કરવાના હેતુથી [આહારના] (છ્યાલીશ) છેંતાલીસ (દોષ વિના)
દોષને ટાળીને (અશનકો) ભોજનને (લૈં) ગ્રહણ કરે છે.
જ્ઞાનના (ઉપકરણ) સાધન [શાસ્ત્રને] અને (સંયમ) સંયમના
(ઉપકરણ) સાધન [પીંછીને] (લખિકૈં) જોઈને (ગહૈં) ગ્રહણ કરે
છે [અને] (લખિકૈં) જોઈને (ધરૈં) રાખે છે; [અને] (મૂત્ર)
પેશાબ (શ્લેષમ) લીંટ વગેરે (તન-મલ) શરીરના મેલને
(નિર્જન્તુ) જીવ રહિત (થાન) સ્થાન (વિલોકિ) જોઈને (પરિહરૈં)
ત્યાગે છે.
રસો છોડીને (અથવા સ્વાદનો રાગ નહિ કરતાં), શરીરને પુષ્ટ
કરવાનો અભિપ્રાય નહિ રાખતાં, માત્ર તપની વૃદ્ધિ કરવા માટે
આહાર લે છે, તેથી તેઓને ત્રીજી એષણા સમિતિ હોય છે.
પવિત્રતાનું સાધન કમંડળને, જ્ઞાનનું સાધન શાસ્ત્રને અને સંયમનું
સાધન પીંછીને
દિગંબર સાધુઓને કોઈ કોઈ વખત મહિનાઓ સુધી ભોજન ન
મળે છતાં પણ મુનિ જરાય ખેદ કરતા નથી; અનાસક્તિ અને
નિર્મોહ હઠ વગરના સહજ હોય છે. [કાયર જનોને-અજ્ઞાનીઓને
આવું મુનિવ્રત દુઃખમય લાગે છે-જ્ઞાનીને સુખમય લાગે છે.]