Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 208

 

દેખી મૂર્તિ સીમંધરજિનની નેત્ર મારાં ઠરે છે,
ને હૈયું આ ફરી ફરી પ્રભુ! ધ્યાન તેનું ધરે છે;
આત્મા મારો પ્રભુ! તુજ કને આવવા ઉલ્લસે છે,
આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે.
અંકુર એક નથી મોહ તણો રહ્યો જ્યાં,
અજ્ઞાન-અંશ બળી ભસ્મરૂપે થયો જ્યાં;
આનંદ, જ્ઞાન, નિજ વીર્ય અનંત છે જ્યાં,
ત્યાં સ્થાન માગું
જિનનાં ચરણાંબુજોમાં.
ભલે સો ઇન્દ્રોનાં તુજ ચરણમાં શિર નમતાં,
ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા;
નથી એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા,
સ્વરૂપે ડૂબેલા, નમન તુજને, ઓ જિનવરા!
સુર-અસુર-નરપતિવંદ્યને, પ્રવિનષ્ટઘાતિકર્મને,
પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને.