શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ
કરતાં થાય છે; માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી
સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યારપછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક
ધારણ કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં
જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે, તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની
પ્રાપ્તિ થતી ન જણાય તેને, પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ
આપવામાં આવે છે. માટે ઉચ્ચ દશાવાળાઓને અધ્યાત્મ-
ઉપદેશ કરવા યોગ્ય છે એમ જાણી નીચલી દશાવાળાઓએ
પરાઙ્મુખ થવું યોગ્ય નથી.
કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને
‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે’’
એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું
ગ્રહણ છે. પણ બન્ને નયોનાં વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી
‘‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’’ એવા ભ્રમરૂપ
પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.