બાળતપ છે, તેનાથી કદી સાચી નિર્જરા થતી નથી, પણ
આત્મસ્વરૂપમાં સમ્યક્ પ્રકારે સ્થિરતા અનુસાર જેટલો શુભ-
અશુભ ઇચ્છાનો અભાવ થાય છે તે સાચી નિર્જરા છે – સમ્યક્તપ
છે. પણ મિથ્યાદ્રષ્ટિ જીવ એમ માનતો નથી. પોતાની અનંત
જ્ઞાનાદિ શક્તિને ભૂલે છે, પરાશ્રયમાં સુખ માને છે, શુભાશુભ
ઇચ્છા અને પાંચ ઇન્દ્રિયોના વિષયોની ચાહને રોકતો નથી. આ
નિર્જરાતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.
૨. મોક્ષ તત્ત્વની ભૂલઃ — પૂર્ણ નિરાકુળ આત્મિક સુખની
પ્રાપ્તિ અર્થાત્ જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષનું સ્વરૂપ છે, અને
તે જ ખરું સુખ છે, પણ અજ્ઞાની તેમ માનતો નથી.
મોક્ષ થતાં તેજમાં તેજ મળી જાય અથવા ત્યાં શરીર,
ઇન્દ્રિયો અને તેનાં વિષયો વિના સુખ કેમ હોઈ શકે ? ત્યાંથી
ફરી અવતાર લેવો પડે વગેરે. એમ મોક્ષદશામાં નિરાકુળપણું
માનતો નથી તે મોક્ષતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.
૩. અજ્ઞાનઃ — અગૃહીત મિથ્યાદર્શન હોય ત્યાં જે કંઈ જ્ઞાન
હોય તેને અગૃહીત મિથ્યાજ્ઞાન કહે છે, તે મહાન દુઃખદાતા છે.
તે ઉપદેશાદિ બાહ્ય નિમિત્તોના આલંબન વડે નવું ગ્રહ્યું નથી
અનાદિનું છે, તેથી તેને અગૃહીત (સ્વાભાવિક-નિસર્ગજ)
મિથ્યાજ્ઞાન કહે છે. ૭.
અગૃહીત મિથ્યાચારિત્ર(કુચારિત્ર)નું લક્ષણ
ઇન જુત વિષયનિમેં જો પ્રવૃત્ત, તાકો જાનો મિથ્યાચરિત્ત;
યોં મિથ્યાત્વાદિ નિસર્ગ જેહ, અબ જે ગૃહીત સુનિયે સુ તેહ. ૮.
૪૦ ][ છ ઢાળા