બીજી ઢાળનો સારાંશ
(૧) આ જીવ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને
વશ થઈને ચાર ગતિમાં વારંવાર પરિભ્રમણ કરીને પ્રત્યેક સમયે
અનંત દુઃખો ભોગવી રહ્યો છે. જ્યાં સુધી દેહાદિથી ભિન્ન
પોતાના આત્માની સાચી સમજણ અને રાગાદિનો અભાવ ન કરે
ત્યાં સુધી સુખ, શાંતિ અને આત્માનો ઉદ્ધાર થઈ શકતો નથી.
(૨) આત્મહિત માટે (સુખી થવા માટે) પ્રથમ (૧) સાચા
દેવ, ગુરુ અને ધર્મની યથાર્થ પ્રતીતિ, (૨) જીવાદિ સાત તત્ત્વની
યથાર્થ પ્રતીતિ, (૩) સ્વ-પરના સ્વરૂપની શ્રદ્ધા, (૪) નિજ
શુદ્ધાત્માના પ્રતિભાસરૂપ આત્માની શ્રદ્ધા, — આ ચાર લક્ષણોના
અવિનાભાવ સહિતની સત્ય શ્રદ્ધા (નિશ્ચય-સમ્યગ્દર્શન) જ્યાં
સુધી જીવ પ્રગટ ન કરે ત્યાં સુધી જીવ (આત્મા)નો ઉદ્ધાર થઈ
શકે નહિ અર્થાત્ ધર્મની શરૂઆત પણ થઈ શકે નહિ, અને ત્યાં
સુધી આત્માને અંશમાત્ર સુખ પ્રગટે નહિ.
(૩) સાત તત્ત્વની ખોટી શ્રદ્ધા કરવી તેને મિથ્યાદર્શન અને
તેના કારણે આત્માના સ્વરૂપ વિષે વિપરીત શ્રદ્ધા કરીને
જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ તથા પુણ્યપાપ-
રાગાદિ મલિનભાવમાં એકતાબુદ્ધિ – કર્તાબુદ્ધિ છે; અને તેથી શુભ
રાગ અને પુણ્ય હિતકર છે, શરીરાદિ પરપદાર્થની અવસ્થા
(ક્રિયા) હું કરી શકું છું, પર મને લાભ-નુકસાન કરી શકે છે,
અને હું પરનું કાંઈ કરી શકું છું, આમ માનતો હોવાથી તેને સત્-
અસત્નો યથાર્થ વિવેક હોતો જ નથી. સાચું સુખ તથા હિતરૂપ
બીજી ઢાળ ][ ૪૯