્ટ-અનિષ્ટ માની તેમાં
રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિ અશુભ ઉપયોગનું તો
તેને અસ્તિત્વ જ મટી ગયું હોય છે. અનેકવાર સાતમા