Chha Dhala (Gujarati).

< Previous Page   Next Page >


Page 170 of 205
PDF/HTML Page 192 of 227

 

background image
૧૭૦ ][ છ ઢાળા
અથવા ચૌપગા પ્રાણીઓનું ટોળું (ખાજ) પોતાની ખંજવાળ-
ખુજલીને (ખુજાવતે) ખંજવાળે છે. [જે] (શુભ) પ્રિય અને
(અસુહાવને) અપ્રિય [પાંચ ઇન્દ્રિય સંબંધી] (રસ) પાંચ રસ,
(રૂપ) પાંચ વર્ણ, (ગંધ) બે ગંધ, (ફરસ) આઠ પ્રકારના સ્પર્શ
(અરુ) અને (શબ્દ) શબ્દ (તિનમેં) તે બધામાં (રાગ-વિરોધ)
રાગ કે દ્વેષ (ન) મુનિને થતાં નથી, [તેથી તે મુનિ] (પંચેન્દ્રિય
જયન) પાંચ ઇન્દ્રિયોને જીતવાવાળાં એટલે કે જિતેન્દ્રિય (પદ
પાવને) પદને પામે છે.
ભાવાર્થઆ ગાથામાં નિશ્ચયગુપ્તિનું તથા ભાવલિંગી
મુનિના ૨૮ મૂળગુણોમાં પાંચ ઇન્દ્રિયના જયના સ્વરૂપનું વર્ણન
કરે છે.
ભાવલિંગી મુનિ જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે શુદ્ધોપયોગરૂપે
પરિણમી નિર્વિકલ્પપણે સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે નિશ્ચયગુપ્તિ
છે; અને તે વખતે મન-વચન-કાયાની ક્રિયા સ્વયં રોકાઈ જાય
છે; તેમની શાંત અને અચળ મુદ્રા જોઈને તેમના શરીરને પથ્થર
સમજી મૃગના ટોળા
* (પશુઓ) ખુજલી ખંજવાળે છે, છતાં તે
મુનિઓ પોતાના ધ્યાનમાં નિશ્ચલ રહે છે. તે ભાવલિંગી મુનિને
ત્રણ ગુપ્તિ છે.
*આ સંબંધમાં સુકુમાલ મુનિનું દ્રષ્ટાંત છેઃ---જ્યારે તેઓ ધ્યાનમાં
હતા ત્યારે એક શિયાળી અને તેનાં બે બચ્ચાંઓ તેમનો અર્ધો પગ
ખાઈ ગયા પણ તેઓ પોતાના ધ્યાનથી જરાપણ ચલાયમાન થયા
નહિ. (સંયોગથી દુઃખ થતું જ નથી, શરીરાદિમાં મમતા કરે તો
તે મમત્વભાવથી જ દુઃખનો અનુભવ થાય છે---એમ સમજવું.)