[ ૧૭૨ ]
૯. ભારતખંડમાં સંત અહો જાગ્યા રે
(રાગઃ – વિદેહવાસી કહાનગુરુ ભરતે પધાર્યા રે)
ભારતખંડમાં સંત અહો જાગ્યા રે,
પંચમકાળે પધાર્યા તારણહારા રે,
અનુભૂતિ-યુગસ્રષ્ટા સ્વર્ણે પધાર્યા રે,
આવો રે સૌ ભક્તો ગુરુગુણ ગાઓ રે,
ઉજમબાના નંદનને ભાવે વધાવો રે.....ભારતખંડમાં૦ ૧.
આવો પધારો ગુરુજી અમ આંગણિયે;
આવો બિરાજો ગુરુજી અમ મંદિરિયે.
માણેક-મોતીના સાથિયા પુરાવું રે,
વિધવિધ રત્નોથી ગુરુને વધાવું રે.....ભારતખંડમાં ૨.
યાત્રા કરીને મારા ગુરુજી પધાર્યા;
સ્વર્ણપુરીના સંત સ્વર્ણે બિરાજ્યા (પધાર્યા).
સ્વર્ણપુરી નગરીમાં ફૂલડાં પથરાવો રે,
(અંતરમાં આનંદના દીવડા પ્રગટાવો રે,)
ઘર – ઘરમાં રૂડા દીવડા પ્રગટાવો રે.....ભારતખંડમાં૦ ૩.
ભારતભૂમિમાં ગુરુજી પધાર્યા;
નગર-નગરમાં ગુરુજી પધાર્યા.
તારણહારી વાણીથી હિંદ આખું ડોલે રે,
ગુરુજીનો મહિમા ભારતમાં ગાજે રે.
(ભવ્ય જીવોને આતમ જાગે રે.).....ભારતખંડમાં૦ ૪.
સમ્મેદશિખરની યાત્રા કરીને;
શાશ્વત ધામની વંદના કરીને;