છે અર્થાત્ કુગુરુની શ્રદ્ધા, ભક્તિ, પૂજા, વિનય તથા અનુમોદના
કરવાથી ગૃહીત મિથ્યાત્વનું સેવન થાય છે અને તેથી જીવ
અનંતકાળ ભવભ્રમણ કરે છે. ૯.
ગાથા ૧૦ (ઉત્તરાર્ધા)
કુદેવ(મિથ્યાદેવ)નું સ્વરુપ
જો રાગદ્વેષ મલકરિ મલીન, વનિતા ગદાદિજુત ચિહ્ન ચીન. ૧૦.
ગાથા ૧૧ (પૂર્વાર્ધા)
તે હૈં કુદેવ તિનકી જુ સેવ, શઠ કરત ન તિન ભવભ્રમણ છેવ;
અન્વયાર્થઃ — (જે) જે (રાગદ્વેષ) રાગ અને દ્વેષરૂપી
(મલકરિ) મેલથી (મલીન) મલિન છે અને (વનિતા) સ્ત્રી તથા
(ગદાદિજુત) ગદા વગેરે (ચિહ્ન) ચિહ્નોથી (ચીન) ઓળખાય છે
(તે) તે (કુદેવ) ખોટા દેવ છે; (તિનકી) તે કુદેવની (જુ) જે (શઠ)
મૂર્ખ (સેવ) સેવા (કરત) કરે છે, (તિન) તેનું (ભવભ્રમણ)
સંસારમાં ભટકવું (ન છેવ) મટતું નથી.
ભાવાર્થઃ — જે રાગ અને દ્વેષરૂપી મેલથી મેલાં (રાગીદ્વેષી)
છે અને સ્ત્રી, ગદા, આભૂષણ વગેરેથી જેને ઓળખી શકાય છે
તે ‘કુદેવ’✽ કહેવાય છે. જે અજ્ઞાની આવા કુદેવોની સેવા, (પૂજા,
બીજી ઢાળ ][ ૪૩
✽સુદેવ=અરિહંત પરમેષ્ઠી; દેવ-ભવનવાસી વગેરે દેવ.
કુદેવ=હરિ, હર આદિ; અદેવ-પીપળો, તુલસી, લકડબાબા વગેરે
કલ્પિત દેવ, જે કોઈ સરાગી દેવ અથવા દેવ છે તે વંદન-પૂજનને
યોગ્ય નથી.